________________
તે ૨૦ મી ડીસેમ્બર, (ધન રાશિ) અને ૨૦ મી જાન્યુઆરીથી તે ૧૮ મી ફેબ્રુઆરી, (કુંભ રાશિ) સુધીમાં જન્મેલાઓની સાથે કરવા હિતકર છે.
આ લેકેએ પોતાના જીવનસાથીની પસંદગી કરવામાં બહુ સાવધાની રાખવી અગત્યની છે; નહિ તે તેમનું આખું જીવન દુઃખમાં અને કલેશ-કંકાસમાં જવાનો સંભવ રહે છે. ઉપર દર્શાવેલા રાશિવાળાઓની સાથે લગ્ન સંબંધ બાંધવામાં આવે તો પ્રજા અત્યન્ત બળવાન અને નિરોગી થાય છે.
આ લોકોએ પોતાના સમાન કુળવાળા અને પોતાના સમાન બુદ્ધિવાળા, અથવા પોતાનાથી સહેજ ઊતરતા કુળવાળા અને સહેજ ઊતરતી બુદ્ધિવાળા મનુષ્ય સાથે લગ્ન કરવાનું ધ્યાનમાં રાખવું. કૈટુમ્બિક સુખ
આ તારીખેમાં જન્મેલાઓ આર્થિક, કૌટુમ્બિક અને સાંસારિક રીતે સદા સુખી રહેશે. સગાં-સ્નેહીઓમાં તેઓ માનભર્યું જીવન ગુજારી શકશે. કુટુમ્બની સ્ત્રીઓ તેઓનું કહ્યું માનશે અને તેમની સાથે માનથી વર્તશે. ઘરના મુખી તરીકે કાબેલીયત અને મોભાથી તેઓ વતી શકશે. તેમનામાં વ્યવસ્થાશક્તિ હોવાથી તેઓ કુટુમ્બની બાબતોને ચગ્ય ન્યાય આપી સૌનાં મનનું સમાધાન કરાવી શકાશે. કેટલાકને પુત્ર તરફથી અસંતોષ મળવાને સંભવ રહેશે. તેમનાથી તેમને જુદા પણ રહેવું પડશે. તેમનું લગ્ન જીવન જોઈએ એટલું સફળ બનવા સંભવ નથી. ધંધે.
આ તારીખમાં જન્મેલાઓ સ્વભાવે સ્વતંત્રવૃત્તિનાં હોવાથી જ્યાં તેમને સ્વતંત્રતા તેમજ હકુમત ચલાવવાનું મળે છે ત્યાં ભ. ૫,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com