________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમસ્થાન-અધ્યાય પેહેલા.
चतुर्दश्यष्टमी दर्शप्रतिपत्पूर्णिमास्तथा । वर्ज्याः पञ्च इमाः पाठे मुनिभिः परिकीर्तिताः ॥ વર્યાં. अकाले दुर्दिने गर्जे दिग्दाहे भूमिकम्पने । शास्त्रपाठस्तथा वय ग्रहणे चन्द्रसूर्ययोः ॥ द्वादशेमे अनध्यायाः प्रोक्ताः शृणुष्व पुत्रक ! | गुरुपीडासमुत्पन्ने नृपे संपीडितेऽथवा ॥ आवहे जीवसम्पाते प्रदोषे वाथवा पुनः । राष्ट्रपीडासमुत्पन्ने न कुर्याच्छास्त्रपाठनम् ॥ एतैस्तु पठितं शास्त्रं न स्वार्थे सिद्धिसाधकम् । न श्रेयसे न माङ्गल्ये नोपकारे सुखावहम् ॥
જે દિવસેા ભણવાને નિષિદ્ધ કરેલા છે તેમને અનધ્યાય કહેછે. એવા અનધ્યાયના દિવસોમાં, ઉત્સવના દિવસોમાં, યજ્ઞકર્મ થતું હોય તે દિવસેામાં અને પુત્રજન્મ નિમિત્ત કે મરણુ નિમિત્ત સૂતક પડયું હોય તે દિવસેામાં શાસ્ત્રનું પાન કરવું નહિ. વળી ચતુર્દશી, અષ્ટમી, અમાવાસ્યા, પડવા, અને પૂર્ણિમા, એ પાંચ તિથિએ પાને વિષે વર્જવી એમ મુનિયાએ કહેલું છે-તે તિથિને દિવસે નવા પા શીખવા નહિ. તેમજ વખતે, વરસાદની હેલીને દિવસે, વરસાદ ગાજતા હોય તે વખતે, દિશાઓમાં અગ્નિ લાગતા હોય તે વખતે, ભૂકંપ થતા હોય ત્યારે, અને ચંદ્ર તથા સૂર્યના ગ્રહણ સમયે શાસ્ત્રનું પાન કરવું નહિ. હૈ પુત્ર! શાસ્ત્રમાં ઉપર કહેલા ) બાર અનધ્યાય ( પાઠ નહિ શીખવાના અવસર) કહેલા છે તે તું સાંભળ. વળી જ્યારે ગુરૂતે કાંઇક પીડા ઉપજી હોય ત્યારે, અથવા રાજા કાંઇ કષ્ટમાં આવ્યો હોય ત્યારે, અથવા સંગ્રામ થતા હોય ત્યારે, અથવા કોઈ જીવનું શબ પડયું હોય ત્યારે, અથવા પ્રદોષ સમયે, અથવા દેશને માથે કાંઈ સંકટ આવ્યું હોય ત્યારે શાસ્ત્રનું પાન કરવું નહિ. કેમકે એ દિવસોમાં ભણેલું શાસ્ત્ર ભણનારના અર્થની સિદ્ધિ કરતું નથી, તેમ તે કલ્યાણ, માંગલ્ય અથવા ઉપકારમાં પણ સુખ આપનારૂં થતું નથી.
एवं ज्ञात्वा पठति निपुणो वैद्यविद्यानिधानं श्रेयस्तस्य प्रतिदिनमसौ वाञ्छितार्थं प्रपद्येत् ।
For Private and Personal Use Only