________________
મગજે લોહી ચઢવું, મૂત્રાશયની પીડા તેમજ પેટના રોગજલોદર, ચંક વગેરે થવાને પણ સંભવ છે.
તેમણે સારી સેબત રાખવી, કસરત કરવી, ઉતાવળીયા કામકાજને ત્યાગ કરવો, ઉતેજક અને માદક પીણાં ત્યજવા. તેમના તન્દુરસ્ત જીવન માટેની આ સોનેરી ચાવીઓ છે.
તેમની આર્થિક સ્થિતિ સદ્ધર રહેશે. આર્થિક ઝંઝાવત સહ્યા વગર જ તેમનું જીવન સમાપ્ત થશે. પૈસા કમાવાનું કામ એમને માટે તદન સહેલું જ હશે. પૈસે એમને શોધતે આવશે. આ તારીખેમાંના કેટલાકે વૈભવ વિલાસ અને મેજશોખમાં પૈસાની ધૂળધાણી કરી નાંખશે. આવાઓને પાછળથી પૈસાની તાણ કે ખેંચ પડે. પરંતુ જેઓ પોતાનું જીવન શાન્તિથી અને કેઈપણ પ્રકારની ધમાલ વગર વિતાવવા ઈચ્છતા હશે તેમને પૈસાની ચિન્તા કદી પણ રહેશે નહિ.
તેમનાં ગુણ-અવગુણનું સરવૈયું
ગુણ કુનેહબાજ, નિશ્ચયાત્મક અને વ્યવસ્થિત જનાવાળા, મક્કમ અને નિયમિત, વૈભવ વિલાસ ઈચ્છનારા અને શાન્તિનાં ચાહક, વિશ્વાસુ તેમજ વિરોધની દરકાર ન કરનારા, લોકમાનસ પિછાનનારા, પ્રમાણિક, આનંદી અને દ્રવ્યના કામમાં ચકખા હોય છે.
અવગુણ છેતરનારા, જક્કી અને અહંકારી ને તામસી પ્રકૃતિનાં આળસુ અને જડ. હિંસાત્મક પ્રવૃત્તિવાળા અને સ્વભાવે લુચ્ચા, ભય સમયે પાછળ પાની કરનારા અને પરિણામે બીજાઓને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com