________________
આ લોકેએ લગ્ન માટે ઉતાવળ કરવી જરૂરની નથી. ધીરજ રાખવી, લગ્ન માટેના પ્રયત્નો અજમાવ્યા કરવા. અને એનાં ફળ મીઠાં જ આવશે. ઉતાવળ કરવાથી પરિણામ દુઃખદાયક આવવાની સંભાવના રહે છે.
કેમ્બિક સુખ
આગળ જણાવ્યું તેમ આ લોકો પોતાના ઘર અને કુટુઅને ચાહનારા થશે. પોતાના કૌટુમ્બિક બનાવોમાં તેઓ ઊંડે રસ લેશે. સ્ત્રી બાળકનું સુખ તેમને મળશે અને તેઓ પણ તેમને પોતાનું સુખ આપી શકશે. આ લોકોને ભાઈઓ તરફથી સુખ મળવાની આશા રહેતી નથી. તેમની તરફથી તેમને નિરાશા જ મળ્યા કરશે.
પાછલા જીવનમાં તેમને પુત્રો તરફથી સારે ટેકે મળશે. ભણગણુને ધંધે લાગેલા તેમના પુત્રે પિતાના ભારને હળવો બનાવશે અને તેમને બધી ચિન્તાઓમાંથી મુકત કરશે.
આ લોકોને એકથી વધુ સ્ત્રીઓ સાથે લગ્ન કરવાના સંજોગો પણ છે. ધંધે
આ રાશિમાં જન્મેલાઓ મોટા વ્યાપારીઓ અને કારીગરો પણ બને છે. ખાસ કરીને પ્રવાહી પદાર્થોવાળા ધંધામાં તેમને નસીબ સારી યારી આપે છે. ઘી-તેલ કે દારૂના વ્યાપારમાં તેમને સિતારે ચમકી ઊઠે છે. દરિયાઈ વ્યાપારમાં કે પછી નૌકા ખાતામાં પણ તેઓ ફાવે તેમ છે. નાણાથી ઉથલપાથલવાળા ધંધામાં, મોટા વ્યાપારમાં, કે પછી સટ્ટામાં પણ આ લોકો
સારે લાભ મેળવે એવા હોય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com