________________
૨૨ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ ત્યાગ કર્યો હતો. તેઓ અમેઘ ઉપદેશક હતા. તેમને ઉપદેશ ક્યાંય નિષ્ફળ ગયે નહે. યુગપ્રધાન આ૦ ફલ્યુમિત્ર તે આ જ સૂરિ હેવાને સંભવ છે, જેમને યુગપ્રધાનકાળ સં.૧૮૬૧થી ૧૧૧૦ છે.
તેમની પાટે ૧. આ ધનેશ્વરસૂરિ, ૨. આ ચંદ્રસૂરિ, ૩. આ ભરતેશ્વરસૂરિ, ૪. આ૦ ધર્મઘોષસૂરિ અને પ. આ સર્વદેવસૂરિ– એમ પાંચ આચાર્યો થયા; જેઓ સર્વ રાજપૂજિત હતા–રાજમાન્ય હતા. આ. શીલભદ્રસૂરિના બીજા શિષ્ય પણ આ પાંચ આચાર્યોની પાટે આવ્યા હતા. - ૧૦. આ૦ ધનેશ્વરસૂરિ–તેઓ આ૦ શીલભદ્રસૂરિના શિષ્ય હતા. આચાર્ય બન્યા હતા પણ કદાચ અપજીવી હશે તેથી તેમને વિશેષ પરિચય મળતો નથી. આ પ્રભાચંદ્રસૂરિ પણ આ શીલભદ્રસૂરિની પાટે ચાર આચાર્યો થયાનું લખે છે. તેમાં આ૦ ધનેશ્વરસૂરિનું નામ આપતા નથી. એકોંધવાયેગ્ય હકીકત એ છે કે, તેમના શિષ્ય પં, પાર્શ્વદેવને સૂરિપદ આપવામાં આવ્યું ત્યારે તેમનું નામ આવે ચંદ્રસૂરિ રાખવામાં આવ્યું અને તેઓ આ શીલભદ્રસૂરિ કે આ દેવેન્દ્રસૂરિની પાટે આવ્યા. તેઓ દીર્ઘજીવી હતા, તેમને પ્રતાપ તપતો હતો તેથી લેખકે આ ધનેશ્વરનું નામ ન દેતાં સીધું આ૦ ચંદ્રસૂરિનું જ નામ આપે છે, પરંતુ એ હકીકત છે કે, આ૦ ધનેશ્વરસૂરિની પટ્ટપરંપરા આગળ વધી છે તેથી જ ઇતિહાસમાં તેમના નામનું સૂચન મળે છે.
૧૧. આ૦ શાંતિસૂરિ. ૧૨, આ દેવભદ્રસૂરિ. ૨
૧. શેઠ સેમચંદ્ર શ્રીમાલની પુત્રી મેખલદેવીએ પિતાના પિતાના શ્રેય માટે આ૦ હેમચંદ્રસૂરિએ રચેલા “શાંતિનાથચરિત'ની પ્રતિ લખાવી, તે આ આચાર્યને અથવા સમકાલીન બીજા આ ધનેશ્વરસૂરિને આપી. (જુઓ, જેને પુસ્તકપ્રશસ્તિસંગ્રહ પ્ર. ૧૮ મી) (જૂઓ, જૈન સત્યપ્રકાશ, પુ. ૧૮)
૨. આ૦ દેવભદ્ર માટે જૂઓ પ્રક. ૨૯, પૃ. ૪૬૩, ૪૬૪; પ્રક. ૩૫, પૃષ્ઠ ૨૮ (ઉપાટ દેવભદ્રગણિ સં. ૧૨૮૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org