________________
(વૃષભ અને મીન રાશિ) એક તત્વવાળી રાશિઓ .. ... કર્ક અને મીન. - સૂર્ય વૃશ્ચિક રાશિમાં તા. ૨૩ મી ઓકટોબરે આવે છે અને તા. ૨૧ મી નવેમ્બરે વિદાય થઈ જાય છે. સ્વભાવ-ગુણ અને કાર્ય શકિત
આ તારીખેમાં જન્મેલા મનુષ્ય સ્વભાવે સ્પષ્ટવકતા અને હિંમતવાન હોય છે. એમને જે વાત સાચી જણાય છે તે તેઓ જરાય સંકોચ વગર તડ ને ફડ કહી દે છે.
આ તારીખેમાં પ્રકારનાં માણસે જન્મે છે. ઉચ્ચ વિચારવાળા અને નીચ વિચારવાળા. તેમનામાં શકિત, સત્તા અને દ્રઢ કાર્યશકિત હોય છે પણ એમની એ શકિત કઈ દિશા તરફ વળે છે તેના પર એ આધાર રાખે છે. જે આ શકિત તેમના મૂળ સ્વભાવ અનુસાર એગ્ય દિશામાં જ વહે તો તેઓ ઉચ્ચ પ્રકારનાં માનવીઓ બની શકે છે. આ લોકમાં શકિત સ્વભાવ એક જ પ્રકારના હોય છે છતાં પણ તેમના કાર્ય પ્રકાર જુદા હોવાથી તેમાં બે ભેદ પડી જાય છે, આ ભેદ તેમનું ચારિત્ર્ય, તેમને સ્વભાવ તેમની ખાસીયત આદિને ઘડે છે. આ તારીખમાં જન્મેલાઓ માટે આ એક નોંધવા યોગ્ય બીના છે.
ઉપર જણાવ્યું તેમ આ લોકોની કાર્યશકિત એકજ પ્રકારની છે પરંતુ તેની પદ્ધતિ અલગ હોવાથી તેઓ ભિન્ન ભિન્ન માગે પિતાની એ શક્તિનો ઉપયોગ કરે છે. લશ્કરને દોરી જનાર સેનાપતિ અને લૂંટારાઓની ટોળીને દેરનારે નાયક એક જ પ્રકારની શકિત અને સતાથી કામ કર્યું જાય છે. માત્ર કામ કરવાનું તેમનું ક્ષેત્ર અનેખું હોય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com