________________
આ તારીખમાં જન્મનારા લોકેએ અદેખાઈ, શંકાશીલ સ્વભાવ અને ગાંડપણથી સાવચેત રહેવું જરૂરી છે.
માનસિક બુદ્ધિમાં આ લોકે ચઢિયાતા માલમ પડ્યા છે. વ્યવસ્થા શકિતમાં, લેખન વ્યવસાયમાં પણ આ લોકે કુશળ હોય છે.
તેમનામાં આકર્ષણ શકિતનું તેજ વધુ પ્રમાણમાં હોય છે. વક્તા તરીકે લોકે પર તેઓ સારી છાપ પાડી શકે છે. પ્રભાવશાળી વ્યકિતત્વને લઇને તેઓ મિત્રો પણ સારો મેળવી શકે છે.
લખવામાં–વર્ણન કરવામાં પણ આ લોકોની બુદ્ધિ તેજથી ઝળકતી હોય છે. તેમની ભાષા સીધી અને સરળ હોય છે. વર્ણનમાં તેઓ સચેટ વાતાવરણ ખડું કરી શકે છે. આ કારણને લઈનેજ આ તારીખેમાં જન્મેલાં ઘણાં લેખકે વર્ણનાત્મક શૈલીવાળા હોય છે.
આ તારીખેમાં જન્મેલા બાળકની તેમના મા-બાપાએ ખાસ સંભાળ લેવી જરૂરની છે. તેમને ધાકથી નહિ પણ પ્રેમથી કેળવણી આપવી જોઈએ. મીઠા શબ્દ દ્વારા તેમનામાં ભણવાની રૂચિ થાય તેમ કરવું જોઈએ; નહિ તો તેઓ આડે માર્ગે ચાલી જવાનો ભય રહે છે. આ લોકોને ધાકધમકીથી અને શિક્ષા દ્વારા કેળવણી આપવાથી તે સુધરવાને બદલે બગડે છે અને અને હાથથી ચાલી જાય છે. જે છોકરાઓ પોતાના માબાપને ત્યાંથી નાસી જાય છે, જુદા રહે છે તેમાંના ઘણાં આ તારીખમાં જ જન્મેલા માલમ પડી આવશે.
પૈસાની બાબતમાં આ લોકે સુખી હોય છે પરંતુ તેમનામાં ઉદાર વૃત્તિનો અભાવ હોય છે. તેઓ દ્રવ્યન સંચય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com