________________
છે. આ તારીખવાળાઓને ભવિષ્યની મિટી ચિન્તા રહે છે અને એને માટે તેઓ સદા કાળજી સેવે છે.
આ તારીખેમાં જન્મેલાઓને બીજે સ્વભાવ પણ સેંધવા જે છે. તેમની રાશિનિશાની કરચલાની છે. કરચલાની જેમજ તેઓ ધીરૂં પણ મજબુત કામ કરવાનું પસંદ કરે છે તેમની સ્મરણશક્તિ ઘણી જ તીવ્ર હોય છે. અનેક વાતે તેઓ યાદ રાખી શકે છે. વર્ષો પૂર્વેના બનાવો વખત આવે ત્યારે તેઓ વિગત સાથે કહી બતાવે છે. પૈસાને વ્યય કરવો એ તેમને પસંદ નથી. તક મળતાં તેઓ એને સંગ્રહ પણ કર્યા કરે છે.
આ તારીખેમાં જન્મેલાં બાળકોને અનેક વસ્તુઓ ભેગી કરવાનો શોખ વળગેલું હોય છે. કાગળની કાપલીઓ, ચિત્રો, રમકડાં, પિસ્ટની ટીકીટ અને સિક્કાઓ એમાં મુખ્ય છે. ગમે એવી રદી ચીજો પણ તેઓ સંધર્યા કરે છે.
વ્યાપાર-ધંધામાં કે પછી પોતાના ગૃહજીવનમાં તેઓ ખાસ સાવચેત રહે છે. કામના કાગળ-ચેપડીઓની તેઓ સખ્ત કાળજી રાખે છે અને કોઈ પણ વસ્તુ ગેરવલ્લે ન જાય તે માટે પ્રયત્ન કર્યા કરે છે. તેઓ નિયમિત હોય છે અને પોતાના સ્વાર્થમાં પૂરા પાવરધા રહે છે. પહેલાં તેઓ પોતાને જ સ્વાર્થ જુવે છે અને તે પછી જ બીજાંની કાળજી રાખે છે.
આ લોકોને સ્ત્રીઓ આગળ ફરવાનો, તેમની પ્રશંસા કરવાને અને તેમની આગળ પોતાની બડાઈ મારવાનો અતિ શેખ હેય છે. જરા જેટલી પણ તક મળતાં તેઓ સ્ત્રીઓ આગળ વાત કરવાનું ચૂકતાં નથી. આ તારીખમાં જન્મેલા બાળકો પિતા કે બંધુ કરતાં પોતાની મા–બહેન કે બીજાં સ્ત્રી સગાંઓ આગળ વધુ જાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com