________________
સંતાન તરફની જ. સંતાનની બાબતમાં આ લોકે સુખી નથી. એકંદરે જતાં તેમનું જીવન શાન અને સરળ બનશે. નાની મોટી ઉપાધિઓ નડશે ખરી પરંતુ તેને તેઓ સહેલાઈથી પસાર કરી જશે.
આ લોકેએ નિષ્ફળતાનો વિચાર કરવો નહિ. ઉચ્ચ આશા, હિંમત સેવવી. મંદવાડ, દરિદ્રતા, દુઃખ આદિને દ્રઢ નિશ્ચયથી સામનો કરવો અને તેને સહેવા. સ્વાર્થ ત્યાગ કરી નિયમિત વ્યવસાયથી કામ કરવાથી તેઓ વિજયના ભોગી બને છે. તેમના ગુણ-અવગુણનું સરવૈયું
ગુણ
ઉચ્ચ ચારિત્ર્યવાળા, મહેનતુ, ખંતથી કામ કરનારા અને ડહાપણવાળા હોય છે. તેમની એકનિષ્ઠા અને સહનશક્તિ ઉંચા પ્રકારની છે. પ્રાણીમાત્ર પ્રત્યે તેઓ દયાળુ અને નરમાશભર્યા રહે છે. દરેક દિશામાં તેઓ પ્રવીણ થવાની શુભનિષ્ઠા સેવે છે. દેશદેશ મુસાફરી કરવી, જાત જાતનાં હુન્નર-ઉદ્યોગ શીખવા, આધ્યાત્મિક જ્ઞાન મેળવવું એ આ લોકમાં છુપાયેલા સદ્દગુણો છે.
અવગુણ સ્વાર્થી, ધનને ગર્વ કરનારા અને પિતાનું જ કહ્યું કરાવનારા હોય છે. કયારેક તેમની વાણી, કલમ બીજાનાં ગેરલાભ માટે વપરાય છે. આવે વખતે તેઓ પોતાનાં સારાં ગુણ ભૂલી જાય છે. તેઓ બધું જાણે છે એવો ડોળ કરનારા, બાલવામાં સખ્ત અને સમય આવે ત્યારે મિત્રને પણ છેહ દેનારા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com