________________
હોય છે, અને તે અનુસાર તેનું વર્તન, ચારિત્ર્ય, ખાસિયત, બનાવો. આદિ ઘડાય છે. ૧ મેષ - ૨૧ મી માર્ચથી ૨૦ મી એપ્રિલ ૨ વૃષભ – ૨૧ મી એપ્રિલથી ૨૦ મી મે ૩ મિથુન – ૨૧ મી મે થી ૨૦ મી જુન ૪ કર્ક – ૨૧ મી જુનથી ૨૧ મી જુલાઇ ૫ સિંહ – ૨૨ મી જુલાઈથી ૨૧ મી ઑગસ્ટ ૬ કન્યા – ૨૨ મી ઓગસ્ટથી ૨૧ મી સપ્ટેમ્બર ૭ તુલા – ૨૨ મી સપ્ટેમ્બરથી ૨૨ મી અક્ટોબર _૮ વૃશ્ચિક – ૨૩ મી અકબરથી ૨૧ મી નવેમ્બર
૯ ધન – ૨૨ મી નવેમ્બરથી ૨૦ મી ડીસેમ્બર ૧૦ મકર – ૨૧ મી ડીસેમ્બરથી ૧૯ મી જાન્યુઆરી, ૧૧ કુંભ - ૨૦ મી જાન્યુઆરીથી ૧૮ મી ફેબ્રુઆરી ૧૨ મીન - ૧૯ મી ફેબ્રુઆરીથી ૨૦ મી માર્ચ
તા. ૨૧ મી માર્ચથી તા. ૨૦ મી એપ્રિલ સુધીમાં જન્મેલા મનુષ્યની સૂર્ય અનુસાર મેષરાશિ છે તેવી જ રીતે બીજી રાશિઓનું ઉપર મુજબ સમજવું.
તમે જે તારીખે જન્મ્યા હો તે તારીખ જે રાશિમાં આવતી હોય તે રાશિવાળે ભાગ કાઢે અને તેમાં જે લખાણ આપેલું છે તે વાંચી જાવ. આ લખાણ તમને સ્પર્શે છે. એમાં વર્ણવેલા ગુણ-દેષ અનુસાર તમે તમારી શક્તિનું માપ કાઢે અને પછી તે મુજબ વર્તે.
દાખલા તરીકે તમારે જન્મ ૨૩ મી ડીસેમ્બરે થયો છે. ૨૩ મી ડીસેમ્બર મકર રાશિમાં આવી જાય છે. એટલે તમારી સૂર્યની અસર નીચે આવનારી રાશિ મકર છે. મકર રાશિના વિભાગમાં જે લખાણ છે તે દ્વારા તમારૂં ફળ જાણી લેવું. આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com