________________
૩૮
નવું જાણવાની તેમને સદાય ઈચ્છા જ થયા કરે છે. આ રાશિની અસર-નીચે જન્મેલાઓમાંના ઘણા લેખકે તેમજ વક્તાઓ પણ હોય છે.
આ લોકે બે કામ એક સાથે કરવાનું પસંદ કરે છે અને એટલે જ ઘણે ભાગે એક કામ તેઓને અપૂર્ણ રહેવા દેવું પડે છે. આ લોકોને માટે સૌથી સારા માર્ગ એ છે કે તેમણે કામ કરતી વખતે બીજાંઓની સાથે સહકાર આદરવો. આમ કરવાથી અપૂર્ણ કામ છોડીને તેઓ જઈ શકશે નહિ અને આ કામ પૂર્ણ કરવું પડશે.
કામના ફેરફારમાં તેમને આનંદ આવે છે, એક કામ પુરૂં ન કર્યું ત્યાં તો તેઓ બીજું કામ કરવા મંડી પડે છે, આવી અસ્થિર મનોદશાને લઈને તેમને જીવનમાં વારંવાર નિષ્ફળતાઓ સાંપડે છે.
આ લોકમાંના કેટલાકમાં દીર્ઘ દ્રષ્ટિ પણ હોતી નથી, કામનું શું પરિણામ આવશે તેની કલ્પના કર્યા વગર તેઓ કાર્ય પાછળ ઝંપલાવી દે છે, પરિણામે તેમને નિષ્ફળતા જ મળે છે. આવી જ રીતે તેઓ જેટલું કમાય છે તેટલું તરત જ ઉડાવી દે છે, પરંતુ એકવાર જે તેઓ પોતાના વિકારે અને વાસનાઓ ઉપર અંકુશ મેળવે તે તેઓ ધનને પુષ્કળ સંગ્રહ કરનારા થાય છે; અને પ્રસંગ આવે મેટી રકમે ઉદારતાની સાથે ખરચે છે. મનને કબજામાં રાખનાર પોતાના જીવનમાં જે ફેરફાર ઉપજાવે છે તે ખરેખર અત્યન્ત આશ્ચર્યકારક જ હોય છે.
આ તારીખમાં જન્મેલા બાળકોના શિક્ષણ માટે તેમના માબાપોએ સાવધ રહેવું જરૂરી છે. તેમને ભણવા માટે ઉત્સાહિત કરવા તેમજ તેમને શિક્ષણમાં રસ પડે તેવા તમામ પ્રયત્નો તેમણે જવા જોઈએ. બાળકમાં જો જરા જેટલી પણ નિષ્ક્રિયતા પ્રવેશશે તો આગળ જતાં તેઓ નિરૂઘમી અને નકામા બની જશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com