________________
કંઈ વિપત્તિ આવેલી જુએ તો વિકલ બની ગભરાઈ જાય છે.
આગળ જણાવ્યું તેમ આ લોકોની કલ્પનાશક્તિ અને દીર્ઘ દ્રષ્ટિ સતેજ હોવાથી તેઓ સટ્ટા, રેસમાં સારી ધારણા કરી શકે છે અને સંયમ જાળવી એમાં ઝુકાવે તો તેઓને સારે તડકે થવાનો સંભવ રહે છે.
પરંતુ એમાં તેઓ લેભ બતાવે, હદ બહારનું રમે, એ ધંધાની લતમાં તેઓ પડે તે તેમનું અહિત જ થાય છે. પૈસા, કીતિને નાશ થાય છે અને તેમની જીંદગી બરબાદ બની જાય છે. જુગારી સ્વભાવને તિલાંજલી આપે તે તેઓ જરૂર આગળ વધી શકે છે.
આ તારીખેમાં જન્મેલી સ્ત્રીઓ સ્વરૂપવાન અને આકર્ષક હોય છે. પુરુષના જેટલી તેઓ અવિચારી હોતી નથી. પૈસાની બાબતમાં તેઓ તેમનાં કરતાં પણ વધુ બેકાળજવાળી હોય છે. તેમને પાઈ–પાઈનો હિસાબ રાખવાને તેમજ ચૂકવવાને ભારે ત્રાસ હોય છે. પૈસાની બાબતમાં સાવધાનતા રાખવાની તેમને જરાપણ ગમતી નથી. પુરુષની જેમ સ્ત્રીઓને પણ સુન્દર દેખાવાન, ટાપટીપ કરવાનું અને રંગબેરંગી વસ્ત્રાલંકાર પહેરવાને શેખ હોય છે.
લગ્ન
આ રાશિની તારીખમાં જન્મેલાઓએ પોતાનાં લગ્ન ૨૧ મી એપ્રિલથી તે ૨૦ મી મે (વૃષભ રાશિ) અને ૨૧ મી મે થી તે ૨૦ મી જુન સુધીમાં જન્મેલાઓ (મિથુન રાશિ) સાથે કરવા. આ લગ્નથી તેમને પરિણિત જીવનનું સાચું સુખ મળે છે અને સંતતિ તંદુરસ્ત અને દીર્ધાયુષી બને છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com