________________
આ લોકે કેઈથી છેતરાય એવા હેતા નથી. અને જ્યારે તેઓ છેતરાય છે ત્યારે તેમના શોકનો પાર રહેતું નથી. લોકોને શું જોઈએ છે તે સમજવાની તેમની શકિત અતિ ઉમદા પ્રકારની હોવાથી આ લોકે વ્યાપાર-ધંધા કે હુન્નરમાં સારી નામના મેળવે છે. ખરું કહીએ તે આ તારીખે જ ધંધાદારી મનો માટે છે.
આ લોક અનુભવી, સારાસારને સમજનારા, મહેનતુ અને બુદ્ધિવંત હોય છે. પ્રસંગને સાધી લેવાની તેમની કુનેહબુદ્ધિ ભલભલાની પ્રશંસા માગી લે છે. તેઓ શાતિને સહાય છે. અને આથી જ પોતાનું જે કંઈ કામ હોય છે તે તે ગુપ્ત રીતે જરાય ઢોલ વગાડયા વગર કર્યા કરે છે. નિયમિત અને વ્યવસ્થિત સ્વભાવ એ આ લેકની ખાસ ખાસિયત છે. આ લોકોમાંના કેટલાક સંકુચિત મનવાળા પણ માલમ પડી આવ્યા છે.
આધ્યાત્મિક જ્ઞાન તેમનામાં સારા પ્રમાણમાં રહેલું છે. તેઓ જે પિતાનામાં રહેલી ગુપ્ત શકિતઓને વિકસાવે તે તેઓ સારામાં સારા આધ્યાત્મિક અને તત્વજ્ઞાની થઈ શકે છે.
આ લોકોએ પિતાના મન અને બુદ્ધિ સાથે મેળ મેળવો જરૂર છે. તેની એકતાનતાથી કામમાં વધુ એકસાઈ આવે છે અને તેમનું કાર્ય સે ટચનું બને છે. બધાંની સાથે તેમને સારૂં બને છે કારણ લડાઈ–ઝંટાને તેઓ ધિકકારનારા હોય છે.
આ તારીખવાળાઓ કરકસરવાળાં પણ માલમ પડયા છે. તેઓ પાઈએ પાઈની દેખરેખ રાખે છે. અને આવી રીતે દ્રવ્યનો સંચય કરી પાછલી અવસ્થામાં તેનો ઉપભોગ કરી એમાં જ જીવનની નિવૃત્તિ માને છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com