________________
સ્વભાવે તેઓ શાસનકર્તા હોય છે. બીજાઓ પર હકુમત ચલાવવાનું તેમને બહુ ગમે છે. તેમના વિચારે ખાનદાન અને ઉચ્ચ હોવાથી બીજાઓનું તેઓ ભાગ્યે જ અહિત કરે છે. તેઓ વિશ્વાસુ અને પ્રમાણિક હોય છે. જાહેર કાર્યોમાં તેમને સારે યશ મળે છે અને તેઓ તરતજ ખ્યાતિમાં આવી જાય છે.
આ રાશિની તારીખમાં જન્મેલા મનુષ્યોમાં કેટલાક ખરાબ અવગુણ પણ હોય છે. તેઓ પોતાના એ અવગુણોને પ્રત્યનથી દૂર કરી શકે છે.
આ તારીખેમાં જન્મેલાઓમાંના કેટલાક અતિ લુચ્ચા, દગો ફટકે કરનારા, એવચની અને દેવું કરનારા હોય છે. કેટલાક અતિશય ઉગ્ર મિજાજનાં, ઉતાવળીયા, ગરમ સ્વભાવનાં અને વાતવાતમાં લડનારા હોય છે. આવા પવનની સાથે પણ બાચકાં ભરવા તત્પર બની જાય છે. તમે ગુણ તેમનામાં મુખ્યપણે રહેલા હોય છે.
આ લોકે સ્ત્રીઓથી સત્વર માહિત થઈ જાય છે. તેમની વિકારી વાસના એટલી તો પ્રબળ હોય છે કે ભાગ્યે જ તેઓ વ્યભિચારદોષથી મુકત હોય છે. તેઓના આ દોષથી તેઓ અનેકવાર દુ:ખ તથા વિપત્તિના ભેગા થઈ પડે છે. ક્યારેક તેઓ બીજાને માટે એકદમ અભિપ્રાય બાંધી દે છે. જો કે આ અભિપ્રાયમાં તેઓ ખરા હોય છે તોપણ આવો ઉતાવળીયે અભિપ્રાય કેઈક વખતે હામાને નુકશાન કરનારે પણ નીવડે છે. એકદમ અભિપ્રાય ન બાંધતાં શાન્તિથી અને ઠરેલપણે તેઓ અભિપ્રાય બાંધે એ તેમને માટે હિતકર છે, જેથી ભવિષ્યમાં તેમને શોક સંતાપ કે ગ્લાનિ થવાનો સંભવ ન રહે.
આ લોકેમાં કેટલાક અસત્યનું આચરણ કરનારા પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com