________________
કામ કરવામાં તેઓ પોતાને સ્વાર્થ આગળ ધરે છે. પિતાની બાબતમાં તેઓ ખાસ ધ્યાન રાખી નુકશાન થવા દેતાં નથી. બીજાં સાથે સંબંધ બાંધતાં પહેલાં તેઓ પોતાના લાભલાભને વિચાર આગળથી જ ગોઠવી રાખે છે.
તેઓ વલણમાં જકકી અને અણનમ હોય છે. તેઓ પોતાની ઇચ્છા મુજબ જ કામ કરે છે અને તે અનુસાર જ વર્તન ચલાવે છે. તેમનામાં સાહિત્યિક શોખ ભરપૂર હોય છે, અને આથી જ તેઓમાંનાં ઘણાં મહેનતુ અને ઉદ્યમી નીવડે છે. પરિશ્રમ, લોકાની ઉપરવટ થઈને કામ કરવાની શકિત તેમજ જાહેર હિંમતને લઈને તેઓ લોકેા ઉપર શાસન ચલાવી શકે છે અને તેમના નેતા બની તેમને દોરવણી આપે છે.
આ તારીખમાં જન્મેલાઓ પોતાના જ સ્વામી હોય છે. પિતાની સ્વેચ્છા મુજબ જ ચાલે છે. તેઓ એક કામમાં ખાસ પાવરધા હોય છે. તેઓ હામા માણસના વિચાર સારી રીતે જાણી જાય છે, અને આથી જ તેઓ પ્રસન્ન થાય તેવાં કામ કરવાની તેમને સરળતા થઈ પડે છે.
આમ છતાં પણ તેમનામાં એક ખરાબ ટેવ છે. આ ટેવ જ તેમની પ્રગતિને રોકે છે. તેઓ ન કહેવા જેવી વાતો ગમે તેને સ્પષ્ટ શબ્દોમાં કહી દેતાં અચકાતાં નથી. ધંધાદારી ગુપ્તતા તેમનામાં નથી. સ્વભાવે તેઓ ઉદાર અને વિશાળ મનનાં હોવાથી તેઓ બધાને જ પોતાના સાચ્ચા હિતચિંતક ધારે છે અને તેમની આગળ ન કહેવા જેવી વાતો પણ કહી દે છે.
કયારેક તેઓ પોતાની આ નબળાઈ પારખી જાય છે, અને ગુપ્તતા જાહેર કરવા બદલ તેમને પસ્તાવો પણ થાય છે.
આ તારીખોમાં જન્મેલા જુવાને કામમાં એકધારા અને વફાદાર હોય છે. કયારેક તેમના ભેળપણને ગેરલાભ પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com