Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૮૯
૪૩
હોય ક્રોધાદિકનું તીવ્રપણું, વૈરાગ્યબળે થાય મંદ ઘણું;
અપરિચય અન-અભ્યાસે ઉપશમ ક્ષયથી. ૧ કેટલાક લોકો એમ કહે છે કે રાગ અને દ્વેષનો સર્વથા નાશ થઈ શકતો નથી. જગતમાં સર્વ જીવ ઓછાવત્તા અંશે રાગ અને દ્વેષથી યુક્ત જ જણાય છે, માટે રાગ અને દ્વેષ જેનામાં લેશમાત્ર પણ ન હોય એવો કોઈ પુરુષ આ વિશ્વમાં છે જ નહીં. આ વાત યથાર્થ નથી, કારણ કે જેમ ખાણમાંથી જ્યારે સોનું કાઢવામાં આવે છે ત્યારે તે માટી જેવું જ લાગે છે, પણ તેના ઉપર અમુક પ્રકારની પ્રક્રિયા કરવામાં આવે તો તેને લાગેલો મેલ ધીમે ધીમે દૂર થતો જાય છે અને અંતે તદ્દન નિર્મળ સોનું બને છે. તેમ પુરુષાર્થ દ્વારા આત્માની અશુદ્ધિ દૂર કરતાં કરતાં આત્મા સંપૂર્ણ શુદ્ધ બની શકે છે. જેમ કષાયાદિનું ઓછાવત્તાપણું પ્રત્યક્ષ જણાય છે, તેમ આત્મા કષાયાદિથી સંપૂર્ણ રહિત અવશ્ય થઈ શકે છે. જો રાગ-દ્વેષનું ઓછાવત્તાપણું હોય તો તેનો અભાવ પણ હોઈ શકે. તેથી સિદ્ધ થાય છે કે રાગ અને દ્વેષનો સર્વથા નાશ થઈ શકે છે.
પાણીનો સ્વભાવ છે કે જે બાજુ તેને માર્ગ મળે ત્યાં તે વહેવાનું શરૂ કરી દે. એક વખત તે જે માર્ગ ઉપર વહે છે, બીજી વાર પણ તે એ માર્ગ ઉપર જ વહેશે. પ્રથમ વાર જે માર્ગ ઉપરથી વહે છે ત્યાં ભલે પાણી રહ્યું ન હોય તો પણ ત્યાં એક સૂકી રેખા અંકિત થઈ જાય છે, જેના આધારે બીજી વાર પાણી ત્યાંથી જ વહેશે, પરંતુ એવો નિયમ નથી કે પાણીએ પૂર્વે સુકાયેલી સૂકી રેખા ઉપરથી જ વહેવું. કંઈ પણ ફેરફાર કરવામાં ન આવે તો પાણી એ રેખા ઉપરથી જ વહેશે, પણ જો તે સૂકી રેખા ઉપર કોઈ પણ પ્રકારની ચેષ્ટા કરવામાં આવે તો તે જૂની રેખા પાણીને પોતા દ્વારા વહેવા માટે મજબૂર નહીં કરી શકે. જો એ માર્ગમાં અવરોધ મૂકવામાં આવે તો પાણી નવા માર્ગે વહી જશે, નવી રેખા બનાવી લેશે. તેમ જીવ પણ સ્વતંત્ર છે. એને કોઈ ફરજ નથી પાડતું કે સંસ્કાર પ્રમાણે જ વર્તન કરવું. અનેક ભવના અનેક પ્રકારના સંસ્કારો સાથે સર્વ જીવ જન્મે છે, પરંતુ જૂના સંસ્કાર તો માત્ર એક આમંત્રણ છે ન્યૂનતમ સંઘર્ષના માર્ગે વહેવાનું. એ કંઈ જીવની નિયતિ નથી કે સંસ્કાર જાગૃત થાય તે પ્રમાણે જ જીવે વર્તવું. તેથી સંસ્કારને વશ ન થવાના પ્રયત્ન કરવામાં આવે, તેના માર્ગમાં વચ્ચે અવરોધ મૂકવામાં આવે, જૂના સંસ્કારના ચીલે નહીં ચાલવાનો નિર્ણય કરવામાં આવે, જે થતું રહ્યું છે એનાથી અન્ય કરવાની વૃત્તિ રાખવામાં આવે તો તે સંસ્કારથી પર થઈ જીવ પોતાનો માર્ગ બદલી શકે છે. શ્રીમદ્ લખે છે –
‘આટલા કાળ સુધી જે કર્યું તે બધાંથી નિવૃત્ત થાઓ, એ કરતાં હવે અટકો.૨ ૧- શ્રી સહજાનંદઘનજીરચિત, પદ ૭૨, કડી ૧, ૨ (‘સહજાનંદસુધા', પૃ.૯૮-૯૯) ૨- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૨૨૯ (પત્રાંક-૧૪૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org