________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા,
મેં વૈદ્યશાસ્ત્રની પ્રથમ સંહિતાવીશ હજારની કહેલી છે. બીજી સંહિતા મેં બાર હજારની કહેલી છે; ત્રીજી છ હજારની અને એથી ત્રણ હજારની કહેલી છે; પાંચમી સંહિતા પંદરસે લેક પૂર કહેલી છે. એવી રીતે મેં આ કાળને વિષે પાંચ સંહિતાઓ કહેલી છે. તે સર્વેમાંથી સંક્ષેપવડે હું તને આ શાસ્ત્ર કહીશ કે જેનું જ્ઞાન માત્ર થવાથી પુરૂષ આયુર્વેદને જાણનારો થાય. માટે હે પુત્ર! તું તે સાંભળ. હે વિશારદ પુત્ર! આ અલ્પ સારવાળા કલિયુગમાં બહુ કહેવાથી શું વિશેષ છે? પણ જે કર્મવડે ધર્મ, અર્થ અને સુખની પ્રાપ્તિ થાય તે કર્મ કરવું યોગ્ય છે. વળી જે કર્મવડે કલ્યાણ થાય, જેથી કીર્તિ અને મોટું સુખ થાય તથા જે મનુષ્યને આનંદ આપનારું હોય તે કર્મ મેટા ય કરીને પણ કરવું.
एक शास्त्रं वैद्यमध्यात्मकं वा सौख्यं चैकं यत्सुखं वा तपो वा । वन्द्यश्चैको भूपतिर्वा यतिर्वा एकं कर्म श्रेयसं वा यशो वा ॥ बहुतरमुपचारात्सारमाधारमेकं जननमतिसुखानां वर्धनं श्रेयसां वा। विगतकलुषभावा चोज्ज्वला कीर्तिमूर्तिन खलु कुटिलतास्याः श्रूयते लोकवृन्दैः।।
જગતમાં શાસ્ત્ર એકજ છે, એટલે કાંતે એક વૈદ્યશાસ્ત્ર છે કે એક અધ્યાત્મશાસ્ત્ર છે. સુખ પણ એકજ છે ભોગાદિ લૌકિક સુખ કે તપઃ સુખ પ્રણામ કરવાગ્ય પણ એકજ છે, રાજા કે સન્યાસી. અને કર્મ પણ એકજ છે, કલ્યાણકારક કમ કે યશ પ્રાપ્ત થાય એવું કર્મ. વૈદશાસ્ત્રોક્ત કર્મ અનેક ઉપચારવાળું હોવાથી લોકોને એક આધારરૂપ અને સારરૂપ છે; વળી તે ઘણું સુખને ઉત્પન્ન કરનારું તથા કલ્યાણને વધારનારું છે. તથા તે કર્મથી જે કીર્તિ મળે છે તે નિર્મળ અને ઉજળી છે અને તે કીર્તિની મૂર્તિમાં કુટિલતા છે એમ લેકના સમુદાયથી સાંભળવામાં આવતું નથી. અર્થાત વૈધનું કર્મ એવું નિર્મળ અને પવિત્ર છે કે જેથી તેમાં તેની સરળ કીર્તિ પ્રસરે છે.
For Private and Personal Use Only