Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૮૯
૪૫
છે, અને તે દોરડી વળ મૂકી છૂટી ગયાના પરિણામમાં વર્તે છે એમ પણ જણાય છે, અનુભવાય છે. તેમ જ અજ્ઞાનભાવના અનેક પરિણામરૂપ બંધનો પ્રસંગ આત્માને છે, તે જેમ જેમ છૂટે છે, તેમ તેમ મોક્ષનો અનુભવ થાય છે; અને તેનું ઘણું જ અલાપણું
જ્યારે થાય છે ત્યારે, સહજે આત્મામાં નિજભાવ પ્રકાશી નીકળીને અજ્ઞાનભાવરૂપ બંધથી છૂટી શકવાનો પ્રસંગ છે, એવો સ્પષ્ટ અનુભવ થાય છે.”
આમ, શુદ્ધસ્વભાવી ચેતન પોતાની અજ્ઞાનરૂપ દશામાં પરપદાર્થનો કર્તા-ભોક્તા થઈ રાગાદિ વિભાવમાં પરિણમે છે. જીવનાં રાગાદિ પરિણામ તે બંધભાવ છે અને એ બંધભાવથી નિવૃત્ત થવારૂપ મોક્ષભાવ છે. મોક્ષભાવ વિભાવભાવની નિવૃત્તિરૂપ છે અને સ્વભાવની પ્રવૃત્તિરૂપ છે. પોતાના જ્ઞાનસ્વભાવમાં સ્થિર થતાં જીવ રાગાદિ ભાવોનો કર્તા થતો નથી અને ભાવકર્મના અભાવે તેને દ્રવ્યકર્મનો બંધ પણ થતો નથી. રાગ‘ષની પરંપરા તૂટતાં પૂર્વે બાંધેલાં કર્મો ખરતાં જાય છે અને નવીન કર્મબંધ અટકી જાય છે. સ્કંધમાં રહેલા પરમાણુ જ્યારે જઘન્ય ચીકાશરૂપે પરિણમવાની સન્મુખ થાય છે ત્યારે સ્કંધ સાથેના બંધનથી તે છૂટો પડી જાય છે, તેમ શુદ્ધ સ્વભાવ તરફ ઝૂકેલા જીવના રાગાદિ ચીકાશવાળા ભાવો અત્યંત ક્ષીણ થતા હોવાથી તે પૂર્વબંધનથી છૂટતો જાય છે અને તેને નવીન કર્મબંધન થતું નથી. આ ક્રમે જીવ સર્વ કર્મથી રહિત એવી શુદ્ધ દશા પ્રાપ્ત કરે છે.
આત્માને લાગેલાં આઠ પ્રકારનાં કર્મોનો ક્ષય થવો તે મોક્ષ છે. સંવર અને નિર્જરાથી મોક્ષ થાય છે. સંવર એટલે કર્મ આવવાનાં દ્વાર બંધ કરવા અને નિર્જરા એટલે આત્મા સાથે પૂર્વે બંધાયેલાં કર્મોનો ક્ષય કરવો. કર્મબંધના હેતુઓના સેવનના અભાવથી અને પૂર્વબદ્ધ કર્મોની નિર્જરાથી કર્મોનો આત્યંતિક ક્ષય થાય છે અને કર્મબંધનોનો સર્વથા ક્ષય એ જ મોક્ષ છે. બંધનાં કારણોના અભાવ અને નિર્જરાથી થતો સર્વ કર્મોનો આત્યંતિક ક્ષય એ જ મોક્ષ છે.
સંવર એટલે આસવનો નિરોધ. જેનાથી કર્મો બંધાય તેને રોકવાં તેનું નામ સંવર. મિથ્યાત્વાદિ આસવનો નિરોધ થવાથી તેનાથી આવવાવાળા કર્મોનું અટકવું તે સંવર છે. ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૪૨૬ (પત્રાંક-પ૩૦) ૨- જુઓ : આચાર્યશ્રી ઉમાસ્વાતિજીપ્રણીત, ‘શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર', અધ્યાય ૧૦, સૂત્ર ૨,૩
Wદેત્રમાવ-નિર્જરાખ્યામ્ |
कृत्स्नकर्मक्षयो मोक्षः ।' ૩- જુઓ : આચાર્યશ્રી ઉમાસ્વાતિજીપ્રણીત, ‘શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર'ની આચાર્યશ્રી અકલંકદેવકૃત
ટીકા, ‘તત્ત્વાર્થવાર્તિકમ્', અધ્યાય ૯, સૂત્ર ૧-૬ 'मिथ्यादर्शनादिप्रत्ययकर्मसंवरणं संवरः।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org