________________
ભાગ્યશાળી રંગ
ઝાંખો વાદળી, સોનેરી, કાળે અને પીળે. ભાગ્યશાળી દિવસ અને આંક
તેમને ભાગ્યશાળી દિવસ : બુધવાર તેમને ભાગ્યશાળી આંક : ૧૦ બુધ માટે ભાગ્યશાળી આંક : ૫ તેમની ભાગ્યશાળી ધાતુ : પ્લેટીનમ. બુધ માટેની ભાગ્યશાળી ધાતુ : પારે.
ભાગ્યશાળી મહિનાઓ
તેમને માટેના ભાગ્યશાળી મહિનાઓ ત્રણ છે. ડીસેમ્બર, જાન્યુઆરી અને મે. સંધિ સમય
કન્યા રાશિ તા. ૨૨ મી ઓગસ્ટે આવે છે અને તેને પૂરે પ્રવેશ થતાં છ દિવસ લાગે છે. તેથી તા. ૨૨ મીથી તે ૨૮ મી ઓગસ્ટ સુધીનો સમય એ સિંહ તથા કન્યા રાશિને સંધિ સમય છે. આ સમયમાં જેમનો જન્મ થયેલ હોય તેઓ પ્રેમ અને બુદ્ધિનો ઉપયોગ કરનારા, બીજાનાં મનનું સમાધાન કરી તેમને સાચ્ચે રસ્તે દોરવનારા, અન્યનું ભાગ્યે જ અપમાન કરનારા બને છે. આ લોકે વૈદ તરીકે સારી ખ્યાતિ મેળવે છે. ઉત્તમ ઘર અને વસ્ત્રાલંકારનાં તેઓ શોખીન બને છે. સ્ત્રીઓ પ્રેમાળ, ઘરકામમાં પ્રવીણ અને સ્વચ્છ તથા સુંદર રીત રહેનારી હોય છે.
.
.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com