________________
માં જન્મેલાઓ. (કુંભ
અને કન્યા રાશિ.) એક તત્વવાળી રાશિઓ ... ... તુલા અને કુંભ
સૂર્ય મિથુન રાશિમાં તા. ૨૧ મી મેએ આવે છે અને તા. ૨૦ મી જુનમાં વિદાય થઈ જાય છે. સ્વભાવ–ગુણ અને કાર્યશકિત
આ તારીખની અસર નીચે જન્મેલાં ઘણાંખરાં મનુષ્યોને સ્વભાવ બેવડી પ્રકૃતિને માલમ પડશે. એટલે કે એક વખતે તેઓ એક કામમાં મન લગાવે છે તે બીજી ઘડીએ તેમને એ કામ હામે સખ્ત અણગમો અને વિરોધ થાય છે. એમને વાંચવાનું–ઉદ્યમ કરવાનું ગમે છે અને તેની સાથે રમવાનું આળસાઈ રહેવાનું પણ ગમે છે. તેમને પૈસા બચાવવા છે અને ખર્ચ પણ કરે છે. તેઓ એક ક્ષણે પોતાને સુખી માને છે તે બીજી જ ક્ષણે તેઓ પોતાને દુઃખી પણ ગણે છે. આમ તેમનામાં સંતોષ-અસંતોષ બને એકી સમયે દેખા દે છે.
આ પ્રકારના તેમના પરસ્પરના વિરોધી ગુણ હોવાથી તેમના મનની સ્થિતિ અતિ વ્યગ્ર રહે છે. આ વ્યગ્રતાને કાબુમાં લેવાનું તેમનું કામ ઘણું મુશ્કેલ જ હોય છે. આથી આ લોકોએ હંમેશા પોતાના સારા સ્વભાવને જ અગ્ર સ્થાને રાખો અને તેનામાં જ શ્રધ્ધા તેમજ દ્રઢ ભાવ રાખી જીવન નૌકા હંકારવી.
મનના વિકારો ઉપર જય મેળવી ઉચ્ચ ગુણોને જેણે કેળવ્યા નથી તે માણસ આ સંસારમાં દુઃખી થાય છે. એ એક સિધ્ધ વાત છે. મનના વિકારેને અંતરમાં રહેલાં દુષ્ટ સ્વભાવને
જડમૂળથી નાશ કરી નાંખવામાં જ આ લોકોનું શ્રેય છે. તેમ કરવા માટે તેમણે પોતાની વલણ આધ્યાત્મિક પદાર્થો તરફ વાળવી જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com