________________
સૂર્ય કર્ક રાશિમાં તા. ૨૧ મી જુને આવે છે અને તા. ૨૧ મી જુલાઈએ વિદાય થઈ જાય છે. સ્વભાવ-ગુણ અને કાર્યશકિત
આ તારીખની અસર નીચે જન્મનારાઓ લાગણી પ્રધાન હોય છે. જરા જેટલી વાતમાં તેમનું હૃદય ઘવાય છે અને તેમને ભારે સંતાપ થયા કરે છે. સપ્ત અને કરૂણ બનાવો. તેઓ જોઈ કે સાંભળી શકતાં નથી.
ઘર અને કુટુમ્બ તેમને પ્રિય છે. એટલે સુધી કે તેઓ એમાં જ સ્વર્ગનાં સુખને સાક્ષાત્કાર કરે છે. ઘર અને કુટુમ્બની વાતામાં અપૂર્વ રસ લે છે અને સદાય તેના સસંર્ગમાં રચ્યા રહે છે.
ઘર અને કુટુમ્બનાં પ્રેમને લઈને આ તારીખેમાં જન્મનારા માતા-પિતા–પતિ અને પત્નિ તરીકે સારું કામ કરી શકે છે. ગૃહકલેશ-ગૃહઈર્ષ્યાથી તેઓ દૂર જ રહે છે અને પ્રથમ પોતાનું ઘર, પછી બીજા બધા, એ ન્યાયે જ તેઓ વર્તે છે.
પોતાની કાર્યશક્તિ પર આ લોકને અખંડ વિશ્વાસ હોય છે અને જ્યાં સુધી તેઓ કાર્ય પૂર્ણ કરતાં નથી ત્યાં સુધી તેઓને ઝંપ વળતું નથી. કાર્ય કરતાં પહેલાં તેઓ કાર્યની સફળતા કે નિષ્ફળતાને પણ પૂરે વિચાર કરે છે. તેઓ દીર્ધાદ્રષ્ટિવાળા અને જાહેર કાર્યો કરવાના શેખવાળા પણ હોય છે.
આ લેકે સાંકડા મનવાળા અને સહેજ કંજુસ પણ માલમ પડ્યા છે. એમની કંજુસાઈ એમના તેમજ બીજાંના લાભ માટેજ હોય છે, કામ કરવામાં આ લોક ઉદ્યમી અને કરકસરવાળા હોય છે. સ્વભાવે તેઓ માયાળુ અને આનંદી પણ માલમ પડયા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com