________________
૫૩
જીવન તંદુરસ્તી અને સુખ - આ તારીખમાં જન્મનારાઓને શારીરિક બાંધે મધ્યમ હોય છે. તેમનું કદ પણ બહુ ઊંચું તેમજ બહુ નીચું નહિ એવું મધ્યમ હોય છે. તેમનું મુખ ગોળ, ચામડી કોમળ અને સહેજ લીસી હોય છે. મુખને ઘાટ નાનો અને આંખ ભુરા કે કાળા રંગની હોય છે. શરીરમાં તેઓ બહુ તાકાતવાન જણાતા નથી.
આ લોકોની શારીરિક સ્થિતિ સારી રહેતી નથી. કર્ક રાશિનું આધિપત્ય છાતી અને પેટ પર હોવાથી આ લોકે અવારનવાર એ વિભાગનાં દરદોથી પીડાતાં માલમ પડી આવે છે. પેટનાં દરદો તે તેમને સામાન્ય થઈ પડેલાં માલમ પડશે. શરદી, રૂમેટીઝમ, ક્ષય, આંતરડાંની પીડા આદિ દરદો પણ તેમને વારંવાર સતાવે છે. અપચો, કબજીયાત, ઉબકા આદિ પીડાઓ પણ તેમને ભેગવવી પડે છે.
આ લોકની તંદુરસ્તી બગડવાનું મુખ્ય કારણ તેમને પ્રમાદી અને આળસુ સ્વભાવ છે. તેઓ જે બરાબર પરિશ્રમ કરે, ચિન્તા કરવી ત્યજી દે તો તેમના પેટનાં દરદો પણ ઓછાં થઈ જાય. પાચનક્રિયાને ટેકો રૂ૫ થવા માટે જે મહેનત કરવી જોઈએ તેનાથી આ લોકે દૂર નાસે છે. પરિણામે તેઓ બદહજમી આદિ રેગેનાં શિકાર બની જઈ પોતાની તબીયતનું સત્યાનાશ આણે છે.
આ લેકોએ સાદો ખોરાક લેવો જરૂરી છે, બની શકે તો કયારેક પથ્ય પણ પાળવું. સ્ત્રીઓએ પિતાની છાતીની સંભાળ રાખવી, નહિ તો એમાં વિકાર થતાં વાર લાગશે નહિ. ખરાબ સેબતથી દૂર રહેવું, વાસનાયુકત અને વૃત્તિઓ ઉશ્કેરે એવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com