________________
ધીરજ આ લોકેનામાં હોતી નથી. તેઓને તે તરતજ ફળ જોઈએ છે. તે મળતાં નથી એટલે તેઓ અધવચ્ચે જ અકળાઈને કામને છોડી દે છે અને તેના મળનારા ફળથી દુર્ભાગી રહે છે.
આ તારીખવાળાઓ પિતાના લોભને વધુ પિછાનનારા હોય છે. જ્યાં પિતાને સ્વાર્થ દેખાય ત્યાં તેઓ કામ કરવા મંડી પડે છે. કામમાં જે નિષ્ફળતા મળે તો તેનો સ્વભાવ કંઇક અંશે અડીયલ અને ઈર્ષ્યાળુ પણ બની જાય છે. આ રાશિવાળાઓ સ્વભાવે કંઈક તામસી, ઉગ્ર, કડક અને ક્રોધી હોય છે.
ટૂંકા સમયમાં તેઓ કામ કરી શકતાં નથી. ટૂંક સમય તેમજ કામને ઢગલો જોઈ તેઓ ગભરાઈ જાય છે. આવાઓએ શાન્ત ચિતે જ એક પછી એક કામ ઉકેલવાં જોઈએ.
આ લોકે અતિ ઉતાવળાં હોય છે. વિચારની તેમનામાં ખામી હોય છે. અને ઘણીવાર તે અંઘ અનુકરણ પણ કરી કામે લાગી જાય છે. અગમચેતીને તેમનામાં અભાવ હેવાનું માલમ પડી આવ્યું છે. આથી તેઓએ વિચારવંત અને આગળપાછળને ખ્યાલ કરીને જ કામ કરવાની ટેવ પાડવી જોઈએ.
આ મુખ્ય કારણને લઈને જે બાળકે આ તારીખેની અસર નીચે જન્મેલાં હોય તેમને માબાપોએ પ્રેમથી ચાહવા જોઈએ. તેમની જે કંઈ ભૂલ હોય તેઓ જે કંઈ વગર વિચાર્યું કાર્ય કરી રહ્યાં હોય તે તેમણે પ્રેમ અને માયાથી જ સુધારી તેમને ચોગ્ય માર્ગે લાવવાના પ્રયત્ન કરવા જોઈએ જે તેમના તરફ ઉધત ક્રોધી અને ધાકધમકીભર્યું વર્તન ચલાવવામાં આવશે તો તેમની બુધિ બુટ્ટી થઈ જશે અને તેનું મગજ શુન્ય બની જતાં તેઓ કંઈપણ કામનાં રહેશે નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com