________________
આગળ જણાવ્યું તેમ આ લોકો વિશાળ મનશકિત ધરાવે છે. અને જ્યારે તેઓ એક કામ હાથમાં લે છે, ત્યારે તે ગમે તે મુસીબત આવવા છતાં પણ પાર પાડયા વગર રહેતાં નથી. તેઓ મક્કમ અને દ્રઢ નિશ્ચયાત્મક બુદ્ધિવાળાં હોય છે. આ લોકે પોતાના કામને ગુપ્ત રાખવાનું ચગ્ય ધારે છે અને તે એટલે સુધી કે જેને માટે તેઓ ઊંચા વિચાર અને માન ધરાવે છે તેમની આગળ પણ તેઓ ખાનગીપણું રાખ્યા વિના રહેતાં નથી. તેઓ અભિમાની, શંકાશીલ અને અવિશ્વાસુ પણ હોય છે. આ સ્વભાવ ઉચ્ચ અને નીચ બન્ને પ્રકારનાં માનવીઓમાં મળી આવે છે.
આ તારીખોમાં જન્મેલાઓ સ્વભાવે ડંખીલા, બેલવામાં તીખાં અને કેટલીકવાર કામમાં મીઢાં પણ હોય છે. વીંછીની જેમ તેમનાં બોલવામાં, કામમાં અને સ્વભાવમાં ડંખ ભરેલે હોય છે. કેટલીક વખતે તેઓ એટલા આળસુ હોય છે કે તેમને પિતાનું કામ કરવાનું પણ ગમતું નથી. તેઓ બીજાઓને હુકમો આપે છે, દોરે છે, પણ પોતે કામ કરતાં નથી. મિત્રાચારીમાં પણ આ લોકો સ્વાથી માલમ પડી આવ્યા છે. મિત્રો જ્યાં સુધી તેમને લાભકર્તા થઈ પડે છે ત્યાં સુધી તેઓ તેમને પાળે છે. પણ
જ્યારે એ મિત્રો માથે પડી જાય છે, તેમની પાસેથી કંઇ મળી શકતું નથી. ત્યારે તેઓ તેમને ત્યજી દે છે અને તેમની સાથે દુશ્મનાવટ બાંધે છે.
પતિ-પત્નિ તરીકે આ લોકે વધુ પડતાં શંકાશીલ હોય છે. જ્યારે એક બીજા પ્રત્યેની તેમની આશંકા અન્તિમ રૂપ ધારણ કરે છે ત્યારે તેઓને સંસાર વિદ્ધમાં આવી પડે છે
અને કેટલીક વખતે તે ભયંકર પરિણામ પણ લાવે છે. આથી જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com