________________
૭૯
હરકત નડે છે અને તેને લઈને અનેક વ્યાધિઓ તેમને સતાવે છે. તેમને માટે રોગોનું એક જ ઔષધ છે અને તે એકાન્ત. આ લોકે એકાન્તને ચહાય છે એટલે તેમણે આવી અવસ્થામાં એકાન્તને જ આશ્રય લઈ લેવો.
આ લોકેએ બીજું ધ્યાન ખોરાક પચાવવામાં આપવાનું છે. ખોરાક પચી જાય એવો લેવો અને તેને ચાવીને કાળજીથી પેટમાં ઉતારવો. ચિતા, ઉતાવળ, પાચન ક્રિયાને નુકશાન કરાવે છે. એટલે તેને ત્યાગ કરવો અતિ મહત્વનો છે. ખોરાકમાં બેધ્યાન થઈ જતાં અપચો, ચૂંક, જઠર, પેટ, આંતરડા, જ્ઞાનતંતુની વિધવિધ પ્રકારની વ્યાધિઓ થઈ જાય છે. તેઓ કસરત કરે, કુદરતી ઉપચારો અજમાવે, મિતાહારી રહે તો તેમના જેવા આરેગ્યવાન બીજા કોઈ જ નથી.
પૈસાની દ્રષ્ટિએ આ લોકો પોતાની ટોળીમાં શ્રીમત ગણાય છે. સાધારણ રીતે આ લોકમાંનાં ઘણાં ધંધાદારી વ્યવસાયવાળા હેવાથી પૈસાદાર બની લક્ષ્મીની મહેરબાની મેળવે છે. જેમાં વ્યાપારી હોતાં નથી, તેઓ સાહિત્યિક ક્ષેત્રમાં ચમકી પૈસાની પરવા પણ કરતાં નથી. ટૂંકમાં અત્યાર સુધીમાં જે તારીખે વર્ણવામાં આવી છે તે બધામાં આ તારીખોમાં જન્મેલા શ્રીમન્ત અને સુખી માલમ પડયા છે. અલબત્ત જે તેમની કુંડળીમાંનાં ગ્રહે વિપરિત હેાય તે આ સુખથી તેઓ વંચિત બને છે અને ભુંડી દશા ભેગવે છે. જેમના જન્મ સમયનાં ગ્રહો સાનુકૂળ છે તેઓ જ આ ઉત્તમ પ્રકારનું સુખવૈભવ ભેગવવા ભાગ્યશાળી બને છે.
જન્મ સમયે મંગળનો ગ્રહ નડતો ન હોય તો લોકેને અકસ્માતો થતાં નથી. તેમને જીવનમાં નિરાશા મળે તો તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com