________________
૭૬
છે. પોતાના કાર્યમાં તેઓ સદા જાગ્રત રહે છે અને તેને પૂર્ણ કરવા તરફ જ તેમની દ્રષ્ટિ રહે છે.
આ લેક સ્વભાવે ખંતીલા, મહેનતુ અને એકનિષ્ઠાથી કામ કરનારા હોય છે. જ્યારે એકજ લાઈનમાં અને એકજ સમયમાં અમુક કામ કરવાનું તેમને માથે આવી પડે છે ત્યારે તેઓ પોતાના ખરા સ્વભાવને પર બતાવી આપે છે. તેઓ એકી સાથે બે-ત્રણ કામ પણ કરી શકે છે.
તેમની સહનશક્તિ અજબ પ્રકારની હોય છે. તેમની આંખે પણ સ્થિર અને એક દ્રષ્ટિમાંજ આખી સ્થિતિનું માપ કાઢી લે એવી હોય છે. કામ પ્રત્યે તેઓ પોતાની નજર બરાબરજ લગાવી રાખે છે. આ ખાસિયતને લીધે આ તારીખેમાં જન્મેલાએ સારા મુફરીડરે પણ બની શકે છે. તેમનામાં ટીકાવૃતિ તથા ન્યાયીવૃત્તિ પણ સારા પ્રમાણમાં હોય છે.
સંગીત તેમજ સાહિત્ય ઉપર તેમને શેખ હોય છે. લાંબી દ્રષ્ટિથી કામને તપાસવામાં, તેને ઉકેલવામાં તેમને આનંદ મળે છે. કાર્યમાં તેઓ સીધાં, ચોકકસ અને ખંતીલા માલમ પડયા છે.
તેમની ચામડી કોમળ અને સુંવાળી હોય છે. સ્વભાવે પણ તેઓ કંઈક કુમળાશભર્યા, લાગણી પ્રધાન અને નજીવી વાતમાં રીસાઈ જનારા હોય છે.
આ લોકે પ્રેમાળ અને દયાળુ હોય છે. તેમની દયા અને પ્રેમભાવનાને ઘણાં તરફથી ગેરલાભ પણ લેવાય છે. કેટલાક તો તેમને ઠગી પણ જાય છે, તે પણ તેમની દયાભાવનામાં સમાજશકિત હોય છે. અને કયારેક તેઓ હામાં માણસને તેના ભલા માટે બેચાર સખ્ત શબ્દો પણ કહી દે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com