________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
કુલ થઈને તે વનને છોડીને નાશી જાય છે, તેમ રોગરૂપી હાથી પણ વૈદ્યને દેખીને નાશી જાય છે. જે પ્રમાણે અંધકારથી વીંટાયેલા આ આખા જગતને સૂર્ય પિતાનાં કિરણો વડે તત્કાળ પ્રકાશિત કરે છે, તે પ્રમાણે સારે વૈધ રોગને જોઈને તેને તત્કાળ નાશ કરે છે અને રોગીને રેગને ભારમાંથી મુક્ત કરે છે.
સુપર કરારદા માપશ્ચાતાधीरो भीरुर्विकलहृदयो हीनकर्मार्थमन्दः। शास्त्रज्ञातोऽप्यविदितगदज्ञानपाखण्डखण्डो
वयों वैद्यः प्रबलमतिभिर्भूमिपैर्वा सुदूरात् ॥ જે વૈધ લોભી, નિર્દય, શઠ, પેટભરે, મધપાન કરનારે, આળસુ, વૈવિનાને, બીહીકણ, બુદ્ધિવિન, નીચાં કર્મ કરનારે, કરવાના અર્થમાં મંદ, શાસ્ત્રને જાણનારે છતાં તેમને નહિ ઓળખનારે, અને એ છતાં પિતાને જ્ઞાન છે એ ઢોંગ કરનારે હોય તેવા વૈદ્યને બળવાન બુદ્ધિવાળા રાજાઓએ ઘણે છેટેથીજ તજ. અર્થાત તેવા વૈધને પિતાની પાસેજ આવવા દે નહિ.
अद्भुतं चाप्यशङ्कं च नात्युच्चं नीचमेव च । यः पठेच्छास्त्रमित्थं च तस्य शास्त्राप्तिदृश्यते ॥ चर्वणं गिलनं चापि कम्पितं श्वसितं तथा।
नीचोच्चं चैव गम्भीरं वर्जयेत्पाठकेन तु ॥ જે પુરૂષ વૈધશાસ્ત્રના ગ્રંથને અદ્ભુત રીતે નિઃશંકપણે ભણે છે, પણ જે ઘણું મોટેથી કે ઘણું ધીમેથી ભણત નથી, એવી રીતે જે શાસ્ત્ર ભણે છે તેને તે શાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. જે વિદ્યાર્થી અને ચાવી ચાવીને બેલત હય, બોલતાં કેટલાક અક્ષર ગળી જતું હોય, બેલતાં અક્ષરને કંપાવતો હોય (તેતડું બોલતે હૈય) શ્વાસ ખાઈ ખાઈને બોલતે હેય, અથવા બોલતાં બોલતાં દમ ભરાઈ જતો હોય, અથવા જે બહુ ધીમેથી બહુ મેટેથી કે બહુ ગંભીર (ગળામાંથી) બેલતે હૈય, તેવા ભણનારને ભણાવનારા ગુરૂઓએ છેડી દે. અર્થાત ભણવામાં એટલી ખામીઓ તજવા જેવી છે.
શાસ શિખવાની વિધિ अनध्यायन शास्त्रस्य नोत्सवे यज्ञकर्मसु । जातके सूतके चाथ पठनं न विधीयते ॥
For Private and Personal Use Only