________________
તા. ૨૧ મી એપ્રિલથી તે તા. ૨૦ મી મે સુધીમાં (વૃષભ રાશિ) જન્મેલાઓ સાથે કરવા જોઇએ.
આ લોકેએ લગ્ન કરવામાં ઉતાવળ કરવી નહિ. પિતાના જીવનસાથીની પસંદગીમાં, તેમણે ખૂબ સાવચેતી રાખવી અને બની શકે તો તેમણે પોતે જ જાતે તેની પસંદગી કરવી. નેહલગ્ન આ લોકોને લાભદાયક થઈ પડે છે. કૌટુંબિક સુખ
આ તારીખમાં જન્મેલાઓનું સામાજિક જીવન સુખની સાથે શાતિપૂર્વક પસાર થશે. ઘર–સ્ત્રી પ્રત્યે તેઓ ચહાનારા થશે. કેટલાકને સંતતિના અભાવને લઈને માનસિક વ્યગ્રતા રહેશે. બાળક વગરની સૃષ્ટિ તેમને ખાવા દોડશે પણ જ્યાં કંઈ ઉપાય જ નથી ત્યાં તેઓ શું કરી શકે? કેટલાકને પોતાના સંતાનોના અકાળ મરણ જેવા પડશે. જેઓને સંતતિ હશે તેઓ બાળકનાં તોફાની અને વશ ન થાય એવા સ્વભાવને લઈને તેમની દ્વારા સુખ મેળવી શકશે નહિ.
સગાં-સ્નેહીઓ તરફથી આ લોકોને પૂરૂં સુખ મળશે. ભાઈ ભાંડુ વચ્ચે નજીવી તકરાર–બોલાબેલી થતી રહે, કયારેક વાત વધી પણ જાય. તોપણ એકંદરે તેમની વચ્ચે સંપ રહેશે.
સ્ત્રી પ્રત્યેનું સુખ પણ સંતોષ આપનારું નીવડશે. જુવાની કરતાં વૃદ્ધાવસ્થામાં સ્ત્રી-પુરુષને પ્રેમ વધુ દ્રઢ અને બળવાન બનશે. ધંધે
આ તારીખમાં જન્મ પામનારાઓને ધંધામાં સફળતા મળવાના અનેક સંજોગો પ્રાપ્ત થશે. વ્યવસ્થાશક્તિ અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com