________________
પરંતુ આ બે વિભાગને બાદ કરીએ અને આ રાશિવાળાએની ખાસિયત તેમજ તેમના ગુણદોષ વર્ણવીએ તો તેઓ ખુલ્લા વિચારવાળા, સ્પષ્ટ બેલનારા અને વર્તને પ્રમાણિક હોય છે. આ તારીખમાં જન્મેલાએ કોઈપણ કામને તત્કાળ પાર પાડવાના દ્રઢ સ્વભાવવાળા, કામમાં ઉત્સાહી અને પોતાના નિશ્ચયમાં ન ડગનારા હોય છે. જે કામને સિદ્ધ કરવાનો તેઓ નિશ્ચય કરે છે તેને સિદ્ધ કર્યા વગર તેઓ જંપતા નથી. વળી તેઓ પોતાની જાતને સ્વયં દોરે છે. કોઈના દોરાયા દેરાવાનું તેમને પસંદ નથી. એક રીતે તેઓ નેતાનું (Leader) પણ કામ કરી શકે એવા ગુણ અને શકિતવાળા હોય છે. પોતાના જીવનસંગ્રામમાં તેઓ એક વિર દ્ધા જેવા હોય છે. તેમનું આખું જીવન જહેમત-પરિશ્રમમાં જ પસાર થઈ જાય છે. અને એમાં જ તેઓ પોતાની જંદગીની સફળતા જુવે છે.
આ તારીખવાળાઓનાં હૃદયમાં સદાય કામ કરવાની ધગશ રહેલી છે. કંઇને કંઈ કાર્યમાં તેઓ ગૂંથાયેલા હોય છે જ. તેમનું રાશિ અવયવ મસ્તક હોવાથી તેઓ ખાસ કરીને વિચાર અને કાર્યમાં જ માને છે. આળસ તેમને ગમતું નથી. અને આથી જ તેમનું મગજ સદા ઉદ્યમી રહે છે. તેઓ વ્યહવાર અને કામમાં આદર્શવાદી હોય છે.
આ તારીખેમાં જન્મેલા મનુષ્યો શુરવીર અને યુદ્ધમાં અથવા વિવાદમાં કદી પણ પાછા ઉતરતાં નથી. વગર વિચારે તેઓ કદી પણ વિવાદમાં ઝંપલાવતા નથી અને જે કદાચ ઝંપલાવવું પડે તો તેમાં જય મેળવ્યા વગર રહેતાં નથી. કદાચ એમાં તેઓ પરાજય પામે તો તેઓને દાણુ શોક અને ગ્લાનિ થયા વગર રહેતી નથી.
આ માનવીઓના મૌલિક વિચારે ખાસ ધ્યાન રાખવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com