Book Title: Samaysara Siddhi 3
Author(s): Kanjiswami
Publisher: Simandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Catalog link: https://jainqq.org/explore/008307/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ીિ સામયસાર સિદ્ધિ ભાગ-૩ // // LION श्री महावीर कुंदकंद दिगंबर जैन परमागममंदिर www.AtmaDharma.com Page #2 -------------------------------------------------------------------------- ________________ 2 PAS EXEX*XXXXXXXXXXXXXX श्री सीमंधरदेवाय नमः। श्री निज शुद्धात्मने नमः। સમયસાર શિદ્ધિ ભાગ-8 અધ્યાત્મયુગપુરુષ ૫. પૂ. ગુરુદેવશ્રી કાનજી સ્વામીના સમયસારજી શાસ્ત્ર ઉપરના ૧૯ મી વખતના અજીવ અધિકારની ગાથા ૩૯ થી ૬૮ તથા તેના શ્લોકો ઉપર થયેલા બત્રીસ મંગલમયી પ્રવચનો. ( પ્રકાશક તથા પ્રાપ્તિ સ્થાન :) શ્રી સીમંધર કુંદકુંદ મહાન આધ્યાત્મિક ટ્રસ્ટ યોગીનિકેતન પ્લોટ “સ્વરુચિ” સવાણી હોલની શેરીમાં, નિર્મલા કોન્વેન્ટ રોડ રાજકોટ - ૩૬૦ ૦૦૫. ટેલી નં. ૦૯૩૭૪૧૦૦૫૦૮ / (૦૨૮૧) ૨૪૭૭૭૨૮ .ગી ક્રવાસ Page #3 -------------------------------------------------------------------------- ________________ ઈ. સ. કહાન સંવત - ૨૫ ]. વિરસંવત ૨૫૩૧ વિક્રમ સંવત ૨૦૬૧ ૨૦૦૫ પ્રકાશન પરમ પૂજ્ય સદ્ગુરુદેવશ્રી કાનજીસ્વામીની ૧૧૬મી જન્મજયંતિ નિમિત્તે તા. ૧૦-૫-૦૫ વૈશાખ સુદ – ૨ પ્રથમ આવૃત્તિ - ૧૦૦૦ પડતર કિંમત - રૂા.૧૨૫/ મૂલ્ય - રૂા.૪૦/- પ્રાપ્તિ સ્થાન રાજકોટઃ શ્રી દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ ૫, પંચનાથ પ્લોટ, શ્રી કાનજી સ્વામી માર્ગ, રાજકોટ-૩૬૦ ૦૦૧. ટેલી નં. ૨૨૩૧૦૭૩ શ્રી સીમંધર કુંદકુંદ કહાન આધ્યાત્મિક ટ્રસ્ટ યોગીનિકેતન પ્લોટ “સ્વરચિ” સવાણી હોલની શેરીમાં, નિર્મલા કોન્વેન્ટ રોડ, રાજકોટ - ૩૬૦ ૦૦૫. ટેલી નં. ૦૯૩૭૪૧૦૦૫૦૮ / (૦૨૮૧) ૨૪૭૭૭૨૮ મુંબઈ : શ્રી શાંતિભાઈ ઝવેરી ૮૧, નિલામ્બર, ૩૭, પેડર રોડ, મુંબઈ-૪OOO૨૬. ટેલી નં. ૨૩૫૧૬૬૩૬/૨૩૫૨૪૨૮૨ શ્રી મહેન્દ્રભાઈ મહેતા “સાકેત” સાગર કોપ્લેક્ષ, સાંઈબાબા નગર, જે.બી.ખોટ સ્કૂલ પાસે, બોરીવલી (વે) મુંબઈ - ૪૦૦ ૦૯૨ ટેલી નં. ૨૮૦૫૪૦૬૬ - ૦૯૮૨૦૩૨૦૧૫૯ કલકતા : શ્રી પ્રકાશભાઈ શાહ ૨૩/૧, બી. જસ્ટીસ દ્વારકાનાથ રોડ, ખાલસા સ્કૂલ સામે, ભવાનીપુર, કલકતા -૨૦. ટેલી નં. ૨૪૮૫૩૭૨૩ સુરેન્દ્રનગર: ડો.દેવેન્દ્રભાઈ એમ. દોશી જૂના ટ્રોલી સ્ટેશન સામે, દર્શન મેડીકલ સ્ટોર સામે, સુરેન્દ્રનગર, ટેલી નં. ૨૩૧૫૬૦ અમદાવાદ:વિનોદભાઈ આર. દોશી ૨૦૫, કહાન કુટીર ફલેટ, દિગંબર જૈન મંદિર સામે, નવરંગપુરા, અમદાવાદ. ટેલી નં. ૨૬૪૨૨૬૭૮ Page #4 -------------------------------------------------------------------------- ________________ Thanks & our Request Shree Samaysaar has been kindly donated by Shree Simandhar Kundkund Kahan Aadhyatmik Trust - Rajkot who have paid for it to be "electronised" and made available on the internet. Our request to you: 1) We have taken great care to ensure this electronic version of Samaysaar Siddhi Part - 3 is a faithful copy of the paper version. However if you find any errors please inform us on rajesh@AtmaDharma.com so that we can make this beautiful work even more accurate. 2) Keep checking the version number of the on-line shastra so that if corrections have been made you can replace your copy with the corrected one. Page #5 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ ભાગ-૩ પ્રસ્તાવના मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी। मंगलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मंगलम्।। મહાવિદેહક્ષેત્રમાં સદેહે વિહરમાન ત્રિલોકનાથ વીતરાગ સર્વજ્ઞ પરમદેવાધિદેવ શ્રી સીમંધર ભગવાનની દિવ્ય દેશનાનો અપૂર્વ સંચય કરી ભરતક્ષેત્રમાં લાવનાર સીમંધર લઘુનંદન, જ્ઞાન સામ્રાજ્યના સમ્રાટ, ભરતક્ષેત્રના કળિકાળ સર્વજ્ઞ એટલે કે શુદ્ધાત્મામાં નિરંતર કેલિ કરનાર હાલતાં ચાલતાં સિદ્ધ આચાર્ય શ્રી કુંદકુંદદેવ થયા. જેઓ સંવત ૪૯ માં સદેહે મહાવિદેહક્ષેત્રમાં ૮ દિવસ ગયા હતા. મહાવિદેહક્ષેત્રમાં ત્રિલોકનાથ સર્વશદેવના શ્રીમુખેથી વહેતી શ્રુતામૃતરૂપી જ્ઞાનસરિતાનો તથા શ્રુતકેવળીઓ સાથે થયેલી આધ્યાત્મિક સૂક્ષ્મ ચર્ચાનો અમૂલ્ય ભંડાર સંઘરીને ભરતક્ષેત્રમાં આવી પંચપરમાગમ આદિ આધ્યાત્મિક શાસ્ત્રોની રચના કરી. તેમાંનું એક શ્રી સમયસારજી દ્વિતીય શ્રુતસ્કંઘનું સર્વોત્કૃષ્ટ અધ્યાત્મ શાસ્ત્ર છે. જેમાં શ્રી કુંદકુંદાચાર્યે ૪૧૫ માર્મિક ગાથાઓની રચના કરી છે. આ શાસ્ત્ર સૂક્ષ્મ દૃષ્ટિપ્રધાન ગ્રંથાધિરાજ છે. શ્રી કુંદકુંદાચાર્ય બાદ એક હજાર વર્ષ પછી અધ્યાત્મના અનાહત પ્રવાહની પરિપાટીમાં આ અધ્યાત્મના અમૂલ્ય ખજાનાના ઊંડા હાર્દને સ્વાનુભવગત કરી શ્રી કુંદકુંદદેવના જ્ઞાનહૃદયને ખોલનાર સિદ્ધપદ સાધક મુનિવર સંપદાને આત્મસાત કરી નિજ સ્વરૂપ સાધનાના અલૌકિક અનુભવથી પંચપરમાગમાદિનું સિદ્ધાંત શિરોમણિ શાસ્ત્ર સમયસારજી છે તેની ૪૧૫ ગાથાની ટીકા કરવાનું સૌભાગ્ય તથા તેમાં રહેલા સૂક્ષ્મ ને ગૂઢ રહસ્ય ને તેનો મર્મ અપૂર્વ શૈલીથી આચાર્ય શ્રી અમૃતચંદ્રદેવે “આત્મખ્યાતિ” નામક ટીકા કરી ખોલ્યો ને તેના ઉપર ૨૭૮ માર્મિક મંગળ કળશો તથા પરિશિષ્ટની રચના કરી. આ શાસ્ત્રનો ભાવાર્થ જયપુર સ્થિત સૂક્ષ્મજ્ઞાન ઉપયોગી પંડિત શ્રી જયચંદજીએ કરેલો છે. વર્તમાન આ કાળમાં મોક્ષમાર્ગ પ્રાય; લોપ થયો હતો. મિથ્યાત્વનો ઘોર અંધકાર છવાયેલો હતો. જૈન દર્શનના મૂળભૂત સિદ્ધાંતો મૃતપ્રાયઃ થયા હતા. પરમાગમો મોજૂદ હોવા છતાં તેના ગૂઢ રહસ્યોને સમજાવનાર કોઈ ન હતું. તેવામાં જૈનશાસનના નભોમંડળમાં એક મહાપ્રતાપી વીરપુરુષ અધ્યાત્મમૂર્તિ, અધ્યાત્મસૃષ્ટા, આત્મજ્ઞસંત અધ્યાત્મ યુગપુરુષ, નિષ્કારણ કણાશીલ, ભવોદધિ તારણહાર, ભાવિ તીર્થાધિરાજ પરમ પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીનો ઉદય થયો. જેમણે આ આચાર્યોના જ્ઞાનહદયમાં સંચિત ગૂઢ રહસ્યોને પોતાના જ્ઞાનવૈભવ દ્વારા શ્રુતામૃત રસપાન કરી આચાર્યોની મહામહિમ ગાથાઓમાં ભરેલા અર્થગાંભીર્યને સ્વયંની જ્ઞાનપ્રભા દ્વારા સરળ સુગમ ભાષામાં ચરમસીમાએ મૂર્તિમંત કર્યા. મિથ્યાદર્શન મિથ્યાજ્ઞાનના ઘોર તિમિરને નષ્ટ કરવા એક તેજોમય અધ્યાત્મ Page #6 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ ભાગ-૩ દીપકનો સુવર્ણમય ઉદય થયો. જેમણે પોતાની દિવ્યામૃત ચૈતન્યરસીલી વાણી દ્વારા શુદ્ધાત્મસિંધુના અખ્ખલિત સાતિશય શુદ્ધ પ્રવાહને વહેતો કર્યો. તેઓશ્રીએ જૈનધર્મના મૂળભૂત સિદ્ધાંતોને અતિ સ્પષ્ટપણે, અવિરુદ્ધતાપૂર્વક ભવ્યજીવોને ભવતાપવિનાશક પરમશાંતિ પ્રદાયક પ્રવચનગંગા દ્વારા તેઓશ્રી પોતાની સાતિશય વાણીથી રેલાવતા રહ્યા. વિરોધીઓના વિરોધનો પણ જંગલમાં ફરતા કેસરી સિંહની જેમ અધ્યાત્મના કેસરી સિંહ બની નિડરપણે છતાં નિષ્કારણ કરૂણાવંત ભાવે સામનો કરી વિરોધીઓ પણ “ભગવાન આત્મા” છે તેવી દૃષ્ટિથી જગતના જીવો સમક્ષ અધ્યાત્મના સૂક્ષ્મ ન્યાયોને પ્રકાશિત કર્યા. શ્રી સમયસારજી શાસ્ત્ર પૂ. ગુરુદેવશ્રીના હાથમાં સંવત ૧૯૭૮ ના ફાગણ માસમાં આવ્યું. આ સમયસારજી હાથમાં આવતાં જ ઝવેરીની પારખુ નજર સમયસારના સૂક્ષ્મ ભાવો ઉપર પડી અને તેમાં દૃષ્ટિ પડતાં, સહજ જ અંતરના ઊંડાણમાંથી કરૂણાશીલ કોમળ હૃદય બોલી ઊઠ્યું. અરે! આ તો અશરીરી થવાનું શાસ્ત્ર છે. અનાદિનો અપ્રતિબુદ્ધ જીવ પ્રતિબુદ્ધ કેમ થાય તેનું સંપૂર્ણ રહસ્ય ને શુદ્ધાત્માનો સંપૂર્ણ ખજાનો આ શાસ્ત્રમાં ભરેલો છે. આ શાસ્ત્રનું રહસ્ય ખરેખર તો અધ્યાત્મ યુગપુરુષ પૂ. કાનજીસ્વામીના હાથમાં આ શાસ્ત્ર આવ્યા બાદ જ ચરમસીમાએ પ્રકાશિત ને પ્રદર્શિત થયું. ૪૫-૪૫ વર્ષ સુધી સુવર્ણપૂરીમાં “સોનગઢ મુકામે અધ્યાત્મની હેલી નીતરતી ચાલી. પૂ. ગુરુદેવશ્રીએ ૧૯૭૮ થી ૧૯૯૧ (૧૩) વર્ષ સુધી ગુસમંથન કરી જ્ઞાનવૈભવનો સંપૂર્ણ નિચોડ આ શાસ્ત્રમાંથી શોધી કાઢયો અને ફરમાવ્યું કેછે સમયસાર તો દ્વિતીય શ્રુતસ્કંધનું સર્વોત્કૃષ્ટ સર્વોચ્ચ આગમોનું પણ આગમ છે. છે સમયસાર તો સિદ્ધાંત શિરોમણિ–અદ્વિતીય અજોડ ચક્ષુ ને આંધળાની આંખ છે. છે સમયસાર તો સંસાર વિષવૃક્ષને છેદવાનું અમોઘ શાસ્ત્ર છે. છે સમયસાર તો કુંદકુંદાચાર્યથી કોઈ એવું શાસ્ત્ર બની ગયું. જગતના ભાગ્ય કે આવી ચીજ ભરતક્ષેત્રમાં રહી ગઈ. ધન્યકાળ ! છે સમયસારની એક એક ગાથા ને આત્મખ્યાતિ ટીકાએ આત્માને અંદરથી ડોલાવી નાખ્યો છે. સમયસારની આત્મખ્યાતિ જેવી ટીકા દિગંબરમાં પણ બીજા કોઈ શાસ્ત્રોમાં નથી. એના એક એક પદમાં કેટલી ગંભીરતા, ખોલતાં બોલતાં પાર ન આવે એવી વાત અંદર છે. છે સમયસાર તો સત્યનું ઉદ્ઘાટન છે. ભારતનું મહારત્ન છે. છે સમયસાર જેના થોડા શબ્દોમાં ભાવોની અદ્દભુત ને અગાધ ગંભીરતા ભરેલી છે. હજી સમયસાર તો ભરતક્ષેત્રનો પ્રવચનનો સર્વોત્કૃષ્ટ બાદશાહ છે. આ સાર શાસ્ત્ર કહેવાય. છે સમયસાર તો જગતના ભાગ્ય, સમયસારરૂપી ભેટર્ણ જગતને આપ્યું. સ્વીકાર નાથ! હવે સ્વીકાર ! ભેટ પણ દે, એ પણ સ્વીકારે નહીં? જી સમયસાર તો વૈરાગ્યપ્રેરક પરમાર્થ સ્વરૂપને બનાવનાર વીતરાગી વીણા છે. છે સમયસારમાં તો અમૃતચંદ્રાચાર્યે એકલા અમૃત રેડયા છે અમૃત વહેવરાવ્યા છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ ભાગ-૩ છ સમયસાર એકવાર સાંભળીને એમ ન માની લેવું કે આપણે સાંભળ્યું છે. એમ નથી બાપુ ! આ તો પ્ર... વચનસાર છે એટલે આત્મસાર છે વારંવાર સાંભળવું. Ø સમયસાર ભરતક્ષેત્રની છેલ્લામાં છેલ્લી અને ઊંચામાં ઊંચી સત્તને પ્રસિદ્ધ કરનારી ચીજ છે. ભરતક્ષેત્રમાં સાક્ષાત કેવળજ્ઞાનનો સૂર્ય છે. સમયસારે કેવળીના વિ૨૭ ભૂલાવ્યા છે. સમયસારની મૂળભૂત એક એક ગાથામાં ગજબ ગંભીરતા પાર ન પડે એવી ચીજ છે. એક એક ગાથામાં હીરામોતી ટાંકેલા છે. Ø સમયસારમાં તો સિદ્ધના ભણકારા સંભળાય છે. શાશ્વત અસ્તિત્વની દૃષ્ટિ કરાવનારું ૫૨મહિતાર્થ શાસ્ત્ર છે. સમયસાર એ તો સાક્ષાત ૫૨માત્માની દિવ્યધ્વનિ, ત્રણલોકના નાથની આ દિવ્યધ્વનિ છે. આવા અપૂર્વ સમયસારમાંથી પૂ. ગુરુદેવશ્રીએ પોતાનો નિજ સમયસારરૂપી શુદ્ધાત્માને અનુભવીને ફરમાવ્યું કે આત્મા આનંદનો પહાડ છે. જ્ઞાયક તો મીઠો મહેરામણ આનંદનો ગંજ ને સુખનો સમુદ્ર છે. ન્યાયોનો ન્યાયાધીશ છે. ધર્મનો ધોધ એવો ધર્મ છે. ધ્રુવ પ્રવાહ છે. જ્ઞાનની ધારા છે. ત્રણ લોકનો નાથ ચૈતન્યવૃક્ષ અમૃતફળ છે. વાસ્તવિક વસ્તુ છે. સદાય વિકલ્પથી વિ૨ામ જ એવો નિર્વિકલ્પ જેનો મહિમા છે એવો વધામ ધ્રુવની ધખતી ધગશ છે. ભગવાન આત્મા ચિંતામણિ રત્ન, કલ્પવૃક્ષ ને કામધેનુ છે. ચૈતન્ય ને ચમત્કારી વસ્તુ છે. અનંત ગુણોનું ગોદામ-શક્તિઓનું સંગ્રહાલય ને સ્વભાવનો સાગર છે. સનાતન દિગંબર મુનિઓએ ૫૨માત્માની વાણીનો ધોધ ચલાવ્યો છે. જૈનધર્મ સંપ્રદાય વાડો ગચ્છ નથી વસ્તુના સ્વરૂપને જૈન કહે છે. પૂ. ગુરુદેવશ્રીએ શાસ્ત્રના અર્થ કરવાની જે પાંચ પ્રકારની પદ્ધતિ શબ્દાર્થ, મતાર્થ, આગમાર્થ, નયાર્થ ને ભાવાર્થ છે તે અપનાવીને કયાં કઈ અપેક્ષાએ કથન કરવામાં આવ્યું છે તેનું યથાર્થ જ્ઞાન આપણને મુમુક્ષુ સમુદાયને કરાવ્યું. આ પ્રવચનગંગામાં ઘણા આત્માર્થીઓ પોતાના નિજ સ્વરૂપને પામ્યા, ઘણા સ્વરૂપની નિકટ આવ્યા ને આ વાણીના ભાવો ગ્રહણ કરીને ઘણા આત્માર્થીઓ જરૂર આત્મદર્શન પામશે જ. તેની નિરંતર અમૃત ઝરતી વાણીમાં જ તેમની અસાધારણ પ્રતિભાનો ખ્યાલ આવે છે. પૂ. ગુરુદેવશ્રી સમયસારમાં ફરમાવે છે કે સમયસાર બે જગ્યાએ છે એક પોતાનો શુદ્ધાત્મા છે તે સમયસાર છે ને ઉત્કૃષ્ટ નિમિત્તપણે સમયસારજી શાસ્ત્ર છે. આ શાસ્ત્રમાં પોતાનો નિજ સમયસારરૂપી શુદ્ધાત્મા બતાવવામાં આવ્યો છે. એક એક ગાથાના અર્થ કરતાં પૂ. ગુરુદેવશ્રી એવા ભાવવિભોર થઈ જાય છે કે તેમાંથી તેને નીકળવું મુશ્કેલ પડે છે. પૂ. બહેનશ્રી ચંપાબહેન વચનામૃતમાં પૂ. ગુરુદેવશ્રી વિશે ફ૨માવે છે કે પૂ. ગુરુદેવશ્રીનું દ્રવ્ય તો અલૌકિક ને મંગળ છે. તેમનું શ્રુતજ્ઞાન ને વાણી આશ્ચર્યકારી છે. તેઓશ્રી મંગળમૂર્તિ, ભવોદધિ તારણહાર ને મહિમાવંત ગુણોથી ભરેલા છે. તેમણે ચારે બાજુથી મુક્તિનો માર્ગ પ્રકાશ્યો, તેમનો અપાર ઉપકાર છે તે કેમ ભૂલાય? પૂ. ગુરુદેવશ્રીને તીર્થંકર જેવો ઉદય વર્તે છે. પૂ. ગુરુદેવશ્રીએ અંતરથી માર્ગ પ્રાસ કર્યો Page #8 -------------------------------------------------------------------------- ________________ IV સમયસાર સિદ્ધિ ભાગ-૩ બીજાને માર્ગ બતાવ્યો તેથી તેમનો મહિમા આજે તો ગવાય છે પરંતુ હજારો વર્ષો સુધી પણ ગવાશે. પૂ. બેન શાંતાબેન ફરમાવે છે કે જેમ મહાવિદેહક્ષેત્રમાં તીર્થંકર પરમાત્માનો સાક્ષાત્ ઉપકાર છે તેવી જ રીતે ભરતક્ષેત્રમાં પૂ. ગુરુદેવશ્રીનો એટલો જ ઉપકાર છે કારણ કે જે ભવનો અંત તીર્થંકરદેવની સમીપમાં ન આવ્યો તે ભવનો અંત જેમના પ્રતાપે થાય તે પરમકૃપાળુ સદ્ગુરુદેવને અત્યંત ભક્તિથી વારંવાર નમસ્કાર હો. નમસ્કાર હો. પૂ. નિહાલચંદ્રજી સોગાની કે જેઓને પૂ. ગુરુદેવશ્રીનું એક જ પ્રવચન સાંભળતા ભવના અભાવરૂપ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ સોનગઢ સુવર્ણપૂરી મુકામે થઈ. તેઓ ફરમાવે છે કે પૂ. ગુરુદેવના એક કલાકના પ્રવચનમાં પૂરેપૂરી વાત આવી જાય છે. બધી વાતનો ખુલાસો પૂ. ગુરુદેવશ્રીએ તૈયાર કરી આપ્યો છે તેથી કોઈ વાત વિચારવી પડતી નથી. નહિં તો સાધક હોય તો પણ બધી તૈયારી કરવી પડે. શ્રી સીમંધર કુંદકુંદ મહાન આધ્યાત્મિક ટ્રસ્ટ” ની રચના સ્વ. ચંદુલાલ ખીમચંદ મહેતાના સ્મરણાર્થે બેન સરોજબેન ચંદુલાલ મહેતા પરિવાર રાજકોટ દ્વારા કરવામાં આવી છે. આ ટ્રસ્ટની પ્રવૃત્તિમાં પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનો પ્રકાશિત કરવાનું કાર્ય કરવામાં આવશે. આ પરિવારને આદરણીય પૂ. શ્રી લાલચંદભાઈ મોદી-રાજકોટ દ્વારા જ આધ્યાત્મિક માર્ગમાં પ્રવેશની પ્રેરણા તથા આધ્યાત્મિક મહામંત્રોનું રસપાન થયું હોય આ પરિવાર તેમનો અત્યંત ઋણી છે. પૂ. લાલચંદભાઈ હંમેશા આ પરિવારને કહેતા કે તમો બધા પૂ. ગુરુદેવશ્રીના ભવભ્રમણનો થાક ઊતારનારા મૂળસ્તને સાંભળી ને સમજો. તેઓશ્રી ફરમાવતા કે તને “જાણનારો જણાય છે ખરેખર પર જણાતું નથી તેમ અમે જાણીએ છીએ, હવે તો સ્વીકાર કરી લે. આવા આવા ઘણા મહામંત્રો જેમાં બાર અંગનો સાર ભરેલો છે તેવા મહામંત્રો તથા પૂ. ભાઈશ્રીની અધ્યાત્મની સૂક્ષ્મ સિદ્ધાંતિક સચોટ શૈલીથી જ આ પરિવાર અધ્યાત્મમાં ઓતપ્રોત થયો હોય તેઓશ્રીનો અત્યંત આભારી છે. આવા અપૂર્વ અનુપમ શ્રી સમયસારજી શાસ્ત્રની અજીવ અધિકારની પૂર્ણતારૂપે ૩૯ થી ૬૮ ગાથા તથા તે ઉપરના શ્લોકો ઉપર પૂ. ગુરુદેવશ્રીના ૧૯ મી વખતના સળંગ પ્રવચનો નં. ૧૧૨ થી ૧૪૩ સમયસાર સિદ્ધિ ભાગ-૩માં અક્ષરશ: પ્રકાશિત કરવામાં આવ્યા છે. આ પ્રવચનોમાંના ૭ હિન્દી પ્રવચનોને ગુજરાતીમાં ભાષાંતર કરી પ્રકાશિત કરવામાં આવ્યા છે. તથા પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનોમાં જ્યાં જ્યાં આહાહા ! શબ્દ છે તે પેરેગ્રાફ પૂરો થયે જ લેવામાં આવેલ છે. પૂ. ગુરુદેવશ્રીએ જાહેરસભામાં સમયસાર ૧૯ વખત વાંચ્યું અને ખાનગીમાં તો સેંકડો વખત વાંચ્યું છે. અને અંદરમાં તો.. તેમને આમાં કેટલો માલ દેખાણો હશે. કોઈવાર દોઢ વર્ષ કોઈવાર બે વર્ષ કોઈવાર અઢી વર્ષ તેમ ૧૯ વખત ૪૫ વર્ષમાં જાહેરમાં વાંચ્યું છે. આ પ્રવચનો પૂ. ગુરુદેવશ્રીની ૪૫ વર્ષની સોનગઢ સુવર્ણપૂરીમાં થયેલી સાધનાના નિચોડરૂપ માખણ છે. જેમ જેમ જ્ઞાનીની જ્ઞાન સ્થિરતા વૃદ્ધિગત્ત થતી જાય છે તેમ તેમ એકને એક ગાથાના પ્રવચન પણ ફરી લેવામાં Page #9 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ ભાગ-૩ આવે તો નવા નવા ભાવો આવે છે. તેથી જ ૧૮મી વારના પ્રવચનો પ્રકાશિત થયા હોવા છતાં આ અંતિમ પ્રવચનો પ્રકાશિત કરવાનો ભાવ આવેલ છે. ટોટલ ૪૮૭ પ્રવચનો ૧ થી ૧૧ ભાગમાં ક્રમબદ્ધ શંખલારૂપે પ્રકાશિત થશે. પૂ. ગુરુદેવશ્રી ફરમાવે છે કે પાંચમાં આરાના છેડા સુધી જે કોઈ જીવ સમ્યગ્દર્શન પામશે તેને આ વીતરાગની વાણી નિમિત્ત થશે. આ વાણી સીધી સીમંધર ભગવાનની વાણી છે. આમાં એક અક્ષર ફરે તો બધું ફરી જાય. આ સમગ્ર પ્રવચનો પૂ. ગુરુદેવશ્રીની સી. ડી. ઉપરથી અક્ષરશઃ ઊતારવામાં આવેલા છે. ત્યારબાદ જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં કૌંસ કરી વાક્યો પૂરા કરેલાં છે. ટેઈપ ઉપરથી ઊતરાવવાનું કાર્ય તથા તેને ચેક કરવાનું કાર્ય આત્માર્થી ભાઈશ્રી ડૉ. દેવેન્દ્રભાઈ એમ. દોશી-સુરેન્દ્રનગર દ્વારા થયેલ છે. ભાષા તથા વ્યાકરણ શુદ્ધિ શ્રી દેવશીભાઈ ચાવડા-રાજકોટ દ્વારા થયેલ છે ત્યારબાદ સમગ્ર પ્રવચનો ફરીથી સી. ડી. ઉપરથી સાંભળી ચેક કરી સંપૂર્ણ પ્રૂફરીડિંગનું કાર્ય શ્રી ચેતનભાઈ મહેતા-રાજકોટ દ્વારા પૂર્ણ થયેલ છે. તે બદલ સંસ્થા સર્વેનો આભાર માને છે. આ પ્રવચનોનાં પ્રકાશનમાં કાંઈ ક્ષતિ ન રહે તે માટે અમોએ વારંવાર પ્રવચનો સાંભળી લખાણ શુદ્ધિ કરી છે છતાં કોઈપણ ક્ષતિ રહી હોય તો તે અમારો દોષ છે તે બદલ અમો ક્ષમા ચાહીએ છીએ. સમયસાર સિદ્ધિ” ભાગ-૩ના પ્રવચનોનું સમગ્ર કોમ્યુટરાઈઝડ ટાઈપસેટિંગનું કાર્ય શ્રી નિલેશભાઈ તથા શ્રી દેવાંગભાઈ વારીયા-રાજકોટ દ્વારા તથા પુસ્તક પ્રિન્ટિંગ બાઈન્ડિંગનું સંપૂર્ણ કાર્ય શાર્પ ઓફસેટવાળા શ્રી ધર્મેશભાઈ શાહ–રાજકોટ દ્વારા તથા કલર પેઈજનું કામ ડોટ એડવાળા શ્રી કમલેશભાઈ સોમપુરા-રાજકોટ દ્વારા થયું હોય સંસ્થા તેમનો આભાર માને છે. પૂ. ગુરુદેવશ્રીએ આ પંચમકાળમાં અમૃત વરસાવ્યા છે. અધ્યાત્મની હેલી વરસાવી મોક્ષના માંડવા રોપ્યા છે. આવા અતિ અપૂર્વ માર્મિક શાસ્ત્રની ગાથાઓના ખૂબ જ સરળ ભાષામાં આચાર્યોના ગૂઢભાવોને રજૂ કરી મુમુક્ષુ જગત ઉપર અપૂર્વ ઉપકાર કર્યો છે. “ભગવાન આત્મા કહીને પ્રત્યેક જીવને વીતરાગી કરુણાથી સંબોધન કરનાર પૂ. ગુરુદેવશ્રી અમ બાળકોના અનંત અનંત ઉપકારી ધર્મપિતા છે. બસ તેમનો ઉપકાર તો આપણે સૌ તેમણે બતાવેલા શુદ્ધાત્માનું રસપાન કરીને જ વાળી શકીએ. સમયસાર સિદ્ધિ ભાગ-૩ માટે સ્વ. શ્રી ચત્રભૂજભાઈ પાનાચંદભાઈ ગોડા – રાજકોટ હાલ મુંબઈ, હ. ભરતભાઈ ગોડા – મુંબઈ તરફથી સહયોગ પ્રાપ્ત થયેલ છે તે બદલ ટ્રસ્ટ તેમનો આભાર માને છે. આ પુસ્તક http://www.AtmaDharma.com પર મૂકેલ છે. - ટ્રસ્ટી શ્રી સીમંધર કુંદકુંદ કહાન આધ્યાત્મિક ટ્રસ્ટ રાજકોટ Page #10 -------------------------------------------------------------------------- ________________ (': અનુક્રમણિકા :))) પ્રવચન નં. | તારીખ પેઈજ નં. | કલશ નં. શ્લોક-૩૩ | | ૧૧૨ ૧૧૩ ૧૯/૧૦/૭૮ ૨૦/૧૦/૭૮ ૨ ૧૦ ગાથા - ૩૯ થી ૪૩ ૧૧ ૧૧૩ | ૨૦/૧૦/૭૮ ૨૧/૧૦/'૭૮ ૧૪ ૨૩ ૧૧૪ ગાથા - ૪૪ ૨૮ છે. ૧૧૪ ૧૧૫ ૧૧૬ ૨૧/૧૦/૭૮ ૨૨/૧૦/'૭૮ ૨૩/૧૦/'૭૮ ૩૫. | શ્લોક-૩૪ પર પ૩ ૧૧૬ ૧૧૭ ૨૩/૧૦/૭૮ ૨૪/૧૦/૭૮ | _ પ૩ ગાથા - ૪૫ ૬૧ ૧૧૮ | _ ૨૬/૧૦/'૭૮ ગાથા - ૪૬ ૭૧ ૧૧૯ ૧૨૦ ૨૭/૧૦/'૭૮ ૨૮/૧૦/'૭૮ ગાથા -૪૭-૪૮ ૩ ૧૨૧ ૨૯/૧૦/'૭૮ ગાથા - ૪૯ ૧૦૪ | ૧૨૨ ૧૨૩ ૧૨૪ ૩૦/૧૦/'૭૮ ૩૧/૧૦/?૭૮ ૧/૧૧/૭૮ ૨/૧૧/'૭૮ ૨૮/૧૦/૭૮ ૧૨૫ ૧૨૬ | | | | | શ્લોક-૩૫ ૨૮/૧૦/૭૮ શ્લોક-૩s | ૧૨૬ - ૧૨૬ | ૨૮/૧૦/૭૮ ગાથા - ૫૦ થી ૫૫ ૧૦૮ ૧૧૭ ૧૨૮ ૧૩૭ ૧૪૭ ૧૪૭ ૧૪૮ ૧૫૨ ૧૫૨ ૧૫૪ ૧૫૯ ૧૩ ૧૭૫ ૧૮૫ ૧૩ ૨૦૨ ૨૧૦ ૨૧૦ ૨૧૩ ૧૨૬ ૧૨૭ ૧૨૮ ૧૨૯ ૧૩0 ૧૩૧ | | | | | | ૨૮/૧૦/'૭૮ ૪/૧૧/૭૮ ૫/૧૧/૭૮ ૬/૧૧/૭૮ ૭/૧૧/૭૮ ૯/૧૧/'૭૮ શ્લોક ૩૭ ૧૩૧ | ૯/૧૧/૭૮ ગાથા-૫૬ (1) Page #11 -------------------------------------------------------------------------- ________________ કલશ નં. પ્રવચન નં. તારીખ પેઈજ નં. ૧૩ર ૧૦/૧૧/'૭૮ ગાથા-૫૭. ૧૩ર. ૧૦/૧૧/?૭૮ ગાથા-૫૮ થી ૬૦ | ૧૩૩ ૧૩૪ ૧૧/૧૧/૭૮ ૧૨/૧૧/૭૮ ગાથા-૬૧ ૨૧૪ ૨૨૨ ૨૨૩ ૨૨૫ ૨૨૭ ૨૩૬ ૨૪૨ ૨૪૩ ૨૪૭ ૨૫O ૨૫૧ ૨૫૯ ૨૬૧ ૧૩૪ ૧૩૫ ૧૨/૧૧/૭૮ ૧૩/૧૧/૭૮ ગાથા-૬૨ ૧૩૫ ૧૩૬ ૧૩/૧૧/'૭૮ ૧૫/૧૧/'૮ ગાથા-૬૩-૬૪ ૧૩૬ ૧૩૭ ૧૫/૧૧/૭૮ ૧૬/૧૧/૭૮ | ગાથા-૯૫ -૬૬ ૧૩૭ ૧૬/૧૧/૭૮ શ્લોક-૩૮ ૧૩૭ | _૧૬/૧૧/'૭૮ | શ્લોક-૩૯ ૧૩૭. ૧૬/૧૧/'૭૮ | | ગાથા-૬૭ ૧૩૭ ૧૬/૧૧/૭૮ શ્લોક-૪૦ | ૧૩૮ | ૧૭/૧૧/૭૮. ગાથા-૬૮ ૧૮ ૧૩૯ | | ૧૭/૧૧/૭૮ ૧૮/૧૧/૭૮ ૨૭) ૨૭૪ ૨૭૫ ૨૭૭. ૨૭૭. ૨૭૯ ૨૭૯ ૨૮૨ ૨૮૩ ૨૮૫ ૨૮૫ ૨૮૮ ૨૮૯ ૨૯૭. ૩૦૮ ૩/૮ ૩૧૭ ૩૧૮ ૩૨૭ ૩૩૩ ૩૩૪ ૩૩૭ ૩૩૮ ૩૩૯ ૩૪૨ ૩૪૩ ૩૪૮ શ્લોક-૪૧ ૧૪૦ ૧૯/૧૧/૭૮ શ્લોક-૪ર ૧૪૧ ૧૪૨ | | ૨૦/૧૧/?૭૮ ૨૧/૧૧/૭૮ બ્લોક-૪૩ ૧૪૨ ૨૧/૧૧/૭૮ શ્લોક-૪૪ ૧૪૨ ૧૪૩ ૨૧/૧૧/૭૮ ૨૨/૧૧/૭૮ શ્લોક-૪૫ ૧૪૩ ૧૪૪ | | ૨૨/૧૧/૭૮ ૨૪/૧૧/'૭૮ Page #12 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમયસારજી સ્તુતિ (હરિગીત) સંસારી જીવનાં ભાવમ૨ણો ટાળવા કરુણા કરી, સરિતા વહાવી સુધા તણી પ્રભુ વીર! તેં સંજીવની; શોષાતી દેખી સરિતને કરુણાભીના હૃદયે કરી, મુનિકુંદ સંજીવની સમયપ્રાભૂત તણે ભાજન ભરી. (અનુષ્ટુપ) કુંદકુંદ રચ્યું શાસ્ત્ર, સાથિયા અમૃતે પૂર્યા, ગ્રંથાધિરાજ!તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા. (શિખરિણી) અહો! વાણી તારી પ્રશમરસ-ભાવે નીતરતી, મુમુક્ષુને પાતી અમૃતરસ અંજલિ ભરી ભી; અનાદિની મૂર્છા વિશ્વ તણી ત્વરાથી ઊતરતી, વિભાવેથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતિ. (શાર્દૂલવિક્રિડિત) તું છે નિશ્ચયગ્રંથ ભંગ સઘળા વ્યવહારના ભેદવા, તું પ્રશાછીણી જ્ઞાન ને ઉદયની સંધિ સહુ છેદવા; સાથી સાધકનો, તું ભાનુ જગનો, સંદેશ મહાવીરનો, વિસામો ભવક્લાંતના હૃદયનો, તું પંથ મુક્તિ તણો. (વસંતતિલકા) સુણ્યે તને રસનિબંધ શિથિલ થાય, જાણ્યે તને હૃદય જ્ઞાની તણાં જણાય; તું રુચતાં જગતની રુચિ આળસે સૌ, તું રીઝતાં સકલજ્ઞાયકદેવ રીઝે. (અનુષ્ટુપ) બનાવું પત્ર કુંદનનાં, રત્નોના અક્ષરો લખી; તથાપિ કુંદસૂત્રોનાં અંકાયે મૂલ્ય ના કદી. Page #13 -------------------------------------------------------------------------- ________________ — — ——————————— ———— શ્રી સદ્ગુરુદેવ-સ્તુતિ | (હરિગીત) સંસારસાગર તારવા જિનવાણી છે નૌકા ભલી, જ્ઞાની સુકાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં; આ કાળમાં શુદ્ધાત્મજ્ઞાની સુકાની બહુ બહુ દોહ્યલો, મુજ પુણ્યરાશિ ફળ્યો અહો! ગુરુકહાન તું નાવિક મળ્યો. (અનુષ્ટ્રપ) અહો ! ભક્ત ચિદાત્માના, સીમંધર-વીર-કુંદના ! બાહ્યાંતર વિભવો તારા, તારે નાવ મુમુક્ષુના. (શિખરિણી) સદા દ્રષ્ટિ તારી વિમળ નિજ ચૈતન્ય નીરખે, અને જ્ઞાતિમાંહી દરવ-ગુણ-પર્યાય વિલાસે; નિજાલંબીભાવે પરિણતિ સ્વરૂપે જઈ ભળે, નિમિત્તો વહેવારો ચિઠ્ઠન વિષે કાંઈ ન મળે. (શાર્દૂલવિક્રીડિત) હૈયું “સત્ સત્ જ્ઞાન જ્ઞાન” ધબકે ને વજવાણી છૂટે, જે વજે સુમુમુક્ષુ સર્વ ઝળકે; પરદ્રવ્ય નાતો તૂટે; - રાગદ્વેષ સચે ન, જંપ ન વળે ભાવેંદ્રિમાં-અંશમાં, ટંકોત્કીર્ણ અકંપ જ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા. (વસંત તિલકા) નિત્યે સુધાઝરણ ચંદ્ર! તને નમું હું, કરુણા અકારણ સમુદ્ર ! તને નમું હું; હે જ્ઞાનપોષક સુમે ઘ ! તને નમું હું, આ દાસના જીવનશિલ્પી! તને નમું હું. | (સ્ત્રગ્ધરા) ઊંડી ઊંડી, ઊંડેથી સુખનિધિ સતના વાયુ નિત્યે વતી, વાણી ચિમૂર્તિ! તારી ઉર-અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી; ભાવો ઊંડા વિચારી, અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી, ખોયેલું રત્ન પામું -મનોરથ મનનો; પૂરજો શક્તિશાળી ! Page #14 -------------------------------------------------------------------------- ________________ શ્લોક – ૩૩ U - परमात्मने नमः। શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી સમયસાર ( શ્લોક - ૩૩ ) अथ जीवाजीवावेकीभूतौ प्रविशतः। (શાર્દૂલવિક્રીડિત) जीवाजीवविवेकपुष्कलदृशा प्रत्याययत्पार्षदान् आसंसारनिबद्धबन्धनविधिध्वंसाद्विशुद्धं स्फुटत्। आत्माराममनन्तधाम महसाध्यक्षेण नित्योदितं धीरोदात्तमनाकुलं विलसति ज्ञानं मनो हादयत्।।३३।। હવે જીવદ્રવ્ય અને અજીવદ્રવ્ય-એ બન્ને એક થઈને રંગભૂમિમાં પ્રવેશ કરે છે. ત્યાં શરૂઆતમાં મંગળના આશયથી (કાવ્ય દ્વારા) આચાર્ય જ્ઞાનનો મહિમા કરે છે કે સર્વ વસ્તુઓને જાણનારું આ જ્ઞાન છે તે જીવ-અજીવના સર્વ સ્વાંગોને સારી રીતે પિછાણે છે. એવું (સર્વ સ્વાંગોને પિછાણનારું) સમ્યજ્ઞાન પ્રગટ થાય છે-એ અર્થરૂપ કાવ્ય કહે છે શ્લોકાર્થ- [જ્ઞાનં] જ્ઞાન છે તે [મનો વિયત્] મનને આનંદરૂપ કરતું [ વિસતિ] પ્રગટ થાય છે. કેવું છે તે? [પાર્ષવાન] જીવ-અજીવના સ્વાંગને જોનારા મહાપુરુષોને [ નીવ નીવ-વિવે-પુષ્પન-દશા ] જીવ-અજીવનો ભેદ દેખનારી અતિ ઉજ્વળ નિર્દોષ દેષ્ટિ વડે [પ્રત્યાયયત] ભિન્ન દ્રવ્યની પ્રતીતિ ઉપજાવી રહ્યું છે; [ભાસંસાર-નિવ- ઉન-વિધિ-વ્વસાત] અનાદિ સંસારથી જેમનું બંધન દેઢ બંધાયું છે એવાં જ્ઞાનાવરણાદિ કર્મોના નાશથી [ વિશુદ્ધ ]વિશુદ્ધ થયું છે, [cત]ફૂટ થયું છેજેમ ફૂલની કળી ખીલે તેમ વિકાસરૂપ છે. વળી તે કેવું છે? [માત્મ- મમ્] જેનું રમવાનું કીડાવન આત્મા જ છે અર્થાત્ જેમાં અનંત શેયોના આકાર આવીને ઝળકે છે તોપણ પોતે પોતાના સ્વરૂપમાં જ રમે છે; [ગનન્તધામ] જેનો પ્રકાશ અનંત છે; Page #15 -------------------------------------------------------------------------- ________________ PI - સમયસાર સિદ્ધિ ભાગ-૩ [ અધ્યક્ષે મદસા નિત્ય-વિનં] પ્રત્યક્ષ તેજથી જે નિત્ય ઉદયરૂપ છે. વળી કેવું છે? [ ધીરોવારમ] ધીર છે, ઉદાત્ત (ઉચ્ચ ) છે અને તેથી [સનાનં] અનાકુળ છે-સર્વ ઇચ્છાઓથી રહિત નિરાકુળ છે. (અહીં ધીર, ઉદાત્ત, અનાકુળ-એ ત્રણ વિશેષણો શાંતરૂપ નૃત્યનાં આભૂષણ જાણવાં.) એવું જ્ઞાન વિલાસ કરે છે. ભાવાર્થ-આ જ્ઞાનનો મહિમા કહ્યો. જીવ-અજીવ એક થઈ રંગભૂમિમાં પ્રવેશ કરે છે તેમને આ જ્ઞાન જ ભિન્ન જાણે છે. જેમ નૃત્યમાં કોઈ સ્વાંગ આવે તેને જે યથાર્થ જાણે તેને સ્વાંગ કરનારો નમસ્કાર કરી પોતાનું રૂપ જેવું હોય તેવું જ કરી લે છે તેવી રીતે અહીં પણ જાણવું. આવું જ્ઞાન સમ્યગ્દષ્ટિ પુરુષોને હોય છે; મિથ્યાષ્ટિ આ ભેદ જાણતા નથી. ૩૩. પ્રવચન નં. ૧૧૨ તા. ૧૯/૧૦/૭૮ ગુરુવાર આસો વદ-૩ સં. ૨૫૦૪ (શ્રી સમયસાર જીવ અધિકારની પૂર્ણતાના ૩ર કળશ પછીના પારાનું પ્રવચન છે.) સમયસાર પહેલો જીવ અધિકાર. શબ્દ છે જીવઅજીવ અધિકાર નામે પણ ખરેખર એ જીવઅધિકાર છે, જીવનું છે પણ સ્વરૂપ વાસ્તવિક શું છે એ કહ્યું. આ રીતે આ સમયપ્રાકૃત ગ્રંથમાં પહેલાં જીવઅજીવ અધિકાર બે ભેગા લીધા છે. ને આમ તો જીવ અધિકાર છે કળશ ટીકામાં આને જીવ અધિકાર લીધો છે. આ અહીંથી અજીવ અધિકાર છે. અધિકારમાં ટીકાકારે પૂર્વરંગ સ્થળ કહ્યું, સંસ્કૃતમાં છે ને, મૂળ સંસ્કૃત્તમાં આત્મખ્યાતો પૂર્વગઃ સમાસઃ સંસ્કૃત્તમાં છેલ્લો શબ્દ છે. જીવઅજીવ અધિકારમાં જીવનો પૂર્વરંગ સ્થળ જીવનું વાસ્તવિક આનંદ પૂર્ણસ્વરૂપ જ્ઞાયકભાવ, એ વાસ્તવિક જીવનું સ્વરૂપ એનું અહીંયા વર્ણન કર્યું-ટીકાકારે એમ લીધું છે ને રંગસ્થળ પામ્યા છે. પૂર્વ રંગસ્થળ સમાપ્ત ટીકાકારે અમૃતચંદ્રાચાર્ય. અહીં ટીકાકારનો એવો આશય છે કે આ ગ્રંથને અલંકારથી નાટકરૂપે વર્ણવ્યો છે. નાટકમાં પહેલાં રંગભૂમિ રચવામાં આવે છે. જોયું, આ રંગ કીધું ને? પાઠમાં છે ને અહીં સંસ્કૃત પૂર્વરંગ, રંગભૂમિ રચવામાં આવે છે જમીન. જ્યાં આગળ નાચ કરવો હોય એવી રંગભૂમિ અખાડો કહે છે ને અત્યારે “ત્યાં જોનારા નાયક અને સભા હોય છે” જોનારા નાયક સમકિતી અને સભા મિથ્યાષ્ટિની હોય છે વિગેરે. નાટક કરનારા હોય છે ત્રીજા, જેઓ અનેક સ્વાંગ ધારે છે તથા શૃંગારાદિક આઠ રસનું રૂપ વર્ણવે છે. શુંગાર (આદિ) આઠ રસ છે ને એનું વર્ણન નાટકમાં આવે છે. ત્યાં શૃંગાર, હાસ્ય, રૌદ્ર, કરૂણા, વીર, ભયાનક, બિભત્સ અને અભૂત એ આઠ રસ છે એ લૌકિક રસ છે. બાકી તો ઉતાર્યા છે આઠ બનારસીદાસે લોકોત્તરમાં ઉતાર્યા છે પણ અહીં આ લૌકિકમાં અહીં શાંત રસ સિદ્ધ કરવો છે. શાંત શાંત શાંત એ અપેક્ષાએ લૌકિક છે, નાટકમાં તેમનો જ અધિકાર છે, નવમો શાંત રસ એ અલૌકિક છે. વીતરાગભાવ એવો શાંત રસ આત્માનો, એ અલૌકિક છે, જે શાંત સ્વભાવ જે ત્રિકાળી ભગવાન આત્મા જિનબિંબ, શાંતબિંબ એનો આશ્રય લઈને પરિણમનમાં શાંત-શાંત અકષાય સ્વભાવ વીતરાગ પરિણમન એને અહીંયા શાંતરસ કહે છે, એ શાંતરસ એ આનંદરસ એ સ્વરૂપરસ, એ અભૂતરસ એને પછી અનેક પ્રકારે ઉતાર્યા છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ શ્લોક – ૩૩ તે અલૌકિક છે નૃત્યમાં તેનો અધિકાર નથી, નાટકના અધિકારમાં શાંતરસનો અધિકાર નથી. નાટક હોય છે ને? ઘણાં જોયા છે ને નાટક અમે નાની ઉંમરમાં એમાં પહેલો નારદ આવે નારદ, નાટકમાં “બ્રહ્મા સુત હું નારદ કહાવું, જ્યાં હોય સંપ ત્યાં કુસંપ કરાવું” એવું આવે મોઢા આગળ. પાટણીજી! નાટકેય જોયા છે બધુ ઘણું દુકાનના ધંધા હતા તે વેપાર કરવા જતા માલ લેવા, રાત્રે નવરાશ હોય નાટકમાં જઈએ પણ એ વખતે એ વૈરાગ્યના નાટક હતા હોં. આ નારદ આવે આમ કરીને જ્યાં કુસંપ હોય ત્યાં સંપ કરાવું એવો હું નારદ છું એમ કહે છે. અહીં તો જ્યાં સંપ હોય એનો નાશ કરાવીને શાંત રસ પ્રગટ કરાવું. આહાહા! એવો આમાં અધિકાર છે. આ રસોના સ્થાયીભાવ એ રસોની વ્યાખ્યા છે, સાત્વિક ભાવ. અનુભાવીક ભાવ, વ્યભિચારી ભાવ અને તેમની દૃષ્ટિ આદિનું વર્ણન રસ ગ્રંથમાં છે ત્યાંથી જાણવું, અહીં એનું કામ નથી. સામાન્યપણે રસનું એ સ્વરૂપ છે, કે જ્ઞાનમાં જે શેય આવ્યું, હવે આ રસ છે, જ્ઞાનમાં જે શેય આવ્યું, ભગવાન જ્ઞાનસ્વરૂપ છે, એમાં જે કાંઈ શેય આવ્યું, સમુચ્ચય વાત છે, તેમાં જ્ઞાન તદાકાર થયું, તેમાં પુરુષનો ભાવ લીન થઈ જાય, અને અન્ય ઈચ્છા ન રહે તે રસ છે. એ સમુચ્ચયની વાત છે આઠેય રસની. શૃંગારરસ આદિ હોય પણ જે જ્ઞાનમાં એ આવ્યું અને તેમાં લીન થઈ ગયો અને બીજા ભાવની ઈચ્છા ન રહી એનું નામ અહીંયા રસ કહેવામાં આવે છે. આઠ રસનું રૂપ નૃત્યમાં નૃત્ય કરનારા બતાવે છે. અહીં તેનું વર્ણન કરતાં કવીશ્વર જ્યારે અન્ય રસને અન્ય રસની સમાન કરીને પણ વર્ણન કરે છે ત્યારે અન્ય રસનો અન્ય રસ અંગભૂત થવાથી તથા અન્ય ભાવ રસોનો અંગ હોવાથી રસવત-રસવત આદિ અલંકારથી તેને નૃત્યના રૂપે વર્ણવવામાં આવે છે. આંહી પ્રથમ રંગભૂમિ સ્થળ (કહ્યું,) ત્યાં જોનારા તો સમ્યગ્દષ્ટિ પુરુષ છે. જીવ અને અજીવમાં જીવનું વાસ્તવિક સ્વરૂપ જ્ઞાતાદેષ્ટા કહ્યું, ક્રમબદ્ધમાં એ આવ્યું ને? ક્રમબદ્ધ, દરેક જીવની પર્યાય ક્રમબદ્ધ છે. જે સમયે જે થાય તે તે સમયે ક્રમબધ્ધ (થાય) તેને ક્રમમાં. હવે ત્યાં પણ વર્ણન કર્યું ક્રમબદ્ધમાં અકર્તાપણાનું. અકર્તા જે કાંઈ થાય તે કાર્યનો કર્તા નહીં. ત્યારે એનો અર્થ ઈ થયો કે જ્ઞાતાદેષ્ટા થયો. ક્રમબદ્ધની પર્યાયમાં જ્ઞાતાદેષ્ટા, કેમ કે કોઈપણ વાક્ય વીતરાગનું છે, તેનું તાત્પર્ય તો વીતરાગતા છે, તો ક્રમબદ્ધમાં તાત્પર્ય વીતરાગતા છે, ક્રમબદ્ધનો નિર્ણય જ્યાં થાય છે ત્યાં જ્ઞાતાદેષ્ટા થઈ જાય છે, આવી વાત છે. અને જ્ઞાતાદેષ્ટા થતાં, જે શાસ્ત્રનું તાત્પર્ય વીતરાગતા તે ત્યાં પ્રગટ થાય છે. અને તે વીતરાગતા પ્રગટ થાય તે પહેલેથી આવી ગયું કે એ સ્વ ત્રિકાળી દ્રવ્ય છે તેને આશ્રયે થાય. એટલે ક્રમબદ્ધના નિર્ણયમાં પણ જ્ઞાતાનો નિર્ણય થવો તે તેનું તાત્પર્ય છે. આહાહાહા ! આવી વાત છે. એ અહીં કહે છે. જોનારા સમ્યગ્દષ્ટિ પુરુષ છે જ્ઞાતાદેષ્ટા છે એમ કહે છે. સ્વાંગ અનેક પ્રકારના આવે પણ જોનારા સમ્યગ્દષ્ટિ તેને જાણનાર દેખનાર તરીકે દેખે જાણે છે. અજીવનો રંગસ્થળ આવે, કર્તાકર્મનો આવે, પણ તેમાં એણે એ બધામાંથી જાણનાર દેખનાર એવા ભાવને જાણે છે. સમ્યગ્દષ્ટિ ગમે તેવા પ્રસંગમાં હો, ગમે તેવા કર્તા કર્મ, અજીવ આદિ આસવ બંધ આદિ કાળમાં હો. એ પોતે જ્ઞાતાદેષ્ટા તરીકે સમ્યગ્દષ્ટિ તે સ્વાંગને જાણે છે. બંધના સ્વાંગને પણ જાણે, મોક્ષના સ્વાંગને પણ જાણે. જોનારા સમ્યગ્દષ્ટિ છે. ઓહોહો ! ત્યાં સમ્યગ્દષ્ટિ પુરુષ જોનારા છે. Page #17 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ ભાગ-૩ એટલે કે જે કોઈપણ સ્વાંગ અજીવનો હોય, આસ્રવનો, બંધનો, મોક્ષનો હોય તેને તો ધર્મી સમ્યગ્દષ્ટિ જીવ, રાગાદિનો ભાવ આવે પણ સમ્યગ્દષ્ટિ જીવ તેને જોનાર છે. એ જોનાર છે તે જ ખરેખર નાયક છે. સમજાણું પહેલાં કહ્યું હતું ને જોનારા નાયક, છે ને પહેલાં? અને સભા છે મિથ્યાષ્ટિની, હેં? છે ને એમાં આવી ગયું! અહીં આવી ગયું જુઓને, તેમજ બીજા મિથ્યાષ્ટિ પુરુષોની સભા છે, ત્યાં સભા શબ્દ લીધો'તો ને પહેલો એનો અહીં ખુલાસો કરી નાખ્યો. પહેલાં હતું ને જોનારા નાયક અને સભા હોય બે વાત. એ જોનારા સમ્યગ્દષ્ટિ એમ ન્યાં ખુલાસો કર્યો. ભાઈ હિંમતભાઈ ! જોનારા નાયક અને સભા. એનો અહીંયા ખુલાસો કર્યો, કે જોનારા સમ્યગ્દષ્ટિ અને સભા મિથ્યાદેષ્ટિની, તેમને બતાવે છે. સમ્યગ્દષ્ટિ વાસ્તવિક સ્વાંગના જોનારા ને દેખનારા છે, એ મિથ્યાષ્ટિની સભા છે તેને બતાવે છે. તેથી લીધું હતું ને અપ્રતિબુદ્ધ શિષ્યને ગુરુ સમજાવે છે. અહીં સમ્યગ્દષ્ટિ જીવ લીધો છે, શરૂઆતથી વાત લીધી છે. નૃત્ય કરનારા જીવઅજીવ પદાર્થ છે જીવ અને અજીવ બે,-બે નૃત્ય કરનારા, બદલનારા-પરિણમનારા પોતપોતાની અવસ્થાએ ત્યાં પરિણમનારા ત્યાં બે પદાર્થ છે. અને બંનેનું એકરૂપ. એવો સ્વાંગ આવે છે. જીવમાં પણ રાગ અને શરીર એનાં ભેગાં એવો સ્વાંગ આવે છે. કર્તા-કર્મપણું. પર કાર્ય અને જીવ કર્તા, રાગ કાર્ય અને જીવ કર્તા એવો સ્વાંગ આવે છે. આદિ તેમના સ્વાંગ છે તેમાં તેઓ પરસ્પર અનેકરૂપ થાય છે. આઠ રસરૂપ થઈ પરિણમે છે તે નૃત્ય છે. ત્યાં સમ્યગ્દષ્ટિ જોનાર જીવઅજીવના ભિન્ન સ્વરૂપને જાણે છે. આ વાત છે આંહી. ભલે કહે છે કર્તા કર્મનો સ્વાંગ આવે, રાગ કાર્ય અને આત્મા કર્તા એવો સ્વાંગ આવે છે. જીવની સાથે રાગનો–અજીવના સંબંધનો સ્વાંગ આવે બેને જુદા જાણે છે, ધર્મી જીવ, સમ્યગ્દષ્ટિ જીવ, ભિન્ન સ્વરૂપને જાણે છે. આંહી વજન અહીં છે. રાગ સમ્યગ્દષ્ટિને પણ આવે, આવ આવે પણ તે સ્વાંગને આત્માથી ભિન્ન જાણે છે. સમજાણું કાંઈ? તે તો આ સર્વ સ્વાંગોને કર્મકૃત જાણી અજીવપણું અંદર આ દેખાય, રાગ દેખાય, એ બધું કર્મકૃત જાણી શાંત રસમાં મગ્ન છે. ચાહે તો જીવમાં રાગ આવે, દ્વેષ આવે, વિષયની વાસના આવે, દયા દાનનાં વિકલ્પ આવે તેને સમ્યગ્દષ્ટિ જીવ શાંતરસમાં રહીને જાણે છે. ભારે નાટકની ઉપમાથી કહ્યું ને? રંગભૂમિ સ્થળ કહ્યું. એ સ્વાંગોને કર્મકૃત જાણી શાંતરસમાં મગ્ન છે. રાગાદિ દયા, દાન ને કામક્રોધનાં વિકલ્પો આવે, પણ તે બધો કર્મકૃત સ્વાંગ છે, મારો સ્વાંગ નહીં. હું તો જ્ઞાયક સ્વરૂપ છું. એવી એકાગ્રતામાં શાંત રસમાં રહી અને કર્મકૃત ભાવોને જાણે છે. આવી વાત છે. અજબ છે વાતું. જ્યાં હોય રાગ અને દ્રષના ભાવ એવા સ્વાંગને પણ સમકિતી, કર્મકૃત જાણીને, રાગને તે કર્મકૃત છે એમ જાણીને, પણ રહે છે શેમાં? એ પોતાની શ્રદ્ધા, જ્ઞાન અને શાંતિમાં, આવી વાત છે. “સર્વ સ્વાંગોને કર્મકૃત જાણી શાંત રસમાં જ મગ્ન છે” ભગવાન આત્મા આનંદ ને શાંત રસનો પિંડ પ્રભુ એકલો જ્ઞાયક ને આનંદ એવો ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદ, એનું જેને સમ્યક પ્રત્તીત ભાન થયું અનુભવમાં, એ જીવ તો રાગાદિ આવે કર્મકૃત આવે અજીવનો સંયોગ દેખાય એ રાગ એ ખરેખર તો અજીવ છે, આત્માનું સ્વરૂપ વર્ણવ્યું. ને હવે વર્ણવશે કે આ આમાં નથી, આ આમાં નથી, અજીવ નથી, રાગ નથી, શરીર નથી, વાણી નથી, ગુણસ્થાન નથી, માર્ગણા સ્થાન નથી, એમ એ અજીવનું વર્ણન, જીવમાં આ નથી, એમ કરીને એનું વર્ણન કરશે. આહાહાહા! Page #18 -------------------------------------------------------------------------- ________________ શ્લોક – ૩૩ પહેલાં જીવનું વર્ણન કરતાં એમ કહ્યું ભગવાન આત્મા જ્ઞાયક છે, આનંદ છે, શાંત છે, વીતરાગ છે એવું એનું સ્વરૂપ છે, એમ કરીને જીવની વિધિથી વાત કરી. હવે નિષેધથી (વાત) કરશે કે ભગવાન આત્મામાં રાગ નથી, માર્ગણાસ્થાન નથી, ગુણસ્થાન નથી, વિકાર એના સ્વરૂપમાં નથી, એમ જીવ સ્વરૂપ ભગવાન આત્મા એમાં આ નથી એમ વર્ણવીને એનો નિષેધ કરશે. આહાહાહા! મિથ્યાષ્ટિ જીવ મિથ્યાષ્ટિ, જીવઅજીવનો ભેદ નથી જાણતા. શરીર જડ છે, અંદર દયા દાનના રાગ આવે હિંસા, જૂઠું, વિષયનો રાગ આવે, એ ખરેખર તો અચેતન જડ છે, એમ મિથ્યાષ્ટિ જાણતા નથી. એ તો એમ જાણે છે કે આ રાગ મારો છે, પુણ્યના ભાવ મારા છે. શરીર મારું છે એમ મિથ્યાષ્ટિ જીવ ને અજીવનો ભેદ જાણતા નથી. બેયને અભેદ તરીકે માને છે. આહાહાહા ! આકરી વાતું આવી બહુ. ધર્મ એવી ચીજ ઝીણી છે, કે જ્યાં આત્મા જ્ઞાયક સ્વરૂપ એવું જ્યાં ભાન થયું, પછી એને પર્યાયમાં રાગાદિ આવે, અજીવનો સંયોગ ચક્રવર્તીના પદ જેવોય આવે પણ એ બધાને પોતાના જ્ઞાન સ્વભાવમાં રહી એટલે શાંત રસમાં રહી જાણે. “મિથ્યાષ્ટિ જીવ અજીવનો ભેદ નથી જાણતા” અજ્ઞાની, જ્ઞાયક ભાવમાં રાગ છે એ મારો છે એમ અજ્ઞાની માને છે. એ આવી ગયું ને આપણે, એ ભાવકનો ભાવ છે, સ્વભાવનો એ ભાવ નથી. પર્યાયમાં થાય પણ એ સ્વભાવભાવ નથી, શુભ અશુભ રાગ એ કર્મકૃત છે, એમ આવ્યુંને અહીંયા ત્યાં ભાવકનો ભાવ છે એમ આવ્યું હતું. એમ ધર્મી જીવ એમ જાણે છે કે મારો તો સ્વભાવ જાણનાર શાંત રસમાં રહેવું એ છે. એ રાગાદિ ભાવ અજીવ છે, એ મારી ચીજ નથી. મિથ્યાષ્ટિ એ અજીવકૃત ભાવને પોતાનો માની, મિથ્યાષ્ટિપણાને અશાંત સ્વભાવને સેવે છે. આહાહાહા ! “જેથી તે સ્વાંગોને સાચા જાણી એમાં લીન થઈ જાય છે. ભગવાન આત્મા જ્ઞાયક ચૈતન્યજયોત સ્વરૂપ પ્રભુ એમાં રાગ અને પુણ્યઆદિ પાપના ભાવ આવતાં અજ્ઞાની મારાં છે એમ લીન થઈ જાય છે એમાં. આવો ફેર છે. અજ્ઞાનીને એ વિષયવાસના મારી છે અને મને મજા પડે છે એમ અજ્ઞાની માને છે. જ્ઞાનીને એ રાગ આવે તેને પૃથક જાણી જ્ઞાનનું સ્વરૂપ મારું ભિન્ન પૃથક છે, એમાં જ્ઞાનમાં રહીને એને જાણે છે, અજ્ઞાની રાગ માં રહીને રાગ મારો છે એમ જાણે છે. આવું છે. ધર્મનું સ્વરૂપ ઝીણું બહુ બાપુ. આહાહાહા ! આંહી તો સમ્યગ્દષ્ટિ અને મિથ્યાષ્ટિ બે નો અંતરો બતાવ્યો છે. સમ્યગ્દષ્ટિ જીવ પોતાના સ્વરૂપને, જાણન દેખન આનંદસ્વરૂપ જાણતો પોતાની શાંતિની પર્યાયમાં રહે છે. અજ્ઞાની એ રાગાદિને મારો સ્વાંગ છે, મારું સ્વરૂપ છે એમ માનીને મિથ્યાષ્ટિના આકુળતાના અશાંત ભાવમાં તે રહે છે. તેમને રાગાદિ પુણ્યાદિ શરીરાદિનો સ્વાંગ એ અજીવ છે, એ ભગવાન આત્માનો પહેરવેશ નથી, એનો એ ભેખ નથી. એમ જ્ઞાની જાણતો “અજ્ઞાનીને એ બતાવે છે” “તેમને સમ્યગ્દષ્ટિ યથાર્થ સ્વરૂપ બતાવી” જોયું અહીં તો સમ્યગ્દષ્ટિથી જ વાત શરૂ કરી. આહાહાહા ! જે કોઈ આત્મામાં અતીન્દ્રિય આનંદ અને અતીન્દ્રિય જ્ઞાનાદિ ગુણનો પિંડ પ્રભુ. એમાં જેનું પોતાનું સ્વરૂપ છે એમ અનુભવ્યું છે અને રાગાદિ ભાવ તે મારા સ્વરૂપમાં નથી એમ જે Page #19 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ ભાગ-૩ ધર્મી સમ્યગ્દષ્ટિએ જાણ્યું છે, એ પોતે પરને જાણતો પોતામાં રહેતો, શાંત રસમાં રહે છે. અજ્ઞાની એ સ્વાંગને પોતાના માની અને મિથ્યાષ્ટિ (થતો ) એટલે અશાંતિમાં રહે છે. તેમને સમ્યગ્દષ્ટિ યથાર્થ સ્વરૂપ બતાવી તેમનો ભ્રમ મટાડી, આહાહાહા ! (શ્રોતા- સમ્યગ્દષ્ટિથી ભ્રમ જાય?) એ તો આમ શૈલી લીધી છે એને બતાવનાર કોણ? કે આ, એમ. અજ્ઞાની એ રાગ અને અજીવ શરીર કર્મ આદિ આત્માના ચૈતન્યના સ્વાંગ માને છે એને જ્ઞાની સમજાવે છે. ભાઈ ! તારો સ્વાંગ એ નહીં, તારો સ્વાંગ તો આનંદ અને શાંતિ પ્રગટે, તે તારો સ્વાંગ છે. રાગ અને પુણ્યના પરિણામ અને શરીર ને કર્મનો યોગ એ બધું તારું સ્વરૂપ નહીં, એ તારામાં નહીં, તું તેમાં નહીં, આ તો અંતરની ધીરી વાતો છે ભાઈ. તેને સમ્યગ્દષ્ટિ યથાર્થ સ્વરૂપ બતાવી, તેમનો ભ્રમ મટાડી, શાંતરસમાં તેમને લીન કરી, ૩૮ ગાથામાં એ આવ્યું”ને અજ્ઞાની હતો એને ગુરુએ સમજાવ્યો ત્યારે એ સમજી ગયો અને સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર થયું સમ્યગ્દષ્ટિ. તેની સૂચનારૂપે રંગભૂમિના અંતમાં આચાર્યો મન્ત, આ શ્લોક રચ્યો. આહાહાહા ! સમ્યગ્દષ્ટિ બતાવે છે ત્યારે કહે છે કે અરે ! જીવો આવો જે આનંદનો સાગર ભગવાન, ત્યાં જઈને ત્યાં રમને ત્યાં આવી જા ને અંદરમાં. સર્વ જીવો આવી જાવને પ્રભુ એમ કહે છે, ભલે ત્યાં ભવ્ય લીધા છે ટીકામાં, અધ્યાત્મ તરંગિણીમાં ભવ્ય લીધા છે, સમસ્ત જીવમાં. આ આત્મા અતીન્દ્રિય આનંદનો સાગર પ્રભુ, અતીન્દ્રિય આનંદનો નાથ, અતીન્દ્રિય શાંત સ્વરૂપ ત્યાં સર્વ જીવો આવી જાવને અંદર, એમ કહે છે. જુઓ! આ અધિકાર પૂર્ણનો અધિકાર આ. જીવના અધિકારની પૂર્ણતા અને બીજાને સમજાવીને પણ એને પૂર્ણ અધિકાર થયો જીવનો. ત્યારે એ અધિકાર સમાપ્ત થાય છે. સમજાણું કાંઈ? જીવનો અધિકાર એટલે એ રાગ ને પુણ્ય ને શરીર એ એનો અધિકાર નથી, એ એનો સ્વામી નથી એ એના અધિકારમાં નથી. એના અધિકારમાં તો જ્ઞાન દર્શન આનંદ અને શાંતિ એ એના અધિકારના તાબામાં છે. એ અધિકાર જે સમજતા નથી! જીવનો જે સ્વરૂપનો અધિકાર છે તેને તે જાણતા નથી અને અધિકાર બહારના ભાવને એ પોતાના જીવના અધિકારમાં માને છે. એને સમ્યગ્દષ્ટિ કહે છે. ભગવંત તારો સ્વાંગ એ રાગ ને પુણ્ય ને શરીર એ તારો સ્વાંગ નહીં. તું તો જાણક સ્વભાવી આનંદ સ્વભાવી એની પર્યાયમાં પણ જાણક અને શાંતરસ આવે એ તારું સ્વરૂપ છે. એમ કહીને ઓલો સમજી જાય છે. (એ) એમ કહે છે. અહીંયા તો આડત્રીસમાં પણ એ લીધું ને ? આહાહાહા ! લીન કરી, જોયું તેમને લીન કરી નાખે છે. કરે છે એટલે શું? લીન થાય છે. ભારે મારગ ભાઈ, ધર્મ એ કોઈ દયા દાન વ્રતના પરિણામ એ કોઈ ધર્મ નથી. (શ્રોતા – એ ક્યાં લખ્યું છે?) એ આમાં આ લખ્યું ને અજીવ, એ અજીવનો સ્વાંગ છે. એ હવે કહેશે. ભગવાન આત્માના સ્વાંગમાં એ ન આવે જ્ઞાયક સ્વરૂપ માં (શ્રોતા - પર્યાયમાં આવે ને?) પર્યાયનો સ્વાંગ એ એનો નહીં, દ્રવ્યનો સ્વભાવ જેણે જાણ્યો એણે, રાગ સ્વાંગ મારો પર્યાયમાં એ પણ મારો સ્વાંગ (છે એમ) નહીં. આહાહાહા ! શાંત રસમાં તેમને લીન કરી” એને ઉપદેશ આપ્યો એ અપેક્ષાએ આમ બાકી લીન તો એ પોતે થાય છે. ભાષા તો એમ (આવે ને) શાંત રસમાં તેમને લીન કરી, શાંત રસમાં તેમને Page #20 -------------------------------------------------------------------------- ________________ શ્લોક – ૩૩ ૭ લીન કરી, સમ્યગ્દષ્ટિ બનાવે છે. ભાષા એવી છે ને ? નિમિત્તથી કથન છે. એટલે કે જે આત્મા આનંદનો નાથ પ્રભુ એવું જેને બતાવ્યું, એ જાણનાર આનંદના નાથમાં સમાઈ જાય છે અંદર, રાગથી ખસીને સ્વરૂપમાં આવી જાય છે એને સમકિતીએ જણાવ્યું હતું માટે એને સમકિત બનાવ્યું એને લીન કર્યો. આહાહાહા ! સમજાણું કાંઈ ? વાતું આવી છે બહુ ભાઈ. “મજ્જન્તુ” ઇત્યાદિ શ્લોક કીધું ને ? અરે ભગવંત ! ચૈતન્ય સ્વરૂપ આત્મા શુદ્ધ ચૈતન્ય જ્યાં જાગૃત થયો તો કહે છે કે હે જીવો તમો ત્યાં આવીને ન્હાવને–સ્નાન કરો ને. અંદર ડૂબકી મારો ને. ભગવાન આત્મા આનંદનો નાથ પ્રભુ, જગતના જીવોને સમ્યગ્દષ્ટિ કહે છે, અહીંયા આચાર્ય કહેતા હતા પણ અહીં આટલું લીધું છે, કે પુણ્ય ને પાપના ભાવ ને અજીવના પ્રેમમાં ,કે પડયો પ્રભુ તું એ તારું સ્વરૂપ નહીં, એ તો દુઃખનું સ્વરૂપ, એ તો અજીવનું સ્વરૂપ. આ બાજુમાં ભગવાન આનંદનો નાથ એ અતીન્દ્રિય આનંદનું જ્ઞાન કરીને ત્યાં ઠને, રાગમાં ઠરવું છોડી દે ને પ્રભુ. એમ સમ્યગ્દષ્ટિ બીજાને આ પ્રમાણે બોધ આપીને લીન કરે છે, એમ કહે છે ને ? સમ્યગ્દષ્ટિ બનાવે છે. ઓલો બન્યો એટલે આને બનાવે છે એમ કહેવામાં આવે છે. આહાહા ! આમાં શું કરવું હાથ આવે નહીં બહા૨નું કાંઈ કરવાનું હાથ આવે નહીં આમાં. વ્રત પાળવા કે “ઈચ્છામિ પડિકકમણું ઈરિયા વહિયા ગમણા ગમણે” એ તો બધો વિકલ્પ રાગ છે. એ વિકલ્પ છે એ “ઈચ્છામિ અને તસ્સ ઊતરી ને લોગસ્સનો ” વિકલ્પ કરે છે એ રાગ છે પ્રભુ તને ખબર નથી. એ રાગ એ તારી ચૈતન્યની જાત નથી, એ કજાત છે એટલે એ અજીવ છે. એમાંથી ખસી અને ચૈતન્ય ભગવાન જ્ઞાન ને આનંદ સ્વરૂપ (છે) ત્યાં જા તને શાંતિ મળશે અને અશાંતિ ટળશે. આવું સ્વરૂપ છે. અજાણ્યા માણસને તો એવું લાગે આ શું કહે છે. એ ધર્મની રીતું બાપા, અલૌકિક છે અલૌકિક. આંહી તો કરે છે ને, બનાવે છે, એમ ભાષા, તેની સૂચનારૂપે રંગભૂમિના અંતમાં મજ્જન્તુ ઇત્યાદિ શ્લોક રચ્યો તે. હવે જીવ અજીવનો સ્વાંગ વર્ણવશે તેની સૂચનારૂપે છે, એવો આશય સૂચિત થાય છે. આ રીતે અહીં સુધી તો રંગભૂમિનું વર્ણન કર્યું, રંગ પહેલી ભૂમિ જીવ એનું વર્ણન કર્યુ. આહાહાહા ! ' નૃત્યકુતુહલ તત્ત્વકો મરિયવિ દેખો ધાય નિજાનંદ ૨સમેં છકી, આન સબૈ છિટકાય. નૃત્યના કુતુહલનાં રાગ વિકાર આદિ તત્ત્વોને મરિયવિ મહાકષ્ટને પુરૂષાર્થથી પણ દેખો. મરીને પણ દેખો. રાગને મારી નાખીને, પુરૂષાર્થ કરો, પુરૂષાર્થ, કહે છે. કુતુહલનો નાચ રાગ અને વિકા૨ને એવા તત્ત્વોને “મરિયવિ” મારી નાખીને દેખો, નાશ કરીને દેખો. નિજાનંદ રસમેં છકો આત્મા નિજાનંદ પ્રભુ, સર્વજ્ઞ પરમેશ્વર જિનેશ્વરે કહ્યો એ આ આત્મા નિજાનંદ, નિજ આનંદ સ્વરૂપ પ્રભુ. નિજાનંદ રસમેં છકો, રાગના રસને છોડી દે પ્રભુ, મારી નાખ એને રાગને. જીવતા જીવને જીવતો જો. ચૈતન્ય જીવનથી જીવતો ભગવાન એને જોઈને રાગને મારી નાખીને જો. નિજાનંદ રસમેં છકો, હે પ્રભુ, આત્મા નિજાનંદ આત્મામાં અતીન્દ્રિય આનંદ છે, એમાં છકો, ત્યાં છેલ, રમત કરો. નિજાનંદ રસમેં છકો, ટૂંકી ભાષા. નિજાનંદ પ્રભુ અતીન્દ્રિય આનંદનો સાગર આત્મા. ભગવાન સંતો ને જ્ઞાની ને સમકિતી ને કેવળી બધું આ કહે છે. નિજાનંદ રસમેં છકો બહુ ટૂંકું પણ બહુ ઉચું ૫૨મ સત્ય. Page #21 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ ભાગ-૩ ભગવાન રાગ ને પુણ્ય ને પાપના ભાવ એ દયા, દાન વ્રત ભક્તિના ભાવ પણ રાગ છે, એ દુઃખ છે, આકુળતા છે, એ રસમાં તને રસ આવે છે (તે ) છોડી દે. નિજાનંદ પ્રભુ આત્મા ભગવાન તીર્થંકર સર્વજ્ઞદેવે જે જોઈને અનુભવીને પૂર્ણ કર્યો “તે આત્મા તું” નિજાનંદ રસમેં પોતાનો રસેય લીધો ભેગો. શાંત રસ નિજાનંદ ૨સમેં છકો એટલે શાંત રસમાં રહો, છકો, એમાં ભરપૂર થઈ જાવ. છકી જાવ ભાષા તો બહુ, વસ્તુ તો વસ્તુ કાંઈ બીજી છે બાપા ભાષામાં કંઈ. “નિજાનંદ ૨સમેં છકો ” લીન થાવ “આન સબૈ છિટકાય” અનેરું વિકલ્પ આદિ દયા દાન રાગ આદિના વિકલ્પો એને છોડી દે. આન અનેરું સબૈ છિટકાય, અનેરું સબૈ છિટકાય, ચાહે તો ભગવાનની ભક્તિનો રાગ હો, નમો અરિહંતાણંનો વિકલ્પ હો પણ એ રાગ છે પ્રભુ. એને છોડી, “સર્વ છોડી દઈને ” નિજાનંદ રસમાં છકી જાવ એમાં લીન થાવ. શું ભાષા ટૂંકી. આ પ્રમાણે જીવ અજીવ અધિકા૨માં એણે એવું લીધું છે, એકલો જીવ અધિકા૨ ને એકલો અજીવ એમ નહીં. જીવ અજીવ અધિકા૨ બેય સ્વરૂપ ભેગા કર્યા છે. પૂર્વરંગ સમાપ્ત થયો. પૂર્વરંગ જીવનો રંગ સ્વાંગ પૂરો કર્યો ત્યાં. શ્લોક – ૩૩ ઉપ૨નું પ્રવચન હવે જીવ દ્રવ્ય ને અજીવ દ્રવ્ય એ બંને એક થઈને અખાડામાં રંગભૂમિમાં પ્રવેશ કરે છે. ત્યાં શરૂઆતમાં મંગળના આશયથી આચાર્ય, જ્ઞાનનો મહિમા કરે છે. જ્ઞાન એટલે આત્મ સ્વભાવ જ્ઞાન સ્વભાવ તેનો મહિમા કરે છે. સર્વ વસ્તુઓને જાણનારું આ જ્ઞાન છે. ભગવાન આત્માનું જ્ઞાન સ્વને જાણે દ્રવ્યનેય જાણે ગુણનેય જાણે પર્યાયને જાણે રાગનેય જાણે, ને ભિન્ન અજીવનેય જાણે, એ જાણનારું એ જ્ઞાન છે. એ સર્વ સ્વાંગોને સારી રીતે પિછાણે છે. એવું સર્વ સ્વાંગોને પિછાણનારું સમ્યગ્નાન પ્રગટ થાય છે. એ કળશ કહે છે લ્યો. जीवाजीवविवेकपुष्कलदृशा प्रत्याययत्पार्षदान् आसंसारनिबद्धबन्धनविधिध्वंसाद्विशुद्धं स्फुटत् । आत्माराममनन्तधाम महसाध्यक्षेण नित्योदितं धीरोदात्तमनाकुलं विलसति ज्ञानं मनो ह्रादयत् ।।३३।। જ્ઞાન કેવું પ્રગટ થાય છે કે આનંદ લેતું જ પ્રગટ થાય છે. આનંદ અને જ્ઞાન મુખ્ય બે વર્ણન બતાવ્યા છે. જ્ઞાન એટલે જીવ, શુદ્ધ જીવદ્રવ્ય સ્વરૂપ, તે મનને આનંદરૂપ કરતું. અહીં જ્ઞાન કીધુંને એટલે કરતું જીવને આત્મસ્વભાવ તેને મનને એટલે આત્માને આનંદરૂપ કરતું પ્રગટ થાય છે. જ્ઞાન તો એને કહીએ અને જ્ઞાન પ્રગટ થતાં તેને આનંદ ભેગો હોય તેને જ્ઞાન કહીએ. આહાહાહા ! આવી મોટી શ૨તું છે. મનો દાવયર્ છે ને મનને આનંદરૂપ કરતું, મનને એટલે મૂળ આત્માને પર્યાયમાં મનને આનંદરૂપ કરતું જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મા, પ્રગટ થાય છે. કેવું છે તે ? ‘પાર્ષદાન’ જીવ અજીવના સ્વાંગને જોનારા, ‘પાર્ષદાન’ છે ને ? જીવ અજીવના સ્વાંગને જોનારા મહાપુરુષો પાર્ષદાનની વ્યાખ્યા આટલી. પાર્ષદાન એટલે મહાપુરુષ, ગણધરાદિ, છે ઓલામાં ગણધ૨ અર્થ Page #22 -------------------------------------------------------------------------- ________________ શ્લોક – ૩૩ કર્યો છે. પાર્ષદાન જીવ અજીવના સ્વાંગને જોનારા ગણધરો આદિ મહાપુરુષો “જીવ અજીવ વિવેક પુષ્કળ દશા” જીવ અજીવનો ભેદ દેખનારી, અતિ ઉજ્જવળ નિર્દોષ દષ્ટિ વડે. આહાહાહા ! ભગવાન ચૈતન્ય સ્વરૂપ એ જ્ઞાન અને આનંદ સ્વરૂપ છે, એમ બતાવતું અને રાગાદિ શરીરાદિ અજીવ સ્વરૂપ છે એમ જ્ઞાન બતાવતું, ભેદ દેખનારી અતિ ઉજ્જવળ નિર્દોષ દષ્ટિ વડે. ચૈતન્ય સ્વભાવની જ્યાં દષ્ટિ થઈ ઉજ્જવળ દૃષ્ટિ થઈ, નિર્મળ થઈ. નિજ નિધાનને જોવાની જે દૃષ્ટિ, એ ઉજ્જવળ છે. નિર્દોષ દૃષ્ટિ વડે “પ્રત્યાયત” ભિન્ન દ્રવ્યની પ્રતીતિ ઉપજાવી રહ્યું છે. એ જ્યાં જ્ઞાન અંદરથી રાગથી ભિન્ન પડીને (સમ્યક) થયું તે આત્માને ભિન્ન દ્રવ્યની પ્રતીતિ ઉપજાવી રહ્યું છે. રાગ ને શરીરથી ભગવાન ભિન્ન છે તેમ એ જ્ઞાન બતાવી રહ્યું છે. આહાહાહા ! આસંસાર નિબદ્ધ, બંધન, વિધિધ્વસાત” આ સંસાર એટલે અનાદિ સંસાર એમ ‘આ’ છે ને? અનાદિ સંસાર જેમનું બંધન દઢ બંધાયું છે, જ્ઞાનાવરણી આદિ કર્મ અને ભાવકર્મ જ્ઞાનાવરણાદિ કર્મોના નાશથી, ભાવકર્મને દ્રવ્યકર્મના નાશથી, ભગવાન આત્મા આઠેય કર્મથી રહિત અને આઠેય કર્મના નિમિત્તથી થતા ભાવોથી પણ રહિત, એવા શુદ્ધ સ્વભાવને પ્રગટ કરતું જ્ઞાન આનંદ સહિત પ્રગટ થાય છે. ભલે અહીંયા નીચે હો, પણ એ આઠ કર્મ ને ભાવથી ભિન્ન જ છે એ. જેનો જ્ઞાયક સ્વભાવ આનંદ સ્વભાવ, દ્રવ્ય સ્વભાવ એ તો આઠ કર્મથી અને કર્મના નિમિત્તના ભાવકભાવથી અત્યારે ભિન્ન છે. આઠ કર્મ રહિત થઈ જાય ત્યારે સિદ્ધ થાય એ તો વળી પર્યાયની વાત છે. આહાહાહા! આઠેય કર્મનું અજીવપણું એ જીવદ્રવ્યના સ્વભાવમાં તેનો અભાવ છે. એ આઠેય કર્મથી ભિન્ન ભગવાન અને તેના નિમિત્તે થતા વિપરીત ભાવ, તેનાથી ભિન્ન, તેને નાશ કરતું વિધિ એટલે કર્મ “નિબદ્ધ બંધન વિધિ ધ્વસાત”એ આઠ કર્મ અને તેના નિમિત્તે થતા વિકારી ભાવો દ્રવ્યકર્મ, નોકર્મ અને ભાવકર્મ બધું, તેના નાશથી વિશુદ્ધ થયું છે. જ્ઞાન એટલે આત્મા. આઠેય કર્મ છે અજીવ એનાથી ભિન્ન ભાવકર્મ છે, વિકૃત એનાથી ભિન્ન, એનું ભાન કરીને તેને નાશ કરતું, છે ને? ધ્વસાધ્વસાત્ ધ્વંસ કરીને થઈ જાય પણ શૈલી તો આમ જ હોય ને, સ્વભાવ સન્મુખ થાય છે એટલે વિકાર અને કર્મ બેય જુદા પડી જાય છે. એને નાશ કરે છે એમ કહેવામાં આવે છે. આહાહાહા ! સ્કુટમ્” ફૂટ થયું થયું. ફૂલની કળી ખીલે તેમ વિકાસ ખીલ્યો છે. કળી જેમ ખીલે, લાખ પાંખડીનું ગુલાબ જેમ ખીલી ઊઠે એમ ભગવાન અનંત ગુણના ગુલાબજળથી પર્યાયમાં ખીલી નીકળ્યો છે. અનંત ગુણોનો વિકાસ થઈ ગયો છે. સમ્યગ્દર્શનમાં પણ અનંત ગુણોનો વિકાસ પર્યાયમાં થઈ ગયો છે. “સર્વ ગુણાંશ તે સમકિત” એમ કીધું છે ને. સ્કુટમ્સ્કૂ ટ થયું થયું પ્રગટ થયું થયું એમ-જે શક્તિરૂપે છે. ભગવાન આનંદ ને જ્ઞાન આદિની શક્તિ સ્વભાવના સામર્થ્યરૂપે છે, એ પર્યાયમાં પ્રગટ થયો. આહાહાહા ! વળી તે કેવું છે? “આત્મ-આરામમ્” જેનું રમવાનું ક્રીડાવન આત્મા છે. જ્ઞાનનું કહે છે કે જે ભગવાન આત્મા રાગ અને અજીવથી જ્યાં ભિન્ન પડયો પ્રભુ એટલે અનંતા ગુણો છે તે અંશે બધા ખીલી નીકળે છે, અને તે આત્મારામ, તે આત્મામાં આરામ પામે છે. છે? રમવાનું ક્રિીડાવન આત્મા જ છે, જેમાં અનંત શેયોના આકાર આવી ઝળકે છે. સમજાવે Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૦. સમયસાર સિદ્ધિ ભાગ-૩ છે, ઝળકે ઈ ક્યાં અહીં ઝળકે છે પણ અનંત શેયોનું જ્ઞાન અહીં થાય છે, એ પોતાના સ્વભાવના સામર્થ્યથી થાય છે, તોપણ પોતે પોતાના સ્વરૂપમાં જ રમે છે. એ અનંત શેયોનું અહીં જ્ઞાન થાય તે પોતે શેયોમાં જતો નથી, પોતાના ક્ષેત્રમાં અને પોતાના ભાવમાં એ પોતે રમે છે. અનંત શેયોને જાણવા છતાં પોતે પોતાના જ્ઞાનમાં રમે છે. આહાહાહા! જ્ઞાનસ્વરૂપ ભગવાન પરથી જ્યાં ભિન્ન પડીને ખીલી નીકળ્યો, ત્યારે અનંત શેયો જે છે (તેને) પોતાના માન્યા હતા તે છુટી ગયું. હવે રહ્યું એ છે તેનું અહીં જ્ઞાન થાય, એ મારાં હતા એમ માન્યતા છૂટી ત્યારે તેનું તે સંબંધીનું જ્ઞાન પોતાનું પોતામાંથી ખીલે છે. આહાહાહા ! બહુ શ્લોક ને ટીકા ને ગાથા ને ગજબની વાતું છે. કેટલી ગંભીરતા ભરી છે અંદર. એ બધા શેયો જાણવામાં આવે તો પણ પોતે પોતાના સ્વરૂપમાં રમે છે. જેનો અનંતધામ, આત્મઆરામ “અનંતધામ” જેનો પ્રકાશ અનંત છે, ધામ એટલે પ્રકાશ, અનંત છે, અનંત અનંત અનંત અનંત પ્રકાશ છે. આહાહાહા ! અધ્યક્ષણ પ્રત્યક્ષ તેજથી તે નિત્ય ઉદયરૂપ છે, ભગવાન જ્ઞાનસ્વરૂપ જ્યાં પ્રગટયું તો નિત્ય પ્રગટરૂપ જ રહે છે. આહા... કેવળજ્ઞાન થયું કે સમ્યજ્ઞાન થયું એ પ્રગટ જ રહે છે સદા. “ધીર' છે, અચંચળ છે, ચંચળ નથી, “ઉચ્ચ છે અને અનાકુળ છે” ઈચ્છાઓથી રહિત નિરાકુળ છે, ધીર, ઉદાત્ત, અનાકુળ એ ત્રણ વિશેષણો શાંતરૂપ નૃત્યના આભુષણ જાણવા પરિણમનની શોભા જાણવી એ આત્માના પરિણમનની ત્રણ શોભા. એવું જ્ઞાન વિલાસ કરે છે, લ્યો એવો ભગવાન આત્મા, જ્ઞાનની વિલાસની રમતમાં રમે છે એને આત્મા કહીએ. વિશેષ કહેશે. (શ્રોતા – પ્રમાણ વચન ગુરુદેવ.). પ્રવચન નં. ૧૧૩ કળશ ૩૩ નો ભાવાર્થ તથા ગાથા-૩૯ થી ૪૩ તા. ૨૦/૧૦/૭૮ શુક્રવાર આસો વદ-૪ ભાવાર્થ છે ને? ૩૩ કળશ એનો ભાવાર્થ. આ જ્ઞાનનો મહિમા કહ્યો. જ્ઞાનસ્વરૂપ આત્મા એણે બધું જાણીને સ્વતરફ ઢળીને પૂર્ણાનંદની પ્રાપ્તિ કરી એ જ્ઞાન સ્વરૂપ. જીવ અજીવ એક થઈ રંગભૂમિમાં પ્રવેશ કરે છે. જીવ અને અજીવ બે સંયોગે એક થઈને અખાડાની ભૂમિમાં જેમ નાચ કરે એમ રંગભૂમિમાં આવીને ઉભા છે. “તેમને આ જ્ઞાન જ ભિન્ન ભિન્ન જાણે છે” આ જ્ઞાનનો સ્વભાવ જ એવો છે, કે હું જ્ઞાન છું અને રાગાદિ તે ભિન્ન છે. રાગ એ અજીવ છે, એ ચૈતન્યના શકિતના સ્વભાવમાંથી થયેલું નથી. એ તો રાગ અજીવ, ચૈતન્યના સ્વભાવનો જેમાં અભાવ છે એમ જ્ઞાન ભિન્ન ભિન્ન જાણે છે. જેમ નૃત્યમાં કોઈ સ્વાંગ આવે તેને જે યથાર્થ જાણે” બહુરૂપીઓકા સ્વાંગ પહેરે છે ને “સ્વાંગ કરનારો નમસ્કાર કરી પોતાનું રૂપ જેવું હોય તેવું જ કરી લે છે” એવી રીતે અહીં પણ જાણવું. “આવું જ્ઞાન સમ્યગ્દષ્ટિ પુરુષોને હોય છે જેને જ્ઞાયક સ્વભાવ ધ્રુવ, તેની દૃષ્ટિ થઈ છે જેથી તેને સમ્યજ્ઞાન થયું છે એને આ યથાર્થ વિવેક અને ભેદજ્ઞાન હોય છે. મિથ્યાષ્ટિ આ ભેદને જાણતા નથી. અજ્ઞાની આ રાગાદિ ભાવ મારી ચીજનો નથી એમ એ જાણતો નથી. એ રાગ છે તે હું છું, પુણ્ય આદિના ભાવ તે હું છું એમ માનીને મિથ્યાષ્ટિ ભેદ જાણતા નથી. Page #24 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૯ થી ૪૩ ( ॥ - 3८ थी. ४3) PPPyrrrrrrrrrrr अप्पाणमयाणंता मूढा दु परप्पवादिणो केई। जीवं अज्झवसाणं कम्मं च तहा परूवेंति।।३९ ।। अवरे अज्झवसाणेसु तिव्वमंदाणुभागगं जीवं। मण्णंति तहा अवरे णोकम्मं चावि जीवो त्ति।।४।। कम्मस्सुदयं जीवं अवरे कम्माणुभागमिच्छंति। तिव्वत्तणमंदत्तणगुणेहिं जो सो हवदि जीवो।।४।। जीवो कम्मं उहयं दोण्णि वि खलु केइ जीवमिच्छंति। अवरे संजोगेण दु कम्माणं जीवमिच्छंति।।४२।। एवंविहा बहुविहा परमप्पाणं वदंति दुम्मेहा। ते ण परमट्ठवादी णिच्छयवादीहिं णिद्दिट्ठा।।४३।। आत्मानमजानन्तो मूढास्तु परात्मवादिनः केचित्। जीवमध्यवसानं कर्म च तथा प्ररूपयन्ति।।३९ ।। अपरेऽध्यवसानेषु तीव्रमन्दानुभागगं जीवम्। मन्यन्ते तथाऽपरे नोकर्म चापि जीव इति।।४०।। कर्मण उदयं जीवमपरे कर्मानुभागमिच्छन्ति। तीव्रत्वमन्दत्वगुणाभ्यां य: स भवति जीवः ।।४।। जीवकर्मोभयं द्वे अपि खलु केचिज्जीवमिच्छन्ति। अपरे संयोगेन तु कर्मणां जीवमिच्छन्ति।।४२।। एवंविधा बहुविधाः परमात्मानं वदन्ति दुर्मेधसः। ते न परमार्थवादिनः निश्चयवादिभिर्निर्दिष्टाः।।४३।। इह खलु तदसाधारणलक्षणाकलनात्क्लीबत्वेनात्यन्तविमूढाः सन्तस्तात्त्विकमात्मानमजानन्तो बहवो बहुधा परमप्यात्मानमिति प्रलपन्ति। नैसर्गिकरागद्वेषकल्माषितमध्यवसानमेव जीवस्तथाविधाध्यवसानात् अङ्गारस्येव काादतिरिक्तत्वेनान्यस्यानुपलभ्यमानत्वादिति केचित्। अनाद्यनन्तपूर्वापरीभूतावयवैकसंसरणक्रियारूपेण क्रीडत्कर्मैव जीवः कर्मणोऽतिरिक्तत्वेनान्यस्यानुपलभ्यमानत्वादिति केचित्। तीव्रमन्दानुभवभिद्यमानदुरन्तरागरसनिर्भराध्यवसानसन्तान एव जीवस्त Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૨ સમયસાર સિદ્ધિ ભાગ-૩ तोऽतिरिक्तस्यान्यस्यानुपलभ्यमानत्वादिति केचित्। नवपुराणावस्थादिभावेन प्रवर्तमानं नोकर्मैव जीव: शरीरादतिरिक्तत्वेनान्यस्यानुपलभ्यमानत्वादिति केचित्। विश्वमपि पुण्यपापरूपेणाक्रामन् कर्मविपाक एव जीवः शुभाशुभभावादतिरिक्तत्वेनान्यस्यानुपलभ्यमानत्वादिति केचित्। सातासातरूपेणाभिव्याप्तसमस्ततीव्रमन्दत्वगुणाभ्यां भिद्यमान: कर्मानुभव एव जीव: सुखदुःखातिरिक्तत्वेनान्यस्यानुपलभ्यमानत्वादिति केचित्। मज्जितावदुभयात्मकत्वादात्मकर्मोभयमेव जीव: कात्य॑तः कर्मणोऽतिरिक्तत्वेनान्यस्यानुपलभ्यमानत्वादिति केचित्। अर्थक्रियासमर्थः कर्मसंयोग एव जीवः कर्मसंयोगात्खटाया इवाष्टकाष्ठसंयोगादतिरिक्तत्वेनान्यस्यानुपलभ्यमानत्वादिति केचित्। एवमेवंप्रकारा इतरेऽपि बहुप्रकाराः परमात्मेति व्यपदिशन्ति दुर्मेधसः, किन्तु न ते परमार्थवादिभिः परमार्थवादिन इति निर्दिश्यन्ते। कुत: હવે જીવ-અજીવનું એકરૂપ વર્ણન કરે છે કો મૂઢ, આત્મતણા અજાણ, પરાત્મવાદી જીવ જે. 'छे दुर्भ, मध्यवसानते ७५' सेभ मे.नि३५४। रे! 3८. વળી કોઈ અધ્યવસાનમાં અનુભાગ તીક્ષણ-મંદ જે, એને જ માને આતમા, વળી અન્ય કો નોકર્મને૪૦. કો અન્ય માને આતમા કર્મો તણા વળી ઉદયને, કો તીવ્રમંદ-ગુણો સહિત કર્મો તણા અનુભાગને ! ૪૧. કો કર્મ ને જીવ ઉભયમિલને જીવની આશા ધરે, કર્મો તણા સંયોગથી અભિલાષ કો જીવની કરે! ૪૨. દુર્બુદ્ધિઓ બહુવિધ આવા, આતમા પરને કહે, તે સર્વને પરમાર્થવાદી કહ્યા ન નિશ્ચયવાદીએ ૪૩. थार्थ:- [आत्मानम् अजानन्त:] मामाने नई त था [परात्मवादिनः] ५२ने मामा डेन॥२॥ [ केचित् मूढाः तु] ओ भूढ, भोडी, सानीमो तो [अध्यवसानं] अध्यवसानने [तथा च] भने ओछ [कर्म] भने [जीवम् प्ररूपयन्ति] ७५. छ. [अपरे]पीओ [अध्यवसानेषु] अध्यवसानोमा [तीव्रमन्दानुभागगं] तह अनुमागतने [जीवं मन्यन्ते] ७५ भाने छ [ तथा] भने [अपरे] की ओs [ नोकर्म अपि च] नोभने [ जीवः इति] ७५ भाने छे. [अपरे] अन्य 5 [कर्मण: उदयं] न यने [ जीवम् ] ७५ पाने , छ “[य:] [ तीव्रत्वमन्दत्वगुणाभ्यां] तीह५॥३५ शुशोथी मेहने प्रास. थाय छ [स:] ते [जीवः भवति] ७५ छ' म [कर्मानुभागम्] भन अनुभागने [ इच्छन्ति] १. ४२छे छे (-माने छे).[ केचित् ] ओछ [ जीवकर्मोभयं] 94 अनेर्भ [ द्वे अपि खलु भन्ने मलाने ४ [ जीवम् इच्छन्ति ] ७५ भाने छ[ तुमने [अपरे] Page #26 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૯ થી ૪૩ ૧૩ અન્ય કોઈ [ Ti સંયોગન] કર્મના સંયોગથી જ [ નીવમ રૂછત્તિ] જીવ માને છે. [અવંવિધા:] આ પ્રકારના તથા [ વહુવિધા:] અન્ય પણ ઘણા પ્રકારના [ કુર્મેધસ:] દુર્બુદ્ધિઓ-મિથ્યાદેષ્ટિઓ [ પરમ] પરને [ માત્માનં] આત્મા [ વ7િ] કહે છે. [7] તેમને [ નિશ્ચય-વાલિમિ:] નિશ્ચયવાદીઓએ (-સત્યાર્થવાદીઓએ) [૫રમાર્થવાનિ:] પરમાર્થવાદી (-સત્યાર્થ કહેનારા )[ ન નિર્સિ:]કહ્યા નથી. ટીકા:-આ જગતમાં આત્માનું અસાધારણ લક્ષણ નહિ જાણવાને લીધે નપુંસકપણે અત્યંત વિમૂઢ થયા થકા, તાત્ત્વિક (પરમાર્થભૂત) આત્માને નહિ જાણતા એવા ઘણા અજ્ઞાની જનો બહુ પ્રકારે પરને પણ આત્મા કહે છે, બકે છે. કોઈ તો એમ કહે છે કે સ્વાભાવિક અર્થાત્ સ્વયમેવ ઉત્પન્ન થયેલા રાગદ્વેષ વડે મેલું જે અધ્યવસાન (અર્થાત્ મિથ્યા અભિપ્રાય સહિત વિભાવપરિણામ) તે જ જીવ છે કારણ કે જેમ કાળાપણાથી અન્ય જુદો કોઈ કોલસો જોવામાં આવતો નથી તેમ એવા અધ્યવસાનથી જાદો અન્ય કોઈ આત્મા જોવામાં આવતો નથી. ૧. કોઈ કહે છે કે અનાદિ જેનો પૂર્વ અવયવ છે અને અનંત જેનો ભવિષ્યનો અવયવ છે એવી જે એક સંસરણરૂપ (ભ્રમણરૂપ) ક્રિયા તે-રૂપે ક્રીડા કરતું જે કર્મ તે જ જીવ છે કારણ કે કર્મથી અન્ય જુદો કોઈ જીવ જોવામાં આવતો નથી. ૨. કોઈ કહે છે કે તીવ્ર-મંદ અનુભવથી ભેદરૂપ થતાં, દુરંત (જેનો અંત દૂર છે એવા) રાગરૂપ રસથી ભરેલાં અધ્યવસાનોની જે સંતતિ (પરિપાટી) તે જ જીવ છે કારણ કે તેનાથી અન્ય જુદો કોઈ જીવ દેખવામાં આવતો નથી. ૩. કોઈ કહે છે કે નવી ને પુરાણી અવસ્થા ઇત્યાદિ ભાવે પ્રવર્તતું જે નોકર્મ તે જ જીવ છે કારણ કે શરીરથી અન્ય જુદો કોઈ જીવ જોવામાં આવતો નથી. ૪. કોઈ એમ કહે છે કે સમસ્ત લોકને પુણ્યપાપરૂપે વ્યાપતો જે કર્મનો વિપાક તે જ જીવ છે કારણ કે શુભાશુભ ભાવથી અન્ય જુદો કોઈ જીવ જોવામાં આવતો નથી. ૫. કોઈ કહે છે કે શાતા-અશાતારૂપે વ્યાપ્ત જે સમસ્ત તીવ્રમંદ–ગુણો તે વડે ભેદરૂપ થતો જે કર્મનો અનુભવ તે જ જીવ છે કારણ કે સુખ-દુઃખથી અન્ય જુદો કોઈ જીવ દેખવામાં આવતો નથી. ૬. કોઈ કહે છે કે શિખંડની જેમ ઉભયરૂપ મળેલાં જે આત્મા અને કર્મ, તે બન્ને મળેલાં જ જીવ છે કારણ કે સમસ્તપણે (સંપૂર્ણપણે) કર્મથી અન્ય જુદો કોઈ જીવ જોવામાં આવતો નથી. ૭. કોઈ કહે છે કે અર્થક્રિયામાં (પ્રયોજનભૂત ક્રિયામાં) સમર્થ એવો જે કર્મનો સંયોગ તે જ જીવ છે કારણ કે જેમ આઠ લાકડાંના સંયોગથી અન્ય જુદો કોઈ ખાટલો જોવામાં આવતો નથી તેમ કર્મના સંયોગથી અન્ય જુદો કોઈ જીવ જોવામાં આવતો નથી. (આઠ લાકડાં મળી ખાટલો થયો ત્યારે અર્થક્રિયામાં સમર્થ થયો; તે રીતે અહીં પણ જાણવું.) ૮. આ પ્રમાણે આઠ પ્રકાર તો આ કહ્યા અને એવા એવા અન્ય પણ અનેક પ્રકારના દુબુદ્ધિઓ (અનેક પ્રકારે) પરને આત્મા કહે છે, પરંતુ તેમને પરમાર્થના જાણનારાઓ સત્યાર્થવાદી કહેતા નથી. ભાવાર્થ-જીવ-અજીવ બને અનાદિથી એકત્રાવગાહસંયોગરૂપ મળી રહ્યાં છે અને અનાદિથી જ જીવની પુગલના સંયોગથી અનેક વિકારસહિત અવસ્થાઓ થઈ રહી છે. પરમાર્થદૃષ્ટિએ જોતાં, જીવ તો પોતાના ચૈતન્યત્વે આદિ ભાવોને છોડતો નથી Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૪ સમયસાર સિદ્ધિ ભાગ-૩ અને પુગલ પોતાના મૂર્તિક જડત્વ આદિને છોડતું નથી. પરંતુ જે પરમાર્થને જાણતા નથી તેઓ સંયોગથી થયેલા ભાવોને જ જીવ કહે છે; કારણ કે પરમાર્થે જીવનું સ્વરૂપ પુદ્ગલથી ભિન્ન સર્વજ્ઞને દેખાય છે તેમ જ સર્વશની પરંપરાનાં આગમથી જાણી શકાય છે, તેથી જેમના મતમાં સર્વજ્ઞ નથી તેઓ પોતાની બુદ્ધિથી અનેક કલ્પના કરી કહે છે. તેમાંથી વેદાંતી, મીમાંસક, સાંખ્ય, યોગ, બૌદ્ધ,નૈયાયિક, વૈશેષિક, ચાર્વાક આદિ મતોના આશય લઈ આઠ પ્રકાર તો પ્રગટ કહ્યા; અને અન્ય પણ પોતપોતાની બુદ્ધિથી અનેક કલ્પના કરી અનેક પ્રકારે કહે છે તે ક્યાં સુધી કહેવા? પ્રવચન નં. ૧૧૩ ગાથા ૩૯ થી ૪૩ ઉપર પૂ. ગુરુદેવશ્રીનું પ્રવચન તા. ૨૦/૧૦/૭૮ શુક્રવાર આસો વદ-૪ હવે જીવ-અજીવનું એકરૂપ વર્ણન કરે છે: अप्पाणमयाणंता मूढा दु परप्पवादिणो केई। जीवं अज्झवसाणं कम्मं च तहा परूवेंति।।३९ ।। अवरे अज्झवसाणेसु तिव्वमंदाणुभागगं जीवं। मण्णंति तहा अवरे णोकम्मं चावि जीवो त्ति।।४०।। कम्मस्सुदयं जीवं अवरे कम्माणुभागमिच्छंति। तिव्वत्तणमंदत्तणगुणेहिं जो सो हवदि जीवो।।४१।। जीवो कम्मं उहयं दोण्णि वि खलु केइ जीवमिच्छंति। अवरे संजोगेण दु कम्माणं जीवमिच्छंति।।४२।। एवंविहा बहुविहा परमप्पाणं वदंति दुम्मेहा। ते ण परमट्ठवादी णिच्छयवादीहिं णिद्दिट्ठा।।४३।। કો મૂઢ, આત્મતણા અજાણ, પરાત્મવાદી જીવ જે, છે કર્મ, અધ્યવસાન તે જીવ” એમ એ નિરૂપણ કરે ! ૩૯. વળી કોઈ અધ્યવસાનમાં અનુભાગ તીક્ષણ-મંદ જે, એને જ માને આતમાં, વળી અન્ય કો નોકર્મને! ૪૦. કો અન્ય માને આતમા કર્મો તણા વળી ઉદયને, કો તીવ્રમંદ–ગુણો સહિત કર્મો તણા અનુભાગને ! ૪૧. કો કર્મ ને જીવ ઉભયમિલને જીવની આશા ધરે, કર્મો તણા સંયોગથી અભિલાષ કો જીવની કરે ! ૪૨. દુર્બુદ્ધિઓ બહુવિધ આવા, આતમા પરને કહે, તે સર્વને પરમાર્થવાદી કહ્યા ન નિશ્ચયવાદીએ. ૪૩. દુમેહા શબ્દ છે ને દુમેહાનો દુર્બુદ્ધિ અર્થ કર્યો, દુમેહા શબ્દ છે ને ૪૩ માં એનો અર્થ દુર્બુદ્ધિ કર્યો, દુમેહા-દુર્બુદ્ધિ. Page #28 -------------------------------------------------------------------------- ________________ ગાથા૩૯ થી ૪૩ ૧૫ ટીકાઃ “આ જગતમાં” આ જગતમાં એમ કરીને જગત સિદ્ધ કર્યું. જગત છે એ આ જગતમાં આત્માનું અસાધારણ લક્ષણ નહિ જાણવાને લીધે, ભગવાન આત્માનું અસાધારણ લક્ષણ જે બીજે ન હોય એવું, આનંદ અને જ્ઞાન જેનું લક્ષણ છે, એવું નહિ જાણનારા “નપુંસક પણે” એનું વીર્ય નપુંસક છે કહે છે. નપુંસકપણે રાગને પોતાનું માને એ નપુંસક છે. પાવૈયા, હીજડા છે એમ કહે છે. શું કરુણાની ભાષા છે ભાઈ. અરે! ભગવાન પૂરણ જ્ઞાન, આનંદના લક્ષણથી સ્વાભાવિક વસ્તુ પડી છે. એને તું માનતો નથી અને આ રાગાદિને પોતાના માને છે, એ નપુંસક છો તું. નપુંસકને જેમ ધર્મ પ્રજા ન હોય. એમ રાગને પોતાનો માનનારને ધર્મપ્રજા ન હોય. નપુંસકને વીર્ય ન હોય તેથી પ્રજા ન હોય અને વીર્ય જે નપુંસકપણે થયું છે રાગાદિમાં એને સમ્યગ્દર્શનની પ્રજા ન હોય એને મિથ્યાદર્શનની દશા હોય. આહાહાહા! જગતમાં ભગવાન આત્મા એનું અસાધારણ લક્ષણ નહિ જાણવાને લીધે નપુંસકપણે, વીર્યનો ગુણ લીધો છે ને ત્યાં? આત્મામાં એક વીર્ય નામનો પુરૂષાર્થ નામનો અનંત અનંત અનંત સામર્થ્યવાળો ગુણ છે. એ ગુણનું કાર્ય તો એવું હોય, (ક) પોતાના શુદ્ધ સ્વભાવની રચના કરે એને વીર્ય કહીએ. એને પુરૂષાર્થ કહીએ, કે જે વીર્ય પોતાના અનંત જ્ઞાન, દર્શન, આનંદ આદિ એની વર્તમાન નિર્મળ પર્યાયને રચે તેને વીર્યગુણ કહીએ. રાગને અને દયા દાનના વિકલ્પને પોતાના માને એનો અર્થ એ કે રાગાદિ ક્રિયાથી મને લાભ થશે, એમ માનનારા રાગને પોતાનો માને, પોતાના સ્વભાવથી લાભ થાય, એમ આ રાગથી લાભ થાય એમ માનનારાઓ નપુંસકપણે છે. એનું વીર્ય નપુંસક છે કહે છે. આહાહાહા ! અત્યંત વિમૂઢ” બીજી ભાષા, શુભ અશુભ રાગ, ન્યાલભાઈને એટલું જ કહ્યું તું ન્યાલભાઈ આવ્યા'તા ને સોનાની, એટલું કહ્યું'તું. ભાઈ ! રાગ અને આત્મા, જ્ઞાન બે જુદી ચીજ છે. બસ એટલું જ સાંભળ્યું સમિતિના રસોડે ચાલ્યા ગયા, સાંજથી સવાર સુધી રાત આખી, બસ આ રાગ અને ભગવાન બે ભિન્ન છે પ્રભુ, ચાહે તો રાગ દયા, દાન વિકલ્પનો હોય, કે ગુણી ને ગુણના ભેદનો રાગ વિકલ્પ હોય એના રાગથી ભગવાન અંદર જુદી ચીજ છે. એમણે એક રાત વિચાર મંથન કર્યું, અને દિવસ ઉગ્યા પહેલાં નિર્વિકલ્પદશા પ્રગટ કરીને ઉભા થઈ ગયા. આ સમિતિમાં સોગાની જેમનું “દ્રવ્ય દૃષ્ટિ પ્રકાશ” પુસ્તક બહાર પડયું છે ને? જોયું છે કે નહીં ત્રિલોકચંદજી? “દ્રવ્ય દૃષ્ટિ પ્રકાશ” જોયું છે? (હા) ઠીક. એક રાતમાં રાગ અને જ્ઞાન બે જુદા પ્રભુ. ઈ ઘોલન કરતાં કરતાં કરતાં રાત્રી આપી હોં, એ રાગથી ભિન્ન ભગવાન જ્ઞાનસ્વરૂપ એનો નિર્વિકલ્પ અનુભવ કર્યો, અહીંયા એ કહે છે કે જેને રાગને, એ દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ છે એ તો રાગ છે, એ રાગથી મને સમકિત થશે, એ રાગથી મને ધર્મ થશે, એ માનનારા પ્રભુ આકરી વાત છે પ્રભુ હોં ! કહે છે કે એનું વીર્ય નપુંસક છે. આહાહાહા ! ભગવાન આત્મા રાગથી ભિન્ન છે, અહીં તો પ્રકાર ઘણાં લેશે પણ મુખ્ય વસ્તુ આંહી છે. જેટલાં વિકલ્પ માત્ર વૃત્તિ ઊઠે છે, એ ચૈતન્યદળ, જ્ઞાયકાળમાં એ નથી. એમ ન માનતા જે રાગ છે તે મારો છે અથવા રાગ છે તે મને લાભકર્તા માન્યો. એનો અર્થ જ એ કે રાગ પોતાનો માન્યો. ઝીણી વાત પડે, લોકો કહે છે ને વ્યવહાર રત્નત્રય કરતા નિશ્ચય પમાય, પ્રભુ એ રાગથી નિશ્ચય પમાય, તો એનો અર્થ એ થયો કે રાગ જ જીવનો સ્વભાવ છે. અને સ્વભાવથી Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૬ સમયસાર સિદ્ધિ ભાગ-૩ સ્વભાવની પ્રાપ્તિ થાય. ધીરાના કામ છે બાપા. આ કાંઈ એ નપુંસકપણે અત્યંત વિમૂઢ થયા થકા રાગના કણને શુભરાગને અરે પ્રભુ જુઓ. અહીં તો એમ કહ્યું કે શુભજોગ જ અત્યારે હોય પ્રભુ, તો શુભજોગ જ એ ધર્મ છે? એ શુભ જોગ એ રાગ છે અને રાગ છે ઈ મારો છે એમ માનનારા નપુંસક છે, હીજડાઓ છે, પાવૈયા છે. એ આત્મા નહીં એ આવી વાતું. હૈં ? ( શ્રોતાઃ૫૨મ સત્ય ) આહાહાહા ! પછી બધા ઊતરશે, આઠ બોલ છે ને ? “અત્યંત વિમૂઢ થયા થકા” ભગવાન જ્ઞાન સ્વરૂપી પ્રભુ, એ ભિન્ન ચીજ છે, એમાં અત્યંત વિમૂઢ થયા થકા, એ રાગની કણિકાને પોતાની માને છે, એ વીર્યીન, અત્યંત વિમૂઢ છે. “તાત્વિક આત્માને નહીં જાણતા ” તાત્વિક “૫૨માર્થભૂત” ભગવાન આત્મા એ રાગની ક્રિયાના પરિણામથી ભિન્ન છે. કેમ કે કોઈ ચૈતન્યના અનંત ગુણમાં કોઈ ગુણ એવો નથી, અનંત અનંત અનંત અનંત અનંત અપાર ગુણ, એવા ગુણ અનંત અપાર અપાર અનંતનો અંત નહીં એટલા ગુણ પણ એટલા ગુણમાં કોઈ ગુણ એવો નથી કેવિકા૨ કરે. રાગ કરે, એવા અનંત અનંત ગુણમાં કોઈ એકેય ગુણ નથી. આહાહા ! સમજાય છે કાંઈ ? એથી એ રાગ સ્વભાવના લક્ષ વિના, ૫૨ના લક્ષે થયેલો વિકા૨ ૨ાગ એ ૫૨માર્થના જાણનારાઓ નથી. એ રાગને પોતાનો માને. એ શુભજોગથી આત્માને લાભ માને, પ્રભુ પ્રભુ આકરી વાત ભાઈ, એ તાત્ત્વિક આત્મા,આત્મા તાત્ત્વિક એટલે ? રાગ છે એ તો વિકૃત અવસ્થા એ કાંઈ તાત્ત્વિક આત્મા નથી. ૫૨માર્થભૂત ભગવાન આત્મા જ્ઞાન અને આનંદ જેનું સ્વરૂપ છે, એવો તાત્ત્વિક ભગવાન આત્મા એને નહીં જાણતા એવા, નહિ જાણતા એવા, ઘણાં અજ્ઞાનીજનો થોડા નથી કહે છે ઘણાં અજ્ઞાનીજનો. બહુ પ્રકારે ઘણાં પ્રકા૨ લેશે ને ? ૫૨ને પણ આત્મા કહે છે, કહે છે એનો અર્થ માને છે. રાગાદિ પ્રકાર આઠ લેશે ઘણાં, બહુ પ્રકારે ૫૨ને પણ, પોતાને તો ઠીક પણ ૫૨ને પણ પોતાનું માને છે એમ કહે છે. જે ભગવાન આત્મા રાગ અને કર્મ એનાથી ભિન્ન છે, કર્મ, કહેશે કર્મ મા૨ા છે, એટલે શું કે કર્મથી મને રાગ થાય, અને રાગથી મને લાભ થાય. એટલે આઠ કર્મ મારા છે. પછી કહેશે. અંદર આત્માને નહિ જાણતા એવા ઘણાં અજ્ઞાનીજનો, ઘણે પ્રકારે ૫૨ને પણ આત્મા કહે, પોતાને તો કહે જ એ માની શકાય, આ તો ૫૨ને પણ કહે એમ કહે છે. જે ૫૨ તે રાગાદિ ૫૨ આત્મા નથી. ૫૨ને પણ આત્મા કહે છે. આહાહાહા ! બકે છે, એમ નહિ લ્યો. ' પ્રલપન્તિ છે ને ? પ્રલપત્તિ-પ્રલપન્તિ પ્રકૃષ્ટ લવે છે. સંસ્કૃત ટીકામાં છે લવે છે, શબ્દ તો એક જ છે એ હોં. કહે છે કે બકે છે બધું એક જ છે. ‘પ્રલપન્તિ’ બકે છે ઈતો. ગાંડો માણસ જેમ બકે એમ આત્મા આનંદ અને જ્ઞાનસ્વરૂપ પ્રભુ એને રાગવાળો છું, કર્મવાળો છું, એમ બકે છે માળા. “પ્રલપન્તિ” છે ને ભાઈ ? એનો અર્થ છે એ. ‘પ્રલપન્તિ’ પરમ આત્માનમ્ ઈતિ પ્રલપન્તિ, બહુ બહુધા પરમ આત્માનમ ઈતિ પ્રલપન્તિ આત્માનમ્ ઈતિ ત્યાંથી ‘પણ’ કાઢયું લાગે છે. આત્માનમ્ ઈતિ ‘અપિ ’ શબ્દ છે ને ? પ્રલપન્તિ, ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપી પ્રભુ એને અજ્ઞાની બધા મૂંઢ, એ રાગના પરિણામ જે છે, પુણ્ય પાપના ભાવ છે, એ મારા છે, મારામાં છે, એમ બકે છે, કહે છે. પ્રરૂપે છે એમ ન લેતા બકે છે. આવું આકરું કામ માણસને લાગે. Page #30 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૯ થી ૪૩ ૧૭ કોઈ તો એમ કહે છે કે હવે બોલ ઉપાડયો. સ્વાભાવિક સ્વયમેવ ઉત્પન્ન થયેલા રાગદ્વેષ વડે મેલું જે અધ્યવસાન રાગ અને દ્વેષ પુણ્ય ને પાપનો વિકલ્પ, એ વડે મેલું જે અધ્યવસાન, મિથ્યા અભિપ્રાય સહિત વિભાવ પરિણામ-મિથ્યા અભિપ્રાય સહિત વિભાવ પરિણામ, એ પુણ્ય ને પાપના પરિણામ એ રાગદ્વેષ વડે મેલાં છે. એવો જે અધ્યવસાય એકત્વબુદ્ધિ છે એને એમ કહે છે. મિથ્યાઅભિપ્રાય સહિત વિભાવ પરિણામ તે જ જીવ છે, તે જીવ છે એની પર્યાયમાં થાય છે માટે હું જીવ છું. આહાહા ! એ શુભ-અશુભ ભાવ દયા, દાન, વ્રત ભક્તિ આદિનો ભાવ, આ મેલ છે રાગના મેલવાળો જીવ છે આકરી વાત એવો અધ્યવસાન તે, તે જ જીવ છે, એમ પાછું તે જ જીવ છે, રાગની એકતાબુદ્ધિ તે જ જીવ છે. ભગવાન આનંદનો નાથ પ્રભુ ભિન્ન છે, એને અત્યંત મૂઢ જીવો જાણતા નથી. (શ્રોતાઃએમાં શું ભૂલ થઈ ) મિથ્યા અભિપ્રાય મહા જુકો, જે રાગનો ભાવ સ્વભાવભાવ નથી વિભાવભાવ છે, કૃત્રિમ છે, ક્ષણિક છે, મેલો છે, દુઃખ છે, એને ભગવાન આત્માની સાથે માને છે. એ બધા નપુંસકપણે અત્યંત વિમૂઢ થયા થકા, પરમાર્થ ભગવાનને નહિ જાણતા થકા આને પોતાનો છે એમ માને છે. એ શું કીધું? કે સ્વાભાવિક સ્વયમેવ ઉત્પન્ન થયેલા રાગદ્વેષ વડે એ સ્વયમેવ ઉત્પન્ન થયો છે મારા સ્વભાવની પર્યાયમાં, આહાહા! એમ દાખલો આપશે. કારણકે કાળાપણાથી અન્ય જુદો કોઈ કોલસો જોવામાં આવતો નથી” જુઓ! કેવો દાખલો, કોલસો-કોલસો કાળો છે ને? તો એની પર્યાય પણ કાળી છે તો કોલસો કાળાપણાથી જુદો દેખવામાં આવતો નથી. આહાહાહા ! દૃષ્ટાંત તો જુઓ, કોલસો જેમ કાળાપણાથી જુદો નથી, એમ મારો ભગવાન આત્મા, ભગવાન એને ક્યાં ખબર છે? આત્મા, મેલા પરિણામથી જુદો નથી. (શ્રોતાઃ- પરિણામ તે દ્રવ્ય છે એવું ઘણાં ઠેકાણે આવે છે) પરિણામ એના છે એ તો પરથી જુદું પાડવા માટે પણ એ પરિણામ રાગદ્વેષના છે, એની ચીજના નથી, એ વસ્તુના નથી. આહાહાહા! વસ્તુ તો કહ્યું ને પહેલું તેમાં અનંતા અનંતા અનંતા અપાર ગુણો છે પ્રભુમાં. પણ કોઈ એક ગુણ વિકાર કરે એવો કોઈ ગુણ નથી. એનો ગુણનો ગુણ વિકાર કરે, ગુણનો ગુણ રાગને કરે એવા ગુણનો ગુણ નથી. (શ્રોતા- બીજો આવીને કરી જાય છે રાગ?) એ પોતે અજ્ઞાનપણે ઊભો કરે છે, એમ કહે છે. આહાહાહા ! ભગવાન જ્ઞાનસ્વરૂપ આનંદ પ્રભુ એને નહિ જાણતા થકા, નપુંસકપણે અત્યંત વિમૂઢ થયા થકા એ રાગના એકત્વબુદ્ધિના પરિણામ મારા છે, જેમ કોલસાની કાળ૫ કોલસાથી જુદી ન હોય એમ મેલા પરિણામ મારાથી જુદા ન હોય એમ કહે છે. સમજાણું કાંઈ? ઓહોહો ! આત્મખ્યાતિ ટીકા છે આ. જેમ, એ અજ્ઞાનીનું દૃષ્ટાંત દે છે, કાળાપણાથી કાળાપણાની દશા એનાથી કોલસો જુદો છે કહે છે? કાળાપણાની દશા અવસ્થા હોં એનાથી કોલસો જુદો છે? અન્ય જુદો કોઈ કોલસો જોવામાં આવતો નથી એમ અજ્ઞાની કહે છે. એમ રાગદ્વેષના પરિણામ મારા આત્માથી જુદા હોય એમ જોવામાં આવતું નથી. વાતેય સાચી છે ત્યાં જુએ છે ને મેલને જુએ છે અને દષ્ટાંત કોલસાનો આપ્યો કોલસાની કાળપ જેમ કોલસાથી જુદી નથી, એમ મેલા પરિણામ આત્માથી જુદા નથી. આહાહાહા ! Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૮ સમયસાર સિદ્ધિ ભાગ-૩ ભગવાન આત્માને પણ મેલો ઠરાવ્યો આખો. મેલો ભગવાન એનાથી મેલા પરિણામ જાદા નથી. (શ્રોતા – દાખલો એવો મૂકયો છે.) દાખલો – એ મૂકયો છે. તેથી તો પોતે આચાર્યો એ રીતે મૂકયો છે. એ કાળાપણાથી, કાળપ – કોલસો જુદો જોવામાં આવતો નથી. કાળાપણું એ દશા અને કોલસો એ વસ્તુ, તો એની કાળાપણાંની દશાથી કોલસો જુદો તો દેખાણો નહીં -એમ પુણ્ય ને પાપના મેલા પરિણામથી ભગવાન જુદો તો દેખવામાં આવતો નથી. એમ અજ્ઞાનીની દલીલ છે. આહાહાહા ! ભાઈ ! આ તો અધ્યાત્મની વાતો છે. ભાઈ આ કાંઈ કથા વાર્તા કથા નથી. આહાહાહાહા ! તેમ એવા અધ્યવસાનથી જાદો એટલે કે રાગને એકતાબુદ્ધિ એવું જે અધ્યવસાન, એથી જુદો અન્ય કોઈ આત્મા જુદો જોવામાં આવતો નથી. અમને તો રાગ દેખાય છે એ જ આત્મા. આહાહા ! એ દયા–દાન-વ્રતના પરિણામ દેખાય છે શુભજોગ એ જ આત્મા. અમારે બીજો જુદો આત્મા દેખાતો નથી. અરરર!(શ્રોતા:- પંચમકાળમાં તો એમ જ હોયને) અરે ! પંચમકાળમાં એટલે શું કાંઈ પંચમકાળમાં શેરો કરે તો એ સાકર નાખ્યા વગર – કાદવ નાખતા હશે ? આહાહાહા ! પંચમકાળના આવા અજ્ઞાનીઓ આમ માને છે એમ કહે છે, પંચમકાળનાં જ્ઞાનીઓ એમ માનતા નથી એમ કહે છે. સમજાણું કાંઈ ? બેય પંચમકાળનાં છે. અધ્યવસાનથી અન્ય કોઈ જુદો આત્મા જોવામાં આવતો નથી ઈ એક બોલ થયો. એક બોલ. કોઈ કહે છે કે અનાદિ જેનો પૂર્વ અવયવ છે અને અનંત જેનો ભવિષ્યનો અવયવ છે, એવી જ એક સંસરણરૂપ ક્રિયા તે રૂપે ક્રીડા કરતું કર્મ, તે જીવ છે કર્મ જ જીવ છે. ભવિષ્યકાળમાં પણ કર્મ જ હતું આત્માની સાથે સંબંધ ભવિષ્યમાં, પણ એ સંબંધી રાગની ક્રિયા કર્મની ક્રિયા એથી જુદો નથી, અનંત જેનો ભવિષ્યનો અવયવ છે, કર્મનો હોં, એવી જે એક ભ્રમણરૂપી ક્રિયા, ભ્રમણાની ક્રિયા તે રૂપે ક્રિીડા કરતું કર્મ, એ કર્મ ક્રિીડા કરે છે. ભ્રમણામાં કર્મ ક્રિીડા કરે છે. પરિભ્રમણમાં આહાહા એ. કારણ કે કર્મથી અન્ય જુદો કોઈ જીવ જોવામાં આવતો નથી. આહાહા ! આંહી તો પરિભ્રમણ જે છે ને જીવન પર્યાયમાં એ પરિભ્રમણનું કારણ કર્મ છે, તો એ કર્મનો જે અવયવ છે પૂર્વમાં, એ પણ પરિભ્રમણનો છે, ભવિષ્યમાં પણ પરિભ્રમણનું કારણ એ કર્મ છે, એ કર્મથી ભગવાન જુદો કાંઈ જોવામાં આવતો નથી અમારે તો. આહાહાહા ! બીજી રીતે કહીએ તો એમ કહે છે કે જે કર્મ છે ને? એનાથી જે પરિભ્રમણ ઉભું થયું છે, અને એ પરિભ્રમણ ભૂતકાળમાં પણ હતું અને ભવિષ્યમાં પણ એ કર્મને લઈને પરિભ્રમણ ઉભું થયું છે. માટે કર્મ છે એ જ આત્મા છે, આહા.. એમ ઈ કહે છે. પૂર્વ અવયવ અનાદિ જેનો અવયવ એટલે કર્મનો ભાગ ક્રિયા છે ને ક્રિયા ભ્રમણની, એનું કારણ કર્મ છે એ પૂર્વ અવયવ છે અને અનંત જેનો ભવિષ્યનો અનંત અનંતકાળ એમ જ રહેશે. કારણકે કર્મથી અન્ય જુદો કોઈ જીવ જોવામાં આવતો નથી. કર્મે જ્ઞાનની દશાને હણી કરી, કર્મે જ્ઞાનની દશા હીણી કરી (કર્મ)ને રખડાવે છે એમ કહે છે. આહાહાહા ! (શ્રોતા:- કર્મે રાજા, કર્મે રંક કર્મ વાળ્યો આડો અંક) એ બધી વાતો. દર્શનમોહનીય કર્મ છે એનાથી મિથ્યાત્વ થાય છે ભૂતકાળમાં પણ એને લઈને થયું છે ને ભવિષ્યમાં પણ એને લઈને થશે એ જ વસ્તુ છે, આત્મા એનાથી કોઈ જુદો છે એમ નથી. જ્ઞાનાવરણી કર્મને લઈને ગયા કાળમાં પણ જ્ઞાનની હીણી અવસ્થા પરિભ્રમણની Page #32 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૯ થી ૪૩ ૧૯ થઈ એ કર્મને લઈને છે અને એમને એમ હીણી અવસ્થા ભવિષ્યમાં રહેશે એ પરિભ્રમણનું કા૨ણ એનું કા૨ણ પણ કર્મ જ છે. ભા૨ે પણ આ કર્મકાંડનો ખુલાસો કર્યો છે. એ ચારિત્રમોહનું કર્મ છે એ અહીંયા ચારિત્રદોષ ઉત્પન્ન કરાવીને, કરાવ્યું છે ને ક૨શે, એટલા માટે જીવ એ જ છે. (આવું માનનાર અજ્ઞાની છે) આહાહાહા ! જ વેદનીયકર્મ એને લઈને સુખ દુઃખના સંયોગો અને પછી અંદર સુખ દુઃખની બુદ્ધિ મોહને લઈને કરે છે એ બધું કર્મને લઈને છે. ભૂતમાં હતું ને ભવિષ્યમાં ૨હેશે પણ એનાથી કોઈ સુખદુઃખની કલ્પનાથી ને સુખદુઃખના સંયોગથી કોઈ જુદો આત્મા છે એમ છે નહીં કાંઈ. આહાહાહા ! ( શ્રોતાઃ- શાસ્ત્રમાં આવે છે ને કમ્મો બળીયો ધમ્મો બળીયો ) એ નથી. કમ્મો બળીયો એ તો ભાવ કર્મ બળીયાની વાત કરી છે કોઈ વખતે વિકૃત અવસ્થા છે એનું બળ છે ને કોઈ વખતે સ્વભાવની અવસ્થાનું બળ છે, એમ કહ્યું છે. આહાહાહા ! કર્મ જડ છે, અજીવ છે જે આત્માને અડતાય નથી, આત્મા એનેય અડતો નથી. “કર્મ બિચારે કૌન ભૂલ મેરી અધિકાઈ” આવતું નથી ? ( શ્રોતાઃ– એતો એકાદ ઠેકાણે આવે છે. ) ઠેક ઠેકાણે એ જ છે. મારી ભૂલ મેં કરી છે, કર્મે કરાવી નથી. મલિનતાની પર્યાય જે છે એ મેં મારા સ્વભાવથી વિપરીત મેં કરી છે. કર્મે કરાવી નથી. ઓલો કહે છે કર્મે કરાવી છે અને એ કર્મનો અંશ છે એમને એમ એ કર્મનો અંશ ૨હેશે, એમને એમ પરિભ્રમણ રહેવાનું છે, કર્મને કા૨ણે માટે કર્મ તે જીવ છે. આવું છે. ક્યાં પણ આમાં નવરાશ હોય, આવો બધો નિર્ણય કરવાનો. શાસ્ત્રમાં આવે લ્યો કે જ્ઞાનાવ૨ણી કર્મ જ્ઞાનને રોકે, દર્શનાવ૨ણી દર્શનને રોકે, નિંદ્રાવ૨ણીને કા૨ણે નિંદ્રા આવે. લ્યો ઠીક, એ તો નિમિત્તના કથન છે, એનાથી થાય છે એમ નથી. નિંદ્રામાં પ્રમાદ છે એ તો પોતાનો દોષ છે એ નિંદ્રાવ૨ણીએ કરાવ્યો નથી. ( શ્રોતાઃ- ઉદીરણાથી આવે છે ) ઉદીરણા એટલે પોતે ઊંધાઈ કરે છે. પર્યાયમાં ઊંધાઈ કરે છે માટે, કર્મને લઈને નહીં. આહાહાહા ! એ જ વાંધો ઉઠયો'તો ને અમારે ૭૧ માં પહેલો લાઠી ચોમાસામાં ૭૧ ચારે મહીના ઉપવાસ હતા એકાંતરા, એક દિવસ ઉપવાસ ચોવીારો અને બીજે દિ'એક ટંક ખાવું ચારેય મહિના હોં લાઠી, શાસ્ત્રનું ઉપધાન કરતો. હું પછી એને લઈને અમારે ગુરુ દ્વીરાજી મહારાજ અને મુળચંદજી ત્રણેય ઉપવાસ કરતા ચારેય મહિનાના. એમાં ભગવતી વાંચતો'તો એમાંથી આ આવ્યું મેં કીધું જો કર્મથી આત્મામાં વિકાર થાય એ વાત જૂઠી છે, ખોટી છે (શ્રોતાઃભગવતી માંથી કાઢયું) ભગવતી, એમાંથી કાઢયું'તું સંશય મિથ્યાત્વ છે એ કર્મને લઈને છે એમ નથી કીધું જુઓ, એ પોતાની વિપરીત શ્રદ્ધાને લઈને મિથ્યાત્વ છે, કર્મને લઈને નહીં અને ઉલટી શ્રદ્ધાથી મિથ્યાત્વ છે અને સવળા પુરૂષાર્થથી મિથ્યાત્વનો નાશ કરીને સમકિત પામી શકે છે. એને કોઈ કર્મની અપેક્ષા મિથ્યાત્વમાં નથી અને સમકિતમાં કર્મના અભાવની અપેક્ષા પણ એને નથી. આહાહા ! ખળભળાટ થઈ ગયો'તો ૭૧ની સાલ છે, ૬૩ વર્ષ થયા, ખળભળાટ– ખળભળાટ એ અમારા ગુરુજી હતા દ્વીરાજી મહા૨ાજ એ કાંઈ ન બોલ્યા બિચારા, પણ દામોદર શેઠ હતા એક ગૃહસ્થ તે દિ' દસ લાખની મૂડી ખળભળાટ આ વગર દોરાની પડાઈ ઉડી, એમ અમારા ગુરુ કહેતા નથી, આવું અમે કોઈ દિ' સાંભળ્યું નથી. આ નવું ક્યાંથી કાઢયું ? કાંઈ નવું નથી ભાઈ એ વસ્તુના સ્વરૂપની વિપરીતતા પોતે કરે છે, કર્મથી નહીં, બિલકુલ નહીં કીધું કિંચીત્ Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨ સમયસાર સિદ્ધિ ભાગ-૩ માત્ર નહીં, ઉલટા પુરૂષાર્થથી વિકાર કરે સુલટા પુરૂષાર્થથી વિકારને ટાળે, બસ આ વાત છે. શ્વેતાંબરના શાસ્ત્રમાં બધો ગોટો છે. ઈ જ વાત થઈ હતી ને રામવિજયની સાથે જેઠાભાઈ ખેડાવાળા આંહીંનું સાંભળ્યું, ઓય માળી વાત બીજી લાગે છે. પચાસ પ્રશ્ન કાઢ્યા શ્વેતાંબર સાધુ અને આચાર્ય માટે કે જો આપણામાંથી આ મળી રહે તો પછી મારે સંપ્રદાય ફેરવવો મટે. પચાસ પ્રશ્ન મૂકયા, એક જણે જવાબ આપ્યો પણ ઊંધો. તો પછી રામવિજય પાસે ગયા. રામવિજય ને જેઠાભાઈએ ચર્ચા કરી. રામવિજયે કહ્યું પહેલું તમારે આ માન્ય છે કે કર્મથી જીવને વિકાર થાય એ માન્ય છે? પછી ચર્ચા કરીએ. કહો આ આચાર્ય મોટા રામવિજય. આ કહે ભાઈ અમારે એ માન્ય નથી, કર્મથી વિકાર થાય એ વિકાર પોતાથી થાય. ત્યારે આપણે ચર્ચા કરીને શું કામ છે? કર્મથી વિકાર થાય એમ માનો તો ચર્ચા કરીએ કહો. આહાહાહા ! એમ લીંબડીમાં આવ્યા'તા સાધુ ઓલા કેવા? ચંદ્રશેખર બે સાધુ હતા ને? બે સાધુ હતા ને બે ત્રણ ગૃહસ્થો હતા. ગૃહસ્થો નરમ હતા બિચારા ઉભા હતા હારે એ કહે કે આપણે ચર્ચા કરીએ કહે. મેં કહ્યું જો ભાઈ અમે કોઈની હારે ચર્ચા કરતા નથી. ત્યારે એ બોલ્યા જો આ ચશ્મા વગર દેખાય? આ ચર્ચા થઈ ગઈ કીધું. આ ચશ્મા છે તો દેખાય છે કે નહીં ? આ પરદ્રવ્ય આંહી છે તો સુમન દેખાય છે કે નહીં? કીધું એમ નથી બાપુ! દેખવાની પર્યાય જીવ પોતે પોતાથી કરે છે ત્યારે આને તો નિમિત્ત કહેવાય છે. આહાહાહા ! આને તો ઘણાં વર્ષ થયાં. પહેલી સાલ હશે? પહેલાં વિહારમાં ભાઈ ત્યાં હતા તે દિસંબકભાઈ ઉભા'તા. આહાહા અરે તમે ચર્ચા નહીં કરો તો તમારી મહત્તા શું રહેશે? કીધું ભાઈ અમારી મહત્તા કાંઈ નથી, અમે તો જ્યાં છીએ ત્યાં છીએ (કે) એમ કહે છે. એમ કહ્યું કે તમે સિંહ છો તો હું સિંહનું બચ્ચું છું ભાઈ અમે કંઈ કહેતા નથી બાપા અમે સિંહ છીએ. ચંદ્રશેખર છે ને જીવા પ્રતાપનો ભત્રીજો દીક્ષા લીધી છે, બધી શ્રદ્ધા ભ્રષ્ટ. આહાહા ! ઝીણી વાત છે બહુ આ તો શ્વેતાંબર આખો સંપ્રદાય જ ગૃહિત મિથ્યાત્વથી ઊભો થયો છે. આકરી વાત છે બાપુ, આહાહાહા કર્મથી થાય બસ એ કર્મથી થાય. આંહી કહે છે કર્મથી થાય અને એને લઈને હું રખડું છું એમ માને તો એ મિથ્યાષ્ટિ છે. તદ્ન જુદું છે પેલાએ એમ કીધું કે આને લઈને આમ થાય, આને લઈને આમ થાય, અહીં ના પાડે છે કે અજ્ઞાનીઓ એમ માને છે, કર્મને લઈને હું રખડ્યો. એ કર્મનો અવયવ જે રખડાવે છે, કર્મ રખડાવશે એ કર્મ છે એમ માને છે એ મૂંઢ ને અજ્ઞાની છે એમ સિદ્ધ કર્યું. આકરી વાતું છે બાપુ. અને સ્થાનકવાસી તો એમાંથી નીકળ્યા છે. શ્વેતાંબરમાંથી એ તો વળી વધારે ભ્રષ્ટ છે. એમાં વળી તેરાપંથી નીકળ્યા છે એ વળી વધારે ભ્રષ્ટ તુલસી તમારા ગામનો છે ને લાડનુ(નો) શું કરે બિચારા એને મળ્યું નથી ને જે પરંપરા મળી, એ રીતે માન્યું. આહાહાહા ! અરે આંહી એ કહે છે, અજ્ઞાની એમ માને છે કે પૂર્વ અવયવ એ કર્મનો જ ભાગ છે. આહા! રખડવાનો અને ભવિષ્યમાં પણ રખડવાનો ભાવ એ કર્મનો જ ભાગ છે એને કર્મને લઈને રખડે અને એ કર્મ છે તે જ જીવ છે. છે? બહુ ગજબ વાત કરી અમૃતચંદ્રાચાર્યે મૂળ શ્લોકનો પાઠ છે એમાં એની ટીકા કરી છે ને? ભગવાન કુંદકુંદાચાર્યના શ્લોકમાં એ છે. આહાહા ! છે ને ઈ ? “જીવ અજઝવસાણું કર્મ ચ તથા પર્વેતિ Page #34 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૯ થી ૪૩ - ૨૧ પહેલી ગાથાનું ચોથું પદ “કમ્મ ચ તહાં પરુતિકર્મને આત્મા માને છે એટલે પરિભ્રમણનું કારણ કર્મ છે અને પરિભ્રમણને કારણે પરિભ્રમણ છે માટે કર્મ તે જીવ છે. હવે શું થાય ભાઈ, આકરી વાત છે બાપા કાંઈ એવા જીવને ઓલું નથી, એ જાતનું એને મળ્યું છે ને? અહીં એમ કહે છે કે કર્મ છે એ જ પરિભ્રમણનું કારણ છે અને પરિભ્રમણ કરે છે એ પણ કર્મને લઈને, માટે કર્મ જીવ છે. એમ અજ્ઞાની, નપુંસક જીવો, અત્યંત વિમૂઢ જીવો, આહા.. બે શબ્દ છે, નપુંસકપણે છે ને? “કલીબવેન અત્યંત વિમૂઢાઃ” બે શબ્દ સંસ્કૃતમાં છે “કલીબત્વેન અત્યંત વિમૂઢાઃ” સંસ્કૃત્ત છે પહેલી લીટી, છે ને? નપુંસકપણે અત્યંત વિમૂઢ એમ શબ્દ છે. આહા.... અહીં તો શબ્દ શબ્દનો અર્થ છે ને? સંસ્કૃતમાં છે. બસ ઈ રામવિજય કહે કર્મથી વિકાર થાય એમ તમે માનો તો ચર્ચા કરીએ એ આ વાત છે. અને આ પ્રશ્ન થયો'તો જ્યાં સુમનભાઈ ને આપણે જજ કનુભાઈ જજ-જજ હમણાં રીટાયર્ડ થઈ ગયા. સરકારે રદ કર્યા અમદાવાદમાંથી કંઈ ખટપટ હશે. એ બેય જણા પહેલાં અહીં હતાં ને? ઘણાં વર્ષ પહેલાંની વાત છે, પછી અહીંથી સાંભળીને ગયા રામવિજયજી પાસે એના ગુરુ પાસે એને કહે કે આત્મા પરનું કાંઈ કરે નહીં એ કહે કે પરમાણુનું ન કરે, શરીરનું કરે પરમાણુ નાનો ખરોને એમ ઝીણું છે ને એને ન કરી શકે એમ પણ આ જે શરીર છે તેનું કરી શકે, એમ ભગવાન પણ એમ કે વાણી રહે છે ને પછી કાઢે છે. ભાષા, આ કહે એ અમારી માન્યતા નથી એ લોકોમાં ચીજ જ એવી છે કર્મનું જ આખું લખાણ છે. સૂયગડાંગની પહેલી ગાથા છે. “બુજેવ જટીમટીજા” કર્મને જાણે એમ ત્યાં છે, “બંધનમ્ પરિહિયાણયાં” એમ છે ત્યાં પહેલી ગાથા “બંધને જાણ” “કર્મના બંધનને જાણ” (શ્રોતાઃ- દ્રવ્યકર્મ લેવો કે ભાવકર્મ) જડ, જડનું બંધન છે એને જાણે. શબ્દો ભૂલી ગયા મોઢે હતું તે દિ'બધું કંઠસ્થ. કીધું આમાં આ ભૂલ છે આમાં વાત એવી છે ભાઈ ભૂલ કરે છે જીવ પોતાની પર્યાયમાં પોતાને ભૂલીને કર્મને લઈને છે, તો ઈ કર્મને લઈને વિકાર કર્મને લઈને પરિભ્રમણ, કર્મને લઈને ચોર્યાસીનો અવતાર તો ઈ કર્મને લઈને છે એમ એ લોકો માને છે. ભારે કર્મી જીવ જ ભારે કર્મી મિથ્યાત્વ સેવે એ ભારે કર્મી છે. છે? એ ક્રિયા તે રૂપે ક્રિીડા કરતું તે પરિભ્રમણની ક્રિયા એમ તે રૂપે કીડા કરતું (જે) કર્મ તે જ જીવ છે, કારણકે પરિભ્રમણના કારણના કર્મ વિના કોઈ જુદો જીવ જોવામાં આવતો નથી. એમ કહે છે. બે (બોલ થયા). કોઈ કહે છે તીવ્ર મંદ અનુભવથી ભેદરૂપ થતાં, રાગરૂપ રસથી ભરેલાં મંદ અને તીવ્ર” મંદ અને તીવ્ર, બસ એ જ આત્મા છે. રાગની મંદતા તે આત્મા અને રાગની તીવ્રતા તે આત્મા. તીવ્ર મંદ અનુભવથી ભેદરૂપ થતાં જેનો અંત દૂર છે, વિકારનો અંત ક્યાં છે કહે છે, અંત ન થઈ શકે એવો જે મંદ તીવ્ર ભાવ, રાગરૂપ રસથી ભરેલા અધ્યવસાનોની જે સંતતિ (પરિપાટી) તે જ જીવ છે. મંદભાવ શુભજોગ ને તીવ્રભાવ અશુભજોગ બસ એ જીવ છે. (શ્રોતા:- પર્યાયને એ જીવ માને છે) એ વિકૃતને જીવ માન્યો. આકરું કામ બહુ ભાઈ ! અનંત અનંત પુરૂષાર્થ જોઈએ. એ રાગના પરિણામ મંદ હોય તો ય હું નહીં ને તીવ્ર હોય તો ય હું નહીં, એ કાંઈ સાધારણ વાત નથી બાપા. “હું તો એક જ્ઞાયક ચૈતન્ય જ્યોતસ્વરૂપ છું” એમાં તીવ્ર મંદ રાગનો કોઈ અવકાશ જ નથી. આહાહા... તો અહીં તો એ કહે છે કે શુભજોગ જ પંચમકાળમાં હોય, મંદ રાગ એ પંચમકાળમાં હોય એટલે અજીવપણું પંચમકાળમાં હોય, Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૨ સમયસાર સિદ્ધિ ભાગ-૩ વસ્તુની સ્થિતિ આમ છે હોં. કોઈ વ્યક્તિનું આપણે કામ નથી આ તો એનું સ્પષ્ટીકરણ થાય છે, દૃષ્ટિનો મોટો ફે૨. દૃષ્ટિ જ જ્યાં વિપરીત છે ત્યાં પછી વ્રત ને તપ આવ્યા ક્યાંથી ન્યાં ? તીવ્ર મંદ રાગરૂપ૨સથી ભરેલો, ચાઢે તો તીવ્ર અશુભ રાગ હો કે મંદ રાગ હો, પણ એ રાગનો ૨સ છે એમાં, આત્મ૨સ નથી એમાં, એ જ આત્મા છે અમારે તો બસ શુભજોગથી કલ્યાણ થશે એમ માનનારા શુભજોગને આત્મા માને છે, રાગની મંદતાને આત્મા માને છે. કહો, ચંદુભાઈ ! આવું ઝીણું છે જરી. અરે ભવનો અંત લાવવાની વાતું બાપા. અંદર ભગવાન રાગની મંદતાથી પણ પ્રભુ તો ભિન્ન છે, એને આત્મા કહીએ રાગની મંદતા એ આત્મા નહીં. એ તો પુદ્ગલના ખરેખર તો પરિણામ છે. રાગને પુદ્ગલ પરિણામ કહયા છે ને અચેતન, આ અપેક્ષાએ હોં. ઓલો કઠે કર્મને લઈને થાય એમ નહીં, સ્વભાવમાં નથી અને તેથી રાગ મંદ થાય છે તે પુદ્ગલના પરિણામ આ અપેક્ષાએ. પાછા કોઈ એમ કહે કે પુદ્ગલને લઈને થયા માટે એના કા૨ણે ૨ખડવું થાય છે એમ નથી. આરે આ ! કહો, પંડિતજી ! આવા બધા ભંગ ને ભેદ એકકોર એમ કહે કે મંદ પરિણામ પણ મારા પુરૂષાર્થ ને ઉલટા પુરૂષાર્થથી થાય છે, એ કર્મથી નહીં અને તે મંદ પુરૂષાર્થથી થાય તે મારું સ્વરૂપ નથી. એવું જે સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાન એ ચૈતન્યને અવલંબીને થાય, ઈ એમ માને છે કે રાગની મંદતા એ મારી નથી. રાગની મંદતાથી મને લાભ થાય એ હું નહીં. આહાહા... એમ કે આ વ્રત ને તપ ને ભક્તિ કરીએ ને એ શુભભાવ છે. એ શુભભાવથી શુદ્ધતા થશે, તો એનો અર્થ એ થયો કે રાગનો તીવ્ર૨સ ને મંદ૨સ એનાથી અરાગીપણું થશે. આહાહા... હેય માને તો ઈ તો થઈ રહ્યું એ મારું નથી, થાય છે છતાંય જ્ઞાન જાણે છે કે મારી વસ્તુની ચીજ નથી, પર્યાયની કમજોરીથી થયો છે, તે કર્મને લઈને થયો નથી. અહીંયા તો સર્વસ્વ રાગની તીવ્રતા ને મંદતા તે સર્વસ્વ છે. વળી કોઈક રાગ રહિત ભગવાન આત્મા છે, એ અમે નથી જાણતા કહે છે. બધી રાગની ૨મતું છે. મંદ રાગ કે તીવ્ર રાગ જે આ રાગમાં રાગનો રસ પડયો છે, બસ, એ જ આત્મા છે. એનાથી વળી જુદો આત્મા અમે જાણતા નથી, માનતા નથી. આહા ! એક શબ્દ આવે છે. બેનના ઓલામાં કે “રાગથી રહિત થઈશું તો શૂન્ય થઈ જઈશું” શુભ જોગ છોડી દઈશું તો શૂન્ય થઈ જઈશું, છે ને ? “શુભરાગ છોડીશ તો શૂન્ય થઈ જઈશ” એમ નથી પ્રભુ ! શુભરાગ છૂટશે તો ત્યાં નિવડતા (પ્રગટતા ) જ્ઞાન ને આનંદની થશે. શૂન્યતા નહીં થાય એમ કહે છે શુભ જ ભાવ છે આખો આ હવે એને છોડી દઈશું તો શૂન્ય થઈ જઈશું એમ આંહી કહે છે, એ જ કહે છે કે શુભભાવ છે એ જ પોતે છે. એને છોડી દેશો તો શૂન્ય થશે. પણ એને છોડી દઈશ તો દૃઢતા જ થશે આનંદની શુભથી જાણે હું છું ઓલા શુભથી અને એને છોડી દઉં તો હું શૂન્ય થઈ જઈશ. ભાઈ જુદો જ છે. છોડવું નથી, છૂટો જ છે. શુભરાગ જ્ઞાયકભાવથી છૂટો જ છે, એક થયો જ નથી એને અહીં એ કહે છે અમારે તો મંદ ને તીવ્ર રાગ ૨સ બસ, એ એક મંદ ને તીવ્ર, મંદ ને તીવ્ર બસ, વળી રાગનો અભાવ ક૨વો અને આવો આત્મા, એ અમને નથી. ( બેસતું ) આવું કામ છે, વિશેષ કહેશે લ્યો. ( શ્રોતાઃપ્રમાણ વચન ગુરુદેવ ) Page #36 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૯ થી ૪૩ ૨૩ પ્રવચન ન. ૧૧૪ ગાથા-૩૯ થી ૪૩ શનિવાર આસો વદ-૫ તા. ૨૧/૧૦/૭૮ સમયસાર ગાથા ૩૯ થી ૪૩ છે ને ત્રણ બોલ ચાલ્યા ત્રણ. શું ચાલે છે? કે આ અંદર આત્મા છે એ જ્ઞાનાનંદ સહુજાત્મ સ્વરૂપ શુદ્ધ ચૈતન્યન, એને નહીં જાણનારાઓ, રાગના ભાવની એકતાબુદ્ધિ એવો જે અધ્યવસાય તેને આત્મા માને છે અજ્ઞાની. (શ્રોતા:- વિકારની પર્યાયને આત્મા માને છે ) રાગની પર્યાય છે ને અધ્યવસાય એકત્વબુદ્ધિ, એ રાગથી ભિન્ન છે ભગવાન અંદર તો, એ તો સચ્ચિદાનંદ શુદ્ધ ચૈતન્યઘન એવું તત્ત્વ છે, પણ ખબર નથી એની અને આ વસ્તુ ચાલતી નથી. આ તો ક્રિયાકાંડ કરો ને આ કરો ને તે કરો. એથી અહીં કહે છે ભગવાન આત્માને. કેટલાક એમ માને છે કે એ રાગ ને પુણ્ય પાપથી મલિન એકતાબુદ્ધિ એ આત્મા, એનાથી જુદો આત્મા અમને તો કંઈ જણાતો નથી માટે એ જ આત્મા એમ કહે છે. અજ્ઞાની એમ માને છે. ત્રણ બોલ ચાલી ગયા છે. બીજો બોલ. અમારે તો એ કર્મ છે એનાથી ક્રિયા થાય છે પરિભ્રમણની એ કર્મ તે આત્મા છે, બીજો કોઈ આત્મા જુદો છે એ અમને તો જણાતો નથી, એમ અજ્ઞાનીઓની અંતરની કુદલીલ છે. કર્મનો એક અવયવ અંશ પૂર્વનો પરિભ્રમણનું કારણ થયું એનો અંશ પરિભ્રમણનું કારણ થશે માટે તે કર્મ તે જ આત્મા એનાથી વળી પરિભ્રમણથી જુદી ક્રિયાવાળો આત્મા એવો અમને જણાતો નથી, એમ અજ્ઞાની અનાદિથી મિથ્યાશ્રદ્ધાપણે માની રહ્યો છે. (શ્રોતા – આ વ્યાખ્યાની એને ખબરેય નથી ને...) વિચારેય કર્યો નથી ને, આવો અંદર ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ સત્ નામ જ્ઞાન ને આનંદનું સ્વરૂપ શાશ્વત એવી ચીજ અંદર ભિન્ન છે, એ રાગની ક્રિયા અને એક સમયની વર્તમાન પર્યાય, જે છે ને પર્યાય અવસ્થા એથી અંદર સમીપ અંદર તત્ત્વ જે છે, એ અખંડાનંદ પ્રભુ ભિન્ન છે. એને નહિ જાણતા, કર્મને જ આત્મા માનનારાઓ મૂઢ જીવો મિથ્યાષ્ટિ અનાદિથી પરિભ્રમણ કરે છે, બે બોલ થયા. આ (હવે ) ત્રીજો બોલ. રાગની મંદતા કે તીવ્રતા તે આત્મા, અમને વળી આત્મા મંદ રાગ, રાગ મંદ હો શુભભાવ તરીકે, ત્રીજો બોલ છે ત્રીજો, રાગ મંદ હો કે તીવ્ર હો, એનાથી ભરેલો ભાવ તે જ જીવ છે, એ રાગની મંદતા ને તીવ્રતા, આ અમને તો દેખાય છે. એ રાગની મંદતા ને તીવ્રતાથી જુદો કોઈ આત્મા અમને તો જણાતો નથી. ત્રણ બોલ તો થઈ ગયા છે. આ તો ચોથો બોલ જરી, ચોથો કોઈ એમ કહે છે, છે? કે નવી ને પુરાણી અવસ્થા આ શરીર-શરીર, જીર્ણ અવસ્થા થાય જુવાન અવસ્થા થાય નવીન, એ અવસ્થા તે આત્મા છે હવે આત્મા એનાથી જુદો છે, શરીર એ આત્મા કેમકે શરીરની બધી ક્રિયાઓ અમારા આત્માથી થાય છે. માટે શરીરની ક્રિયાઓ જે કાંઈ શરીર જીર્ણ હો કે પુષ્ટ હો પણ એ આત્મા શરીર છે. આત્મા શરીરથી જુદો એમ અમને તો જાણવામાં પણ આવતું નથી. એમ અજ્ઞાનીની માન્યતા છે. અનાદિથી આમ માની રહ્યો છે. આ તો શરીર તો માટી છે, ધૂળ છે, અજીવ છે, જડ છે, ભગવાન તો અંદર ચૈતન્ય મંદિરમાં આનંદકંદ પ્રભુ બિરાજે છે. એની એને ખબર નથી, એથી આ શરીરને જ આત્મા (માને છે) એ પરદેશી રાજાના અધિકારમાં આવે છે એવું. ભાઈ ! એમ કે શું કહેવાય? તીર તીર તીર જો જીર્ણ હોય તો જીર્ણ કામ કરે, ભલે એ આત્મા અંદર હોય પણ Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૪ સમયસાર સિદ્ધિ ભાગ-૩ જીર્ણ કામ કરી શકે બરાબર કામ કરી શકે નહીં. અને બરાબર તીર પાકુ હોય તો આત્મા અંદર જે હોય મારી શકે, માટે તીર તે જ આત્મા, એમ આ શરીરની અવસ્થા જીર્ણ મંદ થાય તે જ આત્મા, ઈ પરદેશમાં આવે છે. ભાઈ તે દિ' તો વ્યાખ્યાન બહુ ચાલ્યુ'તું રાજકોટમાં બહુ ૮૯ માં ઘણાં વર્ષ થઈ ગયા. ત્રણ ત્રણ હજાર માણસ ૮૯ ની સાલ સંપ્રદાયમાં પરદેશી રાજાનું વ્યાખ્યાન ચાલતું'તું ને ૮૯ રાજકોટ-રાજકોટ બહાર દશા શ્રી માળીની ભોજનશાળામાં, ત્રણ ત્રણ હજાર માણસ માંય નહીં એટલું હતું, ૮૯ માં, ૪૫ વર્ષ થયા. તે દિઆ દૃષ્ટાંત આપ્યું 'તું ભોજનશાળા છે ને આપણી દશા શ્રીમાળીની બહાર, વંડો કહેવાય છે ને, વંડો. એ આંહીં એમ કહે છે કે, આ શરીર મોળુ હોય તો આત્મા વધારે કામ કરી શકતો નથી. માટે એ જ આત્મા છે. શરીર લઠ હોય તો કામ એકદમ કરી શકે આત્મા, માટે એ જ આત્મા છે. (એમ દેખાય છે) મૂંઢ એમ માને છે. શરીર જીર્ણ હોય કે શરીર પુષ્ટ હોય, ભગવાન તો અંદર આનંદનો નાથ પ્રભુ સચ્ચિદાનંદ પ્રભુ જ્ઞાનનો સાગર, આનંદનો સાગર બિરાજે છે. ભાઈ, તને ખબર નથી. અને એના ભાન વિના તારા જનમમરણ મટે એવા નથી. ૮૪ નો અવતાર કરી કરીને બાપુ ઠરડ નીકળી ગયો છે બાપુ, એ આવી શ્રધ્ધા ને આવી માન્યતાથી. આહા ! ત્રણ બોલ થઈ ગયા છે. આ ચોથો. ( પુરાણી અને નવીન અવસ્થાથી પ્રવર્તતું એવા ભાવે, એ નોકર્મ તે જીવ છે. કારણકે શરીરથી અન્ય જુદો કોઈ જીવ જોવામાં આવતો નથી, એમ અજ્ઞાની માને છે. છે ને ? ચોથો બોલ, ભાઈ દરબાર અમારા જૂના જાણીતા છે. ચૂડામાં દિવાન હતા ત્યારે ગયેલાને વ્યાખ્યાનમાં પહેલાં વહેલા ગયેલાને ૯૯ ની સાલમાં, ત્યારે દિવાન હતા ને ત્યાં ચૂડામાં. ૯૯ માં પહેલાં નીકળ્યાં'તા વિહારમાં પરિવર્તન કરીને, ત્યારે દરબાર આવતા નામ ભુલાઈ ગયું. આ તત્ત્વ ક્યાં (બીજે ક્યાં છે.) આજે જગતની પ્રવૃત્તિ આડે અને એનાથી પણ આગળ વધીને હવે બીજું કહે છે. કોઈ એમ કહે છે પાંચમો બોલ ચોગડા પછી, સમસ્ત લોકને પુણ્યપાપરૂપ વ્યાપતો કર્મનો વિપાક તે જ જીવ છે. અમને તો અંદર શુભભાવ ને અશુભભાવ થાય એ સિવાય જુદો આત્મા જણાતો નથી, એ આત્મા છે, એમ કહે છે, શુભભાવ તે પુણ્ય છે. દયા-દાન-વ્રત-ભક્તિ આદિ ભાવ તે પુણ્ય છે, હિંસા જૂઠું ચોરી વિષય ભોગ વાસના આદિ પાપ ભાવ છે, તો અમને તો એ પુણ્યપાપરૂપી ભાવ જે શુભાશુભ છે, તેનાથી આત્મા જુદો છે એમ તો અમને જણાતો નથી. આહાહાહા ! છે? સમસ્ત લોકને પુણ્યપાપરૂપે વ્યાપતો, પુણ્ય કરે તો એને સ્વર્ગાદિ મળે, પાપ કરે તો નરકાદિ પણ એ પુણ્ય ને પાપમાં રહેલો એ આત્મા છે. પુણ્યપાપના ભાવથી ભિન્ન છે એમ અમને જણાતો નથી. જુઓને અત્યારે આવ્યું'તું ને સુખસાગર એક દિગંબર છે એ કહે કે અત્યારે પંચમકાળમાં તો શુભજોગ જ છે. અરરર! શુભજોગથી જુદી ચીજ અત્યારે છે જ નહીં. દિગંબર શાંતિસાગરની પરંપરામાં થયેલ, પ્રભુ! આવું કર્યું છે. એ તો દલીલ છે આની પહેલેથી એ તો ચાલી આવે છે. ભાઈ શુભભાવ દયા દાન વ્રત એ પરિણામ અને હિંસા ચોરી જૂઠું વિષય ભોગ વાસના કામ ક્રોધ એ પાપ બેથી જુદો કોઈ આત્મા અમને તો દેખાતો નથી. બે-તે આત્મા છે. આહાહા... છે? Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨૫ ગાથા-૩૯ થી ૪૩ સમસ્ત લોકને પુણ્ય પાપ આખા લોકમાં આખું બધું વ્યાપેલું છે, પુણ્ય પાપથી સ્વર્ગ, નર્ક મળે છે ને તે જ આત્મા છે. પુણ્યપાપરૂપે વ્યાપતો જુઓ આ કર્મનો વિપાક એ કર્મનો પાક, ફળ શુભઅશુભ ભાવ એ પુણ્યપાપ એ કર્મનો પાક છે, એ જ અમને તો આત્મા છે એમ લાગે છે. કહે છે અત્યારે કહે છે ને કે દયા, દાન, વ્રત ભક્તિ આદિના ભાવ એ ધર્મ છે એ ધર્મનું કારણ છે એને જ એ જીવ માને છે. એ આ દલીલ છે આ. બધા ઉત્તર આપશે હોં પાછળ, આ તો હજી એની (અજ્ઞાનીની) દલીલ છે. પુણ્યપાપરૂપે વ્યાપતો, કર્મનો વિપાક બસ. આહા... ભગવાન અંદર સચ્ચિદાનંદ પ્રભુ જ્ઞાનના નૂરના પૂરથી ભરેલો એને ન જાણતાં ઈ પુણ્યપાપના ભાવને જ આત્મા માને છે, એ અનાદિનું આમ છે. પુણ્યપાપરૂપે શુભાશુભ ભાવથી અન્ય જુદો, જોયું? શુભાશુભભાવ શુભ નામ દયા, દાન, વ્રત, ભક્તિ પૂજાનો ભાવ એ શુભ અને હિંસા ચોરી જૂઠું વિષય ભોગ વાસના તે અશુભ, એનાથી કોઈ જુદો આત્મા છે એ તો અમને જણાતું નથી અમને તો એ શુભાશુભ ભાવ છે એ જ જીવ છે. (એમ જણાય છે) આહા ! એ પાંચમો બોલ. થયો ને? કોઈ કહે છે કે શાતા, અશાતારૂપે વ્યાસ જે સમસ્ત તીવ્ર મંદ– ગુણો તે વડે ભેદરૂપ થતો જે કર્મનો અનુભવ તે જ જીવ છે. અંદરમાં સુખદુઃખની કલ્પનાથી જે વેદાય છે એ જીવ છે, બીજો વળી સુખદુઃખની કલ્પનાથી ભિન્ન અંદર કોઈ ચીજ છે એ અમને જણાતો નથી. શાતાવેદનીયથી અનુકૂળ સંયોગ મળે ને એમાં કલ્પના થાય કે મને ઠીક છે, અશાતાના ઉદયથી પ્રતિકૂળ સંયોગ મળે એમાં થાય મને ઠીક નથી, એ સુખદુઃખની કલ્પના એ સિવાય જુદી ચીજ અમને તો ભાસતી નથી. અરે ભગવાન શું કરે છે તું આ? આચાર્યો ખુલાસો કરે છે. બધો કરશે ભાઈ તું આ માને છે એ અજીવને તું જીવ માને છો. એ શુભ અશુભ ભાવ એ ખરેખર તો આસ્રવ છે, ભાવબંધ છે, અજીવ છે. નિશ્ચયથી તો તે પુગલના પરિણામ છે. ભગવાન તારા પરિણામ નહીં, તું તો શુદ્ધ આનંદનો નાથ છો ને નાથ પ્રભુ, તું તો જ્ઞાનનું પૂર છો. અંદર પાણીનું જેમ પૂર હોય તે આમ (ઉર્દુ) હોય આ જ્ઞાન જ્ઞાન જ્ઞાન જ્ઞાન જ્ઞાન જ્ઞાન આનંદ આનંદ આનંદ આનંદ એમ ધ્રુવ પૂર છે તું. અરેરે કોણે એ વિચાર કર્યો છે, નવરાશેય ક્યાં છે. ફૂરસદેય કયાં છે? અંદર ભગવાન જાણક સ્વભાવરૂપી દળ ચૈતન્ય રસકંદ એને આત્મા માનવો, એને ઠેકાણે આ કહે છે અમારે તો પુણ્ય પાપના ભાવની શાતા અશાતાની કલ્પના, સુખદુઃખની ભાવસુખ એટલે આ કલ્પનાનું સુખ એ આત્મા લાગે છે, અમને તો એનાથી જુદો વળી આનંદસ્વરૂપ આત્માને (તે) અમને તો ક્યાંય દેખાતો નથી. આહાહા ! કોઈ કહે છે કે શિખંડની જેમ ઉભયરૂપ મળેલા આત્મા ને કર્મ તે બંને મળેલા જ જીવ છે. અમારે તો આત્મા ને કર્મ બે થઈને જીવ છે. વળી કર્મ જુદાં ને આત્મા જુદો છે? શિખંડમાં જેમ દહીં ને ખાંડ, દહીં ને ખાંડ હોય ને શિખંડમાં એમ દહીં સમાન કર્મ, ખાંડ સમાન આત્મા, બે થઈને અહીં તો આત્મા છે, કર્મથી વળી જુદો અંદર આત્મા ભગવાન. આ ક્રિયાકાંડીઓ એ જ માને છે ને શુભભાવની ક્રિયાઓ તે આત્મા અને તે આત્માનો ધર્મ. એ દલીલ અજ્ઞાનીઓની આ જ છે કહે છે, એવું છે. શિખંડની જેમ આત્મા ને કર્મ બંને મળેલા સમસ્તપણે, કર્મથી અન્ય જુદો કોઈ જીવ જોવામાં આવતો નથી. સાત બોલ થયા. Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૬ સમયસાર સિદ્ધિ ભાગ-૩ કોઈ કહે છે અર્થક્રિયામાં સમર્થ એવો જે કર્મનો સંયોગ, એ આઠેય કર્મનો સંયોગ એ જીવ છે, કારણકે એમાં આઠ લાકડાના સંયોગથી અન્ય જુદો કોઈ ખાટલો જોવામાં આવતો નથી. ખાટલો હોય ને ખાટલો ચાર એના પાયા અને ચાર ઈસ શું કહેવાય એ? બે બાજુ બે લાકડા એમ ચાર લાકડા ને ચાર પાયા આઠ વસ્તુ છે એ ખાટલો એમાં સુનારો વળી જીવ જુદો છે. અમારે તો આઠ કર્મ છે એનો સંયોગ જે છે એ જ આત્મા. (શ્રોતા- સંયોગ સિવાય બીજો કોઈ પદાર્થ જોયો નથી) જોયો નથી તેથી જ તો કહે છે ને? તેથી જ માને છે ને એને? ભાઈ કર્મના રજકણો જડ છે પ્રભુ તારી ચીજ તો અંદર જુદી છે. વસ્તુ છે એ તો કર્મને અડતી નથી એવી ચીજ છે. અંદર જ્ઞાનાનંદ પ્રભુ પ્રજ્ઞાબ્રહ્મ સ્વરૂપ પ્રભુ છે. પ્રજ્ઞા નામ જ્ઞાન અને બ્રહ્મ નામ આનંદ અતીન્દ્રિય, એ જ્ઞાન અને અતીન્દ્રિય આનંદ સ્વરૂપ તે પ્રભુ છે આત્મા. તો એને ઠેકાણે તું આઠ કર્મના સંયોગને જ આત્મા માને છો, કહેશે આગળ જવાબ આપશે. ખાટલો આઠ લાકડા મળીને ખાટલો થયો, થયો ને ઓલા બે આડા બે ઉભા ચાર ને ચાર પાયા એનાથી અન્ય જુદો જીવ જોવામાં આવતો નથી. આ પ્રમાણે આઠ લાકડા મળીને ખાટલો થયો છે ત્યારે અર્થ ક્રિયામાં સમર્થ થયો, અર્થક્રિયા એટલે સુવામાં કામ આવ્યો, તે રીતે અહીં પણ જાણવું. એ આઠ કર્મની સ્થિતિ છે ભેગું એ જ આત્મા. આ પ્રમાણે આઠ પ્રકાર તો આ કહ્યા. એવા એવા અન્ય પણ અનેક પ્રકારે દુર્બુદ્ધિઓ આહાહા... જેની બુધ્ધિ મેહાવી દુર્મહાવી દુર્બુદ્ધિ છે એ રીતે આ આત્માને એમ માને છે. ઓલાયે કહ્યું ને કે વ્યવહાર છે, સિદ્ધને નિશ્ચય હોય, પણ પછી ૧૫૬ ગાથામાં તો એમ કહ્યું એને વ્યવહારે વિદ્ધસ વર્ટાતિ વિદ્વાનો વ્યવહારમાં વર્તે પણ તેમનો મોક્ષ નહીં. આ બધું ભારે ઘણું ભર્યું કરે છે કામ અને એ સમયસારના વખાણ કરે બહુ બધાય કારણકે વ્યવહાર રાખ્યો ખરો ને વ્યવહાર. એક તુલસીએ વખાણ કર્યા'તા સ્થાનકવાસીએ વખાણ કર્યા. દેરાવાસીએ વખાણ કર્યા દિગંબરે કર્યા. પુસ્તક છે ને? ત્યાં છે. ત્યાં છે. પણ એ વસ્તુ જ તન્ન ઊંધી કરી છે અર્થ જ છે. જે સમયસારનો ભાવ છે તેનાથી તદ્ન ઉધી. હવે અહીં કહે છે સ્વામીજી અમને કાંઈ બતાવે એમ કે અમે કર્યું એના માટે શું કહે છે? ભાઈ અમે કેમ કહીએ તને ખોટું ધતિંગ એમ અમારે કેમ કહેવું. અહીં પુછવા આવ્યા'તા પંડિત, આ પુસ્તક એમ કે સ્વામી પાસે આવ્યું હશે તો એને માટે બધા વખાણ કરે છે તો શું કહે છે સ્વામીજી, શું કહીએ બાપા? એ રાગ અને રાગની ક્રિયા જે છે, એ તો વ્યવહાર ને બંધનું કારણ છે, એ વ્યવહાર રાખ્યો છે ને, નિશ્ચય તો સિદ્ધમાં રાખ્યો છે. તો પછી અહીં શું કીધું? વ્યવહારે વઢંતિ એ મૂઢ જીવ છે. “નિશ્ચય નયાશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણની” તો નિશ્ચય સિદ્ધ ને જ છે કે અહીં છે નિશ્ચય? ભગવાન આત્મા પાણી ને કાદવ જેમ છે એ કાદવથી પાણી ભિન્ન છે. એમ એ પુણ્ય પાપના રાગના મલિન પરિણામ એનાથી ચૈતન્ય ઝળહળ જ્યોતિ ભગવાન શુદ્ધ ચૈતન્યઘન ભિન્ન છે. અરે શું થાય ભાઈ. અભ્યાસ ન મળે અને માથે કહેનારા મળે એ હા હા પાડીને, નિર્ણય કરવાનો વખત ન મળે. મારું શું થશે? હું અહીંથી ક્યાં જઈશ? અહીંથી આત્મા તો ચાલ્યો જશે, આત્મા તો નિત્ય રહેશે, એ કાંઈ નાશ થઈ જાય છે? તો, મેં જો આ રીતે પરને આત્મા માન્યો તો હું તો ત્યાં પરના સંયોગમાં જ રહીશ ભવિષ્યમાં, પણ એ કહે છે પરંતુ તેમને Page #40 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૯ થી ૪૩ ૨૭ પરમાર્થના જાણનારાઓ સત્યાર્થવાદી કહેતા નથી. ધર્મી સંતો નિશ્ચયના જાણનારા આવું માનનારને સત્યાર્થવાદી કહે છે કે સાચું કહેનારા નથી જૂઠું કહેનારા છે. આહાહાહા! ભાવાર્થ - ભાવાર્થ છે ને ? જીવ અજીવ બને અનાદિથી એક ક્ષેત્રમાં રહ્યા છે. આમ જ્યાં ભગવાન આત્મા છે ત્યાં કર્મ ને શરીર રહ્યા સાથે, છતાં કાંઈ એક થયા નથી. સમજાણું કાંઈ ? સંયોગરૂપ મળી રહ્યા છે. અનાદિથી જીવની પુગલના સંયોગથી અનેક વિકારસહિત અવસ્થાઓ, જોયું? એ કર્મના સંયોગથી વિકાર અવસ્થા અનાદિથી થઈ રહી છે એનામાં, આહા! “પરમાર્થ દૃષ્ટિએ જોતાં જીવ તો પોતાના ચૈતન્યત્વ આદિ ભાવોને છોડતો નથી” ભગવાન છે એ ચૈતન્ય છે આનંદ છે જ્ઞાન છે શાંત શાંત અવિકારી સ્વભાવ છે એની પર્યાયમાં ભલે વિકાર હો, અવસ્થામાં, વસ્તુ પોતે પોતાના સ્વરૂપને છોડતી નથી. આહા! સમજાય છે કાંઈ અને પુગલ પોતાના મૂર્તિક જડત્વ આદિને છોડતું નથી. પુદ્ગલ જડ છે, વિકારી ભાવ પણ નિશ્ચયથી તો જડ છે. એ એના સ્વભાવને છોડતું નથી અને આ પ્રભુ ચૈતન્યમૂર્તિ ભગવાન પોતાના સ્વભાવને છોડતો નથી. આવું ક્યાં ભેદજ્ઞાન? પરંતુ જે પરમાર્થને જાણતા નથી, તેઓ સંયોગથી થયેલા ભાવોને, સંયોગ એટલે કર્મના સંયોગ એનાથી થયેલા ભાવોને જ જીવ કહે છે. એ પુણ્યના પરિણામ એ જીવ દયા, દાન, વ્રતના પરિણામ એ આત્માને લાભદાયક, એમ અજ્ઞાનીઓ જડને પુદ્ગલના સંયોગને અથવા સંયોગથી થતાં ભાવને જીવ માને છે. આહાહાહા! કારણકે પરમાર્થ જીવનું સ્વરૂપ પુગલથી ભિન્ન સર્વજ્ઞને દેખાય છે. સર્વજ્ઞ સ્વભાવી પરમાત્મા થાય એને આ રાગથી ભિન્ન સર્વજ્ઞસ્વરૂપી દેખાય છે. આત્મા સર્વજ્ઞ સ્વભાવી છે. સર્વજ્ઞ સ્વભાવ, સર્વને જાણનાર દેખનાર સ્વભાવવાળો આત્મા છે. એવું સર્વજ્ઞા ભગવાન જાણે છે. હવે એને જાણ માટે કહેશે, તેમજ સર્વશની પરંપરાના આગમથી જાણી શકાય છે, આગમના વચનોથી અંદર અનુભવ કરે તો એને જાણી શકાય છે કે આ રાગથી આત્મા ભિન્ન છે. ચાહે તો એ દયા, દાન, વ્રત ભક્તિ પૂજાનો ભાવ હો, પણ એ તો રાગ છે, વૃત્તિનું ઉત્થાન છે, વિકાર છે, વિભાવ છે, દુઃખરૂપ છે. એનાથી ભગવાન જુદો છે. તેથી જેમના મતમાં સર્વજ્ઞ નથી જેને કાંઈ સર્વજ્ઞ જેના મતમાં નથી એને એ જાણ્યું નથી. કલ્પનાથી બધી વાતો કરી છે. તેઓ પોતાની બુદ્ધિથી અનેક જાણી શકાય છે, અનેક કલ્પના કરી કહે છે. તેમાંથી વેદાંતિ-વેદાંતિ એક જ આત્મા સર્વવ્યાપક, એ જુઠી વાત છે. આઠ બોલ આવ્યા છે ને એમાં નાખ્યા છે આઠ મીમાંસક, સાંખ્ય, યોગદર્શન, બોદ્ધદર્શન, નૈયાયિકદર્શન, વૈશેષિકદર્શન, ચાર્વાક, નાસ્તિકદર્શન આદિ મતોના આશય લઈ આઠ પ્રકાર તો પ્રગટ કહ્યા, અહીં એમ કહ્યું એમણે અને અન્ય પણ પોતપોતાની બુદ્ધિથી અનેક કલ્પના કરી અનેક પ્રકારે કહે છે, તે ક્યાં સુધી કહેવું? એવું કહેનારા સત્યાર્થવાદી કેમ નથી, આમ માનનારા જૂઠાં છે, સાચા નથી એનો ઉત્તર દેવામાં આવે છે. Page #41 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ ભાગ-૩ જ એવું કહેનારા સત્યાર્થવાદી કેમ નથી તે કહે છે - एदे सव्वे भावा पोग्गलदव्वपरिणामणिप्पण्णा। केवलिजिणेहिं भणिया कह ते जीवो त्ति वुचंति।।४४।। एते सर्वे भावा: पुद्गलद्रव्यपरिणामनिष्पन्नाः। केवलिजिनैणिताः कथं ते जीव इत्युच्यन्ते।।४४।। यतः एतेऽध्यवसानादयः समस्ता एव भावा भगवद्भिर्विश्वसाक्षिभिरर्हद्भिः पुद्गलद्रव्यपरिणाममयत्वेन प्रज्ञप्ता: सन्तश्चैतन्यशून्यात्पुद्गलद्रव्यादतिरिक्तत्वेन प्रज्ञाप्यमानं चैतन्यस्वभावं जीवद्रव्यं भवितुं नोत्सहन्ते; ततो न खल्वागमयुक्तिस्वानुभवैर्बाधितपक्षत्वात् तदात्मवादिनः परमार्थवादिनः। एतदेव सर्वज्ञवचनं तावदागमः। इयं तु स्वानुभवगर्भिता युक्ति:-न खलु नैसर्गिकरागद्वेषकल्माषितमध्यवसानं जीवस्तथाविधाध्यवसानात्कार्तस्वरस्येव श्यामिकाया अतिरिक्तत्वेनान्यस्य चित्स्वभावस्य विवेचकैः स्वयमुपलभ्य-मानत्वात्। न खल्वनाद्यनन्तपूर्वापरीभूतावयवैकसंसरणलक्षणक्रियारूपेण क्रीडत्कर्मैव जीवः कर्मणोऽतिरिक्तत्वेनान्यस्य चित्स्वभावस्य विवेचकैः स्वयमुपलभ्यमानत्वात्। न खलु तीव्रमन्दानुभवभिद्यमानदुरन्तरागरसनिर्भराध्यवसानसन्तानो जीवस्ततोऽतिरिक्तत्वेनान्यस्य चित्स्वभावस्य विवेचकैः स्वयमुपलभ्यमानत्वात्। न खलु नवपुराणावस्थादिभेदेन प्रवर्तमानं नोकर्म जीव: शरीरादतिरिक्तत्वेनान्यस्य चित्स्वभावस्य विवेचकैः स्वयमुपलभ्यमानत्वात्। न खलु विश्वमपि पुण्यपापरूपेणाक्रामन् कर्मविपाको जीवः शुभाशुभभावादतिरिक्तत्वेनान्यस्य चित्स्वभावस्य विवेचकैः स्वयमुपलभ्यमानत्वात्। न खलु सातासातरूपेणाभिव्याप्तसमस्ततीव्रमन्दत्वगुणाभ्यां भिद्यमान: कर्मानुभवो जीव: सुखदुःखातिरिक्तत्वेनान्यस्य चित्स्वभावस्य विवेचकैः स्वयमुपलभ्यमानत्वात्। न खलु मज्जितावदुभयात्मकत्वादात्मकर्मोभयं जीव: कात्य॑तः कर्मणोऽतिरिक्तत्वेनान्यस्य चित्स्वभावस्य विवेचकैः स्वयमुपलभ्यमानत्वात्। न खल्वर्थक्रियासमर्थः कर्मसंयोगो जीव: कर्मसंयोगात् खदाशायिनः पुरुषस्येवाष्टकाष्ठसंयोगादतिरिक्तत्वेनान्यस्य चित्स्वभावस्य विवेचकैः स्वयमुपलभ्यमानत्वादिति। પુદ્ગલ તણા પરિણામથી નીપજેલ સર્વે ભાવ આ सडेनानिमाजिय, ते ७५ डेभो मत ? ४४. uथार्थ:- [ एते] ॥ पूर्वे हेद अध्यवसान आहे [ सर्वे भावा: ] मायो छे ते बधाय [ पुद्गगलद्रव्यपरिणामनिष्पन्ना:] पुशलद्रव्यान॥ ५२४॥मथी नी५७॥ छ ओम Page #42 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૪૪. [ રેસિનિનૈઃ] કેવળી સર્વજ્ઞ જિનદેવોએ [ મળતા:] કહ્યું છે [તે] તેમને [ નીવ: રૂતિ] જીવ એમ [ વ્યન્ત ] કેમ કહી શકાય? ટીકાઃ- આ અધ્યવસાનાદિ ભાવો છે તે બધાય, વિશ્વને (સમસ્ત પદાર્થોને) સાક્ષાત્ દેખનારા ભગવાન (વીતરાગ સર્વશ) અહંતદેવો વડે, પુદ્ગલદ્રવ્યના પરિણામમય કહેવામાં આવ્યા હોવાથી, તેઓ ચૈતન્યસ્વભાવમય જીવદ્રવ્ય થવા સમર્થ નથી કે જે જીવદ્રવ્ય ચૈતન્યભાવથી શૂન્ય એવા પુગલદ્રવ્યથી અતિરિક્ત (ભિન્ન) કહેવામાં આવ્યું છે; માટે જેઓ આ અધ્યવસાનાદિકને જીવ કહે છે તેઓ ખરેખર પરમાર્થવાદી નથી કેમ કે આગમ, યુક્તિ અને સ્વાનુભવથી તેમનો પક્ષ બાધિત છે. તેમાં, તેઓ જીવ નથી” એવું આ સર્વજ્ઞનું વચન છે તે તો આગમ છે અને આ (નીચે પ્રમાણે) સ્વાનુભવ ગર્ભિત યુક્તિ છે-સ્વયમેવ ઉત્પન્ન થયેલા એવા રાગ-દ્વેષ વડે મલિન અધ્યવસાન છે તે જીવ નથી કારણ કે, કાલિમા (કાળ૫) થી જુદા સુવર્ણની જેમ, એવા અધ્યવસાનથી જુદો અન્ય ચિસ્વભાવરૂપ જીવ ભેદજ્ઞાનીઓ વડે સ્વયં ઉપલભ્યમાન છે અર્થાત્ તેઓ પ્રત્યક્ષ ચૈતન્યભાવને જુદો અનુભવે છે. ૧. અનાદિ જેનો પૂર્વ અવયવ છે અને અનંત જેનો ભવિષ્યનો અવયવ છે એવી જે એક સંસરણરૂપ ક્રિયા તે-રૂપે ક્રીડા કરતું કર્મ છે તે પણ જીવ નથી કારણ કે કર્મથી જાદો અન્ય ચૈતન્યસ્વભાવરૂપ જીવ ભેદજ્ઞાનીઓ વડે સ્વયં ઉપલભ્યમાન છે અર્થાત્ તેઓ તેને પ્રત્યક્ષ અનુભવે છે. ૨. તીવ્ર-મંદ અનુભવથી ભેદરૂપ થતાં, દુરંત રાગરસથી ભરેલાં અધ્યવસાનોની સંતતિ પણ જીવ નથી કારણ કે તે સંતતિથી અન્ય જુદો ચૈતન્યસ્વભાવરૂપ જીવ ભેદજ્ઞાનીઓ વડે સ્વયં ઉપલભ્યમાન છે અર્થાત્ તેઓ તેને પ્રત્યક્ષ અનુભવે છે. ૩. નવી પુરાણી અવસ્થાદિકના ભેદથી પ્રવર્તતું જે નોકર્મ તે પણ જીવ નથી કારણ કે શરીરથી અન્ય જુદો ચૈતન્યસ્વભાવરૂપ જીવ ભેદજ્ઞાનીઓ વડે સ્વયં ઉપલભ્યમાન છે અર્થાત્ તેઓ તેને પ્રત્યક્ષ અનુભવે છે. ૪. સમસ્ત જગતને પુણ્યપાપરૂપે વ્યાપતો કર્મનો વિપાક છે તે પણ જીવ નથી કારણ કે શુભાશુભ ભાવથી અન્ય જુદો ચૈતન્યસ્વભાવરૂપ જીવ ભેદજ્ઞાનીઓ વડે સ્વયં ઉપલભ્યમાન છે અર્થાત્ તેઓ પોતે તેને પ્રત્યક્ષ અનુભવે છે. ૫. શાતાઅશાતારૂપે વ્યાપ્ત જે સમસ્ત તીવ્રમંદપણારૂપ ગુણો તે વડે ભેદરૂપ થતો જે કર્મનો અનુભવ તે પણ જીવ નથી કારણ કે સુખ-દુ:ખથી જુદો અન્ય ચૈતન્યસ્વભાવરૂપ જીવ ભેદજ્ઞાનીઓ વડે સ્વયં ઉપલભ્યમાન છે અર્થાત્ તેઓ પોતે તેને પ્રત્યક્ષ અનુભવે છે. ૬. શિખંડની જેમ ઉભયાત્મકપણે મળેલાં જે આત્મા અને કર્મ તે બન્ને મળેલાં પણ જીવ નથી કારણ કે સમસ્તપણે (સંપૂર્ણપણે) કર્મથી જુદો અન્ય ચૈતન્યસ્વભાવરૂપ જીવ ભેદજ્ઞાનીઓ વડે સ્વયં ઉપલભ્યમાન છે અર્થાત્ તેઓ પોતે તેને પ્રત્યક્ષ અનુભવે છે. ૭. અર્થક્રિયામાં સમર્થ એવો જે કર્મનો સંયોગ તે પણ જીવ નથી કારણ કે, આઠ કાષ્ટના સંયોગથી (ખાટલાથી) જુદો જે ખાટલામાં સૂનારો પુરુષ તેની જેમ, કર્મસંયોગથી જુદો અન્ય ચૈતન્યસ્વભાવરૂપ જીવ ભેદજ્ઞાનીઓ વડે સ્વયં ઉપલભ્યમાન છે અર્થાત્ તેઓ પોતે તેને પ્રત્યક્ષ અનુભવે છે. ૮. (આ જ રીતે અન્ય કોઈ બીજા પ્રકારે કહે ત્યાં પણ આ જ યુક્તિ જાણવી.) Page #43 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ ભાગ-૩ [ભાવાર્થ:-ચૈતન્યસ્વભાવરૂપ જીવ, સર્વ ૫૨ભાવોથી જુદો, ભેદજ્ઞાનીઓને અનુભવગોચ૨ છે; તેથી જેમ અજ્ઞાની માને છે તેમ નથી. ] ૩૦ ગાથા ૪૪ ઉ૫૨ પ્રવચન આ અધ્યવસાનાદિ ભાવો છે તે બધાય, આઠ કીધાને આઠ એ બધાય, વિશ્વને સમસ્ત પદાર્થને સાક્ષાત્ દેખનારા ભગવાન સર્વજ્ઞ વીતરાગ જૈન ૫૨મેશ્વ૨ અર્હતદેવો વડે પુદ્ગલ દ્રવ્યના પરિણામમય કહેવામાં આવ્યા હોવાથી એ શુભઅશુભ ભાવ એ પુદ્ગલ દ્રવ્યના પરિણામ, જીવના નહીં. એ સુખદુઃખની કલ્પના એ પુદ્ગલના પરિણામ છે, પ્રભુ જીવના નહીં, એના હોય તો જુદા પડે નહીં, જુદા પડે તે એના નહિ. લોજીકથી ન્યાયથી પકડવું પડશે કે નહિ ? અરેરે ! અનંતવા૨ મનુષ્યપણા મળ્યા, અનંતવાર સાધુ દિગંબર મુનિ પણ થયો, પણ આ આત્મા અંદર રાગથી ભિન્ન ચિદાનંદ પ્રભુ એવી દૃષ્ટિ કરી નહીં. આહાહા ! એ કહે છે પુદ્ગલદ્રવ્યના પરિણામ જોયું, પુદ્ગલદ્રવ્યના પરિણામમય એમ કહ્યું છે ! આહાહા... એ ચૈતન્યમય નહીં, શુભઅશુભ ભાવ, પુણ્ય-પાપના ભાવ એ પુદ્ગલદ્રવ્યના પુદ્ગલમય પરિણામ, જડના પરિણામ છે એ. ભગવાન ચૈતન્ય જ્યોતના નહીં, આકરી વાત છે ભાઈ. ભગવાન જિનેશ્વરદેવ, સર્વજ્ઞ ૫૨મેશ્વરે એમ કહ્યું છે, એમ તો ભગવાનનો આધાર આપીને કહે છે, એને તો પુદ્ગલ દ્રવ્યના પરિણામમય એ શુભઅશુભ ભાવ, શરીર, આઠ કર્મ એ બધા પુદ્ગલમય પરિણામ છે. એ ચૈતન્યના પરિણામ નહીં. એ ચૈતન્યની જાત નહીં. એ પુણ્ય-પાપ ને શ૨ી૨ એ તો કજાત છે. એ તો પુદ્ગલદ્રવ્યના પરિણામમય, નિમિત્ત પુદ્ગલ છે ને ? નિમિત્તને આધીન થયેલા ભાવ, એ બધા પુદ્ગલમય છે એમ કીધું છે અહીં, શરી૨ જેમ પુદ્ગલ, આઠ કર્મ પુદ્ગલના પરિણામ, એમ શુભઅશુભ ભાવ પણ પુદ્ગલના જ પરિણામ જડના તેમ સુખદુઃખની કલ્પના એ પણ પુદ્ગલ જડના જ પરિણામમય, પરિણામમય. આહાહાહા ! તેઓ ચૈતન્ય સ્વભાવમય જીવદ્રવ્ય, તેઓ એટલે પુણ્ય પાપના ભાવ, શુભઅશુભ ભાવ, કર્મ, શ૨ી૨ એ ચૈતન્ય સ્વભાવમય જીવદ્રવ્ય થવા સમર્થ નથી. ભગવાન ચૈતન્ય જ્યોતિ જાણક દેખન સ્વભાવનો પ્રભુ. એ જીવદ્રવ્ય થવા ચૈતન્યસ્વભાવમય જીવદ્રવ્ય, જીવદ્રવ્ય કેવો ? ચૈતન્ય સ્વભાવમય, ભગવાન આત્મા કેવો ? કે ચૈતન્ય સ્વભાવમય ચૈતન્ય સ્વભાવવાળો એમેય નહીં, ચૈતન્ય સ્વભાવમય, જાણક દેખન સ્વભાવમય ભગવાન આત્મા છે અંદર. અને એ પુણ્યપાપના ભાવ પુદ્ગલ પરિણામમય આ ચૈતન્ય સ્વભાવમય જીવદ્રવ્ય તો આ પુણ્યપાપના ભાવ દયા, દાન, વ્રત, ભક્તિ આદિના એ પુદ્ગલ પરિણામમય બે ભિન્ન પાડી દીધા. આહાહાહા ! છે એની પર્યાયમાં થતાં, પણ એનો સ્વભાવ નથી ને ? ભગવાન આત્મામાં અનંત ગુણો છે, આત્મામાં સચ્ચિદાનંદ જ્ઞાન દર્શન આનંદ શાંતિ સ્વચ્છતા પ્રભુતા એવા અનંત ગુણો છે પણ તે કોઈ ગુણ વિકા૨૫ણે થાય એવો કોઈ ગુણ નથી. એથી એમ કહ્યું કે જીવદ્રવ્ય તો, ચૈતન્યસ્વભાવમય જીવદ્રવ્ય, તે પુદ્ગલદ્રવ્યમય પરિણામ થવાને સમર્થ નથી. આવું ઝીણું પડે લોકોને. નવ્વાણું (ની સાલ ) ૩૫ વરસ થયા દરબાર, ચુડા પહેલાં, તમે પણ ચુડા કેવા છો ? અટક પણ એવી છે ચુડાસમા. (રાખેંગારના વંશવાળા છે) - Page #44 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૪૪ ૩૧ “આ તો સિદ્ધ સમાનના વંશવાળો છે પ્રભુ” સિદ્ધની જાત છે ને! નમો સિદ્ધાણે એના કુળની જાતવાળો છે પ્રભુ તો. એ તો શરીરની વાત છે ને વ્યાખ્યા, વાત એવી બહુ મીઠી મધુરી બહુ. ભગવાન ચૈતન્યમય જીવદ્રવ્ય જ્ઞાન સ્વભાવી જીવદ્રવ્ય, આનંદમય જીવદ્રવ્ય એ સુખ દુઃખના પરિણામ પુદ્ગલપરિણામમય એ જીવદ્રવ્ય એ રીતે થવાને સમર્થ નથી, બહુ સરસ વાત છે બે. એકકોર રામ ને એકકોર ગામ. એકકોર આત્મારામ આનંદનો ધામ ચૈતન્યમૂર્તિ ભગવાન. ભગવાન એક વાર સાંભળ તો ખરો પ્રભુ એ ચૈતન્યમય, ચૈતન્ય સ્વભાવમય જીવ-દ્રવ્ય, એ પુદ્ગલ દ્રવ્યના પરિણામમય કહેવામાં આવ્યા હોવાથી તે ચૈતન્ય સ્વભાવ જીવદ્રવ્ય એ રૂપે થવાને સમર્થ નથી. આહાહાહા ! એ પુણ્યના પરિણામપણે ચૈતન્યમય જીવદ્રવ્ય, પુણ્યના પરિણામ દયા, દાનના, એ પુદ્ગલ પરિણામમય એ જીવ પોતે ચેતન્યમય દ્રવ્ય તે પુદ્ગલના પરિણામમય થવાને લાયક નથી. સાંભળવા જ હજી માંડ કોક દિ' મળે, આખો દિ' કડાકૂટા ધર્મને બહાને પણ આ કરો ને આ કરો, દયા પાળો, વ્રત કરો, ભક્તિ કરો, અરે પ્રભુ કહે છે અહીં કુંદકુંદાચાર્ય, સર્વજ્ઞની વાણીથી, એ કીધુંને સર્વજ્ઞ ભગવાને એમ કહ્યું છે, ત્રિલોકનાથ સીમંધર ભગવાન બિરાજે છે, વર્તમાનની વાત છે ને ! વર્તમાન સંત મુનિ કહે છે ને ! કે એ સર્વજ્ઞ ભગવાન ત્રિલોકનાથ એની વાણીમાં આમ આવ્યું છે પ્રભુ એ શુભઅશુભ ભાવ અને સુખ-દુઃખની કલ્પનાનો ભાવ એ પુદ્ગલ પરિણામમય, પુદ્ગલ પરિણામમય, પુગલ સાથે તન્મય એ પરિણામ ચૈતન્યમય જીવદ્રવ્ય થવાને સમર્થ નથી. કહો પાટણીજી! (શ્રોતા- એ બધા વિકારી ભાવોને પુદ્ગલ કહે છે). એકકોર રામ આત્મારામ સચ્ચિદાનંદ પ્રભુ, એક બાજુ પુણ્ય પાપ કામ ક્રોધ શરીર બધા પુદ્ગલ જડ જડ, કેમ કે એ શુભભાવ હો. દયા, દાન, વ્રતનો પણ એ રાગ કાંઈ પોતાને જાણતો નથી કે અમે રાગ છીએ, જાણે છે ઈ ? રાગ જાણે ? રાગમાં જાણવાની તાકાત ક્યાં છે? તો ચૈતન્યમય જીવદ્રવ્ય રાગમાં જાણવાની તાકાત નથી એવો જડ એ ચૈતન્યમય જીવદ્રવ્ય થવાને સમર્થ નથી. ન્યાયથી લોજીકથી. આહાહાહા ! ફરીને, આમાં કાંઈ પુનરુક્તિ ન લાગે. સર્વ વિશ્વને દેખનારા સર્વજ્ઞ ભગવાન વીતરાગ પરમાત્મા, વર્તમાનમાં તો ભગવાન સીમંધર પ્રભુ મહાવિદેહમાં બિરાજે છે, આ સામાયિક વખતે આજ્ઞા લે છે ને પણ ક્યાં એને ખબર છે ભગવાન કોણ છે? ( શ્રોતા:- આ શ્વેતાંબરના શાસ્ત્રમાં સીમંધરનું નામ નથી). શ્વેતાંબરમાં નથી. સીમંધર પરમાત્મા મહાવિદેહમાં સમવસરણમાં વર્તમાન બિરાજે છે. ૫૦૦ ધનુષ્યનો દેહ છે. એ ભગવાન સર્વને વિશ્વને દેખનારા વિશ્વ નામ સમસ્ત પદાર્થ લોકાલોકને દેખનારા, સાક્ષાત્ દેખનારા, સમસ્ત પદાર્થોને સાક્ષાત્, પ્રત્યક્ષ દેખનારા ભગવાન વીતરાગ, વીતરાગ, વીતરાગ સર્વજ્ઞ, અહંતદેવો વડે. ઓહોહો ! સંતો ભગવાનનો આશ્રય લઈને વાત કરે છે, પોતે કહે છે પણ આ તો સર્વજ્ઞ ભગવાન જેણે ત્રણકાળ ત્રણલોક જોયા એવા સર્વજ્ઞ ભગવાન, દેખનારા ભગવાન અહંતદેવો વડે અરિહંત પરમાત્મા, પુદ્ગલ દ્રવ્યના પરિણામમય કહેવામાં આવ્યા હોવાથી એ પુણ્યને શુભઅશુભ ભાવ. અરે ગજબ નાથ, લોકોને બેસવું કઠણ, આ પંચમકાળ, હલકો કાળ એમ એને નડે છે એમ એ માને છે. તારી વિપરીત દેષ્ટિ નડે છે. આહાહાહા ! Page #45 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ ભાગ-૩ એ પુણ્યપાપના ભાવ, શુભાશુભભાવ એ પુદ્ગલદ્રવ્યના, પુદ્ગલદ્રવ્ય, પુદ્ગલવસ્તુ, અજીવ વસ્તુ એના પરિણામમય એ અજીવ સાથે પરિણામમય તન્મય છે એ તો, એ અજીવ સાથે તન્મય છે એમ કહેવામાં વીતરાગ ભગવાને અતદેવોએ કહ્યું છે ને પ્રભુ ! ? તેઓ ચૈતન્ય સ્વભાવમય, જોયું ? ઓલું પુદ્ગલદ્રવ્યના પરિણામમય, તો ભગવાન આત્મા ચૈતન્ય સ્વભાવમય. એ રાગાદિ અચેતન સ્વભાવ પુદ્ગલમય, આમ ઓલા માનનારને ઉત્તર આપે છે. ઓલો કહે કે ભાઈ પુણ્ય ને પાપના ભાવ રાગબુદ્ધિ ને એકત્વ અધ્યવસાય તે જીવ, અમારે વળી રાગ ને એકત્વબુદ્ધિથી ભિન્ન છે આત્મા એમ અમે દેખતા જાણતા નથી, તો સાંભળ ભાઈ. આહાહાહા ! વિશ્વને દેખનારા અરિહંત ૫૨માત્મા “નમો અરિહંતાણ” કહે પણ એને અરિહંત કોણ અને કેવા તેનું જ્ઞાન એની કાંઈ ખબર ન મળે. એ કોઈ પક્ષનો શબ્દ નથી નમો અરિહંતાણં જેણે રાગ અને દ્વેષ ને અજ્ઞાનરૂપી અરિ નામ વેરીને હણ્યા અને જેણે વીતરાગ અને કેવળજ્ઞાન પ્રગટ કર્યું તેને અરિહંત ૫૨માત્મા કહે છે, તે અરિહંત ૫૨માત્મા સર્વને દેખનારા ભગવાનોએ એમ કહ્યું, એમણે એમ કહ્યું કે પુણ્ય-પાપના ભાવ પુદ્ગલદ્રવ્યમય હોવાથી અને ભગવાન ચૈતન્ય સ્વભાવમય જીવદ્રવ્ય હોવાથી, એ પુદ્ગલમય પરિણામ થવાને ચૈતન્યમય જીવદ્રવ્ય યોગ્ય નથી. 66 આહાહાહા! ૩૨ દરબા૨ ! આવી વાતું છે. ક્યાંય આ તો મળે એવું નથી અત્યારે તો બધું, અરેરે ન્યાં સુધી ચાલ્યા ગયા. જૈન દિગંબર સાધુ નામ ધરાવીને કે શુભજોગ જ છે પંચમકાળમાં એટલે જડ જ છે અત્યારે. અરેરે ! પ્રભુ પ્રભુ પ્રભુ ! (શ્રોતાઃ- એ સર્વજ્ઞને માનતા નથી ?) નથી માનતા. સર્વજ્ઞની ખબર નથી બાપુ. ભાઈ ત્રણલોકનો નાથ સર્વજ્ઞ ભગવાન બિરાજે છે ભાઈ એ રાજવી હતા, સંત થઈને કેવળજ્ઞાન પામ્યા છે પ્રભુ. તીર્થંકરો હોય છે એ બધા ક્ષત્રિય જ હોય છે. વાણીયા તીર્થંકર ન થાય. વાણીયા કેવળ પામે, પણ તીર્થંકર ન થઈ શકે. ક્ષત્રિય થાય, વાણીયો મરીને ક્ષત્રિય થાય એ તીર્થંકર થાય. ભગવાન રાજવી છે. સીમંધર ભગવાન બિરાજે છે આમ સીધા મહાવિદેહમાં અત્યારે બિરાજે છે હોં, બહુ દૂર છે. એ સર્વજ્ઞ ભગવાન સર્વ વિશ્વના જાણનારા ત્યાં કુંદકુંદાચાર્ય ગયા હતા, આ ગાથાના કરનારા. હવે એય ના પાડે છે લ્યો કે ના એ વિશ્વસનીય નથી. પ્રભુ શું કરે છે તું ભાઈ ? આચાર્યો પોકાર કરે છે પોતે જયસેન આચાર્ય, દેવસેન આચાર્ય, ભગવાન કુંદકુંદાચાર્ય ત્યાં ગયા હતા અને એ આવીને એમણે જો આ ઉપદેશ ન આપ્યો હોત તો, અમે મુનિપણું કેમ પામત ? ત્રણલોકના નાથ ૫૨માત્મા સર્વજ્ઞદેવ બિરાજે છે. તેની પાસે કુદકુંદાચાર્ય ગયા ન હોત તો અમને આ ઉપદેશ કોણ આપત એમ કહે છે, દર્શનસા૨ પુસ્તક છે શાસ્ત્ર, અરેરે. "L આંહી કહે છે અમૃતચંદ્રાચાર્ય એનો અર્થ કરે છે કુંદકુંદાચાર્યનો. “એદે સવ્વ ભાવા પોગ્ગલ દવ્યપરિણામનિષ્પન્ન ” કેમ એમણે કહ્યું “કેવળીજિણેહિ ભણીયા” છે ને ? કેવળીજિણેહિ ભણીયા, સર્વજ્ઞ ૫૨મેશ્વ૨ કેવળી જિનેશ્વર અરિહંતદેવ એને ભણિયા, છે ? ત્રીજું પદ છે. એનો અર્થ આ કર્યો છે. એ પુણ્યપાપના શુભઅશુભ ભાવ, શરીર અને આઠ કર્મ એને પુદ્ગલમય પરિણામ કહ્યા, પુદ્ગલના પરિણામમય કહ્યા, એમ જિનેશ્વરદેવે કહ્યું, સર્વજ્ઞ ૫૨મેશ્વરે કહ્યું, તો કહે છે ૫૨માત્મા કે જે પુદ્ગલમય છે તેને ચૈતન્યમય જીવદ્રવ્ય તેરૂપે થવાને કેમ લાયક હોય ? આહાહાહા ! Page #46 -------------------------------------------------------------------------- ________________ ૩૩ ગાથા – ૪૪ એવો ભગવાન આત્મા જ્ઞાયક સ્વભાવ જ્ઞાનથી ભરેલો પ્રભુ, ચૈતન્ય સ્વભાવથી ભરેલો ભગવાન એ પુદ્ગલના પરિણામમય થવાને કેમ લાયક હોય બાપુ? પ્રભુ, ભગવાન એ પુણ્યપાપના પરિણામ પુદ્ગલમયથી પ્રભુ તારી ચીજ જુદી છે અંદર. ચૈતન્યના સ્વભાવથી ચૈતન્યના નૂરના તેજથી પૂર જેનું ભર્યું છે આખું. ચૈતન્ય ચૈતન્ય ચૈતન્ય ચૈતન્ય ચૈતન્ય ચૈતન્ય ઓલું પાણીનું પૂર આમ ( ઊલટું) ચાલે આ ચૈતન્ય ચૈતન્ય ચૈતન્ય ચૈતન્ય ચૈતન્ય ધ્રુવ નિત્ય ધ્રુવ જેનો પ્રવાહ છે ચૈતન્યનો એવો જે ભગવાન ચૈતન્ય જીવદ્રવ્ય, એ ભગવાને તો એમ કહ્યું કે એ પુદ્ગલના પરિણામ છે, વ્યવહાર રત્નત્રયના પરિણામ છે એ પુદ્ગલ પરિણામ છે. અરરર! ગજબ વાત છે. હવે અત્યારનો એ પોકાર છે આ લોકોનો કે વ્યવહાર રત્નત્રય કરતાં કરતાં થાય. અરે એ તો વ્યવહાર રત્નત્રય જ અત્યારે તો ધર્મ છે બસ! શુભરાગ પ્રભુ પ્રભુ પ્રભુ બાપુ. વિશ્વને દેખનારા ત્રણ લોકના નાથના વિરવું પડયા ભરતમાં એમણે પરમાત્માએ તો આમ કહ્યું. ચૈતન્ય સ્વભાવમય આત્મા એ પુદ્ગલમય પરિણામ, પુદ્ગલના પરિણામમય શુભઅશુભ ભાવ થવાને લાયક આત્મા કેમ હોય ? સંતો અને કેવળી ભગવાન કહે છે, એનો આધાર દેવો પડયો, “કેવળી જિPહિં ભણિયા” છે ને? ત્રીજાં પદ, મૂળ શ્લોક ગાથા. પ્રભુ સર્વજ્ઞ પરમાત્મા જિનેશ્વરદેવ એણે એમ કહ્યું છે કે પુણ્ય ને પાપના શુભ અશુભ ભાવ એ પુદ્ગલના પરિણામમય હોવાથી ચૈતન્ય સ્વભાવમય જીવદ્રવ્ય તે પરિણામરૂપે કેમ થાય? આહાહા ! આવી વાતું છે. અનંત અનંત કાળ થયો રખડતાં, અનાદિ અનાદિ અનાદિ આદિ વિનાનો કાળ, ભવ ભવ ભવ ભવ ભવ ભવ ભવ આમ ક્યાંય અંત ન મળે ભવ વિનાનો, એવા અનંતા ભવ પ્રભુ, આવી ભ્રાંતિ અને ભ્રમણાને લઈને કર્યો. એ પુણ્ય ને પાપના ભાવ મારા અને એ ચૈતન્યની જાતના એમ માનીને પ્રભુ તેં અનંત ભવ કર્યા પરિભ્રમણના. હવે અત્યારે સર્વજ્ઞ ત્રિલોકનાથ વર્તમાનમાં એમ કહે તને કે પુદગલદ્રવ્યના પરિણામમય જે પુણ્ય પાપના ભાવ તે ચૈતન્ય સ્વભાવમય જીવદ્રવ્ય થવાને સમર્થ નથી. આહાહા! આત્મારામ ચૈતન્ય સ્વભાવથી ભરેલો પ્રભુ! જેના બાગમાં જેમ ઝાડ ફુલેલા હોય છે, એમ જેના ઘરમાં અનંતા ગુણો ફુલેલા ભર્યા છે અંદર, ભગવાનમાં એવો ચૈતન્યમય જે અનંતગુણમય પ્રભુ એવા ચૈતન્યના અનંત ગુણમય ભગવાન, એ પુદ્ગલમય, જે જીવના પરિણામ, જડનાં એ રીતે કેમ થાય પ્રભુ? તને ભ્રમ થઈ ગયો છે. ધીરો થઈને એનો વિચાર કરવો જોઈએ. આ બાપુ અનંત કાળથી પરિભ્રમણ કરે છે ભાઈ. એ દુઃખી છે. એ આનંદમૂર્તિ દુઃખી છે એના સ્વરૂપની ખબર નથી, તેથી એ પુણ્ય પાપના ભાવમાં રહ્યો એ દુઃખી છે. એ દુઃખનાં પરિણામ એ પુદગલના પરિણામ છે, ભગવાન તો અતીન્દ્રિય આનંદમય સચ્ચિદાનંદ પ્રભુ, તેના પરિણામ તો આનંદમય, શાંતમય આવે. બરફના ઢગલામાંથી તો ઠંડી આવે, એમ ચૈતન્ય અતીન્દ્રિય આનંદનો ઢગલો ભગવાન નિત્ય શાથત પ્રભુ છે, એનો આશ્રય લે તું તો પર્યાયમાં આનંદ આવે. એનું નામ ધર્મ છે. હેં? આવું છે દરબાર! ઝીણું બહુ બાપુ. અરે ! સંતોને એમ કહેવું પડયું, હેં? મહામુનિ સંત છે ભાવલિંગી, નિજ વૈભવ અતીન્દ્રિય આનંદની મહોરછાપ જેને પ્રગટી છે. અતીન્દ્રિય આનંદમાં ઝુલે છે. સંત છે દિગંબર મુનિ, અને Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૪ સમયસાર સિદ્ધિ ભાગ-૩ આચાર્ય છે, મુનિ છે, પરમેષ્ટિપદમાં છે એને પણ જગતને બતાવવા માટે કે ભાઈ, એ શુભજોગના પરિણામ જે છે એ પુદ્ગલના પરિણામમય છે એમ જિનેશ્વરે પ્રભુએ કહ્યું છે ને ભાઈ! અરેરે ! જેના શાસ્ત્રમાં એ વાત નથી એ સર્વજ્ઞના શાસ્ત્ર નહીં. એમ કહ્યુંને અહીંયા? સર્વજ્ઞનું આગમ આમ કહે છે સર્વજ્ઞ ભગવાન ત્રિલોકનાથ. આહાહા! ગજબ કર્યો છે. એ સવ્વ ભાવા પોગ્ગલ દધ્વપરિણામનિષ્પન્ના એ પુદ્ગલ જડથી પ્રાપ્ત છે એ વિકાર એ વિકાર અચેતન છે તો અચેતનથી પ્રાપ્ત છે, ભગવાન ચૈતન્ય છે તેનાથી તે પ્રાપ્ત કેમ હોય? જે જીવદ્રવ્ય ચૈતન્યભાવથી શૂન્ય, શું કીધું? ભગવાન જીવદ્રવ્ય જે ચૈતન્ય સ્વભાવમય છે, તે ચૈતન્યભાવથી શૂન્ય એવા પુદ્ગલદ્રવ્યથી અતિરિક્ત. ચૈતન્યભાવથી શૂન્ય એવા પુદ્ગલ દ્રવ્ય, એટલે પુણ્ય પાપ કર્મ આદિ, એનાથી ભિન્ન કહેવામાં આવ્યું છે. ભગવાને એમ કહ્યું છે. દિવ્યધ્વનિ દ્વારા ઓમધ્વનિ એ દ્વારા ભગવાન ત્રિલોકનાથ પરમાત્માએ એમ કહ્યું છે કે ચૈતન્યભાવથી શૂન્ય એવા પુદ્ગલદ્રવ્ય, એ શુભ અશુભભાવ, કર્મ, શરીર એ બધા ચૈતન્ય સ્વભાવથી શૂન્ય છે એમાં ચૈતન્ય સ્વભાવ જાણક સ્વભાવ નથી. આહાહાહા ! ભગવાન ચૈતન્ય સ્વભાવથી ભરેલો પદાર્થ છે અને પુણ્ય પાપના ભાવ, શરીર, કર્મ, ચૈતન્યભાવથી શૂન્ય છે. અહીં જ્યારે ચૈતન્ય સ્વભાવથી ભરેલો છે, ત્યારે પુણ્યપાપના ભાવ ચૈતન્યભાવથી શૂન્ય છે, સમજાય એવું છે. સમજાણું કાંઈ? પહેલાં એક જવાબમાં ગજબ કર્યો છે. હજી તો આવશે બધુ ઘણું. એ પુદ્ગલદ્રવ્ય પરિણામ કહ્યા ને પાઠમાં? પોગ્ગલ દબૂ પરિણામ નિષ્પન્ના, એનાથી પરિણામ નિષ્પન્ના પ્રાપ્ત એ દયા, દાન, વ્રત ભક્તિ, પૂજાનો ભાવ એ પુદ્ગલ દ્રવ્યથી નીપજેલા ભાવ છે. પ્રભુ પ્રભુ પ્રભુ જગતને આકરું પડે બહુ. કેમ કે એ ચૈતન્ય સ્વભાવથી શૂન્ય છે, એ રાગમાં ચૈતન્યનો સ્વભાવ નથી. સમજાણું કાંઈ? આહાહાહા ! એ ચૈતન્યભાવથી શૂન્ય એવા શુભ અશુભ ભાવ, શરીર, કર્મ રાગની એકતાબુદ્ધિનો અધ્યવસાય એ બધા પુદ્ગલદ્રવ્યથી અતિરિકત, ચૈતન્યભાવથી શૂન્ય એ એવા જે પુદ્ગલ દ્રવ્ય ઓલા પુદ્ગલદ્રવ્યના પરિણામ કહ્યા'તા એને હવે પુગલદ્રવ્યમાં નાખી દીધા એ પુદ્ગલદ્રવ્ય જ છે. ચૈતન્ય ભાવથી શૂન્ય એવા પુલદ્રવ્યથી ભિન્ન કહેવામાં આવ્યા છે. આહાહા! શાંતિથી આ તો બાપુ આ કાંઈ વાર્તા કથા નથી, આ તો ભગવસ્વરૂપ ભગવાનની ભાગવતકથા છે. અનંત અનંત કાળથી એણે કોઈ દિ' આ રીતે વાત સાંભળી નથી પ્રેમથી. શ્રુત પરિચિત આવે છે ને? એનો વળી ઓલાએ અર્થ કર્યો છે ભાઈ શ્રુત-પરિચિત અનુભૂતા, શ્રત એટલે જ્ઞાન, પરિચિત એટલે દર્શન ને અનુભૂતા એટલે ચારિત્ર એવો અર્થ કર્યો છે, આણે બળભદ્ર. એ તો રાગ દ્વેષને તેં સાંભળ્યો છે, તેનો પરિચય કર્યો છે, એનો અનુભવ તને છે એમ કહેવું છે. તે રાગને કરવું એ સાંભળ્યું છે, રાગના પરિચયમાં તું અનંતવાર આવી ગયો છે અને અનુભૂતિ રાગની તને અનુભવ છે પણ રાગથી ભિન્ન ભગવાન આત્મા પ્રભુ! તેં સાંભળ્યો નથી. તે તને ચ્યો નથી, પરિચય કર્યો નથી અને તેનો અનુભવ તેં કર્યો નથી, અનંત કાળમાં. આહા ! સમજાણું કાંઈ ? આવી વાતું છે. માટે જેઓ આ અધ્યવસાન આદિને જીવ કહે છે તે ખરેખર પરમાર્થવાદી નથી. કેમ Page #48 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૪૪ ૩૫ કે આગમ, યુક્તિ અને સ્વાનુભવથી તેમનો પક્ષ બાધિત છે. ભગવાનની વાણીરૂપી આગમ, યુક્તિ નામ તર્ક અને ન્યાય. એ પુદ્ગલ છે ઈ પુદ્ગલના પરિણામ છે, સ્વાનુભવ અને અનુભવથી તેમનો પક્ષ બાધિત છે, ત્રણથી વિરોધ છે એનો. વિશેષ કહેશે. (શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ ) પ્રવચન ન. ૧૧૫ ગાથા – ૪૪ રવિવાર આસોવદ - ૬ તા. ૨૨/૧૦/૭૮ સમયસાર ૪૪ ગાથા ચાલે છે, ફરીને ટીકા શરૂઆતથી, ટીકા છે ને? આ અધ્યવસાનાદિ ભાવો છે, એટલે શું કહ્યું કે અંદરમાં રાગની એકતાબુદ્ધિ એવો જે અધ્યવસાય, મિથ્યાત્વ એ પુદ્ગલના પરિણામ છે, જીવના નહીં, એમ અંદર, દયા, દાન, પૂજા ભક્તિ આદિ વ્રત તપનો ભાવ રાગ છે એ રાગ છે તે બધાય પુદ્ગલના પરિણામ ભગવાને કહ્યા છે. છે? બધાય વિશ્વને સાક્ષાત્ દેખનારા ભગવાન” સમસ્ત પદાર્થોને સાક્ષાત્ જ્ઞાનની પર્યાયમાં ત્રણકાળ ત્રણલોકના પદાર્થને દેખનારા ભગવાન વીતરાગ સર્વજ્ઞ અરિહંતદેવો વડ, પુદ્ગલદ્રવ્યના પરિણામમય કહેવામાં આવ્યા હોવાથી, એ અંદર જે શુભ અશુભ રાગ થાય એને ભગવાને દિવ્યધ્વનિ દ્વારા (કહ્યું) કે એ પુદ્ગલના પરિણામ છે આત્માના નહીં. આ શરીર, વાણી, મન જડ એ તો આત્માના નહીં એ તો માટી પુગલના જડ છે. પણ અંદરમાં હિંસા, જૂઠું, ચોરી, વિષય ભોગ વાસના એવા જે પાપના પરિણામ અને દયા, દાન, વ્રત, ભક્તિ પૂજા ભગવાનનું સ્મરણ એ ભાવપુર્ણ રાગ છે, એ રાગને ભગવાન તીર્થકરોએ એને પુદ્ગલદ્રવ્ય (ના) પરિણામ કહેવામાં આવ્યા છે. આ લોકોને ખબર ન મળે ને અમે ધર્મ કરીએ છીએ, છે? તેઓ ચૈતન્ય સ્વભાવમય જીવદ્રવ્ય થવા સમર્થ નથી, કોણ? અંદર જે દયા, દાન, વ્રત, ભક્તિ પૂજા ભગવાનનું સ્મરણ એવો ભાવ એ પુદ્ગલ દ્રવ્યના જડના પરિણામ છે. એ આત્માના નહીં. આહાહાહા ! એ ચૈતન્ય સ્વભાવમય જીવદ્રવ્ય થવા સમર્થ નથી. શુભજોગની જે ક્રિયા રાગની એ ચૈતન્ય સ્વભાવ એવો જે જીવદ્રવ્ય તે થવા સમર્થ નથી. આકરી વાત છે ભાઈ. શરીર વાણી મન બાયડી છોકરા કુટુંબ વેપાર ધંધો એ તો પર ચીજ છે, એ તો આત્માની પર્યાયમાં પણ નથી. આંહી તો અરિહંતદેવ સર્વજ્ઞ વીતરાગ પરમાત્મા એમ કહે છે, કે એ પુણ્ય ને પાપના ભાવ પુગલદ્રવ્યના પરિણામ હોવાથી ચૈતન્ય સ્વભાવમય જીવદ્રવ્ય થવા સમર્થ નથી. ચૈતન્યસ્વભાવ, જ્ઞાયકસ્વભાવ, જ્ઞાયકભાવ, સત્યાર્થભાવ, ભૂતાર્થભાવ, જ્ઞાયકભાવ, શુદ્ધભાવ એવો જે જીવભાવ એ વિકાર, જીવભાવ થવાને સમર્થ નથી. અરે ! આવી વ્યાખ્યા હવે. છે? આ તો કાલ આવી ગયું છે. જે જીવદ્રવ્ય ભગવાન આત્મા કોણ છે? ભગવાન એમ કહે છે. અંદર જીવ વસ્તુ આત્મ પદાર્થ અનંત અનંત જ્ઞાન આનંદનો ભંડાર પ્રભુ એ જીવદ્રવ્ય, ચૈતન્યભાવથી શૂન્ય એવા પુદ્ગલ દ્રવ્યથી અતિરિકત છે. જે પુદ્ગલ, પુણ્યને પાપના દયા, દાન ને વ્રતના ભાવ પુદ્ગલ દ્રવ્યનાં પરિણામ કહ્યાં, તે ચૈતન્ય ભાવથી શૂન્ય છે, ઈ એવા પુદ્ગલ દ્રવ્યથી તો ભિન્ન છે Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૬ સમયસાર સિદ્ધિ ભાગ-૩ જીવદ્રવ્ય. પાટણીજી ! ઝીણી વાતું છે. ( શ્રોતાઃ– ભાવ કરતો તો જીવ દેખાય છે ) જીવમાં છે નહીં. માને છે. અનાદિથી પાગલપણું છે. આહાહાહા ! આંહી તો એમ કહે છે, આ શરીર વાણી આ તો માટી જડ ધૂળ એ તો આત્માની નહીં, પણ આત્મામાં થતા પુણ્ય ને પાપના ભાવ એ પણ પુદ્ગલદ્રવ્યથી નીપજેલા પરિણામ છે એના, તે જીવદ્રવ્ય ચૈતન્યભાવથી શૂન્ય એવો પુદ્ગલદ્રવ્ય એનાથી તો જીવદ્રવ્યને ભિન્ન કહેવામાં આવ્યો છે. આહાહાહા! નવ તત્ત્વ છે ને ? નવ તત્ત્વ જીવ–અજીવ-પુણ્ય-પાપ-આસ્રવ-સંવ૨નિર્જરા-બંધ અને મોક્ષ. જે દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ એ પુણ્ય તત્ત્વમાં જાય છે, હિંસા જૂઠું ચોરી કામ ભોગ આ ૨ળવું ૨ળવાનો ભાવ આદિ જે એ પાપમાં જાય છે, એ બે થઈને આસ્રવ છે એ પણ પુદ્ગલના પરિણામમાં જાય છે, અને તે રાગમાં અટકે છે એવો ભાવબંધ એ પણ પુદ્ગલ પરિણામમાં જાય છે. આવું ઝીણું છે. એ પુદ્ગલદ્રવ્યને જીવદ્રવ્યથી ચૈતન્યભાવથી શૂન્ય એવા જે પુદ્ગલદ્રવ્ય અથવા એના જે પરિણામ એનાથી તો ભિન્ન જીવદ્રવ્યને કહેવામાં આવ્યો છે. ત્રણલોકના નાથ જિનેશ્વરદેવ ૫રમેશ્વર અરિહંત સર્વજ્ઞ ભગવાન ત્રણકાળ ત્રણલોકને સાક્ષાત્ દેખનાર, એમણે તો આ કહ્યું છે ને પ્રભુ ! જેના શાસ્ત્રમાં રાગથી આત્માને લાભ થાય અને રાગ આત્માનો એ શાસ્ત્ર ભગવાનના નહીં, એ ભગવાનની વાણી નહીં, એ ભગવાનના શાસ્ત્ર નહીં અને જે ગુરુ નામ ધરાવીને એમ કહે કે રાગ આત્માનો છે, એ દયા, દાન આદિ અને એનાથી આત્મા જુદો નથી, એ પણ મિથ્યાર્દષ્ટિ, જૈન નથી. આહાહા આકરી વાતું છે. થોડી લીટીમાં બધું ઘણું ભર્યું છે. આહાહાહા ! જીવદ્રવ્ય ભગવાન આત્મા, ચૈતન્યસ્વરૂપ પ્રભુ, શાયકભાવ અતીન્દ્રિય આનંદ ને જ્ઞાનનો પિંડ પ્રભુ આત્મા. જેમ સ્ફટીકમણિ નિર્મળ છે, એમ ભગવાન આત્મા નિર્મળ શુદ્ધ પવિત્ર ભગવાન છે. એવો જે જીવદ્રવ્ય એ ચૈતન્યભાવથી શૂન્ય કોણ? પુદ્ગલ, જે પુદ્ગલમાં ચૈતન્યસ્વભાવ નથી એ રાગમાં પણ ચૈતન્યસ્વભાવ નથી. આવું છે. એ દયા, દાન, વ્રત, ભક્તિ તપનો વિકલ્પ ઊઠે છે અપવાસ કરવો આદિનો એ રાગ એ ચૈતન્યભાવથી શૂન્ય છે. અરે ! થોડી થોડી સમજતે હૈ ન ગુજરાતીને ? અહીં તો આ સબ ગુજરાતી હૈ ને ? આંહી તો કહે છે ભગવાન, ભગવાન ત્રિલોકનાથ જિનેશ્વરદેવ એમ કહે છે ત્યારે હવે અત્યારે એમ કહે છે કે શુભજોગ જ અત્યારે છે એટલે આત્મા નથી. એમ પ્રભુ, પ્રભુ શું કરે એને બુદ્ધિ ( માં ન બેસે તો ) આહ્વાહા ! જીવદ્રવ્ય વસ્તુ એ પુણ્ય ને પાપના ભાવ જે પુદ્ગલદ્રવ્યના પરિણામ, તે ચૈતન્યભાવથી શૂન્ય એવા પુદ્ગલદ્રવ્યથી અતિરિકત જીવદ્રવ્યને કહેવામાં આવ્યું છે. આવું તો સ્પષ્ટ છે. એવો જે આ ભગવાન આત્મા, ચૈતન્ય નિર્મળાનંદ પ્રભુ, શુદ્ધ વીતરાગ સ્વભાવી આત્મા, એવો જે ચૈતન્ય સ્વભાવ જીવદ્રવ્ય, એનાથી-ચૈતન્યથી શૂન્ય એવા પુણ્ય પાપના ભાવ જે પુદ્ગલદ્રવ્ય છે, એનાથી તો ભગવાન આત્માને, અતિરિકત-ભિન્ન કહેવામાં આવ્યો છે. શશીભાઈ ! આ તો કાલ થઈ ગયું'તું. શરૂઆતથી લીધું, કેટલાક નવા છે ને ? અંદર ભગવાન જીવદ્રવ્ય જે છે, એ તો ચૈતન્ય સ્વભાવી, વીતરાગ સ્વભાવી, જિનબિંબ જિનસ્વરૂપી પ્રભુ છે, કેમ બેસે ? એવા જિન સ્વરૂપી, જીવદ્રવ્ય એ અજૈન સ્વભાવી એવો પુણ્ય ને પાપનો ભાવ, જે પુદ્ગલદ્રવ્ય છે એનાથી Page #50 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૪૪. જીવદ્રવ્યને અતિરિકત ભિન્ન કહેવામાં આવ્યો છે. આહાહાહા! (શ્રોતાઃ- પાંચ મહાવ્રત એ જૈન છે) પાંચ મહાવ્રતભાવ એ પુદગલદ્રવ્યના પરિણામ છે, જીવદ્રવ્યથી શૂન્ય છે એ આકરી વાત છે બાપા. એ જૈન ધર્મ કોઈ સમજવો વાડામાં પડ્યા ને માને કે અમે જૈન છીએ, ભાઈ આત્મા જિનસ્વરૂપી વીતરાગ બિંબ આત્મા છે અત્યારે હોં, એવો જિન, “ઘટઘટ અંતર જિન વસે ને ઘટઘટ અંતર જૈન, પણ મત મદિરાકે પાનસોં મતવાલા સમજે ન”ને અભિમાની દારૂના પીધેલા મિથ્યાત્વના એ પુણ્ય ને પાપના ભાવ એ જીવદ્રવ્યના છે એમ માને છે. એ મૂંઢ મિથ્યાદૃષ્ટિ છે. શરીર વાણી મારા માને એ તો વળી મહામૂઢ છે, આ તો પર વસ્તુ માટી છે. આહાહા પૈસા, બાયડી, છોકરા, કુટુંબ એ તો પર તદ્ન જુદા, એની હારે તો કાંઈ સંબંધ નથી, પણ અંદરમાં પુદ્ગલના ભાવકભાવના નિમિત્તના સંબંધે થયેલા જે શુભ અશુભ ભાવ એ ચૈતન્યભાવથી શૂન્ય છે. તેથી તે જીવદ્રવ્ય ચૈતન્યભાવથી શૂન્ય એવા ભાવથી, જીવદ્રવ્ય જુદો છે. આહાહાહા ! રતીભાઈ ! ઓલા તમારા કારખાના ને રૂપીયા પૈસા ક્યાં ગયા? એ અજીતભાઈ! આ બધા પૈસાવાળા મોટા બેઠા છે સાંઈઠ લાખ સીત્તેર લાખ કરોડપતિ ધૂળના પતિ(શ્રોતાઃધૂળનાય પતિ તો છે ને ?) એ માને છે, છે ક્યાં? આંહી તો રાગનો પતિ માને કે રાગનો હું સ્વામી છું અને રાગ મારો, પ્રભુ વીતરાગ સર્વશદેવ એમ કહે છે કે પ્રભુ એ મિથ્યાષ્ટિ મૂંઢ છે. એને અમારા જૈનની આજ્ઞાની ખબર નથી. આહાહાહા ! જૈન પરમેશ્વરે અનંત તીર્થકરોએ વર્તમાન બિરાજતા પ્રભુ સીમંધર ભગવાન એ એણે એમ કહ્યું, પોતે ત્યાં ગયા'તા ને કુંદકુંદાચાર્ય દિગંબર સંત, ભગવાન બિરાજે છે અત્યારે ત્યાં ગયા'તા સંવત-૪૯ તો કહે છે કે સર્વજ્ઞ તીર્થકરો તો એમ કહે છે ને ! “કેવળી જિPહિ ભણિયા” કીધું ને? પદમાં “કેવળીજિPહિં ભણિયા” સર્વજ્ઞ ત્રિલોકનાથ, કેવળજ્ઞાની એમ કહેતા હતા, કે જે દયા દાન વ્રત ભક્તિના પરિણામ પર લક્ષથી થયેલા એ પરના છે, પુદ્ગલના છે, તારા નહીં. અરે સાંભળવું કઠણ પડે, ત્રંબકભાઈ ! આવી વાત છે. ભગવાન !દુનિયાથી ફેર છે એ તો ખબર છે ને ! ચાર લીટીમાં તો કેટલું.. હવે પછી વધારે છે. એક તો એ કહ્યું કે શુભ અશુભ પુણ્યપાપના ભાવ એ પુલ દ્રવ્યના પરિણામમય હોવાથી જીવથી ભિન્ન છે, અને જીવ એ ચૈતન્યભાવથી શૂન્ય એવા પરિણામથી જીવ ભિન્ન છે. ચૈતન્ય જ્યોતિ અંદર ઝળહળ જ્યોતિ ભગવાન આત્મા ચૈતન્યના નૂરના તેજના પૂર ભર્યા છે ભાઈ તને ખબર નથી પ્રભુ! અંદર આત્મા ચૈતન્યના નૂર નામ તેજનું પૂર છે. એ અંદર, એવો ચૈતન્ય તત્ત્વ જે ભગવાન એનાથી આ પુણ્ય ને પાપના પરિણામ પુદગલમય કહ્યા, તે ચૈતન્ય સ્વભાવથી શૂન્ય હોવાને લીધે, તે પરિણામને જીવદ્રવ્યથી ભિન્ન કહ્યાં છે. જીવદ્રવ્ય તે પરિણામથી ભિન્ન કહ્યો છે. તે પરિણામથી જીવ દ્રવ્યને ભિન્ન કહ્યો છે. આહાહાહા ! આ તો એક બે લીટીમાં આટલું ભર્યું છે, વાંચે નહીં ભાઈ. અરે અનાદિથી ચોર્યાસી લાખમાં અવતાર કરી કરીને દુઃખી છે એ. ભલે અબજોપતિ, કરોડોપતિ હોય શેઠીયાઓ એ બધા દુઃખી છે. ભાઈ એનો આનંદનો નાથ ભગવાન છે, એની એને ખબરું નથી. એને આ લક્ષ્મી આદિ મારી એમ માનીને મમતાના દુઃખને વેદે છે એ, જેને અહીંયા પુદગલના પરિણામ કહ્યાં Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૮ સમયસાર સિદ્ધિ ભાગ-૩ છે. અને જે મમતાના પરિણામ જીવદ્રવ્યથી, જીવદ્રવ્ય એ ચૈતન્યથી શૂન્ય એનાથી જીવદ્રવ્યને ભિન્ન કહ્યો છે. એક તો એ જીવદ્રવ્યથી ભિન્ન પુણ્ય પાપના પરિણામ કહ્યાં, અને જીવદ્રવ્ય પુણ્યપાપના પરિણામથી ભિન્ન કહ્યો છે. ભગવંત તો એમ કહે છે કે, અમારું સ્મરણ કરો નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં એ એક વિકલ્પ ને રાગ છે પ્રભુ. એ રાગ એ પુદ્ગલના પરિણામ પ્રભુ તારા નહીં, તારા હોય તો જુદા પડે નહીં, ને જુદા પડે ઈ તારા નહીં. અરે ! આવું સાંભળવા મળે નહીં અને જિંદગી એમને એમ જાય. આ વ્રત કરીએ છીએ ને અપવાસ કરીએ છીએ ને તપ કરીએ છીએ. ત્રિલોકચંદજી! આવું સાંભળવા નથી મળતું ત્યાં દિલ્હીમાં દિલ્હીમાં નહીં ? આવી વાતું છે બાપા! માટે જેઓ આ અધ્યવસાનાદિકને, માટે જેઓ અધ્યવસાય એટલે રાગની એકતા બુદ્ધિ અને રાગ, દયા, દાનનો રાગ, જીવ કહે છે જેઓ એને જીવ કહે છે, તેઓ ખરેખર પરમાર્થવાદી નથી, એ સાચું માનનારા, સાચા માનનારા નથી, એ જૂઠા માનનારા છે. છે ભાઈ અંદર? આ ચોપડો જુદી જાતનો છે તમારાથી, એમાં પાઠમાં ધ્યાન રાખે તો સમજાય એવું છે, ઓલા તમારા ચોપડા રૂપીયાના હોય ને ધૂળના એની જાતના ચોપડા જુદા છે આ. (શ્રોતા:- પાનું ફરે અને સોનું ઝરે) ઝરે? ધૂળમાંય નહીં. શું કહે છે? કે જેઓ આ અધ્યવસાનાદિકને જીવ કહે છે જેઓ એ પુણ્યના પરિણામ દયા, દાનના રાગને જીવના કહે છે કે, તેઓ ખરેખર પરમાર્થવાદી નથી, એ સાચા માનનારા નથી, એ પરમાર્થના તત્ત્વને જાણતા નથી. આહાહાહા! કેમ કે, હવે ન્યાય આપે છે, આગમ સર્વશની વાણીરૂપી આગમ, ત્રિલોકનાથ તીર્થંકરદેવની વાણી, ઓમ ધ્વનિ “ઓમ ધ્વનિ સૂની અર્થ ગણધર વિચારે રચી આગમ ઉપદેશે ભવિક જીવ સંશય નિવારે” એવા તો ભગવંત ત્રિલોકનાથ વર્તમાન તો બિરાજે છે પ્રભુ, મહાવીર આદિ તો મોક્ષ પધાર્યા સિદ્ધ થઈ ગયા. આ તો અરિહંતપદે બિરાજે છે, સીમંધર ભગવાન. એમની જે વાણી આગમ એ પણ એમ કહે છે. કહે છે ભગવાને દીઠું ભગવાન તો એમ કહે છે. કહે છે પણ વાણી દ્વારા કહે છે ને? ભગવાન એમ કહે છે, આગમ એમ કહે છે, યુક્તિ એમ કહે છે. અને સ્વાનુભવથી પણ એમ જણાય છે. કે રાગ આત્માનો નહીં. આહાહા ! ઝીણો વિષય છે ભાઈ ! ' અરેરે ! એમ ને એમ જિંદગીઓ, અનંત કાળ ગાળ્યો છે ભાઈ. એ નરક ને નિગોદમાં ગયો છે. ભગવાન પરમાત્મા નિગોદમાં એક શ્વાસમાં અઢાર ભવ કરે છે. આ બટાટા, શકરકંદ, મૂળા, ગાજર, એમાં એક કટકીમાં અસંખ્ય શરીર અને એક શરીરમાં અનંતા જીવ એક શ્વાસમાં અઢાર ભવ, મરે ને જન્મ, મરે ને જન્મ. ભાઈ એ અનંતા દુઃખી છે એને સંયોગ અનુકૂળ પ્રતિકૂળ નથી માટે નહીં, એની દશામાં જ હીણી દશાએ પરિણમી ગયેલા નિગોદના જીવ, એને દુઃખનો પાર નથી, એ દુઃખના વેદનારા નિગોદના જીવ, પ્રભુ તે એક શ્વાસમાં અઢાર ભવ, ક્યાં પણ કોને જોવું છે. અનંતકાળ ક્યાં ગાળ્યો અનંત. એવા અનંતવાર ભવ કર્યા એક વાર નહિ. એ ભવથી નિવર્તવું હોય અને જેને આત્માનું જ્ઞાન કરવું હોય એને આ જાણવું પડશે એમ કહે છે. ત્રણલોકના નાથ સો ઇન્દ્રોથી પૂજનીક પ્રભુ, જિનેશ્વરદેવની એ વાણી, એ આગમ એટલે આ જે આગમમાં પુણ્યના પરિણામને જીવના કહ્યા હોય એ આગમ નહીં, એ શાસ્ત્ર નહીં, અથવા જે આગમમાં એ શુભભાવથી જીવને લાભ થાય, એમ મનાવ્યું હોય એ આગમ નહીં, એ Page #52 -------------------------------------------------------------------------- ________________ ૩૯ ગાથા – ૪૪. સિદ્ધાંત નહીં, એ વીતરાગની વાણી નહીં. આગમ, યુક્તિ, યુક્તિથી પણ એ બેસે છે કે રાગ તે આત્માનો સ્વભાવ નથી. આહાહા ! દષ્ટાંત કહેશે. સ્વાનુભવ અને રાગથી ભિન્ન પડીને ભેદજ્ઞાન કરનારા ધર્મી જીવોને એ રાગથી ભિન્ન જાણવામાં આવે છે. ભેદજ્ઞાનીઓને એટલે સમકિતી જીવને, એટલે કે ધર્મની પહેલી સીઢીવાળા જીવને સ્વાનુભવ, એ રાગથી ભિન્ન જાણવામાં આવે છે. રાગથી ભેદ કરીને આત્મા અનુભવ કરે, એવા સમકિતી ભેદજ્ઞાનીને રાગથી ભિન્ન અનુભવમાં આવે છે. આગમે કહ્યું છે, યુક્તિથી બેસે. હમણાં કહેશે, અને સ્વાનુભવ ગર્ભિત યુક્તિ પણ સાથે છે એમ. એક રાગનો કણીયો જે વ્રત ને તપ ને ભક્તિનો, વૃતિ ઊઠે છે. એનાથી તો ભેદજ્ઞાની સમકિતી જીવ એને ભિન્ન પાડીને અનુભવે છે. એના અનુભવમાં એ રાગ આવતો નથી. આવી વાતું. હવે કોઈ દિ' સાંભળી ન હોય કોની હશે આ તે વીતરાગનો માર્ગ આવો હશે ! ભાઈ અનાદિ તીર્થંકર પરમાત્મા એનો આ જ માર્ગ છે, આ ત્રિકાળ અનાદિ તીર્થંકરો થયા, અનંત થશે એનો આ માર્ગ છે. અહીંયા કહે છે, કે એ ત્રણથી તો એનો પક્ષ વિરોધ પામે છે. કોનો? કે જે કાંઈ દયા, દાન, વ્રતના પરિણામ જીવનાં છે એમ જે માને છે, તે આગમથી વિરુદ્ધ છે, યુક્તિથી વિરુદ્ધ છે, સ્વાનુભવ ગર્ભિત અનુભવથી પણ વિરુદ્ધ છે. આરે આવી વાતું. તેમાં તેઓ જીવ નથી. છે? કોણ? તેઓ એટલે? રાગની એકતાબુદ્ધિરૂપી મિથ્યાત્વભાવ અને દયા, દાન, આદિના રાગ ભાવ એ જીવ નથી, એ આત્મા નહિ, એવું આ સર્વજ્ઞનું વચન છે. છે? એ આગમ, સર્વજ્ઞનું વચન આ આગમ. જે આગમમાં એ રાગનો શુભભાવ એ જીવ નથી, એ તો વિકારી પરિણામ છે, ભગવાન તો નિર્વિકારી ભિન્ન જુદી ચીજ છે એમ ભગવાનની વાણી આમ કહે છે. અરેરે ! દુનિયાની આ મજૂરીયું કરી કરી આખો દિ' ધંધા ને બાયડી, છોકરા સાચવવા એકલી પાપની મજૂરી, મોટા પાપની મજૂરી, હવે એને સાંભળવું આવું કઠણ પડે. આહાહાહા! અહીંયા તો કહે છે કે, એ તારા પાપના પરિણામ તો જીવના નથી, એમ વીતરાગે કહ્યું છે, પણ શુભભાવ દયા, દાન, વ્રત અપવાસ કરું આદિ જે વિકલ્પ ઊઠે છે, એ રાગ જીવદ્રવ્યમાં નથી, એમ ભગવાને કહ્યું છે. ભગવાન આવ્યા, એની વાણી આગમ આવ્યું છે અને ગુરુ પોતે આ મુનિ કહે છે. પ્રભુ તને ક્યાં મીઠાશ ચડી ગઈ નાથ ! એમ કહે છે. તારો અમૃતસાગર ભગવાન દરિયો એને અનુભવવું મૂકી દઈને એ રાગના અનુભવમાં ક્યાં, ઝેરના પ્યાલે ક્યાં ચડી ગયો તું? એ પુદ્ગલના પરિણામ તારા જીવથી જુદા એમ ભગવાનની વાણી કહે છે, ભગવાન કહે છે, અને વાણી એટલે આગમ કહે છે અને ગુરુ ત્રણેય એમ કહે છે. જે ગુરુ એમ કહે કે રાગ કરતાં આત્માને લાભ થાય, એ ગુરુ નહીં. જે ગુરુ એમ કહે કે એ દયા, દાનના પરિણામ એ જીવના છે, એ ગુરુ નહીં. જે આગમ રાગને આત્માના કહે કે રાગથી આત્માને લાભ થાય એમ કહે એ આગમ નહીં, અને જે કોઈ ભગવાન ત્રિલોકનાથ નામ ધરાવે અને એમ કહે કે રાગથી જીવને લાભ થાય, એ ભગવાન નહીં. આવી વાતું છે. હું? (શ્રોતાઃ- ખતવણી જ જુદી જાતની છે.) વાત એવી છે બાપા. ઉધાર ખાતાને જમે ખાતે લગાવી દે છે. નામું-નામું, ઉધાર ખાતું હોય એને જમે ખાતું કરી નાખે. પુણ્ય પાપનો ભાવ દેણા ખાતું, ઉધાર ખાતું એને આત્માના છે લેણું એમ ખતવી નાખે છે. આવી વાત છે. અરે આવો Page #53 -------------------------------------------------------------------------- ________________ ४० સમયસાર સિદ્ધિ ભાગ-૩ કેવો ઉપદેશ આ? બાપુ માર્ગ આવો છે અનાદિનો ! ભાઈ ! તીર્થકર જિનેશ્વરનો. એવું સર્વશનું વચન છે તે તો આગમ. જોયું? એ દયા, દાન, વ્રતના પરિણામ એ શુભ એ જીવના નથી એમ આગમનું વચન છે. જે આગમ એમ કહે કે એ શુભભાવથી જીવને લાભ થાય એ ભગવાનના આગમ નહીં, કલ્પિત બનાવેલા શાસ્ત્રો આહાહા અને આ નીચે પ્રમાણે સ્વાનુભવગર્ભિત યુક્તિ બે ભેગાં લે છે. આગમ, યુક્તિ અને સ્વાનુભવ એમ ત્રણ કહ્યાં છે ને? ભગવાનના આગમ, જૈન તીર્થંકર ત્રિલોકનાથના આગમ “ઓમકાર ધ્વનિ સૂની અર્થ ગણધર વિચારે” અને એ ગણધર શાસ્ત્રને રચે, એ વીતરાગની વાણી, તેમાં આમ કહ્યું છે. અને નીચે પ્રમાણે સ્વાનુભવગર્ભિત યુક્તિ શું? સ્વયમેવ ઉત્પન્ન થયેલા એવા રાગદ્વેષ વડે મલિન અધ્યવસાન” એ શુભ અશુભ ભાવ એ તો સ્વયં ઉત્પન્ન થયેલા છે. દ્રવ્યથી નહીં. પુદ્ગલનાં પરિણામ એ પરના લક્ષે થયેલા છે, સ્વયમેવ ઉત્પન્ન થયેલા, એવા જે રાગદ્વેષ વડે મલિન એવા અધ્યવસાયથી જુદો, અન્ય ચિસ્વભાવરૂપ જીવ, શું કહે છે, બાપુ આ તો ભગવાનની વાણી એ કાંઈ કથા વાર્તા નથી. આ તો ભગવત કથા ત્રિલોકનાથ આત્માની છે પ્રભુ. એમાં એમ કહ્યું છે, કે રાગદ્વેષ વડે મલિન એવો જે ભાવ અધ્યવસાય તે જીવ નથી, કારણકે કાલિમાથી જુદા સુવર્ણની જેમ, પહેલાં દાખલો એવો આપ્યો'તો કે કોલસાની કાળપ કોલસાથી જુદી નહીં, એમ પુણ્ય ને પાપ જીવથી જુદા ભાવ નહીં એમ કહ્યું'તું એણે. ત્યારે અહીં કહે છે સાંભળ કે કોલસાની કાળપ એ કોલસામાં ગઈ, એ અહીં નહીં. પણ સુવર્ણમાં જે કાંઈ મેલપ દેખાય છે, એ મેલથી સુવર્ણ જુદી ચીજ છે. એ મેલમાં જે કાળપ દેખાય છે સુવર્ણમાં, સુવર્ણની જેમ કાલિમાથી જુદું સુવર્ણ એટલે સોનું એમાં જે મેલ દેખાય છે એનાથી સુવર્ણ જુદું છે, જુદું કાલિમાથી જુદું સુવર્ણની જેમ ભગવાન આનંદનો નાથ પ્રભુ એ સુવર્ણ સમાન છે પ્રભુ આત્મા! એમાં આ પુણ્ય પાપના મેલ કાળપ જેવો મેલ છે, એ સુવર્ણની જાત નહીં. આહાહાહા ! કાલિમાથી જુદા સુવર્ણની જેમ તેમ રાગથી જુદો અન્ય ચિસ્વભાવરૂપ જીવ એ દયા, દાન ને વ્રતના વિકલ્પથી જુદો જીવ અન્ય ચિસ્વભાવરૂપ જીવ ભેદજ્ઞાનીઓ વડે, રાગથી ભિન્ન કરનારાઓ ભેદજ્ઞાની વડે, રાગથી ભિન્ન કરનારા સમકિતી વડે, સ્વયં ઉપલભ્યમાન, એનાથી જુદો જીવ, ભેદજ્ઞાનીઓ વડે સ્વયં ઉપલભ્યમાન, રાગથી પ્રાપ્ત થતો નથી, રાગ ભિન્ન છે, એનાથી સ્વયં આત્માનો લાભ થાય છે. રાગરૂપી મેલ એને ભેદજ્ઞાની ધર્મી જીવ, એને જુદો પાડીને જીવનો અનુભવ કરે છે. એથી જીવના સ્વભાવથી તે રાગ ભિન્ન છે. રાગથી ભેદજ્ઞાન કરનારાઓને રાગ, ભેદજ્ઞાનમાં રાગ ભેગો આવતો નથી. આહાહાહા! આરે આવી વાત. હવે આવો જૈન માર્ગ હશે ! અત્યાર સુધી તો અમે આ છ કાયની દયા પાળો ઈચ્છામી પડિકમણ ઈરિયા વહીઆ તસ્સ ઊતરી કરણેણે માણેણે ઝાણેણં અપાણે વોસિરામિ તાઊં કાય ઠાણેણં.. જયંતિભાઈ ! બાપુ બધી ખબર છે બાપુ! અમે પણ બધું કર્યું'તું ને, બીજો માર્ગ બાપા ભાઈ તને ખબર નથી. આહાહાહા ! ત્રણ ન્યાય આપ્યા. એક તો પુણ્ય ને પાપના ભાવ જીવ નથી એમ ભગવાનની વાણી કહે છે, હવે યુક્તિ અને સ્વાનુભવ છે. કે સોનાની મેલપ જેમ સોનાથી જુદી છે એ યુક્તિ, એમ Page #54 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૪૪ ભગવાન આત્માથી પુણ્ય પાપના ભાવ જુદા છે એ યુક્તિનો ન્યાય, ત્રીજું સ્વાનુભવગર્ભિત, ધર્મી જીવ તેને કહીએ કે જે દયા દાનના રાગથી ભિન્ન જીવને અનુભવે એ ભેદજ્ઞાની વડે સ્વયં રાગના અવલંબન વિના, ચૈતન્યના અવલંબનથી સ્વયં અનુભવ થાય છે એ રાગથી ભિન્ન જુદાને અનુભવે છે. આવી વાતું વે, છે ? ૪૧ એક તો ભગવાને એમ કહ્યું કે એ પુણ્યપાપ એ જીવ નથી. કારણકે કાલિમાથી જુદા સુવર્ણની જેમ, એ રાગથી જુદો અન્ય ચિત્ત્વભાવ જીવ ભેદશાની વડે સ્વયં ઉપલભ્યમાનમ્ એટલે કે રાગનો જે વિકલ્પ છે એના અવલંબન વિના, ચૈતન્યના અવલંબનથી સ્વયમેવ આત્મા રાગથી ભિન્ન અનુભવમાં આવે છે, માટે તે રાગ આત્માનો નથી. આવી વાતું છે. કરવું પડશે બાપુ. દુનિયા માને ને મનાવી બેસે એથી કાંઈ તને લાભ નહીં થાય ભાઈ. આ દેહ છૂટીને જાઈશ ક્યાં પ્રભુ ? આત્માનો નાશ થાય એવો છે ? ભગવાન તો નિત્ય અનાદિ અનંત છે વસ્તુ અંદર. એને જો રાગથી લાભ થાય એમ માન્યું તો પ્રભુ મિથ્યાભ્રમ એમાં તું જઈશ અને રહીશ ને રખડીશ. આહાહા! ભગવાને એમ કહ્યું અને કહ્યું તે આગમે એમ કહ્યું, અને આગમમાં ગુરુ એમ પોતે કહે છે અમૃતચંદ્રાચાર્ય પંચમકાળના સંતો–ગુરુ એમ કહે છે કે અરેરે પ્રભુ, એ કહે છે કે પંચમકાળમાં તો શુભજોગ જ હોય, પ્રભુ ઘણો અન્યાય થાય છે, અન્યાય. પંચમકાળના સંતો મુનિઓ ભેદજ્ઞાનીઓ એ શુભજોગથી ભિન્ન આત્માને અનુભવે છે. આ તો પંચમકાળના સંત છે, આ કાંઈ ચોથા આરાના નથી કુંદકુંદાચાર્ય, અમૃતચંદ્રાચાર્ય. અરેરે ! આવી વાત ક્યાં ? માથામાં ભેજામાં કામ કરે નહીં. દુનિયાના ડાહ્યા રખડી મર્યા છે. આ ચૈતન્યનું જે જ્ઞાન ભગવાન કહે છે, એક સેકંડ પણ અનંતકાળમાં કર્યું નથી. એક સેકંડ પણ રાગથી ભિન્ન ભેદજ્ઞાનને અનુભવે, એને અનંત ભવનો અંત આવી ગયો. સમજાણું કાંઈ ? પ્રત્યક્ષ ચૈતન્યભાવને જુદો અનુભવે છે. એ ચૈતન્ય સ્વભાવ જે અનંત ગુણ ગંભી૨ ભગવાન એના તરફના જો૨ના પુરૂષાર્થથી, ધર્મીજીવ રાગથી જુદો અનુભવે છે. માટે તે રાગ આત્માનો નથી, જડનો છે. જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય, એ ભાવ જડ છે, એમ કહે છે. અહીં તો રાજી રાજી થઈ જાય, ભાઈ એ શુભભાવ છે. સોનામાં જેમ એ કાલિમા દેખાય, એમ ચૈતન્યમાં એ મેલ દેખાય છે, એ ચૈતન્યની ચીજ નહીં. એ જિનવચન એમ કહે, એટલે ભગવાન અને ભગવાનની વાણી એમ કહે, કે દયા, દાન, વ્રતના પરિણામ એ જીવ નથી. પુદ્ગલના પરિણામ છે. ભગવાનના ( આત્માના ) પરિણામ તો નિર્મળ હોય, પોતે નિર્મળ પવિત્ર છે માટે તેના પરિણામ તો વીતરાગી નિર્મળ હોય, એ નિર્મળ પરિણામ દ્વારા ધર્મી જીવ રાગથી ભિન્ન જીવને અનુભવે, માટે તે રાગ એનો નથી. આટલી શરતું ને આટલી જવાબદારી, આવું છે પ્રભુ ! એ લોકો પાછો એમ પ્રશ્ન કરે હમણાં સાંભળ્યું છે ન્યાં, શિવનીમાં પ્રશ્ન કર્યાં છે કે ઓલા શિબિ૨ કરીને પાંચસો માણસ ઘાસીલાલજી ગયા'તા ને ! તમે સાધુને માનો છો ? તમે ચા૨ અનુયોગને માનો છો ? અને કોકે ક્યાંય કહ્યું હશે કોણ જાણે શું કહ્યું હશે ને શું માન્યુ હશે ? આ લોકો તો એમ કહે છે કે આ સાધુઓ તો કૂતરા જેવા છે અત્યારે એવી ભાષા વાપરી છે. એવું કોઈએ કહ્યું ન હોય ને છતાં લોકોએ શિવનીમાં આ વાત સાંભળી હતી. ઘાસીલાલ ગયા'તા Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૨ સમયસાર સિદ્ધિ ભાગ-૩ ને ત્યાં એવું થયું'તું. પછી આણે તો સમાધાન કર્યું આજ્ઞા પ્રમાણે માર્ગ હોય સાધુ તો સાધુ, સાધુ તો અમે સાધુને માનીએ છીએ, સાધુ હોય એને ને? આગમથી વિરુદ્ધ હોય એ સાધુ ક્યાં? ચારેય અનુયોગને માનીએ છીએ. દ્રવ્યાનુયોગમાંથી એની દૃષ્ટિ થઈ એ ત્રણેય અનુયોગને જાણે છે, બીજામાં આ વ્રત ને તપ ને વિકલ્પ આવ્યા એને વાત કરે છે. પણ એ પોતે ધર્મ નથી, એમ દ્રવ્યાનુયોગની દૃષ્ટિથી ત્યાં વાંચે ને તો એનો સાર એ દેખાય. એ મોક્ષમાર્ગ પ્રકાશકમાં કહ્યું છે ને, કે દ્રવ્યાનુયોગની દષ્ટિ થયા પછી વાંચે ચરણાનુયોગને તો એની દૃષ્ટિની ખબર પડે તત્ત્વની, મોક્ષમાર્ગ પ્રકાશક. આહાહાહા ! અરે ભગવાન ! અહીંયા ભગવાન રહ્યા નહીં, ભગવાન રહ્યા ત્યાં. હવે ભગવાન એમ કહે છે દુનિયાને કહેવું એક નહિ પણ અનંત ભગવંતો, તીર્થકરો અનંતા થઈ ગયા અનંતા થશે, સંખ્યાતા વિચરે છે તીર્થકરો છે વીસ, પણ એ સિવાય કેવળીઓ, લાખો કરોડો મહાવિદેહક્ષેત્રમાં વર્તમાનમાં વિચરે છે. એ બધાજ કેવળીઓનું વચન છે આગમ, કે એ શુભરાગ મેલ છે, નિર્મળાનંદ પ્રભુથી તે જુદી ચીજ છે, અને મેલથી નિર્મળાનંદ ભગવાન પણ જુદો છે. એમ ભગવાનની વાણી કહે છે ભગવાન કહે છે. અને કાલિમા જેમ સોનાની જુદી છે, એ યુક્તિ એમ સોનાસમાન ભગવાન ચૈતન્યમૂર્તિ, એનાથી પુણ્યના પરિણામ મેલ તે જુદાં છે, અને સ્વાનુભવ રાગથી ભિન્ન પડીને ભેદજ્ઞાની ધર્મી જીવ એને કહીએ એ રાગથી ભિન્ન પડીને ભેદજ્ઞાની જીવો વડે ચૈતન્ય સ્વયંસેવ રાગના અવલંબન વિના અનુભવમાં આવે છે. માટે કેટલાક કહે છે ને કે વ્યવહાર નિશ્ચયનું કારણ છે. આંહી તો કહે છે કે એના અવલંબન વિના ભેદજ્ઞાની વડે જુદો દેખાય છે. કહો શશીભાઈ ! આ તમારા વેદાંત-ફેદાંતમાં તો આવું કાંઈ નથી. જૈન દર્શનના નામે ગોટા ઉઠયા છે ત્યાં. “સ્વયં ઉપલભ્યમાનમ્” આત્મા તો સ્વયં, સ્વના અવલંબનની દૃષ્ટિ કરતાં, રાગથી ભિન્ન સ્વયં અનુભવમાં આવે, માટે પણ રાગ એને જીવ નથી એમ ભગવાન કહે અને આગમ એમ કહે અને અનુભવી જીવ પણ રાગથી ભિન્ન અનુભવે છે, માટે રાગથી જુદો છે. હવે આટલી વાત કરે, હવે એ પહેલો બોલ થયો. આઠ બોલ છે ને? અનાદિ જેનો પૂર્વ અવયવ છે કર્મ, કર્મ અનંત જેનો ભવિષ્યનો અંશ છે અંશ. કર્મનો એક ભાગ એવી જે સંસરણરૂપ ક્રિયા રખડવાની ક્રિયા ચોર્યાસીમાં એનું કારણ તો કર્મ છે, એમ કહે છે અજ્ઞાની, કર્મને લઈને એનો એક ભાગે રખડ્યો અને એક ભાગથી રખડશે માટે કર્મ જ જીવ છે અમારે જુદો જીવ છે, એ અમે જાણતા નથી. અનાદિ જેનો પૂર્વ ભાગ છે એટલે અવયવ કર્મનો એક અંશ, અનંત જેનો ભવિષ્યનો અવયવ છે, એવી એક સંસરણરૂપ. અનાદિ અનંત લીધું આમ અનાદિ આમ અનંત. એક સંસરણરૂપી ક્રિયા તે રૂપે ક્રિડા કરતું કર્મ તે પણ જીવ નથી. ઈ કહે છે કે જીવ છે આ, અમારે તો કર્મની ક્રિયાથી રખડવું, રખડે છે એનાથી જુદો અમને તો દેખાતો નથી, અજ્ઞાની એમ કહે છે. એના ઉત્તરમાં આ કહે છે કે એ જીવ નથી. કર્મના કારણે જે પરિભ્રમણની ક્રિયા દેખાય એ જીવ નથી. કારણકે કર્મથી જુદો અન્ય ચૈતન્યસ્વભાવ જીવ એ રખડવાની ક્રિયાના રાગભાવથી ચૈતન્યસ્વભાવ જીવ જુદો, અન્ય ચૈતન્યસ્વભાવરૂપ જીવ ભેદજ્ઞાની વડે સ્વયં ઉપલભ્યમાન છે. કર્મને કારણે જે થતી વિકૃતિ પરિભ્રમણનો ભાવ એનાથી Page #56 -------------------------------------------------------------------------- ________________ ૪૩ ગાથા – ૪૪ ભેદજ્ઞાની વડે ભિન્ન આત્મા છે, એમ જ્ઞાની ધર્મી જીવ વડે, એ કર્મના અવયવરૂપી જે ક્રિયા, એનાથી ભિન્ન ભેદજ્ઞાની વડે, ધર્મી વડે, સમકિતી વડે, ભિન્ન અનુભવાય છે. આવી વાતું. સ્વયં પ્રત્યક્ષ અનુભવે છે. બે બોલ થયા. - ત્રીજો “તીવ્ર મંદ અનુભવથી ભેદરૂપ થતા દૂરંત રાગરસથી ભરેલા અધ્યવસાનોની સંતતિ”, રાગ મંદ અને તીવ્ર એની જે એકતાબુદ્ધિરૂપ અધ્યવસાય, છે? દૂરંત રાગરસથી ભરેલા, રાગથી ભરેલો જેનો અંત મુશ્કેલ છે, એવા જે અધ્યવસાય એની સંતતિ પણ જીવ નથી, શું કહે છે? રાગની મંદતા અને રાગની તીવ્રતાની સંતતિ, પ્રવાહ ચાલે છે, એ જીવ નહિ. કેમકે પરિભ્રમણનું કારણ જીવદ્રવ્ય નહીં, એ કર્મના નિમિત્તે પરિભ્રમણ થયેલું એ જીવસ્વરૂપ નહીં. છે? તીવ્ર મંદ અનુભવથી ભેદરૂપ થતા દૂરત, જેનો અંત આકરો છે, એવા રાગરસથી ભરેલા અધ્યવસાનીથી જીવ ભેદશાની વડે સ્વયં ઉપલભ્યમાન છે. અર્થાત્ તેવો તેને પ્રત્યક્ષ અનુભવ છે. આહાહાહા ! ચોથો, આ શરીર, શરીર છે એ જડ માટીનું છે, એમ કે નવી દશા જુવાન અવસ્થા અને પુરાણી અવસ્થા વૃદ્ધ અવસ્થા બધાં હાડકાં નબળા પડી ગયા, અજ્ઞાની કહે છે કે અમારે તો એ શરીર છે એ જ આત્મા છે. શરીર મોળું હોય તો અમે આકરું કામ કરી શકતા નથી, શરીર જયારે મજબૂત હોય ત્યારે કામ કરી શકીએ છીએ. માટે અમારે તો શરીર એ જ આત્મા છે. એમ અજ્ઞાની શરીરની ક્રિયાઓ અમે કરીએ છીએ, આ હલનચલન એ અમારી ક્રિયા, પણ એ તો જડની ક્રિયા છે, ભાઈ તને ખબર નથી. એનો ઉત્તર આપે છે. નવી પુરાણી અવસ્થા, નવી અને પુરાણી, તાજી અવસ્થા આમ બાળક જન્મેન, જુવાન અવસ્થા આમ લઠ જેવું શરીર દેખાય, અને એ શરીર નબળું પડી જાય ચામડી લટકે, એ નવી અને પુરાણી અવસ્થા જે શરીર એ અમે છીએ, અજ્ઞાનીઓ એમ કહે છે એને જવાબ આપે છે. એ પુરાણી અવસ્થાથી ભેદથી પ્રવર્તતું જે નોકર્મ શરીર, તે પણ જીવ નથી. એ જુવાની અને વૃદ્ધ અવસ્થા એ તો શરીરની અવસ્થા છે, એ તારી નહીં, તું નહીં. આહાહાહા ! તારી અવસ્થાના ત્રણ પ્રકાર બાળ અવસ્થા, યુવાન અવસ્થા અને વૃદ્ધ અવસ્થા. એ રાગની ક્રિયા ને પોતાની માનવી એ બાળ અવસ્થા એની છે. બાળક છે એ ચાહે તો લાખ વર્ષની ઉંમરવાળુ શરીર હોય પણ એ રાગને પોતાનો માને છે તો એ બાળક છે. અને રાગથી ભિન્ન જાણીને અંતરાત્માને જે ઓળખે છે એ અંતરનો યુવાન છે. અને અંતરમાં જઈને સ્થિરતા કરીને કેવળજ્ઞાન પામે છે એ વૃદ્ધ છે. આ ત્રણ અવસ્થા એની છે. આ નહીં. આવું ક્યાં બેસે માણસને ? આખો દિવસ શરીરથી કામ કરતો હોય આ લાવો આ લાવો, પૈસા ગણે, આપે, લે, દે, આ બધી ક્રિયા મારી છે આ બધી, પણ પ્રભુ એ તો જડ છે. જડની ક્રિયા એ તારામાંથી નહીં અને તારાથી નહીં. છે? કારણકે શરીરથી અન્ય જુદો ચૈતન્ય સ્વભાવરૂપ જીવ ભેદજ્ઞાનીઓ વડે સ્વયં ઉપલભ્યમાન છે, અર્થાત્ તેઓ તેને પ્રત્યક્ષ અનુભવે છે. આહાહાહા! (પાંચમો બોલ) સમસ્ત જગતને પુણ્યપાપરૂપે વ્યાપતો, જોયું? પુણ્યપા૫ આવ્યા, શુભ- અશુભ રાગ એનાથી કર્મનો વિપાક છે, એ આત્માનો પાક નહીં. આત્માનો પાક તો આનંદ અને શાંતિ એમાં પાકે છે. આ તો ખેતર એવું છે કે જેમાંથી અતીન્દ્રિય આનંદ અને શાંતિ Page #57 -------------------------------------------------------------------------- ________________ ४४ સમયસાર સિદ્ધિ ભાગ-૩ પાકે. આ પુણ્ય પાપરૂપે વ્યાપતો તે પણ જીવ નથી, કારણ શુભાશુભ ભાવથી અન્ય જુદો એ શુભાશુભ ભાવથી જુદો ચૈતન્યસ્વભાવરૂપ જીવ ભેદજ્ઞાનીઓ વડે, અરેરે ! પ્રભુ પ્રભુ પ્રભુ, અહીં તો કહે અત્યારે શુભભાવ પંચમકાળમાં તો શુભભાવ જ હોય. અરે પ્રભુ! તો પંચમકાળમાં ધર્મ ન હોય? અરે આવું સારું કર્યું, ચોખવટ કરી. એ શુભાશુભ ભાવથી અન્ય જુદો ભગવાન તો અંદર પુણ્ય પાપના ભાવથી જુદો, ચૈતન્ય સ્વભાવરૂપ જીવ ભેદજ્ઞાનીઓ વડે સ્વયં ઉપલભ્યમાન છે, સમકિતી ભેદજ્ઞાની એવો પોતે તેને પ્રત્યક્ષ રાગના અવલંબન વિના મતિશ્રુતજ્ઞાન દ્વારા પ્રત્યક્ષ અનુભવે છે, માટે તે પુણ્ય ને પાપના શુભ અશુભ ભાવ જીવ નહીં. ચાર બોલ થયા. વિશેષ કહેશે. પ્રવચન નં. ૧૧૬ ગાથા - ૪૪ તથા શ્લોક - ૩૪ આસોવદ - ૭ સોમવાર, તા. ર૩/૧૦/૭૮ સમયસાર ૪૪ ગાથા. ચાર બોલ ચાલ્યા છે. છે ને! આઠ બોલમાં ચાર બોલનો ઉત્તર આપ્યો. પાંચમો. “સમસ્ત જગતને પુણ્યપાપરૂપે વ્યાપતો એ કર્મનો વિપાક છે તે પણ જીવ નથી.” કર્મનો વિપાક પુણ્યપાપરૂપના ભાવથી વ્યાપતો એ જીવ નથી. કારણકે શુભાશુભભાવથી અન્ય જુદો, શુભ કે અશુભ ભાવ હિંસા, જૂઠું, ચોરી, વિષય-ભોગ, વાસના, રળવું,કમાવું વગેરે ભાવ પાપ. દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા વગેરે પુણ્ય, એ શુભઅશુભભાવથી અન્ય જુદો ચૈતન્યસ્વભાવરૂપ જીવ, આ કર્તાની વ્યાખ્યા છે, જે શુભ અશુભભાવ થાય છે એ ખરેખર કર્મનો વિપાક છે. એ આવી ગયું બત્રીસમાં, કર્મ ભાવક છે અને શુભ અશુભ ભાવ એ ભાવકનો ભાવ્ય છે. એ કર્મના વિપાકનો ભાવ છે. ચૈતન્યનો વિપાક એ ન હોય. શુભ અશુભભાવ એ કર્મના ભાવકનો ભાવ એ કર્મનો વિપાક છે, એ જીવ નહીં. કેમ કે સમ્યગ્દષ્ટિ અને ભેદજ્ઞાનીઓ વડે એ શુભ અશુભભાવથી જુદો આત્મા અનુભવમાં આવે છે. આહાહાહા ! શુભાશુભભાવથી અન્ય જુદો, ભાવથી અન્ય જુદો, ઝીણી વાત બહુ ભાઈ ! સૂક્ષ્મજ્ઞાનનો ઉપયોગ થઈને જે સ્વભાવ તરફ ઢળ્યો છે, એવા ભેદજ્ઞાનીઓ વડે, એ શુભાશુભભાવથી અન્ય જુદો અનેરો જુદો, ચૈતન્ય સ્વભાવરૂપ જીવ, એ શુભઅશુભભાવ, એ કર્મના વિપાકનું કાર્ય છે, જીવનું નહીં. એ કર્તાકર્મનો કર્મ વિપાક છે તેનું એ કર્તાનું કાર્ય છે. અહીંયા અજ્ઞાનીએ એમ કહ્યું હતું ને કે શુભાશુભભાવ એ અમારું કાર્ય છે, એનાથી જુદો જીવ અમને તો દેખાતો નથી. આકરી વાત બહુ ભાઈ ! અતીન્દ્રિય આનંદનો ઢીમ પ્રભુ, એને પુણ્ય ને પાપના શુભાશુભભાવથી અનેરો જીવ છે, એ જીવ છે. એને ભેદજ્ઞાનીઓ, ધર્મી જીવો, સમકિતી જીવ, એ શુભાશુભભાવથી જુદો આત્મા છે. છે? ભેદજ્ઞાની વડે સ્વયં ઉપલભ્યમાન છે. સ્વયં પ્રાસ, પોતાથી પ્રાપ્ત છે. એ શુભભાવ હતો માટે તેનો અભાવ કરીને પ્રાપ્ત થયો છે એટલે સ્વયં પ્રાપ્ત થયો છે. એ આમ કહે છે ને કે ભાઈ દયા દાન દ્રતાદિના આચરણનો ભાવ હોય એ ભાવથી શુદ્ધતા પ્રગટે, એ અહીંયા ના પાડે છે કે એમ નથી. ભાઈ તને ખબર નથી, જેનાથી જુદો અનુભવવો એનાથી તે થાય ? આહાહાહા ! અરે રે! એને જન્મ મરણ રહિત થવાના પંથ કોઈ અલૌકિક છે પ્રભુ. એ શુભ કે અશુભ Page #58 -------------------------------------------------------------------------- ________________ ૪૫. ગાથા – ૪૪ દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, જે જૈન ધર્મ નથી, એવા ભાવથી જુદો સ્વયં પોતાના જ્ઞાનની પર્યાય દ્વારા અનુભવમાં આવે છે. માટે તે શુભઅશુભભાવ (તે) જીવ અને જીવનું સ્વરૂપ નથી. એ કર્તાપણાની વ્યાખ્યા છે. શુભાશુભભાવ એ આત્માનું કર્તવ્ય છે અને આત્મા કર્તા છે એમ નથી. શુભાશુભભાવ, ભાવક કર્મ કર્તા છે અને તેનું તે કાર્ય છે. ઝીણી વાત છે ભાઈ, જે જ્ઞાનની પર્યાય વર્તમાન અંતર સ્વરૂપમાં ઢળે છે, તે પુષ્ય ને પાપના ભાવથી ભિન્ન પડીને ઢળે છે. એ પુણ્યના શુભભાવ, એને સાથે રાખીને અંદરમાં જાય છે કે એની મદદથી અંદર જાય છે એમ નથી. આવી વાતું ભાઈ ! એ કોનો અર્થ થયો? એ “સ્વયં ઉપલભ્યમાન છે” અર્થાત્ તેઓ પોતે ભેદજ્ઞાની જીવ સમ્યગ્દષ્ટિ જીવ, પોતે તેને પ્રત્યક્ષ અનુભવે છે. “સ્વયં”નો અર્થ પ્રત્યક્ષ કર્યો. જ્ઞાનાનંદ ભગવાન આત્મા એ જ્ઞાનાનંદની જ્ઞાનની પર્યાય, સ્વયં પ્રત્યક્ષ થઈને તેને અનુભવે છે. આનું નામ આત્મા જાણ્યો અને આત્મા માન્યો એણે આત્મા અનુભવ્યો. આવી વાત ઝીણી છે ભાઈ ! આહાહાહા ! આ પાંચમો બોલ થયો. (બોલ છઠ્ઠો.) હુવે છે ઈ. હવે ભોકતાની વાત છે. શાતા-અશાતારૂપે વ્યાસ જે સમસ્ત તીવ્રમંદપણારૂપ ગુણો એ વડે ભેદરૂપ થતો જે કર્મનો અનુભવ છે ઈ. કલ્પના થઈ કે આ સુખ આ સંયોગો અનુકૂળ છે માટે હું સુખી છું, પ્રતિકુળ સંયોગ માટે દુઃખી એવી જે કલ્પના એ સુખ દુઃખનો જે અનુભવ એ જીવનો નથી. એ જીવ તેનો ભોકતા નથી. તીવ્રમંદપણારૂપ ગુણો તે વડે ભેદરૂપ થતો, એ તો મંદભાવ હોય રાગનો કે તીવ્ર હોય, પણ એનો ભોકતા આત્મા નથી. રાગની મંદતાનું સુખરૂપ વેદન કલ્પનાનું કે તીવ્ર રાગરૂપી દુઃખનું વેદન એ જીવનું નથી. એ તીવ્ર મંદપણારૂપી ભેદ, એથી થતો કર્મનો અનુભવ એ છે. અમે સુખી છીએ, પૈસે ટકે અનુકૂળતાથી અમે સુખી છીએ એમ માનનાર એ કર્મના વિપાકને પોતે અનુભવે છે. અમે દુઃખી છીએ, પૈસા ન મળે, આ ન મળે. આહાહાહા ! અહીં આવ્યો'તો ને એક માણસ મંદસૌરનો હું તીર્થકર છું, નામ ભૂલી ગયો. પાટણીજી ! અહીં આવ્યો'તો. વ્યાખ્યાન સાંભળ્યું કાગળ આવ્યો'તો પહેલો મહીના પહેલાં હું તીર્થકર છું, કેવળી છું, ચાર ઘાતકર્મ મારે નાશ થયા છે. ભગવાનને પણ ચાર ઘાતકર્મ નાશ થયા હતા પણ પૈસા નહોતા એની પાસે, એમ મારી પાસે પણ પૈસા નથી. અરેરે! એ દુઃખનું વેદન છે નિર્ધનતાનું, અનાદિ એ વેદન તો કર્મના પાકનું વેદન છે. કહો, હવે ઈ કહે કે ઘાતકર્મનો મને નાશ થયો છે અને હું બતાવું બધું એમ કે. પછી તો મેં કીધું બાપુ! આ શું છે ભાઈ ! દૃષ્ટિ વિપરીત થઈ ગઈ ભાઈ બહુ, એ સાંભળે (નહીં) પાછું અહીં તો મધ્યસ્થથી કહેવાય, કોઈનો અનાદર નથી, પાછા ઉભા થઈને પગે બરાબર લાગે. અરે ભાઈ, દુઃખનું આ નિર્ધનતા ને સાધન નહીં એનું વેદન.દુઃખનું, એ તો કર્મનું વેદન છે. એ મિથ્યાષ્ટિ એને વેદે છે. સમ્યગ્દષ્ટિ જીવ, ભેદજ્ઞાની જીવ, એ રાગના વેદનથી ભિન્ન પડલો ભગવાન એને સ્વયં વેદતાં, તે તેનાથી જુદો રહી જાય છે. રાગનું વેદન એ જુદું રહી જાય છે, આત્મામાં આવતું નથી. આવી વાતું હવે, આ તે. અરેરે! એક તો બાહ્યની પ્રવૃત્તિ આડે નિવૃત્તિ ન મળે, અને બાહ્યની પ્રવૃત્તિ છોડે અને નિવૃત્તિ લે બાહ્યથી, તો અંદરના પુણ્ય પાપના પરિણામથી નિવૃત્તિ ન મળે. આહાહાહા ! Page #59 -------------------------------------------------------------------------- ________________ *s સમયસાર સિદ્ધિ ભાગ-૩ અહીંયા કહે છે ઓલો અજ્ઞાની એમ કહેતો હતો કે અમારે તો કર્મનો વિપાક એવો જે શુભઅશુભભાવ એ જ અમારું વેદન છે અને એ જ અમે જીવ છીએ. એનો ઉત્તર દીધો અહીંયા આચાર્યો, ભાઈ ! તને ખબર નથી એ સુખદુઃખનું વેદન, એ તો જડનું વેદન છે, પ્રભુ તું એનાથી ભિન્ન છો ને? એ ભેદજ્ઞાની વડે સુખ દુઃખથી જુદો, છે ને આ વેદનનું છે આ, એ કર્મના નિમિત્તથી પૈસા થયા પાંચ પચીસ કરોડ કે ધૂળ કરોડ, અમે સુખી છીએ, એ મૂંઢ જીવ રાગના સુખને નામે વેદે છે. અને એ એમ કહે છે, કે સુખદુઃખના વેદનથી જીવ જુદો અમને તો કાંઈ દેખાતો નથી, ક્યાંથી દેખાય? ભાઈ ! તારી દૃષ્ટિ જ પર્યાય ઉપર સુખદુઃખના વેદન ઉપર પડી છે. ભગવાન ત્યાં છે નહીં. ભગવાન આત્મા તો અંદર સુખદુઃખના વેદનથી ભિન્ન જાત છે અંદર, આવી વાતું હવે. હેં? (શ્રોતા- અલૌકિક વાત છે.) આવી વાત છે ભાઈ. તે અનુભવ કર્મનો સુખદુઃખનો અમે સુખી છીએ, કહ્યું'તું ને એક ફેરી અહીંયા ઓલા વઢવાણના નાનાલાલભાઈને એ બધા પૈસાવાળા ખરાને કરોડપતિ પૈસાવાળા એના વેવાઈ એ વ્યાખ્યાન ચાલતું'તું સ્વાધ્યાય મંદિરમાં અમારા વેવાઈ સુખી છે. મેં કીધું: ભાઈ સુખીની વ્યાખ્યા શું? બે પાંચ લાખ પચાસ લાખ કરોડ બે કરોડ મળ્યા, એટલે સુખી ? એ પૈસા તરફ લક્ષ જાય છે, એ તો દુઃખ છે અને એ વેદન દુઃખનું છે, પૈસાનું નહીં. અને એ વેદન જડનું વેદન છે, ભગવાન ચૈતન્યનું નહિ. એ જડ છે, રાગ છે એ અચેતન છે એનું એને વેદન છે. આહાહાહા! અહીંયા કહે છે શાતા અશાતારૂપે વ્યાપ્ત જે સમસ્ત તીવમંદ અશાતામાં તીવ્ર અને આમાં મંદ હોય શાતામાં, એવા ગુણભેદરૂપ થતો કર્મનો વિપાક છે ભાઈ ! એ તો શાતાના ઉદયે મળેલી સામગ્રીઓ એમાં તને સુખ ભાસે, એ તો કર્મના પાકની કલ્પના છે. એમાં પ્રભુ આત્મા આવ્યો નથી અંદર. અને નિર્ધનતા થાય પાછું મળે નહિ માંડમાંડ માગીને રોટલા ખાતો હોય વિગેરે... એ પણ દુઃખના પરિણામ, એ કર્મનો પાક છે એ જીવનો સ્વભાવ નથી. આહાહાહા ! અમારે ઘણાં વર્ષ પહેલાં એક સાધુ આવેલા ત્યાં પાલેજ એવી વાતું કરે આવી બધી વૈરાગ્યની “કૂતરાના ભવમાં મેં વીણી ખાધા કટકા કૂતરાના ભવમાં, કારણકે કાંઈ જોળી ન મળે કપડું ન મળે પાત્ર ન મળે લોટો ન મળે ત્યાં કટકા મળે, “કૂતરાનાં ભાવમાં મેં વીણી ખાધા કટકા” “મેં ભૂખના વેયા ભડકા ભૂદરજી તમને ભૂલ્યો” એવું બોલે એ વખતે એને તો બીજું ક્યાં? કહે છે કે જે ભૂખના વેઠયા ભડકા એવું જે દુઃખ, એ તો કર્મનો પાક છે. સમજાણું કાંઈ ? ભેદજ્ઞાની જીવોએ, એ સુખદુ:ખના વેદનથી ભગવાન આત્મા ભિન્ન સ્વરૂપે બિરાજે છે. એને સુખ દુઃખથી જુદો અન્ય ચૈતન્યસ્વભાવરૂપ જીવ, એનો અર્થ એ થયો કે શુભાશુભનું વેદન એ ચૈતન્ય સ્વભાવ નહિ. અન્ય ચૈતન્યસ્વભાવરૂપ જીવ ભેદજ્ઞાનીઓ વડે, એ સુખદુઃખની કલ્પનાના વેદનથી ભિન્ન પડેલા ભેદજ્ઞાની જીવો, સ્વયં ઉપલભ્યમાન છે. પ્રત્યક્ષ અનુભવે છે પ્રાપ્તિ છે, એમ કહે છે. આહાહાહા! ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદ ને અતીન્દ્રિય જ્ઞાનની ખાણ, એ જેને જ્ઞાનમાં જણાણું એ સુખદુઃખના વેદનથી અન્ય જુદો પ્રભુ, તેને ચૈતન્યસ્વભાવને તે અનુભવે છે, ભેદજ્ઞાની વડે સ્વયં પ્રત્યક્ષ પ્રાપ્ત છે. આવી વાત હવે. વીતરાગ-વીતરાગ મારગ ઝીણો ભાઈ. તીર્થકર સર્વજ્ઞ પરમેશ્વરે માથે કહ્યું હતું, તીર્થકર સર્વજ્ઞ પરમેશ્વરે કહ્યું છે કે એ જીવ નહીં. પહેલો Page #60 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૪૪ ४७ બોલ આવ્યો'તો એ સુખ દુઃખનું વેદન એ જીવ નહીં. એમ સર્વજ્ઞ ભગવાન તીર્થંકરોએ કહ્યું છે. આહાહાહા ! આ તો એક ગાથા એવી આવે છે. ઉત્તરાધ્યયનમાં, વીસમા અધ્યયનમાં “અપ્પાસ કત્તા વિકત્તા દોહાણિએ સોહાણીઆ, સોહાણી.” આત્મા કર્તા સુખદુ:ખનો છે અને એનો ભોકતા છે એમ આવે છે. અનાથી મુનિનું વીસમું અધ્યયન છે, વ્યાખ્યાન થઈ ગયેલાને બહુ ત્યાં તો ઘણાં, એમાં એ વાત સ્પષ્ટ છે જ નહીં. આંહી તો આત્મા કર્તા અને ભોકતા એ પોતાની નિર્મળ શુદ્ધ પર્યાયનો કર્તા ને તેનો ભોકતા, વિકારી પરિણામનો કર્તા ભોકતા એ આત્મા નહીં. કેમ કે એ સુખ દુઃખની કલ્પનાનો ભાવ, એને તો ભગવાને અજીવ કીધો છે. આવ્યુંતું ને પહેલું? છે જીવની પર્યાય, પણ એ કર્મના પાકથી થયેલી માટે તેને અજીવ કીધો છે. આહાહાહા! ભગવાન આત્મા અતીન્દ્રિય શાંતિનો ભરેલો, અતીન્દ્રિય આનંદનો ભરેલો પ્રભુ, એવા જીવનું આત્માનું જેને એ સુખદુઃખના વેદનથી અનેરો ભગવાન, વેદનમાં આવ્યો, એ પ્રત્યક્ષ આનંદને ને શાંતિને વેદે છે, એ સુખદુ:ખને વેદતો નથી. બીજે ઠેકાણે પાછું એમેય આવે, અહીં તો આ ભેદ ફકત પરથી પાડવો છે, બાકી ધર્મી જીવ પણ પોતાના આનંદને પણ વેદે છે અને કંઈક હજી બાકી રહ્યો છે તે રાગને વેદે છે એટલે દુઃખને વેદે છે. અહીં તો દુઃખ એ કર્મના વિપાકનું ફળ ગણી જીવથી જુદો ગણીને તેને વેદતો નથી એટલું સિદ્ધ કરવું છે. જીવ અજીવ અધિકાર છે ને આ? પણ એમાંથી પાછો એકાંત તાણી લે કે ધર્મી આત્મજ્ઞાનીને દુઃખ હોય જ નહીં પર્યાયમાં, એમ નથી. આ તો જીવ અજીવની ભિન્નતા બતાવતા તે અજીવનું વદન તેને નથી. પણ જ્યારે ધર્મી જીવ છે, રાગ ને રાગના વેદનથી ભિન્ન પડેલાનું વેદન છે, એની સાથે થોડી હુજી આસકિત રાગની છે તેનું વદન દુઃખનું છે. હવે આવી વાતું. અહીં પકડે ને ત્યાં એમ કહે કે નહિ એમ નહિ અને ત્યાં કીધું હોય તો પાછો અહીં મેળ ન ખાય. આહાહાહા ! કઈ અપેક્ષાએ કહ્યું છે પ્રભુ! પ્રવચનસારના સુડતાલીસ નય અધિકારમાં તો તેણે ત્યાં સુધી કહ્યું કે આત્મા શુદ્ધ ચૈતન્યઘન એનું ભાન થયું, એનું જેને જ્ઞાન અને આનંદ વર્તે છે તેને હજી રાગ ને દુઃખ વર્તે છે એનો એ સ્વામી છે અધિષ્ઠાતા છે. આંહી ના પાડે છે. આ તો જીવ અજીવને જુદા પાડવાની અપેક્ષાએ વાત છે. અહીંયા તો સુખદુઃખની વેદન દશા એ જીવની નથી, એ અજીવની છે એમ કહીને જુદું પાડયું છે. ત્યાં આગળ સમ્યગ્દષ્ટિ થયો છે, ભેદજ્ઞાની છે, એને પણ પૂરણ વીતરાગ ને પૂર્ણાનંદની દશા નથી, ત્યાં સુધી આનંદને પણ વેદે છે અને દુઃખ જે કર્મનો વિપાક, પાક અહીં કહ્યો એવા દુઃખને પણ વેદે છે. રતીભાઈ ! આવી વાતું છે. (શ્રોતા:- બેમાંથી સાચું કયું?) હું? બેય સાચું છે. આ જડ ને ચૈતન્યના વિપાકને જુદા બતાવવા છે અને ત્યાં જુદા બતાવેલા હોવા છતાં, એની પર્યાયમાં જેટલું સુખદુ:ખની કલ્પના થાય છે, તેનો એ વેદનાર છે, ભાઈ મોહનલાલજી! આવી વાત છે ભાઈ ! આ શું થાય? અરેરે ! દુનિયા કાંઈ દુઃખી થઈને રખડી રહી છે પાગલ થઈને પરમાં સુખ છે એમ માને છે. ભગવાન તીર્થકર સર્વશદેવ તો પોકાર કરે છે, અમે કહીએ છીએ પ્રભુ એ સુખદુઃખની કલ્પના જે છે તે અજીવ છે. (શ્રોતા:- એ પોતામાંથી નીકળી જાય છે માટે ) એનું ચિતસ્વરૂપ નથી ને? એના દ્રવ્યગુણમાં છે એ ચીજ ? કોઈગુણ-કોઈગુણ વિકૃત થાય એવો કોઈ ગુણ છે? કોઈ ગુણ Page #61 -------------------------------------------------------------------------- ________________ ४८ સમયસાર સિદ્ધિ ભાગ-૩ સુખદુઃખને વેદે એવો કોઈ ગુણ છે? પર્યાયની વ્યાખ્યા જ્યારે ચાલે ત્યારે, પ્રવિણભાઈ ! આવી વાત છે, ભગવાન આત્મા અપાર અપાર ગુણોનો સાગર છે, એ અનંતા અનંતા અનંતા અનંતા અનંતા અનંતા અનંતા ગમે તેટલા અનંત કરો તોપણ જેના ગુણની સંખ્યાનો પાર નથી, પણ એ બધા ગુણોમાં એટલા ગુણોમાં કોઈ ગુણ એવો નથી કે વિકાર કરે. કોઈ ગુણ એવો નથી કે વિકારને વેદ. આહાહાહા ! સમજાણું કાંઈ? જ્યાં શક્તિનો અધિકાર ચાલ્યો, ત્યાં તો બધા ગુણો છે ભગવાન આત્માના તેથી તેનું પરિણમન ક્રમસર પણ નિર્મળ જ છે. ક્રમ પણ નિર્મળ છે અને અક્રમ જે ગુણો છે તે પણ નિર્મળ છે. શક્તિનો અધિકાર જ્યાં ચાલ્યો, ત્યાં વિકારનું રહેવું કે વેદવું કે થવું એ એનામાં છે જ નહીં. કેમ કે શક્તિઓ જે છે ભગવાન આત્મામાં ગુણો, મોરબી પાસે છે ને એક? વિહાર કરીને ગયા'તા ને તે દિ' ત્યાં એક શક્તિનું મંદિર છે મોટું. શક્તિનું દેવળ અન્યમતિનું મોરબી પાસે સનાળા (છે) દલીચંદભાઈના ભાઈના વહુ એના મકાન છે ત્યાં, પછી આહાર કરીને હું ફરવા નીકળ્યો ત્યાં એ શક્તિનું મંદિર હતું ત્યાં ગયો, ઓલા બિચારા બાવા પધારો પધારો, મેં કીધું ભાઈ શક્તિ આ નહીં, શક્તિ દેવી ખરી પણ આ નહીં. અંતરમાં જ્ઞાન દર્શન આદિ શક્તિ એ જ દેવી છે. એ એમ કહેતા'તા કે ઈશ્વરને શક્તિ વિના પણ ચાલે નહીં, એ પોપટભાઈ આ તમારી વાત હાલે છે આ પૂર્વની બધી, ઈશ્વરને શક્તિ વિના હાલે નહીં, એ આ અમારી શક્તિ છે કહે છે. કીધું એ નહીં. આ ઈશ્વર ભગવાન છે એના ગુણરૂપીશક્તિ વિના ચાલે નહિં એને, આવી વાત છે કીધું. ભાઈ ત્યાં મકાન છે મોરબી પાસે સનાળા છે કે કાંઈ દલીચંદભાઈના ભાઈના વહુનું મકાન છે ત્યાં ઉતર્યા 'તા. આહાહાહા ! આંહી કહેવું છે પ્રભુ આત્મા છે, એમાં અનંત અનંત શક્તિરૂપગુણ છે, પણ કોઈ ગુણ વિકૃતપણે પરિણમે એવો કોઈ ગુણ નથી, એ તો પર્યાયમાં પરને આધીન થઈને વિકૃત થાય છે. એ ગુણને આધીન થતો નથી માટે થાય છે. હવે એના પણ પ્રકાર છે, કે જ્યારે એ રાગ ને દુઃખનું વેદન અજીવ કહીને ભેદજ્ઞાનીઓને એ નથી ત્યારે તેને જીવના સુખદુ:ખનો, આત્માના સુખનું વેદન છે એમ સિદ્ધ કરવું છે. અને જ્યારે નયનો અધિકાર ચાલે ત્યારે તો પર્યાયમાં જેટલું અંદર સમકિતીને જ્ઞાનીને પણ વિષય વાસના આવે એ દુઃખ છે. દયા, દાન, ભક્તિના પરિણામ આવે એ દુઃખ છે અને એ દુઃખને અને આનંદને બેયને એક પર્યાયમાં બે ભાગ બેયને વેદે છે. આવી વાત પ્રભુ ! વીતરાગ સિવાય ક્યાંય મળે એવી નથી. અત્યારે તો વીતરાગના વાડામાંય ખબર પડતી નથી. આહાહાહા ! એ આંહી કહે છે, એ સુખદુઃખ અન્ય ચૈતન્યસ્વભાવરૂપ જીવ એનાથી સુખ દુઃખની કલ્પના જે છે, એ કર્મના પાકનો પાક ગણી એનાથી અન્ય ચૈતન્યસ્વભાવરૂપ જીવ ભેદજ્ઞાની વડે સ્વયં ઉપલભ્યમાન છે. સ્વયંનો અર્થ પોતે તેને પ્રત્યક્ષ અનુભવે છે. સ્વયંનો અર્થ એ કર્યો. એ સુખદુઃખની જે કલ્પના અમે સુખી છીએ, અમે હમણાં હેરાન હેરાન દુઃખી છીએ, એમ કહે છે ને કેટલાક બે ચાર વર્ષથી એક પછી એક માંદો પડતો હોય ઘરમાં કોઈ છોકરો માંદો પડીને ઊઠે ત્યાં વહુ-વહુ માંદી થઈને ઊઠે ત્યાં પોતે માંદો પડે, એમ વારાફરતી પાંચ વર્ષથી ખાટલો ખાલી થતો નથી. હમણાં હેરાન હેરાન થઈ ગયા, એમ કહે છે. Page #62 -------------------------------------------------------------------------- ________________ ૪૯ ગાથા – ૪૪ એ હેરાન એટલે શું પણ, એ તો દુઃખની કલ્પનામાં હેરાન થઈ ગયો છે. અમે અત્યારે દુ:ખી છીએ, દુ:ખી છીએ. કોઈ અમને મદદ કરો, અમે દુઃખી છીએ એમ કહે છે. કહે છે કે દુઃખી છે એ પર્યાય વિકૃત છે એથી અહીંયા તેને અજીવ કહી ભગવાને તેને અજીવ કહી, એનાથી અન્ય જુદો ચૈતન્યસ્વભાવ ભેદશાની વડે અનુભવાય છે. (શ્રોતા – આની હારે એનો અનુભવ તો છે) એ છે પણ અત્યારે અહીંયા જુદા પાડવા છે તેમાં ગણવું નથી. પણ જ્યારે એની પર્યાય એની છે એમ જ્યારે કહેવું છે, એ સુખદુઃખની પર્યાય પણ છે તો જીવની ને? એ કાંઈ જડની ને જડથી થઈ નથી. ત્યારે એને એમ કહ્યું કે જેટલા નયોના સુખદુઃખ કર્તા, સુખદુઃખનો ભોકતા એ બધાનો સ્વામી અધિષ્ઠાતા તો પ્રભુ પોતે છે કર્મને લઈને નહીં. એ જ્ઞાનપ્રધાન કથનની શૈલીમાં એમ આવે, દષ્ટિપ્રધાન શૈલીમાં એ વેદન આત્માનું નથી એમ આવે. શું થાય? ભગવાન પરમાત્મા જિનેશ્વરદેવ એણે કહેલો અપૂર્વ માર્ગ છે ભાઈ. અરે એ સત્ય વાત સાંભળવા મળે નહિ, એ સત્યને શરણે ક્યારે જાય? એ છઠ્ઠો બોલ થયો. શરીર વાણી મન તો અજીવ છે, એ તો ચોકખી વાત છે. આ માટી છે એ અજીવ જડ ધૂળ છે, વાણી ધૂળ જડ છે. કર્મ જડ છે પણ અહીં તો પુણ્યપાપનું વેદન છે તે જડ છે. ચૈતન્યસ્વભાવની જાત નથી એ અપેક્ષાએ. આહાહાહા ! આવી વાત છે. સાતમો બોલ, “શિખંડની જેમ ઉભયાત્મકપણે મળેલાં જે આત્મા ને કર્મ તે બંને મળેલા પણ જીવ નથી”, એ કહે છે કે કર્મ ને આત્મા બેય થઈને આત્મા છે. કારણકે કર્મ વિના કોઈ દિ' રહ્યો નથી, માટે કર્મ અને આત્મા બેય થઈને આત્મા છે, એમ અજ્ઞાની કહે છે. એમ અહીંયા શિખંડમાં જેમ દહીં અને સાકર ઉભયપણે મળેલાં જે, એમ આત્માને કર્મ બંને મળેલા પણ જીવ નથી. સાકર તે સાકર છે ને દહીં તે દહીં, બે ભિન્ન ચીજ છે. એમ ભગવાન આત્મા સાકર સમાન આનંદકંદ પ્રભુ જુદો છે અને સુખદુઃખની આ જે વેદન દશા અથવા કર્મનું ફળ એ બધું જડ છે, બેય એક નથી, દહીં ને ખાંડ-સાકર એક નથી. શિખંડમાં કહેવાય કે બેય એક છે, પણ એક નથી. એમ ભગવાન આત્મા ચૈતન્યઘન અનાકુળ આનંદનું સ્વરૂપ એ ભિન્ન છે અને કર્મનું સ્વરૂપ તન્ન ભિન્ન છે એ ખાટું દહીં જેમ ભિન્ન છે અને મીઠી સાકર ભિન્ન છે. એમ ભગવાન મીઠો આનંદનો નાથ એ ભિન્ન છે અને કર્મ તે દહીંની પેઠે ખટાશ છે, તે ભિન્ન છે. આરે આવી વાત! આ શું કરવા કહ્યું? અમારા બંધાયેલા કર્મ અમારે ભોગવવા પડે એમ કહે છે ને? અમે બાંધ્યા એવા ભોગવીએ પણ એ બાંધ્યાય તે નથી અને એનો ભોગવનારેય તું નથી. એ આવે છે ને સ્થાનકવાસીમાં વ્યાખ્યાન શરૂ કરે ને ત્યારે આ બોલે બાંધ્યા કર્મ ભોગવવા પડે ને એવું કાંઈક બોલે અમે ભૂલી ગયા અમેય બોલતા “કર્મે રાજા, કર્મે રંક, કર્મ વાળ્યો આડો અંક”, એય સ્થાનકવાસીમાં એમ બોલતા વ્યાખ્યાનની શરૂઆતમાં પાંચ મિનિટ સ્તુતિ આવી કરે. હવે ઈ એમ કે જાણે હવે બધું ભૂલી ગયા. કર્મને લઈને આ બધું થાય, કર્મને લઈને આ બધું થાય, તત્ત્વની વાત જ ન મળે. એ સ્તુતિ પહેલાં વ્યાખ્યાન શરૂ કરે ને પાંચ મિનિટ પહેલાં આવી સ્તુતિ કરે. આંહી કહે છે કર્મ ને આત્મા તદ્દન જુદી ચીજ છે. ખાંડ અને દહીં જેમ જુદા છે, એમ કર્મ જે છે તે ઝેરના ઝાડ છે, આ પાછળ આવે છે ને ૧૪૮ પ્રકૃત્તિ, ઝેરના ઝાડ અને ભગવાન તે અમૃતનું ઝાડ છે. લીમડો આવડો Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૦ સમયસાર સિદ્ધિ ભાગ-૩ મોટો જુઓ, પણ લીંબોળી નાની આટલી થાય. હૈ? અને કોળાં અધમણ, અધમણના કોળા હોય છે ને કોળા એનો વેલો પાતળો હોય નાનો, કોળા આવડા (મોટા) પાકે નાળિયેર લ્યો, નાળિયેરી આવી લાંબી લાંબી માથે આવડાં નાળિયેર પાકે સો બસો અંદર મીઠા, એમ ભગવાન નાળિયેરી સમાન છે, એની પર્યાયમાં તો આનંદ પાકે છે. (શ્રોતા:- શ્રીમદ્ભાં આવે છે.) ઈતો હશે પણ આપણે અત્યારે અહીંની વાત છે. એ તો નાળિયેરી છે એમ કહેતા અમારે તો આખી નાળિયેરી છે એટલું કીધું'તું. આ નહીં આ નથી આવું. એમ કહે કે લોકોએ નાળિયેરને વખાણી માર્યા છે, પણ અમારી પાસે તો આખી નાળિયેરી છે, આખો આત્મા છે એમ મૂળ તો કહેવું છે. ખબર છે એ વાતની. આ કહે છે કે આત્મામાં જે સુખદુ:ખની કલ્પના થાય તે કર્મ છે અને આત્મા બેય ભેગાં છે, એમ નથી, કેમકે એ જીવ નથી, કારણકે સમસ્તપણે સંપૂર્ણપણે કર્મથી જુદો, સંપૂર્ણ કર્મ આઠ કર્મથી તદ્ન જુદો ભગવાન આત્મદ્રવ્યમાં આઠ કર્મના દ્રવ્યનો અભાવ છે, ભગવાન આત્મ દ્રવ્યસ્વરૂપ છે, આવે એવું પાછું ગોમ્મદસારમાં કે આટલા આઠ કર્મ જીવને હોય અને સાત હોય ને આને જ હોયને, છટ્ટે છ બંધાય, પાંચમે ને ચોથે સાત આઠ બંધાય આયુષ્ય સહિત. આંહી કહે છે પ્રભુ સૂન એકવાર સાંભળ. કઈ અપેક્ષાએ એ તો જોડે હતા એટલું બતાવ્યું. બાકી એ આઠ કર્મથી જુદો, પૂરણ જુદો, સંપૂર્ણપણે કર્મથી જુદો ચૈતન્ય સત્તાસ્વરૂપ ભગવાન એ આઠેય કર્મના સ્વભાવના ભાવથી અભાવ સ્વરૂપ છે. એ સાકરનો સ્વાદ શિખંડમાં, દહીંના સ્વભાવના સ્વાદથી બિલકુલ ભિન્ન જુદો છે. આહાહાહા ! સમજાણું કાંઈ ? એ મળેલા જીવ નથી એમ ભગવાને કહ્યું છે. એ તો પહેલાં આવી ગયું છે. કારણકે સંપૂર્ણપણે કર્મથી જુદો પૂરણ-પૂરણ કર્મથી બધા કર્મથી જુદો, ભગવાન ચૈતન્ય તત્ત્વ ચૈતન્ય સ્વભાવરૂપ ભગવાન એ તો આઠ કર્મથી તદ્ન જુદો એવો અન્ય ચૈતન્ય સ્વભાવરૂપ જીવ, કર્મથી અન્ય ચૈતન્ય સ્વભાવરૂપ જીવ, ભેદજ્ઞાનીઓ વડે, દેખો અહીંયા તો નીચે સમ્યગ્દર્શનમાં પણ આઠ કર્મથી ભિન્ન આત્મા જણાય છે, એમ કહે છે. કેમકે જ્યાં જ્ઞાનની પર્યાય જ્યાં સ્વ તરફ ઢળી વળી ત્યારે તો આઠેય કર્મનો તેની પર્યાયમાં તો અભાવ છે, દ્રવ્યમાં તો અભાવ છે, દ્રવ્યગુણમાં તો કોઈ દિ' આવરણ નથી, કર્મનો એને સંબંધ નથી દ્રવ્યને તો, પણ એક સમયની પર્યાયમાં જે સંબંધ છે નિમિત્ત-નૈમિત્તિક એ આ બાજુ ઢળતા એ સંપૂર્ણ કર્મથી ભિન્ન ભગવાન છે. આહાહાહા ! આવો ઉપદેશ હવે કઈ જાતનો આ? ક્યાંથી આવ્યું આવું? જૈન ધર્મનું આવું સ્વરૂપ હશે? કહે છે ઓલા તો અમે સાંભળતા અપવાસ કરવા ને આ કરવું વ્રત કરવાને. ત્યાં ક્યાંક અપવાસ થયા છે ક્યાંક જમશેદપુર છાપામાં આવ્યું'તું ને પૈસા કાંઈક ખર્ચા'તા ભાઈએ પ્રફુલ્લ, નરભેરામનો છે ને? ક્યાંય બિચારાને ખબર ન મળે, એ તો બધા ઓલ્યાને ય માને સાંઈબાબો અરે”રે બિચારા શું કરે? કાંઈ ખબર ન પડે. અને એમાં ભાગ લે બધા, એની માને તો આંહી પૂરો પ્રેમ હતો અહીં હેમકુંવરબેન પૈસા આટલા આપ્યા ફલાણું, ભાગ લીધો. અરેરે! આંહી કહે છે કે પ્રભુ એક વાર સાંભળ તો ખરો એ પૈસા દીધા એ જુદી ચીજ થઈ તારાથી પણ એમાં જે રાગ થયો, એનાથી પણ તું જુદો છો. એવો ભેદજ્ઞાની વડે પ્રત્યક્ષપણે ઉપલભ્યમાન છે. Page #64 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૪૪ ઉપલભ્યમાન એટલે? પ્રાપ્ત થવાને લાયક જ છે, એમ કહે છે. આહાહાહા ! સમજાણું કાંઈ? ઈ સાતમો બોલ થયો. આઠમો!હેં! આઠ કહ્યા આઠ. અર્થક્રિયામાં સમર્થ એવો જે કર્મનો સંયોગ, આઠેય કર્મનો સંયોગ, એમ કે આઠ કર્મનો સંયોગ એ જ આત્મા, જેમકે ખાટલો ચાર પાયા ને ચાર બેય આઠનો, આવે ને બે લાકડાને ચાર આઠ એ-એ ખાટલો, એમાં સુનારો છે એ જુદો. આંહી તો કહે છે એ આઠ કર્મ છે એ જ આત્મા. આ લોકો કહે છે ને આ દયાનંદ સરસ્વતીવાળા જીવનો મોક્ષ થાય ને ત્યાંથી પણ પાછો આવે અને રખડે, સર્વથા કર્મ રહિત થાય એવું કોઈ સ્વરૂપ છે જ નહીં, એમ કહે છે. મોક્ષ થાય, જાય પણ પાછો હારે કર્મ છે બાકી થોડા, એ વિના તો થઈ શકે જ નહીં એકલો, વળી પાછો અવતાર ધારણ કરે. એ આ એમ કહે છે આઠ કર્મ રહિત આત્મા હોય જ નહીં, અજ્ઞાની એમ કહે છે. બહુ ઝીણી વાતું બાપુ. અરે જગતના મતોને આઠમાં ઘણાં પ્રકાર નાખી દીધા છે. આહાહાહા! એ અર્થક્રિયામાં સમર્થ, એટલે પદાર્થની પ્રવૃત્તિ કરવામાં સમર્થ એવો જે કર્મનો સંયોગ તે જીવ નથી, એમ ભગવાન કહે છે. કારણકે આઠ કાષ્ટના સંયોગથી જુદો, ખાટલામાં સુનારો પુરૂષ એની જેમ, ખાટલામાં સૂતો છે એ પુરુષ ખાટલાથી જુદો છે. અત્યારે આ ખાટલા કરે છે ને નવા નવી કાથીના કરે ને? કાથી સાંભળ્યું છે ને કાથી, નવા અમારે રિવાજ છે અહીંયા પહેલો સુવે નહીં આદમી, પહેલો કૂતરાને બેસાડે ત્યાં રોટલી નાખીને કૂતરાને ખવરાવે એટલે પછી, પછી સૂવે નહીં તો પહેલો સુવે તો એ ઠાઠડીમાં સૂઈ ગયો કહેવાય. આંહી તો કહે છે કે એ ખાટલામાં સુતેલો પુરુષ, ખાટલાથી જુદો છે લે. એમ આઠ કર્મના સંબંધમાં દેખાય છે છતાં ભગવાન તો આઠ કર્મથી તદ્ન જુદો છે. આહાહાહા ! અરેરે! વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર ! એને શું કહેવું છે, એ સાંભળવા મળે નહીં, અરે ભાઈ અને સત્ય બહાર આવે ત્યારે તેનો વિરોધ કરે કે હે, એ તો એકાંત છે એકાંત છે. કરો પ્રભુ તુંય ભગવાન છે ભાઈ ! (શ્રોતા- સત્ય બહાર આવે ત્યારે સત્યને સમજનારા હોય જ છે.) હોય છે ને વિરોધ કરનારાએય હોય છે. (શ્રોતાઃ- એ તો અનાદિથી છે) એ છે એ તો અનાદિથી છે. (શ્રોતા- બેય વાત અનાદિથી ચાલી આવે છે સત્યને માનનારા ને વિરોધ કરનારા) આ બહુ, મારગ આવો છે ભાઈ. પહેલાં આત્મા અને કર્મ એ બેય તદ્દન જુદી ચીજ છે. આત્મા આઠ કર્મ બાંધે અને આઠ કર્મ છોડે એ બધી વ્યવહારની વ્યાખ્યા છે. કર્મ એને લઈને બંધાય અને એને લઈને છૂટે. ભગવાન આત્મા ચૈતન્યના તેજથી ભરેલો પ્રભુ એ આઠ કર્મથી તદ્ન જુદો છે. ખાટલામાં સૂતેલો પુરુષ ખાટલાથી જુદો છે. એમ આઠ કર્મના સંબંધમાં રહ્યા છતાં તે આઠ કર્મથી નિરાળો, ભિન્ન છે. આઠ કાષ્ટના સંયોગથી જુદો છે. ખાટલામાં સૂતેલા પુરુષની જેમ કર્મ સંયોગથી જુદો, કર્મનો તો સંયોગ છે, સંયોગ કહેતા ભિન્ન ચીજ છે. સંયોગ કહેતાં એ ભિન્ન ચીજ છે. હું? સ્વભાવ કહેતા તે એનાથી ( સંયોગ) ભિન્ન ચીજ છે. આહાહાહા! અન્ય ચૈતન્યસ્વભાવ જીવ ભેદજ્ઞાની વડે સ્વયં ઉપલભ્યમાન છે. તેઓ પોતે તેને પ્રત્યક્ષ અનુભવે છે. આઠ કહ્યા'તા ને આ રીતે અન્ય કોઈ બીજા પ્રકારે કહે. જે પ્રકારે લોકો કહેતા હોય એનાથી વિરૂદ્ધ તો એને સમજી લેવું કે એ તત્ત્વથી વિરુદ્ધ છે, ત્યાં પણ આ જ યુક્તિ જાણવી. Page #65 -------------------------------------------------------------------------- ________________ ૫૨ સમયસાર સિદ્ધિ ભાગ-૩ ભાવાર્થ:- ચૈતન્ય સ્વભાવરૂપ જીવ સર્વ પરભાવોથી જુદો. સર્વ પરભાવ પુણ્ય-પાપશરીર બધું લઈ લેવું ભેદજ્ઞાનીઓને અનુભવગોચર છે, તેથી જેમ અજ્ઞાની માને છે તેમ નથી. અહીં પુદગલથી ભિન્ન આત્માની ઉપલબ્ધિ પ્રત્યે વિરોધ કરનાર પુદગલને જ આત્મા જાણનાર પુરુષને તેના હિતરૂપ આત્મપ્રાપ્તિની વાત કહી. મીઠાશથી તેને સમભાવથી તેને પ્રેમથી એને સમજાવે છે. ભાઈ ! શું કરે છે તું આ? પુણ્ય ને પાપના ભાવ એ જીવના છે? તું શું કરે છે પ્રભુ આ તને, એને મીઠાશથી કહે છે પ્રેમથી કહે છે. આહાહાહા ! - શ્રીમમાં આવે છે ને “કોઈ ક્રિયા જડ થઈ રહ્યા ને શુષ્ક જ્ઞાનમાં કોઈ એ માને મારગ મોક્ષનો કરુણા ઉપજે જોઈ કરૂણા ઉપજે છે દ્વેષ ન કરે એના પ્રત્યે દ્વેષ ન કરે વિરોધ ન કરે. અરેરે! શું થાય? ભાઈ, તું આ શું કરે છે આ? શુભભાવ એ જડના ફળ એને આત્માનું કાર્ય તું માન ભાઈ અને એનાથી ધર્મ થાય ભગવાને તો એ શુભભાવને અજીવ ને જડ કહ્યો છે. પ્રભુ તું શું કરે છે આ. એમ મીઠાશથી એને સમજાવે છે. જગતમાં સર્વેષ મૈત્રી, બધા ભગવાન જીવ છે, કોઈ પ્રત્યે મૈત્રી ન જાય કોઈ ગમે તેવો વિરોધી દૃષ્ટિવાળો હોય પણ એના પ્રત્યે મૈત્રી ન જાય, જીવદ્રવ્ય છે ને એ? જીવદ્રવ્ય તે સાધર્મી દ્રવ્ય છે, આવી વાત છે એને અહીંયા મીઠાશથી, છે ને? સમભાવથી જ આ પ્રમાણે ઉપદેશ કરવો એમ કાવ્યમાં કહે છે. અહીં પુદ્ગલથી ભિન્ન આત્માની ઉપલબ્ધિ પ્રત્યે વિરોધ કરનાર (-પુદ્ગલને જ આત્મા જાણનાર) પુરુષને (તેના હિતરૂપ આત્મપ્રાપ્તિની વાત કહી) મીઠાશથી (અને સમભાવથી) જ આ પ્રમાણે ઉપદેશ કરવો એમ કાવ્યમાં કહે છે - ( શ્લોક - ૩૪ इह खलु पुद्गलभिन्नात्मोपलब्धिं प्रति विप्रतिपन्नः साम्नैवैवमनुशास्यः। (માલિની) विरम किमपरेणाकार्यकोलाहलेन स्वयमपि निभृतः सन् पश्य षण्मासमेकम्। हृदयसरसि पुंस: पुद्गलाद्भिन्नधाम्नो ननु किमनुपलब्धि ति किंचोपलब्धिः।।३४।। શ્લોકાર્થ: હે ભવ્ય! તને [ સપરે] બીજો [વાર્થ-eોની જોન] નકામો કોલાહલ કરવાથી [ મિ] શો લાભ છે? [ વિરમ] એ કોલાહલથી તું વિરક્ત થા અને [9] એક ચૈતન્યમાત્ર વસ્તુને [સ્વયમ સuિ] પોતે [ નિમૃત: સન] નિશ્ચળ લીન થઈ [50માસમ] દેખ; એવો છ મહિના અભ્યાસ કરે અને જો (તપાસ) કે એમ કરવાથી [દ્વય-સરસિ] પોતાના હ્મયસરોવરમાં [પુનિત મિન્નધાન:] જેનું તેજપ્રતાપ-પ્રકાશ પુદ્ગલથી ભિન્ન છે એવા [ પુંસ:] આત્માની [નનુ શિમ અનુપસ્થિ: ભાતિ] પ્રાપ્તિ નથી થતી [ િવ ૩૫શ્વિ:] કે થાય છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ ૫૩ શ્લોક – ૩૪ ભાવાર્થ:-જો પોતાના સ્વરૂપનો અભ્યાસ કરે તો તેની પ્રાપ્તિ અવશ્ય થાય; જો ૫૨વસ્તુ હોય તો તેની તો પ્રાપ્તિ ન થાય. પોતાનું સ્વરૂપ તો મોજૂદ છે, પણ ભૂલી રહ્યો છે; જો ચેતીને દેખે તો પાસે જ છે. અહીં છ મહિનાનો અભ્યાસ કહ્યો તેથી એમ ન સમજવું કે એટલો જ વખત લાગે. તેનું થવું તો અંતર્મુહૂર્તમાત્રમાં જ છે, પરંતુ શિષ્યને બહુ કઠિન લાગતું હોય તો તેનો નિષેધ કર્યો છે. જો સમજવામાં બહુ કાળ લાગે તો છ મહિનાથી અધિક નહિ લાગે; તેથી અન્ય નિષ્પ્રયોજન કોલાહલ છોડી આમાં લાગવાથી જલદી સ્વરૂપની પ્રાપ્તિ થશે એવો ઉપદેશ છે. ૩૪. શ્લોક - ૩૪ ઉ૫૨ પ્રવચન હે ભવ્ય જીવ, તને બીજો અકાર્ય કોલાહલ કરવાથી, તે અકાર્ય છે, વિકલ્પ આદિ કાર્ય તારું નથી પ્રભુ, એ મિથ્યાત્વના પરિણામ એ તારું કાર્ય નથી. અકાર્ય કોલાલ તા૨ા કાર્યથી પ્રભુ એ અકાર્યનો કોલાહલ છે. પ્રેમથી એને કહે છે, પ્રભુ તું ચૈતન્યમૂર્તિ છો ને નાથ. આનંદનો નાથ પ્રભુ તું છો અંદર, એ આ પુણ્ય ને પાપના ભાવને તારા માનો છો, એ અકાર્ય છે, એ તારું કાર્ય નથી. ‘અકાર્ય કોલાહલેન’ એ અકાર્યના કોલાહલથી બસ થાવ, બસ થાવ. આહાહા ! સમજાય છે કાંઈ ? ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદનો ૨સકંદ છે. પ્રભુ તું એને આ રાગવાળો ને પુણ્યવાળો માને છો. પ્રભુ તું શું કરે છે આ. એ અકાર્યના કોલાહલમાં ક્યાં પડયો તું. અંદર ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ પૂર્ણાનંદનો નાથ આત્મા છે ને ભાઈ ! એને આ દયા, દાન, વ્રત ભકિતના પરિણામ પુણ્યના વિકારના એ મારા માનીને એ પ્રભુએ અકાર્ય કોલાહલ એ કાર્ય તારું નહિ એ કોલાહલમાં ગરી ગયો છો તું. સમજાણું કાંઈ ? આવી વાત છે. છે? અકાર્ય કોલાહલેન. અકાર્ય નામ નકામો કોલાહલ એટલે એ પુણ્ય મારા છે ને દયા દાનના વિકલ્પ મારા છે એ અકાર્ય કોલાહલ છે એ કાર્ય તારું નહી, અકાર્ય કોલાહલેન. પ્રભુ એ છોડી દે તું. તારો નાથ અંદર ચેતન્ય આનંદ સ્વરૂપ બિરાજે છે. એને તું માન અને એને તું જાણ. બાકી આવા એ પરિણામ વિકા૨ને પોતાના માની અકાર્ય કોલાહલ મફતનો તું કોલાહલ કરી રહ્યો છું. વિશેષ કહેશે. ( શ્રોતાઃ– પ્રમાણ વચન ગુરુદેવ ) પ્રવચન નં. ૧૧૭ શ્લોક - ૩૪ તા. ૨૪/૧૦/૭૮ મંગળવાર આસો વદ - ૮ હે ભવ્ય ! એમ સંબોધન કર્યું છે. તું આમ કર એમ કીધું છે ને એટલે ભવ્ય લીધું. હે ભવ્ય ! તને બીજો અકાર્ય કોલાહલેન, રાગ એ મારું કાર્ય છે, રાગ એ હું છું. એવું અકાર્ય-કોલાહલેન, છોડી દે. શુભરાગ જે છે એ પણ નકામો અકાર્ય કોલાલ, એ મા૨ો છે, એ કાર્ય તારું નથી, એ તારું સ્વરૂપ જ નથી. ( શ્રોતાઃ- સ્વરૂપ નથી એ તો બરાબર છે પણ કાર્ય કોનું છે ? ) એનું કાર્ય નથી. રાગ એ અકાર્ય છે, અકાર્ય શબ્દનો અર્થ અહીં નકામો કર્યો છે, પણ એનો અર્થ, એ કામ એનું નથી. રાગ જે છે, ચાહે તો દયા, દાન, વ્રત, ભક્તિનો હો કે ગુણગુણીના ભેદનો વિકલ્પ રાગ હો, એ અકાર્ય છે. એ નકામી ચીજ છે. જેને હિત ક૨વાનું હોય એની વાત છે બાપુ, બાકી તો રખડી રહ્યો છે અનંત કાળથી. અકાર્ય કોલાહલેન, કોલાહલ ક૨વાથી શો લાભ છે પ્રભુ તને. Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૪ સમયસાર સિદ્ધિ ભાગ-૩ એ શુભરાગ મારો છે અને શુભરાગ મારું કાર્ય છે એવા નકામા કોલાહલથી એવા અકાર્યથી તને શું કાર્ય થાય ? તને શું લાભ થાય ? એ કોલાહલથી તું વિરકત થા. આહાહાહા ! ઉપદેશ તો શું કહે નહિ તો ખરેખર તો કોલાહલથી વિરકત થાવું એમેય ત્યાં નથી. ત્યાં તો દ્રવ્ય સ્વભાવ ચૈતન્ય અમૃતનો સાગર ભગવાન ધ્રુવ, એની દૃષ્ટિ કરતાં કોલાહલથી વિરકત થઈ જાય છે. આવો મા૨ગ ઉપદેશમાં શું આવે ? એ કોલાહલથી વિરકત થા. ( શ્રોતાઃ– પુણ્યપાપને કોલાહલ કીધો ) એ પુણ્યના પરિણામના કાર્યથી છૂટો થા, એમ કહે છે. એ કોલાહલથી વિરકત થા. એક ચૈતન્યમાત્ર વસ્તુ દેખો “નિભૃતઃસન” નિશ્ચય લીન થઈ, ‘ષણમાસમ્’ દેખ, “પશ્ય ષષ્માસભ્”, ‘પશ્ય’ દેખ એવો છ મહિના અભ્યાસ ક૨ આમ કહે છે. એ દ્રવ્ય સ્વભાવ એકરૂપ ચૈતન્યમાત્ર વસ્તુ એને દેખ, દેખે છે એ પરિણામ, પણ એને દેખ, પરિણામને દેખ એમ નહીં. આવી વાતું છે. એ ભગવાન અંદ૨ ૫૨માત્મ સ્વરૂપ બિરાજે છે ને પ્રભુ. અનંત અનંત અનંત ગુણનો મહાપ્રભુ અનંત ગુણનો એકરૂપ, આ ગુણી અને ગુણ એમ પણ નહીં, અનંત ગુણસ્વરૂપ દ્રવ્ય, તેથી એક ચૈતન્યમાત્ર વસ્તુ કીધી'ને ? અનંત ગુણના ભેદ પણ નહીં ત્યાં એમ કહે છે. એક ચૈતન્યમાત્ર વસ્તુ છે. ભગવત્ સ્વરૂપ, પરમેશ્વર સ્વરૂપ એને દેખ, ૫૨ને દેખવાની ક્રિયા તો તેં અનંતવાર કરી, પણ દેખનારને તેં દેખ્યો નહીં. આવી વાતું ( છે ). દેખનાર એ પર્યાય છે, પણ પર્યાયે ૫૨ને દેખી પણ આ વસ્તુ અખંડ ચૈતન્ય છે તેને ન દેખી, આવી વાતું છે ભાઈ. ( શ્રોતા:- દેખનેકી વિધિ કયા હૈ ) આ કહતે હૈ ને, એ સ્વરૂપ છે ચૈતન્યમાત્ર વસ્તુ તેને દેખ, પરિણામથી એને દેખ, પરિણામને પરિણામથી દેખ એમ નહીં. ઝીણી વાત છે ને બાપુ આ તો વચનમાં એનું કેટલું આવે. આંહી તો પ્રભુ એક સમયમાં પ્રભુ પૂર્ણાનંદનો નાથ પોતે બિરાજે છે. એ સિદ્ધની પર્યાયથી પણ અનંતગુણી તાકાતવાળું એ તત્ત્વ છે, પોતે ભગવાન આ આત્મા હોં. એવી એક ચૈતન્યમાત્ર વસ્તુ, આ ગુણી છે અને આ ગુણ છે, એ પણ ભેદ થઈ ગયો, એકરૂપ ચૈતન્ય વસ્તુ છે, એને પરિણામ જે વર્તમાન તેનાથી એને દેખ, પરિણામને પરિણામથી દેખ એ નહીં, ઝીણી વાતું બાપુ દુનિયાથી નિરાળી વાતું છે ભાઈ. આહાહાહા ! ઉત્પાદવ્યયધ્રુવયુક્તમ્ સત્ છતાં, એ ઉત્પા ્ વ્યયની પર્યાયથી ધ્રુવને દેખ, પર્યાયથી પર્યાયને ન દેખ, પર્યાયથી ૫૨ને ન દેખ, એ તો કોલાહલથી વિરકત થા એમ કહ્યું છે, પણ ભગવાન પૂર્ણાનંદનો નાથ પ્રભુ તીર્થંકર ૫રમેશ્વરે જે કેવળજ્ઞાનમાં જોયું કે તારું આત્માનું સ્વરૂપ તો પૂર્ણ આનંદકંદ ધ્રુવ છે. એવો જે અંદર ભગવાન એને તું જો, દૃષ્ટિ તારી ત્યાં લગાવ, એ તો ભેદથી કથન છે. દૃષ્ટિ અને લગાવ, કથન શું આવે ? હૈં ? દેખ એમ કહ્યું બીજું શું આવે ? તો દેખનારી તો પર્યાય છે. પણ દેખે કોને ? ધ્રુવ ભગવાન પૂર્ણાનંદ પ્રભુ એ પર્યાયમાં પર્યાયને પણ ન દેખ, પર્યાયમાં રાગાદિ આવે તેને ન દેખ એ પર્યાયમાં ધ્રુવને દેખ, બહુ સૂક્ષ્મ વાત છે. ભાઈ અનંત અનંત કાળમાં એક સેકંડ પણ ધ્રુવને દેખ્યો નથી, અને એના વિના રખડી મરે છે. ચોર્યાશીના અવતા૨માં એ દુઃખથી દઝાયેલો છે. એને દુઃખથી દઝાયેલો પર્યાયમાં હોં, વસ્તુ દુઃખથી દઝાઈ નથી, એને દેખ. આચાર્ય કરુણાથી કહે છે. છ માસ તો પ્રભુ અભ્યાસ કર. તારા અંગ્રેજીના ને એલ.એલ.બી.ના Page #68 -------------------------------------------------------------------------- ________________ શ્લોક – ૩૪ ૫૫ ને એમ.એ.ના પુંછડા દસ દસ વર્ષ કરી ને ત્યાં પાપના પોથા બાંધીને ત્યાં ભણે છે રહે છે. આ છે ને અભ્યાસ બી. એ.નો શું કહેવાય? એ બધા વેપારીનો અને ફલાણાનો એ બધો આવે છે. ને? એવા અભ્યાસ પાંચ સાત દસ દસ વર્ષ કરે, ધૂળનો પાપનો એકલો, એક છ માસ તો પ્રભુ આ બાજુ લે આવ, તારું ઘર છે એને જોવા છ માસ તો અભ્યાસ કર. એનો અર્થ જયચંદ પંડિત કરશે, છ મહિના અભ્યાસ કર અને તપાસ, એનો અર્થ કર્યો છે જરી. - ધ્રુવ વિધમાન પરમાર્થ પ્રભુ! તારો નાથ પરમાત્મ સ્વરૂપે પ્રભુ બિરાજે છે એને તપાસને, બહુ તપાસણી કરી તેં બીજી, એ શાસ્ત્ર વાંચનથી પણ તે મળે એવું નથી, એમ કહે છે. શાસ્ત્ર સાંભળવાથી પણ એ મળે એવો નથી. એ તો અંતર્મુખ તત્ત્વ છે અને અંતર્મુખના પરિણામથી અંતર્મુખને જ દેખ, બીજું શું કરે ત્યાં? આ પરિણામ છે અને એનાથી આમ દેખું છું એવું ત્યાં નથી, પણ સમજાવવામાં શું આવે? અંતરમાં વસ્તુ પડી છે પ્રભુ પરમેશ્વર, પોતે પરમેશ્વર છો. ભગવંત ભગવંત સ્વરૂપ છો ! તું એને એકવાર છ માસ તો તપાસ કે શું છે પણ આ? બીજી ચપળાઈ અને ચંચળાઈ છોડી દઈ, નિભૂત કીધું છે ને? અંદર ભગવાન પૂર્ણાનંદનો નાથ પ્રભુ, સિદ્ધ સમાન સદા પદ મેરો, એ પર્યાયની અપેક્ષા નથી, સિદ્ધ સમાન દ્રવ્યસ્વભાવ સિદ્ધ સમાન ત્રિકાળ છે. સમજાણું કાંઈ? ભાઈ આ તો ધર્મોપદેશ છે, આ તો વીતરાગ ત્રણલોકનો નાથ તીર્થંકરદેવ એની આ વાણી છે, એનો આ ભાવ છે, ભગવાનની વાણીમાં એમ આવ્યું. પ્રભુ! તારી પ્રભુતાથી ભરેલી ચૈતન્ય વસ્તુ, જેમાંથી તો અનંતી સિદ્ધની પર્યાય પ્રગટ થાય એવા તો અનંત ગુણનો સાગર પ્રભુ છો ને. તો ત્યારે સિદ્ધ થયેલા ઉપર પણ નજર કરવાની નથી. સિદ્ધ જે ભાવે થયા એ ભાવ ઉપર પણ તારે નજર કરવાની નથી, એ સિદ્ધ જેને અવલંબીને થયા, એવો જે ભગવાન આત્મા એને તું દેખને પ્રભુ, છ મહિના તો ત્યાં જા ને એકવાર, એને માટે છ મહિના તો કાઢ. આહાહાહા ! એમ કરવાથી, છે? હૃદયસરસી અંતર જ્ઞાન સરોવર ભગવાન ભર્યો છે અંદર, અંતરના પરિણામથી અંદર જો તો અંતરના પરિણામમાં હૃદયમાં ભરેલો ભગવાન હૃદયસરોવરમાં પુદ્ગલાત ભિન્નધાનૂઃ જેનું તેજ ભિન્ન ધામ્નઃ છે ને ધામ્નઃ એટલે તેજ જેમાં ચૈતન્યના તેજ જેમ સૂર્યનાં તેજ, જેમ ચંદ્રના તેજ, એ તો જડ છે, ચૈતન્યનો તેજથી ભરેલો ભગવાન એ પણ ભેદ થયો. ચૈતન્યથી ભરેલો ચૈતન્યસ્વરૂપ જ ભગવાન પુદ્ગલાત ભિન્નધાનૂઃ જે તેજ પ્રતાપ એ ધામ્નઃ ની વ્યાખ્યા છે. તેજ પ્રતાપ ને પ્રકાશ પુદ્ગલથી એટલે રાગાદિ જે પુણ્ય, દયા દાનનો વિકલ્પ છે એ પુદ્ગલ છે. આવી વાત આકરી પડે ને પછી શું કરે? ભાઈ પણ આ તારું કર્તવ્ય તો આ છે. જો હિત કરવું હોય તો, રખડવું બંધ કરવું હોય તો, બાકી રખડવાના કામ તો કરી રહ્યો છે અનાદિથી, એ કોઈ નવી ચીજ નથી. એકએક દિવસના લાખોની પેદાશું કરોડોની પેદાશું એવા અનંત વાર ભવ થયા છે પણ આ કરવા તરફ વલણ નહીં. ઓહોહો ! પોતાના હૃદય સરોવરમાં તેજ પ્રતાપ પ્રકાશ એ ધામ્નઃ નો અર્થ છે ત્રણેય, પુદ્ગલથી ભિન્ન છે એવા પુસઃ પુંસ, પુરુષ આત્મા, એવો જે પુંસક એટલે પુરુષ એટલે આત્મા અંદર પૂર્ણાનંદથી ભરેલો ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપ ભરેલો, એવો આત્માની “અનુપલબ્ધિ: ભાતિ” ન પામે એવી એની શોભા છે? પામે એવી એની શોભા છે. “અનુપલબ્ધિઃ” પ્રાપ્તિ થતી નથી Page #69 -------------------------------------------------------------------------- ________________ ૫૬ સમયસાર સિદ્ધિ ભાગ-૩ કે થાય છે ? એનો અર્થ એવો છે, કે અંત૨ વસ્તુ ભગવાન પૂર્ણાનંદનો નાથ, એને દેખ તો પ્રાપ્તિ ન થાય એમ કેમ બને કહે છે, ૫૨ વસ્તુને પોતાની કરવી હોય તો ન બને, પણ જે પોતે છે એની અપ્રાપ્તિ કાંઈ શોભે એને અનુપલબ્ધિ. વસ્તુ ભગવાન પૂર્ણઆનંદ સ્વરૂપ ચૈતન્ય વસ્તુ એને દેખ, છ માસ અભ્યાસ કર, ન પ્રાપ્તિની શોભા એને ન હોય, પ્રાસ થાય તે એની શોભા છે, પ્રાસ થાય જ એમ કહે છે. જેની હારે છ છ મહિના જોવાની નજરુ કરી, નજરુંની નજરું છોડી, નજરુંએ નજરે નિધાનને જોયો, આવી વાતું છે. બાપુ દુનિયાથી આખી ફેરફાર, બધી ખબર છે ને બાપુ અહીં તો. ભિન્ન છે એ રાગના પરિણામ એ પુદ્ગલ છે. એનાથી ચૈતન્ય પ્રકાશ ધામ્નઃ નામ પ્રકાશ પુંજ તદ્ન જુદો છે એ પ્રાપ્ત થશે જ, “અનુપલબ્ધિઃ ભાતિઃ” ન પ્રાપ્ત થાય એ શોભા નહીં ત્યાં, પ્રાપ્ત થાય એ જ એની શોભા છે. ભાષા તો છે, પણ ભાવ બાપા આકરા છે. એ ધાન્નઃ પુદ્ગલાત ચૈતન્યના તેજ પ્રભુ એ રાગના પુદ્ગલથી તદ્ન ભિન્ન, રાગ છે એ દયા, દાનનો વિકલ્પ પ્રભુ, એકકોર આત્મારામ અને એકકો૨ પુદ્ગલ હરામ, એવા શુભભાવ જે છે, એ પુદ્ગલ છે. ભગવાન આત્મા એનાથી ભિન્ન ચૈતન્યના તેજથી ભરેલો પ્રભુ, તને પ્રાપ્ત થશે. તેમાં જ તેની શોભા છે. વસ્તુ છે તેની ઉપર આવી નજરું છ છ મહિના કરે, એ એની શોભા છે, પ્રાસ થાય જ. આવો ઉપદેશ હવે, અજાણ્યા નવા માણસને તો, શું કહે છે, આ પાગલ જેવી વાતું છે આ બધી, સાચી બાપા. આહાહાહા ! અરે એને જોવાને છ મહિના તો વખત લે એમ કહે છે, એનો ખુલાસો કરશે એ તો અંતર મુહુર્તમાં જ પમાય છે, પણ કોઈને આકરું લાગે તો છ મહિનાની મુદત આપી. અરે સંસા૨ને માટે અનંતકાળ આપ્યોને પ્રભુ તેં, રખડવાના રસ્તામાં તો તેં અનંતકાળ આપ્યો, હવે છૂટવાના રસ્તે ૫૨માત્મા તરફ જવાના રસ્તે છ મહિના તો કાઢ. પોપટભાઈ ! આવી વાત છે. ઉપલબ્ધિ થશે જ થાય જ, એમ આંહીં કહે છે. અરે પંચમકાળ છે ને ? પંચમકાળમાં તો શુભભાવ જ હોય એમ કહે છે. શુભજોગ ! અરે ભગવાન શું થયું ભાઈ. સુખસાગર છે ને એક સાધુ મોટા એણે બહા૨ પાડયું છે, પંચમકાળમાં તો શુભજોગ જ હોય. અરે ભગવાન ! ભગવાન તને શોભે છે એ કહેવું ? આંહી શુભજોગને તો પુદ્ગલ કીધા. હૈં? અને અહીં પંચમઆરાના શ્રોતાને કહ્યું પંચમઆરાના સંતોએ પંચમઆરાના શ્રોતાને કહ્યું, એ આડત્રીસ ગાથામાં આવી ગયું ને ભાઈ ? આડત્રીસમાં, પંચમઆરાના સાધુએ પંચમઆરાના શ્રોતાને કહ્યું. ગુરુએ વારંવા૨ સમજાવ્યો, કેવળીએ સમજાવ્યો એ અત્યારે અહીં નથી એટલે એ વાત અહીં ક્યાં ! અહીં કાંઈ કેવળી નથી અત્યારે તો મુનિની વાત છે આ. સંત જેને ભવના આવી ગયા અંત, અને જેને મોક્ષ વર્તે છે સમીપ, એવા સંતોએ શ્રોતાને સમજાવ્યો, અનાદિથી અપ્રતિબુદ્ધ અજ્ઞાની હતો. પહેલી લીટી છે અનાદિથી અપ્રતિબુદ્ધ સૂંઢ હતો, એવા પંચમઆરાના શ્રોતા એને પંચમઆરાના સંતે સમજાવ્યો. ત્યારે ત્યાં આવ્યું'તું આપણે આડત્રીસમાં એ શ્રોતા પોતે સમજી ગયો પંચમઆરામાં. આહાહાહા ! હું શુદ્ધ ચૈતન્યધન એનું દર્શન, જ્ઞાન અને ચારિત્રનું આચરણ કર્યું, અને એ શ્રોતા એમ કહે છે કે હવે હું આ રીતે જે પામ્યો એમાં હું પડવાનો નથી હવે, ચારિત્રની વાત જુદી, પણ વસ્તુ જે પ્રાપ્ત થઈ, એ કોલક૨ા૨, શ્રોતા એમ કોલક૨ા૨ ક૨ે છે, અમે પડવાના નથી. અમે આગમકુશળ અને સ્વરૂપની પ્રાપ્તિ જે કરી, એ Page #70 -------------------------------------------------------------------------- ________________ શ્લોક – ૩૪ પંચમથી શુભજોગની પ્રાપ્તિ કરી ? શુભજોગને તો પુદ્ગલ કહી દીધાં છે. કાળ ક્યાં એને નડે છે. ત્રિકાળી ચીજમાં પરિણામનો જ્યાં પ્રવેશ નથી ત્યાં વળી કાળ ફાળની ક્યાં વાતો કરવી. પંચમ કાળ હોય કે નરકનું ક્ષેત્ર હોય, ક્ષેત્ર-ક્ષેત્ર અને શરીરની રોગથી ઘેરાયેલી અવસ્થા હો, કાળ, નરક ક્ષેત્ર અને આ, એ ચીજને પામવાને કોઈ વિધ્ર કરે એવું નથી. આહાહાહા ! સમજાણું કાંઈ? આવી વાત છે. આહાહાહા ! ભગવાન ત્રિલોકનાથ તીર્થંકરદેવે એ ઉપદેશ કર્યો છે. ત્યાં તો એમ કહ્યું'તું અને આંહીં પણ એ જ કહ્યું. ‘વિરમ” પામી જઈશ કહે છે. અરે પંચમઆરામાં શુભભાવથી આગળ નહીં જઈ શકે ને પ્રભુ, એમ નથી ભાઈ, રહેવા દે. એ પંચમઆરામાં શુભભાવ જે બંધનું કારણ અને પુદ્ગલ એનાથી ભિન્ન પડીને પ્રાપ્ત થાય એ પંચમકાળના આત્માનો એક પ્રકાર અને પ્રભાવ છે, એને કાળ નડતો નથી. સમજાણું કાંઈ? આવી વાત ક્યાં છે? ( શ્રોતા:- ક્યાંય ન હોય તો અહીં તો છે ને) ભગવાનમાં પડી છે ને અંદર. એવા આત્માની પ્રાપ્તિ થતી નથી કે થાય છે. એક એક એ શબ્દ લીધો એટલે કે આ રીતે થાય નહિ એમ બને જ નહિ, અને તે પણ એવું વર્ણન કરે છે અહીંયા તો, એ પ્રાપ્તિ થઈ એ અપ્રતિહત ભાવે થઈ છે કહે છે. એનો ભાવ પ્રાપ્ત થયો એ પડશે કોઈ દી' એ વાત ત્રણકાળમાં છે નહીં. જોયું? આ શ્લોક, આ શ્લોકની શ્લાઘા, આ શ્લોકમાં સ્તુતિ આવી છે. થોડું હો, સમજે એનું કાંઈ નહિ પણ મૂળ વસ્તુ જોઈએ ને? જેને આત્મા જે મૂળ મોક્ષના મૂળીયા જેમાં પડયા છે. અને જે મુક્ત સ્વરૂપ પ્રભુ છે. (શ્રોતા:- પ્રભુ અભ્યાસ કરે ને પ્રકાશ કરે એમાં શું ફેર?) અભ્યાસ એટલે અંદર જોવાનું આમ વાંચવાનું ઈ નહિ. ત્રિકાળી શાયકને જોવાનો છ મહીના તો અભ્યાસ કર. અભ્યાસ એટલે આ વાંચવું ભણવું એ કાંઈ નહિ. આહાહાહા! આવી વાત છે. અજાણ્યા માણસને તો એવું લાગે કે આ શું કહે છે. આ બાપુ તમે કોણ છો અને શું છો એ અમને ખબર નથી? આખી દુનિયાને અમે જાણીએ છીએ, કેવી જાત છે. વીતરાગ સ્વરૂપ આમ કહે છે. ભાઈ તને સાંભળવા મળ્યું નથી માટે તેને નવાઈ લાગે એમ છે નહીં. ભગવાન અનંત અને તીર્થકરોના સમવસરણની સભામાં આવો પોકાર કરે છે. એ પોકાર સંતો લઈને આવ્યા. અને જગતને જાહેર કર્યું, પરમાત્મા આમ કહે છે. તારો પ્રભુ અંદર બિરાજે છે એનો જો છ મહીના અભ્યાસ કર, જઘન્ય અંતર્મુહૂર્તમાં જ પ્રાપ્ત થાય છે એ. પણ કોઈ આકરું લાગે ને પંચમકાળ અને તારી બુદ્ધિ થોડી એમ લાગે તો છ મહિના લાગશે. આહાહાહા ! ભાવાર્થ- લોકોની દલીલ શું છે? કે આ બધું દયા, દાન, વ્રત, ભક્તિ, તપ એ કાંઈ ઉપાય છે કે નહીં ? આંહી તો કહે છે કે એ બધા ભાવો તો પુદ્ગલના છે ને પ્રભુ? એને ઉપાયમાં નાખવા છે તારે ? આહાહાહા! શું થાય ભાઈ ? જો પોતાના સ્વરૂપનો અભ્યાસ કરે એટલે કે પોતે છે ચૈતન્ય સ્વરૂપ ભગવાન છે, એનો જો અભ્યાસ કરે તો તેની તો પ્રાપ્તિ અવશ્ય થાય, પ્રાતની પ્રાપ્તિ છે, છે તેને પ્રાપ્ત કરવો છે. એ તો છે, છે એને પ્રાપ્ત કરવો છે ને એ તો છે. આવી વાતું છે. પોતાના સ્વરૂપનો અભ્યાસ પોતાનું સ્વરૂપ જે ચૈતન્યસ્વરૂપ જે કાયમી ત્રિકાળ છે, છે, છે, એનો અભ્યાસ કરે, એ તરફની એકાગ્રતાનો અભ્યાસ કરે તો તેની પ્રાપ્તિ જરૂર થાય જ. પ્રાસની પ્રાપ્તિ છે. છે તેની પ્રાપ્તિ થાય છે. આહાહાહા ! Page #71 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ ભાગ-૩ “જો ૫૨વસ્તુ હોય તો તેની તો પ્રાપ્તિ ન થાય.” ખરેખર તો કહે છે કે રાગને તા૨ો ક૨વા માગ, તો નહિ થાય, શરી૨ને ક૨વા માગ તો તો નહિ થાય, પણ રાગને તા૨ો ક૨વા માગ અંદર નિત્યમાં, તો રાગ તો છેવિકૃત અને પુદ્ગલ સ્વભાવ, એ નહિ થાય. પણ છો તેને પ્રાપ્ત ક૨વો પ્રભુ એમાં ક્યાં ન થાય એમ હોય. આહાહા ! શું સંતોની ભાષા, દિગંબર મુનિઓ કેવળીના કેડાયતો એક બે ભવે કેવળ લેવાના કેટલાક તો મોક્ષ જવાના મોક્ષ, સિદ્ધપદ. એની આ વાણી એમ વ્યવહારથી કહેવાય. વાણીમાં એમનું નિમિત્ત હતું ને એટલે, નિમિત્તનો અર્થ એ વાણીના કર્તા નથી, ત્યારે નિમિત્ત કહેવાણું ને ? એમાં એ આવ્યું, ભગવંત તારી ચીજ છે ને અંદર બિરાજમાન અતીન્દ્રિય આનંદ સ્વરૂપે પ્રભુ, અતીન્દ્રિય જ્ઞાન, અતીન્દ્રિય વીતરાગતા, અતીન્દ્રિય પ્રભુતા, અતીન્દ્રિય સ્વચ્છતા, એવા સ્વભાવસ્વરૂપ પ્રભુ છે ને તું. એની પ્રાપ્તિ તો જરૂર થાય, ૫૨ વસ્તુ હોય તો તેની ન થાય. રાગને તું તારો કરવા માગ તો નહીં, કોઈ દી' નહિ થાય. શરીર, વાણી, બાયડી, છોકરા તો ક્યાંય ધૂળ ૨હી ગયા. એ તો ક્યાંય છે એ ક્યાં તારા હતા એ. આહાહાહા ! પણ રાગ જે છે અંદ૨, પર્યાયમાં નિમિત્તને આધીન થયેલો રાગ એ તારા ગુણ સ્વભાવમાં તેને કરવા માગ તો નહિ થાય, કારણકે એના ગુણો બધા પવિત્ર છે. એ પવિત્રમાં રાગ એનો કોઈ રીતે નહિ થાય. આહાહાહા ! સમજાણું કાંઈ ? વ્યવહા૨ રત્નત્રય એને શુભજોગ કહ્યો છે ૫૨માત્મ પ્રકાશમાં, શુભજોગ છે એ, શુભજોગ તો પુદ્ગલ છે અહીં તો એને ( પુદ્ગલ ) કહ્યા. વીતરાગ કેવળી ૫૨મેશ્વરે એને પુદ્ગલ કહ્યા છે. તો એને પોતાનો કરવા માગ તો નહિ થાય. ચૈતન્ય ભગવાનમાં એ પુદ્ગલના પરિણામ પોતાના કરવા માગે તો એ નહિ થઈ શકે. પણ ભગવાન આનંદ સ્વરૂપ પ્રભુ એની ધખશ ને લગની લાગી હોય અંદર તો એ તો પ્રાસ થાય જ. આહાહાહા ! પોતાનું સ્વરૂપ તો મોજૂદ છે ને ? જોયું. ભગવાન અંદ૨ ચૈતન્ય સ્વરૂપે મોજૂદ છે ને ? હૈયાતિ છે ને ? મોજૂદ છે ને ? હૈયાતિ ધરાવે છે ને ? અસ્તિપણે છે ને ? અસ્તિપણે સત્ સત્ અસ્તિપણે પોતે છે ને ? પણ ભૂલી રહ્યો છે. ભગવત્ આત્મસ્વરૂપ, ચૈતન્યસ્વરૂપ, અંદર મોજૂદ છે. પણ એના તરફની નજરું ન કરી અને એનો અનાદર કરીને રાગને પુણ્ય ને પાપ ને આ ને આ, એ મારા કરીને માન્યા, પણ મારા કરીને થયા નહિ. સમજાણું કાંઈ ? આહાહાહા ! ૫૮ પણ ભૂલી રહ્યો છે જો ચેતીને દેખે, ચેતીને દેખે, જ્ઞાયકભાવ છે તેને ચેતીને જાણના૨ ભાવથી દેખે. જે જાણક સ્વભાવ છે તેને જાણક ભાવથી ચેતીને દેખે, ભાષા તો થોડી છે ટૂંકી બાપુ, ઓલા બચારા ભવ્યસાગર લખે છે ને. અરેરે ! અમે આત્મજ્ઞાન વિના સાધુપણું લઈ લીધું, કાલે વાંચ્યુ'તું ને બપોરે કાગળ, તમે ન હતા બપો૨ે, લખે છે અમે આત્મજ્ઞાન વિના સાધુપણું લઈ લીધું એમ બિચારા. અમને બોલાવો ત્યાં. ઘણું લખે છે કાલે કાગળ આવ્યો છે. એવા તો ઘણાં કાગળ આવે છે કાલે છેલ્લો કાગળ આવ્યો છે, આખો કાગળ બોલાવો બોલાવો કોણ બાપા અહીં ક્યાં બોલાવે ? અહીં કોઈને બોલાવતા નથી અને અહીં તો પાછુ હમણાં રહેવાનુંય નથી, બહા૨ જવાનું થાશે. અમે આત્મજ્ઞાન પામ્યા નથી અને આત્મજ્ઞાન વિના અમે સાધુપણું આપી દીધું લઈ લીધું. એ બિચારા આ કલ્યાણનો પંથ અમે ત્યાં લેવા સાંભળવા કામી છીએ. સાધુ બિચારા ૨૦ વર્ષની દીક્ષા દિગંબર, શીઘ્ર કવિ છે. વારંવાર લખે છે. પણ ખરેખર તો આવવું હોય તો એની મેળાએ આવે, અહીં જવાબદારી કોઈની (નથી લેતા )! Page #72 -------------------------------------------------------------------------- ________________ શ્લોક – ૩૪ ૫૯ ચેતીને દેખે તો પાસે જ છે. જાગૃત થઈને જાગૃતને દેખે, તો ત્યાં જ છે. જાગૃત થઈને દેખે તો ત્યાં જ છે જાગૃત, આખું ચૈતન્ય સ્વરૂપ ત્યાં જ છે. ભાષા ઘણી સહેલી, ભાવ ઘણાં ગંભીર બહુ ઊંચા, આ કોઈ વિદ્વતાની વસ્તુ નથી. ચેતીને દેખે તો પાસે જ છે, માળે જ્યચંદ્ર પંડિતે તો જુઓ. રાગને જોતાં જોતાં મારા માનીને અનંતકાળ ગયો પણ થયા નહિ તારા, પણ ચેતીને અંદર રાગથી ભિન્ન પડીને ચેતીને જો, તો વસ્તુ તું પોતે જ છે. ચેતીને જો તો ચેતનારો જાગૃત સ્વભાવ તું જ છો. આહાહાહા! અહીં છ મહિનાનો અભ્યાસ કહ્યો તેથી એમ ન સમજવું કે એટલો જ વખત લાગે. એમ નથી કાંઈ. તેનું થવું તો અંતર્મુહૂર્ત માત્રમાં જ છે. “અંતર્મુહૂર્ત” ઉપયોગ છે ને એવો એટલે કહે છે. બાકી તો એક સમયમાત્રમાં થાય છે. પણ ઉપયોગ છદ્મસ્થનો ખ્યાલમાં આવે એ અંતર્મુહૂર્ત જ ખ્યાલમાં આવે છે. એટલે અંતર્મુહૂર્ત એટલે ૪૮ મિનિટની અંદર બે ઘડીની અંદર મુહૂર્ત છે ને બે ઘડીનું એટલે એની અંતર અંદર. બી.એ.નો અભ્યાસ અને એલ.એલ.બી. નો અભ્યાસ બે ઘડીમાં ન થાય. હેં? અને આ અભ્યાસ તો બે ઘડીમાં અંતર્મુહૂર્તમાં થઈ જાય છે. ચૈતન્ય ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપ અન્યમતમાં કહે છે. “મેં નજરને આળસે રે મેં નિરખ્યા ન નયને હરિ, મારી નજરને આળસે રે મેં નિરખ્યા નયને હરિ.” હરિ એટલે ભગવાન રાગ ને દ્વેષ ને અજ્ઞાનને હરે એ હરિ એવો પ્રભુ તે આત્મા. મારી નયનને આળસ, આવે છે પોપટભાઈ ! મારી નયનું પરમાં રહી ગઈ, પણ નયનને આળસે મેં અંદરના ભગવાનને ન જોયો અને જોવાને અંતર્મુહૂર્ત જ કાળ લાગે છે. આહાહાહા! પરંતુ શિષ્યને બહુ કઠિન લાગતું હોય તો તેનો નિષેધ કર્યો છે, જો સમજવામાં બહુ કાળ લાગે તો છ મહિનાથી અધિક નહિ લાગે. પ્રભુ લગની લગાડ એની. જ્ઞાયક ભગવાનની લગની લગાડ. તેથી અન્ય નિષ્પયોજન કોલાહલ છોડી, એ શુભભાવ પણ નિપ્રયોજન કોલાહલ છે. એ શુભભાવમાં પ્રયોજન નથી. નિમ્પ્રયોજન કોલાહલ છોડી આમાં લાગવાથી, ભગવાન પૂર્ણાનંદ વસ્તુ છે, મોજૂદ છે, હૈયાતિ છે અને એમાં લાગવાથી જલદી સ્વરૂપની પ્રાપ્તિ થશે જ. જલદી સ્વરૂપની પ્રાપ્તિ થશે જ. કહો આવો ઉપદેશ છે. વર્તમાન શ્રોતાને પણ એમ કહે છે. પંચમકાળના શ્રોતાને પંચમકાળના સંતો કહે છે, કે જરૂર તને એ ચૈતન્યમૂર્તિનો અભ્યાસ કરી અંદર જોવાને, જરૂર મળશે તને, શુભજોગથી જુદો મળશે તને. (શ્રોતા – ખાત્રી આપે છે) હું? ત્યારે આ કહે પંચમકાળમાં શુભજોગ જ હોય, અરે પ્રભુ પ્રભુ શું કર્યું તેં પ્રભુ આ તે? વીતરાગમાર્ગ લજ્જા પદ પામે છે. આહાહાહા ! અહીંયા કહે છે કે મોજૂદ ચીજ છો ને પ્રભુ, વીતરાગ સ્વરૂપી ચૈતન્ય પ્રભુ જિનબિંબ મોજૂદ છે ને? છે તેને પ્રાપ્ત કરવી છે ને? મોજૂદ છે ને? પણ એને વિશ્વાસમાં ક્યાં આવે છે. રાગ હોવા છતાં, પર્યાયમાં પર્યાય હોવા છતાં, આ વસ્તુ પૂર્ણ છે, એવો એને વિશ્વાસ આવતો નથી. કારણ કે કામ લેવું છે. પર્યાયથી અને વિશ્વાસ લેવો છે ત્રિકાળીનો. હું! તો પર્યાયમાં તેના સ્વભાવ સન્મુખ થાય ત્યારે તેને વિશ્વાસ આવે કે આ તે વસ્તુ પૂર્ણ આનંદ સ્વરૂપ ભગવાન છે. સ્વરૂપની પ્રાપ્તિ થશે એવો ઉપદેશ છે, દેખો આવો ઉપદેશ છે. આ તો ગૃહસ્થાશ્રમમાં રહેલા જયચંદ પંડિત લખે છે ઓલી તો મુનિરાજની વાત છે. એમ Page #73 -------------------------------------------------------------------------- ________________ ૬૦. સમયસાર સિદ્ધિ ભાગ-૩ નથી કહેતા કે તમને શુભજોગ જ રહેશે. તમે પંચમકાળમાં પણ શુભજોગથી ભિન્ન પડીને જો ચેતશો તો શુભજોગથી ભિન્ન તમને પ્રાપ્ત થશે જ, શુભજોગ જ રહેશે એમ નહિ. પુગલ જ રહેશે એમ નહીં. ચૈતન્ય આવશે. પ્રવીણભાઈ ! આવો પોકાર છે. (શ્રોતા- જાગતો જીવ ઊભો છે) જાગતો જીવ ઊભો છે. બેનની વાત છે ને, જાગતો જીવ ઊભો છે ને? ક્યાં જાય. બેનનું વાક્ય પહેલું છે ને? જાગતો જીવ, જાગૃત સ્વરૂપ જીવ ઊભો છે ને ! ઊભો એટલે ધ્રુવ છે ને ! ઉભાની વ્યાખ્યા એમ છે. જાગતો જીવ ધ્રુવ છે ને એ ક્યાં જાય? જરૂર પ્રાપ્ત થશે. હવે આવો ઉપદેશ ઓલા ક્રિયાકાંડીઓને આકરો લાગે. ભગવાન બાપુ તારા સ્વરૂપની વાત છેને પ્રભુ ક્રિયાકાંડમાં તો રાગ છે. એ તો પુદ્ગલ છે ભાઈ તને ખબર નથી. એનાથી ભિન્ન ધાગ્નિ શુભજોગ પુદ્ગલ છે તેનાથી જુદું ભિન્ન ધાગ્નિ ચૈતન્યના તેજ તને પ્રાપ્ત થશે. ચૈતન્યના તેજ પ્રકાશ, છે ને ? પ્રતાપ ત્રણ બોલ લીધા છે. તેજ, પ્રતાપ ને પ્રકાશ. એ ચોત્રીસ કળશ થયો. હવે શિષ્ય પૂછે છે કે આ અધ્યવસાનાદિ ભાવો જીવ ન કહ્યા, ભગવાને એને જીવ ન કહ્યા, શુભભાવ થાય દયા, દાનનો એને જીવ ન કહ્યો અને અન્ય ચૈતન્ય સ્વભાવ જીવ કહ્યો, તો આ ભાવો પણ ચૈતન્ય સાથે સંબંધ રાખનારા પ્રતિભાસે છે. એ શુભભાવ રાગ એ દયા દાનનો વિકલ્પ રાગ એ ચૈતન્યની સાથે સંબંધ દેખાય છે. એ કાંઈ પરમાણું સાથે સંબંધ છે એમ દેખાતું નથી. સમજાણું કાંઈ ? ચૈતન્ય સાથે સંબંધ રાખનારા પ્રતિભાસે છે, ચૈતન્ય સિવાય જડને તો દેખાતા નથી, છતાં તેમને પુદ્ગલના સ્વભાવ કેમ કહ્યા ? ભગવાન આનંદનો નાથ પ્રભુ એની પર્યાયમાં પુણ્ય-પાપના ભાવ તો દેખાય છે, ચૈતન્યની સાથે સંબંધવાળા દેખાય છે. એ પુગલ જડ હારે સંબંધવાળા તો દેખાતા નથી. છતાં પ્રભુ એને તમે પુગલના સ્વભાવ કેમ કહ્યા? ચૈતન્યની પર્યાયમાં સંબંધવાળા શુભ અશુભ દેખાય અને તમે કહો કે એ જડ છે ઈ શી રીતે અમારે સમજવું? આહાહાહા! આવો શિષ્યનો અંતરનો સમજવાનો પ્રશ્ન છે. શંકા નથી આશંકા છે. શું આપ કહો છો પ્રભુ આમાં? શુભ-અશુભભાવ એ જડ? અમને તો શુભ-અશુભભાવ ચૈતન્યની પર્યાયનાં સંબંધમાં હોય છે, એ શુભ અશુભ ભાવ એ પરમાણું કે કર્મમાં જડમાં હોતા નથી. જુઓ શ્રોતા યોગ્યતાવાળો અહીં લીધો છે, એ શ્રોતા એવો છે કે અંદર પકડવું છે કે આ શું તમે કહો છો પ્રભુ? શુભઅશુભભાવ એ તો ચૈતન્યની પર્યાયમાં સંબંધવાળા દેખાય છે ને? એ કોઈ કર્મ ને જડ ને શરીરના સંબંધમાં એ નથી, છતાં તમે તેને જડ કહો. પુદગલના સ્વભાવ કેમ કહ્યા? તેના ઉત્તરનું ગાથા સૂત્ર કહે છે. તેનો ઉત્તર છે આ સંસ્કૃતિ છે હો ! છે ને માથે-“શું વિન્વય પ્રતિમાસેથ્ય, વસાનાઃ: પુનર્વમાવા તિ વેત” સંસ્કૃત્ત છે ઉપર, પોતે અમૃતચંદ્રાચાર્યે પોતે જ પ્રશ્ન મૂકીને શિષ્યનો પ્રશ્ન કહ્યો છે. શિષ્ય આવો હોય જેને સમજવું હોય એ, પ્રભુ તમે ચૈતન્યની સાથે પુણ્ય-પાપના ભાવનો સંબંધ હોવા છતાં તમે એને પુદ્ગલ કહ્યા એ શી રીતે અમને પકડાતું નથી કહે છે? એનો ઉત્તર આવશે. (શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ) Page #74 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૪૫ ( ગાથા - ૪૫ ) कथं चिदन्वयप्रतिभासेऽप्यध्यवसानादयः पुद्गलस्वभावा इति चेत् अट्ठविहं पि य कम्मं सव्वं पोग्गलमयं जिणा बेति। जस्स फलं तं वुच्चदि दुक्खं ति विपच्चमाणस्स।।४५।। अष्टविधमपि च कर्म सर्वं पुद्गलमयं जिना बुवन्ति। यस्य फलं तदुच्यते दु:खमिति विपच्यमानस्य।।४५।। अध्यवसानादिभावनिर्वर्तकमष्टविधमपि च कर्म समस्तमेव पुद्गलमयमिति किल सकलज्ञज्ञप्तिः। तस्य तु यद्विपाककाष्ठामधिरूढस्य फलत्वेनाभिलप्यते तदनाकुलत्वलक्षणसौख्याख्यात्मस्वभावविलक्षणत्वात्किल दु:खं । तदन्तःपातिन एव किलाकुलत्वलक्षणा अध्यवसानादिभावाः। ततो न ते चिदन्वयविभ्रमेऽप्यात्मस्वभावाः, किन्तु पुद्गलસ્વમાવા: - હવે શિષ્ય પૂછે છે કે આ અધ્યવસાનાદિ ભાવો જીવ ન કહ્યા, અન્ય ચૈતન્યસ્વભાવ જીવ કહ્યો; તો આ ભાવો પણ ચૈતન્ય સાથે સંબંધ રાખનારા પ્રતિભાસે છે, (ચૈતન્ય સિવાય જડને તો દેખાતા નથી,) છતાં તેમને પુદ્ગલના સ્વભાવ કેમ કહ્યા?તેના ઉત્તરનું ગાથાસૂત્ર કહે છેઃ રે! કર્મ અષ્ટ પ્રકારનું જિન સર્વ પુદ્ગલમય કહે, પરિપાક સમયે જેહનું ફળ દુઃખ નામ પ્રસિદ્ધ છે. ૪૫. ગાથાર્થઃ- [વવિધમ પિ ] આઠ પ્રકારનું [ ] કર્મ છે તે [ સર્વ] સર્વ [પુનમચં] પુગલમય છે એમ [ fબનઃ] જિનભગવાન સર્વજ્ઞદેવો [ ધ્રુવત્તિ] કહે છે[ ચર્ચા વિપષ્યમાનચ] જે પક્વ થઈ ઉદયમાં આવતા કર્મનું[૨] ફળ [તત્] પ્રસિદ્ધ [દુ:+]દુઃખ છે [રૂતિ વ્યક્ત] એમ કહ્યું છે. ટીકા-અધ્યવસાન આદિ સમસ્ત ભાવોને ઉત્પન્ન કરનારું જે આઠ પ્રકારનું જ્ઞાનાવરણ આદિ કર્મ છે તે બધુંય પુગલમય છે એવું સર્વજ્ઞનું વચન છે. વિપાકની હદે પહોંચેલા તે કર્મના ફળપણે જે કહેવામાં આવે છે તે (એટલે કે કર્મફળ), અનાકુળતાલક્ષણ જે સુખ નામનો આત્મસ્વભાવ તેનાથી વિલક્ષણ હોવાથી,દુઃખ છે. તે દુ:ખમાં જ આકુળતાલક્ષણ અધ્યવસાન આદિ ભાવો સમાવેશ પામે છે; તેથી, જોકે તેઓ ચૈતન્ય સાથે સંબંધ હોવાનો ભ્રમ ઉપજાવે છે તોપણ, તેઓ આત્માના સ્વભાવો નથી પણ પુગલસ્વભાવો છે. ભાવાર્થ-કર્મનો ઉદય આવે ત્યારે આ આત્મા દુઃખરૂપ પરિણમે છે અને દુ:ખરૂપ ભાવ છે તે અધ્યવસાન છે તેથી દુઃખરૂપ ભાવમાં (-અધ્યવસાનમાં) ચેતનતાનો ભ્રમ ઊપજે છે. પરમાર્ગે દુ:ખરૂપ ભાવ ચેતન નથી, કર્મજન્ય છે તેથી જડ જ છે. Page #75 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ ભાગ-૩ પ્રવચન નં. ૧૧૮ ગાથા ૪૫ તા. ૨૬/૧૦/૭૮ ગુરુવાર આસો વદ-૧૦ સમયસાર ૪૫ ગાથા. શિષ્ય પૂછે છે, કે જે અધ્યવસાન આદિ ભાવ એટલે શું ? રાગની એકતાનો જે અભિપ્રાય અધ્યવસાય અને શુભઅશુભ રાગ એ બધા જ ચૈતન્ય સ્વભાવ નથી. શબ્દનો અર્થ તો એ છે કે મથાળું છે “થં વિન્વયંપ્રતિમાસેઽવ્યય્યવસાનાવય: પુન્નાસ્વમાવા કૃતિ છે—” એનો અર્થ એ થયો કે શિષ્યનો એ પ્રશ્ન છે કે રાગ દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા આદિનો ભાવ કે એની એકતાબુદ્ધિનો ભાવ એ બધા જીવ ન કહ્યા, ચૈતન્ય સ્વભાવ જીવ કહ્યો. એટલું એમાંથી કાઢયું. પુદ્ગલ સ્વભાવ કહ્યાને એટલે જીવ સ્વભાવ નથી, એમ કાઢયું એમાંથી, શાંતિથી સમજવા જેવી ચીજ છે ભાઈ આ તો. આહાહાહા ! એ અન્ય ચૈતન્યસ્વભાવ જીવ કહ્યો, અન્ય ચૈતન્ય એટલે ? એ કામ ક્રોધ શુભાશુભભાવ એનાથી અને૨ો જીવ સ્વભાવ કહ્યો. જીવ સ્વભાવ, ચૈતન્ય સ્વભાવ એ વિભાવભાવથી અનેરો ચૈતન્યસ્વભાવ આપે કહ્યો. સમજાણું કાંઈ.. ? આહાહા ! તો આ ભાવો પણ ચૈતન્ય સાથે સંબંધ રાખનારા પ્રતિભાસે છે. એ રાગદ્વેષ પુણ્યપાપના ભાવ મિથ્યા અધ્યવસાય એ જીવની પર્યાય સાથે સંબંધ દેખાય છે. એ જડની સાથે સંબંધ દેખાતો નથી. ચૈતન્ય સિવાય જડને તો દેખાતા નથી. છતાં તેમને પુદ્ગલના સ્વભાવ કેમ કહ્યાં ? આવા સ્વભાવ, રાગ શુભ હો કે અશુભ હો, એ ચૈતન્યસ્વભાવ એનાથી અન્ય છે અને ચૈતન્ય સ્વભાવથી એ રાગ ભાવ અન્ય છે તેથી તમે એને જીવ સ્વભાવ ન કહ્યો, એને પુદ્ગલ સ્વભાવ કહ્યો. પણ જીવની સાથે સંબંધ તો રાખે છે, એ કાંઈ જડમાં થતા નથી. આહાહાહા ! ૬૨ - જીવની પર્યાયમાં સંબંધ તો રાખે છે તો આપે એને પુદ્ગલ સ્વભાવ કેમ કહ્યાં ? ચૈતન્ય સ્વભાવ એને કેમ ન કહ્યો ? ઝીણી વાતું છે ઘણી. છતાં તેને પુદ્ગલ સ્વભાવ કેમ કહ્યા તેના ઉત્ત૨ની ગાથા. अट्ठविहं पि य कम्मं सव्वं पोग्गलमयं जिणा बेंति । जस्स फलं तं वुच्चदि दुक्खं ति विपच्चमाणस्स।।४५।। રે! કર્મ અષ્ટ પ્રકારનું જિન સર્વ પુદ્ગલમય કહે, પરિપાક સમયે જેહનું ફળ દુઃખ નામ પ્રસિદ્ધ છે. ૪૫. ટીકાઃ- અધ્યવસાન આદિ સમસ્ત ભાવો, આઠ કહ્યા'તા ને ? આઠ બોલ (ભાવો ) ને ઉત્પન્ન કરનારું, રાગની એકતાબુદ્ધિ અને રાગ એ સમસ્તભાવોને, રાગની એકતાબુદ્ધિ ઉત્પન્ન કરનારું અને રાગને ઉત્પન્ન કરનારું જે આઠેય પ્રકા૨નું જ્ઞાનાવ૨ણાદિ કર્મ છે. મિથ્યાત્વ અને રાગદ્વેષને ઉત્પન્ન કરનારો કોઈ જીવ ચૈતન્યસ્વભાવ નથી. ચૈતન્ય સ્વભાવ ભગવાન આત્મા અને અતીન્દ્રિય આનંદ, અતીન્દ્રિય જ્ઞાન અને અતીન્દ્રિય વીતરાગતા સ્વભાવ, એ વિકા૨ને ઉત્પન્ન કરે એવો કોઈ સ્વભાવ નથી. માટે જે આઠેય કર્મનું જે ફળ ઉત્પન્ન કરનારું આઠેય પ્રકા૨નું કર્મ તે, બધુંય પુદ્ગલમય છે, એ એવું સર્વજ્ઞનું વચન છે. આહાહાહા ! શુભ અને અશુભ ભાવ, શુભભાવની અહીં તો અત્યારે વધારે મુખ્યતા છે અને એની એકતા બસ બે, તો શુભભાવની એકતા એ પણ કર્મ વસ્તુ છે, એ જ્યારે પાકપણે આવે છે, Page #76 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૪પ ૬૩ વિપાકની હદે પહોંચેલા એમ છે ને? કર્મ તો પડયું છે અંદર જડ આઠ, પણ એના પાકપણે વિપાકફળની મર્યાદાએ જ્યારે આવે છે. સમજાય છે કાંઈ? આઠ કર્મ છે એ તો પડયા છે અજીવ દ્રવ્યગુણ પર્યાયપણે, હવે એની સત્તાપણે, પણ એના વિપાકની મર્યાદાએ જ્યારે પાક આવ્યો એનો આઠ કર્મ તે બધું પુગલમય છે એવું સર્વશનું વચન છે. “કેમકે વિપાકની હદે પહોંચેલા એ કર્મના ફળપણે કહેવામાં આવે છે.” આહાહા ! ભગવાન આત્મામાં એવો કોઈ ગુણ કે શક્તિ નથી કે એનો પાક થાય, સત્તામાં જે સ્વભાવ છે એનો પાક થાય, તો વિકાર થાય એવો કોઈ સ્વભાવ નથી. પણ કર્મ જે છે એની હદે જ્યારે પાકની મર્યાદાએ આવ્યું, ત્યારે આત્માની પર્યાયમાં, કેવા છે એટલે કે કર્મફળ અનાકુળતા લક્ષણ સુખ નામનો આત્મસ્વભાવ, શું કહે છે? કે એ કર્મનો પાક થયો. સત્તામાં તો ભલે પડ્યું'તું, પણ પાક થયો ત્યારે જીવમાં જે રાગદ્વેષ અને દયા, દાન વિકલ્પ ને એકતાબુદ્ધિ કે રાગાદિ એ પુદ્ગલમય કહ્યાં, કેમ? કે કર્મફળ એ અનાકુળલક્ષણ જે સુખ, ભગવાન આત્માનું તો અનાકુળ લક્ષણ સુખ છે. ભગવાન આત્મા એને એમ કહેવામાં આવે છે ને કે ભાઈ એને પકડવો, ગ્રહો, આલંબન લ્યો એનો અર્થ એટલો કે જે વસ્તુ છે તેમાં અહંપણું કરો, અહીંયા જે અહંપણું છે રાગમાં અહંપણું છે, અને જ્ઞાનનો ક્ષયોપશમ જેમ વધતો જાય છે, તેમ તેમ ત્યાં એનું અહંપણું અભિમાન વધતું જાય છે કારણકે ત્યાં અહંપણું છે ને? આહાહા ! ભગવાન આત્મા ચૈતન્ય સ્વભાવી અનાકુળ આનંદ સ્વરૂપ એવું જે સુખ એ નામનો આત્મ સ્વભાવ. જોયું? અનાકુળ જે આત્મ સ્વભાવ સુખ, એ ચૈતન્ય સ્વભાવનો પાક ચૈતન્ય સ્વભાવ અનાકુળ આનંદ સ્વરૂપ એનો પાક તો અનાકુળ સુખ પર્યાયમાં આવવું જોઈએ. આહાહા ! સમજાણું કાંઈ? અનાકુળ સુખ નામનો આત્મ સ્વભાવ તેનાથી તો વિલક્ષણ હોવાથી, કોણ? કર્મના પાકની મર્યાદાએ થયેલા ભાવો એ રાગ, પુણ્ય, દયા, દાન, કામ, ક્રોધાદિ એ આત્મસ્વભાવ જે સુખરૂપ હોવાથી તેનાથી વિલક્ષણ, શું શૈલી ? ભગવાન આત્મા અનાકુળ આનંદ લક્ષણ સ્વરૂપ, અનાકુળ સ્વરૂપ એનો પાક પણ અનાકુળ સુખ હોવો જોઈએ. એવા સુખથી વિપરીત કર્મ એક પદાર્થ છે વસ્તુ, અહીં તો આઠેય કર્મને દુઃખનું ફળ કહે છે. આઠેય કર્મનું ફળ દુઃખ છે એમ કહે છે. પ્રતિજીવીને પણ અપેક્ષાથી કહે છે. સમજાણું? પ્રતિજીવી ગુણ છે એ કાંઈ આનંદને રોકતા નથી, પણ એ આનંદને ચાર ધાતી(કર્મ)નાં ફળ આનંદનો અભાવ કરે છે ફળમાં, સ્વભાવની દૃષ્ટિ નથી અને તેની દૃષ્ટિ ત્યાં પર ઉપર છે, તો કર્મ આઠ ચાર ધાતી (કર્મ)નાં ફળ તરીકે તો ત્યાં અનાકુળ સુખથી વિલક્ષણ દુઃખની ઉત્પત્તિ થાય છે. આહાહાહા ! કહો, એ શુભરાગ દયા, દાન, વ્રત, ભક્તિનો રાગ એ દુઃખ છે એમ કહે છે, કેમ? કે અનાકુળ આત્માનું સુખ જે સ્વભાવ એનાથી વિલક્ષણ, વિપરીત લક્ષણવાળું એ દુઃખ છે. વિલક્ષણ હોવાથી દુઃખ છે. જેણે અતીન્દ્રિય અનાકુળ આનંદ સ્વરૂપ, એમાં જેનું અહંપણું આ હું એવું આવ્યું નથી, ગ્રહ્યું નથી, કહો કે પણ એનું અહંપણું “આ હું” એમ આવ્યું નથી. એને એ કર્મનાં પાકને વિપાકે ચડેલા ભાવ શુભ અને અશુભ આદિ તે હું છું એમ એ દુઃખ છે, છતાં એ હું છું એ કર્મનો પાક છે એ જીવનો પાક નથી. બહુ વાત એવી છે બાપુ, પછી ખુલાસો કરશે Page #77 -------------------------------------------------------------------------- ________________ ૬૪ સમયસાર સિદ્ધિ ભાગ-૩ આગળ છેતાલીસમાં. આહાહા ! આહીં તો ભગવાન આત્મા અનાકુળ લક્ષણ એવું જે સુખ તે સ્વરૂપ પ્રભુ છે, અને તે સુખને અહંપણું અંદર આવતાં આ હું છું એમ થતાં એની પર્યાયમાં અનાકુળ સુખની દશા આવે. એવા સુખથી વિપરીત લક્ષણનું કર્મનાં પાકની હદે ચડેલો મર્યાદે પાક વિકાર એ અનાકુળ સુખથી વિપરીત દુઃખ છે. કહો આ વાતો છે. જ્ઞાનીને પણ જે કાંઈ રાગ આવે છે, એ કહે છે એ ભાવકનો ભાવ દુઃખ છે. કર્મ ભાવક છે એના લક્ષે થયેલો પુણ્યપાપનો ભાવ એ દુઃખરૂપ છે, દુઃખ છે. આહાહા ! તે દુઃખમાં આકુળતા લક્ષણ અધ્યવસાન આદિ ભાવો સમાવેશ પામે છે” હવે આવી ક્યાં વાત? આ તો દયા કરો, વ્રત પાળો અને ભક્તિ કરો અને આ કરો ને તે કરો. અરેરે ! વળી એક એમ કહે છે કે શુભજોગ જ અત્યારે છે પ્રભુ, પ્રભુ, પ્રભુ આત્મા છે જ નહીં અત્યારે? હું! શુભજોગ જે છે તે અનાકુળ લક્ષણ જે સુખ તેથી વિલક્ષણ કર્મનાં પાકનું ફળ તો દુઃખ છે. એ દુઃખ જ છે અત્યારે ધર્મ છે જ નહીં ? આકરું કામ! એ જાતની સુઝ છે ને! એટલે અહીં પરમાત્મા તીર્થકર જિનેશ્વરદેવ, એની વાણીમાં આ આવ્યું એ સંતો જગતને જાહેર કરે છે. આમ આવ્યુંને સર્વજ્ઞ વચન આવ્યુંને, સર્વજ્ઞ વચન આમ છે. કહો ભાઈ ! ત્રિલોકનાથ જિનેશ્વરદેવ ધર્મ પિતા એવા સર્વજ્ઞદેવનું એ વચન છે કે કર્મના હદે, મર્યાદાએ પાકની એની મર્યાદા છે ને? એમાં આવેલો જે રાગ શુભ એ અનાકુળ લક્ષણ સુખ પ્રભુ એનાથી વિલક્ષણ દુઃખમાં જાય છે એ તો. આહાહાહા! આકુળતા લક્ષણ આદિ ભાવો બધા આઠે કહ્યાંને? રાગની એકતારૂપ અધ્યવસાય રાગ તીવ્રમંદ ભાવવાળો રાગ કે કર્મ કે આઠેય કર્મ થઈને આત્મા અને કર્મને આત્મા, થઈને આત્મા, એવા જે આઠેય ભાવો એ તો અધ્યવસાન આદિ ભાવો દુઃખ આકુળતા લક્ષણ દુઃખમાં જ સમાવેશ પામે છે. એ દુઃખમાં જ જાય છે. આવી વાત. હેં? અનાકુળ લક્ષણ આનંદ એનું જેને અહંપણું આવ્યું નથી. એને એ જ્ઞાનના ક્ષયોપશમમાં અહંપણું આવ્યા વિના રહે જ નહિં. તેમ તેમ એને અભિમાન વધતું જાય એમ કહે છે. છે તો એ કર્મનો પાક હોં, એ ક્ષયોપશમ છે એ પરલક્ષી છે ને? આકરી વાત છે ભાઈ ! જેમ રાગાદિ દુઃખમાં સમાવેશ પામે છે, તેમ સ્વઉપયોગ સિવાય પરમાં ઉપયોગ જાય છે એટલે એનો અર્થ એ થયો કે પરમાં ઉપયોગ જાય છે જેટલો રાગનો, આદિનો ભાવ એ પણ અનાત્મા છે. પંડિતજી! આવી વાતું છે બાપુ. એ અનાત્મા છે એ કર્મનાં ફળરૂપી દુઃખમાં જાય છે.આહાહાહા ! હવે ક્યાં જગત, દયા કરો, દાન કરો, ભક્તિ કરો, વ્રત કરો, અપવાસ કરો એ બધો શુભ વિકલ્પ એ તો કહે છે કે દુઃખમાં જાય છે, કર્મનાં પાક તરીકે દુ:ખમાં જાય છે, અનાકુળ સુખ એનાથી વિલક્ષણ એ છે. આવો મારગ આકરો લાગે ને? અરે ! જેણે આત્માને પકડ્યો એટલે કે અહંપણું “હું શુદ્ધ ચૈતન્યઘન છું” એ હું છું એવું જેને થયું આવ્યું, એને પણ જેટલો હજી રાગ થાય છે. એ કર્મના પાકનું ફળ દુઃખ છે. કર્મ જડ છે એનો પાક તો જડ હોય અને આ તો દુઃખનો, દુઃખ કીધું. દુઃખ તો આત્માની સુખથી ઉલ્ટી પર્યાય છે. પણ એનો અર્થ એ થયો કે ચૈતન્ય સ્વભાવ દુઃખરૂપે પરિણમે એવો કોઈ સ્વભાવ જ નથી. ત્યારે તે દુઃખરૂપ જે દશા છે તે કર્મના Page #78 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૪૫ ૬૫ પાકના ફળરૂપે દુઃખમાં જાય છે એ બધું, કહો, નવરંગભાઈ ! આવી વાતું છે “એ પ્રભુનો મારગ છે શૂરાનો, એ કાયરના ત્યાં કામ નથી” ત્યાં. આહાહાહા ! અહીં કહે છે અભિમાનીના એકવાર પાણી ઊતરી જાય તેવું છે. અમે દયા પાળીએ છીએ અને વ્રત કરીએ છીએ, અમને જ્ઞાનનો ક્ષયોપશમ થયો છે, એ તો બધો જડનો ક્ષયોપશમ છે પરનો. એય જ્ઞાનાવરણી આવ્યું ને? જ્ઞાનાવરણીનો પાક આવે ને મંદ અહીંયા ક્ષયોપશમ થાય. અહીં કહે છે પ્રભુ આત્મા એ તો અનાકુળ સુખ સ્વરૂપ પ્રભુ એને જેને અહંપણું આ મારું આ સ્વરૂપ છે એમ અહં આવ્યું એને તો પર્યાયમાં આનંદનો પાક થાય, તે જીવ સ્વભાવ છે. સમજાણું કાંઈ ? અને એણે પૂછ્યું'તું એમને શિષ્ય? પુગલ સ્વભાવ ઈતિ કિં? એમ એટલે કે ચૈતન્ય સ્વભાવ નહીં એમ પછી એમાંથી કાઢયું. આહાહાહા ! ભગવાન! એ પુણ્ય ને પાપના શુભ અશુભ ભાવો એને પુદ્ગલ સ્વભાવ કહ્યા એને ચૈતન્ય સ્વભાવથી અન્ય કહ્યા અથવા એ સ્વભાવથી જીવ ચૈતન્ય સ્વભાવ અન્ય કહ્યો. તો અમને તો પ્રભુ પર્યાયમાં એનો સંબંધ પુણ્ય પાપના વિકારી ભાવનો સંબંધ દેખાય છે ને? એને તમે પુદ્ગલના સ્વભાવ કેમ કહો? પર્યાયમાં એના દેખાય છે તેને પુગલનાં સ્વભાવ કેમ કહો? ત્યારે કહ્યું પ્રભુ એક વાર સૂન, ચૈતન્ય સ્વભાવ એવો જે અનાકુળ આનંદ એનું જે અહંપણું આ હું એવી જે અંદર દેઢ પ્રતીત અનુભવ થયો એનાં ફળ તરીકે તો એને અનાકુળ આનંદનુ વેદન આવે. તો આ એ વેદન નથી અને તે વસ્તુ તરફનું અહંપણું “આ હું જીવ સ્વભાવ” એમ નથી અને છે એને પણ જરી જે રાગ થાય છે. એ પણ કર્મનાં પાકનું દુઃખ છે. - પ્રવચનસારમાં એમ કહે નય અધિકારમાં કે રાગાદિ છે એનું પરિણમન મારું માટે હું કર્તા છું. જ્ઞાની એમ કહે હોં! અને રાગાદિ થાય છે એ મારામાં છે, એનો હું સ્વામી છું, એનો હું ભોકતા છું એમ ગણધર પણ એમ કહે. એ જ્ઞાનની શક્તિના વિકાસની અપેક્ષાએ વાત કરી છે. અને અહીં દૃષ્ટિના સ્વભાવની અપેક્ષાથી લઈને તેનો પાક એ કર્મનો પાક છે એ જીવ તારો નહિં. કહો, શાંતિભાઈ ! આ બધું ત્યાં કાંઈ સમજાય એવું નથી ત્યાં જરીયામાં ને અરે મારગ તે મારગ. એ અધ્યવસાન આદિ કહ્યા ને? આદિ એટલે ઓલ્યા આઠેય ભાવો કહ્યા પાછા, ભાવ છે ઈ, પણ એ દુઃખમાં સમાવેશ પામે છે બાપુ! એ ભગવાન અનાકુળ આનંદનાં ફળમાં એનો સમાવેશ નથી. પ્રભુ તો આત્મા તો અતીન્દ્રિય આનંદનો સાગર છે ને! અહીં તો ઓવ્યું દુઃખ કહેવું છે ને એટલે આનંદ લીધો અહીંયા. પ્રભુ તું તો અતીન્દ્રિય અનંત અપરિમિત હદ વિનાના આનંદનો સાગર છો ને પ્રભુ! એવા આનંદના સાગરનો ઉછાળો આવે મીઠા પાણીનો ઉછાળો આવે. જેમ ઈશુરસ સમૂદ્ર છે ને! ઈશુરસનો સમૂદ્ર છે એનો ઉછાળો આવે તો ઈક્ષરસ આવે અંદર કે ખારું પાણી આવે? લવણ સમુદ્રનો ઉછાળો આવે તો ખારા પાણીનો ઉછાળો આવે એમ પ્રભુ, તારો અનાકુળ આનંદ સ્વભાવ છે ને? અહીં તો ઓલું દુઃખ કહેવું છે ને એટલે આનંદ સ્વભાવ લીધો. જ્ઞાનની પરિણતિ કહેવી હોય તો અંતર જ્ઞાનસ્વભાવ તું છો. ભગવંત તારું સ્વરૂપ તો પ્રભુ અનાકુળ આનંદ સ્વરૂપ છે ને? એ અનાકુળ આનંદ સ્વરૂપનો પાક તો અનાકુળ આનંદ આવે, એવું જ સ્વરૂપ એનાથી આ દુઃખ રાગાદિ ભાવ એ વિલક્ષણ છે, એ Page #79 -------------------------------------------------------------------------- ________________ દ સમયસાર સિદ્ધિ ભાગ-૩ દુઃખમાં સમાવેશ પામે છે, ભગવાન આત્માના આનંદમાં સમાવેશ પામતા નથી. આહાહાહા ! સમજાણું કાંઈ ? એ સમાવેશ પામે છે, તેથી જો કે તેઓ ચૈતન્ય સાથે સંબંધ હોવાનો ભ્રમ ઉપજાવે છે. ભગવાન આત્મા ચૈતન્ય જ્યોત સ્વરૂપ આનંદ સ્વરૂપ પ્રભુ એની સાથે આ રાગાદિ મારા એ તો ભ્રમ ઉપજાવે છે કહે છે. હવે શ૨ી૨ વાણી મન તો ક્યાંય રહી ગયા. આ બધુંય ધૂળ, પણ અંદર દયા, દાન, વ્રત, ભક્તિ ને તપ ને જાત્રાનો ભાવ આવે રાગ, ભગવાનનું વચન છે સર્વજ્ઞનું કે એ ભાવકર્મનો પાક એ દુઃખમાં જાય છે. છે ને એમાં, સર્વજ્ઞનું વચન છે. પોતે મુનિ, મુનિ કહે છે તો પોતે પણ એનો આશ્રય ભગવાનનો લઈને કહે છે. ભાઈ ! સર્વજ્ઞ ત્રિલોકનાથ ૫રમેશ્વર જિનેશ્વરદેવે એ રાગને, એ દયા, દાન, વ્રત, ભક્તિનો આદિનો ભાવ આવે એ રાગ એને ભગવાને તો દુઃખમાં નાખ્યા છે. પોપટભાઈ ! રાડ નાખે એવું છે આ તો. આહાહાહા ! અહીંયા મુનિરાજ દિગંબર સંત એમ કહે છે કે સર્વજ્ઞ પરમેશ્વરનું તો આ વચન છે પ્રભુ ! કે જેટલો એ શુભઅશુભ ભાવ થાય એ કર્મનો પાક છે, એ જીવના સ્વભાવનો પાક નહીં. કર્મનાં સ્વભાવનો પાક છે અને તેથી તેને દુઃખ કહેવામાં આવે છે. એય ગોવિંદરામજી ! મારગડાં એવા છે ભાઈ. અહીં તો રાગની સાથે ક્ષયોપશમ ઉપયોગ છે ને ૫૨લક્ષી એમાંય દુઃખ આવે છે કહે છે, આનંદ નથી આવતો ત્યાં. કહો ઘીયા ? ઘીનાં સ્વાદમાં કહે છે ઝેરનો સ્વાદ ન હોય એમ કહે છે અહીં. આહાહાહા ! ભગવાન આત્મા એનો તો અનાકુળ સ્વભાવ સ્વાદ છે. એ કેમ કે એ અનાકુળ આનંદ સ્વરૂપથી ભરેલો ભગવાન છે. સચ્ચિદાનંદ પ્રભુ છે. એ, સત્ નામ શાશ્વત, ચિત્ત નામ જ્ઞાન અને આનંદથી શાશ્વત ભરેલો પ્રભુ છે. એનાં પાકમાં જીવનાં સ્વભાવના પાકમાં તો અતીન્દ્રિય આનંદ પાકે. તેથી આઠ કર્મના પાકમાં થયેલા જે પુણ્ય-પાપના ભાવ તે દુઃખમાં જાય છે દુઃખમાં જાય છે. અનાકુળ આનંદમાં જાતા આવતા નથી. હવે ઈ વ્યવહાર રત્નત્રયનો રાગ છે એ દુઃખમાં જાય છે એમ કહે છે, અહીં ગજબ વાતું છે. ભગવાન માર્ગ વીતરાગનો, સર્વજ્ઞનું એમ વચન છે, એમ સંતો સર્વજ્ઞની સાક્ષી લઈને વાત કરે છે. કે જેટલો વ્યવહા૨ રત્નત્રયનો જે દેવગુરુશાસ્ત્રની શ્રદ્ધા, શાસ્ત્રનું ભણતર કે નવતત્ત્વની શ્રદ્ધાનો વિકલ્પ કે પંચમહાવ્રતનાં પરિણામ એ બધા દુઃખમાં જાય છે. ( શ્રોતાઃ- દેવ ગુરુની શ્રદ્ધા ) હૈં ? એ કીધું નહીં ? એ દુઃખમાં જાય છે એ કીધું પહેલું એ. સમજાણું કાંઈ ? આહાહાહા ! એથી કહ્યુંને એમાં “મુનિવ્રતધાર અનંતબેર ત્રૈવેયક ઉપજાયો, પણ આત્મજ્ઞાન બિન લેશ સુખ ન પાયો” તો એનો અર્થ શું થયો ? એ પંચમહાવ્રતનાં પરિણામ, દેવગુરુશાસ્ત્રની શ્રદ્ધાનો રાગ, નવતત્ત્વના ભેદવાળો રાગ અને છકાયની દયાનો ભાવ, એ બધો દુઃખરૂપ છે. એ છોટાભાઈ ! ત્યાં કલકતા ફલકતામાં આ ન મળે કાંઈ. અજીતભાઈ ! ભગવાન! શું પણ કુંદકુંદાચાર્ય ! અમૃતચંદ્રાચાર્ય ! સંતો ભાવલિંગી સંતો જેને આનંદના વેદન વર્તે છે. અતીન્દ્રિય આનંદનું વેદન ઉગ્ર વર્તે છે, એને અહીંયા મુનિ કહીએ. એ મુનિરાજ એમ કહે છે, કે સર્વજ્ઞપ્રભુ આમ કહે છે ને ભાઈ ! અમે ગુરુ છીએ તો એમ કહીએ છીએ, અને સર્વજ્ઞ એમ કહે છે અને વાણી કહે છે તેમ શાસ્ત્ર પણ એમ કહે છે. એ આવી ગયું ને પહેલા ચુમાલીસમાં આવી ગયું, Page #80 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૪૫ વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ એમ કહેતે હૈ એનું આગમ એમ કહે અને પોતે કહે છે કે અમે ગુરુ છેયે એ અમે સર્વજ્ઞની આજ્ઞા લઈને વાત કહીએ છીએ. અમને પણ જેટલો પંચ મહાવ્રતનો વિકલ્પ ઊઠે છે એ દુઃખરૂપ છે. એ અમારા જ્ઞાતાનું પરય તરીકે છે. મારા શેય તરીકે એ નથી. આવી વાત છે, હેં? એવી વાતું છે. આહાહાહા ! આઠેય કર્મનું ફળ, મેં એક વાર તો કહ્યું હતું, એક વાર પહેલાં કે અહીં ચાર અધાતી કર્મનું ફળ દુઃખ કેમ કહ્યું. નહીંતર અધાતી કર્મ છે. જેમ ભગવાનને ત્યાં તો અનંત આનંદ આવ્યો છે, અનંત આનંદ આવી ગયો છે, પણ ત્યાં અપેક્ષિત અવ્યાબાધ આનંદ નથી. અનંત સુખ છે એની પૂર્ણતા બારમે થાય છે. અનંત સુખની પ્રાપ્તિ તેરમે છે અને સિદ્ધ થતાં એને અનંત અવ્યાબાધ સુખની પ્રાપ્તિ છે. એટલે અવ્યાબાધનો જ્યાં અંદર હજી વિરોધ છે એ અપેક્ષાએ ત્યાં વાત કરી છે. એ કહ્યું તું થોડા દિવસ પહેલાં. આહાહાહા! સમજાણું કાંઈ? અરે પ્રભુ! ભાઈ આ કોઈ મોટી પંડિતાઈ કરી નાખે વાતું કાંઈ એવી વાતું નથી કાંઈ બાપા. અંતરનો ભગવાન આત્મા અનાકુળ આનંદનો નાથ, એને જેણે મેંપણે મારાપણે માનીને અનુભવ્યો. એને તો અતીન્દ્રિય આનંદનો સ્વાદનો અનુભવ આવે, એ એનો વિપાક છે. પણ પર્યાયમાં જેટલાં આઠ કર્મનાં લક્ષ, એનાં પાકનાં ફળમાં જે જોડાઈ જાય છે, રાગાદિમાં એ બધું દુઃખ છે. સમજાણું કાંઈ? આહાહાહા ! ચાર અધાતી કર્મ તો પ્રતિજીવી ગુણને રોકે છે, નિમિત્ત તરીકે પ્રતિજીવી ગુણ રોકાય છે પોતાની પર્યાયથી, કેવળીને પણ પ્રતિજીવી ગુણનો ઉદયભાવ છે તો તેને કારણે અટકયું છે ઈ. જો કે કેવળીને તો ઈ જ્ઞાનનું શેય છે. કેવળજ્ઞાનમાં જેમ જાણ્યું છે એમ એ જાણ્યું છે કે આ છે. પણ ત્યાં સુધી એને હજી અસિદ્ધભાવ છે. સિદ્ધ નહિ. ચૌદમા ગુણસ્થાન સુધી અસિદ્ધભાવ એ એટલો ભાવ ઉદય છે. અધાતી કર્મ હજી પરિણતિમાં એટલો હજી ઉલટી દશા છે. સમજાણું કાંઈ ? કેવળીને હોં? એને દુઃખ નથી ભલે પણ અવ્યાબાધપણું જ્યાં નથી, સંયોગનો જે અભાવ થઈને અવ્યાબાધપણું આવવું જોઈએ એ નથી, એ અપેક્ષાએ એને ઉપચારથી દુઃખ કહેવામાં આવ્યું છે. ખરેખર તો દુઃખ છે નહિ. આહાહાહા! હવે આમાં કેટલું યાદ રાખવું બધી વાતું જુદી જાતની છે. હોં? ત્રણલોકનો નાથ જિનેશ્વરદેવ પરમાત્મા એમ કહે કે જેટલો તારામાં દયા, દાન, વ્રત, ભક્તિ દેવગુરુશાસ્ત્રનો પ્રેમ ને રાગ એ બધો દુઃખ છે, હવે આ કહે છે કે એ બધા સાધન છે. અરે ! પ્રભુ! પ્રભુ! પ્રભુ! ભાઈ થોડે ફેરે મોટો ફેર છે. ઉગમણો આથમણો ફેર છે. એ રાગભાવ દયા, દાન, વ્રત, ભક્તિ આદિનો ભાવ પૂજા જાત્રા આદિનો ભાવ, દેવ ભગવાનના દર્શન દેવ મંદિર એના રથયાત્રા કાઢવા આ બધો ભાવ રાગ છે, એ દુઃખ છે. (શ્રોતા – અભ્યાસ કરવો એ દુઃખ છે એમ) અભ્યાસમાં વિકલ્પ એ દુઃખ છે. અહીં તો અણઉપયોગ કહ્યો એને દુઃખ કીધું છે. પરસત્તાવલંબી જ્ઞાન એમાં સુખ નથી, તેથી તેને મોક્ષનો માર્ગ કહેતા નથી. આવ્યું છે ને ભાઈ ? પરમાર્થ વચનિકા છે, છે ને બધું છે. આહાહાહા ! નિજ સત્તામાંથી જ્યાં આવ્યું નથી જ્ઞાન, એટલું બધું ભલે અગિયાર અંગ અને નવ પૂર્વનું ઉઘડી ગયું હોય જ્ઞાન એને ત્યાં અહંપણું વર્તે છે કે આ મને થયું અને આ મારું છે. ઝીણી વાત Page #81 -------------------------------------------------------------------------- ________________ ६८ સમયસાર સિદ્ધિ ભાગ-૩ છે પ્રભુ! જેમાં અનાકુળ આનંદની દશા ન આવે, એ જ્ઞાન કેવું? ભલે લાખો માણસને સમજાવવા માટે ક્ષયોપશમ ઘણો ઉઘડેલો હોય પણ એ કાંઈ જ્ઞાન નથી. જ્ઞાન તો એને કહીએ કે જ્યાં સ્વભાવ ચૈતન્ય ભગવાન પૂર્ણાનંદ પ્રભુ! એ હું છું એમ જ્યાં આવ્યું, સમજાવવામાં શું આવે? આ હું છું એવોય એ ભેદ છે. પણ જે પર્યાયની બુદ્ધિ અનાદિની છે, એક સમયની પર્યાય ઉઘડેલી છે અને રાગ એની બુદ્ધિ છે અહંપણે. એ મિથ્યાબુદ્ધિ છે, મિથ્યાત્વ છે અને એક સમયમાં ભગવાન પરિપૂર્ણ શુદ્ધ ચૈતન્યઘન ધ્રુવ અખંડ અભેદ એમાં અહંપણું, આ હું એવી પ્રતીતિ આવવી. આ હું! પર્યાય નહિ, રાગ નહિ, નિમિત્ત નહિ. એવો જે ભગવાન આત્માનાં જ્ઞાયકભાવનો અહંપણાનાં પ્રતીતનો ભાવ, તો એની પર્યાયમાં એની સાથે એને આનંદ આવે. કેમકે અનાકુળ સ્વરૂપ પ્રભુ છે. અને જેટલો ભાવ રાગાદિ થાય છે, અજ્ઞાનીને એકત્વબુદ્ધિ થાય છે, જ્ઞાનીને અસ્થિરતા બુદ્ધિથી થાય છે, પણ છતાં એ દુઃખ છે. આવું પકડાય નહિ એટલે પછી એય એકાંત છે- એકાંત છે. એકાંત કહો પ્રભુ! સમ્યકએકાંત તો આ છે, તમે જે મિથ્યાએકાંત માનો છો એ અનેકાંત એ મિથ્યા છે. એ રાગની ક્રિયા કરતા કરતા કલ્યાણ થાય અને નિશ્ચયથી પણ થાય એ અનેકાંત માને છે અજ્ઞાની. આહાહાહા ! સમજાણું કાંઈ ? એક ઔર આત્મરામ અને એકકોર આઠ કર્મનાં ફળ તરીકે દુઃખ. અરે ! વીતરાગ સિવાય કયાં વાત છે, આ બાપુ! એ પણ દિગંબર જૈન દર્શન સિવાય કયાંય બીજે આવી વાત નથી. નાગા બાદશાહથી આઘા અંતરમાં આનંદમાં ઝુલનારા એ આમ શબ્દોમાં વિકલ્પ આવ્યો છે એને દુઃખરૂપ જાણે છે. ઓહો! ટીકા તો શબ્દોથી થઈ ગઈ છે. એ દુઃખમાં સમાવેશ પામે છે પ્રભુ એમ કહે છે, સર્વજ્ઞદેવ એમ કહે છે અને ગુરુ પોતે સર્વજ્ઞ કહે છે એમ કહે છે એટલે ગુરુ ભેગા આવી ગયા, અને કહે છે એ વાણી એટલે આગમ પણ ભેગું આવી ગયું. વીતરાગના આગમ એમ કહે છે, કે વીતરાગી સર્વજ્ઞદેવ એમ કહે છે, કે વીતરાગી સંતો સાચા મુનિઓ એમ કહે છે, કે એ જેટલો રાગ થાય છે અંદરમાં, એ બધો કર્મનો વિપાક દુઃખ છે, ભગવાન પાકયો નથી, ત્યાં તો કર્મ પાકયું છે. એ કેરી પાકી નથી, એ લીંબોળી પાકી છે. લીંબોળી કડવી હોય છે ને? કેરી તો મીઠી હોય છે. ભગવાન પાકે ત્યાં તો મીઠાશ આવે. આહાહાહા ! આવું ઝીણું પડે માણસને અને નવરાશ ન મળે. અને મારગ બહુ સૂક્ષ્મ અને અત્યારે તો એ ચાલતો નથી, અત્યારે તો ઉધું જ ચાલે છે. બધું પ્રરૂપણા પણ એવી ચાલે. અરે પ્રભુ શું થાય ભાઈ? સર્વજ્ઞનું વચન અહીં કહે છે. ત્રણ લોકના નાથ તીર્થકરો એમ કહે છે કે જેટલો પર્યાયમાં રાગ થાય છે એ બધો કર્મનો પાક દુઃખરૂપ છે. ભગવાન તારા આનંદનો વિપાક ફળ નહિં એ, એ તો કર્મનાં ઝેરનાં ઝાડનાં ફળ છે. ૧૪૮ પ્રકૃત્તિને ઝેરનાં ઝાડ કહ્યાં છે ને પાછળ છેલ્લે. એ લીંબડે લીંબોળીયું પાકી છે, કહે છે. કર્મ જે આઠ કર્મ છે એનાં પાકમાં ઝેર પાકયા છે. રાગ થયો છે તે ઝેર પાક આવ્યો છે. મોક્ષ અધિકારમાં કહ્યું છે, શુભભાવ છે તે ઝેરનો ઘડો છે. ભગવાન અમૃતનો ઘડો છે. એ અમૃતના કુંભની આગળ કર્મના જડના પાકના વિકલ્પને રાગને દુઃખ કહીને ઝેર કહીને તેને સમજાવ્યું છે. એક એક ગાથા એક એક પદ આખું શાસન ઉભું કરી દે છે. આહાહાહા ! તેથી જો કે તેઓ ચૈતન્ય સાથે સંબંધ હોવાનો ભ્રમ ઉપજાવે છે, એ રાગ જે આવે છે એ Page #82 -------------------------------------------------------------------------- ________________ ૬૯ ગાથા ૪૫ જાણે ચૈતન્યનો છે, ચૈતન્યની સાથે છે એમ કીધુંને ? ચૈતન્ય સાથે સંબંધ હોવાનો હોં ! સંબંધ હોવાનો, ખરેખર તો કર્મ સાથે એનો સંબંધ છે. છે છેલ્લે. જોકે તેઓ ચૈતન્ય સાથે, ચૈતન્ય સ્વભાવ જે ભગવાન અનાકુળ આનંદ સ્વભાવ એની સાથે રાગનો સંબંધ દુઃખનો, એ ભ્રમ ઉપજાવે છે કહે છે. તોપણ તેઓ આત્માના સ્વભાવો નથી. બસ આ ચૈતન્ય સ્વભાવ જે આનંદ સ્વભાવ ત્યાં રાગ તે આત્માનો સ્વભાવ નથી. ભલે ચૈતન્ય સાથે સંબંધનો ભ્રમ-સંબંધનો ભ્રમ ઉપજાવે. ( શ્રોતાઃ– ૫૨ ૫દાર્થ શી રીતે ભ્રમ ઉપજાવે ?) પોતે ભ્રમ કરે છે એમ કહે છે. ભ્રમ પોતે કરે છે, એ કર્મનો પાક છે એ પણ ભ્રમ છે, વસ્તુમાં નથી. આહાહાહા ! ભગવાન તો સચ્ચિદાનંદ પ્રભુ એમાં ભ્રમ નથી પણ ભ્રમ ઉત્પન્ન કરે છે એ, કે આ મારા છે, એ ભ્રમ એ ખરેખર તો પુદ્ગલનાં પરિણામ છે કહે છે. એક એક ગાથા ! આ તો ૫૨મ સત્ય પ્રભુની વાત છે ભાઈ ! લોકો કલ્પનાથી વાતું કરે, વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થાય, એ દેવગુરુ શાસ્ત્રની ભકિત કરતાં કરતાં આત્મા થાય ને સમકિત થાય એ તદ્ન મિથ્યાભ્રમ છે, ( શ્રોતાઃશાસ્ત્રમાં એમ આવે છે કે ભગવાનની પ્રતિમા જોતા સમ્યગ્દર્શન થાય. ) એ તો પોતે જિનબિંબ દેખે, આ જિનબિંબ દેખે એમ કહે છે. આમ ભગવાનને દેખે કે નિષ્ક્રિય બિંબ ઠરી ગયા છે આમ એવું અંદરમાં થાય કે, ઓહો ! પ્રભુ મારો સ્વભાવ પણ નિષ્ક્રિયબિંબ જેમાં ૨ાગેય નથી અને પરિણમનેય નથી એવી નિષ્ક્રિય ચીજ છે. આહાહાહા ! સમજાણું કાંઈ ? એ જિનબિંબ આ. (પોતે ભગવાન ). આવે છે ધવલમાં. એ છે એ તો ૫૨ ૨હ્યાં અને એનાં ૫૨ લક્ષ જતાં તો રાગ થશે રાગ થશે એટલે દુઃખ થશે એમ કહે છે અહીં તો. ૫૨માત્મા ત્રણલોકનો નાથ એમ કહે છે જિનેશ્વરદેવનો ઈન્દ્રોની સમક્ષમાં પોકાર આમ છે. જે ઈન્દ્રો ભક્તિ કરતા હતા. સમજાય છે કાંઈ ? આહાહા ! અષ્ટાનિકામાં નંદીશ્વરમાં ભક્તિ ક૨વા જાય છે ને દેવો ? તો ભગવાન કહે છે કે એ ભક્તિ કરવાનો રાગ છે તે દુ:ખ છે. આવે પણ છે દુઃખ, એ દુઃખમાં સમાવેશ પામે છે એમ કીધુંને ? દુઃખમાં એનો સંગ્રહ થાય છે. આત્માના પર્યાયમાં કે આત્માના ગુણમાં એનો સમાવેશ છે નહિ. આહાહાહા ! આવી વાતું છે. તેથી જો કે તેઓ ચૈતન્ય સાથે સંબંધચૈતન્ય સાથે સંબંધ, સંબંધ નથી ખરેખર એને ભાવ બંધેય નથી. સંબંધ એટલે બંધભાવ એ એમાં આત્માને નથી. રાગનો સંબંધબંધ ભાવબંધ એ હોવાનો ભ્રમ ઉપજાવે છે, તોપણ તેઓ આત્માના સ્વભાવો ભલે ભ્રમ હો, પણ આત્માના સ્વભાવો નથી પણ પુદ્ગલ સ્વભાવ છે. સ્વભાવ નથી ને આમ ત્રિકાળી શાયક આનંદ સ્વભાવ એ નથી, માટે તે પુદ્ગલ સ્વભાવ છે. અજીવ અધિકા૨ છે આ એટલે અજીવ સ્વભાવ છે એ. રાડ પાડે એકાંત છે એમ કરે લોકો બિચારા, ખબર નથી ને ખબર નથી. એ સાંભળ્યું નથી એણે. અરે પ્રભુ તારી મોટપ ! અને તારી હીનતાની દશા કેમ છે એ તેં સાંભળી નથી. આહાહાહા ! “હોશીંડા મત હોંશ ન કીજે” એક સજ્જાય આવે છે, એ રાગ અને ૫૨ના ઉઘાડમાં હોંશ ન કર પ્રભુ કાંઈક હું વધી ગયો છું એમ ન માન. આકરું કામ છે પ્રભુ ! એને તો ચૈતન્ય સાથે સંબંધ હોવાનો ભ્રમ ઉપજાવે છે. એ આત્મસ્વભાવ નથી પુદ્ગલ સ્વભાવો છે. મિથ્યાત્વભાવ, પુણ્યભાવ, પાપભાવ એ બધાને તો ભગવાને પુદ્ગલ સ્વભાવ કહ્યા છે. સ્વભાવ શબ્દ કીધો છે ને ? પુદ્ગલના પરિણામ એમ ન લીધું. અહીં જીવ સ્વભાવ નહીં, માટે પુદ્ગલ સ્વભાવ આમ ભાષા વાપરી છે. સમજાણું કાંઈ ? ઝીણું છે ભાઈ ! આહાહાહા ! Page #83 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ ભાગ-૩ ભાવાર્થ :- “કર્મનો ઉદય આવે ત્યારે આ આત્મા દુઃખરૂપ પરિણમે છે” જોયું ? એને લઈને નહીં પણ પોતે દુઃખરૂપ પરિણમે છે. ચાહે તો રાગ શુભ હો દયા, દાનનો હો કે ચાઢે તો પાપ હોય પણ બેય દુઃખરૂપે છે અને દુઃખરૂપ ભાવ છે તે અધ્યવસાન છે, એકતાબુદ્ધિ છે તેથી દુઃખરૂપ ભાવમાં અધ્યવસાનમાં ચેતનાનો ભ્રમ ઉપજે છે. ભગવાન આનંદ સ્વરૂપ પ્રભુ ( શ્રોતા:- ત્યાં કહે છે ઉપજાવે છે અને અહીં કઠે ઉપજે છે ) એ એક જ થયું ભ્રમ ઉપજે છે ને પોતે ઉપજાવે છે, ભ્રમ ઉપજે છે એને એમ. ૫૨માર્ચે દુઃખરૂપ ભાવ એ શુભાશુભભાવ, ૫૨માર્થે દુઃખરૂપ ભાવ એ ચેતન નથી. ચેતનનો દુઃખરૂપ ભાવ હોય નહીં. કેમ ચૈતન્ય તો અતીન્દ્રિય આનંદ સ્વભાવી વસ્તુ છે. આવી વાત ! ૫૨માર્થે એ દુઃખરૂપ ભાવ ચેતન નથી. એ શુભભાવ જે રાગ દયા, દાન, વ્રત, ભક્તિ આદિનો ભાવ એ ૫૨માર્ચે દુઃખરૂપ ભાવ એ ચેતન નથી. ચેતનને નુકસાન ઉપજાવે છે કહે છે. હવે એનાથી લાભ થાય એમ માને અરે પ્રભુ શું કહે છે ? ભાઈ તું કયાં જઈશ બાપુ ? અનાકુળ આનંદનો નાથ નિત્યાનંદ પ્રભુ ધ્રુવ એનો સ્વિકાર નહીં કરીને આના દુઃખનો સ્વિકા૨ તે મારું લાભ કરે એ રાગની ક્રિયા મને લાભદાય છે. દુઃખની ક્રિયા મને મારા આનંદના નાથમાં લાભકારી છે. ભ્રમ છે અજ્ઞાનીનો. એ ભ્રમ તોડવા માટે તો આ વાત કરે છે વાત એનો ભ્રમ રાખવા માટે નથી. ભ્રમ છે એને તોડવા માટે વાત છે. એ કર્મજન્ય છે તેથી તે જડ જ છે એ રાગાદિ દયા, દાન, વ્રત, ભક્તિનો રાગ એ જડ છે, ચૈતન્ય સ્વભાવ નહિ. આહાહા ! વિશેષ કહેશે. ( શ્રોતાઃ– પ્રમાણ વચન ગુરુદેવ ) ૭૦ મુમુક્ષુ :– દ્રવ્યથી પર્યાય જુદી છે ? સમાધાન :- જુદી છે! દ્રવ્યથી પર્યાય જુદી છે. એક થઈ નથી. એક થાય તો આખું દ્રવ્ય મલિન થઈ જાય. મલિન થાય એટલે દ્રવ્ય જ રહે નહિ. દ્રવ્ય જો વિકારરૂપે થાય તો દ્રવ્ય વસ્તુ જ રહે નહિ. આત્મા જ રહે નહિ. આહા..હા...! આવું સમજવા માટે વખત કેટલો કાઢવો ? મા૨ગ તો આવો છે, પ્રભુ ! આહા..હા... ! ત્રિકાળી વસ્તુ છે એ શુદ્ધ છે અને વર્તમાન પર્યાય એટલે અવસ્થા તે અશુદ્ધ છે, બંને એના ધર્મ છે એનામાં બંને છે. ૫૨ને લઈને છે નહિ. ૫૨ તો નિમિત્તમાત્ર છે. મલિનતા થવાની પણ પર્યાયમાં યોગ્યતા છે અને નિર્મળપણું તો ત્રિકાળ શુદ્ધ છે. બંને વસ્તુ છે. બંને વસ્તુને જ્ઞાનપણે (જ્ઞાનમાં ) જાણી અને પર્યાયની દૃષ્ટિ છોડીને દ્રવ્યદૃષ્ટિ કરવી, એનું નામ સમ્યગ્દર્શન ધર્મનો પહેલો પાયો છે. આહા...હા...! (સમયસાર દોહન – પૂ. ગુરુદેવશ્રીના નાઈરોબીના પ્રવચન પાના નં. ૧૪ ) Page #84 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૪૬ ગાથા – ૪૬ यद्यध्यवसानादयः पुद्गलस्वभावास्तदा कथं जीवत्वेन सूचिता इति चेत् ववहारस्स दरीसणमुवएसो वण्णिदो जिणवरेहिं। जीवा एदे सव्वे अज्झवसाणादओ भावा।।४६ ।। व्यवहारस्य दर्शनमुपदेशो वर्णितो जिनवरैः। जीवा एते सर्वेऽध्यवसानादयो भावाः।।४६।। सर्वे एवैतेऽध्यवसानादयो भावा: जीवा इति यद्भगवद्भिः सकलज्ञैः प्रज्ञप्तं तदभूतार्थस्यापि व्यवहारस्यापि दर्शनम्। व्यवहारो हि व्यवहारिणां म्लेच्छभाषेव म्लेच्छानां परमार्थप्रतिपादकत्वादपरमार्थोऽपि तीर्थप्रवृत्तिनिमित्तं दर्शयितुं न्याय्य एव। तमन्तरेण तु शरीराज्जीवस्य परमार्थतो भेददर्शनात्त्रसस्थावराणां भस्मन इव निःशङ्क मुपमर्दनेन हिंसाऽभावाद्भवत्येव बन्धस्याभावः। तथा रक्तद्विष्टविमूढो जीवो बध्यमानो मोचनीय इति रागद्वेषमोहेभ्यो जीवस्य परमार्थतो भेददर्शनेन मोक्षोपायपरिग्रहणाभावात् भवत्येव मोक्षस्याभावः। હવે પૂછે છે કે જો અધ્યવસાનાદિ ભાવો છે તે પુગલસ્વભાવો છે તો સર્વશના આગમમાં તેમને જીવપણે કેમ કહેવામાં આવ્યા છે? તેના ઉત્તરનું ગાથાસૂત્ર કહે છે - વ્યવહાર એ દર્શાવિયો જિનવર તણા ઉપદેશમાં, આ સર્વ અધ્યવસાન આદિ ભાવ જ્યાં જીવ વર્ણવ્યા. ૪૬. ગાથાર્થ -[તે સર્વે ] આ સર્વ [ અધ્યવસાના: ભાવ:] અધ્યવસાનાદિ ભાવો છે તે [ નીવડ] જીવ છે એવો [ જિનવ:] જિનવરોએ [ સંપર્વેશ: વત:] જે ઉપદેશ વર્ણવ્યો છે તે [ વ્યવહારશ્ય વર્ણનમ] વ્યવહારનય દર્શાવ્યો છે. ટીકા-આ બધાય અધ્યવસાનાદિ ભાવો જીવ છે એવું જે ભગવાન સર્વશદેવોએ કહ્યું છે તે, જોકે વ્યવહારનય અભૂતાર્થ છે તોપણ, વ્યવહારનયને પણ દર્શાવ્યો છે; કારણ કે જેમ મ્લેચ્છભાષા મ્લેચ્છોને વસ્તુસ્વરૂપ જણાવે છે તેમ વ્યવહારનય વ્યવહારી જીવોને પરમાર્થનો કહેનાર છે. તેથી, અપરમાર્થભૂત હોવા છતાં પણ, ધર્મતીર્થની પ્રવૃત્તિ કરવા માટે (વ્યવહારનય) દર્શાવવો ન્યાયસંગત જ છે. પરંતુ જો વ્યવહાર ન દર્શાવવામાં આવે તો, પરમાર્થે (-પરમાર્થનયે) શરીરથી જીવ ભિન્ન દર્શાવવામાં આવતો હોવાથી, જેમ ભસ્મને મસળી નાખવામાં હિંસાનો અભાવ છે તેમ, ત્રસસ્થાવર જીવોનું નિઃશંકપણે મર્દન (ઘાત) કરવામાં પણ હિંસાનો અભાવ ઠરશે અને તેથી બંધનો જ અભાવ ઠરશે; વળી પરમાર્થ દ્વારા રાગ-દ્વેષ-મોહથી જીવ ભિન્ન દર્શાવવામાં આવતો હોવાથી, “રાગી, Page #85 -------------------------------------------------------------------------- ________________ ૭૨ સમયસાર સિદ્ધિ ભાગ-૩ દ્વેષી, મોહી જીવ કર્મથી બંધાય છે તેને છોડાવવો ”એમ મોક્ષના ઉપાયના ગ્રહણનો અભાવ થશે અને તેથી મોક્ષનો જ અભાવ થશે. (આમ જો વ્યવહારનય ન દર્શાવવામાં આવે તો બંધ-મોક્ષનો અભાવ ઠરે છે.) ભાવાર્થ -પરમાર્થનય તો જીવને શરીર તથા રાગદ્વેષમોહથી ભિન્ન કહે છે. જો તેનો એકાંત કરવામાં આવે તો શરીર તથા રાગદ્વેષમોહ પુગલમય ઠરે અને તો પછી પુગલને ઘાતવાથી હિંસા થતી નથી અને રાગદ્વેષમોહથી બંધ થતો નથી. આમ, પરમાર્થથી જે સંસાર-મોક્ષ બન્નેનો અભાવ કહ્યો છે તે જ એકાંતે ઠરશે. પરંતુ આવું એકાંતરૂપ વસ્તુનું સ્વરૂપ નથી; અવસ્તુનું શ્રદ્ધાન, જ્ઞાન, આચરણ અવસ્તુરૂપ જ છે. માટે વ્યવહારનયનો ઉપદેશ ન્યાયપ્રાસ છે. આ રીતે સ્યાદ્વાદથી બન્ને નયોનો વિરોધ મટાડી શ્રદ્ધાન કરવું તે સમ્યકત્વ છે. પ્રવચન . ૧૧૯ ગાથા - ૪૬ તા. ર૭/૧૦/૭૮ શુકવાર આસો વદ-૧૧ હિંમતભાઈ ! પહેલાં જે કહ્યું હતું ને? રાગાદિ અધ્યવસાન જીવના નથી, એ સર્વશે કહ્યું છે, ત્યાં શબ્દ સંસ્કૃતમાં એટલો વાપર્યો છે. “સકલજ્ઞ જ્ઞતિઃ” એટલું બસ અને અહીંયા વ્યવહારમાં એવું વાપર્યું છે કે “સકલશૈ: પ્રજ્ઞસં” કથન કથની સંસ્કૃતમાં બેનાં શબ્દોમાં ફેર પડયો છે. શું કહ્યું સમજાણું? કે જ્ઞાતિ અને પ્રજ્ઞi એ બેમાં ફેર પાડ્યો છે. કે આત્મામાં રાગ નથી એ પુદ્ગલના છે એ સકલગ્ન-જ્ઞતિઃ જણાવ્યું કથન, કથન, શક્તિ વચન છે, અને રાગાદિ જીવના છે એમ આગમમાં કહ્યું છે તે “પ્રજ્ઞસં” કહ્યું છે એમ શબ્દમાં બેમાં ફેર છે. જરી આ અધિકાર છેતાલીસ ગાથા ઝીણી છે બહુ. ગાથા છેતાલીસ હવે પૂછે છે કે અધ્યવસાનાદિ ભાવ એટલે શું? કે રાગની એકતાબુદ્ધિ એવો અધ્યવસાય જે મિથ્યાત્વ અને દયા, દાનનો ભાવ જે રાગ તે પુગલ સ્વભાવો છે. એમ કહ્યું તમે તો. સર્વજ્ઞનાં આગમમાં તેમને જીવપણે કેમ કહેવામાં આવ્યા–જીવપણે કેમ કહેવામાં આવ્યા? એમ વજન છે. ઓલામાં વચન ફકત સર્વજ્ઞ જ્ઞતિઃ વચન છે એનું અને આ છે તે કથન કર્યું છે, એમ બેમાં ફેર છે એમાં. (શ્રોતા – કહેવા માત્ર આ છે ) કહેવા માત્ર એમ બસ આ છે. જાણવા માત્ર છે, વસ્તુ છે વાસ્તવિક તો ભગવાન આત્મા શુભાશુભરાગ એ ચૈતન્ય સ્વભાવ નથી એ પુદ્ગલ સ્વભાવ છે, એ તો “સર્વશેન્નતિ” એટલું કહ્યું છે, અને અહીંયા હવે કહે છે શિષ્ય કે ત્યારે અધ્યવસાનાદિને આગમમાં જીવપણે કેમ કહેવામાં આવ્યા છે? છે ને? જરી ઝીણી વાત છે થોડી. તેના ઉતરની ગાથા છે. ववहारस्स दरीसणमुवएसो वण्णिदो जिणवरेहिं। जीवा एदे सव्वे अज्झवसाणादओ भावा।।४६ ।। વ્યવહાર એ દર્શાવિયો જિનવર તણા ઉપદેશમાં, આ સર્વ અધ્યવસાન આદિ ભાવ જ્યાં જીવ વર્ણવ્યા. ૪૬. એની ટીકા શાંતિથી આ વ્યવહારનો અધિકાર છે એ જાણવા લાયક છે, એ ન હોય તો Page #86 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૪૬ ૭૩ તો બધો ફે૨ફા૨ થઈ જાય એટલી વાત કહી. બંધ પણ વ્યવહારે છે, નિશ્ચયમાં તો બંધેય નથી અને મોક્ષેય નથી ૫૨મશુદ્ધમાં, પણ વર્તમાન બંધ રાગાદિનો સંબંધ છે એ વ્યવહારનયનો વિષય છે. એ જાણવા લાયક છે, નથી જ કાંઈ એ એમ નહીં આશ્રય કરવા લાયક કોણ છે એ પ્રશ્ન બીજો. સમજાય છે કાંઈ ? આહાહા ! (શ્રોતાઃ- આશ્રય કરવાનો પ્રશ્ન બીજો એટલે શું ? ) એ પહેલાં કહેવાય ગયું ઈ આત્મા જ્ઞાયક સ્વરૂપ, ધ્રુવ, અખંડ, અભેદ ભૂતાર્થ તે આશ્રય કરવા લાયક છે. એનો આશ્રય કરવા લાયક છે. અથવા એ જે ત્રિકાળી જ્ઞાયકભાવ છે. એમાં અહંપણું માનવાલાયક છે. સમજાણું કાંઈ ? ( શ્રોતાઃ- શાસ્ત્રમાં તો એમ છે ભૂતાર્થનયને આશ્રયે થાય ) એ કીધુંને ભૂતાર્થ કહો કે અખંડ જ્ઞાયક કહો બધી અપેક્ષા એક જ છે. એ તો એની એ વાત આવે કહ્યું હતું શબ્દ આવ્યો'તો વચમાં બેય કહ્યું હતું હમણાં જ કહ્યું હતું. અખંડ કહો, ભૂતાર્થ કહો, જ્ઞાયક કહો બધા શબ્દો હમણાં જ લીધા હતા, ખ્યાલ ન રહ્યો. એક ત્રિકાળી જ્ઞાયક છે પ્રમત્તઅપ્રમત્ત પર્યાય વિનાની ચીજ છે. જેમાં પ્રમત્તઅપ્રમત્ત પર્યાય પણ જેમાં નથી, એવો જ્ઞાયક, એ છઠ્ઠી ગાથાની વાત છે. અગિયારમી ગાથામાં ભૂતાર્થ કહ્યો એ બધા શબ્દો હમણાં જ કહ્યા હતા, પહેલાં કહ્યા'તા. સત્યાર્થ ત્રિકાળ જે શાયકભાવ, ધ્રુવભાવ, એકલો જ્ઞાયક સ્વભાવભાવ અનંત ગુણનું એકરૂપ તે જ આશ્રય કરવા લાયક છે. આશ્રયનો અર્થ ? વર્તમાન પર્યાયને ત્યાં વાળવા લાયક છે. એ પણ એક અપેક્ષિત શબ્દ છે, પર્યાય ઉપર લક્ષ રાખીને પર્યાયને વાળવા જેવી છે એમ નહિ, ઝીણી વાત છે ભાઈ ! એ વસ્તુ છે તેમાં અહંપણું આ હું છું એમ એને માનવા જેવું છે. માને છે પર્યાય–માને છે પર્યાય, કાર્ય છે પર્યાયમાં પણ એ પર્યાય એમ માને છે કે હું ત્રિકાળી જ્ઞાયક ધ્રુવ છું, તે હું છું. (શ્રોતા:- પર્યાય પોતાને દ્રવ્ય માને ?) હા, પર્યાય પોતે પોતાને ધ્રુવ માને, એ જ આ છે. ભૂયથં અસ્સિદો ખલુ અને ન્યાં ૩૦ ગાથામાં પણ એમ આવ્યું છે ૩૨૦ ( ગાથા ). જયસેન આચાર્યની ટીકા. ધ્યાતા પુરુષ એમ ધ્યાવતો નથી કે હું ખંડ ખંડ જ્ઞાન પ્રગટ છે, તે હું છું. ધ્યાતા પુરુષ કોને ધ્યાવે છે અને માને છે ? ધ્યાવે છે એટલે ધ્યાનમાં તેનો વિષય શું છે ? જે સકળ નિ૨ાવ૨ણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય અવિનશ્વર શુદ્ધ પારિણામિક ૫૨મભાવ લક્ષણ નિજ પરમાત્મ તત્ત્વ દ્રવ્ય તે હું છું. આશ્રય અને અવલંબન એનું છે, પણ હવે અહીં પર્યાયની વાત છે, એકાંત એમ કહે છે કે બંધ અને મોક્ષ છે જ નહીં, રાગાદિ જીવમાં છે જ નહીં, એ કીધુંને ? એ તો નિશ્ચયના સ્વભાવની સૃષ્ટિની અપેક્ષાએ વ્યવહાર જે રાગાદિ એનામાં છે પર્યાયમાં એ દ્રવ્યમાં નથી. ચૈતન્ય સ્વભાવમાં નથી એમ કહ્યું હતું, હવે અહીં કહે છે કે એની પર્યાયમાં છે. વ્યવહારેય જાણેલો પ્રયોજનવાન છે ૧૨મી ગાથા, એ વાત અહીં સિદ્ધ કરે છે હવે. અટપટી વાત છે. આહાહાહા ! ટીકાઃ- આ બધાય અધ્યવસાનાદિ બધાય એટલે આઠ બોલ લીધા હતા. આઠ બોલ છે ને ? રાગની એકતાબુદ્ધિ તે અધ્યવસાય, કર્મ જે ૫૨ છે તે મા૨ા છે એવો ભાવ, એ બધાને ભિન્ન કહ્યાં હતા, એ જીવ છે એવો અહીંયા હવે અધ્યવસાનાદિ ભાવો એ શુભ જે ભાવ છે, કે અશુભ જે ભાવ છે, એ જીવ છે પર્યાયમાં, પર્યાય એ જીવ છે. દ્રવ્યે જીવ એ ત્રિકાળ છે એમાં એ નથી. Page #87 -------------------------------------------------------------------------- ________________ ૭૪ સમયસાર સિદ્ધિ ભાગ-૩ આરે ! આવી વાતું છે. ભગવાન સર્વશદેવે કહ્યું છે એમ કહ્યું. જોયું ભાષા “પ્રજ્ઞસં” બસ. વ્યવહારનય કથનમાત્ર એમ આવે છે ને ઘણે ઠેકાણે, કથનમાત્ર એટલે જાણવા લાયક છે. એમાં પહેલાંમાં કહ્યું'તું એ તો ભગવાને સર્વજ્ઞદેવે શુભ રાગાદિને પુગલનો સ્વભાવ છે એમ કહ્યું'તું એ ચૈતન્યનો સ્વભાવ જે છે, એ સ્વભાવમાં (રાગાદિ) નથી, પર્યાયમાં છે એ પ્રશ્ન અત્યારે એ સિદ્ધ કરે છે. આહાહાહા ! ભગવાન આત્મા ચૈતન્ય સ્વભાવી જે વસ્તુ, એમાં પર્યાયમાં રાગાદિ જે છે, એ ચૈતન્ય સ્વભાવી નથી, એમ કહીને ત્યાં પુગલ સ્વભાવી કહ્યાં હતા, એ પરમાર્થે સ્વનો આશ્રય લેનારને એનો આશ્રય લેવા લાયક નથી. ભેદનો આશ્રય લેવા લાયક નથી તો રાગનો પણ આશ્રય લેવા લાયક નથી, એ અપેક્ષાએ તેને જીવનો ચૈતન્ય સ્વભાવ તે એમાં આ નથી. એ પુદગલ સ્વભાવી છે એમ ઓલા સ્વભાવની, ત્રિકાળી સ્વભાવની શક્તિની અપેક્ષાએ એને ચૈતન્ય સ્વભાવ નથી તો દયા, દાનના વિકલ્પો પુગલ સ્વભાવી છે, એમ કહ્યું હતું. પણ કોઈ એમ જ માની લે કે એની પર્યાયમાં રાગાદિ નથી જ. વસ્તુના ચૈતન્ય સ્વભાવમાં નથી. સમજાણું કાંઈ? આહાહા ! આવી વાતું હવે. આમાં ક્યાં નવરાશ.. ગોદીકાજી આવો છે બાપા માર્ગ ભાઈ ! આહાહાહા ! ભાષા કેટલી સંસ્કૃત ટીકાકારે. રાગાદિ પુણ્ય આદિ ભાવ જીવમાં નથી. પુદ્ગલ સ્વભાવી છે ત્યાં “જ્ઞયિ” બસ, સર્વશે “જ્ઞયિ” કહ્યું છે બસ એટલું. અને અહીંયા રાગાદિ છે એનાં એમ જે આગમમાં કહ્યું છે એ સર્વશે કહ્યું છે, “પ્રજ્ઞસ” ઓલામાં “જ્ઞયિ” એટલું કહ્યું બસ, આ પ્રજ્ઞસં કહ્યું છે, કહ્યું છે એમ. બાબુભાઈ ! આવો મારગ છે. ઝીણો બહુ બાપા ! કહો, નવરંગભાઈ ! ભગવાન સર્વજ્ઞ ન્યાંય પણ એ કહ્યું હતું ભગવાને ત્યાં કહ્યું. જ્ઞતિ બસ એ વચન છે. આ રાગ પુણ્ય-પાપ દયા, દાન, વ્રત, ભક્તિ. કામ, ક્રોધ, ભાવ કે મિથ્યાત્વભાવ એ ભગવાને સર્વશે કહ્યું છે કે એ “જીવમાં છે” એ કહ્યું છે એ વ્યવહારનયનું કથન છે. વ્યવહારનયનો એ વિષય છે. કથન છે પણ એનું વાચ્ય એનામાં છે. એની પર્યાયમાં રાગાદિ છે, એમ ભગવાને કહ્યું છે વ્યવહારનયથી. બહુ આકરી વાત છે. આહાહાહા! જો કે વ્યવહારનય અભૂતાર્થ છે. જોયું? એ શુભ અશુભભાવ આખી પર્યાય માત્રને અભૂતાર્થ કહ્યો છે. ત્રિકાળી વસ્તુની દૃષ્ટિ કરાવવા, જ્ઞાયકની દૃષ્ટિ ને ધ્યેય એ છે. દૃષ્ટિનો વિષય ગુણભેદ કે પર્યાય કે રાગ કે નિમિત્ત નથી. સમ્યગ્દર્શનનો વિષય એ જ્ઞાયકભાવ એકલો પૂરણ સ્વરૂપ જેમાં ગુણ ભેદય વિષય નથી, પર્યાય વિષય નથી. રાગ તો નથી અને નિમિત્ત તો નથી. એટલું કહીને તેને ત્રિકાળી જ્ઞાયકભાવ (છે) ત્યાં દૃષ્ટિને સ્થાપ. એ ધ્યાનમાં સ્થપાય છે. આમાં સ્થાપ એવો જ્યાં વિકલ્પ નથી. એવું જ કહ્યું હતું એ તો સ્વનો ત્રિકાળીનો આશ્રય લેતાં તેને સમ્યગ્દર્શન થાય છે. પણ એ સમ્યગ્દર્શન એ પર્યાય છે, મોક્ષનો માર્ગ પણ પર્યાય છે, એ પર્યાય છે એ વ્યવહાર છે. બંધ છે એ પણ વ્યવહાર છે અને બંધનો છેદ કરવો એ પણ વ્યવહાર છે. વ્યવહારથી બંધ છેદ થાય એ અહીંયા પ્રશ્ન નથી. છેદ તો ત્રિકાળી આ જ્ઞાનના આશ્રયે જ થાય. પણ બંધ છે, અને એને છેદવાનો પર્યાયમાં ઉપાય છે, એ ઉપાય જો ન માનો તો મોક્ષ જ ન થાય અને બંધ નથી એમ માનો તો બંધને છેદવો એવો મોક્ષનો ઉપાય પણ રહેતો નથી. આહાહાહા ! Page #88 -------------------------------------------------------------------------- ________________ ૭૫ ગાથા – ૪૬ સમજાણું કાંઈ? “વ્યવહારનય અભૂતાર્થ છે” એટલે કે પર્યાય અને રાગાદિ જે એના કહ્યાં, એ ખરેખર તો અસત્યાર્થ છે. ત્રિકાળી શાકભાવની અપેક્ષાએ ભગવાન જ્ઞાયકભાવ વસ્તુ છે તે સત્યાર્થી છે, તે ભૂતાર્થ છે. એની અપેક્ષાએ પર્યાયમાત્રને, રાગાદિ તો ઠીક પણ પર્યાયમાત્રને ગૌણ કરીને અભૂતાર્થ કહેવામાં આવ્યું છે, (પર્યાય) નથી કહીને અભૂતાર્થ એમ નહીં. આહાહા ! સમજાણું કાંઈ? જો કે વ્યવહારનય અભૂતાર્થ છે તોપણ વ્યવહારનયને પણ જોયું? “પણ” કેમ કહ્યું? ઓલું જે નિશ્ચયથી કીધુ'તું કે રાગાદિ જીવના નથી. એની પર્યાયનો પણ આશ્રય લેવા લાયક નથી. એમ જે સમ્યગ્દર્શનના વિષયને બતાવતા ભગવાન પૂર્ણાનંદની શ્રદ્ધા કરી જેણે એને તો પૂર્ણાનંદનો જ આશ્રય અવલંબન છે. પણ હવે આ લીધું, વ્યવહારનય પણ ઓલું કહ્યું ને તેથી આ “પણ” “પણ” તો કહેવાઈ ગયું છે (ને), ત્યાં બીજું આ પણ વ્યવહારનય પણ દર્શાવ્યોદર્શાવ્યો, દેખાડયો એમ કીધું. સમજાણું કાંઈ? ઝીણું છે. હસમુખભાઈ ! આ તમારા લાદીના ધંધામાં ને ક્યાંય મળે એવું નથી ધૂળમાંય ન્યાં. વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર, એનો નિશ્ચય સ્વભાવ શું અને પર્યાય ને રાગનો ભાવ શું, બેનું અહીં જ્ઞાન કરાવ્યું. વિષય તો ત્રિકાળી એક જ છે. પણ જે વિષય કરે છે એવી પર્યાય એનામાં છે, અને રાગ એનામાં છે, છે તો પછી રાગનો નાશ કરવાનો ઉપાય પણ છે, એ બધો વ્યવહાર થયો. વ્યવહારથી રાગ છેડાય એમ પ્રશ્ન નથી. છેદાય છે તો દ્રવ્યના આશ્રયે જે મોક્ષનો માર્ગ પર્યાય થયો એના આશ્રયે, પણ ત્રિકાળી જે છે તેને નિશ્ચય કહીએ અને મોક્ષમાર્ગ પર્યાયને વ્યવહાર કહીએ. અભૂતાર્થ હોવા છતાં તેને વ્યવહાર કહીએ. અટપટી વાત છે. જેમ, કારણ કે કેમ દર્શાવ્યો છે કહે છે, વ્યવહાર પણ નિશ્ચયની સાથે આ પણ દર્શાવ્યો છે કેમ? આહાહાહા ! જેમ પ્લેચ્છ ભાષા મ્લેચ્છોને” પ્લેચ્છ ભાષા મ્લેચ્છોને. એ આઠમી ગાથામાં આવી ગયું છે. અનાર્યને અનાર્ય ભાષામાં એને સમજાવી શકાય એ કુંદકુંદાચાર્ય વખતે અનાર્ય ભાષા હતી અને અમૃતચંદ્રાચાર્ય વખતે એને મ્લેચ્છ થઈ ગઈ ભાષા. સમજાણું કાંઈ? જેમ ભાષા અનાર્ય વિના સમજાવી શકાય નહિ, ત્યારે અહીં તો મ્લેચ્છને સ્વેચ્છાએ એમ ભાષા જરી વાપરી એટલે જરી હલકો કાળ થઈ ગયો. સમજાણું કાંઈ ? મ્લેચ્છ ભાષા મ્લેચ્છોને, ન્યાં અનાર્ય ભાષા અનાર્યોને મૂળ કુંદકુંદાચાર્ય, “પ્લેચ્છ ભાષા મ્લેચ્છોને વસ્તુસ્વરૂપ જણાવે છે” જણાવે છે, આદરણીય છે કોણ એ પ્રશ્ન અહીં નથી. તેમ વ્યવહારનય, વ્યવહારનય એટલે મ્લેચ્છ ભાષાના સ્થાને મ્લેચ્છોને એટલે વ્યવહારી જીવોને” મ્લેચ્છ ભાષા મ્લેચ્છોને “એમ વ્યવહારનય વ્યવહારી જીવોને” વ્યવહારી જીવોને પરમાર્થનો કહેનાર છે. તેથી, પરમાર્થને પ્રગટ કરાવે છે તેથી એમ નહીં, પરમાર્થનો કહેનાર છે કે જો આ વસ્તુ એમાંય લ્ય છે ને ઘણાં કે જુઓ આ વ્યવહારનય વિના પરમાર્થ જણાય નહીં, માટે વ્યવહારથી પરમાર્થ જણાય, એમ નથી અહીં પહેલાં એ ભાષા કરી હતી. ચીમનલાલ ચકુ છે ને સ્થાનકવાસી, સ્થાનકવાસીમાં ત્યાં એ અહીંયા મહીનો રહ્યા હતા. ૯૭ ની સાલ (માં) કહે આમાં આ કહ્યું છે જુઓ કહે છે વ્યવહાર વિના પરમાર્થ પમાય નહીં, (કહ્યું છે એમ નથી. Page #89 -------------------------------------------------------------------------- ________________ ૭૬ સમયસાર સિદ્ધિ ભાગ-૩ વ્યવહાર વિના નિશ્ચય જણાવાય નહીં. આહાહા ! સમજાય છે કાંઈ? છતાં ત્યાં કહ્યું છે ને આઠમી ગાથામાં વ્યવહારનયથી જણાવ્યું છે, પણ સાંભળનારને અને કહેનારને એ વ્યવહાર અનુસરવા લાયક નથી. જાણવા લાયક છે પણ અનુસરવા લાયક નથી. સમજાણું કાંઈ? ગહન વિષય છે ભાઈ ! આ તો નિશ્ચય અને વ્યવહાર બેય છે, પરમાર્થને પમાડનાર છે એમ નહીં, પણ પરમાર્થનો કહેનાર છે. દર્શન જ્ઞાન ચારિત્રને પ્રાપ્ત થાય તે આત્મા. પણ છતાંય વ્યવહારથી કહ્યું પણ શ્રોતાને અને કહેનારને એ વ્યવહાર અનુસરવા લાયક નથી, જાણવા લાયક છે. આહાહાહા ! (શ્રોતા – ઘણું સ્પષ્ટ) આવું છે. વ્યવહારનય વ્યવહારી જીવને, વ્યવહારી જીવન પર્યાય ઉપર લક્ષ છે જાણવાનું એને જીવોને પરમાર્થનો કહેનાર છે. તત્ત્વની વાસ્તવિક સ્થિતિ બતાવનાર વ્યવહારનય છે. વાસ્તવિક સ્થિતિ વ્યવહારનયથી પ્રાપ્ત થાય છે, એ જુદી વસ્તુ છે એમ નથી. વ્યવહારનય વ્યવહારી જીવોને પરમાર્થનો કહેનાર છે તેથી અપરમાર્થભૂત હોવા છતાં, દેખો કહ્યું છે, એ વ્યવહારનય વ્યવહારી જીવોને પરમાર્થનો કહેનાર હોવાથી, અપરમાર્થભૂત હોવા છતાં પણ પરમાર્થભૂત દ્રવ્ય છે તેને તો કહ્યું, પણ આને પણ, પરમાર્થ ભગવાન ત્રિકાળી જ્ઞાયક આનંદકંદ પ્રભુ, ત્યાં દૃષ્ટિ સ્થાપ તો તને સમ્યગ્દર્શન થાય એ વિના સમ્યગ્દર્શન નથી થતું. એવું પરમાર્થ જે કહ્યું હતું. પરમાર્થનો સ્વભાવ બતાવ્યો હતો, એમાં આ વ્યવહાર પણ, છે ને? “અપરમાર્થભૂત હોવા છતાં પણ ધર્મતીર્થની પ્રવૃત્તિ માટે” પર્યાયમાં પર્યાયપણું પ્રગટ થાય છે તે બતાવવા માટે ચોથું પાંચમું છઠું સાતમું એ બધો ભેદ છે, પર્યાય છે, એ ધર્મતીર્થ એટલે એનાથી ધર્મતીર્થ થાય છે એમ પ્રશ્ન નથી. પણ અહીંયા ચોથું, પાંચમું, છઠ્ઠ, સાતમું એવો જે પર્યાય ભેદ છે એ પર્યાય ભેદને જણાવવા માટે, ધર્મતીર્થની પ્રવૃત્તિ માટે એટલે ઈ સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર પર્યાય છે ચોથ, પાંચમે, છટ્ટે એવી ભેદવાળી એને એ ધર્મની તીર્થની પ્રવૃત્તિ છે, પરિણતિ છે એ. સમજાણું કાંઈ? શું કહ્યું પણ અહીંયા? વ્યવહાર પરમાર્થને જણાવે છે. વ્યવહાર પરમાર્થને પમાડે છે એમ નથી, મોટો ફેર છે. વાત જ આ ફેર છે ને આખો. ધર્મતીર્થની પ્રવૃત્તિ માટે એમ કે ધર્મતીર્થ એ વ્યવહારથી થાય છે એમ નથી. પર્યાયનો ભેદ છે તેને ધર્મતીર્થની પ્રવૃત્તિ કીધી છે, એ પર્યાયનો ભેદ છે ને? ચોથું, પાંચમું, છઠું અરે ચૌદગુણસ્થાન વગેરે એ પર્યાયનો ભેદ છે, એ તીર્થની પ્રવૃત્તિ છે. એ તીર્થ મોક્ષમાર્ગ કેમ થાય એ અત્યારે વાત નથી અહીંયા, એ તો દ્રવ્યને આશ્રયે જ થાય. એ પ્રશ્ન જુદી વાત છે. પણ અહીંયા પર્યાયના ભેદો વર્તે છે. એ ધર્મની તીર્થની પ્રવૃત્તિ વર્તે છે. ચોથું, પાંચમું, છઠું. ધર્મતીર્થની પ્રવૃત્તિ કરવા માટે” એટલે કે પર્યાયનો ભેદ છે આ ચોથે આ પાંચમે, આ છઠે તેવો “દર્શાવવો ન્યાયસંગત છે.” પર્યાયમાં આ ચોથું છે, આ પાંચમું છે. આ છઠું છે, આ સાતમું છે એવું બતાવવું એ ન્યાયસંગત છે. કેમ? સમ્યગ્દર્શન મોક્ષનો માર્ગ કેમ પ્રગટ થાય એ અત્યારે પ્રશ્ન નથી, પણ પ્રગટ થયેલી પર્યાયો જે છે એને બતાવવું છે કે જો આ છે, આ છે, આ છે. કહો, પ્રવીણભાઈ ! આવું છે. અહીં તો કીધું હતું ધર્મતીર્થની પ્રવૃત્તિ કરવા માટે, એટલે મોક્ષના માર્ગની પરિણતિ કરવા માટે. એટલે કે પરિણતિ જે થાય છે એને જણાવવું છે. એ Page #90 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૪૬ ૭૭ વ્યવહા૨નય જણાવે છે. સમજાણું કાંઈ ? વ્યવહારનય દર્શાવવો ન્યાયસંગત જ છે. જણાવવો જાણવો એ ન્યાયસંગત છે એમ કહે છે. જાણવા લાયક છે એ તો ન્યાય સંગત છે, આદ૨વા લાયક છે કે કેમ એ પ્રશ્ન અત્યારે અહીં નથી. આહાહાહા ! હવે આવી નિવૃત્તિ ક્યાં માણસને નવરાશ છે ? બિચારા ચડી જાય વ્યવહારમાં આ દયા, દાન, વ્રત, તપ ને ભક્તિ કરો, આવું કોણ સમજવા માગે ? ધર્મતીર્થની પ્રવૃત્તિ વ્યવહારથી થાય માટે વ્યવહા૨ કરો. ( શ્રોતાઃ- આવી પ્રવૃત્તિ ઘણી ચલાવી ?) અને ધર્મ તો સ્વને આશ્રયે થાય છે. એની પરિણતિનો ભેદ જણાવવો છે કે પરિણતિ આવી આવી છે, એ ન્યાયસંગત જણાવવું છે. બાબુભાઈ ! આહાહા ! આવું છે. 66 “પરંતુ જો વ્યવહાર ન દર્શાવવામાં આવે તો” એ પર્યાયના ભેદો છે એ નથી જ, ન જણાવવામાં આવે, દર્શાવવામાં આવે એમાં રાગ છે. એવો સંબંધ છે બંધ, એમ ન જણાવવામાં આવે, એ રાગ છે તેને છેદવાનો ઉપાય છે, એ પણ વ્યવહાર છે એમ ન જણાવવામાં આવે, ઉપાય કેમ પ્રગટે છે એ પ્રશ્ન અત્યારે ( અહીં ) નથી. એ તો નિશ્ચયને આશ્રયે જ છે. “પરંતુ જો વ્યવહાર ન દર્શાવવામાં આવે તો ૫૨માર્થે, ૫૨માર્થનયે, શી૨થી જીવ ભિન્ન દર્શાવવામાં આવતો હોવાથી” ૫૨માર્થે તો જીવ ને શરીર ભિન્ન છે. નિશ્ચયમાં તો નિમિત્તનિમિત્ત સંબંધેય નથી એમ કહે છે. આત્મા નૈમિતિક શરીર નિમિત્ત, શરીર નૈમિત્તિક આત્માની પર્યાય નિમિત્ત, હોં, પર્યાય એ પરમાર્થમાં તો એ છે જ નહિ. આ જરી કઠણ છે તેથી ધીમેથી કહેવાય છે ને ? હૈં ? આ કાંઈ એકદમ, આજ વળી બધા આવ્યા છે તાકડે. આ સમજવા જેવું છે આ ગોદિકાજી. આહાહાહા ! ,, ૫૨માર્થે શ૨ી૨થી જીવ ભિન્ન દેખાડવામાં આવતો હોવાથી “જેમ ભસ્મને મસળી નાખવામાં હિંસાનો અભાવ છે. તેમ ત્રસ સ્થાવર જીવોનું નિઃશંકપણે ” અહીં વજન ક્યાં છે, કે ત્રસ અને સ્થાવરના જીવોને ને શ૨ી૨ને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, જો એ માનવામાં ન આવે, સમજાણું કાંઈ ? વ્યવહા૨ છે ને એટલો, “તો નિઃશંકપણે મર્દન કરવામાં આવતા” નિઃશંકપણે હું શ૨ી૨નો નાશ કરતો નથી. શરીર અને જીવ બેય ભેગા છે એનો હું નાશ કરું છું. આથી બીજાનો નાશ કરી શકે છે એ અહીં પ્રશ્ન નથી, અને બીજાને જીવાડી શકે છે એ અહીં પ્રશ્ન નથી. અહીંયા તો શરીર અને આત્મા તદ્ન જુદા છે, એને નિમિત્તનિમિત્ત સંબંધ પણ નથી. તો તો ત્રસ સ્થાવરને ચોળી નાખવાનો જે નિઃશંક ભાવ છે, નિઃશંકથી આને મારી નાખું એ ભાવ જૂઠો છે. એ ભાવ રહેતો નથી. આહાહાહા! શરીર નિમિત્ત છે નૈમિત્તિક જીવની પર્યાય છે, અને જીવની પર્યાય નિમિત્ત છે અને શરીરની પર્યાય નૈમિત્તિક છે. એવો વ્યવહાર સંબંધ છે. જો એવો વ્યવહા૨ ન હોય તો, નિઃશંકપણે જેમ ત્રસ સ્થાવરને મારી નાખવામાં તોડી નાખવામાં કાંઈ નિઃશંકપણું એને કાંઈ છે જ નહીં, જીવ છે જ નહીં. જીવને ને શ૨ી૨ને કાંઈ સંબંધ છે જ નહીં. ( શ્રોતાઃ- જીવ મરે છે ક્યાં ?)મવાનો પ્રશ્ન ક્યાં છે. આ તો નિઃશંકપણે બેનો સંબંધ જ નથી કાંઈ, તો તો એને ચોળી નાખવામાં જીવને મારી નાખવું કાંઈ રહેતું નથી. આહાહા ! જ આજ ગાથા જરી એવી છે આજ બધા આવ્યા છે. બધા વાત સાચી. આવી વાત બાપુ Page #91 -------------------------------------------------------------------------- ________________ ૭૮ સમયસાર સિદ્ધિ ભાગ-૩ બહુ આકરી છે, અત્યારે તો બધો ગોટો ઉઠયો છે. ( શ્રોતા:- ગોટો આપે સમાવી દીધો છે) ઓલ્યું ભાઈ સાંભળ્યું હતું ને ભાઈ પંડિતજી, સુખસાગરે બહાર પાડયું છે, વાંચ્યું નહિ હોય? સુખસાગર જે ધર્મસાગરની હારે હતા. શાંતિસાગરની પેઢીના એણે બહાર પાડયું છે કે અત્યારે પંચમકાળમાં શુભજોગ જ હોય. એ રંગુલાલજી! સુખસાગર નથી? (શ્રોતા:- મૈં જાણતા હું માલૂમ હૈ) ધર્મસાગર એની પરંપરામાં આવ્યા. શાંતિસાગર, હિતસાગર, શિવસાગર ને ધર્મસાગર અને ધર્મસાગરમાં ભેગા હતા, પણ એણે કાંઈક આ વાંચેલુ આચાર્યપદ ન આવ્યું તો જુદા પડી ગયા. એણે હમણાં બહાર પાડયું છે છાપામાં, જ્ઞાનચંદજી! વાંચ્યું છે કે નહીં? (શ્રોતા – જૈન ગેઝેટમાં) ક્યાંક આવ્યું છે. ખ્યાલ નથી, જૈન ગેઝેટમાં હશે. અત્યારે પંચમકાળમાં શુભજોગ જ છે અને તે શુભજોગ જેમ “અધ:કરણ, અપૂર્વકરણ અને અનિયતકરણમાં જેમ નિર્જરા થાય છે, ત્યાં શુભભાવ છે, ત્યાં શુદ્ધ નથી, માટે શુભભાવમાં જ નિર્જરા છે. એવું ભાઈ આવ્યું છે. વાંચ્યું છે કે નહીં. વાંચવા જેવું છે એણે ભલે સ્પષ્ટ કર્યું બીજો જે ગોટો હાલે છે એ કરતાં સ્પષ્ટ કર્યું એણે કે ભાઈ અત્યારે શુભજોગ જ હોય. એને જે ભાસ્યું એટલું સ્પષ્ટ કર્યું ને એણે બિચારાએ (શ્રોતા:- ઊંધાઈનું સ્પષ્ટીકરણ કર્યું) એમ કે શુદ્ધતા અત્યારે હોય જ નહિ પંચમકાળમાં શુભભાવ, શુભજોગ જ બધો હોય. આહાહાહા ! (શ્રોતા – અત્યારે શુભજોગથી ધર્મ થાય?) એ શુભજોગથી નિર્જરા થાય એમ કહેવું છે ને? કીધુંને ઓલા અનિયતિકરણનો દાખલો આપ્યો છે ને? પંડિતજી! અધ:કરણ, અપૂર્વકરણ, અને અનિયતિકરણ હોય છે ને? અપૂર્વકરણમાં જિન કહ્યા છે. અપૂર્વકરણ છે, હજી તોપણ એ શુદ્ધઆત્મા સન્મુખ થયો છે એથી જરી શુભભાવ છે. મિથ્યાત્વી છે, પણ સમકિતની સન્મુખ છે, પણ છતાં સન્મુખ થયો ને એ અપેક્ષાએ જરી અપૂર્વ કરણવાળાને પણ જિન કહ્યો, ત્યાં તો આ એમ લે છે કે જુઓ ત્યાં શુભજોગ છે, હા શુદ્ધ તો થયો નથી, શુભથી નિર્જરા છે ને? માટે અમારે શુભજોગમાં પણ નિર્જરા છે. અરે ! પ્રભુ શું કરે છે બાપા! ભગવત્ ! એ ભગવાન છે ભાઈ ! ભાઈ અહીં તો શુભભાવ જીવમાં નથી, એમ સિદ્ધ કર્યું છે, અને હવે અહીં પર્યાયમાં છે એટલું સિદ્ધ કરવું છે, છે એટલું, એનાથી લાભ થાય કે નહીં એ પ્રશ્ન અહીંયા છે જ નહિ. વાત સમજાય છે (હું) બસ છે એટલું. અતિ સિદ્ધ કરવી છે. ત્રિકાળના અસ્તિત્વના ભગવાન જ્ઞાયક સ્વભાવનો ભાવ જ્યાં છે એકલો ત્યાં તો રાગેય નથી, પર્યાય પણ નથી ને ત્યાં તો જે શ્રદ્ધા કરે છે પર્યાય એ પણ ત્યાં એમાં નથી. પર્યાય ભિન્ન રહીને એની શ્રદ્ધા કરે છે, તો અહીંયા શુભજોગથી લાભ થાય વ્યવહાર, એ અહીં પ્રશ્ન નથી. લાભ તો ચૈતન્ય ભગવાન પૂર્ણનંદનો નાથ, નિશ્ચય ધ્રુવ ચૈતન્ય એના આશ્રયે, એના અવલંબે એના ભેટા થયે લાભ થાય છે. પણ એની પર્યાયમાં સમ્યગ્દર્શનનો વિષય તો ગુણભેદેય નથી, ને પર્યાયેય નથી તો રાગ તો વિષય ક્યાં આવ્યો? પણ કહે છે કે રાગ વિષય નથી છતાં, પર્યાયમાં રાગ છે એમ એણે જાણવું જોઈએ. આહાહા ! સમજાણું કાંઈ ? એ શુભજોગ છે માટે વ્યવહાર છે અને વ્યવહાર છે માટે એનાથી પમાય છે, એ પ્રશ્ન અહીં નથી. અરેરે! આવું છે. (શ્રોતાઃ- જરા કઠણ તો છે) તેથી તો ધીરે ધીરે લેવાય છે બધા આવ્યા છે આ પંડિતો, શેઠિયાઓ આવ્યા છે આ. આ ધીમે ધીમે બાપા સમજવા જેવી વાત છે. બાપા આ કોઈ પક્ષની Page #92 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૪૬ વાત નથી આ તો તત્ત્વની વાત છે, અત્યારે તો કઠણ પડે જગતને. આહાહાહા ! જ્યારે એમ કહ્યું કે રાગાદિભાવ જીવના નહિ, જીવ સ્વભાવ નહિ, એ તો પુગલ સ્વભાવ છે. કઈ અપેક્ષાએ? કેમકે એ સ્વભાવમાં નથી અને એ નીકળી જાય છે. એ અપેક્ષાએ દૃષ્ટિના વિષયને સિદ્ધ કરવા એનો વિષય તો એ નથી પણ એની પર્યાયમાં રાગેય નથી, ત્યાં તો એમ સિદ્ધ કરવું છે, જીવનો સ્વભાવ નથી ને? સ્વભાવ કીધો છેને, ન્યાં ચૈતન્યમાં એમ નથી લીધું, ત્યાં ચૈતન્ય સ્વભાવમાં એ નથી એમ છે તેથી ચૈતન્ય સ્વભાવનો ત્રિકાળી જ્ઞાયક અનંત ગુણોનો પિંડ એ તો અનંતગુણ તો સ્વભાવ શુદ્ધ છે. અનંતગુણમાં કોઈ એવો એકેય ગુણ નથી કે વિકાર કરે ? શું કીધું? અપરંપાર ગુણો છે, જેનો અંત નહિ. આ અનંત અનંત અનંત અનંત અનંત અનંત અનંત અનંત છેલ્લો આ અનંત એમ છે જ નહિ, અને એ છેલ્લા અનંતમાં છેલ્લો આ, એટલા બધા અનંત અનંતના ગુણમાં કોઈ ગુણ એવો નથી કે વિકાર કરે, તેથી તેના જીવ સ્વભાવમાં રાગ તે પુગલ સ્વભાવ કહીને એમાં નથી એમ કહ્યું, પણ જ્યારે એની પર્યાયનું જ્ઞાન કરાવવું છે. આહાહા ! સમજાણું કાંઈ? ઝીણું પડ થોડું વિચારવું. આહાહાહા ! તદ્ન જો શરીર ને જીવ, તર્ન જુદા હોય, નિમિત્ત નિમિત્ત સંબંધ પણ ન હોય તો તો, જેમ ભસ્મને મસળી નાખવામાં હિંસાનો અભાવ છે” કેમકે ભસ્મમાં કાંઈ જીવનું નિમિત્તપણું કે નૈમિત્તિકપણું એમાં છે નહીં, સમજાણું? નિમિત્ત નિમિત્ત સંબંધ છે એ વ્યવહાર છે. એ નિમિત્ત-નિમિત્ત સંબંધ જ જો ન હોય તો તો જેમ ભસ્મને ચોળે અને શરીરને ચોળે બેય એક થઈ ગયું આમા ભેગો છે એને મેં મારી નાખ્યો એમ કે, એ ન આવે અરે આવી વાતું છે. વિશેષ નો સમજાય તો રાત્રે પ્રશ્ન કરવા, જુઓ અમારે હુકમચંદજી આવ્યા છે. અમારે આ જ્ઞાનચંદજી છે. બે(ય) નો પ્રભાવનામાં ભાગ છે મોટો અને ત્રીજા અમારા આ છે, બાબુભાઈ છે. માર્ગ પ્રભુ આવો છે ભાઈ. આહા! વ્યવહારે જાણેલો પ્રયોજનવાન છે, કહ્યું છે ને જે બારમીમાં એ અહીંયા સિદ્ધ કરે છે. છે કે નહિ? જાણવાનો વિષય છે કે નહીં. વ્યવહારનય છે, નય છે તો વિષયી છે, તો એનો વિષય છે કે નહિ? આહાહાહા ! “પરમાર્થે”શરીરથી જીવ ભિન્ન દેખવામાં આવતો હોવાથી, જેમ ભસ્મને મસળી નાખવામાં હિંસાનો અભાવ છે તેમ ત્રસ સ્થાવર જીવોનું નિઃશંકપણે મર્દન કરવામાં કારણકે શરીર અને જીવ એક જ છે, જુદા છે જ નહિ “એમ માનીને એને મર્દન કરવામાં હિંસાનો અભાવ થશે અને તેથી બંધનો જ અભાવ ઠરશે” હિંસાનો ભાવ છે એ બંધ છે. એટલે શરીરને ચોળવામાં જેમ કાંઈ નથી એમ શરીરને જીવ એક જ છે, જુદા ન હોય અને એક જ માને, વ્યવહારનય તો એક કહે નિમિત્ત-નિમિત્ત સંબંધને લઈને, તો એને ચોળી નાખવામાં પણ જીવને કાંઈ નુકશાન એને થતું નથી અને નિઃશંકપણે એને ચોળે તો એને કાંઈ પાપ નથી. માર્ગ પ્રભુનો અલૌકિક છે બાપુ. આહાહાહા ! વ્યવહારનયનો વિષય છે. નય છે તો એનો વિષય છે, એ કથનમાત્ર છે, હોવા છતાં વ્યવહારનયને કથનમાત્ર કહ્યું છે. અહીં એમ કહ્યું ને “પ્રજ્ઞસં' કળશટીકામાં છે. આ કળશટીકા Page #93 -------------------------------------------------------------------------- ________________ ८० ,, સમયસાર સિદ્ધિ ભાગ-૩ છે ને? વ્યવહારનય પાંચમો છે ને શ્લોક વ્યવહારનય જુઓ “વ્યવહારનયઃ સ્વાધધધિપ પ્રાક્પદવ્યામિઠુ હસ્તાવલંબઃ ત્યાં વ્યવહારનય હસ્તાવલંબઃ અપિ સ્યાદ્” વ્યવહારનય એટલે જિતના કથન-કથન અહીં પ્રશસં કેવી શૈલી છે જુઓ તો, વ્યવહા૨નય એટલે કથન. જીવ વસ્તુ નિર્વિકલ્પ છે તે જ્ઞાનગોચર છે, તે જે વસ્તુને કહેવા માગે તો એમ જ કહેવામાં આવે જેટલા ગુણ દર્શન જ્ઞાન ચારિત્ર એ જીવ બહુ સાધિક કહેવા માગે તો પણ આમ જ કહેવું પડે “જ્ઞાન દર્શન ચારિત્ર તે આત્મા” એમ ભેદથી કહ્યો. વ્યવહારથી કહ્યો, કથનમાત્રથી કહ્યો, રાજમલ્લે બહુ સારી ટીકા કરી છે. ઓલામાં આવે છે ને ? દ્રવ્ય સંગ્રહમાં આવે છે દ્રવ્ય સંગ્રહ, વ્યવહારનય એટલે લૌકિક માત્ર. ભાઈ ! દ્રવ્ય સંગ્રહમાં વ્યવહારનય એટલે લૌકિક માત્ર, લોક મૂકે પોક એવી વાતો કરે છે કહે છે, પણ જાણવાલાયક છે કહે છે. દ્રવ્ય સંગ્રહમાં છે. શરૂઆતમાં વ્યવહારનયની વ્યાખ્યા કરી છે ને ત્યાં. આહાહાહા ! અહીં વ્યવહા૨ કથનમાત્ર કહ્યું. અહીં વ્યવહાર પ્રશસં કહ્યું. હવે આવી વાત આ તો કહે દયા પાળો, વ્રત કરો થઈ રહ્યું જાવ. આ પૈસા ખર્ચો કાંઈક પાંચ પચીસ લાખ, ગજરથ કાઢો ને ધૂળમાંય નથી કાંઈ ત્યાં સાંભળને, ત્યાં એનો ભાવ હોય તો શુભ છે. પણ એ શુભનું જ્ઞાન કોને હોય ? જેને શુદ્ધતાનો આશ્રય લઈને સમ્યગ્દર્શન આદિ પ્રગટયું છે, એને પર્યાયમાં શુભ છે એવું જ્ઞાન એને હોય ભાઈ ! આવું છે. આ ગાથામાં ઘણાં ગોટા વાળે છે અર્થમાં. ખબર છે ને જુઓ આ વ્યવહાર કહ્યો “કે જુઓ આ વ્યવહા૨ ૫૨માર્થને પમાડે છે” એ ક્યાં કહ્યું છે બાપુ. એ તો ૫૨માર્થ આ સ્વરૂપ અભેદ છે તેને જ્ઞાન દર્શન ચારિત્રથી બતાવવું એ ભેદ છે, એ વ્યવહા૨નું કથન છે. આહાહાહા ! હિંસાનો અભાવ થશે તેથી બંધનો જ અભાવ થશે, એક વાત. બીજી “વળી ૫૨માર્થ દ્વારા રાગદ્વેષ મોહથી જીવ ભિન્ન દર્શાવવામાં આવતો હોવાથી” ૫૨માર્થે તો ભગવાને એમ કહ્યું કે રાગદ્વેષ મોહથી તો ભગવાન ભિન્ન છે. રાગીદ્વેષી મોહી જીવ કર્મથી બંધાય છે તેને છોડાવવો એ મોક્ષના ઉપાયના ગ્રહણનો અભાવ થશે. કારણકે જ્યારે ૫૨માર્થે રાગદ્વેષ, મોહથી જીવ ભિન્ન દર્શાવવામાં આવતો હોવાથી એને રાગદ્વેષ, મોહ છે જ નહીં પર્યાયમાં, એમ જો માને, છે ? ૫૨માર્થે રાગદ્વેષ, મોહથી જીવ ભિન્ન દર્શાવવામાં આવતો હોવાથી રાગીદ્વેષી, મોહી જીવ કર્મથી બંધાય છે. બંધાય છે એમ પહેલું તો કીધું હિંસામાં, બંધભાવ હવે એને છોડાવવો, એ મોક્ષના ઉપાયના ગ્રહણનો અભાવ થશે. કારણકે રાગ છે, બંધન છે, એ નથી જ તો એનો અભાવ કરવાની પર્યાય પણ છે, એ નહિ સિદ્ધ થાય. કારણકે અભાવ કરવો એ પણ પર્યાય છે. બંધ પણ પર્યાય છે, અને એનો અભાવ મોક્ષમાર્ગ એ પણ પર્યાય છે. એ વ્યવહાર છે. આહાહાહા ! જ્યારે ૫૨માર્થે રાગદ્વેષ, મોહથી ભિન્ન કહેવામાં આવ્યો અને જો એમ જ હોય તો બંધ પર્યાયમાં છે એ સિદ્ધ નહિ થાય, એ તો વસ્તુની દૃષ્ટિએ કહ્યું. પણ પર્યાયમાં એનો રાગદ્વેષ, મોહ નથી. તો તો રાગદ્વેષ મોહથી છુટવું એટલે કે સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રની પર્યાયથી તેનો નાશ કરવો એ ઉપાય રહેતો નથી. વ્યવહાર છે રાગદ્વેષ, મોહ, માટે છેદવાનો ઉપાય, મોક્ષનો માર્ગ એ પર્યાય છે. તો બંધની પર્યાય જો નથી, તો મોક્ષની પર્યાય પણ ત્યાં છે નહિ, એમ એને એવું થયું. મોક્ષમાર્ગની પર્યાય એ પણ વ્યવહાર છે. ત્રિકાળી જ્ઞાનવસ્તુ છે એ નિશ્ચય છે. બંધ ને મોક્ષ Page #94 -------------------------------------------------------------------------- ________________ ૮૧ ગાથા – ૪૬ એ જીવમાં કહેવા એ વ્યવહારનયનો વિષય છે. દૃષ્ટિ તો એ બંધમોક્ષના પર્યાયને સ્વીકારતી નથી. પર્યાય છે ને? બે ભેદ પડ્યા ને? સમજાણું કાંઈ? એમ નથી સ્વીકારતી છતાં જો બંધમોક્ષ જો પર્યાયમાં ન હોય તો બંધ નથી તો છેદવાનો ઉપાય પણ નથી, સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર જે પર્યાય છે, તેનાથી તે બંધનો નાશ થાય છે, તે પર્યાય સિદ્ધ નહિ થાય, બંધ સિદ્ધ નહિ થાય. ઝીણું તો છે આજનું એય, ગોદીકાજી! તમારા નામામાં આ આવે નહિ કાંઈ ન્યાં, તમારે શેઠના નામામાં ક્યાં હતું આ કાંઈ નામું? આહાહા! પ્રભુ તું કોણ છો કહે છે કે, હું છું તો ત્રિકાળી જ્ઞાયક ચૈતન્ય, પણ હવે તારી પર્યાયમાં કાંઈ છે કે નહીં? કે પર્યાયમાં રાગ જ નથી? રાગ છે એમ જાણવું જોઈએ, અને રાગને છેદવાનો ઉપાય જો રાગ નથી તો રાગને છેદવાનો ઉપાય પણ આવતો નથી. તો એણે જાણવું જોઈએ કે રાગ છે, એને મોક્ષના માર્ગની પર્યાયથી બંધની પર્યાયનો નાશ થાય છે, બેય વ્યવહાર છે. સમજાણું કાંઈ? ઘણાં પડખા, આમ યાદ રાખવા કેટલાં કહે છે. આહાહાહા ! રાગીઢષી, મોહી જીવ કર્મથી બંધાય છે, તેને છોડાવવો એમ મોક્ષના ઉપાયના ગ્રહણનો અભાવ થશે” મોક્ષનો ઉપાય કરવો એનો અભાવ થશે. મોક્ષનો ઉપાય કોને આશ્રયે થાય એ બીજી વાત છે. એ તો નિશ્ચય દ્રવ્યને આશ્રયે થાય પણ આ પર્યાયમાં મોક્ષનો ઉપાય થાય, જો બંધ નથી તો ઉપાય ક્યાંથી આવ્યો? બંધય વ્યવહારનય છે અને મોક્ષનો ઉપાય પણ વ્યવહારનય છે, અરે ! મોક્ષ પોતે વ્યવહાર છે. આ બે ભેદની અપેક્ષાએ હોં. બાકી તો સિદ્ધમાં વ્યવહાર નથી એમ આવે છે ને? પરમાર્થ વચનિકામાં “પરમાર્થ વચનિકા' છે ને? એમાં આવે છે. અહીં તો ચૌદમા ગુણસ્થાન સુધી અસિદ્ધપણું કહેવું પછી ત્યાં સિદ્ધમાં વ્યવહાર કહેવો નથી. પૂર્ણ દશા થઈ ગઈને “પરમાર્થ વચનિકામાં છે. આહાહાહા ! અહીંયા કહે છે. રાગીષી, મોહી પર તરફનું સાવધાનપણું જેટલું છે. એ કર્મથી બંધાય છે, તેને છોડાવવો એટલે કે મોક્ષના ઉપાયનો ગ્રહણનો અર્થ છોડાવવો, એ મોક્ષના ઉપાયના ગ્રહણનો અભાવ થશે. વ્યવહારનયનો વિષય છે. પર્યાયમાં રાગ છે એને છોડાવવાનો ઉપાય પણ છે. વ્યવહારનયનો વિષય છે. નય છે ને? નય છે તો એ તો વિષયી છે તો એનો વિષય હોય ને? નિશ્ચયનય છે એ વિષયી છે, તો એનો વિષય ત્રિકાળી જ્ઞાયક છે. સમજાણું કાંઈ ? એ પ્રશ્ન ચાલ્યો'તો અમારે ઘણાં વર્ષ પહેલાં ૮૩, ૮૩, ૮૩ અત્યારે કેટલા વર્ષ થયા, એકાવન. હુકમીચંદજીના જન્મ પહેલાં એકતાલીસ ચાલે છે એને, એના દસ વર્ષ પહેલાં, એવો પ્રશ્ન ચાલ્યો, કે મિથ્યાષ્ટિ હોય ત્યાં સુધી મૂર્તિની પૂજા હોય એવો પ્રશ્ન ચાલ્યો, સ્થાનકવાસી ખરાને ! પછી શેઠ હતા એક, સમ્યગ્દર્શન થયા પછી પૂજા ને મૂર્તિ એવું ન હોય પ્રતિમાને, ત્યારે મેં કહ્યું. સૂનો, સાંભળો કીધું એને તો ન બેસે, એ તો અભિમાની હતા. પણ બીજા માણસને કહીને એ દ્વારા વાત પહોંચાડી, કીધું જ્યારે સમ્યગ્દર્શન થાય છે ત્યારે એની સાથે ભાવશ્રુતજ્ઞાન થાય છે. ભાવશ્રુતજ્ઞાન થતાં તેના બે ભેદ પડે છે નિશ્ચય ને વ્યવહાર, તો ભાવશ્રુતજ્ઞાની જે છે તેને વ્યવહાર આવે, વ્યવહાર હોય વિકલ્પ, ત્યારે એને શેયના જે ભેદ છે નામ સ્થાપના ભેદ, આ જ્ઞાનનો ભેદ નય છે, અને શેયનો ભેદ સ્થાપના છે, એટલે ખરેખર તો શ્રુતજ્ઞાનીને જ વ્યવહારનયનો વિષય એ હોય છે. તદ્દન ઉડાવી દો તમે એમ ન ચાલે કીધું, એય નવરંગભાઈ ! Page #95 -------------------------------------------------------------------------- ________________ ૮૨ સમયસાર સિદ્ધિ ભાગ-૩ આમાં હતા ખરાને ( સંપ્રદાયમાં હતા ને ) એટલે એ જાણે કે કીધું ના એમ નહીં, આમાં આવી ગયા એટલે આ માનીએ એમ નથી. અહીં તો સત્ય હોય તે માનીએ. જ્ઞાનચંદજી ! સમ્યગ્દર્શન સ્વરૂપની દૃષ્ટિ થઈ ત્યારે તેની સાથે ભાવશ્રુતજ્ઞાન થયું. ભાવશ્રુતજ્ઞાન, ભાવશ્રુતજ્ઞાનના બે ભેદ, ભાવશ્રુતજ્ઞાન અવયવી છે પ્રમાણ છે, એનો અવયવ એ ભેદ છે. નિશ્ચય અને વ્યવહા૨ એનો અવયવ છે. તો એને વ્યવહારનય હોય. અજ્ઞાનીને વ્યવહારનય કેવી, અને એ વ્યવહારનયનો વિષય ભગવાનની મૂર્તિ આદિ એને હોય છે. નવરંગભાઈ ! છે વ્યવહાર, છે શુભરાગ એનો વિષય પણ એને નિશ્ચયવાળાને આ હોય છે. પૂર્ણ ન થાય ત્યાં સુધી આ હોય છે એને તમે ઉથાપી નાખો એમ ન હાલે, કીધું. અહીં એમ કહે છે, જો બંધ નથી જ તો પછી છૂટવાનો ઉપાય પણ નથી. માટે બંધ છે એમ એને જાણવો જોઈએ અને છૂટવાનો ઉપાય એનો છે એ પણ એણે જાણવું જોઈએ. એ વિશેષ કહેશે. ( શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ ) પ્રવચન નં. ૧૨૦ ગાથા - ૪૬ તા. ૨૮/૧૦/૭૮ શનિવાર આસો વદ-૧૩ ભાવાર્થઃ “૫૨માર્થનય તો જીવને, શરીર અને રાગદ્વેષ મોહથી ભિન્ન કહે છે.” ૫૨માર્થનય તો જીવને એમ લેવું. નિશ્ચયનય યથાર્થ દૃષ્ટિએ જીવને, શરીર ને રાગદ્વેષ મોહથી ભિન્ન કહે છે. “જો તેનો એકાંત કરવામાં આવે.” શરી૨ અને જીવને નિમિત્તનિમિત્ત સંબંધ છે એ ન માને તો એકાંત થઈ જાય છે. વ્યવહારનયનો વિષય શરીર અને જીવને એક માને એ વ્યવહારનયનો વિષય છે, જાણવા લાયક છે. શ૨ી૨ ને રાગદ્વેષ, મોહ પુદ્ગલ ઠરે, તો તો શ૨ી૨ અને રાગદ્વેષ મોહ પુદ્ગલ જડ ઠરે. શું કહ્યું એ ? શરીરમાં આત્મા છે અને આત્મા અને શ૨ી૨ તદ્ન ભિન્ન છે એમ કહે તો એ તો નિશ્ચયથી એ બરાબર છે. સમ્યગ્દર્શનનો વિષય, ધર્મની પહેલી શરૂઆતનો વિષય તો ભગવાન આત્મા, શ૨ી૨થી ભિન્ન રાગદ્વેષ મોહ દયા, દાન આદિ વિકલ્પથી પણ ભિન્ન અને જેનો વિષય તો પર્યાય પણ નથી. સમ્યગ્દર્શન ધર્મની પહેલી સીઢી, એનો વિષય તો સમ્યગ્દર્શનની પર્યાય પણ એ એનો વિષય નથી, ઝીણી વાત છે બાપુ. સમ્યગ્દર્શનનો વિષય, ધ્યેય તો અખંડ જ્ઞાયકભાવ પૂર્ણાનંદ પ્રભુ દ્રવ્ય સ્વભાવ જે પૂર્ણ છે, એ સમ્યક્ત્તો વિષય છે, એ નિશ્ચયનયનો એ વિષય છે. હવે જો એને એકાંત જ કરવામાં આવે કે એને શ૨ી૨ ને જીવને વ્યવહા૨ે પણ સંબંધ નથી, તો તો જ્ઞાન એનું વ્યવહા૨ે જૂઠું છે, ઝીણી વાત છે થોડી, શરી૨ અને આત્મા એક જ છે એમ માને, તો તો શ૨ી૨ને મારતા જીવ મરે એમાં કાંઈ પાપ લાગતું નથી, પણ એમ છે નહિ. શરી૨ અને જીવ વ્યવહા૨થી એક છે, એથી શ૨ી૨ને ચોળતા જીવ ભેગો આવે છે. માટે એને પાપના પરિણામ થાય છે, અને એને એકાંત જ માને કે શ૨ી૨થી પ્રભુ તદ્ન જુદો છે, એ નિશ્ચયથી બરાબર છે, પણ વ્યવહા૨થી શ૨ી૨ને અને જીવને નિમિત્તનિમિત્ત સંબંધ પણ ન હોય તો શરીરને ચોળતા પુદ્ગલને મારતા જેમ પાપ નથી, એમ શરીરને ચોળતા પણ જીવનું મરણ થાય તો એનું પાપ નથી એમ થાય. ઝીણી વાત છે ભાઈ, વીતરાગ માર્ગ સમજવો બહુ કઠણ છે ભાઈ ! આહાહાહા ! શરીર ને રાગદ્વેષ પુદ્ગલમય ઠરે, કેમ કહ્યાં છે તો એમ જ. ૫૨માર્થે તો શ૨ી૨ને જડ કહ્યું Page #96 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૪૬ ૮૩ અને અંદર દયા, દાન, વ્રત, ભક્તિ કામ ક્રોધ શુભાશુભ ભાવ થાય, એને પણ અજીવ અને જડ કહ્યાં છે ચૈતન્યની દૃષ્ટિએ, જેને સમ્યગ્દર્શનનો આશ્રય દ્રવ્ય છે, એ દ્રવ્યમાં તો પુણ્ય ને પાપના ભાવ પણ નથી. શરીર તો નથી પણ દયા, દાન, કામ, ક્રોધના વિકલ્પો પણ એમાં નથી. એમાં એ તો નથી પણ એક સમયની જે સમ્યગ્દર્શનની પર્યાય છે એ વસ્તુમાં નથી. આવું આકરું કામ છે પ્રભુ. આહાહાહા ! જૈન દર્શન સમજવું એ કોઈ અલૌકિક વાત છે. સમજાણું કાંઈ ? ભગવાન આત્મા શરીરથી તો ભિન્ન, શરીરને પુદ્ગલ કહ્યું જડ, અને શુભઅશુભ રાગ થાય છે જે દયા ને વાંચનના ને શ્રવણ ને મનનના એ રાગને પણ પુદ્ગલ કહ્યાં છે પરમાર્થ દૃષ્ટિએ તો, કેમ કે એ જીવનો કોઈ સ્વભાવ અનંત ગુણ છે ભગવાન આત્મામાં અનંતા અનંત ગુણો છે ભગવાન આત્મામાં, કેટલા અનંત કે જે અનંતનો છેડો નહિ કે આ અનંત ને હવે આ છેલ્લો અનંત અને એનો છેલ્લો ગુણ એટલા અનંતા અનંતા અનંતા અનંતા અનંતા અનંતને અનંતે ગુણો તો ય અનંતા રહે છે બાકી એટલા અનંતા આત્મામાં ગુણ છે, પણ એ માંયલો કોઈ ગુણ વિકૃત કે વિકાર કરે એવો ગુણ નથી. આહાહાહા ! તેથી જે વિકાર થાય છે એ પુદ્ગલ કર્મ જે ભાવક છે, તેનાં લક્ષે થયેલો વિકારી ભાવ, તેને પણ અહીંયા તો પુદ્ગલ કીધા છે. કેમકે એ રાગનો વિકલ્પ જે છે. આ શ્રવણ કરવું, વાંચવું, કહેવું એવો જે વિકલ્પ ઊઠે છે એ અચેતન છે, જડ છે. કેમ કે એમાં ચૈતન્ય સ્વભાવનો અંશ નથી. એ રાગ સ્વયં પોતે પોતાને જાણતો નથી તેમ રાગ સ્વયં ભગવાન જોડે છે એને જાણતો નથી, એ રાગ ચૈતન્ય વડે જણાય છે માટે તે રાગને પુદ્ગલ ને અચેતન ને જડ કહ્યો છે. પણ જો એને એકાંત જ માની લે કે રાગદ્વેષ, મોહ એ પુગલના છે અને જીવની પર્યાયમાં વ્યવહારથી નથી, તો એકાંત થાય છે, એકાંત મિથ્યાત્વ થાય છે. આહાહાહા ! ભગવાન જીવ સ્વભાવ જે શુદ્ધ ચૈતન્યઘન, એમાં ય રાગને માનવો તોય મિથ્યાત્વ થાય છે, (શ્રોતાઃ- ત્રણેયમાં માનવો એ મિથ્યાત્વ?) દ્રવ્યમાં માનવો એ, સ્વભાવમાં કીધુંને? સ્વભાવમાં. પણ પર્યાયમાં રાગ નથી એમ માનવું તે પણ એકાંત છે. પંડિતજી! આકરી વાતું છે. ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ પ્રભુ ચૈતન્ય સ્વભાવથી ભરેલો, ચૈતન્ય રત્નાકર છે એ, ચૈતન્ય રત્નાકર છે એ ચૈતન્યના રત્નોનો દરિયો છે પ્રભુ તો, એમાં રાગ માનવો એ મિથ્યાત્વ છે, પણ તેની પર્યાયમાં પણ રાગ ન માનવો એ પણ મિથ્યાત્વ એકાંત છે, આવી વાત છે પ્રભુ ! માર્ગ પ્રભુનો ઝીણો ભાઈ. એ જીવનું સ્વરૂપ જ એવું પ્રભુનું છે, અહીં કહે છે કે પરમાર્થે તો પ્રભુને, શરીર ને રાગ વૈષને પુદ્ગલ કહીને તેનાથી પ્રભુને ભિન્ન કહ્યો છે સમ્યગ્દર્શનનો વિષય, પણ એટલેથી કોઈ એમ જ માની લે કે એના દ્રવ્ય સ્વભાવમાં વસ્તુની દૃષ્ટિનો વિષય છે તેમાં રાગદ્વેષ ને શરીર નથી, પણ તેની પર્યાયમાં પણ રાગ ને દ્વેષ નથી તો તો બંધનો જ અભાવ થાય, અને બંધનો અભાવ થતાં તેને છોડવાનો મોક્ષનો ઉપાય પણ એ વ્યવહાર છે. શું કહ્યું છે? રાગદ્વેષ ને મોહ એની પર્યાયમાં ભાવબંધપણે જો ન હોય તો બંધનો અભાવ થાય છે. અને તેને છોડવાનો બંધ છે, તેને છોડવાનો ઉપાય, એ પણ મોક્ષનો ઉપાય છે, એ પણ પર્યાય છે, તે વ્યવહાર છે. મોક્ષનો Page #97 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ ભાગ-૩ ઉપાય કોને આશ્રયે થાય એ જુદી વસ્તુ છે. એ તો ત્રિકાળી ભગવાન પરમાનંદનો નાથ પ્રભુ શુદ્ધ ચૈતન્યઘન તેને અવલંબે મોક્ષનો માર્ગ થાય. પણ અહીંયા જે કહેવું છે એ કે મોક્ષનો માર્ગ જે છે એ તો પર્યાય છે. જો બંધ જ ન માનો, પર્યાયમાં બંધ ન માનો, વસ્તુમાં બંધ ને મુક્તિ બેય નથી. જે સમ્યગ્દર્શનનો વિષય જે ભગવાન પૂર્ણાનંદનો નાથ અનુભવમાં આવે, એવા દ્રવ્યમાં તો બંધ ને મોક્ષની પર્યાય પણ એમાં નથી. કેમકે બંધ ને મોક્ષ તો પર્યાય છે, ને ભગવાન તો બંધ ને મોક્ષની પર્યાયથી રહિત ત્રિકાળી જ્ઞાયક સ્વરૂપ છે. આત્મા. આહાહાહા! એનો વિષય કરીને જેણે સમ્યગ્દર્શન પ્રગટ કર્યું, એને પણ રાગદ્વેષના પરિણામ બંધના પર્યાયમાં છે, એમ એણે જાણવું જોઈએ. આદરવું કે નહિ એ પ્રશ્ન નથી અહીંયા. અને એ રાગદ્વેષના પરિણામને બંધ તરીકે અટકતી દશાને ન માને તો એને છોડવાનો જે ઉપાય છે, મોક્ષનો માર્ગ એ પણ સિદ્ધ થતો નથી. આરે આરે આવું અટપટું છે. (શ્રોતા:- બહુ સારું છે) અધિકાર જ એવો છે બાપુ, શું થાય? અરેરે લોકો સાધારણ જાણપણું કરીને માની બેસે કે આપણે સમજી ગયા. બાપા એ મારગડા કોઈ જુદા છે ભાઈ. અનંત અનંત કાળમાં જેણે વાસ્તવિક એક સેકંડ પણ વાસ્તવિક તત્ત્વ દ્રવ્ય અને પર્યાય બે શું છે એનું જ્ઞાન એણે યથાર્થ કર્યું જ નથી. આહાહાહા ! એકાંત એમ માને કે રાગ ને દ્વેષ જીવમાં છે, એ પણ મિથ્યાષ્ટિ છે. તેમ એકાંત એમ માને કે જીવમાં નથી વસ્તુમાં માટે પર્યાયમાં પણ નથી એમ(એ) પણ એકાંત મિથ્યાત્વ છે. હસુભાઈ ! આ ઝીણું છે. ત્યાં તમારા કરોડ રૂપિયામાં ધૂળમાં કાંઈ હાથ આવે એવું નથી. એય બધા કરોડપતિઓ કાલે આવ્યા'તા ને રતનલાલજી કલકત્તાના પાંચ-છ કરોડ, આજ સવારમાં ગયા. આય પાંચ-છ કરોડ રૂપીયા છે એની પાસે, કોક તો કહેતું'તું એકેક છોકરા પાસે એકેક કરોડ રૂપીયા છે. છ છોકરા છે ને પોપટભાઈના એને એકેક પાસે એકેક કરોડ અને આના બાપના જુદા કોક કહેતુ'તું. અહીંયા ક્યાં અમે ગણવા જઈએ છીએ. પણ એ ધૂળ ક્યાં આત્માની હતી બાપા? જેમાં રાગદ્વેષ થાય એ પણ જીવનો નથી અને પૈસા ને બાયડી ને છોકરા મારા મૂંઢ છે. મૂર્ખાઈ ભરેલી દૃષ્ટિ છે એની, ચીમનભાઈ ! મોટા કારખાના ને બધા મોટા, એ તો નથી રાગ દયાનો ને દાનનો અરે ગુણ ગુણી ભેદનો વિકલ્પ જે થાય, ગુણી એવો જે ભગવાન એના જે અનંતગુણ એવો ભેદનો વિકલ્પ ઊઠે, ઝીણી વાત છે પ્રભુ. એ વિકલ્પ પણ સ્વરૂપમાં નથી. એ પરમાર્થ દૃષ્ટિએ, પરમાર્થ દૃષ્ટિ સ્વીકાર કરવા એમ કહ્યું પણ તે દૃષ્ટિમાં એકાંત માની લ્ય, કે મારી પર્યાયમાં પણ રાગ નથી તો અટકેલો ભાવબંધ તો છે અને ભાવબંધ ન હોય તો એને છેદવાનો મોક્ષનો ઉપાય પણ નિરર્થક જાય છે. ખરેખર તો સમ્યગ્દર્શન શાન ચારિત્ર એ જે મોક્ષનો માર્ગ છે, એ પ્રગટે છે ત્રિકાળી દ્રવ્યને આશ્રયે, પણ પ્રગટેલી પર્યાય છે તે વ્યવહાર છે. જ્ઞાનચંદજી! જો તમે રાગને પર્યાયમાં નથી જ એમ માનો, તો પછી રાગ છેદવાનો મોક્ષનો ઉપાય પણ નથી. બંધ ને મોક્ષની પર્યાય દશા છે જ નહિ એમ થાય પર્યાયમાં. આવું ઝીણું હવે નવરાશ ક્યાં આમાં માણસને, આખો દિ' બાયડી છોકરા પાપ, એકલા પાપના ધંધા, ધર્મ તો નહિ પણ પુણેય નહિ ત્યાં તો. કહો હસુભાઈ મોટા પૈસાવાળાને વધારે ઉપાધિનો પાર ન મળે. આહાહાહા ! Page #98 -------------------------------------------------------------------------- ________________ ૮૫ ગાથા – ૪૬ હવે એને કહેવું કે પ્રભુ સાંભળ ભાઈ એ શરીર વાણી મન સ્ત્રી કુટુંબ પરિવાર એ તો પર દ્રવ્ય છે એ તો તારામાં નથી, તારા નથી ને તેમાં તું નથી. પણ અંદર રાગદ્વેષ થાય એ તારામાં નથી, તું એમાં નથી દ્રવ્ય-વસ્તુ દૃષ્ટિએ. સમજાણું કાંઈ ? પણ એટલું માનીને પણ જો પાછું પર્યાયમાં રાગ નથી અને શરીરને અને જીવને નિમિત્ત-નિમિત્ત સંબંધ પણ નથી તો જીવને ને શરીરને નિમિત્ત સંબંધ વ્યવહાર છે. એટલું જ ન માને તો શરીરને ચોળવાથી જેમ ભસ્મને ચોળવાથી પાપ નથી, એમ શરીર અને આત્મા અંદર ભેગો છે એ બેય એક માને, જુદા અંદર ન માને, પર્યાયમાં જુદો છે પણ શરીરને (પર્યાય) વ્યવહાર બેય (વચ્ચે) નિમિત્ત સંબંધ છે, એટલું ન માને તો એને મારતા નિઃશંકપણે મારતા એને પાપ નહિ લાગે. શું કહે છે આ કઠણ છે ભાઈ. (શ્રોતાઃ- કઠણ તો હતો પણ હવે આપે રહેવા દીધો નથી કઠણ) વસ્તુ તો આવી છે બાપા. આહાહાહા ! એ અહીં કહે છે તો તો પુદગલને ઘાતવાથી હિંસા થતી નથી, કારણ શરીર પુદગલ, રાગ વૈષના પરિણામ એ પુદ્ગલ, એમ તો નિશ્ચયથી તો એમ છે, પણ પર્યાયમાં એના નથી અને વ્યવહારનયનો વિષય જ નથી. નિશ્ચયનયનો વિષય જે પરમાત્મસ્વરૂપ ભગવાન એ પૂર્ણાનંદનો નાથ જે સમ્યગ્દર્શનનો વિષય, અને જેને આશ્રયે સમ્યગ્દર્શન થાય એટલો જ માને અને પર્યાયને ન માને અને શરીરને અને જીવને નિમિત્ત-નિમિત્ત સંબંધ ન માને, તો તો પુગલને ઘાતવાથી હિંસા થતી નથી અને રાગદ્વેષ મોહથી બંધ થતો નથી, આમ પરમાર્થથી જે સંસાર મોક્ષ બંનેનો અભાવ કહ્યો, શું કહ્યું એ ? ખરેખર જે રાગદ્વેષથી ભિન્ન કહ્યો છે પરમાર્થથી અને મોક્ષની પર્યાયથી પણ ભિન્ન છે ભગવાન અંદર, સિદ્ધની પર્યાય છે ને કેવળની પર્યાય, એ તો વર્તમાનમાં છે, પણ એ પર્યાયનો દ્રવ્યમાં અભાવ છે, એ રીતે જે કહ્યું છે પરમાર્થે તો એ સિદ્ધ થાય પછી ઓલો વ્યવહાર તો રહેશે જ નહિ એને. જો રાગદ્વેષ મોહ છે પર્યાયમાં એમ ન માનો અને શરીરને અને જીવને નિમિત્તનિમિત્ત સંબંધ છે એમ ન માનો તો પરમાર્થે જેમ બંધ મોક્ષ રહિત કીધો એ સિદ્ધ થશે. વ્યવહાર બંધ ને મોક્ષ પર્યાયમાં છે એ સિદ્ધ થતું નથી. આવો માર્ગ છે. સમજાણું કાંઈ? કાંઈ એટલે કઈ પદ્ધતિથી કહેવાય છે એમ, સમજાય જાય તો તો ઠીક, પણ કઈ પદ્ધતિથી કહેવાય છે, એય હસમુખભાઈ ! આ જુદી પદ્ધતિ છે, પ્રભુ ભગવાનનો માર્ગ સ્યાદ્વાદ છે. અપેક્ષિત કથન છે, ત્રિકાળમાં રાગ નથી. દયા, દાનનો વિકલ્પ પણ નથી, શરીર તો નથી, વર્તમાન પ્રગટ પર્યાય છે, વ્યક્તિ છે. તે પણ ત્રિકાળમાં તો નથી, એ તો ભિન્ન દ્રવ્ય આપ્યું અખંડાનંદ પ્રભુ છે અને એ જ સમ્યગ્દર્શનનો વિષય છે, પણ એનું એકાંત કરવા જાય, શરીરને અને જીવને નિમિત્તનિમિત્ત સંબંધ છે, એ ન માને, તો તો જેમ શરીરને મારવાથી પુદ્ગલને મારવાથી કાંઈ આત્માને પાપ ન લાગે. આહાહાહા ! અને રાગ દ્વેષમોહ છે, એ બંધ સિદ્ધ ન થાય પર્યાયમાં, તો એને મોક્ષમાર્ગનો પર્યાય પણ સિદ્ધ થતો નથી અને છેદનારો આવું છે. આમાં કોઈ વિદ્વતાની જરૂર નથી, આમાં વાસ્તવિક તત્ત્વ શું છે, દૃષ્ટિનો વિષય શું છે, અને વ્યવહારનયનો વિષય શું છે. બેને અહીંયા બરોબર જાણવું જોઈએ. સમજાણું કાંઈ? ગાથા એવી જ આવી ગઈ, કાલેય એવી આવી હતી. આહાહાહા ! Page #99 -------------------------------------------------------------------------- ________________ ८६ સમયસાર સિદ્ધિ ભાગ-૩ આમ પરમાર્થથી જે સંસાર મોક્ષ બંનેનો અભાવ કહ્યો” શું કીધું ઈ, નિશ્ચયથી પરમાર્થથી તો બંધ-મોક્ષનો અભાવ જ જીવમાં છે. દ્રવ્ય સ્વભાવની દૃષ્ટિએ તો ભાવબંધ ને ભાવમોક્ષ એનાથી તો રહિત જ ભગવાન છે. પરમાર્થથી સંસાર મોક્ષ બંનેનો અભાવ કહ્યો છે. તે જ એકાંતે ઠરશે, એકાંત ઠરશે પછી પર્યાયમાં રાગદ્વેષ છે અને શરીરનો નિમિત્ત-નિમિત્ત સંબંધ છે. એ વાત નહિ રહે એને. આહાહાહા! - આ ત્રણેય બેઠા મોટા અમારે અત્યારે, ધર્મની પ્રભાવનામાં મોટા હથીયાર છે આ, આ હુકમચંદજી ૧૫-૧૫ હજાર છોકરાઓની પરીક્ષા લે છે. તેતાલીસ વર્ષની ઉંમર લખી છે ઓલામાં. તેંતાલીસ છે? એમ ! ઓલામાં ૪૩ લખ્યું છે હું ૪૧ સમજતો, ૪૩ વર્ષ છે. ક્ષયોપશમ બહુ ઘણો. (શ્રોતા – બધાય એમ કહે છે આપનો પ્રભાવ અને પ્રતાપ છે) એ તો ઠીક છે. (શ્રોતા - એ તો નિમિત્તનું કથન છે, ઉપાદાન એનું) શું કીધું આ? કે પરમાર્થથી, નિશ્ચયથી તો જીવને ભાવબંધ ને ભાવમોક્ષ છે નહિ. ભાવમોક્ષ પણ પર્યાય છે, ભાવબંધ પણ વિકારી પર્યાય છે. તો વસ્તુની દૃષ્ટિએ જોતાં વસ્તુમાં તો એ ભાવબંધ અને ભાવમોક્ષ બેય નથી. એ કહ્યું. પરમાર્થથી જુઓ તો, સંસાર મોક્ષ બંનેનો અભાવ કહ્યો છે, તે જ એકાંતે ઠરશે રાગનો બંધ છે અને તેને છૂટવાનો (ઉપાય) મોક્ષનો માર્ગ પર્યાય છે એ સિદ્ધ નહિ ઠરે, પરંતુ આવું એકાંત વસ્તુનું સ્વરૂપ નથી. વ્યવહારનયનો વિષય છે, પણ એથી વ્યવહારનય સાધન છે અને નિશ્ચય સાધ્ય છે એમ નથી. ઈ શું કહ્યું વળી ? વ્યવહારનયનો વિષય છે. ભાવબંધ અને મોક્ષની પર્યાય ભાવ બેય પર્યાયો છે ને? વિષય વ્યવહારનો છે, પણ વ્યવહાર સાધન છે ને નિશ્ચય સાધ્ય છે એમ નથી, આમાં તો નથી ને પુસ્તક? એમાં તો એવું લખ્યું છે માળે આ નવું આવ્યું છે ને સમયસાર સાધકને તો વ્યવહાર જ હોય સિદ્ધને નિશ્ચય હોય એમ (એની) ખોટી વાત છે તન. (શ્રોતા – સિદ્ધને કાંઈ વ્યવહાર હોય?) અરે એ તો સિદ્ધ પર્યાય છે, એ સમ્યજ્ઞાન શ્રુતજ્ઞાનની અપેક્ષાએ તો સિદ્ધ ને સંસાર બેય વ્યવહારનયનો વિષય છે એને (સિદ્ધને) નથી, પણ જે સાધક જીવ છે જેને શ્રુતજ્ઞાન પ્રગટયું છે, દ્રવ્ય ત્રિકાળી શાયકને આશ્રયે, જ્ઞાયક સ્વભાવ ભગવાન જે પૂર્ણાનંદનો નાથ એને આશ્રયે જે સમ્યગ્દર્શન થયું છે. એની હારે જે ભાવશ્રુતજ્ઞાન થયું છે, એ ભાવશ્રુતજ્ઞાનના બે ભેદ છે અવયવ, ભાવશ્રુતજ્ઞાન છે એ પ્રમાણ છે. હવે નય છે તે પ્રમાણનો અંશ અવયવ છે. હવે એ પ્રમાણના અંશ બે, નિશ્ચય અને વ્યવહાર તો એ શ્રુતજ્ઞાનમાં નિશ્ચય જે છે એ તો ત્રિકાળને સ્વીકારે છે. પણ શ્રુતજ્ઞાનમાં વ્યવહારનય જે છે એ બંધને મોક્ષ બેયને સ્વીકારે છે. એથી એમ નથી કે વ્યવહાર સાધન છે ને નિશ્ચય સાધ્ય છે એમ નથી. અહીં વ્યવહાર જાણવા લાયક છે એવી બે પર્યાયો છે. આવું છે જરીક ફરે તો બધુંય ફરી જાય એવું છે. આહાહા! સમજાણું કાંઈ? હવે વાણીયાને નવરાશ ન મળે. ઓલા બિચારાએ લખ્યું છે ને? ઐતિહાસિક જાપાનનો મોટો છે, મોટો ઐતિહાસિક મોટી ઉંમરનો છે અને એક છોકરો નાનો છે. એ છોકરાને એ બેયને ઈતિહાસનો રસ, ખૂબ જોયા પુસ્તકો હજારો લાખો, પછી એણે લખ્યું છે કે જૈન ધર્મ “અનુભૂતિ” છે. જૈન ધર્મ તે અનુભૂતિ, આત્માના આનંદનો અનુભવ થવો તે જૈન ધર્મ છે. પર્યાય છે ને Page #100 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૪૬ ८७ જૈનધર્મ, કોને આશ્રયે થાય એ વળી જુદી વસ્તુ. જૈન ધર્મ એ અનુભૂતિ એટલે ત્રિકાળી આનંદનો નાથ ભગવાન એનો પર્યાયમાં અનુભવ થવો એ જૈનધર્મ પણ એણે લખ્યું છે. દાકતર! ઉદાણી! મોટા દાકતર છે રાજકોટના, મુંબઈમાં મોટા પહેલા નંબરના દાકતર આ દાંતના છે. એણે એમ કહ્યું કે પણ આ ધર્મ આવો ધર્મ વાણીયાને મળ્યો. એમ લખ્યું છે એણે, અને વાણીયા વેપાર આડેથી નવરા થાતા નથી માળા. એય ચીમનભાઈ ! એણે લખ્યું છે છાપામાં, આવો અનુભૂતિ માર્ગ જે જૈનદર્શન પણ વાણીઆને મળ્યો ને વાણીયા વેપારમાં રોકાઈ ગયા આનો નિર્ણય કરવાની ફુરસદ ન મળે. થોડું ઘણું વાંચીને કરે તો ય એ કાંઈ વસ્તુ નથી. આહાહાહા ! શાસ્ત્રનું જ્ઞાન થયું શાસ્ત્રથી કે આ આવું છે ને તેવું છે એ શાસ્ત્રજ્ઞાન એ કાંઈ જ્ઞાન નથી એ તો અજ્ઞાન છે. (શ્રોતા – આપની હાજરીમાં તો વેપાર થાય નહીં અને આપ અમારી દુકાને કાંઈ આવો નહીં હવે અમારે કરવું શું?) વકીલાત કરીને સ્પષ્ટીકરણ કરાવે છે. પ્રભુનો માર્ગ છે શૂરાનો એ કાયરના કામ નહીં ત્યાં, અન્યમતિમાં પણ કહે છે ને “હરિનો રે મારગ છે શૂરાનો એ કાયરના નહીં કામ જો ને” હરિ એટલે આત્મા. રાગ, દ્વેષ ને અજ્ઞાનને હરે એવો પ્રભુ હરિ એનો મારગ છે શૂરાનો એ કાયરના નપુંસકના કામ નથી ત્યાં. જે કાંઈ પુણ્ય પાપને રચે છે, એ નપુંસક, પાવૈયા, હીજડા છે. પરને તો કરી શકતો નથી, અરે પ્રભુ સાંભળ તો ખરો એક વાર (શ્રોતા:- પાડોશીનો મઠ યાદ આવે છે.) ભાઈને ત્યાં પાવૈયાનું હતું ને? ગોંડલમાં પાવૈયાની શેરી હતી, ત્યાં રહેતા'તા, હીજડાની શેરી હતી. અમારે એ વખતે અમારે ત્યાં પાલેજમાં હતું પાલેજમાં પાવૈયાનો મઠ હતો ને પહેલાં પાવૈયા બહુ હતા. અમારે દુકાન હતી ત્યાં પાવૈયા આવતા ઓલું લેવા, ભિક્ષા લેવા. બધું જોયેલું પાંચ વર્ષ દુકાન ચલાવી હતી ને સત્તર વર્ષથી બાવીશ, બધુંય જોયું એકે એક વાત. હીજડા માળા આવે, જો વાર લગાડે તો માળા લૂગડું ઊંચું કરે. અરરર! આપી દો આપી દો, પાવૈયા માગવા શું કહેવાય આ દરરોજ આવે ને ભિક્ષા માગવા. આહાહાહા ! આંહી તો પ્રભુ એમ કહે છે કે આત્માનું વીર્ય એને કહીએ, કે જે અંદર શાંતિ ને આનંદની રચના કરે તેને વીર્ય કહીએ, પરની રચના કરી શકું છું એમ માને એ તો નપુંશક પાવૈયો હીજડો છે, અમે આ કરીએ છીએ વ્યવસ્થા–વેપારની ને ધંધાની પણ અંદરમાં થતા પુણ્ય-પાપના ભાવને રચે એને ભગવાન કહે છે કે એ નપુંસક છે. કેમકે નપુંસકને જેમ પ્રજા ન હોય, એમ શુભઅશુભ ભાવની રચના કરનારને ધર્મની પ્રજા ન હોય, આવી વાતું છે આ વીતરાગ માર્ગમાં. બાપુ! વીતરાગ માર્ગ કોઈ જુદી ચીજ છે. આહાહાહા ! આહીં એ કહે છે કે વસ્તુ સ્થિતિએ તો સ્વરૂપની રચના કરે તે વીર્ય, પણ તેની પર્યાયમાં રાગની રચના હીણી દશાથી થાય એ ન માને તો એને એકાંત કહેવામાં આવે છે. જાણવા માટે હોં, આદરવાનો અહીં પ્રશ્ન નથી. આહાહાહા ! આ વાંધા છે ને? બારમી ગાથામાં એમ કહ્યું ને કે વ્યવહારનય જાણેલો પ્રયોજનવાન છે. સંસ્કૃત ટીકામાં તદાવે છે “તદાત્વે' સંસ્કૃત શબ્દ પડયો છે. “તદાત્વે એટલે તે તે કાળે ભગવાન આનંદનો નાથ પ્રભુ પૂર્ણાનંદનો જેને અંતર સ્વીકાર દૃષ્ટિની થઈ છે અને સમ્યગ્દર્શન Page #101 -------------------------------------------------------------------------- ________________ ८८ સમયસાર સિદ્ધિ ભાગ-૩ થયું છે, એવા જીવને નિશ્ચયનો વિષય તો તેનો અખંડ અભેદ આત્મા છે, પણ પર્યાયમાં હજી શુદ્ધતા થોડી છે અશુદ્ધતા છે, સમકિતીને, જ્ઞાનીને તેને તે જાણવું એ પ્રયોજનવાન છે, છે એમ જાણવું. તદાત્વે એટલે તે તે સમયે તે-તે પ્રકા૨ની શુદ્ધતાનો અંશ અને અશુદ્ધતાનો અંશ સમયે સમયે ભિન્ન ભિન્ન છે તેથી તે તે કાળે તે જાણવું પ્રયોજનવાન છે. ‘તદાત્વે’ શબ્દ છે ને સંસ્કૃત્તમાં આ તો એકેક અક્ષરની વાતું છે આ તો બધી. આહાહાહા ! એ જાણેલો પ્રયોજનવાન છે પણ આદરેલો પ્રયોજનવાન છે એમ નહીં.એમ અહીંયા પર્યાયમાં રાગ છે તેમ જાણવું જોઈએ અને તે એમને છેદવાનો ઉપાય મોક્ષની પર્યાય છે. મોક્ષનો માર્ગ એમ જાણવું જોઈએ, જાણવું જોઈએ. એ જાણવાનો નિષેધ કરે અને એકાંત કરે કે મારે ભાવબંધેય નથી અને મોક્ષનો ઉપાય નથી, કા૨ણ ભાવબંધ નથી એટલે મોક્ષનો ઉપાય નથી. મિથ્યાત્વ છે એકાંતે મિથ્યાત્વ છે. (શ્રોતાઃ- વ્યવહા૨ને ન માને એય મિથ્યાત્વ ) વ્યવહારને પર્યાયને ન માને તો એકાંત થઈ ગયો ને ? તો અજ્ઞાની છે અને વ્યવહારને આદરણીય માને તોય મિથ્યાત્વી છે. વ્યવહારનયનો વિષય છે અને તે જાણવા લાયક છે એમ ન માને તોય મિથ્યાત્વ છે. મારગ બાપા બહુ પરિચય કરે તો સમજાય એવું છે. આ એવી ચીજ છે. એ અહીં કહ્યું કે ૫૨માર્ચે જે સંસાર મોક્ષનો અભાવ કહ્યો છે અને એમ છે ૫૨માર્થે, તે જ એકાંતે ઠરશે. ભાવબંધ અને ભાવમોક્ષની પર્યાય છે એ વાત સિદ્ધ નહિ થાય. પર્યાયનયમાં ભાવબંધ ને ભાવમોક્ષ એ વ્યવહારનયનો વિષય છે, એ જાણવું નહિ સિદ્ધ થાય. હવે આમાં બાઈયુ-બાઈયુ બિચારી ક્યાં નવરાશ આખો દિ' રોટલા કરવા રોટલીયું ક૨વીને છોકરાને સાચવવા. એવી વાતું એમ કે બહેનોને રોટલી સિવાય વખત મળે અને આ ધંધાવાળાને વખત નથી મળતો. અરે બહેનુંને તો ભાગ્યવાન મળ્યા છે ને બહેન ભગવતીસ્વરૂપ, ધર્મરત્ન જગતમાં સ્ત્રીઓમાં પાક્યું છે. એ સ્ત્રીઓનાં ભાગ્ય છે. આહાહાહા ! અહીં કહે છે પરંતુ આવું એકાંતરૂપ વસ્તુનું સ્વરૂપ નથી. એટલે શું કહ્યું ? કે ૫૨માર્થે રાગ અને શરીરથી ભગવાનને ભિન્ન જણાવ્યો એવું એક જ માને અને પર્યાયમાં રાગ અને શ૨ી૨નો સંબંધ છે. એવું ન માને તો તો એકાંતરૂપ વસ્તુનું સ્વરૂપ નથી, એ વસ્તુનું સ્વરૂપ એકાંત એવું નથી. અવસ્તુનું શ્રદ્ધાન !ત્રિકાળી ૫૨માર્થને માને અને વ્યવહા૨નો વિષય વર્તમાન પર્યાયમાં રાગ એને છૂટવું છે એ ન માને, તો અવસ્તુનું શ્રદ્ધાન એ તો અવસ્તુ થઈ. વસ્તુ તો ત્રિકાળી જ્ઞાયકને જાણે સમ્યક્ અને વર્તમાન ભાવબંધ અને ભાવમોક્ષને જાણે, એ વસ્તુનું સ્વરૂપ. એકાંત એ વસ્તુનું સ્વરૂપ નથી. અવસ્તુનું શ્રદ્ધાન, પર્યાયમાં રાગનો સંબંધ છે અને અભાવ થાય છે, એવી પર્યાયોને ન માને તો તે અવસ્તુ થઈ. આહાહાહા ! અવસ્તુનું શ્રદ્ધાન ! બાબુભાઈ ! બહુ સરસ ગાથા છે. નવરંગભાઈ ! આવું છે. અવસ્તુ એટલે ત્રિકાળી જ્ઞાયક સ્વરૂપમાં રાગદ્વેષ નથી, શરીર નથી એ એક પડખું અને પર્યાયમાં રાગાદિ ને શ૨ી૨ છે એ બીજું પડખું એમ થઈને વસ્તુ છે આખી પ્રમાણનો વિષય, નિશ્ચયનયનો વિષય તો ત્રિકાળી જ્ઞાયકભાવ ૨ાગ ને શરીર રહિતનો એ વસ્તુ, પણ એ નિશ્ચયનયનો વિષય થયો, હવે વ્યવહારનયનો વિષય રાગ છે. શરીરનો સંબંધ નિમિત્તનિમિત્ત સંબંધ છે, એ વ્યવહા૨નો વિષય બેનો વિષય થઈને પ્રમાણજ્ઞાન થયું, ઓલો નિશ્ચય ને આ વ્યવહાર. Page #102 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૪૬ ૮૯ તો પ્રમાણ જ્ઞાનની વસ્તુ છે દ્રવ્ય ને પર્યાય, એ રીતે જો ન માને તો એ અવસ્તુને માને છે, હવે આમાં નવરાશ ક્યાં વેપારીને બિચારાને, કલાક બે કલાક મળે બાકી તો બાયડી છોકરા સાચવવા ને ધંધો એકલો પાપ, ધર્મ તો નથી પણ પુણ્યય ત્યાં તો નથી. (શ્રોતા- પાપ કરીને પૈસો મળે એવું હોય ) પૈસો ધૂળ મળે. પૈસો તો પુણ્ય હોય તો મળે પાપ તો લાખ કરેને? એ તો પૂર્વના પુણ્ય હોય તો પૈસો મળે, મળે એટલે શું? એને મળે છે? એને દેખાય એટલે મને મળ્યા એવી મમતા એને મળે છે. આકરી વાતું છે પ્રભુ, મારગડા જુદા બાપા. એ જૈન દર્શન અલૌકિક કોઈ વસ્તુ છે. અહીં કહ્યું કે અવસ્તુનું શ્રદ્ધાન એટલે કે વસ્તુ ત્રિકાળી શુદ્ધ છે અને પર્યાયમાં અશુદ્ધતા અને મોક્ષનો માર્ગ છે, એ રીતે વસ્તુ છે. હવે એ રીતે વસ્તુને ન માનતા, અવસ્તુનું શ્રદ્ધાન, અવસ્તુનું જ્ઞાન, અવસ્તુનું આચરણ અવસ્તુરૂપ જ છે. મિથ્યાત્વરૂપ અજ્ઞાનરૂપ છે, આવું ઝીણું છે. એની એકેક ગાથા ગજબ છે. કેવળજ્ઞાનીના કેડાયતો સંતોએ જગતને જાહેર કર્યું છે. દિગંબર સંત, એ વિના બીજે ક્યાંય આ વાત નથી. અન્યમતમાં તો નથી પણ શ્વેતાંબર અને સ્થાનકવાસીમાં આ વાત નથી. એય, હવે તો ૪૪ વર્ષ થયા હવે એનું બાહ્ય, હેં? અહીં ૪૪ થયા ૪૫ વર્ષે આવ્યા'તા. શરીરને હોં! ને ૪૪ વર્ષ થયા. ૮૯ વર્ષ થયા એકકોર ૪૫ ને એકકોર ૪૪ હવે બહાર તો પાડવું જોઈએ ને કે ભાઈ આ છે. સ્થાનકવાસી અને શ્વેતાંબરને, તો મોક્ષમાર્ગ પ્રકાશકમાં જૈન જ નથી એમ કહ્યું છે. અજૈન છે, અન્યમતિઓ છે. કેમકે જૈનની પદ્ધતિની રીત જ એનામાં નથી, એય વિમલચંદજી!નિશ્ચય વ્યવહારની વાત જ ક્યાં છે ત્યાં, આ તો દયા પાળો ને વ્રત કરો, ભક્તિ કરો ને પૂજા કરો, સામાયિક કરો, પોષા કરો ને પડિકમણાં કરો, શેના સામાયિક તારે ? મિથ્યાદેષ્ટિને સામાયિક કેવી ને પોષા કેવા ? એય ! ઘણાં તો સ્થાનકવાસી આવ્યા છે ને ઓલું સ્થાનકવાસીમાં હતું ને એટલે સ્થાનકવાસી આવ્યા છે. (શ્રોતા:- સ્થાનકવાસીમાં લાયક વધારે જીવો હતા) વાત તો સાચી છે, વાત તો સાચી છે ભાઈની. આવો માર્ગ બાપા! જયચંદ પંડિત પોતે આવો ખુલાસો કરે છે ટીકાનો- હું ! કે અવસ્તુ એટલે શું? કે ત્રિકાળી જ્ઞાયક સ્વરૂપ જે છે તેમાં રાગદ્વેષ નથી તેમાં બંધ, ભાવબંધ આદિ નથી. મોક્ષેય નથી એ વસ્તુ છે, નયનો એક વિષય. બીજી નયનો વિષય પર્યાયમાં રાગ છે, બંધ છે, શરીરને ને જીવને નિમિત્ત-નિમિત્ત સંબંધ છે એ વ્યવહારનયનો વિષય, બે થઈને આખી વસ્તુનો વિષય થયો. આ રીતે જે વસ્તુને ન માને તે અવસ્તુને માને છે. હેં? વસ્તુ નથી એવી રીતે એણે માની છે. આહાહાહા! શાંતિભાઈ ! આવી વાત છે. આ દૂધ, દહીંમાં રખાય એવું નથી આમાં. આમાંય થોડો ભાગ લ્યો અને આમાંય થોડો ભાગ લ્યો. માળે ખુલાસો કેવો કર્યો છે. જુઓને, જયચંદ પંડિત છે ગૃહસ્થ, સાદી ભાષામાં ચાલતી ભાષામાં એ વિના સમજાય નહિ એવું છે. વાત તો સાચી છે. આહાહાહા ! દ્રવ્ય તરીકે ત્રિકાળી એકરૂપ શુદ્ધ છે અને પર્યાય તરીકે પર્યાય છે, રાગ અને રાગના અભાવરૂપ પર્યાય છે. બે થઈને પ્રમાણનો વિષય આખી ચીજ છે. નિશ્ચયનયનું દ્રવ્ય એ ધ્રુવ છે, નિશ્ચયનયનું દ્રવ્ય એ ધ્રુવ છે, અને પ્રમાણનું દ્રવ્ય ધ્રુવ અને પર્યાય બે થઈને દ્રવ્ય કહેવાય એ પ્રમાણનું દ્રવ્ય છે. માળે પંડિતજી! (શ્રોતાઃ- દ્રવ્યય બે પ્રકારના) ધ્રુવ જે છે ભગવાન નિત્યાનંદ Page #103 -------------------------------------------------------------------------- ________________ ૯૦ સમયસાર સિદ્ધિ ભાગ-૩ પ્રભુ એ નિશ્ચયનયનું દ્રવ્ય કહેવાય છે, છે તો એક અંશ, પણ નય છે તે અંશને જ બતાવે છે. નય પ્રમાણની આખી ચીજને બતાવતી નથી. અરે આ એ શું હશે? નિશ્ચયનય છે, નય છે તે અંશને બતાવે છે તો જે ત્રિકાળી દ્રવ્ય છે જ્ઞાયક ધ્રુવ છે તો એક અંશ પ્રમાણ માંયલો એક અંશ છે. પર્યાય સિવાયનો એક અંશ છે, પણ તેને નિશ્ચયનયનું દ્રવ્ય કીધું છે. અને પ્રમાણનયનો વિષય પર્યાય છે, બંધ આદિ છે એ એનો વિષય છે. એનો વિષય થઈને પ્રમાણનો વિષય છે. પણ પ્રમાણ ઓલું નિશ્ચય રાખીને આ રાખ્યું છે મગજમાં. નહીંતર પ્રમાણ નહિ થાય, શું કીધું છે ? પ્રમાણ, પ્રમાણજ્ઞાને એને લક્ષમાં લીધા, પણ પ્રમાણે ઓલું નિશ્ચય છે, અભેદ છે તેને તો રાખ્યું છે લક્ષમાં, અને એ ઉપરાંત પર્યાયને ભેળવી છે માટે તેને પ્રમાણજ્ઞાન કહેવામાં આવે છે. પ્રમાણશાન કરતાં જે અભેદ છે તેનો નિષેધ થઈ ગયો એમાં, એમ નથી. આજે અરે આવી વાતું હવે, હેં ? (શ્રોતા – બહુ સરસ) આ નય ને આ પ્રમાણ ને શું છે આ તે કાંઈ? આહાહાહા ! અહીં એ કહે છે. વસ્તુ જે છે આત્મા એ દ્રવ્ય સ્વરૂપ ધ્રુવ પણ છે અને પર્યાયસ્વરૂપ અધ્રુવ પણ છે, હવે જે ત્રિકાળી ધ્રુવ છે એનો નિર્ણય અધ્રુવ કરે છે. સમ્યગ્દર્શન આદિ અનિત્ય છે એ નિત્યનો નિર્ણય કરે છે. પણ નિત્યનો નિર્ણય કરવા છતાં એ પર્યાય પર્યાયરૂપે છે એમ જે ન જાણે તો વસ્તુનું સ્વરૂપ ત્રિકાળી અને વર્તમાન બેને એણે જાયું નહિ. આ તો ઝીણો અભ્યાસ કરે તો સમજાય એવું છે. ઉપર ટપકે નથી કે બે ચાર દિ' આવે ને. જાવ હાલો, ભાગો. (શ્રોતા – ઘડીકમાં કહો કે અંતર્મુહૂતમાં થાય ઘડીકમાં કહો કે પુરૂષાર્થ એક સમયમાં થાય) ઉગ્ર પુરૂષાર્થ એક સમયમાં જ થાય છે. પણ અહીં તો અત્યારે તો શિથિલતા અને વિપરીતતાના શલ્યો ઘણાં ગરી ગયા છે ને? એ ઘણાં કાઢવા માટે એને ઘણો અભ્યાસ જોઈએ. એમ થોડું ઘણું સમજી લીધુંને જાણે આવડી જાય એમ નથી. વેદાંત છે તે એકલા નિશ્ચયને માને છે. બૌદ્ધ છે તે એકલી પર્યાયને માને છે. જૈનદર્શન છે તે બેયને માને છે, દ્રવ્ય ને પર્યાય બેય થઈને વસ્તુ છે. એમાં જૈનદર્શનમાં પણ નિશ્ચય સમ્યગ્દર્શનનો વિષય તો ધ્રુવ ને અભેદ અખંડાનંદ પ્રભુ છે. એના અવલંબે સમ્યગ્દર્શન થાય, બાકી પર્યાયને લક્ષે ન થાય, નિમિત્તને લક્ષે ન થાય, રાગને લક્ષ ન થાય. પર્યાયને લક્ષે સમ્યગ્દર્શન ન થાય. આ તો હજી ધર્મની પહેલી સીઢી. એથી તે નિશ્ચયનયનો વિષય ધ્રુવ તેને દ્રવ્ય એટલે કે નયનું દ્રવ્ય, હવે જો આખી ચીજ લઈએ દ્રવ્ય પ્રમાણનો વિષય તો પર્યાય ભેગી ભળે ત્યારે તે પ્રમાણનું દ્રવ્ય થાય, એવી જે વસ્તુ એ રીતે જે વસ્તુ છે, એ રીતે ન માને એ અવસ્તુને માને છે. કીધું ને? અવસ્તુનું શ્રદ્ધાન, અવસ્તુનું એટલે આ દ્રવ્ય અને પર્યાય બે રૂપે વસ્તુ છે, એ રીતે ન માને તો અવસ્તુ થઈ. આહાહાહા ! કહો સમજાય છે કાંઈ? અવસ્તુનું શ્રદ્ધાન ને આચરણ અવસ્તુરૂપ જ છે, એ તો મિથ્યાત્વરૂપ જ છે. ભાવાર્થ પણ કેટલો સરસ ભર્યો છે. પંડિતેય પણ પહેલાંના પંડિત ! માટે વ્યવહારનો ઉપદેશ-વ્યવહારનો ઉપદેશ ન્યાયપ્રાપ્ત છે. ઉપદેશ ન્યાયપ્રાપ્ત છે. પર્યાય છે, બંધ છે, મોક્ષનો માર્ગ છે, એવો વ્યવહારનો ઉપદેશ ન્યાયપ્રાપ્ત છે. આદરણીય છે એ અહીં પ્રશ્ન નથી. વ્યવહારનયનો જે વિષય છે, ભેદ ને પર્યાય તેને જણાવવી તે ન્યાયપ્રાપ્ત છે એમ કહે છે. સમજાણું કાંઈ ? સોગાની તો એવું કહે છે એના “દ્રવ્યદૃષ્ટિ પ્રકાશ” માં અમે તો દ્રવ્ય છીએ ધ્રુવ, પર્યાય અમારું ધ્યાન કરે તો કરે Page #104 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૪૬ ૯૧ અમારે કયા. હૈ? છે? “દ્રવ્યદૃષ્ટિ પ્રકાશ” સોગાની ! પર્યાય અમારા ધ્યાન કરે તો કરે એમ કરીને પર્યાયની અસ્તિ તો રાખી, હમ કિસકા ધ્યાન કરે, હમ તો ધ્રુવ હેં ને? હુમારા ધ્યાન પર્યાય કરે તો કરો એથી ધ્યાન પર્યાય કરે તો પર્યાયમાં હમ આ જાતા હૈ, ઐસા નહિ. છે ને ભાઈ “દ્રવ્ય દૃષ્ટિ પ્રકાશ” નથી અહીંયા? નથી, પુસ્તક હોત તો કાઢીને બતાવત. આહાહાહા! માટે વ્યવહારનયનો ઉપદેશ ન્યાય પ્રાપ્ત છે, આ રીતે આ રીતે એટલે જે રીત કીધી, તે આ રીતે, સ્યાદ્વાદથી પરમાર્થથી તે રાગદ્વેષ અને શરીર વિનાનો છે, પર્યાયનયથી વ્યવહારનયથી તે રાગદ્વેષ અને શરીર સહિત છે. એવો સ્યાદ્વાદ છે. અપેક્ષાથી તેનું કથન છે. એકાંત કથન ભગવાનનું નથી. સમજાણું કાંઈ ? સ્યાદ્વાદથી બંને નયોનો વિરોધ મટાડી શ્રદ્ધાન કરવું. બંને નયોનો વિરોધ મટાડી, નિશ્ચય કહે કે રાગદ્વેષ અને બંધ આદિ છે જ નહિ, પર્યાય કહે કે મારામાં રાગદ્વેષ અને મોક્ષનો ઉપાય છે, એવો બંનેનો વિરોધ છે, એને મટાડી દેવો છે. નિશ્ચયથી આ બરાબર છે, પર્યાયથી આ બરાબર છે, ઓલામાં આવ્યું છે ને કળશટીકામાં, નહીં? “ઉભયનય વિરોધ ધ્વસિની જિન વર્ચસી રમત” એ આવ્યું છે કળશમાં છે, ત્યાં એવો અર્થ કર્યો આ લોકોએ અત્યારના, જિન વચંસિ રમંતે એટલે ? જિન વચનમાં બે નય કીધાને ? માટે બે નયમાં રમવું, એવો અર્થ અત્યારે કરે છે ઈ. સમયસારનો ચોથો શ્લોક છે. અહીંયા તો જિનવચનમાં રમતેનો અર્થ એ કે જિનવચને એ કહ્યું છે કે ભગવાન પૂર્ણાનંદનો નાથ તે પૂજ્ય શુદ્ધ ચૈતન્યઘન છે, તે ઉપાદેય છે, તેમ જિનવચનમાં કહ્યું છે, તેમાં રમવું, રમવું એ પર્યાય થઈ પણ રમવું ત્રિકાળમાં એ દ્રવ્ય થયું. છે ને આવી ગયું છે ને? કળશમાં છે આ કળશટીકા છે ને? એની અંદર છે. જિન વચંસિ રમતે એટલે કાંઈ વાણીમાં રમવું છે, પણ જિનવચને કહ્યું કે ઉપાદેય ત્રિકાળી આનંદનો નાથ ભગવાન શુદ્ધ ચૈતન્યઘન, અભેદ, અખંડ, એને દૃષ્ટિમાં લઈને ત્યાં રમવું, એને ઉપાદેય જાણવો. જાણવો એ પર્યાય થઈ ગઈ, અને જણાણો એ દ્રવ્ય છે. આવી ગયું બેય. વ્યવહારમાં રમવું એમ ન આવે, ત્યાં પર્યાયમાં રમવું એ ન આવે, છતાં આમાં રમે ત્યાં પર્યાય આવી ગઈ, આવું છે. આવો માર્ગ સંપ્રદાયમાં તો ક્યાંય સાંભળવા મળે એવું નથી. તેથી સોનગઢનું એમ કહે છે ને? સોનગઢનું એકાંત છે–એકાંત છે. વ્યવહારથી થાય એમ માનતા નથી, પણ વ્યવહાર છે, પણ વ્યવહારથી થાય એ વાત નથી. વ્યવહારનય છે, એનો વિષય છે. સમજાણું કાંઈ? એ કાલે કહ્યું'તું ને, નહોતું કહ્યું? ૮૩ની સાલ કેટલા વર્ષ થઈ ગયા, ઘણાં અમારે દામોદર શેઠ હતા ને હઠાગ્રહિ હતા બહુ. ૮૩ની વાત છે હોં, ૫૧ વર્ષ થયા. એ કહે કે મૂર્તિને માનવું ભગવાનની એ મિથ્યાષ્ટિ હોય ત્યાં સુધી માને, સમ્યગ્દષ્ટિ નહિ. એવું કહે બીજાને હોં મારી પાસે નહિ હોં, મારાથી ડરે. કારણ કે હું કાંઈ કહેવા જઈશ તો છોડી દેશે હું કાંઈ વાડામાં આવી ગયો માટે તમારું માનું એમ નથી કીધું અહીં તો સત્ય હોય ઈ માનીશ. ત્યારે એણે આમ કહેવા માંડયું વારંવાર, ત્યારે મેં એને નહિ પણ બીજાને કહ્યું, એણે પહોંચાડ્યું હશે ત્યાં સાંભળો કીધુંઆત્માને સમ્યગ્દર્શન થાય છે શુદ્ધ ચૈતન્ય અખંડાનંદ પ્રભુનું, પ્રતીત અને અનુભવ થાય છે, ત્યારે તેને ભાવશ્રુતજ્ઞાન થાય છે. તે ૮૩ ની વાત છે, સમ્યગ્દર્શન થતાં ભાવશ્રુતજ્ઞાન થાય છે અને ભાવશ્રુતજ્ઞાન થતાં એ ભાવશ્રુતજ્ઞાન પ્રમાણ છે અને નય છે તે પ્રમાણનો અંશ છે. એટલે Page #105 -------------------------------------------------------------------------- ________________ ૯૨ સમયસાર સિદ્ધિ ભાગ-૩ જેને ભાવશ્રુત થયું એને નિશ્ચય અને વ્યવહાર બે નય હોય છે. એ વ્યવહારનયનો વિષય ભગવાનની મૂર્તિ છે ત્યાં, એટલે ખરેખર તો શ્રુતજ્ઞાનીને જ આવો વ્યવહાર હોય સમકિતીને જ પૂજા ભગવાનની હોય અને વ્યવહાર એવો હોય. મિથ્યાદેષ્ટિને હોય નહીં. અહીં તો ભાઈ વસ્તુ સત્ય હોય એ માનીએ અમે વાડામાં આવી ગયા માટે તમારું માનીએ એમ આંહી નથી. શ્રુતજ્ઞાન થતાં સમ્યગ્દર્શન થતાં તેના ભેદ શ્રુતનો વ્યવહાર અને નિશ્ચય એને વ્યવહારનય હોય અને સામે શેયનો ભેદ-નામ, સ્થાપના, દ્રવ્ય, એ શેયનો ભેદ છે. નય છે એ જ્ઞાનનો ભેદ છે, એને હોય છે. વ્યવહાર, છે શુભભાવ પણ સમ્યગ્દષ્ટિને જ એવી પૂજાનો ભાવ શુભ હોય છે. એ જ વાસ્તવિક મૂર્તિને માને છે. શુભભાવને માને છે, વ્યવહારને માને છે. આહાહાહા ! એ અહીંયા કહે છે, સ્યાદ્વાદથી બંને નયોનો વિરોધ મટાડી, નિશ્ચયથી તો છે તેમ છે અને પર્યાયથી જેમ છે તેમ છે, એમ જાણવું જોઈએ. શ્રદ્ધાન કરવું એનું નામ અહીં સમકિત કહેવામાં આવે છે. વિશેષ કહેશે. (શ્રોતા- પ્રમાણ વચન ગુરુદેવ) મુમુક્ષુ :- અનુભવ કો હી આત્મા કહા? પૂજ્ય ગુરુદેવશ્રી :- એ આત્મા છે! પર્યાય(માં) વેદન થાય, અતીન્દ્રિય આનંદનું વેદન આવે તે આત્મા ! જોકે તેનો વિષય ભલે ધ્રુવ દ્રવ્ય છે– ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય છે. ઝીણી વાત છે, ભગવાન! પણ એ દ્રવ્યનો અનુભવ હોઈ શકે નહિ, કેમકે દ્રવ્ય છે એ ધ્રુવ છે. ધ્રુવ છે એનો અનુભવ ન હોઈ શકે. ધ્રુવના લક્ષે વર્તમાન પર્યાયમાં, અતીન્દ્રિય આનંદનું વેદન આવે, અને તેથી આનંદની વેદનદશા, તે દ્રવ્યને અડતી નથી. આહા..હા....! છૂતી નહિ હૈ!” “છૂતી નહિ હૈ' એમ કહેને તમારે હિન્દીમાં ? એ આનંદની વેદનદશા... | આ..હા..હા...ત્રિકાળી દ્રવ્યને સ્પર્શતી નથી, એને અહીંયા “આત્મા' કહેવામાં આવે છે. દ્રવ્ય (ઉપર દૃષ્ટિ) મૂકીને જે અનુભવ થયો. આહા..હા...ઝીણી વાત, પ્રભુ! ત્રિકાળી દ્રવ્ય જ્ઞાયક સ્વરૂપને ધ્યેય બનાવી અને જે અનુભવ થયો, એ અનુભવ છે એ દ્રવ્યને અડતો નથી. કારણ કે દ્રવ્ય એ ધ્રુવ છે. ધ્રુવનું વદન હોઈ શકે નહિ, આહા..હા...!| આ અનુભવે છે એ પર્યાયની વાત છે. ઝીણી વાત છે, ભાઈ ! ભાષા ટૂંકી છે પણ ભાવ અંદર ઘણાં ગંભીર છે! આહા! આત્મા! અંદર આત્મદ્રવ્ય અને પર્યાય બે થઈને આત્મા છે–પ્રમાણનો વિષય ! ત્રિકાળી દ્રવ્ય-ધ્રુવ (અને) વર્તમાન દશા–બે પ્રમાણનો વિષય છે. પણ એમાંથી નિશ્ચયનયનો વિષય ધ્રુવ છે–ત્રિકાળી ધ્રુવ ! નિત્યાનંદ પ્રભુ! તેને ધ્યેય બનાવીને જે પર્યાયમાં રાગનું વેદન અનાદિથી હતું. વિકારના દુઃખનું વદન હતું, એના સ્થાનમાં, દ્રવ્યને ધ્યેય બનાવીને, આનંદનું વેદન પર્યાયમાં આવ્યું, એ આનંદનું વેદન તે આત્મા છે, એમ કહ્યું. ધ્રુવ આત્મા છે એને એકકોર રાખી દીધું. આહા..હા...! સમજાય છે કાંઈ ? વાત ઝીણી બાપુ! અગિયારમી ગાથા જૈનદર્શનનો પ્રાણ છે. | (સમયસાર દોહન – પૂ. ગુરુદેવશ્રીના નાઈરોબીના પ્રવચન પાના નં. ૬૧)) Page #106 -------------------------------------------------------------------------- ________________ ગાથા ४७-४८ ગાથા - ४७-४८ 7 7 7 7 7 अथ केन दृष्टान्तेन प्रवृत्तो व्यवहार इति चेत् राया हु णिग्गदो त्ति य एसो बलसमुदयस्स आदेसो । ववहारेण दु वुच्चदि तत्थेक्को णिग्गदो राया ।।४७।। एमेव य ववहारो अज्झवसाणादिअण्णभावाणं । जीवो त्ति कदो सुत्ते तत्थेक्को णिच्छिदो जीवो ।।४८ ।। राजा खलु निर्गत इत्येष बलसमुदयस्यादेशः । व्यवहारेण तूच्यते तत्रैको निर्गतो राजा ।। ४७ ।। एवमेव च व्यवहारोऽध्यवसानाद्यन्यभावानाम्। जीव इति कृतः सूत्रे तत्रैको निश्चितो जीवः ।।४८।। यथैष राजा पंच योजनान्यभिव्याप्य निष्क्रामतीत्येकस्य पंच योजनान्यभिव्याप्तुमशक्यत्वाद्व्यवहारिणां बलसमुदाये राजेति व्यवहारः, परमार्थतस्त्वेक एव राजा; तथैष जीवः समग्रं रागग्राममभिव्याप्य प्रवर्तत इत्येकस्य समग्रं रागग्राममभिव्याप्तुमशक्यत्वाद्व्यवहारिणामध्यवसानादिष्वन्यभावेषु जीव इति व्यवहार:, परमार्थतस्त्वेक एव जीवः । હવે શિષ્ય પૂછે છે કે આ વ્યવહા૨નય કયા દેષ્ટાંતથી પ્રવર્તો છે ? તેનો ઉત્ત૨ કહે છેઃ‘નિર્ગમન આ નૃપનું થયું'નિર્દેશ સૈન્યસમૂહને, व्यवहारथी दुहेवाय से, पा लूप सेमां खेड छे; ४७. ત્યમ સર્વ અધ્યવસાન આદિ અન્યભાવો જીવ છે, -सूत्रे ऽर्यो व्यवहार, पहा त्यां व निश्चय खेड छे. ४८. गाथार्थ:- òभ झोध राभ सेना सहित नीटुण्यो त्यां [ राजा खलु निर्गतः ]‘आ राभ नीऽण्यो' [इति एषः ] ओभ आ ४ [ बलसमुदयस्य ] सेनाना समुहायने [ आदेशः ] ऽहेवामां आवे छे ते [ व्यवहारेण तु उच्यते ] व्यवहारथी हेवामां आवे छे, [ तत्र ] ते सेनामां (वास्तविऽपणे ) [ एक: निर्गतः राजा ] रा तो खेऽ ४ नीऽण्यो छे; [एवम् एव च] तेवी ४ रीते [ अध्यवसानाद्यन्यभावानाम्] अध्यवसान आहि अन्यभावोने [ जीवः इति ] ' ( आ ) व छे' खेभ [ सूत्रे ] परभागभमां ऽह्युं छे ते [ व्यवहारः कृतः ] व्यवहार ऽर्यो छे, [ तत्र निश्चितः ] निश्चयथी वियारवामां आवे तो Page #107 -------------------------------------------------------------------------- ________________ ८४ સમયસાર સિદ્ધિ ભાગ-૩ તેમનામાં [ નીવ: :] જીવ તો એક જ છે. ટીકાઃ- જેમ આ રાજા પાંચ યોજનાના ફેલાવથી નીકળી રહ્યો છે એમ કહેવું તે, એક રાજાનું પાંચ યોજનમાં ફેલાવું અશક્ય હોવાથી, વ્યવહારી લોકોનો સેના સમુદાયમાં રાજા કહેવારૂપ વ્યવહાર છે; પરમાર્થથી તો રાજા એક જ છે, (સેના રાજા નથી); તેવી રીતે આ જીવ સમગ્ર રાગગ્રામમાં (-રાગનાં સ્થાનોમાં) વ્યાપીને પ્રવર્તી રહ્યો છે એમ કહેવું તે, એક જીવનું સમગ્ર રાગગ્રામમાં વ્યાપવું અશક્ય હોવાથી, વ્યવહારી લોકોનો અધ્યવસાનાદિક અન્યભાવોમાં જીવ કહેવારૂપ વ્યવહાર છે; પરમાર્થથી તો જીવ એક જ છે, (અધ્યવસાનાદિક ભાવો જીવ નથી). પ્રવચન નં. ૧૨૧ ગાથા - ૪૭-૪૮ તા. ૨૯/૧૦/૭૮ રવિવાર આસો વદ-૧૪ ૪૬ ગાથા થઈ ગઈ. ૪૭, ૪૮. હવે શિષ્ય પૂછે છે, કે આ વ્યવહારનય કયા દષ્ટાંતથી પ્રવર્યો છે? તમે જ્યારે એમ કહ્યું કે નિશ્ચયથી તો દ્રવ્યનો આશ્રય તે વસ્તુ બરાબર છે. પણ પર્યાયમાં રાગદ્વેષ ને મોહ છે, એ નિશ્ચયથી નથી કહ્યાં. પણ પર્યાયમાં છે એવું એણે જાણવું જોઈએ, જો પર્યાયમાં રાગદ્વેષ ને મોહ ન હોય તો તેને છેદવાનો મોક્ષનો ઉપાય પણ ન હોય, નિશ્ચયમાં તો મોક્ષનો ઉપાય અને બંધ બેય નથી. અંતર વસ્તુ દૃષ્ટિ કરતાં વસ્તુમાં તો મોક્ષની પર્યાયેય નથી, મોક્ષનો માર્ગેય નથી. બંધેય નથી, બંધનો માર્ગેય નથી. જ્યારે એમ કહ્યું ત્યારે વળી તમે એમ કહી, બધું એકાંત માનશો, પર્યાયમાં રાગદ્વેષ છે અને શરીર અને જીવને નિમિત્ત-નિમિત્ત સંબંધ છે, જો એટલું ન હોય તો ભસ્મને ચોળતા જેમ શરીરને ચોળતા જીવ મરે નહીં તો નિ:શંકપણે શરીરને ચોળી નાખવું તો એમાં પાપ નથી એમ સિદ્ધ થશે, અને પાપ નથી તો બંધ નથી એમ સિદ્ધ થશે, તો બંધ નથી તો એને બંધને છેદવો એવો એ મોક્ષનો ઉપાય એ પણ વ્યવહાર છે. પર્યાય છે ને? એટલે વ્યવહારનયનો વિષય એણે જાણવો જોઈએ બરાબર, એકાંત કરે કે નથી જ એમાં, માટે પર્યાયમાં પણ નથી તો તે એકાંત મિથ્યાત્વ થાય છે. અવસ્તુ ઠરે છે. એ અવસ્તુ ઠરે છે, વસ્તુ નહીં, વસ્તુ તો ત્રિકાળી દ્રવ્યના સ્વભાવમાં એ નથી એક (વાત) અને પર્યાયમાં છે એ બીજી વાત, બે થઈને પ્રમાણ અને એનો વિષય સિદ્ધ થાય છે. આહાહાહા ! એટલે એકાંત એમ કહી દો કે આત્મામાં નથી એટલા માટે પર્યાયમાં પણ રાગદ્વેષ પુણ્યપાપ નથી, અને શરીરને અને જીવને નિમિત્ત નિમિત્ત સંબંધ પણ નથી, તો તો વ્યવહારનો નિષેધ થાય છે. સમજાણું કાંઈ? ઝીણી વાત છે ભાઈ. વસ્તુનો સ્વભાવ જે ચૈતન્ય જ્યોત એ દષ્ટિનો જે વિષય વસ્તુ છે, એમાં તો રાગેય નથી અને એમાં તો ક્ષયોપશમ અને ક્ષાયિકની પર્યાય પણ નથી. પણ એનો એકાંત તાણશો કે એમાં નથી માટે પર્યાયમાં પણ નથી, તો એકાંત થઈ જશે. (શ્રોતા – એકાંત થઈ જશે એટલે શું?) એટલે કહ્યું ને કે વસ્તુમાં નથી પણ પર્યાયમાં નથી, તો એકાંત થઈ જશે તો એકાંત ઠરશે, વસ્તુ એવી છે નહિં. વસ્તુ છે એ દ્રવ્ય અને પર્યાય એ બે તરીકે મળીને વસ્તુ છે, અને જો તમે દ્રવ્યને એમાં નથી એમ એકલો માનો, તો અવસ્તુ ઠરશે. ટીકામાં છે ને ભાવાર્થમાં છે. “અવસ્તુ એ તો જેમ અગિયારમીમાં એમ કહ્યું કે “ભૂયત્થ Page #108 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૪૭-૪૮ ૯૫ અસ્સિદો ખલુ ત્રિકાળી જ્ઞાયકભાવને આશ્રયે સમ્યગ્દર્શન થાય, આશ્રયનો અર્થ તેમાં અહંપણું “હું પણું,”મારાપણું માને, તેને સમ્યગ્દર્શન થાય પણ પછી બારમી ગાથામાં કહ્યું પણ એ તો નિશ્ચયનો વિષય કહ્યો (પણ) હવે એની પર્યાયમાં કાંઈ અપૂર્ણતા અને શુદ્ધતાનો અંશ એ છે કે નહીં અને છે તો એ શું એ કંઈ નિશ્ચયનો વિષય નથી. નિશ્ચય તો પર્યાયને સ્વીકારતી (નથી) દષ્ટિ તો પર્યાયનેય સ્વીકારતી નથી, ગુણભેદને સ્વીકારતી નથી. આહાહાહા! પર્યાયમાં છે કે નહિ? પર્યાયમાં છે, રાગદ્વેષ છે અને બંધને છેદીને મોક્ષનો ઉપાય પણ છે. ઉપાય છે અને બંધ છે એ બેય વ્યવહારનયનો વિષય છે. આવી ઝીણી વાત છે. સમજાણું કાંઈ ? એથી તેને પર્યાયમાં રાગદ્વેષ છે એવું એણે જાણવું જોઈએ, આદરવાની અહીં વાત નથી. એ વ્યવહારનય આદરણીય છે એમ નથી, પણ વ્યવહારનયનો, નય છે તો એનો વિષય છે, નયનો વિષય, નય છે ને એનો વિષય ન હોય, તો એ નય જ ન કહેવાય. આહાહાહા ! સમજાણું કાંઈ? તો તો વેદાંત થઈ જશે એકાંત, પર્યાય નથી, પર્યાયમાં પર્યાય નથી, પર્યાયમાં બંધ નથી, પર્યાયમાં મોક્ષનો ઉપાય જ નથી, તો પર્યાયને જે અભૂતાર્થ કીધી છે તો એ ગૌણ કરીને કહી 'તી એને ઠેકાણે તમે નથી જ એમ માની લ્યો, તો એકાંત મિથ્યાત્વ ઠરશે. (શ્રોતા- સમજવું ઘણું કઠણ છે) કઠણ છે બાપા! ભાઈ વસ્તુ એવી છે. વધારે સ્પષ્ટ કરાવે છે. આહાહાહા ! ભગવાન આત્મા! દ્રવ્ય સ્વરૂપે દ્રવ્ય એટલે? આ નિશ્ચયનયનું દ્રવ્ય, પ્રમાણનું દ્રવ્ય તો દ્રવ્ય અને પર્યાય બે ભેગું થઈને દ્રવ્ય થાય. પણ જે નિશ્ચયનયનો દ્રવ્ય તે અંશ છે તે ત્રિકાળ ધ્રુવ છે. આહાહાહા !દ્રવ્યના બે પ્રકાર એક નિશ્ચયનું દ્રવ્ય એ ધ્રુવ અંશ છે, પર્યાય વિનાનું અને પ્રમાણનો વિષય છે એ ધ્રુવ અને પર્યાય, એ બે થઈને દ્રવ્ય એ પ્રમાણનો વિષય છે. આવું બધું કયાં જાણવા નવરા બેઠા છીએ. (શ્રોતાઃ- સહેલું કરી ધો સહેલું) તદ્દન ભાષા સાદી તો છે, ભાષા તો સાદી છે પણ ભાવ તો જે છે એ છે. આહાહા ! ત્યારે શિષ્યને પ્રશ્ન ઉઠયો કે તમે જ્યારે વ્યવહાર ને એનો વિષય છે એમ જે કહ્યું, તો એ વ્યવહારનયનું દૃષ્ટાંત શું છે? જ્યારે તમે એમ કહ્યું કે નિશ્ચયનો વિષય તો ધ્રુવ જ્ઞાયકમૂર્તિ પ્રભુ કે જેમાં તો ઉદયભાવરૂપી રાગ તો નથી, પણ જેમાં ક્ષયોપશમ, ક્ષાયિક અને ઉપશમની પર્યાય પણ જેમાં નથી. ત્યાર પછી આ પર્યાયમાં છે એનું શું? કે પર્યાયમાં છે એમ એણે જાણવું જોઈએ. પર્યાયમાં રાગ છે, વિકાર છે અને તેને છેદવાનો ઉપાય પણ છે. એ ઉપાય છે એ પણ પર્યાય છે અને એ વ્યવહાર છે. આહાહાહા ! સમજાણું કાંઈ? ત્યારે એ બધા પર્યાયોમાં વિકાર છે, એ વિકાર છેડાય તો મોક્ષનો ઉપાય પણ છે અને મોક્ષ પણ છે. એ બધો વ્યવહારનયનો વિષય થયો. તો શિષ્યને પ્રશ્ન ઉઠયો કે આ વ્યવહારનય કયા દેષ્ટાંતથી પ્રવર્યો? કોઈ એનું દાંત છે કે અમને ઝટ સમજાય, સમજાણું કાંઈ !. આહાહાહા! એ કહે છે राया हु णिग्गदो त्ति व एसो बलसमुदयस्स आदेसो। ववहारेण दु पुवुच्चदि तत्थेको णिग्गदो शया।।४७।। આદેશો છે ને ભાઈ, આદેશો મગજમાં એક એવું ઉછ્યું, કે રાજાએ કહ્યું ને કે આ સમુદાયને, અહીં તો આદેશ એટલે કથન છે. પણ એટલો સંબંધ થયો ને ? રાજાએ સેનાને કહ્યું, Page #109 -------------------------------------------------------------------------- ________________ ૯૬ સમયસાર સિદ્ધિ ભાગ-૩ એ વ્યવહાર થયો. સેનામાં રાજા આવતો નથી. એમ ભગવાન આત્માની પર્યાયમાં દ્રવ્ય આવતું નથી, પણ પર્યાય પર્યાય તરીકે છે એમ કથન, વ્યવહારનયના કથને કહ્યું છે. આ તો ‘દ્રવ્યસંગ્રહમાં જોયું કાલે પણ હાથ ન આવ્યું. જુનું દ્રવ્યસંગ્રહ છે ને એમાં વ્યવહાર એટલે “લૌકિક કથન એવો પાઠ છે જુનું દ્રવ્યસંગ્રહ છે ને જુનું ગ્રંથ છે એમાં નવામાં હાથ ન આવ્યું. બે ત્રણ જોયા, ભાઈએ હિંમતભાઈએ બધાએ વ્યવહાર એટલે લૌકિક કથન અમથું. આપણે આવે છે ને “કળશટીકા' માં આવે છે ને પાંચમાં કળશમાં “વ્યવહારનય એટલે કથનમાત્ર' પણ કથનનો અર્થ ?. એ તો વાચક છે, પણ એનું વાચ્ય (શું) છે. પર્યાયમાં એનું વાચ્ય છે. આહાહાહા! આવી વાતું હવે. એ અહીં કહે છે. બે ગાથા છે ને? एमेव य ववहारो अज्सवसाणादि अण्णभावाणं। जीवो त्ति कदो सुत्ते तत्थेक्को णिच्छिदो जीवो।।४८ ।। નિર્ગમન આ નૃપનું થયું આ નિર્દેશ સૈન્યસમૂહને, વ્યવહારથી કહેવાય એ, પણ ભૂપ એમાં એક છે. ૪૭. એમ સર્વ અધ્યવસાન આદિ અન્યભાવો જીવ છે, સૂત્રે કર્યો વ્યવહાર, પણ ત્યાં જીવ નિશ્ચય એક છે. ૪૮. ટીકા - ધનતેરસ છે આજ. મેં સવારે આ કહ્યું કે લૌકિકમાં ધનતેરસ કહે છે પણ આપણે આત્મામાં ધનતેરસ એટલે શું? એટલે સર્વજ્ઞ ભગવાન અમાસે મોક્ષ પધારવાના છે ને? શ્વેતાંબરમાં એવું છે કે રાજાઓ છઠ કરીને રહ્યા હતા, આપણે દિગંબરમાં નથી, એટલે એ વાત, એક. પણ એના પહેલા એમ કહે કે આ જ્ઞાનની પૂજા, સર્વજ્ઞ પરમાત્મા મોક્ષ પધારવાના છે એથી એ લક્ષ્મી સર્વજ્ઞસ્વરૂપ ભગવાન આત્મા, એની પૂજા સર્વજ્ઞ સ્વભાવી આ આત્મા હોં!આહાહાહા! એની પૂજાનો આ દિવસ છે. ભગવાન સર્વજ્ઞ સ્વરૂપ લક્ષ્મી, લક્ષ્મીની પૂજા કહે છે ને રતીભાઈ આ તમારે બધા લક્ષ્મીની પૂજા કહે ધનતેરશને દિ' એ કઈ લક્ષ્મી પ્રભુ? અનંત અનંત સર્વજ્ઞા શસ્વભાવ જેનો અનંત અનંત અનંત એવો જે સર્વજ્ઞ સ્વભાવ તેનો સ્વીકાર કરવો, આદર કરવો, તેનું બહુમાન કરવું, તેની પૂજા એટલે એમાં એકાગ્ર થવું એનું નામ અહીં ધનતેરસ છે. ધૂળની ધનતેરસ નહીં અહીં. એ અહીં એ કહે છે. જુઓ, જેમ આ રાજા પાંચ જોજનના ફેલાવથી નીકળી રહ્યો છે, એમ કહેવું એટલું અહીં તો કહ્યું. રાજાએ કહ્યું છે કે એટલું આંહી નહીં, પણ ફકત આમ કહેવું. શું કહ્યું સમજાણું? ઓલો સંબંધ કેમ વ્યવહાર કહ્યો? કે રાજાએ કહ્યું હતું કે સમુદાય છે આવો પણ એ કાંઈ રાજા નથી કંઈ સેના સમુદાય અહીં એમ કહ્યું, કે પાંચ જોજનના ફેલાવથી નીકળી રહ્યો. એ પણ પાંચ જોજન, પાંચ લીધા ! રાજાનો સમુદાય સેના પાંચ જોજનના ફેલાવથી નીકળી રહ્યો છે. જ્ઞાનના પાંચ ભેદો છે ને? મતિ, શ્રુત અવધિ વગેરે એ પણ વ્યવહારનયનો વિષય છે. એકલો જ્ઞાયક સ્વરૂપ ત્રિકાળ તે નિશ્ચયનો વિષય છે... આહાહાહા ! અહીંયા કહે છે કે રાજા પાંચ જોજનના ફેલાવથી નીકળી રહ્યો છે. એમ કહેવું, એક રાજાનું પાંચ જોજનમાં ફેલાવું અશક્ય હોવાથી, રાજા એક એ પાંચ જોજનના સમુદાયમાં આવી જાયને એનો વિસ્તાર પામવો અશક્ય છે. પોતે એક Page #110 -------------------------------------------------------------------------- ________________ ૯૭ ગાથા ४७-४८ રાજા પાંચ જોજનમાં, સેનામાં ક્યાં જાય છે? સમજાણું કાંઈ ? વ્યવહા૨ી લોકોનો સેના સમુદાયમાં રાજા કહેવારૂપ વ્યવહા૨ છે. ભાષા કેવી છે ? વ્યવહા૨ી લોકોનો, વ્યવહા૨ કહેવાનો, વ્યવહા૨ છે. ૫૨માર્થથી તો રાજા એક જ છે, સેના રાજા નથી. આ તો દૃષ્ટાંત થયો. હવે આ ભગવાન આત્મા, તેવી રીતે આ જીવ સમગ્ર રાગગ્રામ, ભાષા દેખો ! સમગ્ર રાગના સમૂહ દ્વેષના પુણ્યપાપ આદિ બધો સમુદાય શરીર, વાણી, કર્મ એ બધા રાગનાં જે સ્થાનો છે, એમાં વ્યાપીને પ્રવર્તી રહ્યો છે. ભગવાન જીવદ્રવ્યસ્વરૂપ જ્ઞાયક એકરૂપ પ્રભુ એ રાગાદિના વિસ્તા૨માં વિકા૨ની વ્યવસ્થાની અનેકતામાં એ જીવદ્રવ્ય વ્યાપ્યો છે, એમ કહેવું તે, ભાષા દેખો અહીં એકલો રાગ લીધો, ઉપાડયો છે, કા૨ણકે રાગ છેલ્લે નાશ થાય છે. પહેલો દ્વેષ નાશ થાય છે, પછી રાગ નાશ થાય છે. એથી અહીં રાગની આદિ બધી સામગ્રી રાગ–દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, કામ, ક્રોધ, કર્મ, શ૨ી૨, વાણી, મન, આખું એકકોર ભગવાન આત્મારામ અને એકકો૨ રાગનું ગામ રાગગ્રામ, ગ્રામ એટલે સમૂહ છે સ્થાન, એમાં વ્યાપીને પ્રવર્તી રહ્યો છે. ભગવાન આત્મા ! ચૈતન્ય ધ્રુવ, જ્ઞાયક સ્વભાવ ૫૨માનંદની મૂર્તિ પ્રભુ ! જીવદ્રવ્ય એને કહીએ એ જીવદ્રવ્ય શાયક સ્વરૂપ ભગવાન અનંત, અનંત, અનંત, લક્ષ્મી જ્ઞાનાદિનો ભંડા૨ ભગવાન ધ્રુવ. એક જીવનું સમગ્ર રાગગ્રામમાં, વ્યાપવું અશક્ય છે. દ્રવ્ય સ્વભાવ જે છે રાગાદિમાં વ્યાપવું તે અશક્ય છે. સમજાણું કાંઈ ? પણ જેમ રાજાએ હુકમ કર્યો હતો એટલો સંબંધ સમુદાયનો છે. એમ આત્મામાં રાગાદિ પર્યાયમાં છે, એટલો ત્યાં સંબંધ છે નિમિત્તનો, શુદ્ધ ઉપાદાનમાં તો એ વસ્તુ નથી. ત્રિકાળી જે જ્ઞાયકભાવ ૫૨માનંદ પ્રભુ એ રાજા જીવ, રાગાદિમાં વ્યાપ્યો છે તે સમુદાયમાં એ તો વ્યવહા૨નું કથન છે. દ્રવ્ય તો દ્રવ્યમાં છે. પર્યાયમાં વ્યાપ્યું નથી, પર્યાયમાં તો એની છે એટલી અવસ્થા કહીને વ્યવહા૨ે એને એનું છે, એમ કહેવામાં આવ્યું છે. જેને અગિયારમી ગાથામાં અભૂતાર્થ કહ્યો છે. પર્યાયમાત્ર અસત્યાર્થ છે. એને અહીં સત્યાર્થ તરીકે પર્યાયમાં વર્ણવ્યો છે, એ ત્રિકાળની અપેક્ષાએ અસત્યાર્થ ને ત્રિકાળી એમાં વ્યાપતો નથી. પણ તેનો એક અંશ છે, રાગાદિનો સમુદાય એમાં એની દશામાં છે એ વસ્તુ તો વસ્તુ, વસ્તુ ત્યાં જતી નથી પણ એની દશામાં રાગાદિ છે એથી ગ્રામમાં વ્યાપવું અશક્ય હોવાથી વ્યવહારી લોકોનો અધ્યવસાનાદિ અન્યભાવોમાં જીવ કહેવારૂપ રાગદ્વેષ પુણ્યપાપ એવા જે અન્યભાવો, અન્યભાવો એ પોતે અન્યભાવો જેને પુદ્ગલ કહ્યાં છે, એ દયા, દાન, વ્રત, ભક્તિ, કામ, ક્રોધ એને પુદ્ગલ કહ્યાં છે. જીવ ચૈતન્ય સ્વભાવથી અન્યભાવ છે, ચૈતન્ય સ્વભાવથી ચૈતન્ય સ્વભાવ, જ્ઞાયક સ્વભાવથી અન્યભાવ છે તેથી એને પુદ્ગલ કહ્યા, પણ અહીં જીવ એમાં વ્યાપ્યો કહ્યો છે. એ વ્યવહા૨નયથી કહ્યું છે. એની પર્યાય છે ને એ અપેક્ષાએ કહ્યું છે. દ્રવ્યની વ્યવહા૨ે પર્યાય છે ને ? નિશ્ચયે તો દ્રવ્યમાં એ પર્યાય છે જ નહિ. આહાહાહા ! એ અધ્યવસાન આઠ બોલ છે ને આઠ ? ( ગાથા ) ચુમાલીસમાં આઠ બોલ આવી ગયા છે, અધ્યવસાન આદિ. તીવ્ર, મંદ ભાવ, કર્મ, આઠે કર્મનો સમૂહ, એમ કરીને જીવ છે એમ કહ્યું. એ તો વ્યવહા૨નયથી વ્યવહારી લોકોને વ્યવહારથી જાણવામાં આવે છે, પર્યાયમાં છે માટે એટલે વ્યવહા૨થી જાણવામાં આવતાં, વ્યવહારમાં આવેલાને એ મારા જાણવાલાયક છે એમ Page #111 -------------------------------------------------------------------------- ________________ ૯૮ સમયસાર સિદ્ધિ ભાગ-૩ કહ્યું છે. આહાહાહા ! (શ્રોતા:- વ્યવહારને જાણવું એ તો બહિર્લક્ષ થયું) છે. બહિર્લક્ષ નહીં. પર્યાય એની છે ને, ત્રિકાળની અપેક્ષાએ બહિર્લક્ષ છે પણ પર્યાય એની છે માટે એનું લક્ષ છે. વ્યવહારી કહ્યોને ? ત્રિકાળ દ્રવ્યની દૃષ્ટિની અપેક્ષાએ તો બહિર છે. પણ એની પર્યાયની અપેક્ષાએ જેમ બાહ્ય ચીજ છે એમ નથી. એની પર્યાયમાં છે આ. (શ્રોતા:- અશુદ્ધ નિશ્ચયનયે છે) અશુદ્ધ નિશ્ચયનયે કહો કે વ્યવહારનયે કહો એ બે એક જ છે. (શ્રોતાઃ- પર્યાયમાં અશુધ્ધતા છે?) એ છે એનામાં એટલું જ્ઞાન એણે બરાબર કરવું પડશે. એ આત્મા ત્યાં વ્યાપ્યો નથી દ્રવ્ય તરીકે, પણ પર્યાય તરીકે છે એમ તેનું જ્ઞાન એને બરાબર જાણવું જોઈશે. આમ છે. (શ્રોતાઃ- વ્યવહાર જ્ઞાનને હેય જાણીને છોડી દેવા જેવું છે?) એ છોડી દેવા જેવું છે પણ છે કે નહીં? છે એને છોડવા જેવું હોય કે ન હોય એને. આકરી વાત છે! છે એ અંશમાં, ત્રિકાળમાં નથી, માટે જીવદ્રવ્ય જે ત્રિકાળી છે એ બધી પર્યાયમાં વ્યાપેલો નથી, પણ તેની તેના અંશમાં એક ભાગમાં એ બધી વસ્તુ રહેલી છે, એથી વ્યવહારી જીવનું જાણવું કહે છે, પર્યાયમાં છે એમ એણે જાણવું જોઈએ. આહાહાહા ! (શ્રોતા:- ત્રિકાળી દ્રવ્યમાં એવો ક્યો ભાગ છે?) ભાગ છે એક અંશ! ત્રિકાળી દ્રવ્ય નહીં, પ્રમાણનો અંશ જે દ્રવ્ય તેનો એક ભાગ છે. એ તો પહેલું કહ્યુંને પ્રમાણનું દ્રવ્ય અને નિશ્ચયનું દ્રવ્ય એ બે જુદી ચીજ છે. નિશ્ચયનયનું દ્રવ્ય તો ધ્રુવ છે, છે તો એક અંશ. નયનો વિષય જ અંશ છે. ચાહે તો નિશ્ચય હો કે પરમાર્થ શુદ્ધનો વિષય પણ છે એક અંશ આખું દ્રવ્ય નહીં. નય છે ને? આવું વળી જાણવું. પ્રમાણ જે છે, એ પર્યાયને પણ ભેગું ભેળવીને આ દ્રવ્ય છે, એમ જાણે છે. છતાં પ્રમાણ પણ નિશ્ચય આ છે, આમાં નથી, એમ રાખીને પર્યાયમાં છે એમ ભેળવે છે. ઓલાને ઉડાવી દઈને ભેળવે છે એમ નહિ ભાઈ, ત્યારે તો પ્રમાણ કહેવાય. નિશ્ચયથી દ્રવ્ય તો દ્રવ્ય જ છે એ પર્યાયમાં વ્યાપ્યું નથી. એવું પ્રમાણમાં એક અંશનો ભાવ તો પ્રતીતમાં છે. જ્ઞાનમાં છે, પણ હવે પર્યાયમાં એ દ્રવ્ય વ્યાપ્યું નથી પણ પર્યાય છે એવા અંશને પ્રમાણજ્ઞાન નિશ્ચયની સાથે ભેળવીને પ્રમાણનું દ્રવ્ય સિદ્ધ કરે છે. આવું છે પ્રભુ! શું થાય? એવો માર્ગ વીતરાગનો છે, કે એ બીજે ક્યાંય નથી. (શ્રોતાઃ- બીજે કયાંય નથી એકલા સોનગઢમાં છે) સોનગઢમાં ભગવાન પાસે છે. બાપુ ન્યાંથી અહિં આવ્યું છે. આહાહાહા! અહીં તો કહે છે કે પર્યાયના ભેદોમાં એકલું જ્ઞાન વ્યાપે એ વસ્તુ નથી, પણ એ દ્રવ્ય તો દ્રવ્ય તરીકે જ ત્યાં રહ્યું, હવે સાથે પર્યાયને ભેળવીને પ્રમાણ કરાવે છે. અરે આવી વાતું હવે. તત્ત્વજ્ઞાનનો વિષય અને પછી પર્યાયનું અસ્તિત્વ બેય સિદ્ધ કરવું છે. એમ જ પર્યાય નથી જ એમ માની લે તો તો એકાંત વેદાંત થઈ જાય છે. વેદાંત નિશ્ચયાભાસી છે એમ થઈ જશે, અને એકાંત પર્યાય જ છે અને દ્રવ્ય નહીં માને, તો એકાંત બૌદ્ધમતી થઈ જશે. આહાહાહા ! (શ્રોતા – પર્યાયને સર્વથા ભેદરૂપ માને તો?) ભેદ છે. સર્વથા ભેદ છે દ્રવ્યથી, પણ છે કે નહીં એનામાં દ્રવ્ય છે એ સર્વથા નિત્ય છે, અને પર્યાય છે એ સર્વથા અનિત્ય છે, સર્વથા અનિત્ય છે. શું કહ્યું એ? આ વળી નિત્ય વસ્તુ જે છે એ સર્વથા નિત્ય છે. કથંચિત્ નિત્ય છે અને કથંચિત અનિત્ય છે એમ નહીં અને પર્યાય છે એ સર્વથા અનિત્ય છે અને કથંચિત્ અનિત્ય છે એમ નહીં, સર્વથા અનિત્ય છે. એય ચમનભાઈ ! અને એમાં આવ્યું છે ને? ચિવિલાસમાં Page #112 -------------------------------------------------------------------------- ________________ ગાથા ४७-४८ ૯૯ k નહીં ? અનિત્ય નિત્યનો નિર્ણય કરે છે. પર્યાયે એમ કહ્યું, ત્યાં આવે છે ને ૩૨૦ ગાથામાં કે “હું તો ધ્રુવ છું” પણ હું ધ્રુવ છું એ જાણ્યું કોણે ? એ પર્યાયે જાણ્યું. “હું ધ્રુવ છું” એમ જાણે છે કોણ ? ધ્રુવ જાણે છે ? પર્યાય જાણે છે. પર્યાય એમ કહે છે, “હું ત્રિકાળી ધ્રુવ તે હું છું.” એનો અર્થ બેય આવી ગયા ભેગા. ધ્રુવ છું હું એવું જાણ્યું પર્યાય માટે પર્યાય આવી ગઈ, પણ પર્યાય એમ કહે છે કે આ હું છું. ( શ્રોતાઃ– પર્યાય એમ કહે છે કે હું દ્રવ્ય જ છું ) હું દ્રવ્ય છું એટલે પર્યાય આવી ગઈ ભેગી. હું ધ્રુવ છું એમાં પર્યાય ભળી નહીં ગઈ, પણ દ્રવ્ય એમ નહીં એનું લક્ષ ત્યાં છે. એથી પણ લક્ષ જ્યાં છે, ત્યાં પર્યાય નથી. પણ પર્યાયમાં આ હું છું એવી પર્યાયમાં છે. વસ્તુ સમજાય છે એમ નથી એ તો સોગાનીમાં આવે છે. પર્યાય મારું ધ્યાન કરે તો કરો હું કોનું ધ્યાન કરું ? પણ એ જાણે છે કોણ ? આવે છે ? તમારા લખાણ છે બધા એ. લાલભાઈ અને શશીભાઈના નહીં? (શ્રોતા:- પર્યાયને સાથે ભેળવ્યા વિના છૂટકો નહીં ને પર્યાય દ્રવ્યમાં નથી એમ પણ છે. ) વસ્તુમાં નથી. ત્રિકાળી જે નિશ્ચયનો વિષય છે તેમાં નથી, અને તે નથી એવો નિર્ણય કોણ કરે છે ? નથી એ નિર્ણય ધ્રુવ કરે છે? સમજાય છે કાંઈ ? એ આ ધર્મ આમ છે. કે હું ત્રિકાળી છું એવું સમ્યગ્દર્શન કરવું એ સમ્યગ્દર્શનનો વિષય પૂર્ણ એક જ છે, છતાં સમ્યગ્દર્શન એનો નિર્ણય કરે છે તે પર્યાય છે. આવું ક્યાં ? હવે ઓલા તો “ઈચ્છામિ પડિકમણું ઈરિયા વહિયાએ ગમણાગમણે તસ્સઊતરીક૨ણેણં થઈ ગઈ સામાયિક, તસ્યઉતરી કરણેણં.” એય, જયંતિભાઈ સંઘવી ! આ સામાયિક કરીને પોષા કર્યા અરે ભગવાન બાપા ! એ વીતરાગ ત્રિલોકનાથ જિનેશ્વર એણે કહ્યું દ્રવ્ય ને એણે કહ્યું પર્યાય એ કોઈ અલૌકિક વાતું છે. એકાંત દ્રવ્યને જ માને અને પર્યાયને ન માને તો નિશ્ચયાભાસી થઈ જશે. અને એકાંત પર્યાયને માને અને દ્રવ્યને ન માને તો વ્યવહા૨ાભાષી બૌદ્ધ થઈ જશે, ક્ષણિક મત થઈ જશે. એ અહીં કહે છે. એક જીવનું ભાષા જુઓ, ઓલું એક રાજાનું સમુદાયમાં વ્યાપવું અશક્ય છે, એમ એક જીવ દ્રવ્યનું ત્રિકાળી જે છે તેને સમગ્ર (રાગગ્રામમાં વ્યાપવું અશક્ય છે.) ' ઓલા આડત્રીસ ગાથામાં ભાઈ આવ્યું છે ને, પહેલી ગાથા આડત્રીસમી નિયમસાર“જીવાદિ હિ તચ્ચમ્ હેયમ્.” એ જીવાદિ બહિતચ્ચમમાં જીવની પર્યાય લેવી છે. આડત્રીસમી ગાથા છે, શુદ્ધભાવ અધિકાર. શુદ્ધભાવ કહો કે ધ્રુવભાવ કહો, એકરૂપ ત્રિકાળી ભગવાન આત્મા એ શુદ્ધભાવ છે. શુદ્ધભાવ કહો, ભૂતાર્થ કહો, શાયક કહો, સદેશ કહો, નિષ્ક્રિય કહો, પર્યાય વિનાનું છે ને નિષ્ક્રિય ! આહાહાહા ! તે ‘‘જીવાદિ બહિતચ્ચમ્ હેયમ્'' એ જીવની એક સમયની પર્યાય રાગદ્વેષ આદિ જીવાદિ તે તૈય છે. ત્રિકાળી જીવ દ્રવ્ય છે, તે ઉપાદેય છે. જીવાદિમાં પર્યાયને જીવ તો કહ્યો ત્યાં, એને પર્યાય કહેવાય સમજાણું કાંઈ ? જીવાદિ બહિતચ્ચમ્ તો જીવાદિ બહિતચ્ચમ્ તો જીવદ્રવ્ય લેવું ત્યાં હવે ? એક સમયની પર્યાય જીવની તેને જીવ કહી. અજીવનું જ્ઞાન કર્યું એને અજીવ કહી, અજીવ ક્યાં આંહી આવી જાય છે અને આ પુણ્યપાપ. પુણ્યપાપ ને આસવ આદિની પર્યાય એ બધા બહિ:તત્ત્વ છે. મોક્ષ પણ બહિ:તત્ત્વ છે, અંતઃતત્ત્વમાં તો મોક્ષતત્ત્વય નથી પણ છતાં મોક્ષતત્ત્વ, તત્ત્વ તરીકે છે. Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧OO સમયસાર સિદ્ધિ ભાગ-૩ સમજાણું કાંઈ ? સંવર, નિર્જરા, મોક્ષનો માર્ગ, માર્ગ તરીકે છે. પર્યાય તરીકે છે. મોક્ષ તરીકે છે, ત્યાં તો એમેય કહ્યું, કે જીવદ્રવ્ય છે એ મોક્ષને કરતું નથી, એ દ્રવ્ય કોણ? ઓલો ધ્રુવ ! મોક્ષના માર્ગને પણ દ્રવ્ય-ધ્રુવ કરતું નથી, બંધને કરતું નથી ને બંધના અભાવને કરતું નથી, એ તો પરિણામ કરે છે. એનો અંશ દ્રવ્યથી જુદો કરીને એ કરે પર્યાય કરે તો કરો. મારે ક્યા હૈ? કહો શશીભાઈ ! આ તમે લખ્યું છે એમાં ઓલામાં, બે ભાઈઓએ થઈને લખ્યું છે. લાલભાઈ અને (શશીભાઈ)એ મહેનત સારી કરી છે આમાં ભાઈએ. આહાહાહા ! ત્યાંય એમ કહ્યું છે કે પર્યાય નથી જ એમાં, એમ કહો તો વેદાંત થઈ જશે, એ ખાતર પર્યાય છે એટલી સિદ્ધ કરી છે. ત્યાં આવે છે એમાં નહિંતર વેદાંત થઈ જશે- એટલી ખાતર છે એનામાં પર્યાય, એટલું સિદ્ધ કર્યું પણ એ પર્યાય છે એ વસ્તુનો દ્રવ્યનો વિષય છે, સમ્યગ્દર્શનનો વિષય છે, કે દ્રવ્ય છે તે પર્યાયમાં આવી જાય છે? સમ્યગ્દર્શનમાં ત્રિકાળી દ્રવ્યની પ્રતીતિ થઈ, પણ પ્રતીતિમાં એ દ્રવ્ય આવી જાય છે, એમ નથી. આહાહાહા ! આવી વાતું. પર્યાય પર્યાય તરીકે રહીને દ્રવ્યની પ્રતીતિ થાય છે. એ પર્યાય તરીકે લ્યો તો પર્યાય જ એ સર્વસ્વ છે. કારણ કે પર્યાયે દ્રવ્યને જાણ્યું, ગુણને જાણ્યું, પોતાને જાણ્યું, છ દ્રવ્ય જે આદિ છે એને પણ જાણું, એક સમયની પર્યાયમાં કયુ બાકી રહી ગયું? જ્ઞાનની પર્યાય. છતાંય એ પર્યાય દ્રવ્યરૂપ નથી, છતાં એ પર્યાય, દ્રવ્ય પોતે દ્રવ્ય ત્યાં વ્યાપ્યું છે. પર્યાયમાં એમ નથી, દ્રવ્ય તો દ્રવ્યમાં છે. આહાહાહા ! આવું ઝીણું છે! એક જીવનું, જીવ એટલે ઓલો ત્રિકાળ એમ જીવનું ધ્રુવ એવું જીવાદિ બહિતચ્ચમ્ છે, એ જીવનું નહિ એ તો પર્યાયનું જીવ છે. એક જીવનું, ત્રિકાળી એકરૂપ રહેનાર જે છે, એવા એક જીવનું, સમગ્ર રાગગ્રામમાં બધા રાગના સમૂહુના પ્રકારો, અસંખ્ય પ્રકારો રાગના શુભાશુભના એમાં વ્યાપવું અશક્ય છે. સ્વભાવ વસ્તુ છે તે વિકારમાં કેમ વ્યાપે? અરે, વિકારમાં શું, નિર્વિકારી પર્યાયમાં પણ ધ્રુવ કેમ વ્યાપે? આવું છે! સમગ્ર રાગગ્રામમાં વ્યાપીને પ્રવર્તી રહ્યો છે, જોયું? દ્રવ્ય પોતે પર્યાયમાં વ્યાપીને પ્રવર્તી રહ્યું છે, એમ કહેવું તે એક જીવનું સમગ્ર રાગમાં વ્યાપવું અશક્ય છે. ધ્રુવદ્રવ્ય, જે ભગવાન ચૈતન્ય પરમપરિણામિક સ્વભાવભાવ, એ પર્યાયમાં આવતો નથી, હવે આવી બધી ભાષા! ક્યાંની ભાષા આ બધી? વાડામાં ક્યાંય મળે એવું નથી સાંભળવા. આ વ્રત કરો ને તપ કરો ને, દયા પાળો ને, સામાયિક કરો ને પોષા કરો, મરી ગયા કરી-કરીને રાગની ક્રિયા છે, રાગ વિનાનો આખો કોણ છે એ જીવદ્રવ્યની તો ખબર ન મળે ! આહાહાહા ! અશક્ય હોવાથી, વ્યવહારી લોકોનો એ વ્યવહારી લોકોનો અધ્યવસાન આદિ અન્ય ભાવમાં જીવ કહેવારૂપ વ્યવહાર છે. ત્યારે ઓલો કહે છે, “સમયસાર” આવ્યું છે બહાર હમણા વિધાનંદી છે ને? એણે બનાવ્યું છે, બનાવ્યું છે બળભદ્ર એણે કહ્યું છે, કે વ્યવહાર સાધકને હોય છે, નિશ્ચય સિદ્ધને હોય છે. પાછો મારી પાસે કાગળ આવ્યો છે, કે સ્વામીજી આના માટે શું કહે છે? આ પુસ્તક મેં બનાવ્યું છે. આહીં નથી ને? નથી. આ રહ્યું આ. વળી ભાઈ પૂનમભાઈ લાવ્યા. એમ કે બધાએ વખાણ્યું છે મારા પુસ્તકને, સ્થાનકવાસીએ, તેરાપંથીએ, શ્વેતાંબરે અને દિગંબરે, પણ બધાની દૃષ્ટિ જ વિપરીત છે એ વખાણે એને. નિશ્ચય તો સિદ્ધને હોય એ પહેલાં Page #114 -------------------------------------------------------------------------- ________________ ગાથા ४७-४८ ૧૦૧ સાધક જીવને તો વ્યવહા૨ જ હોય. અરે ! અને એણે દૃષ્ટાંત શું આપ્યું છે? ઓલા જયસેન આચાર્યની ટીકામાં આવે છે ને ? વ્યવહા૨ જાણેલો પ્રયોજનવાન છે, એમાં આવે છે, કે શ્રાવકને શુભભાવ આદિ અને પ્રમત્ત અને અપ્રમત્ત અવસ્થા છે ત્યાં સુધી, એમ કરીને, ત્યારે એમ કે એને વ્યવહાર જ હોય એને બસ ! પણ નિશ્ચય સ્વના આશ્રય વિના પર્યાય ભેદનો વ્યવહા૨ આવ્યો ક્યાંથી ? ત્યારે નિશ્ચય સિદ્ધને હોય માળે ગજબ કરી નાખ્યું અને આ વિધાનંદસ્વામીએ એના વખાણ કર્યા. જેની સભામાં દસ-દસ હજાર માણસ ભરાય વીસ-વીસ હજાર, એમાં ધૂળમાં શું કીડીના નગરા ભેગા થાય. આહાહાહા ! આ તો ત્રણલોકનો નાથ જિનેન્દ્ર ૫૨મેશ્વર, વીતરાગની વાણી શું છે એની ખબર નથી. ત્યાં તો કહે છે કે પ્રભુ, એક વાર સાંભળ. બીજી રીતે કહીએ, તો જે સ્વરૂપની દૃષ્ટિ થઈ છે, એને પણ વ્યવહા૨ એ પર્યાયમાં વ્યવહાર જાણવા લાયક છે એ વ્યવહા૨ી જીવ થયો. શું કહ્યું ? સમજાણું કાંઈ ? વ્યવહા૨ ઉ૫૨ લક્ષ થયું અને જાણ્યું એથી એ વ્યવહારી જીવ થયો. આઠમી ગાથામાં કહ્યું છે ને કે ગુરુ કહે છે કે અમે તને સમજાવ્યું કે આત્મા કોણ ? દર્શન, જ્ઞાન, ચારિત્રને ‘‘અતતિ ગચ્છતિ’’ પ્રાપ્ત થાય તે આત્મા. પણ અમે વ્યવહારમાં વિકલ્પમાં આવ્યા છીએ તેથી આ કહ્યું. પણ તે વ્યવહા૨ અમારે પણ અનુસરવા લાયક નથી, શ્રોતાને અનુસ૨વા લાયક નથી કહ્યું છે ને ભાઈ ? કહે છે શ્રોતાને. છતાં અમે જે દર્શન, જ્ઞાન, ચારિત્રના ભેદથી આ આત્મા એમ કહ્યું તો શ્રોતાએ તેના ભેદ ઉપ૨ આશ્રય ન કરવું. એણે દૃષ્ટિ અભેદ ઉ૫૨ ક૨વી. અને શ્રોતાએ પણ આડત્રીસમી ગાથામાં એવું લીધું ૩૮ અપ્રતિબુદ્ધ હતો અજ્ઞાની, એને ગુરુએ સમજાવ્યો અને સમજ્યો એ પંચમઆરાનો શ્રોતા, પંચમઆરાના ગુરુએ એને સમજાવ્યું એ વાત છે અહીં. કેવળીએ કીધું નથી આમાં નથી લીધું એમાં ગુરુએ સમજાવ્યું છે. આમ લેવા જઈએ અમે તો આમ કહીએ છીએ– અમે તો જે કહીએ છીએ એ વાત છે અહીં. કેવળી કહે છે એ અત્યારે ક્યાં છે અમારી પાસે. પણ ગુરુએ એને સમજાવ્યું કે “પ્રભુ, તારું ૫૨મેશ્વ૨૫દ અલૌકિક, ભિન્ન છે.” તે પંચમઆરાનો શ્રોતા એમ પછી કહે છે. “અમે તો દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપે પરિણમ્યા છીએ તે આત્મા છીએ” છે ને એમાં ? ભાઈ ! એ શ્રોતા કહે છે હોં, ગુરુ કહે છે એ નહીં. ગુરુએ તો સમજાવ્યું એટલું જ. શ્રોતા છે એ પંચમઆરાનો શ્રોતા, એ અંદ૨ રાગથી ભિન્ન ને ૫૨થી ભિન્ન જાણ્યું, દર્શન, જ્ઞાન, ચારિત્ર થયું, એ એમ કહે છે કે હું તો આત્મા છું, અને જે મેં આત્મા જાણ્યો, એ હવે અમારે અપ્રતિહત છે. પંચમઆરાના શ્રોતા એમ કહે છે. ગુરુ કહે છે અને કેવળી કહે છે એ તો જુદી વાત. અમને આ જે ભાન થયું છે અનુભવ સમ્યગ્દર્શન જ્ઞાન, પડવાના નથી. ભલે અમારે વળીનો વિરહ હોય અત્યારે પણ અમારા આત્માનો વિરહ નથી અમને. આહાહા ! ચંદુભાઈ ! કોની વાત ચાલે છે આ ? શ્રોતાની. આવા તો શ્રોતા લીધા છે. અમારા શ્રોતા આવા હોય. પાંચમીમાં કહ્યુંને કે અમે વિભક્ત કહેશું એ પ્રમાણ ક૨જે પ્રભુ હો ! એ પ્રમાણ અનુભવ કરીને કરજે એમ કહ્યું, પંચમઆરાના શ્રોતાને એમ કહ્યું. આરો એને ક્યાં નડે છે ન્યાં કાળ. આહાહાહા ! પ્રમાણ કરજે, આડત્રીસમાં કીધું કે પ્રમાણ કર્યું અમે. અમે આત્મા દર્શન, જ્ઞાન, ચારિત્રને પ્રાપ્ત થયા પ્રભુ. અમે એમ કહીએ છીએ કે આ અમારો મિથ્યાત્વનો નાશ થયો અમને Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ સમયસાર સિદ્ધિ ભાગ-૩ ફરીને આવવાનું નથી, થવાનું નથી. એમ અમે પંચમઆરાના શ્રોતા પણ પોકાર કરીને કહીએ છીએ. આહાહા ! ચંદુભાઈ ! ગજબ વાતું છે બાપા! અરેરે સમયસાર એટલે શું ચીજ ભાઈ ! કેવળજ્ઞાનીના વિરહ ભૂલાવ્યા છે એને! એક એક એના ન્યાય ને એક એક ભાવ, ગજબ છે ને? આહીં એ શ્રોતા જે છે એ જ્યારે જ્ઞાન સમજયો છે, ભાન પછી. એને રાગાદિ છે, એ વ્યવહારમાં આવ્યો છે એ જાણવાલાયક છે, એમ જાણે. વ્યવહારી એટલે ઈ? ભાઈ આવ્યું'તું ને, આઠમીમાં આચાર્યે કહ્યું હતું ભાઈ કે અમે બે રથને ચલાવનારા નિશ્ચય અને વ્યવહાર એમાં કહેવા માટે વિકલ્પ ઉદ્યો છે અમને અમે વ્યવહારમાં આવ્યા છીએ, જાણીએ છીએ. ભલે, પણ આવ્યા છીએ. તમને સમજાવીએ છીએ એ વ્યવહાર અને સાંભળનારાઓ પણ વિકલ્પથી સાંભળે છે એય વ્યવહાર. આવી વાતું ભાઈ ! બાપુ આ તો વીતરાગ પરમાત્મા! આહાહાહા ! આંહીથી અહિંયા આવ્યું શું? કે અંતર્દર્શન થયું નિશ્ચયનું, હવે પર્યાયમાં જ્ઞાન તરફના લક્ષવાળો છે એ વ્યવહારી જીવ છે, એ વ્યવહારી કહે છે કે છે પર્યાયમાં રાગાદિ છે. હું જાણું છું (શ્રોતા:- મારી પર્યાયમાં છે એમ જાણું છું.) એ પર્યાય-પર્યાય છે એમાં જાણું છું એ પર્યાય મારી એટલે? એ દ્રવ્યની નહીં પણ પર્યાય પર્યાયની છે, એમાં એ મારી છે. આહાહાહા ! ધન્ય અવતાર! આવી વાતું છે. એવી વાતું પ્રભુ ક્યાં છે? ( શ્રોતા:- પ્રભુના વિરહ ભૂલાવે એવી) એવી ચીજ છે– પ્રભુ, શું કહીએ ? વ્યવહારી લોકોનો વ્યવહારી એટલે આમાં શું યાદ આવ્યું સમજાણું? ઓલું આઠમાં કે અમે વિકલ્પમાં વ્યવહારમાં આવ્યા છીએ. છે તો સમકિતી મુનિ, એમ અહીંયાં આત્માનું જ્ઞાન સ્વનું ચૈતન્યમૂર્તિ નિશ્ચયનું થયું છે પણ હવે એને રાગનું જ્ઞાન કરવા માટે લક્ષ ગયું એ વ્યવહારી થયો. ઝીણું પડે પ્રભુ પણ આ સાંભળવા જેવું છે. બાપુ વીતરાગનો માર્ગ આ છે ભાઈ ! અરે આવે કાળે આ મનુષ્ય દેહે એ નહિ સમજે પ્રભુ તો ક્યારે સમજશે. ક્યાં જશે? આહાહાહા ! એ અધ્યવસાનાદિ અન્યભાવોને જીવ કહેવારૂપ વ્યવહાર છે. રાગાદિ મારા છે, એમ જાણવાનો વ્યવહાર છે. પરમાર્થથી તો જીવ એક જ છે. નિશ્ચયની દૃષ્ટિમાં તો જે વસ્તુ આવી છે એ જીવ એક જ છે. કાલે ખૂબ આવ્યું'તું કાલે ભાવાર્થમાં ! ભાવાર્થમાં બધુ અવસ્તુ ને વસ્તુ ને પંડિત જયચંદ પંડિત, પહેલાંના પંડિતો પણ ! આહાહાહા ! હવે શિષ્ય પૂછે છે. આવી અલૌકિક ગાથા ૪૯ જુઓ આ દિવસ આવ્યા બધા સારા ને ગાથા આવી ઓગણપચાસ, આ ગાથા દરેક શાસ્ત્રમાં છે. સમયસાર, પ્રવચનસાર, નિયમસાર, અષ્ટપાહુડ, ધવલ દરેકમાં આ ગાથા છે. કોઈ એવી ગાથા છે આ, દરેક શાસ્ત્રમાં જેટલા સિદ્ધાંત આ છે. ધવલમાં તો વળી એક જ ઠેકાણે પણ ધવલમાં પણ આ ગાથા છે, અને જેટલા અધ્યાત્મના (શાસ્ત્રો) છે. આ સમયસાર, નિયમસાર, પ્રવચનસાર, અષ્ટપાહુડ બધાયમાં છે. હવે શિષ્ય પૂછે છે કે અધ્યવસાનાદિ ભાવો છે તે જીવ નથી, ત્રિકાળી વસ્તુ નથી, તો તે એક ટંકોત્કીર્ણ એવા ભેદના પ્રકારથી રહિત એવો એક ટંકોત્કીર્ણ શુદ્ધરૂપ, પવિત્રરૂપ, ભેદ વિનાનો પર્યાયમાં ભંગ ભેદ વિનાનો, એવો જે ભગવાન આત્મા, શિષ્ય પૂછે છે આટલું તો આટલું સાંભળ્યું એટલે શિષ્યને આટલું પૂછવાનો પ્રયત્ન આવ્યો, એટલો તો તૈયાર થયો. ભાઈ ગયા Page #116 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૪૭-૪૮ ૧૦૩ ઝમભાઈ? હૈં? બેઠા છે ઠીક, આ કયાંય એની મેળાએ વાંચે તો કાંઈ સમજાય એવું નથી આમાં કાંઈ. બધું છે ઈ છે. અમે જાણે વાંચ્યું ને સમજી ગયા છીએ. ઝીણી વાતું બાપુ! બહુ ઝીણી વાતું છે. ઘણો પરિચય અને ઘણો અભ્યાસ હોય ત્યારે તેને ખ્યાલમાં આવે કે આ શું કહેવા માંગે છે? એ શિષ્ય પૂછે છે કે રાગાદિ ભાવો છે તે જીવ નથી. અહીં તો અધ્યવસાનથી લીધું'તું રાગની એકતાબુદ્ધિ અધ્યવસાન ન્યાંથી લીધું છે પણ એકતાબુદ્ધિ તૂટી ગઈ, છતાં પણ રાગાદિ રહ્યો છે, એ જીવનો નથી. તો એક ટંકોત્કીર્ણ પરમાર્થરૂપ જીવ કેવો છે? પ્રભુ ત્યારે જીવ છે કેવો ? જીવદ્રવ્ય જીવ હોં ! એ સમ્યગ્દર્શનનો વિષય પરમાત્મસ્વરૂપ ભગવાન આત્મા નિત્યાનંદ પ્રભુ, જિનબિંબ, જિનસ્વરૂપ એવો જે આત્મા, પરમાર્થ સ્વરૂપ જીવ કેવો છે? તેનું લક્ષણ શું છે? એનું લક્ષણ શું છે? કે જેનાથી એ જણાય? એ પ્રશ્નનો ઉત્તર કહે છે, લ્યો શરૂઆત કરી દઈએ ઉપર સંસ્કૃત છે. અંદર ઉપર છે સંસ્કૃત હોં ઈ. અમૃતચંદ્રાચાર્ય પોતે આ રીતે શિષ્યના મુખમાં પ્રશ્ન મૂકે છે. યદ્ય તર્દિ વિનક્ષણોગસાવેફ્રોત્વીf: પરમર્થનીવ તિ પૃ: પ્રી अरसमरुवमगंधं अव्वत्तं चदेणागुणमस। जाण अलिंगग्गहणं जीवमणिदि ह्रसंठाणं ।। ४९ ।। જીવ ચેતનાગુણ, શબ્દ-રસ-રૂપ-ગંધ વ્યક્તિવિહીન છે, નિર્દિષ્ટ નહિ સંસ્થાન જીવનું, ગ્રહણ લિંગ થકી નહીં. ૪૯. એની ટીકા આવશે. (શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ.) (શ્રોતા:- સમયસારના અપૂર્વ સ્વાગત કરી અંતરમાં મંગળ પધરામણી કરાવનાર સગુરુદેવનો જય હો.). LI InIT TIT IIIIIIIIIIIIII ત્રિકાળ ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ! એ અભેદને જેણે વિષય નથી કર્યો ( એ ચોરાશીમાં ખોવાઈ જશે). કેમકે શુદ્ધનયનો વિષય તો અભેદ છે. અભેદ એટલે એમાં પર્યાય પણ ન આવે, રાગ ન આવે પણ ગુણી આત્મા અને જ્ઞાનગુણ, એવો ભેદ પણ એમાં ન આવે. આહા.. હા..! ગુણી (એટલે) ગુણનો ધરનાર પ્રભુ અને એનો આ જ્ઞાન અને આનંદ ગુણ, એવો ભેદ પણ સમ્યગ્દર્શનનો વિષય નહિ. આ..હા..હા..! એને આશ્રયે સમ્યગ્દર્શન ન થાય. તેથી શુદ્ધનયનો વિષય અભેદ છે. આ..હા...! માલ-માલ છે આ તો એકલો !! (સમયસાર દોહન - પૂ. ગુરુદેવશ્રીના નાઈરોબીના પ્રવચન પાના નં. ૬૭) Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ x સમયસાર સિદ્ધિ ભાગ-૩ गाथा - ४८ ******************** यद्येवं तर्हि किंलक्षणोऽसावेकष्टङ्कोत्कीर्णः परमार्थजीव इति पृष्टः प्राहअरसमरूवमगंधं अव्वत्तं चेदणागुणमसदं । जाण अलिंगग्गहणं जीवमणिद्दिद्वसंठाणं ।। ४९।। अरसमरूपमगन्धमव्यक्तं चेतनागुणमशब्दम् । जानीहि अलिङ्गग्रहणं जीवमनिर्दिष्टसंस्थानम् ।। ४९ ।। यः खलु पुद्गलद्रव्यादन्यत्वेनाविद्यमानरसगुणत्वात्, पुद्गलद्रव्यगुणेभ्यो भिन्नत्वेन स्वयमरसगुणत्वात्, परमार्थतः पुद्गलद्रव्यस्वामित्वाभावाद्द्रव्येन्द्रियावष्टम्भेनारसनात्, स्वभावतः क्षायोपशमिकभावाभावाद्भावेन्द्रियावलम्बेना रसनात्, सकलसाधारणैकसंवेदनपरिणामस्वभावत्वात्केवलरसवेदनापरिणामापन्नत्वेनारसनात्, सकलज्ञेयज्ञायकतादात्म्यस्य निषेधाद्रसपरिच्छेदपरिणतत्वेऽपि स्वयं रसरूपेणापरिणमतथा पुद्गलद्रव्यादन्यत्वेनाविद्यमानरूपगुणत्वात्, पुद्गलद्रव्यगुणेभ्यो भिन्नत्वेन स्वयमरूपगुणत्वात्, परमार्थतः पुद्गलद्रव्यस्वामित्वाभावाद्द्रव्येन्द्रियावष्टम्भेनारूपणात्, स्वभावतः क्षायोपशमिकभावाभावाद्भावेन्द्रियावलम्बेना-रूपणात्, नाचारसः। सकलसाधारणैकसंवेदनपरिणामस्वभावत्वात्केवलरूपवेदनापरिणामापन्नत्वेनारूपणात्, सकलज्ञेयज्ञायकतादात्म्यस्य निषेधाद्रूप परिच्छेदपरिणतत्वेऽपि स्वयं रूपरूपेणापरिणमनाच्चारूपः। तथा पुद्गलद्रव्यादन्यत्वेनाविद्यमानगन्धगुणत्वात्, पुद्गलद्रव्यगुणेभ्यो भिन्नत्वेन स्वयमगन्धगुणत्वात्, परमार्थतः पुद्गलद्रव्यस्वामित्वाभावाद्द्रव्येन्द्रियावष्टम्भेनागन्धनात्, स्वभावतः क्षायोपशमिकभावाभावाद्भावेन्द्रियावलम्बेनागन्धनात्, सकलसाधारणैकसंवेदनपरिणामस्वभावत्वात्केवलगन्धवेदनापरिणामापन्नत्वेनागन्धनात्, सकलज्ञेयज्ञायकतादात्म्यस्य निषेधाद्गन्धपरिच्छेदपरिणतत्वेऽपि स्वयं गन्धरूपेणापरिणमनाच्चागन्धः। तथा पुद्गलद्रव्यादन्यत्वेनाविद्यमानस्पर्शगुणत्वात्, पुद्गलद्रव्यगुणेभ्यो भिन्नत्वेन स्वयमस्पर्शगुणत्वात् परमार्थत: पुद्गलद्रव्यस्वामित्वाभावाद्द्रव्येन्द्रियावष्टम्भेनास्पर्शनात्, स्वभावतः क्षायोपशमिकभावाभावाद्भावेन्द्रियावलम्बेनास्पर्शनात्, सकलसाधारणैकसंवेदनपरिणामस्वभावत्वात्केवलस्पर्शवेदनापरिणामापन्नत्वेनास्पर्शनात्, सकलज्ञेयज्ञायकतादात्म्यस्य निषेधात्स्पर्शपरिच्छेदपरिणतत्वेऽपि स्वयं स्पर्शरूपेणापरिणमनाच्चास्पर्शः। तथा पुद्गलद्रव्यादन्यत्वेनाविद्यमानशब्दपर्यायत्वात्, पुद्गलद्रव्यपर्यायेभ्यो भिन्नत्वेन स्वयमशब्दपर्यायत्वात्, परमार्थतः पुद्गलद्रव्यस्वामित्वाभावाद्द्रव्येन्द्रियावष्टम्भेन शब्दाश्रवणात्, स्वभावतः क्षायोपशमिकभावाभावाद्भावेन्द्रियावलम्बेन शब्दाश्रवणात्, सकलसाधारणैकसंवेदनपरिणामस्वभावत्वात् केवलशब्दवेदनापरिणामापन्नत्वेन शब्दाश्रवणात्, सकलज्ञेयज्ञायकतादात्म्यस्य निषेधाच्छब्द Page #118 -------------------------------------------------------------------------- ________________ था - ४८ ૧૦૫ परिच्छेदपरिणतत्वेऽपि स्वयं शब्दरूपेणापरिणमनाचाशब्दः। द्रव्यान्तरारब्धशरीरसंस्थानेनैव संस्थान इति निर्देष्टुमशक्यत्वात्, नियतस्वभावेनानियतसंस्थानानन्तशरीरवर्तित्वात्, संस्थाननामकर्मविपाकस्य पुद्गलेषु निर्दिश्यमानत्वात्, प्रतिविशिष्टसंस्थानपरिणतसमस्तवस्तुतत्त्वसंवलितसहजसंवेदनशक्तित्वेऽपि स्वयमखिललोकसंवलनशून्योपजायमाननिर्मलानुभूतितयात्यन्तमसंस्थानत्वाचानिर्दिष्टसंस्थानः। षड्द्रव्यात्मक लोकाज्ज्ञेयाव्यक्तादन्यत्वात्, कषायचक्राद्भावकाव्यक्तादन्यत्वात्, चित्सामान्यनिमग्नसमस्तव्यक्तित्वात्, क्षणिकव्यक्तिमात्राभावात्, व्यक्ताव्यक्तविमिश्रप्रतिभासेऽपि व्यक्तास्पर्शत्वात्, स्वयमेव हि बहिरन्तः स्फुटम-नुभूयमानत्वेऽपि व्यक्तोपेक्षणेन प्रद्योत- मानत्वाच्चाव्यक्तः। रसरूपगन्धस्पर्शशब्दसंस्थानव्यक्तत्वाभावेऽपि स्वसंवेदनबलेन नित्यमात्मप्रत्यक्षत्वे सत्यनुमेयमात्रत्वाभावादलिङ्गग्रहणः। समस्तविप्रतिपत्तिप्रमाथिना विवेचकजनसमर्पितसर्वस्वेन सकलमपि लोकालोकं कवलीकृत्यात्यन्तसौहित्यमन्थरेणेव सकलकालमेव मनागप्यविचलितानन्यसाधारणतया स्वभावभूतेन स्वयमनुभूयमानेन चेतनागुणेन नित्यमेवान्तःप्रकाशमानत्वात् चेतनागुणश्च। स खलु भगवानमलालोक इहैकष्टकोत्कीर्ण: प्रत्यग्ज्योतिर्जीवः। હવે શિષ્ય પૂછે છે કે એ અધ્યવસાનાદિ ભાવો છે તે જીવ નથી તો તે એક, ટંકોત્કીર્ણ, પરમાર્થ સ્વરૂપ જીવ કેવો છે? તેનું લક્ષણ શું છે? એ પ્રશ્નનો ઉત્તર કહે છે - ७५ येतनायु, ४०६-२४-३५-०५-व्यक्तिविहीन छ, નિર્દિષ્ટ નહિ સંસ્થાન જીવનું, ગ્રહણ લિંગ થકી નહીં. ૪૯. Auथार्थ:-हे भव्य ! तुं [जीवम् ] »पने [अरसम्] २सहित, [अरूपम् ] ३५२हित, [ अगन्धम् ] गंधरहित, [अव्यक्तं ] भव्यतअर्थात् द्रियाने गोय२. नथी मेयो, [चेतनागुणम्] येतन। लेनो गु छे मेवो, [ अशब्दम् ] २०६२हित, [अलिङ्गग्रहणं] ओ शिथी - अ नथी मेवो भने [ अनिर्दिष्टसंस्थानम् ] लेनो डोछार हेवाती नथी वो[जानीहिए. ટીકાઃ-જે જીવ છે તે ખરેખર પુગલદ્રવ્યથી અન્ય હોવાથી તેમાં રસગુણ વિધમાન નથી માટે અરસ છે. ૧. પુગલદ્રવ્યના ગુણોથી પણ ભિન્ન હોવાથી પોતે પણ રસગુણ નથી માટે અરસ છે. ૨. પરમાર્થે પુગલદ્રવ્યનું સ્વામીપણું પણ તેને નહિ હોવાથી તે દ્રવ્યેન્દ્રિયના આલંબન વડે પણ રસ ચાખતો નથી માટે અરસ છે. ૩. પોતાના સ્વભાવની દૃષ્ટિથી જોવામાં આવે તો લાયોપથમિક ભાવનો પણ તેને અભાવ હોવાથી તે ભાવેન્દ્રિયના આલંબન વડે પણ રસ ચાખતો નથી માટે અરસ છે. ૪. સકલ વિષયોના વિશેષોમાં સાધારણ એવા એક જ સંવેદનપરિણામરૂપ તેનો સ્વભાવ હોવાથી તે કેવળ એક રસવેદના પરિણામને પામીને રસ ચાખતો નથી માટે અરસ છે. ૫. (તેને સમસ્ત શેયોનું જ્ઞાન થાય છે પરંતુ) સકલ શેયજ્ઞાયકના તાદાભ્યનો (-એકરૂપ થવાનો) નિષેધ Page #119 -------------------------------------------------------------------------- ________________ : - રસ છે. ૧૦૬ સમયસાર સિદ્ધિ ભાગ-૩ હોવાથી રસના જ્ઞાનરૂપે પરિણમતાં છતાં પણ પોતે રસરૂપે પરિણમતો નથી માટે અરસ છે. ૬. આમ છ પ્રકારે રસના નિષેધથી તે અરસ છે. એ રીતે, જીવ ખરેખર પુદ્ગલદ્રવ્યથી અન્ય હોવાથી તેમાં રૂપગુણ વિધમાન નથી માટે અરૂપ છે. ૧. પુદ્ગલદ્રવ્યના ગુણોથી પણ ભિન્ન હોવાથી પોતે પણ રૂપગુણ નથી માટે અરૂપ છે. ૨. પરમાર્થે પુદ્ગલદ્રવ્યનું સ્વામીપણું પણ તેને નહિ હોવાથી તે દ્રવ્યન્દ્રિયના આલંબન વડે પણ રૂપ દેખતો નથી માટે અરૂપ છે. ૩. પોતાના સ્વભાવની દૃષ્ટિથી જોવામાં આવે તો લાયોપથમિક ભાવનો પણ તેને અભાવ હોવાથી તે ભાવેન્દ્રિયના આલંબન વડે પણ રૂપ દેખતો નથી માટે અરૂપ છે. ૪. સકલ વિષયોના વિશેષોમાં સાધારણ એવા એક જ સંવેદનપરિણામરૂપ તેનો સ્વભાવ હોવાથી તે કેવળ એક રૂપવેદના પરિણામને પામીને રૂપ દેખતો નથી માટે અરૂપ છે. ૫. (તેને સમસ્ત શેયોનું જ્ઞાન થાય છે પરંતુ) સકલ શેયજ્ઞાયકના તાદાભ્યનો નિષેધ હોવાથી રૂપના જ્ઞાનરૂપે પરિણમતાં છતાં પણ પોતે રૂપરૂપે પરિણમતો નથી માટે અરૂપ છે. ૬. આમ છ પ્રકારે રૂપના નિષેધથી તે અરૂપ છે. એ રીતે, જીવ ખરેખર પુદ્ગલદ્રવ્યથી અન્ય હોવાથી તેમાં ગંધગુણ વિદ્યમાન નથી માટે અગંધ છે. ૧. પુદ્ગલદ્રવ્યના ગુણોથી પણ ભિન્ન હોવાથી પોતે પણ ગંધગુણ નથી માટે અગંધ છે. ૨. પરમાર્થે પુગલદ્રવ્યનું સ્વામીપણું પણ તેને નહિ હોવાથી તે દ્રવ્યેન્દ્રિયના આલંબન વડે પણ ગંધ સુંઘતો નથી માટે અગંધ છે. ૩. પોતાના સ્વભાવની દૃષ્ટિથી જોવામાં આવે તો લાયોપથમિક ભાવનો પણ તેને અભાવ હોવાથી તે ભાવેન્દ્રિયના આલંબન વડે પણ ગંધ સુંઘતો નથી માટે અગંધ છે. ૪. સકલ વિષયોના વિશેષોમાં સાધારણ એવા એક જ સંવેદનપરિણામરૂપ તેનો સ્વભાવ હોવાથી તે કેવળ એક ગંધવેદનાપરિણામને પામીને ગંધ સુંઘતો નથી માટે અગંધ છે. ૫. (તેને સમસ્ત શેયોનું જ્ઞાન થાય છે. પરંતુ) સકલ શેયજ્ઞાયકના તાદાભ્યનો નિષેધ હોવાથી ગંધના જ્ઞાનરૂપે પરિણમતાં છતાં પણ પોતે ગંધરૂપે પરિણમતો નથી માટે અગંધ છે. ૬. આમ છ પ્રકારે ગંધના નિષેધથી તે અગંધ છે. એ રીતે, જીવ ખરેખર પુગલદ્રવ્યથી અન્ય હોવાથી તેમાં સ્પર્શગુણ વિદ્યમાન નથી માટે અસ્પર્શ છે. ૧. પુદ્ગલદ્રવ્યના ગુણોથી પણ ભિન્ન હોવાથી પોતે પણ સ્પર્શગુણ નથી માટે અસ્પર્શ છે. ૨. પરમાર્થે પુગલદ્રવ્યનું સ્વામીપણું પણ તેને નહિ હોવાથી તે દ્રવ્યેન્દ્રિયના આલંબન વડે પણ સ્પર્શને સ્પર્શતો નથી માટે અસ્પર્શ છે. ૩. પોતાના સ્વભાવની દૃષ્ટિથી જોવામાં આવે તો લાયોપશમિક ભાવનો પણ તેને અભાવ હોવાથી તે ભાવેન્દ્રિયના આલંબન વડે પણ સ્પર્શને સ્પર્શતો નથી માટે અસ્પર્શ છે. ૪. સકલ વિષયોના વિશેષોમાં સાધારણ એવા એક જ સંવેદનપરિણામરૂપ તેનો સ્વભાવ હોવાથી તે કેવળ એક સ્પર્શવેદના પરિણામને પામીને સ્પર્શને સ્પર્શતો નથી માટે અસ્પર્શ છે. ૫. (તેને સમસ્ત શેયોનું જ્ઞાન થાય છે પરંતુ) સકલ શેયજ્ઞાયકના તાદાભ્યનો નિષેધ હોવાથી સ્પર્શના જ્ઞાનરૂપે પરિણમતાં છતાં પણ પોતે સ્પર્શરૂપે પરિણમતો નથી માટે Page #120 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૪૯ ૧૦૭ અસ્પર્શ છે. ૬. આમ છ પ્રકારે સ્પર્શના નિષેધથી તે અસ્પર્શ છે. એ રીતે, જીવ ખરેખર પુદ્ગલદ્રવ્યથી અન્ય હોવાથી તેમાં શબ્દપર્યાય વિધમાન નથી માટે અશબ્દ છે. ૧. પુગલદ્રવ્યના પર્યાયોથી પણ ભિન્ન હોવાથી પોતે પણ શબ્દપર્યાય નથી માટે અશબ્દ છે. ૨. પરમાર્થે પુગલદ્રવ્યનું સ્વામીપણું પણ તેને નહિ હોવાથી તે દ્રવ્યેન્દ્રિયના આલંબન વડે પણ શબ્દ સાંભળતો નથી માટે અશબ્દ છે. ૩. પોતાના સ્વભાવની દૃષ્ટિથી જોવામાં આવે તો લાયોપથમિક ભાવનો પણ તેને અભાવ હોવાથી તે ભાવેન્દ્રિયના આલંબન વડે પણ શબ્દ સાંભળતો નથી માટે અશબ્દ છે. ૪. સકલ વિષયોના વિશેષોમાં સાધારણ એવા એક જ સંવેદનપરિણામરૂપ તેનો સ્વભાવ હોવાથી તે કેવળ એક શબ્દવેદના પરિણામને પામીને શબ્દ સાંભળતો નથી માટે અશબ્દ છે. ૫.(તેને સમસ્ત શેયોનું જ્ઞાન થાય છે પરંતુ) સકલ શેયજ્ઞાયકના તાદાભ્યનો નિષેધ હોવાથી શબ્દના જ્ઞાનરૂપે પરિણમતાં છતાં પણ પોતે શબ્દરૂપે પરિણમતો નથી માટે અશબ્દ છે. ૬. આમ છ પ્રકારે શબ્દના નિષેધથી તે અશબ્દ છે. (હવે “અનિર્દિષ્ટસંસ્થાન” વિશેષણ સમજાવે છે:-) પુદ્ગલદ્રવ્ય વડે રચાયેલું જે શરીર તેના સંસ્થાન (આકાર) થી જીવને સંસ્થાનવાળો કહી શકાતો નથી માટે જીવ અનિર્દિષ્ટસંસ્થાન છે. ૧. પોતાના નિયત સ્વભાવથી અનિયત સંસ્થાનવાળા અનંત શરીરોમાં રહે છે માટે અનિર્દિષ્ટસંસ્થાન છે. ૨. સંસ્થાન નામકર્મનો વિપાક (ફળ) પુગલોમાં જ કહેવામાં આવે છે (તેથી તેના નિમિત્તથી પણ આકાર નથી) માટે અનિર્દિષ્ટસંસ્થાન છે. ૩. જુદાં જુદાં સંસ્થાનરૂપે પરિણમેલી સમસ્ત વસ્તુઓનાં સ્વરૂપ સાથે જેની સ્વાભાવિક સંવેદનશક્તિ સંબંધિત ( અર્થાત્ તદાકાર) છે એવો હોવા છતાં પણ જેને સમસ્ત લોકના મિલાપથી ( સંબંધથી) રહિત નિર્મળ ( જ્ઞાનમાત્ર) અનુભૂતિ થઈ રહી છે એવો હોવાથી પોતે અત્યંતપણે સંસ્થાન વિનાનો છે માટે અનિર્દિષ્ટસંસ્થાન છે. ૪. આમ ચાર હેતુથી સંસ્થાનનો નિષેધ કહ્યો. (હવે “અવ્યક્ત' વિશેષણને સિદ્ધ કરે છે:-) છ દ્રવ્યસ્વરૂપ લોક જે શેય છે અને વ્યક્ત છે તેનાથી જીવ અન્ય છે માટે અવ્યક્ત છે. ૧. કષાયોનો સમૂહ જે ભાવકભાવ વ્યક્ત છે તેનાથી જીવ અન્ય છે માટે અવ્યક્ત છે. ૨. ચિત્સામાન્યમાં ચૈતન્યની સર્વ વ્યક્તિઓ નિમગ્ન (અંતર્ભત) છે માટે અવ્યક્ત છે. ૩. ક્ષણિક વ્યક્તિમાત્ર નથી માટે અવ્યક્ત છે. ૪. વ્યક્તપણું તથા અવ્યક્તપણું ભેળાં મિશ્રિતરૂપે તેને પ્રતિભાસવા છતાં પણ તે વ્યક્તપણાને સ્પર્શતો નથી માટે અવ્યક્ત છે. ૫. પોતે પોતાથી જ બાહ્ય-અત્યંતર સ્પષ્ટ અનુભવાઈ રહ્યો હોવા છતાં પણ વ્યક્તપણા પ્રતિ ઉદાસીનપણે પ્રોતમાન (પ્રકાશમાન) છે માટે અવ્યક્ત છે. ૬. આમ છ હેતુથી અવ્યક્તપણું સિદ્ધ કર્યું. આ પ્રમાણે રસ, રૂપ, ગંધ, સ્પર્શ, શબ્દ, સંસ્થાન અને વ્યક્તપણાનો અભાવ હોવા છતાં પણ સ્વસંવેદનના બળથી પોતે સદા પ્રત્યક્ષ હોવાથી અનુમાનગોચરમાત્રપણાના અભાવને લીધે (જીવન) અલિંગગ્રહણ કહેવામાં આવે છે. પોતાના અનુભવમાં આવતા ચેતનાગુણ વડે સદાય અંતરંગમાં પ્રકાશમાન છે Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ સમયસાર સિદ્ધિ ભાગ-૩ તેથી (જીવ ) ચેતનાગુણવાળો છે. કેવો છે ચેતનાગુણ ? જે સમસ્ત વિપ્રતિપત્તિઓનો (જીવને અન્ય પ્રકારે માનવારૂપ ઝઘડાઓનો ) નાશ ક૨ના૨ છે, જેણે પોતાનું સર્વસ્વ ભેદશાની જીવોને સોંપી દીધું છે. જે સમસ્ત લોકાલોકને ગ્રાસીભૂત કરી જાણે કે અત્યંત તૃતિ વડે ઠરી ગયો હોય તેમ ( અર્થાત્ અત્યંત સ્વરૂપ-સૌખ્ય વડે તૃ તૃસ હોવાને લીધે સ્વરૂપમાંથી બહાર નીકળવાનો અનુધમી હોય તેમ) સર્વ કાળે કિંચિત્માત્ર પણ ચલાયમાન થતો નથી અને એ રીતે સદાય જરા પણ નહિ ચળતું અન્યદ્રવ્યથી અસાધારણપણું હોવાથી જે ( અસાધારણ ) સ્વભાવભૂત છે. -આવો ચૈતન્યરૂપ ૫૨માર્થસ્વરૂપ જીવ છે. જેનો પ્રકાશ નિર્મળ છે એવો આ ભગવાન આ લોકમાં એક, ટંકોત્કીર્ણ, ભિન્ન જ્યોતિરૂપ વિરાજમાન છે. પ્રવચન નં. ૧૨૨ ગાથા - ૪૯ તા. ૩૦/૧૦/૭૮ સોમવાર આસો વદ-૧૪ સમયસાર ગાથા ૪૯. ગાથા તો ચાલી ગઇ છે. ટીકા :- જે આ જીવ છે, જ્ઞાનાનંદ, સહજાત્મ સ્વરૂપ એ છે તે, ખરેખર પુદ્ગલદ્રવ્યથી અન્ય હોવાથી, એ પુદ્ગલદ્રવ્યથી અન્ય હોવાથી, ભગવાન આત્મા ! ( શ્રોતાઃ- ખરેખર એટલે શું ? ) ખરેખર એટલે યથાર્થ. નિમિત્તપણે સંબંધ છે વ્યવહાર તરીકે સંબંધ છે ૫૨માર્થે એ છે નહિં એમ કહેવું છે. સર્વે સંબંધો નિષિદ્ધ ૨૦૦ કળશમાં (છે) આમ તો આવી ગયું ને કાલે વ્યવહા૨થી જીવને ( અને ) શરીરને નિમિત્ત –નિમિત્ત સંબંધ છે. કર્મને અને જીવને પણ નિમિત્ત –નિમિત્ત સંબંધ છે એ વ્યવહા૨ છે. એ જાણવું જ્ઞાન ક૨વા લાયક છે. પણ આદરવા લાયક એ નથી. આદ૨વા લાયક તો આ ભગવાન આત્મા, જીવ છે. પહેલું તો અસ્તિ સિદ્ધ કરી. ભગવાન આત્મા, શાયક સ્વરૂપ ! એ તો ભગવાનની સ્તુતિ કરી છે જ્યારે ઇન્દ્રોએ ત્યારે તો એક હજા૨ને આઠ નામથી એને પોકાર્યા છે. એક હજા૨ને આઠ! એ કહીને પણ એમ કહ્યું કે આ તો સામાન્ય વાત છે. બાકી આપ તો અનંતગુણથી (શોભાયમાન છો. ) આ તો જીવ છે આવો. એક હજા૨ને આઠ નામના લક્ષણ આપ્યા છે. આદિ પુરાણમાં આદિ પુરાણ કાઢયું'તું, બીજામાં છે પણ ત્રણેય જાદું છે. એક હજારને આઠ નામ જિનસેનાચાર્યના છે. એક હજારને આઠ નામ આશાધરના છે. એક હજારને આઠ નામ હેમચંદ્રાચાર્યના છે. ઘણું કરીને ત્રણ છે કે પાંચ છે. બીજા એક બે હોય તો ખબર નથી. બનારસીદાસના થોડા નામ છે આમાં, નામ એવા છે. એક પુસ્તક છે જુદું પણ એ તો ભાઈને હિંમતભાઈને કહ્યું'તું પણ હાથ આવ્યું નહીં. આહાહાહા ! એક હજા૨ને આઠ નામ પ્રભુ આપના, આત્મા જ્ઞાન સંપન્ન છે, દર્શન સંપન્ન છે. આનંદ સંપન્ન છે, જીવતર શક્તિ સંપન્ન છે. ચિતિ – દેશિ જ્ઞાન ૪૭ શક્તિ, એવો ભગવાન આત્મા અનંત, અનંત, અનંત, અનંત એવા ગુણોનો સંપન્ન છે. એમાં એકેક ગુણથી કહે તો અનંતા અનંતા અનંતા ગુણ થાય છે. એવો આ જીવ છે. એમ અત્યારે પહેલાં સિદ્ધ કરીએ છીએ. આહાહા ! ભગવાન આત્મા અનંત – અનંત જીવતરશક્તિ સંપન્ન, અનંત – અનંત ચિતિશક્તિ સંપન્ન, અનંત – અનંત, દૈશિશક્તિ, જ્ઞાનશક્તિ, સુખશક્તિ, વીર્યશક્તિ, પ્રભુશક્તિ, વિભુત્વશક્તિ, Page #122 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૪૯ ૧૦૯ સર્વદર્શી, સર્વજ્ઞ વિગેરે અનંત – અનંત જેનું સામર્થ્ય છે એવા અનંતશક્તિ સંપન્ન પ્રભુ તે જીવ છે. અત્યારે આટલી વાત કરી. આહાહાહા ! સમજાય છે કાંઈ? જીવ છે એટલે જીવ કહો કે આત્મા કહો બીજામાં એમ છે કે આત્મા તો નિર્લેપ છે. પણ જીવને અંતરકર્મ સહિત દોષ છે. એમ બે જુદા પાડે છે. એમ નથી. આ તો પોતાના જીવતર શક્તિ કાઢી છે ને ભાઈ પહેલી, પહેલાં જીવતર શક્તિ કાઢી ને પહેલી ! કેમ કે “જીવો ચરિત્ર – દર્શન - જ્ઞાન ઠિયો” ત્યાંથી ઉપાડ્યું. બીજી ગાથામાં કહ્યું છે! શું શૈલી પ્રભુની! એ તારી શૈલી શું? જીવો બીજી ગાથા “ચરિત્ર દંસણ જ્ઞાન ઠિયો” એમાંથી જીવતર શક્તિ કાઢી છે. પહેલી ! ભગવાન આત્મા અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત, આનંદ ને અનંતી સત્તા એનાથી જેનું જીવન છે પ્રભુનું, એવી જીવતર શક્તિ એવી ચિતિ શક્તિ જુઓ એ બધામાં જ્ઞાન તો બધામાં આવશે. જીવતરમાંય જ્ઞાન આવ્યું – દર્શન આનંદમાં ચિતિમાંય જ્ઞાનને દર્શન બેય આવ્યા. પ્રભુ તું તો ચિતિ શક્તિ સંપન્ન છો ને પ્રભુ! જીવ છે એ ચિતિ, દર્શન, જ્ઞાનનો પિંડ પ્રભુ તે ચિતિ શક્તિ છે. પછી એના ભેદ પાડયા. દર્શન શક્તિ પછી જ્ઞાન શક્તિ. જુઓ પાછું આવ્યું જીવતરમાં દર્શનજ્ઞાન આવ્યું'તું, ચિતિમાં દર્શન- જ્ઞાન આવ્યું'તું. પછી દર્શન અને જ્ઞાન ભિન્ન પાડ્યા. આહાહાહા ! પાછી વીર્યશક્તિ, પ્રભુત્વશક્તિ, પણ એ પ્રભુત્વશક્તિ પણ જીવ છે એવા જે અનંતગુણો છે તેમાં એકેક શક્તિનું રૂપ છે, એવો જીવ છે. આ પહેલી જીવ છે એની વ્યાખ્યા ચાલે છે. પછી તો નથી એમાં એટલે “નાસ્તિ” એમ કહે છે. ભગવાન આત્મા અનંત, અનંત જ્ઞાન, દર્શન સહિત ચિતિ દેશિ જ્ઞાન સહિત, પ્રભુત્વ વિભુત્વ સહિત અને એ પ્રભુત્વશક્તિ પણ અનંત શક્તિમાં એનું રૂપ છે, અને દરેક શક્તિ પ્રભુત્વશક્તિ સ્વરૂપ છે. એવી વિભુત્વશક્તિ સર્વદર્શીશક્તિ એમાં પાછું દર્શન આવ્યું. સર્વજ્ઞશક્તિમાં જ્ઞાન આવ્યું, સ્વચ્છત્વશક્તિમાંય જ્ઞાન આવ્યું. પ્રકાશશક્તિમાં પાછું સ્વ-સંવેદન જ્ઞાન, એવા અનંત અનંત ગુણો અસંકુચિત, અકાર્યકારણશક્તિ અનંત, પરિણમન પરિણામ્યશક્તિ અનંત, ત્યાગ ઉપાદાન શૂન્યત્વ શક્તિ અનંત, અગુરુલઘુ ગુણશક્તિ અનંત, ઉત્પાદવ્યયધુવશક્તિ અનંત એકેક શક્તિમાં અનંતનું રૂપ માટે અનંત એમ કીધું. આહાહા ! એમ અગુરુલઘુશક્તિ અનંત, ઉત્પાદવ્યયશક્તિ અનંત, અસ્તિત્વ પરિણામની શક્તિ અનંત, એમાં એકેકમાં અનંતનું રૂપ, ઓહો ! એવો જીવ છે કહે છે અહિંયા તો. અમૂર્ત શક્તિ અનંત, અકર્તુત્વશક્તિ અનંત, અભોકતૃત્વશક્તિ અનંત એકેક શક્તિમાં પાછું દરેકમાં અકર્તુત્વપણું અભોકતૃત્વપણું દરેક ગુણના રૂપમાં છે. આહાહાહા ! ભગવાન તો અનંતગુણનો સાગર અનંતા અનંતા ગુણો પણ એ અનંતા અનંતા જેનો અંત નહિ એટલા ગુણો, પણ એ અનંતા ગુણનું એકેક ગુણમાં એનું રૂપ બધું પાછું. અનંતા, અનંતા, અનંતા, અનંતા ગુણ છે. એટલા અનંતાઅનંત જેનો અંત નહિ પાછા એના એટલા ગુણોનું એકેક ગુણમાં એનું રૂપ. ઓહોહો ! એક ગુણ એમાં નહિ, એક ગુણમાં બીજો ગુણ નહિ પણ ગુણનું સ્વરૂપ અંદર છે. જેમ કે કર્તુત્વ ગુણ છે પણ અંદર કર્તુત્વ ગુણ નહિં. પણ કર્તુત્વ નામનું એમાં રૂપ છે! એકેક જ્ઞાન, એકેક દર્શન એકેક આનંદ એવા અનંતા અનંતા ગુણો એમાં એકેક ગુણમાં અનંતા અનંતનું રૂપ. એવો જીવ છે. Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ સમયસાર સિદ્ધિ ભાગ-૩ ( શ્રોતાઃ– એવું તો છ યે માં છે દ્રવ્ય ) એવો છે ! માટે એમ કહે છે ! એવો છે, હવે ૫૨થી નથી એ સ્વથી છે આવા ગુણોથી, અરે અહીં તો દૃષ્ટિનો વિષય જે જીવ છે એને પહેલો વર્ણવ્યો. જીવ છે એમાં મોટી વ્યાખ્યા ઘણી છે. આ થોડી– થોડી લીધી. બાકી તો જીવ છે. ( શ્રોતા:“જીવ ” બે અક્ષરમાં અનંત ભર્યું છે ) ‘જગત ’ ત્રણ અક્ષ૨માં એકાકા૨ છે ત્રણેય. ‘જ’ ... ‘ગ’ ‘ત’ ... જગતમાં કેટલું ભર્યું છે! અનંતા નિગોદ, અનંતા સિદ્ધો, અનંતા દ્રવ્યો, અનંતા ગુણો, અનંતી પર્યાય, જગત... ‘જ’ ‘ગ’ જ પછી ઝ કખગ “ગ” ત્રીજો આવે આ જ ઓલામાં પાંચ બોલમાં પહેલો ‘જ’ કખગઘ પછી જ આવેને પહેલો જ અને પછી ત્રીજો ગ પછી ઓલા તથદધન માં પહેલો ત પાંચ પાંચ બોલ છે ને ‘જગત’ ત્રણ અક્ષ૨માં તો ચૌદ બ્રહ્માંડ લોકાલોક જગત શબ્દમાં આવી જાય છે. એમ જીવ છે એમાં ભાઈ અમારે ચંદુભાઈ કહે બે અક્ષર છે. ‘જીવ’ બે અક્ષર છે. “છે” એ એનું વિશેષણ થયું છે. આહાહાહા ! ‘જીવ’ ભગવાન પરમાનંદનો નાથ, અનંતા અનંતા ગુણોમાં એકેક ગુણમાં અનંતાઅનંતા ગુણોનું રૂપ, વિશેષ વર્ણવ્યું છે એમાં “અધ્યાત્મ પંચ સંગ્રહ” છે ને ! એમાં પાછળથી બહુ વર્ણવ્યું છે ભાઈએ, આપણને તો બહુ પકડાય નહીં એટલું વર્ણવ્યું છે ભાઈએ દિપચંદજીએ ગુણ ને એનું રૂપને એમાં તત્ત્વ અને વિશેષ એના પ્રકાર પાડી પાડી પાડીને એના એકેક ગુણમાં અનંતી અનંતી શક્તિનું વર્ણન કર્યું છે. એકેક ગુણમાં હો ! પુસ્તક નથી અહીં. અધ્યાત્મ પંચસંગ્રહ છે. દિપચંદજીનું કરેલું. પણ એણે તો ગજબ કામ કર્યાં છે માળાએ અને શક્તિના વર્ણનનો વિસ્તાર એણે જેવો કર્યો છે એવો બીજે ક્યાંય નથી. એટલી – એટલી શક્તિનું વર્ણન એણે પંચસંગ્રહમાં કર્યું છે. આહીં તો વર્ણવવું છે જીવ-જીવ-જીવ છે. એ અનંતા- અનંતા ગુણોનું સ્વરૂપ પ્રભુ એવો જીવ છે પ્રભુ ! તે છે તે ! ભગવાન તારા ઘરની વાતું આ છે. ખરેખર, નિમિત્તથી સંબંધ હોય એ કાંઈ ખરી વાસ્તવિક વસ્તુ નથી. ખરેખર, પુદ્ગલ દ્રવ્યથી એટલે જડ દ્રવ્યથી રજકણો જે પુદ્ગલના છે અનંતા. એનાથી એ અન્ય હોવાથી દ્રવ્યથી અન્ય હોવાથી – પહેલો શબ્દ એ છે. પછી બીજો આવશે ગુણથી અન્ય હોવાથી. આહાહા! જીવ દ્રવ્ય જે છે તે પુદ્ગલદ્રવ્યથી અન્ય હોવાથી એમાં રસગુણ વિધમાન નથી કેમ કે પુદ્ગલનો, પુદ્ગલદ્રવ્યથી ભિન્ન છે માટે તેના આત્મામાં રસગુણ નથી. વર્ણ, ગંધ, સ્પર્શ ન લેતા, પહેલું આ કેમ ઉપાડયું? ભગવાન અતીન્દ્રિય આનંદનો ૨સ પ્રભુ છે. ભાઈ આ જયસેનાચાર્યની ટીકા છે ને... નિજ નિર્વિકલ્પ સમાધિ સંજાત ઉત્પન્ન સ્વાનુભૂતિ – એવી જે સ્વાનુભૂતિ ગિરિગુફા એ સ્વાનુભૂતિરૂપ ગિરિગુફામાં પ્રવેશ કરીને, આ ગિરિગુફામાં એ બહારની વાત છે. સમજાણું કાંઈ ? છે અહીંયાં, પુસ્તક નથી ? સમયસાર નથી, જુઓ, ૪૯ ગાથા જુઓ, અહીં તો ઘણીવાર આવી ગઈ છે વાત અહીં છે. ભગવાન આત્મા, પૂર્ણાનંદનો નાથ ઉપાદેય તરીકે દૃષ્ટિમાં લઇને “મત્વા” એમ જાણીને, નિર્વિકલ્પ, વિકલ્પ વિનાનો પ્રભુ, નિર્મોહ, મોહ રહિત પ્રભુ, નિરંજન – જેનું અંજન કોઇ નંથી, મેલ આવરણ નથી, નિજ શુદ્ધાત્મ નિજ શુદ્ધાત્મા, પોતાનો જે શુદ્ધ આત્મા ત્રિકાળી એની સમાધિ સંજાત, એને આશ્રયથી સમાધિ નામ આનંદની ઉત્પત્તિ થઈ, ‘સમાધિ’ આવે છે ને લોગસ્સમાં આવે છે. ‘સમાધિવર મુત્તમંદન્તુ' લોગસ્સમાં આવે છે પણ Page #124 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૪૯ ૧૧૧ એના અર્થની કયાં ખબર છે હાંકે જ રાખે ગાડા. અહીં તો નિર્વિકલ્પ સમાધિ શાંતિ, જે આનંદ, અતીન્દ્રિય સમાધિ આનંદ એનાથી સંજાત સુખામૃત એનાથી ઉત્પન્ન થયેલો સુખરૂપી અમૃત – એની જે રસાનુભૂતિ – અનુભૂતિનો રસનો અનુભવ ‘એવે લક્ષણે ગિરિગૃહા ગુહરે' – આવા લક્ષણવાળી ગિરિગુફામાં પ્રવેશ કરીને પથ્થરની ગિરિગુફામાં નહિ. આહાહાહા ! એવી ઝીણી વાતું છે બાપુ ! સ્વાનુભૂતિ, સુખામૃત રસાનુભૂતિ લક્ષણ, આનંદનો નાથ એની અનુભૂતિરૂપી રસાયણ, અરસ એમાં પેસીને ગીરીગુફામાં પ્રવેશ્યા. આહાહાહા ! ‘સર્વતાત્પર્યમ ધાતુર્ય' સર્વ તાત્પર્યનું તાત્પર્ય તેને ધ્યાન કરવું તેને ધ્યાવવો. ગિરિગુફા આવે છે. સમજાણું કાંઈ ? આહાહાહા ! એવો જે જીવ ભગવાન છે એ પુદ્ગલદ્રવ્યથી અન્ય હોવાથી તેમાં રસગુણ વિદ્યમાન નથી માટે પ્રભુ અ૨સ છે. અનુભૂતિના રસની અપેક્ષાએ આ રસ વિનાનો છે એમ કીધું. આમાં આવ્યું'ને અનુભૂતિ. ( શ્રોતાઃ– છ દ્રવ્યમાંથી એકલું પુદ્ગલદ્રવ્યની સાથે જ કેમ કહ્યું ? ) એ પછી બીજા નાખી દેશે. એ મૂળ તો એની સાથે વાંધા છે ને, દેખાય છે અને એની સાથે આખો સંબંધ છે. ઓલા દેખાતા નથી ધર્મ – અધર્મ આકાશ –કાળ. જુઓને ખીમચંદભાઈ બચારા અસાધ્યમાં પડયા છે. બાહ્ય અસાધ્ય હોં, ઓલી અસાધ્ય એ તો વળી જુદી ચીજ એમને એમ પડયું છે. ભગવાન ! પુદ્ગલ દ્રવ્યને એને વધારે સંબંધ તો એ છે ને ? આ શરી૨ હું છું, વાણી હું છું, મન હું છું, મન, વચન ને કાયા, કૃત કારિત અનુમોદનાથી ભગવાન તો રહિત છે. ભાવનામાં આવે છે છેલ્લે બંધ અધિકા૨ અને સર્વ વિશુદ્ધમાં. તાત્પર્ય આવે છે આખો મોટો અધિકાર છે ! છે ઘણીવાર કહેવાઇ ગયું છે. - હું તો પુદ્ગલ દ્રવ્યથી અન્ય દ્રવ્ય હોવાથી તેના રસગુણ મારામાં નથી. મારો તો આત્મા આનંદ૨સ છે. એમ કહે છે, હું તો અતીન્દ્રિય આનંદ રસમય જીવ છું. આ જે પુદ્ગલનો રસગુણ છે તે મારામાં નથી એક વાત. આ રસ કેમ પહેલો લીધો એ આવ્યું. અનુભૂતિના આનંદના ૨સથી આ ૨સ નથી એમાં, આવું છે! આહાહા ! ... ... રે ! દેહ છૂટવા ટાણે એને દેહ અને પોતાનું એકત્વ માન્યું હશે, એ ઓલા છોકરાઓ લીમડાને છોડીયું રમે છે ત્યાં લીમડાને અડીને એ વનસ્પતિ છે એને દુઃખ થાય હાથ અડે તો મરી જાય અસંખ્ય જીવો, લીમડાને જો છોડીયું અડીને ફરે છે ફેરા મારે છે. એને ખબર નથી. અહીં સાંભળવા આવ્યા ને વનસ્પતિને, ૨મે છે ચારેકોર મોટી છોડીયું જુઓ ફેરા ફરે છે. ગાંડપણ તે કાંઇ, હવે આવ્યા છે સોનગઢ ! લીમડાને એક હાથ અડાડતા અસંખ્ય જીવ મરી જાય છે. તરત જ પાંદડાને અડતા અસંખ્ય જીવ મરી જાય. એ અડતા નથી ખરેખર, પણ તે વખતે એને જીવને છુટવાનો પ્રસંગ હોય ને ત્યારે ઓલું નિમિત્ત આવું હોય. બીજો બોલઃ- આ ૨સ કેમ લીધો એનો અર્થ કર્યો. ભગવાન આત્માનો અતીન્દ્રિય આત્માનો અનુભૂતિ ૨સ છે, એને જીવ કહીએ. એમ આ પુદ્ગલનો પુદ્ગલદ્રવ્યથી અન્ય હોવાથી પુગદ્રવ્યનો રસગુણ એમાં નથી. આત્માના આનંદનો રસ એમાં છે. આકરી વાતું ભાઈ ! આહાહાહા! બીજો પુદ્ગલદ્રવ્યના ગુણોથી લીધું. ઓલું દ્રવ્યથી લીધું હતું. પુદ્ગલદ્રવ્યના ગુણોથી પણ Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ સમયસાર સિદ્ધિ ભાગ-૩ ભિન્ન, પણ છે ને પણ પાછું. પણ પુદ્ગલદ્રવ્યથી અન્ય હોવાથી રસગુણ નથી. અને પુદ્ગલદ્રવ્યના ગુણોથી પણ, એકેક અક્ષર તે ભિન્ન હોવાથી પોતે પણ, પોતે પણ એમ છે ને ? રસગુણ નથી. પુદ્ગલદ્રવ્યના ગુણોથી ભગવાન આત્મા ભિન્ન હોવાથી ભગવાન પોતે પણ રસગુણ નથી. એમાં છે ? પોતે પણ ૨સગુણ નથી માટે અ૨સ છે. આહાહાહા ! ત્રીજો બોલઃ– ૫૨માર્થે પુદ્ગલ દ્રવ્યનું સ્વામીપણું પણ તેને નહિં હોવાથી, આ દ્રવ્યેન્દ્રિયો છે ને આ જડ શરી૨ પરિણામને પ્રાપ્ત, શરીર પરિણામને પ્રાસ, ચક્ષુ, નાક–ગંધ રસ, સ્પર્શ એ પુદ્ગલદ્રવ્યના દ્રવ્યનું ‘સ્વામીપણું પણ તેને નથી. એ જડેન્દ્રિયનો ધણી આત્મા નથી. તેથી દ્રવ્યેન્દ્રિયના આલંબન વડે પણ રસ ચાખતો નથી. આ જડ છે માટી આ જીભ દ્રવ્યેન્દ્રિય આ, એનું કાંઈ જીભેન્દ્રિયનો સ્વામી કંઈ જીવ નથી કે જીભને હલાવે ને રસને ચાખે. ગાથા બહુ સારી આવી ગઇ છે. આહાહાહા ! ખરેખર ૫હેલું તો આમાં ખરેખર કહ્યું'તું આમાં ૫૨માર્થે કહ્યું પુદ્ગલદ્રવ્યનું સ્વામીપણું પણ એમ. આ જડેન્દ્રિયનો એ ધણી નથી. આ જીભેન્દ્રિયનો એ આત્મા ધણી નથી. એનો એ સ્વામી નથી. ( શ્રોતાઃ– પૈસાનો ધણી છે ) પૈસાનો ધણી એ કે દી’ ( હતો ) મૂરખ હોય એ માને પૈસા મારા એ મૂરખ હોય એ માને એ નિર્જરા અધિકારમાં આવ્યું છે ને ભાઈ. જો આ છે એને મારા માનું તો હું અજીવ થઈ જઉં. નિર્જરા અધિકા૨ છે ને. જો હું આ શ૨ી૨, વાણી, મન, પૈસા, સ્ત્રીના શ૨ી૨ આદિ મારા માનું તો તો હું જડ થઈ જઉં. આવું આકરું કામ છે – આહીં તો જ્યાં હોય ત્યાં મેં કર્યુ. મેં કર્યુ. મે કર્યુ અને હું કરું છું. એ સ્વામી થઈને અભિમાન મિથ્યાત્વના સેવે છે. આહાહા! ખરેખર આ દ્રવ્યેન્દ્રિય જે આ જીભ એના આલંબન વડે, એના આલંબનના આશ્રયે પણ રસ ચાખતો નથી. ભગવાન આ જીભેન્દ્રિયના આલંબનથી રસને ચાખતો નથી. કેમકે જીભેન્દ્રિય એ જડનો એ કંઈ સ્વામી નથી, એ કંઈ ઘણી નથી. હવે એક જણો કહે કે આ સમયસાર હું પંદર દિવસમાં વાંચી ગયો – બહુ સારુ, બહુ સારુ. સારી વાત છે બાપા ! અરે બાપા ભાઈ એ વાતુ કોઈ બીજી છે. જીભનો સ્વામી જીવ નથી, આ જડ છે. તેથી આના દ્વારા આ રસને આત્મા ચાખતો નથી. ત્રણ થયાને. હવે ચોથો બોલ. પોતાના સ્વભાવની દૃષ્ટિથી જોવામાં આવે, જીવ જે છે એ જ્ઞાનાનંદ સ્વભાવથી જોવામાં આવે, ત્રિકાળી સ્વભાવની દૃષ્ટિથી એને જોઇએ ભગવાન આત્માને, કાયમી – ટકતા, શાશ્વત સ્વભાવથી એને જોઇએ તો ક્ષયોપશમ ભાવનો પણ તેને અભાવ છે. માટે ભાવેન્દ્રિયના આલંબન વડે પણ ભાવેન્દ્રિય છે ને ક્ષયોપશમ, એ ભાવેન્દ્રિયનું આલંબન છે એ પણ જીવનું સ્વરૂપ નથી. આહાહા ! આરે આવી વાતું હવે, દ્રવ્યેન્દ્રિયનો સ્વામી નથી માટે એના સ્વામીપણે રસ ચાખતો નથી. અને ભાવેંન્દ્રિયનું સ્વરૂપ છે એ તેના સ્વભાવમાં નથી. એ તો ૫૨મારિણામિક સહજ સ્વભાવરૂપી અપરિણામી તત્ત્વ.... એવા ભગવાનના સ્વભાવથી જોઇએ તો ભાવેન્દ્રિયના ક્ષયોપશમથી આમ ૨સ જેમ જણાય છે એનાથી રસ જાણતો નથી આત્માભાવેન્દ્રિયથી ૨સ જાણતો નથી. રસેન્દ્રિય તો જડ, માટી, ધૂળ, એનાથી તો રસ ચાખતો નથી. એનો સ્વામી નથી Page #126 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૪૯ ૧૧૩ માટે, પણ ભાવેન્દ્રિયનો જ્ઞાનનો જે ક્ષયોપશમ છે પર્યાયમાં, એને ભાવેન્દ્રિયથી જે આ રસ છે એમ જાણે છે. એ સ્વભાવની દૃષ્ટિથી જોઇએ તો ભાવેન્દ્રિયથી પણ રસ જાણતો નથી. આવું છે! વીતરાગનું તત્ત્વ, પરમાત્માનું કહેલું એ કંઈ જુદી જાત છે. ભગવાન આત્માનો ચૈતન્ય સ્વભાવ, પરમપરિણામિક ત્રિકાળી સ્વભાવ, સહજાત્મ સ્વરૂપ એના સ્વભાવથી જોઇએ તો એ રસને જે ભાવેન્દ્રિય જાણે, ખ્યાલમાં આવે છે કે આ ગળ્યો છે આદિ તે ભાવેન્દ્રિય દ્વારા પણ જીવ જાણતો નથી. કેમ કે ક્ષયોપશમ ભાવનો પણ, ઓલ્યાનો તો અભાવ છે પણ ક્ષયોપશમ ભાવનો પણ તેને અભાવ છે. એની પર્યાયમાં જે કંઈ ભાવેન્દ્રિયના-ઉઘાડના અંશથી જે રસ જણાય છે તો ખરેખર તો ભાવેન્દ્રિયનો જે ક્ષયોપશમ ભાવ છે તે (નો) તો સ્વભાવમાં અભાવ છે. એના સ્વભાવમાં એ છે જ નહિ. આહાહાહા ! ક્ષયોપશમ ભાવના અભાવને લીધે ભાવેન્દ્રિયના આલંબન વડે, ઉઘાડમાં ભાવેન્દ્રિયના આલંબનથી પણ રસને ચાખતો નથી, માટે અરસ છે. પાંચમો સકલ વિષયોના વિશેષોમાં સાધારણ એવા કહે છે કે પાંચે ઇન્દ્રિયોના વિષયોમાં સાધારણ એવું જે આત્માનું જ્ઞાન સર્વ વિષયોના વિશેષો, સર્વ વિષયોના વિશેષો, સર્વ વિષયોના ભેદભાવો, પાંચ ઇન્દ્રિયના, એના હાથમાં સાધારણ એક જ સંવેદન પરિણામ છે. આહાહા ! એક –એક ઇન્દ્રિયને જાણવાનો એમ નહિ. એ તો બધાને એકરૂપ સંવેદન-જાણવાનો પોતાનો સ્વભાવ છે. ઝીણી વાત છે થોડી ભાઈ. આ ગાથા બહુ ઊંચી છે. આ ગાથા બહુ જૂની છે- દરેક ગ્રંથમાં છે – સમયસાર, નિયમસાર, પ્રવચનસાર, અષ્ટપાહુડ, પંચાસ્તિકાય અને ધવલ બધેય છે. બહુ જૂની ગાથા છે – વીતરાગના, સર્વજ્ઞ પરમેશ્વરના પંથમાં એ ગાથા આજે આવી ગઈ છે. એ કહે છે – સકળ વિષયોના વિશેષો પાંચેયના એ દરેકમાં એકરૂપ પોતાનું જ્ઞાન એવા એક જ સંવેદન પરિણામરૂપ, તેનો સ્વભાવ હોવાથી કેવળ એક સમસ્ત રસવેદના પરિણામને પામીને કેવળ એક રસના વેદને પામીને રસ ચાખતો નથી. એ તો બધાના જ્ઞાતા – દ્રષ્ટા તરીકે એકરૂપ પરિણામ છે પોતાના. ભારે ઝીણું! અહીં શું કહે છે? પાંચેઇન્દ્રિયના વિશેષો જે પ્રકાર છે તેનો તેના સ્વભાવમાં તો અભાવ છે. એ તો એક જ રૂપે, જાણવું -દેખવું, જાણવા દેખવાના પરિણામને એ તો પોતે કરે છે. સ્વ – સંવેદન કીધું ને? સંવેદન પરિણામ, જાણવું દેખવું એવું વેદન બસ. પાંચેઈન્દ્રિયમાં એકેકમાં ખંડખંડ રૂપે જાણીને પાંચેયને ખંડ-ખંડને જાણે એમ એ નથી. ભગવાન આત્મા, પાંચેઇન્દ્રિયના વિષયોના વિશેષોમાં પણ, એકરૂપે સંવેદન જાણનાર દેખનાર જ્ઞાતા છે તેથી તે જાણે છે. એવો સ્વભાવ તે કેવળ રસવેદના પરિણામને પામીને, રસને જાણીને, રસના વેદને પામીને રસ ચાખતો નથી. અરે... આહાહા! આંહી તો આ કેમ ઉપાડયું કે માણસ આમ રસ ચાખે છે ને આ રસ જે હોયને એ રસનું જ્ઞાન થાય છે ત્યારે એ જાણે છે કે આ રસથી મને જ્ઞાન થયું. ખાટું છે ને એ ખાટું મને જણાણું, ખાટું જણાયું નથી, ખાટું જણાઈ જાય, ખાટું જણાય તો અહીં એકલો થાય તો તો જ્ઞાન ખાટું થઈ જાય. પણ જ્ઞાન પોતે પોતામાં રહીને ખાટાને ભિન્ન રીતે જાણી અને સંવેદના પરિણામથી એ તો જાણે છે. આવા બધા નિયમો, આ શરતું. સમજાણું કાંઈ ? Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ સમયસાર સિદ્ધિ ભાગ-૩ એકલા રસવેદના પરિણામને પામીને રસ ચાખતો નથી માટે અરસ છે. તેને સમસ્ત શેયનું જ્ઞાન થાય પરંતુ સકળ શેય જ્ઞાયકના તાદાભ્યના, સકળ શેયોને જાણે, શું કીધું ? રસ છે એ જોય છે. તેમ બધા શેયોને ભગવાન જાણે છતાં તે શેય-શાયકનો તાદાભ્ય સંબંધનો નિષેધ હોવાથી, એ પરશેયો છે તેને એ જાણે, છતાં શેયને જ્ઞાયક એકરૂપ થાય છે, એવું ત્રણ કાળમાં નથી. આહાહાહા ! આ સમયસાર ! ભગવાન શાયક સ્વરૂપ અને અનંતા જોયો, એ શેય-શાયકને, જ્ઞાયક શેયને જાણે છતાં શેયમાં તે જ્ઞાનનું અહીં જ્ઞાન કર્યું પણ શેયમાં તન્મય નથી થતો તે જ્ઞાન શેયમાં તન્મય થતું નથી. શેયનું જ્ઞાન કર્યું તેમાં એ તન્મય છે. પણ શેય-શાયકનો વ્યવહાર સંબંધ જે કહ્યો તેથી તે શેયને જાણ્યું માટે શેયરૂપે જ્ઞાન થયું, જાણવાયોગ્ય પદાર્થમાં જ્ઞાન તાદાભ્યરૂપ થયું, તે રૂપે થયું એમ નથી. શેયને જાણતા પણ જ્ઞાન - જ્ઞાનરૂપે રહીને જાણે છે. હવે આવું ક્યાં નવરા આમાં? નવરાશ ન મળે ધંધાના પા૫ આડે આખો દિવસ, એમાં આવું સમજવાનું, ધારવાનું એમાં કઠણ પડે એને ભાઈ મારગ એવો છે બાપુ! ચૌદશની ભારે તિથિ કહેવાય છે લોકમાં હોં. આ રોગના રોગ માટે એવું સાંભળ્યું છે ભાઈ એમ કહે છે ને ! આ રોગાદિ હોયને બહુ એને આ એવું સાંભળ્યું છે. આપણે તો, મરણની પથારીએ પડ્યા હોય એને આ ચૌદશ ભારે કહેવાય એમ કહે છે. આહાહાહા ! અહીં તો જીવતરના જીવનમાં જે આવ્યો છે, એને આ ચૌદશ ભારે છે. કાળી રાત નહિં પણ અંજવાળી રાત છે આ. શું કીધું ઈ? કે સકળ જોય-શાયકના તાદાભ્યનો નિષેધ હોવાથી, તે રસ, ગંધ, શરીર, વાણી, મન, ધર્માસ્તિ આદિ અનંત દ્રવ્યો. એ બધાંને શેય તરીકે જ્ઞાયક જાણવા છતાં, તે જ્ઞાયક જ્ઞાયકરૂપે રહે છે. પણ તે જ્ઞાયક શેયને જાણતાં, શેયમાં તાદામ્ય નામ તે રૂપે થતો નથી. મોટાણી ! આ ઝીણું છે. આજે બધું આ ૪૯ મી ગાથા એવી છે ને જરી. આ ઝીણું છે ને ભગવાન સૂક્ષ્મ છે ઈ કહેશે અંદર અવ્યક્તમાં, ટીકાકારે સૂક્ષ્મ લીધો છે. આ તો છ બોલ લેશે પણ જયસેનાચાર્યે તો એ લીધું છે, કે મનનો જે વિકલ્પ છે કામ ક્રોધાદિનો એનાથી અવ્યક્ત નામ સૂક્ષ્મ છે. મનના વિષયથી ને મનથી પણ જણાય એવો નથી પ્રભુ, માટે અવ્યક્ત છે ત્યાં એણે એમ લીધું છે. આ બોલ બહુ સૂક્ષ્મ લેશે. અમૃતચંદ્રાચાર્ય તો ગજબ કરશે ! આહાહાહાહા ! હવે જીવ આવો જેમ છે તેમ પણ હુજી એના જાણવામાં ન આવે અને જાણવામાં આવે તો પણ એ કાંઈ વાસ્તવિક જ્ઞાન નથી. આવું તો પરલક્ષી યથાર્થ જ્ઞાન જ્યારે થાય, તો પણ તે કંઇ સમ્યજ્ઞાન નથી. પણ હજુ આવું પરલક્ષી સત્યાર્થ છે એની હજી ખબરું નથી, એને સ્વલક્ષી જ્ઞાન તો ક્યાંથી થાય પ્રભુ. અને સ્વલક્ષી જ્ઞાન થયા વિના ભવના અંત નથી ક્યાંય. આહાહાહાહા ! સકળ શેયોનું જ્ઞાન થાય છે. લોકાલોકનું જ્ઞાન થાય છે. છતાં તે શેય-શાયકનો એક થવાનો નિષેધ છે માટે પણ રસના જ્ઞાનરૂપે પરિણમતાં છતાં પણ, રસ છે તેના જ્ઞાનપણે પરિણમતાં છતાં પણ પોતે રસરૂપે થતો નથી. રસનું અહીં જ્ઞાન કરે એ શેય છે માટે, છતાં તે રસરૂપે થતો નથી. રસના જ્ઞાનરૂપે (જે) પોતાનું જ્ઞાન (છે) તે રૂપે થાય છે. આહાહા ! આવી વાતું છે. Page #128 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૪૯ ૧૧૫ આ તો નિવૃત્તિ લઇને અંત૨માં અભ્યાસ પહેલો કરે ત્યારે બાહ્યલક્ષી જ્ઞાન થાય એ તો હજી બાહ્યલક્ષી એ અંતરનું નહિ. જે ભવના અંતનું જે જ્ઞાન એ તો... આહાહા... આવું જે જાણપણું થાય લક્ષમાં મગજમાં એનાથી પણ પાર પરમાત્મા પોતે જે ભિન્ન છે. એવો શાયકભાવ તેને સ્પર્શીને અથવા તેમાં પોતાપણું માન્યતા થઈને જે જ્ઞાન થાય એ જ્ઞાન ભવના અંતનું કા૨ણ છે. એ તો આ બાહ્ય છે આ રીતે છે એનું સ્વરૂપ આવું છે– આવું છે એવું એના ખ્યાલમાં એ જ્યાં હજી આવે નહિઁ હજી, બાહ્યલક્ષી જ્ઞાનમાં એને અંતર્લક્ષી વાસ્તવિક જ્ઞાન તો ક્યાંથી થાય ? માની લે કે મને થયું છે કંઈક જ્ઞાન ! એ તો એક મગજમાં આવ્યું. અમે ભણતાં હતાં ત્યારે કવિ દલપતરામના ( ગીત ) માં એક શબ્દ હતો. “પ્રભુતા પ્રભુ તારી તો ખરી, મુજરો મુજ રોગ લે હરી” એવું આવતું દલપતરામમાં અમારા વખતમાં ૭૦ (સીત્તેર ) વર્ષ પહેલાંની વાત છે. પોણોસો વ૨સ પહેલાંની વાત છે. કવિ દલપતરામનું ગાયન હતું. ચોપડીમાં આવતું. દલપતરામ પોતે પરીક્ષા લેવા આવતા અમારી વખતે એને તો ઘણાં વર્ષ થયા. પોણોસો વર્ષ થયા. પ્રભુતા પ્રભુ તારી તો ખરી, મુજરો–મુજરો એટલે વિનંતી, મુજરો મુજ રોગ લે હરી ! કવિ છે ને એતો . આહાહાહા! હું આનંદનો નાથ પ્રભુ, હું જ્યારે સ્વરૂપમાં અનુભવ કરીને, રાગ અને દ્વેષના અજ્ઞાનને હરીને નાશ કરું ત્યારે હું કરીને આત્મા કહેવાઉં. ત્યા૨ે મા૨ી પ્રભુતા પ્રસરી અને પ્રગટ થઈ ત્યારે કહેવાય. આહાહા ! અહીં કહે છે એ રસના જ્ઞાનરૂપે પરિણમતાં છતાં, જ્ઞાનરૂપે પરિણમતાં હો. તો ૨સનું જ્ઞાન નથી, એ તો શાન તો સ્વપ૨પ્રકાશક પોતાનું છે પણ એને સમજાવવું શી રીતે ? રસનું જ્ઞાન કીધું એ રસનું જ્ઞાન નથી, એ જ્ઞાન સ્વપ૨પ્રકાશક પોતાનું સામર્થ્ય છે તેનું છે. પણ લોકોને સમજાવવું શી રીતે ? રસના જ્ઞાનરૂપે પરિણમતા છતાં, શું કીધું એમાં ? કે જે ૨સ છે, એને જાણે છે. માટે રસના જ્ઞાનરૂપે પરિણમતાં છતાં એ નિમિત્તથી કથન કર્યું, પણ ખરેખર તો તે સમયનું જ્ઞાન, પોતાને જાણે છે અને પોતાને જાણતા રસને જાણવાનું રસ છે માટે નહિં, પોતે સ્વપ૨પ્રકાશકરૂપે પરિણમતા એ પરિણતિ જાણે છે. એ શું કહ્યું ? એ શું કહ્યું ? કે રસ છે એનું જે અહીં જાણવાનું જ્ઞાન થયું. એ રસને લઈને નહિં. ૨સપણે તો થયો નહિં, પણ રસને લઈને એ જ્ઞાન નહીં. ૨સપણે તો થયો નહીં જ્ઞેયપણે, પણ શેયનું જ્ઞાન થયું એ રસનું જ્ઞાન નહિં. પણ એને સમજાવવું છે તો શી રીતે સમજાવવું ? નવરંગભાઈ ! ( ગાથા ) ઝીણી છે બાપુ ! બહુ પ્રભુ ! કહેતા'તાને ભાઈ અરે આવા ક્યારે ટાણાં આવે બાપા ! કહે છે, કે ૨સને દ્રવ્યેન્દ્રિય દ્વારા તો ચાખે નહિં કેમકે એનો સ્વામી નથી. ભાવેન્દ્રિય દ્વારા ચાખે નહિં, કેમકે તે તેનો સ્વભાવ નથી, પણ ૨સને પોતામાં, પોતામાં રહીને આ ૨સ છે તેનું જ્ઞાન કર્યું એ પણ ૨સને લઈને જ્ઞાન થયું એમ નહિં. રસરૂપે તો જ્ઞાન ન થયું પણ જ્ઞાન રસના જ્ઞાનરૂપે થયું એમેય નહિં. એ શું કહ્યું ? એ જ્ઞાન પોતે પોતાના સ્વપ૨પ્રકાશકના સ્વભાવને લઇને પોતાપણે થયું છે. ભાઈ ! આહાહાહા ! ઈશ્વરભાઈ ! આ ઈશ્વરતાનું વર્ણન ચાલે છે આ બધું. આખો ઈશ્વર પ્રભુ, પ્રભુત્વ ગુણથી ભરેલો એક પ્રભુત્વ ગુણ આવે છે ને ભાઈ એમાં “સ્વતંત્રતાથી શોભિત કયા પોતાના પ્રતાપથી Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ સમયસાર સિદ્ધિ ભાગ-૩ બીજાથી ખંડિત ન થાય એવો” એ પ્રતાપગુણની વ્યાખ્યા છે. જે કોઇથી ખંડિત ન થાય અને સ્વતંત્રતાથી શોભિત એવો પ્રભુત્વ નામનો ગુણ ભગવાનમાં છે. તેવો જ ગુણ દરેક ગુણમાં છે. જ્ઞાનગુણ પણ પોતાના પ્રતાપથી ખંડિત ન થાય અને એને કોઇ ખંડિત કરનાર છે નહિં અને સ્વતંત્રતાથી જ્ઞાનની પર્યાય પોતાથી પોતાને થાય એવો તે પ્રભુત્વગુણથી ભરેલો જ્ઞાન છે. આવો ઉપદેશ કઈ જાતનો? આમાં શું કરવું કંઈ સૂઝ પડતી નથી. ભાઈ ! તું કોણ છો ત્યાં જો એને, તો તને ખબર પડશે બધી. આહાહાહા ! આહીં તો પરમાત્મા, ત્રણ લોકના નાથ કહે છે એ સંતો આડતિયા થઈને જગતને જાહેર કરે છે. ત્રણલોકના નાથ, સીમંધર પરમાત્મા સર્વજ્ઞદેવ પાસે ગયા હતા. મહાવીરને તો પ્રભુ કુંદકુંદાચાર્યદેવને છસો વર્ષ દૂર થયા હતા અંદરમાં હતા. મહાવીરનું જે કહેવું હોય છે, પણ ભગવાનથી તો વિરહ તેથી ત્યાં જઈને, સાંભળીને આવીને આ કહ્યું. ભગવાન આમ કહે છે, અમે તો ભગવાનનો માલ છે આડતિયા થઈને જગતને જણાવીએ છીએ. જેને પ્રત્યક્ષ ત્રણ કાળ, ત્રણલોક થઈ ગયા છે. એ કહેવું એય વ્યવહાર છે. એની પર્યાયમાં સ્વપરપ્રકાશકની પૂર્ણતા પ્રગટ થઈ ગઈ છે. એવો જે ભગવાન, ત્રણલોકનો નાથ સીમંધરપ્રભુ બિરાજે છે મહાવિદેહમાં, મોજૂદ છે. એમની પાસે અનુભવ તો હતો ચારિત્ર હતું પણ વિશેષ સ્પષ્ટતા કરીને આવ્યા અને જગતને જાહેર કર્યું. ભગવંત તને રસનું જ્ઞાન થાય એ તારું જ્ઞાન રસરૂપે થતું નથી, રસની સાથે તાદામ્ય તો નથી પણ જે રસનું અહીં જ્ઞાન થાય, માટે રસ છે માટે અહીં જ્ઞાન થાય એમ નથી. એ રસને જાણે છે માટે રસનું જ્ઞાન, રસ છે માટે એનું જ્ઞાન થયું એમ નથી. તે સમયમાં સ્વના જ્ઞાન સહિત પરના જ્ઞાન તરીકે પોતાનો પરિણમનનો સ્વભાવ છે, તેથી સ્વપરપ્રકાશકપણે જીવ પરિણમે છે. અરે આવી બધી શરતું છે. સમજાણું કાંઈ? આમ અરસ છે. આમ છ પ્રકારે રસનાં નિષેધથી તે અરસ છે. એમ રૂપ લઈ લેવું. છયે બોલે એમ ગંધ લઈ લેવું. આ પ્રમાણે લેવું છે કે બોલે છે પ્રમાણે – હમણાં કીધા એ પ્રમાણે – એમ સ્પર્શ લઈ લેવું. સ્પર્શ તે પણ પુદ્ગલનો ગુણ છે. તેથી જીવમાં તે સ્પર્શગુણ નથી. તેથી ગુણ સ્પર્શથી રહિત છે. પુદ્ગલનો ગુણ હોવાથી તે ગુણ આમાં નથી, ઓલો દ્રવ્યનો ગુણ હોવાથી અને આ પુગલનો ગુણ હોવાથી નથી અને દ્રવ્યેન્દ્રિયના દ્વારા સ્પર્શને અડે છે આ, બીજા સ્પર્શને અડે – એ દ્રવ્યેન્દ્રિયનો કંઈ સ્વામી નથી કે પરને અડે. ભોગ વખતે દ્રવ્યેન્દ્રિય જે પરને અડે છે એમ કહેવાય, કે “ના” એ દ્રવ્યેન્દ્રિયનો સ્વામી નથી તે દ્રવ્યેન્દ્રિયથી એ અડે, એમ કેમ કહેવાય. અને ભાવેન્દ્રિયમાં જે ભાવ, સ્પર્શ જણાય છે. ભાવેન્દ્રિયથી એ એનું સ્વરૂપ નથી. સ્વભાવની દૃષ્ટિએ જોઇએ તો ભાવેન્દ્રિયથી એ સ્પર્શને જાણે તે એનું સ્વરૂપ નથી. છે ને છ બોલ. એમ દરેક ઇન્દ્રિયના વિષયોમાં એક જ જ્ઞાનનું પરિણમન સ્વતંત્ર છે. માટે સ્પર્શના જ્ઞાનને અવલંબે છે એમ નથી. પછી સ્પર્શ છે (એ) શેય છે અને ભગવાન આત્મા એનો જાણનાર છે. છતાં તે જાણનાર સ્પર્શના શેયરૂપે થઈને તેને જાણતો નથી. એને તાદાભ્ય થઈને એને જાણતો નથી. તેમ સ્પર્શને જાણતા સ્પર્શ છે, માટે અહીં જ્ઞાન સ્પર્શનું થયું એમ પણ નથી. એ સમયે જ્ઞાનની પર્યાયનો સ્વપરપ્રકાશક પોતાના રૂપથી છે, માટે તે સ્પર્શને જાણે છે, એમ કહેવું એ વ્યવહાર છે. જાણે છે એ કહેવું એ વ્યવહાર છે. એનું તો સ્પર્શનું તો જ્ઞાન નથી. સ્પર્શપણે Page #130 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૪૯ ૧૧૭ થઈને જાણતો નથી. પણ સ્પર્શપણે રહીને પોતે જ્ઞાનપણે જાણે છે સ્પર્શને, સ્પર્શ સ્પર્શપણું રહ્યું, આહીં જ્ઞાનપણે રહીને સ્પર્શને જાણે છે. છતાં સ્પર્શપણે થયો નથી, છતાં તે સ્પર્શ છે માટે જ્ઞાનનું અહીં પરિણમન જ્ઞાન થયું એમેય નથી. આવું છે! ભાષા તો સાદી છે પ્રભુ ! બહુ કાંઇ ભાષા આકરી નથી. કોઈ વ્યાકરણ સંસ્કૃતને, વસ્તુ તો આવી છે. એમ સ્પર્શના છ બોલ લેવા. એમ શબ્દના લેવા. છે ને? શબ્દમાં આ લેવા. આ શબ્દ છે એ જડનો પર્યાય છે. ઓલો એનો ગુણ લીધો હતો ભાઈ એ. રસ, ગંધ, સ્પર્શ એ ગુણ હતો. હવે આ શબ્દ તો પુગલની પર્યાય છે. સ્પર્શ શબ્દ એ છે? જુઓ. જીવ ખરેખર પુદ્ગલ દ્રવ્યથી અન્ય હોવાથી તેમાં શબ્દ પર્યાય એમ ભાષા છે. ઓલામાં ગુણ હતો. ફેર છે. આહાહા ! ખરેખર પુગલ દ્રવ્યથી અન્ય હોવાથી તેમાં શબ્દપર્યાય ભગવાન આત્મામાં વિધમાન નથી. માટે પ્રભુ તો અશબ્દ છે. પુદ્ગલદ્રવ્યના પર્યાયોથી પણ ભિન્ન ઓલો પુદ્ગલદ્રવ્યથી અન્ય હોવાથી શબ્દપર્યાય, હવે અહીં પુદ્ગલદ્રવ્યની પર્યાયથી પણ ભિન્ન પોતે પણ શબ્દપર્યાય નથી. ભગવાન આત્મામાં શબ્દની દશા જ નથી. જરી ઓલા ચાર કર્તામાં વિસ્તરે છે ને? પોતે શબ્દપર્યાય નથી. પરમાર્થે પુગલ દ્રવ્યનું સ્વામીપણું પણ તેને નહિ હોવાથી, દ્રવ્યના આલંબન વડે શબ્દ સાંભળતો જ નથી. આ કાનના આલંબને આત્મા શબ્દને સાંભળતો નથી. ગજબ વાતું (છે). કેમ કે કાન તો જડ છે આ બધું. એ જડનો કાંઇ આત્મા સ્વામી નથી કે આના આલંબને સાંભળે. ભારે વાતું છે ભાઈ જગતથી ઉધી. શું કીધું ઈ? પુગલદ્રવ્યનું ધણીપતુ નથી. પણ દ્રવ્યન્દ્રિયના આલંબન વડે કાનના આલંબન વડે આત્મા શબ્દને સાંભળતો નથી માટે અશબ્દ છે. આહાહા ! પોતાના સ્વભાવની દૃષ્ટિથી જોવામાં આવે તો ક્ષયોપથમિક ભાવનો પણ તેને અભાવ છે, ભાવેન્દ્રિય દ્વારા પણ આલંબન વડે શબ્દને સાંભળતો નથી. આ વડે તો નહીં પણ જે ક્ષયોપશમ જ્ઞાન છે જે ભાવેન્દ્રિયનું એ વડે પણ શબ્દને આત્મા સાંભળતો નથી. છે? માટે તે અશબ્દ છે. વિશેષ છે બે બોલ. પ્રવચન નં. ૧૨૩ ગાથા - ૪૯ તા.૩૧/૧૦/૭૮ મંગળવાર આસો વદ અમાસ આજે દિવાળીનો દિવસ છે. ભગવાન મહાવીર પરમાત્માને આજે પૂર્ણ આનંદની પર્યાય પ્રગટ થઈ હતી. પહેલાં પણ અનંતગુણમાં જે પ્રતિજીવી ગુણનો વિકાર હતો એનો પણ નાશ કરીને આજ મોક્ષ પધાર્યા છે. જેને અનંત અનંત આનંદ, શાંતિ, જ્ઞાન (સર્વગુણોની) સિદ્ધપદની પર્યાય પ્રાપ્ત થઈ, ચૌદમે ગુણસ્થાને હતા ત્યાં સુધી હજા ઉદયભાવ હતો, ત્યાં સુધી તો હજી સાંસારિક કહેવામાં આવતા હતાં. આહાહાહા ! (શ્રોતા – ચૌદમાં ગુણસ્થાને પણ અસિદ્ધ?) પ્રતિજીવી જેટલા પોતાનામાં ગુણ છે અનંતાઅનંત બધાની પૂર્ણ પર્યાય પ્રગટ થાય અને પ્રાપ્ત થાય એનું નામ મોક્ષ અને સિદ્ધપદ, પ્રભુ કહેવાય છે. અનાદિ સંસાર (પર્યાયનો) અંત કર્યો અને સિદ્ધપદની શરુઆત કરી. સાદી અનંત અનંત સમાધિ સુખમાં! એ મોક્ષનો દિવસ છે આજે, ખરેખર તો દિવાળી છે. ( દિવાળી Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ સમયસાર સિદ્ધિ ભાગ-૩ એટલે ) ખરેખર તો દિવસ જેણે વાળ્યા - જેની જેણે આત્માની દશા પૂર્ણ પ્રગટ કરી, એને અહીં દિવાળી કહેવામાં આવે છે. સમયસાર, (ટીકાના) શબ્દમાં આવ્યું છે ને! ચાર બોલ ( હવે ) પાંચમો બોલ, જરી ટૂંકું ટૂંકું કરીને લઈએ અને પછી અવ્યક્તના બોલ પર જઈએ. પાંચમો બોલ છે. આત્મા જે છે એ શબ્દની પર્યાયનો કરવાવાળો નથી. અવાજ જે છે એ પુગલની પર્યાય છે તો આ આત્મા એનો કરવાવાળો નથી પણ એની દ્રવ્યન્દ્રિયનો સ્વામી નથી અને (દ્રવ્યન્દ્રિયથી) સાંભળવાવાળો પણ નથી. અને ભાવેન્દ્રિયથી પણ સાંભળવાવાળો નથી. આવો આત્મા ! ખબર નહીં શું ચીજ છે? આ ચાર બોલ તો આવી ગયા (છે.) આ પાંચમો બોલ – સકલ વિષયોમાં વિશેષરૂપમાં સાધારણ જગતમાં જેટલા વિષયો છે એને ભગવાનનો આત્મા જ્ઞાનસાધારણ ( હોવાથી) બધાને જાણનારો એક છે. અમુકને જાણે અને અમુકને ન જાણે એવું નથી. અત્યારે હોં વર્તમાન ! સકલ વિષયોના વિશેષોમાં સાધારણ એવા એક જ સાધારણ સંવેદન પરિણામ (તેનો સ્વભાવ હોવાથી) તેનો સ્વભાવ જાણવું – દેખવું એકલો સ્વભાવ તેનો આત્માનો (આવું) સમ્યગ્દર્શનમાં પ્રતીત કરવી એનું નામ ધરમની પહેલી સીડી કહેવામાં આવે છે. આ પાંચમો બોલ, આ (આત્મા) આવો થઈને શબ્દને સાંભળતો નથી. હવે, તેને સમસ્ત શેયોનું જ્ઞાન થાય છે, સમસ્ત શેયોનું જ્ઞાન થાય છે. ભગવાન આત્મા પણ જ્ઞાન છે, સર્વ શેયનું જ્ઞાન કરે છે, કોઇ શેયને બનાવે નહીં અને (કોઈ) શેયને પોતાનામાં લાવે નહીં અને (સર્વ) શેયનું જ્ઞાન થાય છે, તો શેયરૂપ થઈને જ્ઞાન થાય છે એવું નથી. આવો માર્ગ છે. સકલ શેયના તાદાભ્યનો નિષેધ હોવાથી શબ્દની પર્યાયને જાણે છે, આત્મા અત્યારે છતાં શબ્દની પર્યાયમાં (જ્ઞાન) તાદાભ્ય નથી – એકરૂપ નથી. એને અહીંયા આત્મા કહેવામાં આવે છે. આ છઠ્ઠો બોલ છે. આ પ્રકારે શબ્દના પ્રકાર (છ બોલ) થયાં. આહા ! (હવે ) અનિર્દિષ્ટ સંસ્થાન (વિશેષણ સમજાવે છે.) (૧. પુદ્ગલદ્રવ્ય વડે રચાયેલું જે શરીર તેના સંસ્થાન (આકાર) થી જીવને સંસ્થાનવાળો કહી શકાતો નથી માટે જીવ અનિર્દિષ્ટ સંસ્થાન છે.) આ આત્મા જે છે, આત્મા અંદર ! વર્તમાન હોં ! એ પુદ્ગલદ્રવ્ય રચિત શરીર- આ શરીર પુગલદ્રવ્યથી રચાયેલ છે, જડ- માટી – આ ધૂળ છે, માટી – પુદ્ગલ છે. આ પુદ્ગલથી રચાયેલ શરીર છે. તેથી જીવને સંસ્થાનવાળો કહેવામાં આવતો નથી. શરીરના આકારને કારણે તે તો જડનો આકાર છે તેથી એને આત્માનો આકાર એ છે એમ કહેવામાં આવતું નથી. શરીરના આકારથી ભિન્ન ભગવાન છે. શરીરની પર્યાય જડ છે, ભગવાન આત્મા અંદર જ્ઞાનસ્વરૂપ છે. એનો આકાર છે પણ શરીરનો આકાર છે એ એનો (આત્માનો) આકાર છે એવું નથી. પ્રદેશત્વગુણ છે ને તો આત્માને) આકાર તો છે. આકરી વાત બહુ! આકાશ નામનો (અરૂપી) પદાર્થ છે, એનો અંત નથી તો પણ એનો (ય) આકાર તો છે. શું કીધું? કહે છે એમ ભગવાન આત્મા અનંત અનંત ગુણનો પિંડપ્રભુ એ શરીરથી તો ભિન્ન છે, કર્મથી ભિન્ન છે અત્યારે, અને દયા, દાન, વ્રત, ભક્તિના ભાવ - પુણ્યપાપના ભાવ Page #132 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૪૯ ૧૧૯ એનાથી પણ આ (ભગવાન આત્મા ) ભિન્ન છે. એનાથી તો ભિન્ન છે પણ શરીરના આકા૨થી પણ ભિન્ન છે. એક બોલ – (જુઓ ટીકામાં ) અહીં છે, એટલા માટે જીવને સંસ્થાનવાળો કહી શકાતો નથી. ( ૨ ) પોતાના નિયત સ્વભાવથી અનિયત સંસ્થાનવાળા અનંત શીરોમાં રહે છે માટે અનિર્દિષ્ટ સંસ્થાન છે. ) – આહા ! પોતાના નિયત સ્વભાવથી – ભગવાન આત્મા નિયત ( સ્વભાવી ) અસંખ્યપ્રદેશી જે પોતાનો નિયત સ્વભાવ આકાર છે. એ ( આત્મા ) અનિયત સંસ્થાનને અનુસરીને રહે છે. જેને એકરૂપ આકા૨ છે એવો અનંત અનંત શરીરમાં રહે છે છતાંય જે નિયત, એને કોઇ સંસ્થાન ન હોય. અનંત શ૨ી૨માં હોય તો પણ સંસ્થાન શ૨ી૨ આત્મામાં છે એમ કહેવામાં આવતું નથી, એ તો અનિર્દિષ્ટ સંસ્થાન છે. સમ્યગ્દષ્ટિને શ૨ી૨નો આકાર તે આત્માનો આકાર એવું ભાસતું નથી. ધર્મી જીવ – ધર્મ કરવાવાળા ધર્મજીવને શરીરનો આકાર તે મારો આકા૨ છે એવું ભાસતું નથી, એને ( ધર્મીને ) મારામાં પુણ્ય – પાપ ( ભાવકર્મ ) છે એવું પણ ભાસતું નથી. હું તો પુણ્ય – પાપને શરીરના આકારથી જુદો છું. બે બોલ થયા. (૩) સંસ્થાન નામકર્મનો વિપાક ( ફળ ) પુદ્ગલોમાં જ કહેવામાં આવે છે (તેથી તેના નિમિત્તથી પણ આકાર નથી ) માટે અનિર્દિષ્ટસંસ્થાન છે. ( ૪ ) જુદાં જુદાં સંસ્થાનરૂપે પરિણમેલી સમસ્ત વસ્તુઓનાં સ્વરૂપ સાથે જેની સ્વાભાવિક સંવેદનશક્તિ સંબંધિત (અર્થાત્ તદાકા૨) છે એવો હોવા છતાં પણ જેને સમસ્ત લોકના મિલાપથી ( સંબંધથી ) રહિત નિર્મળ ( જ્ઞાનમાત્ર ) અનુભૂતિ થઈ રહી છે. એવો હોવાથી પોતે અત્યંતપણે સંસ્થાન વિનાનો છે માટે અનિર્દિષ્ટ સંસ્થાન છે. ( શું કહે છે ? ) જુદાં જુદાં સંસ્થાનરૂપે પરિણમેલી સમસ્ત વસ્તુઓનાં સ્વરૂપની સાથે ( એટલે કે ) અનેક આકા૨વાળી ચીજો છે એને જાણે છે, જાણવા છતાં પણ પરના આકારના સંબંધથી (મિલાપથી ) રહિત છે. (જુઓને !) આ આકા૨ છે – પુસ્તકનો આકાર છે, અનેક આકારો છે એ બધા આકારોને આત્મા જાણે છે, પણ ૫૨ના આકારોથી મિલાપ – સંબંધ નથી. આવા આત્માનો અંદરમાં અનુભવ થવો, એનું નામ સમ્યગ્દર્શન ધરમની પહેલી સીડી છે. આહાહાહા ! સંસ્થાન નામકર્મનો વિપાક ( ફળ ) પુદ્ગલોમાં જ કહેવામાં આવે છે. આ એક આકારમાં કહી દીધું – આ કરમ જે નામકર્મ થયું તો એ શરીરમાં આવ્યું છે, આત્મામાં તો એ છે નહીં. સંસ્થાન (આકા૨ ) થી પરિણમિત સમસ્ત વસ્તુનો એ રૂપ નહી. ચાર જ (બોલ છે. ) આ ચાર હેતુથી સર્વથા અનિર્દિષ્ટ સંસ્થાન છે ( આમ ચાર હેતુથી સંસ્થાનનો નિષેધ કહ્યો. ) હવે, ‘અવ્યક્ત’ (વિશેષણ ) – જાણવાની મહા ચીજ છે. ભગવાન આત્મા અંદર જે છે આત્મા, એ છ દ્રવ્યસ્વરૂપ લોક ( ૧ ) છ દ્રવ્ય સ્વરૂપ લોક જે શેય છે અને વ્યક્ત છે તેનાથી જીવ અન્ય છે માટે અવ્યક્ત છે.) આ જગતમાં ભગવાન સર્વજ્ઞ પરમેશ્વરે છ દ્રવ્ય જોયા છે. (તેમાં ) અનંત આત્માઓ, અનંત ૫૨માણુંઓ, અસંખ્ય કાલાણુઓ, એક ધર્માસ્તિ ( કાય ) એક અધર્માસ્તિ ( કાય ) અને એક આકાશ, એ છ દ્રવ્યસ્વરૂપ જે લોક છે. એ તો શેય છે. અનંત સિદ્ધો પણ જ્ઞાનમાં ૫૨ શેય Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ સમયસાર સિદ્ધિ ભાગ-૩ છે. (શેય છે એ) વ્યક્ત છે – બાહ્ય છે. એનાથી જીવ (દ્રવ્ય) અન્ય છે. છ દ્રવ્યસ્વરૂપ લોકથી તો ભગવાન આત્મા અન્ય (જુદો) છે. શું કહે છે? સાંભળો, સૂક્ષ્મ વાત છે ભાઈ ! છ દ્રવ્યસ્વરૂપ લોક જે છે. એક બાજુ આખો લોક ને અલોક એ ય છે અને વ્યક્તિ છે પોતાનાથી (આત્માથી) પર, એનાથી ભગવાન આત્મા અવ્યક્ત છે (અર્થા) એનાથી (લોકથી) ભિન્ન છે. ધર્મદાસ ક્ષુલ્લકે (કહ્યું છે કે, સપ્તમ થઈ જાય છે. એવું કહ્યું! ઝીણી વાત છે ભાઈ ! આ આત્મા સપ્તમ (સાતમું દ્રવ્ય) થઈ જાય છે. છ દ્રવ્ય છે તો (આત્મા) છ દ્રવ્યમાં જ છે, પણ છ દ્રવ્ય જે છે. અનંતસિદ્ધ, અનંતનિગોદ, અનંતપરમાણુંના સ્કંધ (આદિ) એ બધા જ્ઞાનના પરશેય છે, એક વાત. અને પોતાનાથી (આત્માથી) બાહ્ય ચીજ છે, માટે વ્યક્ત છે, બે વાત પણ એનાથી ભગવાન આત્મા અત્યારે – હાલ ભિન્ન છે. જીવ અન્ય ( જુદો) છે એ છ દ્રવ્યસ્વરૂપ જે લોક જે શેય છે – જે બાહ્ય છે – પ્રગટ એથી ભગવાન આત્મા ભિન્ન છે. એવા આત્માની દૃષ્ટિ, અનુભવ થવો એનું નામ ધર્મની પહેલી સીડી સમ્યગ્દર્શન છે. આહાહા ! સમજાણું કાંઈ ? બાકી તો વ્રત, તપ, ભક્તિ, પૂજા ને યાત્રા કરે એ કોઈ ધર્મ નથી, એ તો શુભભાવ છે રાગ. સમજાણું કાંઈ ? એક તરફ રામ અને એક તરફ ગામ એક તરફ રામ (એટલે) ભગવાન આત્મા જ્ઞાયક સ્વભાવથી ભર્યો પડ્યો છે પ્રભુ! (અને) એક તરફ ગામ નામ ય – અનંત સિદ્ધો, અનંત નિગોદ આદિ છ દ્રવ્ય સ્વરૂપ (આખો લોક!) એ આત્માનું – જ્ઞાયકનું પરણેય છે, અને પર - વ્યક્ત છે, એનાથી ભગવાન (આત્મા) તો ભિન્ન છે. એ જોયોથી – વ્યક્તથી આત્મા સ્વશેય અને સ્વ, પરથી ( શેયોથી) ભિન્ન અવ્યક્ત ! આવું સ્વરૂપ છે એનું (આત્માનું) છ દ્રવ્ય સ્વરૂપ શેય, એનાથી ભિન્ન જ્ઞાયક ! છ દ્રવ્યસ્વરૂપ વ્યક્ત છે એનાથી ભિન્ન અવ્યક્ત (આત્મા) ! આહાહાહા ! એવા દ્રવ્યનો આશ્રય લઈને સમ્યગ્દર્શન થાય છે. એ સપ્તમદ્રવ્ય (સ્વરૂપ) આત્મા પરથી ભિન્ન છે (એની અનુભૂતિ થાય છે ત્યારે તેનાં ભવનો અંત આવે છે. બાકી તો લાખ ક્રિયાકાંડ કરે પૂજાને ભક્તિ, દયાને દાન, વ્રત ને જાત્રા એથી કાંઇ ભવનો અંત થતો નથી. એ શુભભાવ પોતે ભવસ્વરૂપ છે. આવી વાતું આકરી જગતને ! અહીંયા તો ભગવાન આત્મા (ને) અનંતા સિદ્ધો પણ શેય છે અને આત્મા એને જાણવાવાળો ભિન્ન છે. અનંત અનંત પંચપરમેષ્ઠિ જે ત્રિકાળી છે, ત્રિકાળી જે અરિહંતો - ભૂત (કાલમાં) જે થઈ ગયા, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં થશે, એ બધા અરિહંતો, એ સર્વ જ્ઞાયકમાં શેય તરીકે ભિન્ન છે. એમ અનંતા સિદ્ધ થઈ ગયા, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં થશે – એ ત્રિકાલી સિદ્ધો જે છે એ પોતાના આત્માને પરય તરીકે છે – જ્ઞાન કરવા લાયક છે. (સર્વનું) પોતાના જ્ઞાનમાં જ્ઞાન થાય છે તો તે રૂપે આત્મા થઈ જાય છે એમ નથી. છ દ્રવ્યની વ્યવસ્થા આત્મા કરી શકે – મંદિરો બનાવી શકે – શાસ્ત્ર બનાવી શકે, એ વસ્તુમાં છે નહીં, એ આત્મામાં છે નહીં... બનાવે છે તો? બનાવી શક્તા તો નથી પણ એ ચીજ પોતાનામાં - પોતાનાથી પરણેય તરીકે છે મોજૂદ છે. પોતાનો ભગવાન (આત્મા) તો જ્ઞાનસ્વરૂપ ચૈતન્યમૂર્તિ પ્રભુ પોતાનામાં રહીને અનંત શેયોને જાણવાનો પોતાનો સ્વભાવ Page #134 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૪૯ હોવાથી, સ્વપ૨પ્રકાશક જ્ઞાનનો સ્વભાવ હોવાથી જાણે છે. ઝીણી વાત છે ભાઈ ! જૈનદર્શનનું વાસ્તવિક તત્ત્વ સમજવું એ તો અલૌકિક વાત છે. એ આંહી કહે છે, ભગવાન આત્મા – પોતાની પર્યાયનું લક્ષ દ્રવ્ય ઉપર જાય છે ત્યારે તેને છ દ્રવ્યનું શેયથી પણ પોતે ભિન્ન માલૂમ પડે છે અને જે દ્રવ્ય જે વ્યક્ત છે એનાથી પણ મારી ચીજ (સ્વાત્મા ) અવ્યક્ત ( એટલે ) શેય પર્યાયમાં આવ્યા નથી. એ અપેક્ષાથી અવ્યક્ત ( આત્માને કહે છે ) પણ વસ્તુ તરીકે વ્યક્ત પ્રગટ છે. ૧૨૧ એવો જે ભગવાન ( આત્મા ) અંદર ચૈતન્ય ૫૨માત્મસ્વરૂપ વર્તમાનમાં હું છું એ ત૨ફની દૃષ્ટિ કરી તો આત્મા ૫૨થી ( જ્ઞેયથી )ભિન્ન થઈ ગયો ! સપ્તમ ( સાતમો ) થઈ ગયો. ધર્મદાસ ક્ષુલ્લકે એમ લખ્યું છે નામ નથી લખ્યું પણ એનો અર્થ અહીંથી કાઢયો છે. ભગવાન આત્મામાં રાગાદિભાવ થાય છે એ પણ છ દ્રવ્યમાં છે, દયા – દાન – વ્રત – ભક્તિના ભાવ થાય છે એ પોતાના આત્મામાં આવતા નથી, એ તો ૫૨માં આવે છે એ શેય તરીકે છે. એને જાણવાવાળો જ્ઞાયક, જ્ઞેયથી ભિન્ન છે, એક વાત ! અને રાગ આદિ ૫૨૫દાર્થ વ્યક્ત છે. બાહ્ય છે – પ્રગટ છે, એનાથી ભગવાન આત્મા અવ્યક્ત નામ પર્યાયમાં – બાહ્યમાં આવ્યો નથી. બાહ્યમાં આવ્યો નથી ( એટલે કે) પર્યાયમાં આવ્યો નથી. ( આ ) એક બોલ સમજવો કઠણ છે ભાઈ ? એવો જ ભગવાન આત્મા એવો, એની અંત૨માં દૃષ્ટિ કરવી અને પર્યાયમાં જે (નિર્વિકલ્પ ) આનંદનો અનુભવ થવો એ વ્યક્ત (નામ પ્રગટ ) છે. એને પણ શેય તરીકે જાણવું.... દ્રવ્ય તો એને પણ જાણવાલાયક નહીં, ભિન્ન છે. પોતાની પર્યાયમાં સમ્યગ્દર્શન – જ્ઞાનાદિ થયા, પોતાના ચૈતન્ય (દ્રવ્યના ) અવલંબનથી તો એને પણ પર્યાયને જ્ઞેય તરીકે જાણીને, આત્મા જ્ઞાતા છે. ઝીણી વાત છે ભાઈ ! આ દિવાળીનો દિવસ છે આજે ભાઈ ! ભગવાન (મહાવીર સ્વામી ) મોક્ષ પધાર્યાં છે આજ. પ્રભુ ! તારી ચીજ ( આત્મદ્રવ્ય ) જે અંદર છે એને ત્રિલોકનો નાથ એમ ફરમાવે છે – સંતો કહે છે એ એની જ વાત કરે છે ભગવાન ! તારું જે જ્ઞાયકસ્વરૂપ જે પ્રભુ છે. આહાહા ! સમજાણું કાંઈ ? એ ૫૨થી – જ્ઞેયથી ( ભિન્ન ), જ્ઞાન કરવાવાળો ભિન્ન રહીને પોતાનામાં, એનાં કા૨ણથી નહી, પોતાનામાં પોતાના કારણથી સ્વપ૨પ્રકાશક જ્ઞાન કરવાવાળો એ આત્મા, ૫૨થી તદ્ન ભિન્ન છે. સમજાણું કાંઇ... ? ઝીણી વાત છે ભાઈ ! લોકોએ તો કંઈ ( કંઈ ) બહાર દયા, દાન, વ્રત, પૂજા, જાત્રામાં ધર્મ માની લીધો છે, એને ધર્મ માનવો એ તો મિથ્યાત્વ – અજ્ઞાન છે. આત્મા એવો છે જ નહીં. આત્મા તો એ રાગાદિ પરિણામ ( અને ) છ દ્રવ્યમાં જાય છે ( ૫૨ ) જ્ઞેય તરીકે જાય છે. અને એ રાગાદિ ભાવ છે એ ભગવાન (આત્માથી ) બાહ્યમાં પ્રગટ છે-બાહ્યમાં પ્રગટ છે. ભગવાન આત્મા અંત૨માં અત્યારે રાગના શેયથી ભિન્ન છે અને રાગ પ્રગટ છે એનાથી પણ ભિન્ન છે. બાહ્ય પદાર્થની પ્રસિદ્ધિ દેખાય છે, રાગ આદિ દયા આદિ, વ્યવહા૨ રત્નત્રય આદિ જે બાહ્ય પદાર્થની પ્રસિદ્ધિ દેખાય છે, એ જ્ઞેયથી ભગવાન ( આત્મા તો ) જ્ઞાયક પ્રસિદ્ધ ભિન્ન છે. Page #135 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ ભાગ-૩ રાગાદિ બાહ્ય પદાર્થ, અનંત સિદ્ધો છે, અનંત પરમેષ્ઠિ છે, એ વ્યક્ત છે. વ્યક્ત નામ પ્રગટ બાહ્ય છે. અને આ આત્મા તે અપ્રગટ બાહ્ય ચીજથી અને અવ્યક્ત નામ એમાં (પર્યાયમાં ) આવ્યો નથી. પર્યાયમાં આવ્યો નથી. એમાં આવ્યો નથી માટે અવ્યક્ત કહે છે (પરંતુ ) પોતાની અપેક્ષાએ વ્યક્ત (પ્રગટ ) છે. ઝીણી વાત બાપુ ! વીતરાગ ૫૨મેશ્વર એમણે આત્મા કહ્યો, એમણે કોને (આત્મા ) કહ્યો ? સમજાણું કાંઈ ? “પ્રભુ તુમ જાણગ રીતિ, પ્રભુ તુમ જાણગ રીતિ” “સૌ જગત દેખતા હો લાલ” હે નાથ ! આપ સૌ જગતને દેખો છો. “નિજ સત્તાએ શુદ્ધ” – પોતાનું હોવાપણું ભગવાન આત્માનું, એને તો આપ હે નાથ ! શુદ્ધ (સત્તા ) તરીકે – જ્ઞાયક તરીકે – ૫૨શેયના જાણવાવાળા તરીકે વ્યક્ત ને પ્રગટ (બાહ્યથી ) ભિન્ન અવ્યક્ત તરીકે, ૫૨ની અપેક્ષા વિનાના એવા અવ્યક્ત તરીકે આપ (હે સર્વજ્ઞ ) આત્માને દેખો છો, એમ જ અમે દેખીએ ત્યારે આત્મા દેખ્યો ને સમ્યગ્દર્શન થશે. સમજાણું ? ભગવાન ( સર્વજ્ઞ – તીર્થંકર ) જેમ દેખે છે પ્રભુ આત્માને, એ પૂર્ણાનંદનો નાથ, ૫૨શેયથી ભિન્ન – વ્યક્તથી ભિન્ન અવ્યક્ત છે. બાહ્યમાં આવ્યો જ નથી. સર્વજ્ઞ આદિ ( જે જે ) પદાર્થ છે એમાં એક આત્મા આવ્યો નથી, અરે ! પોતાની એક સમયની પર્યાય જે છે એમાં પણ આત્મા આવ્યો નથી ! એવો ભગવાન આત્મા જે ધ્રુવ ચૈતન્ય (બિમ્બ ) છે. એને અહીં ૫૨ની પ્રસિદ્ધિની અપેક્ષાથી અપ્રસિદ્ધ – અવ્યક્ત એમ કહેવામાં આવ્યું છે. બહુ સૂક્ષ્મ છે. સમજાણું કાંઇ ? – જયસેનાચાર્યે આનો અર્થ બીજો કર્યો છે જરી, આ અમૃતચંદ્રાચાર્યનો અર્થ છે. જયસેનાચાર્યે અવ્યક્ત એટલે મનના વિષય જે રાગાદિ – ક્રોધાદિ છે એનાથી ભિન્ન સૂક્ષ્મ – અતિસૂક્ષ્મ છે. મનના વિષય રાગ આદિ છે. દયા, દાન, વ્રત, ભક્તિ, જાત્રા ( આદિના ભાવ ) એ મનના વિષય છે. એ આત્માના વિષય છે નહીં. તો એ સ્થૂલનો વિષય છે. એનાથી ભિન્ન ભગવાન ( આત્મા ) અંદર અતિસૂક્ષ્મ છે. એ (અતિસૂક્ષ્મ ) મનથી પણ જાણવામાં આવતું નથી. વિકલ્પથી પણ જાણવામાં આવે નહીં, દેવ, ગુરુ ને શાસ્ત્રની મદદથી પણ જાણવામાં આવે નહીં. સમજાણું sies...? ૧૨૨ ‘અકિંચિત્કર’ કહે છે, કહ્યું હતું ને ! બંધ અધિકા૨માં (સમયસાર ગાથા-૨૬૭ ભાવાર્થ: – જે હેતુ કાંઈ પણ ન કરે તે અકિંચિત્કર કહેવાય છે. ) એમ કે બીજો બીજાને બંધ કરાવી ધૈ – બીજાને મોક્ષ કરાવી ધે! શી રીતે કરાવી ધૈ ? એને બંધ તો એની દશાથી – અધ્યવસાનથી અજ્ઞાનદશાથી બંધ થાય છે. અને એની વીતરાગદશાથી એનો મોક્ષ થાય છે, તું શું કરી શકે છે ૫૨ની (દશાને ) ? ૫૨નું કરવામાં તો હું અકિંચિત્કર છું એવો પાઠ છે. સંસ્કૃત ટીકામાં ૨૬૭ ગાથા બંધ અધિકા૨ની. તું બીજાને મોક્ષ કરાવી દે છે ? બીજાને સમ્યગ્દર્શન કરાવી દે છે ? બીજાને સમ્યગ્નાન કરાવી દે છે ? બીજાને ( સમ્યક્ ) ચારિત્ર કરાવી દે છે ? એ વાત બિલકુલ જૂઠ્ઠી છે. બીજાને સમ્યગ્નાન તું કરાવી દે છે, ઉપદેશ દ્વારા જ્ઞાન થાય છે કે નહીં એને ઉપદેશથી જાણવામાં જે આવે છે જ્ઞાન ! જ્ઞાનની પર્યાય તો પોતાથી પર્યાય થાય છે, શબ્દ સાંભળ્યા માટે થઈ એમ છે નહીં. અને એ પર્યાય પણ સમ્યગ્નાન નથી. એ (શબ્દજ્ઞાન ) બાહ્યમાં જાય છે – વ્યક્તમાં જાય છે, અને જ્ઞેયમાં જાય છે. શાસ્ત્રનું જ્ઞાન અને સાંભળવાથી પોતાની પર્યાયમાં Page #136 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૪૯ ૧૨૩ પોતાના ઉપાદાનથી જે જ્ઞાન થયું તે પરણેયમાં જાય છે. આવી વાત છે. (શ્રોતા – આ પ્રવચન થાય છે એ શું છે?) પ્રવચન જડની ભાષા છે આ કોણ કરે પ્રવચન? ( શ્રોતા:- સાંભળે તો ખરાને) સાંભળે કોણ? એ તો પહેલાં ના પાડી, એ શબ્દોમાં એ દ્રવ્યેન્દ્રિય જે જડ છે એનો સ્વામી આત્મા નહીં, આત્માએ એ કર્યું નથી. ( એ શબ્દોને) જે દ્રવ્યન્દ્રિયથી જાણે અને માને? અને ભાવેન્દ્રિય જે અંદર છે જે જ્ઞાનનો પર્યાય શબ્દને જાણે એવી ભાવેન્દ્રિય, તો ભાવેન્દ્રિયનો સ્વામી આત્મા નહીં. ભાવેન્દ્રિય એનું વાસ્તવિક સ્વરૂપ નહીં. ત્રિકાળી શાયક સ્વભાવની અપેક્ષાથી ભાવેન્દ્રિય એનો વાસ્તવિક સ્વભાવ જ નથી, તો ભાવેન્દ્રિયથી જાણે છે એવું છે નહીં. જુઓ! આ દિવાળી ! તો ભાવેન્દ્રિયથી જાણે છે એ પણ નહીં. આહાહા ! સમજાણું કાંઈ ? લોકો કંઈક કંઈક માનીને બેસી ગયા છે, આપણે કંઈક ધર્મ સમજ્યાં ને ધર્મ કરીએ છીએ! બાપુ, જૈન ધર્મની પદ્ધતિ એ કોઈ અલૌકિક છે. પદ્ધતિ એટલે રીત (રીત એટલે ) વિધિ.. આહાહાહા ! અહીં એ કહે છે, છ દ્રવ્યસ્વરૂપ લોક! જુઓ, વસ્તુ – દ્રવ્ય છ છે જગતમાં. શ્વેતાંબરે છે દ્રવ્ય માન્યા નથી, ભાઈ ! એણે તો પાંચદ્રવ્ય જ માન્યા, કાળદ્રવ્ય તો માન્યું નથી. તો હજી તો એની છ દ્રવ્યસ્વરૂપ (લોક) શેય છે એમાં ય એની ભૂલ! ઝીણી વાત છે. છ દ્રવ્યસ્વરૂપ લોક (વિશ્વ), અનંત આત્માઓ, અનંત પરમાણુંઓ, અસંખ્ય કાલાણુઓ, એક ધર્માસ્તિ, એક અધર્માસ્તિ ને એક આકાશ વ્યાપક સર્વવ્યાપક (આકાશ જેનો) અંત નહીં એવું જે દ્રવ્ય અંત નહીં ( ક્યાંય) આકાશનો. એ છદ્રવ્યસ્વરૂપ લોક શેય, એનો આત્મા જ્ઞાયક જાણનારો, શેયના અવલંબન વિના (જાણે છે.) સમજાણું કાંઈ.. ? વર્તમાન જ્ઞાનની પર્યાયમાં લોક ને અલોક – જેનો અંત નહીં, એને પણ શેય પરશેય તરીકે સ્વર્શયમાં પોતાનું જ્ઞાન કરવાથી પરનું જ્ઞાન – સ્વપરપ્રકાશક થઈ જાય છે. એ પરનું જ્ઞાન નથી, એ શેયનું જ્ઞાન નથી, એ જ્ઞાનનું જ્ઞાન છે. સમજાણું કાંઈ... ? છ દ્રવ્ય સ્વરૂપ લોક, લોક, લોક! લોક શબ્દ અલોકે ય આવી ગયું હોં અંદર... જે શેય છે, ફકત પરશેય તરીકે શેય છે. (ખરેખર) સ્વજોય સ્વરૂપ ભગવાન (નિજાત્મા) એને (લોક) પરશેય તરીકે શેય છે. ભગવાનની મૂર્તિ ને પ્રતિમા ને મંદિર (અરે!) ભગવાન સાક્ષાત્ (તીર્થંકરદેવ) ત્રણ લોકના નાથ, એ પણ પરશેય તરીકે છે. સમજાણું કાંઈ... ? અને તે (પરશેય) વ્યક્ત છે, પોતાનું જ સ્વરૂપ અવ્યક્ત (કેમકે) બાહ્ય આવ્યું નથી, એ અપેક્ષાએ સર્વ બાહ્ય છે – પર્યાય પણ બાહ્ય છે –વસ્તુ પણ બાહ્ય છે, ભગવાન (આત્મા) અત્યંતર ચીજ અવ્યક્તપણે છે એ પર્યાય અને પરથી ભિન્ન છે. - આ શું આવો ઉપદેશ ! કેવો હશે! આ કંઈ જૈનનો હશે જૈનનો હોય તો તો સામાયિક કરો, પોષા કરો, ભક્તિ કરો, પૂજા કરો, દાન કરો અરે ! દયા કરો! એ બધી ક્રિયાકાંડ જૈનધર્મ નથી, એ તો રાગ (ભાવ) છે. સાંભળને! સમજાણું કાંઇ? ભાઈ! વીતરાગ મારગ ( જુદો છે) ઓહોહો ! શું અમૃતચંદ્રાચાર્યે અવ્યક્તમાંથી અર્થ કાઢયા ! હવે કેટલાક એમ કહે છે કે ગાથા તો ઘણી સરળ અને સીધી છે પણ અર્થ કરનારે (ટીકા કરનારે ) ગૂઢ – ગૂઢ કરી નાખી ! ગૂઢ – ગંભીર એટલે શું કહેવાય છે? દુર-દુસહ અર્થ કરી નાખ્યો! આ ખુલ્લું કર્યું એણે દુહુ Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ સમયસાર સિદ્ધિ ભાગ-૩ – દુરુઠુ અર્થ કરી નાખ્યો ! હમણાં આવ્યું છે ને આ પુસ્તક, અહીં નથી ? હમણાં આવ્યું છે ને વિદ્યાનંદજી રચિત !વિધાનંદજી છે ને એક એમના ત૨ફથી છપાણું છે એક પુસ્તક, તદ્ન જ ઊલટું ઊંધું ! આવી વાત છે. ઓહો ! આચાર્યો ! આ અર્થ (અમૃતચંદ્ર) આચાર્યે કરેલ છે. જેમ કુંદકુંદાચાર્ય આચાર્ય હતા મહાસંત હતા, તેમ આ અમૃતચંદ્રાચાર્ય મહાસંત આચાર્ય હતા. એમણે જે અંદ૨માં (મૂળગાથામાં ) ભાવ છે એને ખુલ્લો વ્યક્ત પ્રગટ કરીને સ્પષ્ટ કર્યું છે. ત્યારે એ લોકો કહે છે કે એણે અર્થ કરીને (ટીકા રચીને ) અર્થ દુરુહ – દુરુહ કરી નાખ્યો છે. પકડાય નહીં એવું કરી નાખ્યું છે. ( એની બુદ્ધિમાં ન પકડાય ) પણ નો પકડાય માટે એ કાંઈ... આ ‘ઈંદ્રિય જિણિતા’ એમ કીધું ભગવાને કુંદકુંદાચાર્યે ! હવે એનો અર્થ દુરુઠુ કરી નાખ્યો ! ( કા૨ણકે ) દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય ને ભગવાન (તીર્થંકરની ) વાણીને ભગવાન પોતે ઇન્દ્રિય ! આંહી સુધી (અર્થ કરીને ) દુરુહ કરી નાખ્યો છે. અરે, ભગવાન ! સાંભળને ભાઈ ! એમણે એનો ભાવ જે હતો એને સ્પષ્ટ કર્યો છે. ટીકા કરી છે તો ટીકામાં અર્થ સ્પષ્ટ કર્યો છે. માણસ નથી કહેતા તમે મારી ટીકા કરો છો ! એમ આ અંદર ( જે ) ભાવ છે તેની સ્પષ્ટતા કરીને ટીકા કરી છે. અમૃતચંદ્રાચાર્ય ગજબ છે!! કુંદકુંદાચાર્ય દિગમ્બર સંત, પંચમ આરાના... તીર્થંકર જેવું કામ કર્યું છે અને અમૃતચંદ્રાચાર્યે એમના ગણધર તરીકે કામ કર્યું છે. હવે એને એમ કહેવું કે (દુરુદ્દ કરી નાખ્યું છે) કા૨ણકે પોતાને પકડાણું નથી, અજ્ઞાનભાવ ! ય સીધું કઠે ઇંદ્રિયોને જીતવી પણ ઇન્દ્રિયોને જીતવી એટલે શું? સમજાણું કાંઈ ? તો અન્યમતમાં ય ઓલા સૂરદાસમાં નથી આવતું – આમ દેખીને, ઓલું ( ન દેખાય માટે ) આંખ્યું ફોડી નાખવી, એટલે આંખ્યું ફોડી નાખ, એ (કાંઇ ) ઇન્દ્રિય જીતી કહેવાય ? કાનમાં લાકડા નાખે, ન સંભળાય માટે એ શું ઇન્દ્રિય જીતી કહેવાય ? અને ( સ્પર્શ ) ઇન્દ્રિય છે પુરુષની જે એને કાપી નાખે એ ( ઇન્દ્રિય ) જીતી કહેવાય ? બાપુ ! કોને ઇન્દ્રિય જીતી કહેવાય, કે જે જડ પદાર્થ, આ ઇન્દ્રિયો, શરીર પરિણામને પાસ જડ અને ભાવેન્દ્રિયો જે એક એક – ખંડ ખંડ (વિષયના ) જ્ઞાનને બતાવનારો જે ભાગ અને જે ( ઇન્દ્રિયોના વિષય ) જે ૫૨દ્રવ્ય જે ભગવાન (તીર્થંકર ) ત્રણલોકના નાથ અને એની વાણી (દિવ્ય ધ્વનિ ) એ બધું ઇન્દ્રિયના વિષય હોવાથી તે ઇન્દ્રિય છે. તેને પણ ઇન્દ્રિય કીધી, એને જીતવી એટલે તેનું લક્ષ છોડી દેવું. આ જ્ઞેય કીધું ને ! ૫૨શેય, તો ૫૨શેયનું લક્ષ છોડી દેવું કારણકે ૫૨શેયમાં તું નથી તે વ્યક્ત છે તેનું લક્ષ છોડી દેવું કેમ કે વ્યક્તમાં તું અવ્યક્ત આવતો નથી. આવું સ્વરૂપ છે. એ ઇન્દ્રિયને જીતવી એટલે કે શરીર પરિણામને પ્રાસ જડ (દ્રવ્યેન્દ્રિય ) ને ભાવેન્દ્રિય અને ભગવાનની વાણી ને ભગવાન, દેવ-ગુરુ-શાસ્ત્ર અને સ્ત્રી, કુટુંબ અને પરિવા૨ એ બધાંને ઇન્દ્રિય કહેવામાં આવી છે કેમ કે અણિન્દ્રિય એવો જે પ્રભુ – આત્મા એનાથી ભિન્ન છે. માટે તેને બધાંને ઇન્દ્રિય કહેવામાં આવી છે. આ અણિન્દ્રિય અને તેનું લક્ષ છોડીને ( બીજે લક્ષ કરવું તેથી તે ઇન્દ્રિય ) કહેવામાં આવેલ છે. Page #138 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૪૯ ૧૨૫ અણિન્દ્રિય એવો ભગવાન આત્મા, આનંદનો નાથ એનું શરણ લેવું - એને આશ્રયે જવું એના ભેટા કરવા – એમાં અહંપણાનો અનુભવ થવો. અહંપણાનો (અનુભવ) અહંકાર નહીં. આ હું છું એવો અર્થ, પરિભાષા એવી છે. પકડવો – આત્માને અને આમ કરવું – આમ કરવું એ બધી ભાષાઓ તો સમજવાને માટે છે, બાકી તો ખરેખર તો જે અતિ તત્વ મહાપ્રભુ આવો છે આત્મા, એનું અહંપણું- આ હું છું એમ માન્યતા કરવી ને અનુભવ કરવો. હું? કેમ કરવો? આ છે મહાપ્રભુ - મહાઅસ્તિત્વ પ્રભુ ત્યાં ઉપર દૃષ્ટિ મૂકવી એ તે કંઈ વાત છે! આ એ (વચન અગોચર) એ કંઈ વાતે કંઈ સમજાય એવું છે? વાણીમાં કેટલું આવે? જરીયે ન આવે ખરેખર તો ઈશારો આવે ઈશારો.. કંચિત્ વક્તવ્ય કીધું છે ને કથંચિત્ અવકતવ્ય કથંચિત્ વકતવ્ય એ અપેક્ષા છે. જ્ઞાનાનંદ, સહજાનંદ પ્રભુ આત્મા એનો અંતરમાં પર્યાયે એનો આશ્રય લેવો એટલે કે તેને અહંપણે – આ મારું છે એમ માનવું – અનુભવવું એનું નામ સમ્યગ્દર્શન ને ધર્મની પહેલી સીડી છે. આમાં તો ઘણું નાખ્યું છે આ પહેલાં બોલમાં તો હોં? ઓહોહો ! સન્મેદશિખરને ગિરનાર ને શેત્રુંજય એ બધાં પરશેય છે. કહે છે સિદ્ધ પરણેય છે, અરે ! આ શાસ્ત્ર છે ને, આ પાનાં એ પરશેય છે. એનાથી ભગવાન આત્મા (ન જણાય) આત્મા એમાં આવ્યો નથી, એનાથી ભિન્ન ભગવાન (આત્મા) છે. આ શાસ્ત્ર જડ છે એ પરશેય છે, એનાં વાંચનથી જ્ઞાન થાય છે એ જ્ઞાન નહીં. (શ્રોતા – આપ કહો શાસ્ત્રનું વાંચન કરવું વિનય કરવો પાછા કહો કે એ જ્ઞાન નહીં) એ વ્યવહાર – વિનય તો વ્યવહારથી છે. વિકલ્પ છે. એ આ વિનય બહારનો વિનય એટલે વિકલ્પ, અંદરનો વિનય એ નિર્વિકલ્પ ! આહાહાહા ! (શ્રોતા – શાસ્ત્રનો વિનય એ નહીં ને?) શાસ્ત્રનો વિનય એ શુભભાવ, ભગવાન ત્રિલોકના નાથ ( તીર્થંકર દેવ) નો વિનય એ શુભભાવ, એ આત્મા નહીં. આકરી વાતું ભાઈ ! નવ તત્ત્વમાં એ તો પુણ્ય તત્ત્વમાં જાય છે, ભગવાન (આત્મા) તો એનાથી નવતત્ત્વથી – પુણ્ય - પાપ તત્ત્વથી જ્ઞાયકતત્ત્વ ભિન્ન છે. એ તો વાત અહીં ચાલે છે. એ છ દ્રવ્ય જે એક બાજુ – આખો લોક ને અલોક (જેમાં) અનંતા કેવળીઓ જે શેય તરીકે – પરશેય તરીકે છે. મારાં એ દેવ છે એ તરીકે એ નથી, એમ કહે છે. અનંતા સંતો, ગુરુ એ આત્માના ગુરુ છે એમ નથી. એ મારા ગુરુ છે એવું વસ્તુમાં નથી, એમ કહે છે. એય મીઠાભાઈ ! આવી મીઠી વાતું છે. શું વીતરાગી સંતોના કથનો ! કહે છે અને તારા ગુરુ છીએ એ વાત તું માન તો એ વાત જૂઠી છે, અમે તો પરશેય તરીકે તારા છીએ! (છપદના પાઠમાં શ્રીમદે એમ લખ્યું છે!) હા, એને ય પર છે ને! એમાં એમ કહ્યું છે કે એ પાંચે ઉત્તરથી થયું સમાધાન, સર્વાગનું થાશે, મોક્ષના ઉપાયની એ પ્રતીત – સહજ, સહજ પાંચે ઉત્તરથી થઈ સમાધાન, પ્રતીત થાશે મોક્ષ ઉપાયનો સહજ સહજ પ્રતીત એ રીત. ભગવાન આત્મા અંતર અતીન્દ્રિય આનંદનો (નાથ!) અતીન્દ્રિય જ્ઞાયકની મૂર્તિ પ્રભુ છે ને એ છ દ્રવ્ય જે શેય છે એ તો એનાં પરણેય છે. સ્વજોય નહીં. એ (પરણેય) વ્યક્ત છે એ બાહ્ય છે, અંતરમાં નહીં. આહાહાહા ! આહા! અરે, જીવ આદિ બહિતત્ત્વ કીધા – એ બહિર્તત્વ છે કહે છે. સંવર-નિર્જરા ને Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ સમયસાર સિદ્ધિ ભાગ-૩ મોક્ષની પર્યાય પણ બહિર્તત્ત્વ છે, અંતઃતત્ત્વ જે જ્ઞાયક ત્રિકાળ છે, તેનાથી એ ( પર્યાયમાત્ર ) બહિર છે. કેવળજ્ઞાનની પોતાની પર્યાય ને સંવર – નિર્જરાની પર્યાય પણ બિઠુર્તત્ત્વ છે. ભગવાન ( આત્માને ) એ ૫૨શેય તરીકે છે. સ્વજ્ઞેય ( એકજ્ઞાયકભાવ ) તો એનાથી ભિન્ન છે. આવી વાત છે. અરે રે ! વાસ્તવિક તત્ત્વ શું ? ત્યાંયે કાંઈ સમજણમાં આવતું નથી –કથનમાં આવતું નથી અત્યારે તો.... ( અહા !) આ પ્રરૂપણા – આમ કરો, આમ આ કરો, આવું કરો ! ભગવાન ત્રણલોકના નાથ ( તીર્થંકરદેવ ) સર્વશદેવ કહે છે એ જ સંત કહે છે. સંતની ટીકા કરવાવાળા પણ સંત છે. દુરુઠુ નથી કર્યું સ્પષ્ટ કર્યું છે. જેમ ગાય અને ભેંસના આંચળમાં (આઉમાં ) દૂધ હોય છે ને આઉમાં રહેલ દૂધ બળૂકી બાઈ હોય છે તે એમાંથી કાઢે છે, એમ પાઠના ભાવમાં આ ભાવ છે. એને ( ટીકા કરીને ) કાઢે છે, પોતાની ( આચાર્યની ) ટીકા છે માટે એ ભિન્ન છે અને ભાવમાં અંદર નથી એવું છે નહીં. ઝીણી વાત છે ભાઈ ! અનંત કાળ ગયો પરિભ્રમણ કરતાં કરતાં. હજી આવ્યા નહીં હોય બાળીને ? આવી ગયા ! ૐ હૈં ક્યાં છે ? ઠીક ! આવી ગયા છે, બીજા બધા નહીં આવ્યા હોય, પોણા છ એ કહે છે કાઢયા ’તા. એ મુખ્ય, બીજાં તો ગયેલા આવી ગયાને ત્યાંથી રજા લઈને, બાળે ત્યાં સુધી ત્યાં (બધા તો ) ન રોકાય ! ગયા તે ૫૨ગતિએ ચાલ્યા ગયા. આંહી બેસતા'તા, આંહી સાંભળવા સવા૨માં નહોતા આવી શકતા બપોરે આવતા' તા.... આવી દેહની સ્થિતિ બાપા ! એ તો શાનનું શેય છે, જે જે સ્થિતિ થાય તે જ્ઞાનમાં ૫૨શેય તરીકે છે એમાં આત્માને કાંઈ આઘાતે ય નથી ને, આત્મામાં એને કા૨ણે કોઈ નુકસાનેય નથી. દેહ છૂટવાના પ્રસંગે જ્ઞાનીને તો તેનું શેય તરીકે જ્ઞાન થાય છે. છ દ્રવ્ય આવ્યા ને !(૫૨શેય તરીકે ) મારું મરણ થાય છે – હું દેહથી છુટું છું એમ નથી. ( શ્રોતા:- દેહથી છૂટો તો પડે છે ) છૂટે ? એ તો છૂટો જ છે હું તો ત્રિકાળ છું – છૂટો જ છું તો છૂટો થાઉં ક્યાંથી ? ( શ્રોતાઃ– સંયોગ છે તેનો વિયોગ થાય છે ) એ તો વ્યવહારનયની અપેક્ષાએ બાકી અંદરમાં તો ત્રિકાળી છૂટો જ છે. અરે ! રાગથી પણ એ તો ભિન્ન મુક્તસ્વરૂપ ભગવાન આત્મા છે. જેને ( ગાથા ) ચૌદ પંદરમીમાં કહ્યો અબĀસ્પષ્ટ !! ભગવાન કુંદકુંદાચાર્યે ! ભગવાન કુંદકુંદાચાર્ય દિગમ્બર સંત! જે (મંગલાચરણમાં ત્રીજું સ્થાન છે) મંગલ ભગવાન વીરો, મંગલ ગૌતમો ગણી, મંગલ કુંદકુંદાર્યો ( જૈન ધર્મોસ્તુ મંગલ ) પહેલાં ભગવાન પછી ગણધ૨ પછી ત્રીજા કુંદકુંદાચાર્ય, એ કુંદકુંદાચાર્ય કહે છે. સમજાણું કાંઈ... ? ( કહે છે કુંદકુંદાચાર્ય ) કે પર્યાયમાત્ર છે એ આત્માને ૫૨ – શાયકનું જ્ઞેય છે. વાત બેસવી કઠણ જગતને ! અંતઃ તત્ત્વ છે એ બાહ્ય તત્ત્વથી ભિન્ન છે. ઓહોહો ! બાહ્ય તત્ત્વ કહ્યુંને ભાઈ ? ઓલા નિયમસાર, શુદ્ધભાવ અધિકારમાં તો કેવળજ્ઞાન બાહ્ય તત્ત્વ ! અને મોક્ષનો માર્ગ જે પ્રગટયો છે અંતર્તત્ત્વના અવલંબે એ-પણ બાહ્ય તત્ત્વ છે. ભગવાન (આત્મા ) તો અંદર શાયક તત્ત્વ જે ચૈતન્યમૂર્તિ પ્રભુ! એ અંતઃ તત્ત્વ છે, બહિરતત્ત્વથી ભિન્ન છે. ઓહોહો ! અંતર્તત્ત્વથી બહિર્તત્ત્વ ભિન્ન છે કેવળજ્ઞાનની પર્યાય પણ અંતઃતત્ત્વથી ભિન્ન છે. હજી શ૨ી૨થી ( આત્માને ) ભિન્ન માનવામાં ૫૨સેવા ઊતરે ! આ દેહ મારો, હું છું તો Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ ગાથા ૪૯ ચાલે છે – બોલે છે. ( પણ ભાઈ ) એ તો જડની ક્રિયા, તારાથી થઈ શું ? આંહી તો ( કહે છે ) છ દ્રવ્યસ્વરૂપ (લોક ૫૨શેય છે.) ઘણું ગજબ કરી નાખ્યું છે. એક કો૨ સત્યનું જ્ઞાયકસ્વરૂપ જ્યાં દૃષ્ટિ થઈ, પર્યાય જ્યાં અંત૨માં વળીને એ છદ્રવ્યનું જ્ઞાન સ્વદ્રવ્યનું જ્ઞાન થયું ત્યાં તો હું તો છ દ્રવ્યથી અને છ દ્રવ્યના ગુણોથી ને છ દ્રવ્યોની પર્યાયથી (ભિન્ન છું) અને છ દ્રવ્યનું જે જ્ઞાન થાય છે એ શાનથી પણ હું તો ભિન્ન છું. એય નવરંગભાઈ ! આવું છે. જીવ અન્ય છે એટલા માટે અવ્યક્ત છે. એક બોલ થયો, છ બોલ છે. આ દિવાળીને બેસતા વર્ષે બે મોટા (બોલ ) અવ્યક્તના બરાબર આવી ગયા છે. બીજો બોલઃ– (કષાયોનો સમૂહ જે ભાવકભાવ વ્યક્ત છે તેનાથી જીવ અન્ય છે માટે અવ્યક્ત છે ) ( શું કહે છે ? ) જે કંઈ અંદરમાં પુણ્યને પાપ, દયા- દાન–વ્રત– ભક્તિ પૂજા – કામ – ક્રોધ – માન – માયા – લોભ ઉત્પન્ન થાય છે એ ભાવક નામ કર્મ જે ભાવક છે એનાં ભાવ છે. આત્મા ભાવક અને એનાં એ ભાવ નથી. કષાયોનો સમૂહ – ચાહે તો દયાના ભાવ, દાનના ભાવ, ભક્તિના ભાવ, પૂજાના ભાવ, જાત્રાના ભાવ, ભગવાનની ભક્તિમાં લાખો રૂપિયા દાનમાં ( આપવા ) એ બધો કષાયનો સમૂહ છે રાગ છે. (જુઓ ! ) બત્રીસમી ગાથામાં કષાયનો સમૂહ ભાવકભાવ આવી ગયો છે. એક છત્રીસમી ગાથામાં ‘નાસ્તિ નાસ્તિ મમ કશ્ચન મોહઃ' – ભાવકભાવ આવી ગયો છે. આ ત્રીજો અહીં આવ્યો એ ત્રણ ભાવકભાવ, બીજો મેં પહેલાં કહ્યો' તો ૪૭ શક્તિમાંથી ત્યાંય ભાવકભાવ છે. ૪૭ શક્તિમાં કર્તૃત્વશક્તિ છે ને ! આમાં છે ને ! કર્તૃત્વશક્તિ બેંતાલીસમી શક્તિ – થવાપણારૂપ અને સિદ્ધરૂપ ભાવના ભાવકપણામયી કર્તૃશક્તિ. પાપના શું કહે છે? કે આ જે ભાવકભાવ આપણે ચાલે છે અત્યારે એ તો પુણ્ય વિકા૨ીભાવ, ભાવક કર્મનો ભાવ છે, પોતાનો ( આત્માનો ) નહીં. હવે પોતાનો ભાવકભાવ શું ? કે પોતાના આત્મામાં એક કર્તૃત્વ નામનો ત્રિકાળી ગુણ છે. આત્મા જે વસ્તુ છે એમાં જ્ઞાન, દર્શન, આનંદ આદિ અનંત ગુણ છે એમાં એક કર્તૃત્વ નામનો ગુણ છે. કર્તૃ હોં ? કર્તૃ એ શબ્દ એ ભાઈને પંડિતને કીધું આ કર્તૃ કેમ આવ્યું કર્તા કેમ ન આવ્યું ? કર્તૃ કેમ આવ્યું તો એ છે શબ્દ સંસ્કૃતની શૈલી છે કહે છે. એ પ્રશ્ન પૂછયો 'તો મેં ભાઈને, કર્તા ન આવ્યું ને કર્તૃ કેમ આવ્યું છે ? છે ને કર્તૃ છે ને ! જુઓને ! કર્તૃત્વ છે ને ? કર્તા ન આવ્યું કર્તૃત્વ આવ્યું એટલે કે એ આવે સંસ્કૃતની શૈલીમાં આવે ! - ૪૨, શું કહે છે ? કે આત્મામાં એક કર્તૃત્વ નામનો ગુણ છે અનાદિ-અનંત પડયો છે, એ કર્તૃત્વ ગુણનું કાર્ય શું કે જે નિર્મળ પર્યાયભાવ છે એનો ભાવક એ કર્તૃત્વ શક્તિ – ( ગુણ ) એ ભાવક છે ને એનું (કાર્ય–ભાવ ) નિર્મળ પર્યાય આદિ ભાવ છે. અને આ જે વિકા૨ી ભાવ અત્યારે ચાલે છે એ ભાવક, કર્મનો ભાવક એનો ભાવ છે. આ ગુણનો ભાવકનો ભાવ છે. વીતરાગ મારગ, ઝીણો બહુ બાપા! એમાં ય તે દિગમ્બર ધર્મ, એ જૈનધર્મ છે. બહુ સૂક્ષ્મ ! સમજાણું કાંઈ ? અહીંયા કહ્યું, આત્મામાં કર્તૃત્વ નામનો ગુણ છે. તો એ ગુણનો ધરનારો ભગવાન આત્મા શાયક, એ જ્ઞાયકની દૃષ્ટિ કરવાથી જે નિર્મળ પર્યાય થાય છે, એનો ભાવક એ Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ સમયસાર સિદ્ધિ ભાગ-૩ કર્તુત્વગુણ છે અથવા ભાવકદ્રવ્ય અભેદથી કહેવામાં આવે છે. દ્રવ્ય જે ભાવક છે એ નિર્મળપર્યાય એનો ભાવ છે સમ્યગ્દર્શન જ્ઞાન – ચારિત્રની પર્યાયના ભાવનો ભાવક આ દ્રવ્ય છે. એટલે એમાં ગુણ છે. એમ લઈને... એ જે નિર્વિકારી પર્યાય થાય છે. સમ્યગ્દર્શન -જ્ઞાન – ચારિત્રની શુદ્ધિ, એ પૂર્વની પર્યાયથી નહીં, નિમિત્તથી નહીં, રાગનો અભાવ થયો માટે નહીં, એ કર્તુત્વ નામનો ભગવાનમાં (આત્મામાં) ગુણ અનાદિ – અનંત પડ્યો છે તો તેના કારણે એ ભાવક થઈને સમ્યગ્દર્શન આદિ પર્યાયના ભાવનો ભાવ એ છે. પૂર્વની પર્યાયનો ભાવ નહીં – ભાવકનો ભાવ નહીં. આહાહાહા ! જેમ કેવળજ્ઞાન થયું તો ય મોક્ષના માર્ગની પર્યાયથી એ ભાવ નહીં, એ કેવળજ્ઞાનની પર્યાય થઈ એ કર્તુત્વગુણના – ભાવકનો ભાવ છે, આમ સીધો. સમજાણું કાંઈ....? આ મારગ બહુ સૂક્ષ્મ ભાઈ ! અત્યારે તો લોકોને બહારમાં એક તો બાવીસ કલાક ધર્મ નહીં ને પાપ કરે આખો દિ' ધંધો ને વેપાર ને પા૫, બાયડી છોકરાને સાચવવા એમાં કલાક મળે તો આ બહારની પ્રવૃત્તિમાં રોકાય, આ કરો! આ કરો, આ કરો. સમજાણું? અહીં કહે છે કે કર્મ જે જડ છે, એ નિમિત્ત છે એને ભાવક કહ્યું અને ભાવ એનાં વિકાર પરિણામ - દયા, દાન, વ્રત, શુભ – અશુભ (ભાવ) વ્યવહાર રત્નત્રયનો ભાવ, એ ભાવકનાં ભાવ છે. ભગવાન આત્મામાં ભાવક જે ગુણ છે એનાં એ ભાવ નહીં, આવી વાત છે. આમાં પડયું છે કે નહીં આ બધું અંદર! એ છે ને! ભાવક એ-મય સિદ્ધરૂપ ભાવ કે સિદ્ધ એટલે સિદ્ધ એમ નહીં, એ વખતે થવાવાળી પર્યાય જે નિર્મળ છે. સિદ્ધ નામ એ સમયે થવાવાળી પ્રાપ્ય છે. ઓલો પ્રાપ્ય, વિકાર્ય ને નિર્વત્ય વીતરાગી આત્માની પર્યાય - શુદ્ધની પર્યાય, જે ભાવ એ ભાવનો ભાવક એ સિદ્ધ છે. સિદ્ધ નામ એ સમયે થવાવાળી છે. ત્યાંય એ આવ્યું જન્માક્ષણ છે, એ ઉત્પત્તિની જન્મક્ષણ, ક્રમબદ્ધમાં એ છે. જન્મક્ષણમાં એ છે અને સિદ્ધ નામ તે સમયે થવાવાળી છે. એનો ભાવક, આત્મામાં કર્તુત્વ નામનો ઉપાદાન અંદર શક્તિ - ગુણ છે. એનાથી એ સમ્યગ્દર્શનની પર્યાય શુદ્ધિની વૃદ્ધિ થાય છે. એ પણ ભાવકના ભાવના કારણે, પૂર્વની પર્યાયના કારણે નહીં. સમજાણું કાંઈ ? એ ભાવકભાવથી આ ભાવકભાવ જુદો – ભિન્ન છે. કષાયોના સમૂહુ ભાવકભાવ એ પુણ્ય – પાપના ભાવ વ્યક્ત છે એનાથી જીવ અન્ય છે. એ પુણ્ય – પાપના ભાવ, વ્યવહાર રત્નત્રયનો રાગ, જે ભાવકનો ભાવ છે એનાથી આત્મા ભિન્ન છે. એને અહીંયા આત્માને અવ્યક્ત નામ સમ્યગ્દર્શન – જ્ઞાનનો વિષય (- ધ્યેય ) કહેવામાં આવેલ છે. વિશેષ કહેશે. (શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ !) પ્રવચન નં. ૧૨૪ ગાથા - ૪૯ તા. ૧/૧૧/૭૮ બુધવાર કારતક સુદ-૧ શ્રી સમયસાર- ૪૯ ગાથાનો અવ્યક્ત બોલ છે. બહુ સરસ માંગલિકનું આ છે. પહેલો બોલ તો એમ કહ્યો કે છ દ્રવ્ય જે છે લોક એ તો શેય છે વ્યક્ત છે, છતાં તેનાથી જીવ અન્ય છે, એ કોણ નિર્ણય કરે છે? પર્યાય એમ નિર્ણય કરે છે. “હું” છ દ્રવ્ય શેય અને વ્યક્ત એનાથી હું Page #142 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૪૯ ૧૨૯ (જુદો) જ્ઞાયક અને અવ્યક્ત એટલે વસ્તુ, તે જીવ છું. શબ્દ એમ છે ને? એક બોલ થઈ ગયો છે. બીજો કષાયોનો સમૂહ જે ભાવકભાવ જે પર્યાયમાં ભાવક જે કર્મ એનાથી થતાં વિકલ્પો જે શુભ અશુભ એ વ્યક્તિ છે, પ્રગટ છે, હું તેનાથી અન્ય છું, પર્યાય એમ જાણે છે, કે આ કષાયનો સમૂહ જે ભાવકભાવ એનાથી હું ભિન્ન છું. બે ની વચ્ચે પડેલી પર્યાય. પર્યાય એમ જાણે છે, અનુભૂતિ. ભાષા તો શું કરે? કે હું એક જીવદ્રવ્ય છું અવ્યક્ત એટલે પર્યાયમાં આવ્યું નથી ને પરમાં આવ્યું નથી એ અપેક્ષાએ બાકી છે તો વ્યક્ત. એ અપેક્ષાએ હું આત્મા, જીવ કષાયના સમૂહ વિકલ્પોની જાત ગમે તે હો ગુણગુણીના ભેદનો વિકલ્પ હો રાગ, શાસ્ત્રને લખવાનો વિકલ્પ હો એ વિકલ્પના સમૂહથી એ ભાવકભાવ કર્મનો એ ભાવ છે, શાસ્ત્ર લખતા વખતે વિકલ્પ છે ને? કર્તા નથી. આ જે કર્તા થઈને લખે છે એ તો મિથ્યાષ્ટિ છે. આહાહા ! સમજાણું કાંઈ ? અહીંયા તો વિકલ્પ આવ્યો છે એ કષાયનો સમૂહ છે અને ભાવકનો ભાવ છે, મારા ભાવકનો ભાવ એ નહિ. મારો ભાવ તો એ વિકલ્પથી (જુદો છે) હું? લખવા વખતે પણ આચાર્ય એમ કહે છે કે એ વિકલ્પ જે છે એ તો કર્મના ભાવકનો ભાવ છે, મારા દ્રવ્યનો ભાવ એ નથી, મારી વસ્તુ છે એનો એ ભાવ નથી. હું? આવી વાત છે પ્રભુ! આહાહા ! ઓહોહો કષાયોનો સમૂહુ ભાવકભાવ પ્રગટ છે, પ્રભુ હું તો એનાથી ભિન્ન, આંહી અવ્યક્ત કહ્યો, અવ્યક્તનો અર્થ કે પર્યાયમાં આવતો નથી, દ્રવ્ય બહારમાં આવતું નથી એ અપેક્ષાએ, વસ્તુ તરીકે તો વ્યક્તિ પ્રગટ જ છે દ્રવ્ય. એ બે બોલ તો ચાલી ગયા છે. હવે આ ત્રીજો “ચિત્સામાન્યમાં” બહુ અલૌકિક વાત છે બાપા, જ્ઞાયકભાવ ચિત્સામાન્ય એટલે દર્શનશાનરૂપી ચિત્ એવું જે સામાન્ય સ્વરૂપ, ચિત્સામાન્ય ચિત્ એટલે જ્ઞાન ને દર્શન એવું જે કાયમી સ્વભાવ સામાન્ય એમાં બીજા બધા ગુણો આવી જાય છે. હું કોણ છું એમ નિર્ણય સમ્યગ્દર્શનની પર્યાય અથવા જ્ઞાનની પર્યાય એમ નિર્ણય કરે છે, એ ચિત્સામાન્યમાં જ્ઞાયક દર્શન ને શાન એવું સામાન્ય નામ ધ્રુવ, એમાં ચૈતન્યની સર્વ વ્યકિતઓ, ચૈતન્યની સર્વ પ્રગટ અવસ્થાઓ ભૂતની અને ભવિષ્યની એમાં અંતર્મગ્ન છે, એટલે કે એ અંતર્મગ્ન છે એટલે કે એ ગુણરૂપ છે. આહાહા! પૂર્વે અને પછી મતિશ્રુતજ્ઞાનની પર્યાય પ્રગટી છે વર્તમાન એ એમ કહે છે, વર્તમાન, બાહ્ય એ એમ કહે છે કે ભૂતકાળની મારી મતિશ્રુતજ્ઞાનની પર્યાયો અને ભવિષ્યમાં પણ અતિશ્રુત ને કેવળજ્ઞાનની પણ પર્યાય, આ તે એક જ્ઞાનથી વાત લીધી છે એવી અનંતગુણની. હું આત્મા કોણ છું? કે ચિત્સામાન્ય જે વસ્તુ છે તેમાં ચૈતન્યની સર્વ પ્રગટ દશાઓ પ્રગટ તો પર્યાય હતી ત્યારની અપેક્ષા છે. ભૂતકાળમાં હતી, ભવિષ્યમાં થશે એ અપેક્ષાએ પ્રગટ કીધું, પણ મારા સ્વરૂપમાં એ નથી અત્યારે, ભેદ એમાં નથી એકલો શાકભાવ જેને અહીંયા પર્યાય અને પરની અપેક્ષાએ અવ્યક્ત કહ્યો, પણ પર્યાયમાં તે વ્યક્ત થાય છે. આહાહા ! આવી વાત છે, પ્રવિણભાઈ ! આહાહાહા ! હું ચૈતન્ય જે સામાન્ય જે કાયમી ચીજ છું, એમાં જે એક આંહી તો મેં મશ્રિતની પર્યાય જ્ઞાનની લીધી, એમ શ્રદ્ધાની એમ ચારિત્ર એટલે શાંતિની થઈ ગઈ અને થશે એ બધી પર્યાયો વર્તમાન સિવાય, કેમકે વર્તમાન પર્યાયે તો એ નિર્ણય કર્યો કે હું આ છું. મારું સ્વરૂપ સામાન્ય Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ સમયસાર સિદ્ધિ ભાગ-૩ જે છે, તેમાં બધી અવસ્થાઓ નિમગ્ન છે, અવસ્થારૂપે અવસ્થા અંદર નથી ભાઈ. શું કીધું ઈ ? કે મતિશ્રુતજ્ઞાનની મારી પર્યાય થઈ ગઈ એ તો ક્ષયોપશમભાવની હતી અને અમુક સુધી થશે તે ક્ષયોપશમની છે, અને પછી થશે એ ક્ષાયિકની છે. પણ મારો ભગવાન એ ભૂત અને ભવિષ્યની પર્યાય અંદ૨ નિમગ્ન એટલે પારિણામિકભાવે છે. આહાહા ! સમજાણું કાંઈ ? ( શ્રોતાઃ- પારિણામિક ભાવે છે એટલે શું ? ) એટલે પ્રગટ પર્યાયનો જે ભાવ હતો, એ ભાવ અંદ૨માં નથી હવે, જે ત્રિકાળી ધ્રુવ સ્વભાવ છે એમાં સામાન્ય સ્વભાવ એનું થઈ ગયું છે, પાણિામિક સ્વભાવ એટલે કે એકરૂપ સ્વભાવ, એ વ્યક્ત જે પર્યાય છે એ તો અનેક પ્રકારે ભિન્ન ભિન્ન કોઈ ક્ષયોપશમની, કોઈ ક્ષાયિકની, મતિશ્રુત ક્ષયોપશમની, સમકિત ક્ષાયિક હોય છે એની, ચારિત્રના સ્વરૂપના આચરણની પ્રગટ અવસ્થા છે તે, થઈ ગઈ તે, થશે તે. એવી એવી જ્ઞાનની દર્શનની ચારિત્રની આનંદની, આનંદની પર્યાય પણ હું સાધક છું, તો મારી જે આનંદની પર્યાય વીતી ગઈ એ અંત૨માં ગઈ, ભલે એ આનંદની પર્યાય ક્ષયોપશમભાવે હો પણ અંત૨ ગઈ ત્યાં પારિણામિકભાવે થઈ ગઈ. પારિણામિક એટલે સહજ જ્ઞાયકભાવ, ધ્રુવભાવમાં એ આવી ગઈ. ત્યાં આગળ એ પર્યાય ક્ષયોપશમભાવે રહે છે અંદર,( એમ નથી. ) આમ તો ભાષા એમ ચિત્સામાન્યમાં ચૈતન્યની સર્વ વ્યકિતઓ, નિમજ્ઞ અંતર્ભૂત છે ત્યારે એ જે ક્ષયોપશમભાવ છે એ અંતર્ભૂત છે ? સમજાણું કાંઈ ? ચંદુભાઈ ! આવું ઝીણું છે. હવે આવું વર્ષ બેસતું છે. ૨૦૩૫ ને થઈ. પાંચ ને ત્રણ આઠ ૨૦૦૦ આ તો આંકડો બીજો આવ્યો. આઠ તો બીજું રહ્યું આઠ કર્મથી અને એના ભેદોથી પણ ભિન્ન ભગવાન છે. એમ કહે છે, ચિત્સામાન્યમાં, એટલે કે જેટલી શક્તિઓ મલિનરૂપે થઈ ગઈ અને નિર્મળરૂપે પણ થઈ અને હજી પણ ભવિષ્યમાં થોડી કેટલીક મલિનરૂપે રહેશે અને કેટલીક વ્યક્ત નિર્મળ થશે એ બધી મારા સ્વરૂપમાં અંદ૨માં એકાકાર છે. એમ પ્રગટ જ્ઞાનની પર્યાય, પ્રગટ શ્રદ્ધાની પર્યાય, પ્રગટ આનંદની પર્યાય, પ્રગટ સ્વરૂપ આચરણની સ્થિરતાની પર્યાય, એવી અનંતી પર્યાયોનું એકરૂપ પ્રગટ તે આ જીવ છું એમ નક્કી કરે છે. ભાષા ( માં ) તો એક પર્યાયને લીધી પણ એની પર્યાયમાં અનંતી પર્યાય ભેગી છે ને ? એક સમયમાં અનંતી પર્યાયો પ્રગટ વ્યક્ત છે, એ અંતરમાં ગઈ નથી. આહાહા ! સમજાણું કાંઈ ? માળે કેવું સમાડયું છે જુઓ ને ટૂંકી ભાષામાં. હું એક શાયક સામાન્ય સ્વભાવ, ધ્રુવસ્વભાવ, એકરૂપ સ્વભાવભાવ એમાં ભૂત અને ભવિષ્યની પર્યાયો કોઈ મલિન, મલિન ગઈ તે પણ અંતર્મગ્ન થઈ, ઉદયભાવની પર્યાય અંતર્મગ્ર થઈ, ત્યાં અંત૨માં ઉદયભાવે ન રહી ત્યાં તો પારિણામિક સ્વભાવ થઈ. આવો મારગ વીતરાગ સર્વજ્ઞનો ઓહોહો એમાં ય આદિ પુરાણ એમાં ૧૦૦૮ નામ આપ્યા છે. આજ અડધો કલાક સ્વાધ્યાય થઈ ગયો ૧૦૦૮ નો છ થી સાડા છ, ઓહોહોહો ! ગજબ કામ કર્યું, મુનિઓએ. એ વખતે જે વિકલ્પ આવ્યો છે શક્તિના વર્ણનનો, એ વિકલ્પ કષાયનો સમૂહ છે, એનાથી મારી ચીજ ભિન્ન છે અને પછી ભૂતકાળ અને ભવિષ્યમાં અનંતી પર્યાયો થઈ ગઈ એક એક ગુણની, એવા અનંતા ગુણની અનંતી પર્યાયો થઈ ગઈ, એમ ભવિષ્યમાં એક એક ગુણની એક પર્યાય એવા અનંતા ગુણની અનંત પર્યાય થશે એને આંઠી વ્યકિતઓ કીધી, સર્વ વ્યક્તિ કીધી ને ? આ વ્યકિત આ વ્યક્તિ નથી કહેતા લોકો, આ વ્યક્તિ એક આવી એમ આ પ્રગટ અવસ્થાઓ એ Page #144 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૪૯ ૧૩૧ ચિત્સામાન્યમાં નિમગ્ન છે, એકલી મગ્ન નથી કહ્યું, નિમગ્ન. સ્વભાવભાવરૂપ થઈ ગઈ છે, શું કીધું સમજાણું? અલૌકિક વાત છે બાપા! ત્રીજો બોલ આવ્યો છે. આહાહાહા ! વર્તમાનમાં અનંતગુણની પર્યાય વ્યક્ત છે, એ વ્યક્તિ પર્યાય એમ નિર્ણય કરે છે, કે મારું સ્વરૂપ જે જ્ઞાયકભાવ જે છે, એમાં સમજાવવામાં શું કહે, હું જ્ઞાયક છું ને આ અંતર્મગ્ન છે, એ પણ એ બધો વિકલ્પ છે. પણ સમજાવે, શું સમજાવે? વર્તમાનમાં જેટલા ગુણો છે, અનંત અનંત અનંત અનંત અનંત અનંત એ બધા ગુણોની વર્તમાન પર્યાય વ્યક્ત પ્રગટ છે મારે, એક જ પર્યાય છે એમ નહિ, અનંતી પર્યાય છે, તે અનંતી પર્યાય અંતરમાં ગઈ નથી. એકવાર ચંદુભાઈને પુછ્યું'તું ને કે એલા સામાન્યમાં અંતર્મગ્ર શું થઈ ગયું'તું વર્તમાન ગઈ કે નહિ અંતરમાં ? કહે કે “ના”. એ તો વ્યાખ્યા થઈ ગઈ ને. (શ્રોતા:- મારા ગુરુ તો વર્તમાન પર્યાયથી પણ અંતર્નિમગ્ન થઈ ગયા છે, પણ એ નિમગ્ન થયું છે, એ કોણે નિર્ણય કર્યો? ( શ્રોતા – નિમગ્ન થઈને નિર્ણય કર્યો/થઈ ગયો.) શું બોલ આવ્યો છે ને? કે આત્મા એક વસ્તુ ને એમાં અનંત અનંત ગુણો, અનંત અનંત ગુણો એટલે? જેની સંખ્યાની કોઈ મર્યાદા હદ જ ન મળે. જેમ લોકનો અંત નહી કોઈ હદ છે? કે હવે આકાશ અહીં થઈ રહ્યું શું છે આ તે, આ ચૌદ બ્રહ્માંડનો અંત છે, અસંખ્ય જોજન બસ, પણ પછી ખાલી જગ્યાનો આમ ક્યાંય અંત (નથી). એવો જે અલોકનો આકાશ છે એનો ક્યાંય અંત નહિ. એના અંત વિનાના આકાશના અનંત અનંત પ્રદેશો, એથી પણ ભગવાન એક આત્મામાં અનંતા અનંતા અનંતા અનંતથી અનંતા અનંત ગુણોનો પિંડ શું કહે છે આ? એકવાર નાસ્તિક હોય તોપણ એને વિચારમાં આવી જાય કે આ શું છે. આ તે આ, અને તે અસ્તિરૂપે છે. વળી તેનો અંત નથી, છતાં તેને પ્રદેશત્વગુણને લઈને આકાર છે, આ શું? કોને? આકાશને. એવા આકાશના પ્રદેશનો આકાર છે તે અનંત અનંત પ્રદેશ છે, એથી અનંત અનંત ગુણા ભગવાન આત્મામાં વર્તમાનમાં ગુણ છે અને તેટલી જ અનંતાગુણની જેટલા અપાર અપાર ગુણ છે તેટલી જ વર્તમાન પર્યાયમાં અપાર અપાર પર્યાય પ્રગટ છે. જે પ્રગટ પર્યાય અનંત છે, એને આ આ આ આ આ આ આ આ અનંત અનંત અનંત અનંત અનંત અનંત અનંત તો એ પર્યાયની વર્તમાન પ્રગટનો કોઈ પર્યાયનો છેડો છે, એ વસ્તુ નથી. ચંદુભાઈ ! આહાહા ! પ્રગટ પર્યાય જે છે એટલી અનંતી છે, ક્ષેત્રથી આમ અંત આવી ગયો આમ એટલામાં. હું? પણ એની જે સંખ્યા પ્રગટ દશાઓ જે સામાન્યમાં વર્તમાન ભળી જ નથી. અનંતી અનંતી પર્યાય, અનંતી અનંતી અનંતી જેટલા ગુણો તેટલી પર્યાય એ અનંતી અવંતી પર્યાય એમાં પ્રધાનપણે જ્ઞાનની પર્યાય એમ નિર્ણય કરે છે, કે આ ચિત્સામાન્ય વસ્તુ જે છે વસ્તુ, એમાં એ બધી પર્યાયો ભલે મલિન, મલિન થઈ ગઈ, થોડો વખત મલિન રહેશે. પણ જ્યાં સુધી સાધક છે એટલે. આહાહાહા ! અમૃતચંદ્રાચાર્યે કહ્યું ને “કલ્માષિતાયા” મારી પર્યાયમાં કલુષિત ભાવ છે, મારી પર્યાયમાં દુઃખરૂપ ભાવ છે, હું એ નથી. હું તો ત્રિકાળી આનંદ સ્વરૂપ છું, પણ આની ટીકા કરતાં, એ વિકલ્પ છે, તેનો ય હું કર્તા નથી, એ તો ( વિકલ્પ) આવી ગયો અને અક્ષરો લખાઈ ગયા. એ તો જડને કારણે લખાઈ ગયા, મેં લખ્યા નથી, મારા અક્ષર નથી. આહાહાહા ! સમજાણું કાંઈ? Page #145 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ ભાગ-૩ એવી અનંતી અનંતી પર્યાયો થઈ ગઈ કેટલીક એની વર્તમાન અનંતી પર્યાય ને આ પર્યાય છેલ્લી છે એક બે ત્રણ અનંત અનંત અનંત અનંત અનંત અનંત અનંત અનંત અનંત એ હવે અનંતનો છેલ્લો અનંત આ છે, છેલ્લો અનંત એય નથી, છેલ્લો અનંતેય નથી અને છેલ્લા અનંતનો છેલ્લો ભાગ એ એમાં નથી. ( કહે છે ) એટલી તો આ પ્રગટ અવસ્થાઓ છે. ( એ પ્રગટ અવસ્થામાં જ્ઞાન અને શ્રદ્ધાની પર્યાય, સામાન્ય સ્વભાવ સન્મુખ દૃષ્ટિ થઈ છે, એમાં આ નિર્ણય થયો છે વર્તમાન પર્યાયમાં. કે પૂર્વની અને ભવિષ્યની પર્યાયો બધી અંતર્મગ્ન નહીં, નિમગ્ન, નિમગ્ન નામ એ તો પારિણામિકભાવે થઈ ગઈ બસ. આરે આરે આવી વાત છે. ગહન દ્રવ્યસ્વભાવ ભાઈ ! સ્વયંભૂ ભગવાન આત્મા, સ્વયંભૂ પોતાથી પોતે છે અને પોતાથી પોતે પ્રગટ થાય છે. એક એક આત્માની વાત હોં એવા તો અનંત આત્માઓ ( શ્રોતાઃ– પર્યાય ને ગુણમાં ફેર છે ? ) પર્યાય અવસ્થા છે, ગુણ ત્રિકાળી છે. ઝીણી વાત બહુ હોં. પર્યાય અવસ્થા વર્તમાન એક સમયની અને ગુણ છે ત્રિકાળ ધ્રુવ છે. ઝીણી વાત બાપુ ! એક એક વાત, હૈં ? ( શ્રોતાઃ– બહુ ગહન ) કેટલું સમાયું છે. આહાહાહા ! ચિત્સામાન્યમાં મારો પ્રભુ જે સામાન્યરૂપ છે જે ધ્રુવ. એ ધ્રુવમાં ભૂત અને ભવિષ્યની અનંતી અનંતી અનંતી અનંતી એક સમયની અનંતી, એવી એવી અનંત સમયની અનંતી, ભવિષ્યમાં પણ એક સમયની અનંતી એવી અનંતા સમયની અનંતી. હૈં ( શ્રોતાઃ- એ અંદરમાં જાણવાપણે જણાયને રહેલી છે. ) એ નહિ, એ જાણે ગુણ જાણે એને. પર્યાય તો ગુણ તરીકે જાણે. સર્વજ્ઞના જ્ઞાનમાં આવે, કે આ અંશ છે એ આમાં પરિણામીરૂપે થયો, અને આ અંશ છે એ આ પ્રગટશે, એ ભગવાનના જ્ઞાનમાં હોય છે. અહીંયા તો ગુણ ગુણરૂપે છે, સામાન્યરૂપે છે. અંતર્મગ્ર થઈ ગઈ છે. નિમગ્ન થઈ ગઈ છે, ભાષા જુઓને, નિમગ્ન છે. આહાહા ! નિમગ્ન. ઉન્મગ્ન અને નિમગ્ન નામની નદીઓ બે છે, વૈચાક પર્વતમાં આ સાધવા જાય છે ચક્રવર્તી તીર્થંકર પોતે ચક્રવર્તી સાધવા જાય છે, વચ્ચે બે નદીઓ આવે છે, એક નદી ઉન્મગ્ન છે, એક નિમગ્ન છે. તે એક નદીમાં જે કાંઈ પડે વસ્તુ એને બુડાડી દે અંદર નિમગ્ન અને એક નદીની અંદર વસ્તુ પડે એને બહાર કાઢી નાખે ઉન્મઙ્ગ, ઓલી નિમગ્ન છે ઓલી ઉન્મગ્ન છે, એમ આ ભગવાન આત્મામાં ભૂત અને ભવિષ્યની અનંતી અનંતી અનંતી અનંતી અનંતી એક સમયમાં અનંતી અનંતીનો પાર નહિ એવી અનંતી સમયની પર્યાયો અને ભવિષ્યની અનંતકાળની પર્યાયો. આહાહાહા ! કેવળજ્ઞાનની પર્યાય વ્યક્ત થશે ત્યારે તે અનંત અનંત થશે અને તે તે પર્યાયમાં અનંતા અનંતા કેવળીઓ જાણે એટલી એક સમયના અવિભાગ પ્રતિચ્છેદની તાકાત છે, એ બધી પર્યાયો, મારો સામાન્ય સ્વભાવ ધ્રુવ નિમગ્ન છે. છે ? એટલે અંતર્ભૂત છે, પણ અંતર્ભૂત છે એ પર્યાયરૂપે અંતર્ભૂત નથી. અંત૨માં ભૂત છે એ તો ગુણરૂપે પારિણામિકભાવરૂપે સહજ સહજ સહજાત્મ સ્વરૂપ એ રૂપે અંદર છે. અરે આવો ઉપદેશ ને આ ધર્મ છે. ( શ્રોતા:અલૌકિક ) હૈં ? ( શ્રોતાઃ– નવી વસ્તુ હોય તો નવો ધર્મ હોય ને ) નવું એટલે આવું. આહાહાહા ! હવે આખી જિંદગીમાં આજ અડધો કલાક ૧૦૦૮ નામનો સ્વાધ્યાય થયો અડધો કલાક તે સંતોના કરેલા. હૈં ? નામો, એવા બધા નામથી ભાવથી ભરેલો ભગવાન છે. એવા અનંત નામ છે એ દરેક નામનો ગુણ સ્વભાવ છે, ભાવ છે એ બધા ભાવથી ભરેલો ભગવાન છે. ૧૩૨ Page #146 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૪૯ ૧૩૩ આહાહાહા ! તે છે માટે અવ્યક્ત છે, શું કીધું? પ્રગટ અવસ્થાઓ ભૂતકાળની ને ભવિષ્યકાળની અંતર્નિમગ્ન છે માટે તેને અવ્યક્ત કહેવામાં આવે છે. કોને? ત્રિકાળી સામાન્યને, કેમ કે એ ત્રિકાળી અવ્યક્ત છે, એ પર્યાયમાં અનંતી પર્યાયોનો નિર્ણય કરે. શ્રદ્ધાની સાથે અનંતી પર્યાય ઢળી છે ને શ્રદ્ધા, પણ છતાં એ ભૂત ને ભવિષ્યની પર્યાય અંતર્નિમગ્ન છે છતાં તેને અવ્યક્ત કહેવામાં આવે છે. કોને? કાયમી ચીજને, કેમકે એ કાયમની ચીજ છે એ નિર્ણય કરે છે એ પર્યાયમાં પણ એ આવતી નથી ચીજ, પર્યાય તેને જાણે-પર્યાય તેને જાણે, કે આ પૂર્ણ આખો છે, છતાં પૂર્ણ સ્વરૂપ પર્યાયમાં આવે નહિ, એનું જ્ઞાન આવે. શ્રદ્ધાની પર્યાયમાં પૂર્ણ જેટલું છે તેની પ્રતીતિ આવે પણ પ્રતીતિમાં એ વસ્તુ છે એ આવે નહિ. આહાહા! ઓહોહો આવી વાત આગળ ક્યાં બીજી વાતું. હું? સંસ્કૃત છે ને એ, જુઓ “ચિત્સામાન્ય નિમગ્ન, સમસ્ત વ્યક્તિત્ત્વા” સંસ્કૃત છે, એટલો શબ્દ છે, “ચિત્સામાન્ય, નિમગ્ન, સમસ્ત વ્યક્તિત્ત્વા, અવ્યક્ત.” અનંતી અવંતી પર્યાય પ્રગટ છે, વ્યક્ત છે અને અનંતી અનંતી પર્યાય એમાં ગઈ છે, માટે તે વસ્તુને અવ્યક્ત કહેવાય છે, વ્યક્તિ હતી તે ગઈ તેને અહીંયા અવ્યક્ત કહેવામાં આવે છે. આહાહાહા ! આમ સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાનની પર્યાય, આ વસ્તુ અવ્યક્ત છે, એટલે સામાન્ય છે, તેમ ત્યાં દઢપણે સ્થિર થાય છે, સ્થિર ચીજમાં દષ્ટિ સ્થિર થાય છે, એ સ્થિર છે, સ્થિર સામાન્ય અંદર અંતર નિમગ્ન થઈ ગઈ એ બધું સ્થિર છે ત્યાં, પર્યાયપણે હતું ત્યારે અસ્થિર હતું, કંપન હતું, સક્રિયપણું હતું પર્યાયપણે જ્યારે છે તે સક્રિયપણું હતું, ચાહે તો સમ્યગ્દર્શનની પર્યાય પણ એ સક્રિય છે, પર્યાય છે ને? એય! એમાં નિષ્ક્રિય ગુણ છે ને? ૪૭ માં એક નિષ્ક્રિય ગુણ છે. એ પર્યાયો સમ્યગ્દર્શન આદિની વર્તમાન સિવાયની વર્તમાન પર્યાય સક્રિય છે. સક્રિય છે એ નિષ્ક્રિયનો નિર્ણય કરે છે. આહાહા ! સમજાણું કાંઈ? એ અનંતી પર્યાયો જે પ્રગટરૂપે હતી, અત્યારે છે, થશે એ બધીને સક્રિય કહેવામાં આવે છે, પણ ભગવાન આત્મા એ સક્રિય પર્યાય અંદર ગઈ માટે તો પણ) એ ચીજને તો નિષ્ક્રિય કહેવામાં આવે છે. આવો દ્રવ્યસ્વભાવ છે. અને એની દૃષ્ટિ કરવી એ સમ્યગ્દર્શન છે. આહાહા! સમજાણું કાંઈ ? અને એનું જ્ઞાન કરવું એ સમ્યજ્ઞાન છે, અને એ ચિત્સામાન્ય જે અંતર્નિમગ્ન પૂર્વ ભવિષ્ય પર્યાયો, તેમાં લીનતા થવી તે ચારિત્ર છે. આ મોક્ષનો મારગ છે. એ ત્રીજો બોલ થયો. ચોથો “ક્ષણિક વ્યક્તિમાત્ર નથી” (માટે અવ્યક્ત છે) એક સમયની અવસ્થા ક્ષણિક છે. કેવળજ્ઞાનની પર્યાય પણ ક્ષણિક છે એક સમયની છે. આ તો બહુ સાદી ભાષા, અને વસ્તુ અલૌકિક! વર્તમાનમાં પ્રગટરૂપ અનંતી પર્યાયો વ્યક્તરૂપ છે તે ક્ષણિક વ્યક્તિમાત્ર એ વસ્તુ નથી. એક સમયની અનંતી પર્યાયો વ્યક્ત છે, અનંતગુણની અપાર જેનો પાર નથી, એવી ક્ષણિક વ્યક્તિમાત્ર પ્રભુ નથી. એ દૃષ્ટિનો વિષય ભગવાન આત્મા એ ક્ષણિકમાત્ર વ્યક્તિરૂપે નથી. ક્ષણિક વ્યક્તિ એનો નિર્ણય કરે છે, પણ તે નિર્ણય, પર્યાય પૂરતો આત્મા નથી. ક્ષણિક વ્યક્તિમાત્ર નથી, ક્ષણિક વ્યક્તિ “માત્ર જોર આપ્યું છે, એક સમયની ભલે અનંતી પર્યાય છે, પણ ક્ષણિક છે. જેને શુદ્ધભાવ અધિકાર નિયમસારમાં, એ ક્ષણિક વ્યક્તિઓને પ્રગટ દશાઓને - વવા. Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ સમયસાર સિદ્ધિ ભાગ-૩ નાશવાન કહી છે, કારણકે એક સમય પૂરતી છે ને? ભલે કેવળજ્ઞાન હોય પણ એક સમય પૂરતી છે, એ નાશવાન છે. અને ભગવાન આત્મા, એ ત્રિકાળ જે અવ્યક્ત જ્યાં કહ્યો અહીંયા, એ તો અવિનાશી છે. પલટનમાં આવતો નથી, બહારમાં આવતો નથી, પોતે પલટતો નથી. આહાહાહા ! ક્ષણિક વ્યક્તિમાત્ર, કુદરતે અવ્યક્તનો બોલ આવી ગયો આ દિવાળીને વર્ષ બેસતે “ક્ષણિક વ્યક્તિમાત્ર નથી” રાગ તો નથી, પર તો એમાં નથી પણ એની ક્ષણિક પર્યાય-મોક્ષ માર્ગની જે નિર્ણય કરે છે ક્ષણિક પર્યાય, એ નિર્ણય કરે છે. પર્યાય એટલો એ પોતે નથી. આવું સ્વરૂપ છે આ કઈ જાતનો ઉપદેશ હશે? ઓલું તો એવું અપવાસ કરો, વ્રત કરો. (શ્રોતા:વિચાર કરવાની વાત છે) આ તો વિચાર કરવાની વાત છે. “કર વિચાર તો પામ” એ વિચાર એ પર્યાય છે. શ્રીમમાં આવે છે ને. હેં? ( શ્રોતા – સવિકલ્પ કે નિર્વિકલ્પ) નિર્વિકલ્પ. જો કે રાજમલ ટીકામાં તો વિચારને વિકલ્પવાળો લીધો છે, ખબર છે? ટીકામાં. પણ આ વિચાર એમ નહિ, આ વિચાર એટલે જ્ઞાનની પર્યાય નિર્વિકલ્પ તેને આંહી વિચાર કહેવો. ને રાજમલ ટીકામાં વિચાર આ તે મંથન ફલાણું ફલાણું એ બધું વિકલ્પ છે, છે ને એ બધું કહ્યું છે, ખબર છે ને? આહાહાહા! અહીંયા તો એમ કહે છે, પ્રભુ તું રાગરૂપે તો નથી, પરરૂપે તો નથી, પણ ક્ષણિક વ્યક્તિમાત્ર પણ તું નથી. મોક્ષના માર્ગની પર્યાય છે, એ ક્ષણિક છે, કેવળજ્ઞાન પોતે ક્ષણિક છે પછી આની વાત શું કરવી. એ ક્ષણિક વ્યક્તિ પ્રગટ દશારૂપ અસ્તિપણે છે તેટલું તારું સ્વરૂપ નથી તેટલો તું અસ્તિ નથી. એક પર્યાયની અસ્તિપણે પ્રગટ છે, અસ્તિ છે, પણ તેટલુ તારું અસ્તિપણું નથી. (શ્રોતાઃ- થોડું અસ્તિત્વ પર્યાયનું ખરું કે નહીં.) જરીયે નહિ, અહીં નહિ. અતિ છે, પર્યાય તરીકે છે. પણ આ હું એ અસ્તિ તરીકે એટલો નથી, મારું અસ્તિત્વ તો તદ્દન ભિન્ન છે. આહાહા! સમજાણું કાંઈ? એ સત્તાનો સાહેબો પોતાની સત્તા, ક્ષણિક સત્તાથી ભિન્ન રાખે છે. એવી અંતર ક્ષણિક સત્તા વ્યક્તિમાત્ર નથી એવો નિર્ણય કોણ કરે છે? એ નિર્ણય તો ક્ષણિક વ્યક્તિ જ કરે છે. ચિવિલાસમાં આવ્યું છે, અનિત્ય નિર્ણય નિત્યનો કરે છે, નિત્યનો નિર્ણય નિત્ય કોણ કરે? ક્ષણિક વ્યક્તિ છે એ અનિત્ય છે, એ ત્રિકાળ હું છું આટલો નથી એમ નિર્ણય ક્ષણિક વ્યક્તિ કરે છે. એવો મારગ છે. એવો મારગ વીતરાગનો ભાખ્યો શ્રી વીતરાગ. ઇન્દ્રની સભામાં પરમાત્મા આમ વર્ણવતાં હતા. એ ચોથો બોલ થયો. ભલે, ક્ષણિક વ્યક્તિ અનંત છે વર્તમાન, અનંત છે ને? પણ એક સમયનું અસ્તિત્વ છે, એટલા અસ્તિત્વ પૂરતો હું નથી, મારું અસ્તિત્વ પૂર્ણાનંદનું પૂર્ણ પૂરું અસ્તિત્વ છે, એ પર્યાયમાં આવતું નથી માટે એને અવ્યક્ત કર્યું. વસ્તુ તરીકે તો વ્યક્ત પ્રગટ જ છે. એવો હું પર્યાયની વ્યક્તતાની અપેક્ષાએ અવ્યક્ત હું છું. આહાહાહા ! પાંચમો બોલ. વ્યક્તપણું પ્રગટ અવસ્થાઓ અનંતી અને અવ્યક્તપણે ત્રિકાળી ધ્રુવ જે છે. પર્યાયમાં આવતું નથી એ અપેક્ષાએ અવ્યક્તપણું વ્યક્તિમાં આવતું નથી માટે અવ્યક્તપણું. આહાહા ! “એક ક્ષણિક માત્ર વ્યક્તપણું અને અવ્યક્તપણું ભેળાં મિશ્રિતરૂપે તેને પ્રતિભાસવામાં Page #148 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૪૯ ૧૩૫ આવતાં છતાં” જ્ઞાનમાં તો વ્યક્તપણું અને અવ્યક્તપણું બેય જ્ઞાન થાય છે, ‘જ્ઞાન’, પ્રગટ દશાઓ અને દશામાં આવ્યું નથી એવું અવ્યક્ત પ્રગટ વસ્તુ, બેયનું એક સમયમાં વ્યક્ત પર્યાયમાં જ્ઞાન હોવા છતાં તે, છતાં પણ એટલે કેમ કહ્યું ? કે અવ્યક્ત ને વ્યક્તનું જ્ઞાન તો બેયનું એકહારે છે, “આવું હોવા છતાં પણ વ્યક્તને શતું નથી દ્રવ્ય ” હૈં ? ગજબ વાત છે. આહાહા ! ફરીને, વ્યક્ત પ્રગટ દશાઓ અને અવ્યક્ત પર્યાયમાં આવ્યું નથી એવું અવ્યક્ત દ્રવ્ય બેયનું એક સમયમાં મિશ્રિતપણે જોયું મિશ્રિતરૂપે જ્ઞાન છે, પર્યાયનું ય જ્ઞાન છે, દ્રવ્યનું ય જ્ઞાન છે. એને મિશ્રિત કીધું, એવું મિશ્રિતરૂપે તેને પ્રતિભાસવા છતાં, જ્ઞાનની પર્યાયમાં પર્યાયનું જ્ઞાન ને દ્રવ્યનું જ્ઞાન એમ મિશ્રિતરૂપે ભાસ પ્રતિભાસ, જ્ઞાનમાં પ્રતિભાસ, દ્રવ્યનો ને પર્યાયનો જ્ઞાનમાં પ્રતિભાસ. વર્તમાન જ્ઞાનની પર્યાયમાં પોતાની પર્યાયનો પ્રતિભાસ અને બીજી પર્યાયનો પ્રતિભાસ અને તે પર્યાયમાં ત્રિકાળી દ્રવ્યનો પ્રતિભાસ. વસ્તુ છે એ તો વસ્તુમાં રહી, પણ જેમ બિંબ છે સામે તેમ અરિસામાં પ્રતિબિંબ એ પ્રતિબિંબપણે છે એ અરીસો છે, અહીં બિંબપણે એ નથી. એમ અંહી વ્યક્તપણે પર્યાય છે અને અવ્યક્તપણે વસ્તુ છે, એટલે કે આ પર્યાયમાં આવ્યું નથી માટે, એ બેનું એક ક્ષણે મિશ્રિત જ્ઞાન હોવા છતાં એ વ્યક્તને દ્રવ્ય સ્પેશતું નથી, આ તો હજી બીજાને અડવું ને સ્પર્શવાની વાતું વ્હાલે છે. હેં ? આહાહાહા ! ઓલુ છે ને ચુંબન ને આલિંગન કરવું. અરેરે ! પ્રભુ શું કરે છે તું આ ? શું કર્યું પ્રભુ ? તું કયાં ગયો. ( શ્રોતાઃ- એ રખડવા ગયો ) અરેરે ! આ શું કર્યું ભાઈ ? અંહી તો દ્રવ્યસ્વભાવ છે એ પર્યાયને સ્પેશતો નથી. અરેરે ! ત્રીજી ગાથામાં તો એમ કહ્યું કે જીવદ્રવ્ય છે એ પોતાના દ્રવ્ય ગુણ પર્યાય ત્રણને સ્પર્શે છે, ઈ તો ૫૨ને ચુંબતું નથી એટલું બતાવવા, ૫રને અડતું નથી, સ્પર્શતું નથી એટલું બતાવવા, પોતાનો ભગવાન આત્મા પોતાના દ્રવ્ય ગુણ પર્યાયને સ્પર્શે છે, અહીંયા જરી ઝીણું છે પણ છે અલૌકિક વાત છે આ. માણસો ય આવ્યા છે. જુદા જુદા છે વધારે કંઈક આજ. ( શ્રોતાઃ- બધા બોણી લેવા આવ્યા છે ) બધાં બોણી લેવા આવ્યા છે, સાચી વાત ભાઈ વાત તો સાચી ભાઈ છે. આહાહાહાહા! ભગવાન આત્મા તેની પર્યાયમાં લોકાલોકનું જ્ઞાન થાય ને પોતાના દ્રવ્યનું પણ જ્ઞાન થાય. પણ એ વાત અહીં ન કરી ફક્ત પર્યાયનું ને દ્રવ્યનું જ્ઞાન તો પર્યાયમાં લોકાલોકનું જ્ઞાન તો છે, એને પર્યાય કહીએ, જ્ઞાનની પર્યાયમાં, ભલે શ્રુતજ્ઞાનની પર્યાય હો પણ એ પર્યાયનો સ્વ૫૨પ્રકાશક સ્વભાવ હોવાથી તે પર્યાયમાં શ્રુતજ્ઞાનની પર્યાયમાં પણ ૫૨પ્રકાશકપણું આવી જાય છે, એવી જે એક સમયની પર્યાય જેનું જ્ઞાન સ્વપ૨પ્રકાશક સ્વભાવ છે, ૧૭ મી ગાથામાં એમ આવ્યું કે એ પર્યાય સ્વને જાણે જ છે પણ એની દૃષ્ટિ ત્યાં નથી. શું કહ્યું એ ? કે ક્ષણિક જે જ્ઞાનની પર્યાય છે એ પર્યાયનો સ્વભાવ જ સ્વપ૨પ્રકાશક છે, એથી એ પ૨ને પ્રકાશે છે એમ એને જણાય છે પણ તે સ્વને પ્રકાશે જ છે પર્યાય, કેમકે પર્યાયનો સ્વભાવ સ્વપ૨પ્રકાશક છે એકલો ૫૨ પ્રકાશક છે એમ નહિ, તેમ એકલો સ્વપ્રકાશક છે એમ નહિ. એ પર્યાયનું સામર્થ્ય જ એટલું છે, કે સ્વને ય પ્રકાશે ને ૫૨ને એટલે સ્વને પ્રકાશે જ છે, અજ્ઞાનીની પર્યાય પણ. પણ તેની નજરું ત્યાં નથી. વર્તમાન પર્યાય ત્રિકાળને પ્રકાશે છે, એવો પર્યાયનો સ્વભાવ હોવાથી તે સ્વદ્રવ્યને પર્યાય પ્રકાશે છે, પણ પર્યાયદૅષ્ટિવંતની દૃષ્ટિ પર્યાય ઉ૫૨ છે, અંતર્મુખદષ્ટિ ઉ૫૨ Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ સમયસાર સિદ્ધિ ભાગ-૩ નથી, માટે તેને જણાતા છતાં તેને જાણતો નથી. (શ્રોતા – જણાતા છતાં જાણતો નથી) જાણતો નથી. હું ? અને આંહી તો બીજું સિદ્ધ કરવું છે, કે એની જે પર્યાય છે, એ વ્યક્ત ક્ષણિક છે અને ત્રિકાળ છે તે ધ્રુવ છે અવ્યક્ત છે, તેનું એક સાથે જ્ઞાન, એ પર્યાયમાં લોકાલોકનું જ્ઞાન થયું તેને અહીં પર્યાય કહીએ, પર્યાય એને અહીં પર્યાય કહીએ, અને એ પર્યાયનું જ્ઞાન અને દ્રવ્યનું જ્ઞાન મિશ્રિત એક સમયમાં હોવા છતાં, તે દ્રવ્ય જે છે અવ્યક્ત એ પર્યાયમાં આવતું નથી એટલે પર્યાયને સ્પેશતું નથી. એને જાણનારી પર્યાયને જાણનારો સ્પર્શતો નથી. આહાહાહા ! સમજાણું કાંઈ? જાણે તો છે એમ કીધું. ક્ષણિક વ્યક્તિમાત્ર વ્યક્તપણું, અવ્યક્તપણું ભેળાં મિશ્રિતરૂપે એટલે સમજાવવું છે મિશ્રિતપણું. બાકી તો પર્યાયનો ધર્મ જ એવો છે, અને ય જાણે ને પર્યાયને ય જાણે પરને જાણે એ તો પર્યાયના જ્ઞાનમાં આવી ગઈ વાત એટલે પર્યાયને ય જાણે અને દ્રવ્યને જાણે, એ તો પર્યાયનો સ્વતઃ સ્વયં સિદ્ધ સ્વભાવ છે, છતાં એવડી જે પર્યાય કે જે સ્વને જાણે, પોતાને જાણે પરને જાણે એવી પર્યાયને દ્રવ્ય અડતું નથી. બહુ સારો અધિકાર આવી ગયો છે. હું? આહાહાહા ! જેની પર્યાય એક ગુણની એવી અનંતી ગુણની પર્યાયો, જેમ એક પર્યાયમાં લોકાલોકને એક પર્યાયમાં જાણવાની તાકાત એમ શ્રદ્ધાની પર્યાયમાં એ બધાને શ્રદ્ધવાની તાકાત, એવી અનંતી અવંતી પર્યાયમાં અનંતી અવંતી તાકાત છે એવી અનંતી અવંતી તાકાતવાળી પર્યાયને, પર્યાય જાણે, અને તે પર્યાય ત્રિકાળને જાણે, જાણવા છતાં તે જ્ઞાયકસ્વરૂપ પર્યાયને અડતું નથી. પર્યાય એને જાણે, પૂર્ણ જાણે છતાં, તે પૂર્ણ જાણનારો તે પર્યાયમાં આવતો નથી. શું આવી વ્યાખ્યા છે. આહાહાહા ! સાધારણ જાણપણું થાય ત્યાં આપણે જાણે કે જાણી ગયા હવે, બાપુ એ મારગડા કોઈ અલૌકિક છે. અંતરના પંથ, એના પથિકની પંથની દશા કોઈ અલૌકિક છે. અહીં એ કહ્યું પર્યાયમાં મિશ્રિત-મિશ્રિત છે એટલે? છે તો એક સમયની એટલી તાકાત શક્તિ પણ પર્યાયનું જ્ઞાન ને દ્રવ્યનું જ્ઞાન એમ “બ” નું કીધું ને એટલે મિશ્રિત કીધું, મિશ્રિત કાંઈ, એક પર્યાય છે ને જ્ઞાનની પર્યાય દ્રવ્યની છે ને પર્યાયની પર્યાય, એમ ત્યાં મિશ્રિત થઈ ગયું છે એમ નથી. પણ બેનું સાથે જ્ઞાન છે માટે મિશ્રિત કહેવામાં આવે છે. આહાહા! સમજાણું કાંઈ? હવે આમાં વ્રત પાળવા ને અપવાસ કરવા ને એવાઓને તો મારગ બેસે નહિ કોઈ રીતે, ભગવાનની ભક્તિ કરો ગુરુની ભક્તિ કરો મળી જશે ધૂળેય નથી. સાંભળને. હેં? (શ્રોતા:- નથી એ આપ કહો છો એ સહેલું લાગે છે પણ છે એ જરા કઠણ છે) છે, પણ વસ્તુ છે કે નહિ. જેના ઉપર ને જેની ભૂમિકા ઉપર પર્યાય થાય છે એ કોઈ ચીજ છે કે નહીં. જેના ઉપર પર્યાય થાય છે એ કોઈ ધ્રુવ ભુમિ છે કે નહીં. જેના ઉપર પર્યાય તરે છે, ઉપર તરે છે તો અંદર કોઈ ચીજ છે કે નહિ? અરે અંતરમાં માહાભ્ય આવવું. આહાહાહા ! જેની ધરતીમાં જે ખડ ઉગ્યું, તો ધરતી છે કે નહિ? એમ જેની ભૂમિકામાંથી પર્યાય ઉગી, થઈ એની કોઈ ભૂમિ નક્કોર ભૂમિ, ધ્રુવ છે કે નહિ? અંહી તો કહે છે કે એનું અને પર્યાયનું જ્ઞાન થવા છતાં “છતાં પણ” એમ કીધું ને?એમ કેમ કીધું, કે બેયનું જ્ઞાન હોવા છતાં પણ દ્રવ્ય તે પર્યાયને અડતું નથી. Page #150 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૪૯ ૧૩૭ બેયનું જ્ઞાન એક હારે હોવા છતાં પણ એ તે દ્રવ્ય પર્યાયને અડતું નથી. પર્યાયમાં દ્રવ્યનું જ્ઞાન થાય, પર્યાયમાં ૫૨નું જ્ઞાન થાય, એવી જે પર્યાય તેમાં સ્વ૫૨નું મિશ્રિતજ્ઞાન કહેવામાં આવ્યું છતાં, એમ હોવા છતાં પણ જેમાં દ્રવ્યનું જ્ઞાન આવ્યું, પર્યાયનું જ્ઞાન આવ્યું, છતાં એ દ્રવ્ય, જે જ્ઞાને નિર્ણય કર્યો છે તે પર્યાયને, તે દ્રવ્ય અડતું નથી. આવી વાત છે. ભેળાં મિશ્રિતરૂપે હોવા છતાં પણ વ્યક્તપણાને સ્પશતો નથી, પર્યાયને તે અડતો નથી. પર્યાયમાં તેનું જ્ઞાન થવા છતાં તે આ જ્ઞાન જેનું થયું, એ વસ્તુ તે પર્યાયને અડતી નથી. પર્યાયમાં તે વસ્તુનું જ્ઞાન થયું, છતાં તે જ્ઞાન થયું એ પર્યાયને તે વસ્તુ અડતી નથી. આવી વાતું છે. લ્યો ત્રણ, ચાર પાંચ થયા ને. માટે તે અવ્યક્ત કહેવામાં આવે છે. વિશેષ કહેશે. (શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ ) તા. ૨/૧૧/૭૮ ગુરુવાર કારતક સુદ-૨ શ્રી સમયસા૨:- ૪૯ ગાથા. છઠ્ઠો બોલ છે ને અવ્યક્તનો ? ઝીણો અધિકાર છે પાંચ બોલ ચાલ્યા છે અવ્યક્તના. અવ્યક્ત એટલે શું ? કે એક તો એ કે છ દ્રવ્યસ્વરૂપ જે જગત છે લોક, એ શેય છે, એ વ્યક્ત છે. તેનાથી ભગવાન આત્મા ભિન્ન અવ્યક્ત છે, એ સક્ષમો સમ્યગ્દર્શનનો વિષય. ( શ્રોતાઃએમાં પોતે ના આવ્યો ) ના. એમાં ના આવ્યો. છ દ્રવ્ય સ્વરૂપ લોક શેય છે, ત્યારે ભગવાન આત્મા જ્ઞાયક છે, ‘આ’ હોં, છ દ્રવ્યસ્વરૂપ વ્યક્ત છે, ત્યારે આ આત્મા અવ્યક્ત અંદર ભિન્ન છે એનાથી, એને અવ્યક્ત નામ દર્શનનો વિષય અત્યારે કહેવામાં આવે છે. ( શ્રોતાઃ– લોકાલોકમાં પોતાનો જીવ તો આવી ગયો જુદો કેવી રીતે કહેવો ? ) હૈં ! લોકાલોકને આ જુદું સસમું. નહિ, નહિ, સસમ્ હો જાતા હૈ. એકકોર રામ ને એકકોર ગામ. કહ્યું'તું ને એ આવી ગઈ છે વાત. એકકો૨ ભગવાન શાયકસ્વરૂપ અને એકકોર એની પર્યાયમાં છ દ્રવ્ય આદિ જાણે એ બધું છ દ્રવ્યને જાણવું એ સમયની પર્યાય એ બધી શેય ને વ્યક્તમાં જાય છે. પ્રગટ છે બહાર. અંતર તત્ત્વ જે ધ્રુવ શાયક તત્ત્વ છે, તે આત્મા એમ આંહી તો કહેવામાં આવ્યું છે. ઝીણી વાત ભાઈ. એ વાત તો આવી ગઈ છે. પ્રવચન ન. ૧૨૫ ગાથા – ૪૯ બીજો બોલ. કષાયો જે પુણ્ય ને પાપના વિકારભાવ છે, એ ભાવક જે કર્મ છે તેનો એ ભાવ છે, એ આત્માનો સ્વભાવ નહિ. દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા આદિનો ભાવ એ ભાવકનો ભાવ છે, કર્મ છે તેનાથી નિમિત્ત થયેલો વિકાર તે તેનો ભાવ છે, એનાથી ભગવાન ભિન્ન છે. ઝીણી વાત છે ભાઈ. કભી એણે સમ્યગ્દર્શન શું ચીજ છે, અને કેમ થાય એની એને ખબર જ નથી. ત્રીજું. ચિત્સામાન્યમાં ચૈતન્ય જ્ઞાયકસ્વરૂપ જે સામાન્ય છે, એમાં ચૈતન્યની સર્વ વ્યક્તિઓ અંતર્ભૂત છે. ભગવાન આત્મા શાયક સામાન્ય જે ધ્રુવ જે અસલ એકરૂપ છે. એમાં ભૂત ને ભવિષ્યની જે વ્યક્ત પર્યાયો જ્ઞાનઆદિ અનંત દ્રવ્યની ગુણની એ બધી અંતર્મગ્ન છે. એ બાહ્યનો પ્રગટ જે પર્યાય છે, અનંત એક સમયમાં અનંત ગુણની અનંત પર્યાય પ્રગટ વ્યક્ત છે, તેનાથી પણ એ ભગવાન ભિન્ન છે. આંહી તો એ પૂર્વ, ભૂત અને ભવિષ્યની જેટલી પર્યાયો થઈ ગઈ અનંત, એ બધી વર્તમાન જ્ઞાયકમાં અંતર્મજ્ઞ છે, હવે એ વર્તમાન પર્યાય ૨હી એ એનો નિર્ણય Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ સમયસાર સિદ્ધિ ભાગ-૩ કરે છે, પણ એ વર્તમાન પર્યાય જે છે એ પણ અંતરમાં નથી, દ્રવ્યમાં નથી. આવું ક્યાં સાંભળવું, નવરાશ ક્યાં? દુઃખને પંથે અનાદિથી દોરાઈ રહ્યો છે, એ શુભ કે અશુભભાવ એ મારા અને આ કર્તવ્ય બધાના કરું છું ને કરી શકું એવો જે મિથ્યાત્વભાવ એ તો દુઃખને પંથે દોરાયેલો અનાદિથી છે. જેને સુખને પંથે જવું હોય તો એ શું છે? શું રસ્તો છે? કહે છે કે આ ભગવાન આત્મા એકરૂપ વસ્તુ જે છે ચૈતન્ય, એમાં ભૂત ને ભવિષ્યની પર્યાયો અંતર્મગ્ર છે ને વર્તમાન પર્યાય એનો નિર્ણય કરે છે. એ સુખનો પંથ છે. આવી વાત છે આ બધું આવી ગયું છે આપણે. ચોથો. ક્ષણિક વ્યક્તિમાત્ર નથી, એક સમયની પર્યાય જે વ્યક્તિ છે તેટલોય આત્મા નથી. જે સમ્યગ્દર્શનની પર્યાય ત્રિકાળને જે પ્રતીત કરે છે તે સમ્યગ્દર્શનની પર્યાય ક્ષણિક છે, તે એમાં નથી. એનાથી ભિન્ન ભગવાન છે. સંભળાય છે કાંઈ ? થોડું થોડું. ના એ અત્યારે ઓલું હોય ને અવાજ હોય છે ને ત્યાં એટલે પુછયું. “ક્ષણિક વ્યક્તિમાત્ર નથી” શું શૈલી ! જે પર્યાય જેનો નિર્ણય કરે છે, જે સમ્યગ્દર્શનની પર્યાય વ્યક્ત છે, તે તેનો નિર્ણય કરે છે. અખંડ આનંદકંદનો પણ તે વ્યક્તિ એટલો માત્ર આત્મા નથી. ભગવાન તો એનાથી ભિન્ન અખંડ આનંદઘન કંદ છે. આ તો આવી ગયું છે આપણે. પાંચમું. પ્રગટ પર્યાય અને અવ્યક્ત દ્રવ્ય બેનું એક સાથે જ્ઞાન હોવા છતાં તે વ્યક્તપણાને સ્પર્શતો નથી. વર્તમાન જે પર્યાય પ્રગટ છે અને ત્રિકાળી શાયકસ્વરૂપ દ્રવ્ય અપ્રગટ નામ પર્યાયની અપેક્ષાએ અપ્રગટ છે, પર્યાયમાં નથી આવ્યું, વસ્તુની અપેક્ષાએ પ્રગટ છે, એવું વ્યક્ત જે પર્યાય અને અવ્યક્ત જે દ્રવ્ય તેનું એક સાથે જ્ઞાન હોવા છતાં, તે દ્રવ્ય જે છે એ પર્યાયને સ્પર્શતું નથી. આવી ઝીણી વાતું. સમજાણું કાંઈ ? આત્મા શરીર, વાણી, કર્મને તો અડતો નથી, બીજા બધા પદાર્થ છે તેને અડતોય નથી, અડતો જ નથી ભિન્ન છે, પણ આંહી તો હવે એમ કહે છે કે એની જે પર્યાય છે, નિર્મળ વ્યક્ત પર્યાય જે છે, સુખના પંથની જે પ્રગટ થઈ, સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર આદિ એ વ્યક્ત પર્યાય છે અને વસ્તુ અવ્યક્ત આખી છે, બેયનું એક સાથે જ્ઞાન હોવા છતાં જે દ્રવ્ય છે અવ્યક્ત એ પર્યાયને અડતું નથી. સમજાણું કાંઈ? આ પાંચ બોલ તો આવી ગયા છે. આ તો છઠ્ઠો છે. પાંચનો વિસ્તાર થઈ ગયો છે, આ તો દસ મિનિટમાં ઉકેલ્યું. છઠ્ઠો બોલ હવે પોતાથી જ બાહ્ય અત્યંતર સ્પષ્ટ અનુભવાય રહ્યો હોવા છતાં, ભગવાન આત્મા પોતે પોતાથી જ, પરની અપેક્ષા વિના રાગ ને નિમિત્તની અપેક્ષા વિના પોતે પોતાથી જ બાહ્ય નામ વ્યક્ત પર્યાય અને અત્યંતર અંતરતત્ત્વ ભગવાન પરમાત્મ તત્ત્વ, એક સમયની પર્યાય એ બાહ્ય તત્ત્વ અને ત્રિકાળી વસ્તુ છે એ અત્યંતર તત્ત્વ, એને સ્પષ્ટ અનુભવાઈ રહ્યો હોવા છતાં બે નો સાધકને પર્યાયનો ને દ્રવ્યનો પ્રત્યક્ષ અનુભવ હોવા છતાં પણ વ્યક્તપણા પ્રત્યે ઉદાસીન, પર્યાયમાં તેની દષ્ટિ ટકતી નથી. સાધકની દૃષ્ટિ પર્યાયમાં ટકતી નથી, દૃષ્ટિ દ્રવ્ય ત્રિકાળ ઉપર છે. ઝીણું ઘણું બાપુ. વીતરાગ મારગ જ કોઈ અલૌકિક છે, અત્યારે તો બાહ્ય પ્રવૃત્તિમાં જ લોકોને મનાઈ ગયું છે. આહાહાહા ! અહીંયા તો કહે છે, કે આ પર્યાય જે પ્રગટ છે, સમ્યગ્દર્શન જ્ઞાન આદિની સાધકની વાત છે ને અહીંયા? એ પર્યાય છે તે વ્યક્તિ છે. એ બાહ્ય છે અને અંતરતત્ત્વ જે જ્ઞાયક ત્રિકાળી છે તે અત્યંતર છે, એ બેયનો સ્પષ્ટ અનુભવ બેયનો પ્રત્યક્ષ અનુભવ સાધકને છે, ધર્મીને, Page #152 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૪૯ ૧૩૯ સમ્યગ્દષ્ટિને, ધર્મી જેને કહીએ, સમ્યગ્દષ્ટિ કહીએ, જ્ઞાની કહીએ તેને વર્તમાન પર્યાય અને ત્રિકાળી જ્ઞાયકસ્વરૂપ બેયનો એક સાથે અનુભવ હોવા છતાં, પહેલાંમાં તો એમ કહ્યું ’તું બેયનું એકસાથે જ્ઞાન હોવા છતાં તે આત્મા પર્યાયને સ્પર્શતો નથી. હવે આહીં એમ કહે છે કે વ્યક્ત જે પર્યાય બાહ્ય, બાહ્ય કહો કે ( પર્યાય ) અને અત્યંત તત્ત્વ જે જ્ઞાયક પૂર્ણાનંદ ધ્રુવ, બેનો એક સમયમાં સાધકને અનુભવ હોવા છતાં, સાધકની દૃષ્ટિ ત્યાં ટકતી નથી, પર્યાય ઉપર ટકતી નથી. મનસુખભાઈ ! આવું બધું ઝીણું છે. આ ક્યાં ધંધા આડે આ સૂઝે ક્યાં આવી વાત, આખો દિ’ પાપ બાવીસે કલાક ધંધો, ધંધો, ધંધો કાં નવરો થાય તો બાયડી, છોકરા સાચવે, એકલું પાપ એકલું પાપ ધર્મ તો નહિ પણ પુણ્યેય નહિ ત્યાં તો. હવે એમાં એને પુણ્યનો પ્રસંગ આવે ને જ્યારે સાંભળવાનો તો એને વખત થોડો રહે. એમાં પણ આ તત્ત્વ શું છે? આહાહાહા ! બાહ્ય એટલે કે વર્તમાન પ્રગટ પર્યાય ધર્મી જીવને, પ્રગટ પર્યાયનો અનુભવ અને અપ્રગટ અત્યંતર તત્ત્વનો પણ અનુભવ, અનુભવ શબ્દે અનુભવ તો પર્યાયમાં છે, પણ શાયક તરફના વલણવાળી દશા, તે જ્ઞાયકનોય અનુભવ અને પર્યાયનોય અનુભવ એમ. આવો હોવા છતાં પણ વ્યક્તપણા પ્રત્યે ઉદાસીનપણે, પર્યાય પ્રત્યે તેની દૃષ્ટિ ટકતી નથી, ટકતી તો ત્રિકાળ ઉ૫૨ જાય છે આમ, સાધકની દૃષ્ટિ સમકિતીની દૃષ્ટિ વર્તમાન પ્રગટ થયેલી નિર્મળ પર્યાયનો અનુભવ હોવા છતાં, અને ત્રિકાળીનો અનુભવ હોવા છતાં, સાધકની દૃષ્ટિ વ્યક્તપણે ટકતી નથી, દૃષ્ટિ તો ત્યાં જાય છે, દ્રવ્યસ્વભાવ, દ્રવ્યસ્વભાવ, દ્રવ્યસ્વભાવ. આરે ! આવી વાતું છે. ૐ ! ( શ્રોતાઃ– ઉદાસીનતાનો ખુલાસો ) કીધુંને ઉદાસીન એના પ્રત્યે ટકતો નથી એ કીધુંને એમાં, ત્યાં ટકતો નથી, દૃષ્ટિ ત્યાં થંભતી નથી, દૃષ્ટિ તો આ બાજુ ઢળી ગઈ છે. આવી વાતું ક્યાં છે? હજી તો સમ્યગ્દર્શન કેમ થવું એ પછી, સમ્યગ્દર્શન છે એ ત્રિકાળી શાયકસ્વભાવ વસ્તુ છે તેને આશ્રયે સમ્યગ્દર્શન થાય, એનાય બે પ્રકાર છે. એક ત્રિકાળી જ્ઞાયક સ્વરૂપ છે પ્રભુ ધ્રુવ તેને આશ્રયે તેને અવલંબે સમ્યગ્દર્શન થાય નિશ્ચય. બીજી વાત છે એક પર્યાય બહિર્તત્ત્વ છે, અને ૫૨માત્મા અંતર અત્યંતર તત્ત્વ છે, ‘બે’ ની શ્રદ્ધા એ પણ વ્યવહા૨ સમકિત છે, એ રાગ છે એમ કહે છે. ફરીને, અહીં જે બહિર ને અત્યંતર કહ્યું ને એ બાહ્ય જે પર્યાય છે ને અત્યંતર જે તત્ત્વ છે, એને અનુભવાવા છતાં પર્યાયમાં દૃષ્ટિ નથી, એ દૃષ્ટિ ત્યાં જોર તો દ્રવ્ય ઉ૫૨ છે. હવે અહીંયા બાહ્યતત્ત્વ જે છે પર્યાય અને અત્યંતર તત્ત્વ છે ધ્રુવ એ બેની શ્રદ્ધા તે તો હજી વિકલ્પ ને રાગ છે. વ્યવહા૨ સમકિત એટલે રાગ છે. ત્રીજી રીતે જ્ઞેય છે અને જ્ઞાયક છે, ૫૨શેય છે ને સ્વ જ્ઞાયક છે, ‘બે’ ની પ્રતીતિ તે નિશ્ચય સમ્યગ્દર્શન છે, એ જ્ઞાનપ્રધાન કથન છે. ઝીણી વાત છે ભાઈ ! ૨૪૨ માં આવે છે ને ભાઈ ૨૪૨ (પ્રવચનસાર ) ચરણાનુયોગ. શું કહે છે બાપુ ! જૈન ધર્મ કોઈ અલૌકિક છે ત્યાં એમ કહે છે કે જે શેયતત્ત્વ છે જેટલા અને જ્ઞાયક પોતે એ ‘બે’ ની શ્રદ્ધા જ્ઞેય અને શાયકની એને નિશ્ચય સમ્યગ્દર્શન કહેવું, ૨૪૨ કીધુંને, એ કહ્યુંને, એ જ્ઞાનપ્રધાન કથન છે. સમજાય છે કાંઈ ? આમ કહેવું કે એ નવતત્ત્વની શ્રદ્ધા છે એ સમ્યક આવે છે ને એ મોક્ષમાર્ગ પ્રકાશક એ જ્ઞાનપ્રધાન કથન છે. જ્ઞાયક ત્રિકાળ અને પર્યાય બેની શ્રદ્ધા એ જ્ઞાનપ્રધાન સમ્યગ્દર્શનનું કથન છે. અને અહીંયા તો પર્યાય ને દ્રવ્યની ‘બે’ ની શ્રદ્ધા જ્ઞાન અનુભવ હોવા છતાં દૃષ્ટિ પર્યાય ઉ૫૨ Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪) સમયસાર સિદ્ધિ ભાગ-૩ રહેતી નથી. આહાહાહા ! આ સુખનો પંથ, બાકી તો બધા દુઃખના પંથમાં દોરાઈ ગયા છે, આખા, આખી દુનિયા. સમજાય છે કાંઈ ? એક બાજુ એમ કહેવું નવતત્ત્વની, તત્ત્વાર્થ શ્રદ્ધાનમ્ તે સમ્યગ્દર્શન, એ તત્ત્વાર્થ સૂત્રની અપેક્ષાએ. એ જ્ઞાનપ્રધાન કથન છે. જે ત્રિકાળી જ્ઞાયક છે અને વર્તમાન જે પર્યાયમાં છે, એ બે જે સંવર, નિર્જરા આદિ મોક્ષ આદિ એ બધી શ્રદ્ધા છે, છે એકરૂપ ભેદ નહિ, તો એ તત્ત્વાર્થ શ્રદ્ધાનમ્ સમ્યગ્દર્શન એ પણ જ્ઞાનપ્રધાન દર્શનની વ્યાખ્યા છે, અને અહીંયા એકલો શાકભાવ જે છે અવ્યક્ત અને વ્યક્ત છે એ “બ” નો અનુભવ હોવા છતાં દૃષ્ટિ તો દ્રવ્ય ઉપર ઢળી ગયેલી છે. આ દર્શનપ્રધાન કથન છે અને નિયમસારમાં તો એમ કહ્યું, કે શેયતત્ત્વ બાહ્યતત્ત્વ અને અત્યંતરતત્ત્વ “બ” ની શ્રદ્ધા તે વ્યવહાર સમકિત છે, અને ૨૪૨માં કહ્યું કે “શેય” તત્ત્વ અને “જ્ઞાયક” તત્ત્વ “બે' ની શ્રદ્ધા તે નિશ્ચય સમ્યગ્દર્શન છે. એ જ્ઞાનપ્રધાન કથનમાં એ છે. જ્ઞાન તો બધું જાણે છે ને? દર્શનમાં તો નિર્વિકલ્પતા છે, એટલે દર્શનમાં તો ત્રિકાળી જ્ઞાયકને જ દૃષ્ટિમાં લીધો છે. આહાહા! આવી વાતો હવે. સમજાણું કાંઈ ? આ તો છઠ્ઠો બોલ આવ્યો ને? બાહ્ય અત્યંતર બે આવ્યા, તો બાહ્ય નામ પર્યાય વ્યક્ત તે બાહ્ય છે, નિર્મળ પર્યાય હોં એ બાહ્ય છે અને અત્યંતર ત્રિકાળી જ્ઞાયક ધ્રુવ આનંદનો નાથ પરમાત્મ સ્વરૂપ જે, “બે” નો એક સમયમાં સાધકને અનુભવ હોવા છતાં, સાધકની દૃષ્ટિ પર્યાયના અનુભવ તરફ ટકતી નથી, દ્રવ્ય ઉપર છે. સમજાણું કાંઈ? ચીમનભાઈ ! આવી વાતું છે. આહાહાહા ! આ નવા વર્ષની બીજ છે. એ બાપુ વીતરાગ માર્ગ કોઈ જુદો છે. અરેરે ! જેને સત્ય છે એ સાંભળવા મળે નહિ, એ કેદિ' વિચારે ને કેદિ' માને એના પરિભ્રમણના અંત કેદિ' આવે? ૮૪ના અવતાર કરી કરી કરીને દુઃખી છે ઈ, મહા દુઃખના ડુંગરમાં ગરકાવ છે. સનેપાતીયો છે એ ત્યાં રાજી થાય છે, અમે ઠીક છીએ, અમે સુખી છીએ, ધૂળ સનેપાતિયો છે. એને મિથ્યાશ્રદ્ધા, મિથ્યાજ્ઞાન ને મિથ્યાચારિત્ર ત્રણેયનો સનેપાત થઈ ગયો છે. (શ્રોતાઃ- આખુ જગત સનેપાતમાં) આખું જગત સનેપાતમાં પડયું છે. જૈન વાડામાં પણ જે કાંઈ રાગને પોતાનો માને અને એક સમયની પર્યાય જેટલો પણ આત્માને માને એ પણ મિથ્યાષ્ટિ અજ્ઞાની છે. સમજાય એટલું સમજો પ્રભુ! વીતરાગનો મારગ મહા ગંભીર છે. સમજાણું કાંઈ? આહાહાહા ! ત્રણ વાત કરી. એક તો અહીંયા એમ કહ્યું કે, પર્યાયમાં વ્યક્ત છે નિર્મળ, સાધકની વાત છે ને અહીંયા, સમ્યગ્દર્શન ત્રિકાળી શાયક છે, તેને અનુભવમાં લીધો છે, પર્યાયદેષ્ટિ છોડી, રાગ દૃષ્ટિ છોડી, નિમિત્ત દૃષ્ટિ છોડી અને ત્રિકાળી શાયકસ્વભાવ એને પોતા તરીકે માનવાનો, સત્તાનો સ્વીકારનો, સ્વીકાર થઈ ગયો છે, સમ્યગ્દર્શનમાં. આહાહા! નિર્વિકલ્પ સમ્યગ્દર્શન, નિશ્ચય સમ્યગ્દર્શન છે, છતાંય કહે છે એ પર્યાયમાં નિર્મળતા પ્રગટ થઈ છે તેનોય અનુભવ છે ધર્મીને અને જ્ઞાયક તરફનું લક્ષ છે માટે તેનો પણ અનુભવ છે. અનુભવ તો પર્યાય છે, પણ એના તરફના જે જોરવાળી પર્યાય છે એનો અનુભવ છે, પર્યાયનો અનુભવ છે. એ “બે'નો અનુભવ હોવા છતાં ધર્મીની દૃષ્ટિ પર્યાયથી ઉદાસ છે. આવી વાત. આ તો આ કરો ને આ કરો ને વ્રત કરો ને અપવાસ કરો ને પડિમા લ્યોને, મરી ગયો લઈ લઈને. આહાહા! Page #154 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૪૯ ૧૪૧ ત્રણ લોકનો નાથ સર્વજ્ઞદેવ, પરમેશ્વર વીતરાગ એ આ એની વાણી છે આ, એ વાણીને સંતો સ્પષ્ટ કરીને જગત પાસે જાહેર કરે છે, ભગવાન આમ કહે છે. ત્રિલોકનાથ જિનેશ્વરદેવ આમ ફરમાવે છે, આમ કહે છે ભાઈ, કે તને, તને તારું સમ્યગ્દર્શન સુખનો પંથ ક્યારે થાય? કે તારી દૃષ્ટિ નિમિત્તથી ઉઠી, રાગના દયા, દાનના વિકલ્પથી દૃષ્ટિ ઉઠી, એક સમયની પર્યાય ઉપરથી દષ્ટિ ઉઠી, ત્રિકાળી ચૈતન્ય જ્યોત ભગવાન પરમાનંદ સ્વરૂપ એમ જિનેશ્વરનો પોકાર છે, એની દૃષ્ટિ કરતાં એને પર્યાયમાં આનંદનો સ્વાદ આવે, આંહી અનુભવનું કહેવું છે ને? એ સ્વાદ આવે એને અનુભવે અને ત્રિકાળી વસ્તુને પણ લક્ષમાં લીધી માટે એને અનુભવે એમ કહેવામાં આવે. એ બેયનો અનુભવ હોવા છતાં સાધકની દૃષ્ટિ વર્તમાન પર્યાયના અનુભવ ઉપર ટકતી નથી. ત્રણ લોકનો નાથ જ્ઞાયકભાવ હું છું ત્યાં દૃષ્ટિનું જોર ત્યાં છે. સમજાણું કાંઈ? અનુભવની ઉપર પણ એની દૃષ્ટિનું જોર નથી. આરે ! અરે ! આવી વાતું હવે, ભાઈ વીતરાગ મારગ આ છે ભાઈ. એ કોઈ સાધારણ વાત નથી અને એ મારગ આવો વીતરાગ સિવાય કયાંય, બીજે ક્યાંય નથી હવે ક્યાંય શું? શ્વેતાંબર અને સ્થાનકવાસીમાં પણ આ વસ્તુ નથી. ભાઈ ! આ તો અલૌકિક વાતું છે. કહે છે, આ પુનર્યુક્તિ ન લાગે આમાં. સાધક જીવ ત્યારે કહેવાય કે ત્રિકાળી ચૈતન્યમૂર્તિ ભગવાન ઉપર દૃષ્ટિ પડી ને જેને આત્માનો સ્વાદ આવ્યો છે. એ સ્વાદને પણ અનુભવે અને ત્રિકાળીને પણ અનુભવે કેમકે લક્ષ ત્યાં છે ને એટલે ધારા ધ્રુવની ધારા, પરિણતિમાં આવે છે, ધ્રુવ તો ધ્રુવમાં રહે છે, પણ ધ્રુવનું જોર થયું દૃષ્ટિમાં એથી જાણે ધ્રુવનો અનુભવ છે, એમ કહેવામાં આવે છે. અલૌકિક વાતું છે બાપુ. આ તો ત્રણલોકના નાથ સીમંધર ભગવાન પ્રભુ બિરાજે છે, અહીં મહાવિદેહમાં આ ત્યાંથી વાત આવેલી છે. (શ્રોતા:- અહીં તો આપની પાસેથી) એમ. આહાહાહા ! અમે તો સાક્ષાત્ ભગવાન પાસેથી સાંભળ્યું છે ને એ વાત છે. બાપુ શું કહીએ? આહાહાહા ! આમાં ત્રણ વાત કરી, એક તો બાહ્યને પર્યાય નિર્મળ છે એને બાહ્ય કહ્યું, અને ત્રિકાળી જ્ઞાયક છે તેને અત્યંતર કહ્યું, એ બેયનો અનુભવ પર્યાયમાં હોવા છતાં સાધકની દૃષ્ટિ અનુભવની પર્યાય ઉપર ટકતી નથી, ત્યાંથી ઉદાસ થઈને દ્રવ્ય ઉપર જોર કરે છે. હવે લોકો ક્યાં પડ્યા ને ક્યાં માને છે કાંઈ ખબરું ન મળે, એક વાત. નિયમસારની પાંચમી ગાથામાં એમ કહ્યું કે બાહ્યતત્ત્વ ને અત્યંતરતત્વ એવો જે પરમાત્મ જ્ઞાયક સ્વરૂપ ભગવાન અને બાહ્યતત્ત્વ એટલે પર્યાય બે'ની શ્રદ્ધા તે વ્યવહાર સમકિત છે, નિશ્ચય નહિ, બે આવ્યા ને? એક ન આવ્યું. ત્રીજી વાત, ૨૪૨ ગાથામાં એમ કહ્યું કે શેય અને શાયકની શ્રદ્ધા તે નિશ્ચય સમ્યગ્દર્શન છે એ જ્ઞાનની પ્રધાનતા કરીને શેયનું જ્ઞાન છે જ્ઞાયકનું પણ જ્ઞાન છે, અને એમાં પ્રતીતિ યથાર્થ નિર્વિકલ્પ થવી તેને સમ્યગ્દર્શન, એ જ્ઞાનપ્રધાન કથન છે. તેમજ નવતત્ત્વની તત્ત્વાર્થ શ્રદ્ધાનમ્ સમ્યગ્દર્શન જે કહ્યું, એ પણ આ રીતે જ્ઞાનપ્રધાન કથન છે આવો મારગ વીતરાગનો છે. એ દિગંબર ધર્મમાં એ વાત છે, બીજે ક્યાંય છે નહિ, બાપુ પણ એમાં જન્મ્યા એનેય હજી ખબર ન મળે, વાડામાં જમ્યા પચાસ, સાંઇઠ-સાંઈઠ વરસ કાઢયા તોય શું જૈનદર્શન છે ને શું સમકિત છે. (ખબર ન મળે) આ તો પૂજા કરો વ્રત પાળો ને પડિમા લઈ લ્યો હવે એ તો બધી Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ સમયસાર સિદ્ધિ ભાગ-૩ રાગની ક્રિયા છે. આહાહાહા ! આંહીં પરમાત્મા ત્રિલોકનાથે કહેલું તે સંતો આડતિયા થઈને જગત પાસે જાહેર કરે છે. દિગંબર સંતો, જેને ભાવલિંગ પ્રગટયું છે, પ્રચૂર આનંદનો જેને સ્વાદ છે, ચોથે ગુણસ્થાને આનંદનો સ્વાદ થોડો છે, મુનિ જેને સાચા કહેવાય એને તો અતીન્દ્રિય આનંદનો પ્રચૂર ઉગ્ર આનંદ છે. એવા ઉગ્ર આનંદમાં રહેલા પ્રભુ, સંતો એને એક આ વિકલ્પ આવ્યો ગાથા કે ટીકા કરવાનો એ વિકલ્પના પણ તે કર્તા નથી, ને ટીકાના શબ્દો છે એના એ કર્તા નથી. એ એમ કહે છે કે, પરમાત્મા જિનેશ્વરદેવ ત્રિલોકનાથ તીર્થકર એની જાહેર દિવ્યધ્વનિમાં આ આવ્યું છે કે એક સમયની પર્યાય નિર્મળ થઈ તેને જાણે વેદ, ત્રિકાળને વેદે છતાં તે સાધકની દૃષ્ટિ આ અનુભવ થયો ને આ પર્યાય થઈને એ ઉપર એનું જોર નથી. મનસુખભાઈ ! ક્યાં જ્યાં સાંભળવા મળે એવું નથી. જ્યાં દુકાનમાં એમાં વળી ત્રણેય જુદા થયા ને એય મજૂર, શાંતિભાઈ ! આંહીં તો એવી વાત છે બાપા. અરેરે જિંદગી પૂરી થઈ જશે, આયુષ્યના મોતના નગારા માથે વાગે છે. તે સમયે દેહ છૂટી જશે ફડાક દઈને એ પહેલું કહેવા નહિ આવે કે હવે હું મૃત્યુ આવું છું, દેહનો સંયોગ છે તે વિયોગ યોગ્ય જ છે વસ્તુ, આ તો એક ક્ષેત્રે છે એટલે એમ કહેવાય. બાકી અત્યારે સંયોગ છે ને એ ક્ષેત્રથી છૂટો પડ્યો ત્યારે એને મરણ દેહનું કહેવાય છે, દેહ છૂટયો. મરણ તો નથી થતું પરમાણુનું, મરણ નથી થતું આત્માનું, આ પર્યાયનો વ્યય થાય છે એથી એને મરણ કહેવામાં આવે છે. એ પહેલા પ્રભુ તું કોણ છો? આહાહાહા! નિયમસારમાં તો ત્યાં સુધી એને કહ્યું પાંચમી ગાથામાં બહિર્તત્વ ને અંતર્તત્વ એવું જે પરમાત્મ તત્ત્વ બહિર્તત્ત્વ નામ પર્યાય એ તો ૩૮ ગાથામાં આવ્યું'તું ને બહિતશ્ચમ્ જીવાદિ બહિતચ્ચમ્ જીવની એક સમયની પર્યાય એ પણ બહિર્તત્ત્વ છે. જીવની એક સમયની નિર્મળ પર્યાય, સંવર નિર્જરાની, શુદ્ધ નિર્મળ પર્યાય એને પણ પ્રભુ બહિર્તત્ત્વ કહે છે. એક સમયની છે ને? અને અંતરમાં ભગવાન પૂર્ણાનંદનો નાથ તેને પરમાત્મા અંત:તત્ત્વ કહે છે. ભાષા તો સાદી છે પ્રભુ માલ તો છે એ છે. એ બાહ્યતત્ત્વ ને અત્યંતર તત્ત્વની શ્રદ્ધા એ પણ હજી વિકલ્પ ને વ્યવહાર સમકિત છે. કોને? કે જેને જ્ઞાયક સ્વભાવની એકલી અનુભવ પ્રતીત થઈ છે, એને આ બાહ્યતત્ત્વ ને અત્યંતર તત્ત્વની શ્રદ્ધા વ્યવહાર એને કહેવામાં આવે છે. આહાહાહા ! સમજાણું કાંઈ? તેથી આ લોકો રાડો પાડે છે ને? એય સોનગઢવાળાએ સમકિતને મોંઘુ કરી દીધું, ભાઈ મોંઘુ તો ભગવાન કહે છે, આ કાંઈ સોનગઢનું નથી આ. ભાઈ ત્રણલોકનો નાથ જિનેશ્વરદેવની દિવ્યધ્વનિમાં આવ્યું તે આ છે, ભાઈ તેં સાંભળ્યું ન હોય માટે કાંઈ બીજું થઈ જાય તત્ત્વ? વિકલ્પ જે છે દયા, દાન, ને ભક્તિનો વ્યવહાર સમકિતનો એ તો બાહ્યતત્ત્વ અશુદ્ધ એ તો ક્યાંય રહી ગયું બાહ્ય, પણ આંહીં તો સમ્યગ્દર્શન શાન ચારિત્રની પર્યાય જે સ્વત્રિકાળને અવલંબે થઈ એનેય પણ બાહ્યતત્ત્વ કહી અને એનો અનુભવ છે અને અંતર અભ્યતર તત્ત્વનો અનુભવ છે, છતાં સાધકની દૃષ્ટિ અનુભવ ને પર્યાયમાં રોકાતી નથી. (શ્રોતા – અલૌકિક વાતું છે) આવી વાતું છે બાપુ. આહાહાહા ! ઘણાં માણસો આવ્યા છે આજે, કાલેય આવ્યા'તા ત્રણ દિ'થી ઘણું માણસ આવે છે. આ Page #156 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૪૯ ૧૪૩ તો મારગ આવો છે બાપા ! જેના હજી જ્ઞાનેય સાચા નથી એને સમ્યગ્દર્શન થાય ક્યાંથી. આહાહા ! સમજાણું કાંઈ ? એમ હોવા છતાં વ્યક્તપણે ઉદાસીનપણે એટલે કે પર્યાયથી ઉદાસ છે. પર્યાયમાં ત્યાં દૃષ્ટિ થંભતી નથી. ( શ્રોતાઃ- ઉદાસીન એટલે ? ) ઉદાસીન એટલે પર્યાયથી ઉદાસીન આસન છે ને દ્રવ્ય ઉ૫૨ એની દૃષ્ટિ છે. આ સમયસાર એક જણો કહે કે મેં પંદર દિ'માં વાંચી નાખ્યું. બાપા એ સમયસાર શું છે. હૈં ? ( શ્રોતાઃ- અક્ષરો વાંચ્યા ) અક્ષરો પાના આ તો જડ છે પણ એનો ભાવ શું છે ? એ દિગંબર સંતો કુંદકુંદાચાર્ય અમૃતચંદ્રાચાર્ય કેવળીના કેડાયતો એનો આ પોકાર છે, ભગવાન આમ કહે છે ભાઈ. આહાહાહા ! આ તો જરી ઓલા ઉપર વિચાર ગયો'ને નિયમસારની ૫ મી ગાથા બહિર્તત્ત્વ ને અંતર્તત્ત્વ એની શ્રદ્ધાને વ્યવહાર સમકિત કહ્યું વિકલ્પ અને ત્યાં ૨૪૨ માં એમ કહ્યું કે શેય ને જ્ઞાયકની પ્રતીતિ તે નિશ્ચય સમ્યગ્દર્શન છે, એ જ્ઞાનપ્રધાન કથન છે. આહાહાહા ! બહુ મારગ જી. હૈં ? અરે ! આવો મનુષ્યભવ મળ્યો એમાં જૈનસંપ્રદાયમાં જન્મ, એમાં દિગંબરમાં જન્મ એ તો પુણ્યશાળી હોય, એને આ દિગંબર ધર્મ શું છે એને જાણવો જોઈએ ભાઈ. માટે તે અવ્યક્ત છે. છે ? આ તો એક છેલ્લા બોલનો અર્થ હાલ્યો આ બધો. ભગવાન આત્મા વર્તમાન પર્યાય પ્રગટ છે સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રની એનોય પર્યાયનો ય અનુભવ છે અને ત્રિકાળી જ્ઞાયકસ્વરૂપનો પણ અનુભવ છે, ધ્રુવ તો ધ્રુવ છે, અનુભવ કંઈ ધ્રુવનો ન હોય, અનુભવ તો પર્યાય છે. પણ ધ્રુવ તરફના જો૨વાળી પર્યાય છે, એને ધ્રુવનો અનુભવ કહે છે ને પર્યાયનો અનુભવ છે વેદન પર્યાયનું કહે છે. કેટલી અપેક્ષા આવે આમાં ? કહો સોમચંદભાઈ ! આવું આ સ્વરૂપ છે આ. શું કહે ? ( શ્રોતાઃ– પર્યાય ઉ૫૨થી દૃષ્ટિ હટાવી લે ) પર્યાય ઉ૫૨ની, કારણકે પર્યાય છે એ એક સમયમાત્રની છે. વિકાર છે એ તો જુદો પણ નિર્મળ પર્યાય છે ઈ એ એક સમયમાત્રની છે તેથી તે નાશવાન છે શુદ્ધપર્યાય, ધર્મ પર્યાય હોં, મોક્ષના મારગની પર્યાય એનું વેદન હો, અને ત્રિકાળી શાયકનું પણ વેદન હો, છતાં તે શાયક ધર્મી સાધકની દૃષ્ટિ અનુભવની પર્યાય ઉપર ટકતી નથી.. ગુલાંટ ખાય છે આમ અંતરમાં જઈ. દ્રવ્યસ્વભાવ ઉપ૨ જેની દૃષ્ટિનું જોર છે. આહાહાહા ! શું કહે છે આ ? બીજાને કેટલું લાગે કે આ તે શું, આ તે જૈન ધર્મ આવો હશે ? એ બાપા જૈન ધર્મ કોઈ પંથ નથી, જૈન ધર્મ કોઈ પક્ષ નથી, જૈન ધર્મ વસ્તુનું સ્વરૂપ છે તે જૈન ધર્મ છે. આહાહાહા ! “જિન સો હિ (હૈ ) આત્મા અન્ય સો હિ ( હૈ ) કર્મ એ ( હ્રી ) વચનસે સમજલે જિન પ્રવચનકા મર્મ” ઘટ ઘટ અંત૨ જિન વસે ને ઘટ ઘટ અંતર જૈન, ઘટ ઘટ અંત૨ જિન વસે, ભગવાન જિન અંત૨ ઘટ ઘટમાં બિરાજે છે કહે છે, વસ્તુ દ્રવ્ય સ્વભાવ એ જિનસ્વરૂપ છે, ઘટ ઘટ અંત૨ જિન વસે ને ઘટ ઘટ અંતર જૈન, એ જિન સ્વરૂપની જે પ્રતીતિ અનુભવ થઈને થાય તેને જૈન કહેવામાં આવે છે, ઈ કોઈ પક્ષ નથી, એ તો વસ્તુનો સ્વભાવ છે. આહાહાહા ! સમજાણું કાંઈ ? એ છ બોલ થયા. એક અવ્યક્તના છ બોલ છે, કાલે આપણે ત્રણ ચાલ્યા'તા, ૫૨મ દિ' બે ચાલ્યા'તા અને આજે આ એકમાં આ બસ. આ પ્રમાણે હવે બીજી લીટી છે ને ? આ પ્રમાણે રસ, ભગવાન રસ વિનાનો છે, એ આવી Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ સમયસાર સિદ્ધિ ભાગ-૩ ગયું, છ બોલ એક એકના છ છ બોલ, ગંધ, રૂપ વિનાનો, ગંધ વિનાનો, સ્પર્શ વિનાનો, શબ્દ વિનાનો, શબ્દની પર્યાય વિનાનો ભગવાન છે આત્મા, સંસ્થાન વિનાનો અને વ્યક્તપણાનો અભાવ એટલે અવ્યક્ત. એવો હોવા છતાં પણ સ્વસંવેદનના બળથી પોતાના ‘સ્વ’ નામ આનંદનો નાથ પ્રભુ એનું સંવેદન વેદનના બળથી પોતે સદા પ્રત્યક્ષ હોવાથી આવા છ છ બોલે નિષેધ કરતા આવ્યા પણ છતાં કહે છે કે અસ્તિ તત્ત્વ કેવડું છે એ ? એ ૨સનો ને આદિનો અભાવ હોવા છતાં પણ સ્વસંવેદનના બળથી આનંદનું વેદન અંદર થાય. સ્વ નામ પોતાનું વેદન એટલે અતીન્દ્રિય આનંદનું વેદન, અતીન્દ્રિય જ્ઞાનનું વેદન, અતીન્દ્રિય શ્રદ્ધા સમ્યગ્દર્શનનું વેદન, આદિ સ્વસંવેદનના બળથી, પોતે સદા પ્રત્યક્ષ હોવાથી, સદા પ્રત્યક્ષ છે એ તો, આહાહહા ! ચૈતન્યના તેજનું નૂરનું પૂર, ભગવાન ચૈતન્યના નૂરના તેજનું પૂર, સદા, પ્રત્યક્ષ પડયું છે, તારી નજરું ત્યાં ગઈ નથી. આહાહાહા ! ,, બેનના શબ્દમાં આવ્યોને પહેલો બોલ, અનુપુર્વી ચૈતન્યના વચનામૃત બેનના “જાગતો જીવ ઊભો છે ને એ ક્યાં જાય ? ” શું કહ્યું એમાં ? વચનામૃત વાંચ્યુ છે ? સોમચંદભાઈ ! વાંચ્યુ કે નહિ ? એક વાર ? આ તો પત્તો લ્યો, અત્યારે તો વચનામૃત તો ચારેકોર હિન્દુસ્તાનમાં, ઓલા પણે જાલના, છે એક જાલના ત્યાં દિગંબર સાધુ છે. વીસ વર્ષની દીક્ષાવાળો ભવ્યસાગર એને આ વાંચીને મારું એ તો પહેલાં વાંચન પહેલાં કે સ્વામીજી આ શું કર્યું તમે આ ? બસે વર્ષમાં આ વાત હતી નહિ તમે ક્યાંથી કાઢી આ ? વીસ વર્ષની દીક્ષા છે, શીઘ્ર કવિ છે આંહી આવવા બહુ માગે છે મને બોલાવો બોલાવો બાપા અમે તો કોઈને બોલાવતા નથી. પહેલેથી ઘણાં સાધુ આર્જા આવવા માગે છે, આંહી અમે કોણ તમારી ઉપાધિ કોણ કરે, આવીને ક્યાં સ્થાન ને ખાવાનું લઈ કોણ આ ઉપાધિ કરે. એ પોતે ભવ્યસાગર બેનના પુસ્તકો સાતસો મંગાવ્યા'તા સાતસો. એ મોટા છે ને બધે આપે છે વહેંચે છે, સ્થાનકવાસી ત્યાં સાધુ છે એક આચાર્ય મોટા આનંદઋષિ કરીને સ્થાનકવાસીના મોટા, એને પગે લાગવા હજારો માણસ આવે એ બધા આની પાસે આવે અને આપણે આ નામ બહાર પડી ગયું છે ને વચનામૃતનું તે માગે બધા સ્થાનકવાસી માગે છે બધા કે વચનામૃત અમને આપો. આ કહે કે હું એને વીસ મિનિટની શરતે આપું. વીસ મિનિટ હંમેશાં વાંચો. જાલના છે ને ? ત્યાં મહારાષ્ટ્રમાં ઘણો પ્રચાર થયો છે. ચારે કોર હવે તો, આ તો લંડનમાં આનો પ્રચાર છે વાંચન ચાલે છે આ, ત્યાં આફ્રિકામાં તો આ મોટું પંદર લાખનું મંદિર થયું ને ? જેઠ સુદ અગિયારસે, પંદર લાખનું મુરત કર્યું છે. દોઢેક વ૨સમાં તૈયાર થશે આફ્રિકામાં બે હજા૨ વર્ષથી કોઈ દિ’ મંદિર ત્યાં નહોતું, એ દિગંબર મંદિર એ આ ભાઈ આ બેઠા છે ને એ જુઓને એ ને બધા ગૃહસ્થો અજીતભાઈ પૈસાવાળા છે, સાંઈઠ સીત્તેર લાખ રૂપિયા છે, એવા તો ઘણાં આપણા સાંઈઠ ઘ૨ છે, બધા શ્વેતાંબર, બધા દિગંબર થઈ ગયા. અને પંદર લાખનું મંદિર નાખ્યું છે. હવે આ બાપુ આ તો મારગ ૫રમાત્માનો ત્રિકાળ સત્ય છે ભાઈ એને પહેલાં જાણો તો ખરા. આહાહાહા ! એ આંહીં કહે છે કે પોતાના સ્વસંવેદનના બળથી, જોયું ? પોતે સદા પ્રત્યક્ષ હોવાથી એમ રાગને લઈને નહિ, નિમિત્તને લઈને નહિ. આહાહાહા ! દેવગુરુની સહાયતાને લઈને નહિ, પોતે સદા પ્રત્યક્ષ હોવાથી ભગવાન ચૈતન્ય જ્યોત, મતિ અને શ્રુતજ્ઞાનમાં પ્રત્યક્ષ Page #158 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૪૯ ૧૪૫ થયો ત્યારે સદા પ્રત્યક્ષ આ હતો. આહાહાહા ! છે? આ તો અધ્યાત્મ ટીકા છે ભાઈ આ કાંઈ કથા વાર્તા નથી, આ તો ભગવાન ભગવત્ સ્વરૂપ ભગવાન આત્મા ભાગવત્ કથા છે. આ ઓલા ભાગવત્ કથા કહે છે એ તો જુદી આ તો આ તો શાશ્વત ભાગવત્ કથા છે. સદા પ્રત્યક્ષ આટલા શબ્દમાં બહુ નાખ્યું છે, આનો અભાવ હોવા છતાં, વ્યક્તપણાનો અભાવ હોવા છતાં, હવે પ્રત્યક્ષ અતિ કહે છે, સ્વસંવેદનના બળથી, એ જ્ઞાન અને આનંદનું વર્તમાન સ્વનું વેદન એના બળથી પોતે સદા, સદા પ્રત્યક્ષ છે. વર્તમાન પ્રત્યક્ષ થયો, તો એ વસ્તુ સદા પ્રત્યક્ષ જ હતી. આહાહાહા ! અરે આવું મૃત્યુ પહેલાં જો આ વાત નહિ જાણે, કરે ભાઈ ક્યાં જશે? એ વંટોળીયાના તરણાં ઉડીને ક્યાં પડશે? એમ જેણે મિથ્યાભાવ પડયો છે. અરર એ ઉડીને કયે ભવે, ક્યાં જશે? એથી આ ભવમાં એણે અનંત અનંત પુરૂષાર્થ કરીને, બહારથી નિવૃત્તિ લઈને, આનો એણે નિર્ણય કરવો પડશે. દુનિયા માને ન માને, વખાણે ન વખાણે, આ દુનિયા કાંઈ ભાન વિનાની છે લ્યો આત્મા આત્મા કરે છે, કહો દુનિયા ભલે કહે. આંહીં કહે છે, પોતે સદા પ્રત્યક્ષ હોવાથી, અનુમાનગોચરમાત્રપણાનો અભાવ, શું કહે છે? કે જ્ઞાન ત્યાં આત્મા ને આત્મા ત્યાં જ્ઞાન એવું જ્યાં અનુમાન એનો પણ અહીં તો અભાવ છે, વ્યક્તપણાનો તો અભાવ છે. આહાહા ! સમજાણું કાંઈ ? અનુમાનગોચરમાત્રપણાનો અભાવ છે. અનુમાનથી જણાય એવો આત્મા છે નહિ. સમજાણું કાંઈ? ઓલામાં તો એમ આવ્યું છે, રહસ્યપૂર્ણ ચિદ્ધિ” એમકે અનુમાન થયું એનો પછી અનુભવ કરે છે. પાંચ અંગ વર્ણવ્યા છે ને? ખબર છે, આગમ આદિ છે પાંચ અંગ એ તો એમ પહેલાં અનુમાન કર્યું છે એ અનુમાન તે વ્યવહાર છે. કે આ જ્ઞાન તે આત્મા, આત્મા તે જ્ઞાન ને પછી આમ અંદર પ્રત્યક્ષ થાય છે ત્યારે અનુમાનને વ્યવહાર કહેવામાં આવે છે. એનાથી થયું નથી. આહાહાહા ! આવું સ્વરૂપ ! જિનેશ્વર ત્રણલોકના નાથનો પંથ અલૌકિક છે. પ્રથમ સમ્યગ્દર્શનનો પંથ જ અલૌકિક છે. ચારિત્ર તો પછી હજી એ ચારિત્ર તો ક્યાં છે બાપા. આહાહા ! સમજાણું કાંઈ ? અનુમાન ગોચરમાત્રપણાનો અભાવ એટલે અનુમાન એકલું અનુમાન માત્ર નથી એમ કહે છે, અનુમાન હો, પણ અનુમાન માત્ર નથી, એમ કહે છે એ તો પ્રત્યક્ષ થાય છે. આવો ઉપદેશ હવે, બાપુ મારગ છે આ ભાઈ એ જન્મમરણના દુઃખમાં તણાઈ ગયો છે એ એનાથી છૂટવાનો પંથ તો પ્રભુ “એક હોય ત્રણકાળમાં પરમાર્થનો પંથ” આ એક પંથ છે. આહાહાહા! કહે છે, જીવને અલિંગગ્રહણ કહેવામાં આવે છે, અનુમાનગોચર નથી માટે અલિંગગ્રહણ એમ, લિંગ અનુમાન લિંગ છે એનાથી જાણવામાં આવતો નથી, માટે અલિંગગ્રહણ. આ સંકેલ્યુ આંહીં પ્રવચનસારમાં અલિંગગ્રહણના વીસ બોલ. આહાહાહા! હવે, “પોતાના અનુભવમાં આવતા ચેતનાગુણ વડે” જાણનારો બીજાને જાણનારો પણ જાણનારો તો પોતે જાણનારમાં છે. બીજાને જાણે છે તે કાળે પણ જાણનારો જાણનારમાં છે. બીજાને જાણે છે, કે આ છે, આ છે, આ છે, પણ એ જાણનારો જાણનારમાં રહીને જાણે છે. એમ જાણનારો જાણનારમાં રહીને પોતે કોણ છે? એ જાણનારને જાણવો. જાણનાર, જણાય છે તેને જાણવું નહિ. આવી વાતું છે. “ચેતના ગુણ વડે સદાય અંતરંગમાં પ્રકાશમાન છે” આહાહાહા ! Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ સમયસાર સિદ્ધિ ભાગ-૩ પોતાના અનુભવમાં આવતા ચેતનાગુણ વડે, તો કોઈ એમ કહે કે મને હું જણાતો નથી, મને હું જણાતો નથી, એવો નિર્ણય શેમાં કર્યો? એ ચૈતન્યસત્તામાં નિર્ણય કર્યો. આહાહાહા ! ચેતનાગુણ વડે સદાય અંતરંગમાં-અંતરંગમાં હોં ત્રિકાળ પ્રકાશમાન છે. તેથી જીવ ચેતનાગુણવાળો છે. છે ને? મૂળ પાઠમાં એમ લીધું છે ચેતના ગુણવાળો છે. આ તો આત્માનું છે ને એટલે, નહિ તો ચેતના સ્વરૂપ જ છે, એ. પણ આ તો અહીં નથી એટલે આ વાળો છે એમ સિદ્ધ કહેવું છે. આહાહાહા! ચેતનાગુણવાળો છે, કેવો છે એ ચેતનાગુણ કે જે “સમસ્ત વિપ્રતિપત્તિઓનો જીવને અન્ય પ્રકારે માનવારૂપ ઝઘડાઓ એનો નાશ કરનાર છે” જીવને એમ માનવો કે પરનો કર્તા છે, ને રાગવાળો છે, ને પુષ્યવાળો છે ને. આહાહાહા ! એ બધા ચેતનાગુણને સમજે તો બધા ઝઘડા ટળી જાય છે. એ તો જાણનારો ભગવાન છે, એ કોઈનું કરનારો એ નથી, રાગનોય કર્તા ચેતનાગુણ નથી. ચેતનાગુણ સ્વપરને પ્રકાશનારો ભગવાન પ્રત્યક્ષ છે એને ચેતનાગુણ વડે સમસ્ત વિપ્રત્તિપત્તિઓનો, વિરોધ કરનારાઓનો જે ભાવ એના ઝઘડાનો નાશ કરનાર છે. રાગ આત્મા ને પરઆત્મા ને અજીવઆત્મા ને પરનું કરે ને, એ બધા ઝઘડાનો ચેતનાગુણ વડે કરીને નાશ થાય છે. એ તો જાણનાર, દેખનાર ભગવાન ચંદ્ર શીતળ પ્રકાશ જેમ છે. એમ જાણનાર, દેખનાર, શાંત, પ્રશાંત રસનો પિંડ પ્રભુ છે. આહાહાહા ! જેણે પોતાનું સર્વસ્વ. કોણે? ચેતનાગુણે, ચેતનાગુણ એણે સમસ્ત પોતાનું સર્વસ્વપણું ભેદજ્ઞાની જીવોને સોંપી દીધું છે. જે કોઈ રાગથી ભિન્ન કરે છે, તેને ચેતનાગુણનું સર્વસ્વપણું આપી દીધું છે, કે આ ચેતના છે ને આ રાગ નહિ, ભેદજ્ઞાનીને સોંપી દીધું છે. ચાહે તો દયા, દાનને, વતનો વિકલ્પ હો, પણ એ આત્મા નહિં. એ તો ચેતનાગુણવાળો ભગવાન છે. ભેદજ્ઞાનીએ રાગથી ભેદ કરનારને આ વાત સોંપી દીધી છે કહે છે. આહાહા ! આરે આરે આવી વાતું છે. જે સમસ્ત લોકાલોકને ગ્રાસીભૂત કરી જાણે, અત્યંત તૃમિ વડે ઠરી ગયો હોય”શું કહે છે? કે ચેતનાગુણ છે તે તેની પર્યાયમાં પણ ગુણમાં પણ લોકાલોકને જાણે અને તેની પર્યાયમાં લોકાલોકને જાણે સાધકની પર્યાય, એવા ચેતનાગુણ જે લોકાલોકને પર્યાયથી જાણે, શક્તિથી જાણે બેય છે, લોકાલોકને તો ગ્રામીભૂત કોળીયો કરી જાય, મોટું મોટું ને કોળીયો નાનો, એમ જ્ઞાનની પર્યાયની તાકાત અનંતી અને લોકાલોકનો તો કોળીયો કરી જાય એ. ત્રિકાળી ગુણમાં તો છે એ શક્તિ, પણ ત્રિકાળી ચેતનાગુણને જેણે જાણ્યો એની પર્યાય પણ લોકાલોકને કોળીયો કરી જાય છે. કોળીયો નાનો હોયને મોટું મોટું હોય, એમ જાણનારની પર્યાય લોકાલોકને જાણે છતાં પર્યાયની તાકાત અનંતગુણી છે. આહાહાહા ! “જાણે કે અત્યંત તૃમિ વડે ઠરી ગયો હોય” જેમ લાડવા ખાય ને બ્રાહ્મણ જેમ ઠરી ગયો જાણે એમ, આ આત્માની તૃમિ વડે તૃત તૃપ્ત થઈ ગયો. શાંતિ અને જ્ઞાનની પર્યાયમાં લોકાલોક જાણે છતાંય એ તો કોળીયો કરી ગયો એવી જ જ્ઞાનની પર્યાય ને શાંતિની પર્યાય થઈ, અત્યંત તૃમિ થઈ ગઈ, સમ્યગ્દષ્ટિ જ્ઞાનીને અંતર પર્યાયમાં તૃમિ થઈ ગઈ. મારો નાથ કૃતકૃત્ય પ્રભુ પૂર્ણ છે, એને મેં જાણ્યો એ પર્યાય પણ કૃતકૃત્ય થવાને લાયક થઈ ગઈ, પૂર્ણ કૃતકૃત્ય કેવળજ્ઞાન એને લાયક થઈ ગઈ. આહાહાહા ! Page #160 -------------------------------------------------------------------------- ________________ શ્લોક – ૩૫ ૧૪૭ તેમ અત્યંત સ્વરૂપ સૌખ્ય વડે વૃક્ષ હોવાને લીધે સ્વરૂપમાંથી બહાર નીકળવાનો અનુધમી હોય. અંતરના આનંદના અનુભવમાંથી બહાર નીકળવું એને ગોઠે નહિં. સર્વ કાળે કિંચિત્માત્ર પણ ચલાયમાન થતો નથી, અને એ રીતે સદાય, જરી એમાં જોર આપ્યું છે. છે? જે જ્ઞાન પર્યાય પ્રગટી છે, એ હવે ફરીને ચલાયમાન થતી નથી એમ કહે છે. આડત્રીસમી ગાથા અન્ય દ્રવ્યથી અસાધારણપણું હોવાથી જે સ્વભાવભૂત છે તે ચેતનાગુણ. વિશેષ કહેશે. ( શ્રોતાઃ– પ્રમાણ વચન ગુરુદેવ.) પ્રવચન નં. ૧૨૬ ગાથા ૪૯, શ્લોક - ૩૫ - ૩૬ તથા ગાથા ૫૦ થી ૫૫ તા. ૨૮/૧૦/૭૮ શુક્રવાર કારતક સુદ-૩ શ્રી સમયસાર: “આવો ચૈતન્યરૂપ ૫૨માર્થસ્વરૂપ જીવ છે” ૫૨થી ભિન્ન કહ્યો ને ? સર્વસ્વ રાગાદિ ભાવથી સર્વસ્વ પૂર્ણ અભાવ છે. એનાથી પૂર્ણ અભાવ છે. એવો ચૈતન્યરૂપ- ચૈતન્યરૂપ ૫૨માર્થસ્વરૂપ ૫૨મપદાર્થસ્વરૂપ જીવ છે. ત્રિકાળી જ્ઞાયકસ્વરૂપ ચિદાનંદ પ્રભુ ચૈતન્યરૂપ ૫૨માર્થસ્વરૂપ એવો જીવ છે, “જેનો પ્રકાશ નિર્મળ છે” જાણકસ્વભાવ જેનો નિર્મળ છે. ત્રિકાળ તો નિર્મળ છે પણ પર્યાયમાં પણ નિર્મળ છે. એવો આ ભગવાન આ લોકમાં, “એવો આ ભગવાન”, આ ભગવાન આ આત્મા હોં. “આ લોકમાં એક” એકરૂપ છે જેમાં પર્યાયનો ભેદ પણ જેમાં નથી, એવો એક “ટંકોત્કીર્ણ” એવો ને એવો “ભિન્ન જ્યોતિરૂપ બિરાજમાન છે’ રાગાદિથી. દયા, દાનના વિકલ્પ આદિથી પણ “ભિન્ન એવી જ્યોતિરૂપ બિરાજમાન છે” એની દૃષ્ટિ કરો તો સન્મુખ સમ્યગ્દર્શન થાય અને આનંદનું વેદન આવે. આહાહા ! એવો આ આત્મા છે. , શ્લોક - ૩૫ હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહી એવા આત્માના અનુભવની પ્રે૨ણા કરે છેઃ( માલિની) सकलमपि विहायाह्नाय चिच्छक्तिरिक्तं स्फुटतरमवगाह्य स्वं च चिच्छक्तिमात्रम्। इममुपरि चरन्तं चारु विश्वस्य साक्षात् कलयतु परमात्मात्मानमात्मन्यनन्तम् ।।३५।। શ્લોકાર્થ:- [વિત્-શક્ત્તિ-રિ ં] ચિત્શક્તિથી રહિત [સલમ્ અપિ] અન્ય સકળ ભાવોને [અહાય ] મૂળથી [વિદાય ] છોડીને[૪] અને[વતરમ્]પ્રગટપણે [સ્તું ચિત્-શત્તિમાત્રમ્] પોતાના ચિત્શક્તિમાત્ર ભાવનું [લવાū] અવગાહન કરીને, [ આત્મા] ભવ્ય આત્મા[વિશ્વસ્ય ૩પરિ]સમસ્ત પદાર્થ સમૂહરૂપ લોકના ઉ૫૨ [ વારું ઘરન્ત ] સુંદર રીતે પ્રવર્તતા એવા [ રૂમમ્] આ [ પરમ્ ] એક કેવળ [ અનન્તમ્ ] અવિનાશી [ આત્માનન્] આત્માનો [ આત્મનિ] આત્મામાં જ [સાક્ષાત્ નયતુ] Page #161 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ ભાગ-૩ ૧૪૮ અભ્યાસ કરો, સાક્ષાત્ અનુભવ કરો. ભાવાર્થ:-આ આત્મા ૫૨માર્થે સમસ્ત અન્યભાવોથી રહિત ચૈતન્યશક્તિમાત્ર છે; તેના અનુભવનો અભ્યાસ કરો એમ ઉપદેશ છે. ૩૫. 不不 શ્લોક-૩૫ ઉ૫૨નું પ્રવચન શ્લોકઃ- આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહી એવા આત્માના અનુભવની–અનુભવની પ્રેરણા કરે છે. सकलमपि विहायाह्नाय चिच्छक्तिरिक्तं स्फुटतरमवगाह्य स्वं च चिच्छक्तिमात्रम्। इममुपरि चरन्तं चारु विश्वस्य साक्षात् कलयतु परमात्मात्मानमात्मन्यनन्तम्।।३५।। “ચિત્તશક્તિરિક્ત ” ચિત્શક્તિથી રહિત અન્ય સકળ ભાવોને મૂળથી ઉખેડીને, શું કહ્યું ? ચિત્શક્તિથી રહિત ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપ છે, જ્ઞાનશક્તિ છે, જ્ઞાનસ્વભાવ છે એનાથી રહિત, પુણ્ય ને પાપના આદિ ભાવો, એનાથી તે રિક્ત છે, રહિત છે. ચૈતન્યસ્વભાવ શક્તિરૂપ ચૈતન્ય એ એનાથી જે રહિત વસ્તુ છે એનાથી રહિત છે. એનાથી રહિત છે એનાથીય રહિત છે. એ પુણ્ય ને પાપના ભાવ, ચાહે તો ગુણગુણીનો ભેદનો વિકલ્પ હો, એ ચિત્શક્તિથી રહિત છે. જેમાં ચૈતન્યનું સામર્થ્ય રાગ વ્યવહારના રાગાદિમાં પણ નથી, એવા ભાવને મૂળથી છોડીને, “સકળમ્ અપિ” મૂળથી છોડીને સકલ ભાવ ચાહે તો સૂક્ષ્મ પંચમહાવ્રતના વિકલ્પનો રાગ હો, અરે દ્રવ્ય, ગુણ ને પર્યાયના ભેદનો વિકલ્પ હો એ સકલમ્ અપ, એ બધાને મૂળથી છોડીને, અને પ્રગટપણે ‘સ્ફુટમ્’ પ્રત્યક્ષપણે “સ્વં ચિત્–શક્તિમાત્રમ્" પોતાના ચિત્શક્તિમાત્ર ભાવનું “અવગાહ્ય” અવગાહન કર, અંતરમાં પ્રવેશ કર એમ કહે છે. સકલમ્ અપિ વિકલ્પ આદિના ભાવોને છોડીને, મૂળમાંથી છોડીને અને ચિત્શક્તિસ્વભાવ,એનું અવગાહન કર, અનાદિથી રાગમાં જે અવગાહન પ્રવેશ છે એને આંહીં પ્રવેશ કર, આવી વસ્તુ છે. ભગવાન ચિત્શક્તિમાત્ર વસ્તુ છે, છે ને ચિત્શક્તિમાત્રમ્ ઓલુ ચિત્શક્તિ રહિતમ્ રાગ, દયા, દાન, પુણ્ય, પાપ ચિત્શક્તિ રહિતમ્ અને પોતે ચિત્શક્તિમાત્રમ્ એનું અવગાહન કર ઉંડે દરિયામાં જેમ પ્રવેશે એમ ભગવાન ચિત્શક્તિમાત્ર પ્રભુ એને તળિયે ઉંડે જા, અવગાહન કર. આવી વાત છે. ,, “અવગાહ્ય” ભવ્ય આત્મા, છે ને છે તો આત્મા શબ્દ, પણ અર્થકારે લાયક આત્મા “વિશ્વસ્ય ઉપ૨િ” સમસ્ત પદાર્થસમૂહુરૂપ લોકના ઉ૫૨ રાગાદિ સમસ્ત પદાર્થના સમૂહ ઉ૫૨થી, લોકના ઉ૫૨ એટલે ઉત્કૃષ્ટ વસ્તુ રાગાદિથી અધિક નામ ભિન્ન સર્વોત્કૃષ્ટ વસ્તુ લોકના ઉ૫૨ સુંદર રીતે, ‘ચારુ' એટલે મનોહર, આનંદસ્વરૂપ પ્રભુ ‘ચરાં’ આનંદમાં પ્રર્વતતા એવો ભગવાન આત્મા ! અતીન્દ્રિય આનંદરૂપી ચારુ નામ મનોહર એવા પ્રવર્તતા એવા આ, એક શ્લોકે તો–એક કેવળ અવિનાશી, એક કેવળ અવિનાશી, એકલો આત્મા નિત્યાનંદ પ્રભુ એક Page #162 -------------------------------------------------------------------------- ________________ શ્લોક – ૩૫ ૧૪૯ કેવળ એકલો જ્ઞાનસ્વભાવમાત્ર અવિનાશી, એવા આત્માનો, આત્માનો આત્મામાં જ એવા ચૈતન્યસ્વરૂપ પ્રભુ સર્વોત્કૃષ્ટ પરથી ભિન્ન પરિપૂર્ણ પ્રભુ, એમાં અવગાહન કરી આત્માનો આત્મામાં આત્માનો આત્મામાં જ, આનંદસ્વરૂપ ભગવાન આનંદસ્વરૂપમાં જ, આવી વાતું છે. જીવ-અજીવ અધિકાર છે ને? એ રાગાદિ બધાને અજીવ કીધાં છે, ભગવાન એક જ્ઞાયક સ્વરૂપ, પૂર્ણ સ્વરૂપ વિશ્વની ઉપર એટલે ઉત્કૃષ્ટ તરતો રાગથી ભિન્ન, અધિક ઉત્કૃષ્ટ પ્રભુ એને એક કેવળને આત્મામાં જ “સાક્ષાત્ કલયતુ” પ્રત્યક્ષ અનુભવ કરો, એને પ્રત્યક્ષ ધ્યાન કરો, એને પ્રત્યક્ષ માનો, એને પ્રત્યક્ષ જાણો, કલયતુનો અર્થ છે આ, ધ્યાવો, માણો, જાણો, અનુભવો એ કલયતુનો અર્થ છે આ. આહાહાહા! ભગવાન આત્મા આનંદ સ્વરૂપ, જ્ઞાનસ્વરૂપ પ્રભુ ત્રિકાળ અહીં ચિતિ શક્તિ લેવી છે, જ્ઞાન બાહ્ય પ્રગટ છે ને એટલે આખો ચિન્શક્તિ છે એમ બતાવે છે આંહીં. એવો જે પ્રભુ રાગ આદિથી સર્વોત્કૃષ્ટ રીતે ભિન્ન એવા આત્માને આત્મામાં જ ધ્યાનો અનુભવો જાણો, માનો. લ્યો આ સિદ્ધાંતનો આ સાર છે. આહાહાહા ! કલયતુ” અભ્યાસ કરો એટલે કે અનુભવ કરો, એમ છે ને અર્થેય એ છે જુઓ ને અભ્યાસ કરો એટલે સાક્ષાત્ અનુભવ કરો, એમ અભ્યાસનો અર્થ એ, ભગવાન પૂર્ણ પરમાત્મસ્વરૂપ જ છે, ચિલ્શક્તિ સ્વભાવ છે એનાથી (રાગથી) રહિત અભાવ છે. એવા સ્વભાવમાત્ર પ્રભુને આત્માને આવા આત્મા, આત્માને અંતર નિર્મળ પર્યાય દ્વારા અનુભવો, કહો આનું નામ જીવનું જ્ઞાન અને જીવનું ધ્યાન અને જીવને જાણ્યો માન્યો અનુભવ્યો કહેવામાં આવે છે. (શ્રોતાઃ- પરમ સત્ય) (શ્રોતા - ધર્મની શરૂઆત અહીંથી થાય?) અહીંથી આ ધર્મની શરૂઆત થાય છે. આહાહાહા ! બાકી તો રાત્રે રામજીભાઈએ માંડયું નહોતું બધું? વાત સાચી બધી પાપ ને પાપ, પાપ, પાપ. મનસુખભાઈ આખો દિ'પાપ, ભાઈ નથી આવ્યા? અરેરે એ બાયડી, છોકરા કુટુંબ સાટું અને પોતાના પણ શરીરના ભરણપોષણ સાટું આખો દિ' પાપ ને પાપ કરે છે (શ્રોતા:- પેટ શી રીતે ભરવું) પેટ કોણ ભરે? પેટ ભરવાનો ભાવ એ પાપ રાત્રે ભાઈએ બહુ કહ્યું'તું સ્પષ્ટીકરણ હતું પાપનું. લોકોને ખ્યાલ (નથી) બાપુ પાપ આખો દિ' પુણ્ય તો ન મળે પણ પા૫ સાટું આખો દિ' (પુરૂષાર્થ કરે ). એમાં આંહીં તો કહે છે કે એ તો છોડ, પણ કંઈ દયા, દાન, વ્રતનાં શ્રવણ-મનનના રાગ થાય એને પણ છોડ. આહાહાહા! ભાઈ ! તારો આત્મા એ બધા પુણ્ય-પાપના વિકલ્પથી રહિત છે. તું તે છો, તે રાગાદિ તું તે નથી. ભગવાનની ભક્તિ ને જાત્રા ને એ બધો વિકલ્પ અને રાગ છે કહે છે, ભગવાન તો આત્મા એનાથી રહિત છે. શાસ્ત્ર શ્રવણ કરવું, શાસ્ત્ર કહેવું એ બધો વિકલ્પ છે કહે છે, એમ જ છે. એનાથી રહિત પ્રભુ છે, એ ચિન્શક્તિથી રહિત એ પુણ્યભાવ ચીજ છે, રાગાદિ જે દયા આદિ જે સાંભળવું એ ચિલ્શક્તિથી રહિત છે અને ભગવાન એનાથી રહિત છે. સમજાણું કાંઈ? આહાહાહા ! શુભ અશુભ વિકલ્પો જે છે, એ ચિલ્શક્તિ ચૈતન્યસ્વભાવથી રહિત છે એ, અજીવ કીધો છે એને અને ભગવાન આત્મા ચિન્શક્તિમાત્ર છે. એવા ચિન્શક્તિમાત્ર આત્મા, એ આત્માને Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ સમયસાર સિદ્ધિ ભાગ-૩ જ, એની નિર્મળ પર્યાય દ્વારા એને અનુભવ કર, નિર્મળ પર્યાય દ્વારા એનું ધ્યાન કર, એને માન, એને જાણ, એને અનુભવ કર. આહાહા ! “કલયતુ” વાતે ગજબ કરી છે. આમ અભ્યાસનો અર્થ ઈ છે, અભ્યાસ એટલે આ આવો છે, આવો છે એમ નહિ. આહાહાહા ! જ્યાં ચિન્શક્તિ સંપન્ન પ્રભુ! ક્યાં બહારથી આ બધું અંદર એમાં નથી અને રાગાદિ આ બધુ ધંધા ને બહાર બૈરી છોકરા એમાં તારી ચિલ્શક્તિ એમાં નથી, એ બધા તારી ચિલ્શક્તિથી રહિત છે. આહાહાહા ! અને તું ચિન્શક્તિ સહિત છું. આહાહાહા ! આ શરીર માટીનું પિંડ ધોળું આ રૂપાળા ને કાળા ને ઘઉંવર્ણાને એ બધા જડ માટી છે, એ બધા ચિન્શક્તિથી રહિત છે આ. આહાહાહા ! (શ્રોતા:છે તો મારાને?) મારા હોય તો જુદા પડે નહિ. એના નથી માટે જુદા પડી જાય છે. આહાહા! બે વાત એકદમ લીધી, કે ભગવાન ચૈતન્ય શક્તિ સ્વભાવ માત્ર વસ્તુ અને રાગાદિ દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા ને કામ ક્રોધ આદિના ભાવ અને તેના ફળ તરીકે શરીર આદિ અનુકૂળ પ્રતિકૂળ આદિ ચીજો, અનુકૂળ પ્રતિકૂળ છે નહિ કોઈ, એ તો છે શેય પણ એને એમ લાગે કે આ ઠીક નથી ને આ ઠીક છે, એ બધી ચીજોથી પ્રભુ તું તો રહિત છો ને? એ બધી ચીજો તારી ચિન્શક્તિથી રહિત છે. રાગ અને દયા, દાન, વ્રતનો વિકલ્પ ઊઠે એ પણ ચિ7ક્તિથી રહિત છે અને તું તેનાથી રહિત છો. અને તું રહિત છો, છો કોણ? “જ્ઞાન શક્તિ” જ્ઞાનની પ્રધાનતાથી વર્ણન છે, છે તો અનંતગુણ પણ જ્યાં જ્ઞાન અસાધારણ સ્વભાવ છે, કે જે સ્વપરને પ્રકાશે છે, બીજા બધા ગુણો પોતાની હૈયાતિ રાખે છે, પણ તે પોતે પોતાને જાણતા નથી. આ એક ચિન્શક્તિગુણ પોતે પોતાને જાણે ને પોતે પરને જાણે એવો અસાધારણ જે સ્વભાવભાવ તેવા ચિન્શક્તિમાત્ર પ્રભુ તું છો. “માત્ર” કીધું છે ને? ચિન્શક્તિમાત્ર, છે? અને ઓલામાં ચિલ્શક્તિ રિક્ત એને એમ કહ્યું કે “સકલમ્ અપિ” મૂળથી છોડીને તારા ચિસ્વભાવ, જ્ઞાનસ્વભાવ, ધ્રુવ સ્વભાવ, નિત્ય સ્વભાવ, સર્વસ્વ સ્વભાવ, સર્વ-સ્વ-સ્વભાવ, ચિત્ જ્ઞાનમાત્ર વસ્તુ પ્રભુ એવા જ્ઞાનસ્વભાવથી શરીર, વાણી, મન, કર્મ સ્ત્રીકુટુંબ પરિવાર, દેવગુરુશાસ્ત્ર અને રાગ પુણ્ય પાપના ભાવ એ બધી ચિ7ક્તિથી તો બધી રહિત છે ઈ ચીજ. અને એ બધાથી રહિત તું ચિન્શક્તિમાત્ર છો. આહાહા! આવી ફૂરસદ ક્યાં લેવી? વરસ બેસે પછી એય ચોપડા લખે હવે નવું વરસ એવું સારું જાય, સુખે સુખે જાય બસ આમ, પૈસા પેદા થાય, પાપમાં જિંદગી જાય, અરર! આંહીં એમ કે લાભ થાય એનો અર્થ શું હતો પાપનો થાય. લાભ સવાયા, પાપનો લાભ સવાયા, સવાયા આ ભવમાં એમ કે મળે પૈસા, સુખી થાવ, સુખી થાવ, સુખી એટલે શું પણ? ભગવાન આનંદસ્વરૂપ પ્રભુ તેનો અનુભવ કરે ત્યાં સુખી થવાનો પંથ છે. આમ આત્માનો અવિનાશી આત્માનો એકરૂપ કેવળ આત્માનો આત્મામાં જ એકરૂપતાની વીતરાગદશામાં એનો અભ્યાસ અનુભવ કરો. આવું છે સ્વરૂપ, લોકોએ કંઈકને કંઈક કરી નાખ્યું એટલે લોકોને, (શ્રોતા – આપે તો સહેલું બનાવ્યું છે) વસ્તુ તો આ સીધી છે. આહાહાહા ! ભાવાર્થ:- “આ આત્મા” ચેતનજી ગયા લાગે છે, છે? ઠીક, એ તો ઓલું યાદ આવ્યું નરકનું એ આચાર્યે ભાઈ પોતે લખ્યું છે, દેવસેન આચાર્યે પોતે લખ્યું છે કે આ જે ગાથાઓ છે એ પૂર્વના આચાર્યોની છે એનો સંગ્રહ મેં કર્યો છે. મારું નથી, પૂર્વના આચાર્યો છે એનો સંગ્રહ Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ શ્લોક – ૩૫ કર્યો છે. પૂર્વના સૂરિ આચાર્યોએ કહ્યું તે આ કહેવાય છે. એટલે છે તો પોતે નવસોની સાલમાં નવસોની સાલમાં પોતે, અમૃતચંદ્રાચાર્ય પછી. અને શ્વેતાંબર પંથ નીકળ્યો એ તો બે હજા૨ વર્ષ, હજાર વર્ષે એના પહેલાં, છતાંય પૂર્વના સૂરિઓએ કહ્યું છે, આચાર્યોએ તે હું આ કહું છું, તે ગાથાનો સંગ્રહ મેં કર્યો છે, એમ કહ્યું છે. પરંપરા હવે અંદર લખ્યું છે પોતે આચાર્યે પૂર્વ સૂરિઓએ કહ્યું છે, હું કહું છું એમનહીં, પૂર્વ આચાર્યોએ ગાથા કહી છે તે ગાથાનો મેં સંગ્રહ કર્યો છે, એમ છેલ્લે એમ લખ્યું છે, “પૂર્વ આયરિયં સંગ્રહ” પહેલાં પૂર્વ સૂરિઓએ કહેલું કહું છું એમ હતું, આજે જોયું સવા૨માં. ધર્મના નામે આવીને પણ અભિમાન આવી જાય છે ને ? એટલે એણે એવા પંથ ઘણાં નિકળ્યા એમ લખ્યું છે અંદરથી, મરિચીથી માંડીને લખ્યું છે, મરિચી નહિ? ભરતનો પુત્ર. આહાહાહા ! અમે પણ જાણનારા છીએ, અમે આ ધર્મને બરાબર પરખનારા છીએ એમ અભિમાનમાં આવી અને કંઈક મારગો કાઢયા. આહાહાહા ! આંહીં કહે છે પ્રભુ એ બધું ભૂલી જા હવે, કુંદકુંદાચાર્ય આદિ સંતોએ જે કહ્યું એ ભગવાનનું કહેલું કહ્યું છે. એમણે જે આ આત્મા કહ્યો એ આવો છે. (શ્રોતાઃ- બીજા કહે છે અમારામાં આચાર્યો થયા છે) એ આચાર્યો થયા બધા આ ઉલટા, આકરું કામ છે, શું થાય ? દુઃખ થાય બીજાને લાગે, વસ્તુ તો સ્થિતિ, છે એ છે. આ કુંદકુંદાચાર્ય, અમૃતચંદ્રાચાર્ય, દિગંબર સંતો કોઈપણ હોય એ તો અંદર ભાવલિંગી સંત છે, એ ભગવાનનું કહેલું, કહે છે ને પોતે અનુભવીને કહે છે. આહાહાહા ! ભાવાર્થ:- “આ આત્મા ૫૨માર્થે સમસ્ત અન્યભાવોથી રહિત ચૈતન્ય શક્તિમાત્ર છે તેના અનુભવનો અભ્યાસ કરો” જોયું ? આહાહાહા ! વાંચો અને વાંચવાનું વિચારો એ બધું એકકોર વિકલ્પ છે કહે છે. એના અનુભવનો અભ્યાસ કરો, એમાં છે ને પાઠ આવ્યો છે ને સાક્ષાત્, અન્યભાવોથી રહિત ચૈતન્યશક્તિમાત્ર છે તેના અનુભવનો અભ્યાસ એમ ઉપદેશ છે. આહાહાહા ! 66 હવે ચિત્શક્તિથી અન્ય જે ભાવો છે હવે પછી કહેવાના છે ને તે બધા પુદ્ગલદ્રવ્ય સંબંધી છે” ચાહે તો વિકલ્પ લખવાનો, સાંભળવાનો, વાંચવાનો ઊઠે. અરેરે ! એ પુદ્ગલદ્રવ્યસંબંધી છે. ભગવાન આત્મામાં એ નથી. પુદ્ગલદ્રવ્યસંબંધી છે એ રાગ, દયા, દાનનો વિકલ્પ ગુણ ગુણી ભેદનો વિકલ્પ કહે છે કે એ પુદ્ગલદ્રવ્ય સંબંધી છે. ભગવાન ચૈતન્યના સંબંધવાળો એ નથી. એવો આગળની ગાથાની સૂનિકા છે. હવેની ગાથા આવે છે ને એની આ સૂચનિકા આચાર્ય મહારાજ અમૃતચંદ્રાચાર્ય કહે છે. OTE Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ સમયસાર સિદ્ધિ ભાગ-૩ ( શ્લોક - ૩૬ હવે ચિન્શક્તિથી અન્ય જે ભાવો છે તે બધા પુદ્ગલદ્રવ્યસંબંધી છે એવી આગળની ગાથાની સૂચનિકારૂપે શ્લોક કહે છે - (અનુષ્ટ્રમ) चिच्छक्तिव्याप्तसर्वस्वसारो जीव इयानयम्। अतोऽतिरिक्ताः सर्वेऽपि भावाः पौद्गलिका अमी।।३६ ।। શ્લોકાર્થઃ- [રિત-શરૂિ-વ્યાપ્ત-સર્વસ્વ-સાર:] ચૈતન્યશક્તિથી વ્યાસ જેનો સર્વસ્વ-સાર છે એવો [શયમ ની:] આ જીવ [ફયાન] એટલો જ માત્ર છે; [ શત: તિરિn:] આ ચિન્શક્તિથી શૂન્ય [ની માવડ] જે આ ભાવો છે [સર્વે મ]િ તે બધાય[પતિ :] પુદ્ગલજન્ય છે-પુદ્ગલના જ છે. ૩૬. શ્લોક – ૩૬ ઉપરનું પ્રવચન चिच्छक्तिव्याप्तसर्वस्वसारो जीव इयानयम्। अतोऽतिरिक्ताः सर्वेऽपि भावाः पौगलिका अमी।।३६ ।। “ચૈતન્યશક્તિથી વ્યાસ” ભગવાન તો જાણક જાણક જાણક જાણક જાણકનો દરિયો, જાણક સ્વભાવથી વ્યાસ નામ સહિત જેનો સર્વસ્વ સાર છે, સર્વસ્વ-સર્વસ્વ પૂર્ણ સ્વનો સાર એ છે. ચૈતન્યશક્તિથી વ્યાપ્ત છે પ્રભુ, રાગથી નહિ, શરીરથી નહિ, મનથી નહિ. હવે આવું આકરું પડે લોકો, બહિરે હાલી નીકળ્યા. ચૈતન્યશક્તિથી વ્યાસ સહિત, વ્યાપ્ત છે ને? આમ તો વ્યાપ્ય વ્યાપક આવતું નથી? આત્મા વ્યાપક અને રાગ વ્યાપ્ય છે, આત્મા વ્યાપક ને આનંદની પર્યાય વ્યાપ્ય છે. વિકાર તરીકે રાગની પર્યાય વ્યાપ્ય છે, નિર્વિકાર તરીકે નિર્વિકારી પર્યાય વ્યાપ્ય છે, વ્યાપક દ્રવ્ય છે. અહીં તો આખો ચૈતન્યશક્તિ વ્યાપ્ત છે. ચૈતન્ય શક્તિથી જેનું વ્યાસપણું એટલે સર્વસ્વ હોવાપણું, જેનો સર્વસ્વ સાર છે. આ કાંઈ પંડિતાઈની આ ચીજ નથી. ઓહોહો ! તિર્યંચ પશુ પણ, ચૈતન્યસર્વસ્વસાર છે એનો પશુ પણ અનુભવ કરે. આહાહાહા! એવો જે ભગવાન સર્વસ્વ બધું પોતાનું ચૈતન્ય સ્વરૂપ તે તેનો સાર છે. એવો આ જીવ એટલો જ માત્ર છે, “ઈયા” એટલો જ માત્ર છે, “અતઃ અતિરિક્તાઃ” આ ચિન્શક્તિથી શૂન્ય, જાણક સ્વભાવના સામર્થ્યથી શૂન્ય, જાણક સ્વભાવનો ધ્રુવ પ્રવાહ એનાથી શૂન્ય “અમી ભાવાઃ” અમી ભાવાઃ આ ભાવા અસ્તિત્વ સિદ્ધ કરી, જે આ ભાવો છે આ ભાવો છે, આમ જાણે છે. રાગાદિ વિકલ્પ આદિ શરીર, વાણી બધા છે, એ ભાવો છે તે બધાય પુદ્ગલજન્ય છે. પૌદ્ગલિકા ' કહ્યાને? એ બધા જડથી ઉત્પન્ન થયા એથી પાછા કોઈ એમ કહે કે જડ કર્મ છે એને લઈને આ રોગ થાય છે એમ આંહીં કહેવું નથી. અહીં તો રાગ તો થાય છે એનામાં પણ નિમિત્ત જડ છે. તેને લક્ષે થાય છે માટે તેના છે. આહાહા ! સમજાણું કાંઈ? આવો ઉપદેશ હવે. Page #166 -------------------------------------------------------------------------- ________________ શ્લોક – ૩૬ ૧૫૩ આવા જે ભાવ, એ પુદ્ગલનાં જ છે. એમાંથી પછી કોઈ એમ કાઢે કે વિકાર તો કર્મથી જ પુદ્ગલથી જ થાય છે, આત્માથી નહિ, એમ આંહીં કહેવું નથી, એને આશ્રયે થાય છે માટે એના છે, આત્માના નથી, નીકળી જાય માટે તેના નથી, એ અપેક્ષાએ કહ્યું. આહાહા ! સમજાણું કાંઈ ? અનંત અનંત ચોર્યાસીની પાટ અવતાર પડયા એમાંથી નીકળવાનો આ એક રસ્તો છે. જેનું સર્વસ્વ સાર છે, જેમ શીશમમાં સાર નથી હોતો ? શીશમના લાકડામાં વચલો સાર ચીકણોચીકણો એમ આ ભગવાન રાગાદિના વચમાં ભિન્ન સર્વસ્વ ચૈતન્યસાર વસ્તુ છે. બહુ અંદર કઠણ હોય છે, વચલો કઠણ ચીકણો, જોયું છે ને ? ઉપલા ભાગ કરતા એ વચલો ભાગ કઠણ ચીકણો પછી એને કાઢી નાખે ખાલી કરે તલવાર રાખવા કે એવા સાટું અંદર ગોળ બહુ ચીકણો હોય છે. શું કીધું ઈ ? એ શીશમનો એ સાર કહેવાય એમ આ ભગવાનનો સાર રાગાદિ વિકલ્પઆદિ જે વિકા૨થી અંદર ભિન્ન અંદ૨ સર્વસ્વસાર ચૈતન્ય પિંડ છે. આહાહા ! અરે આઠ વર્ષના બાળક પણ આ અનુભવે અને કેવળજ્ઞાન પામે એ કાંઈ ચીજ કાંઈ બીજાની નથી કે ન પામે. છે તેને મેળવવો છે એમાં. આહાહાહા ! શું શ્લોકો ! ઓહોહો ! સંતોની વાણી દિગંબર સંતોની વાણી એની પાસે બીજા ભરે પાણી, એવી ચીજ છે. એક ચૈતન્ય સર્વસ્વ પ્રભુ, જેમ એ શીશમનો સાર હોય છે, એમ આ ભગવાન અંદર આ બધા રાગ ને પુણ્ય ને શ૨ી૨ આદિથી ભિન્ન ચૈતન્ય સર્વસ્વસાર છે, ચૈતન્યનો કંદ, રસકંદ છે પ્રભુ. એનાથી ભિન્ન છે, એ બધા પુદ્ગલ છે. દયા, દાન, વ્રત, ભક્તિ જાત્રાનો ભાવ પણ આંહીં તો પુદ્ગલ છે, એમ કહે છે. પુદ્ગલજન્ય છે. ‘પૌદ્ગલિકા’નો અર્થ કર્યો, પુદ્ગલજન્ય છે, એનો જ અર્થ કર્યો પુદ્ગલનાં જ છે. એનો જ અર્થ કર્યો, પુદ્ગલનાં જ છે. આહાહાહા ! એવા ભાવોનું વ્યાખ્યાન છ ગાથાથી કરે છે. મુમુક્ષુ :- ‘અલિંગગ્રહણ'ના ૨૦ મા બોલમાં અને આમાં શું ફેર છે? સમાધાન :- ત્યાં વીસમા બોલમાં આત્માનું વેદન તે આત્મા છે, એટલું, પણ ત્યાં દ્રવ્ય છે. અહીં એ દ્રવ્ય અનુભૂતિમાં છે પણ પર્યાય તે શુદ્ઘનય છે. દ્રવ્યનો અનુભવ તે શુદ્ઘનય છે અને શુદ્ઘનયને અહીંયા આત્મા કહીએ. ત્યાં જે વેદનને આત્મા કીધું છે, અહીં અનુભૂતિને આત્મા કીધો છે. મુમુક્ષુ :– અનુભૂતિ અને વેદનમાં શું ફેર છે ? : સમાધાન :- એક જ વાત છે. ઇ શું કહ્યું ? ‘પ્રવચનસાર’માં ૧૭૨ ગાથામાં ‘અલિંગગ્રહણ’ના ૨૦ બોલ છે. એમાં એક વીસમો બોલ એવો લીધો છે કે, આત્મા ત્રિકાળી દ્રવ્ય છે તેને એનું વેદન અડતું નથી. વેદન તો પર્યાયનું છે. અનુભૂતિ એ પર્યાયનું વેદન છે. આનંદનું વેદન એ પર્યાયનું છે. એ પર્યાયનું વેદન તે દ્રવ્યને અડતું : નથી. કેમકે દ્રવ્ય તે ધ્રુવ છે. ભલે ધ્રુવને લક્ષે અનુભૂતિ થઈ, પણ અનુભૂતિ તે દ્રવ્યને અડતી નથી. થોડું ઝીણું પડે, બાપુ ! વસ્તુ એવી ઝીણી છે. આહા..હા...! સમયસાર દોહન – પૂ. ગુરુદેવશ્રીના નાઈરોબીના ગાથા ૧૧ના પ્રવચન પાના નં. ૯૩ · Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ સમયસાર સિદ્ધિ ભાગ-૩ ) र ( (२॥था - ५० थी था - ५० थी. ५५) जीवस्स पत्थि वण्णो ण वि गंधो ण वि रसो ण वि य फासो। । 'ण वि रूवं ण सरीरं ण वि संठाणं ण संहणणं ।।५।। जीवस्स पत्थि रागो ण वि दोसो णेव विज्जदे मोहो। णो पच्चया ण कम्मं णोकम्मं चावि से णत्थि।।५१ ।। जीवस्स णत्थि वग्गो ण वग्गणा व फड्ढया केई। णो अज्झप्पट्ठाणा व य अणुभागठाणाणि।।५२।। जीवस्स पत्थि केई जोयट्ठाणा ण बंधठाणा वा। णेव य उदयट्ठाणा ण मग्गणट्ठाणया केई।।५३ ।। णो ठिदिबंधट्ठाणा जीवस्स ण संकिलेसठाणा वा। णेव विसोहिट्ठाणा णो संजमलद्धिठाणा वा।।४।। णेव य जीवट्ठाणा ण गुणट्ठाणा य अत्थि जीवस्स। जेण दु एदे सव्वे पोग्गलदव्वस्स परिणामा।।५५।। जीवस्य नास्ति वर्णो नापि गन्धो नापि रसो नापि च स्पर्शः। नापि रूपं न शरीरं नापि संस्थानं न संहननम्।।५।। जीवस्य नास्ति रागो नापि द्वेषो नैव विद्यते मोहः। नो प्रत्यया न कर्म नोकर्म चापि तस्य नास्ति।।५१।। जीवस्य नास्ति वर्गो न वर्गणा नैव स्पर्धकानि कानिचित्। नो अध्यात्मस्थानानि नैव चानुभागस्थानानि।।५२।। जीवस्य न सन्ति कानिचिद्योगस्थानानि न बन्धस्थानानि वा। नैव चोदयस्थानानि न मार्गणास्थानानि कानिचित्।।५३ ।। नो स्थितिबन्धस्थानानि जीवस्य न संक्लेशस्थानानि वा। नैव विशुद्धिस्थानानि नो संयमलब्धिस्थानानि वा।।५४ ।। नैव च जीवस्थानानि न गुणस्थानानि वा सन्ति जीवस्य। येन त्वेते सर्वे पुद्गलद्रव्यस्य परिणामाः।।५५।। यः कृष्णो हरितः पीतो रक्त: श्वेतो वा वर्ण: स सर्वोऽपि नास्ति जीवस्य, पुद्गलद्रव्यपरिणाममयत्वे सत्यनुभूतेर्भिन्नत्वात्। य: सुरभिर्दुरभिर्वा गन्धः स सर्वोऽपि नास्ति जीवस्य, पुद्गलद्रव्यपरिणाममयत्वे सत्यनुभूतेभिन्नत्वात्। यः कटुकः कषाय: Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧ ૫ ૫. ગાથા – ૫૦ થી પ૫ तिक्तोऽम्लो मधुरो वा रसः स सर्वोऽपि नास्ति जीवस्य , पुद्गलद्रव्यपरिणाममयत्वे सत्यनुभूतेर्भिन्नत्वात्। यः स्निग्धो रूक्ष: शीत: उष्णो गुरुर्लधुर्मूदु: कठिनो वा स्पर्श: स सर्वोऽपि नास्ति जीवस्य, पुद्गलद्रव्यपरिणामपत्वे सत्यनुभूतेर्भिन्नत्वात्। यत्स्पर्शादिसामान्यपरिणाममात्रं रूपं तन्नास्ति जीवस्य, पुद्गलद्रव्यपरिणाममयत्वे सत्यनुभूतेर्भिन्नत्वात्। यदौदारिकं वैक्रियिकमाहारकं तैजसं कार्मणं वा शरीरं तत्सर्वमपि नास्ति जीवस्य, पुद्गलद्रव्यपरिणाममयत्वे सत्यनुभूतेर्भिन्नत्वात्। सत्समचतुरस्रं न्यग्रोधपरिमण्डलं स्वाति कुब्जं वामनं हुण्डं वा संस्थानं तत्सर्वमपि नास्ति जीवस्य, पुद्गलद्रव्यपरिणाममयत्वे सत्यनुभूतेर्भिन्नत्वात्। यद्वजर्षभनाराचं वजनाराचं नाराचमर्धनाराचं कीलिका असम्प्राप्तासृपाटिका वा संहननं तत्सर्वमपि नास्ति जीवस्य , पुद्गलद्रव्यपरिणाममयत्वे सत्यनुभूतेर्भिन्नत्वात्। यः प्रीतिरूपो रागः स सर्वोऽपि नास्ति जीवस्य, पुद्गलद्रव्यपरिणाममयत्वे सत्यनुभूतेर्भिन्नत्वात्। योऽप्रीतिरूपो द्वेष: स सर्वोऽपि नास्ति जीवस्य, पुद्गलद्रव्यपरिणाममयत्वे सत्यनुभूतेभिन्नत्वात्। यस्तत्त्वाप्रतिपत्तिरूपो मोह: स सर्वोऽपि नास्ति जीवस्य, पुद्गलद्रव्यपरिणाममयत्वे सत्यनुभूतेर्भिन्नत्वात्। ये मिथ्यात्वाविरतिकषाययोगलक्षणा: प्रत्ययास्ते सर्वेऽपि न सन्ति जीवस्य , पुद्गलद्रव्यपरिणाममयत्वे सत्यनुभूतेर्भिन्नत्वात्। यद् ज्ञानावरणीयदर्शनावरणीयवेदनीयमोहनीयायुर्नामगोत्रान्तरायरूपं कर्म तत्सर्वमपि नास्ति जीवस्य, पुद्गलद्रव्यपरिणाममयत्वे सत्यनुभूतेर्भिन्नत्वात्। यत्षट्पर्याप्तित्रिशरीरयोग्यवस्तुरूपं नोकर्म तत्सर्वमपि नास्ति जीवस्य, पुद्गलद्रव्यपरिणाममयत्वे सत्यनुभूतेर्भिन्नत्वात्। यः शक्तिसमूहलक्षणो वर्गः स सर्वोऽपि नास्ति जीवस्य, पुद्गलद्रव्यपरिणाममयत्वे सत्यनुभूतेर्भिन्नत्वात्। या वर्गसमूहलक्षणा वर्गणा सा सर्वापि नास्ति जीवस्य, पुद्गलद्रव्यपरिणाममयत्वे सत्यनुभूतेर्भिन्नत्वात्। यानि मन्दतीव्ररसकर्मदलविशिष्टन्यासलक्षणानि स्पर्धकानि तानि सर्वाण्यपि न सन्ति जीवस्य , पुद्गलद्रव्यपरिणाममयत्वे सत्यनुभूतेभिन्नत्वात्। यानि स्वपरैकत्वाध्यासे सति विशुद्धचित्परिणामातिरिक्तत्वलक्षणान्यध्यात्मस्थानानि तानि सर्वाण्यपि न सन्ति जीवस्य , पुद्गलद्रव्यपरिणाममयत्वे सत्यनुभूतेर्भिन्नत्वात्। यानि प्रतिविशिष्टप्रकृतिरसपरिणामलक्षणान्यनुभागस्थानानि तानि सर्वाण्यपि न सन्ति जीवस्य, पुद्गलद्रव्यपरिणाममयत्वे सत्यनुभूतेर्भिन्नत्वात्। यानि कायवाङ्मनोवर्गणापरिस्पन्दलक्षणानि योगस्थानानि तानि सर्वाण्यपि न सन्ति जीवस्य, पुद्गलद्रव्यपरिणाममयत्वे सत्यनुभूतेभिन्नत्वात्। यानि प्रतिविशिष्टप्रकृतिपरिणामलक्षणानि बन्धस्थानानि तानि सर्वाण्यपि न सन्ति जीवस्य , पुद्गलद्रव्यपरिणाममयत्वे सत्यनुभूतेभिन्नत्वात्। यानि स्वफलसम्पादनसमर्थकावस्थालक्षणान्युदयस्थानानि तानि सर्वाण्यपि न सन्ति जीवस्य , पुद्गलद्रव्यपरिणाममयत्वे सत्यनुभूतेर्भिन्नत्वात्। यानि गतीन्द्रियकाययोगवेदकषायज्ञानसंयमदर्शनलेश्याभव्यसम्यक्त्वसंज्ञाहारलक्षणानि मार्गणास्थानानि तानि सर्वाण्यपि न सन्ति जीवस्य , पुद्गलद्रव्यपरिणाममयत्वे सत्यनुभूतेर्भिन्नत्वात्। यानि Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ સમયસાર સિદ્ધિ ભાગ-૩ प्रतिविशिष्टप्रकृतिकालान्तरसहत्वलक्षणानि स्थितिबन्धस्थानानि तानि सर्वाण्यपि न सन्ति जीवस्य, पुद्गलद्रव्यपरिणाममयत्वे सत्यनुभूतेर्भिन्नत्वात्। यानि कषायविपाकोद्रेकलक्षणानि संक्लेशस्थानानि तानि सर्वाण्यपि न सन्ति जीवस्य , पुद्गलद्रव्यपरिणाममयत्वे सत्यनुभूतेर्भिन्नत्वात्। यानि कषायविपाकानुद्रेकलक्षणानि विशुद्धिस्थानानि तानि सर्वाण्यपि न सन्ति जीवस्य , पुद्गलद्रव्यपरिणाममयत्वे सत्यनुभूतेभिन्नत्वात्। यानि चारित्रमोहविपाकक्रमनिवृत्तिलक्षणानि संयमलब्धिस्थानानि तानि सर्वाण्यपि न सन्ति जीवस्य, पुद्गलद्रव्यपरिणाममयत्वे सत्यनुभूतेर्भिन्नत्वात्। यानि पर्याप्तापर्याप्तबादरसूक्ष्मैकेन्द्रियद्वीन्द्रियत्रीन्द्रियचतुरिन्द्रियसंश्यसंज्ञिपञ्चेन्द्रियलक्षणानि जीवस्थानानि तानि सर्वाण्यपि न सन्ति जीवस्य, पुद्गलद्रव्यपरिणाममयत्वे सत्यनुभूतेर्भिन्नत्वात्। यानि मिथ्यादृष्टिसासादनसम्यग्दृष्टिसम्यग्मिथ्यादृष्ट्यसंयतसम्यग्दृष्टिसंयतासंयतप्रमत्तसंयताप्रमत्तसंयतापूर्वकरणोपशमक क्षपकानिवृत्तिबादरसाम्परायोपशमकक्षपकसूक्ष्मसाम्परायोपशमकक्षपकोपशान्तकषायक्षीणकषायसयोगकेवल्य योगकेवलिलक्षणानि गुणस्थानानि तानि सर्वाण्यपि न सन्ति जीवस्य, पुद्गलद्रव्यपरिणाममयत्वे सत्यनुभूतेर्भिन्नत्वात्। એવા એ ભાવોનું વ્યાખ્યાન છ ગાથાઓમાં કરે છે નથી વર્ણ જીવને, ગંધ નહિ, નહિ સ્પર્શ, રસ જીવને નહીં, નહિ રૂપ કે ન શરીર, નહિ સંસ્થાન, સંહનને નહીં; ૫૦. નથી રાગ જીવને, દ્વેષ નહિ, વળી મોહ જીવને છે નહીં, નહિ પ્રત્યયો, નહિ કર્મ કે નોકર્મ પણ જીવને નહીં; ૫૧. નથી વર્ગ જીવને, વર્ગણા નહિ, સ્પર્ધકો કંઈ છે નહીં, અધ્યાત્મ સ્થાન ન જીવને, અનુભાગસ્થાનો પણ નહીં; પર. જીવને નથી કંઈ યોગસ્થાનો, બંધસ્થાનો છે નહીં, નહિ ઉદયસ્થાનો જીવને, કો માર્ગણાસ્થાનો નહીં; પ૩. સ્થિતિબંધસ્થાન ન જીવને, સંકલેશસ્થાનો પણ નહીં, સ્થાનો વિશુદ્ધિ તણાં ન, સંયમલબ્ધિનાં સ્થાનો નહીં ૫૪. નથી જીવસ્થાનો જીવને, ગુણસ્થાન પણ જીવને નહીં, પરિણામ પુદ્ગલદ્રવ્યના આ સર્વ હોવાથી નક્કી. ૫૫. uथार्थ:- [ जीवस्य ] ®पने [ वर्णः ] [ [ नास्ति ] नथी, [न अपि गन्धः ] गंध ५४॥ नथी,[ रस: अपि न] २स. ५४॥ नथी [च भने[स्पर्श: अपि न] स्पर्श ५४॥ नथी, [ रूपं अपि न ] ३५ ५५ नथी, [न शरीरं] शरी२ ५४ नथी, [ संस्थानं अपि न] संस्थान ५४ नथी, [ संहननम् न] संहनन ५४॥ नथी; [ जीवस्य ] पने [ राग: नास्ति] २०॥ ५४॥ नथी, [ द्वेषः अपि न] द्वेष ५४॥ नथी, [ मोहः] भोड ५४॥ [न एव Page #170 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૫૦ થી ૫૫ ૧૫૭ વિદ્યતે]વિધમાન નથી, [ પ્રત્યયા: નો ] પ્રત્યયો (આસ્રવો ) પણ નથી, [ { 7 ] કર્મ પણ નથી [ ] અને [ નોર્મ અપિ ] નોકર્મ પણ [ તસ્ય નાસ્તિ ] તેને નથી;[ નીવચ] જીવને [ વર્ગ: નાસ્તિ ] વર્ગ નથી, [ વર્તુળા ન] વર્ગણા નથી, [ નિવિદ્ સ્પર્ધાનિ ન વ] કોઈ સ્પર્ધકો પણ નથી,[ અધ્યાત્મસ્થાનાનિનો] અધ્યાત્મસ્થાનો પણ નથી [ વ] અને [ અનુમાનસ્થાનાનિ] અનુભાગસ્થાનો પણ [ન પુવ ] નથી; [ નીવચ ] જીવને [ાનિવિત્ યો સ્થાનાનિ] કોઈ યોગસ્થાનો પણ [7 સન્તિ ] નથી [TM ] અથવા [વન્ધસ્થાનાનિ ન ] બંધસ્થાનો પણ નથી, [૪] વળી [ વ્યસ્થાનાનિ ] ઉદયસ્થાનો પણ [ન વ ] નથી, [ નિવિત્ માર્ગળ સ્થાનાનિ ન ] કોઈ માર્ગણાસ્થાનો પણ નથી; [નીવ૬] જીવને [સ્થિતિવન્ધસ્થાનાનિ નો] સ્થિતિબંધસ્થાનો પણ નથી [વા] અથવા [સંવજ્ઞેશસ્થાનાનિ 7] સંકલેશસ્થાનો પણ નથી, [વિશુદ્ધિસ્થાનાનિ ] વિશુદ્ધિસ્થાનો પણ [ન વ] નથી [વા] અથવા [સંયમનધિસ્થાનાનિ] સંયમલબ્ધિસ્થાનો પણ [નો ] નથી; [૬] વળી [ નીવક્ષ્ય ] જીવને [ નીવસ્થાનાનિ] જીવસ્થાનો પણ [ ન વ ] નથી [ વા ] અથવા [ ગુળસ્થાનાનિ ] ગુણસ્થાનો પણ [7 સન્તિ ] નથી;[ યેન તુ ] કા૨ણ કે [ તે સર્વે] આ બધા [ પુન્નતદ્રવ્યસ્ય]પુદ્ગલદ્રવ્યના પરિણામા: ] પરિણામ છે. - ટીકા:-જે કાળો, લીલો, પીળો, રાતો અથવા ધોળો વર્ણ છે તે બધોય જીવને નથી કા૨ણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની ) અનુભૂતિથી ભિન્ન છે. ૧. જે સુરભિ અથવા દુભિ ગંધ છે તે બધીયે જીવને નથી કા૨ણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી ( પોતાની ) અનુભૂતિથી ભિન્ન છે. ૨. જે કડવો, કષાયેલો, તીખો, ખાટો અથવા મીઠો ૨સ છે તે બધોય જીવને નથી કા૨ણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની ) અનુભૂતિથી ભિન્ન છે. ૩. જે ચીકણો, લૂખો, શીત, ઉષ્ણ, ભારે, હલકો, કોમળ અથવા કઠોર સ્પર્શ છે તે બધોય જીવને નથી કા૨ણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૪. જે સ્પર્ધાદિસામાન્યપરિણામમાત્ર રૂપ છે તે જીવને નથી કા૨ણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની ) અનુભૂતિથી ભિન્ન છે. ૫. જે ઔદારિક, વૈક્રિયિક, આહા૨ક, તૈજસ અથવા કાર્યણ શ૨ી૨ છે તે બધુંય જીવને નથી કા૨ણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૬. જે સમચતુરમ, ન્યગ્રોધપરિમંડળ, સ્વાતિક, કુબ્જક, વામન અથવા હુંડક સંસ્થાન છે તે બધુંય જીવને નથી કા૨ણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૭. જે વજ્રર્ષભના૨ાચ, વજનારાચ, નારાચ, અર્ધનારાચ, કીલિકા અથવા અસંપ્રાપ્તાસૃપાટિકા સંહનન છે તે બધુંય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૮. જે પ્રીતિરૂપ રાગ છે તે બધોય જીવને નથી કા૨ણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૯. જે અપ્રીતિરૂપ દ્વેષ છે તે બધોય જીવને નથી કા૨ણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ સમયસાર સિદ્ધિ ભાગ-૩ હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૧૦. જે યથાર્થ તત્વની અપ્રતિપત્તિરૂપ (અપ્રાસિરૂપ) મોહ છે તે બધોય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૧૧.મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ જેમનાં લક્ષણ છે એવા જે પ્રત્યયો તે બધાય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૧૨. જે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુ, નામ, ગોત્ર અને અંતરાયરૂપ કર્મ છે તે બધુંય જીવને નથી કારણ કે તે પુગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૧૩. જે છ પર્યાસિયોગ્ય અને ત્રણ શરીરયોગ્ય વસ્તુ (-પુગલસ્કંધ) રૂપ નોકર્મ છે તે બધુંય જીવને નથી કારણ કે તે પુગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૧૪. જે કર્મના રસની શક્તિઓના (અર્થાત્ અવિભાગ પરિચ્છેદોના) સમૂહરૂપ વર્ગ છે તે બધોય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૧૫. જે વર્ગોના સમૂહરૂપ વર્ગણા છે તે બધીયે જીવને નથી કારણ કે તે પુગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૧૬. જે મંદતીવ્ર રસવાળાં કર્મદળોના વિશિષ્ટ ન્યાસ (-જમાવ) રૂપ (અર્થાત્ વર્ગણાઓના સમૂહરૂપ) સ્પર્ધકો છે તે બધાય જીવને નથી કારણ કે તે પુદ્ગલ દ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૧૭. સ્વપરના એકપણાનો અધ્યાસ હોય ત્યારે (વર્તતાં), વિશુદ્ધ ચૈતન્યપરિણામથી જુદાપણું જેમનું લક્ષણ છે એવાં જે અધ્યાત્મસ્થાનો તે બધાંય જીવને નથી કારણ કે તે પુગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૧૮. જુદી જુદી પ્રકૃતિઓના રસના પરિણામ જેમનું લક્ષણ છે એવાં જે અનુભાગમસ્થાનો તે બધાંય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૧૯. કાયવર્ગણા, વચનવર્ગણા અને મનોવર્ગણાનું કંપન જેમનું લક્ષણ છે એવાં જે યોગસ્થાનો તે બધાંય જીવને નથી કારણ કે તે પુગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૨૦. જુદી જુદી પ્રકૃતિઓના પરિણામ જેમનું લક્ષણ છે એવાં જે બંધસ્થાનો તે બધાંય જીવને નથી કારણ કે તે પુદગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૨૧. પોતાનું ફળ ઉત્પન્ન કરવામાં સમર્થ કર્મઅવસ્થા જેમનું લક્ષણ છે એવાં જે ઉદયસ્થાનો તે બધાંય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૨૨. ગતિ, ઇંદ્રિય, કાય, યોગ, વેદ, કષાય, જ્ઞાન, સંયમ, દર્શન, લેશ્યા, ભવ્ય, સમ્યકત્વ, સંજ્ઞા અને આહાર જેમનાં લક્ષણ છે એવાં જે માર્ગણાસ્થાનો તે બધાંય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૨૩. જુદી જુદી પ્રકૃતિઓનું અમુક મુદત સુધી સાથે રહેવું તે જેમનું લક્ષણ છે એવાં જે સ્થિતિબંધસ્થાનો તે બધાંય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૨૪. કષાયના Page #172 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૫૦ થી ૧૫ ૧૫૯ વિપાકનું અતિશયપણું જેમનું લક્ષણ છે એવાં જે સંકલેશસ્થાનો તે બધાંય જીવને નથી કારણ કે તે પુગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૨૫. કષાયના વિપાકનું મંદપણું જેમનું લક્ષણ છે એવાં જે વિશુદ્ધિસ્થાનો તે બધાંય જીવને નથી કારણ કે તે પુગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૨૬. ચારિત્રમોહના વિપાકની ક્રમશઃ નિવૃત્તિ જેમનું લક્ષણ છે એવાં જે સંયમલબ્ધિસ્થાનો તે બધાંય જીવને નથી કારણ કે તે પુગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ર૭. પર્યાય તેમ જ અપર્યાય એવાં બાદર ને સૂક્ષ્મ એકેંદ્રિય, વીંદ્રિય, ત્રીદ્રિય, ચતુરિંદ્રિય અને સંજ્ઞી તથા અસંજ્ઞી પંચેંદ્રિય જેમનાં લક્ષણ છે એવાં જે જીવસ્થાનો તે બધાંય જીવને નથી કારણ કે તે પુગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૨૮. મિથ્યાષ્ટિ, સાસાદન સમ્યગ્દષ્ટિ, સમિથ્યાષ્ટિ, અસંયતસમ્યગ્દષ્ટિ, સંયતાસંયત, પ્રમત્તસંયત, અપ્રમત્તસંયત, અપૂર્વકરણ-ઉપશમક તથા ક્ષપક, અનિવૃત્તિ બાદરસાંપરા-ઉપશમક તથા ક્ષપક, સૂક્ષ્મસાપરાય-ઉપશમક તથા ક્ષપક, ઉપશાંતકષાય, ક્ષીણકષાય, સયોગકેવળી અને અયોગકેવળી જેમનાં લક્ષણ છે એવાં જે ગુણસ્થાનો તે બધાંય જીવને નથી કારણ કે તે પુગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૨૯. (આ પ્રમાણે આ બધાય પુગલદ્રવ્યના પરિણામમય ભાવો છે; તે બધા, જીવના નથી. જીવ તો પરમાર્થે ચૈતન્યશક્તિમાત્ર છે.) ગાથા ૫૦ થી ૫૫ ઉપરનું પ્રવચન जीवस्स णत्थि वण्णो ण वि गंधो ण वि रसो ण वि य फासो। ण वि रूवं ण सरीरं ण वि संठाणं ण संहणणं ।।५० ।। जीवस्स णत्थि रागो ण वि दोसो णेव विज्जदे मोहो। णो पच्चया ण कम्मं णोकम्मं चावि से णत्थि ।।५१।। जीवस्स णत्थि वग्गो ण वग्गणा णेव फड्ढया केई। णो अज्झप्पट्ठाणा व य अणुभागठाणाणि।।५२ ।। जीवस्स णत्थि केई जोयट्ठाणा ण बंधठाणा वा। णेव य उदयट्ठाणा ण मग्गणट्ठाणया केई।।५३ ।। णो ठिदिबंधट्ठाणा जीवस्स ण संकिलेसठाणा वा। णेव विसोहिट्ठाणा णो संजमलद्धिठाणा वा।।५४ ।। णेव य जीवट्ठाणा ण गुणट्ठाणा य अस्थि जीवस्स। जेण दु एदे सव्वे पोग्गलदव्वस्स परिणामा।।५५।। એ તો પુદગલના પરિણામ છે આહાહાહા ! નથી વર્ણ જીવને, ગંધ નહિ, નહિ સ્પર્શ, રસ જીવને નહીં, Page #173 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ ભાગ-૩ નહિ રૂપ કે ન શરીર નહિ સંસ્થાન સંહનને નહીં. ૫૦ નથી રાગ જીવને, દ્વેષ નહિ, વળી મોહ જીવને છે નહીં, નહિ પ્રત્યયો, નહિ કર્મ કે નોકર્મ પણ જીવને નહીં. ૫૧ નથી વર્ગ જીવને, વર્ગણા નહિ સ્પર્ધકો કંઈ છે નહીં, અધ્યાત્મસ્થાન ન જીવને, અનુભાગસ્થાનો પણ નહીં. ૫૨ જીવને નથી કંઈ યોગસ્થાનો બંધસ્થાનો છે નહીં, નહિ ઉદયસ્થાનો જીવને કો માર્ગણાસ્થાનો નહીં. ૫૩ સ્થિતિ બંધસ્થાન ન જીવને સંકલેશસ્થાનો પણ નહીં, સ્થાનો વિશુદ્ધિતણાં ન સંયમલબ્ધિના સ્થાનો નહીં. ૫૪ નથી જીવસ્થાનો જીવને, ગુણસ્થાન પણ જીવને નહીં, પરિણામ પુદ્ગલદ્રવ્યના આ સર્વ હોવાથી નક્કી.૫૫. આ છ ગાથા અમારા નારાયણભાઈ કહેતા ઉકરડો ઓગણત્રીસ બોલનો ઉકરડો કહેતા. આહાહાહા ! ૧૬૦ ટીકાઃ- જે કાળો, લીલો, પીળો, રાતો ને ધોળો એ વર્ણ છે. છે તો એ વર્ણની પર્યાયો. વર્ણ જે છે તેની આ પર્યાય છે. રંગ જે ગુણ છે તેની આ પાંચ પર્યાયો છે, તે બધોય જીવને નથી. ધોળો વર્ણ છે એ પર્યાય છે, રૂપાળું ધોળું શરીર છે એ વર્ણ ગુણ નથી. એ વર્ણ ગુણની ધોળી પર્યાય છે તે એ વર્ણ ગુણની ધોળી, આ ઘઉંવર્ણે શરીર ને એમ નથી કહેતા, લાલ હોય તો, ધોળું હોય તો એમાં કાળું હોય તો કહે એની મા(માતા ) કાળી માટે એના વર્ષે થયો. એનો બાપ ધોળો માટે એના વર્ષે થયો. એમ કહે છે માણસો એ બધી વર્ણ ગુણની પર્યાય છે. આહાહાહા ! તે બધોય જીવને નથી. કા૨ણકે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી ભાષા દેખો, પુદ્ગલદ્રવ્યના પરિણામ હોવાથી એમ નહિ. અમૃતચંદ્રાચાર્ય ! કુંદકુંદાચાર્યે કીધું કે પોગ્ગલદવસ પરિણામ એનો હેતુ કાઢયો અંદરથી એ તો પુદ્ગલ પરિણામમય હોવાથી, ભગવાન ચૈતન્યસ્વરૂપથી એ તો ભિન્ન છે, એ પુદ્ગલમય છે પુદ્ગલમય અભેદ છે પુદ્ગલથી. આ ભેદજ્ઞાન કરાવ્યું. આહાહા! એને ઠેકાણે હું રૂપાળો છું ને, હું કાળો છું ને, હું ઘઉંવર્ણે છું ને, એ તો પુદ્ગલના છે પરિણામ, એને તું તારા માને છો, શું કહે છે આ તને ? હું મારી મા (માતા ) ને વર્ષે આવ્યો છું, મોટો ભાઈ બાપને વર્ષે આવ્યો છે, એમ કહે છે લોકો. એની મા ( માતા ) ઘઉંવર્ણો હોયને એ વર્ષે એ થયો હોય એનો બાપ ધોળો હોય તો એના વર્ષે એ થયો હોય, કહે અમારે, કોણવર્ણ બાપા. એ પર્યાય બધી વર્ણ ગુણની એ દશાઓ છે. એ તારી નહીં, તારામાં નહીં, તેમાં તું નહિ. આહાહાહા! “પોતાની અનુભૂતિથી ભિન્ન છે” ભાષા દેખો, દ્રવ્યથી ભિન્ન એ આ અનુભવ કર્યો ત્યારે એનાથી એ ભિન્ન છે એમ. આમ ભિન્ન ભિન્ન છે એમ નહિ. એ કાળી, રાતી, પીળી, ધોળી પર્યાય એ પુદ્ગલમય છે, એનાથી આત્મા ભિન્ન છે, અને અનુભૂતિથી ભિન્ન છે. વર્તમાન તેનો અનુભવ કરતા તેનાથી તે ભિન્ન છે. દ્રવ્યથી તો ભિન્ન છે, પણ અનુભવ કરતાં તેનાથી પણ એ ચીજ ભિન્ન Page #174 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૫૦ થી ૫૫ છે. હજી આગળ તો વધારે આવશે. આહાહાહા ! અનુભૂતિ અતીન્દ્રિય આનંદનો અનુભવ એવી અનુભૂતિની દશાથી આંહીં ઓલી દશાઓ કીધી છે ને ? વર્ણની દશા પર્યાય કીધી છે, શું કીધું ? વર્ણની પર્યાયો કીધી છે, કાળો, ધોળો આદિ તો એ પર્યાય દ્રવ્યની અનુભૂતિની પર્યાયથી તે ભિન્ન છે. આહાહા ! સમજાણું કાંઈ ? વર્ણ ‘ગુણ’ છે, એની આ કાળો, લીલો, પીળો, રાતો, ધોળો એ પર્યાય છે, ત્યારે એ પર્યાયો, વર્ણની પર્યાયો છે, ત્યારે એને ભિન્ન છે એમ ક્યારે થાય ? કે ભગવાન આત્મા પોતાની અનુભૂતિની પર્યાયમાં જ્યારે આવે, એ વર્ણના ગુણની પાંચ પર્યાય છે, એનાથી ભગવાન ભિન્ન છે. કેમ ? કે એ અનુભૂતિથી ભિન્ન છે. એ પર્યાયથી વર્ણની પર્યાયથી ભગવાન આત્માની અનુભૂતિ છે એ પર્યાય એનાથી એ પર્યાય ભિન્ન છે, એ ભિન્ન છે એમ અનુભવ થયો, ત્યારે ભિન્ન છે એમ કહેવામાં આવ્યું એમ કહે છે. સમજાણું કાંઈ ? એમ વર્ણની પર્યાય મા૨ી નથી ને એમ ધારી રાખ્યું છે, એ વસ્તુ નહિ એમ કહે છે. આહાહાહા ! ૧૬૧ એ વીતરાગ ત્રિલોકનાથ જિનેશ્વરદેવની અનુભૂતિની દશા અને પર્યાય બે ભિન્ન છે દ્રવ્યથી ભિન્ન છે, પણ દ્રવ્યથી ભિન્ન એ અનુભવ કર્યા વિના ભિન્ન છે એમ ક્યાંથી આવ્યું કહે છે. સમજાણું કાંઈ ? આ વર્ણ ગુણની પાંચ પર્યાય એ ગુણની પર્યાય છે, પણ એ આત્માથી ભિન્ન છે એ ક્યારે જણાય ? કે આત્મા અનુભૂતિ કરે ત્યારે અનુભૂતિની પર્યાયથી તે પર્યાય ભિન્ન છે. જેમ વર્ણ ગુણની પાંચ પર્યાય, એમ ભગવાન આત્માની અનુભૂતિની પર્યાય એનાથી તે પ્રભુની અનુભૂતિની પર્યાયથી તે વર્ણની પર્યાય, વર્ણ ગુણની પર્યાય, દ્રવ્યની અનુભૂતિની પર્યાયથી તે વર્ણની પર્યાય ભિન્ન છે. આહાહા ! ચંદુભાઈ ! આવી વાતું છે. શ૨ી૨નું થાવું હોય તે થાય, એ તો થયા જ ક૨શે કહે છે. તું તારું કર, તું તારું સંભાળ. ઓહો ! શું ટીકા. એકકો૨ વર્ણગુણ એની પાંચ પર્યાય, એકકોર ભગવાન આત્મા એની અનુભૂતિની પર્યાય, ત્યારે એ ભિન્ન છે એમ થયું. સમજાણું કાંઈ ? છે ને ? આ તો સંતોની વાણી બાપા એ કાંઈ. આહાહાહા ! શું કહ્યું ઈ સમજાણું ? જેમ એ વર્ણ ગુણ સામાન્ય છે, એની આ કાળો, લીલો, પીળો, રાતો એ વિશેષ પર્યાયો છે, પણ એ ભિન્ન છે એ ક્યારે ખ્યાલમાં આવે ? કે આત્મા જે સામાન્ય દ્રવ્ય છે, તેનો વિશેષ અનુભૂતિ કરે ત્યારે તે ભિન્ન છે તેમ અનુભવ સાચો થાય. શું એ સમયસા૨! શું એની ગાથાઓ ! વર્ણ ગુણની પર્યાયો પાંચ ભિન્ન છે, ભિન્ન છે, એમ ભિન્ન પડયા વિના ભિન્ન છે એમ ક્યાંથી તને ખ્યાલ આવ્યો કહે છે. ભગવાન આત્મા દ્રવ્ય નામ વસ્તુએ તો સામાન્ય છે ત્રિકાળ, એનો અનુભવ જ્યારે થયો, તેને અનુસરીને દ્રવ્યની પર્યાય જે શુદ્ધ અનુભૂતિ થઈ, એ અનુભૂતિની પર્યાયથી એ વર્ણની પાંચ પર્યાયો જુદી છે. એ બધી પુદ્ગલની પર્યાયો છે, ત્યારે અનુભૂતિ એ ભગવાન આત્માની શુદ્ધ પર્યાય છે. આહાહાહા ! હવે આવો ઉપદેશ હવે સાંભળવો કઠણ પડે. આખો દિ' ધંધા, ધંધા, ધંધા નથી કીધું ઓલાએ કે માળા વાણીયાને આ જૈન ધર્મ મળ્યો, ને વાણીયા વેપારમાં ગુંચાઈ ગયા છે, એય ચીમનભાઈ ! ઓલો જાપાનનો ઐતિહાસિક છે, મોટો ઐતિહાસિક છોકરોય માળો એવો લાગે છે બેય એવા જૈન “અનુભૂતિ” કીધી ને ? એ જૈન ધર્મ અનુભૂતિસ્વરૂપ છે એમ કહ્યું છે એણે. છાપામાં આવ્યું’તું મોટો લેખ, પણ આ જૈન (ધર્મ ) મળ્યો માળો વાણીયાને અને વાણીયા Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ સમયસાર સિદ્ધિ ભાગ-૩ વેપારમાં ઘુસી ગયા આખો દિ' આ ને આ ને, આ વેપાર કરવાને નવરા નથી. આ વેપાર એટલે અનુભૂતિ, આત્માનો વેપાર એ છે. એક બોલ થયો. બીજો બોલ હવે સુરભિ અથવા દૂરભિ ગંધ, ગંધ છે એ સામાન્ય છે અને સુરભિ-દૂરભિ એ એની વિશેષ પર્યાયો છે. ગંધ જે છે એ ગુણ છે, પુદ્ગલનો એ ગુણ છે, અને એ ગુણની સુરભિ ને દૂરભિ, સુગંધ ને દુર્ગધ એ ગંધ ગુણની પર્યાય છે, પુદ્ગલનો ગંધ ગુણ, જેમ પુદગલનો વર્ણ ગુણ એની પાંચ પર્યાયો એમ ભગવાન આત્માનો આનંદગુણ, જ્ઞાનગુણ ત્રિકાળી, એની અનુભૂતિ તે એની પર્યાય છે. આહાહા ! સમજાણું કાંઈ ? એ સુરભિ અને દૂરભિ એ પર્યાય છે. કોની? ગંધની, ગંધ ગુણ છે એને સુગંધ અને દુર્ગધ એ પર્યાય છે. ગંધ ગુણ છે એ પુદ્ગલનો ગુણ છે, અને એની પર્યાય છે એ સુગંધ ત્રણેય આવી ગયું એમાં, પુગલદ્રવ્ય એનો ગુણ ગંધ એની પર્યાય સુરભિ ને દૂરભિ, સુગંધ ને દુર્ગધ તે બધીયે જીવને નથી. કારણકે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી એ તો પુદ્ગલ દ્રવ્યના પરિણામમય હોવાથી પુદ્ગલ એનો ગંધ ગુણ એની સુગંધ-દુર્ગધ એ પર્યાય એ પુગલપરિણામમય છે, એનાથી જુદી નથી, પરિણામમય છે. તે અનુભૂતિથી ભિન્ન છે, તે દ્રવ્ય વસ્તુ, એનો આનંદ જ્ઞાન આદિ ગુણ એની વર્તમાન શ્રદ્ધા ને અનુભવ આદિ એની પર્યાય. આહાહા ! સમજાણું કાંઈ? દ્રવ્ય, ગુણ, પર્યાય ત્રણેય સમાડી દીધા. ગજબ વાતું છે બાપા. આહાહા ! ભગવાન આત્મા દ્રવ્ય, એનો જ્ઞાન આનંદ આદિ ગુણ, એની અનુભૂતિ જ્ઞાનની પર્યાય, આનંદની પર્યાય, શ્રદ્ધાની પર્યાય, શાંતિની પર્યાય, ચારિત્રની પર્યાય એ બધી અનુભૂતિ પર્યાય છે, એ પુદ્ગલ દ્રવ્ય, ગુણ ને પર્યાય એનાથી ભગવાન દ્રવ્ય, ગુણ ને અનુભૂતિની પર્યાયથી તે ભિન્ન છે. આવું છે. આહાહાહા ! પછી “રસ', રસ, રસ છે એ ગુણ છે પુદ્ગલ દ્રવ્યનો, પુદ્ગલ વસ્તુ છે તેનો રસ એ ગુણ છે, તેની પાંચ પર્યાય છે. કડવો, એ કડવો એ ગુણ નથી એ રસની પર્યાય છે કષાયલો, તુરો, તુરો કહે છે ને, એ રસગુણની પર્યાય છે. પુદ્ગલદ્રવ્ય છે એનો રસ ગુણ છે એની આ કષાયલો એ પર્યાય છે. તીખો, તીખો ગુણ નથી, રસ ગુણ છે એની તીખી એ પર્યાય છે. ખાટો, ખાટો એ રસ ગુણની એક પર્યાય છે અને મીઠો આ ગોળ મીઠો, સાકર મીઠી, મેસુબ મીઠો, કેરી મીઠી એ બધી પર્યાય રસ ગુણની પર્યાય છે તે બધોય જીવને નથી, કારણકે તે પુગલદ્રવ્યના પરિણામમય હોવાથી એ તો પુદ્ગલદ્રવ્યના પરિણામ છે, પુદ્ગલદ્રવ્ય છે, એનો રસ ગુણ છે અને એની એ પર્યાય છે એટલે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી એની હારે અભેદ છે. આહાહા ! સમજાણું કાંઈ ? આ સમયસાર! મીઠાલાલજી! બાપુ સમયસાર એટલે શું? સાક્ષાત્ ત્રણલોકના નાથ એની દિવ્યધ્વનિનો આ સાર છે. એને સમજવા માટે ઘણી નિવૃત્તિ જોઈએ, ભાઈ કેમકે એ રાગથી પણ નિવૃત્ત સ્વરૂપ છે એ પ્રભુ. આહાહાહા ! એને કહે છે, કે રસની જે પર્યાય છે પાંચ મીઠી, ખાટી, ગળી, લાગે છે ને? એ તો જડની પર્યાય છે, એ જીવ તેને અડતો નથી, ફક્ત જાણવામાં આવે છે, ત્યાં એને એમ લાગે છે કે આ મીઠો આ છે, એ તો જ્ઞાન થાય છે, અને આ ઠીક છે, ત્યાં તો રાગ થાય છે, એ રાગ પણ જીવની પર્યાય નથી. મીઠી જે મીઠું ખ્યાલમાં આવી Page #176 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૫૦ થી ૧૫ ૧૬૩ સાકર, ગોળ. જ્ઞાનમાં ખ્યાલમાં આવ્યું કે મીઠું એ મીઠું પોતે જ્ઞાનમાં આવતું નથી, મીઠાશને આ જ્ઞાનની પર્યાય અડતીય નથી, ફક્ત મીઠાશને જાણતાં જ્ઞાન જાણે છે કે આ મીઠાશ છે. એને પછી રાગ થાય છે કે આ બહુ સારુ છે, એ રાગ છે એ રાગ ને મીઠી પર્યાય એનાથી ભગવાન આખો ભિન્ન છે. છે? એ પોતાની અનુભૂતિથી ભિન્ન છે આત્મા અને એનો આનંદરસ, એ સામાન્ય, આત્મા અને આનંદરસ સામાન્ય, એની અનુભૂતિની વિશેષ રસ પર્યાય એનાથી એ પર્યાયો ભિન્ન છે. આવું ભેદજ્ઞાન કરાવ્યું છે. તારું સ્વરૂપ પ્રભુ દ્રવ્યથી ભિન્ન છે પણ દ્રવ્યથી ભિન્ન છે એવું જાણ્યું કોણે જાણનારની પર્યાય અનુભુતિ થઈ એને જાણ્યું કે આ ભિન્ન છે. આહાહાહા! પ્રવચન નં. ૧૨૭ ગાથા ૫૦ થી પ૫ તા. ૪/૧૧/૭૮ શનિવાર કારતક સુદ-૪ સમયસાર, (ગાથા ૫૦ થી પ૫) ચોથો બોલ છે. ત્રણ બોલ આવી ગયા, ટીકા, ટીકાનો ચોથો બોલ બાકી છે. ચીકણો નહીં? ચીકણા, શું કહે છે. સૂક્ષ્મ અધિકાર છે. (ગાથા-૫૦ થી પ૫ ટીકાનો બોલ – ૪.) જે ચીકણો, લૂખો, શીત, ઉષ્ણ, ભારે, હલકો, કોમળ અથવા કઠોર સ્પર્શ છે તે બધોય જીવને નથી કારણકે તે પુદ્ગલ દ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે.) આ આત્મા છે આત્મા! એ અનંત અનંત ગુણનો પિંડ વસ્તુ છે. અને જે અનંત ગુણ છે એ એની શક્તિ, એનું સત્ત્વ, એના ભાવ છે. અને જ્યારે એનો (આત્માનો) અનુભવ થાય છે, ત્યારે જ આ રાગ – ચીકાશ, સ્પર્શ, વર્ણ, રંગ, ગંધ આદિથી ભગવાન આત્મા ભિન્ન છે. તો જ્યારે પોતાનો અનુભવ થાય છે, તો પુગલદ્રવ્ય જે છે એનો સ્પર્શ નામનો ગુણ છે – ચોથો બોલ ચાલે છે. પુદગલ દ્રવ્ય છે, એનો સ્પર્શ નામનો ગુણ છે, એની આઠ (પ્રકારે) પર્યાય થાય છે, એ આત્મામાં નથી. જે ચીકાશ છે – ચીકાશ એ ગુણ નથી, ચીકાશ એ સ્પર્શગુણની પર્યાય છે, પર્યાય નામ અવસ્થા છે. ચીકાશ લૂખાશ એ પણ સ્પર્શગુણની લૂખ્ખી એક પર્યાય છે. ગુણ નથી. ગુણ તો સ્પર્શ છે. અને ઠંડા એ પણ સ્પર્શગુણની પર્યાય છે, ગરમ પણ પર્યાય છે, ભારે એ પણ સ્પર્શગુણની પર્યાય છે, હલકી – કોમળ ને કઠોર એ સ્પર્શ છે એ સર્વેય જીવના નથી. સમજાણું કાંઈ ? જીવ, એ સ્પર્શને ક્યારે ય અડયો જ નથી. પોતાના દ્રવ્ય - ગુણ ને પર્યાયને આત્મા સ્પર્શે છે – ચૂંબે છે – અડે છે પણ પરદ્રવ્ય કે ગુણ કે પર્યાયને ક્યારે ય અડતો નથી. સમજાણું કાંઈ? એ ત્રીજી ગાથામાં આવી ગયું છે. સમયસાર ત્રીજી (ગાથા) પોતાનો આત્મા પોતાના દ્રવ્ય - ગુણ – પર્યાયને ચૂંબે છે નામ સ્પર્શે છે – અડે છે પણ પરદ્રવ્ય – કર્મને – શરીરને (કોઇ પર વસ્તુને) ચુંબતો નથી – સ્પર્શતો નથી- અડતો નથી. અનંતકાળમાં આત્મા પરદ્રવ્ય – કર્મને – શરીરને ચુંબતો નથી- અડતો નથી- સ્પર્શતો નથી, કેમ કે તે તો પરદ્રવ્ય છે. અને પારદ્રવ્યનો પોતાની પર્યાયમાં અભાવ છે – પર દ્રવ્યના દ્રવ્ય - ગુણ – પર્યાયનો ( આત્મામાં) અભાવ છે. પણ એનો અભાવ છે એમ અનુભવમાં ક્યારે આવે છે? એ કહે છે કે એ ચીકાશાદિ જીવના નથી. કેમ કે એ પુદગલદ્રવ્યના પરિણામમય હોવાથી, જરી સૂક્ષ્મ વાત છે. Page #177 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ ભાગ-૩ પુદ્ગલ જે જડ પુદ્ગલ છે એ દ્રવ્ય છે. અને એમાં સ્પર્શગુણ છે. એ ગુણ છે એમાં ચીકાશ આદિ પર્યાય છે. તો ( એમ ) દ્રવ્ય – ગુણ – ને પર્યાય ત્રણે પુદ્ગલમય છે. આહાહાહા ! એ આત્મામાં છે જ નહીં, પણ આત્મામાં છે નહીં ક્યારે ? એનું (આત્માનું) ભાન થાય છે (ત્યારે ) એ કહે છે. આહાહા ! એ પુદ્ગલદ્રવ્યના હોવાથી પોતાની અનુભૂતિથી ભિન્ન છે. આ આત્મા જે દ્રવ્ય છે એથી તો એ ભિન્ન છે, પણ ભિન્ન ક્યારે અનુભવમાં આવે છે ? સમજાણું કાંઈ ? સૂક્ષ્મ છે વિષય ! ૧૬૪ જેમ સ્પર્શગુણ પુદ્ગલનો છે, પુદ્ગલ દ્રવ્ય છે અને સ્પર્શ તેનો ગુણ છે ચીકાશ આદિ પર્યાય છે ( એમ ) હવે આત્મામાં, આત્મા દ્રવ્ય છે, એના જ્ઞાન આનંદ આદિ ગુણ છે અને એની અનુભૂતિ એ તેની પર્યાય છે. અનુભૂતિ નામ આત્મા આનંદમૂર્તિ પ્રભુ આત્મા છે, એનો સમ્યગ્દર્શનના કાળમાં એનો અનુભવ થાય છે. તો એ આનંદનું વેદન થાય છે, એ અનુભૂતિ કહેવામાં આવે છે. એને સમ્યગ્દર્શન કહો, અનુભૂતિ કહો, સ્વરૂપ આચરણ કહો... આત્મા (શાંત સ્વભાવી ) શાંતિ જે સ્વભાવમાં હતી એ પર્યાયમાં વ્યક્ત થઈ એને અનુભૂતિ કહે છે. ઝીણો વિષય ભાઈ ! આહાહા ! ભગવાન આત્મામાં અહીં છ બોલ લેવા છે. એક પુદ્ગલદ્રવ્ય જડ, એનો સ્પર્શગુણ અને એની ચીકાશ લૂખી આદિ પર્યાય, એ ત્રણેય આત્માથી ભિન્ન છે. ક્યારે? આહાહા ! કે અનંત ગુણનો પિંડ પોતાનો ભગવાન આત્મા, એમાં અનંતગુણ છે, એવી અંતર્દષ્ટ થાય છે ત્યારે જે પર્યાયમાં અનુભૂતિ થાય છે, ત્યારે એને ભિન્ન છે એવું અનુભવમાં આવ્યું. પંડિતજી ? આવી વાત છે, ભગવાન વાત તો એવી ચીજ છે. આહાહાહા ! ભગવાન આત્મા ! ( ઓહોહો !) ભગવાન કુંદકુંદાચાર્ય દિગમ્બર સંત ! પંચપરમેષ્ઠિમાં આચાર્ય ( પદમાં ) એ પંચ૫૨મેષ્ઠિમાં આચાર્ય હતા. અને તેની ટીકા કરવાવાળા અમૃતચંદ્રાચાર્ય તે પણ પંચ૫૨મેષ્ઠિમાં આચાર્ય હતા. જેમને સંત કહેવામાં આવે છે, સંત એને કહીએ કે જેમને પ્રચૂર સ્વસંવેદન આનંદની મહોરછાપ હોય અંદ૨માં... પાંચમી ગાથામાં આવ્યું છે. કુંદકુંદાચાર્ય કહે છે અમારો વૈભવ શું છે? આ જગતના વૈભવ માને છે પૈસા – ધૂળ ને શ૨ી૨ને એ તો ધૂળ છે એ વૈભવ અમારો નહીં અમારો વૈભવ આત્મા કુંદકુંદાચાર્ય કહે છે. હું ( ચૈતન્ય ) દ્રવ્ય – ગુણ છું – હું અનંતગુણ છું અને એનો આશ્રય કરીને મારી જે અનુભૂતિ - પ્રચૂર સ્વસંવેદન પ્રગટયું. સમ્યગ્દર્શનમાં આનંદનો સ્વાદ આવે પણ થોડો – થોડો, સમ્યગ્દર્શન જે ધર્મની પહેલી સીડી, ધર્મની પહેલ – શરૂઆત, પહેલી કહે છે ને ! પહેલી શરૂઆતમાં ધર્મની ( જે ) દશા પ્રગટ જ્યારે થાય છે ત્યારે તો પહેલાં અતીન્દ્રિય આનંદનું વેદન પર્યાયમાં અનુભવમાં જે અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે. એ સ્વાદ પર્યાય છે. આનંદ એ ગુણ છે અને દ્રવ્ય જે આનંદાદિ ધ૨ના૨ો દ્રવ્ય છે. સમજાણું ? તો.... આત્મા દ્રવ્ય છે, વસ્તુ આ પૈસા (રૂપિયા ) દ્રવ્ય એ નહીં, હોં ! ‘દ્રવતિ ઈતિ દ્રવ્યમ્ ’ – જે દ્રવે છે – જે વસ્તુ કાયમ રહીને પર્યાયથી દ્રવે છે પરિણમે છે. એ દ્રવ્યઆત્મા જેણે દૃષ્ટિમાં લીધું તો દ્રવ્યમાં જે આનંદ જે ગુણ છે એ પર્યાયમાં – અનુભૂતિ તરીકે આનંદનો અનુભવ થયો, તો એ દ્રવ્ય – ગુણ ને પર્યાય ત્રણેય આત્માના છે. વચ્ચે જે રાગાદિ દયા-દાન Page #178 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૫૦ થી ૫૫ ૧૬૫ આદિ વિકલ્પ જે ઊઠે છે એ વિકાર છે. એનાથી ભગવાન આત્મા ભિન્ન છે. પણ ભિન્ન ક્યારે થાય છે કે દ્રવ્યની અનુભૂતિ કરે ત્યારે, ભિન્ન થાય છે, ભિન્ન છે એવું જ્ઞાન થાય છે. ઝીણી વાત છે પ્રભુ! મારગ વીતરાગ - જૈન પરમેશ્વર ત્રિલોકનાથ (તીર્થકર દેવ) બિરાજે છે મહાવિદેહમાં સીમંધર પ્રભુ! ત્યાં ગયા હતા કુંદકુંદાચાર્ય સંવત ૪૯, બે હજાર વર્ષ પહેલાં ત્યાં ગયા હતા. આઠ દિવસ ત્યાં રહ્યા ને તેમને લબ્ધિ હતી ચાર તસુ જમીનથી ઊંચે ચાલવાની. ૮ દિવસ મહાવિદેહમાં રહ્યા ને ત્યાંથી આવીને આ શાસ્ત્ર બનાવ્યા. આહાહાહા ! એ શાસ્ત્ર બનાવ્યા એના પછી હજાર વર્ષ પછી એક અમૃતચંદ્ર આચાર્ય થયા, એમણે આ ટીકા બનાવી છે. બન્ને સંત હતા, બન્ને પંચપરમેષ્ઠિમાં અનુભૂતિનો વૈભવ – આનંદનો વૈભવ (પ્રચૂર સ્વસંવેદન) દશા અંદર જેમને પ્રગટ થઈ હતી. અતીન્દ્રિય આનંદની મહોરછાપ જેમની... જેમ ( પોષ્ટ) કાર્ડમાં મહોરછાપ લગાવે છે ને, કવર ઉપર પાડે છે એમ મુનિદશામાં પ્રચૂર અતીન્દ્રિય આનંદની મહોરછાપ પડે છે. આહાહા ! સમજાણું કાંઈ...? અહીંયા તો હજી અનુભૂતિની વાત ચાલે છે. એનાથી (મુનિથી) નીચલા દરજજાની વાત - મુનિના દરજ્જાથી અનુભૂતિની ચીજ ચોથા ગુણસ્થાનમાં નીચેની ચીજ છે. સમ્યગ્દર્શનની જ્યારે ઉત્પત્તિ થાય છે ત્યારે તેની દૃષ્ટિ દ્રવ્ય ઉપર જાય છે. જ્ઞાયક ચિદાનંદ! નિમિત્તથી પણ હઠીને, રાગ – દયા – દાન - વ્રત – ભક્તિ આદિનો રાગ, એનાથી પણ હઠીને, પર્યાયથી પણ હઠીને ત્રિકાળ જ્ઞાયક ઉપર દૃષ્ટિ જાય છે. સમજાણું કાંઈ? ત્યારે એને સમ્યગ્દર્શન થાય છે, અને ત્યારે તેને અનુભૂતિ થાય છે આનંદની. ત્યાંથી ધર્મની શરૂઆત થાય છે, અહીંયા આ વાત છે. પ્રભુ! (આત્મા) એ અનુભૂતિથી ભિન્ન છે કહ્યું ને! કેમ એવું કહ્યું? આ તો ટીકા ગંભીર છે! ચીકાશ આદિ એ સર્વ જીવના નથી, કેમ કે પુદગલ દ્રવ્યના પરિણામમય – પરિણામમય એમ કહ્યું. કેમ?કે જે ચીકાશ - લૂખાશ આદિ જે પર્યાય છે એ પુદગલદ્રવ્યના પરિણામવાળા (એમ) નહીં (પરંતુ ) પરિણામમય – અભેદ છે એ સ્પર્શગુણાદિ છે. એની ચીકાશ – લૂખાશ (આદિ) જે છે એ પુદ્ગલદ્રવ્યના પરિણામમય (એટલે કે ) એની સાથે અભેદ છે. આહાહા! અને આત્મામાં આત્માની અનુભૂતિ છે એ આત્મદ્રવ્ય સાથે અભેદ છે. ઝીણી વાત છે ભાઈ ! આ તો સમયસાર છે, આ તો ત્રણલોકના નાથ જિનેશ્વરદેવ એમની દિવ્યધ્વનિ (છે) એ સાંભળીને આવ્યા કુંદકુંદાચાર્ય, (તેઓ) સંત હતા – મુનિ (રાજ) હતા ભાવલિંગી ! એ પ્રભુ (તીર્થકર સીમંધરનાથ) પાસે ગયા. ભગવાન તો (મહાવિદેહમાં) બિરાજે છે. અત્યારે (વર્તમાન) બિરાજે છે. સંવત (૪૯) બે હજાર વર્ષ પહેલાંની વાત છે. સમજાણું કાંઈ ? (આનો આધાર) જયસેન આચાર્યની ટીકામાં છે – સંસ્કૃત ટીકા છે ને! સમયસાર (ટીકા) જયસેન આચાર્યની (તેમાં આધાર છે) કે ભગવાન (કુંદકુંદ) ત્યાં ગયા હતા અને (એક) બીજું દર્શનસારમાં છે, એક દેવસેનાચાર્ય થયા, એનું દર્શનસાર ( ગ્રંથ) પુસ્તક છે નાનું, ત્યાં શ્લોક છે કે એ પ્રભુ કુંદકુંદાચાર્ય મહાવિદેહમાં જઈને આ જે વસ્તુ (તત્ત્વજ્ઞાન) અમને આપ્યું, જો ન આપ્યું હોત તો અમને મુનિપણું શી રીતે પ્રાપ્ત થાત ! એમના દર્શનસારમાં છે, દર્શનસાર પુસ્તક ( અત્યારે) અહીં નથી, રાત્રે કાઢયું” તું કાલ, અહીંયા તો બધા હજારો પુસ્તક છે. આહાહા ! એ કુંદકુંદાચાર્ય ભગવાન સંત હતા ભાવલિંગી – અનુભવી આનંદના વેદવાવાળા Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ સમયસાર સિદ્ધિ ભાગ-૩ - (આત્મ) વૈભવ પોતાના અંતરમાં પ્રગટ થયો હતો, તેઓ ત્યાં ગયા હતા. અહોહો! સાક્ષાત્ ભગવાન (સીમંધરપ્રભુ) ના દર્શન કર્યા, કેટલું” ક સમાધાન શ્રુતકેવળી પાસેથી કર્યું (ત્યાં) શ્રુતકેવલી (ઓ) બિરાજે છે ને અત્યારે! આ તો બે હજાર વર્ષ થયાં..! અત્યારે ભગવાન બિરાજે છે – વર્તમાન બિરાજે છે. આયુષ્ય ક્રોડપૂર્વનું છે પાંચસે ધનુષનો દેહ છે – બે હજાર હાથ, ભગવાન મનુષ્યપણે વર્તમાન (હસહિત) બિરાજે છે. (કુંદકુંદાચાર્યે) ત્યાંથી આવીને આ ટીકા (સમયસાર આદિ ગ્રંથ) બનાવ્યા, ટીકા અમૃતચંદ્રાચાર્ય બનાવી, તો (તેઓશ્રી) કહે છે, પ્રભુ ! એક વાર સાંભળતો ખરો ! ભગવાન તરીકે જ બોલાવે છે (સૌ જીવને) ૭૨ ગાથામાં આવ્યું છે... ભગવાન આત્મા! એમ જ કહે છે. ૭૨ ગાથામાં છે કે પુણ્ય ને પાપના ભાવ, દયા–દાન-વ્રત-ભક્તિ આદિના ભાવ એ બધા અશુચિ છે. (સમયસાર) કર્તા – કર્મ અધિકાર અશુચિ કહે છે. અમૃતચંદ્ર આચાર્ય ટીકામાં કહે છે. અને ભગવાન આત્મા શુચિ (પવિત્ર) છે. એ તો અશુચિથી ભિન્ન નિર્મળાનંદ છે. સમજાણું કાંઈ ? આહાહા ! જેમને સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવું હોય તો નિર્મળાનંદ પ્રભુ (આત્માની ) દષ્ટિ કરવી પડશે. એની દૃષ્ટિ નિમિત્ત ઉપરથી હુઠી જશે, રાગ-વિકલ્પ જે છે ભક્તિ આદિનો એનાથી પણ દૃષ્ટિ હુઠી જશે. ભગવાનની ભક્તિ આદિના જે (ભાવ) એ તો રાગ છે. પોતાની સ્વરૂપ ભક્તિ – (નિજમાં) એકાગ્રતા એ નિશ્ચય ભક્તિ છે – એ વીતરાગી ભક્તિ છે. આહાહાહા ! સમજાણું કાંઈ...? એ આત્મામાં જ્યારે સ્પર્શગુણની પર્યાય નથી, ને (પુદ્ગલ) દ્રવ્ય જે છે એમાં સ્પર્શગુણ છે અને ચીકાશ આદિ લૂખાશ ( વગેરે) પર્યાય છે એ પર્યાય પુદ્ગલથી પરિણામમય છે – પુદ્ગલથી તન્મય છે. આપણા જીવથી ભિન્ન છે, પણ ક્યારે ભિન્ન છે? જ્યારે અનુભૂતિ (આત્માની) થાય છે તો ભિન્ન છે. નહિંતર (એમને એમ) માનવું ધારણા કરવી, ધારણામાં (તો) એમ કર્યું કે આ રાગાદિ – સ્પર્શાદિ આત્માથી ભિન્ન છે એ કાંઈ વસ્તુ નહીં, અનુભૂતિ આત્માની જ્યારે થાય છે ત્યારે ભિન્ન – યથાર્થ ભાનમાં આવે છે. આહાહા ! એ અહીં કહે છે દેખો ! એ પરિણામમય હોવાથી, છે? એક-એક શબ્દમાં મહાન શક્તિ (ભાવ) છે. હજી તો ચોથા બોલની સ્પર્શની (વાત) ચાલે છે. ચોથો બોલ ચાલે છે – પરિણામમય હોવાથી, કોણ? ચીકાશ, લૂખાશ આદિ જે ઠંડી – ગરમ એ બધી પુગલની પર્યાય પુદ્ગલમાં છે, પોતાની અનુભૂતિથી ભિન્ન છે, આપણી અનુભૂતિથી ભિન્ન છે, દ્રવ્યથી ભિન્ન છે એ નહીં. (પણ) જીવ દ્રવ્યથી ભિન્ન (નથી કહ્યું, કેમ કે ભિન્ન તો દ્રવ્યથી છે જ પણ એની અનુભૂતિ થયા વિના ભિન્ન છે એવું અનુભવમાં નથી આવતું. આહાહાહા ! આ સ્પર્શ છે ને! ઠંડો – ગરમ, ભારે, હળવો, ચીકણો - લુખ્ખો એ પુદ્ગલમાં પુદ્ગલના પરિણામમય એ પુદ્ગલથી પર્યાય અભેદ છે એની સાથે, પણ (એ પર્યાયો) આત્મામાં નથી. આત્મા ભગવાન આત્મામાં નથી તો ક્યારે નથી ? કે જ્યારે એનો ( આત્માનો ) અનુભવ થાય છે – જ્ઞાયક શુદ્ધ ચૈતન્યધન પ્રભુ, પરમસ્વભાવભાવ, પારિણામિકભાવ, સહજાત્મસ્વરૂપ પ્રભુ (આત્મ) દ્રવ્ય, એની દૃષ્ટિ કરવાથી, (એનું જ્ઞાન કરવાથી) જ્ઞાનનું લક્ષ ત્યાં દોરવાથી, પર્યાયમાં જે અનુભવ આનંદનો હોય – જ્ઞાનની વ્યક્તતા હોય, જ્ઞાનની વ્યક્તતા – સમકિત Page #180 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૫૦ થી ૧૫ ૧૬૭ હોય - વીર્યની વ્યક્તતા હોય, સ્વરૂપ નિર્મળ એની રચના કરે એવી વ્યક્તતા હોય એને અહીંયા અનુભૂતિ કહે છે. અરે ! ભગવાન! સમજાણું કાંઈ....? આ તો હિન્દી કહે છે ને ! આ તો હિન્દીમાં આવ્યું ને! અમારે પંડિતજી આવ્યા છે ને! મારગ આવો છે ભગવાન. આહાહાહા ! આહાહા !અનુભૂતિથી ભિન્ન છે, પુદ્ગલમય જે ચીકાશ – લૂખાશ (આદિ) એ જીવદ્રવ્યથી ભિન્ન છે એમ ન કહ્યું કેમ કે જીવદ્રવ્યથી તો ભિન્ન જ છે પણ ભિન્ન ક્યારે અનુભવમાં આવે? પોતાના આત્માનું અનુસરણ કરીને અનુભૂતિ... ચૈતન્યમૂર્તિ ભગવાન પૂર્ણાનંદ જિનબિમ્બસ્વરૂપ, જિનસ્વરૂપ “ઘટ ઘટ અંતર જિન વસે ને ઘટ ઘટ અંતર જૈન” – ઘટ ઘટ અંતર જિન વસે (એટલે કે) ભગવાન જિનસ્વરૂપી જ અંદર બિરાજમાન છે. અત્યારે હોં? ઘટ ઘટ અંતર જિન વસે ને ઘટ ઘટ અંતર જૈન – એ ઘટમાં અંદર જિનસ્વરૂપ (વીતરાગસ્વરૂપ) છે, એની એકાગ્રતાથી અનુભૂતિ થાય છે, ત્યારે એને જૈન કહેવામાં આવે છે. આહાહા! બાકી તો વાડામાં (સંપ્રદાયમાં) જૈન નામ ધરાવે એ કોઈ ચીજ નહીં, “ઘટ ઘટ અંતર જિન વસે” (આ પદ) બનારસીદાસ (નું) સમયસાર નાટકકાર (નું છે) સમયસાર કળશ ટીકા (માંથી બનાવેલ છે.) ઓહોહો ! ઘટ ઘટ અંતર જિન વસે આ દેહ (દેવળમાં) મંદિરમાં ભગવાન (આત્મા બિરાજે છે) આ (દેહ) તો મસાણની ધૂળ છે – કર્મ અંદર (સૂક્ષ્મ) ધૂળ - માટી છે. આહાહાહા ! પુણ્ય ને પાપના શુભ અશુભ ભાવ એ તો પુણ્ય પાપતત્ત્વ ભિન્ન છે, આ નવ તત્ત્વ છે ને - તો શરીર – કમે અજીવ તત્ત્વ છે, દયા - દાન - વ્રત - ભક્તિ પુણ્ય તત્ત્વ, હિંસા – જૂઠ – ચોરી એ પાપ તત્ત્વ છે. ભગવાન આત્મા એ અજીવ ને પુણ્ય – પાપ તત્ત્વથી ભિન્ન જ્ઞાયક તત્વ છે. એ જ્ઞાયક તત્ત્વનો જ્યારે અનુભવ થાય છે – એ ચિદાનંદ પ્રભુ સહજાત્મસ્વરૂપ – સહજાનંદ એ સહુજ આનંદનો કંદ પ્રભુ, એનો આશ્રય કરીને – એનું અવલંબન લઈને જે પર્યાયમાં – દશામાં (અવસ્થામાં) આનંદનો અનુભવ થવો એનું નામ (સ્વાનુભૂતિ – સમ્યગ્દર્શન છે.) કોણ છે? છોકરાંવને બહાર લઈ જાવ, છોકરાંવને બહાર લઈ જાવ છોકરાંવને... ભાઈ ! આ તો સમયસાર છે અને એનો એક એક શ્લોક (ગાથા) અલૌકિક છે! ભગવાન ! સમય નામ (શુદ્ધ) આત્મા એનો સાર ! એ દયા – દાન – વ્રત ના રાગથી પણ ભિન્ન ભગવાન છે. એ આત્મા આનંદ પ્રભુ સચ્ચિદાનંદ આત્મા, સત્ નામ કાયમ રહેવાવાળો, ચિ નામ જ્ઞાન ને આનંદ નામ સુખ-શાંતિ, એ સચ્ચિદાનંદ પ્રભુ આત્મા અંદર, એના તરફનો ઝૂકાવ કરવાથી, અનાદિનો ઝૂકાવ તો રાગ અને પર્યાય ઉપર છે –અંશ ઉપરને રાગ ઉપર, પર્યાય એક અંશ છે, તે આખી ચીજ નહીં, તે અનાદિથી એક સમયની પર્યાય ને રાગ, દયા - દાનના વિકલ્પશુભ તે ઉપર દૃષ્ટિ અનાદિની છે, એ તો મિથ્યાષ્ટિ છે. “પર્યાય મૂંઢા પર સમયા” એક સમયની પર્યાય મારી છે એ પણ પર્યાયમૂંઢ જીવ છે. અને રાગ-દયા - દાન તે મારા છે (એવા અભિપ્રાયવાળો) મહામૂઢ છે. આહાહા ! પણ એક સમયની પર્યાય જે છે એ તો નાશવંત છે (ક્ષણભંગુર) ભગવાન (આત્મા) અંદર ધ્રુવ – અવિનાશી - ત્રિકાળી ચૈતન્યધન છે. એ ચૈતન્ય ધનની દષ્ટિ કરવાથી, પર્યાયની દૃષ્ટિ Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ સમયસાર સિદ્ધિ ભાગ-૩ છૂટી જાય છે ત્યારે ( આત્માનો ) અનુભવ થાય છે, એ અનુભૂતિથી સ્પર્શગુણની પર્યાય ભિન્ન છે, ત્યારે જાણવામાં આવ્યું. સમજાણું કાંઈ... ? એક બોલ, આ ચોથો બોલ થયો. ( હવે ) પાંચમો ( બોલ ) સ્પર્ધાદિ સામાન્ય પરિણામમાત્ર રૂપ છે. હવે શું કહે છે ? દેખો, સ્પર્શ, રસ, ગંધ વર્ણ, રંગ એ ચાર સામાન્ય છે, સ્પર્શ આદિ સામાન્ય પરિણામ માત્ર રૂપ એને રૂપ કહે છે. કેમ (રૂપ ) કહે છે ? કે રંગ – ગંધ, રસને સ્પર્શ એ ચાર સામાન્ય રૂપ જે છે એને રૂપ કહે છે. આ તો ઝીણી વાત છે, ભાઈ આ તો ભગવાનની વાણી સૂક્ષ્મ છે. કહે છે કે જે સ્પર્ધાદિ, આદિ શબ્દ કહ્યો છે ને ! સ્પર્શ, ગંધ, રસને રંગ એ ચાર લેવા સ્પર્શાદિ સામાન્ય માત્ર એકરૂપ પરિણામમાત્ર એકરૂપ એને ‘રૂપ’ કહે છે ( આહા ! ) ૫૨માણું – પુદ્ગલમાં સ્પર્શ, ગંધ, ૨સ, વર્ણ – રંગ એ સામાન્યને અહીંયા ‘રૂપ’ કહે છે. એ રૂપ છે. એ વર્ણ જીવનો નથી. એ રૂપ ( માં ) ચાર જે પર્યાય એકસાથે કહી, દ્રવ્યના ગુણની પર્યાય સામાન્ય, ઓલામાં એક એક ( પર્યાય ) લીધી હતી. રંગ, ગંધ, રસ, સ્પર્શ એક – એક ( પર્યાય ), હવે એ ચા૨નું એકરૂપ સામાન્ય તેને ‘રૂપ’ કહે છે. એ રૂપથી ભગવાન આત્મા ભિન્ન છે. હવે આ શ૨ી૨ને હાડકાં ને માંસ એ તો હવે જડ છે – માટી છે, એ આત્મામાં નથી. આત્મામાં એ નથી એનામાં આત્મા નથી. શું કીધું ? આ તો હાડકાં – માંસ (ચામડી ) છે જડ-પુદ્ગલની પર્યાય છે આ ઉ૫૨ દેખાય તો એમાં આત્મા નહીં અને આ આત્મામાં નહીં. આહાહા... વીતરાગી જૈનદર્શનનું તત્ત્વજ્ઞાન બહુ સૂક્ષ્મ છે ભાઈ ? એ બીજે ક્યાંય વીતરાગ સિવાય બીજે ક્યાંય છે નહીં. કોઇ પંથમાં એ માર્ગ છે નહીં. આહાહા ! એવો પંથ આ સૂક્ષ્મ ગજબ વાત છે, ભાઈ ! આવી સૂક્ષ્મ વાત શ્વેતાંબરમાંય નથી, કા૨ણકે એ તો શ્વેતાંબર તો બે હજાર વર્ષ પહેલાં દિગમ્બરમાંથી જુદા પડી ગયા, દૃષ્ટિ વિપરીત થઈને પછી શાસ્ત્ર બનાવ્યા, ભગવાન એમાં આ વાત છે નહીં. આ તો સંતો! દિગમ્બર ( ભાવલિંગી ) મુનિઓ ! કેવળીના કેડાયતો ! એમની ( સાક્ષાત્ તીર્થંકરની ) દિવ્ય ધ્વનિમાંથી જે ગ્રહણ કર્યું ને એમણે પોતાની વાણીમાં આવ્યું . ત્યાં તો આવું કહે છે કુંદકુંદાચાર્ય એમ કહે છે ( સમયસારમાં કહે છે કે ) હું મારો પોતાનો વૈભવ કહીશ, ભગવાન કહે છે માટે કહીશ એવું નથી – હું મારા અનુભવથી કહીશ, એમ કહ્યું છે. સમજાણું કાંઈ... ? અને શ્વેતાંબરમાં તો એવું આવે છે, મેં તો સાંભળ્યું છે (એમના શાસ્ત્રમાં ) સુધર્મ સ્વામી કહે છે, ભગવાન એમ કહેતા હતા, એમ કહે છે (તેઓ ), આ કહે છે કુંદકુંદાચાર્ય હું તો મારા નિજવૈભવથી કહીશ, ભગવાન કહે છે માટે કહીશ એમ નહીં. મારી અનુભૂતિ આત્માની આનંદની, સ્વાદ મને પ્રચૂર આવ્યો છે. ચોથા ગુણસ્થાનમાં સમકિતીને આનંદ આવે છે પણ થોડો છે. પંચમ ગુણસ્થાનમાં સાચા શ્રાવક આ શ્રાવક છે તે તો શ્રાવક જ નથી, જેમને પંચમ ગુણસ્થાન દશા સમકિતસહિત અંદરની શાંતિની વૃદ્ધિ થઈ છે એવા પંચમગુણસ્થાનમાં જે અનુભૂતિ છે એ આનંદનો સ્વાદ ચોથા ( ગુણસ્થાન ) કરતાં વિશેષ છે. એનાથી પણ વિશેષ (આનંદ) મુનિરાજને છે અતીન્દ્રિય ! એટલે તો (મુનિરાજ) કુંદકુંદાચાર્યે પાંચમી ગાથા ( શ્રીસમયસાર ) માં કહ્યું અમને પ્રચૂર સ્વસંવેદન ( વર્તે ) છે. પ્રચૂર શબ્દ કહ્યો છે. પાંચમી ગાથા (ની ) ટીકામાં છે. સમજાણું કાંઈ... ? આહા ! ઝીણી વાત પ્રભુ ! વીતરાગ માર્ગ બહુ સૂક્ષ્મ Page #182 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૫૦ થી ૧૫ ૧૬૯ પ્રભુ! આહાહા ! એ અનુભૂતિ ( આત્માની) અતીન્દ્રિયઆનંદનો સ્વાદ ઉગ્ર (વર્તે) એને મુનિપણા છે, મુનિપણા કોઈ નગ્નપણાને કે પંચમહાવ્રતની ક્રિયા એ કાંઈ મુનિપણા નહીં. સમજાણું કાંઈ...? અહીં એ કહે છે, એ રૂપથી હું ભિન્ન છું. એ રૂપ પુદ્ગલદ્રવ્યના પરિણામમય, પરિણામવાળા નહીં. પુદગલદ્રવ્યના પરિણામમય એવા “વર્ણ – ગંધ – રસ – સ્પર્શરૂપ એ બધું રૂપ' – એ પુદ્ગલદ્રવ્યના પરિણામમય – પુદ્ગલદ્રવ્યની પર્યાયોનું (એકપણું ) રૂપ- અભિન્ન, એવું હોવાથી પોતાની અનુભૂતિથી ભિન્ન છે. એકલા આત્માથી ભિન્ન એમ નહીં રૂપ મારાથી ભિન્ન છે રૂપ, હું અરૂપી ભગવાન (આત્મા) પ્રભુથી ભિન્ન એમ નહીં (પરંતુ ) એની (આત્માની) અનુભૂતિ હો, આનંદનો સ્વાદ હો - એવી અનુભૂતિથી એ રૂપ ભિન્ન છે. આવું ભેદજ્ઞાન બતાવ્યું, ભગવાન આમ છે ભાઈ ! લોકો માને ન માને, વસ્તુ તો આ છે. સમજાણું કાંઈ... ? બે બોલ થયા. થઈ ગયાને! (બોલ) પાંચ થયાને ! જે ઔદારિક શરીર છે, આ ઔદારિક શરીર એનાથી ભગવાન આત્મા અંદર ભિન્ન છે. (આ શરીર – દેહ) એ તો માટી છે. પુદ્ગલ અસ્તિકાય, આટલામાં તો અનંતા સ્કંધ છે, રજકણ - પરમાણું અનંતા સ્કંધ તેમાં એક પરમાણું ને એક પરમાણુંમાં અનંતગુણ જેટલી સંખ્યાએ આત્મામાં ગુણ છે – અનંત ગુણ છે ચૈતન્ય, એટલી સંખ્યાએ એક પરમાણુમાં જડ ગુણ છે. બધાં પુદ્ગલનું આ ઔદારિક શરીર છે એનાથી ભગવાન (આત્મા) ભિન્ન છે. ક્યારે? કે ભિન્ન તો છે પણ આત્મદ્રવ્યનો અનુભવ હો – આનંદનો ત્યારે ભિન્ન છે, એવું ભાન થયું. આહાહા! આ તો શૂરવીરના કામ છે. વીરનો માર્ગ છે શૂરાનો, કાયરનાં કામ નહીં ત્યાં. અહીંયા તો પરમાત્મા (કહે છે) એ સંત કહે છે – એ પરમાત્મા જ છે. પરમેષ્ઠિ છે અમૃતચંદ્રાચાર્ય, કુંદકુંદાચાર્ય (આદિ) દિગમ્બર સંત, કોઈપણ હો ત્યારે પરમેષ્ઠિમાં આવે, એ એમ ફરમાવે છે કે ઔદારિક શરીરથી તમે ભિન્ન છો. એકવાત, (બીજી વાત ) ઔદારિક શરીર જે છે એ પુગલની પર્યાય છે. આ પુદ્ગલની પર્યાય છે. પર્યાય હો, ગુણ નહીં, ગુણ તો ત્રિકાળ રહે છે અંદર, પુદ્ગલ ત્રિકાળ રહે છે એવા ગુણ પણ ત્રિકાળ રહે છે અને આ પર્યાય તો એક સમયની જુદી જુદી છે. તો આ ઔદારિક (શરીર) આ પર્યાય છે, એને હું ચલાવું કે હલાવું એ આત્મામાં છે જ નહીં, આત્મા ઔદારિક શરીરને હુલાવી શકે છે? કે દૂર કરી શકે છે? હાથથી (ચોપડીના) પાનાં ફેરવી શકે છે? એવી (શક્તિ) આત્મામાં છે જ નહીં. પંડિતજી જયપુરનાં પંડિતજી પ્રોફેસર જયપુર પ્રોફેસર છે, મોટા – બડા અહીંયા રહે છે, છોડી દીધું છોડીને (અહીં છે.) આહાહા ! શું કહે છે? આ ઔદારિક શરીર જે પુદ્ગલની પર્યાય છે, આ (દેહ) તો પરમાણુની પર્યાય છે, એનાથી ભગવાન (આત્મા) ભિન્ન છે. ક્યારે? કે આત્મા આનંદસ્વરૂપી છે એવી દૃષ્ટિ કરીને ચૈતન્ય જ્ઞાયક નિત્યાનંદ પ્રભુ એ ઉપરની દૃષ્ટિ કરીને જેને (પોતાની) પર્યાયમાં આનંદનો અનુભવ આવે, જેમાં શાંતિનો સ્વાદ આવે ત્યારે એને એ અનુભૂતિમાં (આવ્યું કે, એ ઔદારિક શરીર ભિન્ન જાણવામાં આવ્યું. સમજાય છે કાંઇ?આહાહા ! આમ કહે કે આ ઔદારિક શરીર મારું નથી (શરીર પર છે) એ તો એક ધારણા કરી લીધી. સમજાણું કાંઈ ? આ શરીર મારામાં નથી – શરીર જડ છે પણ એ તો (મનમાં) ધારણા, એ વસ્તુ ( અનુભૂતિ) - અનુભવ Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ સમયસાર સિદ્ધિ ભાગ-૩ ન થયો. એવું તો અનંત વાર કર્યું છે. અગિયાર અંગ ભણ્યો અનંત વાર ભણ્યો એ કોઈ ચીજ (સ્વાનુભવો નહીં. (મુદ્દો વિચારવાનો છે!) મુદ્દા - માલની વાત છે. અહીં એકે એક (વાત) કઠિન! એકે એક શબ્દ ગજબ છે! સમયસાર ભગવાન તીર્થકરની સાક્ષાત્ વાણી ! અજોડ – અજોડ છે! દિવ્યચક્ષુ કહેવાય છે. આહાહાહા ! કહે છે કે ઔદારિક શરીર એ જીવમાં નથી ક્યારે? કે જ્યારે જીવનો અનુભવ થાય છે કે આ જીવ (આત્મા) છે? જીવ તો ત્રિકાળી (છે, ને છે) પણ એની પર્યાયમાં એનો અનુભવ હો, ત્યારે એવું માલૂમ થાય છે ને ! છે તો ત્રિકાળી ! નિગોદના જીવમાં પણ પર્યાયમાં અક્ષરના અનંતમા ભાગે ( જ્ઞાન છે) આવું હોવા છતાં દ્રવ્ય તો ત્યાં પરિપૂર્ણ છે. ભગવાન તો પરિપૂર્ણ દ્રવ્ય છે અને કેવળજ્ઞાન થયું પર્યાયમાં ત્યારે દ્રવ્ય તો પરિપૂર્ણ જ છે. એ દ્રવ્ય (આત્મદ્રવ્ય) પરિપૂર્ણ છે એમાં ક્યારેય ઓછા – વત્તા પણું કે વધઘટ થતી નથી. ત્રિકાળી શાયકમૂર્તી ધ્રુવ પ્રભુ નિત્યાનંદ જ્ઞાયક, એમાં ઔદારિક શરીર નથી. એ ઔદારિકમાં (જે જે) ક્રિયા થાય છે એ મારામાં નહીં, એ ક્રિયા થાય છે એ મારાથી નહીં. તો હું કોણ છું? કે હું તો અનુભૂતિ, ચૈતન્યસ્વરૂપ પ્રભુ ત્રિકાળ એનું અનુસરણ કરીને એને અનુસરીને થવાવાળો અનુભવ થયો, એ જ્ઞાન- આનંદ – શાંતિ આદિ જે અનંતગુણ છે જેટલા આત્મામાં અનંતગુણ કેટલા છે? કે લોક (અલોક) ના આકાશનો અંત નથી, આ ચૌદ બ્રહ્માંડ છે એ તો અસંખ્ય જોજનમાં છે, અને પછી આકાશ - આકાશ – આકાશ, આહાહા! અંત નહીં, અંત છે તો પછી શું પછી શું? તો એવો અલોક – અંત વિનાનો, દશેય દિશામાં અનંત - અનંત આકાશ છે તો એનાં જેટલા પ્રદેશ છે એક પરમાણું જેટલી જગ્યામાં રોકાય તેનું નામ પ્રદેશ તો આવું જે અંતવિનાનું આકાશ એનો જે પ્રદેશ છે અનંત, તેનાથી અનંતગુણા એક આત્મામાં ગુણ છે, અરેરે ! સમજાણું કાંઈ ? એટલા અનંતગુણા એક પરમાણુમાં ગુણ છે. એક આકાશ નામનો પદાર્થ છે જેનો ક્યાંય અંત નથી, દશેય દિશામાં ઉપર - (નીચે ) ક્યાંય અંત નથી, ઉપર અંત છે ક્યાંય? અંત વિનાના (આકાશમાં) એટલા પ્રદેશ અનંત – અનંત છે, એનાં અનંત ગુણ તો આકાશ પ્રદેશમાં છે, પ્રદેશ અનંત છે પણ એમાં અનંત ગુણા તો ગુણ છે. અને આ ભગવાન આત્મામાં જેટલા અનંતગુણા પ્રદેશથી ગુણ (કહ્યા) એ (આકાશના) અનંતગુણા ગુણથી અનંતગુણા ગુણ આત્મામાં છે. અનંત પ્રદેશ એ અનંતગુણ એનાથી પણ અનંત ગુણ છે. અનંત પ્રદેશ છે એક એક પ્રદેશમાં અનંરગુણ એમ આત્મામાં અહીંયા અનંત ગુણ છે. આવું ક્યાં! (આવું ઝીણું જાણવું જોઇએ) હેં! જાણવું બધું જોઇએ, જાણશે તો... નહિતર તો એને નિવેડા નહીં આવે બાપા! આહાભવના અંત (લાવવા), ભવ કરી-કરીને, એક નિગોદમાં એક શ્વાસમાં અઢાર ભવ! બાપુ એ શું છે ભાઈ ! પ્રભુ તો એમ કહે છે, “રત્નકરંડ – શ્રાવકાચાર” માં લખ્યું છે. નરકમાં પ્રભુ! તેં એટલું દુઃખ સહન કર્યું કે તારી એક ક્ષણનું દુઃખ કરોડ જીભે ને કરોડ ભવે ન કહી શકાય, પ્રભુ! તેં એટલું દુઃખ સહન કર્યું છે. એવું તો એક ક્ષણનું હોં? એવું એવું તો તેંત્રીસ - તેંત્રીસ સાગર! પ્રભુ ત્યાં તું રહ્યો ! એટલું દુઃખ સહન કર્યું તો પણ અંદર (આત્મ) દ્રવ્યમાં કોઈ કમી નથી થઈ. દ્રવ્ય તો Page #184 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૫૦ થી ૫૫ ૧૭૧ પૂર્ણાનંદનો નાથ ભર્યો છે ( પરિપૂર્ણ છે. ) અહીં તો એમ કહે છે કે આ ઔદારિક ( શ૨ી૨થી ) ભિન્ન છે પણ એ ભિન્ન છે. એ શું ? કે દ્રવ્ય છે ( આત્મદ્રવ્ય છે) એમાં અનંતગુણા ગુણ છે. આકાશના પ્રદેશથી પણ અનંતગુણા ગુણ છે. એ અનંતગુણા ગુણ એનો ધરનારો ભગવાન આત્મા, એની જ્યારે દૃષ્ટિ કરે છે, ૫૨થી ( દૃષ્ટિ ) ઉઠાવીને, બધાથી (દૃષ્ટિ ) ઠુઠાવીને, ત્યારે પયાર્યમાં જેટલા ગુણ છે, એટલા ગુણમાંની પર્યાયમાં વ્યક્ત – પ્રગટ અંશ દશા પ્રગટ થાય છે. જેટલા અનંતગુણ છે એટલા અનુભૂતિમાં એ અનંતગુણની વ્યક્ત દશા, એક સમયમાં અનંતગુણની વ્યક્ત દશા અનંતી પ્રગટ થાય છે. સમજાણું કાંઈ... ? અરે આવી વાતું વીતરાગ સિવાય ક્યાં છે બાપા ! વેદાંત ને ( બીજા ) ભલે વાતું ભલે બધી કરે, ( એ ) લોકો આત્મા, આત્મા... ( પણ ) કાંઈ છે નહીં. વીતરાગ સિવાય કોઈ કહી શકે નહીં ! સર્વજ્ઞોએ દેખ્યું છે, એમણે કહ્યું છે તે છે. જેનામાં સર્વજ્ઞ જ નથી, એણે તો વાતો કરી બધી કલ્પનાથી કરી છે બધી. આ તો ત્રણલોકના નાથ ત્રણલોકના જાણનાર સર્વજ્ઞ ! સર્વજ્ઞનો વિરહ જગતમાં ત્રણકાળમાં કદી હોતો નથી. ત્રણકાળમાં ત્રણલોકના જાણનારનો કેવળીનો ત્રણકાળમાં વિરહ હોતો નથી. ભૂતકાળમાં રહ્યા ને અત્યારે છે ને ભવિષ્યમાં રહેશે. સમજાણું કાંઈ... ? શું કહ્યું ? ત્રણકાળ ને ત્રણલોકમાં, ત્રણકાળને ત્રણલોકના જાણનારનો ક્યારે ય વિરહ હોતો નથી, ભૂતકાળમાં ભગવાન ( અરિહંત ) હતા, અત્યારે પણ છે ને ભવિષ્યમાં પણ રહેશે, સમજાણું કાંઈ ? એ સર્વજ્ઞ ભગવાને સર્વ જોયું – દેખ્યું એ વાણીમાં આવ્યું. એ સંતોએ અહીં વાત કહી, આડતિયા થઈને ( કહ્યું ) માલ સર્વજ્ઞનો છે એ સંતો – અનુભવીઓ, કેવળીના કેડાયતો, આડતિયા થઈને – આડતિયા સમજતે હો ? વેપા૨ી... આડતિયા થઈને ( સંતો, સર્વજ્ઞનો માલ ) આપે છે, જગતને ! કે માર્ગ આ છે આ વસ્તુ છે. આહાહા ! માનવું પ્રભુ તારા અધિકા૨ની વાત છે. વસ્તુ તો આ છે. આહાહા ! ઔદારિક, વૈક્રિયિક ( આદિ ) શરીર છે. નારકી, દેવોને વૈકિયિક શરી૨ હોય છે એ પણ પુદ્ગલની પર્યાય છે. ભગવાન (આત્મા ) એનાથી ભિન્ન છે, અંદર ! એ ક્યારે ભિન્ન છે ? કે અનુભૂતિ હો ત્યારે ભિન્ન છે, એવી ( ખબર ) માલૂમ થાય છે. વિષય, બાપુ! આ તો વીતરાગ ત્રણલોકના નાથ (તીર્થંકર - સર્વજ્ઞ ) આહાહા ! ભાઈ, જેને ઇન્દ્રો સાંભળવા આવે. ઇન્દ્ર – સુધર્મ દેવલોકનો ઇન્દ્ર, એક ભવતારી છે, સુધર્મ દેવલોક છે ને બત્રીસ લાખ વિમાન, એક એક વિમાનમાં અસંખ્ય દેવ ! કોઈ (વિમાનમાં ) થોડા પણ અસંખ્યવાળા છે. થોડા અસંખ્ય વિમાન થોડા, અસંખ્યવાળા ઘણાં છે. એનો સ્વામી, સુધર્મ ઇન્દ્ર અત્યારે છે, એક ભવતારી છે ત્યાંથી મનુષ્ય થઈને મોક્ષમાં જવાવાળા છે એવો સિદ્ધાંતમાં લેખ છે. અને એની પટરાણી ઇન્દ્રાણી છે એ પણ એક ભવ કરીને મોક્ષ જવાવાળી છે, એ જ્યારે સાંભળવા આવે છે – સાંભળવા આવે છે તે વાણી કેવી હશે ! ત્રણ જ્ઞાન, એકાવતારી, બત્રીસલાખ વિમાનનો સાહેબો, (એ બધું ) છોડીને ભગવાનની વાણી સાંભળવા આવે. તે વાણી કેવી હશે ! ભાઈ, લ્યો ! દયા પાળો, વ્રત કરો એવી ( હશે ? ) એવી તો કુંભારેય વાતું કરે છે. આહાહા ! અહીં તો ૫૨માત્મા ! એનું કહેલું સંતો કહે છે જગતને! વૈકિયિક શ૨ી૨થી તું જુદો છો. Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ સમયસાર સિદ્ધિ ભાગ-૩ આહારક શરીરથી પણ તું ભિન્ન છે, આહારક શરીર મુનિને હોય છે. એ આહારક શરીરથી તું ભિન્ન છે. ક્યારે? અનુભૂતિ થાય ત્યારે! આત્મા, અનંત અનંત આનંદનો સાગર પ્રભુ! જેમાં અતીન્દ્રિય આનંદ ઠસ્સોઠસ્સ ભર્યો છે. ભગવાન આત્મામાં અતીન્દ્રિય આનંદ, અતીન્દ્રિય શાંતિ અતીન્દ્રિય સ્વચ્છતા - અતીન્દ્રિય ઈશ્વરતા પૂર્ણ ભરી છે એવું દૃષ્ટિમાં અનુભવમાં – અનુભૂતિમાં હોય ત્યારે એ આહારક શરીરથી ભિન્ન (છે) એવું ભાન થયું. તેજસ શરીરથી ભિન્ન છે, તેજસ શરીર છે ને એક અંદર, એનાથી (આત્મા) ભિન્ન છે કાશ્મણ શરીરથી ભિન્ન છે દેખો! કાશ્મણ શરીર છે. વિશેષ કર્મની પ્રકૃતિ ૧૪૮ હોય છે પણ સામાન્ય પ્રાણીને એકસો અડતાલીસ ન હોય. આહારકને એ ન હોય. તીર્થકરપદ તેને થોડી હોય છે. પણ એ બધું કાર્પણ શરીર આખું પિંડ છે એની જે પર્યાય કાર્પણ શરીર છે એ જડની પર્યાય છે. (પુગલ) દ્રવ્ય છે અને દ્રવ્યના ગુણ છે એ તો કાયમી છે. પણ કાર્મણરૂપ પર્યાય થાય છે એ તો અવસ્થા છે. શું કીધું? કાશ્મણ શરીરની પર્યાય કેમ કીધી કે વસ્તુ જે છે અંદર પરમાણું તો (એ તો) અંદર કાયમી ચીજ છે અને એમાં રંગ - ગંધ - વર્ણ – સ્પર્શ (આદિ) ગુણ એ – પણ કાયમી છે અને આ જે પર્યાય કર્મની એ તો પર્યાય છે, અવસ્થા છે. અવસ્થા બદલી જાય છે સમયે સમયે બદલે છે અને કોઈ તો કાર્મણ શરીરની પર્યાય બદલીને અકર્મરૂપ પર્યાય થઈ જાય છે. તો એ કાર્પણ શરીર પુગલની પર્યાય છે. આહાહાહા ! એનાથી ભગવાન આત્મા ભિન્ન છે. કાર્પણ શરીરથી (આત્મા) ભિન્ન છે. સમજાણું કાંઈ.... ? આત્મામાં કર્મ છે જ નહીં, કર્મમાં આત્મા છે જ નહીં. કર્મ, કર્મમાં રહ્યા ભગવાન ભગવાનમાં છે. લોકો કહે છે ને અમને કર્મ હેરાન કરે છે, બિલકુલ જૂઠી વાત છે. કર્મ જડ છે, જડ આત્માને અડતુંય નથી, આત્મા જડને સ્પર્શતો ય નથી. તું તારી ઊંધી – ઊલટી દૃષ્ટિથી હેરાન થાય છે. સમજાણું કાંઈ ? તને તારું ભાન નથી કે હું કોણ છું? હું રાગ છું કે હું એક સમયની પર્યાય છું, હું પુણ્ય કરવાવાળો છું – દયા, દાન કરવાવાળો છું ને પાપનો કરવાવાળો હું છું એવી માન્યતા (અભિપ્રાય) છે તો તારી દૃષ્ટિ વિપરીત છે, એ કર્મે કોઈ દૃષ્ટિ વિપરીત કરાવી છે, એવું છે નહીં. સમજાણું કાંઈ? - ભક્તિમાં આવે છે – ભજનમાં આવે છે – ભક્તિ (માં) “કર્મ બિચારે કૌન ભૂલ મેરી અધિકાઈ” – કોણ સમજે ! આ તો કર્મને લઈને વિકાર થાય- કર્મને લઈને (જીવ) રખડે છે આમ માન્યા કરે. અહીંયા તો કહે છે, કર્મ, શરીર જ તારી ચીજમાં (આત્મામાં) નથી. “કર્મ બિચારે કૌન, ભૂલ મેરી અધિકાઈ' – મેં ભૂલ કરી એથી મારામાં દોષ થયો, કર્મથી કોઈ ભૂલ થતી નથી. સમજાણું કાંઈ? એમાં આવે છે ને ! “કર્મ બિચારે કૌન, ભૂલ મેરી અધિકાઈ, અગ્નિ સહે ઘનઘાત, લોહકી સંગત પાયી” – અગ્નિ એકલી હોય તો (માથે ) ઘણ નથી પડતા, પણ અગ્નિ લોઢાના સંગમાં જાય છે તો (માથે ) ઘણ પડે છે. (એમ આત્મા) કાર્પણ શરીરનું લક્ષ કરે છે તો એ આત્મા દુઃખી થાય છે. અત્યારે તો એવું ચાલ્યું છે કે કર્મને લઈને વિકાર થાય ને કર્મ હટે તો આત્મામાં ગુણ થાય, બિલકુલ જૂઠી વાત, કર્મ તો જડ છે. એ આત્મામાં છે જ નહીં, આત્મામાં છે જ નહીં એ આત્માને નુકસાન કરે? અને કર્મનો કંઈ ક્ષયોપશમ થાય તો આત્મામાં જ્ઞાન થાય, એ જૂઠી Page #186 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૫૦ થી ૧૫ ૧૭૩ વાત છે. પોતાની – આપણી પર્યાયમાં નિર્મળતા પ્રગટ થાય તો ક્ષયોપશમ થાય છે, એ પોતાથી થાય છે. એ કહે છે દેખો ! કાશ્મણ શરીર છે તે બધાય – પાંચ (પ્રકારના) શરીર છે, એ કહ્યું ને! બધા ય જીવના નથી. એ બધા ય (શરીર) જીવના નથી. આહાહા ! કેમ? કે એ પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી, એ કાર્પણ (આદિ) શરીર પુદ્ગલદ્રવ્યની પર્યાય છે. સમજાણું કાંઈ? (કર્મની) ૧૪૮ પ્રકૃતિ છે ને પટાભેદ – કર્મ ૮ નાં ૧૪૮ પેટાભેદ, ઉત્કૃષ્ટ હોય એનાં સમકિતીને, કોઈ મિથ્યાષ્ટિને આહારક શરીરને તીર્થંકર પ્રકૃતિ પણ હોતી નથી, પણ ઉત્કૃષ્ટ કોઈને હોય તો એકસો અડતાલીસ બીજાને એકસોવીસ ને એકસો બાવીસ, એકસો બાવીસ સત્તામાં હો, એકસોવીસ ઉદયમાં હો, એ જરી ઝીણી વાત છે થોડી, અને સમકિતી હોય એને ૧૪૮ પણ પ્રકૃતિ હો. સમજાણું કાંઈ? પણ એ બધી પ્રકૃતિ કાર્મણની પર્યાય છે. જેને ઝેરના ઝાડ કહ્યા છે, સમયસારમાં પાછળ ૧૪૮ પ્રકૃતિ ઝેરના ઝાડ છે. ઝેર છે એ પ્રકૃતિ, ભગવાન અમૃતના કલ્પવૃક્ષ છે. ભગવાન આત્મા તો અમૃતનો કામધેનૂ આત્મા છે જ્યારે જ્યારે ઈચ્છે ત્યારે ત્યારે અમૃત આનંદ આવે છે. પણ એ આત્મા પરથી ભિન્ન એવી પર્યાય દ્રવ્ય તરફ ઝૂકી અને પોતાનામાં અનુભવ થયો આનંદનો અને અનંતગુણની એક સમયમાં અંશરૂપ વ્યક્તદશા અનુભવમાં આવી, એકલા આનંદનો અનુભવ (એમ) નહીં – અનુભૂતિમાં જેટલા ગુણ છે અનંતા અનંત એ બધાની એકસમયમાં વ્યક્ત પર્યાયનો અનુભવ હો, એનું નામ (આત્માની) અનુભૂતિ કહેવામાં આવે છે. એવી અનુભૂતિમાં ભગવાન (આત્મા) પાંચે શરીરથી ભિન્ન છે, અનુભૂતિથી પાંચેય શરીરથી ભિન્ન છે. (અનુભૂતિ વિના) એકલા ભિન્ન ભિન્ન કરે એમ ભિન્ન છે નહીં. આવું છે, ભગવાન ! આહાહાહા ! આ ત્રણલોકના નાથ (તીર્થંકરદેવ) જેને એક સમયમાં ત્રણ કાળ – ત્રણલોક જણાય ગયા છે એની દિવ્યધ્વનિનું શું કહેવું! એ દિવ્યધ્વનિના કહેનારા આ સંતો છે ભગવંત છે. અહી આચાર્ય ભગવાન છે ‘ભગ’ નામ આનંદ આદિ લક્ષ્મી ‘વાન” નામ સ્વરૂપ એ ભગવાન છે. ભગ નામ લક્ષ્મી સત્ હોય છે આનંદ આદિ એનો વાન, એનું સ્વરૂપ છે એ ભગવાન છે આત્મા! આહાહાહા ! શક્તિએ તો (બધા) ભગવાન છે, પણ આચાર્ય આદિ તો વ્યક્તિએ ભગવાન થઈ ગયા છે. આ વ્યક્તિ એટલે પ્રગટતા, પર્યાયમાં ભગવાન થયા છે. પ્રવચનસારમાં આખિરમાં પાંચ ગાથા છે એમાં તો એવું લીધું છે કે સંતો જે મોક્ષમાર્ગમાં આવ્યા, એને તો અમે મોક્ષતત્ત્વ કહીએ છીએ. આવું (લખાણમાં) છે. પાંચ રત્નની ગાથા છે. “પ્રવચનસાર' આખિરમાં છે. જે મુનિઓને આત્મજ્ઞાનને આનંદનો અનુભવ થયો - ઉગ્ર આનંદનો અનુભવ થયો તો એમને અમે મોક્ષ જ કહીએ છીએ, મોક્ષતત્ત્વ જ કહે છે. મોક્ષમાર્ગના તત્ત્વમાં આવ્યા તો મોક્ષતત્ત્વ જ કહીએ છીએ. (શ્રોતા:- ચાલતા - ફરતા સિદ્ધ) હો, એ સિદ્ધ ચાલે છે ક્યાં, એ તો અંદરમાં (લીન) છે. હાલે એ તો જડ છે. પોતાની પર્યાય અંદર ગતિ કરે છે પણ પોતાની ક્રિયાવતી શક્તિના કારણે હલે છે. આ શરીર હુલ્ય માટે હાલે છે એવું છે નહીં. અહીંયા અંદર પ્રદેશ છે આમ ચાલે છે એ પોતાની ક્રિયાવતી શક્તિને કારણે કંપન છે અને કંપન છે આંહી એ પણ યોગગુણનું કંપન છે. એ શરીરને કારણે એને છે નહીં, અને એના કારણથી શરીરમાં કંપન Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ સમયસાર સિદ્ધિ ભાગ-૩ આવ્યું એવું છે નહીં, આ આમ – આમ આ રીતે થાય છે એ જડની પર્યાય છે, જડમાં થાય છે. ઝીણી વાત છે પ્રભુ! એ કહ્યું નથી આ પહેલું (કે) પગ ચાલે છે તો જમીનને અડે છે ચાલતાં ચાલતાં એવું છે નહીં, ભાઈ ! કોઈ પદાર્થની વિસ્મયતા એવી છે પગ અડે છે જમીનને, બિલકુલ નહીં (એમ નથી.) પોતાના આધારથી પરમાણુંમાં આધાર નામનો ગુણ છે, પરમાણુમાં આધાર, કર્તા (કર્મ – કરણ– સંપ્રદાન – અપાદાન) અધિકરણ – આધાર, છ કારક ગુણ છે. એ (પગ) પોતાના આધારથી ચાલે છે. નીચેના આધારથી નહીં, આ વાત તો બાપુ જૈન વીતરાગનું તત્ત્વ! એ વિસ્મયકારી છે. આહાહાહા ! હવે, આગળ કહે છે કે (જમીનને પગ) અડક્યા વિના હાલે છે (કોઇ કહેશે) ગાંડા છે, પાગલ છે (પણ ભાઈ !) સાંભળને હવે એકવાર, એ તો કહ્યું ને (સમયસાર) ત્રીજી ગાથામાં (આવ્યું કે, દરેક દ્રવ્ય પોતાના ગુણ – પર્યાયને ચૂંબે છે, પરને ચુંબતું નથી. એ આલિંગન કરતું નથી, એમ પગ નીચેની જમીનને અડતો નથી – આલિંગન કરે નહીં સ્પર્શે નહીં – અડતો નથી એમ લખ્યું છે ગુજરાતી ભાષામાં, તમારે છૂતે નહીં. આહાહા ! અહીં કહે છે કે પાંચેય (પ્રકારના) શરીર ભગવાન આત્મામાં નથી, કર્મ કર્મમાં રહ્યા, પોતાનો ભગવાન પૂર્ણાનંદસ્વરૂપ પ્રભુ (આત્માની) અનુભૂતિ થઈ, સમ્યકદર્શન- જ્ઞાન – શાંતિ પ્રગટી ત્યારે તો એ પરથી 'પદ્રવ્યોથી) હું ભિન્ન છું અને મારાથી એ ભિન્ન છે એવો અનુભવ થયો. મારી અનુભૂતિમાં એ (શરીર) આવ્યા નહીં. કાર્પણ શરીર આદિ મારી અનુભૂતિમાં ન આવ્યું. આહાહા ! સમજાણું કાંઈ....? ભાઈ ! આ તો સંતોની – દિગમ્બર સંતોની વાણી! આ કાંઈ કોઈ, અલૌકિક બાપુ! એક એક પદ સમજવું – આ અંતરની ચીજ છે એ પાંચ શરીરથી ભિન્ન છે. સમચતુરસ સંસ્થાન (એટલે) એકદમ સરખું શરીર, સમચતુરસ – ચારે બાજુથી સરખું જે સંસ્થાન, એ પણ આત્મામાં નથી. એ તો જડની પર્યાય છે. જેમ પોતાની અનુભૂતિની પર્યાય છે – અનુભૂતિ પર્યાય છે તેમ એ સમચતુરસ પુગલની પર્યાય છે તો એનાથી હું ભિન્ન છું. ક્યારે? કે મારી અનુભૂતિ પર્યાયથી એ ભિન્ન છે. માટે મારાથી એ ભિન્ન છે. પુગલ પર્યાયથી હું ભિન્ન છું. આહાહાહા! આવી વાતું. કાંઈક અભ્યાસ – થોડો ઘણો જોઈએ. દ્રવ્ય - ગુણ – પર્યાય આ, તો ( કેટલાકે ) દ્રવ્ય - ગુણ – પર્યાયનું નામે ય (ન સાંભળ્યું હોય) નામે ય આવડે નહીં, હવે એને શી રીતે સમજાવવું!! એ સમચતુરસ સંસ્થાન, એ પુદ્ગલ જે દ્રવ્ય છે, એના ગુણ છે અને એની સમચતુરસ એ પર્યાય છે. સમચતુરસ એ ગુણ નહીં એ ત્રણ (દ્રવ્ય – ગુણ – પર્યાય) આવી ગયા, એ પુદ્ગલ દ્રવ્ય છે, એમાં ગુણ કાયમ રહેવાવાળા, સમચતુરસ સંસ્થાન એ જે છે એ એની પર્યાય છે એ પર્યાય, પુદગલ પરિણામમય છે. એ ત્રણે મારામાં નથી, કેમ કે હું ચૈતન્યદ્રવ્ય આનંદ છું ત્રિકાળ આનંદઆદિ ગુણ ત્રિકાળ અને મારી પર્યાય અનુભૂતિમાં આનંદની પર્યાય આવી એ ત્રણેમાં હું છું, એનામાં (પુદ્ગલમાં) હું નથી. એ ત્રણે મારામાં નથી. આવી ઝીણી વાત! સંતોએ – પંચમઆરાના સંતો પંચમઆરાના શ્રોતા માટે તો આ કહે છે. એમ કોઈ કહે કે આ Page #188 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૫૦ થી ૧૫ ૧૭૫ વાત કોઈ ચોથા આરા માટે, તો આ કોને કહે છે? પંચમઆરાના શ્રોતાને તે કહે છે. આહાહા! સમજાણું કાંઈ...? (શ્રોતા- એમ અપ્રતિબુદ્ધને સમજાવે !) આ તદ્દન અજ્ઞાની હોય એને સમજાવે છે, (સમયસાર) ૩૮ ગાથામાં એવો પાઠ છે. અને તે પંચમઆરાનો શ્રોતા તદ્ગ અપ્રતિબુદ્ધ (અનાદિ) અજ્ઞાની એને સમજાવ્યો, પાઠ એવો આડત્રીસગાથા, અને એ સમજી ગયો (અને પોતે કહે છે) અરે! હું તો દર્શન– જ્ઞાન - ચારિત્રના પરિણમન કરવાવાળો, આ મારી દશા છે. એવો (પાઠ છે) ૩૮ ગાથામાં, શ્રોતા હોં? એટલે કોઇ એમ કહે કે પંચમઆરામાં અત્યારે શુભઆચાર હોય (શુદ્ધ ન હોય) સે સુખસાગર છે ને કોઈ એણે કહ્યું છે, પંચમઆરામાં શુભજોગ જ હોય છે. એમ કહે છે. અરરર! છાપામાં આવ્યું છે. અરે, ભગવાન ! શુભજોગ જ હોય તો તો ધર્મ થતો નથી, (અહીંયા) આ તો કહે છે – અનુભૂતિ! પંચમઆરાના શ્રોતાને પણ અનુભૂતિ (આત્માની) થાય છે, કરે તો..... કહેનારને તો છે જ (અનુભૂતિ ) સંતો છે. એ સમચતુરસ્ત્ર એ સંસ્થાન આત્મામાં નથી. વિશેષ કહેશે. (શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ !) પ્રવચન ન. ૧૨૮ ગાથા – ૫૦ થી પ૫ તા. ૫/૧૧/૭૮ રવિવાર કારતક સુદ ૫ સમયસાર ગાથા ૫૦ થી પ૫. સંસ્થાન સુધી આવ્યું છે. શું કહે છે જરી ઝીણી વાત છે. આ શરીરનો જે આકાર છે ને સંસ્થાન એ જડની પર્યાય છે. દ્રવ્ય પદાર્થ એનો કોઈ પ્રદેશ– આદિ ગુણ છે એની આ આકૃત્તિ એની એ પર્યાય છે. એ દ્રવ્ય ગુણ ને પર્યાય ત્રણ ભિન્ન છે. આત્મામાંથી એ ત્રણેય ભિન્ન છે. પુગલ છે જડ દ્રવ્ય એનો ગુણ ને એની આ પર્યાય આકાર, સંસ્થાન એ આત્માથી ભિન્ન છે. ક્યારે? અનુભવ થાય ત્યારે. ભગવાન આત્મા દ્રવ્ય છે, એમાં આનંદ જ્ઞાન આદિ ગુણ છે, એની અનુભૂતિ થાય, એના દ્રવ્ય સ્વભાવની સન્મુખ થઈને આનંદનો અનુભવ થાય એ અનુભૂતિ એ પર્યાય છે. આત્મ દ્રવ્ય છે એના જ્ઞાન આનંદ આદિ ગુણ છે, એનો અનુભવ છે એ પર્યાય છે. એ પર્યાય જ્યારે અનુભૂતિ થાય ત્યારે તે જડના આકારની પર્યાય ભિન્ન છે, એમ જાણવામાં આવે છે. આહા ! આવી વાત છે. સમજાય છે કાંઈ ? એ છ સંસ્થાન છે. સમુચ્ચય મુકી દઈએ છીએ. સમચતુરસ્ત્ર, ન્યગ્રોધ, સ્વાતિક, કુન્ધક, વામન તથા હુંડક એ બધુંય જીવને નથી. ભગવાન! આહાહા! આ શરીરના આકાર નાકના ને ઇન્દ્રિયના ને એ બધા આકારો જડની પર્યાય છે કહે છે. શરીરના દેખાયને આકાર ? પાછળ શરીરના આકાર, આમ મોઢા આગળના આકાર આ બધા જડની પર્યાય છે. એ અજીવની પુદ્ગલદ્રવ્યનાં ગુણની પર્યાય છે ઈ, એનાથી ભગવાન આત્મા ભિન્ન છે, એમ ક્યારે કહેવાય? વસ્તુ છે ભગવાન આત્મા એનાથી તો એ ભિન્ન છે, પણ એ ભિન્ન ક્યારે કહેવાય? ભગવાન આત્મા અંતરસ્વભાવ શુદ્ધ ચૈતન્યઘન એની પર્યાય અનુભૂતિ થાય ત્યારે તે અનુભૂતિથી ભિન્ન છે તેમ ભેદજ્ઞાન સાચું થાય. ઝીણી વાત છે ભાઈ ! આ શરીરના આકાર દેખાય છે ને ભિન્ન ભિન્ન આકાર આ આ આ આમ પાછળ બધું આમ એ બધા જડનાં આકાર છે. એ જડના આકાર એ જડના ગુણની પર્યાય છે. Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ સમયસાર સિદ્ધિ ભાગ-૩ એ ભગવાન આત્માનો ગુણેય નહિ, એની પર્યાયેય નહિ. આવો ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ એના દ્રવ્ય અને ગુણને અનુસરીને જે નિર્મળ વીતરાગી અનુભૂતિ પર્યાય થાય ત્યારે તેને એનાથી આ ભિન્ન છે એમ જણાય. એક બોલ છે સમુચ્ચય કરી નાખ્યો. બીજો, સંહનન, (આઠમાં) છે? સંહનન એટલે હાડકાની મજબુતાઈ એ પણ જડ ગુણની એક પર્યાય છે. આ મજબુતાઈ હાડકાની, એ છ પ્રકારની છે. આહાહાહા ! એ પણ એક જડ ગુણની આકૃત્તિની એ જાતની પર્યાય છે. તો એ જડ દ્રવ્ય, જડ ગુણ ને જડની પર્યાય, એનાથી ભગવાનના દ્રવ્ય ગુણ પર્યાય ભિન્ન છે. આવી વાત છે. એ દ્રવ્ય ચૈતન્ય ભગવાન અંતરમાં અનંત જ્ઞાન આનંદ આદિ ગુણો, કાલ આવ્યું'તું ને બપોરે નહિ? ચૈતન્ય લોક, તેમાં અનંત પ્રકારના ગુણો તે દર્શનીય છે, તે દેખવા લાયક છે, તેને દેખે. ભગવાન આત્મામાં અનંત અનંત પ્રકારના ગુણો છે, એ ગુણની પર્યાય અનુભૂતિ એ એની પર્યાય કહેવાય છે. જેની ત્રિકાળી જ્ઞાયક સ્વરૂપ ભગવાન એ આનંદનો સાગર આત્મા એની સન્મુખ થઈને જે અનુભૂતિ સમ્યગ્દર્શન અને અનુભવ થાય તેને અહીંયા ધર્મ કહે છે, તે ધર્મની પર્યાયથી જડની પર્યાય ભિન્ન છે. આટલી શરતું આટલી. - ભગવાન મારગ એવો છે અનંતકાળથી આ રખડે છે દુઃખી છે દુઃખી. આહાહા ! બહારના પદાર્થની હોંશુ હરખ એ મિથ્યાભ્રમ છે. અંતર પદાર્થને અંતર આનંદની વિસ્મયતા એવો જે આશ્ચર્યકારી ચૈતન્ય ચમત્કાર એને અવલંબીને જે અનુભૂતિ થાય તેને અહીંયા ધર્મ કહે છે, તેને અહીંયા જીવદ્રવ્યની પર્યાય કહે છે, તેને એ અનુભૂતિથી જડની પર્યાય સહનન આદિ ભિન્ન છે. કોઈ કહે કે વજનારાચ સહન ન હોય તો કેવળજ્ઞાન થાય (શ્રોતાઃ- ના પાડે છે) હૈં? એમ નથી ભાઈ. એ હો, પણ એને લઈને કેવળજ્ઞાન થાય એમ નથી. કેમકે જ્ઞાનની પર્યાયથી સંવનનની મજબુતાઈની પર્યાય તન્ન ભિન્ન છે. એ ભિન્નને કારણે અહીંયા કેવળજ્ઞાન થાય એવું સ્વરૂપ નથી. કેવળજ્ઞાન તો ભગવાન આત્મા, ચૈતન્યના ચમત્કારના સ્વભાવથી અભૂતા અભૂત સ્વભાવથી ભરેલ, તેને અવલંબે કેવળજ્ઞાન થાય એ આત્માની પર્યાય છે. આત્મા દ્રવ્ય છે, જ્ઞાન ગુણ છે, કેવળજ્ઞાન એની પર્યાય છે. એ પર્યાયથી આ જડની પર્યાય ભિન્ન છે. આહાહા ! આવી વાત છે એ સમુચ્ચય લીધો છે. હવે આંહી નવમો બોલ લેવો છે. “જે પ્રીતિરૂપ રાગ છે”. જે અંદરમાં દેવગુરુશાસ્ત્રની ભક્તિનો ભાવ, પંચપરમેષ્ઠિના સ્મરણનો ભાવ એ બધો શુભરાગ છે. કેમકે એ રાગ પરદ્રવ્યના લક્ષે થાય છે, એ આત્માની ચીજ નથી. ચાહે તો પંચમહાવ્રતનો રાગ, ચાહે તો પરની દયા પાળવાનો રાગ, પણ એ રાગ છે, એ આત્માના સ્વરૂપની હિંસા છે. એ પ્રીતિરૂપ રાગ, શરીરનો પ્રેમ હો કે સ્ત્રીનો પ્રેમ હો, આબરુનો પ્રેમ હો કે દેવગુરુ ને શાસ્ત્રનો પ્રેમ હો, એ બધો રાગ છે. ભગવાન આત્માના આનંદનો પ્રેમ છોડી અને જે આ પરના પ્રેમમાં દોરાઈ જાય છે. આહાહાહા! સમજાય છે કાંઈ? વાત તો જુદી જાત છે પ્રભુ! આત્મા અતીન્દ્રિય આનંદ સ્વરૂપ પ્રભુ, એમાં જેટલો પરના સંગે રાગ થાય, ચાહે તો દેવગુરુ ને શાસ્ત્ર પ્રત્યેનો પ્રેમ પણ એ રાગ છે. આહાહા ! એ રાગ તે બધોય જીવને નથી, ભગવાન આત્મામાં એ રાગ નથી. રાગનો વિકલ્પ જે છે, ચાહે તો ગુણી ભગવાન આત્મા અને Page #190 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૫૦ થી ૧૫ ૧૭૭ અનંત પ્રકારના ગુણો એવો ભેદનો વિકલ્પ ઊઠે એ પણ રાગ છે, એ રાગ જીવમાં નથી. છે? “કારણકે તે પુગલ દ્રવ્યના પરિણામમય હોવાથી” એ રાગ છે એ પુદ્ગલદ્રવ્યની પર્યાયમય હોવાથી, પુદ્ગલદ્રવ્યની સાથે અભેદ છે. આહાહાહા ! આવી વાત આકરી પડે જગતને. ભગવાન આત્મા, એ રાગની પુદ્ગલમય પર્યાય છે, પરની દયાનો ભાવ એ પણ રાગ છે, એ રાગ તો પુદ્ગલ પરિણામમય છે એમ કહે છે. છે તો એની પર્યાયમાં, પણ કોઈ એવો એનો સ્વભાવ નથી. જીવના અનંત ગુણો છે, ભગવાન આત્મામાં અનંતા અનંતા અનંતા અનંતગુણા ગુણો છે પણ કોઈ ગુણ વિકાર કરે એવો કોઈ ગુણ નથી. એથી ભગવાન આત્મા અનંત ગુણનો સાગર પ્રભુ, એની પરિણતિ જે અનુભૂતિ એ દ્રવ્ય વસ્તુ અને એના અનંતા ગુણો અને એને અનુસરીને અનુભવ થવો. સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાનરૂપી અનુભૂતિ થવી, એ અનુભૂતિથી રાગનો પુદ્ગલમય પરિણામ ભાવ ભિન્ન છે. આહાહાહા! હવે આ ક્યાં લોકોને જાવું. હેં? પ્રભુ મારગ જુદો છે. એ ભવના અંતના ભવના ભવ, રાગ તો ભવ સ્વરૂપ છે-રાગ તો ભવ સ્વરૂપ છે. ચાહે તો શુભરાગ હો, સમજાય છે કાંઈ ? ચાહે તો દયા, દાન, વ્રત, ભક્તિ પૂજાનો ભાવ હો, ચાહે તો દેવગુરુશાસ્ત્રની ભક્તિનો ભાવ હો પણ એ રાગ છે તે સંસાર છે એ ભગવાન આત્માની ચીજ નહિ. કેમકે ભગવાન આત્મા તો મુક્તસ્વરૂપ છે, મુક્તસ્વરૂપનો રાગ ન હોય. આહાહાહા! ઝીણી વાતું ઘણી ભાઈ. એ રાગ પુગલ પરિણામમય હોવાથી ભાષા દેખો. એકકોર રાગ આત્માની પર્યાય છે એમ કહે, એ એનામાં પરિણમન થાય છે તેવું જ્ઞાન કરાવવા, પણ જ્યારે દ્રવ્ય સ્વભાવનું વર્ણન અહીં હોય, ત્યારે તે પુગલ પરિણામમય રાગ ભગવાન અરિહંતદેવ પંચપરમેષ્ઠિ કે ગુરુ એના પ્રત્યેની ભક્તિનો ભાવ રાગ છે. એ રાગ પુગલ પરિણામમય હોવાથી જડની સાથે તેનું અભેદપણું છે એમ કહે છે. સમજાણું કાંઈ? પુદ્ગલ પરિણામમય કીધાં ને? પુદ્ગલવાળોય નહિ, પુદ્ગલ પરિણામમય. અરે એને વાત એના તત્ત્વની સાંભળી નથી. અંદર કોણ છે પ્રભુ અંદર. સચ્ચિદાનંદ સ્વરૂપ સત્ શાશ્વત જ્ઞાનાનંદ આદિ અનંત ગુણનો પિંડ પ્રભુ, એનો જે અનુભવ થવો, એની સન્મુખ થઈને, નિમિત્ત અને રાગ ને પર્યાયથી વિમુખ થઈને, વસ્તુ આવી છે પ્રભુ, ઝીણી પડે પણ માર્ગ તો આ છે. આહાહા ! નિમિત્ત સંયોગી ચીજ દેવ-ગુરુ-શાસ્ત્ર એના પ્રત્યેનો રાગ એ નિમિત્ત ઉપરથી લક્ષ ઉઠાવી, રાગ ઉપરથી (લક્ષ) ઉઠાવી અને રાગને જાણનારી જ્ઞાનની પર્યાય વર્તમાન છે તેનાથી દષ્ટિ ઉઠાવી અને ચૈતન્યસ્વભાવ ચૈતન્ય ચિંતામણિ પ્રભુ એના તરફની દૃષ્ટિ કરવી, જે પર્યાયની દૃષ્ટિ રાગ ઉપર ને પર ઉપર છે, તે પર્યાયને અંતરમાં ભગવાનના દર્શનમાં લઈ જવી. દર્શનીય જે અવલોકનીય છે તેમાં લઈ જવી, બહારની ચીજ દર્શનીય ને અવલોકનીય નથી. ખરેખર ભગવાન આત્મા એક સમયમાં અનંત અનંત ગુણો ભિન્ન ભિન્ન જાતના, એ બધાને દેખવાલાયક તો એ ચીજ છે, અવલોકન કરવા લાયક એ ચીજ છે, એ ચીજને દર્શનીય કરીને અવલોકન કર્યું, ત્યારે પર્યાયમાં અનુભૂતિ થઈ, ત્યારે પર્યાયમાં આનંદની દશા થઈ. પર્યાયમાં, પર્યાય એટલે અવસ્થા એમાં અનંતા ગુણની જેટલી સંખ્યા છે. તેટલી પર્યાયની વ્યક્તતા અંશની વ્યક્તતા પ્રગટ થઈ, તેને અહીંયા અનુભૂતિ કહે છે. આવી અનુભૂતિથી એ રાગના પરિણામ પુદ્ગલ Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ સમયસાર સિદ્ધિ ભાગ-૩ પરિણામમય એ અનુભૂતિમય ભગવાન આત્માથી ભિન્ન છે. આહાહાહા ! આવો મારગ છે. (શ્રોતા – બહુ સુંદર) એવું છે. વસ્તુ એ આ વાસ્તુ આને કહીએ. રાગના પુગલના પરિણામ જાણીને, આ તો અપ્રશસ્ત રાગ છે બહારનો તો, એક ફેરી રાત્રે, નહોતું કહ્યું રામજીભાઈએ બહુ કહ્યું'તું લૂગડાં પહેરવા, ન્હાવું, ધોવું, આવું કરવું એ બધું પાપ છે. હું? ( શ્રોતા:- ખાવું પીવુ એ પાપ ) ખાવાપીવાનો ભાવ એ પાપ, સંસારને માટે સંસારી તો પોતે શરીરના પોષણ માટે ખાય છે. એ સવારમાં ન્હાવું કપડા ધોવા ને ધોયેલા સરખા પહેરવા એને બધો ભાવ પાપ છે. આહાહા ! એ તો ભિન્ન ચીજ છે, પણ દેવગુરુ ને શાસ્ત્રની ભક્તિનો ભાવ એ પ્રીતિરૂપ રાગ, એનાથી મને લાભ થશે એવી માન્યતા તો મિથ્યાત્વ છે. એ પુદ્ગલમય પરિણામ, પ્રભુના એ નહિ એ ચૈતન્ય ભગવાનના એ પરિણામ નહિ, કેમકે ચૈતન્યમાં અનંતા અનંતા અનંતા ગુણો ભરેલા છે. છતાં કોઈ એક ગુણ વિકાર કરે, પરિણમે એવો કોઈ ગુણ નથી. અનંતા અનંતા અનંતનો પાર નથી, પ્રભુ તારા ગુણની સંખ્યાનો એટલા અનંતા અનંતા અનંતા અનંતા અનંતને અનંતથી ગુણે અનંતી વાર ગુણે તોય પાર નહિ એટલા ગુણો તોય પણ એ ગુણનો અંત નથી. એટલા ગુણમાંયલો કોઈ ગુણ વિકાર કરે કે રાગ કરે એવો કોઈ ગુણ નથી. આહાહાહા ! સમજાય છે કાંઈ? એ બધા ગુણો નિર્મળ છે, તેથી નિર્મળ પર્યાયને કરે એમ કહેવું એ પણ વ્યવહાર છે. એ પર્યાય પર્યાયને કરે નિર્મળને એનું નામ યથાર્થ છે. બહુ ઝીણી વાત બાપુ. વીતરાગ માર્ગ ત્રિલોકનાથ જિનેશ્વરદેવ સર્વજ્ઞપ્રભુ એનો કોઈ પંથ જગતથી નિરાળો છે. કેટલાંક બાહ્યથી ધર્મ માને દયા, દાન આદિથી, તો કેટલાક ભક્તિથી ધર્મ માને દેવગુરુશાસ્ત્રથી બધી એક જાત છે. આહાહા! એ આંહી કહે છે આ શબ્દમાં તો ઘણું ભર્યું છે. “પ્રીતિરૂપ રાગ” જેને ભગવાન આનંદનો નાથ, એનો પ્રેમ જેને નથી તેને પરના ઉપર પ્રેમ છે, એ પ્રેમનો જે રાગ છે, તે દુઃખરૂપ છે. ચાહે તો દેવગુરુશાસ્ત્રની ભક્તિનો રાગ એ પણ દુઃખરૂપ છે. એ પ્રીતિરૂપ રાગ છે, પણ છે ખરો, અસ્તિત્વ છે, આત્મામાં નથી માટે નથી, એમ નહિ. આહાહા ! આત્મામાં કોઈ ગુણથી નથી માટે નથી, એમ નહિ પ્રીતિરૂપ રાગ છે, રાગ છે તે. આહાહા ! રાગનો વિકલ્પ સૂક્ષ્મ છે પ્રભુ તારી પર્યાયમાં રાગ થાય છે, છે પણ એ છે એ પુદ્ગલના પરિણામ છે એમ કહે છે, એ તારી પર્યાય નહિ. તારી પર્યાય અનંત ગુણમાંથી કોઈ ગુણ રાગ કરે એવો ગુણ નથી પછી પર્યાય તારી ક્યાંથી આવી ? એમ કહે છે. આહાહાહા ! ભગવાન આત્મા અનંત ગુણનો સાગર. શ્રીમદમાંય આવ્યુંને “મૂળ મારગ સાંભળો જિનનો રેકરી વૃત્તિ અખંડ સન્મુખ” વૃત્તિ નામ પરિણતિ વર્તમાન જે એની છે, તેને અખંડ દ્રવ્ય ઉપર વૃત્તિ કરી દે, મૂળ માર્ગ વીતરાગનો આ છે અનાદિ સનાતન, કરી વૃત્તિ નામ પરિણતિ જે વર્તમાન છે તેને અખંડ દ્રવ્ય ઉપર દૃષ્ટિ કરી દે તો રાગના પરિણામ પુગલમય છે તે ભિન્ન પડી જશે. એનો અર્થ સમજતાં નથી એને એમ કે આ ભક્તિ કરવી, આ ગુરુની ભક્તિ કરવી થઈ જશે ધર્મ, ધૂળેય નહિ થાય. આહાહા ! સમજાણું કાંઈ ? ધૂળેય નહિ થાય એટલે શું કીધું? એને પુણ્યાનુબંધી પુણ્યેય નહિ બંધાય. કેમકે એ રાગથી લાભ થાય એમ માને એ તો મિથ્યાત્વ છે અને મિથ્યાત્વમાં તો પુણ્યાનુબંધી પુણ્ય ય નથી, ત્યાં તો પાપાનુંબંધી પુણ્ય છે. છે પુણ્ય રાગ Page #192 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૫૦ થી ૫૫ ૧૭૯ છે એ, પણ મને એનાથી લાભ થશે એવો જે મિથ્યાત્વનો મહાતીવ્ર પાપ, એ પાપના પોષણમાં જે રાગનું પુણ્ય છે એ તો પાપાનુબંધી પુણ્ય છે. હીરાભાઈ નથી આવ્યા ? નથી આવ્યા. સમજાણું કાંઈ ? “પ્રીતિરૂપ રાગ છે” પ્રીતિરૂપ રાગ છે, છે તે બધોય જીવને નથી. અસંખ્ય પ્રકારના રાગ છે. રાગના ઘણાં પ્રકા૨ છે, કોઈ ગુણ ગુણી ભેદનો રાગ, કોઈ દેવગુરુશાસ્ત્રની ભક્તિનો રાગ, કોઈ દયાનો રાગ, કોઈ સત્ય બોલવાનો રાગ, કોઈ શરીરથી બ્રહ્મચર્ય પાળવાનો રાગ, એવા રાગના ઘણાં પ્રકાર છે. એ બધોય જીવને નથી, જેટલા પ્રકાર રાગના અસંખ્ય હો એ બધોય ભગવાન આત્મામાં નથી. કારણકે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી એ તો પુદ્ગલદ્રવ્યની પર્યાય છે કહે છે. આહાહાહા! પાછું એવું ય લીધું છે એક ઠેકાણે, કે કર્મની પર્યાય થાય છે એ કોઈ ગુણ નથી તે ત્યાં થાય છે, પર્યાયમાં થાય છે એમ લખ્યું છે ચિદ્વિલાસમાં. રાગ જે થાય છે એ પુદ્ગલકર્મની પર્યાય થાય છે, કર્મની પર્યાય, કર્મની પર્યાય થાય છે. એ કોઈ પુદ્ગલમાં ગુણ નથી કે જેથી કરીને ( એ ) પર્યાય થાય પર્યાય સ્વતંત્ર થાય છે. આરે આવી વાતું હવે. આહાહાહા ! અહીંયા કહે છે, એ પુદ્ગલદ્રવ્ય એટલે જડ પદાર્થ છે તેનો ગુણ છે, વિકાર થવાને લાયક એમાં વિકા૨ પરિણામ ( પોતાથી ) થાય છે. અહીંયા તો ગુણ નથી એને એમ સિદ્ધ કરવું છે પાછું. શું કીધું ઇ સમજાણું ? કર્મની પર્યાયમાં જે રાગ થાય છે, તો એ દ્રવ્યમાં કોઈ એવો ગુણ નથી કે કર્મની પર્યાયરૂપે થાય. પર્યાયનો જ એવો સ્વભાવ છે એનો. પંડિતજી ! ઝીણી વાત છે ભાઈ. જેમ આત્મદ્રવ્યમાં કોઈ એવો ગુણ નથી કે વિકાર થાય, એમ પુદ્ગલમાં કોઈ ગુણ નથી કે કર્મરૂપી પર્યાય થાય. ઝીણી વાત છે બાપુ. આ કાંઈ મારગ અને આ સમજ્યા વિના મરી જવાના છે ૮૪ ના અવતા૨માં ગોથા ખાઈને ઢો૨માં. એક તો વાણીયા નવરા નથી ધંધા આડે પાપના આખો દિ’ ધંધા બાવીશ કલાક બાયડી ને છોકરા એકલું પાપ, ધર્મ તો નથી પણ પુણ્યય નથી ત્યાં તો. આંહી તો કહે છે કે પુણ્યના પરિણામ કદાચિત્ થયા શુભરાગ, તો એ પુદ્ગલ પરિણામમય છે, પુદ્ગલનાં પરિણામ છે. આંહી તો એમ સિદ્ધ કરવું છે કે પુદ્ગલ છે એ દ્રવ્ય છે, એના ગુણ છે તો એ ગુણમાં પુદ્ગલનો કોઈ ગુણ નથી કે કર્મરૂપી પર્યાય થાય. પર્યાયનો જ એવો સ્વભાવ છે તે કર્મરૂપે થાય છે. ભાઈ ! એય વજુભાઈ ! શું સમજાણું ? આ પર્યાયની અવસ્થા છે. જેમ ભગવાન આત્મામાં કોઈ ગુણ એવો નથી કે રાગ થાય, વિકૃત થાય, એવો કોઈ ગુણ નથી, પર્યાયમાં થાય છે. એમ પુદ્ગલમાં કોઈ એવો ગુણ નથી કે કર્મરૂપી પર્યાય થાય, પર્યાય કોઈ ગુણની હોય ને ? ના એ તો કર્મની પર્યાય પર્યાયમાં પર્યાયથી થાય છે. એમ આંહી પુદ્ગલ પરિણામમય રાગને કહ્યા, તો પુદ્ગલમાં કોઈ એવો ગુણ નથી કે રાગની પર્યાય થાય. પણ રાગની પર્યાય પુદ્ગલની પર્યાયમાં સ્વતંત્ર થાય છે, તેથી તેને પુદ્ગલ પરિણામમય કહેવામાં આવ્યા છે. આવી વાત છે. કહો હસમુખભાઈ ! આ તો નિવૃત્તિ લઈને બરોબર અભ્યાસ કરે તો બેસે એવું છે, બાકી તો ધંધા આદિની મજૂરીયું કરીને મરી ગયા બધાં ભવ હારીને ક્યાંક ઢો૨માં હાલ્યા જશે કેટલાક તો, પશુ થાશે ઘણાં. આહાહાહા ! અરેરે ! Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ સમયસાર સિદ્ધિ ભાગ-૩ આંહી તો રાગ થાય છે, કહે છે એને પોતાનો માને તો એ મિથ્યાર્દષ્ટિ એ મરીને તિર્યંચમાં કેનિગોદમાં જશે. તેથી એ પુદ્ગલમય પરિણામ હોવાથી પોતાની અનુભૂતિથી ભિન્ન છે. આત્મ દ્રવ્યથી ભિન્ન છે એમ ન કહ્યું, આત્મદ્રવ્યથી ભિન્ન છે પણ એ ભિન્નનું ભાન ક્યારે થાય ? કે એ અનુભૂતિ કરે ત્યારે આત્મા આનંદનો નાથ પ્રભુ છે, એનું સમ્યગ્દર્શન કરે, એનું સમ્યક્ અનુભવ કરે, ત્યારે તે દ્રવ્યમાં નથી, એમ અનુભૂતિમાં નથી, ત્યારે એને ખ્યાલ આવે. આહાહા ! આવી વાતું છે. વીતરાગનો માર્ગ, સર્વજ્ઞદેવ ત્રિલોકનાથ ૫૨મેશ્વર એનો પંથ કોઈ દુનિયાથી નિરાળો છે એટલે કે તારો પંથ, તારો મોક્ષનો પંથ જ કોઈ અલૌકિક છે. હજી તો બહારના શરીરનો પ્રેમ, સ્ત્રી, કુટુંબ, ધંધાના પ્રેમ એ તો મહાપાપ. શરીરની સુંદરતાને દેખીને વિસ્મય લાગે, એ પણ મહાપાપ. આ તો જડની પર્યાય છે માટી હાડકાં એમ રાગની પર્યાય પણ આંહી તો પુદ્ગલ પરિણામમય કીધી છે. આ પર્યાય થવામાં તો એનામાં ગુણ છે, આ પર્યાય થવામાં પ્રદેશત્વ નામનો ગુણ આવૃત્તિ થવામાં છે પુદ્ગલમાં, પણ કર્મની પર્યાય થવામાં કોઈ ગુણ નથી છતાં તે પર્યાયમાં વિકૃતરૂપી કર્મની અવસ્થા થાય, હવે આંહી તો કર્મની અવસ્થામાં પણ આપણે તો આંહી રાગની અવસ્થા સિદ્ધ કરવી છે, તો કર્મના ૫૨માણુ છે એમાં કોઈ ગુણ એવો નથી કે રાગરૂપે થાય, છતાં એ પર્યાયમાં રાગરૂપે થવાનો પુદ્ગલનો પર્યાયનો સ્વભાવ છે. આહાહા ! આવી વાતું છે. એ અનુભૂતિથી ભિન્ન છે, ભગવાન આત્મા અનંત અનંત ગુણની ચમત્કારિક ચીજ જે છે, એનો અનુભવ એને અનુસરીને નિર્મળ પર્યાયનું થવું, ભગવાન આત્માને અનુસરીને સમ્યગ્દર્શનની પર્યાયનું થવું, એને અનુસરીને સ્વરૂપના આચરણરૂપ સ્થિરતા થવી, એ ત્રણેયને અહીંયા અનુભૂતિ કહે છે. અનુભૂતિ જેને થઈ, એને મોક્ષનો સુખનો પંથ આવ્યો. સુખના પંથે દો૨ાણો એ. સમજાણું કાંઈ ? એ સિવાય તો દુઃખના પંથે દોરાયેલા છે જગતો. આહાહા ! રાગ ને પુણ્ય પાપના ભાવને ૭૭ ગાથામાં તો એમે ય કહ્યું, પ્રવચનસાર, કાલ વળી એક આવ્યો’તોને શુભભાવ-શુભભાવ હવે સાંભળને હવે કીધું, આ પાપના ભાવ છે બાયડી છોકરા કુટુંબ ધંધાના એ બધા અશુભભાવ એ શુભ અને અશુભ બેયમાં ફેર માને જરીયે, શુભ અને અશુભમાં બેયમાં વિશેષતા માને, એકરૂપ છે એમ ન માને અને વિશેષ ફેર છે એમ માને, પ્રવચનસાર ૭૭ ગાથા ભગવાન કુંદકુંદાચાર્ય કહે છે, હિડંતિ ઘોર સંસા૨ મોહ સછન્નનો મોહ સછન્નો એટલે ? એ મિથ્યાત્વથી ઢંકાઈ ગયેલો આત્મા, ઘોર સંસા૨માં ૨ખડશે, હિડંતિ. ભાઈ મારગ વીતરાગનો છે આ ૭૭ ગાથામાં એને કહ્યું'તું કાલે આવ્યો'તો ને એક દાઢીવાળો, એ બધા માળા... એને કાંઈ ખાવું હશે મને કહે ગોચરી કરું કાંઈ ખવરાવશો ? મેં કીધું મારું કામ છે ? અહીંયા તો આ ઉપદેશનું છે એ સિવાય બાકી દુનિયામાં તમારું શું થાય એનું આંહી અમારે શું કામ છે. એને એમ કે કાંઈ કહે ભલામણ કરે. અહીંયા એ વાત ક્યાં. આંહી તો હજા૨ો માણસ આવે છે ઘણી જાતના. આહાહા ! આંહી તો કહે છે કે સંસારના જેટલાં કામ છે એ બધા પાપમય છે. સવા૨થી ઉઠીને ન્હાવું ને ધોવું, ખાવું ને ચ્હા પીવી ને ભેગા બધા બેસારીને રાજી રાજી આજ આ ખાધું ને આ પીધું Page #194 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૫૦ થી ૧૫ ૧૮૧ ને બધું એકલું પાપ, એમાં પણ કહે છે કે કોઈ વખતે શુભભાવ આવે, દયા, દાન, વ્રત, આદિનો પણ એ પ્રીતિરૂપ રાગ તો પુલ પરિણામ, પ્રભુ તારી જાત નહિ, તારી જાત હોય તો જુદી પડે નહિ જુદી પડે તે તારી નહિ, ને તારી હોય તે જુદી પડે નહિ. એ રાગના પરિણામ જો તારા હોય તો જુદા પડે નહિ, એના જ્ઞાન દર્શન આનંદના પરિણામ એ જુદા ન પડે, કારણકે એ તો એના ગુણની પરિણતિ છે. શું કહ્યું છે? જે આત્માના ગુણ છે જ્ઞાન દર્શન આદિ અનંત એનાં જે પરિણામ છે એ કોઈ જુદા ન પડે એ તો અભેદ છે અને રાગાદિ પરિણામ તે જુદા પડી જાય છે, સિદ્ધમાં રહેતા નથી. કેવળજ્ઞાનમાં રહેતા નથી, અરે અનુભૂતિમાં રહેતા નથી, આંહી તો એમ કહે છે. સમજાણું કાંઈ? આહાહાહા ! ભગવાન આત્મા આઠ વર્ષની બાલિકા પણ જ્યારે અનુભવ કરે. આત્મા છે ને? આ તો હાડકા છે એ ક્યાં આત્મા, આ તો જડ છે. આત્મા જે અંદર છે, અનંત અનંત ગુણનો ચમત્કારિક પદાર્થ એના સ્વરૂપના આશ્રયે જ્યાં જાય છે અંદર, ત્યારે એને અનુભૂતિ થાય છે, એ અનુભૂતિથી બાળક કે આઠ વર્ષની બાળકી હોય, એ અંદર જાણે છે કે આ મારી અનુભૂતિથી રાગ ભિન્ન છે એટલું સમ્યગ્દર્શન ને અનુભૂતિનું માહાભ્ય છે. આહાહા ! સમજાણું કાંઈ? એ અનુભૂતિથી ભિન્ન છે, પર્યાયથી ભિન્ન છે એમ કીધું, દ્રવ્ય ગુણથી ભિન્ન એમ ન કીધું. શું કીધું ઈ ? જે રાગ છે એ અનુભૂતિથી ભિન્ન છે. કારણકે દ્રવ્યગુણથી ભિન્ન છે, પણ દ્રવ્યગુણથી ભિન્ન છે એવું ભાન થયા વિના દ્રવ્યગુણથી ભિન્ન એને ક્યાં ખબર છે? સમજાય છે કાંઈ? ભગવાન આત્મા નિજ સ્વરૂપમાં વાસ કરે છે, ત્યારે તેને અનુભૂતિ થાય છે. રાગમાં વાસ કરે છે ત્યારે તેને મિથ્યાત્વ ને ભ્રમણા ઉત્પન્ન થાય છે. અહીંયા એમ કહે છે, કે એ અનુભૂતિથી ભિન્ન છે. દ્રવ્ય ગુણથી ભિન્ન છે એમ ન કહ્યું. દ્રવ્ય એટલે વસ્તુને એના અનંતગુણો છે એનાથી ભિન્ન ન કીધું કેમ? છે તો એનાથી ભિન્ન પણ એનું ભાન થયા વિના ભિન્ન છે એમ જાણ્યું કોણે? લોજીકથી વાત સમજવી પડશે ને એને, ન્યાયથી. આહાહા ! સમજાણું કાંઈ? ભિન્ન છે એ નવ થયો નવ. હવે દશમો બોલ “જે અપ્રીતિરૂપ વૈષ છે તે બધોય જીવને નથી” અંદરમાં જે અણગમો ઉત્પન્ન થાય વીંછી કરડે, સર્પ કરડે, નિંદા થાય, લોકો એને પસંદ ન કરે, માન ન આપે, ત્યારે એને અપ્રીતિ એટલે અંદર વૈષનો અંશ આવે, એ અપ્રીતિ છે એ, અપ્રીતિરૂપ દ્વેષ છે, છે? છે. આંહી તો સત્ય વસ્તુ છે, છમસ્થ છે, સત્ય આ છે એમ સ્થાપે ત્યાં પણ રાગનો અંશ આવે છે, એમ કહે છે, પણ એ અનુભૂતિથી ભિન્ન છે. આ નથી આ ખોટું છે, છદ્મસ્થને હોં, કેવળીને તો કાંઈ નહિ, તો ત્યાં પણ એને દ્વેષનો એટલો અંશ આવે છે. (શ્રોતા:- બીજા ધર્મો ખોટા છે એમ કહેવું એ દ્રષ છે.) હું? એ અંદરમાં રાગી છે, છાસ્થ છે એમ કીધું માટે તેને એટલો અંશ આવે છે, છતાં એ વસ્તુથી ભિન્ન છે. કેવળીને તો વીતરાગતા છે, એને તો દિવ્યધ્વનિમાં ગમે તે આવે એ તો સ્વતંત્ર છે. પણ છદ્મસ્થ છે, કર્તાકર્મમાં આવે છે ભાઈ ! છેલ્લો અધિકાર જયચંદ પંડિતે ભાવાર્થ લખ્યો છે, એમાં આવે છે આ “કે જ્ઞાનીને પણ સત્યનો જે રાગ હુજી રાગ છે ને?” સત્યનું સ્થાપન કરતાં પણ તેને રાગનો અંશ આવે છે, છતાંય એ રાગનો અંશ અનુભૂતિથી ભિન્ન છે. એટલે જ્ઞાનીને પણ જ્ઞાનના અનુભવથી રાગ Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ સમયસાર સિદ્ધિ ભાગ-૩ ત્યાં આવે પણ છે ભિન્ન એમ આ છદ્મસ્થ છે ને રાગી છે ને, રાગ છે ને એની દશામાં એમ તેથી કહ્યું કે, જ્યાં સુધી રાગ છે, ત્યાં સુધી એને અભેદ–દષ્ટિ કરાવે છે. આવ્યું છે ને સાતમી ગાથામાં- સાતમી ગાથામાં પરદ્રવ્યને દેખવું એને લઈને રાગ નથી. પણ રાગી પ્રાણી છે માટે ભેદથી રાગ થાય છે. આત્મા દર્શનજ્ઞાનમય ચારિત્રમય છે એમ ભેદ કરે તો રાગી છે માટે રાગ થાય છે. ભેદ કરવો એ રાગનું કારણ નથી, ભેદ તો જ્ઞાની સર્વજ્ઞ બધું જાણે છે. પણ આ આનંદ છે, જ્ઞાન છે એમ ભેદ કરવો એ રાગી પ્રાણી છે માટે એને રાગ થાય છે. ભેદ કરતાં રાગી છે માટે રાગ થાય છે. ભેદ કરતાં રાગ થાય તો તો સર્વજ્ઞ પણ ભેદને અને બધાને જાણે છે. સમજાણું કાંઈ ? આહાહા ! આવી વાત છે. ભેદ, નીચે છદ્મસ્થ છે એ ભેદ કરવા જાય છે, કે આ દર્શન ને જ્ઞાનને ચારિત્ર તો રાગી છે માટે એને રાગ થાય છે, માટે તેને જ્યાં સુધી અભેદપણું પૂર્ણ ન થાય, ત્યાં સુધી ભેદનો નિષેધ કર્યો છે. આવી વાતું છે. આહાહા! ઝીણી વાત બાપુ. મારગડા એવા ઝીણા છે. આહાહાહા ! અપ્રીતિરૂપ વૈષ છે તે બધોય જીવને નથી” ત્યારે દ્વેષ જડને છે? હા, કઈ અપેક્ષાએ? કે એના અનંતગુણમાં કોઈ દ્વેષપણે થાય એવો કોઈ ગુણ નથી, એથી તે દ્રષનાં પરિણામ તેમાં રહેતા નથી, એના હોય તો કાયમ રહે, એના નથી માટે તે પુગલદ્રવ્યના પરિણામમય છે, કોને? એ દૈષનો અંશ, અપ્રીતિરૂપ દ્વેષ તે જીવને નથી, કોને? કે અનુભૂતિ કરે એને. છે? કારણકે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી એકકોર એમ કહે કે પુણ્ય ને પાપ ને મિથ્યાત્વ એ જીવનાં પરિણામ છે. એક બાજુ એમ કહે કે દ્વેષ આદિનાં પરિણામ એ પુદ્ગલ પરિણામ, એ કઈ અપેક્ષાએ, ઓલા જીવના પરિણામ છે તો એ એની જીવની પર્યાયમાં થાય છે, પરને લઈને નહિ, પરમાં નહિ એટલું જણાવવા (કહ્યું). હવે જ્યારે અહીંયા આત્માના અનુભવને જણાવવો છે, આત્માના દ્રવ્યગુણની શુદ્ધતાને જણાવવું છે ત્યારે એ શુદ્ધતાના આશ્રયે જે અનુભૂતિ થાય તેનાથી તે દ્વેષના પરિણામ ભિન્ન છે, માટે તેને પુગલ પરિણામ કહેવામાં આવ્યા છે. આહાહાહા ! એક બાજુ એમ કહેવાય કે, સમ્યગ્દષ્ટિને, જ્ઞાનીને, ગણધર પણ છે એને જેટલે અંશે રાગ આવે છે, એટલે અંશે પરિણમન એનું છે, અને એનો એ કર્તા છે. કર્તા એટલે? કરવા લાયક એમ નહિ, પરિણમે છે તેટલો કર્તા છે અને જેટલો પરિણમે છે એટલો એ ભોક્તા છે. આવી વાણી વીતરાગની. એક બાજુ કહે કે એ પુગલનાં પરિણામ છે અને એક બાજુ કહે કે ગણધર જેવા ચાર જ્ઞાનના ઘણી, ચૌદ પૂર્વ અને ચાર જ્ઞાન અંતર્મુહૂર્તમાં જેને પ્રગટ થાય છે એને પણ એ રાગના પરિણામ, એ પરિણમન એનું છે, એ કર્તા એનો છે, એ પુગલના નહિ. નયમાં આવ્યું ને? ભોક્તા છે પણ એટલો દુઃખી કહો તો દુઃખ છે. આ ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદને અનુભવે છે એની સાથે જરી રાગ થાય છે તેના દુઃખને પણ અનુભવે છે. આંહી કહે કે પુગલના પરિણામ છે એનો અનુભવ જીવને હોય? બાપુ કઈ અપેક્ષા છે? એ પુદ્ગલના પરિણામ અનુભૂતિથી ભિન્ન, જેમ દ્રવ્યસ્વભાવ અને ગુણમાં કાંઈ નથી. તેમ તેનો અનુભવ કરવાથી પણ તે રાગ ને દ્વેષ તેનામાં નથી. કેટલી અપેક્ષાઓ પડે, જ્ઞાનની ગંભીરતા છે પ્રભુ એ તો જ્ઞાનની ગહનતા છે એ, એ આંહી કહે છે. Page #196 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૫૦ થી ૧૫ ૧૮૩ ગણધર પણ જ્યારે સને રચે અને અસત્યનો નિષેધ કરે ત્યારે પણ અંશ તો આવે અંદર, છતાં એ અનુભૂતિની અપેક્ષાએ એ દ્રવ્યગુણમાં નથી, તેથી તેનો અનુભવ થતાં તેનામાં નથી. સમજાણું કાંઈ? તેમ વૈષની પુગલની પર્યાય એના દ્રવ્યગુણમાં કોઈ એવો ગુણ નથી, કે વૈષરૂપી પરિણામ થાય પુદ્ગલમાં પણ અહીં જેમ પર્યાયમાં વિકૃત થાય છે તેમ એની પર્યાયમાં કર્મની પર્યાય એ વિકૃત થાય છે. પર્યાયનો એ સ્વભાવ છે. કોઈ દ્રવ્યગુણનો નથી. હવે આવું બધું ક્યારે યાદ રાખવું અને આખો દિધંધા ને પાણી પાપના. આહાહા ! કાપડના ધંધાવાળા કાપડ ફેરવે આમ ને આમ ને આમ એકલા પાપના પોટલા સંકેલે ને પહોળા કરે ને ફલાણું ને ઢીંકણુ આ સાતમ આઠમ હોય ને? રાજી રાજી થતા હોય, પાપ છે એકલું. આહાહા ! આંહી તો પ્રભુ એમ કહે છે કે એ પાપ છે ખરું, પણ જે પોતાના માને છે એમાં એને એનાં છે, પણ જે અનુભવ કરીને પરના માને એ એનાં નથી. આવી વાતું છે. આવો જૈન ધર્મ હશે? અત્યાર સુધી તો ભાઈ અમે દયા પાળવી વ્રત કરવા ભક્તિ પૂજા, આ બધા ચાકળા હસમુખભાઈના હશે? હું? એના છે ને? આ ચાકળા આટલા બધા ક્યાંથી આવી ગયા કીધું? આ વચનામૃતના ચાકળા છે. આહાહા ! અમૃતસાગર ભગવાન આત્મા જેનું કદી મૃત્યુ નથી એટલે જીવતી જ્યોત છે. જેની ચૈતન્યધાતુ, જેમાં પરિણતિ નથી, એવી ચૈતન્યધાતુ છે. એવા ચૈતન્યધાતુનો અનુભવ કરતા બહારથી બધા તરફથી ખસીને એ ચૈતન્ય, ચૈતન્ય-ચૈતન્યધાતુ ચૈતન્ય જેણે ધારી રાખ્યું છે. ચૈતન્ય સ્વભાવ જેણે ધારી રાખ્યો છે, એવા ચૈતન્યના અનુભવમાં, અનુભૂતિથી તે પુદ્ગલનાં વૈષનાં પરિણામ તે ભિન્ન છે, એને ભિન્ન છે. જે માને મારા એનાથી એ ભિન્ન નથી. સમજાણું કાંઈ ? મારા કરીને માને છે ને મને એનાથી લાભ થાય, એમ માનનારને પુદ્ગલનાં પરિણામ નથી, એ એના છે, પર્યાયમાં એના મિથ્યાષ્ટિનાં. આહાહા ! સમજાણું કાંઈ? આવો ઉપદેશ હવે. એય હિંમતભાઈ ! અરે ભાઈ ચોર્યાસીના અવતાર કરી કરીને ઠડ નીકળી ગયો સાંભળ્યું નથી એણે. આ બધા અબજોપતિ ને કરોડોપતિ બધા દુ:ખી બિચારા છે. ભિખારા છે ભિખારા માગે છે. આ દયો, આ લાવો ને આ લાવો અનંત અનંત આનંદગુણનો ઘણી પ્રભુ એની માગણી નથી એને. જેમાં અનંતી લક્ષ્મી પડી છે પ્રભુમાં, આ તો ભિખારા મને તો બે કરોડ મળે ને પાંચ કરોડ મળે ને ધૂળ કરોડ મળે, રાજી રાજી પૈસા પેદા કરતાં હોય એમાં વધી જાય દસ લાખમાં વીસ લાખ મળી જાય છે તો કહે લાપસી કરો આજ. શેના? મિથ્યાત્વના આંધણ છે ત્યાં. આંહી પ્રભુ એમ કહે છે, પ્રભુ કહે સંતો કહે એ બધી એક જ વાત છે ને? અપ્રીતિરૂપ દ્વેષ પરિણામ પ્રભુ જે દ્રવ્ય ને ગુણનો અનુભવ કરે એના એ નથી નટુભાઈ. આહાહા! સમજાણું કાંઈ આ? આવી વાતું છે. પ્રભુ ચૈતન્ય દ્રવ્ય અને એનાં અનંતા ગુણોની ભિન્નતા અનેક પ્રકારની ચમત્કારિક ચીજ, એની સન્મુખ થઈને અનુભવે, રાગ નેનિમિત્તથી વિમુખ થઈને, એની અનુભૂતિની અપેક્ષાએ એ પુગલ પરિણામ જડનાં છે. એમ ભિન્નતા (થતા) અનુભવમાં ભેગા આવ્યા નહિ, સમજાણું કાંઈ ? અનુભવમાં તો અનંતા ગુણની નિર્મળ પર્યાય આવી, સમ્યગ્દર્શનમાં અનંતા ગુણની નિર્મળ પર્યાય પ્રગટ થઈ પણ એ રાગ પ્રગટ થયો નહિ એમાં. આહાહાહા ! Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ સમયસાર સિદ્ધિ ભાગ-૩ આવો મારગ વીતરાગનો, ત્રણલોકના નાથ સીમંધરપ્રભુ મહાવિદેહમાં બિરાજે છે. એમણે કહેલું આ બધું છે. કુંદકુંદાચાર્ય ત્યાં ગયા'તા આઠ દિ' રહ્યા'તા. (ત્યાંથી) આવીને આ કહ્યું, પ્રભુનો આ સંદેશ છે, ત્રણ લોકના નાથ સીમંધર પરમાત્મા સીમ+ધર પોતાની મર્યાદામાં રહેનારા છે એ, અતીન્દ્રિય આનંદ આદિમાં રહેનારા પ્રભુ છે, રાગમાં આવતા નથી, જતાં નથી, એવા પરમાત્મા એમનો આ હુકમ છે, એમની આ આજ્ઞા છે. કે જેણે ભગવાન આત્મા ને એના ગુણોને અનુસરીને જે અનુભવ થાય તે જીવને રાગ અને દ્રષના અંશો પુદ્ગલના છે. કેમકે અનુભવમાં ભેગાં આવ્યા નહિ. શશીભાઈ ! આમ છે, શશી ચંદ્રની કળા ઉઘડી આ એમ કહે છે, એને પછી અંધકાર એનો ન હોય. ભગવાન છે. અરેરે ! એણે દરકાર કરી નથી અનંતકાળથી. જે કરવા જેવું છે એનું કર્યું નથી ને નહિ કરવા જેવા કરીને હેરાન થઈને મરી ગયો છે. એ આવ્યું'તું ને ઓલામાં કળશ-૨૮ કળશમાં આત્માને મરણતુલ્ય કરી નાખ્યો છે, મારી નાખ્યો છે, કહે છે મરણતુલ્ય કરી નાખ્યો છે. જાગતી જ્યોત અનંત ગુણના સત્તાના સ્વભાવનું સામર્થ્ય પ્રભુ પોતે એને આ રાગ કરું ને પુણ્ય કરું ને પાપ કરું ને આ કરું ને આ કરું તો મને એમ કર્તા થઈને ચૈતન્યજ્યોત જ્ઞાતાદેખાને મરણતુલ્ય કરી નાખ્યો છે. (શ્રોતા – આપે તો ભિન્ન કરીને બતાવ્યો છે ને ?) ભગવાન છે ને પ્રભુ તું ભાઈ ! આ કાંઈ કોઈ પક્ષની વાત નથી આ, આ તો વસ્તુનું સ્વરૂપ જ છે ને પ્રભુ, જૈન ધર્મ કોઈ પક્ષ નથી એ તો વસ્તુ એવી છે જિનસ્વરૂપ જ પ્રભુ છે, એને અનુસરીને જે દશા થાય એ જિનસ્વરૂપી અનુભૂતિ છે. એ અનુભૂતિમાં રાગાદિ આવતો નથી, માટે તે પુદ્ગલનાં કહેવામાં આવ્યા છે, ભાષા તો સાદી છે પણ ભાવ તો કાંઈક (અલૌકિક છે). આહાહા! હું? અનુભૂતિથી ભિન્ન છે. (અગિયારમો બોલ):–“જે યથાર્થ તત્વની અપ્રતિપત્તિરૂપ (અપ્રાસિરૂપ) મોહ છે આ મોહ લીધો હવે મિથ્યાત્વ, યથાર્થ તત્ત્વની અપ્રત્તિ, અપ્રાપ્તિ ભગવાન આત્માની પ્રાપ્તિ છે એની અપ્રાપ્તિ. શેમાં? મિથ્યાત્વભાવમાં, મિથ્યાશ્રદ્ધામાં સ્વરૂપની અપ્રાતિ છે, એવો જે મિથ્યાત્વભાવ. “જે યથાર્થ તત્ત્વની અપ્રતિપતિ અપ્રાપ્તિ મોહ, મિથ્યાત્વ તે બધોય જીવને નથી”. કેમ કે જીવના સ્વભાવમાં કોઈ મિથ્યાત્વ થવું એવી કોઈ શક્તિ નથી એ પર્યાયમાં ઉભું કરેલું પરને લક્ષે એવો જે મોહ એ જીવ(ના) દ્રવ્ય ગુણમાં નથી. કોને? કે જીવગુણની પર્યાયનો અનુભવ કરે તેને. આમ તો ધારી રાખે કે આ મારું નથી ને એવું તો અગિયાર અંગનું જ્ઞાન તો અનંત વાર થયું છે. આહાહાહા! વાહઆ તત્ત્વ તો જુઓ. તે બધોય જીવને નથી, કારણકે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી, મિથ્યાત્વ છે તે પુગલદ્રવ્યના પરિણામ છે, કેમકે કોઈ આત્માનો(એવો) ગુણ નથી કે મિથ્યાત્વરૂપે થાય, એવો કોઈ ગુણ નથી. ખરેખર તો પુદ્ગલમાંય એવો કોઈ ગુણ નથી કે કર્મની અવસ્થારૂપ થાય. આ બેય પર્યાયમાં છે. ગજબ વાત છે પ્રભુનો મારગ તીર્થકર સર્વજ્ઞનો. ઓહો ! અલૌકિક મારગ છે. જિનેશ્વરદેવ અનંત તીર્થંકરો થઈ ગયા, વર્તમાનમાં બિરાજે છે, અનંત થશે એની બધાની કથની આ છે. “એક હોય ત્રણકાળમાં પરમાર્થનો પંથ” એ મિથ્યાત્વભાવ જીવના નથી. કેમકે પુગલદ્રવ્યનાં પરિણામમય હોવાથી એતો પુદગલની સાથે અભેદ છે, જીવની સાથે અભેદ નથી. આહાહા! અનુભૂતિથી ભિન્ન છે. મિથ્યાત્વનો ભાવ Page #198 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૫૦ થી ૫૫ ૧૮૫ આત્માનો અનુભવ કરે ત્યારે ભેગો આવતો નથી, અત્યારે તો સમ્યગ્દર્શનની વાત છે માટે તે મિથ્યાત્વભાવ, ભાવ હોં, એ આત્માનો નથી. અનુભૂતિથી ભિન્ન રહે છે માટે. વિશેષ કહેશે. ( શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ ) = પ્રવચન નં.૧૨૯ ગાથા - ૫૦ થી ૫૫ તા. ૬/૧૧/૭૮ સોમવાર કારતક સુદ-૬ ૫૦-૫૫ ( ગાથા ) છે ને ? અગિયાર બોલ ચાલ્યા છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ, પ્રમાદને કષાયમાં નાખી દીધો, જેમનાં લક્ષણ છે એવા પ્રત્યયો-આસવો એ બધાય જીવને નથી. જીવ જ્ઞાયકસ્વરૂપ છે તેનો અનુભવ થતાં તે તેમાં નથી. ચૈતન્યસ્વરૂપ શાયક સ્વરૂપ છે તેનો અતીન્દ્રિય આનંદનો અનુભવ થતાં તે મિથ્યાત્વ આદિ ભાવો જીવમાં નથી. તે અનુભૂતિથી ભિન્ન છે. આહાહા ! એ મિથ્યાત્વ, અવિરતિ, કષાય જેમનાં લક્ષણ, જેમના એટલે કે એવા જે પ્રત્યયોઆસ્રવો તે બધાય જીવને નથી. ભગવાન તો આત્મા (શ્રોતાઃ- ત્રિકાળી દ્રવ્યમાં નથી– કે પર્યાયમાં નથી ? ) પર્યાયમાંય નથી એને અનુભૂતિના કાળમાં પર્યાયમાં પણ એ નથી. વસ્તુમાં તો નથી પણ વસ્તુમાં નથી એમ ક્યારે અનુભવ થાય ? આત્મદ્રવ્યમાં એ મિથ્યાત્વ, અવ્રત, કષાય નથી, એ તો શુદ્ધ ચૈતન્ય છે એમાં નથી પણ એમાં નથી એ ક્યારે થાય ? કે એ ચૈતન્ય જ્ઞાયકનો અનુભવ કરે, ત્યારે એને આમાં નથી એમ અનુભવ થાય. આવી વાત છે ભાઈ ! આવો માર્ગ વીતરાગનો. ઉદાસ, ઉદાસ, ઉદાસ આત્મા. મિથ્યાત્વ, અવ્રત, કષાય ને યોગ એ આસ્રવો તે જીવમાં નથી. કેમ કે, છે, તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી એ તો પુદ્ગલદ્રવ્યના પરિણામ છે, આત્માના નહિ. જીવના પરિણામ તો એનો સ્વરૂપનો અનુભવ કરે એ અનુભૂતિ તે જીવના તે પરિણામ છે. આવી વાત છે. બીજી રીતે કહીએ તો એ મિથ્યાત્વ, અવ્રત, કષાય ને યોગ આત્માનું ક્ષાયિક સમ્યગ્દર્શન થતાં ક્ષાયિક સમ્યક્ થતાં અને મિથ્યાત્વ એને કષાયનો તો આસ્રવ છે જ નહિ, પણ તેટલા સંબંધીનો અવિરતિ ને યોગ પણ એને નથી, આવે છે ? આસ્રવ ! ( આસવ અધિકા૨ ૧૭૪ થી ૧૭૬ ગાથા ) આત્મા આનંદસ્વરૂપ એવું ક્ષાયિક સમ્યગ્દર્શન થયું ઉપશમને પણ એમ છે તેટલો કાળ, ક્ષયોપશમને માટે પણ તેટલો કાળ, પણ આ ક્ષાયિકને માટે તો જો૨ છે. આત્મા અખંડ આનંદ સ્વરૂપ એનો પર્યાયમાં અનુભવ થતાં, તેને એ આસ્રવો તો નથી, મિથ્યાત્વ આદિ અનુભૂતિમાં, પણ ખરેખર તો અનુભૂતિ થતાં, ક્ષાયિક સમકિત થતાં, તેને તે સંબંધી અવિરતિ અને યોગનો પણ ક્ષય થઈ જાય છે. સમજાય છે કાંઈ ? લીધું છે ને ? ( બાળ સ્ત્રી ) એને જેટલું જોડાણ કરે તો થાય પણ જોડાણ નથી કરતો. પ્રભુ ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા, એનો અંત૨માં સમ્યગ્દર્શન સહિત એ અનુભૂતિ જે આચરણ થયું, દર્શન થયું, જ્ઞાન થયું ને આચરણ થયું અનુભૂતિ. તેથી તે અનુભૂતિમાં મિથ્યાત્વ, અવ્રત, કષાય ને યોગ, કષાયમાં પ્રમાદ ગયો ભેગો, પાંચ છે ને ? મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય ને યોગ પણ અહીં પ્રમાદને કાઢીને યોગ કષાયમાં નાખી દીધો. એ ચા૨ દ્રવ્યમાં નથી, એ તો છે, પણ ક્યારે દ્રવ્યમાં નથી ? ઝીણી વાત છે ભાઈ ! એ વસ્તુ Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ સમયસાર સિદ્ધિ ભાગ-૩ જે છે ચૈતન્ય દ્રવ્ય શુદ્ધ આનંદ પ્રભુ, એમાં આ ભાવ નથી. કારણકે એ તો શુદ્ધ છે, પણ ક્યારે? શુદ્ધ તો ત્રિકાળ છે, કાયમ છે અને કાયમ એનામાં આ તો છે નહિ વસ્તુમાં તો, પણ એને નથી એમ અનુભવ ક્યારે થાય? જે વસ્તુ શુદ્ધચૈતન્ય છે એની અનુભૂતિ, એને અનુસરીને અનુભવ થવો, એમાં અનંતા ગુણોનો અંશ વ્યક્ત છે તેનું વેદન થવું, અનંતા ગુણો છે તેનું વ્યક્તપણે વેદન થવું, તો એનો અર્થ એ આવ્યો, કે જોગ નામનો ગુણ છે, ચારિત્ર નામનો ગુણ છે, એનું વ્યક્તપણે શુદ્ધનું વેદન સાથે છે અને તેથી સમ્યગ્દષ્ટિને તેટલા પ્રકારનો અવિરતિ, તે પ્રકારનો અવિરતિ અને તે પ્રકારનો યોગ, એનોય ક્ષય છે. ક્યારે? કે દ્રવ્યમાં તો નથી પણ દ્રવ્યનો અનુભવ કરે ત્યારે. આવી વાતું છે આવો મારગ. આહાહાહા! એ ભગવાન આત્મા ચૈતન્યલોક, જેમાં અનંતા અનંતા અનંત પ્રકારના ગુણોનું એકરૂપ તે આત્મા, એવા દ્રવ્ય સ્વભાવનો સન્મુખ થઈને અનુભવ થતાં એ અનુભૂતિથી તે મિથ્યાત્વ, અવત, કષાયભાવનો અભાવ છે, પણ અનુભૂતિ થતાં તે પર્યાયથી તો ભિન્ન છે અનુભૂતિથી, દ્રવ્યથી તો ભિન્ન છે, પણ અનુભૂતિથી ભિન્ન છે. પણ અનુભૂતિ થતાં તેટલા પ્રકારનો અવિરતિ ને યોગ પણ ક્ષય થઈ જાય છે. આહાહા! આવું સ્વરૂપ છે. સમજાય છે કાંઈ? જીવ દ્રવ્ય સ્વરૂપ ભગવાન આત્મા એ શુદ્ધ છે, પણ શુદ્ધ છે એ કોને? વસ્તુ તો શુદ્ધ છે, પણ કોને ? એ શુદ્ધનો અનુભવ થયો એને. સમજાય છે કાંઈ? આવી વાત છે અને અનુભવ થયો તેથી એ ચાર આસવો તેમાં નથી, અનુભૂતિથી ભિન્ન છે, પણ અનુભૂતિ થતાં તે પ્રકારના અવિરતિ અને તે પ્રકારનો યોગ પણ ત્યાં ક્ષયપણાને પામે છે. આહાહા! સમજાય છે કાંઈ? આ કરવા જેવું આ છે, બાકી બધી દુનિયા માને ન માને, દુનિયા રાજી થાય ને રાજી થાય એ જગત એને કારણે, વસ્તુ આ છે. તેને છે જ નહિ પણ કહે છે, અનુભૂતિમાં છે નહિં કારણકે દ્રવ્ય સ્વભાવ જે ચૈતન્ય છે એની અનુભૂતિ થઈ એ તો શુદ્ધ થઈ. ત્રિકાળી જ્ઞાયકભાવ શુદ્ધ છે. ત્રિકાળ શુદ્ધ છે એ તો, પણ ત્રિકાળ શુદ્ધ છે એવું કોને ખ્યાલમાં આવે? જે શુદ્ધ સન્મુખ થઈને તેનો અનુભવ કરે તેને આ શુદ્ધ છે એમ ખ્યાલમાં આવ્યો. ઝીણી વાત છે ભાઈ ! શશીભાઈ ! અરે આ છોકરો કાલ ગયો ત્યાં આમ, મેં તો રોગી છે એમ સાંભળ્યું નહોતું એને રોગ થયો છે કાંઈ એ ય સાંભળ્યું નહોતું. જ્યાં સાંભળ્યું આમ એકદમ તો કહે એ તો ગુજરી ગયો. આહાહા ! આ નાશવાન દેહ જુઓ તો ૩૫ વર્ષની ઉંમર જુવાન, એક ક્ષણમાં દાકતરે કહ્યું કે સારું છે, હવે લઈ જાવ. આ કહે અમારે રાખવો છે અહીં, થોડો ઘણો પોપૈયો ખવરાવ્યો. ચા ને આમ આપે છે ત્યાં, આ નાશવાન ચીજ બાપા મોટું વૈરાગ્યનું કારણ છે. આહાહાહા ! આ પ્રભુ આત્મા પરથી ઉદાસ ત્રિકાળ છે અને મિથ્યાત્વ, અવ્રત, કષાય ને યોગથી પ્રભુ ત્રિકાળ ઉદાસ છે, એ તો સમ્યગ્દર્શન જ્ઞાન ને ચારિત્રનો જ્યાં અનુભવ થયો સ્વરૂપ આચરણ એથી એ ચીજ જ એમાં નથી આવતી. એનાથી તો ઉદાસ એનું આસન પડ્યું છે. આ શરણ વિના કોઈ શરણ છે નહિ ક્યાંય. ભગવાન આત્મા પરમાનંદ સ્વરૂપ એજ એક શરણ છે, મંગળિક છે અને ઉત્તમ છે. અહીંયા તો બે વાત કરવી છે કે મિથ્યાત્વ, અવત, કષાય ને યોગ જેમના લક્ષણ એટલે આસવો, પ્રત્યયો છે ને? એ બધાય જીવને નથી, જીવદ્રવ્યને નથી એમ સમુચ્ચય કહ્યું, પણ જીવને નથી, કારણ કે એ પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી, Page #200 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૫૦ થી ૧૫ ૧૮૭ એ પુદ્ગલના પરિણામ હોવાથી જીવના નથી, પણ જીવના નથી ક્યારે? કે પોતાની અનુભૂતિથી ભિન્ન છે, જીવના નથી, એ પુગલમય પરિણામમય એ જીવના નથી. ક્યારે? કે જીવ જેવો છે, જેવડો છે, જેટલો છે, તેટલાનો આશ્રય લઈને અનુભૂતિ કરે, એનાથી તે ભિન્ન છે. એ પહેલો જીવમાં નથી કીધું, પછી એ જીવ છે એવી જે અનુભૂતિ થઈ તે અનુભૂતિથી ભિન્ન છે. હીરાભાઈ ! આવી વાત છે બાપા! અરેરે ! ભગવાન આત્મામાં અજોગ નામનો ગુણ છે, ચારિત્ર નામનો ગુણ છે, જ્ઞાન ગુણ છે આનંદ ગુણ છે, ચારિત્ર એટલે અકષાય એ બધા ગુણોનો પિંડ પ્રભુ એનો આશ્રય લઈને જ્યારે અનુભવ થયો ત્યારે તેમાં જેટલા ગુણો છે તેની વ્યક્ત દશા, અંશે એ અજોગ ગુણનો પણ અંશ વ્યક્ત દશાનું વેદન આવ્યું એમ કહે છે. આહાહા! સમજાય છે કાંઈ ? એ ભગવાન આત્મામાં અજોગ નામનો ગુણ છે, ચારિત્ર નામનો અકષાયભાવ છે ગુણ છે, સમ્યગ્દર્શન શ્રદ્ધા નામનો ગુણ છે. એ ગુણનો ધરનાર દ્રવ્ય છે, એ દ્રવ્યને અવલંબીને જે કંઈ અનુભવ થાય એને એ જીવમાં નથી, એને એની અનુભૂતિમાં નથી. આવી વાતું છે, અને એને અનુભૂતિ થનારને, સમ્યગ્દર્શન થનારને તેટલા પ્રકારનો મિથ્યાત્વ અને અનંતાનુબંધી તો આવતા નથી, એ તો ક્ષય થઈ ગયા. આંહી તો ક્ષયની જ વાત છે, અપ્રતિહત અને તેટલા પ્રકારની અવિરતિ અને યોગનો અંશે પણ ક્ષય થઈ ગયો. એમ કહે છે. એ ભૂમિકા ગઈ ને આ થઈ. એ-એ પ્રમાણે મિથ્યાત્વમાં જે યોગ અને અવિરતિની દશા હતી એ સમ્યગ્દર્શન થતાં એટલો અંદર એ સંબંધનો અવિરતિભાવ અને એ સંબંધનો કષાયભાવનો ક્ષય થઈ જાય છે. કેમ? કે અનંતા ગુણોનો ધરનાર ભગવાન એકરૂપ એની અનુભૂતિ થતાં, અનંતા ગુણોનો અજોગ નામનો ગુણ છે, ચારિત્ર નામનો ગુણ છે, શ્રદ્ધા નામનો ગુણ છે, આનંદ નામનો ગુણ છે, એ બધા ગુણોનો એક અંશ અનુભૂતિમાં આવી ગયો. આહાહા ! એથી જોગ જે અજોગ હતો એનો અંશ પણ અનુભૂતિમાં આવી ગયો કહે છે. કેમકે સર્વગુણાંશ તે સમક્તિ, એમ છે ને? જેટલા ગુણો છે તો અજોગ નામનો એક ગુણ છે એમાં, તેટલા સંબંધીનો પ્રતિજીવી ગુણ બાકી છે પ્રગટ થવામાં, પણ એક અંશ તો એનો ય એટલો અંદર અભાવ થઈ જાય છે. મિથ્યાત્વ જતાં અને અનંતાનુબંધીનો નાશ થતાં અને અનુભૂતિ દશા થતાં, એનો નાશ થયો એટલે અનુભૂતિ અસ્તિ થઈ, એમાં જેટલાં ગુણોની અનંત અનંત અનંત અનંત અનંત ગુણો છે પ્રભુમાં, પ્રભુ એટલે આ આત્મા, એનો દરેક ગુણનો એક અંશ તો વ્યક્ત થઈ જાય છે. અજોગ નામના ગુણનો પણ એક અંશ વ્યક્ત થઈ જાય છે. આહાહાહા! ખરેખર તો પ્રતિજીવી ગુણનો અભાવ થાય છે જ્યારે, પ્રતિજીવ બહારની ત્યારે તેમાં સંપૂર્ણપણે અભાવ થાય છે, પણ આ વખતેય પણ એક અંશ તો એમાં અભાવ થાય છે કહે છે. આહાહા ! સમજાય છે કાંઈ? કેમકે જેટલા ગુણોની સંખ્યા છે જેટલા ભલે પ્રતિજીવી ગુણો અંદર હો, એટલા અનુભૂતિમાં એ તો આવતા નથી. પણ અનુભૂતિ થતાં, સમ્યગ્દર્શન થતાં તેનો અંશ જે અજોગનો અંશ અનુભવમાં આવ્યો એટલો જોગનો અંશ નાશ થયો છે. આહાહાહાહા ! આવી વાતું છે. ધીરાના કામ છે ભાઈ આ તો. એવો ભગવાન આત્મા અનંત ગુણનો ચૈતન્યલોક એને જ્યારે અવલોક્યો, જોયો, જાણો, માન્યો, અનુભવ્યો. આહાહા! છે તેવો Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ સમયસાર સિદ્ધિ ભાગ-૩ જાણો, છે તેવો અનુભવ્યો, છે તેવો દેખ્યો, છે તેવો માન્યો. આહાહાહા ! એવી સ્થિતિમાં, એ ચાર આસવો એ છે જ નહિ કહે છે અનુભવમાં. અસ્થિરતાના ભલે હો પણ અનુભૂતિમાં એ નથી, એ ધારા ભિન્ન રહી જાય છે પણ ભિન્ન રહી જાય છે એમાંય તે અંશે તો જોગનો અને અવિરતિનો ક્ષય થયો છે. એવી ધારા ભિન્ન રહી જાય છે, એ પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી, પોતાની અનુભૂતિ એટલે અનુભૂતિને પોતાની નાખવી પડ્યું કે અનુભવ કોનો? કે પોતાનો. પોતાની અનુભૂતિથી ભિન્ન છે. ગજબ કામ કર્યું છે ને? આ શાસ્ત્ર કહેવાય. જેમ આ શાશ્વતી વસ્તુ જ્ઞાનમાં શેય તરીકે, શ્રદ્ધામાં પ્રતીત તરીકે આવી, એને તો અનંતા ગુણોની જેટલી સંખ્યા છે, એ બધાનો એક અંશ વ્યક્તપણે વેદનમાં આવી ગયો, તેથી તે અનુભૂતિમાં એ ચીજ તો નથી, પણ અનુભૂતિ યથાર્થ થઈ છે અપ્રતિહત ધારા, એથી તેટલા પ્રકારની અવિરતિ અને જોગનું પણ ધારા છે એમાં એટલી નથી ધારા, અસ્થિરતાની ધારા છે, એમાં જોગનો ક્ષય થયો છે ને હવે એક જોગ એટલો ક્ષય થયો એ ધારામાં નથી. ભાઈ શશીભાઈ ! આ સમયસાર! ગજબ પ્રભુ કામ કર્યું છે ને? એને પ્રસિદ્ધ કરવાની રીત આ ટીકાનું નામ આત્મખ્યાતિ છે. અમૃતચંદ્રાચાર્ય, આત્મખ્યાતિ છે, તો આત્મા પ્રસિદ્ધમાં જ્યાં આવ્યો. આહાહાહા ! આત્મા જેવો છે તેવો અનુભૂતિમાં આવ્યો, એ પ્રસિદ્ધમાં આવ્યો. ત્યાં આગળ આસવોની અપ્રસિદ્ધિ થઈ ગઈ એકેએકની. હવે ધારામાં જરી રહી છે, તે એમાંય તે ખરેખર તો દરેક ગુણનો અંશ ત્યાં પ્રગટયો છે, તેટલો તો ત્યાં ક્ષય થઈ ગયો છે, એટલી અસ્થિર ધારા ભલે હો પણ અનુભૂતિથી ભિન્ન છે, અસ્થિરતાની ધારા છે ભેગી, પણ અનુભૂતિથી ભિન્ન ધારા છે, પણ એ ભિન્ન ધારાનાં પણ, ક્ષાયિક સમક્તિ આદિ થયું એની મુખ્યતા લીધી છે, આસવમાં એ લીધું છે મુખ્ય. ક્ષાયિક સમકિત ને ઉપશમ ને ક્ષયોપશમ પણ એ મુખ્ય તો દર્શન શુદ્ધિ થઈ. આહાહાહા ! આંહી તો અનુભૂતિ તો એવી લીધી છે, અપ્રતિહત થઈ તે થઈ, પડે એવું નથી. એનાથી કેવળજ્ઞાન લેવાના છે. આહાહા ! (શ્રોતાઃ- ૩૮ ગાથામાં આવે છે એમ) એ છે, એ જ આ બધે લાગુ પડે છે. આહાહા! અરે... પંચમ આરાના શ્રોતાઓને પણ, સંતો એમ કહે છે કે અમે તમને કહ્યું ને તમે પણ પરિણમી ગયા એમાં હોં! આહાહા ! જે પરિણમ્યા એને કહે પરિણમી ગયા તમે તો હોં અને તમે તો એમ કહો છો કે અમને તો આ થયું એ હવે નહીં પડીએ એમ તમે તો કહો છો. આહાહા ! આવી ચીજ સાંભળવી દુર્લભ થઈ પડી. હું? (શ્રોતાઃ- કોઈ જગ્યાએ નથી) આહાહા ! આવો અનુભવ કર્યો હશે તો દેહ છુટવા ટાણે તેનું શરણ રહેશે. બાકી રાગની એકતામાં દેહની અનંત જ્યાં પીડા થાય અંદર ત્યાં ભિંસાઈ જશે હાય હાય અસાધ્ય, મિથ્યાત્વથી તો અસાધ્ય છે, મિથ્યાત્વને લઈને સાધ્ય નથી, જીવ કોણ છે, પણ આ તો દેહથી અસાધ્ય થઈ જશે. દુઃખની પરાકાષ્ટા થઈ જશે, એ નહિં સહન થાય એટલે બેભાન થઈ જશે. મિથ્યાત્વમાં તો બેભાન હતો, પણ આ ભીંસ પડી તે દુઃખ સહન ન થયું ને એટલી પરાકાષ્ટા થઈ ગઈ દુઃખની, કે બહારનો અસાધ્ય થઈ ગયો. બહારમાં જે જાણપણાનો સાધ્ય હતો એ અસાધ્ય થઈ ગયો. અને ધર્મી જીવને કદાચિત્ શરીર ને ઇન્દ્રિયોમાં સહેજ આ અસાધ્ય જેવું થાય, પણ અંદરમાં સાધ્ય ચુકાતું નથી એને. આહાહા ! સમજાણું કાંઈ? આહાહાહા ! Page #202 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૫૦ થી ૧૫ ૧૮૯ જે સાધ્ય, જે ધ્યેય પકડયું છે દૃષ્ટિમાં અને અનુભવમાં, એનું હવે અસાધ્ય થતું નથી. શરીરની ઇન્દ્રિયો આદિમાં કદાચ મોળપ થઈ જાય બહારથી પણ અણીન્દ્રિય એવો ભગવાન આત્મા એની જે દૃષ્ટિ ને અનુભવ થયો એ હવે અસાધ્ય નહિ થાય. શ્રીમદે કહ્યું છેલ્લું જુઓને, મનસુખ બાને દિલગીર થવા દઈશ નહીં. ૩૩ વર્ષની ઉંમર માતાજી જીવે પિતાજી જીવે દીકરાઓ, ભાઈ બાને દિલગીર થવા દઈશ નહિ, હું હવે સ્વરૂપમાં સાધવા જાઉ છું. આહાહા! અક્ષરે અક્ષર સાચો હોં ! બહારનું લક્ષ હું હવે છોડી દઉં છું. મારો પ્રભુ અંદર છે ત્યાં હું જાઉં છું. હવે ઉપયોગથી હોં, વસ્તુ તો હતી પણ ઉપયોગ આમ બહાર હતો એ ઉપયોગ હવે ત્યાં લઈ જાઉં છું. આહાહા ! એ દેહ છુટવા ટાણે એને સમાધિ રહે, શાંતી રહે, ઓલા દેહ છુટવા ટાણે ભિંસાઈ જશે, આવી વાત છે. આ એક બોલની આટલી વ્યાખ્યા થઈ અડધો કલાક થયો અડધો. હું? (શ્રોતા – અડધો અધુરો રહી ગયો) આટલું તો આવ્યું. આવે ત્યારે આવેને. આહાહા ! (શ્રોતા:- મિથ્યાત્વ જ્ઞાનની પર્યાયમાં નથી ને? મિથ્યાત્વ, અવિરતિ, કષાય ને યોગ?) ચારેય નથી. અનુભૂતિમાં મિથ્યાત્વ તો નથી પણ અવિરતિ અને કષાયેય નથી. એ તો વાત કરીને. વાત કરીને ચારેય નથી, મિથ્યાત્વ તો નથી પણ અસ્થિરતા જે છે એ કષાયની એ અનુભૂતિમાં નથી. કદાચિત્ કોઈ સમક્તિ મોહનો ઉદય હોય ત્યાં તેથી ક્ષાયિકનું લીધું તું ને, તેનો પણ ત્યાં અનુભૂતિમાં, અનુભૂતિથી તે ભિન્ન છે. અને તે સમકિત મોહનીયનો બંધ નથી, આવીને ખરી જાય છે. આવું શરણ છે તે, પ્રભુ ક્યાંય શરણ નથી બીજે. આહાહાહા! તે હવે આઠેય કર્મ અનુભૂતિમાં નથી એમ કહે છે. આહાહા!તેરમો બોલ. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુ, નામ, ગોત્ર, અંતરાયરૂપ કર્મ છે. એ કર્મ છે, તે બધું ય જીવને નથી. જીવદ્રવ્યમાં નથી, પણ એની અનુભૂતિમાં નથી એમ કહે છે ત્યારે જ એને દ્રવ્યમાં નથી એમ ભાન થાય. દ્રવ્યમાં નથી, દ્રવ્યમાં નથી પણ દ્રવ્ય જ્યારે દષ્ટિમાં આવ્યું છે, અનુભવમાં આવ્યું ત્યારે દ્રવ્યમાં નથી, તે અનુભૂતિમાં નથી. આહાહા ! આવી અમૃતધારા રહી ગઈ, જગતના ભાગ્ય સાક્ષાત્ ત્રણલોકના નાથ એની વાણી છે આ. સંતોએ કહી છે પણ વાણી એ દિવ્યધ્વનિ છે. (શ્રોતા- સંતો ભગવાન છે ને) ઓહોહો ! એ ભગવાન છે, પરમેશ્વર છે, મોક્ષતત્વ છે, મોક્ષતત્ત્વમાં છે ઈ. ભલે મોક્ષમાર્ગમાં છે, પણ એ મોક્ષતત્ત્વમાં છે, એમ કીધું ને પ્રવચનસાર કહે છે કે આઠેય કર્મ, આઠેય કર્મ કર્મમાં ભલે હો, છે એમ કીધું, પણ ચૈતન્ય ભગવાન જીવને નથી. આઠેય કર્મ કર્મમાં છે, પણ જીવમાં નથી. જીવમાં નથી, ક્યારે? કે અનુભૂતિ કરે ત્યારે તે જીવમાં નથી એમ ખ્યાલ આવે. આહાહા ! સમજાણું કાંઈ? આવી વાતું છે બાપા. જુવાન જુવાન જોદ્ધા કાંઈ ખબરે ય નહિ, હાલ્યા જાય છે, આને તો રોગ હતો કે નહિ એ ય સાંભળ્યું નહોતું. આવતો” તો દરરોજ છોકરાવને લઈને, આમ તરવરે છે આમ, આમ ત્યાં ખલાસ દેહની સ્થિતિ પુરી થઈ ગઈ બાપા મુદતની ચીજ છે એ જડની એ મુદતે ચાલી જશે. એવી ચીજ છે એ. આ તો ત્રિકાળી ચીજ છે એને મુદત જ ક્યાં? આહાહાહા ! પણ એ ત્રિકાળી શાશ્વત ચીજ છે, એને મુદત નથી એવું ક્યારે ભાન થાય? કે અનુભૂતિ કરે ત્યારે. એ અહીંયા કહે છે કર્મ છે તે બધુંય જીવને નથી ત્યારે એ કર્મ જડને હશે? કે હા. એ Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ સમયસાર સિદ્ધિ ભાગ-૩ જડ છે, જડમાં છે, આત્મામાં નથી. ક્યારે? કેમકે એ પુદ્ગલદ્રવ્યના પરિણામ હોવાથી, ઓલા પરિણામ લીધા એના, એથી આંહી અનુભૂતિના પરિણામમાં એ નથી. શું કહ્યું છે? કર્મની પર્યાય જે છે એ પરિણામ છે, જોકે કર્મની પર્યાય થવી એવો કોઈ પરમાણુનાં સ્કંધમાં ગુણ નથી. સમજાણું કાંઈ ? કાલે કહ્યું 'તું. એ ધર્મની પર્યાય સ્કંધમાં પર્યાયમાં જે ઉત્પન્ન થઈ, એ પરિણામ તે દ્રવ્ય, ગુણ ને પર્યાય ત્રણ થઈ ગયા. પરમાણુ દ્રવ્ય એના ગુણ એની શક્તિ, શક્તિ ગુણ અને પર્યાય થઈ તે એની પર્યાય. તે દ્રવ્ય, ગુણ ને પર્યાય. હવે આંહી ભગવાન આત્મામાં દ્રવ્યમાં નથી, તેના ગુણમાં નથી, આ તેની અનુભૂતિની પર્યાયમાં ત્રણ નથી. એ ત્રણમાં છે એ આ ત્રણમાં નથી. આ સમયસાર! આહાહાહા ! દ્રવ્ય એટલે ભગવાન આત્મા અને ગુણ એટલે અનંતી શક્તિઓ અને પર્યાય એટલે એની પર્યાય એટલે અનુભૂતિ તે એની પર્યાય. અને ઓલા પુદ્ગલના પરિણામ એ પુદ્ગલની પર્યાય, પુદ્ગલ દ્રવ્ય એના ગુણો, વર્ણ, ગંધ આદિ અને આ પર્યાય અવસ્થા તે કર્મની તે એની પર્યાય. એ રીતે ત્યાં છે-એ રીતે ત્યાં છે. અહીંયા દ્રવ્ય ગુણ ને પર્યાયમાં એ નથી. પણ પર્યાયમાં અનુભવ થયો ત્યારે દ્રવ્ય ગુણમાં નથી અને તે તેનામાં છે, એમ ભાન થયું. આહાહા ! સમજાણું કાંઈ? આવું છે. જિનેશ્વરદેવ ત્રણલોકના નાથ એની આ પદ્ધતિ છે આ. એ સંતો એ પદ્ધતિને પ્રસિદ્ધ કરે છે. એ અનુભૂતિવાળો પોતાને પ્રસિદ્ધ કરે. હું એક ત્રિકાળી આનંદનો નાથ પ્રભુ શુદ્ધ ચૈતન્યઘન એમાં અનંતાગુણો એ દ્રવ્યનો આશ્રય કરતાં જે અનુભૂતિ થાય તે તેની પર્યાય. રાગ ને વિકાર ને એ એની પર્યાય નહિ. ઓહોહો... એ તો પુદગલના પરિણામ છે. વહેંચી નાખ્યા છે. કહે છે કે એ કર્મની પર્યાય એ પુગલના પરિણામ અને અનુભૂતિ એ મારા જીવની પર્યાય. આહાહા ! સમજાય છે કાંઈ ? એ મારી અનુભૂતિથી એ ભિન્ન છે એટલે આવી ગયું. અનુભૂતિ દ્રવ્યની થઈ છે, તો દ્રવ્ય ગુણમાં નથી તો મારી પર્યાયમાં એ છે જ નહિ કર્મ. આહાહા ! સમજાય છે કાંઈ ? આવી વાતું ઝીણી છે. પોતાની અનુભૂતિથી ભિન્ન છે, એનો અનુભવ નથી, આંહી એમ કહે છે. ઈ ભલે છે, પણ એનો અનુભવ નથી, છે ઈ છે અને અહીં છે. આ છે, આંહીં છે પણ પ્રભુ જે છે દ્રવ્યગુણથી ભરેલો પ્રભુ, એની અનુભૂતિ થઈ એટલે મારી પર્યાયમાં નથી, તો પછી દ્રવ્યગુણની તો વાત શી કરવી. આવું સ્વરૂપ છે. અને તે નથી તે નથીપણે જ રહેવાનું હવે, એમ કહે છે. મારા દ્રવ્ય ગુણમાં તો નથી પણ પર્યાયમાં નથી, તે નથીપણે જ હવે રહેવાનો. હું નથીપણે જ થઈ જવાનો. ઓલામાં આવે છે ને, એ કોઈને પૂછવા જવું પડે નહિ, નિર્જરા અધિકારમાં આવે છે. (શ્રોતા:પોતાનું સુખ પ્રાપ્ત થયું તે) પ્રાપ્ત સ્વરૂપ થાય તે અનુભૂતિ થાય એને કોઈને પૂછવા જવું પડે નહિ કે એલા મને આ થયું છે કે નહિ? અને દુનિયા જાણે તો છે અને દુનિયા ન જાણે, તો નથી એમ છે? આહાહા ! એ તેર બોલ થયા. ચૌદમો બોલ.“જે છ પર્યાસિયોગ્ય અને ત્રણ શરીરયોગ્ય વસ્તુ એ નોકર્મ” શું કીધું છે ? આહાર યોગ્ય પરમાણુ, શરીર, ઇન્દ્રિય, ભાષા, શ્વાસ, મન એવી છ પર્યાતિને યોગ્ય એ પુદ્ગલકર્મ છ પર્યાપ્તિને યોગ્ય જે પુદ્ગલ કર્મ અને ત્રણ શરીરને યોગ્ય પુદ્ગલકર્મ. ઔદારિક, Page #204 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૫૦ થી ૧૫ ૧૯૧ વૈક્રિયિક અને તેજસ. આહારક શરીર એ તો એકકોર રહી ગયું. આંહી તો ત્રણ શરીર ઔદારિક, તેજસ ને કાર્મણ બસ. ઓલાને વૈક્રિયિક, તેજસ અને કાર્મણ, આહારક તો કોઈ વખત થાય તેનો પ્રશ્ન નથી. ત્રણ શરીરને યોગ્ય પુગલ સ્કંધરૂપ નોકર્મ છે, નોકર્મ છે, અતિ તો સિદ્ધિ કરી. એ નથી જ. ઓલા વેદાંતની પેઠે આત્મા સત્ય અને બીજું ભ્રમ મિથ્યા. જગત મિથ્યા એમ નથી. જગત જગતપણે છે. આંહી તો આત્માની અપેક્ષાએ નથી, પણ એ નથી જ એમ કહે છે એ લોકો, તેથી આ પહેલું સિદ્ધ કરે છે કે એ છે. છ પર્યામિ યોગ્ય આહાર, શરીર, એ જીવ બાંધે છે, એમ કહેવું એ વ્યવહાર છે, બાંધે કોણ? જીવ પર્યાતિને બાંધે? આહાહાહા ! એ શરીરને એ કર્મ પુદ્ગલને યોગ્ય જે છ પર્યાતિ છે, એ પુદગલ સ્કંધરૂપ નોકર્મ છે, એ બધુંય જીવને નથી, આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસ, ભાષા, મન એ પર્યાતિને યોગ્ય પુગલ છે એ મારામાં નથી, એનામાં છે. જીવ પર્યાતિવાળો છે ને શ્વાસોશ્વાસવાળો છે, આહારક શરીર છે ને આહાર કરનારો છે, ઇન્દ્રિયવાળો છે, હું નથી કહે છે. છ પર્યાતિને યોગ્ય પુદ્ગલ કર્મ, નોકર્મ અને ત્રણ શરીરને યોગ્ય નોકર્મ, તે બધુંય જીવને નથી, એ જીવદ્રવ્યમાં નથી, એ એનામાં છે, આમાં નથી. પણ ક્યારે? મારામાં નથી ને એનામાં છે એવું ક્યારે? કે અનુભૂતિ થાય ત્યારે. ભગવાન આત્મા જ્ઞાન ને આનંદનો અનુભવ થતાં મારી ચીજમાં જ્ઞાન ને આનંદ છે મારી ચીજમાં એ કાંઈ આહાર પરમાણુ છે નહિ. આહાહા! સમજાણું કાંઈ ? ઓહોહો! તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી, એ તો પુદ્ગલ દ્રવ્યની પર્યાય છે, પર્યાતિ યોગ્ય જે પુગલ છે એ તો પુદ્ગલદ્રવ્યની પર્યાય છે, પુદ્ગલદ્રવ્ય છે, એના ગુણો છે અને આ એની પર્યાય છે. કહે છે આમ તો શ્વાસ ચાલે છે ને શ્વાસ? એ પુદગલદ્રવ્યની પર્યાય છે. પણ એ શ્વાસ આમ-આમ છે તેમાં આત્માના પ્રદેશ પણ ભેગાં છે, એકલો પવન હાલતો નથી, એમાં પ્રદેશ પણ છે ભેગા. જેમ આ અવયવમાં છે એ પણ એક અવયવ છે શ્વાસ, પણ એ મારો જે આત્મા છે એનો જે અનુભૂતિમાં એ શ્વાસનાં પરમાણુઓ અને આ પર્યાતિના પરમાણુઓ મારામાં નથી. શ્વાસ ચાલે છે એમાં પ્રદેશ છે આત્માના, પણ છતાં કહે છે કે અનુભૂતિથી જોઈએ તો એ શ્વાસના પરમાણુઓ મારી પર્યાયમાં છે જ નહિ. આહાહા ! સમજાણું કાંઈ? આવી વાતું છે. આમ કહેને ઓલા ઉંડો શ્વાસ લ્યો, ફલાણું લ્યો, એમાં આત્માના પ્રદેશ છે, પણ કહે છે કે મારો આત્મા એની અનુભૂતિમાં આવ્યો, તેથી એ બધી પર્યાસિયોગ્ય પુગલો, શ્વાસ જે આમ ચાલે છે એ મારામાં નથી. આહાહા ! સમજાણું કાંઈ ? એ શ્વાસને હલાવું છું, ઊંચો નીચો કરું છું, એ હું નહિ. દાકતર કહે તે જોવું હોય તો ઉંડો શ્વાસ લ્યો, હળવેથી લ્યો. પણ આંહી તો કહે છે કે પ્રભુ એ જીવમાં એ પર્યાભિયોગ્ય ને ત્રણ શરીર યોગ્ય પુગલો નથી-નથી-નથી. કહે જીવમાં નથી એમ ક્યારે થાય? કે જીવદ્રવ્યનો અનુભવ થાય, કે આ તો આનંદ ને જ્ઞાનસ્વરૂપ પ્રભુ છે ત્યારે તેની અનુભૂતિમાં નથીતેથી જીવમાં નથી. આવું સ્વરૂપ છે, અરે આવી ચીજ મૂળ વસ્તુ રહી ગઈ ને લોકો બહાર ચડી ગયા બધે, રસ્તો મુકીને (શ્રોતા- સમજાવનારાય વયા ગયા ) વસ્તુ એવી થઈ ગઈ, થઈ ગઈ એવી થઈ વાત સાચી છે. પોતાની અનુભૂતિથી ભિન્ન છે. ચૌદમો બોલ પૂરો થયો. (પંદરમો બોલ) હવે કર્મના રસની શક્તિઓ અર્થાત્ અવિભાગ પ્રતિચ્છેદો પરમાણુમાં Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ સમયસાર સિદ્ધિ ભાગ-૩ કર્મનો રસ અનુભાગ એ સમૂહરૂપ વર્ગ છે વર્ગ, એના પરમાણુઓનો સમૂઠ છે, રસના પરમાણુનો સમૂહ છે તે બધોય જીવને નથી. એ છે કીધું સમૂહુરૂપ વર્ગ છે ખરો. અતિ છે પણ એ મારા જીવમાં નથી, જીવમાં નથી એ ક્યારે થયું? કે જીવનું જ્ઞાન ને અનુભવ થયો, ત્યારે એ જીવમાં નથી એમ એને નિર્ણય થયો. ધારી રાખ્યું'તું કે આત્મામાં આ નથી પણ એનો જીવમાં નથી એવો અનુભવ ન થયો. આહાહા! સમજાણું કાંઈ ? કે આ પુદ્ગલ પરમાણુ જીવમાં નથી, આ કર્મનો રસ છે એ, અવિભાગ પ્રતિચ્છેદ એ ધારી રાખ્યું'તું એ કર્મની વાતું ત્યાં સુધી એ ભિન્ન છે, એમ ભાન નહોતું એ જીવ ભગવાન આત્મા પોતાની અનુભૂતિ એનાથી તે ભિન્ન છે એમ ભાન થયું ત્યારે જીવમાં નથી એમ કહેવાયું. જીવનો અનુભવ થતાં આ તો આનંદ ને જ્ઞાન ને શાંતિનો સાગર છે, એવી અનુભૂતિ થતાં સમ્યગ્દર્શન ને અનુભવ થતાં આ વસ્તુ તો અનંત જ્ઞાનદર્શન ને આનંદનો કંદ પ્રભુ છે, તો એમાં નથી એટલે વર્તમાન મારી અનુભૂતિમાં પણ એ નથી. આહાહાહા ! કર્મનો અનુભાગ ભોગવવો પડશે એમ કહે છે ને લોકો (શ્રોતા- ફળને ભોગવવા પડે) કોણ ભોગવે સાંભળ ભાઈ એ કર્મનો અનુભાગ એ તો પુદ્ગલના પરિણામ છે, એ પુગલ સાથે અભેદ છે, જીવમાં એ નથી. એટલે? જીવ જે જાણવામાં આવ્યો, અનુભવમાં આવ્યો કે આ જીવ તો શુદ્ધ ચૈતન્ય આનંદકંદ છે, એમ જે અનુભવમાં આવ્યો તેથી તેને અનુભૂતિથી ભિન્ન છે, તે જીવમાં નથી એમ નક્કી નિર્ણય થયો. આહાહા ! સમજાણું કાંઈ ? અમારે નારાયણભાઈ હતા એ ૨૯ બોલનો ઉકરડો કહેતા, એ તો ઉકરડો છે ૨૯ બોલનો એનાથી ભિન્ન છે. આહાહા ! એ બધોય રસ છે ને કર્મના રસની શક્તિઓના અવિભાગપ્રતિચ્છેદો મૂળ શક્તિ એટલે એ સમૂહરૂપ વર્ગ છે તે બધોય જીવને નથી. આ વર્ગ નથી કહેતા એકડીયાનો વર્ગ બે નો વર્ગ ત્રણનો વર્ગ એમ આ પરમાણુના અનુભાગનો એક વર્ગ છે. એ મારી અનુભૂતિથી તે ભિન્ન છે. મારો વર્ગ છે એ તો અનંતગુણથી ભરેલો મારો વર્ગ છે એની અનુભૂતિ થતાં જીવમાં નથી એટલે એનું ભાન થયું. સમજાણું કાંઈ? ૧૫ બોલ થયા. | (સોળમો બોલ) જે વર્ગોનો સમૂહ ઘણાં વર્ગ પહેલો વર્ગ, બીજો વર્ગ કરીને સાત ચોપડીનો બધો ભેગો વર્ગ કરે છે ને સાતનો, એમ આ પરમાણુનો અનુભાગનો રસ એનો આખો સમૂહુ બધાનો બધાનો એ વર્ગણા તે બધીયે જીવને નથી. કેમકે પુગલદ્રવ્ય પરિણામમય હોવાથી અનુભૂતિથી તે ભિન્ન છે. આહાહા ! સત્તરમો. વિશેષ-મંદ તીવ્ર રસવાળા કર્મ દળોનાં મંદ અને તીવ્ર રસ છે એ કર્મ દળોના ખાસ જમાવરૂપ છે એ વર્ગણાઓના સમૂહુરૂપ સ્પર્ધકો છે, વર્ગમાં નાનો ભાગ આવ્યો, વર્ગણામાં ઘણો ભાગ આવ્યો, ને સ્પર્ધામાં બધું આવ્યું, તે બધાય જીવને નથી. એ બધી વિશેષ જાણવાની કર્મની વાત પુગલદ્રવ્યના પરિણામમય હોવાથી મારી અનુભૂતિથી ભિન્ન છે. આહાહા ! અઢાર. સ્વપરના એકપણાનો અધ્યાસ સ્વપરના એકપણાનો અધ્યવસાય એકપણાનો અધ્યાસ એટલે અભ્યાસ હોય ત્યારે વિશુદ્ધ ચૈતન્ય પરિણામથી જુદાપણું વિશુદ્ધ ચૈતન્યપરિણામથી જુદાપણું. મારો પ્રભુ વિશુદ્ધ ચૈતન્યપરિણામમાં આવ્યો. ચૈતન્યપરિણામથી જુદાપણું, જેમનું Page #206 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૫૦ થી પ૫ ૧૯૩ લક્ષણ છે, એવા જે અધ્યાત્મસ્થાનો એટલે અધ્યવસાયના સ્થાનો હોં, અધ્યાત્મ એટલે આત્મા નહિ, અધ્યવસાયના તે બધાંય જીવને નથી. આહાહા! વિશુદ્ધ ચૈતન્યપરિણામથી જુદાપણું જેમનું લક્ષણ એવાં અધ્યવસાય સ્થાનો સ્વપરના એકપણાનો અધ્યાસ હોય ત્યારે, વર્તતા હોય ત્યારે, એ વિશુદ્ધ ચૈતન્યપરિણામથી જુદાપણું જેમનું લક્ષણ છે, એવા જે અધ્યવસાયના સ્થાનો તે બધાય જીવને નથી. કારણકે તે પુગલદ્રવ્યનાં પરિણામમય હોવાથી અનુભૂતિથી ભિન્ન છે. કર્મની અપેક્ષા છે એટલે જરી સૂક્ષ્મ છે થોડું. ઓલામાં સમુચ્ચય લીધુ'તું રસમાં. હવે ઓગણીસ. આંહી જુદી જુદી પ્રવૃત્તિઓનાં રસના પરિણામ જેમનું લક્ષણ છે એવા જે અનુભાગમસ્થાનો, દરેક પ્રવૃત્તિમાં અનુભાગ હોય છે ને? પ્રકૃત્તિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ ચાર, એમ આ અનુભાગ સ્થાનો જે છે એ બધાય જીવને નથી, કર્મનો અનુભાગ એ તો પુદગલનાં પરિણામ છે, એ જીવની અનુભૂતિના પરિણામથી તો ભિન્ન છે. અનુભવમાં કર્મનો રસ છે તે અનુભવમાં આવતો નથી એમ કહે છે, આત્માનો આનંદ છે, એ અનુભવમાં આવે છે એ રસ અનુભવમાં આવે છે. આહાહા ! કર્મના અનુભાગ સ્થાનો એમાં નથી. એ પુદ્ગલ હોવાથી પોતાની અનુભૂતિથી ભિન્ન છે. ઓગણીસ થયા. વિશેષ કહેવાશે. (શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ.) પ્રવચન નં.૧૩૦ ગાથા-૫૦ થી પ૫ તા. ૭/૧૧/૭૮ મંગળવાર કારતક સુદ-૭ શ્રી સમયસાર ૫૦ થી પ૫ ગાથા. ૧૯ બોલ ચાલ્યા છે. વીસમો કાયવર્ગણા' આ કાયા છે ને એ પરમાણુનો સમૂહુ, વચનવર્ગણા અને મનોવર્ગણા એનું કંપન જેમનું લક્ષણ છે એવા જે યોગસ્થાનો “કંપનના સ્થાન જે” તે બધાંય જીવને નથી. કંપે છે તે પ્રદેશ મનોવચન વર્ગણાના નિમિત્તથી ને કંપન પોતાનું પણ એ કંપન પુગલનું છે એમ કહે છે. એ પુગલના એ આત્માનો સ્વભાવ નથી. એ કંપન, યોગસ્થાનો તે બધાય જીવને નથી. કારણકે તે પુગલદ્રવ્યના પરિણામમય હોવાથી તેની અનુભૂતિથી ભિન્ન છે. એટલે? કે ચૈતન્ય, જે સ્વરૂપ પ્રથમ વસ્તુ જે જ્ઞાયકસ્વભાવ ચૈતન્ય, આ ક, ખ, ગ, ઘ માં આવે છે ને? પહેલો “ક” એનો અર્થ આત્મા કર્યો છે. “ક” એટલે આત્મા, અષ્ટ, ૧૦૦૮ લક્ષણો જેમ એમાં ક” પહેલો છે એમ અહીંયા “ક” એ આ આત્મા એમ ભગવાન આત્મા “ક” એટલે જ આત્મા એમ. અહીં તો કાય છે ને એટલે શરીર છે પણ અહીં તો “ક” એટલે આત્મા એનો કાય એટલે જીવાસ્તિકાય, એ અનુભૂતિ તેની, જીવાસ્તિકાય જીવ અસ્તિકાય અસંખ્ય પ્રદેશ સમૂહુ, તેની અનુભૂતિ તેના સ્વભાવ સન્મુખ થઈને જે અનુભવ આનંદની દશા આદિ જ્ઞાનની પર્યાય આદિ અનુભવ થાય એ અનુભૂતિથી ભિન્ન છે, દ્રવ્યથી પહેલું જીવમાં નથી એમ કહ્યું, છે ને? એ જીવને નથી એમ કહ્યું, પછી કહ્યું કે એ જીવને નથી ક્યારે? કે એને અનુભૂતિ થાય ત્યારે તે જીવને નથી. આહાહા! સમજાણું કાંઈ? એ અષ્ટ ૧૦0૮ લક્ષણ છે ને? ભગવાનને કપાલી કહ્યા છે, કપાલી, ઓલા કપાલી નથી આવતા. કપાલી ! હે પ્રભુ આપ કપાલી છો “ક” એટલે આત્મા! પાલી નામ પાળનારા, આત્માના પાળનારા માટે આપ કપાલી છો. અહીંયા કહે છે, આત્માનો પાળનાર એટલે પ્રભુ Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ સમયસાર સિદ્ધિ ભાગ-૩ પોતે નિમિત્તથી કહ્યું છે પણ અહીંયા આત્મા જે શુદ્ધ ચૈતન્યમૂર્તિ નવતત્ત્વમાં પણ એનું નામ પહેલું આવે છે ને? “જીવ' છ દ્રવ્યમાં એનું નામ છેલ્લું આવે છે. ધર્માસ્તિ, અધર્માતિ, આકાશ, કાળ, પુગલ ને જીવ. કારણ બધાનો જાણનાર એટલે છેલ્લો રાખ્યો. નવતત્ત્વમાં પહેલું. જેમ કકકામાં પહેલો” “ક' એમ આ પહેલો ભગવાન આત્મા. એ શુદ્ધ ચૈતન્ય પહેલે નંબરે, જીવને એટલે દ્રવ્યને, આ યોગના કંપનો પુદ્ગલના પરિણામમય હોવાથી કંપન તો પર્યાયનું છે, પર્યાય પોતામાં, પણ એ કંપન એનો વાસ્તવિક સ્વભાવ નથી, એથી એને પુદ્ગલના પરિણામ કહી અને જીવને નથી, ક્યારે ? કે જીવની અનુભૂતિ કરે ત્યારે. આહાહા ! આવી વાત છે. આહાહાહા ! આ તો નંદીશ્વરદ્વીપનો પહેલો દિવસ છે ને આ? અષ્ટાનિકાનો પહેલો દિવસ છે, ઇન્દ્રો ભગવાન પાસે ત્યાં જાય છે, ભલે ભક્તિનો શુભભાવ છે, પણ ઇન્દ્રો એકાવતારી પણ બાવન જિનાલયો, બધું અસ્તિ છે હોં, છે. ઇન્દ્રો પણ ભક્તિ કરવા, અઢીદ્વિપ બહાર આઠમું જિન છે ત્યાં ય જાય છે ભાવ આવે, છતાં એ ભાવ આંહી કહેશે આગળ કે વિશુદ્ધિસ્થાનો એ જીવના નથી, એ શુભભાવના પ્રકાર એ આવશે હોં! છવ્વીસમું એ જીવમાં નથી. આહાહાહા ! એક બાજુ એમ કહેવું, સર્વ વિશુદ્ધ અધિકારમાં પાછળ કે પુષ્ય ને પાપ પણ જીવ છે. આવે છે ને? ધર્મઅધર્મ જીવ છે, એ ધર્મ અધર્મ એટલે પુણ્ય પાપ, ધર્માસ્તિ અધર્માસ્તિથી એ ભિન્ન છે, પણ ધર્મ અધર્મ સહિત છે, એ ધર્મ અધર્મ એટલે પુષ્ય ને પાપ, જીવ પુષ્ય ને પાપમય છે, ત્યાં એમ કહેવું અને આંહી એમ કહેવું કે એ પરિણામ પુદ્ગલના છે, એના સ્વભાવમાં એ નથી એ અપેક્ષાએ પુદ્ગલનાં ગણીને, પુદ્ગલ જીવનો સ્વભાવ અનુભૂતિ થતાં તે પરિણામ અનુભવમાં આવતા નથી, ભિન્ન રહી જાય છે. અને આંહી કંપન કહ્યું એટલો પણ અનુભૂતિ થતાં સમ્યગ્દર્શન થતાં, અંશે કંપનનો પણ ક્ષય થાય છે. કેમ કે એના અનંત જે ગુણ છે એમાં ગુણનો આધાર જે દ્રવ્ય છે, એવા દ્રવ્યની અનુભૂતિ થઈ એને ચૈતન્ય ચમત્કારની પરિણતિ થઈ તે પરિણતિમાં અનંતા પુદ્ગલાદિનાં પરિણામ નથી, કંપન એમાં નથી પણ છતાં કંપનનો જે અંશ છે, તે અનુભૂતિને કાળે તેનો નાશ થાય છે અંશ. આહાહાહા ! આપણે તો આંહી અનુભૂતિ અપ્રતિહત લેવી છે. આહાહા ! સમજાણું કાંઈ? એટલે શું? કે અનુભૂતિ થઈ તે થઈ, હવે એ જાય એવું નથી, એવો જે ભગવાન આત્મા, એના આ કંપન નથી કેમ કે પુગલના પરિણામ ગણીને, પણ ક્યારે નથી? કે એ જીવની અનુભૂતિ કરે ત્યારે તેનામાં નથી એમ ભેદ પડે છે, એ વિના ભેદ પડતો નથી, છે તો જુદા, પણ જુદા હોવા છતાં, જુદાપણાનો અનુભવ હોય ત્યારે તે જુદા છે. આહાહા ! આવું સ્વરૂપ હવે, એ પુદ્ગલના પરિણામ છે. છે? પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી પોતાની અનુભૂતિથી ભિન્ન છે. પોતે ભગવાન આત્મા એની અનુભૂતિ એમ કીધુંને? પોતાની એટલે પોતાનું હોવાથી, અનુભૂતિ સ્વની અનુભૂતિ ચૈતન્યસ્વભાવ એની અનુભૂતિ, વર્તમાનમાં એટલે દ્રવ્ય, ગુણ ને પર્યાય ત્રણેય આવી ગયા. દ્રવ્ય આત્મા ને ગુણો આનંદ આદિ અને એની અનુભૂતિ તે પર્યાય. જે કંપન એ પણ ખરેખર પુદ્ગલની પર્યાય ગણી છે. પુદ્ગલદ્રવ્ય એના ગુણો વર્ણાદિ અને કંપન એ પર્યાય એ ત્રણ દ્રવ્ય, ગુણ ને પર્યાય આ ભગવાન દ્રવ્ય ગુણ પર્યાયમાં નથી. હુજી તો દ્રવ્ય, ગુણ ને પર્યાય નામ આવડતા ન હોય, એક જણો આવ્યો તો એક ફેરી ક્યાંકથી ઈન્દોરનો કે દ્રવ્ય, ગુણ, Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ ગાથા – ૫૦ થી ૧૫ પર્યાય શું? શિક્ષણ શિબિરમાં આવ્યો તો). આહાહા ! એ ૨૦ બોલ થયા. એકવીસ. “જુદી જુદી પ્રવૃત્તિઓના પરિણામ જેમનું લક્ષણ છે, એવા બંધસ્થાનો જીવને નથી” બંધના પ્રકાર છે ને ભિન્ન ભિન્ન એ બધાં પરિણામ પુદ્ગલનાં છે. એ પુદ્ગલદ્રવ્યનાં પરિણામમય હોવાથી અનુભૂતિથી ભિન્ન છે. જીવમાં એ નથી. પ્રકૃત્તિના જે પ્રકારો એના પરિણામ એ જડમાં છે પણ ક્યારે? કે આ પરિણામ અનુભૂતિના કરે ત્યારે તેને જુદા છે, એમ જાણવામાં આવે. પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી અનુભૂતિથી ભિન્ન છે. ૨૧ થયા. બાવીસ. પોતાનું ફળ ઉત્પન્ન કરવામાં સમર્થ કર્મ અવસ્થા જડ અવસ્થા “જેમનું લક્ષણ, કર્મ અવસ્થા જેમનું લક્ષણ છે, એવા જે ઉદયસ્થાનો તે બધાય જીવને નથી” એ કર્મનાં ઉદયસ્થાનો અને પર્યાયમાં પણ જેટલા પ્રકાર વિકારાદિના ઉદય પ્રકાર થાય એ બધાય જીવને નથી. એ શું કહ્યું? કે કર્મની પ્રકૃત્તિઓનાં જેટલા પ્રકાર છે એ તો જડનાં છે, હવે આ બાજુ એ તો ઉપાદાન એનું થયું, હવે એમાં નિમિત્ત છે આ બાજુમાં આત્મામાં, એટલા પ્રકૃત્તિના જેટલા પરિણામ છે ઉદયસ્થાનો એટલો એનો ભાવ અહીં પર્યાયમાં છે, પર્યાયમાં પણ એટલા જ પ્રકારના ભાવો જીવના એ તો એ ચીજ તો જડની થઈ ગઈ, હવે અહીંયા પણ એટલા પ્રકાર જીવની પર્યાયમાં છે, એને પણ જડના કહી દઈને સમજાણું કાંઈ? એ કહ્યું? કે જેટલા પ્રકૃત્તિના પ્રકારો છે, એ તો સ્વતંત્ર, હવે એમાં અહીંયા એમાં જીવ નિમિત્ત છે કે નહિ કોઈ પર્યાય એની? એ પોતાના એટલા પ્રકૃત્તિના જે ભેદ છે એટલા જ પર્યાય અહીં પરિણામમાં હોય એટલા પ્રકાર પોતાને કારણે વિકૃત અવસ્થાનાં ભેદો છે. પણ બેયને ભેગા ગણી નાખ્યાં. ઉદયસ્થાન અને આ ભાવ બધોય એક ગણીને એ બધા પુદ્ગલના પરિણામ છે. આહાહા! એ જીવને નથી. એ પ્રશ્ન એક ફેરી ઉઠયો'તો ભાઈએ વિરજીભાઈએ કર્યો'તો,રાણપુર ૮૪ નાં ચોમાસામાં, કે આ જેટલા પ્રકૃત્તિના પરમાણુઓ છે એ તો સ્વતંત્ર જડની પર્યાય, હવે આત્મામાં એનું નિમિત્તપણું થાય છે તેવા પ્રકાર છે કે નહિ? આત્મામાં છે ને? ન્યાં પ્રકૃત્તિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ જેટલા પ્રકારનાં છે એ તો એના, હવે એમાં અહીં નિમિત્તપણું છે એટલા પ્રકારનું અહીંયા પ્રકૃત્તિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ તેની વિકૃત અવસ્થા છે ને? શું કીધું સમજાણું? (શ્રોતા- વધારે સ્પષ્ટ કરો) હેં ! હા, કરીએ છીએને ત્યાં તો બેને એક ગણશે હવે, પણ આંહી તો હુજી કે જેટલી કર્મ પ્રકૃત્તિ છે એ પ્રકૃત્તિ સ્વભાવ એનાં પ્રદેશો, એની સ્થિતિ અને રસ એ ચાર પ્રકાર એમાં છે, એ તો એનામાં, હવે આંહી આત્મામાં એ નથી, અત્યારે નથી. બીજે કહેશે ઓલું તો એ વસ્તુ આત્મામાં નથી, આત્મામાં એનું નિમિત્તપણું થાય એવી કોઈ વસ્તુ છે કે નહિ? ( શ્રોતાઃ- પર્યાયમાં) પર્યાયમાં પ્રકૃત્તિ છે એ તો જડની જડમાં સ્વભાવ સ્થિતિ રસ અને પ્રદેશની સંખ્યા, એ તો જડની જડમાં પણ હવે એ તો ત્યાં એના ઉપાદાનમાં થયું, પણ આના ઉપાદાનમાં શું છે? કે જેને એ નિમિત્ત થાય એ ઉપાદાનમાં શું છે? ઝીણી વાત છે થોડી ભાઈ. એ તો વિરજીભાઈએ પ્રશ્ન કરેલો, કે અહીં તો કર્મ છે એ તો કર્મની અવસ્થા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ એનામાં છે. પણ અહીંયા આત્મામાં એને એની જે છે યોગ્યતાના પ્રમાણમાં આંહી પર્યાય છે કે નહિ? ભાઈ ! જેટલી પ્રકૃત્તિનાં સ્થાન છે, ઉદયના અનુભાગના પ્રકાર છે, સ્થિતિના પ્રકાર છે, પ્રદેશની સંખ્યાના, એટલા જ પ્રમાણમાં અહીં પર્યાયમાં પણ એવી યોગ્યતા પોતાની Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ સમયસાર સિદ્ધિ ભાગ-૩ પોતાને લઈને છે. સમજાણું કાંઈ? હવે આવી વાતું છે. કારણકે એ તો પરમાં જડનું ગયું, હવે આત્મામાં કાંઈ એનું ઉપાદાન આમાં છે ને એને નિમિત્ત થાય એવું આમાં કાંઈ છે કે નહીં ? આહાહાહા ! કેમકે જડના પરમાણુની પર્યાય છે એ તો સ્વતંત્ર એનો પર્યાય છે એનો, હવે એમાં છે એમાં આનું નિમિત્તપણું અને પોતામાં ઉપાદાનપણું શું છે? એમાં નિમિત્તપણું એને થાય અને પોતાનું ઉપાદાનપણું થાય એ શું છે ઈ ? હેં? (શ્રોતા:- જીવની વિકારી પર્યાય) જીવની એટલી યોગ્યતા જેટલા પ્રમાણમાં પ્રકૃત્તિ, સ્થિતિ, પ્રદેશ ને સંખ્યા એટલા જ પ્રમાણમાં એની યોગ્યતા પોતાની પર્યાયમાં છે વિકૃત. આહાહા ! ઝીણી વાત ભાઈ ! આંહીયાં તો બેયનાં ઉદયસ્થાન બેયને પુદગલ પરિણામમાં નાખી દીધા. આહાહા ! સમજાણું કાંઈ ? એ નિમિત્ત નિમિત્ત સંબંધથી થયેલો ભાવ એને પુદ્ગલનાં પરિણામમાં નાખી દીધા એને. હતા તો આનાં એની પર્યાય એ તો ઉપાદાન જડનું સ્વતંત્ર છે, અને આંહી વિકૃત અવસ્થા પણ ઉપાદાનની પર્યાયમાં સ્વતંત્ર છે ત્યારે તેના પ્રમાણમાં નિમિત્ત થાય છે, છતાં અહીંયા તો હવે, (શ્રોતા-નૈમિતિક ભાવ પણ પર્યાયમાં) હું! ના, એ બધું. નૈમિતિક થાય એ પણ પુદ્ગલ ને એને નિમિત્ત થાય એ પણ પુદ્ગલ એ અપેક્ષા લેવી છે. ઝીણી વાત ભાઈ વીતરાગ મારગનો કોઈપણ બોલ સૂક્ષ્મ બહુ કઠણ છે, આ તો ત્રણ લોકના નાથ, આજ તો એ વિચાર આવ્યો'તો કે નવતત્ત્વમાં જીવતત્ત્વ પહેલું અને ધર્માતિ છે દ્રવ્યના નામમાં જીવ છેલ્લો અને કર્મમાં “ક” પહેલો અને બધામાં ભગવાન પહેલો આત્મા, દરેકને જાણવાના કાળમાં ઉર્ધ્વ આત્મા ન હોય તો જાણે કોને? આહાહાહા ! એ આંહી જાણનારો ભગવાન આત્મા, એની પર્યાયમાં પ્રકૃત્તિ, સ્થિતિ, અનુભાગ ને પ્રદેશ યોગ્ય જે પુગલના પરિણામ છે તેને અહીંયા નિમિત્ત થાય એવી યોગ્યતા પોતાની પર્યાયમાં એટલા પ્રકારની યોગ્યતા સ્વતંત્ર સ્વયં સિદ્ધ છે એ એને લઈને નહિ, અને દ્રવ્ય ગુણને લઈને નહિ, અરે આવી આકરી વાત છે. એ પર્યાયમાં એટલી યોગ્યતા જેટલા પ્રદેશો છે ત્યાં તેટલામાં નિમિત્ત થાય એવી વિકૃત્ત અવસ્થા પોતાની છે, જેટલો ત્યાં અનુભાગ રસ છે, સ્થિતિ છે, પ્રકૃતિ સ્વભાવ છે તેટલા જ પ્રમાણમાં અહીંયા યોગ્યતા વિકારની અવસ્થા અહીંયા આત્મામાં આત્માને લઈને છે. ઓલી ચીજ તો તદ્ન જુદી છે આ જુદી છે, એવું સિદ્ધ કર્યા પછી, આ મારગ ભાઈ ! આંહી તો જીવને નથી. જે પ્રકાર સામામાં જેટલા છે તેટલા પ્રમાણમાં નિમિત્ત થવાની યોગ્યતા હતી, એ જીવને નથી એમ અહીં તો સિદ્ધ કરવું છે. આહાહા ! સમજાણું કાંઈ? આવી વાતું છે. બંધસ્થાનો તે જીવને નથી કારણકે તે પુગલદ્રવ્યનાં પરિણામમય હોવાથી પોતાની અનુભૂતિથી ભિન્ન છે. હવે પોતાના ફળ ઉત્પન્ન કરવામાં સમર્થ એવા ઉદયસ્થાન. અહીંયા ઉદયસ્થાન છે તો પર્યાયમાં એટલી યોગ્યતાનો પ્રકાર જેટલા ઉદય થાય ત્યાં, એટલો જ આંહી પ્રકાર પોતાની પર્યાયમાં છે. પણ એ બેનું નિમિત્ત નિમિત્તપણું વ્યવહારે છે, પરમાર્થે આત્મામાં નથી એમ કહીને એ બંધના ઉદયનાસ્થાનો જીવની પર્યાયમાં હોવા છતાં અને ઉદયસ્થાન જડનાં જડમાં હોવા છતાં બેના સંબંધને ગણીને એ પુદ્ગલનાં પરિણામ એને ગણીને જીવના સ્વભાવમાં એ નથી. આહાહા ! Page #210 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૫૦ થી ૧૫ ૧૯૭ એ જીવના સ્વભાવમાં નથી, (એ) ક્યારે એને ખ્યાલ આવે? કે ભગવાન આનંદસ્વરૂપ પ્રભુ એની અનુભૂતિ થતાં તે જીવમાં નથી, અનુભૂતિથી પણ ભિન્ન છે, જીવમાં નથી પણ અનુભૂતિથી પણ ભિન્ન છે. આહાહા ! આવો મારગ વીતરાગનો ક્યાંય નથી. બધા વાતો કરે રજનીશ ને ઓલો બધાં ગપ્પાગપ્પ મારે. આંહી તો કહે છે કે પ્રભુ આત્મા પર્યાયને આલિંગન કરતો નથી. આહાહા ! એને ઠેકાણે પરનું આલિંગન અને ચુંબન, અરે પ્રભુ ગજબ કર્યો નાથ. અરે આવી વાતું હિન્દુસ્તાનમાં આર્યદેશમાં, હૈં? આહાહાહા ! આંહી તો ભગવાન આત્મા, વિકૃત અવસ્થાને તો સ્પેશતો અડતો નથી, પણ અવિકૃત પર્યાયને પણ દ્રવ્ય આલિંગન કરતું નથી. અને એ નિર્મળ અવસ્થા ભગવાન આત્માને આલિંગન કરતી નથી. બે ચીજ ભિન્ન છે. હવે આ એને ધર્મ આવો (રજનીશ) માળો જૈનમાં હતો પ્રોફેસર. ગજબ કરી નાખ્યો જેનો મોરારજીને પણ વિરોધ કરવો પડ્યો. આ આત્મા પ્રભુ પરને ચુંબે ને આલિંગન એ તો પરને અડતો જ નથી ને ત્રણ કાળમાં, ત્રીજી ગાથામાં ન આવ્યું એ? પરને પર દ્રવ્યના ગુણ પર્યાયને, આત્મા પોતાના દ્રવ્ય ગુણ પર્યાયને ચુંબે પણ પરને તો ચુંબતો નથી, અડતો નથી, આલિંગન કરતો નથી. ત્રીજી ગાથામાં આવ્યું” ને. પોતાના દ્રવ્ય ગુણ પર્યાયને પોતે ચુંબે એટલે ત્યાં તેમાં હોય આમ, પણ પરને તો અડતોય નથી, પરને અડે ક્યાંથી ? પરનો તો અભાવ છે એમાં. અહિંયા તો જે કાંઈ પરને ચુંબે છે પર્યાયમાં એની જે વિકૃત અવસ્થા જે છે એનો દ્રવ્યસ્વભાવ તો એને ચુંબતો નથી, પણ એ દ્રવ્યસ્વભાવની અનુભૂતિથી એ વિકૃત્ત અવસ્થા તે ભિન્ન છે. એની પર્યાયની વિકૃત અવસ્થા જીવમાં નથી એ બધા પુદ્ગલના પરિણામ ગણવામાં આવ્યા. નિમિત્ત નિમિત્તનો આખો સંબંધ વ્યવહાર બધો પરમાં નાખી દીધો. સમજાય એટલું સમજવું બાપુ આ તો પાર ન મળે. ભગવાનના મારગનો પાર ન મળે. થોડું ઘણું જાણીને એમ થઈ જાય કે અમે જાણું બહુ. બાપા પાર ન મળે પ્રભુ. આહાહાહા ! આંહી કહે છે, એ ઉદયસ્થાનો તે બધાય જીવને નથી, એક બાજુ કહે કે ઉદયસ્થાન પર્યાયમાં, પોતાની પર્યાયમાં છે. વિકૃતના ઉદયના જેટલા પ્રકાર છે તે બધાય, એ તો એની પર્યાયને પરથી ભિન્ન સિદ્ધ કરવા, પણ અહીં તો હવે પર્યાય વિકૃત અવસ્થાથી ભિન્ન સ્વભાવને સિદ્ધ કરવો છે. ઉદયસ્થાનો જીવમાં નથી, કારણ કે તે પુદ્ગલદ્રવ્યનાં પરિણામમય હોવાથી અનુભૂતિથી ભિન્ન છે. આ સ્વભાવનો અનુભવ થયો. એમાં એ આવતા નથી માટે ભિન્ન છે એમ. આહાહાહા ! ભગવાન જ્ઞાનસ્વરૂપ પ્રભુ, જ્ઞાયક સ્વરૂપ એનો અનુભવ થતાં જ્ઞાનનો, આનંદનો એમાં એ સ્થાનો વિકૃત છે તે ઉદયસ્થાનો આવતા નથી માટે તે પુદ્ગલમયનાં પરિણામ ગણીને અનુભૂતિથી તેને ભિન્ન ગણવામાં આવ્યા છે. આહાહાહા ! બાવીસ થયા. ત્રેવીસ. “ગતિએ ચાર ગતિ નથી આત્મામાં, એ માર્ગણાસ્થાન આ શરીર નહિ હોં, શરીર એ કાંઈ ગતિ નથી, આ શરીર મનુષ્ય ગતિ નથી. અંદર જે પર્યાયમાં યોગ્યતા જે ગતિની મનુષ્યની છે તે ગતિ. એ ગતિ ત્યાં ગમન એ જાતનું પરિણમન છે ને? ચાર ગતિનું મનુષ્યનું દેવઆદિનું એ ગતિ પણ ચાર, જીવમાં નથી. ગતિની પર્યાય એનામાં છે, ગતિ એની પર્યાયમાં એનામાં છે, એ ગતિ કર્મને લઈને શરીરને લઈને. આ શરીર મનુષ્યગતિ આ શરીર મનુષ્યગતિ Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ સમયસાર સિદ્ધિ ભાગ-૩ નથી આ તો જડની પર્યાય છે. મનુષ્યગતિ તો એને કહીએ જે મનુષ્યને યોગ્ય દશા થઈ અંદર એને મનુષ્યગતિ કહીએ. હવે છે તો એની પર્યાયમાં એ, પણ આંહી તો જીવ સ્વભાવના વર્ણનની અંદર તો એ ચારેય ગતિઓ પુદ્ગલના પરિણામ છે એમ કહ્યું. તે જીવમાં નથી. એ ગતિ જીવમાં નથી. આહાહાહા ! ઓલામાં આવે છે ને પંચાસ્તિકાયમાં કર્મ પરાભવ કરીને ભાવ થાય છે, આવે છે ને ? આવે છે ક્યાંક ? ભાવનું જ્યાં વર્ણન કર્યું ને ૫૬-૫૭ એમાં. એમાં એમ આવ્યું છે. પંચાસ્તિકાયમાં હોં ! થાય છે જીવમાં છે એ જીવમાં એની પર્યાય કર્મ એનો નાશ એ બધી પર્યાયો પરાભવ કરે છે, પરાભવ કરે છે એમ. સ્વભાવનો નાશ કરીને ગતિ ઊભી કરે છે એમ નિમિત્તથી તેથી પછી ન્યાં લોકો કહેને જો કર્મને લઈને થાય છે એ તો બીજી વાત છે સાંભળને ? કર્મ પરાભવ કરે છે, એમ કહે પણ એ તો ત્યાં પોતે પરાભવ થવાને લાયક છે તેને કર્મ પરાભવ કરે છે એમ કહેવામાં આવ્યું છે. આવું છે. છે ને ? ૫૪-૫૫-૫૬ ગાથામાં પંચાસ્તિકાય, કર્મ એને પરાભવ કરીને આમ કરે છે. ગતિમાં પછી કરે છે. આંહી તો કહે છે કર્મ છે એ તો નિમિત્તરૂપે છે, નામકર્મની પ્રકૃત્તિ છે ને, એ ગતિ આદિની એ તો નિમિત્ત છે અને આત્મામાં ગતિની યોગ્યતા છે, એ આત્મામાં છે, પણ આંહી જીવના સ્વભાવના અનુભૂતિના કાળમાં તે ગતિની યોગ્યતાનો ભાવ તે અનુભૂતિમાં આવતો નથી. આહાહાહા ! આ તો હજી સાધારણ વાતો છે બધી. ચાર ગતિ એ માર્ગણા એ જીવને નથી, ચાર ગતિ જીવમાં નથી. એ પુદ્ગલના પરિણામ છે. કહે છે ભગવાન શાયક સ્વરૂપ છે, ચૈતન્યસ્વરૂપ પ્રભુ એનો અનુભવ થતાં એ ગતિના પરિણામ એની અનુભૂતિમાં આવતા નથી. આહાહા ! સમજાણું કાંઈ ? એની ગતિની યોગ્યતા એનામાં હોવા છતાં એ જીવના સ્વભાવની અનુભૂતિના કાળમાં તે પર્યાય આ અનુભૂતિમાં આવતી નથી, આરે! આવી વાતું છે પ્રભુ. એથી એ ગતિના પરિણામને પણ પુદ્ગલદ્રવ્યનાં પરિણામ કહી દીધા. આહાહા ! માર્ગણાસ્થાન આને કહે છે. “ઇન્દ્રિય” ઇન્દ્રિયોની સ્થિતિ આત્મામાં નથી. પાંચ ઇન્દ્રિય છે ને ? ભાવેન્દ્રિય અને દ્રવ્યેન્દ્રિય એ બેય, બેય માર્ગણાસ્થાન છે એ તો, પર્યાયમાં શોધવાની યોગ્યતા સ્વભાવમાં નથી. ઇન્દ્રિય ભાવેન્દ્રિય પર્યાય તો આત્માની પર્યાયમાં છે. દ્રવ્યેન્દ્રિય જડની પર્યાયમાં છે. છતાં બેયને પુદ્ગલના પરિણામ ગણીને એ જીવમાં એ નથી. નહીં તો ભાવેન્દ્રિય આવી ગઈ છે ૩૧મી ગાથામાં ભાવેન્દ્રિય, દ્રવ્યેન્દ્રિય ને ઇન્દ્રિયનાં વિષયો જીવમાં નથી, જીવ એનાથી જુદો છે અધિક છે, પરિપૂર્ણ છે. ૩૧મી ગાથામાં આવ્યું છે, જે ઇન્દ્રિયં જિણીતા એ ઇન્દ્રિય આત્મામાં નથી. એ બધાં પુદ્ગલનાં પરિણામ છે. કેમ ? કે અણીન્દ્રિય એવો જે ભગવાન આત્મા તેનાં અનુભવની પર્યાયમાં એ ભાવેન્દ્રિય અને દ્રવ્યેન્દ્રિય આમાં આવતી નથી આમાં, ભિન્ન રહી જાય છે. એ તો ૪૯ માં આવી ગયું ને ભાવેન્દ્રિય ક્ષયોપશમ ભાવ જે છે એ પણ આત્માનો સ્વભાવ નથી. એમ આવ્યું ૪૯માં, દ્રવ્યેન્દ્રિય છે એનો એ સ્વામી નથી જીવ, કે જેથી દ્રવ્યેન્દ્રિય વડે કરીને રસને ચાખે ને સાંભળે અને ભાવેન્દ્રિય છે એ એનું સ્વરૂપ નથી. એ ક્ષયોપશમ ભાવ છે. એ એના સ્વભાવની દૃષ્ટિએ જોતાં એ ક્ષયોપશમભાવ પણ એનો નથી. એ ૪૯ માં આવી ગયું આના પહેલાં. ' ‘કાય” ઔદારિક, વૈક્રિયિક, આહા૨ક, તેજસ, કાર્યણ અને એનાં ભેદો બધાં એ આત્મામાં Page #212 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૫૦ થી ૧૫ ૧૯૯ નથી. ઔદારિક શરીર કાય, વૈક્રિયિક શરીર એ છે ત્યાં એની યોગ્યતા તો છે. ત્યારે ત્યાં છે. સંબંધમાં શરીરને ને એનો સંબંધ છે એટલો નિમિત્ત નિમિત સંબંધ, ત્યારે નિમિત્તની યોગ્યતા તો ત્યાં છે શરીર છે એટલે, સંબંધ પોતાની યોગ્યતાનો એ પણ આત્મામાં નથી. કેમકે જીવનાં સ્વભાવની અનુભૂતિની પર્યાયમાં એ આવતું નથી કાય. આહાહાહા ! યોગ” મન વચન ને કાયાના યોગ, ઠીક, યોગ છે તો પર્યાયનું કંપન પણ એ કર્મના નિમિત્તના સંબંધે થયેલું પુદ્ગલના પરિણામ ગણીને આત્મામાં એ નથી. આહાહા! વેદ” દ્રવ્યવેદ અને ભાવવંદ બેય જીવમાં નથી. પર્યાયમાં ભલે ભાવવેદ હો, દ્રવ્યવેદ તો પર્યાયમાં ય નથી એ તો જડમાં છે. આ ઇન્દ્રિયો જે શરીરની, એ તો જડની પર્યાય છે, આ જડઇન્દ્રિય એને તો આત્મા અડતોય નથી. અજ્ઞાની પણ હોં, ફક્ત જે ભાવવેદ છે વિકલ્પ છે, એ પણ પુગલનાં પરિણામ ગણીને, સ્વભાવની અનુભૂતિમાં એ નથી, સ્વભાવમાં નથી, વસ્તુના સ્વભાવમાં નથી, પણ નથી ક્યારે થાય? કે એનો અનુભવ કરે ત્યારે, કે આ આત્મા છે આવો. સમજાણું કાંઈ? આવી વાતું છે બાપુ. વીતરાગ મારગ લોકોને સાધારણ કરીને હલવ્યો છે, આ કરો ને વ્રત પાળો દયા કરો ને (શ્રોતા – ઓલા કહે કઠણ કરી નાખ્યો સાદો હતો ત્યાં) વસ્તુ જ આ છે. કઠણ કહે કે સારી કહે જે કહે એ. વસ્તુનું સ્વરૂપ જ આવું છે ત્યાં. કહો હિંમતભાઈ ! કઠણ કર્યું કહે છે, લોકો કહે છે, વસ્તુ તો આ છે. આહાહાહા ! વેદની વાસના એની પર્યાયમાં થવા છતાં, તેના જીવને જીવનો સ્વભાવ ને તેની અનુભૂતિમાં તે આવતો નથી માટે તે ભિન્ન ગણવામાં આવ્યું છે. આહાહા ! સમજાણું કાંઈ? વાસના છે તો એની પર્યાયમાં અને તે કર્મના વેદના ઉદયને લઈને નહિ. છતાં એ વિકૃત અવસ્થા છે, અલિંગગ્રહણમાં આવે છે ને? દ્રવ્ય ને ભાવવંદ રહિત છે, અલિંગગ્રહણ છે. શૈલી તો જુઓ, દ્રવ્યવેદ ને ભાવવેદ લિંગ છે, તેનાથી અલિંગગ્રહણ છે, તેનાથી આત્મા ઝહવામાં આવતો નથી. આહાહા ! એ આંહી આમ કહ્યું એ જ અમૃતચંદ્રાચાર્યે ત્યાં અર્થ કર્યો. એ અહીંયા અમૃતચંદ્રાચાર્ય અહિંયા એ અર્થ કર્યો, કહે છે ને દુહુ કરી નાખ્યું એમ કે આ નથી આ નથી, એટલું હતું એમાં આવું બધું વિસ્તાર કરીને માળે, હવે એનો છે એનો પાછા જગમોહનલાલજીએ વખાણ કર્યા છે, એ પુસ્તકના હમણાં આવ્યું છે કાલ જગમોહનલાલજીએ વખાણ કર્યા પુસ્તક બહુ સારું કર્યું છે. આહાહાહા ! વેદ” વેદ એ દ્રવ્ય ને ભાવવેદ લિંગ છે, તેનાથી આત્મા જણાય એવો નથી માટે અલિંગગ્રહણ. અહીં કહે છે કે વેદ દ્રવ્ય ને ભાવવેદ, એ જીવના અનુભવમાં નથી આવતો. કારણકે જીવના સ્વભાવમાં નથી, તેથી સ્વભાવના અનુભવમાં એ આવતો નથી. માટે તે વેદભાવ ભિન્ન છે એ પુદ્ગલના પરિણામ ગણવામાં આવ્યા. આહાહા ! સમજાણું કાંઈ ? અહીં સુધી આવ્યું, વેદ સુધી આવ્યું, સ્ત્રી, પુરુષ કે નપુંસકનો વિકલ્પ જે ઊઠે છે, એ ભાવવેદ છે, છે તો એની પર્યાયમાં એને કારણે પણ વાસ્તવિક સ્વભાવમાં નથી. ત્રિકાળી ધ્રુવ સ્વભાવની અપેક્ષાથી જોઈએ તો તે અનુભૂતિમાં એ આવતો નથી, ત્રિકાળી સ્વભાવનું સમ્યગ્દર્શનજ્ઞાન થતાં તેમાં એ ચીજ આવતી નથી, માટે વેદને પુદ્ગલ પરિણામ ગણી અને ભિન્ન કહેવામાં Page #213 -------------------------------------------------------------------------- ________________ ૨OO સમયસાર સિદ્ધિ ભાગ-૩ આવ્યા છે. આટલું નવરાશ ક્યાં હવે? અરે આવો કાળ મનુષ્યપણાનો મળ્યો પ્રભુ, એમાં જૈનધર્મ વાડો મળ્યો. એમાં આ વાત સમજવાની ફુરસદ ન મળે તો કે દી” સમજશે? આહાહાહા ! કષાય” ક્રોધ, માન, માયા, લોભ એવા જે કષાયના ભાવ એને અહીંયા પુદ્ગલના પરિણામ કહ્યા. પુદ્ગલદ્રવ્યના પરિણામમય પાછા એમ અભેદ, કેમકે તે જીવની પોતાની અનુભૂતિ, પોતાનો ભગવાન આત્મા આનંદકંદ શુદ્ધચૈતન્ય એને અનુસરીને થતી અનુભૂતિ એમાં આ અનુસરણ આવતું નથી, કષાયનો ભાવ એમાં આવતો નથી માટે તે પુદ્ગલના પરિણામ કહ્યાં છે, ભિન્ન ગણવામાં આવ્યો છે. આ ટીકા અમૃતચંદ્રાચાર્યની ટીકા. આહાહા ! જ્ઞાન” એ મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય આદિ ભેદો એ જીવના સ્વભાવમાં નથી. આહાહા! ભેદ છે તે અભેદ અનુભવ થતાં તેમાં આ ભેદ નથી આવતો. શું કહ્યું? એ ઝીણું છે. કે ભગવાન આત્મા અખંડ અભેદ ચૈતન્ય સ્વરૂપ, તેનો અનુભવ કરતા જ્ઞાનના પાંચ ભેદો તેમાં અનુભૂતિમાં આવતા નથી, અભેદમાં ભેદ આવતા નથી. માટે તે ભેદને ( પુગલનાં પરિણામ કીધા) કેમકે ભેદ ઉપર લક્ષ જતાં, રાગ થાય છે અને તેથી તે ભેદનો ભાવ પુદ્ગલના પરિણામમાં નાખી દઈને. આહાહા ! હવે આવું ક્યાં ? નવા માણસ તદ્ન અજાણ્યા હોય એને આ શું કહે છે આવી વાતું? એ જ્ઞાનના પાંચ પ્રકાર અને એમાં અજ્ઞાનના પણ પ્રકાર એ બધાય ભેદમાં જાય છે. અનુભૂતિના અભેદમાં એ ભેદો આવતા નથી. સામે છે ને પુસ્તક? આવી વાત છે. એને સમજવી પડશે બાપુ. મોંઘી પડે તોપણ એણે સમજવી પડશે ભાઈ ! અરે આવા ટાણાં ક્યારે મળશે? એને જાણવું પડશે, પહેલાં ખ્યાલમાં જ્ઞાનમાં તો નક્કી કરવું પડશે ને? અનુભૂતિ પછી. સમજાય છે? જ્ઞાનમાં, જ્ઞાનના એ ભેદો આત્મામાં નથી, અભેદની અનુભૂતિ થતાં પણ એમાં નથી, એથી એને પુદ્ગલના પરિણામ કહીને, અનુભૂતિથી ભિન્ન કહ્યાં છે. ગજબ વાત છે. માર્ગણાસ્થાન કહ્યાં ને? આ જીવ કયા સ્થાનમાં છે, કયા પ્રકારમાં છે. કહે છે કે એ કયા પ્રકારમાં છે ને કયા સ્થાનમાં છે, એ વસ્તુમાં નથી. માર્ગણા છે ને? માર્ગણા એટલે શોધવું. આ કઈ પર્યાયમાં છે, કયા વેદમાં છે, કઈ ગતિમાં છે, તેમ છતાંય એ બધા સ્થાનો જીવ સ્વભાવમાં નથી. આહાહા ! આવી વાતું છે. સંયમ” સંયમ અસંયમ એના બધા ભેદ લેવા. સંયમ, સંયમસંયમ, અસંયમ એટલા બધા ભેદ છે, એ સંયમસ્થાન પણ જીવમાં નથી, ભેદ છે તે નથી એટલે સિદ્ધ કરવું છે. છે તો ભેદ એની પર્યાયમાં પણ અહીંયા ચૈતન્ય સ્વભાવ એકરૂપ અખંડ, એનો અનુભવ થતાં તેની સન્મુખની દશા થતાં, આ બધી દશાઓ બધી બહાર રહી જાય છે. આહાહા ! સમજાણું કાંઈ? અનુભૂતિ છે તો પર્યાય પ્રગટ પણ તે અનુભૂતિની પર્યાયમાં સ્વ તરફના વલણવાળી દશા છે, તેથી તે ભેદવાળી દશા અનુભૂતિથી ભિન્ન છે, અનુભૂતિ છે તો પર્યાય, એ નિશ્ચયથી તો એ અનુભૂતિની પર્યાય દ્રવ્યમાં નથીસિદ્ધની પર્યાય પણ દ્રવ્યમાં નથી, પર્યાય દ્રવ્યમાં ક્યાં છે? પર્યાય પર્યાયમાં છે. (શ્રોતા:- દ્રવ્યનો પ્રતિભાસ તો ખરોને?) સાંભળો, સાંભળો પ્રશ્ન કરવા કરતા (પહેલા) સમજવું, જરી એમાં ધ્યાન રાખવું, એમાં બધા ઉત્તર આવી જાય છે, નહીંતર એમાં ફેરફાર થઈ જશે. સમજાણું કાંઈ ? આહાહા! આવી વાત છે. એ સંયમના સ્થાન એ બધા Page #214 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૫૦ થી ૧૫ ૨૦૧ ભેદો, કયા સંયમની પર્યાયમાં આ જીવ છે એમ શોધવું, એ વસ્તુના સ્વરૂપમાં નથી. જીવનો સ્વભાવ પરિપૂર્ણ અભેદ, અખંડ “અ” આવે છે ને ઓલામાં “અ” પહેલો આવે છે. અ, આ, ઇ, ઉ, આમાં “ક” પહેલો આવે છે, આત્મા “અ”એટલે અખંડ “ક” અને “અ” એ સંયમના સ્થાનો પણ પુદ્ગલના પરિણામ સ્થાન ગણીને દ્રવ્યનો અભેદ અનુભવ થતાં, ભેદો એનામાં નથી માટે પુગલસ્થાન કહેવામાં આવે છે. દર્શન” ચક્ષુ અચક્ષુ અવધિ કેવળ એ દર્શન લેવું, સમકિતની પછી વાત આવશે, સમજાણું કાંઈ? એ દર્શનના ભેદો પણ ભેદને પુગલ પરિણામ ગણીને, અભેદના અનુભવમાં એ આવતા નથી ભેદ, માટે તેને ભિન્ન ગણવામાં આવ્યા છે. આ ઝીણી વાતું. કષાયનો તો ઠીક પણ આ તો એના ભેદોય એમાં નથી, એમ કહે છે એવી વાત છે. ભગવાન અખંડ આનંદ અભેદ સ્વરૂપ એનો અનુભવ થતાં, એ આ દર્શનના ભેદો ચક્ષુ અચક્ષુ અવધિ કેવળ એ ભેદ એમાં આવતા નથી. આહાહા ! લેશ્યા” છ લેશ્યા, કૃષ્ણ-નીલ-કાપોત-તેજો-પદ્ર-શુક્લ એ લેશ્યા તો પ્રત્યક્ષ મલિન છે, એને પણ અહીં પુદ્ગલના પરિણામ ગણીને અલગ્ધી પ્રભુ આત્માનો સ્વભાવની અનુભૂતિ થતાં એ વેશ્યા એમાં આવતી નથી. તેજો, પદ્મ ને શુક્લ વેશ્યા પણ અનુભૂતિમાં આવતી નથી. એનાથી અનુભૂતિ થતી નથી. દ્રવ્યનો અખંડાનંદ પ્રભુ સ્વભાવ એની અનુભૂતિમાં આ વેશ્યાના પરિણામથી અનુભૂતિ નહિ, દ્રવ્યના આશ્રયથી અનુભૂતિ થઈ છે, વેશ્યાના આશ્રયે અનુભૂતિ થતી નથી, તેમ તે અનુભૂતિમાં તે વેશ્યા આવતી નથી. એનાથી થતી તો નથી પણ એના અનુભવમાં એ આવતી નથી. શુક્લ વેશ્યા, (શ્રોતા – એ તો વિકારી પર્યાય છે) એ વિકારી દશા છે વિકલ્પ છે વેશ્યા આત્મામાં આવતી નથી અનુભવમાં. અરે ભવ્ય અને અભવ્ય બે ભેદો પણ જીવના સ્વભાવમાં નથી. ઠીક પર્યાય છે. ભવ્યપણું અને અભવ્યપણું એ તો પર્યાય છે, એ દ્રવ્યના સ્વભાવમાં એ ભવ્યપણું અને અભવ્યપણે અહીં પુદ્ગલના પરિણામ ગણીને કાઢી નાખ્યાં છે. કેમકે સિદ્ધમાં હવે ભવ્યપણું રહેતું નથી, તો રહેતું નથી તો એનો સ્વભાવ હોય તો તો રહેવું જોઈએ. જે યોગ્યતા છે એ પ્રગટ થઈ ગઈ છે પૂરી. આહાહા! સોગાનીમાંય આવે છે કે આત્મા ભવી છે કે અભવી? એ ભવી અભવી રહેવા દે છોડી દે. સોગાનીમાં આવે છે, દ્રવ્યદૃષ્ટિપ્રકાશ આપણે તો આત્મા જ્ઞાયક સ્વરૂપ છે એ ભવ્ય અભવ્ય નહીં. આહાહા! સમકિતના પ્રકાર, ઉપશમ ને ક્ષાયિક ને ક્ષયોપશમ ને મિથ્યાત્વ ને સાસાદન અને એના બધાં ભેદો, એ ભેદો સ્વરૂપના અનુભવમાં નથી, જીવમાં નથી. જીવમાં નથી એટલે કે ક્યારે તેને નથી, કે એનો અનુભવ કરે ત્યારે એનામાં નથી જીવમાં એમ એને ખ્યાલ આવ્યો. સમકિત ક્ષાયિક સમક્તિની પર્યાય જીવમાં નથી, ઓલા સર્વ વિશુદ્ધમાં એમ કહે કે પુણ્ય ને પાપ જીવ છે આવે છે ને એ? સૂત્રજ્ઞાન તે જીવ છે, પ્રવજ્યા તે જીવ છે. એની પર્યાય છે, એનું જ્ઞાન કરાવ્યું છે, અહી તો એના જીવ સ્વભાવમાં એ ભેદ નથી, એ સમકિતના ભેદો જીવના સ્વભાવમાં અનુભૂતિ કરતા ભેદ અનુભવમાં આવતા નથી. આહાહાહા ! “સંજ્ઞા” સંજ્ઞી અસંજ્ઞી એ આત્મામાં નથી. “આહાર અણાહાર” જેમનાં લક્ષણ એવા Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ સમયસાર સિદ્ધિ ભાગ-૩ માર્ગણસ્થાનો માર્ગણા એટલે શોધવું કઈ પર્યાયમાં છે, કઈ ગતિમાં છે, કઈ લેશ્યામાં છે, કયા જ્ઞાનની પર્યાયમાં છે, એમ શોધવું, એ બધા શોધકની જે અવસ્થા તે બધાય જીવને નથી, એવા જેમનાં લક્ષણ છે, એવા માર્ગણાસ્થાનો શોધવાના પ્રકાર, તે બધાય જીવને નથી. કા૨ણ કે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી, ભેદ ઉપર લક્ષ જતાં વિકલ્પ ઊઠે છે અને અભેદનો અનુભવ કરતાં ભેદ ભેગો આવતો નથી. આવી વાતું. અભેદનો અનુભવ છે તો પર્યાય, પણ એ અભેદનો અનુભવ એ પર્યાયમાં આ ભેદનો ભાવ આવતો નથી. ઝીણો વિષય છે. ૨૯ બોલનો ઉકરડો કીધો છે. આહાહા ! ત્રેવીસ થયા. ચોવીસ. જુદી જુદી પ્રકૃત્તિઓનું અમુક મુદત સુધી સાથે રહેવું એવું જેનું લક્ષણ છે એ સ્થિતિબંધસ્થાનો, સ્થિતિ, સ્થિતિ કર્મની સ્થિતિ છે ને ? એ સ્થિતિ આટલી મુદત ૨હે કર્મ આત્મામાં પણ તેનું નિમિત્તપણું છે. આટલી સ્થિતિ ત્યાં રહે એવી આંહી આત્મામાં પણ એવી યોગ્યતાની એક સ્થિતિ છે, યોગ્યતા છે. ઓલો છે એ જડમાં છે અને આ સ્થિતિને યોગ્ય ત્યાં રહ્યું છે. અહીં નિમિત્તપણું છે એની યોગ્યતા પોતામાં છે, પણ એ બેયને પુદ્ગલ પરિણામ ગણી નાખ્યા. નિમિત્તના સંબંધે થયેલો ભાવ પણ નિમિત્તના ગણીને પુદ્ગલ પરિણામ ગણી નાખ્યા અને આત્માના અભેદના સ્વભાવથી જે અનુભવ થયો તે પરિણામ જીવનાં છે એમ કીધું. અનુભવ છે તો અનુભવ પરિણામ, પણ એ અનુભૂતિના પરિણામ જીવનાં છે આમ કે અને આ પરિણામ છે એ પુદ્ગલના છે. એવા જે સ્થિતિબંધસ્થાનો તે બધાય જીવને નથી, કા૨ણ પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી અનુભૂતિથી ભિન્ન છે. આહાહાહા ! પચ્ચીસ. હવે કષાયના વિપાકનું અતિશયપણું કર્મનો કષાય છે એનું ફળ વિપાક વિશેષપણું જેનું લક્ષણ સંકલેશ. વિશેષપણું કહેવું છે ને ? સંકલેશ પરિણામ સંકલેશ અશુભભાવ, અશુભના સ્થાન એ બધા પુદ્ગલદ્રવ્યના વિપાકના અતિશયપણાથી થતાં સ્થાન, તે બધાંય જીવને નથી. એ અશુભભાવો સ્થાન છે અનેક પ્રકા૨ના એ જીવના સ્વભાવમાં નથી તેથી તેના અનુભવમાં પણ તે નથી. આહાહા ! આવું છે. ત્યાં તો ઠીક હવે. ૨૬ મો આકરો છવ્વીસ. કષાયના વિપાકનું મંદપણું, ઓલું અતિશય હતું ને ? અતિશય એટલે વિશેષ આકરો ઉદય હતો, અને આંહી અશુભભાવ થયો એ બેયમાં ભેગું નાખી દીધું. અને હવે કષાયના વિપાકનું મંદપણું, એ જેમનું લક્ષણ એવા જે વિશુદ્ધિસ્થાનો, એ શુભ પરિણામના પ્રકાર શુભજોગના પણ પ્રકાર, શુભજોગના પરિણામના પ્રકાર, કષાયના વિપાકનું મંદપણું એ બધોય જીવને નથી. પુદ્ગલ પરિણામ હોવાથી અનુભૂતિથી ભિન્ન છે. વિશેષ કહેવાશે. ( શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ ) પ્રવચન નં. ૧૩૧ ગાથા - ૫૦ થી ૫૫ તથા શ્લોક - ૩૭ તા. ૯/૧૧/૭૮ ગુરુવાર કારતક સુદ-૧૦ સમયસાર ૫૦ થી ૫૫ ગાથા. ૨૬ મો બોલ ચાલે છે. શું કહે છે. ૨૬ માં એમ કહ્યું કે આત્મામાં જે કાંઈ શુભભાવ થાય દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા આદિ એ બધું પુદ્ગલકર્મના મંદનો વિપાકનું ફળ છે. એ જીવના સ્વરૂપમાં નથી. કર્મના વિપાકનું મંદપણું એનું એ ફળ છે Page #216 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૫૦ થી ૫૫ ૨૦૩ શુભરાગ, વિશુદ્ધિસ્થાન કહ્યાં. એ રાગ આત્માના સ્વભાવમાં નથી. આત્મા જ્ઞાયક સ્વરૂપ પૂર્ણ અભેદ સ્વરૂપ તેમાં એ રાગ નથી. પણ અહીંયા તો હવે લબ્ધિસ્થાન પણ એમાં નથી એમ કહેવું છે. ઝીણી વાત છે ભાઈ. સમ્યગ્દર્શન જે ધર્મની પહેલી સીઢી એનો વિષય આત્મા અભેદ છે. સમ્યગ્દર્શન તે જીવમાં એનો વિષય અભેદ છે, અભેદની દૃષ્ટિ થતાં તેને સમ્યગ્દર્શન થાય છે. એથી એ રાગની ક્રિયા એ કોઈ સમ્યગ્દર્શનનો વિષય નથી, તેમ એ જીવમાં નથી. આહાહાહા ! આંહી તો વિશેષ કહે છે. ૨૭ મો બોલ. ચારિત્રમોહના વિપાકની ક્રમશઃ નિવૃત્તિ જેમનું લક્ષણ છે એવા જે સંયમલબ્ધિસ્થાનો સંયમ–સંયમ, જે આત્મામાં સમ્યગ્દર્શનજ્ઞાન સહિત સંયમ જે સ્થિરતા અંદર છે, એના લબ્ધિસ્થાન ભેદ સંયમના ભેદો, રાગ તો જીવમાં નથી પણ લબ્ધિસ્થાન છે સંયમનાં એ ભેદ છે, ભગવાન આત્મા અભેદમાં એ ભેદ નથી. સમ્યગ્દર્શન એ ત્રિકાળી અભેદને સ્વીકારે છે. એ સંયમલબ્ધિના સ્થાનને પણ એ દૃષ્ટિ સ્વીકારતી નથી. આવી વાતું છે. હજી તો અહીંયા દયા, દાન, વ્રત, ભક્તિ, તપ આદિના પરિણામ એ ધર્મ છે એમ કહે છે અત્યારે તો, એ તો મહામિથ્યાત્વ છે. આંહી તો સંયમલબ્ધિના સ્થાન જે ભેદ, એ ભેદ પણ અભેદમાં નથી. આહાહાહા !ભગવાન આત્મા જીવ જેને કહીએ, એ અનંતા અનંતા અનંતગુણનો પિંડ અને તે અભેદ છે. અભેદ એટલે સામાન્ય છે. એમાં લબ્ધિના સ્થાન પણ જીવમાં નથી. આહાહા ! આવી વાત છે. ( શ્રોતાઃ– અપૂર્વ વાત ) છે ? ચારિત્રમોહના વિપાકની ક્રમશઃ નિવૃત્તિ જેમનું લક્ષણ એવા જે સંયમલબ્ધિસ્થાનો, સંયમની પ્રાપ્તિના ભેદો, એ બધા જીવને નથી, જીવમાં નથી, અભેદમાં એ ભેદ નથી, એમ સિદ્ધ કરવું છે. ભગવાન આત્મા જે સમ્યગ્દર્શન એનો વિષય જે અભેદ, એમાં રાગ તો નથી, પણ લબ્ધિના સ્થાન એના અભેદમાં એ નથી, આવી વાતું. દુનિયા ક્યાં પડી ને ક્યાં માને અને ધર્મ ક્યાં રહી ગયો. એ સંયમની નિર્મળતાના ચારિત્રમોહના ક્રમશઃ નિવૃત્તિથી અંદરમાં લબ્ધિના સંયમલબ્ધિના સ્થાન ભેદ એ જીવને નથી, એટલે કે જીવની અનુભૂતિ કરતા સમ્યગ્દર્શન ને અનુભવ કરતા, દ્રવ્ય સ્વભાવના અભેદથી દૃષ્ટિ કરતા અનુભવ કરતા તેમાં એના ભેદો આવતા નથી. આવી વાત છે. વીતરાગ સર્વજ્ઞદેવ, જિનેશ્વરદેવ એનું આ ફરમાન છે. આહાહા ! દયા, દાન ને વ્રત તપ ને ભક્તિ પૂજાના ભાવ ને જાત્રાના ભાવ, એ તો રાગ છે, એ તો આત્મામાં નથી. પણ ચારિત્રમોહના ક્રમે ક્રમે નિવૃત્તિરૂપ લબ્ધિસ્થાન સંયમના પ્રગટે, ભેદ એ જીવદ્રવ્યમાં નથી. એ ભેદ છે એ જીવમાં નથી. કેમ કે, કારણકે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી ભેદ છે એના ૫૨ લક્ષ જતાં રાગ થાય છે, તેથી એને પુદ્ગલદ્રવ્યનાં પરિણામ કીધાં છે. આહાહા ! સંયમની ક્રમે ક્રમે રાગનો અભાવ થઈને સંયમની પ્રાપ્તિના ભેદ થાય એને અહીંયા પુદ્ગલદ્રવ્યના પરિણામ કહ્યાં છે. કેમકે એનું લક્ષ કરવા જાય તો વિકલ્પ રાગ ઉત્પન્ન થાય છે અને તેથી તેને પુદ્ગલદ્રવ્યના પરિણામ કહેવામાં આવે છે. આવી વાત છે. જિનવરદેવ ત્રિલોકનાથ ૫૨મેશ્વ૨ એમ કહે છે એ સંતો કુંદકુંદાચાર્ય અમૃતચંદ્રાચાર્ય કહે છે. આહાહા ! અહીંયા તો વ્રત ને તપનો, ભક્તિ ને પૂજા ને જાત્રાનો ભાવ એ તો રાગ છે, એ કાંઈ આત્માનું સ્વરૂપ નથી ને આત્મામાં નથી, એ તો બંધના કારણ છે, પણ અહીંયા તો લબ્ધિના સ્થાન ભેદ છે, એના ઉ૫૨ દૃષ્ટિ કરવાથી તો વિકલ્પ થાય, એ માટે કહે છે કે લબ્ધિનાં સ્થાન જીવ Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ સમયસાર સિદ્ધિ ભાગ-૩ દ્રવ્યમાં નથી. કોને ? જીવમાં નથી એમ કોને ખ્યાલ આવે ? એ પોતાની અનુભૂતિ ભિન્ન છે, માટે તેને જુદા કહેવામાં આવે છે. ઓહોહોહો ! ભગવાન આત્મા ચૈતન્ય વસ્તુ જે જિનેશ્વર પરમેશ્વરે કહી એ વસ્તુ અભેદ છે એ અભેદનો અનુભવ કરતાં એ ભેદસ્થાન તેમાં આવતાં નથી. રાગ તો એમાં આવતો નથી, પણ સંયમની પર્યાયની લબ્ધિના ભેદો અભેદની દૃષ્ટિમાં પરમાર્થમાં એ ભેદ આવતા નથી, તેથી તેને પુદ્ગલદ્રવ્યના પરિણામ કહેવામાં (આવ્યા છે), પરમાત્મા એમ કહે છે. (શ્રોતા- પ્રાથમિક શિષ્ય શું કરવું જોઈએ?) આ કહ્યું કે આ પ્રાથમિક શિષ્ય આ કરવું. એ જીવ અભેદ છે તેના ઉપર દૃષ્ટિ કરવી, એ પ્રથમમાં પ્રથમ જીવનું કર્તવ્ય છે. શું થાય પણ ભાઈ ! આ પ્રથમમાં પ્રથમ આત્માને કરવા લાયક હોય તો ભગવાન આત્મા અભેદ સ્વરૂપ સામાન્ય જે ધ્રુવ છે, તેની દૃષ્ટિ કરવી અને તેના ભેદના સ્થાન ને રાગ ને એમાં નિષેધ કરવો, નિષેધ થઈ જાય છે કરવો ય નથી ત્યાં. ઝીણી વાત ભાઈ! પ્રથમ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરનારને, પ્રથમ ધર્મની પહેલી સીઢી સમ્યગ્દર્શન, ઈ જેને પ્રાપ્ત કરવું હોય તો, જીવ છે તે એકરૂપ ત્રિકાળ જ્ઞાયકભાવ છે, તેની દૃષ્ટિ કરવી, એથી દૃષ્ટિના વિષયમાં અભેદમાં એ વ્યવહારના, દયા દાનના રાગ તો છે જ નહીં એની વસ્તુમાં, પણ આ ભેદસ્થાનેય એનામાં નથી. આવી વાતું છે. અરેરે! ક્યાં જગત ધર્મને માની બેઠા અને ક્યાં ધર્મનું સ્વરૂપ છે. આહાહાહા ! સંપ્રદાયમાં તો આ કહે વ્રત પાળો, દયા પાળો, ભક્તિ કરો, પૂજા કરો, પંચમહાવ્રત પાળો એ તો બધો રાગ છે, એ તો જીવના સ્વરૂપમાં નથી. ભગવાન આત્મા, જેને પ્રથમ સમ્યગ્દર્શન કરવું હોય એને પહેલામાં પહેલું જીવદ્રવ્ય અભેદ છે તેની દૃષ્ટિ કરવી પડશે. એ વિના સમ્યગ્દર્શન ત્રણકાળ, ત્રણલોકમાં બીજી રીતે થશે નહીં. આવી વાત છે. શું થાય? (શ્રોતા:- તીવ્ર પુરૂષાર્થ કર્યો પણ કાંઈ હાથમાં આવતું નથી?) નજર ક્યાં નાખી છે એણે બહારમાં નજરું પડી છે એની, વિકલ્પમાં અને ભેદમાં ગુંચાઈને પડ્યો છે એ. કાલે કહ્યું નહોતું બપોરે આવ્યું નહોતું? સુક્ષમ ઉપયોગમાં હાથ આવે, તો હાથ નથી આવતો ત્યાં સુક્ષમ ઉપયોગ કર્યો જ નથી. ઝીણી વાત છે બાપુ. વીતરાગ જિનેશ્વરદેવ એનો મારગ કોઈ જુદી જાત છે. આખી દુનિયાથી જુદો છે. અત્યારે તો સંપ્રદાયમાં ચાલે છે એનાથી તો જુદી વાત છે. વસ્તુ વીતરાગ ત્રિલોકનાથ સીમંધર ભગવાન બિરાજે છે, મહાવિદેહમાં એમણે આ કહ્યું છે એ સંતો (એ) ત્યાંથી લાવીને આ શાસ્ત્ર બનાવ્યા છે. આહાહા ! ચારિત્રમોહના વિપાક, સંયમ છે ને? દર્શનમોહનો વિપાક એવો જે મિથ્યાત્વ એ તો જીવમાં નથી પણ ચારિત્રમોહના વિપાકની નિવૃત્તિ, પ્રવૃત્તિ ચારિત્રમોહની પ્રવૃત્તિ એ તો રાગાદિ એ તો પહેલું કહ્યું, એ રાગ એ સ્વરૂપમાં નથી, સમ્યગ્દષ્ટિનો વિષય જે આત્મા તેમાં એ નથી. પણ સંયમલબ્ધિસ્થાન એ પુદ્ગલના પરિણામ ગણ્યા છે. જુઓ આ સંતોની, દિગંબર સંતોની વાણી, એ પરિણામ પુદ્ગલના હોવાથી પોતાની અનુભૂતિથી ભિન્ન છે. પોતાની અનુભૂતિ એટલે? આનંદ સ્વરૂપ જે ભગવાન આત્મા એને અનુસરીને અનુભૂતિ થાય, સમ્યગ્દર્શન થાય, અનુભૂતિ જ્ઞાન થાય અને શાંતિનું વદન થાય એવી અનુભૂતિથી તે લબ્ધિના સ્થાન પણ એમાં અનુભૂતિમાં આવતા નથી. આવી વાતું. હવે લોકોને તો એવું લાગે બિચારાને આ બધું Page #218 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૫૦ થી ૧૫ ૨૦૫ નિશ્ચય નિશ્ચય નિશ્ચય વાત સાચી છે એની. નિશ્ચય એટલે સત્ય અને વ્યવહાર એટલે અસત્ય અને ઉપચાર વાતું બધી છે. આંહી તો લબ્ધિના સ્થાન એ વ્યવહાર છે એનો પણ સ્વભાવમાં અભાવ છે, કેમ ગળે ઊતરે? એમને એમ જિંદગીયું કાઢી નાખી અજ્ઞાનમાં ને અજ્ઞાનમાં અને હાલી જવાના. આહાહાહા ! આંહી પરમાત્મા જિનેશ્વરદેવ સર્વશપ્રભુ એમ કહે છે, તે સંતો એમ આડતિયા થઈને સંતો જગતને જાહેર કરે છે. પ્રભુ તું આત્મા કોને કહીએ કહે છે, જીવ અજીવ અધિકાર છે ને! આ આત્મા કહીએ કોને? સામાન્ય અભેદ સ્વરૂપ છે આત્મા, જેમાં ગુણનો ભેદેય નથી પર્યાયનો ભેદેય નથી, જેમાં દેવગુરુશાસ્ત્રની શ્રદ્ધા ને નવતત્ત્વની શ્રદ્ધા એવો રાગ, એ તો રાગ છે, એ તો એના સ્વરૂપમાં નથી પણ અહીંયા લબ્ધિસ્થાન જે રાગની નિવૃત્તિથી થતાં લબ્ધિના ભેદો, એ પર્યાયના ભેદ છે, એ સમ્યગ્દષ્ટિને અનુભૂતિ દ્રવ્યની અભેદની થતાં તેમાં ભેદ આવતા નથી. કહો દેવીલાલજી! રાત્રે કોક આવ્યું'તું ને ઉદેપુરથી. (શ્રોતા- હીરાભાઈના મહેમાન હતા) હીરાભાઈ આવ્યા'તા એની હારે ઉદેપુરનું કોઈક આવ્યું હતું તમને યાદ કર્યા'તા પણ નહોતા. આવી વાત સાંભળવાય મુશ્કેલ પડે એવું છે. આહાહાહા ! અહીં પરમાત્મા અને સંતો દિગંબર મુનિઓ એમ જાહેર કરે છે જગતને કે પરમાત્મા ત્રિલોકનાથ જિનેશ્વરદેવ એમ કહે છે, કે જેને આત્મા દૃષ્ટિમાં લેવો છે, એ આત્મા અભેદ છે તેને દૃષ્ટિમાં લેતાં, તેમાં લબ્ધિના સ્થાનો તે અનુભૂતિમાં ભેગા આવતા નથી. એને અનુભૂતિ અને સમ્યગ્દર્શન કહીએ. વાત હજી તો સાંભળવા મળે નહીં, અરરર! જગતમાં એવું ઉધું હાલે છે બધું, સંપ્રદાયમાં એકલું ઉંધું, બીજે તો છે નહીં ક્યાંય વીતરાગ સિવાય. આ વ્રત કરો ને અપવાસ કરો ને તપસ્યા કરી ને દાન કરો ને મંદિર બનાવો ને એ બધી રાગની ક્રિયા, એ બનાવી શકતો નથી, પણ એને ભાવ હોય છે તો એ શુભભાવ છે, રાગ છે. એ રાગ કંઈ ધર્મ નથી અને એ રાગ કાંઈ આત્માના સ્વરૂપમાં નથી. આહાહા! (શ્રોતા – આપના નિમિતે તો ઘણા મંદિર બન્યા) કોણે બનાવ્યા? રામજીભાઈએ કર્યું આ બધું. પ્રમુખની હેઠે હતા ને? છવ્વીસ લાખનું આ મકાન, કોણ કરે પ્રભુ તને ખબર નથી, એ તો જડની પર્યાય તે કાળે થવાની તેનાથી તે થયા. રામજીભાઈએ કર્યા નથી, પ્રમુખ તો એ હતા. (શ્રોતા:- પણ મને ર૬ લાખ રૂપિયા આપે કોણ એક દોકડો આપે નહીં) કોણ આપે ને કોણ લે પ્રભુ? એ પૈસા માટી જડ એ કોઈને આપે આત્મા એ વસ્તુમાં છે નહીં. જડને હું આપું એ તો એનો સ્વામી થયો. એ નોટું પૈસા સોનામહોર આપે આ હું આવું છું તમને, એ તો જડ છે, જડને તું આપી શકે? અને જડને રાખી શકે? આકરી વાત ભાઈ. એ અજીવ તત્ત્વ છે પૈસો, નોટ અજીવ તત્ત્વ છે. એ જીવ તત્ત્વ એનો સ્વામી નથી. અજીવનો સ્વામી અજીવ છે. એને ઠેકાણે જીવ એમ માને કે આ પૈસા મારા છે ને હું આવું છું એ તો મિથ્યાષ્ટિ મૂંઢ છે. એ શાંતિભાઈ ! એને લાખ રૂપિયા આપ્યા'તાને એણે, ભાવનગર સસ્તુ સાહિત્યમાં એના ભાઈએ એક લાખ ને બીજા ત્રીસ હજાર અને બીજા ઘણાં કાઢયા છે, હીરાલાલે એંસી હજાર કાઢયા છે ને ? એંસી હજાર કાઢયા છે ને ? વીસ હજાર બીજા ને પચીસ હજાર બીજા ઘણાં કાઢયા છે. કાલે આવ્યા'તા ને રાત્રે ! એ કોણ આપે ને કોણ લે પૈસા? બાપુ તને ખબર નથી. એ અજીવના પરમાણુઓ એક સ્થાનથી બીજે સ્થાન જાય Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ સમયસાર સિદ્ધિ ભાગ-૩ એ એની પોતાની ક્રિયાથી જાય છે. જીવ એમ માને કે હું આને આપું છું. બહુ ઝીણી વાત ભાઈ. એ પુદ્ગલનો સ્વામી થાય છે જડનો. એ જડનો સ્વામી છે એ જડ છે. નિર્જરા અધિકારમાં આવે છે ને એ જો રાગ મારો છે એમ માનું તો હું તો અજીવ થઈ જાઉં, એમ આ શરીરની ક્રિયા હું કરું છું, આ હાલવા ચાલવાની તો આત્મા જડ થઈ જાય એની માન્યતામાં ચૈતન્યને એ ભૂલી ગયો. પુદ્ગલનો સ્વામી ધણી થયો. આ તો માટી છે જગતની ધૂળ, એની ક્રિયા હાલવા ચાલવાની હું કરું છું, આ બોલવાની હું કરું છું, એ બધું મિથ્યાભ્રમ છે, અજ્ઞાન છે. આહાહાહા! અહીં તો આગળ લઈ ગયા એથી, અજીવ તો આત્મામાં નથી તેથી અજીવનો એ સ્વામી નથી. પણ રાગ એનામાં નથી માટે રાગનો એ સ્વામી નથી. એ તો ઠીક પણ ભેદસ્થાન એનામાં નથી માટે ભેદનો સ્વામી નથી, એ તો અભેદનો સ્વામી છે. એય ! આવી વાતું બાપા. વીતરાગ મારગ ક્યાંય છે નહીં વીતરાગ સિવાય, જિનેશ્વર સિવાય કોઈ ઠેકાણે આ મા૨ગ છે જ નહીં ક્યાંય. આહાહાહા! એ પ્રભુ પોતે આત્મા જેનું ધ્રુવ સામાન્ય સ્વરૂપ છે, જેની સદેશતા, અભેદતા જેનું સ્વરૂપ છે, એની દૃષ્ટિ કરતાં, અનુભૂતિ કરતાં એ ભેદસ્થાન એમાં આવતા નથી, માટે તે લબ્ધિના ભેદસ્થાનને પણ પુદ્ગલના પરિણામ કહેવામાં આવ્યા છે. અરેરે ! અરે પ્રભુ જન્મ મ૨ણ ક૨ી કરીને સોથા નીકળી ગયા પ્રભુ તારા. અનંત અનંત અવતાર નિગોદના એ કૂતરાના કાગડાના ભવ કરીને અનંતા અવતાર કર્યાં, આ મિથ્યાત્વને લઈને. એક જ વાત છે મિથ્યાત્વને લઈને, મિથ્યાત્વમાં અનંતા ભવ કરવાની એનામાં તાકાત છે. એ મિથ્યાત્વ શું છે એની ખબર નથી એને. આહાહા ! અહીં તો કહે છે કે લબ્ધિનાં સ્થાનભેદ એ મારું સ્વરૂપ છે અભેદનું એમ માને તો એ મિથ્યાત્વ છે. અને દયા, દાન ને વ્રત, તપ ને ભક્તિ ને જાત્રાના ભાવ થાય એ રાગ છે, ને એ મારું કર્તવ્ય છે, એમ માને એ મિથ્યાર્દષ્ટિ છે. આવું સ્વરૂપ છે. એ ૨૭ મો બોલ થયો. સત્યાવીસ. અઠયાવીસ, ઓગણત્રીસ બોલ છે. ઓગણત્રીસ બોલનો ઉકરડો એ આત્મામાં નથી. ભગવાન આત્મા આનંદઘન પ્રભુ, શુદ્ધ ધ્રુવ ચૈતન્ય સ્વરૂપ એવો જે અભેદભાવ એમાં આ ભેદો અને રાગાદિ નથી, એવી દૃષ્ટિ થતાં તેને સમ્યગ્દર્શન થાય છે. ચારિત્ર તો ક્યાંય રહી ગયું હજી, એ તો બહુ આધી વાતું બાપા. આહાહા ! ,, અઠયાવીશ બોલ “પર્યાસ તેમજ અપર્યાસ એવા બાદર ને સૂક્ષમ એકેન્દ્રિય ” એકેન્દ્રિય જીવ છે ને ? આ લીમડો, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ એ બધા એકેન્દ્રિય જીવ, એના અપર્યાસ અને પર્યાસ, એમ બે ઇન્દ્રિયના પર્યાસ અને અપર્યાસ, પંચેન્દ્રિયમાં આહાર, શ૨ી૨, ઇન્દ્રિય, શ્વાસ, ભાષા અને મન છ પર્યાસિ હોય છે. એકેન્દ્રિયને મનને ભાષા નથી ૪ હોય છે એમ એ બધી પર્યાય કે અપર્યાસ જે છે, બે ઇન્દ્રિય પર્યાસ, પછી ત્રણ ઇન્દ્રિય ચાર ઇન્દ્રિયના પર્યાપ્ત પછી સંજ્ઞીના અને અસંજ્ઞીના એ પંચેન્દ્રિય જેમના લક્ષણ છે, એવા જીવ સ્થાનો એ બધા જીવને નથી, એ જીવના સ્થાનો, પર્યાસ અપર્યાસ આદિ એ જીવદ્રવ્યમાં નથી. ૫૨માત્મા જિનેશ્વરદેવ ઇન્દ્રોની સમક્ષમાં, ગણધરોની સમક્ષમાં આમ ફરમાવતા હતા. એ આ વાત છે. પ્રભુ તારામાં, જીવનાં જે પર્યાસ અપર્યાપ્ત સ્થાન છે, ભેદ એ જીવના સ્થાન છે, એ જીવના સ્થાન જીવમાં નથી. Page #220 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૫૦ થી ૧૫ ૨૦૭ કહો શાન્તિભાઈ ! ક્યાં કોઈ દિ' સાંભળવાની દરકારે ય કરી છે. એમ ને એમ જિંદગી મજૂરી કરી કરીને આ ધંધા ને વેપાર મજૂરી છે મોટી પાપની. અને નવરો થાય તો બાયડી, છોકરા હારે રમે એ ય મજૂરી પાપની. પુણ્યના ઠેકાણાં નથી ત્યાં ધર્મ તો ક્યાં રહ્યો ? આહાહા ! અહીં તો પરમાત્મા જિનેશ્વરદેવ અરિહંત પરમાત્માની વાણીમાં આમ આવ્યું. પ્રભુ! જીવના જેટલા ભેદો પર્યાય અને અપર્યાપ્ત કહેવામાં ચૌદ બોલ આવે છે, એ બધા તારા જીવ દ્રવ્યમાં નથી. જીવના ભેદો જીવ દ્રવ્યમાં નથી. પર્યાય છે ને એ તો! વસ્તુમાં નથી. એથી એને વસ્તુની દૃષ્ટિ કરે તો સમ્યક્ થાય, એ પર્યાપ્ત-અપર્યાપ્તની દૃષ્ટિ છે એ તો પર્યાય દષ્ટિ છે. એ પંચેન્દ્રિય જેમનાં લક્ષણ છે એવાં જીવસ્થાનો તે બધાય જીવને નથી, કેમ નથી ? કારણ, તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી એ તો ભેદ છે, ભેદનું લક્ષ જતા રાગ થાય માટે પુગલના પરિણામ છે એમ કીધું. જીવ પર્યાપ્ત છે ને અપર્યાપ્ત છે, પંચેન્દ્રિય પર્યાપ્ત છે અને અપર્યાપ્ત છે એવો જે લક્ષ જાય ત્યાં એને રાગ થાય છે. તેથી તેને પુદ્ગલના પરિણામ કહીને જીવની અનુભૂતિથી તે ભિન્ન છે. ભગવાન આત્માને અનુસરીને અભેદની અનુભૂતિ થતાં, સમ્યગ્દર્શન થતાં ને સમ્યજ્ઞાન ને શાંતિનો અનુભવ થતાં, તે જીવનાં સ્થાનો જીવમાં નથી એમ અનુભૂતિમાં આવે છે. આવું છે. એક તો હજી પકડાવું કઠણ શું આ, વાતો એવી બાપુ ભવના અંત લાવવાની વાત છે પ્રભુ આ, પરિભ્રમણ કરી કરીને સૌથી નીકળી ગયા છે એના. | મુનિવ્રતધાર અનંત ઐર ગ્રેવૈયક ઉપજાયો. મુનિપણું લીધુ, પંચમહાવ્રત પાળ્યા, મુનિપણું એટલે બાહ્ય ક્રિયાકાંડ અઠયાવીસ મૂળગુણ પાળ્યા હજારો રાણીને છોડી પણ એ તો બધો રાગ હતો એ તો, શુક્લ લેશ્યા હતી બહુ તો, એનાથી સ્વર્ગ ગયો. “મુનિવ્રત ધાર અનંત ઐર ગ્રેવૈયક ઉપજાયો પણ આત્મજ્ઞાન બિન લેશ સુખ ન પાયો” એ પંચમહાવ્રતના પરિણામ એ દુઃખ છે, આસવ છે, રાગ છે. આકરું કામ. આત્મજ્ઞાન વસ્તુ જે આ અભેદ કીધી તે એ ભગવાન આત્માનો સામાન્યનો અનુભવ થવો, અભેદનો અનુભવ થવો, એનું નામ આત્મજ્ઞાન અને આત્મદર્શન કહેવામાં આવે છે. આહાહા ! છેલ્લો બોલ હવે ૨૯ બોલમાં છેલ્લો બોલ. મિથ્યાદેષ્ટિપણું એ જીવદ્રવ્યમાં નથી. પર્યાયમાં છે. એ જીવદ્રવ્યમાં નથી, એ તો હજી સજોગીપણું જીવમાં નથી એમ કહેશે. આ તો વળી ઠીક, અલૌકિક માર્ગ છે પ્રભુનો. જિનેન્દ્રદેવ ઇન્દ્રો એકાવતારી જ્યાં સાંભળવા બેસતા હશે, એ વાત કેવી હશે? દયા પાળો ને વ્રત કરો એવી વાતો કુંભારેય કહે છે એવી તો. (શ્રોતા-આ ઓગણત્રીસ બોલ ફરી એક વાર ટૂંકામાં કહી ધોને) એ ગયા, ફરીને ન આવે. અહીં આવતા આવતા પાંચમો મહિનો ચાલે છે આ જેઠ અષાઢ શ્રાવણ ભાદરવો અને આસો છઠો મહીનો સાડા પાંચ મહીના થશે. પ૫ ગાથા, એવી તો ૪૧૫ ગાથા એ તો ૧૮ વાર વંચાઈ ગયું છે વ્યાખ્યાનમાં. એક એક શબ્દનું અઢાર વાર આ તો ઓગણીસમી વાર ચાલે છે. તમારે ત્યાં રહેવું રખડવું અને અહીં ગયું અને ફરી લેજો પાછું. દેવાનુપ્રિયા ! એવું છે. અને આમાં બધું આવી જાય છે. એક એક લીટી ને એક એક ગાથાનો ભાવ એકમાં બધાનો ભાવ ન્યાં આવી જાય છે. આહાહા ! વર્ણ, જેમાં નથી ગંધ નથી, રસ નથી સ્પર્શ નથી, જેમાં ત્યાંથી તો ઉપાડ્યું છે, હવે એ તો અહીં લેતા લેતા ચૌદ ગુણસ્થાનેય પણ એમાં નથી. ભગવાન આત્મા જે સમ્યગ્દર્શનનો Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ સમયસાર સિદ્ધિ ભાગ-૩ વિષય અભેદ ચૈતન્યમૂર્તિ પ્રભુ! આહાહા ! એમાં મિથ્યાષ્ટિપણું નથી. એમાં સાસાદન સમકિત, સાસાદન બીજું ગુણસ્થાન એ એમાં નથી. છે ને? સાસાદન સમ્યગ્દષ્ટિ, સમ્યુગ્મિથ્યાષ્ટિ ત્રીજું ગુણસ્થાન એ જીવદ્રવ્યમાં નથી, એ તો એની પર્યાયમાં છે, વસ્તુમાં નથી. પછી અસંતસમ્યગ્દષ્ટિ ચોથું ગુણસ્થાન હજી અસંયત છે પણ સમ્યગ્દર્શન છે છતાંય અસંયત સમ્યગ્દષ્ટિ એ પર્યાય છે, એ દ્રવ્યમાં નથી. અસંયત સમ્યગ્દષ્ટિ એ પણ દૃષ્ટિનો વિષય નથી, દૃષ્ટિનો વિષય તો અભેદ ચિદાનંદ પ્રભુ છે. અરેરે! આવા ભેદ શું ને ક્યાંની વાતું આ તે? કેટલાકને તો એવું લાગે જૈનની વાતો હશે આવી ? પણ અમારે તો જૈનમાં એવું સાંભળ્યું'તું. વ્રત પાળો, દયા પાળો, ચોવીહાર કરો, છપરબી બ્રહ્મચર્ય પાળો, છ પરબી કંદમૂળ ન ખાવા ને ઢીકણું. હવે સાંભળને બધી વાતું તારી એ તો બધી રાગની ક્રિયાની વાત છે જડની ક્રિયા જડમાં, પણ અંદર રાગ મંદ હોય તો એ શુભભાવ છે. એ કંઈ ધર્મ નથી. અને એ ધર્મનું કારણેય નથી, ધર્મનું કારણ તો ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ તે ધર્મનું કારણ છે. આહાહાહા ! અસંયત સમ્યગ્દષ્ટિ પણ જીવ દ્રવ્યમાં નથી. સંયતાસંયત શ્રાવકપણું સાચા શ્રાવક હો, આ વાડાના શ્રાવક એ શ્રાવક નથી એ તો બધા છે. એનેય ખબરે ય કે દી” છે કે આ દયા શું વ્રત શું ને આત્મા શું? આ તો સાચા સંયત અસંયત જે સમ્યગ્દર્શન સહિત જેને અંશે સ્થિરતા પણ આવી હોય શાંતિની અને કાંઈક અસંયત, સંયતાસંયત એવું પંચમ ગુણસ્થાન એ પણ જીવ દ્રવ્યમાં નથી, એ તો પર્યાય છે, ત્રિકાળ દ્રવ્યમાં એ નથી. તેથી તે દર્શનનો વિષય નથી. આહાહા ! પ્રમત્તસંયત સાચા મુનિ, સાચા મુનિ આત્મઅનુભવ આનંદનો અનુભવ સહિત જેને સ્થિરતા શાંતિની ઘણી જામી ગઈ હોય, અતીન્દ્રિય આનંદનો જેને અનુભવ હોય ઘણો, પ્રચુર એવા પ્રમત્તસંયત એ પણ મુનિપણાની દશા જીવદ્રવ્યમાં નથી. કેમકે એ તો પર્યાય છે, ભેદ છે એ જીવદ્રવ્યના અભેદમાં એ નથી. અનુભૂતિ આત્માની કરતાં એમાં એ આવતા નથી. આ પંચમગુણસ્થાન કે છઠ્ઠ ગુણસ્થાન એ અનુભૂતિમાં આવતું નથી. આહાહા! આવી વાત. એકલો ભગવાન પૂર્ણાનંદ પ્રભુ, એ આગળ કહેશે શ્લોકમાં, બીજું કાંઈ દેખાતું જ નથી, ત્યાં એક જ ચૈતન્ય સ્વભાવ અભેદ દેખાય છે. કળશમાં કહેશે. એકલો અભેદ ચૈતન્ય, ધર્મી જીવને અંતર અભેદ સ્વરૂપ એકલું દેખાય છે એમાં આ બધા ભેદ બેદ રાગાદિ દેખાતા નથી, એ અજીવ છે. આહાહા ! અપ્રમત્તસંયત સાતમું ગુણસ્થાન જેને આનંદમાં લીન હોય, જેને પંચમહાવ્રતના વિકલ્પ પણ છૂટી ગયા હોય, એવી અપ્રમત્ત દશા પણ જીવદ્રવ્યમાં નથી એ તો પર્યાય છે. એ અપ્રમત્ત દશા પણ સમ્યગ્દર્શનનો વિષય નથી. જ્ઞાન એને જાણે પણ દૃષ્ટિ છે એ અભેદ ઉપર છે એને (અભેદને) સ્વીકારે છે. એ ભેદને સ્વીકારતી નથી, આવી વાતું હવે. અજાણ્યા માણસને તો એવું લાગે આ તે પંથ નવો કાઢયો હશે? નવો નથી બાપુ. અનાદિનો માર્ગ આ જ છે. મહાવિદેહમાં એ જ ચાલે છે, પરમાત્મા બિરાજે છે ત્યાં, (શ્રોતા - ત્યાંથી આ માર્ગ આવ્યો છે, ત્યાંથી આ માર્ગ આવ્યો છે. આહાહાહા ! એ અપૂર્વકરણ આઠમું-આઠમું ગુણસ્થાન, અપૂર્વકરણ અથવા ઉપશમ અને ક્ષપક બેય ભેગાં અને ક્ષપક, અપૂર્વકરણમાં પણ ક્ષપક, એક ઉપશમ અને એક ક્ષપક બેય ભેગા, એ Page #222 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૫૦ થી ૫૫ ૨૦૯ આત્મામાં નથી, દ્રવ્ય સ્વભાવમાં એ નથી. ચૌદ ગુણસ્થાન જીવમાં નથી, ત્યારે જડમાં હશે ? એક જણો એમ કહેતો હતો, અરે સાંભળને પ્રભુ, એની પર્યાય છે, એ દ્રવ્યમાં નથી. દૃષ્ટિનો વિષય જે અભેદ છે, એમાં નથી, પર્યાયમાં હો. આહાહા ! આવું છે. નવમું ગુણસ્થાન અનિવૃત્તિ બાદર સાંપ૨ાય નવમું ગુણસ્થાન ઉપશમ અને ક્ષપક બે ભેદ છે ને એના, અને સૂક્ષ્મ સાંપ૨ાય એનાય ઉપશમ અને ક્ષપક બે ભેદ છે, અને ઉપશાંતકષાય ૧૧ મું, ૧૧મી ગુણસ્થાન દશા ઉપશાંતકષાય એ જીવમાં નથી, અભેદ છે એમાં ક્યાં છે એ ? પર્યાયમાં છે એ તો ક્ષીણ કષાય બા૨મું ગુણસ્થાન, કષાયનો નાશ થઈને ક્ષીણ દશા પ્રગટ થઈ અકષાયની, પણ એ તો પર્યાય છે વસ્તુમાં નથી. સમ્યગ્દર્શનનો વિષય જે દ્રવ્ય છે એમાં નથી. સમ્યગ્દર્શન સાથે જ્ઞાન થાય એ જ્ઞાન જાણે કે આ પર્યાયમાં આ છે આવી જાતનું. આમાં કરવું શું આમાં ? ભગવાનને અને આત્માને ઓળખી, રાગાદિ પર્યાયને ઓળખી અને અભેદમાં જવું, એ ક૨વાનું છે એને. એ વિના ધર્મની શરૂઆત પણ નહીં થાય. લાખ તારા જાત્રા કર ને લાખ ભક્તિ કર ભગવાનની કરોડો, અબજો રૂપિયા ખર્ચીને મંદિર બનાવને, એમાં કાંઈ ધર્મ નથી. આહાહા ! સયોગીકેવળી જીવદ્રવ્યમાં નથી. તેરમું ગુણસ્થાન કેવળીનું, સયોગકેવળી ૫રમાત્મા એ પર્યાય છે, એ દ્રવ્યમાં નથી. ઓહો ! આપણે ગાતા લાઠીવાળા તલકચંદભાઈ તે૨મું ગુણસ્થાન તારું નથી, જાડા હતા ને એ ગાતા ( હતા ) સયોગી કેવળી, યોગ સહિત જે કંપન સહિત કેવળી ૫૨માત્મા એ પર્યાય છે, એ દ્રવ્યમાં નથી, પર્યાય પર્યાયમાં છે તે દ્રવ્યમાં નથી અને તે પર્યાયદૃષ્ટિ છોડાવવા દ્રવ્યમાં નથી એ દ્રવ્યદૃષ્ટિ કરાવવા આ વાત છે. આહાહા ! અરે, અયોગીકેવળી ચૌદમું ગુણસ્થાન પાંચ અક્ષર રહે અ, આ, ઈ, ઉ, ઓ, એ પણ પર્યાય છે. આહાહા ! એ દ્રવ્યમાં નથી. જેમના લક્ષણ એવા ગુણસ્થાનો તે બધાય જીવને નથી. એટલે ? કે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી અનુભૂતિથી ભિન્ન છે. સ્વદ્રવ્યનો અનુભવ કરતાં તે ભેદો એમાં આવતા નથી. અરે આવી વાતું હવે. આ વીતરાગ જિનદેવ, જિનદેવ જિનેન્દ્ર પ્રભુ, એનો આ હુકમ છે. વાડામાં પચાસ પચાસ સાંઈઠ સીત્તેર સીત્તેર વર્ષ કાઢયા હોય એણે સાંભળ્યું ય ન હોય, સાચું સાંભળ્યું ન હોય એમ કીધું. સાચું છે તો નહીં. અરે રે જિંદગીયું અજ્ઞાનમાં ને અજ્ઞાનમાં આવા અવતાર અનંત કર્યાં, એના આરા ન આવ્યા. એ જીવદ્રવ્યમાં નથી એવી દૃષ્ટિ થતાં ભવનો અંત આવી જાય છે. ભગવાન આત્મા અભેદ ચૈતન્યઘન, ધ્રુવ સામાન્ય સદેશ એકરૂપ તેની દૃષ્ટિ થતાં, સમ્યગ્દર્શન થતાં ભવનો ત્યાં છેડો આવી ગયો. એ વિના ભવનો અંત ક્યાંય આવતો નથી. આહાહા! એ પુદ્ગલ પરિણામમય ભાવો હોવાથી અનુભૂતિથી ભિન્ન છે. એ જીવદ્રવ્ય જે જ્ઞાયકભાવ એકલો જ્ઞાનસ્વભાવભાવ-સર્વજ્ઞ સ્વભાવભાવ તેની અનુભૂતિ થતાં તે અનુભૂતિ એ પર્યાય છે, છે એ પર્યાય પણ એ ત્રિકાળનો અનુભવ થતાં પર્યાયમાં તે ભેદો આવતા નથી. આવી વાતું છે. એટલે લોકો પછી એ ય સોનગઢનું નિશ્ચયાભાસ છે, બધી ખબર છે બાપા ! તમે બધા આખી દુનિયા શું કહો છો. એ વ્યવહા૨ને માનતા નથી ને વ્યવહારથી થાય. વ્યવહા૨ આવ્યો નહીં ? છે નહીં ? પણ છે એનાથી ધર્મ થાય અને એના આશ્રયે લાભ થાય એમ નથી. વ્યવહાર આવ્યો ત્યારે એનો નિષેધ થાય છે. દેવીલાલજી ! ચૌદગુણસ્થાન છે, છે એમ કીધું. એ શું થયું ? પર્યાય Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ સમયસાર સિદ્ધિ ભાગ-૩ એ વ્યવહાર છે પણ એનો આશ્રય કરવા જેવો નથી. આ પ્રમાણે એ બધાય પુદ્ગલદ્રવ્યના પરિણામમય ભાવો છે, પુદ્ગલ પરિણામમય ભાવો છે. જોયું ? એ બધા જીવના નથી જીવ તો ૫૨માર્થે ચૈતન્યશક્તિમાત્ર છે. આહાહાહા ! ચૈતન્ય સ્વભાવ, સ્વભાવ, સ્વભાવ, ચૈતન્યસ્વભાવ ધ્રુવસ્વભાવ, શાયકસ્વભાવ, ચૈતન્યસ્વભાવ, એ જીવ છે. એને એવા જીવને અંત૨માં માનવો, અનુભવવો એનું નામ સમ્યગ્દર્શન ને શાન છે. શ્લોક - ૩૭ હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ (શાલિની) वर्णाद्या वा रागमोहादयो वा भिन्ना भावाः सर्व एवास्य पुंस: तेनैवान्तस्तत्त्वतः पश्यतोऽमी નો દૃષ્ટા: સુર્દષ્ટમેń પર સ્યાત્।રૂ૭ ।। શ્લોકાર્થ:- [ વર્ણ-ઘા: ] જે વર્ણાદિક [વા] અથવા [ રાગ-મોહ-વય: વા] રાગમોહાદિક [ ભાવા: ] ભાવો કહ્યા [ સર્વે વ ] તે બધાય [ અસ્ય પુંત્ત: ] આ પુરુષથી ( આત્માથી )[ મિન્ના: ]ભિન્ન છે[ તેન વ ]તેથી [ અન્ત:તત્ત્વત: પશ્યત: ] અંતર્દષ્ટિ વડે જોના૨ને [ અમી નો દશા: સુ: ] એ બધા દેખાતા નથી, [પુ ં પત્તું દર્દ સ્યાદ્] માત્ર એક સર્વોપરી તત્ત્વ જ દેખાય છે-કેવળ એક ચૈતન્યભાવસ્વરૂપ અભેદરૂપ આત્મા જ દેખાય છે. ભાવાર્થ:-૫૨માર્થનય અભેદ જ છે તેથી તે દૃષ્ટિથી જોતાં ભેદ નથી દેખાતો; તે નયની દૃષ્ટિમાં પુરુષ ચૈતન્યમાત્ર જ દેખાય છે. માટે તે બધાય વર્ણાદિક તથા રાગાદિક ભાવો પુરુષથી ભિન્ન જ છે. આ વર્ણથી માંડીને ગુણસ્થાન પર્યંત જે ભાવો છે તેમનું સ્વરૂપ વિશેષતાથી જાણવું હોય તો ગોમ્મટસાર આદિ ગ્રંથોમાંથી જાણી લેવું. ૩૭. શ્લોક - ૩૭ ઉપર પ્રવચન હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહેશે. જે વર્ણાદિક અથવા રાગમોહાદિક વર્ણ આવ્યા. એ દેવાનુપ્રિયા ! આ વર્ણ આવ્યું પહેલેથી આવ્યું. આ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સંહનન અને સંસ્થાનથી માંડીને વર્ણ, ગંધ ને રાગદ્વેષ, મોહ. દયા, દાન, વ્રત આદિના પરિણામ એ ભાવો કહ્યા તે બધાય “અસ્ય પુંસઃ અસ્ય પુંસઃ” આ ૫૨માત્મા, પુંસ એટલે પુરુષ, અસ્ય પુંસઃ આ પુરુષથી, પુરુષ એટલે આત્મા ભગવાન, એનાથી ભિન્ન છે, ભિન્ન છે પણ વેદાંતની જેમ એ પર્યાય નથી જ એમ નથી, ભિન્ન છે, પણ જીવદ્રવ્યના અભેદમાં એ નથી. આહાહા ! સમજાણું કાંઈ ? આવી વાતું. લ્યો તેથી અંતઃ તત્ત્વતઃ પશ્યતઃ Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ શ્લોક – ૩૭ અંતરદષ્ટિ વડે જોનારને, અંતર ભગવાન જ્ઞાયક સ્વભાવ જે છે એ અંતતત્ત્વને જોનારને એ તો બાહ્યતત્ત્વ છે, બધા કહે છે, પર્યાય તત્ત્વો છે. અંતરદષ્ટિ વડે જોનારને સમ્યગ્દષ્ટિ ને સમ્યજ્ઞાનના અનુભવમાં અંતરદૃષ્ટિ વડે જોનારને “અમી નો દેખાઃ યુઃ” એ બધાં દેખાતા નથી. એ “અમી” આ “નો દેખા” “નો દેખા દેખાતા નથી. આહાહાહા ! શું કહ્યું એ? કે વર્ણાદિ ગુણસ્થાનાદિ એ બધાં જીવમાં નથી. કોને? ક્યાં? કે જે અંતરદૃષ્ટિથી આત્માને દેખે છે અંદરમાં એને એનામાં એ દેખાતા નથી. આહાહાહા ! આવું સ્વરૂપ છે, પરમેશ્વર જિનેશ્વર ત્રિલોકનાથ એમ પોકારે છે પ્રભુ, જે આત્મા અંતર વસ્તુ છે એને અંતર જોનારને એ રાગાદિ ને ભેદો તેમાં દેખાતા નથી માટે તેને અજીવ કહેવામાં આવ્યા છે. થોડું પણ એને સત્ય હોવું જોઈએ, મોટી લાંબી લાંબી વાતું કરે અને સત્યના ઠેકાણાં ન મળે. આહાહા! ઓહો... શું કહ્યું? અંતરદૃષ્ટિ વડે જોનારને “અંતઃ તત્ત્વતઃ પશ્યતઃ” અંતરનું તત્ત્વ જ્ઞાયકભાવ જે તત્ત્વ આત્મા, એને જોનારને, ઓલા અનુભૂતિથી ભિન્ન કીધું કે તે આ શબ્દ લીધો. “અંત: તત્ત્વતઃ પશ્યતઃ” ભગવાન પૂર્ણાનંદનો નાથ અનંતગુણનો બાદશાહ, એવો જે પ્રભુ આત્મા, આ આત્મા પ્રભુ હોં, એ “અંતઃ તત્ત્વતઃ દૃષ્ટિથી જોનારને એટલે સમ્યગ્દષ્ટિને અંતર જોનારને એવા ભેદ તેમાં દેખાતા નથી. અંતરના અનુભવમાં તે આવતા નથી, તેથી એ દેખાતા નથી. આહાહા! આવી વાતું છે. અંતરદષ્ટિ (વડ) જોનારને, એકદમ ટૂંકું મુકી દીધું, કે આ બધા ભેદો કેમ નથી, કે એ અંતરદૃષ્ટિથી ભગવાનને જ્યાં અનુભવે છે. તેમાં એ આવતા નથી માટે એ જુદા છે, એમાં એ દેખાતા નથી, અભેદમાં ભેદ દેખાતા નથી, એ સાતમી ગાથામાં આવી ગયું છે અભેદમાં ભેદ દેખાતા નથી, ભેદ છે ખરા. એ અંતરદૃષ્ટિ વડે “અંતઃ તત્ત્વતઃ પશ્યતઃ” અંદરમાં તત્ત્વને જોનારને, અંદરના તત્ત્વને જોનારને, જ્ઞાયકસ્વભાવ જે ભગવાન પરિપૂર્ણ પ્રભુ વર્તમાન પરિપૂર્ણ પ્રભુ આત્મા, એવા અંતતત્ત્વ નામ સ્વરૂપને જોનારને “અમી નો દેખાઃ મ્યુ:” એ બધા દેખાતા નથી. આહાહાહા ! વેદાંત એમ કહે છે કે આત્મા સિવાય બીજું કાંઈ છે જ નહીં. “જગત મિથ્યા” એમ નથી. અંતર અનુભવમાં એ દેખાતાં નથી, માટે એ નથી, બાકી એનામાં છે. વેદાંત એમ કહે એક જ આત્મા, સર્વવ્યાપક બસ, પર્યાય ફર્યાય એવું કાંઈ નહીં, એ વાત તદ્દન મિથ્યા છે. આ તો સર્વજ્ઞપરમાત્મા, જિનેશ્વરદેવે કહેલો માર્ગ એ બીજે ક્યાંય નથી. એ વેદાંતે વાત કરી મોટી મોટી આત્માની એટલી બધી કરી એ તો. આવો છે ને આવો છે, બધુ એકાંત છે, પર્યાય ને માયા, અનુભૂતિ થવી એ તો પર્યાય છે અને પર્યાયમાં છે તો અંતરદૃષ્ટિ (વડ) જોનારને તેમાં એ નથી, એમાં છે. પર્યાયમાં. આહાહા! આવું ઝીણું બહુ દયા પાળવી હોય તો સમજાય, પૈસા દાન દેવું હોય તો સમજાય. પાંચ પચીસ હજાર એ ય લાખ બે લાખ આપી દઈ, એ ય કોક આપે, એ કાંઈ કરોડ હોય તો કાંઈ કરોડ આપી ન હૈ, અમુક આપે લાખ બે લાખ બહુ થયું હોય તો તો એમાં રાગની મંદતા હોય તો પુણ્ય છે એ આત્માનો સ્વભાવ નથી, એ આત્માનો ધર્મ નથી. આવી વાતું છે. અંતરદષ્ટિ વડે જોનારને “અમી” આ “નો દેખાઃ સ્યુ:” ન દેખાય છે, દેખાતા નથી “નો દેણા યુઃ” ત્યારે શું દેખાય છે? અંતરદૃષ્ટિ જોનારને અંત:તત્ત્વ ભગવાન આત્માને જોનારને Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૧ ૨. સમયસાર સિદ્ધિ ભાગ-૩ “એકં પર દેરું સ્વા” માત્ર એક સર્વોપરી તત્ત્વ જ દેખાય છે. માત્ર એકં પર સ્યાત્ એક સર્વોપરી ભગવાન શાયક સ્વરૂપ ધ્રુવ તે જ પર્યાયમાં દેખાય છે, પર્યાયમાં દેખાય છે ને! સર્વોપરી તત્ત્વ “જ', જોયું એકાંત કર્યું. સર્વોપરી તત્ત્વ જ દેખાય છે. એટલે? કેવળ એક ચૈતન્યભાવ સ્વરૂપ અભેદરૂપ ભાષા દેખો, કેવળ એક સર્વોપરી તત્ત્વનો અર્થ કર્યો એક કર્યો ને, એક કાર્યોને, એક સર્વોપરી તત્ત્વ એનો અર્થ કર્યો, કેવળ એક ચૈતન્યમાત્ર સ્વરૂપ અભેદ, કેવળ એક ચૈતન્યભાવ, ચૈતન્યભાવ, ચૈતન્યભાવ, એવો અભેદરૂપ આત્મા જ દેખાય છે. અભેદરૂપ ભગવાન અંદર આત્મા અભેદ આત્મા જ દેખાય છે. કેટલી મીઠી સરળ ભાષા અંતર દેખનારને, કાંઈ બીજું દેખાતું નથી. એક આત્મા અભેદ છે તે દેખાય છે. આહાહાહા ! ભાવાર્થ:- પરમાર્થનય અભેદ છે જોયું? પરમાર્થનય ત્રિકાળ અભેદને જોવે છે, એ પરમાર્થનય જ અભેદ છે એમ અહીં તો કીધું. અભેદને દેખે છે એમેય નહીં ભાઈ ! પરમાર્થનય અભેદ સ્વરૂપ છે. “ભૂયથ્થો દેશીયો શુદ્ધનયો” એ કહ્યું ને ૧૧મી ગાથા, ભૂતાર્થ તે શુદ્ધનય છે, શુદ્ધનયનો વિષય છે એમેય ન કહ્યું ત્યાં તો, અભેદ અભેદ વસ્તુ તે શુદ્ધનય છે, એમ અહીં કહે છે. પરમાર્થનય તે જ અભેદ છે, પરમાર્થનયનો વિષય અભેદ છે. એવા બે ભેદ ન પાડતાં તેથી તે દૃષ્ટિથી જોતાં ભેદ નથી દેખાતો. તે નયની દૃષ્ટિમાં પુરુષ ચૈતન્યમાત્ર દેખાય છે. દષ્ટિમાં પુરુષ પુસ છે ને પુંસ લખ્યું છે ને પુંસ એટલે પુરુષ એટલે આત્મા ચૈતન્યમાત્ર માટે તે બધા વર્ણાદિક તથા રાગાદિભાવ એટલે પુરુષથી આ આત્માથી ભિન્ન છે, પણ ભિન્ન છે. પણ અભેદમાં ભેદ દેખાતા નથી, માટે તેને આત્મામાં નથી એમ કહેવામાં આવ્યા છે. વિશેષ કહેવાશે. શક્તિના અવિભાગ પ્રતિચ્છેદ..' એ એમ જરી ઝીણી વાત છે! જ્ઞાનની પર્યાયમાં અનંતગુણી પર્યાય ખીલે કે ઓછી ખીલે એ બધા પર્યાયના ભેદો છે. “અવિભાગ પ્રતિચ્છેદ' એટલે? ઝીણી વાત છે, જ્ઞાનની જે પર્યાય છે, એની એટલી તાકાત છે કે, એના અવિભાગ (એટલે) જેના ભાગ ન પડે એવા અંશ જો ગણો, તો એ જ્ઞાનની પર્યાયના અંશો અનંત છે. એ ઝીણી વાત છે! જ્ઞાનની એક સમયની પર્યાયમાં, એ પર્યાય અનંતને જાણે છે માટે તે પર્યાયમાં અવિભાગ નામ ભાગ ન પડે એવા પ્રતિચ્છેદ-અંશો જોવો, તો અનંત છે. પર્યાયષ્ટિથી જોવો તો એ અનંત અંશો છે. છે? “ એ વસ્તુનો સ્વભાવ છે તેથી તે નિત્ય-નિયત એકરૂપ દેખાતો નથી.” આહા..હા..! “એ વસ્તુનો સ્વભાવ છે' એમ કીધું! શું કીધું? પર્યાયમાં અનંત પ્રતિચ્છેદ અવિભાગ અંશો દેખાય છે એ વસ્તુનોપર્યાયનો સ્વભાવ છે, પર્યાયનો ! એનો કોઈ ખોટી રીતે નિષેધ કરે, એમ પણ નહિ. એ પર્યાયમાં એ ભાગ છે. છે” કીધું? “શક્તિના અવિભાગ પ્રતિચ્છેદ (અંશ) ઘટે પણ છે, વધે પણ છે” પર્યાયમાં વધે અને ઘટે એવું થયા જ કરે છે. એ વસ્તુનો સ્વભાવ છે. . તેથી તે નિત્ય-નિયત એકરૂપ દેખાતો નથી.” (સમયસાર દોહન – પૂ. ગુરુદેવશ્રીના નાઈરોબીના ગાથા ૧૪ના પ્રવચન પાના નં. ૧૩૮) Page #226 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૫૬ L ગાથા - પદ ननु वर्णादयो यद्यमी न सन्ति जीवस्य तदा तन्त्रान्तरे कथं सन्तीति प्रज्ञाप्यन्ते इति चेत् ૨૧૩ ववहारेण दु एदे जीवस्स हवंति वण्णमादीया। गुणठाणंता भावा ण दु केई णिच्छयणयस्स ।। ५६ ।। व्यवहारेण त्वेते जीवस्य भवन्ति वर्णाद्याः । गुणस्थानान्ता भावा न तु केचिन्निश्चयनयस्य ।।५६।। इह हि व्यवहारनयः किल पर्यायाश्रितत्वाज्जीवस्य पुद्गलसंयोगवशादनादिप्रसिद्धबन्धपर्यायस्य कुसुम्भरक्तस्य कार्पासिकवासस इवौपाधिकं भावमवलम्ब्योत्प्लवमानः परभावं परस्य विदधाति; निश्चयनयस्तु द्रव्याश्रितत्वात्केवलस्य जीवस्य स्वाभाविकं भावमकलम्ब्योत्प्लवमानः परभावं परस्य सर्वमेव प्रतिषेधयति। ततो व्यवहारेण वर्णादयो गुणस्थानान्ता भावा जीवस्य सन्ति, निश्चयेन तु न सन्तीति युक्ता प्रज्ञप्तिः। હવે શિષ્ય પૂછે છે કે જો આ વર્ણાદિક ભાવો જીવના નથી તો અન્ય સિદ્ધાંત ગ્રંથોમાં ‘તે જીવના છે’ એમ કેમ કહ્યું છે ? તેનો ઉત્તર ગાથામાં કહે છેઃ વર્ણાદિ ગુણસ્થાનાંત ભાવો જીવના વ્યવહા૨થી, પણ કોઈ એ ભાવો નથી આત્મા તણા નિશ્ચય થકી. ૫૬. ભાવાર્થ:- [તે] આ [વર્ષાઘા: મુળસ્થાનાન્તા: ભાવા: ] વર્ણથી માંડીને ગુણસ્થાન પર્યન્ત ભાવો કહેવામાં આવ્યા તે [વ્યવહારેળ તુ] વ્યવહારનયથી તો [નીવસ્ય ભવન્તિ ] જીવના છે (માટે સૂત્રમાં કહ્યા છે ), [ તુ] પરંતુ [ નિશ્વયનયસ્ય ] નિશ્ચયનયના મતમાં[òવિત્ī] તેમનામાંના કોઈ પણ જીવના નથી. ટીકા:-અહીં, વ્યવહા૨નય પર્યાયાશ્રિત હોવાથી, સફેદ રૂનું બનેલું વસ્ત્ર જે કસુંબા વડે રંગાયેલું છે એવા વસ્ત્રના ઔપાધિક ભાવ (-લાલ રંગ)ની જેમ, પુદ્ગલના સંયોગવશે અનાદિ કાળથી જેનો બંધપર્યાય પ્રસિદ્ધ છે એવા જીવના ઔપાધિક ભાવ (વર્ણાદિક ) ને અવલંબીને પ્રવર્તતો થકો, (તે વ્યવહા૨નય ) બીજાના ભાવને બીજાનો કહે છે; અને નિશ્ચયનય દ્રવ્યના આશ્રયે હોવાથી, કેવળ એક જીવના સ્વાભાવિક ભાવને અવલંબીને પ્રવર્તતો થકો, બીજાના ભાવને જરા પણ બીજાનો નથી કહેતો, નિષેધ કરે છે. માટે વર્ણથી માંડીને ગુણસ્થાન પર્યંત જે ભાવો છે તે વ્યવહા૨થી જીવના છે અને નિશ્ચયથી જીવના નથી એવું ( ભગવાનનું સ્યાદ્વાદવાળું ) કથન યોગ્ય છે. Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ સમયસાર સિદ્ધિ ભાગ-૩ પ્રવચન ન. ૧૩ર ગાથા - ૫૬-૫૭ તા. ૧૦/૧૧/૭૮ શુક્રવાર કારતક સુદ ૧૧ પ૬ ગાથા. એ તો ગુણસ્થાન પર્યંતના ભાવો ગોમ્મદસાર ગ્રંથમાંથી જોઈ લેવું. હવે શિષ્ય પૂછે છે કે જો આ વર્ણાદિક ભાવો જીવના નથી. જુઓ અહીં જડની પર્યાયથી માંડયુ છે હોં, જડની પર્યાય, ચેતનની પર્યાય ને ભેદ ત્રણ એ જીવનાં નથી. તો અન્ય સિદ્ધાંતગ્રંથોમાં તે જીવના છે એમ કેમ કહ્યું છે તેનો ઉત્તર ગાથામાં કહે છે. ववहारेण दु एदे जीवस्स हवंति वण्णमादीया। गुणठाणंता भावा ण दु केई णिच्छयणयस्स।।५६ ।। વર્ણાદિ ગુણસ્થાનાંત ભાવો જીવના વ્યવહારથી, પણ કોઈ એ ભાવો નથી આત્મા તણા નિશ્ચય થકી. પ૬. ટીકાઃ- અહીં વ્યવહારનય પર્યાયાશ્રિત હોવાથી, જડની પર્યાય વર્ણ ગંધ રસ સ્પર્શ એને પણ અહીંથી રહિત, એ તો છે રહિત પણ એની પર્યાયમાં જે ગુણસ્થાન આદિના ભેદ પડે એ પણ પર્યાયનયનો વિષય છે. છે, પર્યાયાશ્રિત એ છે. અને એમાં લબ્ધિસ્થાનાદિના ભેદો, એ ભેદ છે. એટલે જડની પર્યાય પોતાની વિકારી આદિની અથવા ગુણસ્થાન આદિની પર્યાય અને લબ્ધિસ્થાન આદિના ભેદની પર્યાય ભેદ એ ત્રણેય પર્યાયાશ્રિત હોવાથી એમ કહે છે, એ ત્રણેય પર્યાયાશ્રિત છે. આહાહા ! શું કહ્યું સમજાણું? વર્ણ-ગંધ-રસ-સ્પર્શ-સંહનન-સંસ્થાન જડની પર્યાય પછી આત્માની પર્યાયમાં થતાં ગુણસ્થાન, જીવસ્થાન આદિ અને આત્મામાં લબ્ધિસ્થાન, ચારિત્રમોહની પ્રકૃત્તિની નિવૃત્તિરૂપ એ ભેદ છે, વિકાર નથી. છે ભેદ-ભેદ, વિકારી આદિ ભેદ અને નિમિત્ત પર્યાય, ત્રણેય પર્યાયાશ્રિત હોવાથી એમ કીધું અહીંયા તો. (શ્રોતા-પર્યાયાશ્રિતનો અર્થ શું?) પર્યાય કીધું ને ઈ ઓલી જડની પર્યાય પણ પર્યાયાશ્રિત, ગુણસ્થાન પણ પર્યાયાશ્રિત છે, અને ભેદ પડે છે જે એ પણ પર્યાયાશ્રિત, એથી તો ત્રણ લીધું. તેથી આવી ગયું ને એ? આ તો કહે છે ને કે નિશ્ચયનય સિદ્ધને હોય, તો આંહી તો કહે છે સ્વરૂપના આશ્રયે જે નિશ્ચય અનુભૂતિ કરે છે તો નિશ્ચયમાં એ નથી. અંદર ભગવાન આત્મા ચૈતન્ય જ્ઞાયક, જ્ઞાયક કેમ કહ્યો? આમ તો એ પારિણામિક ભાવ છે એ, પણ પારિણામિક ભાવ તો પરમાણુમાંય છે, ધર્માસ્તિકાયમાંય છે, એનાથી જુદું પાડવા જ્ઞાયક, જ્ઞાયક પારિણામિકભાવ એમ, જે ત્રિકાળી જ્ઞાયક, ધ્રુવજ્ઞાયકભાવ એનો એને આશ્રયે અનુભવ કરતાં એ અનુભૂતિમાં એ ભેદ પર્યાય જીવની અને જડની એ ત્રણેય એમાં નથી આવતા. આહાહા ! આવી વાત છે. આવું હવે ક્યાં વિચારવા બહુ ઝીણી વાત છે. એ ચૈતન્ય શાકભાવ એની સન્મુખતાથી અનુભવ કરતાં એ નિશ્ચય થયો એ તો, ત્યારે ઓલા કહે કે નિશ્ચય સિદ્ધને હોય નીચે વ્યવહાર હોય (શ્રોતા- શ્રુતજ્ઞાન ક્યાં છે તે નય હોય) આટલો બધો ફેર અને તે પુસ્તકને સ્થાનકવાસીએ વખાણ્યું, આ વિધાનંદજી તરફથી છપાણું સમયસાર, એમ મારા પર લેખ આવ્યો છે. આવા. બળભદ્ર છપાવ્યું છે ને વિધાનંદજીનું નામ છે વિધાનંદજીનું, એમ કે આ પુસ્તકને સ્થાનકવાસીએ વખાણું, તેરાપંથીએ વખાણું, શ્વેતાંબરે, દિગંબરે વખાણું, હવે તમે શું કહો છો ? હવે શું કહીએ Page #228 -------------------------------------------------------------------------- ________________ છે કે, ગાથા – ૫૬ ૨૧૫ તારી (વાત) તદ્દન વિરૂદ્ધ તત્ત્વ છે – એ નિશ્ચયનય સિદ્ધને હોય એમ કહ્યું છે, વ્યવહારનય સાધકને હોય એમ કહ્યું, સાધકને વ્યવહાર જ હોય બસ, કહો હવે આવો મોટો ઉગમણો આથમણો ફેર. આંહી તો કહે છે કે નિશ્ચયનય, એમ નિશ્ચયનય છે કે, પાઠ છે ને જુઓ ને. આવ્યો ને, વ્યવહારેણ વર્ણમાદીયા ગુણઠાણંતા ભાવા ન દુઈ નિશ્ચયનયમ્સ” પ૬ ગાથા તો કોને? સિદ્ધને? કારણ કે પાછો વ્યવહાર પર્યાયમાં છે એ તો જ્ઞાનીનેય છે. હેં? વ્યવહાર છે એ જાણવા લાયક છે અને નિશ્ચય છે એ આદરવા લાયક છે. આમ સ્યાદવાદ વચન ભગવાનનું ત્રિકાળી શાકભાવ શુદ્ધ ચૈતન્યઘન પ્રભુ ! પરમ પરિણામિક ભાવ ! એવું નિજ દ્રવ્ય, નિજ દ્રવ્ય કીધું ને ત્યાં ૩૨૦ માં પરમપારિણામિકભાવ લક્ષણ એવું નિજ પરમાત્મ દ્રવ્ય તે હું છું. સકળ નિરાવરણ, ભગવાન દ્રવ્ય સ્વભાવ. ઝીણી વાત બહુ બાપુ જગતને, સકળ નિરાવરણ દ્રવ્ય જ્ઞાયકભાવ એ અખંડ એક અવિનાશી, અવિનશ્વર પ્રત્યક્ષ પ્રતિભાસમય શુદ્ધપારિણામિક પરમભાવ લક્ષણ એવું જે નિજ પરમાત્મદ્રવ્ય તે હું છું. એમ ધર્મી પોતાના આત્માને આમ ભાવે છે. આહાહાહા ! પર્યાયમાં વિકસીત ખંડ ખંડ નિર્મળ પર્યાય થઈ છે, પણ તે ખંડ ખંડ છે. તો નિર્મળ પર્યાયને પણ અહીં ભેદમાં નાખી દીધી છે, લબ્ધિસ્થાનઆદિ. જેને આત્મા વસ્તુ સ્વરૂપ એકલું પરમાનંદ પ્રભુ, એવી દષ્ટિ કરીને જ્યાં અનુભવ કરે તો એ અનુભૂતિ તે નિશ્ચયને આશ્રયે થઈ છે. હું? તો નીચે ચોથેથી નિશ્ચય છે. હવે પ્રભુ શું કરે, હવે આવા સમયસાર છાપે ને બધા સંપ્રદાયને ઠીક પડે. (શ્રોતા-નિશ્ચયનયાશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણની) એ તો વળી એમ કહે, નિશ્ચયનયાશ્રિત આગળ જતાં, પણ આંહી તો આ સ્વાશ્રયે નિશ્ચય. અહીંયા સિદ્ધ શું કરવું છે? માટે નિશ્ચયનય પ૬ માં પાઠ લીધો છે, તો નિશ્ચયનય કઈ ? કે જે ત્રિકાળી શાકભાવને અવલંબીને અનુભવ કરે, તે નિશ્ચયનય છે. આંહી તો ચોથેથી નિશ્ચય શરૂ થાય છે. અને આગળ આવે છે ને ઓલામાં સ્વ-આશ્રિત નિશ્ચય, પરાશ્રિત વ્યવહાર, તો સ્વાશ્રયે નિશ્ચય સિદ્ધને છે? અરે પ્રભુ તને હજી એની વસ્તુની સ્વરૂપની સ્થિતિ છે તેનું જ્ઞાનેય જૂઠું. આહાહાહા! ભગવાન આત્મા, આંહી તો પર્યાયને અને નિશ્ચયનયને બેને સિદ્ધ કરી છે પ૬ માં. નિશ્ચયનયથી એના નથી એમ કહ્યું, પણ વ્યવહારનયથી એને વર્ણાદિની પર્યાયનો સંબંધ છે, વ્યવહારે નિમિત્ત અને ભેદ છે, ગુણસ્થાન જીવસ્થાન આદિનો અને લબ્ધિસ્થાન આદિ ભેદ છે, પણ એ અનુભવમાં એ ભેદ ને પર્યાય ને જડની પર્યાય આવતી નથી માટે અનુભૂતિથી ભિન્ન, જીવદ્રવ્યથી છે ભિન્ન પણ જીવદ્રવ્યથી ભિન્ન એને ક્યારે ખ્યાલ આવે ? કે એનો અનુભવ કરે સન્મુખ થઈને ત્યારે એને જીવદ્રવ્યમાં અનુભૂતિમાં નથી, તો જીવદ્રવ્યમાં નથી. સમ્યગ્દર્શન થતાં એ અખંડ અભેદનું દર્શન થતાં તે એમાં અભેદ ને પર્યાય ને રાગ ને સંહનનની પર્યાય છે નહીં. પણ પર્યાયનયથી જોઈએ તો એ અહી આવ્યું ને અહીં જુઓને ટીકા, વ્યવહારનય પર્યાયાશ્રિત હોવાથી, બહુ અલૌકિક વાતું છે બાપુ આ. વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ આ કહે છે, એ સંતો જગતને જાહેર કરે છે. અરે રે ! સફેદ રૂનું બનેલું વસ્ત્ર છે, સફેદ રૂનું બનેલું વસ્ત્ર એ નિશ્ચય, કસુંબા વડે રંગાયેલું છે, દૃષ્ટાંત કેવો આપ્યો છે જુઓ, આ તો અમૃતચંદ્રાચાર્યે આપ્યું છે. ઓલા કહે છે કે માળા Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ સમયસાર સિદ્ધિ ભાગ-૩ અમૃતચંદ્રાચાર્યે ગૂઢ કરી નાખ્યો, દુહ કરી નાખ્યો. આ તો વધારે સ્પષ્ટ કરી નાખ્યું છે. (શ્રોતા મહાપુરુષનો અનાદર છે) આચાર્યોના વચનોનો પણ અનાદર અને પોતે ડહાપણવાળા જાણે અમે એનો ભાષા અર્થ સરળ કરીએ છીએ, અરે ભાઈ, અરે દુનિયામાં અત્યારે હાલશે અન્યાય. એ કુદરતના એના ફળમાં એને નહીં હાલે. કુદરતના એના ફળમાં પ્રભુ અન્યાય નહીં હાલે, એનું ફળ મિથ્યાત્વનું ફળ તો નિગોદ, નર્ક નિગોદ છે અને સ્વ આરાધનનું ફળ મોક્ષ છે. વચમાં શુભાશુભભાવ એ તો ગતિનું કારણ વચલી અવસ્થા થઈ. આહાહા ! ભગવાન આત્મા અનંત અનંત ગુણનો પિંડ પ્રભુ, ઓલા એક હજાર ને આઠ નામ છે ને? એમાં અસંખ્યની વ્યાખ્યા કરી છે, સંખ્યા અસંખ્ય છે એમ ન જોઈએ, અસંખ્યનો અર્થ કર્યો છે. અસંખ્ય છે ખરેખર સંખ્યા રહિત છે, એટલે અસંખ્ય એ ભગવાન છે એમ જોઈએ. જ્યાં અનંત અનંતની સંખ્યા પણ જ્યાં અનંત નથી પણ એને જ્યાં લાગુ પડતી નથી, અસંખ્ય એટલે અસંખ્યાત કીધું છે એમ લખ્યું છે એમાં, ભગવાનના ૧OO૮ (નામ) ઇન્દ્ર બોલ્યા, પણ ઇન્દ્રનો અર્થ આ છે. પ્રભુ તો અસંખ્ય છો આપ તો, કોઈ સંખ્યા રહિત આત્મામાં ગુણ છે, અનંત અનંત અનંત એ સંખ્યાથી પણ પાર છે. આ તો એ વાંચતા વંચાવ્યું'તું. ઇન્દ્રો એકાવતારી સમકિતી એ ભગવાનના ગુણ કરે ૧૦0૮. હૈં? છતાંય એ ગુણના ભેદો એ પર્યાયનયનો વિષય છે. એ વ્યવહારનય પર્યાયાશ્રિત હોવાથી સફેદ રૂનું બનેલું. મારા પ્રભુ, આ તો માર્ગ અંદર, ભગવાન સફેદ નિર્મળાનંદ પ્રભુ એમ કહે છે. એનો અભેદનો અનુભવ તે નિર્મળનો અનુભવ છે અને એમાં વસ્ત્ર જેમ કસુંબા રંગથી રંગાયેલું એમ આત્માની પર્યાયમાં ભેદ પર્યાય ને રાગની પર્યાય અને પરની પર્યાય એ બધું સફેદ ચૈતન્યમૂર્તિ ભગવાન એમાં આ રંગ, કસુંબા રંગની પેઠે એ વ્યવહાર છે. આહાહાહા ! સફેદ રૂનું બનેલું વસ્ત્ર, કેટલું સ્પષ્ટ કર્યું છે, હવે એને કહે દુહુ કર્યું છે કહો. આમ દાખલો આપ્યો ભાઈ, જેમ વસ્ત્ર છે રૂનું બનેલું એ તો સફેદ છે. પણ એને કસુંબાનો રંગ લાગે છે, એ રંગાયેલી દશા તો પર વ્યવહારની પર્યાયની છે, અને તે પણ વસ્ત્રના ઉપાધિક ભાવ, સફેદ છે પ્રભુ વસ્ત્ર, એમાં લાલ રંગનું તે ઉપાધિક ભાવ છે. રંગની જેમ, ઉપાધિ ભાવની જેમ, આંહી તો ઉપાધિભાવ લાગુ પાડશે, ભેદ, પર્યાય એટલે જરી અહીં. વસ્ત્ર જેમ સફેદ અને લાલ રંગની ઉપાધિનો ભાવને લઈને, જેમ પુદ્ગલના સંયોગવશે ભગવાન આત્મા એને પુગલ દ્રવ્યના સંયોગવશે, અનાદિકાળથી આ શું છે? પુદ્ગલદ્રવ્યના સંયોગને કારણે એમ ન કીધું, એને સંયોગને વશે, ભેદ ઉત્પન્ન થયો. આહાહા ! - ભગવાન જેમ વસ્ત્ર સફેદ છે રૂનું બનેલું, રૂનું ને એવું એક બીજી જાત આવે છે ને કાંઈક વિલાયતી, ભાઈ લાવ્યા'તા ને શાંતિભાઈ લાવ્યા'તા શાંતિભાઈનો દિકરો લાવ્યો'તો. અઢીસો રૂપિયાનું એક હતું ગોદડું-ગોદડું અઢીસે રૂપીયાનું એક પણ એ બીજી જાત કોઈક કહેવાય છે રૂ નહીં, એવી જાત આવે છે પોચું પોચું પોચું આમ અઢીસો રૂપીયાનું લ્યો મહારાજ મેં કીધું અમે એવું લેતા નથી. એક બાજુ લાલ અને એક બાજુ ધોળું અને સુંવાળું રેશમ જેવું, અઢીસો રૂપીયાનું હતું. શાંતિભાઈ આ છોટાભાઈના ભાઈ એનો દિકરો ઓલો નિરંજન લાવ્યો'તો. મોટું, મેં કીધું આ શું આંહી અમારે શું કરવું. એવું અંદર સફેદ કે બીજી જાત ભરી 'તી કોઈક જેમ રૂ આવે છે ને એવું કાંઈક Page #230 -------------------------------------------------------------------------- ________________ ગાથા પદ ૨૧૭ નામ આવે છે બીજુ. હૈં ? ૨બર નહીં. બીજુ નામ આવે છે. હૈં ? ( શ્રોતાઃ- આંકોલીયાનું આવે છે) રેશમ. બીજું કાંઈક, કાંઈક બીજા બોલતા'તા પણ યાદ નથી આવતું કે ફલાણું એને કહેવું. છોકરો કહેતો હતો અંદરની ધોળાઈ ધોળું તદ્દન ધોળું બીજી જાત હોં, આ નહીં. એમ એને રંગ લગાડયો છે, કહે છે કે એ તો ઉપાધિ છે. એ ઉપાધિભાવની જેમ પુદ્ગલના સંયોગવશે ભગવાન અભેદ ચિદાનંદ પ્રભુ એ સંયોગને વશે, અનાદિ કાળથી જેનો બંધ પર્યાય પ્રસિદ્ધ છે, બંધ પર્યાય સંબંધમાં આવેલી દશા પ્રસિદ્ધ છે. એવા “જીવના ઔપાધિક ભાવને અવલંબીને” જીવના જેમ ઓલા રૂને કસુંબા રંગની ઉપાધિ, આંહી બીજું કહેવું છે કે રૂમાં એ રંગની યોગ્યતા છે પર્યાયમાં, કાંઈ રંગ ચડે છે એ એની યોગ્યતા નથી ને રંગ ચડી જાય છે એમ નથી. યોગ્યતા છે, એમ જીવની પર્યાયમાં નિમિત્તને વશે થવાની યોગ્યતા છે. એવો જે ઉપાધિભાવ, જીવના ઉપાધિ ભાવને અવલંબીને, હવે ઉપાધિના ત્રણ પ્રકાર લીધા. ( ૧ ) શરીર સંહનનની જે અવસ્થા એ પણ ઉપાધિભાવ છે. ( ૨ ) ગુણસ્થાન અને જીવસ્થાન રાગાદિભાવ પણ ઉપાધિભાવ છે. અને (૩) એમાં ભેદભાવ જે લબ્ધિસ્થાન આદિ એ ઉપાધિ. આમ ભેદભાવ થયો ને ? ત્રણેયને નાખ્યું ને. આહાહાહા ! ભગવાન આત્મા નિર્મળાનંદ હોવા છતાં, જે સમ્યગ્દર્શનનો વિષય અભેદ જ્ઞાયકભાવ હોવા છતાં, તેને કર્મના સંયોગને વશે એ પર્યાય જડની, ભેદની ગુણસ્થાન આદિની અને ભેદની, એ બધી ઉપાધિ છે કહે છે. “ એ ઉપાધિભાવને અવલંબીને પ્રવર્તતો થકો” એ સંયમના લબ્ધિસ્થાન, પણ ભેદને વશે, ભેદ પડયો ને ? એમ કહે છે, ભલે એ એની યોગ્યતાથી છે, પણ સંયોગને વશે ભેદ પડયો છે. અભેદમાં ભેદ પડયો એ સંયોગને વશે છે. આવી વાતું વીતરાગ એમ કહે છે કે એ “વ્યવહારનય બીજાના ભાવને બીજાનો કહે છે” એ જડની પર્યાય, રાગની પર્યાય, ગુણસ્થાનની પર્યાય અને લબ્ધિસ્થાનના ભેદ, એ બીજાનાં છે એમ કહે છે. બીજાના ભાવને બીજાનો કહે છે, છે એ બીજાના ભાવ એ જીવના કહે છે, એને શરીર છે, ને સંગ્રહણ છે ને સંસ્થાન છે ને, એને રાગ છે ને, ગુણસ્થાન ભેદ છે ને લબ્ધિસ્થાનના ભેદ છે. જુઓ તો ખરા કેટલું સ્પષ્ટ કરી નાખ્યું છે, રૂનું દૃષ્ટાંત આપીને. આહાહા ! - ભગવાન આત્મા અંદર જ્ઞાયકભાવથી ભરેલો પ્રભુ, એનો અનુભવ થતાં એ ભેદભાવ ગુણસ્થાન અને રાગ અને સંહનન એ પર્યાયમાં આવતા નથી, માટે તેને જીવદ્રવ્યથી અનુભૂતિથી ભિન્ન કહેવામાં આવ્યા છે. (વ્યવહા૨નય ) બીજાના ભાવથી બીજાનો કહે છે અને નિશ્ચયનય, જો આવ્યું અને ભાઈ આ ઓલો કહે કે નિશ્ચયનય સિદ્ધને હોય, હવે અહીં છે. આ પોકાર તો અહીંથી કરે છે, શું થાય ? વિદ્યાનંદજી ! દસ દસ હજાર માણસ ભરાય સભામાં, વીસ વીસ હજાર. ઓહોહો ! દિગંબરના માણસો સાંભળે કાંઈ ખબર ન મળે. એ વાંચનારો આવો કોઈ નીકળ્યો તો એમાં શું થયું ? આહાહા ! આંહી કહે છે પ્રભુ નિશ્ચયનય દ્રવ્યના આશ્રયે હોવાથી, કોને આ થયો ? ચોથે ગુણસ્થાનથી થયો, નિશ્ચય અહીંયા છે, એ તો ત્યાંથી વ્યવહારો અભ્યથ્થો કીધું. એનેય છઠ્ઠી ગાથામાં કીધું પ્રમત્ત-અપ્રમત્ત નથી. એ પણ સમ્યગ્દષ્ટિ અથવા મુનિને શાયકભાવ તે નિશ્ચય એક છે. ભેદ છે એ વ્યવહા૨નય એ રૂમાં જેમ રંગ ચડે છે, રંગને વશે જે રંગ થાય છે. એ વ્યવહારનયનો Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ - સમયસાર સિદ્ધિ ભાગ-૩ ઉપાધિભાવ છે. એમ ભગવાન આત્મામાં કર્મના નિમિત્તની યોગ્યતાના સંબંધમાં સંયોગને વશે થતાં જે કાંઈ પર્યાયમાં ભેદ વર્તે ગુણ અથવા સંયમની ભેદદશા વર્તે, અરે સમકિતના પાંચ ભેદની એવી ભેદ દશા, અરે જ્ઞાનના પાંચ ભેદ, જે મતિશ્રુત આદિ, એ બધા નિમિત્તને વશે બધા ભેદ કહેવામાં આવે છે. માર્ગણામાં આવી ગયું છે ને? માર્ગણા છે. ભગવાન આત્મામાં એ માર્ગણાસ્થાન નથી. કહો, સમકિતના પ્રકાર ચાહે તો ઉપશમ, ક્ષયોપશમ, કે મિથ્યાત્વ બધા ભેદ લઈને, એ એમાં નથી. કેમકે ભેદ પડે છે એ બધા નિમિત્તને વશે ભેદ જાણવામાં આવે છે. વસ્તુને વશે એ ભેદ છે જ નહીં. આહાહા ! સમ્યગ્દર્શનમાં ત્રિકાળી જ્ઞાયકને વશે જે અનુભવ થયો, તે સ્વદ્રવ્યને આશ્રયે તે નિશ્ચયનય છે, અરે આટલો બધો ફેર! પુસ્તક, પછી આજે કીધું આપણે પુસ્તકનો આંકડો કેટલો થયો છે? આમાં ૧૩૪ આવ્યું છે, આમાં બેનમાં ૧૩૪, પછી ભાઈએ કહ્યું કે ૧૪૧, દોઢસો દોઢસો નંબરના પુસ્તકો, નંબર હોં. ઘણાં પુસ્તકો થઈ ગયા, એમાં આ છેલ્લું આવ્યું બેનનું એ તો એકદમ ટોચ આવ્યું, ટોચ, વસ્તુસ્થિતિ એકદમ ટૂંકામાં સંગ્રહ થઈને વસ્તુ સ્થિતિ. આંહી કહે છે કે નિશ્ચયનય. જુઓ આમાં જ આવ્યું. એ દ્રવ્યના આશ્રયે હોવાથી કેવળ એક જીવના સ્વભાવ એક ભાવને અવલંબીને પ્રવર્તતો થકો, જોયું? જ્ઞાયક જે ચિદાનંદ પરમપરિણામિક સ્વભાવભાવ, તેને આશ્રયે પ્રવર્તતો હોવાથી (તેને) અવલંબીને પ્રવર્તતો હોવાથી, જોયું? ત્રિકાળી જ્ઞાયકભાવને અવલંબીને પ્રવર્તતો હોવાથી, બીજાના ભાવને જરા પણ બીજાનો નથી કહેતો, એ ગુણસ્થાન વર્ણ, ગંધ, રસ, રાગાદિ દયા, દાન આદિના વિકલ્પો વ્યવહાર રત્નત્રય એ બીજાના ભાવને બીજાનો એ નથી કહેતો. વ્યવહારનય બીજાના ભાવને બીજાનાં કહે છે. જેમ રંગ ભાવને લૂગડાંનો છે એમ કહે છે, એમ વ્યવહારનય ગુણસ્થાન રાગ અને ભેદ જીવના છે, એમ વ્યવહારનય કહે છે. આહાહા ! નિશ્ચયનય, યથાર્થ દૃષ્ટિનો વિષય એ નિશ્ચય, એ બીજાના ભાવને જરા પણ બીજાનો નથી કહેતો. જરા પણ એ ભેદ પડયો ને, ભેદ લબ્ધિસ્થાન અને ક્ષાયિકભાવ પણ જીવનો નથી લે! ત્યાં એટલી નિમિત્તના અભાવની અપેક્ષા આવી ને? એ ક્ષાયિકભાવ, ઉપશમભાવ, ક્ષયોપશમભાવ એ પણ જીવમાં નથી, એ તો પર્યાયમાં છે. એવું બીજાના ભાવને, પર્યાયનો ભાવ તે વ્યવહારનયનો વિષયનો બીજો ભાવ એને આત્માના એ કહેતો નથી. આવી વાત છે. થોડું પણ સત્ય હોવું જોઈએ. મોટી લાંબી લાંબી વાતું અને મોટા... આહાહાહા! આંહી તો કહે છે કે જેમ રૂનું બનેલું વસ્ત્ર સફેદ છે એને રંગનો ઉપાધિભાવ તે ઉપાધિભાવ છે, એ વ્યવહારભાવ છે. સફેદ છે તે નિશ્ચયભાવ છે ઓલો વ્યવહારભાવ છે. એમ ભગવાન આત્મામાં જ્ઞાયકસ્વભાવનો જે અનુભવ થવો એ સ્વદ્રવ્યને આશ્રયે પોતાનો ભાવ છે. અને એમાં ભેદ સંયમલિબ્ધના ભેદો રાગ અને ગુણસ્થાન ભેદો તે બીજાના ભાવ છે. એ વ્યવહાર બીજાને આત્મામાં છે એમ કહે છે. આહાહા ! હવે આવી વાતું છે. એકએક શ્લોક સમયસાર શાંતિથી ગંભીરભાવને એણે સમજવો પડશે. આહાહાહા ! જેમ એ સફેદ રૂનું બનેલું કપડું એને રંગનો ભાવ એ તો ઉપાધિ છે. એમ ભગવાન આત્મા, સ્વદ્રવ્યને આશ્રયે જ નિર્મળ અનુભૂતિ થાય, એમાં આ ભાવ એના છે એમ કહેવું એ Page #232 -------------------------------------------------------------------------- ________________ ગાથા – પ૬ ૨૧૯ વ્યવહારનો ભાવ નિશ્ચયમાં નાખે એ ખોટું છે. કહો, દેવીલાલજી! આવી વાત છે ભાઈ. આ તો વસ્તુસ્થિતિ છે. આ સમ્યગ્દર્શન એ સ્વદ્રવ્યને આશ્રયે થતી દશા, એ નિશ્ચયને આશ્રયે થતી દશા, તે દશામાં આ ભેદ ને ગુણસ્થાન આદિ છે નહીં, કેમ કે એ બધા વ્યવહારભાવ પરના છે. સ્વચૈતન્યના અભેદના એ ભાવ નથી. અભેદના એ ભાવ નથી. ભગવાન આત્મા, જ્ઞાયક સ્વભાવના અભેદના અનુભવમાં, એ ભાવો એમાં આવતા નથી, અભેદમાં ભેદ આવતો નથી, અભેદમાં રાગ આવતો નથી, અભેદમાં ગુણસ્થાનના ને જીવસ્થાનના ભેદો પણ આવતા નથી. માટે નિશ્ચયનય પરના ભાવો પરમાં કહેતો નથી, આત્મામાં છે એમ કહેતો નથી. વ્યવહારનય ભેદભાવ પરના છે, એ જીવના છે એમ કહે છે. આ તો બીજો હીરાનો ધંધો છે. (શ્રોતા:- જ્ઞાનીને અજ્ઞાનીના ભેદની વાત છે આ) (શ્રોતા – ચૈતન્ય હીરો હૈં!) ચૈતન્ય હીરો, પરમ સ્વભાવભાવ જે ત્રિકાળ, એને આશ્રયે થતી દશા, એ નિશ્ચયને આશ્રયે થઈ છે, એનું નામ સમ્યગ્દર્શન છે. એ સમ્યગ્દર્શનની પર્યાયમાં સ્વનો આશ્રય છે, પરના ભેદો એમાં નથી. આહાહા ! આવી વાતું છે. એની એક એક ગાથા (અપૂર્વ છે). જેમ રૂને રંગ લગાડયો તો રંગની યોગ્યતા તો એની છે ને? એટલું સિદ્ધ કરવું છે. એમ પર્યાયમાં ભેદની યોગ્યતા ગુણસ્થાનની યોગ્યતા, નિમિત્તને વશે છે, નિમિત્તને વશ થવાની પોતાની યોગ્યતા છે. હીરાભાઈ ! આ બધા તમારા પૈસા બૈસામાં કાંઈ હાથ આવે એવું નથી એમાં તો ક્યાંય. (શ્રોતા- પૈસાને તો આપ ધૂળ કહો છો) બધા પૈસાવાળા છે ને? મારો નાથ ચૈતન્યસ્વરૂપ કહે છે. એ તો ઉજળો નિર્મળાનંદ પ્રભુ, એ નિર્મળાનંદનો અનુભવ થતાં તે અનુભવમાં એ ભેદ ને રાગ ને નિમિત્ત આવતા નથી, માટે તે જીવના નથી. આહાહા ! - આ તો નિશ્ચય ચોથેથી શરૂ કર્યું, હવે ઓલા કહે છે કે નિશ્ચય સિદ્ધને હોય, અરે પ્રભુ શું કર્યું તે આ? આ સમયસારના અર્થ કરીને ગજબ કરી નાખ્યો ભાઈ. લોકો સભા ભરાય માણસ ભરાય, વિધાનંદજી! આમ દસ દસ હજાર માણસો ભરાય દિગંબરના માણસો પણ બિચારા ખબર વિનાના, બહારની વાતું સાંભળી સાંભળીને બસ રાજી રાજી થઈ જાય, આખું ઉંધુ તત્ત્વ છે આ. જૈનતત્ત્વ દર્શનથી તન ઉંધું છે. કે વ્યવહાર તે સિદ્ધને ન હોય, સિદ્ધને નિશ્ચય હોય. વ્યવહાર તો સાધકને જ હોય. આવા પુસ્તકને છાપીને બધા વખાણ કરે, અરે જગમોહનલાલજીએ ભાઈ વખાણ કર્યાં. કહો હવે આ તો ભાઈ બહુ સારું છાપ્યું. એકલું ઝેર છે. એય ! આવી વાત છે. પ્રભુ શું થાય? અરે ભગવાનનો વિરહ પ્રભુ અને આવી વાતું જૈન ધર્મમાં ચાલે અને સાંભળનારાય બિચારા એવા ઠેકાણા વિનાનાં. (શ્રોતા – ભોળા છે ને) ભોળા, તમને કહે છે ભોળા. શું ખુલાસો તો જુઓ, છપ્પન ગાથા. આહાહાહા ! ભગવાન આત્મા તો જ્ઞાનાનંદ સહજાત્મ સ્વરૂપ પૂર્ણ જ્ઞાયકભાવ અને તેને આશ્રયે થતી સમ્યગ્દર્શન દશા, એ એની એ અભેદમાં અભેદની દૃષ્ટિ થાય તે એની. છતાંય એ દૃષ્ટિ પર્યાય છે તે અભેદમાં નથી. પર્યાયનો વિષય અભેદ છે, સમ્યગ્દર્શનની પર્યાયનો વિષય અભેદ છે, પણ અભેદમાં પર્યાય નથી, એકલું દ્રવ્ય જ્ઞાયક શુદ્ધચૈતન્ય. પણ અહીં તો એ સિદ્ધ કરવું છે, કે સમ્યગ્દષ્ટિને સમ્યગ્દર્શન થયું એ ત્રિકાળી દ્રવ્ય અભેદને આશ્રયે થયું, તેથી તે નિશ્ચયને આશ્રયે થયું, તેમાં પર્યાયાશ્રિત જે વ્યવહાર છે, એમ રંગની ઉપાધિ એ બધો ઉપાધિભાવ છે. ભેદ ઉપાધિ, Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ સમયસાર સિદ્ધિ ભાગ-૩ રાગ ઉપાધિ (શ્રોતા- નિમિત્ત ઉપાધિ) નિમિત્ત તો ક્યાંય રહી ગયું. સંહનનની પર્યાય. આવી વાતું છે. અત્યારે તો મુશ્કેલી પડે એવું છે. વીતરાગ ત્રણલોકનો નાથ જિનેશ્વરનો પોકાર આ છે. અરે જગતને સાંભળવા મળે નહીં, એ ક્યાં જાય, શું થાય? આહાહાહા ! આંહી કહે છે, બીજાના ભાવને બીજાનો જરાય કહેતો નથી, કોણ ? નિશ્ચયનય. નિશ્ચયનયા એટલે સ્વજ્ઞાયક ભાવને આશ્રયે થયેલી દશા એ દશાનો વિષય અભેદ છે, તે નિશ્ચયનય અભેદને વર્ણન કરે છે અને તેમાં બીજાનો એટલે પર્યાયના ભેદો એ બીજાના ભાવ છે, તે બીજાના એટલે આત્માના છે એમ કહેતો નથી. અને ગુણસ્થાન આદિના ભેદો, પર્યાયનયને આશ્રયે, પરને આશ્રયે હોવાથી તે ભેદો વ્યવહારનય જીવના છે, એમ પર્યાયના ભેદને કહે છે. એમાં એમેય સિદ્ધ રાખ્યું કે પર્યાયનો ભેદ છે એ વસ્તુ છે, વ્યવહારનયનો એ વિષય છે. છે, નથી એમ નહીં. વેદાંતની પેઠે પર્યાય નથી જ એમ આંહી નથી. વેદાંતને ને આ વસ્તુને તો ઉગમણો આથમણો ફેર છે. લોકો કેટલાક એવું અહીંનું જાણીને કહે આ તો વેદાંત જેવું છે, અરે વેદાંત નથી સાંભળને, આમાં તો ગુણસ્થાન ભેદ આદિ વ્યવહારનયે છે એ પર્યાય છે. એ જાણવાલાયક છે, અસ્તિ છે. આદરવાલાયક નથી. ગુણસ્થાનના ભેદો, જીવસ્થાનના ભેદો, સંયમલબ્ધિસ્થાનના ભેદો છે, છે એને જાણવું જોઈએ. છે એમ જાણવું બસ. આ ત્રિકાળી ભગવાનને અવલંબે થતી દશા, એ ત્રિકાળી છે એને આશ્રયે જે દશા, તેને નિશ્ચય કહે છે. એ નિશ્ચય પરના ભાવને પોતાનો કહેતો નથી. આહાહા ! આવી વસ્તુ છે. ઓહોહો ! બીજાના ભાવને જરા પણ બીજાનો નથી કહેતો, નિષેધ કરે છે. નિશ્ચય ભગવાન આત્મા, પૂર્ણાનંદનો નાથ પરમ જ્ઞાયકભાવ, એની દૃષ્ટિ થતાં, એનો અનુભવ થતાં એ પર્યાયને નિષેધ કરે છે, ભેદને એ નિષેધ કરે છે. ઓલામાં આવે છે ને, કે ભાઈ પ્રમાણ જે છે, તે નિશ્ચય છે એ વ્યવહારનો નિષેધ કરે છે, અને વ્યવહાર છે એને પણ જાણે બેયને તો પ્રમાણ થાય. પ્રમાણમાં નિશ્ચયનો વિષય છે, પરનો નિષેધ એ પણ આવ્યું અને વર્તમાન છે એ પણ આવ્યું, એથી પ્રમાણ છે એ સદ્ભુત વ્યવહારનયનો વિષય થઈ ગયો. માટે એ પૂજ્ય નથી. જેમાં પર્યાયનો નિષેધ ન આવે, એ પૂજ્ય નથી. નિશ્ચયમાં તો, આ નિષેધ શબ્દ આવ્યો ને? પર્યાયનો નિષેધ આવે છે એમાં, માટે નિશ્ચયનય પૂજ્ય છે. ઓહોહો ! અમૃતચંદ્રાચાર્ય સાધુ દિગંબર સંત, એકલા નયના સાગર ભર્યા છે, માટે વર્ણથી માંડીને આવ્યું'તું ને? વર્ણ-ગંધ-રસ-સ્પર્શ, કાળો લીલો પીળો એ પર્યાય લીધી'તી (વર્ણથી) માંડીને ગુણસ્થાન પર્યંત, છેલ્લું લબ્ધિસ્થાન ને એ બધા આવી ગયા. જે ભાવો છે, જે ભાવો છે, છે, બ્રહ્મ સત્ય ને જગત મિથ્યા એમ નથી. વેદાંત તો એમ કહે છે ને કે આત્મા. બસ, બાકી આ બધું છે નહીં. એમ નથી, છે તે વ્યવહારનયથી, વ્યવહારથી જીવના છે, પર્યાયનયના ભેદો વ્યવહારથી વ્યવહારનો વિષય છે તે વ્યવહારથી એના કહેવામાં આવે છે. અને નિશ્ચયથી જીવના નથી. વસ્તુ ત્રિકાળીની અનુભૂતિમાં નથી. એ ત્રિકાળમાં નથી, પણ એ ત્રિકાળમાં નથી, ક્યારે? આમાં નથી એવું આંહી જ્ઞાન થાય એને આમાં નથી. આહાહા! આવી વાતું છે. નિશ્ચયથી જીવના નથી એવું ભગવાનનું સ્યાદ્વાદવાળું કથન યોગ્ય છે.” લ્યો ઠીક, “વર્ણાદયો ગુણસ્થાનાન્તા ભાવા જીવસ્ય સન્તિ, નિશ્ચયન તુ ન સન્તીતિ યુક્તા પ્રજ્ઞતિઃ” એ Page #234 -------------------------------------------------------------------------- ________________ ગાથા – પ૬ ૨૨૧ યુક્ત છે એમ કહે છે સ્યાદવાની અપેક્ષાએ. કથંચિત્ નિશ્ચયનયમાં એ નથી કથંચિત્ વ્યવહારનયમાં એ છે. કથંચિનો અર્થ, ઓલી નયની અપેક્ષાએ. બાકી ખરેખર તો નિશ્ચયમાં એ છે જ નહીં. પણ વ્યવહારનયે એ છે, ન્યાંય કથંચિત્ છે અને કથંચિત નથી એમેય નહીં. આ તો જીવની અથવા બેયની અપેક્ષાએ નિશ્ચય ને વ્યવહાર બેયની અપેક્ષાએ, નિશ્ચયમાં નથી ને વ્યવહારમાં છે. એના બે ભાગ પાડતા કથંચિત્ નિશ્ચયમાં નથી એ ભાગ પાડતા, નિશ્ચયમાં નથી તો સર્વથા નથી પણ જીવની દ્રવ્ય ને પર્યાય બેયને ભેગી લઈને વાત કરતાં, નિશ્ચયમાં નથી, પર્યાયમાં છે. જેમ નિશ્ચયથી આત્મા નિત્ય છે, પર્યાયથી અનિત્ય છે, એ આખા દ્રવ્યની અપેક્ષાએ કથંચિત્ નિત્ય ને કથંચિત્ અનિત્ય, પણ નિત્ય છે તે કથંચિત્ નિત્ય છે એમ નહીં, નિત્ય છે એ તો સર્વથા નિત્ય જ છે. પણ આખા દ્રવ્યની જ્યાં વાત કરે, કથંચિત્ નિત્ય છે, કથંચિત્ અનિત્ય છે, એ તો આખી વસ્તુનું વર્ણન કર્યું. પણ જ્યારે એને નિત્ય કહેવો હોય તો એ નિત્ય તો નિશ્ચયથી જ નિત્ય છે. કથંચિત્ નિત્ય છે એમ નહીં અને પર્યાય છે એ સર્વથા અનિત્ય જ છે પણ આખા દ્રવ્ય ને પર્યાય બેયને ભેગા લઈને કહેવું હોય તો નિશ્ચયનયના વિષયમાં એ છે જ નહીં એક ભાગ, એના જીવમાં નિશ્ચયનય એનામાં એ નથી, એની પર્યાયમાં છે, જીવના એના બે ભાગ પાડ્યા માટે. આહાહા ! આવું હવે ક્યાં નવરાશ માણસને. આખા જીવની અપેક્ષાએ કથંચિત્ નિશ્ચયમાં એ નથી. આખા દ્રવ્યને પર્યાયની અપેક્ષાએ, અને કથંચિત વ્યવહારમાં છે, પણ નિશ્ચયમાં સર્વથા નથી, પર્યાયમાં સર્વથા ભેદ છે પર્યાય છે ઈ. આહાહા ! આવી વાત છે. સમજાણું? એવું ભગવાનનું સ્યાદવાદ્વાળું કથન છે. આવી વાત સાંભળવી કઠણ પડે. સાંભળવા મળે નહીં. લ્યો એટલું થયું. પચાસ મિનિટ થઈ. (શ્રોતા- દસ બાકી રહી ને) હવે નવ મિનિટ બાકી છે પણ આવી ગયું બધું એમાં, એમાં પાઠમાં તો આટલું જ છે કે “વવહારેણ દુ એદે” છે ને “જીવસ્ય હવંતિ, નિશ્ચયનયમ્સ ન” છે ને? પણ એનું દૃષ્ટાંત આપીને સિદ્ધ કર્યું, એટલે લોકોને ખ્યાલમાં આવે કે રૂનું બનેલું વસ્ત્ર, એમ ભગવાન તો પરમજ્ઞાયકનો બનેલો આત્મા છે. જ્ઞાયકભાવે રહેલો આત્મા છે. એ તો જ્ઞાયક ત્રિકાળ ત્રિકાળ ત્રિકાળ એ સમ્યગ્દર્શનનો વિષય છે. આહાહા ! એવા ભાવે રહેલો પ્રભુ એ નિશ્ચય, એને પર્યાયના ભેદો એમાં નથી. જીવમાં કથંચિતું નથી એટલે શું? નિશ્ચયમાં નથી અને કથંચિત્ છે એટલે વ્યવહારમાં છે, એમ કથંચિત્. પણ નિશ્ચયમાં પણ કથંચિત્ છે અને કથંચિત્ નથી એમ નહીં. ભાઈ ! સમજાણું? શશીભાઈ ! આખા જીવને દ્રવ્ય ને પર્યાય બેયનું વર્ણન થાય તો કથંચિત્ નિશ્ચયમાં નથી, દ્રવ્યમાં બેયની અપેક્ષાએ અને કથંચિત્ વ્યવહારમાં છે. પણ એકલા નયની જ્યારે વાત કરે તો નિશ્ચયનયમાં સર્વથા ભેદ નથી, અને પર્યાય સર્વથા ભેદવાળી અને રાગવાળી છે. આહાહા ! આવે છે. (શ્રોતા- મર્મ હોય એવો મર્મને કહે છે.) આવી વાતું છે. બહુ સરસ ગાથા આવી. Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ - સમયસાર સિદ્ધિ ભાગ-૩ ) - ( ગાથા - પ૭ कुतो जीवस्य वर्णादयो निश्चयेन न सन्तीति चेत्एदेहिं य संबंधो जहेव खीरोदयं मुणेदव्यो। ण य होंति तस्स ताणि दु उवओगगुणाधिगो जम्हा।।५७।। एतैश्च सम्बन्धो यथैव क्षीरोदकं ज्ञातव्यः। न च भवन्ति तस्य तानि तूपयोगगुणाधिको यस्मात्।।५७।। यथा खलु सलिलमिश्रितस्य क्षीरस्य सलिलेन सह परस्परावगाहलक्षणे सम्बन्धे सत्यपि स्वलक्षणभूतक्षीरत्वगुणव्याप्यतया सलिलादधिकत्वेन प्रतीयमानत्वादग्नेरुष्ण गुणेनेव सह तादात्म्यलक्षणसम्बन्धाभावात् न निश्चयेन सलिलमस्ति; तथा वर्णादिपुद्गलद्रव्यपरिणाममिश्रितस्यास्यात्मनः पुद्गलद्रव्येण सह परस्परावगाहलक्षणे सम्बन्धे सत्यपि स्वलक्षणभूतोपयोगगुणव्याप्यतया सर्वद्रव्येभ्योऽधिकत्वेन प्रतीयमानत्वादग्रेरुष्णगुणेनेव सह तादात्म्यलक्षणसम्बन्धाभावात् न निश्चयेन वर्णादिपुद्गलपरिणामा: સત્તા હવે વળી પૂછે છે કે વર્ણાદિક નિશ્ચયથી જીવના કેમ નથી તેનું કારણ કહો. તે પ્રશ્નનો ઉત્તર કહે છે: આ ભાવ સહ સંબંધ જીવનો ક્ષીરનીરવત્ જાણવો; ઉપયોગગુણથી અધિક તેથી જીવના નહિ ભાવ કો. ૫૭. ગાથાર્થ-[તૈ: વસન્ધ: આ વર્ણાદિક ભાવો સાથે જીવનો સંબંધ[ ક્ષીરોવરું યથા ] જળને અને દૂધને એકક્ષેત્રાવગાહરૂપ સંયોગસંબંધ છે તેવો [જ્ઞાતવ્ય:] જાણવો [૨] અને [તા]િ તેઓ [તચ તુ મવત્તિ] તે જીવના નથી [સ્માત] કારણ કે જીવ [૩૫યો {MIT:] તેમનાથી ઉપયોગગુણે અધિક છે (-ઉપયોગગુણ વડે જુદો જણાય છે). ટીકાઃ-જેમ-જળમિશ્રિત દૂધનો, જળ સાથે પરસ્પર અવગાહસ્વરૂપ સંબંધ હોવા છતાં, સ્વલક્ષણભૂત જે દૂધપણું-ગુણ તે વડે વ્યાપ્ત હોવાને લીધે દૂધ જળથી અધિકપણે પ્રતીત થાય છે; તેથી, જેવો અગ્નિનો ઉષ્ણતા સાથે તાદાભ્યસ્વરૂપ સંબંધ છે તેવો જળ સાથે દૂધનો સંબંધ નહિ હોવાથી, નિશ્ચયથી જળ દૂધનું નથી; તેવી રીતે-વર્ણાદિક પુગલદ્રવ્યના પરિણામો સાથે મિશ્રિત આ આત્માનો, પુદ્ગલદ્રવ્ય સાથે પરસ્પર અવગાહસ્વરૂપ સંબંધ હોવા છતાં, સ્વલક્ષણભૂત ઉપયોગગુણ વડે વ્યાપ્ત હોવાને લીધે આત્મા સર્વ દ્રવ્યોથી અધિકપણે પ્રતીત થાય છે; તેથી, જેવો અરિનો ઉષ્ણતા સાથે તાદાભ્યસ્વરૂપ સંબંધ છે તેવો વર્ણાદિક સાથે આત્માનો સંબંધ નહિ હોવાથી, નિશ્ચયથી વર્ણાદિક પુદ્ગલપરિણામો આત્માના નથી. Page #236 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૫૭ ૨૨૩ ગાથા - ૫૭ ઉપર પ્રવચન વળી પૂછે છે કે વર્ણાદિક નિશ્ચયથી જીવનાં કેમ નથી ? વર્ણ-ગંધ-રસ-સ્પર્શ-ગુણસ્થાનલબ્ધિના ભેદો એ કેમ જીવના નથી? તેનું કારણ કહો. આહાહા! સંસ્કૃત છે. “વો નીવચ વર્ષાયો નિશ્ચયેન ને સન્તીતિ વે” અમૃતચંદ્રાચાર્ય એની પોતાની છે. एदेहिं य संबंधो जहेव खीरोदयं मुणेदव्यो। ण य होंति तस्स ताणि दु उवओगगुणाधिगो जम्हा।।५७।। આ ભાવ સહ સંબંધ જીવનો ક્ષીરનીરવત્ જાણવો; ઉપયોગગુણથી અધિક તેથી જીવના નહિ ભાવ કો. પ૭. ઉપયોગ ગુણથી લીધું. ભાષા દેખી, જ્ઞાયકભાવ એમ નહીં, ઉપયોગ છે જે ત્રિકાળ. આહાહા! ઉપયોગ ગુણથી અધિક તેથી જીવના નહિ ભાવકો. ટીકાઃ- જેમ જળ મિશ્રિત દૂધનો પાણી અને દૂધ બેય ભેગાં હોય આમ મિશ્રિતપણે, જળ સાથે પરસ્પર અવગાહસ્વરૂપ સંબંધ પાણી સાથે દૂધને એક ક્ષેત્રે અવગાહ, રહેવું, વ્યાપવું એક ક્ષેત્રે, ઓહોહો ! જળમિશ્રિત દૂધનો, જળ સાથે પરસ્પર અવગાહ, પરસ્પર અવગાહ જોયું? જળ ને દૂધ ને દૂધને જળ પરસ્પર અવગાહ સ્વરૂપ સંબંધ હોવા છતાં સ્વલક્ષણભૂત દૂધપણું ગુણ વડ વ્યાપ્ત હોવાને લીધે પણ દૂધનો જે ગુણ ધોળો સફેદ ને મીઠો એવા ગુણને લીધે દૂધ જળથી અધિકપણે પ્રતીત થાય છે. દૂધ પાણીથી તદ્ન જુદું પ્રતીતમાં આવે છે. જુઓને એ પણ દાખલો, એ તો પાઠમાં જ છે. “ખીરોદય” પાઠમાં છે જુઓ ઓલું પાઠમાં નહોતું દાખલો, આ પાઠ છે આખો. શું કહ્યું? કે દૂધ અને જળ એક જગ્યાએ અવગાહપણે રહેવા છતાં દૂધના લક્ષણો અને જળના લક્ષણો તદ્ન ભિન્ન છે. દૂધ અને જળ એક જગ્યાએ રહેવા છતાં, દૂધનો ગુણ ને જળનો ગુણ એ તદ્દન ભિન્ન છે. આહાહાહા ! ક્યાં લઈ જશે એ જુઓ સાંભળજો. તેથી જેવો અગ્નિનો ઉષ્ણતા સાથે તાદાત્મય સ્વરૂપ સંબંધ છે. અગ્નિ ને ઉષ્ણતાને તે રૂપે સંબંધ છે. તરૂપ તેવો જળ સાથે દૂધનો સંબંધ નહીં હોવાથી, નિશ્ચયથી જળ દૂધનું નથી, ખરેખર એ જળ દૂધનું નથી. આહાહા ! તેવી રીતે વર્ણગંધ-ગુણસ્થાન-લબ્ધિસ્થાન એવા પરિણામો સાથે એ વર્ણ પુદ્ગલદ્રવ્યના પરિણામો છે, ત્યાં એ કહ્યું'તું ને પુદ્ગલદ્રવ્યના પરિણામથી ભિન્ન છે. એ પુદ્ગલદ્રવ્યના પરિણામ સાથે મિશ્રિત આ આત્માનો, આત્મા અને ભેદ ગુણસ્થાન આદિ એક જગ્યાએ, એક ક્ષેત્રે વ્યાપવાપણે હોવા છતાં, આ આત્માનો ને પુગલદ્રવ્ય સાથે પરસ્પર અવગાહ સ્વરૂપ સંબંધ હોવા છતાં, ભગવાન જ્ઞાયક સ્વભાવ અને આ રાગાદિ, ભેદ આદિ સ્વભાવ એ પરસ્પર અવગાહુ છે, પરસ્પર અવગાહું સંબંધ છે, પરસ્પર સ્વભાવ સંબંધ નથી. આહાહાહા સ્વલક્ષણભૂત ઉપયોગગુણ વડ, જેમ ઓલા દૂધ ગુણ વડે લીધુ'તું ને દૂધપણું ગુણ વડે, દૂધપણું છે ને? દૂધપણું એટલે એનો ગુણ, એમ આ આત્માનુંપણું, ઉપયોગગુણવડ, જાણક દેખન જે ઉપયોગ ત્રિકાળી એને વર્તમાનના ઉપયોગ ગુણ વડ, વ્યાપ્ત હોવાને લીધે, આત્મા સર્વ દ્રવ્યોથી અધિકપણે પ્રતીત થાય છે. Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ સમયસાર સિદ્ધિ ભાગ-૩ ભગવાન આત્મા એ ગુણસ્થાનના ભેદો, લબ્ધિસ્થાનના ભેદો એનાથી ભિન્ન, અધિકપણે પ્રતીત થાય છે. ત્રિકાળી જ્ઞાયકભાવનો અનુભવ થતાં, વર્તમાન ઉપયોગને, ત્રિકાળી ઉપયોગ સાથે સંબંધ કરતાં તે ઉપયોગ અધિક છે. એ જીવનો સ્વભાવ, અને ભેદ છે તે પુગલનો સ્વભાવ જીવનો નહીં. એક જગ્યાએ રહ્યા એટલું કહ્યું, પણ એક ભાવ સ્વરૂપે નહીં એમ. જેમ દૂધ ને જળ એક જગ્યાએ રહ્યા છતાં એના બેયના ભાવ સ્વરૂપે નહીં, એમ ભગવાન જ્ઞાન સ્વભાવભાવે અને ભેદ આદિ પુગલ આદિ પુગલના સ્વભાવભાવે એક ક્ષેત્રે રહ્યા છતાં, ભાવ ભિન્ન છે. આત્મા સર્વ દ્રવ્યથી અધિકપણે પ્રતીત થાય છે તેથી જેવો અગ્નિનો ઉષ્ણતા સાથે તાદાભ્ય સ્વરૂપ સંબંધ છે એવો ગુણસ્થાન, ભેદ, વર્ણાદિક લબ્ધિસ્થાન એનો (અને) આત્માનો સંબંધ નહીં હોવાથી, નિશ્ચયથી વર્ણાદિક પુલ પરિણામો આત્માના નથી. એ ગુણસ્થાન આદિ જીવના નથી, લબ્ધિસ્થાન આદિ જીવના નથી. વિશેષ કહેશે. (શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ) ભગવાન ! તારી વાત છે ને, નાથ ! તારા અંતરની વાત છે ને, પ્રભુ! આ..હા..હા...! એ ભગવાન (છે) છતાં કેમ હાથ આવતો નથી (તો કહે છે કે) તેના તરફનું લક્ષ નથી પણ તેની પર્યાયમાં શેય જે પૈસા, આબરૂ, કીર્તિ, લક્ષ્મી, શરીર, પુણ્ય અને પાપના પરિણામ, તેના ઉપર લક્ષ જતાં તે શેયાકાર એટલે જે જાણવાયોગ્ય ચીજ છે તેને આકારે જ્ઞાન થઈ જાય છે અને એને આકારે જ્ઞાન થતાં જ્ઞાનસ્વભાવનો આકાર છૂટી જાય છે. તેથી તે શેયાકાર જ્ઞાન તે અજ્ઞાન છે. આહા...હા...! આવી વાતું છે, બાપુ! આહા..હા....! ભગવાનઆત્મા સ્વજોય છે. તેની વર્તમાન જ્ઞાનદશાને સ્વયમાં વાળતાં, પરના શેયાકારની જ્ઞાનની પર્યાયનું લક્ષ છોડી દઈ, અંતર જ્ઞાનસ્વભાવમાં આવતાં એને જ્ઞાનનો જે અનુભવ થાય, એ સામાન્યનો અનુભવ (છે). એટલે શેયના આકાર વિનાનો, એકલા જ્ઞાનના આકારનો અનુભવ, તે સામાન્યનો અનુભવ (છે). તેને જૈનધર્મ કહે છે. આ.હા..હા....! કઈ જાતનો આ ઉપદેશ! (સમયસાર દોહન – પૂ. ગુરુદેવશ્રીના નાઈરોબીના પ્રવચન પાના નં. ૧૭૬ ))) Page #238 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૫. ૨૨૫ ॥॥ - ५८ थी 50 ) कथं तर्हि व्यवहारोऽविरोधक इति चेत् पंथे मुस्संतं पस्सिदूण लोगा भणंति ववहारी। मुस्सदि एसो पंथो ण य पंथो मुस्सदे कोई।।५८ ।। तह जीवे कम्माणं णोकम्माणं च पस्सिदुं वण्णं। जीवस्स एस वण्णो जिणेहिं ववहारदो उत्तो।।५९ ।। गंधरसफासरूवा देहो संठाणमाइया जे य। सव्वे ववहारस्स य णिच्छयदण्हू ववदिसंति।।६०।। पथि मुष्यमाणं दृष्ट्वा लोका भणन्ति व्यवहारिणः। मुष्यते एष पन्था न च पन्था मुष्यते कश्चित्।।५८ ।। तथा जीवे कर्मणां नोकर्मणां च दृष्ट्वा वर्णम्। जीवस्यैष वर्णो जिनैर्व्यवहारत उक्तः ।।५९ ।। गन्धरसस्पर्शरूपाणि देहः संस्थानादयो ये च। सर्वे व्यवहारस्य च निश्चयद्रष्टारो व्यपदिशन्ति।।६०।। यथा पथि प्रस्थितं कंचित्सार्थ मुष्यमाणमवलोक्य तात्स्थ्यात्तदुपचारेण मुष्यत एष पन्था इति व्यवहारिणां व्यपदेशेऽपि न निश्चयतो विशिष्टाकाशदेशलक्षण: कश्चिदपि पन्था मुष्येत, तथा जीवे बन्धपर्यायेणावस्थितं कर्मणो नोकर्मणो वा वर्णमुत्प्रेक्ष्य तात्स्थ्यात्तदुपचारेण जीवस्यैष वर्ण इति व्यवहारतोऽर्हद्देवानां प्रज्ञापनेऽपि न निश्चयतो नित्यमेवामूर्तस्वभावस्योपयोगगुणाधिकस्य जीवस्य कश्चिदपि वर्णोऽस्ति। एवं गन्धरसस्पर्शरूपशरीरसंस्थानसंहननरागद्वेषमोहप्रत्ययकर्मनोकर्मवर्गवर्गणास्पर्धकाध्यात्मस्थानानुभागस्थानयोगस्थान बन्धस्थानोदयस्थानमार्गणास्थानस्थितिबन्धस्थानसंक्लेशस्थानविशुद्धिस्थानसंयमलब्धिस्थानजीवस्थानगुणस्थानान्यपि व्यवहारतोऽर्हद्देवानां प्रज्ञापनेऽपि निश्चयतो नित्यमेवामूर्तस्वभावस्योपयोगगुणेनाधिकस्य जीवस्य सर्वाण्यपि न सन्ति , तादात्म्यलक्षणसम्बन्धाभावात्। હવે વળી પૂછે છે કે આ રીતે તો વ્યવહારનય અને નિશ્ચયનયને વિરોધ આવે છે; અવિરોધ કઈ રીતે કહેવામાં આવે છે? તેનો ઉત્તર દષ્ટાંત દ્વારા ત્રણ ગાથાઓમાં કહે છે हेभी टूटा पंथभा हो, 'पंथ साटाय छ'બોલે જનો વ્યવહારી, પણ નહિ પંથ કો લૂંટાય છે; ૫૮. ત્યમ વર્ણ દેખી જીવમાં કર્મો અને નોકર્મનો, मालिनो व्यवहारथी ' माछापनो'.५९. Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ સમયસાર સિદ્ધિ ભાગ-૩ એમ ગંધ, રસ, રૂપ, સ્પર્શ ને સંસ્થાન, દેહાદિક જે, નિશ્ચય તણા દ્રષ્ટા બધું વ્યવહારથી તે વર્ણવે. ૬૦. ગાથાર્થઃ- [fથ મુખ્યમM ] જેમ માર્ગમાં ચાલનારને લૂંટાતો [ દા] દેખીને [H: પુસ્થા] આ માર્ગ [ પૃષ્યતે]લૂંટાય છે” એમ [ વ્યવહારિખ: ]વ્યવહારી [ નો:] લોકો [ ભ7િ] કહે છે; ત્યાં પરમાર્થથી વિચારવામાં આવે તો [શ્ચત પ્રસ્થા] કોઈ માર્ગ તો ન વ મુખ્યતે] નથી લૂંટાતો, માર્ગમાં ચાલનાર માણસ જ લૂંટાય છે; [ તથા] તેવી રીતે [ નીવે ]જીવમાં ફર્મળાં નોર્મળ ૪] કર્મોનો અને નોકર્મોનો [ વર્જન]વર્ણ [દા ] દેખીને “[ નીવરા] જીવનો [gs: વM:] આ વર્ણ છે” એમ [ નિનૈ:] જિનદેવોએ [ વ્યવદરતઃ] વ્યવહારથી [૩p:] કહ્યું છે. [ રસસ્પર્શરુપાળ] એ પ્રમાણે ગંધ, રસ, સ્પર્શ, રૂપ,[ફેદ: સંસ્થાનાય:]દેહ, સંસ્થાન આદિ [ રે ૪ સર્વે] જે સર્વ છે, [ વ્યવહારચ] તે સર્વ વ્યવહારથી [નિરયદ્રાર:] નિશ્ચયના દેખનારા [ વ્યપતિશત્તિ] કહે છે. ટીકાઃ-જેમ વ્યવહારી લોકો, માર્ગે નીકળેલા કોઈ સાર્થને (સંઘને) લૂંટાતો દેખીને, સાર્થની માર્ગમાં સ્થિતિ હોવાથી તેનો ઉપચાર કરીને, “આ માર્ગ લૂંટાય છે” એમ કહે છે, તોપણ નિશ્ચયથી જોવામાં આવે તો, જે આકાશના અમુક ભાગસ્વરૂપ છે એવો માર્ગ તો કોઈ લૂંટાતો નથી; તેવી રીતે ભગવાન અહંતદેવો, જીવમાં બંધાર્યાયથી સ્થિતિ પામેલો (રહેલો) કર્મ અને નોકર્મનો વર્ણ દેખીને, (કર્મ-નોકર્મના) વર્ણની (બંધપર્યાયથી) જીવમાં સ્થિતિ હોવાથી તેનો ઉપચાર કરીને, “જીવનો આ વર્ણ છે” એમ વ્યવહારથી જણાવે છે, તોપણ નિશ્ચયથી, સદાય જેનો અમૂર્ત સ્વભાવ છે અને જે ઉપયોગગુણ વડે અન્યદ્રવ્યોથી અધિક છે એવા જીવનો કોઈ પણ વર્ણ નથી. એ પ્રમાણે ગંધ, રસ, સ્પર્શ, રૂપ, શરીર, સંસ્થાન, સંહનન, રાગ, દ્વેષ, મોહ, પ્રત્યય, કર્મ, નોકર્મ, વર્ગ, વર્ગણા, સ્પર્ધક, અધ્યાત્મસ્થાન, અનુભાગસ્થાન, યોગસ્થાન, બંધસ્થાન, ઉદયસ્થાન, માર્ગણાસ્થાન, સ્થિતિબંધસ્થાન, સંકલેશસ્થાન, વિશુદ્ધિસ્થાન, સંયમલબ્ધિસ્થાન, જીવસ્થાન અને ગુણસ્થાન-એ બધાય (ભાવો) વ્યવહારથી અહંતદેવો જીવના કહે છે, તોપણ નિશ્ચયથી, સદાય જેનો અમૂર્તિ સ્વભાવ છે અને જે ઉપયોગગુણવડે અન્યથી અધિક છે એવા જીવના તે સર્વ નથી, કારણ કે એ વર્ણાદિ ભાવોને અને જીવને તાદામ્યલક્ષણ સંબંધનો અભાવ છે. ભાવાર્થ-આ વર્ણથી માંડીને ગુણસ્થાન પર્યત ભાવો સિદ્ધાંતમાં જીવના કહ્યા છે તે વ્યવહારનયથી કહ્યા છે; નિશ્ચયનયથી તેઓ જીવના નથી કારણ કે જીવ તો પરમાર્થે ઉપયોગસ્વરૂપ છે. અહીં એમ જાણવું કે-પહેલાં વ્યવહારનયને અસત્યાર્થ કહ્યો હતો ત્યાં એમ ન સમજવું કે તે સર્વથા અસત્યાર્થ છે, કથંચિત્ અસત્યાર્થ જાણવો; કારણ કે જ્યારે એક દ્રવ્યને જુદું, પર્યાયોથી અભેદરૂપ, તેના અસાધારણ ગુણમાત્રને પ્રધાન કરીને કહેવામાં Page #240 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૫૮ થી ૬૦ ૨૨૭ આવે ત્યારે પરસ્પર દ્રવ્યોનો નિમિત્તનૈમિત્તિકભાવ તથા નિમિત્તથી થતા પર્યાયો-તે સર્વ ગૌણ થઈ જાય છે, એક અભેદદ્રવ્યની દૃષ્ટિમાં તેઓ પ્રતિભાસતા નથી. માટે તે સર્વે તે દ્રવ્યમાં નથી એમ કથંચિત નિષેધ કરવામાં આવે છે. જો તે ભાવોને તે દ્રવ્યમાં કહેવામાં આવે તો તે વ્યવહારનયથી કહી શકાય છે. આવો ન વિભાગ છે. અહીં શુદ્ધનયની દૃષ્ટિથી કથન છે તેથી એમ સિદ્ધ કર્યું છે કે આ સર્વ ભાવોને સિદ્ધાન્તમાં જીવના કહ્યા છે તે વ્યવહારથી કહ્યા છે. જો નિમિત્તનૈમિત્તિકભાવની દૃષ્ટિથી જોવામાં આવે તો તે વ્યવહાર કથંચિત્ સત્યાર્થ પણ કહી શકાય છે. જો સર્વથા અસત્યાર્થ જ કહેવામાં આવે તો સર્વ વ્યવહારનો લોપ થાય અને સર્વ વ્યવહારનો લોપ થતાં પરમાર્થનો પણ લોપ થાય. માટે જિનદેવનો ઉપદેશ સ્યાદ્વાદરૂપ સમયે જ સમ્યજ્ઞાન છે, સર્વથા એકાંત તે મિથ્યાત્વ છે. પ્રવચન નં. ૧૩૩ ગાથા - ૫૮ થી ૬૦ તા. ૧૧/૧૧/૭૮ શનિવાર કારતક સુદ-૧૨ શું કહે છે. આ રીતે તો વ્યવહારનય અને નિશ્ચયનયને વિરોધ આવે છે, તો અવિરોધ કઈ રીતે કહેવામાં આવે છે. એનો ઉત્તર દષ્ટાંત દ્વારા ત્રણ ગાથાઓમાં કહે છે. पंथे मुस्संतं पस्सिदूण लोगा भणंति ववहारी। मुस्सदि एसो पंथो ण य पंथो मुस्सदे कोई।।५८ ।। तह जीवे कम्माणं णोकम्माणं च पस्सिदुं वण्णं। जीवस्स एस वण्णो जिणेहिं ववहारदो उत्तो।।५९ ।। गंधरसफासरूवा देहो संठाणमाइया जे य।। सव्वे ववहारस्स य णिच्छयदण्हू ववदिसंति।।६०।। દેખી લૂંટાતું પંથમાં કો, “પંથ આ લૂંટાય છે – બોલે જનો વ્યવહારી, પણ નહિ પંથ કો લૂંટાય છે; ૫૮. ત્યમ વર્ણ દેખી જીવમાં કર્મો અને નોકર્મનો, ભાખે જિનો વ્યવહારથી ‘આ વર્ણ છે આ જીવનો”. ૫૯. એમ ગંધ, રસ, રૂપ, સ્પર્શ ને સંસ્થાન, દેહાદિક જે, નિશ્ચય તણા દ્રષ્ટા બધું વ્યવહારથી તે વર્ણવે. ૬૦. ટીકાઃ- જેમ વ્યવહારી લોકો માર્ગે નીકળેલા કોઈ સંઘને લૂંટાતો દેખીને સાર્થની માર્ગમાં સ્થિતિ હોવાથી તેનો ઉપચાર કરીને આ માર્ગ લૂંટાય છે, એમ કહે છે. અમારે તો આ અનુભવ થયેલો ગારીયાધારથી ઉમરાળા જતાં એક આવે છે પાંદરડા ને એનું મોટું નહેરું આવે છે એ લુંટારું નહેરું કહેવાય છે. એટલું ઉંડુ છે, છે મોટું નહેરું પણ આમ ઉંડુ છે અને પાછું આમ ઉંડુ છે એટલે વચમાં કોઈ ચોર આવીને લૂંટે તો આસપાસના માણસને કાંઈ ખબર પડે નહીં. એવું પાંદરડા છે, ગારીયાધારથી ઉમરાળા જતાં અમારી હારે બીજા હતા, એ પછી અમે તો નાની ઉંમરના બેસી રહ્યા, બીજા હેઠે ઊતરી ગયા જોવા સારું. કેમ છે? કે આ માર્ગ લૂંટાય છે. લૂંટારું Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ સમયસાર સિદ્ધિ ભાગ-૩ માર્ગ છે માટે આપણે ગાડું એકદમ હાંકો અને અમે હેઠે ઊતરી જઈએ અને એકદમ મોઢા આગળ જઈને ઉભા રહીએ. આ તો બનેલી વાત છે ઘણાં વર્ષ પોણોસો વર્ષ પહેલાંની. એ માર્ગ એમકે લૂંટાય છે મારગ લૂંટારો છે એમ બોલ્યા” તા. કારણકે ત્યાં આગળ ઉડું ઉડું છે અને રસ્તો હોયને ઊંચો એટલે ઉડું ઉડું હોય એટલે ત્યાં ચોર લૂંટે તો કોઈ બહારમાં ઠેઠ સુધી આવે ત્યાં સુધી ખબર ના પડે. લૂંટારો મારગ, મારગ લૂંટારો, છે? જુઓ તો પણ દાંત, ઉપચાર કરીને આ માર્ગ લૂંટાય છે, એમ કહે છે, તોપણ નિશ્ચયથી જોવામાં આવે તો જે આકાશના અમુક ભાગ સ્વરૂપ, આકાશના અમુક ભાગ સ્વરૂપ માર્ગ છે, તે કાંઈ લૂંટાતો નથી, માર્ગ કાંઈ લૂંટાતો નથી. આહાહા! તેવી રીતે ભગવાન અહંતદેવો, સર્વજ્ઞ પરમેશ્વર જીવમાં બંધાર્યાયની સ્થિતિ એક સમયની બંધ પર્યાયની સ્થિતિ દેખી, એક સમયમાં વર્ણ–ગંધ-રસ-સ્પર્શ કર્મનો સંબંધ આમ એક સમયની સ્થિતિ છે, ભગવાન તો ત્રિકાળી આનંદકંદ પ્રભુ, એમાં એ પરમાણુ આદિ બંધ આદિ ભેદ આદિ એક સમયમાં રહેનારા છે. જીવમાં બંધ પર્યાયની સ્થિતિ પામેલાં કર્મ ને નોકર્મનો વર્ણ દેખીને, વર્ણથી લીધું છે ને ? વર્ણ ગંધથી લીધું છે ને એટલે? કર્મ નોકર્મના વર્ણની બંધાર્યાયથી જીવમાં સ્થિતિ એક સમયની હોવાથી તેનો ઉપચાર કરીને એ તો ગતિ કરતાં પરિણમન કરતાં કરતાં કરતાં આવ્યા છે. આત્માના સ્વભાવમાં પર્યાયમાં ગતિ કરતાં આમ પરમાણુ આવ્યા છે. એક સમય પણ એક સમયની સ્થિતિ દેખીને એ આત્માના છે, એમ કહેવામાં આવે છે એ તો વ્યવહાર છે. આહાહાહા ! અહીં તો ત્યાં સુધી કીધુંને નિયમસાર. ચાર ભાવ છે એ આવરણ સંયુકત છે એમ કીધું. એ દેવાનુપ્રિયા ! તમારું બધું આમાં આવ્યા છે કે નહીં? ક્ષાયિકભાવ, ઉપશમભાવ, કેવળજ્ઞાન, કેવળદર્શન એ ક્ષાયિકભાવ છે, એને ત્યાં આવરણ સંયુકત કીધાં, એવો ટીકામાં પાઠ છે. આવરણ સંયુકત એટલે કે એને કર્મના નિમિત્તના અભાવની અપેક્ષા આવે છે ને ! માટે તે આવરણ સંયુક્ત ગણી અને તે ભાવની ભાવના ન કરવી. પંચમસ્વભાવભાવ, ધ્રુવભાવ, ધ્રુવભાવ એની ભાવના, છે એની ભાવના. એ ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિકભાવ પણ પંચમની ભાવના, એ ભાવનાની ભાવના નહીં. ક્ષાયિક ક્ષયોપશમ આદિ પર્યાય છે, પણ એની ભાવના નહીં. એ તો એક ક્ષણિક અવસ્થા છે, કેવળજ્ઞાન, કેવળદર્શન પણ એક સમય માત્ર સ્થિતિને પામીને ત્રિકાળી ભગવાનની પાસે માર્ગમાં લૂંટાતા દેખીને માર્ગ લૂંટાય છે, લૂંટાય છે, લૂંટાય એ તો ઉપચાર છે. એમ એની મેળે ગતિપણું, સ્થિતિપણું, ક્ષાયિકપણું, ક્ષયોપશમપણું આવ્યું છે ત્યાં, એને આત્માના કહેવા એ તો વ્યવહાર ઉપચાર છે. આહાહા ! બહુ ગજબ વાત છે. જીવમાં એક સમયની સ્થિતિ બંધપર્યાયની સ્થિતિની અપેક્ષાથી જોઈએ તો તે ઉપચાર કરીને કહ્યું છે કે જીવનો આ વર્ણ છે, જીવના આ ગુણસ્થાન છે, એક સમયની પર્યાયની સ્થિતિ છે ત્યાં અબંધ સ્વરૂપ ભગવાન આત્મા, એ તો ત્રિકાળ એમને એમ પ્રવાહ ચાલ્યો આવે છે, આમ ધ્રુવ. એમાં આ એક સમયની પર્યાયની અવસ્થાઓ જે દેખાય એ ખરેખર તો એ પોતે અવસ્થાઓ તે સમયે આવવાની યોગ્યતાથી આમ થઈ છે બધી, રાગાદિ બધા, ભગવાન જ્ઞાયક સ્વરૂપની ઉપર એ તો આમ ગતિ કરતાં કરતાં એની સ્થિતિ પ્રમાણે આવ્યા છે. પણ એક સમયનો સંબંધ દેખીને જીવના (કીધા). બહુ ઝીણી વાતો બાપુ. Page #242 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૫૮ થી ૬૦ ૨૨૯ પરનું તો કરી શકે નહીં પણ ક્ષાયિકભાવની ભાવના પણ કરવાની નથી એમ કહે છે, ગજબ વાત છે. પરને કરી શકતો નથી, રાગ કરતો નથી, પણ ક્ષાયિકભાવની પર્યાયની ભાવના કરતો નથી, જીવ એ તો ત્રિકાળી જ્ઞાયકભાવ ભગવાન અભેદ સ્વરૂપ એ તો અહીં ભેદને ઉપાધિ કિીધી, અને ઓલામાં આવ્યું'તું “પર પરિણતિ ખંડિયે ભેદવાદા” ૪૭ મો શ્લોક “પર પરિણતિ ઉજ્જત” પણ “ભેદવાદાત ખંયેએનેય છોડી દીધું. કર્તાકર્મમાં છે, કર્તાકર્મમાં પર પરિણતિ. એક સમયની સ્થિતિ દેખીને, છે તો એ પોતે માર્ગે ચાલતા ચાલતા અંદર આવ્યા છે એમાં, એને માર્ગે હોં. પણ એક સમયની સ્થિતિની મુદત દેખીને, એના છે એમ વ્યવહારથી કહેવામાં આવે છે. આ બધો સંબંધ જે શરીર, વાણી, કર્મ, ભેદ, ગુણસ્થાન એ તો પલટતા પલટતા પલટતા એને સમયે એ સમયની સ્થિતિ એને કારણે આમાં આવ્યા છે કહે છે. પણ આત્માની બંધ સ્થિતિની એક સમયમાં સ્થિતિ પામી દેખતાં દેખીને, છે તો એના ભેદ, ગુણસ્થાન છે તો એનાં, અજીવના, પણ ભગવાન આત્મા ચૈતન્યમૂર્તિ પરમસ્વભાવભાવ એમાં તો એ નથી પણ એની પર્યાયમાં એક સમયની મુદત દેખીને, વ્યવહારથી એનાં છે એમ કીધાં છે, છે તો એનાં, આના નથી. રાગદ્વેષ, પુણ્યપાપ ગુણસ્થાન, જીવસ્થાન, માર્ગણાસ્થાન એ તો છે તો એનાં. શું શૈલી ! ભગવાન ત્રણલોકનો નાથ, ચૈતન્ય પરમ સ્વભાવભાવ, એ છે તો એના પણ અહીં એક સમયની બંધની પર્યાયની સ્થિતિનો સંબંધ દેખી, એના છે એમ વ્યવહારથી કહ્યા છે. આહાહા ! આવી વાત છે પ્રભુ. ઓહોહો ! (શ્રોતા- આપ તો ઘણી ઝીણી વાત ફરમાવો છો) આ તો પણ આવી વાત જ સાદી ભાષામાં આવી આવે છે. આહાહા! સંઘ લૂંટાય છે, એમ આ માર્ગ લૂંટાય છે એમ કહેવું એ તો ઉપચાર છે, એમ એ ચીજો જગતની અજીવ ચીજ છે બધી એને કારણે ત્યાં એ પ્રકારના ભાવને પામેલ છે. પણ આત્માને બંધની એક સમયની સ્થિતિ દેખીને આ સંબંધ સ્થાપ્યો. છે તો ભેદ ભેદનાં, રાગ રાગનાં, કર્મ કર્મનાં, સંહનન સંહનનનાં પણ એક સમયની આમ સ્થિતિ દેખીને, પ્રભુ ત્રણલોકનો નાથ, શાકભાવની એક સમયમાં પર્યાયમાં સંબંધ દેખી એને એના છે, છે તો એનાં, પણ આના છે એમ સમયની સ્થિતિ દેખીને કહેવામાં આવે છે. આહાહા! ગજબ કામ કર્યું છે ને ! આ ટીકા ! હવે ઓલા લોકો કહે છે કે ટીકા કરીને દુહુ કર્યું. ભગવાન! ભાઈ ! એમ રહેવા દે ભાઈ, આવે ટાણે એમ તું અભિમાનમાં ન જા. ભાવલિંગી સંતો એમ કહે છે પ્રભુ, તું તો ત્રિકાળી ધ્રુવ, પરમપરિણામિક સ્વભાવભાવ તત્ત્વ છો. એ ખરેખર તો એ ક્ષાયિકભાવ ને ક્ષયોપશમ ભાવની પણ એક પર્યાય છે એની, પણ એક સમયની સ્થિતિની અપેક્ષા ગણીને, વ્યવહારથી એના કહ્યાં, ગજબ કામ કર્યું છે ને પ્રભુ. આહાહાહા! ભગવાન આત્મા અભેદ સ્વરૂપ, અભેદ સ્વરૂપ, જેમાં પર્યાયનો ય ભેદ નથી, પણ એ ભેદ એક સમયની સ્થિતિ દેખીને, છે તો ભેદ ભેદનો, છે તો રાગ-રાગનો, છે તો વર્ણવર્ણનો, છે તો ગુણસ્થાન-ગુણસ્થાનમાં અજીવના. આહાહા ! ભગવાન ચૈતન્ય સ્વરૂપ પરમાનંદની મૂર્તિ પ્રભુ, અભેદ વસ્તુમાં એક સમયનો ભેદ દેખીને, છે તો ભેદ ભેદનો, ગુણસ્થાન ગુણસ્થાનનું, પણ અહીં એક સમયનો આમ સંબંધ દેખીને જીવનો વ્યવહારથી કહેવામાં આવે છે. આવી વાત છે પ્રભુ, શું થાય? જેને આંહી ક્ષાયિકભાવ પણ આવરણવાળો કહ્યો, કેમકે એમાં નિમિત્તની Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ સમયસાર સિદ્ધિ ભાગ-૩ અપેક્ષા આવે છે. ભગવાનનો સ્વભાવ છે એમાં કોઈ નિમિત્તની અપેક્ષાનો કે અભાવ એવું છે નહીં, એવો જ્ઞાયકભાવ પંચમભાવ, પરમાત્મભાવ, એને ય ક્ષાયિકભાવને પણ, આવરણવાળા ગણીને, તે આત્મામાં નથી. આવ્યું ને એમાં ક્ષાયિકભાવ ઠાણાં, ક્ષાયિકભાવના પ્રકાર, કેવળજ્ઞાન આદિ આત્મામાં નથી. પણ એક સમયની ક્ષાયિક આદિ ક્ષયોપશમની પર્યાયનો ત્રિકાળની સાથે એક સમયનો સંબંધ દેખી, બંધાર્યાયનો સંબંધ દેખી, અબંધસ્વભાવી ભગવાનમાં આ એક સમયની સ્થિતિ દેખીને એના છે એમ વ્યવહારથી કહ્યું છે. આહાહા! આવો માર્ગ છે. જીવનો વર્ણ” એમ વ્યવહારથી જણાવે છે, તોપણ નિશ્ચયથી સદાય જેનો અમૂર્ત સ્વભાવ છે, ભગવાન આત્મા એનો તો ત્રિકાળી અમૂર્ત સ્વભાવ, અમૂર્ત તો ધર્માસ્તિકાયમય છે, પણ ઉપયોગગુણ વડે અન્યદ્રવ્યોથી અધિક છે. જાણક દેખન સ્વભાવથી એ બધા ભેદ આદિથી અધિક નામ ભિન્ન છે. આહાહા ! ઉપયોગગુણ વડે અન્ય દ્રવ્યોથી અધિક છે. આ બધા અન્યદ્રવ્ય કહેવામાં આવ્યા. નિયમસારમાં તો ક્ષાયિકભાવને પણ પરદ્રવ્ય કીધું છે. ત્રિકાળી ભગવાન પરમાત્મ સ્વરૂપ એમને એમ બિરાજે છે એની અંદરમાં પર્યાયની એક સમયની સ્થિતિ દેખીને, એ ક્ષાયિકભાવ જીવનો છે એમ વ્યવહારથી કહ્યું. આહાહા! આવી વાત છે. ઓહોહો ! જિનેશ્વર ત્રિલોકનાથની વાણી અને સંતોએ જગતને પંચમઆરાના પ્રાણીની સમક્ષ એ જાહેર કર્યું. હે! પ્રભુ! તું તો જ્ઞાયકભાવથી ભરપૂર એવો અખંડાનંદ પ્રભુ છો ને? એમાં એક સમયની આ બધી દશાઓ ક્ષાયિક ક્ષયોપશમદશા પણ એક સમયની અવસ્થા છે. એક સમયની અવસ્થાનો આમ સંબંધ ત્રિકાળીમાં દેખીને એ જીવના છે એમ કહ્યું છે. છે નહીં એના. રાગ અને દ્વષ તો વિકારી દશા, કર્મ ને સંહનન ને સંસ્થાન તો જડની દશા, પણ અંદરમાં કર્મના નિમિત્તના અભાવથી થતી નિવૃત્ત દશા, એને પણ પરદ્રવ્યના ભાવ ગણી અને આત્મામાં એ નથી, ત્યારે એને કહ્યું કેમ? કે એક સમયની, એક જ સમય, ભગવાન તો ત્રિકાળી પ્રભુ છે, એમાં એક સમયની સ્થિતિ દેખીને એના છે એમ વ્યવહારથી કહ્યું છે. નિશ્ચયથી એના નથી. જુઓ આ ત્રણલોકના નાથની વાણી આ દિગંબર સંતોની વાણી, ગજબ કામ કર્યું છે. કામ તો કરી ગયા પણ જગતને સમજાવવાની શૈલી (અલૌકિક છે). આહાહા ! જે વિકલ્પ આવ્યો એનો કર્તા નથી અને જે ક્ષયોપશમની પર્યાય થઈ છે તે કાળે તે મારામાં નથી. એવી દૃષ્ટિ ને અભેદની દૃષ્ટિ હોવા છતાં, પર્યાયમાં ક્ષયોપશમનો પર્યાય થાય, રાગ થાય, છે તો પરનો કહે છે. ભગવાન! તારી મહિમાનો પાર નથી પ્રભુ! તું અંદર કોણ છો ? સાક્ષાત ભગવાન સ્વરૂપ છો, સચ્ચિદાનંદ પ્રભુ છો ભાઈ. શાશ્વત જ્ઞાન ને આનંદનો ભંડાર પરમાત્મા છે એને આ પર્યાયવાળો અને આવો કહેવો એ તો એક સમયની મુદત એમાં દેખીને કહેવાય છે. કહે છે, નહીંતર તો એ પર્યાય ને રાગાદિ બધાં અજીવ કહેવામાં આવ્યા છે. ત્રિકાળી જીવની અપેક્ષાએ અને તે પણ અનુભૂતિના કાળે કહ્યું” ને ત્યાં, જ્યારે આમ જાણવામાં આવતા અખંડ અભેદ ચીજ આ, એમ જ્યારે અનુભવ થયો ત્યારે અનુભૂતિથી તે બધી વાત ભિન્ન રહી જાય છે. આહાહા ! આ “સમયસાર' અજોડ ચક્ષુ છે. (શ્રોતા – કથંચિત્ વકતવ્ય) કથંચિત્ વક્તવ્ય ને કથંચિત અવક્તવ્ય એ વકતવ્ય કહેવું એ પણ એક ઉપચારથી છે. વાણીને કાળે વાણી નીકળે છે, Page #244 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૫૮ થી ૬૦ ૨૩૧ એમાં આંહી જીવનું નિમિત્ત દેખીને, નિમિત્ત દેખીને એટલે કે એનું કાંઈ કર્તવ્ય નથી. બહુ વાત અલૌકિક છે. પ્રભુ! ઓહોહો! અહીંયા તો અભેદ ચીજની દૃષ્ટિમાં ભેદ છે એ પણ પરનો છે, અજીવનો છે, પુદ્ગલના પરિણામ. આહાહા! ગજબ કામ કર્યું છે ને નાથ ! આંહી જાવું બાપા અહીં સુધી. એ કોઈ અપૂર્વ અનંત પુરૂષાર્થ છે, એ શાસ્ત્ર કાંઈ કામ પાર ન પડે, શાસ્ત્રના ભણતરે પણ એ પાર ન પડે. ત્રિકાળી ચીજ ભગવાન આત્મા ધ્રુવ એમાં એ સ્થિતિ પામેલા જગતના પદાર્થો પર છે કહે છે, પણ એક સમયની સ્થિતિનો સંબંધ દેખીને, વ્યવહાર, ત્રિકાળમાં તો છે નહીં, નિશ્ચયથી તો છે નહીં, પણ એક સમયની પોતે પરિણમન કરતાં કરતાં, એક સમયની મુદતવાળા આમ જોડે દેખાણાં એથી વ્યવહારથી એને જીવના કહ્યાં. આવું છે ભાઈ. એ કાંઈ શાસ્ત્રના ભણતરે આ મળે એવું નથી. અલૌકિક વાત છે. આહાહાહા ! આ દિગંબર દર્શન એ ક્યાંય જગતમાં છે નહીં બીજે, એ વસ્તુનો સ્વભાવ છે તે દિગંબર દર્શન છે. કેમકે ત્રિકાળી જે વસ્તુ છે એમાં એક સમયની મુદતવાળા એ થયા છે તો એને કારણે બધા, પણ અહીંયા એક સમયની સ્થિતિ દેખીને વ્યવહારથી કહ્યાં, અભૂતાર્થનથી કીધાં. ભગવાન આત્મા ભૂતાર્થ પ્રભુ, ભગવાનના વિરહ પડયા પણ વિરહ ભૂલાવે એવી વાત છે આ. શું શૈલી ! શું પ્રવાહ! વાણીનો પ્રવાહનો ધોધ! આહાહા! કહે છે પ્રભુ એક વાર શાંતિથી સાંભળ ભાઈ. તું તો અભેદ સ્વરૂપ છો તે તું છો, પણ આ બધા શરીર, વાણી, મન, ભેદ, ગુણસ્થાન આદિ, છે તો બધા અજીવ, એ છે તો બધા પુદ્ગલના પરિણામ, અખંડાનંદ પ્રભુ ત્રિકાળી જ્ઞાયકભાવની અપેક્ષાએ તો એ બધા અજીવ છે. ખરેખર તો ક્ષાયિક અને ક્ષયોપશમભાવ પર્યાય છે ને, એ ત્રિકાળીની અપેક્ષાએ એ અજીવ છે, વ્યવહાર જીવ થયો ને, એટલે નિશ્ચયે અજીવ છે. વાહ પ્રભુ વાહ! શું એની શૈલી ! (શ્રોતા:- પુદ્ગલના પરિણામ) પણ છે તો એના પરિણમતા એના કાળે એ છે તો અજીવ એનામાં છે એ તો, પણ અહીંયા ભગવાન ત્રિકાળી શાયક સ્વરૂપ પ્રભુ એને એક સમયનો આમ સંબંધ છે ને એક સમયની મુદત માટે ટક્યો છે ને એટલી અપેક્ષાએ એને વ્યવહાર કીધો. એક સમય આમ, (શ્રોતા:- પંચાસ્તિકાયમાં તેને સંયોગને વિયોગ કીધો છે) એટલો સંબંધ છે ને એટલો, પર્યાય એક સમય રહે છે ને? એટલો ઉપશમ ભાવ, ભેદભાવ પણ એક સમય પર્યાયમાં રહે છે ને, ત્રિકાળમાં નથી માટે નિશ્ચય છે પણ એક સમય આમ સંબંધ છે, એટલો ગણીને, એને વ્યવહારે એના કીધાં છે. અરેરે! આવું તત્ત્વ સાંભળવા મળે નહીં. હું? અને બહાર આવ્યું તો એનો વિરોધ કરે છે, પ્રભુ! શું થાય? ભાઈ દુનિયાને વ્યવહારથી થાય તો એમાં મજા પડે છે, અને પ્રભુ! વ્યવહાર આ ક્ષાયિકભાવ છે એ વ્યવહાર છે. પર્યાય માત્ર વ્યવહાર છે. ભાઈ ! એ વ્યવહારથી નિશ્ચય થાય એમ ત્રણકાળમાં નહીં. ભગવાન પંચમભાવની ભાવના, પાઠ તો એમ લીધો છે ને ભાઈ. ક્ષાયિક, ઉપશમ આદિ ચાર ભાવ આવરણ સંયુક્ત હોવાથી જીવના નથી. પછી કહ્યું કે માટે પંચમભાવની ભાવનાથી મોક્ષ પામે છે. ચારભાવથી મોક્ષ પામતા નથી. મોક્ષની પર્યાય, મોક્ષની પર્યાયથી પામતા નથી કહે છે, એ તો પંચમભાવ જે ભગવાન જ્ઞાયક પ્રભુ વીતરાગ Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ સમયસાર સિદ્ધિ ભાગ-૩ મૂર્તિ એકરૂપ વસ્તુ, અભેદ એની ભાવના પંચમભાવની ભાવના. ભાવના છે તો ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક પણ ભાવના એની, ભાવનાની ભાવના નહીં. આહાહા ! આવી વાતું છે. એક બાજુ એમ કહે કે ચાર ભાવ જીવના નથી, બીજી બાજુ કહે કે પંચમભાવની ભાવનાથી મુક્તિ થાય, એ ભાવના તો છે ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક પણ એની (ત્રિકાળની). ભાવના છે, પર્યાયની ભાવના નથી. ત્યાં અરે રે જિંદગીઓ જાય છે, શરીર ચાલ્યા જાય છે, ગતિ બદલાઈ જાય છે, એમાં આ વાતું નહીં સમજે તો બાપા એ બધાં કરોડોપતિ ને અબજોપતિ બાપા મરીને ક્યાં જશે? જેને સાંભળવાનું આવું મળે નહીં. એને સમજવાનું તો ક્યાં રહ્યું? આહાહા ! આંહી કહે છે, ગજબ વાત કરી, પંથનો માર્ગ આપી, લૂંટાય છે તો ઈ પણ પથ લૂંટાય છે એમ ઉપચારથી, કેમકે એ પંથમાં એક સમયની સ્થિતિ છે ને સંઘની, એમ એ બધા ભાવો જેટલા ૨૯ બોલનાં ઉકરડા કીધા ને? એ બધા છે તો અજીવનાં, ભેદભાવ છે એ અજીવ છે. અરેરે! જીવદ્રવ્ય નહિ, એ અપેક્ષાએ અજીવ એમાં એક સમયનો પર્યાય છે એ જીવ દ્રવ્ય નહીં, આખું જીવદ્રવ્ય નહિ, એથી એક સમયની પર્યાયને પણ જીવદ્રવ્ય નથી, અજીવ છે એમ કહ્યું. બીજી ભાષાએ એને પરદ્રવ્ય કીધું. આહાહાહા ! એ પોતે તો ભગવાન અમૂર્ત છે અને ઉપયોગગુણ વડે અન્ય દ્રવ્યોથી અધિક છે. જાણક દેખન જે ત્રિકાળી સ્વભાવ ભગવાન એની વર્તમાન અનુભૂતિ એની થતાં, એ અન્ય દ્રવ્યો છે ગુણસ્થાનના ભેદ, લબ્ધિસ્થાનના ભેદ એ અન્ય દ્રવ્યો છે. ગજબ કરે છે ને? ક્ષાયિકભાવ એ પણ અન્ય દ્રવ્ય છે, આ દ્રવ્ય નહીં એટલે અન્ય દ્રવ્ય એમ ત્રિકાળી જે જ્ઞાયકભાવ ભગવાન પૂર્ણાનંદ પ્રભુ અતીન્દ્રિય આનંદનો ભંડાર પ્રભુ એ ક્ષાયિકભાવ નહીં, માટે તે ક્ષાયિકભાવ જીવદ્રવ્ય નહીં પણ આત્માની ત્રિકાળી ચીજમાં એક સમયની મુદત છે ત્યાં સંબંધ, એમ દેખીને વ્યવહારે આત્માનો છે એમ કહેવામાં આવે છે. આહાહા ! અરે પ્રભુ, સંતો ને ગણધરો જે એના અર્થ કરતા હશે, અલૌકિક વાતું છે બાપા, એ જીવનો વર્ણ નથી, ગંધ નથી, છે ને? એવા જીવનો કોઈ પણ વર્ણ નથી, ગંધ નથી, રસ નથી, સ્પર્શ નથી, રૂપ નથી, શરીર નથી, સંસ્થાન નથી, સંહનન નથી. ઠીક, ત્યાં સુધી તો ઠીક, એ તો પરની પર્યાય, ત્યાં સુધી તો પરની પર્યાય, હવે રાગદ્વેષ, મોહ-મોહ એટલે મિથ્યાત્વ પ્રત્યય એટલે આસવ, કર્મ, નોકર્મ એ ચાર કીધા એ પણ આત્માના નથી. જીવના કોઈપણ મોહ, રાગદ્વેષ જીવના નથી. આહાહા ! એ તો બધા અજીવના છે. કર્મ, નોકર્મ વર્ગ, વર્ગણા, સ્પર્ધક એ તો જડમાં ગયા. હવે અહીં તો અધ્યાત્મસ્થાન, અધ્યવસાયના પ્રકાર જીવનાં, એ જીવમાં નથી. એક સમયની પર્યાય છે, એથી વ્યવહારે એના કીધા છે, વસ્તુમાં એ નથી. અનુભાગમસ્થાન એ તો જડનાં એ નથી, યોગસ્થાન કંપન આદિ એ પણ આત્મદ્રવ્યમાં નથી. કંપન ભલે એની પર્યાયમાં છે પણ દ્રવ્યમાં નથી, એ અજીવમાં જાય છે. બંધસ્થાન, ઉદયસ્થાન, માર્ગણાસ્થાન-માર્ગણાસ્થાન, સમક્તિ ને ઉપશમ ને ક્ષયોપશમ અને ક્ષાયિક એ બધા માર્ગણાસ્થાન એ જીવમાં નથી. આમ કહેવું કે એને શોધવું હોય તો કઈ સ્થિતિમાં છે, માટે માર્ગણા કીધી, પણ એ તો પર્યાયની માર્ગણા કીધી, ભલે જ્ઞાનના પાંચ ભેદ હોય, સમકિતના ભેદ હોં બધા આત્મામાં નથી અભેદમાં ભેદ નથી. ભેદને તો અહીંયા ઉપાધિમાં નાખી દીધું છે. આહાહા! Page #246 -------------------------------------------------------------------------- ________________ ૫૮ થી ૬૦ ૨૩૩ સ્થિતિબંધસ્થાન કર્મની મુદત, સંકલેષ સ્થાન અશુભભાવ એ અશુભભાવ છે તો જડનો પણ એક સમયમાં આમ સંકલેષની પર્યાયનો સંબંધ છે એમ દેખીને જીવના વ્યવહારે કહેવાય. આ ગળે ઊતરવું, આત્મામાં હોં, બેસવું. વિશુદ્ધિસ્થાન શુભરાગ એના પ્રકાર છે બધા અજીવ પણ જીવનાં ત્રિકાળી સમય સાથે એક સમયની આમ મુદત દેખી, સંબંધ એક સમય સ્થિતિ દેખીને, વ્યવહા૨થી એના કહ્યાં છે. આહાહા ! સંયમલબ્ધિસ્થાન, એક સમયની જે પર્યાય નિર્મળ થઈ, એક સમયની દેખીને એના છે એમ કીધા. બાકી એ સ્થાન જીવદ્રવ્યના નથી, સામે છે ને પુસ્તક. એ ‘સંયમલબ્ધિસ્થાન' જીવના નથી, જીવદ્રવ્યનાં નથી. પણ એક સમયની સ્થિતિ દેખીને જીવના વ્યવહા૨થી કહેવાય છે. નહીંતર તો એ ક્ષયોપશમના ભાવ છે, છતાં પણ એ ક્ષયોપશમ પણ એક સમયની મુદતવાળા છે, ભગવાન ત્રિકાળીની સાથે એક સમયની મુદત દેખીને જીવના કહ્યા, બાકી જીવદ્રવ્યનાં નથી. આહાહાહા! ગાથા ‘જીવસ્થાન’ ૧૪ જીવસ્થાન પર્યાપ્ત અપર્યાપ્ત આવ્યું'તું ને એકેન્દ્રીય, બેઇન્દ્રીય, ત્રણઇન્દ્રીય, ચૌઇન્દ્રીય, પંચેન્દ્રીય પર્યાસ ને અપર્યાપ્ત સૂક્ષ્મ ને બાદર ચૌદ બોલ, એક સમયની સ્થિતિ દેખીને એનાં, બાકી વસ્તુમાં નથી. જીવ દ્રવ્યમાં નથી પણ એક સમયની મુદત દેખીને એના વ્યવહા૨થી કહેવાય છે. ગજબ ટીકા. અમૃતચંદ્રાચાર્યની ટીકા અમૃત રેડયા છે એકલા. આહાહાહા ! “ગુણસ્થાન” ચૌદ, એ અજીવ છે, અજીવના છે. પણ જીવની એક સમયની પર્યાય એક સમયની મુદત દેખીને જીવના વ્યવહા૨થી કહેવામાં આવે છે, પોતે ન કહેતાં અદ્વૈતદેવ, સર્વજ્ઞ, જિનેશ્વર, ૫૨માત્મા એ જીવના નથી, પણ એક સમયની મુદત દેખીને જીવના વ્યવહા૨થી કહ્યાં છે. હવે અહીં તો શુભભાવથી થાય, શુભભાવથી થાય, કાલે ભાઈ આવ્યા'તા ને મોરેનાવાળા ત્યાં કહે શુભભાવ કા૨ણ છે. આ શુભભાવ કારણ છે ને ? અરે પ્રભુ પ્રભુ ! એ શુભભાવ છે એ અજીવના સ્થાન છે. પણ એક સમયની આમ પર્યાય દેખીને વ્યવહારે કહ્યા, એનાથી આત્માનું કલ્યાણ થાય ? કલ્યાણ તો પર્યાયને આશ્રયે ન થાય. ત્રિકાળી પંચમભાવ ભગવાન પૂર્ણાનંદ પ્રભુ એની ભાવનાથી કલ્યાણ થાય. ભલે ઈ ભાવના ક્ષયોપશમ ઉપશમરૂપ હોય, ક્ષાયિક પણ ભાવના પંચમભાવ ત્રિકાળ ત્રિકાળ ત્રિકાળ જ્ઞાયકભાવ, એના આશ્રયથી કલ્યાણ થાય. પર્યાયને આશ્રયેથી પર્યાયમાં કલ્યાણ ન થાય. આવી વાત કયાં છે. આહાહાહા ! ( શ્રોતાઃ– આ વાત સોનગઢની છે) વીતરાગના ઘરની પ્રભુ છે હોં. બેયને સમજાવવાની રીતેય કેવી છે. જુઓને, દ્રવ્યમાં તો નથી, પણ ત્યારે એને વ્યવહા૨ે કહેવો કેમ ? કે એક સમયનો આમ સંબંધ એટલો છે આમ, તેથી વ્યવહારે કહ્યાં, પણ આવી વાત સાંભળે કોણ ? રાજકીય માણસને બેસે શી રીતે આ ? ભાઈ આવ્યા'તા કાંતિભાઈ એમ કે મો૨ા૨જી દેસાઈ અહીં નીકળવાના છે આપણે એને કાંઈ કહેવું કે નહીં ? કીધું અમારું કામ નહીં. એની મેળે આવે તો ભલે આવે, અમે કહીએ નહીં કે અહીં આવો, આ ક્યાં મારગ બાપા ! અરે જૈનના વાડામાં પડયા એને સાંભળવું મુશ્કેલ પડે. આહાહાહા ! આકરી વાત છે બાપા ! “એ બધાય વ્યવહા૨થી અદ્વૈતદેવો” આહાહા ! પોતે કહે છે એમ નહીં કહેતાં, ભગવાન સર્વજ્ઞદેવ ૫૨મેશ્વ૨ જિનેશ્વરદેવે એમ કહ્યું છે કહે છે. જીવના અદ્વૈતદેવો વ્યવહા૨થી કહે છે તોપણ Page #247 -------------------------------------------------------------------------- ________________ છે. ૨૩૪ સમયસાર સિદ્ધિ ભાગ-૩ આમ હોવા છતાં પણ નિશ્ચયથી સદાય જેનો અમૂર્ત સ્વભાવ છે, ભગવાનનો તો અમૂર્ત સ્વભાવ છે. આ ભગવાન આત્મા હોં, અને ઉપયોગગુણ વડ અન્યથી અધિક છે, આ ઉપયોગગુણ વડભેદથી પણ ભિન્ન છે. જાણન દેખન ઉપયોગ વડે, ભલે જાણન-દેખન ઉપયોગ ત્રિકાળ છે પણ એને વર્તમાન ઉપયોગ વડે પાછું એના તરફના જોડાણથી અનુભૂતિથી, અન્યથી અધિક છે. એ ભેદથી જુદો છે, રાગથી જુદો છે, દ્વેષથી જુદો છે, જીવસ્થાનથી જુદો છે, માર્ગણાસ્થાનથી જુદો છે. આહાહાહા ! એવા જીવના તે સર્વ નથી” તે જીવદ્રવ્યના એ નથી. એ જીવદ્રવ્યમાં નથી. કારણ કે એ વર્ણાદિ ભાવોને અને જીવને તાદાભ્યલક્ષણ સંબંધનો અભાવ છે. શું કહે છે? રાગદ્વેષ, ગુણસ્થાન આદિ જીવના જેમ ઉષ્ણતાને ને અગ્નિને તાદાભ્ય સંબંધ છે એમ ભગવાન શાયકસ્વભાવને ને આ ગુણસ્થાન ભેદને તાદામ્ય સંબંધ નથી. એક સમયની મુદતનો સંબંધ છે, એ તાદાભ્ય સંબંધ નથી. એમ સંયમલબ્ધિનાં સ્થાન જે ભેદ છે, એને અને અભેદને તાદાભ્ય સંબંધ નથી. હવે આ સમયસાર એક જણો કહે હું પંદર દિવસમાં વાંચી ગયો. બાપા ભાઈ વાંચી ગયો. શું એ તો એમ કહે અમથું હું વાંચી ગ્યો, શું વાચ્યું બાપા? એની એક કડી, એક ગાથા, ભગવાનની દિવ્ય ધ્વનિનો સાર છે આ, અજોડચક્ષુ છે આ. કારણ કે એ વર્ણાદિ અથવા રંગ, ગંધને તો તાદામ્ય સંબંધ નથી, તેમ રાગદ્વેષનાં પરિણામને અને જીવ દ્રવ્યને તાદાભ્ય સંબંધ નથી, તત્ સંબંધ પણ લબ્ધિસ્થાન આદિ જે ભાવ પર્યાયમાં છે તેને અને આત્માને ત્રિકાળ તાદાભ્ય સંબંધ નથી. એક સમયની પર્યાયનો અનિત્ય સંબંધ છે. આહાહા ! તાદાભ્ય લક્ષણ સંબંધનો અભાવ છે, ભગવાન જ્ઞાયકભાવ, એની જે અભેદ અનુભૂતિ, એમાં એ આવતા નથી, તેથી તેને તાદાભ્ય લક્ષણ સંબંધનો અભાવ છે. તાદાભ્ય સંબંધ હોય તો અનુભૂતિમાં પણ આવવા જોઈએ. આનંદને અને ભગવાનને તાદાભ્ય સંબંધ છે, જ્ઞાનને અને ભગવાન આત્માને તાદામ્ય સંબંધ છે, જેથી અનુભૂતિમાં જ્ઞાન ને આનંદ આવે છે. સમજાણું કાંઈ? પ૬ માં કહ્યું નહીં? રૂનો દાખલો આપીને પ૬ માં દાખલો પાઠમાં નહોતો ગાથામાં નહોતો, ટીકામાં છે અને પાઠમાં તો ગાથામાં પ૭ માં આવ્યું. ક્ષીર અને પાણી, દૂધ અને પાણી એક જગ્યાએ રહેવા છતાં બંનેના ભાવ ભિન્ન છે. એમ ભગવાન આત્મા અને આ ગુણસ્થાન આદિ ને આ લબ્ધિસ્થાન આદિ એક ક્ષેત્રે રહેવા છતાં, ભાવ ભિન્ન છે. આહાહાહા ! આંહી તો હવે એમ કહે કે, વ્યવહાર, સાધક જીવને વ્યવહાર જ હોય, આ વ્યવહાર જ હોય? આ વ્યવહાર તો જ્ઞાયકનું ભાન થઈને, છે તેને જાણવા લાયક માટે કહ્યો. આહાહા ! એને ઠેકાણે સાધકને વ્યવહાર જ હોય, નિશ્ચય તો સિદ્ધને, અરે પ્રભુ શું કર્યું આ તેં, આખું અરે!( ઊંધું) ભાવાર્થ-“આ વર્ણથી માંડીને ગુણસ્થાન પર્યત ભાવો ઓગણત્રીસ સિદ્ધાંતમાં જીવનાં કહ્યા છે, તે વ્યવહારનયથી કહ્યા છે.” એક સમયની પર્યાયનો સંબંધ દેખીને, નિશ્ચયનયથી તેઓ જીવનાં નથી, દ્રવ્ય સ્વભાવમાં એ નથી. કારણકે જીવ તો પરમાર્થે ઉપયોગ સ્વરૂપ છે. એ તો જ્ઞાનદર્શનના ઉપયોગસ્વરૂપ છે. એમાં ભેદ ક્યાંથી આવ્યા? એમાં આ ગુણસ્થાન ને જીવસ્થાન ને માર્ગણાસ્થાન ક્યાંથી આવ્યા કહે છે. ગજબ ટીકા કરી છે ને. બહુ કુંદકુંદાચાર્ય, કુંદકુંદાચાર્યની મહા ગહન ગંભીર ગાથા, એનું ટીકાકારે ( અમૃતચંદ્રાચાર્યે) સ્પષ્ટ કર્યું, ત્યારે આ કહે છે કે દુહુ કરી નાખ્યું. ભગવાન ભગવાન ભગવાન પ્રભુ પ્રભુ તું શું કરે છે ભાઈ, એ આચાર્ય છે. સમર્થ Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૩૫ ગાથા – ૫૮ થી ૬૦ આચાર્ય, પરમેષ્ટિ છે એને પરમેષ્ટિ કુંદકુંદાચાર્યના કથનોનું પરમેષ્ટિએ સ્પષ્ટ કર્યું છે એને એમ ન કહેવાય, એને દુહ કરી નાખ્યું પ્રભુ એમ ન કહેવાય. એણે સ્પષ્ટ કરી નાખ્યું છે એમ કહેવાય. પ્રભુ પ્રભુ શું કરે છે ભાઈ. આહાહાહા ! આ દુનિયા માન ને સન્માન ને હા હો ને બાપા પડ્યા રહેશે ભાઈ ! એ શલ્ય જે લઈને પડ્યો છે એ હાલ્યો જશે અંદરથી. દુનિયા વખાણે ને દુનિયા માને કે આહા, આહા, આહા, એ કંઈ હારે નહીં આવે ત્યાં. આહાહા ! (શ્રોતા – આચાર્ય ઉપકાર માન્યો કે આપ મહાવિદેહ જઈને આવું લાવ્યા) કીધુંને, કીધું નહીં? દેવસેન આચાર્યએ કીધું. અહો ! ભગવાન પાસે કુંદકુંદાચાર્ય ન ગયા હોત તો આ અમે મુનિપણું કેમ પામત? એ શૈલી ! અનુભવને ચારિત્ર તો હતું, પણ ત્યાં ભગવાન પાસે સાક્ષાત્ ગયા ક્ષાયિક ભલે ન થયું પણ અપ્રતિહત સમ્યગ્દર્શન જ્ઞાન થઈ ગયું. એના એ સમ્યગ્દર્શન જ્ઞાન એ આગળ જઈને કેવળ પામશે. એ આંહી કહે છે. અહંતદેવોએ વ્યવહારથી કહ્યા. અહીં એમ જાણવું, પહેલા વ્યવહારનયને અસત્યાર્થ કહ્યો'તો જુઠો કહ્યો'તો તો અગિયારમીમાં ત્યાં એમ ન સમજવું કે સર્વથા જૂઠું એ પર્યાય નથી, ગુણસ્થાન નથી, પર્યાયમાં નથી જ એમ ન જાણવું. પર્યાય (વ્યવહાર) અસત્યાર્થ કહ્યો હતો એ તો ત્રિકાળની અપેક્ષાએ એને અસત્યાર્થ કહીને એને ગૌણ કરીને અસત્યાર્થ કહ્યો છે. પર્યાયમાં ભેદો ગુણસ્થાન આદિના પર્યાય છે, વ્યવહાર જુઠો છે એટલે એ તો ત્રિકાળની અપેક્ષાએ તેને જુઠો કહ્યો છે. પણ વર્તમાનની અપેક્ષાએ વ્યવહાર છે, સત્ય છે એટલે સત હો આશ્રય કરવા લાયક છે એ પ્રશ્ન અહીં નથી. ત્યાં એમ ન સમજવું કે સર્વથા જૂઠું જ છે, પર્યાય નથી જ. ગુણસ્થાન ને એ બધા પણ પર્યાયમાં નથી જ એમ ન સમજવું. કથંચિત્ અસત્યાર્થ જાણવો. કારણકે જ્યારે એક દ્રવ્યને જુદું પર્યાયથી પણ અભેદરૂપ, તેના અસાધારણ ગુણ માત્રને પ્રધાન કરી ત્રિકાળી ગુણને મુખ્ય ગણીને કહેવામાં આવે ત્યારે પરસ્પર દ્રવ્યોનો નિમિત્ત નૈમિતિક ભાવ, નિમિત્ત નૈમિતિક ભાવ રાગાદિ ભેદઆદિ અને નિમિત્તથી થતા પર્યાયો તે સર્વ ગૌણ થઈ જાય છે, ગૌણ થઈ જાય છે, અભાવ થઈ જાય છે ને નથી એમ નહીં. ગૌણ થઈને તેને જૂઠાં કહ્યા છે. જેવું નાં લીધું 'તું કે ભાઈ પર્યાયને અભૂતાર્થ કીધી એ તો ગૌણ કરીને કીધું” તું, અગિયારમાં અર્થ લીધો'તો. અહીં એજ ભરનાર છે જયચંદ પંડિત. વેદાંતની જેમ પર્યાય નથી જ જીવમાં નથી, દ્રવ્યમાં નથી માટે પર્યાયમાં પર્યાય નથી એમ નથી. આહાહાહા! પર્યાય તે અભેદરૂપ પરથી જુદું તેના અસાધારણ ગુણ માત્રથી ત્રિકાળી ઉપયોગ પ્રધાન કરીને કહેવામાં આવે. પરસ્પર દ્રવ્યોમાં નિમિત્ત નૈમિતિક ભાવ, નિમિત્તથી થતાં બધા ગૌણ થઈ જાય છે. અભાવ થઈ જાય છે એમ નહીં ગૌણ રહે છે. એક અભેદ દ્રવ્યની દૃષ્ટિમાં તેઓ જ્ઞાયકભાવના અનુભવમાં અભેદ દૃષ્ટિમાં તેઓ પ્રતિભાસતા નથી. તે આવી ગયું ને? કળશ આવી ગયો છે, આવ્યું'તું ને ઈ “નો દાસ્ય દેખમ્ એકમ પરમ સ્યાત્” અભેદ ચૈતન્ય વસ્તુ એનો અનુભવ થતાં તેમાં અભેદમાં એ ભેદ દેખાતા નથી, માટે તે સર્વને દ્રવ્યમાં નથી એમ કથંચિત્ નિષેધ કરવામાં આવ્યા છે, પર્યાય નથી એમ નહીં, અભેદમાં ભેદ દેખાતો નથી એ અપેક્ષાએ એને કથંચિત્ નિષેધ કરવામાં આવ્યા છે, જો તે ભાવોને તે દ્રવ્યમાં કહેવામાં આવે Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ સમયસાર સિદ્ધિ ભાગ-૩ પર્યાય અપેક્ષાએ, પર્યાય અપેક્ષાએ તો તે વ્યવહારનયથી કહી શકાય. ગુણસ્થાન, જીવસ્થાન, માર્ગણા, ભેદસ્થાન વ્યવહારથી એનામાં કહેવાય. આ વ્યવહારથી અસત્યાર્થ કહ્યું'તું પણ વ્યવહારથી સત્યાર્થ એટલી સ્થિતિ છે એમ કહેવાય. “આવો નય વિભાગ છે” નયને અને વ્યવહાર ને નિશ્ચયની વહેંચણીનો આ અવિરોધતા છે. વિશેષ કહેશે. (શ્રોતા – પ્રમાણ વચન ગુરુદેવ) પ્રવચન ન. ૧૩૪ ગાથા-૫૮ થી ૬૦,૬૧ તા. ૧૨/૧૧/૭૮ રવિવાર કારતક સુદ-૧૩ સમયસાર ગાથા ૫૮, ૧૯, ૬૦ છે ને એનો છેલ્લો ભાગ છે. અહીં શુદ્ધનયની દૃષ્ટિથી કથન છે. શુદ્ધનય કહો, નિશ્ચયનય કહો કે શુદ્ધ દ્રવ્યાર્થિકનય કહો એનું આ કથન છે. તેથી એમ સિદ્ધ કર્યું કે આ સર્વ ભાવોને સિદ્ધાંતમાં જીવના કહ્યા. શુભભાવ, અશુભભાવ, ગુણસ્થાન, જીવસ્થાન આદિ ભેદ, જીવના કહ્યા એ વ્યવહારથી કહ્યા છે. પર્યાયમાં કથંચિત્ છે એથી કહ્યા છે. જો નિમિત્ત નિમિત્ત ભાવની દૃષ્ટિથી જોવામાં આવે, એટલે કે કર્મ નિમિત્ત છે અને ભેદ પડે છે આત્માની પર્યાયમાં રાગાદિ, ગુણસ્થાન આદિ એ નિમિત્ત-નૈમિતિક ભાવની દૃષ્ટિથી જોવામાં આવે તો વ્યવહાર કથંચિત્ સત્યાર્થ પણ કહી શકાય. કેમકે, પર્યાયમાં ગુણસ્થાન ભેદ શુભરાગાદિ છે, એ નિમિત્ત નૈમિત્તિકના સંબંધથી કહીએ તો નૈમિત્તિકમાં એ પર્યાય છે વ્યવહારથી, આવું છે. કથંચિત્ સત્યાર્થ એટલે પર્યાયમાં છે એમ પણ યથાર્થ છે. જો સર્વથા અસત્યાર્થ કહેવામાં આવે, એ ગુણસ્થાન ભેદ શુભરાગાદિ બિલકુલ આત્મામાં નથી, એમ નિશ્ચયથી કીધું એમ કહેવામાં આવે તો સર્વ વ્યવહારનો લોપ થાય, તો પર્યાયમાં ગુણસ્થાન ભેદ શુભ અશુભભાવ સંયમ લબ્ધિસ્થાન છે એ સર્વથા લોપ થઈ જાય, જો સર્વથા નથી એમ કહો તો. સમજાય છે એમાં? (શ્રોતા- વ્યવહારનો લોપ થાય તો પછી નિશ્ચય થાય?) ઈ અહીંયા ક્યાં વાત છે. અહીં તો વ્યવહાર છે કે નહીં પર્યાયમાં, એટલી વાત છે એને આશ્રયે સમકિત થાય કે નહીં એ પ્રશ્ન અહીં છે નહીં. અહીંયા તો એની પર્યાયમાં દ્રવ્યની દૃષ્ટિએ અને પર્યાયમાં તાદાત્મય સંબંધ નથી, ગુણસ્થાનનો શુભ-અશુભ ભાવનો તાદાત્મય સંબંધ નથી, તેથી તેને પુદગલના કહ્યા. આહાહા ! પુદગલની સાથે તેને કાયમ તાદાત્મય સંબંધ છે માટે તેને પુદગલના કહ્યા. આત્માના શાયકભાવની સાથે આત્માને તાદાત્મય સંબંધ છે. એમ આ ભાવ સાથે તાદાત્મય સંબંધ નથી, પર્યાયમાં એક સમયનો સંબંધ છે. પર્યાયમાં એ નથી જ એમ હોય તો સર્વથા લોપ થઈ જાય, જો વ્યવહાર છે જ નહીં, અહીં વ્યવહારથી નિશ્ચય થાય એ અહીં પ્રશ્ન અહીં નથી. અહીં તો વ્યવહાર પર્યાયમાં ગુણસ્થાન ભેદ રાગાદિ છે. પહેલી ના પાડી હતી કે નિશ્ચયનયથી એ આત્માના નથી એ તો પુદગલના છે. આહાહા ! સમજાણું કાંઈ? વસ્તુનો તદ (રૂપ) દ્રવ્ય સ્વભાવ, જ્ઞાન આનંદાદિ જે તાદાત્મય સંબંધ છે, એ રીતે આ વિકારને ને વર્તમાન ભેદને તાદાભ્ય ત ( રૂપ) સંબંધ ઉષ્ણતા ને અગ્નિની પેઠે નથી. ઉષ્ણતાને ને અગ્નિને તદરૂપ સંબંધ, તાદાભ્ય સંબંધ છે, એમ આ પુણ્ય પાપના ભાવ ગુણસ્થાન, જીવસ્થાન આદિ એને આત્માની સાથે કાયમ, કાયમ તાદાભ્ય સંબંધ નથી. આવી વાત છે. પણ Page #250 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૫૮ થી ૬૦ ૨૩૭ પર્યાયમાં નથી એમ જે કહ્યું પુદ્ગલના કીધા, એ નિશ્ચયની અપેક્ષાએ તાદાત્મય સંબંધ નથી માટે. પણ એની પર્યાયમાં એ નથી વ્યવહારનયે એમ નથી. વ્યવહારનયે હોં, નિશ્ચયનયે તો તાદાત્મ્ય સંબંધ નથી માટે નથી. આહાહા ! આવી વાતું હવે. પણ વ્યવહા૨નયે એની પર્યાયમાં શુભઅશુભ ભાવ એ લબ્ધિસ્થાન, જીવસ્થાન, ગુણસ્થાન પર્યાયમાં છે, દ્રવ્યમાં નથી પણ પર્યાય દૃષ્ટિએ પર્યાયમાં છે. જો પર્યાયમાં નથી તો સર્વ વ્યવહા૨નો લોપ, વ્યવહાર એટલે સંસાર, રાગાદિ ભાવ છે જ નહીં એમ નથી. આવું અહીં શુદ્ઘનયની દૃષ્ટિ કીધી છે, શુદ્ઘનય કહો કે નિશ્ચય કહો, પાછું એમ નહીં કે અહીં શુદ્ઘનય કહેવાનો આશય ત્રિકાળી શુદ્ધ છે તેને જોનારી દૃષ્ટિ તે શુદ્ઘનય છે એમ. બાકી તેને જ આંહી નિશ્ચયનય કહીએ. ઓલામાં આવે છે ને અગિયાર-બાર જય જય મિણતો જહઃ ત્યાં વ્યવહાર નિશ્ચય મુણેઈ છે એમ આવ્યું ત્યાં નિશ્ચય શબ્દ આવ્યો છે, એ તો અહીંયા ત્રિકાળી શાયકભાવ શુદ્ધ સ્વભાવ, બપોરે આવ્યુ’તું ને પૂરણ ગુણથી અભેદ પૂરણ આત્મદ્રવ્ય તે ચીજ છે વસ્તુ, નિશ્ચયથી તે છે અને તેથી તેની દૃષ્ટિ કરવાથી તેનો આશ્રય લેવાથી, પર્યાયની પૂર્ણતા પ્રગટ થાય છે. કાલે બપોરે (તમે ) નહોતા, બહુ સરસ આવ્યું' તું ઘણું આખું ૧૭૬, પૂરણ ગુણોથી અભેદ, ગુણ છે એ અપૂર્ણ ન હોય, ચાહે તો ૪૭ શક્તિ કીધી, જીવતર, ચિતિ, દેશિ જ્ઞાન એ અનંતગુણો તે પૂર્ણ છે. એ પૂર્ણ જે ગુણો છે અનંત, તેથી અભેદ એવું જે આત્મદ્રવ્ય તેના ઉપર દૃષ્ટિ દેવાથી પર્યાયમાં પૂરણ પર્યાયની પ્રાપ્તિ થાય છે. આહાહાહા ! ઘણી સાદી ભાષા, “પૂર્ણા ભવન્તી જીવન્તિ ભવન્તિ” આવે છે ને ? પાછળ નહીં. “ પૂર્ણો ભવન જીવતી” એ આજ સવા૨માં શ્લોક કાઢયો છે. દ્રવ્યનું અસ્તિત્વ છે ને ? ૧૪ બોલ પહેલાં તત્ અતતા, એક અનેક, સત્ અસત્ નિત્ય અનિત્ય સ્વથી છે ને ૫૨થી નથી, પહેલાં બોલમાં પૂર્ણા ભવન્તિ પૂર્ણ થઈને એ જીવે છે ૨હે છે. એ પર્યાયમાં લીધું છે ત્યાં પાંચમો શ્લોક છે, ચૌદ, ચૌદ બોલનો સવારે કાઢયો'તો ઓલો પૂર્ણની હારે મેળવવા, ઉંડાણની હારે મેળવવા ઓલું કાઢયું'તું કાલે વિશતી. અહીં ભગવાન આત્મા વસ્તુ દૃષ્ટિએ પૂર્ણ ગુણ અનંત અનંત અનંત છે પણ એ બધા પૂર્ણ છે, પર્યાયમાં હિનાધિકતા એ તો વ્યવહારનયનો વિષય છે. પૂર્ણ ગુણોથી અભેદ, પૂરણ આત્મદ્રવ્ય તેના ઉ૫૨ દૃષ્ટિ કરવાથી પર્યાયમાં પૂર્ણતા પ્રગટે છે. એ નિશ્ચયથી કહ્યું હતું, પણ એની પર્યાયમાં રાગદ્વેષ કે ગુણસ્થાન આદિ નથી એમ કહ્યું, એ તો શુદ્ઘનયની, નિશ્ચયનયથી કહ્યું પણ પર્યાયમાં છે. અનિત્ય સંબંધ એને એક સમયનો છે ઈ તો આવ્યું'ને ઓલું બંધનું, પંથનું એક સમયની અવસ્થાએ, એથી વ્યવહા૨નો નકા૨ ક૨ે કે, છે જ નહીં પર્યાયમાં, કથંચિત્ સત્યાર્થ છે, પર્યાયની અપેક્ષાએ છે એનામાં. આવી વાતું છે, ત્રિકાળની અપેક્ષાએ એનામાં નથી. આહાહાહા ! સર્વ વ્યવહા૨નો લોપ થતાં ૫૨માર્થનો પણ લોપ થાય. અહીં એમ નથી કહેવું કે, જે વ્યવહાર છે તો એનાથી નિશ્ચય થાય છે ઈ અહીં વાત નથી. વ્યવહાર શુભરાગ એ તો નિશ્ચયથી તો પુદ્ગલના પરિણામ કહ્યાં, અને પર્યાયમાં છે, એના રાગમાં એ તો છે એટલી વાત સિદ્ધ કરવી છે. પણ રાગથી આત્મ-સમ્યગ્દર્શન થાય, એ અહીં પ્રશ્ન અહીં છે નહીં. સમજાણું ? માટે Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ સમયસાર સિદ્ધિ ભાગ-૩ જિનદેવનો ઉપદેશ સ્યાદ્વાદરૂપ સમજવો, સમજયે જ સમ્યજ્ઞાન છે. એટલે? પર્યાયમાં એ ૧૪મી ગાથાના ભાવાર્થમાં ભર્યું છે, ૧૪મી ગાથાના કે પર્યાયમાં છે એવું એણે જ્ઞાન તો રાખવું જોઈએ, પછી દ્રવ્યાર્થિકનયે એ અંદરમાં નથી પણ પર્યાયમાં વિકાર છે એવું જ્ઞાન તો એણે લક્ષમાં રાખવું જોઈએ, રાખીને સ્વનો આશ્રય લેવો. “જો પસઈ અપાણે” ૧૪ ગાથાનો અર્થ જયચંદ પંડિતે બહુ સારા અર્થ ભર્યા છે. આવો મારગ ભાઈ ! આહાહા ! એ તો આવી ગયું ૪૬ ગાથામાં કે જો પર્યાયમાં પણ રાગદ્વેષ મોહ નથી. તો પછી રાગદ્વેષ, મોહને છેદવાનો મોક્ષ ઉપાય પણ નથી. સમજાણું? કારણકે એય વ્યવહાર છે, રાગ, દ્વેષ ને મોહ દ્રવ્યસ્વભાવમાં નથી, પણ પર્યાયમાં પણ જો નથી, તો તો રાગદ્વેષ રહિત છે, તો એને રાગદ્વેષ મોહ રહિત કરવાનું રહેતું નથી, રાગદ્વેષ મોહ સહિત છે પર્યાયમાં, બંધભાવ સહિત છે પર્યાયમાં, એથી એને અને આશ્રયે મોક્ષનો માર્ગ પ્રગટ કરી, એ પણ મોક્ષ ઉપાય વ્યવહાર છે. અને આશ્રયે પર્યાય પ્રગટે એ પણ એક વ્યવહાર છે, તો એ મોક્ષનો ઉપાય પણ સિદ્ધ થતો નથી, જો આત્માને એમ કહી દે કે એને કાંઈ રાગદ્વેષ છે જ નહીં. આહાહાહા ! આંહી તો કહે છે કે એના ત્રિકાળ સંબંધમાં નથી, ભગવાન આત્મા વસ્તુએ ચૈતન્યરતન પ્રભુ કે એના અનંતા ગુણો જે પૂર્ણ છે, એમાં એ નથી. રાગદ્વેષ પુણ્ય પાપ સંસારભાવ એમાં નથી, તેથી તો એને પુદ્ગલના પુદ્ગલ સાથે તાદાભ્ય સંબંધ કહીને પુદ્ગલના છે એમ કીધા, શુભરાગ ગુણસ્થાન ભેદ પુદ્ગલના જડના પરિણામ જડ કીધા, પણ એને સર્વથા આત્માની સાથે અનિત્ય પણ સંબંધ નથી, તદન પુગલની હારે જ સંબંધ છે ને પુદ્ગલના જ છે એમ કહી દો, તો પર્યાયમાં એનામાં રાગદ્વેષ વિકાર છે એ પુદગલમાં ઠરે અને પોતામાં છે એમ ઠરે નહીં. તો વ્યવહારથી છે અને તેથી તેને છેદવાનો ઉપાય પણ છે. આહાહા! આવી વાત છે. એમ વ્યવહાર સ્યાદ્વાદી, નિશ્ચય સ્વભાવ ભગવાન આત્મા એમાં એ વિકાર નથી તેથી તે વિકારને પુગલ કહી દીધાં, પણ તેની પર્યાયમાં છે કથંચિત સત્ય છે, છે, છે એટલી વાત. એવું સ્યાદ્વાદનું કથન સમજી અને સમ્યજ્ઞાન કરવું જોઈએ. આહાહા ! પણ એનો અર્થ એવો નથી કે આત્મામાં એ વ્યવહાર રાગાદિ છે, માટે એનાથી આત્માનું કલ્યાણ થાય અને સમ્યગ્દર્શન થાય એ વાત અહીં નથી. એ “છે' એટલી વાત સિદ્ધ કરવી છે, દ્રવ્યમાં નથી પર્યાયમાં છે વ્યવહારનયે એટલી વાત સિદ્ધ કરવી છે, પણ એમ કરીને એમ કહે કે જો વ્યવહાર પણ સત છે માટે વ્યવહારથી પણ સમ્યગ્દર્શન આત્માનું અવલંબન થાય એ વાત જુઠી છે. આહાહાહા ! અરેરે જેને અહીંયા પુદ્ગલના પરિણામ શુભરાગ દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા એને તો અહીં પુદ્ગલના પરિણામ કીધા, પુગલ કીધા, હવે ઈ પુદ્ગલ આત્માના સ્વરૂપમાં સાધનમાં મદદ થાય? પણ એને એ સાધન મદદ થાય નહીં, પણ છતાં એ પર્યાયમાં નથી એમ અહીંયા સિદ્ધ કરવું છે કે પર્યાયમાં નથી, એમ નહીં. છે બસ એટલું જ. અરે અનંતકાળથી ભગવાન અંદર પૂર્ણાનંદ પ્રભુ અનંતા અનંતા અનંતગુણોથી પૂર્ણ ભરેલો પ્રભુ અભેદ વસ્તુ એની એણે દૃષ્ટિ કરી નથી. માટે દૃષ્ટિ કરાવવા પર્યાય દૃષ્ટિને ઉઠાવી અને ત્રિકાળ જ્ઞાયકભાવનું અનંત ગુણનું પૂર્ણ રૂપ એવું અભેદ દ્રવ્ય તેની દૃષ્ટિ કરાવવા પર્યાયમાં પણ એના નથી, એમ કહેવામાં આવ્યું'તું. આહાહા! સર્વથા એકાંત તે મિથ્યાત્વ છે, પર્યાયમાં જ રાગાદિ નથી એમ માને તો તો મિથ્યાત્વ Page #252 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૫૮ થી ૬૦ ૨૩૯ છે, એમ કહે છે. આહાહાહા ! આવું અટપટુ કથન. ત્યારે હવે એનો અર્થ એવો થઈ ગયો કે વ્યવહાર પર્યાયમાં છે. રાગાદિ એ છે માટે એનાથી સમ્યગ્દર્શન થાય એમ નથી. એનો અભાવ કરી અને ત્રિકાળી જ્ઞાયકભાવના સદ્ભાવમાં અવલંબન લે તો તેને સમ્યગ્દર્શન થાય. આહાહા ! આવી વાતું. હવે સમજવી, લોકોને નવરાશ ન મળે એકલા સંસારના ધંધામાં પાપમાં પચ્યા, હવે એમાં આવી વાતું એને સાંભળવા મળે નહીં, અરે શું કરે છે, નટુભાઈ છે ને, આ બધા તમારા વકીલ હોય તોય આવી વાતું હોતી નથી ત્યાં, ગપ્પા માર્યા છે બધા ન્યાં. આહાહાહા! વસ્તુ ભગવાન આત્મા એમ તો ઓલા ૧૮ ગાથામાં કહ્યું ને પ્રવચનસારમાં શુદ્ધનયે રાગાદિ જીવના છે એમ ત્યાં કહ્યું છે. અહીં વ્યવહારનયથી કીધું છે. એ શુદ્ધનયે નિશ્ચયથી એના જીવમાં છે રાગ એમ કહ્યું છે. એ શેય અધિકાર છે ને? શેયનું જ્ઞાન આત્મા, એની પર્યાયમાં ઈ છે ને? રાગદ્વેષ પુણ્યપાપ એની પર્યાયમાં છે ને? કે પરમાં છે ને પરથી છે? એટલું સિદ્ધ કરવા ૧૮૯ ગાથામાં પ્રવચનસાર શુદ્ધનયથી એટલે નિશ્ચયનયથી પુણ્ય ને પાપના ભાવ જીવની પર્યાયમાં છે, પરને લઈને નહીં, પરમાં નહીં, એ તો એનામાં છે એટલું સિદ્ધ કરવા, નિશ્ચય કેમ કિીધો કે, સ્વદ્રવ્યમાં છે માટે નિશ્ચય કીધો. પરમાં છે ને પરને લઈને છે એમ અશુદ્ધનયનું વ્યવહારનયનું એ કથન છે ત્યાં. અહીંયા જે કહેવું છે. એ તો દ્રવ્યદૃષ્ટિ કરાવવા, છે ઈ તો પર્યાયમાં છે, એ અહીં તો વ્યવહાર સિદ્ધ કરે છે. ત્યાં તો નિશ્ચયથી છે એમ કહ્યું છે, એટલે કે એની પર્યાયનો જે ભાવ તેનો તે નિશ્ચય છે, પરનો ભાવ જડનો તે વ્યવહાર છે. પોતાનો રાગાદિ તે નિશ્ચય છે. અશુદ્ધનિશ્ચય કહો પણ છે નિશ્ચય શુદ્ધનય લીધી ત્યાં અશુદ્ધ નથી લીધી. એય, ત્યાં અશુદ્ધ નિશ્ચય નથી લીધો, શુદ્ધનય નિશ્ચય લીધો છે એ અપેક્ષા સમજવી જોઈએને? છે? ૧૮૯ છે ૧૮૯ ને આવ્યું જુઓ, જોયું? રાગ પરિણામ આત્માનું કર્મ છે, રાગ, રાગ જેને અહીં પુગલના કીધા'તા રાગ પરિણામ આત્માનું કાર્ય છે તે જ પુણ્ય-પાપરૂપ દ્વત છે, રાગ પરિણામનો આત્મા કર્તા છે, તેનો ગ્રહનાર છે, તેનો છોડનાર છે, આ શુદ્ધ દ્રવ્યના નિરૂપણરૂપ નિશ્ચયનય છે, શુદ્ધ દ્રવ્યનો અર્થ કે પર્યાય પોતાની છે ને? પરની અપેક્ષા નથી ત્યાં શુદ્ધ દ્રવ્યનાં નિશ્ચયનય કેવળ સ્વદ્રવ્યના પરિણામને દર્શાવતું હોવાથી તેને શુદ્ધદ્રવ્યનું કથન કરનાર કહ્યું છે. વ્યવહારનય પરદ્રવ્યના પરિણામને આત્મ પરિણામ દર્શાવતું હોવાથી તેને અશુદ્ધ દ્રવ્યનું કથન કરનાર (કહ્યું છે), શુદ્ધ દ્રવ્યનું કથન એક દ્રવ્યાશ્રિત પરિણામની અપેક્ષાએ, પરિણામની અપેક્ષાએ હોં, એ દ્રવ્યના પરિણામની અપેક્ષાએ જાણવું, અશુદ્ધ દ્રવ્યનું કથન એક દ્રવ્યના પરિણામ અન્ય દ્રવ્યમાં આરોપવાની અપેક્ષાએ જાણવું. આવી વાત હવે કેટલા ભેદ પડે. શુદ્ધદ્રવ્યના નિરૂપણ સ્વરૂપ નિશ્ચયનય છે એમ કીધું છે. રાગ, દયા, દાન, પુણ્ય, પાપ કામ ક્રોધના ભાવ આત્માની પર્યાયમાં સ્વમાં હોવાથી નિશ્ચયનયથી એનામાં છે એમ કીધું. આ શેય અધિકાર છે અને શેય અધિકાર છે એ સમ્યગ્દર્શનનો અધિકાર છે. આહાહા ! આંહી કઈ અપેક્ષા છે? અહીં તો ત્રિકાળી ભગવાન પૂર્ણાનંદનો નાથ આત્મા, અનંત અનંત ગુણનો ચૈતન્ય ચિંતામણિ રત્ન પ્રભુ તેનો આશ્રય કરવાથી ધર્મ અને સમ્યગ્દર્શન થાય છે. એ બતાવવા પર્યાયમાં રાગાદિ છે એ બધાં પુગલના છે એમ કરીને લક્ષ ત્યાંથી છોડાવ્યું Page #253 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ ભાગ-૩ ૨૪૦ છે. પણ વ્યવહા૨થી એની પર્યાયમાં પણ નથી, એમ નહીં. આવી વાતું છે. જિનદેવનો ઉપદેશ સ્યાદ્વાદરૂપ, સમજાયે સમ્યજ્ઞાન છે, જોયું ? પર્યાયમાં છે એમ એને જ્ઞાન બરાબ૨ રાખવું જોઈએ, તો તેનું નામ સમ્યજ્ઞાન છે. અહીંયા જે કહ્યું છે એ તો ત્રિકાળી જ્ઞાયકભાવ અને એનાં જે ગુણો જે છે, ભગવાન આત્મામાં અનંત ગુણો અનંતા અનંતા અનંતા અનંત એ બધા ગુણો પૂર્ણ છે. ગુણમાં અપૂર્ણતા ને આવરણ ને ૫૨ની અપેક્ષા એમાં હોઈ શકે નહીં. એવો જે ભગવાન આત્મા, એના અનંતા ગુણોનું રૂપ અભેદ તે શુદ્ધદ્રવ્ય છે અને તેનો આશ્રય કરવાથી જ ધર્મની પર્યાય પ્રગટ થાય છે. સમજાણું કાંઈ ? એ ભૂદત્વમસ્સિદો ન્યાં આવ્યું'તું પર્યાયમાં રાગાદિ હોવા છતાં તેનો આશ્રય કરવાથી સમ્યગ્દર્શન થાય એ ત્રણકાળ ત્રણલોકમાં નથી. આવી વાતું છે. હવે આમાં ધંધા આડે નવરા કે દી' અને આટલી બધી વાતું. એ દેવાનુંપ્રિયા ! વીતરાગ ત્રણલોકના નાથ ૫રમેશ્વર એનો સ્યાદવાદ્ અપેક્ષાએ કથન છે એ ત્રિકાળમાં નથી એ અપેક્ષાએ પુદ્ગલના કીધાં, પર્યાયમાં છે માટે એના કહ્યા, એ સ્યાદવાદ્ કથન છે. પણ સ્યાદ્વાદ કથન છે માટે આત્માને શુભરાગથી પણ ધર્મ થાય અને સ્વભાવને આશ્રયે પણ થાય, એમ નથી. એમ સ્યાદ્વાદ નથી. આહાહા ! સમજાણું કાંઈ ? આંહી તો પુદ્ગલના પરિણામ શુભને કીધા, દયા, દાન, વ્રત, ભક્તિ, તપસ્યા ભગવાનનું સ્મરણ ભગવાનની પૂજા અને જાત્રા એ બધા શુભરાગ છે અને તે બધા તો પુદ્ગલના કીધાં આંહી તો, કેમ કે ત્રિકાળની હારે ત્રિકાળ તાદાત્મ્ય સંબંધ નથી, એ અપેક્ષાએ કહ્યા અને પુદ્ગલ સાથે ત્રિકાળ તાદાત્મ્ય સંબંધ છે એમ ખરેખર છે. આહાહા ! સમજાણું કાંઈ ? એથી એના નથી એમ કહીને, દ્રવ્યનો આશ્રય લેવા માટે પર્યાયમાં નથી માટે એ પુદ્ગલના છે એમ કીધાં. પણ પર્યાયમાં છે એવો એક નય વ્યવહા૨નય છે, એનું લક્ષમાં જ્ઞાન રાખીને દ્રવ્યનો આશ્રય કરવાનું કહ્યું છે. સમજાણું કાંઈ ? આવી વાતું. ( શ્રોતાઃ- આજનો વિષય તો ઝીણો છે ) વિષય તો આ જ છે બાપુ, પ્રભુ શું થાય ? આહાહાહા ! ત્યાં શુદ્ઘનય નિશ્ચયનયથી જીવમાં છે એમ કહ્યાં, ઈ એની પર્યાય છે ને સ્વની એટલે નિશ્ચય, ૫૨ દ્રવ્ય તે વ્યવહા૨. એમ ત્યાં એટલી અપેક્ષા લીધી. અહીં નિશ્ચય એટલે ત્રિકાળી જ્ઞાયકના સંબંધમાં એ નથી માટે તેને પુદ્ગલના પરિણામ કહીને, નિષેધ (કરાવી ) લક્ષ છોડાવી દીધું. સમજાણું કાંઈ ? ધીમે ધીમે બાપા ! આવો મારગ !જિનેશ્વર ત્રિલોકનાથ જે અપેક્ષાથી કહે છે તે અપેક્ષા એની જાણવી જોઈએ. ભગવાનનું કથન બે નયનું છે, આવે છે ને ? નિયમસા૨, પંચાસ્તિકાય પહેલી ગાથાઓમાં. ભગવાનનું કથન બે નયનું છે. શરૂઆતમાં આવે છે પહેલું નિયમસાર અને પંચાસ્તિકાયમાં નિશ્ચય અને વ્યવહાર, નિશ્ચય કથન છે એ ત્રિકાળ જ્ઞાયકભાવને બતાવે છે, વ્યવહા૨ કથન છે એ વર્તમાન પર્યાય છે, રાગાદિ છે, અરે રાગાદિને પણ પર્યાય છે, એમ બતાવે છે. પર્યાય એ વ્યવહા૨ છે, દ્રવ્ય તે નિશ્ચય છે. આહાહા ! પંચાધ્યાયમાં લીધું છે. પર્યાય છે એ જ વ્યવહા૨ છે. ઓલો રાગ છે ઈ વ્યવહા૨ છે એ તો અસદ્ભૂત વ્યવહા૨. શું કીધું ? રાગ જે છે એ અસદ્ભૂત વ્યવહાર ને અહીં તો નિર્મળ પર્યાય પ્રગટ થઈ છે તે સદ્ભૂત વ્યવહા૨, આટલા પડખા. અરે પ્રભુ શું થાય? એકાંતમાં અનાદિથી ગુંચાઈ ગયો છે એ. અનેકાંત વાસ્તવિક સ્વરૂપ છે પ્રભુનું કાં દ્રવ્યને માનતાં પર્યાયને ન માને, પર્યાયને માનતાં દ્રવ્યને ન Page #254 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૫૮ થી ૬૦ ૨૪૧ માને, (શ્રોતાઃ– એ તો અનાદિનું છે) વેદાંતે દ્રવ્યને માન્યું, પર્યાયને ન માન્યું. બુદ્ધે પર્યાયને માની ને દ્રવ્યને ન માન્યું. એમ પણ જૈનમાં રહેલા જીવો પર્યાયને જ માને તો એ બુદ્ધ જેવા છે અને દ્રવ્યને માને અને પર્યાયને ન માને તો એ વેદાંતી જેવા નિશ્ચય છે, અજ્ઞાની. આહાહાહા! શાંતિભાઈ ! આ તો આ આંખે મોતિયો ઉતારવાની વાત છે પ્રભુ ! અરે આવા ક્યાં ટાણાં મળે. પચીસ પચીસ વર્ષના ત્રીસ ત્રીસ વરસના જુવાન હાલ્યા જાય છે, કોઈ શ૨ણ નથી ક્યાંય. શરણ ભગવાન આત્મા, પૂર્ણ ગુણોનો પિંડ પ્રભુ અંદર એ શરણ છે, એ માંગલિક છે અને એ ઉત્તમ છે. પર્યાય પણ શરણ નથી, માંગલિક નથી તે ઉત્તમ નથી. નથી છતાં, છે ખરી. આહાહા ! આવું સ્વરૂપ છે પ્રભુનું. અત્યારે તો આ પોકાર જગતનો છે શુભભાવ, શુભભાવ, શુભભાવ કરો કો કો એનાથી કલ્યાણ થશે. અ૨૨૨ ! એ પણ મિથ્યાત્વનું પોષણ છે. આહાહા ! તેમ દ્રવ્યમાંય નથી ને પર્યાયમાંય નથી એ પણ મિથ્યાત્વનું પોષણ છે. એકાંત આવ્યું'ને છેલ્લું ? સર્વથા એકાંત એ મિથ્યાત્વ છે. જયચંદ પંડિતે પણ એ વખતના પંડિતો પણ, “જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું તે, ત્યાં ત્યાં તે તે આચરે આત્માર્થી જન એહ” દેહ છૂટતાં રાગને દેહની એકતા હશે, એ ભિંસાઈ જશે મરી જશે પ્રભુ. ને આંહી જેને મરણના છેલ્લે ભાવ રહ્યા, એ ભાવનું ફળ એને ભવિષ્યમાં મળશે, હૈં ? વર્તમાન તો મળ્યું છે પણ એનું ફળ ભવિષ્યમાં અવતા૨ થશે. અહીં કરોડોપતિ અબજોપતિ શેઠીયો હોય અને જેને રાગ ને દેહની એકતા છે, એ મરીને કાગડા કૂતરામાં જાય. અ૨૨૨.... બાપુ એવા અવતાર પ્રભુ અનંત વાર કર્યાં ભાઈ તને ખબર નથી, અહીં ખમ્મા ખમ્મા ક્ષણ થતો હોય દેવોમાં, બ્રહ્મદત્ત ચક્રવર્તી જેને મણિરત્નના ઢોલીયા, ઢોલીયા શું કહેવાય એ ? પલંગ એમાં સૂતો, દેવો સોળ હજાર સેવા કરે, છન્નુ હજા૨ સ્ત્રીઓ એ મરીને દેહ છૂટીને બાપુ સાતમી નરકે ગયો. જેના ક્ષણના દુઃખો કરોડો ભવને-કરોડો ભવ ને કરોડો જીભે ન કહેવાય, એવા દુઃખો એક ક્ષણનાં છે એવા ૩૩ સાગરનાં પ્રભુ એ શું હશે ? એમાંય પણ જીવ અનંતવા૨ ગયો છે પ્રભુ, આત્માના જ્ઞાન વિના ને સમ્યગ્દર્શન વિના મિથ્યાત્વને લઈને એવા અનંતા ભવ કર્યાં પ્રભુ. ભૂલી ગયો એટલે નહોતા એમ કેમ કહેવાય ? પ્રભુ ! જન્મ્યા પછી છ મહિનામાં બાર મહિનામાં શું થયું, ખબર છે ? એની મા(માતા) એ કેમ ધવરાવ્યો, કયાં સુવડાવ્યો. ખબર છે ? ખબર નથી માટે નહોતું એમ કોણ કહે એને ભાઈ ? એમ અનંતા અનંતા ભવ વીતી ગયા નાથ તારા ઉ૫૨, ખબર નથી એટલે એ નહોતા. એમ કેમ કહેવાય ભાઈ ? એ ભવ ભ્રમણને ટાળવાનો ઉપાય અહીં બતાવે છે કે વસ્તુ જે ભગવાન આત્મા નિશ્ચય વસ્તુ છે. તેમાં એ પુદ્ગલના પરિણામ ગણીને એનામાં નથી. એવો ત્રિકાળીનો આશ્રય કરાવવા અને ત્રિકાળીને આશ્રયે ધર્મ થાય સમ્યક્ એ માટે કહ્યું, પણ તેના લક્ષમાં રહેવું જોઈએ કે પર્યાયમાં રાગાદિ છે, પુદ્ગલનાં જ છે એમ જે કહ્યું હતું, એ વ્યવહાર મારામાં છે એમ એણે જાણવું જોઈએ. દેવીલાલજી ! આહાહા ! આ એકાંત મનાય જાય અને વ્યવહા૨થી ધર્મ થાય એ પણ એકાંત મિથ્યાત્વ છે. સમજાણું કાંઈ ? અને પર્યાયમાં રાગાદિ નથી, એ પણ એકાંત મિથ્યાત્વ છે. આહાહા ! એ ગાથા પૂરી થઈ. Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ સમયસાર સિદ્ધિ ભાગ-૩ * ગાથા - ૬૧ ). । कुतो जीवस्य वर्णादिभिः सह तादात्म्यलक्षण: सम्बन्धो नास्तीति चेत् तत्थ भवे जीवाणं संसारत्थाण होंति वण्णादी। संसारपमुक्काणं णत्थि हु वण्णादओ केई।।६१।। तत्रभवे जीवानां संसारस्थानां भवन्ति वर्णादयः। संसारप्रमुक्तानां न सन्ति खलु वर्णादयः केचित्।।६१।। यत्किल सर्वास्वप्यवस्थासु यदात्मकत्वेन व्याप्तं भवति तदात्मकत्वव्याप्तिशून्य न भवति, तस्य तैः सह तादात्म्यलक्षण: सम्बन्ध: स्यात्। ततः सर्वास्वप्यवस्थासु वर्णाद्यात्मकत्वव्याप्तस्य भवतो वर्णाद्यात्मकत्वव्याप्तिशून्यस्याभवतश्च पुद्गलस्य वर्णादिभिः सह तादात्म्यलक्षण: सम्बन्ध: स्यात; संसारावस्थायां कथञ्चिद्वर्णाद्यात्मकत्वव्याप्तस्य भवतो वर्णाद्यात्मकत्वव्याप्तिशून्यस्याभवतश्चापि मोक्षावस्थायां सर्वथा वर्णाद्यात्मकत्व व्याप्तिशून्यस्य भवतो वर्णाद्यात्मकत्वव्याप्तस्याभवतश्च जीवस्य वर्णादिभिः सह तादात्म्यलक्षणः सम्बन्धो न कथञ्चनापि स्यात्। હવે પૂછે છે કે વર્ણાદિક સાથે જીવનો તાદાભ્યલક્ષણ સંબંધ કેમ નથી? તેનો ઉત્તર કહે છે સંસારી જીવને વર્ણ આદિ ભાવ છે સંસારમાં, સંસારથી પરિમુક્તને નહિ ભાવ કો વર્ણાદિના. ૬૧. ગાથાર્થ - [વવ:] વર્ણાદિક છે તે [ સંસારસ્થાનાં] સંસારમાં સ્થિત [નીવાનાં] જીવોને [તત્ર ભવે] તે સંસારમાં [મવત્તિ] હોય છે અને [સંસારમુજીનાં] સંસારથી મુક્ત થયેલા જીવોને [ 47] નિશ્ચયથી [ વય: વિત]વર્ણાદિક કોઈ પણ (ભાવો) [ ન સન્તિ]નથી; (માટે તાદાભ્યસંબંધ નથી). ટીકાઃ- જે નિશ્ચયથી બધીયે અવસ્થાઓમાં યઆત્મકપણાથી અર્થાત્ જેસ્વરૂપપણાથી વ્યાપ્ત હોય અને તઆત્મકપણાની અર્થાત્ તે સ્વરૂપપણાની વ્યાપ્તિથી રહિત ન હોય, તેનો તેમની સાથે તાદાભ્યલક્ષણ સંબંધ હોય છે. (જે વસ્તુ સર્વ અવસ્થાઓમાં જે ભાવોસ્વરૂપ હોય અને કોઈ અવસ્થામાં તે ભાવોસ્વરૂપપણું છોડે નહિ, તે વસ્તુનો તે ભાવોની સાથે તાદાભ્યસંબંધ હોય છે.) માટે બધીયે અવસ્થાઓમાં જે વર્ણાદિસ્વરૂપપણાથી વ્યાપ્ત હોય છે અને વર્ણાદિસ્વરૂપપણાની વ્યાપ્તિથી રહિત હોતું નથી એવા પુગલનો વર્ણાદિભાવોની સાથે તાદાભ્યલક્ષણ સંબંધ છે; અને જોકે સંસારઅવસ્થામાં કથંચિત્ વર્ણાદિસ્વરૂપપણાથી વ્યાસ હોય છે અને વર્ણાદિસ્વરૂપપણાની વ્યાપ્તિથી રહિત હોતો નથી તોપણ મોક્ષ-અવસ્થામાં જે સર્વથા વર્ણાદિસ્વરૂપપણાની Page #256 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૬૧ ૨૪૩ વ્યાતિથી રહિત હોય છે અને વર્ણાદિસ્વરૂપપણાથી વ્યાસ હોતો નથી એવા જીવનો વર્ણાદિભાવોની સાથે તાદાત્મ્યલક્ષણ સંબંધ કોઈ પણ પ્રકારે નથી. – ભાવાર્થ:-દ્રવ્યની સર્વ અવસ્થાઓને વિષે દ્રવ્યમાં જે ભાવો વ્યાપે તે ભાવો સાથે દ્રવ્યનો તાદાત્મ્યસંબંધ કહેવાય છે. પુદ્ગલની સર્વ અવસ્થાઓને વિષે પુદ્ગલમાં વર્ણાદિભાવો વ્યાપે છે તેથી વર્ગાદિભાવો સાથે પુદ્ગલનો તાદાત્મ્યસંબંધ છે. સંસારઅવસ્થાને વિષે જીવમાં વર્ણાદિભાવો કોઈ પ્રકારે કહી શકાય છે પણ મોક્ષ-અવસ્થાને વિષે જીવમાં વર્ણાદિભાવો સર્વથા નથી તેથી વર્ગાદિભાવો સાથે જીવનો તાદાત્મ્યસંબંધ નથી એ ન્યાય છે. ગાથા - ૬૧ ઉપર પ્રવચન હવે પૂછે છે કે વર્ણ-ગંધ-૨સ-સ્પર્શ-ગુણસ્થાન ભેદ એ જીવનો તાદાત્મ્ય લક્ષણ સંબંધ કેમ નથી ? શું કહે છે હવે. ભગવાન જે પૂર્ણ ગુણનો અભેદ દ્રવ્ય સ્વભાવ વસ્તુ, ભગવાન આત્મા અનંતા અનંતા ગુણો ભગવાન સર્વજ્ઞ પરમેશ્વરે કહ્યા, એવા જે આત્મામાં પૂરણ પૂરણ પૂરણ પૂરણ જીવત૨શક્તિ પૂર્ણ, ચિતિશક્તિ પૂર્ણ, દેશિશક્તિ પૂર્ણ, જ્ઞાનશક્તિ પૂર્ણ, સુખશક્તિ પૂર્ણ, વીર્યશક્તિ પૂર્ણ, પ્રભુત્વશક્તિ પૂર્ણ, વિભુત્વશક્તિ પૂર્ણ, સર્વજ્ઞ, સર્વદર્શીશક્તિ પૂર્ણ એવા એવા અનંતા ગુણો, પૂર્ણ પ્રભુમાં છે. એ અનંતા પૂર્ણ ગુણોનું રૂપ તે સ્વદ્રવ્ય છે. એમાં એ આ નથી એમ કહીને સ્વદ્રવ્યનો આશ્રય કરાવ્યો છે. સમજાણું કાંઈ ? એના ત્રિકાળી જે ગુણો અને દ્રવ્યમાં તાદાત્મય સંબંધ છે. એટલે શું? જેમ અગ્નિને ને ઉષ્ણતાને તરૂપ, તાદાત્મ્ય સંબંધ છે, એમ આત્માને ને જ્ઞાનદર્શન આનંદ ગુણોને તાદાત્મ્ય સંબંધ છે, પણ આ રાગાદિના પરિણામને તાદાત્મ્ય સંબંધ ત્રિકાળ, જેમ બેનો તાદાત્મ્ય એકરૂપ સંબંધ છે, એવો પુણ્ય-પાપ, દયા-દાન કે ગુણસ્થાનભેદનો તાદાત્મ્ય સંબંધ નથી. એટલું બતાવવા અહીંયા પરના કીધાં છે. આહાહા ! k ભગવાનના વિરહ પડયા પંચમઆરામાં, કેવળજ્ઞાનની દશા રહી નહીં, ને આવી વાત સમજવા માટે ઘણી દુષ્કરતા લાગે પણ એ સમજી શકાય એવી એની ચીજ છે. “તદવાર્તાપિ શ્રુતાઃ” અધ્યાત્મની આવી વાત પણ જેણે શ્રુતાઃ સાંભળી છે જેણે રુચિપૂર્વક એ ભવિષ્યમાં “ભાવિનિર્વાણ ભાજનમ્”. આહાહા ! જેને ઘા વાગ્યા છે દ્રવ્ય ઉ૫૨ આમ અખંડાનંદ છું, રાગાદિ નહીં, પુણ્ય આદિ નહીં બાપુ, એવાં જે સંસ્કાર અંદ૨ પડે છે ને ? રુચિપૂર્વક હોં. પોતાને માટે કહે છે કે એ “ભાવિ નિર્વાણ ભાજનમ્” ભવિષ્યકાળમાં એ સર્વજ્ઞ થવાના એ ભવિષ્યમાં સિદ્ધની પર્યાયને પાત્ર થઈ જવાના. આહાહા! અરે ! એવી વાત ભાઈ ! આંહી એ કહે છે, કે વર્ણાદિ અથવા રાગાદિ કે પુણ્ય-પાપના ભાવ, ગુણસ્થાનના ભાવ એને જીવના તાદાત્મ્ય લક્ષણ સંબંધ કેમ નથી ? ભગવાન આત્માની સાથે તપ જેમ અગ્નિ ને ઉષ્ણતા. એવો સંબંધ કેમ નથી ? સમજાણું ? અને તમે એને પુદ્ગલના Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ સમયસાર સિદ્ધિ ભાગ-૩ પરિણામ કહ્યા અને આત્મા હારે તાદાત્મ્ય સંબંધ નથી એમ કહ્યા. એનો ઉત્તર, એનો ઉત્તર એટલે ? આવી જેને જિજ્ઞાસાથી પ્રશ્ન ઉઠયો છે, એને ઉત્ત૨ દેવામાં આવે છે. જેને અંદરથી પ્રશ્ન ઉઠયો છે પ્રભુ ! આપ જ્યારે રાગ ને દ્વેષ ને ગુણસ્થાન ભેદ ને ભગવાન આત્મા સાથે તાદાત્મ્ય સંબંધ નથી અને તાદાત્મ્ય સંબંધ તો પુદ્ગલની હારે છે એમ પ્રભુ આપે કહ્યું, સમજાણું કાંઈ ? એ કેમ નથી ? પ્રભુ કેમ નથી ? મને પ્રશ્ન ઊઠે છે. શંકા નહીં, પણ આશંકા મને સમજમાં આવતું નથી. એવો શિષ્યનો સમજવા માટે જિજ્ઞાસાનો પ્રશ્ન છે. એને ઉત્ત૨ દેવામાં આવે છે. એમ કહીને સાંભળવા બેઠા અમથા ને સમજવું નથી અને આ અંતરમાં ધખશ નથી એના માટે આ ઉત્ત૨ નથી કહે છે. આહાહા ! શું અમૃતચંદ્રાચાર્ય, શું કુંદકુંદાચાર્ય દિગંબર સંતો, કેવળજ્ઞાનીના વિરહ ભૂલાવ્યા એવી વાતું છે. સાક્ષાત્ જાણે ભગવાન કહેતા હોય, એવી વાત છે, એમ શિષ્યના મુખમાં એમ કહેવડાવ્યું પોતે, કે જે શિષ્યને આમ થાય કે પ્રભુ, એ રાગદ્વેષ પુણ્યપાપના ગુણસ્થાન ભેદો તે આત્માની હા૨ે તાદાત્મ્ય ત્રિકાળ સંબંધ નથી અને તેનો સંબંધ પુદ્ગલની હારે છે. પુદ્ગલની હારે તાદાત્મ્ય સંબંધ છે, પ્રભુ એ સંબંધ કેમ નથી ? તેનો ઉત્તર કહેવામાં આવે છે. જુઓ એ વચન જુઓ. तत्थ भवे जीवाणं संसारत्थाण होंति वण्णादी । संसारपमुक्काणं णत्थि हु वण्णादओ केई ।। ६१ ।। સંસારી જીવને વર્ણ આદિ ભાવ છે સંસારમાં, સંસા૨થી પરિમુક્તને નહિ ભાવ કો વર્ણાદિના. ૬૧. રાગાદિ બધુ હોં, ૨૯ બોલ લેવા બધાય, માટે તાદાત્મ્ય સંબંધ નથી એમ કહે છે. સમજાણું ? તાદાત્મ્ય સંબંધ હોય તો છૂટે નહીં. શું કહે છે ? ? ન ટીકા :- જે નિશ્ચયથી બધી અવસ્થાઓમાં યદ્ આત્મપણે એટલે તેના સ્વરૂપપણે અર્થાત્ તે સ્વરૂપપણાથી, જોયું? વ્યાસ હોય જે નિશ્ચયથી દરેક અવસ્થામાં તે વ્યાસ હોય, કોઈ અવસ્થામાં ન હોય એમ નહીં, આવા લોજીક ન્યાય મુકીને વાત કરે છે. કરુણાબુદ્ધિથી જગતને જાહેર કરે છે પ્રભુ, તારી કરુણા તેં કરી નથી નાથ. તું પૂર્ણાનંદનો નાથ, તારી હારે એનો સંબંધ નથી. જો સંબંધ હોય તો મુક્તિમાં પણ મુક્તિ થાય ત્યાં રહેવું જોઈએ, મુક્તિ થાય ત્યાં એ ૨હેતા નથી માટે તારા ત્રિકાળ હારે એનો સંબંધ છે નહીં. આ બાયડી છોકરા કુટુંબની વાત નથી હો અહીંયા. આ તો એની પર્યાયમાં નિમિત્તના સંબંધે નૈમિત્તિક દશાઓ થાય, તે તેના ત્રિકાળી સંબંધમાં નથી, કેમકે જો ત્રિકાળી સંબંધ હોય તો મુક્ત થતાં પણ ત્યાં રહેવા જોઈએ. આહાહા ! એ કહ્યું અહીંયા. ખરેખર બધી અવસ્થાઓમાં તદ્ તે આત્મકપણાથી એટલે જે સ્વરૂપથી વ્યાસ હોય અને તાદાત્મ્યપણાથી રહિત ન હોય કે તેના તે અવસ્થામાંથી રહિત ન હોય દરેક અવસ્થામાં હોય, ને કોઈપણ અવસ્થામાં ન હોય, એવું ન હોય, તેનો તેમની સાથે તાદાત્મ્ય સંબંધ હોય છે. દરેક અવસ્થામાં હોય ને કોઈપણ અવસ્થા વિના ન હોય એને અહીં તાદાત્મ્ય સંબંધ કહે છે. આરે... આવા વચન, એનો અર્થ કર્યો, કૌંસમાં સર્વ અવસ્થાઓમાં જે ભાવો સ્વરૂપ હોય પર્યાયમાં, Page #258 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૬૧ ૨૪૫ દરેક અવસ્થામાં ભાવ સ્વરૂપ હોય અને કોઈ અવસ્થામાં તે ભાવસ્વરૂપપણું છોડે નહીં, તે વસ્તુનો તે ભાવોની સાથે તાદામ્ય સંબંધ હોય છે. આહાહા ! આવું છે. વાણીયાને આવું સમજવું ભાઈ ! શું કીધું? જે દ્રવ્યની દરેક અવસ્થામાં હોય અને તેની કોઈપણ અવસ્થામાં ન હોય, તેને તાદામ્ય સંબંધ કહે છે. આ તો અવસ્થા સંસાર અવસ્થામાં છે અને મોક્ષ અવસ્થામાં નથી માટે તાદાભ્ય સંબંધ છે નહી. અહીં તો ઓલા વકીલો કાયદા કાને એવા કાયદા છે આ તો બધા. ભગવાન ત્રણલોકનો નાથ, સંતો દ્વારા આ વાત કહેવડાવે છે. કે ભાઈ, જે વસ્તુ છે એની દરેક અવસ્થામાં હોય અને કોઈપણ અવસ્થામાં ન હોય એવું ન હોય, તેને તાદાભ્ય સંબંધ કહે છે, તો વિકાર આદિ ભાવ સંસાર અવસ્થામાં છે, પણ મુક્તિ અવસ્થામાં નથી માટે તેને તાદાભ્ય સંબંધ છે નહીં. આહાહા ! સુમનભાઈ ! આવી ગાથાઓ ઝીણી. આહાહા! માટે બધી અવસ્થાઓમાં જે વર્ણાદિ સ્વરૂપપણાથી વ્યાપ્ત હોય અને વર્ણાદિ સ્વરૂપપણાની વ્યાતિથી રહિત હોતું નથી, એવા પુલનું વર્ણાદિભાવ સાથે તાદામ્ય સંબંધ, અહી તો પર્યાયમાં છે પણ ત્રિકાળ તાદાભ્ય સંબંધ નથી, દરેક અવસ્થામાં હોતા નથી પણ પુદ્ગલની અવસ્થામાં તો દરેકમાં એ જ હોય કહે છે. ભેદ રૂપી આદિ ગુણભેદ બધા એ પુદ્ગલની અવસ્થામાં હોય અને પુલની અવસ્થા રહિત ન હોય. ગજબ કામ કર્યું છે ને? એ શુભરાગ છે, એ આવ્યું રાગાદિ સ્વરૂપપણાનો સંબંધ છે અને વ્યાતિથી રહિત હોતું નથી. સર્વ અવસ્થામાં હોય એ વર્ણાદિ સ્વરૂપણાથી વ્યાસ પુદ્ગલ અને વર્ણાદિ સ્વરૂપપણાથી વ્યાસથી રહિત હોતું નથી એવા પુદ્ગલ, એ પુદગલની હારે એને તાદામ્ય સંબંધ છે એમ કહે છે. એય! કેમકે નિમિત્તનિમિત્ત સંબંધ તે પુગલની હારે થયો, એ બેયને સંબંધ ગણીને એ પુદ્ગલ ગણ્યા એને. પુદ્ગલ જે જડ કર્મ છે એ નિમિત્ત છે, પણ એના લક્ષે એને આ નૈમિતિક દશા થઈ તે બધી દશાઓ પુદ્ગલ સાથે તાદાભ્ય છે એમ કહ્યું. ઝીણું તો છે ભાઈ ! વીતરાગ માર્ગ બહુ ઝીણો બાપુ, એ વીતરાગ સિવાય ક્યાંય આવી વાત જિનેશ્વર સિવાય ક્યાંય હોય નહીં. આહાહાહા ! સંતો કરૂણાથી જગતને જાહેર કરે છે. પ્રભુ એ ગુણસ્થાન ભેદ આ રાગ દયા, દાનનાં પરિણામ એ પુદ્ગલ સાથે વ્યાપ્ત છે અને પુદ્ગલથી વ્યાસ (હોય તે) કોઈ દિ' રહિત હોય નહીં પુદ્ગલ. ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ સાથે સંબંધ નથી પણ પુદ્ગલની સાથે કાયમ સંબંધ છે એટલે જ્યાં જ્યાં પુગલ છે નિમિત્ત ત્યાં ત્યાં નૈમિત્તિક અવસ્થા તેની હારે સંબંધ છે. ગજબ વાત કરે છે ને? આની એક લીટી એક કડી બાપા સમજવું ભારે. આ તો ભાગવત શાસ્ત્ર, ભગવાન પરમાત્માનું કહેલું ત્રિલોકનાથ, એની દિવ્યધ્વનિમાં આવ્યું, એ આ સંતો વાણીમાં કહે છે, ભાઈ તે જે પ્રશ્ન કર્યો, કે પુણ્ય ને પાપ, દયા ને દાન આદિ ને ગુણસ્થાન ભેદ, જીવની હારે તાદાભ્ય સંબંધ કેમ નથી? એમ તેં પૂછયું. તો એનો ઉત્તર એમ કહીએ છીએ કે આત્માને દરેક જે જેની અવસ્થામાં દરેક અવસ્થામાં હોય ને કોઈપણ અવસ્થા એના વિના ન હોય, તેને તાદામ્ય સંબંધ કહે છે. તો એ પુદ્ગલની અવસ્થામાં છે ને પુગલની અવસ્થા વિના ન હોય એ કોઈ માટે પુદ્ગલના છે, પુદ્ગલ હારે તાદાભ્ય સંબંધ છે. આત્મા હારે એક સમયનો-એક સમયનો અનિત્ય સંબંધ છે અને અહીં ગૌણ કરી નાખીને પર હારે તાદાભ્ય સંબંધ છે એમ સિદ્ધ કર્યું. Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ સમયસાર સિદ્ધિ ભાગ-૩ શું કહ્યું ? કે આ પર્યાયમાં એક સમયનું છે એ તો સિદ્ધ કર્યું પણ એક સમયનું જે છે એ કર્મને જે જડ ભાવ નિમિત્ત છે, તેના સંબંધમાં એ છે. એટલે જ્યાં જ્યાં પુદ્ગલ ત્યાં ત્યાં છે ને જ્યાં જ્યાં પુદ્ગલ નથી ત્યાં ત્યાં આ નથી. આહાહા ! આ ઝીણું તો છે ભાઈ ! વીતરાગ માર્ગ બાપા ઝીણો બહુ ભાઈ. જન્મ મરણ કરીને એ મહાદુઃખી છે, એને ખબર નથી. આકુળતાની અગ્નિથી સળગી રહ્યો છે ભાઈ ! આહાહાહા ! શાંત સ્વભાવ ભગવાન આત્મા એની હારે, ભગવાન આત્માને તાદાત્મ્ય સંબંધ છે. પણ તેનું ભાન નથી, તે જેની હારે, પુદ્ગલની હારે તાદાત્મ્ય સંબંધ એના પરિણામને પોતાના માની અને અગ્નિ, કષાયની અગ્નિથી દુ:ખી સળગી રહ્યો છે. એની એને ખબરેય નથી. એ અહીં કહે છે કષાયની અગ્નિથી સળગી રહ્યો છે. એ પુદ્ગલની પર્યાયને પુદ્ગલ સાથે તાદાત્મ્ય સંબંધ છે અને એના સંબંધ વિના એ ન હોય પુદ્ગલ. આત્માની હારે દરેક અવસ્થામાં હોય અને કોઈ અવસ્થામાં ન હોય એ એની હારે તાદાત્મ્ય સંબંધ નથી. આવા લોજીકથી તો વાત કરે છે ન્યાયથી તો. આહાહાહા! વર્ણાદિ સ્વરૂપપણાની વ્યાતિથી રહિત હોતું એવા પુદ્ગલનો વર્ણાદિ સાથે ઓલા સંયમલબ્ધિનાસ્થાન, શુભભાવ, ગુણસ્થાન, જીવસ્થાન, આ માર્ગણાસ્થાન એ બધો તાદાત્મ્ય લક્ષણ સંબંધ એક સંસાર અવસ્થામાં જો કે સંસાર અવસ્થામાં કથંચિત્ વર્ણાદિસ્વરૂપપણાથી વ્યાસ હોય છે જીવ, પર્યાયમાં, સંસાર અવસ્થામાં અને વર્ણાદિસ્વરૂપપણાની વ્યાસિથી રહિત હોતો નથી, તોપણ મોક્ષઅવસ્થામાં જે સર્વથા વર્ણાદિસ્વરૂપપણાની વ્યાસિથી રહિત છે, એ ભેદભાવથી પણ મોક્ષ અવસ્થામાં તો રહિત છે. સંહનનની જડની પર્યાયથી રહિત છે, ગુણસ્થાનના ભેદથી રહિત છે અને જીવના ગુણની જે ભેદ અવસ્થા છે તેનાથી પણ રહિત છે એ તો. આહાહા ! સર્વથા વર્ણાદિસ્વરૂપ વ્યાસિથી રહિત હોય છે. સર્વથા જોયું. ક્યાં ? મોક્ષ અવસ્થામાં અને “વર્ણાદિસ્વરૂપપણાથી વ્યાસ હોતું નથી” એવો જીવનો વર્ણાદિભાવ સાથે તાદાત્મ્ય સંબંધ કાંઈ પણ પ્રકારે, કોઈ પણ પ્રકારે નથી. શું કહ્યું ઈ ? કે ભગવાન આત્માને સંસારઅવસ્થામાં પર્યાયમાં તેની અવસ્થાનો સંબંધ છે, પણ જ્યાં મોક્ષ અવસ્થા થાય ત્યારે તે સંબંધ રહેતો નથી, માટે તેની દરેક અવસ્થામાં સંબંધ હોય તે તેનું લક્ષણ તાદાત્મ્ય કહેવાય. ત્યારે દરેક અવસ્થામાં આ નથી માટે એનું તાદાત્મ્ય સંબંધ છે નહીં. કહો આ નટુભાઈ તમારી વકીલાતનું આ તો હાલે છે બધું. વીતરાગની વકીલાત છે આ તો. આહાહા! ' ભાઈ તાદાત્મ્ય સંબંધ એને કહીએ કે દરેક અવસ્થામાં હોય ને કોઈ અવસ્થામાં ન હોય એને તાદાત્મ્ય અવસ્થા કહેવાય, તો રાગાદિના ભાવને જીવ સાથે સંસારમાં કચિત્ ( સંબંધ ) છે પણ મોક્ષ અવસ્થામાં નથી, માટે તાદાત્મ્ય સંબંધ નથી. અને તેથી તો એ પુદ્ગલની હારે તાદાત્મ્ય સંબંધ લઈ લીધો, આની ( જીવની ) હારે અનિત્ય છે, એની હારે નિત્ય છે. શું કહ્યું ઈ ? રાગાદિ ગુણસ્થાન ભેદ એક સમયની અવસ્થામાં સંસાર અવસ્થામાં અનિત્ય સંબંધ છે, સંયોગ સંબંધ અનિત્ય એક સમયનો અને પુદ્ગલ સાથે આનો કાયમ સંબંધ છે, એમ કીધું. જ્યાં જ્યાં પુદ્ગલ નિમિત્ત છે ત્યાં ત્યાં તેનો નૈમિત્તિક ભાવ એની સાથે હોય છે એમ કીધું. આહાહા! Page #260 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૬૧ ૨૪૭ અરે આવી વાતું, શું પણ કહેવાની પદ્ધતિ. હેં? તાદાભ્ય સંબંધ કેમ નથી એમ હજી શિષ્યનો પ્રશ્ન હતો, એનો આ ઉત્તર આપ્યો, કે તાદામ્ય સંબંધ એને કહીએ કે જે વસ્તુની સાથે દરેક અવસ્થામાં હોય. કોઈપણ અવસ્થામાં ન હોય તેને તાદામ્ય સંબંધ ન કહેવાય. દરેક અવસ્થામાં હોય તેને તો સંસાર અવસ્થામાં તો આ રાગદ્વેષ ને ગુણસ્થાન ભેદની અવસ્થા છે. પણ મોક્ષ અવસ્થામાં એ નથી માટે તાદાભ્ય સંબંધ નથી, તાદાભ્ય સંબંધ હોય તો કાયમ રહેવું જોઈએ. પણ પુદ્ગલની સાથે તાદામ્ય સબંધ છે, કેમકે એ નિમિત્તના આશ્રયે લક્ષે ભેદ પડ્યા છે, બધા રાગાદિ. એ જ્યાં જ્યાં એ છે ત્યાં ત્યાં ભેદ છે પુદ્ગલની હારે સંબંધ છે કહે છે. આહાહાહા ! સમજાણું કાંઈ? આવી વાતું હવે. આ ઘરે સમજે તો આવું સમજાય એવું નથી આ. એય દેવાનુપ્રિયા ! એવું ઝીણું છે. આ તો શું બે ચાર દિવસે આવે સૂંધવા? એ કહે છે ને સૂંધવા આવું છું. નોળીયો વઢે તો સર્પ હારે પછી જાય ત્યાં સુંધવા વનસ્પતિ(નોળવેલ)નોળિયોને આવે છે, એમ એ દાખલો આપે છે. ભાઈ વીતરાગ માર્ગ પ્રભુ અલૌકિક માર્ગ છે ભાઈ ! અરે જેને સાંભળવાય મળે નહીં બિચારાને, એ શું કરે? આવો કહે છે માર્ગ. આત્મા સાથે દરેક અવસ્થામાં હોય તો તાદામ્ય આત્મા સાથે દરેક અવસ્થામાં નથી, ત્યારે પુગલની અવસ્થામાં દરેક અવસ્થામાં છે. જ્યાં જ્યાં નિમિત્ત પુદ્ગલ છે, ત્યાં ત્યાં તેના સંબંધનો ભેદભાવ આદિ ત્યાં હોય છે. એથી તેને પુદ્ગલ સાથે સંબંધ કીધો છે, આત્મા હારે સંબંધ છે નહીં વિશેષ કહેશે. (શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ) પ્રવચન નં. ૧૩પ ગાથા-૬૧,૬૨ તા. ૧૩-૧૧-૭૮ સોમવાર કારતક સુદ-૧૪ (સમયસાર) ગાથા-૬૧ ભાવાર્થ, ભાવાર્થ છે ને! એકસઠ ગાથા. શું કહે છે.? સાંભળો ! દ્રવ્યની સર્વ અવસ્થાઓને વિષે દ્રવ્યમાં જે ભાવો વ્યાપે છે તે ભાવો સાથે દ્રવ્યનો તાદાભ્યસંબંધ કહેવાય છે. શું કહ્યું? દ્રવ્ય નામ વસ્તુ-પદાર્થ, એ દ્રવ્યની સાથે સર્વ અવસ્થામાં -દરેક અવસ્થા અનાદિ-અનંત જેટલી અવસ્થા છે. એ સર્વ અવસ્થાઓમાં દ્રવ્યમાં જે ભાવ -જે ભાવ વ્યાપ્ત હોય-રહે એ ભાવોની સાથે દ્રવ્યનો તાદામ્યસંબંધ -દરૂપ સંબંધ છે. જેવી રીતે આત્મા એની દરેક અવસ્થામાં જ્ઞાન-આનંદાદિ રહે છે. તો જ્ઞાન ને આનંદનો તાદાભ્ય સંબંધ છે, એને આત્મા કહે છે. અને રાગ-દયા–દાન આદિ ભાવ એ આત્માની દરેક અવસ્થામાં છે નહીં, માટે તે (રાગભાવ) પુદ્ગલ અવસ્થામાં પુદ્ગલની સાથે તાદાભ્યમાં જાય છે. આંહ પહેલો સિધ્ધાંત તો આટલો કહ્યો કે કોઈપણ દ્રવ્ય જે છે- વસ્તુ (પદાર્થ) એની બધી અવસ્થામાં –સર્વ અવસ્થામાં રહે અને વ્યાપ્ત હો, તો એ દ્રવ્યની સાથે (એ) ભાવ તાદાભ્ય કહેવાય છે, પણ કોઈ વખતે હોય અને કોઈ સમયે ન હોય તો એ ભાવને દ્રવ્ય સાથે તાદાભ્ય સંબંધ નહીં. એ રાગ આદિ ભાવ-દયા, દાન, વ્રત, ભક્તિ આદિના ભાવ છે, એ આત્માની દરેકે - દરેક અવસ્થામાં હોતા નથી– રહેતા નથી, સંસાર અવસ્થામાં છે છતાં મોક્ષ અવસ્થામાં નથી, તો એ (રાગભાવ) ને તાદાભ્ય સંબંધ આત્માની સાથે તદરૂપસંબંધ નથી. આહાહા ! એ રાગનો સંબંધ પુદ્ગલની સાથે તાદાભ્ય સંબંધ છે. આવી વાત છે. ઝીણી વાત છે ભાઈ ! Page #261 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ ભાગ-૩ પુદ્ગલની સર્વ અવસ્થાઓમાં, પુદ્ગલમાં વર્ણ એટલે રંગ-ગંધ-૨સ-સ્પર્શ, શુભભાવઅધ્યવસાન, ગુણસ્થાન આદિ વ્યાપ્ત છે. પુદ્ગલમાં વ્યાપ્ત છે ( એમ ) કહે છે અહીં તો. શ૨ી૨, વાણી, મન, કર્મ, એ પર્યાય જડ છે પુદ્ગલ. અહીં કર્મ જે પુદ્ગલ છે એની સાથે એ પુણ્ય આદિ પરિણામ-શુભભાવ, જ્યાં જ્યાં કર્મ છે ત્યાં ત્યાં રાગ છે, રાગ છે ત્યાં કર્મ છે, એમ કર્મની સાથે રાગનો તાદાત્મ્ય સંબંધ છે. આહા ! આવી વાત છે. હવે અહીંયા તો એ દયા, દાન, વ્રત, ભક્તિ આદિના ભાવ, એ ધર્મ છે ને ધર્મના કા૨ણ છે એવું માને છે–( એની ) દૃષ્ટિ વિપરીત મિથ્યાત્વ છે. સમજાણું કાંઈ ? ૨૪૮ ( કહે છે ) સર્વ અવસ્થામાં, પુદ્ગલની સાથે છે એનો અર્થ એ કે ભેદ જે પડે છે ને અંદર, ગુણની પર્યાયમાં ભેદ પડે છે– લબ્ધિસ્થાન ને સંયમ (સ્થાન ) આદિ લીધા છે ને ! એ ભેદ પણ, આત્માના-અભેદની સાથે વ્યાપક નહીં–કોઈ વખતે હોય ને કોઈ વખતે ન હોય, એ આત્માની સાથે વ્યાપક નહીં. આહાહાહા ! શરીર, વાણી, મન, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ એ પુદ્ગલની સાથે તાદાત્મ્ય સંબંધ, એમ શુભરાગ-દયા, દાનના ભાવ એને પુદ્ગલની સાથે સંબંધ છે–એમ જ સાધકની પર્યાય જે સંયમની ભિન્ન ભિન્ન અવસ્થા, લબ્ધિસ્થાન એને પુદ્ગલની સાથે સંબંધ છે. અભેદ આત્મા સાથે સંબંધ નહીં ! આવું કામ છે. અરે ! સમ્યગ્દર્શન આદિ પર્યાયો જે છે એ ભેદરૂપ છે તો એ અંતર ત્રિકાળજ્ઞાયક સાથે તેઓ અભેદ નથી. આકરી વાત ! માર્ગણા ચૌદ પ્રકારની જે છે જ્ઞાનના ભેદો દર્શનના ભેદો, ચારિત્રના ભેદો, એ બધા ભેદો પુદ્ગલની સાથે સંબંધ રાખે છે એમ કહે છે. આહાહા! આંહી કહ્યું પહેલું સાંભળ્યું નહીં ? જયંતીભાઈ ગોત્યા કરે છે. પણ ત્રણ વાર તો કહ્યું ૬૧મી ગાથાનો ભાવાર્થ, ધ્યાન ન રાખ્યું ? ૬૧મી ગાથાનો ભાવાર્થ ( ચાલે છે ) વચમાં મફતનું ગયું બધું, સાંભળનારને પણ હજી (દરકાર નથી) શું કીધું ? સમજાણું કાંઈ ? ( શ્રોતાઃસાંભળનારાએ પહેલેથી કાળજી રાખવી જોઈએ ) એને ધ્યાન રાખવું જોઈએ, પહેલેથી આ કોઈ. આ તો વીતરાગની વાણી છે, આતો સર્વજ્ઞ ૫૨માત્મા એનું કથન છે. એ દિગમ્બર સંતો, એ કથન કરે છે. અહીંયા કહે છે કે દ્રવ્યની સર્વ અવસ્થાઓમાં દ્રવ્યમાં – પદાર્થમાં જે ભાવ વ્યાપ્ત થતા રહે છે એ ભાવોની સાથે દ્રવ્યનો તાદાત્મ્યરૂપ –તદરૂપ સંબંધ કહેવાય છે. કેવી વાત ! હવે, આટલી વાત કહીને કહે છે કે પુદ્ગલની સર્વ અવસ્થાઓમાં –કર્મ જે પુદ્ગલ છે જડ એની સર્વ અવસ્થાઓમાં રંગ, ગંધ, શુભભાવ, ગુણસ્થાન, ભેદ, આદિ ભાવ વ્યાપ્ત છે. એટલા માટે વર્ણાદિક ભાવોની સાથે પુદ્ગલનો તાદાત્મ્ય સંબંધ છે. પુદ્ગલનો તાદાત્મ્ય સંબંધ છે, એ પુદ્ગલની સાથે ભેદ, રાગ, અને જડની પર્યાય એ બધાને પુદ્ગલની સાથે તાદાત્મ્ય સંબંધ છે. જીવ–અજીવ અધિકા૨ છે ને ! ( જીવમાં ) એનામાં છે નહીં ભેદ પણ એનું (સ્વરૂપ ) અભેદ છે. એ એનું તાદાત્મ્ય સંબંધ છે, ભેદ પડયો એ તાદાત્મ્ય સંબંધ નથી. ભેદ તો અમુક કાળ રહે ને પછી નથી રહેતો, એની દરેક અવસ્થામાં ભેદ દશા ૨હેતી નથી. એ કા૨ણે પુદ્ગલમાં એ ભેદ અવસ્થા છે- રાગ પુદ્ગલમાં છે. આહાહા ! ઝીણી વાત છે ભાઈ ! Page #262 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૬૧ ૨૪૯ જૈન દર્શન! સર્વજ્ઞ પરમાત્માએ કહેલું એ સમજવું બહુ સૂક્ષ્મ છે, સૂક્ષ્મ છે. અહીંયા જીવઅજીવ અધિકાર લીધો છે. અહીં તો કહે છે કે આત્મામાં જે રાગ આદિ થાય છે–દયા, દાન આદિ અને જે ભેદ પડે છે પર્યાયમાં, એ બધું આત્માની દરેક અવસ્થામાં નથી રહેતા, માટે દરેક અવસ્થામાં ન રહેવાવાળા (ભાવો) ને પુદ્ગલની સાથે તાદાભ્ય સંબંધ છે એમનો! આહાહા! સમજાણું કાંઈ? સૂક્ષ્મ વાત છે ભાઈ ! સંસાર અવસ્થામાં જીવમાં, ભેદ-રાગ-રંગ આદિ ભાવ, કોઈ પ્રકારથી વ્યવહારનયથી, એ સમયની સ્થિતિ જોઈને કહેવામાં આવે છે વ્યવહારથી, પરંતુ મોક્ષ અવસ્થામાં જીવમાં વર્ણાદિ, ગુણસ્થાન આદિ ભેદ, રાગ, દયા, દાન આદિ, રાગ એ ભાવો સર્વથા મોક્ષ અવસ્થામાં નથી. એટલા માટે જીવને, રંગ, ગંધ, રાગ કે ભાવોની સાથે તાદામ્ય સંબંધ નથી. જેમ અગ્નિને ઉષ્ણતાની સાથે તાદાભ્ય સંબંધ છે એવો ( સંબંધ) ભગવાન આત્માની સાથે દયા, દાનનો રાગ અને ગુણસ્થાન આદિ ભેદ (ને) તાદાભ્ય સંબંધ નથી. આવી વાત છે. છે? જીવનો વર્ણાદિ સાથે કે (રંગ-રાગ) ભાવોની સાથે તાદાભ્ય સંબંધ નથી, આ વાત ન્યાયપ્રાપ્ત છે- આ વાત ન્યાયથી સિધ્ધ છે. આહાહાહા ! જેને આત્મદ્રવ્ય, દૃષ્ટિમાં લેવું હોય, તો એ અભેદ છે એની દૃષ્ટિ કરવી. જેને સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવું હોય -ધર્મની પહેલી સીડી પ્રાપ્ત કરવી હોય એણે આત્મદ્રવ્ય અભેદ-પૂર્ણ ગુણનો અભેદ આત્મદ્રવ્ય તે દૃષ્ટિમાં લેવાનું છે. (ગાથા-૩૭૬ માં છે) બપોરના (વ્યાખ્યાનમાં) પૂર્ણ ગુણોનો અભેદ પૂર્ણ દ્રવ્ય, તેને જ દૃષ્ટિમાં લેવું -દૃષ્ટિમાં લેવું. સમ્યગ્દર્શનનો વિષય પૂર્ણ ગુણથી પૂર્ણ ભરેલ દ્રવ્યસ્વભાવ એ સમ્યગ્દર્શનનો વિષય છે. સમ્યગ્દર્શનનો વિષય વર્તમાન રાગ એ પણ નહીં, ભેદ એ પણ નહીં, મનુષ્યપણું આદિ, સંહનન, સંસ્થાન આદિ એ પણ નહીં. અભેદ ચિદાનંદ ભગવાન પૂર્ણસ્વરૂપ, જેની સાથે અનંતા ગુણોને તાદાભ્ય સંબંધ છે ભગવાન આત્માની સાથે અનંતા જ્ઞાનાદિ ગુણોનો તરૂપસંબંધ છે. તાદાભ્ય ( સંબંધ છે) તો તેના ઉપર દૃષ્ટિ કરવાથી સમ્યગ્દર્શન થાય છે, હજી તો ધર્મની પહેલી સીડીની વાત છે. ચારિત્ર તો ક્યાંય. વાત પ્રભુ એ તો. આહાહા ! એ ૬૧ ગાથાનો ભાવાર્થ થયો. ત્રિકાળી ભગવાન છે, અબદ્ધસ્પષ્ટ જે પાંચ ભાવસ્વરૂપ કહ્યો, એનું લક્ષ થતાં, તે સામાન્ય પ્રગટયું એમ કહેવામાં આવે છે). અનુભવમાં આવ્યું એટલે પ્રગટયું એમ કહેવામાં આવ્યું. અને તે અનુભવમાં આવતાં જ્ઞાનની પર્યાયમાં પર શેય આકાર થઈને (જ્ઞાન) પરાધીન થઈને રોકાઈ જતું એ શેયાકાર ત્યાં નાશ થઈ ગયું. જ્ઞાનાકાર જ્ઞાન થતાં શેયાકારનો નાશ થઈ ગયો. આહા..હા..! ગાથા તો એવી ઊંચી છે, બાપુ! કાને પડવાને માટે ભાગ્ય જોઈએ છે! આહા..હા..! હજી તો આ બે લીટીમાં આ બધું....! આહાહા..! (સમયસાર દોહન -પૂ. ગુરુદેવશ્રીના નાઈરોબીના પ્રવચન પાના નં. ૧૬૭) Page #263 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ ભાગ-૩ ૨૫૦ છે . ( ગાથા - ૬૨ O : जीवस्य वर्णादितादात्म्यदुरभिनिवेशे दोषश्चायम्जीवो चेव हि एदे सव्वे भाव त्ति मण्णसे जदि हि। जीवस्साजीवस्स य णत्थि विसेसो दु दे कोई।।६२।। जीवश्चैव ह्येते सर्वे भावा इति मन्यसे यदि हि। जीवस्याजीवस्य च नास्ति विशेषस्तु ते कश्चित्।।६२।। यथा वर्णादयो भावाः क्रमेण भाविताविर्भावतिरोभावाभिस्ताभिस्ताभिर्व्यक्तिभिः पुद्गलद्रव्यमनुगच्छन्तः पुद्गलस्य वर्णादितादात्म्यं प्रथयन्ति, तथा वर्णादयो भावाः क्रमेण भाविताविर्भावतिरोभावाभिस्ताभिस्ताभिर्व्यक्तिभिर्जीवमनुगच्छन्तो जीवस्य वर्णादितादात्म्यं प्रथयन्तीति यस्याभिनिवेशः तस्य शेषद्रव्यासाधारणस्य वर्णाद्यात्मकत्वस्य पुद्गललक्षणस्य जीवेन स्वीकरणाज्जीवपुद्गलयोरविशेषप्रसक्तौ सत्यां पुद्गलेभ्यो भिन्नस्य जीवद्रव्यस्याभावाद्भवत्येव जीवाभावः। હવે, જીવનું વર્ણાદિક સાથે તાદાભ્ય છે એવો મિથ્યા અભિપ્રાય કોઈ કરે તો તેમાં આ દોષ આવે છે એમ ગાથામાં બતાવે છે આ ભાવ સર્વે જીવ છે જો એમ હું માને કદી, તો જીવ તેમ અજીવમાં કંઈ ભેદ તુજ રહેતો નથી ! ૬ર. ગાથાર્થ- વર્ણાદિકની સાથે જીવનું તાદામ્ય માનનારને કહે છે કેઃ હે મિથ્યા અભિપ્રાયવાળા ! [ ય િદિ ૨] જો તું તિ અન્ય] એમ માને કે શું પત્તે સર્વે ભાવ:]. આ વર્ણાદિક સર્વ ભાવો [ નીવ: વ દિ] જીવ જ છે, [1] તો [તે] તારા મતમાં [નીવચ સનીવ] જીવ અને અજીવનો [ વશ્ચિત] કાંઈ [વિશેષ:] ભેદ[ નાસ્તિ] રહેતો નથી. ટીકા:- જેમ વર્ણાદિક ભાવો, અનુક્રમે આવિર્ભાવ (પ્રગટ થવું, ઊપજવું) અને તિરોભાવ (ઢંકાવું, નાશ થવું) પામતી એવી તે તે વ્યક્તિઓ વડે (અર્થાત્ પર્યાયો વડે) પુગલદ્રવ્યની સાથે સાથે રહેતા થકા, પુદ્ગલનું વર્ણાદિ સાથે તાદામ્ય જાહેર કરે છેવિસ્તારે છે, તેવી રીતે વર્ણાદિક ભાવો, અનુક્રમે આવિર્ભાવ અને તિરોભાવ પામતી એવી તે તે વ્યક્તિઓ વડે જીવની સાથે સાથે રહેતા થકા, જીવનું વર્ણાદિ સાથે તાદાભ્ય જાહેર કરે છે, વિસ્તારે છે-એમ જેનો અભિપ્રાય છે તેના મતમાં, અન્ય બાકીનાં દ્રવ્યોથી અસાધારણ એવું વર્ણાદિસ્વરૂપપણું-કે જે પુગલદ્રવ્યનું લક્ષણ છે તેનો જીવ વડે અંગીકાર કરવામાં આવતો હોવાથી, જીવ-પુગલના અવિશેષનો પ્રસંગ આવે છે, અને એમ થતાં, પુદ્ગલોથી ભિન્ન એવું કોઈ જીવદ્રવ્ય નહિ રહેવાથી, જીવનો જરૂર અભાવ થાય છે. Page #264 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૬૨ ૨૫૧ ભાવાર્થ- જેમ વર્ણાદિક ભાવો પુદ્ગલદ્રવ્ય સાથે તાદાભ્યસ્વરૂપે છે તેમ જીવ સાથે પણ તાદાભ્યસ્વરૂપે હોય તો જીવ-પુગલમાં કાંઈ પણ ભેદ ન રહે અને તેથી જીવનો જ અભાવ થાય એ મોટો દોષ આવે. ગાથા – ૬૨ ઉપર પ્રવચન હવે ૬૨, ગાથા. યદિ જો કોઈ મિથ્યાઅભિપ્રાય પ્રાપ્ત, વ્યક્ત કરે, કોઈ એવો મિથ્યા શ્રધ્ધા અભિપ્રાય પ્રગટ કરે કે જીવનો વર્ણાદિક સાથે તાદામ્ય (સંબંધ) છે. આત્મામાં રંગ ને રાગ-રંગને રાગની સાથે તાદાભ્ય છે- એકરૂપ ( સંબંધ) છે. એવો મિથ્યા અભિપ્રાય કરે તો એમાં આ દોષ આવે છે, એમ આ ગાથા દ્વારા કહે છે. કોઈ એમ કહે કે આત્મા-ભગવાનજ્ઞાયક સ્વભાવની સાથે, રાગ, દયા, દાન, આદિ રાગ, ગુણસ્થાન આદિ ભાવ અને ભેદ પર્યાયના એને આત્મા સાથે તાદાભ્યસંબંધ છે, એવો કોઈ ભ્રમ કરે, એને અહીંયા દોષ બતાવે છે. આહાહાહા ! બાસઠ ગાથા जीवो चेव हि एदे सव्वे भाव त्ति मण्ण्से जदि हि। जीवस्साजीवस्स य णत्थि विसेसो दु दे कोई।।६२।। હવે, જીવનું વર્ણાદિક સાથે તાદાભ્ય છે એવો મિથ્યા અભિપ્રાય કોઈ કરે તો તેમાં આ દોષ આવે છે એમ ગાથામાં બતાવે છે - આ ભાવ સર્વે જીવ છે જો એમ હું માને કદી, તો જીવ તેમ અજીવમાં કંઈ ભેદ તુજ રહેતો નથી! ૬૨. એ રાગ આદિ ગુગલ આદિના બધા (ભાવ) પરિણામ તારા છે એમ માને, એ ભાવ બધા જીવ છે, એમ માને તો જીવ અને અજીવમાં કાંઈ ભેદ રહેતો નથી. આહાહા ! ટીકા, સૂક્ષ્મ ગાથાઓ છે, એ આખું સમયસાર સૂક્ષ્મ છે– (શ્રોતા – આખો આત્મા સૂક્ષ્મ) સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભગવાને આત્મા ચૈતન્ય ભગવાન, અનંત ગુણોથી તાદાભ્યસ્વરૂપ પ્રભુ ( નિજાત્મા) એના ઉપર દૃષ્ટિ દેવાથી ધર્મની સમ્યગ્દર્શનની પહેલી શરૂઆત થાય છે. બાકી લાખ-કરોડ-અનંત દયા-દાન-વ્રત-ભક્તિ-પૂજા-જાત્રા કરે અનંત, એનાથી સમ્યગ્દર્શન નથી થતું (કારણકે) એ તો રાગ છે. એ તો પુદ્ગલના પરિણામની સાથે (એની) તાદાભ્યસંબંધ છે. જ્યાં જ્યાં પુદ્ગલ ત્યાં-ત્યાં ભેદ ને રાગ, એ એમ કહે છે. (અને) જ્યાં-જ્યાં ભગવાન આત્મા ત્યાં-ત્યાં રાગ ને પુગલ ભેદ છે નહીં. આવું તો હજી સાંભળવું કઠણ પડે! વીતરાગ જિનેશ્વરદેવ, પરમેશ્વર ત્રિલોકનાથ (તીર્થંકરદેવ) ની દિવ્યધ્વનિમાં એમ કહે છે, એ જ આ કુંદકુંદાચાર્ય, અમૃતચંદ્રાચાર્ય-દિગમ્બર સંતો! એ જ વાત જગત પાસે જાહેર કરે છે. આવી વાત ક્યાંય બીજે છે નહીં, અલૌકિક વાત છે! પ્રભુ, શાંતિથી સમજવું! જેમ વર્ણાદિ રંગ-ગંધ, રાગ આદિ ભાવ ક્રમશઃ આવિર્ભાવ-પ્રગટ થવું ને ઉપજવું અને તિરોભાવ છુપાઈ જવું ને નાશ થઈ જવો –જેને પ્રાપ્ત થતી એવી એ વ્યક્તિઓ દ્વારા પર્યાયો દ્વારા, પુદ્ગલદ્રવ્યની સાથે સાથે રહેતી થકી એ તો કાલે એક વાર કહ્યું તુંને! કે નિમિત્તથી થયું છે Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ સમયસાર સિદ્ધિ ભાગ-૩ એ તો પોતાનાથી થયું છે. એ એ સમયમાં ગુણસ્થાન-ભેદ, રાગના ઉત્પન્ન થાય તે (તેની ) જન્મક્ષણ છે, તો તેનાથી ઉત્પન્ન થયા છે. પણ એ ઉત્પન્ન થયા છે એ આત્મામાં ત્રિકાલ વ્યાપ્ત નહીં. એ કા૨ણે આ રંગ-ગંધને દયા-દાનના ભાવ, જે પુદ્ગલની સાથે પુદ્ગલ વ્યાપ્ત થાય છે ત્યાં ( પુદ્ગલ ) વ્યક્ત થાય છે ને એમાં વ્યાપ્ત રહે છે ! આવું કામ ! એક બાજુ એમ કહે કે આવું કહેવું કે પુણ્યને પાપના ભાવ આત્માની પર્યાયમાં થાય છે અને એનો કર્તા-ભોક્તા જીવ છે. એ જ્ઞાનપ્રધાન કથન છે. અહીં દષ્ટિપ્રધાન કથનમાં તો ચાહે તો દયા-દાન-વ્રત-ભક્તિ, પંચમહાવ્રતના ભાવ (પુદ્ગલની સાથે વ્યાપ્ત છે. ) આંહી કહે છે પ્રભુ ! એ દિગમ્બર સંતો, પ્રભુ (તીર્થંકરદેવ ) કહે છે એ તેઓ કહે છે, એ કેવળીના કેડાયતો, એ દિગમ્બર સંતો છે, એ કેવળી ૫૨માત્માએ (જે ) કહ્યું, તેની સાક્ષીએ તેઓ કહે છે. આહાહા ! પ્રભુ ! એક વાર સાંભળ ! એ રાગને પુણ્ય-પાપના ભાવ આદિની પ્રગટતા થાય છે અને ઉપજે છે ને નાશ થાય છે, એ બધા ( ભાવ ) પુદ્ગલની સાથે છે. એ ઉત્પાદ–વ્યય, તારી સાથે (આત્માની સાથે ) નહીં એમ કહે છે. આહાહા ! સમજાણું કાંઈ. ? આવું ઝીણું તત્ત્વ ! એ દયા, દાન, વ્રત, શુભભાવ વાંચન આદિ કરવું તેનો રાગ આવવો આવા શ્રવણમાં જે રાગ આવે છે એ રાગ પુદ્ગલની સાથે ઉત્પન્ન થાય છે ને પુદ્ગલમાં વ્યય થાય છે. આત્માનો એ ઉત્પાદ વ્યય નથી. આહાહાહા ! સમજાણું કાંઈ ? અહીં દ્રવ્યસ્વભાવનું વર્ણન છે ને ! અને જીવદ્રવ્યનું વર્ણન છે. એમાં અજીવના ભેદ છે નહીં, તો એ ભેદ ને રાગ પણ અજીવ છે. દેવ-ગુરુશાસ્ત્રની શ્રધ્ધા, શાસ્ત્રનું જ્ઞાન-વિકલ્પો, નવતત્ત્વની શ્રધ્ધાનો રાગ, છકાયની દયાનો રાગ, એ બધા કહે છે પુદ્ગલની સાથે ઉત્પન્ન થાય છે ને પુદ્ગલમાં નાશ થાય છે. ( પુદ્ગલમાં ઉત્પાદ–વ્યય ) પોતાની ( આત્માની ) સાથે નહીં. દેવીલાલજી ! આવી વાત ! દિગમ્બર સંત સિવાય ક્યાંય આવી વાત છે નહીં. સમજણમાં આવે છે ? વાત તે ક્યાં છે ? કેટલું સ્પષ્ટ કરી નાખ્યું છે. ઉત્પાદ વ્યય છે એ સમયે, પણ દ્રવ્યસ્વભાવમાં એ નથી. એ જ કા૨ણે રાગની ઉત્પત્તિ અને રાગનો નાશ, પુદ્ગલની સાથે સંબંધ રાખે છે. આવિર્ભાવ તિરોભાવ ! શું કહ્યું ? છે ? આવ્યું ને, આવિર્ભાવ રાગ આદિનું– ઉત્પન્ન થવું અને રાગ આદિનો તિરોભાવ –નાશ થવો, એ વ્યાપ્ત-પ્રાપ્ત હોતી થકી એ વ્યક્તિઓ દ્વારા પર્યાયો દ્વા૨ા એ પુદ્ગલની સાથે સાથે ૨હેતી થકી, શુભ અશુભ રાગ જે ઉત્પન્ન થાય છે અને વ્યય નાશ થાય છે તો કહે છે ઈ પુદ્ગલની સાથે એનું વ્યાપ્તપણું છે. અને આવિર્ભાવ ને તિરોભાવ –પ્રગટ થવું ને છુપાઈ જવું એ બધું પુદ્ગલની સાથે. એ વ્યક્તિઓ દ્વારા પુદ્ગલદ્રવ્યની સાથે સાથે રહેતી થકી, પુદ્ગલના વર્ણાદિકની સાથે તાદાત્મ્ય, પ્રસિધ્ધ તો કરે છે એ પુદ્ગલની તાદાત્મ્ય પ્રસિધ્ધ કરે છે તો એ પુદ્ગલનો વિસ્તાર છે. આહાહા ! ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ એનો એ વિસ્તાર નહીં-સ્વભાવનો વિસ્તાર નહીં, એ કહેવું છે અહીંયા. ભગવાન ચિદાનંદ પ્રભુ (આત્મા) અખંડાનંદ જિનસ્વરૂપી પ્રભુ-એ જિનસ્વભાવી ભગવાનનો એ રાગાદિ વિસ્તાર નહીં. રાગાદિની પ્રસિધ્ધિ ભગવાન સ્વરૂપ જિનસ્વરૂપ ( આત્માની ) આ પ્રસિધ્ધિ નહીં. જુઓ ! આ સંતો સર્વજ્ઞ ( તીર્થંકર ભગવાન ) કહે છે એ દિગમ્બર સંતો કહે છે, અને તે પણ પંચમઆરાના પ્રાણીને કહે છે, ( પંચમઆરાના સાધુ Page #266 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૬૨ ૨૫૩ છે) આ કાંઈ ચોથા આરાના સાધુ છે નહીં. અને ચોથા આરાને સમજાવતા નથી. પંચમઆરાના પ્રાણીઓને, પંચમઆરાના સંતો (કહે છે). કોઈ એમ કહે કે આ વાત તો ચોથા આરાની છે, ચોથા આરાના (પ્રાણીઓને) સમજવાની છે, એમ નથી પ્રભુ! સાંભળ તો ખરો ! પંચમઆરામાં પણ તું આત્મા છો કે નથી? આત્મા કોણ છે? એ પોતાના (ચૈતન્ય) ગુણથી અભેદ એવો જ આત્મા છે. અત્યારે એવો છે, તો અહીંયા કહે છે કે જેણે અભેદ આત્માની દૃષ્ટિ કરવી હોય તો આ રાગ આદિના પરિણામ એ અજીવના છે. હવે અત્યારે આંહી કહે કે શુભજોગ જ અત્યારે હોય, ધર્મ હોય નહીં. અરરરર! એ શુભજોગ જ અત્યારે ધર્મનું કારણ છે (એ લોકો આમ કહે છે) અરે ! પ્રભુ શું કરે છે પ્રભુ! હવે એ પુદ્ગલમાં વ્યાપનારા ભાવ એ આપણા (આત્માના) છે અને એનાથી પોતાને લાભ માનવો, એ તો મહા મિથ્યાત્વ-અજ્ઞાન છે. એ દેવાનુપ્રિયા? છે કે નથી અંદર? તો શું સાંભળી આવ્યા? એ કહેતા'તા ને કે આવો મારગ છે બાપા! કુંદકુંદાચાર્ય કહે છે, (તેઓ) ભગવાન પાસે ગયા હતા, સીમંધર પરમાત્મા ત્રિલોકનાથ મહાવિદેહમાં બિરાજે છે. એની પાસે (કુંદકુંદાચાર્ય) ગયા હતા, આઠ દિ' રહ્યાં હતા, ત્યાંથી આવીને શાસ્ત્રો બનાવ્યા. અને એના પછી હજાર વર્ષે અમૃતચંદ્રાચાર્ય (થયા), આ કુંદકુંદાચાર્ય (નું શાસ્ત્ર) અમૃતચંદ્રાચાર્ય એની આ ટીકા બનાવી તો કહે છે અહીંયા કે પ્રભુ! શાંતિથી સાંભળ! આહાહા! એ શુભ અશુભ રાગની ઉત્પત્તિ ને વ્યય પુદ્ગલની સાથે સંબંધ રાખે છે. ભગવાન આત્માની સાથે એનો સંબંધ નહીં, એ (તાદાભ્ય) સંબંધ હોય તો ત્રિકાળ એમાં (એ ભાવ) રહેવા જોઈએ. રાગની ઉત્પત્તિ ને રાગનો વ્યય આત્મામાં ત્રિકાળ રહેવો જોઈએ, તો એ (ભાવ) આત્માની ચીજ નથી. પૈસા-શરીર–ધૂળ-લક્ષ્મી આદિ તો ક્યાંય પર (દૂર) રહી ગયા એ તો પુદ્ગલ, પર રહી ગયા એની હારે અહીં (આત્માને) કાંઈ સંબંધ જ નહીં. આ શરીર માટી–ધૂળ એ આવી ગયું શરીર, અંદર વજનારાચ આદિ સંહનન, ઔદારિક, વૈક્રિયિક શરીર આદિ (બધું) આવી ગયું છે. એ તો બધું પુદ્ગલની સાથે આ પર્યાય ઉત્પન્ન થાય છે ને વ્યય થાય છે, એ પુદ્ગલની સાથે છે. પણ. અહીંયા તો રાગ ઉત્પન્ન થાય છે ને રાગ વ્યય થાય છે, એ સંબંધ ભગવાન (આત્માની) સાથે નહીં, જો આત્માની સાથે (તાદાભ્ય સંબંધો હોય તો કાયમી અવસ્થામાં (રાગ) રહેવો જોઈએ ! અરે ! આ ક્યાં સાંભળવા મળે નહીં, આવા મનુષ્યપણા હાલ્યા જાય છે. ક્યાં જશે? એ અવતાર! આ જો સંસ્કાર ન પડ્યા અંદર ક્યાં ઉતારા થશે ભાઈ ? ચોરાશીના અવતારમાં! ભગવાન (આત્મા) તો અનાદિ-અનંત નિત્ય રહેવાનો છે, રહેશે જ તો આ ભવ પલટીને ક્યાંય (બીજે) જશે તો ખરો, તો જેણે રાગ મારો છે ને રાગથી મને લાભ થશે એવી મિથ્યાષ્ટિ (છે તે) ક્યાં જશે? મિથ્યાત્વમાં નરક ને નિગોદના અવતારમાં જશે. આહાહાહા ! તેથી તો કહે છે પ્રભુ! જે કારણથી તીર્થકરગોત્ર બંધાય, પ્રભુ સાંભળો ! એ ભાવ રાગ છે. પુદ્ગલની સાથે (તાદાભ્ય) સંબંધ રાખે છે, એ પુસ્તક છે કે નહીં? છે. જે ભાવથી તીર્થકર (ગોત્ર) પ્રભુ બંધાય એ ભાવ શુભરાગ છે. એ બંધનું કારણ છે. તે (ભાવ) ધર્મ નથી. છે તો એ રાગ, ષોડશકારણ ભાવના એ રાગ-અજીવ છે. જેના ફળમાં અજીવ ફળે છે. એ રાગ Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ સમયસાર સિદ્ધિ ભાગ-૩ પુદગલની સાથે સંબંધ રાખે છે. એ ઉત્પન્ન ને વ્યય, પુદગલદ્રવ્યની સાથે એનો ઉત્પાદુ વ્યયનો સંબંધ છે. કહો ચીમનભાઈ ? આવી વાતું છે, ઝીણી! એટલે સોનગઢનું એવું લાગે લોકોને, આ (કહે છે તે) સોનગઢનું છે કે ભગવાનનું છે! પ્રભુ તારું ઘર તપાસવા માટેની વાત કરે છે, તારું ઘર જોવું, એમાં રાગ ને દ્વેષની ઉત્પત્તિ ને વ્યય છે નહીં, એમાં. તારો નાથ ભગવાન (શુદ્ધાત્માં ત્યાં તો આનંદની ઉત્પત્તિ ને આનંદનો વ્યય, એની સાથે (તાદાભ્ય) સંબંધ છે, ભગવાન (આત્માને) તો, કહો શાંતિભાઈ ? એ રાગ ચાહે તો પંચમહાવ્રતનો વિકલ્પનો રાગ હો,. ચાહે તો દયા-દાન-ભક્તિનો રાગ હો, એ રાગનું ઉપજવું-પ્રગટ થવું, વ્યય થવો-નાશ થવો, એવો ઉત્પાદ-વ્યયનો સંબંધ, આવિર્ભાવ-તિરોભાવ પુગલની સાથે સંબંધ રાખે છે બેસવું કઠણ જગતને, (શ્રોતા – આચાર્યને ભય નથી લાગ્યો કે કોઈ નિશ્ચયાભાસી આવું (કહેવાથી) થઈ જશે !) દુનિયા દુનિયાની જાણે એને શું “નાગા તે બાદશાહથી આઘા' – એને શું પડી છે દુનિયાની મારગ આ છે. એ તો સંત ! એક ભવ આદિ કરીને મોક્ષ જવાવાળા છે. દિગમ્બર સંતો કુંદકુંદાચાર્ય, એને જગતની કાંઈ પડી નથી, સમાજ સમતોલ રહેશે કે નહીં? આહાહાહા ! ત્રણલોકના નાથ સર્વજ્ઞ (તીર્થકર) પરમાત્માએ કહ્યું એ જ આ સંતો કહે છે, જગતને. આવી વાણી ને આવો ભાવ, દિગમ્બર શાસ્ત્રો સિવાય ક્યાંય નથી, પ્રભુ! પણ એનેય એના વાડામાં (સંપ્રદાયમાં) રહ્યા હોય તેની ખબર ન મળે! ભગવાન અમૃતચંદ્રાચાર્ય કુંદકુંદાચાર્યનો પોકાર છે. પ્રભુ! તારી પ્રસિધ્ધિ રાગથી હોય? રાગની પ્રસિધ્ધિ તો પુદ્ગલની પ્રસિદ્ધિ છે (આમ) કહે છે. ગજબ વાત કરે છે ને ! તારી પ્રસિધ્ધિ પ્રભુ! જ્ઞાન ને આનંદની પર્યાયથી તારી પ્રસિધ્ધિ થાય છે, એ દ્રવ્ય સ્વભાવના અભેદ ઉપર દૃષ્ટિ પડતાં જે શાંતિ ને આનંદની પર્યાય ઉત્પન્ન ને વ્યય થાય, એ તારી પ્રસિધ્ધિ છે. ટીકાનું નામ “આત્મખ્યાતિ છે ને! આ ટીકાનું નામ આત્મખ્યાતિ છે, આ તો અલૌકિક વાતું છે. બાપા! સમયસાર એટલે જગતચક્ષુ-અજોડચક્ષુ, હજી થયા કુંદકુંદાચાર્ય તો બે હજાર વર્ષ પહેલાં થયા. પંચમઆરાના સંતો અને આ ટીકાકાર પણ હજાર વર્ષ પહેલાં અને આ ટીકાકાર હજી એક હજાર વર્ષ પહેલાં. (થયાં) જગતની બેદરકારી કરી, સત્ય આ છે. સાચના (સત્યના) ડંકા માર્યા છે! આહાહા ! પ્રભુ! આહા! એકવાર એ આવ્યું'તું નહીં ઓલું (પદ) “પ્રભુતા પ્રભુ તારી તો ખરી, મુજરો મુજ રોગ લે હરી', પ્રભુતા તારી પ્રભુતા તો ત્યારે કહીએ કે નિર્મળ પર્યાયની ઉત્પત્તિ ને વ્યય થાય એ તારી પ્રભુતા છે. રાગની ઉત્પત્તિ ને વ્યય થાય એ તારી પ્રભુતા નહીં નાથ ! (પદરચના કરનાર) ઓલે તો બીજું કહ્યું તું, મારે અંદર મેળવવા પ્રભુતા પ્રભુ તારી તો ખરી, હે નાથ પ્રભુ તારી પ્રભુતા તો ત્યારેજ ખરી છે. મુજરો મુજ રોગ લે હરી - રાગની ઉત્પત્તિ નહીં મારામાં. રાગની ઉત્પત્તિ ને વ્યય મારામાં નહી. એ શાંતિભાઈ? બધા છોકરાવને ઉત્પન્ન કરતાં ને પૈસાને ઉત્પન્ન કરતાં ને શું છે? આ તો બધું ભ્રમણાં! અરે રે એને ક્યાં જાવું? (શ્રોતાટોચની વાત છે) હેં? આવી વાતું છે ભાઈ ! (શ્રોતા- ટોચની નહીં સાચામાં સાચી) ! એતો એનો વિસ્તાર છે. શું કહે છે? શુભ-અશુભ, દયા-દાન-વ્રત-ભક્તિ આદિના ભાવ એ તો પુદ્ગલનો વિસ્તાર છે. પુદ્ગલની પ્રસિદ્ધિ, પુદ્ગલની પ્રસિદ્ધિ થાય છે, ભગવાન Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૫૫ ગાથા ૬૨ (આત્મા ) પ્રસિદ્ધ થતો નથી એમાં. આહા ! શું એની ગંભીરતા! શું એ ટીકાના મર્મો! આહાહા ! અમૃતવાણી અમૃતચંદ્રાચાર્યની સંતો દિગમ્બર સંતો એટલે, ભગવાનના ૧૦૦૮ નામ આપ્યા છે ને ભાઈ ? ભગવાનને એક હજા૨ને આઠ નામ આપ્યા છે. જિનસેન આચાર્યે, આદિ પુરાણના કર્તા, ત્યાં પ્રભુને કહ્યું પ્રભુ ! આહાહા ! શું કહેવું 'તું ? જિનસેન આચાર્યે૧૦૦૮ નામ આપ્યા છે એમાં પ્રભુને એમ કહ્યું' તું પ્રભુ ! તમે મુમુક્ષુ છો–પ્રભુ ! તમે મનિષ છો ( અમારે આ મનિષ નામ છે ને ભાઈનું પ્રવિણનાં દિકરાનું ) મનિષ ( નામ ) કીધું છે મનિષ ! પ્રભુ ! આપ જ્ઞાનના ઈશ્વર છો, મનિષ એટલે ! પ્રભુ, તારા વખાણ કઈ રીતે કરીએ ! આહાહા ! એવી વાત ! ૫રમાત્મા, જેની પર્યાયમાં અનંત અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ ખીલી નીકળ્યાં છે–૫૨માત્મા હજાર પાંખડીએ ખીલ્યો છે, ગુલાબ જેમ ખીલે હજાર પાંખડીએ આ તો અનંત પાંખડીએ ખીલ્યો પ્રભુ ! એ એની પ્રસિધ્ધિ ! અનંતાનંત જ્ઞાનની અનંતગુણની પ્રસિધ્ધિઉત્પાદ–વ્યય થવો ( એ ) ગુણને આશ્રિત થવો તે આત્માનો સ્વભાવ છે. ૫૨ને આશ્રયે જે રાગ આદિ થાય તે આત્માનો સ્વભાવ છે નહીં. આહાહા ! આવું આકરું પડે શું થાય પણ ? ભાઈ ! મારગ તો આ છે. ત્રિલોકનાથ જિનેશ્વરદેવ, ૫૨મેશ્વર (તીર્થંકરદેવ ) ઇન્દ્રોને ગણધ૨ોની વચ્ચે (સમક્ષ ) આ કહેતા હતા. એ (વાત) આ સંતો કહે છે. ભગવાન (અરિહંત સીમંધદેવ ) મહાવિદેહમાં બિરાજે છે, ત્યાં આ કહેતા હતાં, એ વાત કુંદકુંદાચાર્ય, અમૃતચંદ્રાચાર્ય અહીં કહે છે. કુંદકુંદાચાર્ય તો ત્યાં ( સદેહે) ગયા હતા પણ અમૃતચંદ્રાચાર્ય ત્યાં નહોતા ગયા છતાં ભગવાન (નિજાત્માનાં ) અંતર પાસે ગયા હતા, એથી આ પ્રસિધ્ધિ કરી અમે આવ્યા છીએ. આત્મા કોણ ? આત્મા આનંદનો નાથ પ્રભુ ! અનંત અનંત જ્ઞાન-અનંત દર્શન-અનંત આનંદઅનંત શાંતિ-અનંત સ્વચ્છતા-અનંત પ્રભુતા, એવી એવી એક એક ગુણની પૂર્ણતા, એવા અનંતગુણનો પૂર્ણતાનો પ્રભુ હું આત્મા ! આહાહા ! એની ઉત્પત્તિ તો નિર્મળ પર્યાય થાય ને નિર્મળપર્યાયનો વ્યય થાય, એ એનો ( આત્માનો ) સ્વભાવ છે. સમજાણું કાંઈ ? અરે રે! પ્રભુ શું કરે છે? કેટલાક આ વ્રતને તપને ભક્તિથી ધર્મ માને, તો કેટલા’ક ગુરુદેવની ને શાસ્ત્રની ને દેવની ભક્તિ કરીએ તો ધર્મ ( થાય ) એમ માને, એ બધા એક જાતના ( અભિપ્રાય ) છે. દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિ છે એ રાગ છે ને એ રાગ એ પુદ્ગલની સાથે સંબંધ રાખે છે, કહે છે. અ૨૨૨ ! (રાગ ) જો આત્માની સાથે (તાદાત્મ્ય ) સંબંધ રાખતો હોય તો આત્મા છે ત્યાં બધે (સર્વ અવસ્થામાં) હોવો જોઈએ. હૈં? ભગવાન આત્મા તો જ્યારે (પરિપૂર્ણ )નિર્મળાનંદ થાય ત્યારે તે ( રાગભાવ ) હોતો નથી, માટે તે રાગની ઉત્પત્તિ ને વ્યય, ભગવાન આત્મા સાથે સંબંધ રાખતો નથી. (શ્રોતાઃ- પુણ્યથી પાપ ઠેલાય છે ને !) એ બધી વાતું બધી દુનીયાની–પાગલની !( શ્રોતાઃ- પુણ્યને પાપની જાત એકજ છે. ) પુણ્ય કોને કહેવું ? પાપ કોને કહેવું ? એની ( એને ) ખબર નથી. શુભભાવ ને અશુભભાવ એ બેમાં પુણ્ય ઠીક જ છે ને પાપ અઠીક છે, એમ માને એને કુંદકુંદાચાર્ય, પ્રવચનસાર ગાથા-૭૭ માં કહે છે ‘ઘોર હિડંતિ સંસા૨ મોહ સછન્નો' મિથ્યાત્વથી ઢંકાયેલો ઘો૨ સંસા૨માં રખડશે. દેવાનુંપ્રિયા ? અહીંયા કાંઈ હાલે એવું નથી, અહીંયા !( શ્રોતાઃઝરીયામાં હાલે !) ત્યાં હાલે ? શાંતિભાઈને બધા બેઠા હોય ને ? જ્યાં ત્યાં ઠલવે તે ! ૭૭ Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ સમયસાર સિદ્ધિ ભાગ-૩ ગાથામાં પ્રવચનસાર, કુંદકુંદાચાર્ય ૭૭ ગાથામાં એમ કહે છે કે જે કોઈ, શુભ-અશુભ ભાવ છે, એમાં (એકને) વિશેષ માને કે શુભ ઠીક છે ને અશુભ અઠીક છે, તો બેમાં વિશેષ માનવાવાળા, ઘોર સંસારમાં મોહથી મિથ્યાત્વથી ઢંકાયેલા રખડશે, “મોહસછત્નો” એમ પાઠ છે. ભાઈ ? દિગમ્બર ધર્મ સમજવો એ કોઈ અલૌકિક વાત છે. એ કાંઈ વાડો (સંપ્રદાય) મળી ગયો માટે દિગમ્બર ધર્મ સમજી જાય? દિગમ્બર ધર્મ એ કાંઈ પક્ષ નથી, એ વસ્તુનો સ્વભાવ છે. (આહા!) વસ્તુનો સ્વભાવ છે, કે જેમાં દયા-દાનને ષોડશકારણ ભાવના, તીર્થંકરનામકર્મનો બંધ, એવા (શુભ) ભાવ પણ જ્યાં આત્મામાં નથી. એ (ભાવો) આત્માની સાથે સંબંધ રાખતા નથી. છે? આવો માર્ગ છે! આહાહાહા ! એ વર્ણાદિક ભાવ ક્રમશઃ આવિર્ભાવ ને તિરોભાવ વડે પ્રાપ્ત થતાં એવી તે તે વ્યક્તિઓની સાથે, જીવની સાથે જ રહેતી હોવા છતાં, શું કહે છે? પહેલાં પુદ્ગલની સાથે આવિર્ભાવતિરોભાવ, ઉત્પન્ન ને વ્યય થાય છે, એવું બતાવ્યું એમ આત્માની સાથે તે ઉત્પન્ન ને વ્યય હો, છે? જીવની સાથે સાથે રહેતાં થકા જીવનો વર્ણાદિકની સાથે તાદાભ્ય પ્રસિધ્ધ કરે છે એમ કોઈ ) માને છે, એવો એનો અભિપ્રાય છે, એના મતમાં અન્ય શેષ દ્રવ્યોથી અસાધારણ એવા વર્ણાદિકરૂપતા કે જે પુદ્ગલનું સ્વરૂપ છે, એનો જીવમાં અંગીકાર કરવામાં આવ્યો, જે પુદ્ગલનું સ્વરૂપ (છે) એનો જીવ દ્વારા (જીવમાં) અંગીકાર કર્યો. એટલા માટે જીવ, પુદ્ગલના અવિશેષનો પ્રસંગ આવે છે. જીવ અને પુદ્ગલ બેય એક છે એવો પ્રસંગ આવે છે. આહાહા ! શું ટીકા! વિશેષ કે જેમ પુદ્ગલકર્મ જડ-અજીવ એની સાથે સાથે રાગ આદિ અજીવ ઉત્પન્ન થાય છે ને વ્યય થાય છે, એમની સાથે તાદાભ્ય સંબંધ છે. એમ કોઈ એવો અભિપ્રાય રાખે કે જીવની સાથે રાગનો -અજીવનો, ઉત્પન્ન થવું ને વ્યય થવું (તેથી) જીવની સાથે (તાદાભ્ય) સંબંધ છે તો એમાં (એ મતમાં) પુદ્ગલને જ જીવ માન્યા. જીવદ્રવ્ય ભિન્ન છે એમ ન માન્યું ! આહાહા ! આ વાત, વીતરાગમાર્ગ બાપા! અને જીવ, વીતરાગમાર્ગ એક ક્ષણ સમજે ને સમજણમાં આવે, તો ભવનો અંત આવી જાય છે. આવી વાત છે! શું કહે છે? કે જેમ પુલની સાથે જડકર્મની સાથે, રાગ-દ્વેષ ઉત્પન્ન થાય છે ને વ્યય થાય છે, તેઓ સંબંધ ત્યાં રાખે છે, એમ જો આત્મા સાથે એ રાગને વૈષની ઉત્પત્તિનો સંબંધ રાખે તો આત્મા પુગલ થઈ જાય, તો જીવદ્રવ્ય તો રહેતું નથી. જેમણે પુણ્ય પાપના ભાવ, આત્માની સાથે સંબંધ માન્યો છે તો એમને જીવદ્રવ્ય તો રહ્યું નહીં. પુદ્ગલ થઈ ગયું એમ કહે છે. સૂક્ષ્મ વાત છે ભાઈ ! જે આત્માએ એવો અભિપ્રાય રાખ્યો કે મારી સાથે એ રાગની ઉત્પત્તિ ને રાગનો વ્યય થાય છે તો એણે પુદ્ગલને જ પોતાના માન્યા, આત્મા ભિન્ન છે એમ તો માન્યું નહીં. આહાહા ! આવી વાત છે! અગાસ છે ને ! શ્રીમદનું -શ્રીમદ્ભાં વ્યાખ્યાન થયું એક કલાક, રાત્રે પ્રશ્ન થયા થોડા.... એમ કે આ ભક્તિ આદિ કરીએ એ સાધન? અરેરે પ્રભુ! ભક્તિ ભગવાનની ને ગુરુની અને શાસ્ત્રની, એ તો રાગ છે. રાગની ઉત્પત્તિ ને વ્યયનો સંબંધ નિશ્ચયથી તો પુદ્ગલ સાથે છે. વ્યવહારથી એક સમયની પર્યાયમાં સંસાર અવસ્થામાં હોય (છતાં) પણ તાદાભ્ય સંબંધ નહીં. એ વ્યવહારથી એક સમયની પર્યાયની અપેક્ષાથી (છે પણ) તાદામ્ય સંબંધ નથી. કાયમ નથી (રહેતા એ ભાવ) એ માટે સંબંધ નહીં, એ કહેશે. ગાથાર્થ પછી, એ ગાથામાં કહેશે. Page #270 -------------------------------------------------------------------------- ________________ ગાથા દર ૨૫૭ સંસારમાં છે ( એરાગભાવ ) એને પણ એમ માન કે આ મારું છે (મારામાં છે) તો એ પુદ્ગલ થઈ ગયું અને પુદ્ગલની મુક્તિ થઈ ! છે ? આહાહા ! શું આ વાત ! એ શ્વેતાંબરમાં ૪૫, ૩૨, સૂત્ર વાંચે કરોડો, આ વાત નીકળે નહીં ત્યાંથી, આ તો ભગવાન ત્રિલોકનાથ જિનેશ્વરદેવ (તીર્થંકરસીમંધર સ્વામી ) પાસે ગયેલા અંતરમાં જિનેશ્વરપ્રભુ (પોતાની ) પાસે ગયેલા, (સ્વાનુભૂતિપ્રાપ્ત ) એની આ વાણી સંતોની છે. જ્યાં અમે ગયા ત્યાં તો આ રાગ ને દ્વેષ છે નહીં ને ! અમારો પ્રભુ જે આત્મા-શુદ્ધ ચિદાનંદ, જ્યાં અમે આમ (અંત૨માં ) ગયા ત્યાં તો રાગ-દ્વેષ છે જ નહીં ને ! તે રાગ-દ્વેષનો સંબંધ આત્મા સાથે છે જ નહીં. આ તો અમૃતચંદ્રાચાર્ય ! કુંદકુંદાચાર્ય પછી હજાર વર્ષે થયેલા અને તે તો ભગવાન પાસે ગયા ય નહોતા, એ તો અહીંના (નિજભગવાન ) પાસે ગયેલા ને !( શ્રોતાઃ– એ પછી હજા૨ વર્ષે આપ થયા ) વાણી સાંભળવી મુશ્કેલ પડી જાય એવી છે! આહાહા ! એકકોર એમ કહે છે કે પુણ્ય-પાપ ને રાગ, જીવની પર્યાયમાં –જીવનું કર્તવ્ય, કર્તા-ભોક્તા ( જીવ ) છે, એ જ્ઞાનની અપેક્ષાએ કહે, એકકોર દૃષ્ટિની અપેક્ષાએ કહે કે રાગને દ્વેષની ઉત્પત્તિ પુદ્ગલ સાથે સંબંધ ( રાખે ) છે. સ્વભાવની દૃષ્ટિએ જોતાં તે ( ભાવો ) ૫૨ના છે. આહાહા ! આવી વાત છે. જે એ પુણ્ય ને પાપના ભાવ, દયા-દાન આદિના ભાવ, જેમ પુદ્ગલની સાથે ઉત્પત્તિવ્યય ધારણ કરતા–વ્યાપ્ત દેખાય છે એમ જો આત્માની સાથે પણ ( ઉત્પાદ–વ્યય થતા ) દેખાય, તો તો (આત્મા ) પુદ્ગલ થયો-આત્મા પુદ્ગલ થઈ ગયો, જીવ રહ્યો નહીં, રાગ વિનાનો અખંડાનંદપ્રભુ રાગરહિત એવા જીવદ્રવ્યનો તો નાશ થયો, અને પુદ્ગલદ્રવ્યની પ્રસિધ્ધિ થઈ. આહાહાહા! ભગવાન આત્મા, અતીન્દ્રિય આનંદ ને અતીન્દ્રિય જ્ઞાનનો સાગર પ્રભુ અંદર બિરાજે છે ને પ્રભુ નાથ ! એને તું રાગવાળો માન, તો તો રાગવાળો (થવાથી ) પુદ્ગલ થઈ ગયો એ આખો, એ જીવ ( આત્મા ) ન રહ્યો ત્યાં પ્રભુ ! અરે ! રાગના શુભભાવને તું ધર્મ માન ને એ રાગ મારો માન, પ્રભુ ! ત્યાં આત્મા ન રહ્યો. હોં ? એ પુદ્ગલની જાહેરાતને પ્રસિધ્ધિ થઈ ! કહો દેવાનુંપ્રિયા ! આમાં ના પડાય એવું નથી ક્યાંય, આવું છે. આ ધીરાના કામ છે બાપા ! શું પણ સંતોએ ગજબ ! ન્યાયપ્રાપ્ત શબ્દ આવ્યો છે ને ! હૈં ? આવ્યું હતું ને ત્યાં પહેલાંમાં કે આ વાત ન્યાયપ્રાપ્ત છે. છેલ્લો શબ્દ છે લોજિકથી-ન્યાયથી પ્રાપ્ત છે. આહાહાહા ! ભગવંત ! તારા સ્વરૂપમાં જો રાગ-દ્વેષની ઉત્પત્તિ તારાથી થતી હોય તો તું પુદ્ગલમય થઈ ગયો, આત્મા રહ્યો નહીં. કેમ કે રાગ-દ્વેષની ઉત્પત્તિ તો ( પુદ્ગલમાં થાય છે ) રાગ-દ્વેષ તો અજીવ છે. સમજાણું કાંઈ ? એ દયાદાન–વ્રત-ભક્તિના પરિણામ અજીવ છે, એ તારાથી ઉત્પન્ન અજીવ હોય તો તું જીવ તો રહ્યો નહીં એય ? આ જીવ–અજીવ અધિકાર છે, ન્યાં ધનબાદમાં લેવા જાય ત્યાં નથી મળે એવુ ત્યાં ! ( શ્રોતાઃ– એટલે તો આવે છેત્યારે (સોનગઢ) આવે છે ને !) આવી વાત બાપુ અત્યારે તો ( સાંભળવા મળે નહીં ) બહુ ગરબડી કરી નાખી છે. પંડિત લોકો ને સાધુઓ એવી પ્રરૂપણા કરે કે આ વ્રતનેતપને–ભક્તિને એ કરો એથી ધર્મ થશે, પ્રભુ ! પ્રભુ ! પ્રભુ ! બીજું Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ સમયસાર સિદ્ધિ ભાગ-૩ ન હોય, શુભભાવ જ હોય (અત્યારે) એમ કહે છે. અરરર! પંચમકાળમાં બીજું ન હોય શુભભાવ જ હોય એમ કહે છે. આત્મામાં શુભભાવ છે જ નહીં, એ શુભભાવ પુગલની સાથે સંબંધ રાખે છે. (શ્રોતાઃઆપ એકલા થઈ ગયા!) એકલા? એકલા કોણ ને એકલા કોણ? ભગવાન અહીં તો છે ઈ છે. શું પણ સંતો-દિગમ્બર મુનિઓ, ગજબ કામ કર્યા, પ્રભુ,કેવળજ્ઞાનીના વિરહ ભૂલાવ્યા પ્રભુએ સંતોએ ! ભાઈ ! તું એમ કહે કે એ શુભરાગથી મને લાભ થાય અને શુભરાગ મારો છે તો પ્રભુ! એ તો પુદ્ગલની પ્રસિધ્ધિ થઈ નાથ ! એમાં તારી પ્રસિધ્ધિ ન આવી–એમાં તારી પ્રસિધ્ધિ નથી થતી એમાં તેં તો રાગને પ્રધાનપદ આપી દીધું છે, રાગ તો પુગલની સાથે સંબંધ રાખે છેતાદામ્ય સંબંધ ત્યાં છે. જ્યાં-જ્યાં કર્મ, ત્યાં-ત્યાં રાગ, ઈ “આત્મઅવલોકન'માં આવ્યું છે, કે ભાઈ જ્યાં સુધી નિમિત્ત છે ત્યાં સુધી રાગ છે. એ શું કામ (કહ્યું છે?) બેનો સંબંધ બતાવવો છે, એવું છે. આત્મ-અવલોકનમાં (છે-કે) જ્યાં સુધી કર્મ છે ત્યાં સુધી રાગ છે. કર્મ ન હોય ત્યાં રાગ નથી. એમ કહીને અનિત્યતા સ્થાપવી છે. અને (રાગ ) પુદગલના સંબંધના લક્ષે થાય છે. માટે, તે આત્માનું સ્વરૂપ નથી. એ આત્મ-અવલોકનમાં છે. એ તો તે દિ'વાંચ્યું'તું જોયું હતું- ચિત્ન કરેલા, ભાઈ લાવ્યો'તો હિંમત ! આહાહા! ભગવાન આત્મા અનંત અનંત જ્ઞાન-અનંત આનંદ– અનંત શાંતિ અનંત વીતરાગતાનો ભંડાર ભગવાન, એમાંથી ભંડારમાંથી નીકળે તો રાગ નીકળે? એમાં છે રાગનો કોઈ ઉત્પત્તિનો ગુણ? એમાં એવો કોઈ ગુણ જ નથીને. એવો જે ભગવાન અનંતગુણનો પિંડપ્રભુ, એનો જ્યાં સ્વીકાર થાય છે ત્યાં તો પર્યાયમાં અનંત આનંદ શાંતિ આદિની પર્યાય ફાટે છે, એ ઉત્પાદવ્યયનો સંબંધ (આત્મ) દ્રવ્ય હારે છે, કે જે ઉત્પાદ ને વ્યય સિદ્ધમાં પણ રહે છે. આહાહાહા ! એક એવું આવ્યું 'તું મગજમાં... પ્રભુ મને અહીં ક્યાં મોકલ્યો તે, એમ આવ્યું 'તું –એનો અર્થ જ પ્રભુ તારા જ્ઞાનમાં હું આવ્યો એમ ક્યાંથી જ્ઞાનમાં આવ્યું-તારા જ્ઞાનમાં એવું આવ્યું પ્રભુ કે હું અહીં આવીશ એ તેં મોકલ્યો, એમ મેં કીધું. ભાઈ ! સમજાણું? હેં! એનો અર્થ છે કે પ્રભુ તારા જ્ઞાનમાં એમ હતું ને કે હું અહીં આવીશ, એ અપેક્ષા ! આવી વાત છે. અમૃતચંદ્રાચાર્યે અમૃત રેડયા છે. આહાહાહા ! આંહી કહે છે પ્રભુ! એક વાર સાંભળ! ચાહે તો જે ભક્તિનો રાગ, પરમાત્માના સ્મરણનો-પંચપરમેષ્ઠિના સ્મરણનો... વળી, એક જણે એમ કહ્યું છે. નામ નથી આપતો. એમ કે ભગવાનનું સ્મરણ છે એમાં કષાય ક્યાં આવ્યો? એમ આવ્યું છે, ખબર નથી (ઍને) એ એમ કહે કે ) નાં કષાય ક્યાં આવ્યો? ભગવાનનું સ્મરણ કરવું! (એમાં કષાય ક્યાં છે?) હવે ઈ સ્મરણ કરવું એ જ વિકલ્પ-રાગ છે. ત્યાંથી ઈસરીથી આવ્યું છે એમાં આવ્યું છે એમ કે ગુણ સ્મરણ કરવા પરમાત્માના ગુણો, પણ એ પરદ્રવ્યના ગુણોનું સ્મરણ કરતાં વિકલ્પ (ઊઠે) છે. ભાઈ ? ત્યાં એમ કહે કે કષાય કયાં આવ્યો? બાપુ એ પોતે કષાય છે, ભાઈ ! અને એ કષાયની ઉત્પત્તિ ને વ્યય પુગલ સાથે સંબંધ રાખે છે. પ્રભુ! ગજબ વાત છે ભાઈ ! એ જ્યારે ભગવાન ત્રણલોકના નાથ (તીર્થકરદેવ) એ આ અર્થો કરતા હશે (આહા!) દિવ્યધ્વનિ દ્વારા અને ગણધરોને ઇન્દ્રો –એકાવતારી જ્યાં, ગણધર એ ભવે મોક્ષ જવાના, ઇન્દ્ર Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૫૯ ગાથા – ૬૨ એક ભવ પછી, એને પણ જ્યાં વિસ્મય થતું હશે! એ કેવી વસ્તુ હશે? આહાહા ! એ આંહીં કહે છે, જે પુગલદ્રવ્યનું લક્ષણ છે એ દ્રવ્યોનું અસાધારણ છે ને, આવો જેનો અભિપ્રાય છે તેના મનમાં અન્ય બાકીના દ્રવ્યોથી અસાધારણ એવું વર્ણાદિસ્વરૂપ કે જે પુદ્ગલદ્રવ્યનું લક્ષણ છે રાગાદિ તેનો જીવ વડે –જીવ સાથે અંગીકાર કરવામાં આવ્યો એ પુગલના સ્વભાવની સાથે જીવની સાથે અંગીકાર કર્યો, એમાં જીવ- પુલના અવિશેષજીવને પુદ્ગલની ભિન્નતાં રહી નહીં, એકરૂપનો પ્રસંગ આવી ગયો. એ શુભરાગથી આત્માને ધર્મ થાય છે એમ માન્યતા કરવાવાળાએ પુગલને આત્મા માન્યો, તેથી તેને જીવનો અવશ્ય અભાવ થઈ જાય છે. એ રાગના વિકલ્પ જે છે, એ આત્માની સાથે સંબંધ રાખે છે એવું જો માને તો ઈ તો (રાગ) પુદ્ગલનું -અજીવનું લક્ષણ છે એને તો અજીવની સાથે તાદામ્ય (સંબંધ) ને અજીવનું લક્ષણ છે એ તો, કેમ કે રાગ પોતે અજીવ છે એ જીવસ્વરૂપ નહીં. અને જીવસ્વરૂપ નથી એનો સંબંધ (જીવથી) પોતાનાથી માને તો આત્મા પુગલ થઈ ગયો, જીવ તો ભિન્ન રહ્યો નહીં. (તેથી) જીવનો અવશ્ય અભાવ થાય છે. આ લ્યો! બહુ સરસ ટીકા આવી. વિશેષ કહેશે. (શ્રોતા – પ્રમાણ વચન ગુરુદેવ) પ્રવચન નં. ૧૩૬ ગાથા ૬૨ થી ૬૪ તા. ૧૫-૧૧-૭૮ બુધવાર કારતક વદ-૧ ગાથા – ૬૨ નો ભાવાર્થ અને ગાથા – ૬૩ – ૬૪. (શું કહે છે?) જેમ વર્ણાદિ ભાવ-વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, શુભ-અશુભ ભાવ, એ પુદ્ગલદ્રવ્યની સાથે તાદાભ્યસ્વરૂપે છે, રાગ આવે-આવે છે–દયા, દાન, વ્રત, આદિના વિકલ્પભાવ, એ પુદ્ગલદ્રવ્યની સાથે તાદાભ્યસ્વરૂપ છે, આત્માની સાથે તાદાભ્ય નહીં. આકરી વાત ! જીવઅજીવ અધિકાર છે ને! જીવસ્વભાવ તો અભેદ-અખંડ, આનંદ-પૂર્ણ આનંદસ્વરૂપ આદિ અભેદ, એમાં જે આ રાગ-ભેદ આદિ છે એ બધા પુદ્ગલની સાથે સંબંધ રાખે છે- અહીં સ્વભાવની દષ્ટિ બતાવવી છે. તેમ જીવ સાથે પણ તાદામ્યસ્વરૂપે હોય-એ દયા–દાન-રાગ આદિના ભાવ પુદ્ગલની સાથે સંબંધ રાખે છે, જીવની સાથે (તાદાભ્ય) સંબંધ રાખે તો જીવ પુગલમાં કોઈ પણ ભેદ ન રહે! એ રાગ અહીંયા અજીવને અચેતન ગણવામાં આવેલ છે. ચૈતન્ય ભગવાન આત્મા શુદ્ધસ્વભાવમાં રાગ છે જ નહીં, રાગનો સંબંધ પુદ્ગલની સાથે લઈને, આપણો (પોતાનો) સ્વભાવ (આત્માનો) અભેદ ભિન્ન કરી દીધો (છે). આહાહાહા ! ઝીણી વાત છે. એ અહીંયા રાગ અને વર્ણ ગંધથી માંડીને રાગ-શુભરાગ એનો પુગલની સાથે તાદામ્ય સંબંધ છે (જો) જીવની સાથે પણ તાદાભ્ય (સંબંધ) હોય તો (તો) જીવ-પુદ્ગલમાં કોઈ ભેદ ન રહ્યો, એવું થવાથી જીવનો જ અભાવ થઈ જાય ! રાગ-અચેતન-શુભરાગ છે એ જો આત્મા સાથે તાદાભ્ય કહો તો આત્મા અચેતન થઈ જાય ! આહાહા ! આવી વાત છે! ભગવાન આત્મા ચૈતન્ય -ઝળહળ-જ્યોતિ-પ્રકાશની મૂર્તિ-પ્રભુ તો અંદર શાયક ચૈતન્ય જ્યોત ભગવાન (છે) એ રાગની સાથે તાદામ્ય હોયતો આત્મા અચેતન થઈ જાય ! આહાહા ! અહીં તો કહે છે, શરીર -કર્મ આદિ પુદ્ગલ અચેતન છે, એમ જ રાગ-શુભ એ અચેતન Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ સમયસાર સિદ્ધિ ભાગ-૩ છે, તો એમાં ચેતન સ્વભાવનો કોઈ અંશ નથી, એ કારણે રાગને અચેતન (કહીને) પુદગલની સાથે તદરૂપ-તાદાભ્ય (સંબંધ) કહ્યો. આ વ્યવહાર રત્નત્રયનો રાગ (પુગલ છે. ) ગજબ વાત છે ભાઈ ! કેમ કે રાગમાં ચૈતન્યપણાનો અભાવ છે.) જ્ઞાનપ્રકાશનો પૂંજ પ્રભુ (આત્મા) એક બાજુ ભગવાન ચૈતન્ય-પ્રકાશ બિરાજમાન છે, એની સાથે રાગનો- અચેતનનો સંબંધ થઈ જાય તો ભગવાન (આત્મા) અચેતન થઈ જાય, (સમયસાર) છઠ્ઠી ગાથામાં એ કહ્યું કે જ્ઞાયકસ્વભાવ ચૈતન્ય જ્યોત વસ્તુ એ જો શુભાશુભભાવરૂપ થાય તો જડ થઈ જાય, જુઓ! ત્યાં એ કહ્યું, કેમ કે એ તો ચૈતન્ય-જ્ઞાનરસ, સ્વપરપ્રકાશક-સ્વભાવનો રસકંદ-ઝળહળ જ્યોતિ એ ચૈતન્ય છે અને (જે) રાગ છે-વ્યવહાર રત્નત્રયનો (શુભ) રાગ એ અચેતન છે. બોંતેર ગાથામાં ય (આગ્નવોને ) જડ કહ્યાં, છઠ્ઠી ગાથામાં એ જ કહ્યું કે જે જ્ઞાયક છે એ શુભાશુભભાવ ( રૂપ) થઈ જાય તો જડ થઈ જાય! આહાહા! આવી વાત છે. (આત્મા રાગ સાથે તન્મય હો તો) જડ થઈ જાય એમ દેખાડવું છે. છે ને! ચૈતન્ય પ્રકાશની મૂર્તિ પ્રભુ (માં) રાગ કેમ હોય ? એમ કહે છે. રાગની પર્યાય, જડની સાથે સંબંધ રાખે છે, છે તો રાગની પર્યાય પોતાનામાં ચારિત્રગુણની વિપરીત પણ સ્વભાવની દૃષ્ટિથી દેખવાથી ત્રિકાળી ચૈતન્યજ્યોતિ-ઝળહળ-જ્યોતિ-પરમાત્મ સ્વરૂપ ધ્રુવ પ્રવાહ ધ્રુવની ધારા ચૈતન્યધારા જોવાથી, રાગ તો અચેતન છે. આવી વાત છે એ રાગ જેમ પુદ્ગલની સાથે તરૂપ (તાદામ્ય છે) એમ જો આત્માની સાથે તદરૂપ હોય તો આત્મા અચેતન થઈ જાય. આહાહા! સમજાણું કાંઈ? ઝીણી વાત ભાઈ ! જૈનદર્શન, જૈન પરમેશ્વર એની વાત તો બહુ સૂક્ષ્મ છે! કેમ કે ચૈતન્ય ઝળહળ જ્યોતિ પ્રકાશ ચૈતન્યના નૂરનું પૂર (અભેદ આત્મા) એમાં રાગનો સદ્ભાવ થઈ જાય તો આત્મા અચેતન થઈ જાયએ તો ચૈતન્યની પ્રકાશની મૂર્તિ છે. સમજાણું કાંઈ? એ દયા–દાન-વ્રત-ભક્તિ (આદિના શુભભાવ) રાગ, એ પુદ્ગલની સાથે તાદાભ્ય ( સંબંધ) છે. ગજબ પ્રભુ! કેમ કે એમાં (રાગભાવમાં) ચૈતન્યપણું નથી, એ કારણે એ અચેતનની સાથે તાદામ્ય સંબંધ, ચૈતન્ય પ્રકાશનું પૂર પ્રભુ ( એ ચેતન) એની સાથે જો રાગ (અચેતન) નો તાદાભ્ય (સંબંધ) હો તો ચેતન પોતે સ્વયં અચેતન થઈ જાય ! આવી વાત ક્યાં? (આહા!) ચૈતન્યજ્યોત, પ્રકાશની મૂર્તિ પ્રભુ! સ્વપરપ્રકાશકની મૂર્તિ આત્મા તો ત્રિકાળ રાગને પ્રકાશે–જાણે પણ રાગરૂપ ન થઈ જાય ! ઘણું પરથી ઉદાસ થવું જોઈએ, કહે છે, એ અચેતન રાગ અને પુગલ એક થઈને તાદામ્ય સંબંધ છે, તો એનાથી ઉદાસ થઈ જાય. પ્રભુ! તારી ચીજ (એ રાગ) નથી, છે (અભેદ) ત્યાં તારું આસન લગાવી દે! જ્ઞાયકસ્વરૂપ ચૈતન્યમૂર્તિ (અભેદ) માં! જ્યાં ચૈતન્ય ઝળહળ જ્યોતિ, સ્વપરપ્રકાશકનું પૂર પ્રભુ ધ્રુવપૂર, ચૈતન્યના નૂરના તેજના પૂર પ્રભુ એ પોતે છે. એની સાથે રાગનો તાદાભ્ય સંબંધ કરી દે (માની લે) તો જીવ, અજીવ થઈ જાય- અચેતન થઈ જાય. આહાહા ! આકરી વાત છે. પ્રભુ! જીવનો જ અભાવ થઈ જાય ! તો મહાદોષ આવે. Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૬૧ ॥था - 53-६४ ॥॥ - 53-६४ Prerryyyyy संसारावस्थायामेव जीवस्य वर्णादितादात्म्यमित्यभिनिवेशेऽप्ययमेव दोषः अह संसारत्थाणं जीवाणं तुज्झ होंति वण्णादी। तम्हा संसारत्था जीवा रूवित्तमावण्णा।।६३।। एवं पोग्गलदव्वं जीवो तहलक्खणेण मूढमदी। णिव्वाणमुवगदो वि य जीवत्तं पोग्गलो पत्तो।।६४।। अथ संसारस्थानां जीवानां तव भवन्ति वर्णादयः। तस्मात्संसारस्था जीवा रूपित्वमापन्नाः।।६३।। एवं पुद्गलद्रव्यं जीवस्तथालक्षणेन मूढमते। निर्वाणमुपगतोऽपि च जीवत्वं पुद्गल: प्राप्तः।।६४।। यस्य तु संसारावस्थायां जीवस्य वर्णादितादात्म्यमस्तीत्यभिनिवेशस्तस्य तदानीं स जीवो रूपित्वमवश्यमवाप्नोति। रूपित्वं च शेषद्रव्यासाधारणं कस्यचिद्दव्यस्य लक्षणमस्ति। ततो रूपित्वेन लक्ष्यमाणं यत्किञ्चिद्भवति स जीवो भवति। रूपित्वेन लक्ष्यमाणं पुद्गलद्रव्यमेव भवति। एवं पुद्गलद्रव्यमेव स्वयं जीवो भवति, न पुनरितर: कतरोऽपि। तथा च सति, मोक्षावस्थायामपि नित्यस्वलक्षणलक्षितस्य द्रव्यस्य सर्वास्वप्यवस्थास्वनपायित्वादनादिनिधनत्वेन पुद्गलद्रव्यमेव स्वयं जीवो भवति, न पुनरितर: कतरोऽपि। तथा च सति, तस्यापि पुद्गलेभ्यो भिन्नस्य जीवद्रव्यस्याभावाद्भवत्येव जीवाभावः। હવે, “માત્ર સંસાર-અવસ્થામાં જ જીવને વર્ણાદિક સાથે તાદાભ્ય છે' એવા અભિપ્રાયમાં પણ આ જ દોષ આવે છે એમ કહે છે વર્ણાદિ છે સંસારી જીવના એમ જો તુજ મત બને, સંસારમાં સ્થિત સૌ જીવો પામ્યા તો રૂપિત્વને; ૬૩. એ રીત પુગલ તે જ જીવ, હે મૂઢમતિ!સમલક્ષણે, ને મોક્ષ પ્રાપ્ત થતાંય પુદ્ગલદ્રવ્ય પામ્યું જીવત્વને! ૬૪. Puथार्थ:- [अथ] अथवा [तव] रो मत सेम छोय : [संसारस्थानां जीवानां] संसारमा स्थित पोने ४ [वर्णादयः] ques (uaभ्यस्१३५) [भवन्ति] छ,[ तस्मात्] तोते १२ [ संसारस्था: जीवा:] संसारमा स्थित को [ रूपित्वम् आपन्नाः ] ३पी५४॥ने पाभ्या; [ एवं] मेम थतi, [ तथालक्षणेन] gaan Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ સમયસાર સિદ્ધિ ભાગ-૩ તો (અર્થાત્ રૂપીપણું લક્ષણ તો) પુદ્ગલદ્રવ્યનું હોવાથી, [મૂમતે] હે મૂઢબુદ્ધિ! [ પુદ્દનદ્રવ્ય ] પુદ્ગલદ્રવ્ય તે જ [ નીવ: ] જીવ ઠર્યું [ 7 ] અને ( માત્ર સંસારઅવસ્થામાં જ નહિ પણ ) [ નિર્વાળમ્ પાત: અપિ] નિર્વાણ પામ્યું પણ [પુર્વીલ: ] પુદ્ગલ જ [નીવત્યું] જીવપણાને [પ્રાપ્ત: ] પામ્યું ! ટીકા:- વળી, સંસાર-અવસ્થામાં જીવને વર્ણાદિભાવો સાથે તાદાત્મ્યસંબંધ છે એવો જેનો અભિપ્રાય છે, તેના મતમાં સંસાર-અવસ્થા વખતે તે જીવ અવશ્ય રૂપીપણાને પામે છે; અને રૂપીપણું તો કોઈ દ્રવ્યનું, બાકીનાં દ્રવ્યોથી અસાધા૨ણ એવું લક્ષણ છે. માટે રૂપીપણા (લક્ષણ ) થી લક્ષિત (લક્ષ્યરૂપ થતું, ઓળખાતું) જે કાંઈ હોય તે જીવ છે. રૂપીપણાથી લક્ષિત તો પુદ્ગલદ્રવ્ય જ છે. એ રીતે પુદ્ગલદ્રવ્ય જ પોતે જીવ છે, પણ તે સિવાય બીજો કોઈ જીવ નથી. આમ થતાં, મોક્ષ-અવસ્થામાં પણ પુદ્ગલદ્રવ્ય જ પોતે જીવ (ઠરે ) છે, પણ તે સિવાય બીજો કોઈ જીવ (ઠરતો ) નથી; કારણ કે સદાય પોતાના સ્વલક્ષણથી લક્ષિત એવું દ્રવ્ય બધીયે અવસ્થાઓમાં હાનિ અથવા ઘસારો નહિ પામતું હોવાથી અનાદિ-અનંત હોય છે. આમ થવાથી, તેના મતમાં પણ (અર્થાત્ સંસા૨અવસ્થામાં જ જીવનું વર્ણાદિ સાથે તાદાત્મ્ય માનનારના મતમાં પણ ); પુદ્ગલોથી ભિન્ન એવું કોઈ જીવદ્રવ્ય નહિ રહેવાથી, જીવનો જરૂર અભાવ થાય છે. ભાવાર્થ:- જો એમ માનવામાં આવે કે સંસાર-અવસ્થામાં જીવનો વર્ણાદિક સાથે તાદાત્મ્યસંબંઘ છે તો જીવ મૂર્તિક થયો; અને મૂર્તિકપણું તો પુદ્ગલદ્રવ્યનું લક્ષણ છે; માટે પુદ્ગલદ્રવ્ય તે જ જીવદ્રવ્ય ઠર્યું, તે સિવાય કોઈ ચૈતન્યરૂપ જીવદ્રવ્ય ન ૨હ્યું. વળી મોક્ષ થતાં પણ તે પુદ્ગલોનો જ મોક્ષ થયો; તેથી મોક્ષમાં પણ પુદ્ગલો જ જીવ ઠર્યાં, અન્ય કોઈ ચૈતન્યરૂપ જીવ ન રહ્યો. આ રીતે સંસાર તેમ જ મોક્ષમાં પુદ્ગલથી ભિન્ન એવું કોઈ ચૈતન્યરૂપ જીવદ્રવ્ય નહિ રહેવાથી જીવનો જ અભાવ થયો. માટે માત્ર સંસાર-અવસ્થામાં જ વર્ણાદિભાવો જીવના છે એમ માનવાથી પણ જીવનો અભાવ જ થાય છે. ગાથા-૬૩/૬૪ ઉ૫૨ પ્રવચન ટીકાઃ- જેમનો એવો અભિપ્રાય છે, અભિપ્રાય જેનો આ છે- આશય, શ્રધ્ધા આદિ આ છે કે સંસાર અવસ્થામાં ( વર્ણાદિભાવો-રાગભાવો ) જીવના છે, ભલે મોક્ષ અવસ્થામાં ન હો, પણ સંસાર અવસ્થામાં તો રાગઆદિનો સંબંધ છે કે નહીં તાદાત્મ્ય ? સંસાર અવસ્થામાં જીવનો, વર્ણાદિરાગાદિ ભાવોની સાથે તાદાત્મ્ય સંબંધ છે, ( તો ) એના મતમાં સંસારઅવસ્થાને સમયે હોય તો આ જીવ અવશ્ય-જરૂર રૂષિત્વને પામે ! આહાહા ! એક કો૨ રાગને અજીવ- અચેતન કહ્યો, રૂપી કહ્યો, ભગવાન ચૈતન્યસ્વરૂપ પ્રભુ- અરૂપી-ચૈતન્યસ્વરૂપ, એમાં રાગ તો રૂપી સ્વરૂપ છે, કહે છે. ચૈતન્ય સ્વરૂપથી, (એ રાગ ) રૂપી વિપરીતસ્વરૂપે છે. શુભરાગ હોં ! મુખ્ય વાત તો એ વાત છે બાકી તો બધું ઠીક છે, ગુણસ્થાન-જીવસ્થાન આદિ. આહાહાહા ! Page #276 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૬૩-૬૪ ૨૬૩ સંસાર અવસ્થામાં, અવસ્થામાં હોં ! સંસારદશામાં, આત્માનો ભાવ ત્રિકાળમાં એ નહીં, આંહી તો પર્યાયની વાત છે. સંસારની અવસ્થામાં જીવનો રંગ ને રાગના ભાવોની સાથે તાદાભ્ય સંબંધ છે, રંગને રાગ લ્યો ઠીક! બે.. હુકમચંદ (ભારિલ્લના કાવ્યમાં) આવે છે ને રંગ, રાગને ભેદ (એ ત્રણ) અહીં રંગ રાગ ને ભેદ ત્રણેય આવી ગયું. “જ્ઞાનાનંદી” (પદમાં) છે. રંગ, રાગને ભેદ. આહાહાહા ! અહીં પણ રંગ, રાગને ભેદની વ્યાખ્યા છે. રંગ, રાગને ભેદ એનો પુલની સાથે તાદામ્ય સંબંધ છે, એમ છે. તમે એમ માનો કે સંસારદશામાં તો (જીવનો) સંબંધ છે ને! ભલે મોક્ષ અવસ્થામાં એની સાથે સંબંધ નથી, તો આવો તારો અભિપ્રાય હોય તો એવા મતમાં સંસાર અવસ્થામાં એ સમય અવશ્ય જરૂર (જીવ) રૂપિવને પ્રાપ્ત થઈ જાય છે. ભગવાન જ્ઞાનાનંદ સ્વરૂપ પ્રભુ રાગની સાથે તાદામ્ય હોય સંસારદશામાં તો આત્મા રૂપિવને પ્રાપ્ત થઈ જાય છે. જીવ જરૂર રૂપિ૦ને પ્રાપ્ત થાય છે. અને રૂપિ– તો કોઈ દ્રવ્યોનું શેષ અસાધારણ એવું લક્ષણ છે. જડનું પુદ્ગલનું રૂપિ– લક્ષણ છે. કોઈ દ્રવ્યનું એટલે પુગલના શેષ દ્રવ્યોથી-જુદા પુદ્ગલ એ જીવ આદિથી ભિન્ન જુદા પુદ્ગલ એનું લક્ષણ છે. એટલા માટે રૂપિ– લક્ષણથી લક્ષિત જે કંઈ છે એ જ જીવ છે, એમ જો તું માની લે તો થઈ રહ્યું! આત્મા રૂપી થઈ ગયો! આહાહાહા ! અહીંયા તો હજી વ્યવહાર કરો, દયા–દાન-વ્રત-ભક્તિ-પૂજા-તપ એનાથી કલ્યાણ થશે. અરે, પ્રભુ! શુભભાવ, અહીં તો શુભભાવ રાગ, રંગને ભેદ ત્રણેય પુગલની સાથે (તાદાભ્ય) સંબંધ છે (એમ) કહ્યું છે. નહીંતર તો આત્મા રૂપી થઈ જશે. (આત્મા) રંગરૂપ થઈ જાય ને રાગરૂપ થઈ જાય ને ભેદરૂપ થઈ જાય ને તો એ તો રૂપી થઈ જાય. (શ્રોતા:- કથંચિત્ શબ્દનો પ્રયોગ કેમ ન કર્યો સાહેબ!) કથંચિત્ નહીં, બિલકુલ નહીં. અજ્ઞાન અવસ્થામાં તો (એ ત્રણેભાવો) પોતાના (આત્માના) છે એવું માને, પણ (આત્મ) વસ્તુમાં એ (ભાવો) છે નહીં. આહાહાહા ! પણ વસ્તુના સ્વરૂપની દૃષ્ટિથી એ અજ્ઞાન અવસ્થામાં જે માન્યું છે તે પણ પુલનું છે. અજ્ઞાન અવસ્થામાં મારા છે, કર્તા હું (છું) એમ માને. સ્યાદવાનો અર્થ એવો નથી કે આમ પણ છે ને આમ પણ છે. સ્યાદવાની અપેક્ષા પર્યાયમાં, એમાં છે એ અપેક્ષાથી, એક પર્યાય દષ્ટિથી માનવું પણ સ્વભાવની દૃષ્ટિથી એ છે રૂપી, તો પોતાનું તાદાભ્ય છે સ્વભાવની સાથે, તો એનું તાદાભ્ય છે નહીં, એમ છે. આકરો માર્ગ બાપા! આહાહાહા ! ચૈતન્ય પ્રકાશનું પૂર પ્રભુ એને અહીં અરૂપી કહ્યો, અને રંગ-રાગને ભેદ એને રૂપી કહ્યા. તો રૂપી લક્ષણ તો પુદ્ગલનું છે, એ લક્ષણ આત્મામાં લગાવી દે તો આત્મા રૂપી થઈ જાય પુદ્ગલ થઈ જાય, (તો તો ) જીવ ભિન્ન રહ્યો નહીં. ચૈતન્યના પ્રકાશનો પૂર પ્રભુ, આહાહા ! એનેય એની સાથે જે રંગ-રાગને ભેદનો તાદામ્ય સંબંધ અવસ્થામાં (સંસાર અવસ્થામાં) માની લે તો પણ આત્મા, રૂપી થઈ જાયરૂપી તો પુગલનું લક્ષણ છે. કઈ દેષ્ટિએ, આ જીવતત્ત્વનું વર્ણન છે અહીંયા-એકલું જીવતત્ત્વ ! એમાં રાગ આદિ અજીવ તત્ત્વનો સંબંધ છોડવો, એ સંબંધ તારો છે જ નહીં. સમજાણું કાંઈ. ? હવે આ વાત (વાદવિવાદે) ક્યાં પાર પડે? (શ્રોતા- આત્મામાં જાય તો પાર પડે!) Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ સમયસાર સિદ્ધિ ભાગ-૩ વાદવિવાદ કરે તો ! ભાઈએ કીધું ને! કે કથંચિત્ કરો, કથંચિત્નો અર્થ છે, પર્યાયમાં એવું પર્યાયદૃષ્ટિએ છે એ કથંચિત્ પણ સ્વભાવષ્ટિએ એમાં ( આત્મામાં ) એ (ભાવો ) છે નહીં. અહીં તો ત્રિકાળી જ્ઞાયક સ્વભાવનું પૂર પ્રભુ. સમજાણું કાંઈ ? એમાં એ રાગ, રંગને ભેદ ત્રણેય નથી. રંગ, રાગને ભેદનો તો પુદ્ગલની સાથે સંબંધ લઈ લીધો છે. એવો જ જે પુદ્ગલની સાથે સંબંધ છે એવો જ આત્માની સાથે સંબંધ થઈ જાય તો આત્મા રૂપી થઈ જાય ! જીવનો અભાવ થઈ જાય, આવી વાત છે. ઓહોહો ! પહેલેથી ઉપાડયું છે ને ઈ–વર્ણ, રસ, ગંધ, સ્પર્શ આદિ, રાગાદિ ને ભેદ– રંગ, રાગ ને ભેદથી ભિન્ન! એ આવે છે હુકમચંદજીનું શું કહેવાય એ ? ‘જ્ઞાનાનંદ સ્વભાવી’( એ પદ ) હા, ઈ એમાં નાખ્યું છે ( કહ્યું છે ) રંગ, રાગને ભેદ થી ભિન્ન ભગવાન આત્મા ચૈતન્યસ્વરૂપ માળાએ સારું નાખ્યું છે હુકમચંદજીએ એમાં ટૂંકું બહુ સરસ નાખ્યું છે. ઈ આમાંથી ઈ નાખ્યું ( કહ્યું ) રંગ, વર્ણથી ઉપાડયું, રાગ–શુભાશુભ ભાવથી ઉપાડયું, ગુણસ્થાન આદિથી ઉપાડયું, ભેદ-નિવૃત્તિ કર્મની નિવૃત્તિ લબ્ધિસ્થાન એ ભેદ છે. (આહા !) રંગ, રાગ અને ભેદથી નિરાળા પ્રભુ ( આત્મા ) છે. અરે રે ! આવું ક્યારે સાંભળે ! આવા ઝઘડા ( કરતા આ તો દેશસેવા કરો, કલ્યાણ થઈ જશે, કોની દેશની સેવા? તારો દેશ તો અરૂપી (જ્ઞાયકભાવ ) તારો દેશ તો, રૂપી ( જે ) રંગ, રાગને ભેદથી ભિન્ન, કોનાથી ભિન્ન ? રૂપીથી ભિન્ન તારો દેશ છે. ભગવાન આત્માનો દેશ અસંખ્ય પ્રદેશી અને અભેદ, એ તારા દેશમાં તો રંગ, રાગને ભેદનો અભાવ છે. ઓહોહો ! રૂપિત્વથી લક્ષિત પુદ્ગલદ્રવ્ય છે. રૂપીનું લક્ષણ તો પુદ્ગલદ્રવ્ય. રાગ પણ રૂપી છે, ભેદ પણ રૂપી છે. રંગ, ગંધ, રસ, સ્પર્શ એ તો રૂપી (છે જ પણ ) શુભ-અશુભ રાગ રૂપી (ને) ગુણસ્થાન, જીવસ્થાન, માર્ગણાસ્થાન રૂપી અને ભેદ છે એ પણ રૂપી. પર્યાયમાં ભેદ લખાય છે, એ ત્રિકાળી અભેદમાં નથી, એ અપેક્ષાએ ત્રિકાળીને અરૂપી કહ્યો, ત્યારે ભેદને રૂપી કહ્યાં. હવે અહીંયા હજી રાગથી જુદું માનતા નથી. અહીં તો કહે છે ભેદથી પણ ( આત્મદ્રવ્ય ) ભિન્ન. છે ? નિવૃત્તિ-કર્મની નિવૃત્તિ થતાં થતાં જે સંયમલબ્ધિ પ્રાપ્ત થાય એનેય ભેદમાં ને અહીંયા તો રૂપીમાં નાખી દીધા છે. આહા ! એક કોર એમ કહેવું કે ભાઈ આ જ્ઞાનનો ક્ષયોપશમનો અંશ છે, એ પોતે તો નિરાવરણને અંશ છે શુદ્ધ છે, એ શુદ્ધ વધી વધીને કેવળ થાય એમ કહે છે, એક બાજુ ઈ કઈ અપેક્ષાએ, એ તો અંશ છે એ ચોખ્ખું છે એ અપેક્ષાએ, પણ અહીંયા તો જે અંશ, ભેદ છે. એ તો પર્યાયની નયથી કહી વાત, પણ ત્રિકાળી શાયકના સૂરમાં પૂરમાં—તેજમાં એ અંબાર રાગઆદિનો અંબાર, એમાં છે જ નહીં, – અને (જો ) હોય તો નીકળે નહીં, વીતરાગ માર્ગ અલૌકિક ભાઈ ! એમાં જૈનદર્શન- સમયસાર !! આહાહાહા ! પ્રવચનસારમાં એમ કહે કે શાની ગણધર હોય એને પણ રાગનું પરિણમન છે માટે એનો કર્તા ઈ છે. ( અહીંયા ) એને રૂપીને પુદ્ગલ કહ્યો. એય ! એ જ્ઞાનની પ્રધાનતામાં જ્ઞાનનો સ્વભાવ સ્વ-૫૨ બધું જાણવું (છે ) એથી એની અપેક્ષા લઈને ત્યાં કહ્યું, આહીં તો કહ્યું કે રાગ છે એ રૂપી છે, ભેદ છે એ રૂપી છે એને જો આત્માના કહીશ (માનીશ ) તો આત્મા અચેતન ને રૂપી થઈ જશે. કઈ અપેક્ષાએ કથન (છે તે યથાર્થ સમજવું ) ભેદનું કથન આવ્યું નથી ? ( આવ્યું Page #278 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૬૩-૬૪ ૨૬૫ છે) ૧૧ મી ગાથા, એક તો ભેદની –વ્યવહારની શ્રધ્ધા છે જીવોને, ભેદની ને વ્યવહારની પરસ્પર પ્રરૂપણા પણ કરે છે અને ભેદનું-વ્યવહારનું કથન જૈન-દર્શનમાં વીતરાગે પણ કર્યું ઘણું કર્યું છે, પણ એ ત્રણેયનું ફળ સંસાર છે. ગજબ વાત છે! આહાહાહા ! આ વાત ( અભિપ્રાય) ફેરવવો ભગવાન! સમજાણું કાંઈ. ? અંદર ભગવાન પૂર્ણાનંદનો નાથ, આનંદ સ્વરૂપ પ્રભુ તેની દૃષ્ટિમાં આ ભાવ-બધાભાવ, રંગ, રાગને રૂપીને ભેદરૂપી અને પુદ્ગલના લક્ષણ કીધા. આવું છે. કાંઈ વાદવિવાદે પાર પડે એવું નથી. (કહે છે ) ભેદનું હસ્તાવલંબ જાણી, શાસ્ત્રમાં પણ ઘણું કથન આવે, ઘણું કથન, બહુ કથન આવે ! હવે આ વાત કરવા જાય ને એ સામે (વ્યવહારની વાત) ચર્ચામાં મૂકે! ભાઈ એ તો પર્યાયનયે અંદર રાગાદિ છે એ જણાવ્યું, પણ એના (આત્માના) સ્વરૂપમાં નથી એવી દૃષ્ટિ કરવી છે અભેદમાં! અને અભેદષ્ટિ થયા વિના સમ્યગ્દર્શન નહીં થાય, એ દષ્ટિ વિના સમ્યગ્દર્શન થતું નથી. આહાહા ! સમ્યગ્દર્શન, ત્રિકાળી ભગવાન જ્ઞાનાનંદ સ્વભાવી પ્રભુ એકરૂપી ત્રિકાળીસ્વભાવ, એનો સ્વીકાર સત્યનો, એ સત્યના સ્વીકારમાં, પર્યાયનો સ્વીકાર નહીં, એટલે ભેદનો સ્વીકાર નહીં–રાગનો સ્વીકાર નહીં- નિમિત્તનો સ્વીકાર નહીં ત્યારે સમ્યગ્દર્શન થાય છે. આવી વાતું હવે ! અરે ! આહાહાહા ! એને એકાંત કહીને લોકો તરછોડી દે છે, આ રે! પ્રભુ આવી તારી અભેદ ચીજમાં એ (ભેદ) છે નહીં, તો (જે જેમાં) નથી એનો નકાર કરવો એ તો યર્થાથતા છે. એ તો શ્લોકમાં આવ્યું ને ! કે ભેદજ્ઞાન થયા પહેલાં રાગનો કર્તા માનો અજ્ઞાનભાવમાં! છે ને? કળશ? કઈ અપેક્ષા છે (સમજવું જોઈએ) પણ ભેદ, જ્ઞાન થતા તારી ચીજમાં (આત્મામાં) છે નહીં. આવી વાત છે. આકરું પડે ને મોંઘું પડે (તેથી કરીને) કાંઈ બીજી રીતે પલટી નખાય એને ? આનો અભ્યાસ કરવો જોઈએ પ્રભુ. અંદર ઝળહળ જ્યોતિ ચૈતન્ય (અભેદ બિરાજે છે.) (સવારે) પાંચના પહેલે, પોણા પાંચે એક સ્વપ્ન આવ્યું જરીક, ત્યાં એક છોકરો ગૃહસ્થનો મોટો, ગૃહસ્થનો મોટો, ગૃહસ્થના ઘરે ઊતરેલા-મોટા-પૈસાવાળા કો'ક હતા, છોકરો નાનો, કીધું બાપુ જે આ આત્મા અંદર ચૈતન્ય પ્રકાશનું નૂર એ આત્મા હો? આજ પાંચ વાગ્યે અંદર ચૈતન્યનો પ્રકાશ ભગવાન તે આત્મા છે બાપુ! (છોકરો) દશ, બાર વરસનો કોઈ ગૃહસ્થનો હતો કીધું. આ શરીર-ફરીર નહિ હોં તું... બાળક હતો કીધું: ભાઈ ! બાપુ. બાપા ! જે આ શરીર છે ને એ (તું) નહીં, અંદર ચૈતન્યનો પ્રકાશનું નૂર એ આત્મા છે. ગમે ઈ કો'ક આવી ગયું હોય, કોઈક હતો ગૃહસ્થનો ત્યાં ઊતરેલા મોટા પૈસાવાળાનો ઈ છોકરો, આવ્યો ભાઈ ! અંદર ચૈતન્યના પ્રકાશનું નૂર છે- જાણે છે- જાણનાર... જાણનાર જાણનાર ચૈતન્ય તે આત્મા છે. (દેહ-શરીર) આ તો માટી ધૂળ છે. આંહી તો રાગને પણ રૂપી અને પુદગલ કહી દીધું, અહીં તો ભેદને પણ રૂપીને અજીવને પુદ્ગલ રૂપી, અજીવ, અચેતન ને રૂપી-પુદ્ગલ (કીધા છે ) ભાઈ ! આ તો ત્રણલોકના નાથ સર્વલદેવ (તીર્થકર) પરમેશ્વર, સત્યની વાતને પ્રસિદ્ધ કરે છે. આત્મા પ્રસિદ્ધ ક્યારે થાય? કે તે રૂપી, ભેદને, અચૈતન્ય રાગથી ભિન્ન પડીને, અભેદની દૃષ્ટિ કરે ત્યારે પ્રસિદ્ધ થાય ! આહાહાહા ! Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ સમયસાર સિદ્ધિ ભાગ-૩ નહીંતર તો રંગ, રાગ અને ભેદ, ત્રણેને અચેતન કહ્યા, અજીવ કહ્યા, રૂપી કહ્યા, અને પુગલ કહ્યા ! અરે રે પુગલદ્રવ્ય જ છે. રૂપીત્વથી લક્ષિત તો પુગલ દ્રવ્યજ છે. પુદ્ગલદ્રવ્ય જ છે એમ કહ્યું દેખો! હવે એ રાગ, ભેદને રંગ પુદ્ગલદ્રવ્યજ છે. છે ને? સામે પુસ્તક છે. ( શ્રોતા- એકાંત થઈ ગયું!) સમ્યક એકાંત છે ઈસમ્યકએકાંત છે એ. રાત્રે પ્રશ્ન હતો ને? સમ્યક એકાંત આવું છે, ત્યારે પર્યાયમાં રાગ અને અલ્પતા છે એનું જ્ઞાન થાય છે, એનું નામ અનેકાન્ત છે, પર્યાયમાં છે એવું જાણે છે નયના અધિકારમાં આવ્યું ને! આવો માર્ગ! સાંભળવામાં ઝીણો પડે! વસ્તુ તો આ રીતે છે અંદર. જેના-ચૈતન્યના પ્રકાશમાં, ભેદ ને રાગનો ક્યાં સંભવ છે? રૂપીની વર્ણની તો વાત શું કરવી? રાગ અને ભેદનો પણ ત્યાં અવકાશ ક્યાં છે? અંદર (શ્રોતા:- ભેદવસ્તુમાં કેવી રીતે હોય) (એ બધું) પરમા-પરમાં, અત્યારે જ્યારે એ અભેદના નથી માટે ભેદ (આદિ) પરમાં એમ લઈ લીધું. રૂપી લઈ લીધું-પુગલમાં લઈ લીધું અચેતન કીધું! આવી વાત છે! ચોરાશીના અવતાર ઊતરી ગયા એમાંથી (આત્મામાંથી) જનમ-મરણ રહ્યા નહીં ત્યાં, કેમ કે રાગ-રંગ અને ભેદ પુદ્ગલમાં નાખી દીધા, પોતાના સ્વભાવમાં નથી, (એવા) પોતાના સ્વભાવની જ્યાં દૃષ્ટિ થઈ, ભવનો અંત થઈ ગયો. જનમ-મરણનાં અવતાર અનંત તે બંધ થઈ ગયા! એ રાગ અને ભેદને પોતાના માનતો હતો, ત્યાં સુધી મિથ્યાત્વ હતું. અને ત્યાં સુધી, અનંત અનંત સંસારમાં રુલવાની (રખડવાની) એમાં ( મિથ્યાત્વમાં) શક્તિ હતી (પરંતુ ) જ્યારે આત્મા ભગવાન પૂર્ણાનંદ પ્રભુ, અભેદપ્રભુ આત્મા છે, એમા રંગ, રાગને ભેદ નથી, એને અચેતન – અજીવમાં નાખી દીધા, તો મારામાં (નિજાત્મામાં) છે જ નહીં, છે તો મારું સ્વરૂપ અભેદ છે. એવી જ્યાં દષ્ટિ થઈ, સંસારનો અભાવ થઈ ગયો! આવી સમ્યગ્દષ્ટિની કિંમત છે. એની તો ખબર ન મળે ને બાહ્ય ત્યાગ કર્યા ને આ કર્યાને ત્યાગી થયાને ! લોકો ય બચારા એ બાહ્યમાં પડ્યા છે! શું કરે એ લોકો? અંતરમાં આવા ભેદ, રંગ ને પણ જ્યાં ત્યાગ છે અને અભેદનું ગ્રહણ (આશ્રય) છે. એની કિંમત ન મળે ! છે? બીજો પુરૂષાર્થ છે ( લોકોને તો) શું થયું? અંતર અભેદમાં રહેવું એ પુરૂષાર્થ છે. (આહા !) એ જ પુરૂષાર્થ છે. અભેદ (આત્મા) જે દૃષ્ટિમાં આવ્યો ને એમાં લીન (એકાગ્ર) વિશેષ થવું એ ચારિત્ર છે. પણ પહેલાં સમ્યગ્દર્શનમાં શું છે, એની ખબર નથી ને ચારિત્ર તો ક્યાંથી થાય? ( આવો અભેદાત્મા) પ્રભુ! ખ્યાલમાં લેવો બહુ કઠણ છે. અંદર જ્ઞાનપ્રકાશનું પૂર- ચૈતન્યની ઝળહળ જ્યોતિ ધ્રુવ-અભેદ, એવી દૃષ્ટિ કરવાથી, ભેદને રંગને રાગ એ જુદા પડી જાય છે. એની (આત્માની) પર્યાયમાં પણ હોતા નથી. સમ્યગ્દર્શનની પર્યાયમાં પણ ( એ ત્રણે) આવતા નથી. આહાહા ! સમ્યગ્દર્શનની પર્યાયમાં તો ત્રિકાળી અભેદ (આત્મા) આવ્યો, એ સમ્યગ્દર્શનની પર્યાયમાં ભેદ, રંગને રાગ આવતા નથી પ્રભુ! (ત્યાગ થઈ ગયો ) આ કેવડો (કેટલો) ત્યાગ છે? એવા ત્યાગની કિંમત નહી ! દેવાનુપ્રિયા? અને બહારથી લૂગડા ફેરવ્યાં ને આ કર્યુ-કંઈક કરે, નગ્ન થઈ ગયા! કાંઈ ધુળેય નથી, બહારના ત્યાગ-ગ્રહણ આત્માના સ્વરૂપમાં છે જ નહીંને ! છે? વિકારનો ત્યાગ એ પણ સ્વરૂપમાં નથી, (એતો) જ્યાં સ્વરૂપની દૃષ્ટિ થાય છે એમાં (આત્મામાં) સ્થિરતા (એકાગ્રતા) થતાં, વિકાર ઉત્પન્ન જ થતો નથી તો એણે (રાગનો) Page #280 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૬૩-૬૪ ૨૬૭ ત્યાગ કર્યો, એવું નામમાત્રથી કથન છે. કેમ કે જ્ઞાયકસ્વભાવ વિકારરૂપ થયો જ નથી, તો ત્યાગ કરવાનું ક્યાં રહે છે ત્યાં? (સમયસાર) ૩૪ ગાથામાં આવે છે કે આ જ્ઞાન (સ્વરૂપ ) આત્મા, રાગરૂપ થયો જ નથી, (રાગરૂપ) થયો જ નથી તો રાગનો ત્યાગ શી રીતે કરે? આહાહા! (આહા!) પોતાના જ્ઞાયકસ્વભાવમાં જ્યાં દૃષ્ટિ થઈ અને એમાં જ્યાં સ્થિર થયો તો એ રાગરૂપ થયો જ નહીં ને રાગ (ઉત્પન્ન) જ ન થયો, તો રાગનો ત્યાગ શી રીતે થયો? એય ! આવી વાતું છે. જ્યાં સમજાય એવું નથી ત્યાં ઘરે ન્યાં! આજ જવાના છે! એક એક લીટી અલૌકિક છે. આહાહા ! સમજાણું કાંઈ.? એ પ્રકારે પુદ્ગલદ્રવ્ય જ સ્વયં જીવ છે એમ થઈ ગયું. જો રાગ, રંગને ભેદને જીવની સાથે તાદામ્ય માનો, પુગલની સાથે (તાદામ્ય) છે એમ જીવની સાથે માનો તો પુગલ દ્રવ્ય જ સ્વયં જીવ છે, (એમ થયું!) ગજબ વાત છે ને! ભેદ અને રાગ ને રંગ, એ પુદ્ગલના લક્ષણ છે. રૂપી છે અજીવ છે-અચેતન છે-જડ છે, એને જો આત્મામાં જોડી દે તો આત્મા જડ થઈ જશેઆત્મા પુદ્ગલ થઈ જશે. અભેદ ભગવાન આત્મા, ભેદરૂપ થઈ ગયો ! આત્મા પુદ્ગલ થઈ ગયો, અભેદ ભગવાન (આત્મા) ભેદરૂપ થઈ ગયો! આહાહાહા! આ સમયસાર ! જેના પેટ ઉંડા બહું!! આહાહા ! એનાથી અતિરિક્ત બીજો કોઈ જીવ નથી, કેમ કે રાગ, ભેદને રંગ ને કેમ કે જ્યાં આત્માની સાથે તાદામ્ય (સંબંધે ) લીધા, તો પુદ્ગલ જ જીવ થઈ ગયો, જીવ તો ભિન્ન રહ્યો નહીં. ઝીણી વાત છે ભાઈ! આ કોઈ સાધારણ ગાથા નથી. આહાહાહા! ભગવાન ચૈતન્યસ્વરૂપ પ્રભુ, એકલો ચૈતન્યરસ, સ્વપરપ્રકાશક સ્વભાવનો પિંડ! ત્રિકાળી હો, પર્યાયમાં એ છે એ વાત નહીં, એવો (અભેદ) ભગવાન આત્મા છે. એમાં ભેદ, રંગને રાગ છે જ નહીં, અને ભેદ, રંગ ને રાગ (તો) પુદ્ગલના અહીં કહ્યાં-રૂપી કહ્યો, એ-રૂપ આત્મા જો થઈ જાય તો આત્મા પુગલને રૂપી થઈ ગયો. (આહાહા!) આત્મા જે ભિન્ન-અરૂપી આનંદકંદ છે (એ તો રંગ, રાગ, ભેદરૂપ હોઈ તો જીવ રહ્યો નહીં. ધીરાના કામ છે ભાઈ ! કાંઈ ઉતાવળે આંબા પાકી જાય એવી ચીજ નથી આ. આહાહાહા ! અને સર્વોત્કૃષ્ટ વસ્તુ જ તું છે, આવ્યું'તું ને કાલે. આતમ પદાર્થ મહાપ્રભુ! સર્વોત્કૃષ્ટ જગતમાં જે સાર (રૂપ) છે તે તું જ છે. એવા આત્મામાં જો રાગને ભેદ અને રંગ લગાવી દે (જોડી દે) (તેથી તો) ભગવાન આત્મા, રૂપી અને અચેતન થઈ જાય, જીવપણું રહે નહીં. અરે રે! એ પ્રકારે પુગલદ્રવ્ય જ સ્વયં જીવ છે. પરંતુ એનાથી અતિરિકત(જુદો) બીજો કોઈ જીવ નથી રહેતો. એવું થવાથી–આમ થતાં મોક્ષ અવસ્થામાં હવે મોક્ષમાં, મોક્ષઅવસ્થામાં પણ પુગલદ્રવ્ય જ પોતે જીવ (ઠરે) છે. ત્યાં (મોક્ષમાં) પણ પુદ્ગલ રહ્યાં ત્યાં, કારણકે પુગલની સાથે-રંગની સાથે (ભેદની સાથે ) અભેદ (જીવ) હતો, એને તું જીવ કહે છે તો મોક્ષ થયો ત્યાં પણ એ પુદ્ગલ રહ્યાં, જીવ તો ભિન્ન રહ્યો નહીં. આ સંસાર અવસ્થામાં પણ જો રૂપીત્વ જે પુદ્ગલનું લક્ષણ છે (એ) તારામાં (આત્મામાં) આવી જાય, તો એ આત્માનો મોક્ષ (થાય ત્યારે) મોક્ષમાં પણ એ (રંગ, રાગને ભેદ) આવે છે સાથે-સાથે, કારણકે તેઓ) તાદાભ્ય છે તો (જીવ તો) ભિન્ન રહેતો નથી. હવે જેમ Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ સમયસાર સિદ્ધિ ભાગ-૩ અત્યારે પુદ્ગલ થયા એવી રીતે મોક્ષ થયો તો પુદ્ગલ ત્યાં ગયાં ત્યાં. આહાહાહા ! અહીં મોક્ષ (અવસ્થા) કેમ કહી? કે અહીં (અત્યારે) સંસાર અવસ્થામાં એ રૂપી, રંગ, રાગને ભેદને પોતાના માને તો એનો જે તાદામ્ય સંબંધ (માને) તો એ તો આગળ જતા ત્યાં મોક્ષ જતાં પણ તાદાભ્ય સંબંધ (તેમનો) રહેશે, તો પુદ્ગલ જ ત્યાં રહેશે, ત્યાં આત્મા (જીવ) રહેશે નહીં. અહીં તો અવસ્થાનો વિચાર છે ને! મોક્ષની અવસ્થા એટલે? ઈ આંહી અત્યારે નહીં, અત્યારે તો સંસાર અવસ્થામાં પણ રાગ, રંગને ભેદ જે પુદ્ગલ લક્ષણ છે એને આત્મામાં લગાવી દે (તાદાભ્ય સંબંધે) સંસાર અવસ્થામાં, તો તેઓ મોક્ષ અવસ્થા પ્રગટ કરે તેનો મોક્ષ થાય છે. તો એ અવસ્થા પ્રગટ કરે ત્યારે મોક્ષ થાય છે એ તો ત્યાં ત્યાં રહી ગયા, એ સ્થિતિમાં એમ સંસારઅવસ્થામાં જ્યાં તાદાભ્ય છે તો આગળ જતા પણ તાદામ્ય ત્યાં રહેશે જ. આ સંસારઅવસ્થા અને મોક્ષ અવસ્થા બેની અપેક્ષાએ વાત લેવી છે. તદ્દન મોક્ષઅવસ્થા નિર્મળ એ આંહી વાત નહીં. ન સમજવી. આંહી તો તું કહે કે સંસારદશામાં –અવસ્થામાં, દ્રવ્ય-ગુણમાં તો નહીં ભલે ! પણ સંસારની મલિન અવસ્થામાં એ આત્મા રંગને રાગને ભેદથી તન્મય છે, તો તો તન્મયપણા (રંગ-રાગ-ભેદનું) તો એ પુદ્ગલનાં લક્ષણ છે. ( જો એમ માને તો) સંસાર અવસ્થામાં આત્મા, રૂપી-પુદ્ગલ થઈ ગયો! અને સંસાર અવસ્થા પલટીને જ્યારે તું એમ કહે છે મોક્ષ થશે, તો મોક્ષ એનો થશે તો ત્યાં પણ પુદ્ગલ જ રહેશે. એમ કહે છે. સમજાણું કાંઈ. ? આ તો બે અવસ્થાની અપેક્ષાએ વાત છે. હોં? મોક્ષ નિર્મળ અવસ્થા એ અત્યારે અહીં વાત નથી. આહાહા ! શું કહે છે? અહીં તો બે અવસ્થાની સાથે (સરખામણી) મિલાન કરી (કહ્યું) છે. કે એક આ અવસ્થામાં પણ જો રાગ-રંગને ભેદ તારો છે- તન્મય તાદાભ્ય લક્ષણે તો તે રૂપી થઈ ગયો (આત્મા) હવે તું એમ કહે છે (માને છે) કે આ (સંસાર) અવસ્થામાં એકમેક (આત્મા એ ભેદથી) છે એમ બીજી મોક્ષ અવસ્થા થશે ત્યાં પણ એકમેક (તરૂપ આત્મા) રહેશે. મોક્ષ –અહીંયા નિર્મળ એ અત્યારે વાત નથી. આહાહા ! સમજાણું કાંઈ ? શું આચાર્ય ગજબ કામ કર્યા છે ને! દિગમ્બર સંતોએ, કેવળજ્ઞાનીના બધા કક્કા ઘુંટાવ્યા છે. “ક” એટલે આત્મા થાય છે હો ! “ક” “ક” “ક” એટલે આત્મા, આ આત્મા ! એ જો રાગ અને રંગ સાથે (ભેદ સાથે) એ અભેદ થઈ જાય તો આત્મા રહે નહીં! આહાહાહા ! તેથી અન્ય ( ભિન્ન) કોઈ જીવ સિદ્ધ થશે નહીં. એ તો જો કોઈ સંસાર અવસ્થામાં પણ-દશામાં-અવસ્થામાં પણ વિકાર અવસ્થામાં પણ વિકાર-રંગ, રાગને ભેદ જીવના ત્રિકાળ સાથે (તાદાભ્ય) માની લે તો આત્મા અત્યારે અહીંયા રૂપી થઈ ગયો ! અને એ આત્મા આગળ જ્યાં જાય, ત્યાં રૂપીને રૂપી રહેશે. મોક્ષ-નિર્મળ થઈ જાય એ પ્રશ્ન અત્યારે નથી સમજાણું કાંઈ ? - તારો આત્મા સંસાર અવસ્થામાં, ભેદ-રંગને રાગરૂપ, એ આત્મા રહ્યો! તો આત્મા રૂપી થયો અને એ જ રૂપીપણું એમાં તાદાભ્ય છે તો આગળ તાદાભ્યપણું રૂપીપણું રહેશે, ત્યાં! સમજાણું કાંઈ? તારી મોક્ષદશા પણ આ રૂપીની થઈ ગઈ. આહાહા! સમજાણું કાંઈ? મોક્ષ એટલે આ નિર્મળ મોક્ષ અવસ્થા ઈ આંહી પ્રશ્ન નથી. અહીંયા તો આ બે અવસ્થાઓની સાથે મિલાન (સરખામણી) કરવી છે. Page #282 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૬૩-૬૪ ૨૬૯ કે ત્રિકાળી દ્રવ્ય–ગુણમાં તો છે નહીં, પણ સંસાર અવસ્થામાં તું રૂપીપણું- રાગ, રંગને પોતાના માને તો તો આત્મા વર્તમાન રૂપી થયો, ભિન્ન તો રહ્યો નહીં. તો એ જ રૂપી આગળ જતા પણ રૂપીપણું જ રહેશે, ત્યાં અરૂપી આત્મા, ભિન્ન તો રહ્યો નહીં, આ તો અવસ્થા, બે અવસ્થાની અપેક્ષાએ વાત કરી છે. સમજાણું કાંઈ.... ? હવે આવો ઉપદેશ, હવે ( એને ) પકડતા વાર લાગે એવો ઉપદેશ ભાઈ ! માર્ગ આવો છે. આહાહા ! વસ્તુમાં તો છે નહીં, દ્રવ્ય ગુણમાં તો છે નહીં ભલે ! એમ તું કહે છે પણ પર્યાયમાં તો છે ને રાગને રંગ ને ભેદ, સંસારદશામાં, તો રાગ ને રંગ સંસાર અવસ્થામાં છે. તો તો ( એમ માનવાથી ) આત્મા રૂપી થયો, ભિન્ન ચૈતન્ય ( અરૂપી ) તો રહ્યો નહીં, ને એ જ મોક્ષમાં જાય છે તો રૂપી ત્યાં રહ્યો ! આત્મા ( અરૂપી ) તો રહ્યો નહીં, પુદ્ગલનો મોક્ષ થયો ! પુદ્ગલનો મોક્ષ શું ? પુદ્ગલ રહ્યું ત્યાં.... ભારે કઠણ વાત, ગજબની વાત છે ! એક એક શ્લોક ! દિગમ્બર સંતો, કેવળજ્ઞાનના કેડાયતો છે, કેવળજ્ઞાનના ( આહા ! ) કેવળજ્ઞાનને ઘુંટાવે છે. કેવળજ્ઞાનના વિરહ ભૂલાવી દીધા છે. એ સર્વશ૫૨માત્માને શું કહેવું હતું એ સંતોએ કહી દીધું, આવી વાત પ્રભુ ક્યાં છે, બીજે તો નથી પણ અત્યારે જૈન સંપ્રદાય નામ ધરાવે છે દિગમ્બર એમાંય આ વાત નથી. ત્યાં તો બસ આ ત્યાગ કરોને વ્રત પાળો, ભક્તિ કરો, ત્યાગ કર્યો ( તેથી ) પંચમહાવ્રત આવી ગયા ને પંચમહાવ્રત એ ધર્મ છે. ને એવા શુભભાવથી સંવ૨-નિર્જરા થાય છે, લ્યો ! આવ્યું હતું ને હમણાં શ્રુતસાગરનું-શ્રુતસાગર સાધુ છે ને એ દિગમ્બર ! શુભભાવ અનિયતિમાં શુભભાવથી નિર્જરા થાય છે, તો પછી આગળમાં શુભભાવથી નિર્જરા કેમ ન થાય ? અરેરે પ્રભુ ! શું કરે છે ભાઈ ? ( અહીંયા તો) શુભભાવને પુદ્ગલ કહ્યા-રૂપી કહ્યાઅચેતન કહ્યા અજીવ કહ્યા. એનાથી સંવર નિર્જરા થાય છે ? નિર્જરા થાય છે? એનાથી ભિન્ન થઈને પોતાના શાયક સ્વભાવને દૃષ્ટિમાં લીધો તો શાયકરૂપ પરિણતિ થઈ એ સંવર નિર્જરા છે. આકરી વાત છે. કારતક સુદ-૧૫ (પુનમ ) વીતી ગઈ, અનંતી વીતી ગઈ ! આહાહા ! ઓહોહો ! ( આચાર્યદેવ ) ટીકા કરતા હશે જ્યારે એની, જે વિકલ્પ આવ્યો છે એ પણ મારો નથી. પુદ્ગલની સાથે ( એનો તાદાત્મ્ય ) સંબંધ છે. ટીકાની ક્રિયાનો હું કર્તા નથી. વિકલ્પ આવ્યો તેને પુદ્ગલની સાથે સંબંધ છે. અનિયતિમાં મારો સંબંધ છે જ નહીં તો એનાથી ભિન્ન ૨હીને એને જાણું-જાણવાવાળો છું અને પર્યાયમાં ભેદ પડે છે. મતિ-શ્રુત-અવધિ ને મન:પર્યય ભેદ આદિ છે એનો હું જાણવાવાળો છું. મારામાં ભેદ નથી. નિમિત્તને જાણવાવાળો ભેદને જાણવાવાળો જેને જાણું એ-રૂપ હું નથી. ભેદને જાણું-રાગને જાણું-નિમિત્તને જાણું, ( પણ ) એ– રૂપ હું નથી. કહો દેવીલાલજી ? આવી વાત છે, તમારે ત્યાં છે સ્થાનકવાસીમાં ? ( શ્રોતાઃ– હિંદુસ્તાનમાં નથી ) સ્થાનકવાસી હતાને પહેલાં, આ તો દૃષ્ટાંત ! દેવાનુંપ્રિયા ! અરે આ ક્યાં હતું (તત્ત્વ ) ભાઈ ! ભેદજ્ઞાન કરાવવાની કળા ! અલૌકિક આ છે. આહાહા ! ભેદથી, રંગથી, રાગથી ભિન્ન. અભેદ, અરંગીને અરાગી પ્રભુ, એવા ચૈતન્યદ્રવ્યની દૃષ્ટિ-આવા આત્માની દૃષ્ટિ કરવી એનું નામ સમ્યક્– યથાર્થ છે પણ રાગ અને એની સાથે આત્મા છે, એવી દૃષ્ટિ કરવી તો એ દૃષ્ટિ મિથ્યાત્વ છે. ( હવે કહે છે ) પરંતુ એનાથી અતિરિક્ત-અન્ય કોઈ જીવ રહ્યો નહીં, કેમ કે સદા પોતાના Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૭) સમયસાર સિદ્ધિ ભાગ-૩ સ્વલક્ષણથી લક્ષિત –શું કહે છે? કે રાગ, રંગને ભેદ જો આત્માના છે તો એ સદા પોતાના સ્વલક્ષણથી લક્ષિત એવું દ્રવ્ય છે- બધી અવસ્થાઓમાં હાનિ ને ઘસારો નથી પામતું! શું કહે છે? કે રાગ-ભેદને રંગ પોતાની સાથે (આત્માની સાથે ) નું લક્ષણ હોય તો, એ લક્ષણ (આત્માનું) તો ઘસારો કોઈપણ અવસ્થામાં નથી થતો ને હાનિ નથી પામતું ને ઘસારો નથી થતો, એ તો એવો ને એવો રહે છે. બહુ વાત ફેરવી છે. આહાહાહા ! શું કહે છે? ભગવાન આત્મા જ્ઞાયકભાવ જે ચૈતન્ય રસકંદ છે, એની સાથે રાગ, ભેદને રંગનું જો તાદામ્ય (સંબંધ) માની લે તો દ્રવ્યને લક્ષણથી લક્ષિત થયું અને એ લક્ષણનો કોઈ પણ વખતે ઘસારો ને ધટાડો (વધઘટ) થતા નથી. (શ્રોતા- સિદ્ધાંત બરાબર છે) સદા પોતાના સ્વલક્ષણથી લક્ષિત એવું દ્રવ્ય ! વાહ! ગજબ કરી છે તે વાત. પ્રભુ આત્માને તું રાગવાળો માન, મેદવાળો માન, રંગવાળો માન તો એ લક્ષણ તો તારા (આત્મ) દ્રવ્યનું થયું. તો એ લક્ષણ આવ્યા એ ક્યારેય હાનિઘસારો ને ધટાડો પામતા નથી. અમૃતચંદ્રાચાર્ય દિગમ્બર સંત, હજાર વર્ષ પહેલાં થયા, આ ટીકા (રચના થઈ ) અમૃત રેડયા છે. જેનુ લક્ષણ જે છે ત્રિકાળ, રાગને રંગવાળો આત્મા તારો (માનીશ) તો રંગ, રાગને ભેદ તારા આત્માનું લક્ષણ થશે ને ત્રિકાળ રહેશે. કોઈ દિ' હાનિ ને ઘસારો એમાં માનીશ તો આત્મા તારો રહેશે નહીં. વિશેષ કહેશે. (શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ) પ્રવચન નં. ૧૩૭ ગાથા- ૬૩ થી ૬૭ તા.૧૬-૧૧-૭૮ ગુરુવાર કારતક વદ-૨ જીવ-અજીવ અધિકાર છે ને ! જીવ અહીં કોને કહેવામાં આવે, એ વાત છે. જીવ તો અનંત અનંત ગુણોથી અભેદ એ જીવ ! એમાં જેટલા રંગ, રાગને ભેદ (એ) ત્રણમાં કહી દીધું છે. ભાઈએ લઈ લીધું છે હુકમચંદજી, (એના કાવ્યમાં કહ્યું) રંગ ને રાગ ને ભેદથી ભિન્ન, એ આમાંથી (આ ગાથાઓમાંથી) કાઢયું. રંગમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, શરીર, વાણી, મન, કર્મ એ બધું અને રાગમાં શુભાશુભરાગ એ આવ્યું. અધ્યવસાય વગેરે અને ભેદમાં નિમિત્તના લક્ષે (જે) ભેદ પડે છે અંદર, ત્યાં લબ્ધિસ્થાન કીધાં ને ! એ ભેદથી પણ નિરાળી ચીજ છે, જીવ એને કહીએ કે જે ભેદથી (પણ) ભિન્ન છે. રાગથી ભિન્ન, રંગથી ભિન્ન (એ જીવ છે.) જો એમ માનવામાં આવે કે સંસાર –અવસ્થામાં જીવની સાથે રંગ-રાગાદિ ભેદ સાથે તાદાભ્ય સંબંધ છે, એમ કોઈ કહે તો જીવ મૂર્તિક થયો, કેમ? રંગ, રાગ ને ભેદ બધું મૂર્ત છે. એમ કહે છે. અહીંયાં તો! પુદ્ગલ કહેવા છે ને! જીવ તો મૂર્તિક થયો અને મૂર્તિકપણું તો પુલ દ્રવ્યનું લક્ષણ છે. જો આત્માને (જીવને ) રંગવાળો, રાગવાળો, ભેજવાળો માનો, તો એ લક્ષણ તો પુદ્ગલનું છે. તો જીવ મૂર્તિક લક્ષણવાળો થયો-તો આત્મા મૂર્તિક થઈ જાય છે. બહુ સૂક્ષ્મ વાત કરી છે. ભેદ પણ મૂર્તિ છે એમ કહે છે. રાગ તો ભેદ દયા-દાન-વ્રત આદિનો વિકલ્પ છે. એ તો પુદ્ગલ છે મૂર્તિક છે રૂપી છે. અજીવ છે. એનાથી જીવ તો ભિન્ન છે. એને જો મૂર્તિક કહો તો મૂર્તિક લક્ષણ તો પુગલદ્રવ્યનું છે. એટલા માટે જીવદ્રવ્ય પુદ્ગલદ્રવ્ય જ થયું, એનાથી અતિરિક્ત ( ભિન્ન) કોઈ ચૈતન્યરૂપ જીવદ્રવ્ય રહ્યું નહીં મૂર્તિકથી ભિન્ન કોઈ અરૂપી-અભેદ-ચૈતન્ય તત્ત્વ Page #284 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૬૩-૬૪ ૨૭૧ રહ્યું નહીં. આહાહા ! આંહી તો હજી રાગના વિકલ્પો-દયા-દાન, એને પોતાના માને! અહીં તો ત્યાં સુધી કાલ તો આવ્યું'તું સૂક્ષ્મ! બેનની વાણીમાં નહીં ? શેયનિમગ્ન !ભાષા જુઓ એમની! શાસ્ત્રજ્ઞાન એ પરશેય છે એ કોઈ વસ્તુ-સ્વજોય નથી. એને પણ અહીંયા તો મૂર્ત કહીને પુદ્ગલનું લક્ષણ કહ્યું (છે.) ભગવાન આત્મા તો અખંડ-અભેદ–જેમાં ગુણભેદેય નહીં, પર્યાય ભેદેય નહીં, રાગને રંગની તો વાતે ય શું કરવી? કહે છે. એવો, જીવ તો અમૂર્ત પ્રભુ આત્મા (અભેદાત્મા ) એને ભેદ અને રંગ-રાગવાળો માનવો તો તો રંગ, રાગ, (ભેદ) એ તો મૂર્તિકનું સ્વરૂપ છે, પુદ્ગલનું લક્ષણ છે, એ તો પુદ્ગલ થઈ ગયો આત્મા! સૂક્ષ્મ, ભાઈરે... એક બાજુ એમ કહેવું કે રાગ-દ્વેષ આદિ પર્યાય છે પોતાની-જીવમાં છે, નિશ્ચયથી જીવમાં છે એમ કહ્યું “પ્રવચનસારમાં એ પર્યાયને સિદ્ધ કરવી છે, શેયના આત્માની પર્યાયમાં એની વાત છે, એ (પર્યાય) સિદ્ધ કરવા માટે, અહીં તો ત્રિકાળીસ્વભાવ સિદ્ધ કરવો છે. આહાહા ! સમજાણું કાંઈ? જે દૃષ્ટિનો વિષય જે અભેદ ચૈતન્ય, એ અહીં સિદ્ધ કરવો છે. તેથી તે કારણે જે મૂર્તિક પુદ્ગલનું લક્ષણ છે. એ જો જીવમાં આવી જાય તો જીવ તો ચૈતન્યદ્રવ્ય રહ્યું નહીં. મોક્ષ થતાં પણ તે પુદ્ગલોનો જ મોક્ષ થયો! ભેદને રાગ, રંગ એ જો આત્માના થઈ જાય તો તે મૂર્તિક છે, તો તો મોક્ષમાં પણ એ રહ્યાં, આવી વાત છે. અન્ય કોઈ ચૈતન્ય (સ્વરૂપ) જીવ ન રહ્યો, આ પ્રકારે સંસાર અને મોક્ષમાં, પુદ્ગલથી ભિન્ન એવો કોઈ ચૈતન્યરૂપ જીવદ્રવ્ય ન રહ્યું. (તેથી) જીવનો અભાવ થઈ જશે. રાગ, ભેદને રંગ આદિ સંહનન આદિ જો આત્માના છે એમ માનો તો આત્માનો તો અભાવ થઈ જશે! (આહાહા!) આત્મા તો અભેદ ચૈતન્યમૂર્તિ ભગવાન છે, એનો તો અભાવ જ થશે. કેવી વાત કરી જુઓને ! હવે અત્યારે તો એમ કહે કે વ્યવહારનયનો જે રાગાદિ છે એનું આચરણ કરવાથી અનુગ્રહ–આત્માને લાભ થાય છે. ઘણોફેર. ગૌતમ સ્વામીએ પણ વ્યવહારથી એમ કહ્યું છે એમ કહે, પણ એ તો ભેદથી સમજાવ્યું છે. એવું કહ્યું એથી કરીને, (એના) આશ્રયથી લાભ થાય ને ધર્મ થાય એમ કહ્યું છે? વ્યવહારથી સમજાવ્યું, બીજા (ન સમજે) તેને ભેદથી સમજાવ્યું છે. જયધવલમાં ત્યાં ચિહન તો પહેલેથી કર્યું છે, તે દિ'વાચ્યું, તે દિ' ત્યાં એક મેં કર્યું છે. એ તો ભેદથી સમજાવ્યા વિના, શિષ્યને સમજણમાં આવતું નથી. એ અપેક્ષાએ (ભેદથી) સમજાવ્યો, પણ એ ભેદ છે એ આશ્રય કરવાલાયક છે ને આત્માની ચીજ છે, એવું નથી. ભેદને તો અહીંયા પુગલમાં નાખી દીધા (કહી દીધા) આત્મામાં (સદા) રહેતા નથી, અભેદ એકલી રહેલી છે ચીજ (આત્મા) લોકો કંઈક કંઈક ગરબડમાં અટકી ગયા, કોઈ કાંઈક, કોઈક કાંઈ, કોઈક કાંઈ. આહાહાહા ! ભગવાન આત્મા પૂર્ણ આનંદસ્વરૂપ પ્રભુ, એમા તો રંગ નહીં, રાગ નહીં ને ભેદ નહીં, એને અહીં આત્મા કહે છે અને એવો (અભેદ) આત્મા સમ્યગ્દર્શનનો વિષય છે. આહાહા ! આ પ્રકારે સંસાર-મોક્ષમાં પુદ્ગલથી ભિન્ન, એવો કોઈ ચૈતન્યરૂપ જીવ દ્રવ્ય તો ન રહેવાથી, જીવનો અભાવ થઈ જશે-થઈ જાય, થઈ જાય, થઈ જશે એમ નથી કીધું. એટલા માટે માત્ર સંસાર Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ સમયસાર સિદ્ધિ ભાગ-૩ અવસ્થામાં જ રંગ, રાગને ભેદભાવ જીવના છે, એવું માનવાથી પણ જીવનો અભાવ થઈ જાય છે. ઝીણી વાત બહુ ભાઈ ! આહાહા ! આવો ચૈતન્ય સ્વભાવ, એને પકડવાથી તો સૂક્ષ્મ ઉપયોગ ઘણો થાય છે. સ્થૂળ ઉપયોગથી એ જાણવામાં આવતો નથી. ઘણો સૂક્ષ્મ (ઉપયોગ થાય) સૂક્ષ્મ તો ઠીક છે પણ મતિજ્ઞાનનો ઉપયોગ તો આમ બહારમાં, પરમાં જાય છે પણ ઇ નહીં, અહીંયા તો જે ઉપયોગ પોતાને પકડે એ ઉપયોગ સૂક્ષ્મ છે. આહા! સમજાણું કાંઈ? આહાહા! રંગ ને રાગ ને ભેદ વિનાની ચીજ પ્રભુ, એને પકડનારો ઉપયોગ સૂક્ષ્મ ઘણો છે, એ વિના આત્મા પકડવામાં આવતો નથી. સમ્યગ્દર્શન થાય છે(ત્યારે) સૂક્ષ્મ ઉપયોગ જ્યારે અંદરમાં જાય છે ત્યારે સમ્યગ્દર્શન થાય છે. આહાહા! એવી વાત છે ભાઈ ! દેહની ક્રિયા, વાણીની ક્રિયા એ તો જડ છે એ જડની ક્રિયા આત્મા કરે છે એમ માનવું તો આત્મા જડ થઈ ગયો ! અને રાગ એ પણ જડ અને અજીવ છે, દયા-દાન-વ્રત-ભક્તિ-પૂજાજાત્રાના ભાવ રાગ એ તો અજીવ છે, એ અજીવ આત્માનાં થઈ જાય તો આત્મા અજીવ થઈ જાય ! સમજાણું કાંઈ ? એવી રીતે ભેદજ્ઞાનની પર્યાયના ભેદ, દર્શનની પર્યાયના ભેદ, ચારિત્ર પર્યાયના ભેદ એ ભેદ પણ પોતાનું સ્વરૂપ નથી. જો છે તો ભેદ, તો તો કાયમ રહેવાવાળા આત્મામાં (કાયમ) રહેશે, તો સિદ્ધમાં તો એ (ભેદ) છે નહીં. (કહે છે) જો સંસાર-અવસ્થામાં (રંગ, રાગ, ભેદ) છે એમ કહો તો સંસાર અવસ્થામાં ભેદ આદિ છે તો એ) પુદ્ગલદ્રવ્ય છે, એવું કહ્યું તો એ ભેદ પુદ્ગલ આત્માના છે તો તો એ પુદ્ગલસહિત મોક્ષમાં પુદ્ગલ રહેશે. (પુદ્ગલનો મોક્ષ થશે.) આવી વાતું છે, ઝીણી વાત બહુ ભાઈ ! આ તો સાધારણ ભાષા, એ બહુ સાદી (ભાષામાં) છે. ઈ ત્રણ શબ્દ ભાઈએ કાઢયા (કહ્યાને) ઈ આમાંથી (આ ગાથાઓમાંથી) કહ્યા છે. રંગ, રાગ ને ભેદથી ભિન્ન-નિરાલા છું. બહુ ક્ષયોપશમ ઘણો છે એનો, ભાઈહુકમચંદજી છતાં આમ માણસ નિર્માન છે ને ! ઘમંડ રહિત ! આહાહાહા ! આત્મા જે છે એને જાણવો એનું (નામ) સમ્યગ્દર્શન ! તો એ આત્મા કેવો છે? હજી તો પ્રથમ સમ્યગ્દર્શનની વાત છે, ધર્મ-ચારિત્ર- ચારિત્ર તો પછી દૂર રહી ગયું. અહીં તો પ્રથમ સમ્યગ્દર્શન થાય છે તો ક્યા પ્રકારથી થાય છે? કે સમ્યગ્દર્શનનો વિષય અભેદ-ચૈતન્યમાં ભેદ નહીં–રંગ નહીં–રાગ નહીં. રંગ રહિત, રાગ રહિત, ભેદ રહિત ! આહાહાહા ! રંગ સહિત, રાગ સહિત, ભેદ સહિત એ પુદ્ગલ છે, ( સહિતને રહિત) અરે, એને ઘણું ધારું થવું પડશે ભાઈ ! શાસ્ત્રનું જ્ઞાન છે એ પણ રૂપી છે ખરેખર, એ પુદ્ગલ છે એમ કહે છે આંહી તો, એય ? આહાહાહા ! જો પોતાનું જ્ઞાન હોય તો તો સાથે આનંદ આવે છે. આ શાસ્ત્રનું જ્ઞાન તો પુદ્ગલ છે-દુઃખ છે. શાસ્ત્રનું જ્ઞાન,દેવ-ગુસ્મશાસ્ત્રની શ્રદ્ધા, નવતત્ત્વની શ્રદ્ધા, પંચમહાવ્રતનો (શુભરાગ), છ કાયની દયા લીધી પણ એનો અર્થ પંચમહાવ્રતના ભાવ બધુંય પુદ્ગલ છે. એ (ભાવો) જો આત્મા થઈ જાય, તો આત્મા પુદ્ગલ થઈ જાય ! બહુ ગજબ વાત કરી છે. યથાર્થ વસ્તુનું સ્વરૂપ જ એવું છે. (શ્રોતા – શાસ્ત્રમાં તો આવે છે કે ભગવાન સોના, કંચન વર્ણન) શાસ્ત્રમાં તો એ આવે છે (પણ) એ વસ્તુ નથી માટે એ તો શરીરના વખાણ છે. ત્યાં લીધું છે (નિશ્ચયસ્તુતિમાં) Page #286 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૬૩-૬૪ ૨૭૩ એથી એ તો આત્મા (ની સ્તુતિ) નથી. રાજાની ઋદ્ધિ આદિના વખાણ થાય, એ રાજાના નહીંએમ સ્તુતિમાં તો આવ્યું છે, (નિશ્ચય) સ્તુતિ-સ્તુતિ આવ્યું ને! આ જડઇન્દ્રિયો અને ભાવેન્દ્રિયો અને ભગવાનની વાણી ને ભગવાન, એ બધાને ઈન્દ્રિયમાં નાખી દીધા છે. આહાહાહા ! અને વાણીથી જે જ્ઞાન થયું પોતાની પર્યાયમાં, એ પણ ઇન્દ્રિય છે. ગજબ વાત છે! એ પણ અહીં તો પુદ્ગલ કહી દીધા છે. ભાઈ ? એમ માનવાથી તો જીવનો અભાવ થઈ જાય છે, શાસ્ત્રનું જ્ઞાન એ આત્માનું જ્ઞાન, એમ(માનનારને) માનવાથી જીવનો અભાવ થઈ જાય છે. આહાહા ! દયાદાન-વ્રત-ભક્તિના ભાવ એ જીવના ( આત્માના) ભાવ છે તો (તેવી માન્યતાથી) જીવનો અભાવ થઈ જશે. માર્ગણા (સ્થાન) લીધું ને ! જ્ઞાન માર્ગણા, દર્શન માર્ગણા, સંયમ માર્ગણા, એવી માર્ગણામાં (આત્માને) શોધવાથી, તો પર્યાયમાં છે એ માર્ગણા, (પરંતુ માણાના ભેદ) એ પુદ્ગલ પરિણામ છે. એમ કહે છે. જ્ઞાનના પાંચ ભેદ ત્રણ અજ્ઞાનના એ (આઠ) ભેદ ઉપર લક્ષ જશે તો રાગ થશે, એ (રાગ) પુદ્ગલની અવસ્થા એમ દર્શન (ના ભેદ) સમ્યગ્દર્શન, ક્ષાયિકદર્શન, ઉપશમદર્શન, ક્ષયોપશમ એવા ભેદ એને કહે છે. પુદ્ગલનાં પરિણામ ! આહા! આ ત્રણમાં રંગ, રાગને ભેદમાં તો ઘણું સમાડી દીધું છે. સંતોની ગંભીર ભાષા, ઘણી ગૂઢ! ગૂઢ! આહાહાહા ! યથાર્થ ! આવું “ જ્ઞાન પ્રગટ અનુભવમાં આવે છે.” કહ્યું છે? આત્મા ચૈતન્યસ્વરૂપ દ્રવ્ય છે, એના તરફનો અનુભવ કરતાં પર્યાયમાં સામાન્યપણું એટલે શેયોના આકારના ભેદથી ખંડ થાય છે, તે ખંડ ન થતાં, જ્ઞાનાકારનો જ્ઞાનસ્વભાવ પર્યાયમાં પ્રગટ થાય, તેને જ્ઞાનનો અનુભવ, તેને જૈનશાસન તેને સમકિત અને સમ્યજ્ઞાન કહે છે. આહા...હા...! આટલું બધું...! છે ને .. ત્યારે જ્ઞાન પ્રગટ અનુભવમાં આવે છે...” જ્ઞાનમાત્રનો અનુભવ કરતાં, સંયોગી ચીજથી લક્ષ છોડી અને અંદર દયા, દાન કે વ્રત, ભક્તિ, કામ, ક્રોધના ભાવ તેનું પણ લક્ષ છોડી, એક સમયની પર્યાયને ત્રિકાળી જ્ઞાયક સ્વભાવ તરફ ઝુકાવતાં, પર્યાયમાં સામાન્ય જ્ઞાન એટલે કે પર શેયના આકારનો મિશ્રભાવ ન આવતાં, એકલો જ્ઞાનનો ભાવ આવે, એને અહીંયા સામાન્ય જ્ઞાન કહે છે. આહાહા..! એ સામાન્ય જ્ઞાનનો અનુભવ આવવો એનું નામ જૈનશાસન, જૈનધર્મ, અનુભૂતિ અને મોક્ષમાર્ગની શરૂઆત ત્યારથી થાય છે. સમજાય છે? ઝીણી વાત છે! આહા..હા..! (સમયસાર દોહન - પૂ. ગુરુદેવશ્રીના નાઈરોબીના પ્રવચન પાના નં. ૧૬૯-૧૭0) Page #287 -------------------------------------------------------------------------- ________________ २७४ સમયસાર સિદ્ધિ ભાગ-૩ KARN थ। - ६५-६६ yyyyyyyyyyy एवमेतत् स्थितं यद्वर्णादयो भावा न जीव इतिएक्कं च दोण्णि तिण्णि य चत्तारि य पंच इंदिया जीवा। बादरपज्जत्तिदरा पयडीओ णामकम्मस्स।।६५।। एदाहि य णिव्वत्ता जीवट्ठाणा उ करणभूदाहिं। पयडीहिं पोग्गलमइहिं ताहिं कहं भण्णदे जीवो।।६६ ।। एकं वा द्वे त्रीणि च चत्वारि च पञ्चेन्द्रियाणि जीवाः। बादरपर्याप्तेतरा: प्रकृतयो नामकर्मणः।। ६५।। एताभिश्च निर्वृत्तानि जीवस्थानानि करणभूताभिः। प्रकृतिभिः पुद्गलमयीभिस्ताभिः कथं भण्यते जीवः।।६६।। निश्चयतः कर्मकरणयोरभिन्नत्वात् यद्येन क्रियते तत्तदेवेति कृत्वा, यथा कनकपत्रं कनकेन क्रियमाणं कनकमेव, न त्वन्यत्, तथा जीवस्थानानि बादरसूक्ष्मैकेन्द्रियद्वित्रिचतुःपञ्चेन्द्रियपर्याप्तापर्याप्ताभिधानाभिः पुद्गलमयीभि: नामकर्मप्रकृतिभिः क्रियमाणानि पुद्गल एव, न तु जीवः। नामकर्मप्रकृतीनां पुद्गलमयत्वं चागमप्रसिद्धं दृश्यमानशरीरादिमूर्तकार्यानुमेयं च। एवं गन्धरसस्पर्शरूपशरीरसंस्थानसंहननान्यपि पुद्गलमयनामकर्मप्रकृतिनिर्वृत्तत्वे सति तदव्यतिरेकाज्जीवस्थानैरेवोक्तानि। ततो न वर्णादयो जीव इति निश्चयसिद्धान्तः। આ રીતે એ સિદ્ધ થયું કે વર્ણાદિક ભાવો જીવ નથી, એમ હવે કહે છે જીવ એક-દ્વિત્રિ-ચતુ-પંચેન્દ્રિય, બાદર, સૂક્ષ્મ ને પર્યાપ્ત આદિ નામકર્મ તણી પ્રકૃતિ છે ખરે. ૬પ. પ્રકૃતિ આ પુદ્ગલમયી થકી કરણરૂપ થતાં અરે, રચના થતી જીવસ્થાનની જે, જીવ કેમ કહાય તે? ૬૬. uथार्थ:-[ एकं वा भेडेंद्रिय, [ द्वे ] द्रय, [त्रीणि च त्रीद्रिय, [ चत्वारि च] यतुतिंद्रिय, [पञ्चेन्द्रियाणि ] पंथेंद्रिय, [बादरपर्याप्तेतरा: ] 4६२, सूक्ष्म, पर्यास अने अपर्यास [जीवा:] पो- [नामकर्मण:] नामभनी [प्रकृतयः] प्रतिमो छ; [ एताभिः च ] [प्रकृतिभिः ] प्रतिमो [ पुद्गलमयीभिः ताभिः ] ओ पुगलमय तरी प्रसिद्ध छे तेमना 43 [करणभूताभिः] ४२४॥स्व३५ १७ने [ निर्वृत्तानि] २यायेलi [ जीवस्थानानि ? ७५स्थानो (94समास) छ तेसो [ जीवः ] ७५ [ कथं ] उम [भण्यते] उपाय ? Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૭૫ ગાથા – ૬૫-૬૬ ટીકા-નિશ્ચયનયે કર્મ અને કરણનું અભિન્નપણું હોવાથી, જે જેના વડે કરાય છે (-થાય છેતે તે જ છે- એમ સમજીને (નિશ્ચય કરીને), જેમ સુવર્ણનું પાનું સુવર્ણ વડે કરાતું (-થતું) હોવાથી સુવર્ણ જ છે, બીજું કાંઈ નથી, તેમ જીવસ્થાનો બાદર, સૂક્ષ્મ, એકેંદ્રિય, દ્વિદ્રિય, ત્રીદ્રિય, ચતુરિંદ્રિય, પંચેંદ્રિય, પર્યાય અને અપર્યાપ્ત નામની પુદ્ગલમયી નામકર્મની પ્રકૃતિઓ વડે કરાતાં (-થતાં) હોવાથી પુદ્ગલ જ છે, જીવ નથી. અને નામકર્મની પ્રકૃતિઓનું પુગલમયપણું તો આગમથી પ્રસિદ્ધ છે તથા અનુમાનથી પણ જાણી શકાય છે કારણ કે પ્રત્યક્ષ દેખવામાં આવતા શરીર આદિ જે મૂર્તિક ભાવો છે તે કર્મપ્રકૃતિઓનાં કાર્ય હોવાથી કર્મપ્રકૃતિઓ પુગલમય છે એમ અનુમાન થઈ શકે છે. એવી રીતે ગંધ, રસ, સ્પર્શ, રૂપ, શરીર, સંસ્થાન અને સંહનન-તેઓ પણ પુદ્ગલમય નામકર્મની પ્રકૃતિઓ વડે રચાયાં (બન્યાં) હોવાથી પુદ્ગલથી અભિન્ન છે; તેથી, માત્ર જીવસ્થાનોને પુદ્ગલમય કહેતાં, આ બધાં પણ પુદ્ગલમય કહ્યાં સમજવાં. માટે વર્ણાદિક જીવ નથી એમ નિશ્ચયનયનો સિધ્ધાંત છે. ગાથા ૬૫-૬૬ ઉપર પ્રવચન એ પ્રકારે આ સિદ્ધ થયું કે રંગ, રાગ અને ભેદ જીવ નહીં. એ હવે કહે છે. एकं च दोणिण तिण्णि च चतारि य पंच इंदिया जीवा वादस्णज्जत्तिदरा पयडीओ णामकम्मस्स।।६५।। एदाहि य णिव्वता जीवढाणा उ करणभूदाहिं जयडीहिं णोग्गलमइहिं ताहिं कहं भण्णदे जीवो।।६६ ।। અહીં જીવઠાણા નાખે છે (કહે છે), હવે જીવસ્થાન પણ પુદ્ગલ છે, જીવસ્થાન, માર્ગણાસ્થાન એ પુદ્ગલ છે (આહા!) જીવસ્થાન, ગુણસ્થાન પુદગલ છે. અહીં પાધરો દાખલો એ આપ્યો. હરિગીત. જીવ એક-દ્વિત્રિ-ચતુર-પંચેન્દ્રિય, બાદર, સૂક્ષ્મને પર્યાપ્ત આદિ નામકર્મ તણી પ્રકૃતિ છે ખરે. ૬૫ પ્રકૃતિ આ પુદ્ગલમયી થકી કરણરૂપ થતા અરે, રચના થતી જીવસ્થાનની જે, જીવ કેમ કહાય તે? ૬૬ ટીકા-નિશ્ચયનયથી કર્મ અને કરણનું અભિન્નપણું હોવાથી કાર્યને કરણની અભિન્નતા હોવાથી, કરણ નામ સાધન અને કર્મ નામ કાર્ય, કર્મ (કાર્ય) ને કરણની અભિન્નતા હોવાથીજે જેના વડે કરાય છે તે તે જ છે- એમ સમજીને નિશ્ચય કરીને, જેમ સુવર્ણનું પાનું સુવર્ણ વડે કરાતું (થતું) હોવાથી સોનાનું પાંદડુ પત્ર, સોનાથી જ કરાય છે. પત્ર સુવર્ણપત્ર સુવર્ણથી, સુવર્ણપત્ર હો, સુવર્ણનુ પાનું પત્ર સુવર્ણથી કરાતું હોઈ સુવર્ણ જ છે. સુવર્ણથી પાનું થયું તો તે સુવર્ણ જ છે. બીજું કાંઈ નથી, તેમ જીવસ્થાનો બાદર, સૂક્ષ્મ, એકેન્દ્રિય, દ્વિન્દ્રિય, નિંદ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય, પર્યાપ્ત અને અપર્યાપ્ત નામની પુદ્ગલમયી નામકર્મની પુગલમયી Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ સમયસાર સિદ્ધિ ભાગ-૩ નામકર્મની પ્રકૃતિ હો, પુદ્ગલની એમ નહીં. પુદ્ગલમયી નામકર્મની પ્રકૃતિઓ વડે કરાતાં હોવાથી પુગલ જ છે, જીવ નથી. ચૌદ ભેદ પુગલ જ છે. એકેન્દ્રિય-બેઈન્દ્રિય-ત્રણઈન્દ્રિયચોઈન્દ્રિય- પંચેન્દ્રિય, સૂક્ષ્મ, બાદર, પર્યાપ્ત-અપર્યાપ્ત એ ચૌદ, ચૌદેય પુદ્ગલ છે. પર્યાપ્ત ને અપર્યાપ્ત જીવ, જીવ નથી. પુદ્ગલમયી નામકર્મની પ્રકૃતિ કરણ થઈને એ કર્મ એટલે કાર્ય થયું એ કારણથી એ પુદ્ગલ જ છે. શું કહ્યું? સમજાણું કાંઈ..? નામકર્મ કરણ છે સાધન છે, એનાથી (થયેલી આ ચૌદ ભેદ કાર્ય છે. તો કરણથી (જે સાધનથી) કાર્ય થયું (અભિન્નતા હોવાથી) એ પુદ્ગલ જ થયા, નામકર્મ પુદ્ગલ છે તો (એ) ભેદ પુગલથી થયા, ત્યાંથી ઉપાડયું છે. જીવસ્થાનો થી (કહ્યું છે) જીવ, જીવસ્થાન નથી. જીવ ભગવાન આત્મા, એ જીવસ્થાનમાં નથી. હવે જીવના (જે, જે ) પ્રકાર ભેદમાં એ જીવ નહીં. એથી તો આ દૃષ્ટાંત લીધું કે નામકર્મ (પ્રકૃતિ) કરણ થઈને સાધન થઈને એ પર્યાપ્ત, અપર્યાપ્તનું કાર્ય થયું છે. એ તો પુદ્ગલ છે- નામકર્મ પુદ્ગલ છે તો એનું કાર્ય પણ પુદ્ગલ છે, જીવ નહીં. નામકર્મની પ્રકૃતિઓને પુદ્ગલમયતા આગમથી પ્રસિદ્ધ છે, પુદ્ગલમયતા પુદ્ગલમય આગમથી પ્રસિદ્ધ છે. નામકર્મ છે ને પુદ્ગલ જડ આગમથી પ્રત્યક્ષ પ્રસિદ્ધ છે, (એ) પુદ્ગલ છે, એને જાણવાથી (અનુભૂતિથી) પુદ્ગલ છે, અનુમાનથી પણ જાણવામાં આવે છે. કેમ કે પ્રત્યક્ષ દેખાય- દેખાવાવાળા શરીર આદિ આ રહ્યું છે એ મૂર્તિક છે. તો એ કર્મ-પ્રકૃતિઓનું કાર્ય છે-જડનું કાર્ય છે. આહા!બાદરપણું, સૂક્ષ્મપણું, એકેન્દ્રિપણું, બેઇન્દ્રિયપણું, પંચેન્દ્રિયપણું, પર્યાપ્ત-અપર્યાપ્ત (આદિ પ્રકાર) એ તો પુદ્ગલ પ્રત્યક્ષ છે. એ પુગલનું કાર્ય છે, પ્રત્યક્ષ દેખાય એવું શરીર આદિ મૂર્તિકભાવ છે. એથી કર્મપ્રકૃતિઓનું કાર્ય છે. એથી કર્મપ્રકૃતિ પુદ્ગલમયી છે- પુદ્ગલમય છે. (માત્ર) પુદ્ગલ છે એમ નહીં. ત્રણ વાર કહ્યું-પુદ્ગલમયપણું -પુગલમયતા ત્રણવાર આવ્યું. એવું અનુમાન થઈ શકે છે, અનુમાન થઈ શકે છે, અને પ્રકૃતિ જડ છે તો એનું કાર્ય જડપુગલમય, એ પણ સિદ્ધ થાય છે. એ પ્રકારે ગંધ, રસ, સ્પર્શ, રૂપ, શરીર, સંસ્થાન, સંહનન (હાડકાં) એ પુદ્ગલમય, નામકર્મની પ્રકૃતિઓ દ્વારા રચિત (-રચાયેલા ) હોવાથી પુદ્ગલથી અભિન્ન છે. એ પુદ્ગલ એમય છે, એટલા માટે માત્ર જીવસ્થાનોને પુગલમય કહ્યા છતાં આ બધાને પણ પુગલમય સમજવા જોઈએ, આ ઉપરનો શબ્દ, એટલા માટે વર્ણાદિક જીવ નથી, એ નિશ્ચયનયનો સિદ્ધાંત છે. લ્યો ! આ તો નિશ્ચયનયનો સિદ્ધાંત (કહ્યો !) ઓલા કહે નિશ્ચયનયા સિદ્ધને હોય. આહાહા! બહુ ફેર આખો! વસ્તુ સ્થિતિ એવી છે. ત્યાં કહ્યું તેના પાછા વખાણ કર્યા લોકોએ બધાએ-વ્યવહાર સાધકને હોય ને નિશ્ચય હોય જ નહીં, નિશ્ચય તો સિદ્ધને હોય (આવી પ્રરૂપણા !) અહીં તો કહે છે કે નિશ્ચયનયથી આ હોય નહીં, સમ્યગ્દર્શન પણ આ નિશ્ચયના આશ્રયથી સ્વભાવના આશ્રયે થાય છે. એ નિશ્ચય છે. શુદ્ધનય આવ્યું ને ૧૧મી ગાથામાં શુદ્ધનયને આશ્રય-નિશ્ચયનયને આશ્રયે સમ્યગ્દર્શન થાય છે. (ત્યાં) શુદ્ધનય લીધો છે, શુધ્ધનય કહો કે નિશ્ચય(નય)-પરમ નિશ્ચય. તો તો અહીં સમ્યગ્દર્શન થાય છે એ જ Page #290 -------------------------------------------------------------------------- ________________ શ્લોક ૩૮ ૨૭૭ શુદ્ધનય નામ પરમ આત્મસ્વભાવના આશ્રયે થાય છે, એ શુદ્ધનયનો વિષય છે અગીયારમી (ગાથા)માં કહ્યું છે ને ! “વવહારોડભુદત્થો ભુદત્યો દેસિદો દુ સુદ્ધણઓ' ભૂતાર્થ છે તે શુદ્ધનય છે. ( વ્યવહારનય અભૂતાર્થ ) એ શુદ્ધનય છે ત્રિકાળીવસ્તુ છે એ શુદ્ધનય છે એમ કહેવું છે. પછી લીધું ત્રીજું પદ “ભુદત્થમસ્જિદો ખલુ સમ્માદિઠી વદિ જીવો' લીધું પણ પહેલું તો એ કે જે ત્રિકાળી વસ્તુ છે એ જ નિશ્ચયનય છે અને એ જ શુદ્ધનય છે. આહાહા! સમજાણું કાંઈ ? ઝીણો વિષય બહુ, ગજબ કર્યું છે! સાદી ભાષામાં કેટલી ગંભીરતા ! આવ્યું ને ઈ શ્લોક છે આડત્રીસ. અહીં આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે. ( શ્લોક – ૩૮ (૩૫નાતિ). निर्वर्त्यते येन यदत्र किञ्चित् तदेव तत्स्यान्न कथश्चनान्यत्। रुक्मेण निर्वृतमिहासिकोशं पश्यन्ति रुकमं न कथश्चानासिम्।।३८।। શ્લોકાર્થઃ- [વેન ]જે વસ્તુથી [શત્ર યઃ વિન્વિત્ નિર્વત્રંત] જે ભાવ બને, [તત્] તે ભાવ [તદ્ વ ચાત] તે વસ્તુ જ છે [ વાવન] કોઈ રીતે [ ન્યત ] અન્ય વસ્તુ નથી;[ ;]જેમ જગતમાં [ રુમેળ નિવૃત્તમ સિવોશં] સોનાથી બનેલા મ્યાનને [વાં પ7િ ] લોકો સોનું જ દેખે છે, [થqન] કોઈ રીતે [ન સિમ] (તેને) તરવાર દેખાતા નથી. ભાવાર્થ :- વર્ણાદિક પુદ્ગલથી બને છે તેથી પુદ્ગલજ છે, જીવ નથી. ૩૮. શ્લોક ૩૮ ઉપર પ્રવચન निर्वर्त्यते येन यदत्र किच्चित् तदेव तत्स्यान्न कथश्चनान्यत्। रुक्मेण निर्वृतमिहासिकोशं पश्यन्ति रुकमं न कथश्चानासिम्।। ३८ ।। આહાહા! જે વસ્તુથી જે ભાવ બને – જે વસ્તુથી જે ભાવ બને, તે વસ્તુથી તે ભાવ તે વસ્તુ જ છે. કોઈ રીતે અન્ય વસ્તુ નહીં. કોઈપણ પ્રકારે અન્ય વસ્તુ નથી. એમ કહે છે. જેમ જગતમાં સોનાથી બનેલા ( નિર્મિત થયેલા) મ્યાનને –સોનાથી માન થયું છે સોનાનું મ્યાન અને લોકો સુવર્ણ જ દેખે છે- સોનાના ખ્યાનને સોના તરીકે દેખે છે, એમાં તલવાર રહી છે એને તલવારને સોનામય દેખતા નથી. તલવાર ભિન્ન છે. સોનાનું મ્યાન ભિન્ન છે. આહાહા ! Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ સમયસાર સિદ્ધિ ભાગ-૩ એવી રીતે રંગ, રાગ ને ભેદ એ પુદ્ગલથી થયા છે, એનાથી ભગવાન તો ભિન્ન છે. એમ કહે છે. ઈ તલવાર જેમ સોનાના મ્યાનમાં ભિન્ન છે (એમ આત્મા ભિન્ન છે.). સોનાનું મ્યાન લોકો સોનાને દેખે છે, સોનાના ખ્યાનને દેખે છે (ત્યારે પણ લોકો ) તલવારને (સોના તરીકે) નથી જોતા, એમ જ ભેદ, રંગ ને રાગ એ પુદગલકર્મથી થયા છે, તો એને પુદ્ગલ (તરીકે ) દેખે છે. ભેદ, રંગ ને રાગથી ભિન્ન અભેદને (જીવન) નથી દેખતા, અભેદતલવાર જેમ (મ્યાનથી) ભિન્ન છે એમ અભેદ (આત્મા) રંગ, રાગ ને ભેદથી ભિન્ન છે. હવે વાણિયાને આવો નિર્ણય કરવા વખત મળે નહીં, સંસાર આડે ! ( શ્રોતા - વાણિયા જ સાંભળવા આવે છે ને!) વાણિયાને (જૈનધર્મ) મળ્યો છે ને અત્યારે તો! શું કહ્યું? કે મ્યાનમાં સોનાનું માન છે તો લોકો મ્યાનને સોનાનું છે એમ જુએ છે, તલવારને નથી જોતા, સોનાની તલવાર છે એમ કહે છે પણ એ સોનાની તલવાર છે? (ના) એવી રીતે ભગવાન આત્મા એને ભેદ, રંગ રાગ એ સોનાનું માન છે એ રીતે છે, એ પુદ્ગલના છે, પુદ્ગલથી થયા છે માટે પુગલ છે. એને આત્મા છે એવું નથી દેખતા. આહાહા ! સમજાણું કાંઈ? સૂક્ષ્મ ભારે ભાઈ ! એક એક ગાથા ! સોનાની તલવારને લોકો સોનું છે (એમ) દેખે છે, તલવારને (સોનાની છે) એમ નથી જોતા, એમ આત્મામાં જે રંગ, રાગ ને ભેદ દેખાય છે એ પુદ્ગલ છે ને જેમ મ્યાનથી તલવાર ભિન્ન છે એમ આત્મા પુદ્ગલથી (રંગ, રાગ ને ભેદથી) ભિન્ન છે. કહો દેવીલાલજી! આવી વાત ક્યાં છે? આ પરમ સત્ય-આત્મખ્યાતિ છે ને આ ટીકાનું નામ ! આહાહા! ભેદ, રંગ ને રાગ એ સોનાના માનની જેમ, તેને મ્યાન તો સોનાનું છે ( એમ લોકો) દેખે છે, ઈ તલવાર છે સોનાની એમ નહીં. આહાહા ! એમ ભેદ, રંગ ને રાગ પુદ્ગલના છે, એ પુગલના છે એમ દેખે છે, એનાથી ભગવાન આત્મા ભિન્ન (છે એને લોકો) નથી દેખતા, (પરંતુ ) આ આત્માના છે ભેદ આદિ એમ નથી જોતા. આવી વાતું ઝીણી, અરે! કેટલું.... યોગ્યતા કેટલી અંદર જોઈએ! કહે છે સોનાના મ્યાનને કોઈ તલવાર સોનાની કહે છે એ તો વ્યવહાર-ઉપચાર છે, એ વસ્તુ નહીં. એવી રીતે ભગવાન આત્મામાં, શરીર-વાણી-મન, રંગ, રાગ-દ્વેષ, પુણ્ય-પાપના ભાવ અને ભેદ એ પુદ્ગલથી બન્યા છે તેથી પુગલના છે એમ દેખે છે, જીવના છે એવું નથી. આવી વાતું છે હવે ક્યાં પહોંચવું ભાષા એવી આવે શાસ્ત્રમાં એકેન્દ્રિયજીવ, બેઇન્દ્રિયજીવ, પર્યાપ્તજીવ, અપર્યાપ્તજીવ, જુઓ! એ જીવ નથી. છ કાયના જે જીવ (કહ્યાં છે એ) જીવ નહીં, જીવ તો જ્ઞાનસ્વરૂપ છે કે નહી અંદર? આહાહા ! હજી તો અહીં નવતત્ત્વમાં જીવતત્ત્વ કેવું છે, એની આ વાત ચાલે છે. આહાહા ! એ જીવતત્ત્વને, ભેદ, રંગ ને રાગથી જાણો તો એ પુદ્ગલ છે એમ કહે છે. ભગવાન તો એનાથી નિરાળો-ભિન્ન છે. વર્ણાદિ પુદ્ગલ રચિત છે. ભેદ, રંગ ને રાગ પુદ્ગલરચિત છે એટલા માટે એ પુદ્ગલ જ છે, જીવ નહીં. (હવે) બીજો કળશ, ૩૯ હવે આમાં તો ગુણસ્થાનનેય ભેગાં નાખ્યાં છે, તો ઓલામાં તો ત્રણેય આવ્યા પણ.... કળશ અગણચાલીશ. Page #292 -------------------------------------------------------------------------- ________________ શ્લોક ૩૯ ૨૭૯ ( શ્લોક – ૩૯ (૩૫નાતિ) वर्णादिसामग्र्यमिदं विदन्तु निर्माणमेकस्य हि पुद्गलस्य। ततोऽस्त्विदं पुद्गल एव नात्मा यतः स विज्ञानघनस्ततोऽन्यः।।३९।। શ્લોકાર્થ- અહો જ્ઞાની જનો! [ રૂટું વળffસમયમ]આ વર્ણાદિક ગુણસ્થાનપર્યત ભાવો છે તે બધાય [ સ્ય પુસ્તિસ્ય હિ નિર્માણમ] એક પુદ્ગલની રચના [વિવ7] જાણો; [તતઃ] માટે [gવં] આ ભાવો [પુન: ઝવ સ્તુ] પુગલ જ હો,[ ન માત્મા] આત્મા ન હો; [ યત:] કારણકે [સ: વિજ્ઞાનધન:] આત્મા તો વિજ્ઞાનઘન છે, જ્ઞાનનો પુંજ છે,[તત ]તેથી [ :] આ વર્ણાદિક ભાવોથી અન્ય જ છે. ૩૯ == = = = = = = = = = = = = = શ્લોક – ૩૯ ઉપર પ્રવચન वर्णादिसामग्र्यमिदं विदन्तु निर्माणमेकस्य हि पुद्गलस्य। ततोऽस्त्विदं पुद्गल एव नात्मा યત: સ વિજ્ઞાનઘનસ્તતોSન્ય: સારૂ અહો જ્ઞાની જનો! આ વર્ણાદિકથી લઈને પુદ્ગલ, ગુણસ્થાનપર્યત, ૨૯ બોલ આવ્યાને અંદર (ગાથા-૫૦ થી પ૫) –બધું આવી ગયું, ગુણસ્થાન છેલ્લે-આખિર છે પહેલું વર્ણ છેપહેલો વર્ણ છે. રંગ (પહેલું છે) આખિર (છેલ્લે) ગુણસ્થાન, ૨૯ બોલ આવી ગયા. (એમાં) શુભરાગ આવ્યો, સંયમલબ્ધિના ભેદ આવ્યા. હે જ્ઞાની જનો! એ રંગ,રાગ ને ભેદ ગુણસ્થાનપર્યત આદિ એ સમસ્તને એક પુદ્ગલની જ રચના જાણો, એ માર્ગણાસ્થાન, જીવસ્થાન, ગુણસ્થાન એ પુદ્ગલની રચના જાણો, ભગવાન એમાં આવ્યો નથી. ચૈતન્યભગવાન એમાં આવ્યો નથી. ભેદમાં આવ્યો નથી- રંગમાં આવ્યો નથી- રાગમાં આવ્યો નથી. છે? ( શ્રોતા – શ્રદ્ધા જ્ઞાનમેં પૂરબ પશ્ચિમકા ફેર હૈ!) ફેર છે ને ! એ તો જાણકપર્યાય છે, એ તો પર્યાયની સ્વની અપેક્ષાએ નિશ્ચય કહ્યું બાકી ત્રિકાળની અપેક્ષાએ એ ભેદ, વાસ્તવિક અભેદની અપેક્ષાએ તો એ (ભેદને) પુદ્ગલના કહ્યા-પુદ્ગલ કહ્યા. એક બાજુ તો એમેય કહે, ભેદ છે એ એમાં છે-જીવના છે, ભેદસ્વરૂપ જ છે. જ્ઞાનના પાંચ ભેદ આવે છે ને! તો એનું જ્ઞાન કરાવવું છે, ભેદનું પણ અભેદની દૃષ્ટિ (જેમને ) થઈ, એને જ્ઞાન કરાવવું છે. અને આંહી તો પહેલી હજી અભેદષ્ટિ કરાવવી છે. ભગવાન આત્મા, એક સમયમાં રંગ, રાગ ને ભેદથી નિરાળો છે. એને અહીં આત્મા કહેવામાં આવે છે. ત્યાં એ શબ્દ પડ્યો છે Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ સમયસાર સિદ્ધિ ભાગ-૩ ત્યાં, “જ્ઞાનાનંદ સ્વભાવી” (પદમાં) નિરાળો છે અને પછી અખંડ પૂર્ણ, એક છે એમ કહે છે. ભાઈએ સારુ કર્યું હુકમચંદજીએ, એ આની (આ ગાથાઓની) શૈલી લીધી છે. રંગ, ગંઘ, (આદિથી) માંડીને ગુણસ્થાનપર્યત એટલે ૨૯ બોલ, ૫૦ થી ૫૫ ગાથા. એ સમસ્ત બધાય “એકસ્ય પુદ્ગલસ્ય હિ નિર્માણમ”- આવ્યું દેખો! એક પુદ્ગલની રચના જાણો- એક પુદગલની જ રચના, આત્માની કાંઈ રચના નહીં કહે છે, કેટલું ચોખ્ખું કરી નાખ્યું છે. એ ગુણસ્થાન, માર્ગણાસ્થાન, જીવસ્થાન, રાગ-દ્વેષ, પુણ્ય-પાપના ભાવ એ (બધુંય) એક પુદ્ગલની રચના જાણો! આહાહાહા ! આવી વાત છે. આખો જુદો જ્ઞાયક અભેદ! આહાહા ! એક પુલસ્ય હીં, “હા” પાછો-પાછો, શબ્દ તો એ છે એક પુદ્ગલની રચના જાણો, પણ આ પાઠમાં તો (કહે છે) “એકસ્ય પુલસ્ય હી” – આમ “હી” પર જોર છે. એક પુદ્ગલની રચના એટલું આવ્યું પણ આમાં તો કહે છે કે એક પુલની “જ' નિર્માણ–રચના (છે) – નિશ્ચય, આ પુદ્ગલની ‘જ' –એકાંત, કથંચિત્ પુગલની ને કથંચિત્ જીવની (રચના એમ નહીં) શું શૈલી ! “એકસ્ય પુદ્ગલસ્ય” પાછું એમ, “એકસ્ય પુલસ્ય હી નિર્માણમ્”- રચના ગુણસ્થાન, માર્ગણાસ્થાનની એક જ-પુગલ જ એની રચના છે. આહાહા ! આમ ગાથામાં (કળશમાં) જોઈએ તો સાધારણ લાગે પણ કળશમાં કેટલું (રહસ્ય) ભર્યું છે, અંદર. ઓહોહો ! છે? ( શ્રોતા:- આમાં સ્યાદ્વાદને દોષ નહીં લાગે?) સ્યાદ્વાદ! અહીં સ્યાદ્વાદ, કહ્યું ને! નિશ્ચયથી આ, ને પર્યાયમાં છે એટલે વ્યવહાર કહ્યો! (એ તો બધુંય વ્યવહારનું) એ સ્યાદવા પણ આ નિશ્ચય જેને થયો ( પ્રગટયો) એને પર્યાયનું જ્ઞાન સાચું થાય છે. (આ) સમ્યક એકાંત ! આહાહા ! સમ્યક અનેકાંત પણ સમ્યક એકાંત સિવાય, (નિજ પદની પ્રાપ્તિ સિવાય) અભેદ સમ્યક એકાંત જ છે – એ સમ્યક્રએકાંત છે, એનું (દ્રવ્યનું) જ્ઞાન થવાથી પર્યાયમાં રાગાદિ છે. એનું જ્ઞાન થઈ જાય છે. અનેકાંતિક રીતે સમ્યક એકાંતનું જ્ઞાન થયું તો એમાં અનેકાંતનું જ્ઞાન થઈ ગયું. આહાહા ! પણ પહેલા આ સમ્યકએકાંતનું જ્ઞાન નથી એને પર્યાયમાં રાગ છે. આ પર્યાય મારી એવું જ્ઞાન ક્યાં છે? વ્યવહાર જ્ઞાન એને કયાંથી આવ્યું? એ સમસ્તનું રંગથી માંડીને ગંધ, રસ, સ્પર્શ, અધ્યવસાય, સંવનન, સંસ્થાન, શુભપરિણામ, ગુણ (સ્થાન), સંકલેશ પરિણામ એ બધા જીવના નિવૃત્તિસ્થાન, લબ્ધિ (સ્થાન ) આદિ એ પુદ્ગલ -એક જ પુદ્ગલની રચના જાણો. આ નિશ્ચયનયનો સિદ્ધાંત છે- પરમ શુદ્ધનય! એક પુગલની રચના જાણો. એટલા માટે આ ભાવ પુદ્ગલ જ- અવસ્તુ, પુદ્ગલ એ પુદ્ગલ જ હો, એ વસ્તુ પુદ્ગલ, પુગલ જ હો! આહાહા! સમજાણું કાંઈ ? કેટલું સ્પષ્ટ ! આચાર્ય પાછા હોં અમૃતચંદ્રાચાર્ય ટીકા પોતે કરી ને પાછા ટીકા ઉપર કળશ રચ્યા ! | નિયમસારમાં તો ક્ષાયિકભાવ ક્ષયોપશમ આદિને પરદ્રવ્ય કહી દીધા છે. ત્રિકાળી જ્ઞાયકભાવમાં એ(ભાવો) નથી. એ અપેક્ષાએ જીવમાં છે નહીં. ક્ષાયિકભાવ જીવમાં છે નહીં. ગુણસ્થાન, માર્ગણાસ્થાન, માર્ગણાસ્થાનની તો વાત ક્યાં? આને ત્યાં ( ક્ષાયિકભાવને ) પદ્રવ્ય કહ્યા છે, એમ મારું કહેવું છે. (આચાર્યદેવ કહે છે) એ લક્ષણ જીવમાં છે નહીં એ તો Page #294 -------------------------------------------------------------------------- ________________ શ્લોક ૩૯ ૨૮૧ ઠીક, પણ ક્ષાયિકભાવ ને ક્ષયોપશમભાવને ઉપશમને પરદ્રવ્ય કહ્યા, સ્વદ્રવ્ય ભગવાન અખંડાનંદ અભેદને (શ્રોતા:- કુંદકુંદાચાર્યદેવની વાતમાં અમૃતચંદ્રાચાર્યદેવ તથા પદમપ્રભમલધારીદેવે પુષ્ટિ કરી છે.) બધાયે એક જ કહ્યું છે ને ! પદ્મનંદીએ કહ્યું છે એ નિશ્ચય ને વ્યવહાર નાખ્યો. નો પસ્સાનું ગપ્પાને વર્લ્ડપ્પા' – એમ નાખ્યું (- કહ્યું છે) (ઓહો!) આચાર્યો – દિગમ્બર (આચાર્યો) ગમે તે આચાર્ય, એણે તો એક જ સિદ્ધાંત જે સિદ્ધ કર્યો છે એ બધાએ કર્યો છે. ક્યાંક વ્યવહારથી ભલે વાત કરી હોય પણ (એ તો) વ્યવહારથી જાણવા માટે કરી હોય, આશ્રય કરવા માટે એમ નહીં, ત્યાં પદ્મનંદીમાં તો વ્યવહારને પૂજ્ય કહ્યો છે, વ્યવહારથી વ્યવહાર પૂજ્ય, કારણ કે દેવ-ગુરુ- શાસ્ત્ર ભગવાન સાક્ષાત્ છે એ પૂજ્ય વ્યવહારથી ન હોય તો પૂજ્યપણું રહેતું નથી. ભગવાન વ્યવહારથી વ્યવહાર પૂજ્ય છે, નિશ્ચયથી નહીં. આહાહા! આહા ! તો કેવો છે આત્મા? (કહે છે કે, માટે આ ભાવો પુદ્ગલ જ હો, આત્મા ન હો; કારણ કે આત્મા તો વિજ્ઞાનઘન છે, જ્ઞાનનો પુંજ છે તેથી આ વર્ણાદિકભાવોથી અન્ય જ છે.... આત્મા વિજ્ઞાનઘન ! ભગવાન તો વિજ્ઞાનઘન છે, દેખો ! અભેદ લીધો એકલો વિજ્ઞાનઘન છે, જ્ઞાનનો પૂંજ છે. એકલો જ્ઞાનનો પૂંજ છે. આહા ! જ્ઞાનનો પુંજ છે. એને આત્મા કહે છે. તો ભેદેય નીકળી ગયા ને! રંગ, રાગ તો નીકળી ગયા પણ ભેદય નીકળી ગયા, સઃ વિજ્ઞાનઘન-સ: એટલે તે, આત્મા તો વિજ્ઞાનઘન છે. મહા આત્મા – મહાત્મા! ત્યારે તે આત્મા કોણ છે? બધા, આત્મા આ (એમ) નહીં. ભેદ, રંગ, રાગ આદિ છે તો એ આત્મા છે શું? સ વિજ્ઞાનઘન- એ તો વિજ્ઞાનઘન છે. ન આત્મા પુદ્ગલદ્રવ્ય-અવસ્તુ ન આત્મા, બધા ભેદ આવી ગયા. તો આત્મા વિજ્ઞાનઘન, પ્રભુ ભગવાન આત્મા તો વિજ્ઞાનઘન છે ને ! રાગ તો નહીં, રંગ તો નહીં, પણ ભેદેય નહીં, એ તો વિજ્ઞાનઘન છે ને ! (અભેદને) અહીં તો આત્મા કહે છે. આહાહા! સમજાણું કાંઈ? જે દૃષ્ટિનો વિષય વિજ્ઞાનઘન છે તેને આત્મા કહે છે. એટલા માટે અન્ય, વર્ણાદિક ભાવોથી અન્ય જ છે. છે ને? સદવિજ્ઞાનઘન તત્ અન્ય:તેનાથી બીજું બીજી ચીજો બધી અન્ય (જુદી) છે. વર્ણાદિક ભાવોથી અન્ય જ છે, ભેદ આદિથી અન્ય જ છે, રાગથી અન્ય જ છે. વર્ણાદિકભાવોથી અન્ય જ છે, એ અન્ય જ છે પાછું. સમજાણું? “પરમાત્મ પ્રકાશમાં કહે છે- “ધર્મીજીવ સૂક્ષ્મ વાત કરે, એ પાગલને પાગલ જેવું લાગે.એવો પાઠ છે. પાગલ જીવોને પાગલ જેવું લાગે ! આ તે શું કહે છે આ? સમજાય છે કાંઈ ? “પરમાત્મ પ્રકાશ'માં છે કે, જ્યારે (ધર્મીજીવ) સૂક્ષ્મ વાત કરે અને સત્ય (વાત) કરે ત્યારે સાંભળનારને પાગલાઈ છે (એટલે) એને પાગલપણું લાગે. “માળા આ શું પાગલ જેવી વાતું કરે છે!?' સમજાય છે? (સમયસાર દોહન – પૂ. ગુરુદેવશ્રીના નાઈરોબીના પ્રવચન પાના નં. ૧૦૯) Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ સમયસાર સિદ્ધિ ભાગ-૩ OF C ગાથા - ૬૭ ) शेषमन्यव्यवहारमात्रम् पज्जत्तापज्जत्ता जे सुहुमा बादरा य जे चेव। देहस्स जीवसण्णा सुत्ते ववहारदो उत्ता।।६७।। पर्याप्तापर्याप्ता ये सूक्ष्मा बादराश्च ये चैव। देहस्य जीवसंज्ञाः सूत्रे व्यवहारतः उक्ताः।।६७।। यत्किल बादरसूक्ष्मैकेन्द्रियद्वित्रिचतुःपञ्चेन्द्रियपर्याप्तापर्याप्ता इति शरीरस्य संज्ञाः सूत्रे जीवसंज्ञात्वेनोक्ताः अप्रयोजनार्थ: परप्रसिद्ध्या घृतघटवद्व्यवहारः। यथा हि कस्यचिदाजन्मप्रसिद्धकघृतकुम्भस्य तदितरकुम्भनमिज्ञस्य प्रबोधनाय योऽयं घृतकुम्भ: स मृण्मयो, न घृतमय इति तत्प्रसिद्ध्या कुम्भे घृतकृम्भव्यवहारः, तथास्याज्ञानिनो लोकस्यासंसारप्रसिद्धाशुद्धजीवस्य शुद्धजीवानभिज्ञस्य प्रबोधनाय योऽयं वर्णादिमान् जीवः स ज्ञानमयो, न वर्णादिमय इति तत्प्रसिद्ध्या जीवे वर्णादिमद्व्यवहारः। હવે, આ જ્ઞાનઘન આત્મા સિવાય જે કાંઈ છે તેને જીવ કહેવું તે સર્વ વ્યવહારમાત્ર છે એમ કહે છે: પર્યાય અણપર્યાય, જે સૂક્ષમ અને બાદર બધી કહી જીવસંજ્ઞા દેહને તે સૂત્રમાં વ્યવહારથી ૬૭. ગાથાર્થઃ- [૨] જે [પHIHI:] પર્યાય, અપર્યાય [ સૂક્ષ્મા: વાવST: ૨] સૂક્ષ્મ અને બાદર આદિ[ફેરવ] જેટલી [વેચ]દેહને [ નીવસંજ્ઞા:] જીવસંજ્ઞા કહી છે તે બધી [ સૂત્રે] સૂત્રમાં [ વ્યવદારતઃ] વ્યવહારથી [૩ ] કહી છે. ટીકાઃ- બાદર, સૂક્ષ્મ, એકેન્દ્રિય, હીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય પર્યાય, અપર્યાય-એ દેહની સંજ્ઞાઓને (નામોને) સૂત્રમાં જીવસંજ્ઞાપણે કહી છે, તે, પરની પ્રસિદ્ધિને લીધે, “ઘીના ઘડા'ની જેમ વ્યવહાર છે-કે જે વ્યવહાર અપ્રયોજનાર્થ છે (અર્થાત્ તેમાં પ્રયોજનભૂત વસ્તુ નથી). તે વાતને સ્પષ્ટ કહે છેઃ જેમ કોઈ પુરુષને જન્મથી માંડીને માત્ર ઘીનો ઘડો જ પ્રસિદ્ધ (જાણીતો) હોય, તે સિવાયના બીજા ઘડાને તે જાણતો ન હોય, તેને સમજાવવા “જે આ “ઘીનો ઘડો' છે તે માટીમય છે, ઘીમય નથી” એમ (સમજાવનાર વડે) ઘડામાં ઘીના ઘડા'નો વ્યવહાર કરવામાં આવે છે, કારણ કે પેલા પુરુષને “ઘીનો ઘડો જ પ્રસિદ્ધ (જાણીતો) છે; તેવી રીતે આ અજ્ઞાની લોકને અનાદિ સંસારથી માંડીને “અશુદ્ધ જીવ” જ પ્રસિદ્ધ છે, શુદ્ધ જીવને તે જાણતો નથી, તેને સમજાવવા (-શુદ્ધ જીવનું જ્ઞાન કરાવવા) જે આ Page #296 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૬૭ ૨૮૩ વર્ણાદિમાન (વર્ણાદિવાળો) જીવ છે તે જ્ઞાનમય છે, વર્ણાદિમય નથી” એમ (સૂત્ર વિષે) જીવમાં વર્ણાદિમાનપણાનો વ્યવહાર કરવામાં આવ્યો છે, કારણ કે તે અજ્ઞાની લોકને “વર્ણાદિમાન જીવ” જ પ્રસિદ્ધ છે. ગાથા – ૬૭ ઉપર પ્રવચન હવે, આ જ્ઞાનઘન આત્મા સિવાય જે કાંઈ છે તેને જીવ કહેવું તે સર્વ વ્યવહારમાત્ર છે એમ કહે છે. : पज्जत्तापज्जत्ता जे सुहुमा बादरा य जे चेव। देहस्स जीवसण्णा सुत्ते ववहारदो उत्ता।।६७।। પર્યાપ્ત અણપર્યાપ્ત, જે સૂક્ષમ અને બાદર બધી કહી જીવસંજ્ઞા દેહને તે સૂત્રમાં વ્યવહારથી (ઓહોહો !) શાસ્ત્રમાં તો આ કહ્યું! ટીકા:- બાદર જીવ, સૂક્ષ્મ જીવ, એકેન્દ્રિય, બેઇન્દ્રિય, ત્રણઈન્દ્રિય, ચોઇન્દ્રિય અને પંચેન્દ્રિય, પર્યાપ્ત, અપર્યાપ્ત એ શરીરની સંજ્ઞાઓને–એ તો શરીરના નામ છે. એ આત્માના નહીં. એ શરીરની સંજ્ઞાઓને સૂત્રમાં જીવસંજ્ઞારૂપથી કહ્યું છે. આહાહા! શું કહ્યું? (ફરમાવો!) કે બાદર, સૂક્ષ્મ, એકેન્દ્રિય, બેઇન્દ્રિય, ત્રિઇન્દ્રિય, ચતુરઇન્દ્રિય, પંચેન્દ્રિય, જે એ કહ્યું એ તો શરીરની સંજ્ઞાઓને સૂત્રમાં કહ્યું, જીવસંજ્ઞારૂપથી શરીરના નામથી જીવને નામ કહ્યા તે પરની પ્રસિદ્ધિને લીધે કારણે, કયું કારણ કહ્યું? કે એ પ્રસિદ્ધિ છે એકેન્દ્રિય (જીવ), બેઇન્દ્રિય (જીવ), બાદર (જીવ) પર્યાપ્ત (જીવ) એ ઘીના ઘડા'ની જેમ વ્યવહાર છે. જેમ ઘીનો ઘડો પ્રસિદ્ધ છે, ઘી પ્રસિદ્ધ નથી, (એમ) “ઘીના ઘડા” ની જેમ વ્યવહાર છે. કે જે વ્યવહાર અપ્રયોજનાર્થ છે. પ્રયોજનાર્થ નહીં. જાણવા માટે પણ એમાં પ્રયોજન કંઈ પણ છે નહીં. ઘીનો ઘડો” કેમ? ઘીનો ઘડો પ્રસિદ્ધ છે, ઘી પ્રસિદ્ધ છે? ખબર નથી. ઘીનો ઘડો (એની ખબર છે) એવી રીતે શરીરનું નામ જીવના નામથી પ્રસિદ્ધ છે. એ માટે કહ્યું, વસ્તુ એવી નથી ! હજી તો એક જીવને કેવો કહેવો છે એની અહીંયા પહેલાં તત્ત્વની વાત છે. ઘીના ઘડાની જેમ કે જે વ્યવહાર અપ્રયોજનાર્થ એનાથી પ્રયોજન વસ્તુ (સમજાતી) નથી. એ જ વાતને સ્પષ્ટ કરે છે, એમ કેમ કહ્યું? જીવના નામને શરીરના નામથી કેમ કહ્યા? પર્યાપ્ત, અપર્યાપ્ત (આદિ તો ) એ શરીરની સંજ્ઞા (નામ) છે, એને જીવના નામથી કેમ કહ્યા? કે જગત એને પ્રસિદ્ધ (પણે જ) એને જુએ છે. એને દેખે છે એટલા માટે કહ્યું? જગત “ઘીના ઘડા” ને દેખે છે, ઘી (એમાં ભિન્ન છે) એમ દેખતા નથી. (જુઓને લોકો કહે છે ને !) પાણીનો ઘડો, ઘીનો ઘડો, દૂધનો ઘડોએ પ્રસિદ્ધ છે ને અજ્ઞાનીઓને! એવી રીતે લોકો માને છે) બાદર જીવ, પર્યાપ્ત જીવ, (એકેન્દ્રિયજીવ આદિ) એ પ્રસિદ્ધ છે. બહારમાં એ પ્રસિદ્ધ છે એમ કે એ ચીજ પ્રસિદ્ધ છે એમ કે એ ચીજ પ્રસિદ્ધ થઈ. જેમ કોઈ પુરુષને જન્મથી માંડીને માત્ર ઘીનો ઘડો” જ પ્રસિદ્ધ (જાણીતો) હોય, તે Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ – સમયસાર સિદ્ધિ ભાગ-૩ સિવાયના બીજા ઘડાને તે જાણતો ન હોય– જેમ કોઈ પુરુષને જન્મથી લઈને, હવે દેષ્ટાંત વૈ છે, કોઈ પુરુષને જન્મથી માંડીને ‘ઘીનો ઘડો' જ એને ખ્યાલમાં છે – પ્રસિદ્ધ ( જાણીતો ) છે. દેખો ! કોઈ પુરુષને જન્મથી લઈને માત્ર ‘ઘીનો ઘડો' – ઘીનો ઘડો જ પ્રસિદ્ધ છે જેમ ઘીનો ઘડો પ્રસિદ્ધ છે એ અનેરા ઘડાને જાણતો નથી ને ઘીને જાણતો નથી. એનાં સિવાય બીજા ઘડાને જાણતો નથી– ( આહા !) એનાં સિવાય તે બીજા ઘડાને નથી જાણતો, એ ‘ઘીના ઘડા’ સિવાય બીજા ઘડાને જાણતો જ નથી– ઘીનો ઘડો, ઘીનો ઘડો એમ કહે એને સમજાવવા માટે જો આ ઘીનો ઘડો ( કહેવાય છે ) એ ઘડો માટીનો છે. શું કહ્યું જોયું ? બીજા ઘડાને જે જાણતો જ નથી, ઘીનો ઘડો જ એને ( જાણીતો ) છે. પાણીનો ઘડો, દૂધનો ઘડો એ કાંઈ જાણતો નથી, જાણે છે માત્ર ઘીના ઘડાને, એને સમજાવવા માટે ( કહે છે કે ) આ ઘીનો ઘડો છે. પાછી ભાષા શું છે કે ઘીનો ઘડો છે તે માટીમય છે. ઓલી પ્રસિદ્ધિને કા૨ણે એવું કહ્યું પહેલા કે ઘીનો ઘડો ( કારણકે ) એને ઘીનો ઘડો પ્રસિદ્ધ ( જાણીતો ) છે. જન્મથી માંડીને એ જ જાણીતો છે તો એને શબ્દથી કહ્યું કે આ ઘીનો ઘડો છે તે માટીમય છે. બીજા ઘડાને તો એ જાણતો નથી, બીજા ઘડા ( જેવા કે ) ઘીનો ઘડો, પાણીનો ઘડો એને તે જાણતો નથી, એક જ ( ઘીનો ઘડો ) દેખે છે. પણ એને કહ્યું ઘીનો ઘડો છે તે માટીનો છે ઘડો માટીનો છે, એ ઘડો ઘીમય ( ઘીનો ) નથી. ઘીનો ઘડો એ માટીમય છે, ઘીમય (ઘીનો ) નથી.ઘડો ઘીનો નહીં માટીમય છે. સમજાવવા માટે આ રીતે કહ્યું છે. આ પ્રકારે સમજાવવાવાળા દ્વારા, ઘડામાં ઘીનો ઘડાનો વ્યવહાર કરવામાં આવે છે. જોયું ? ઘડામાં, ‘ઘીનો ઘડો' વ્યવહાર કરવામાં આવે છે- ઘડામાં ‘ઘીના ઘડા’ નો વ્યવહા૨ ક૨વામાં આવે છે, કા૨ણકે પેલા પુરુષને ‘ઘીનો ઘડો' જ પ્રસિદ્ધ છે. પહેલાં વાત લીધીને જન્મથી લઈને માત્ર ‘ઘીનો ઘડો' જ પ્રસિધ્ધ છે. આહાહા! એવી રીતે આ અજ્ઞાની લોકોને અનાદિ સંસા૨થી લઈને અશુદ્ધ જીવ જ પ્રસિદ્ધ છે. બાદર, પર્યાપ્ત, અપર્યાપ્ત ( આદિ પ્રકારે ) જીવ છે એ રીતે જ જાણીતા છે ( જીવ ) અનાદિથી, એની દૃષ્ટિ ત્યાં છે ને ! અશુદ્ધ જીવ ( જ ) પ્રસિદ્ધ છે. શુદ્ધજીવને તો એ જાણતા નથી. (ઘડામાં રહેલ ) ઘીને એ જાણતો નથી. ઘીનો ઘડો, ઘડો તો માટીનો છે (પરંતુ ) એને ( ઘીને ) એ જાણતો નથી. ( એ તો બોલ્યા કરે છે ) ઘીનો ઘડો, ઘીનો ઘડો, ઘીનો ઘડો ત્યારે એને સમજાવવા એમ કહ્યું કે ઘડો માટીમય છે. એમ એ ઘીનો ઘડો ( જન્મથી માંડીને ) પ્રસિદ્ધ ( જાણીતો ) છે એ પ્રકારે અજ્ઞાની લોકોને અશુદ્ધ જીવ જ પ્રસિદ્ધ છે. શુદ્ધજીવને એ જાણતા નથી. એને સમજાવવા માટે શુદ્ઘજીવનું જ્ઞાન કરાવવા માટે, આ વદિમાન જીવ છે એ જ્ઞાનમય છે. વર્ણાદિમાન જીવ છે એમ કહીને ( કહ્યું કે ) જીવ તો જ્ઞાનમય છે. વર્ણાદિમાન ( જીવને કહ્યો ) જેમ ઘીનો ઘડો એને પ્રસિદ્ધ છે (એમ વર્ણાદિવાળો જીવ ) અજ્ઞાનીઓને પ્રસિદ્ધ છે. તો એને કહ્યું કે વર્ણાદિમાન જીવ છે એ જ્ઞાનમય છે. લ્યો ! આ તો ગૌતમે કહ્યું ભાઈ એય ચેતનજી ? ગૌતમે કહ્યું ઓલામાં ધવલમાં ( આવે છે ને ) માટે સમજાવવા કહ્યું છે, વ્યવહા૨થી–વ્યવહા૨થી કહ્યું છે. ત્યાં કહે જોયું ? વ્યવહા૨થી પણ લાભ થાય છે. શું થાય ? જગતના —સ્વચ્છંદના પાર ન મળે ! શુદ્ધજીવને જે જાણતા નથી એને સમજાવવા માટે–શુદ્ધજીવનું જ્ઞાન કરાવવા માટે ( કીધું કે) એ વર્ણાદિમાન જીવ છે તે તો Page #298 -------------------------------------------------------------------------- ________________ શ્લોક – ૪૦ ૨૮૫ જ્ઞાનમય છે. “વર્ણાદિમાન જીવ” તે જ્ઞાનમય છે. એ વ્યવહાર બતાવ્યો, વર્ણાદિમય નહીં એ જ્ઞાનમય ભગવાન છે. ભેદ નહીં, રાગનહીં, રંગ નહીં- આ પ્રકારે જીવમાં વર્ણાદિનો વ્યવહાર કરવામાં આવ્યો છે– વર્ણાદિમાન એ તો વ્યવહાર કરવામાં આવ્યો છે. કેમ કે અજ્ઞાની લોકોને વર્ણાદિમાન જીવ જ પ્રસિદ્ધ છે. આ કારણે એ પ્રસિદ્ધ છે. માટે વર્ણાદિમાન કહીને એ જ્ઞાનમય છે એમ વ્યવહાર કહેવામાં આવ્યો. વ્યવહાર કહ્યો માટે એ સત્ય છે ને એથી લાભ છે એવું નથી. પણ જ્ઞાન થાય છે ને, જ્ઞાન થાય છે એ સમજાવવું છે એ વર્ણાદિમાન નહીં, જ્ઞાનમય છે એ (આત્મા-જીવ), વ્યવહારથી જ્ઞાન થયું પણ વ્યવહાર આદરણીય અને અનુસરવા લાયક છે, એવું નથી. વિશેષ કહેશે. (શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ) ( શ્લોક – ૪૦ ) (અનુકુમ) घृतकुम्भाभिधानेऽपि कुम्भो घृतमयो न चेत्। जीवो वर्णादिमज्जीवजल्पनेऽपि न तन्मयः।।४०।। શ્લોકાર્થ-[વેત] જો [મૃતવાભિધાને ]િ “ઘીનો ઘડો” એમ કહેતાં પણ [ p: વૃતમય: ૧] ઘડો છે તે ઘીમય નથી (-માટીમય જ છે), [વમિત-ળીનત્યને ]િ તો તેવી રીતે વર્ણાદિવાળો જીવ’ એમ કહેતાં પણ [બીવી તન્મય:] જીવ છે તે વર્ણાદિમય નથી (જ્ઞાનઘન જ છે). ભાવાર્થ- ઘીથી ભરેલા ઘડાને વ્યવહારથી “ઘીનો ઘડો” કહેવામાં આવે છે છતાં નિશ્ચયથી ઘડો ઘી-સ્વરૂપ નથી; ઘી ઘી-સ્વરૂપ છે, ઘડો માટી-સ્વરૂપ છે; તેવી રીતે વર્ણ, પર્યાતિ, ઇન્દ્રિયો ઇત્યાદિ સાથે એકત્રાવગાહરૂપ સંબંધવાળા જીવને સૂત્રમાં વ્યવહારથી પંચેન્દ્રિય જીવ, પર્યાપ્ત જીવ, બાદર જીવ, દેવ જીવ, મનુષ્ય જીવ' ઇત્યાદિ કહેવામાં આવ્યો છે છતાં નિશ્ચયથી જીવ એ-સ્વરૂપ નથી; વર્ણ, પર્યામિ, ઈન્દ્રિયો ઇત્યાદિ પુગલસ્વરૂપ છે, જીવ જ્ઞાનસ્વરૂપ છે. ૪૦. પ્રવચન નં. ૧૩૮ શ્લોક-૪૦ તથા ગાથા- ૬૮ કારતક વદ-૭ શુક્રવાર તા. ૧૭-૧૧-૭૮ શ્લોકનો ભાવાર્થ છે. આ જ તો ગુજરાતી ચાલશે, હિન્દી ગયા. ભાવાર્થ – ઘીથી ભરેલા ઘડાને વ્યવહારથી ઘીનો ઘડો કહેવામાં આવે છે, છતાં નિશ્ચયથી ઘડો ઘી સ્વરૂપ નથી, ઘી તો ઘી સ્વરૂપ છે, ઘડો તો માટી સ્વરૂપ છે. આ તો દષ્ટાંત તેવી રીતે રંગ, ગંધ, રસ, સ્પર્શ, પર્યાતિ, અપર્યામિ, સંહનન, સંસ્થાન શરીર ઇત્યાદિ એકક્ષેત્રાવગાહરૂપ સંબંધવાળા જીવને સૂત્રમાં વ્યવહારથી, પંચેન્દ્રિય જીવ પર્યાપ્ત જીવ, બાદર જીવ, દેવ જીવ, મનુષ્યજીવ એમ કહેવામાં આવે છે. નિશ્ચયથી જીવ તે સ્વરૂપ નથી, એ તો બાહ્ય ચીજની વાત Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ સમયસાર સિદ્ધિ ભાગ-૩ કરી. શું એ કીધું? વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, શરીર, સંહનન એ તો બાહ્યની ચીજ. પર્યાપ્તઅપર્યાપ્ત એ પણ બાહ્યની ચીજ એ અંતરમાં છે નહીં. વ્યવહારથી કહેવામાં આવ્યા તેથી વસ્તુ આત્માની નથી. આત્મા તેમય નથી. ઇત્યાદિ સ્વરૂપ જીવ જ્ઞાનસ્વરૂપ છે. એને કહ્યું કે પ્રભુ જીવ જ્ઞાનસ્વરૂપ જેમ ઘડો માટી સ્વરૂપ છે, એમ આ જીવ જ્ઞાનસ્વરૂપ છે. એમ કહ્યું. હવે એટલું કહ્યું માટે એને જ્ઞાન થઈ ગયું સમજનારને, એમ નથી. એને કહ્યું કે જ્ઞાનસ્વરૂપ છે એનું એને લક્ષ કરાવ્યું, હવે એને ક્યારે અનુભવ થાય? એ તો અંતર જીવદ્રવ્યનો આશ્રય કરે જ્ઞાનમય વસ્તુ તો એને જ્ઞાનમય છે એવો અનુભવ થાય. ગુરુએ, ભગવાને કે આચાર્યોએ કહ્યું કે ઘીનો ઘડો નથી, ઘડો માટીમય છે, એ તો ઠીક, એમ આ પર્યાય અપર્યાપ્ત આદિ સંહનન સંસ્થાન આદિ એ અજીવ છે, એ જીવ નહીં, જીવ તો જ્ઞાનમય છે. એટલું કહ્યું માટે તેને શિષ્યને જ્ઞાનમય જીવ સ્વભાવનો અનુભવ થયો એમ નથી, એમાં એ નીકળે છે ઈ. બાહ્યની વાત છે ને આ તો. અત્યંતરની હવે આવશે, ગુણસ્થાન રાગાદિ અભ્યતર પણ જીવ સ્વરૂપ નથી. આ તો બાહ્યની વાત કરી વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, રંગ, રાગ એ પછી આવશે, અહીં તો રંગ, ગંધ, રસ, શરીર, સ્પર્શ, સંહનન, સંસ્થાન, પર્યાય, અપર્યાપ્ત એ બધાં જીવ નથી, જીવ જ્ઞાનસ્વરૂપ છે. એમ આ સંતોએ આચાર્યોએ કહ્યું, છતાં એને જ્ઞાનસ્વરૂપનો ખ્યાલ આવ્યો કે આ જ્ઞાનસ્વરૂપ છે એટલું, પણ એથી એને આત્માનો જ્ઞાનસ્વરૂપનો અનુભવ થયો એમ નથી. આ તો વ્યવહારથી એને સમજાવ્યું કે જ્ઞાનસ્વરૂપ છે આત્મા, ભાઈ. આચાર્યોએ પણ વ્યવહાર વિકલ્પમાં આવીને એને સમજાવ્યું અને સમજનારના ખ્યાલમાં આવ્યું એટલે કે આ જ્ઞાનસ્વરૂપ છે એમ કહે છે. બસ. ઈ લક્ષમાં આવ્યું, કે જ્ઞાનસ્વરૂપ છે. પણ એને જ્ઞાનસ્વરૂપનો અનુભવ કયારે થાય? આહાહાહા ! એ અંતરના જ્ઞાયકસ્વભાવને અવલંબે. ત્રિકાળી દ્રવ્ય સ્વભાવનું અહીં વર્ણન છે ને? દ્રવ્ય વસ્તુ, જે દ્રવ્ય વસ્તુ છે, ત્યાં બાહ્ય રંગ-રાગાદિ તો નથી, એ જ્ઞાનસ્વરૂપ છે એમ કહ્યું, પણ એ જ્ઞાનસ્વરૂપ એના ખ્યાલમાં આવ્યું કે હું જ્ઞાનસ્વરૂપ છું એટલું, પણ સાંભળનારને આત્મા જ્ઞાનસ્વરૂપનો અનુભવ થયો નથી. આહાહા ! કહ્યું માટે એને જ્ઞાન થઈ ગયું, અને સાંભળ્યું માટે એને જ્ઞાન થઈ ગયું એમ નથી. આહાહાહા! એ જ્ઞાયકસ્વભાવ જે ત્રિકાળ જ્ઞાનસ્વરૂપ દ્રવ્ય હોં, એ દ્રવ્ય સ્વરૂપની દૃષ્ટિ કરતાં આ તો સાંભળેલું ખ્યાલમાં આવ્યું કે એ તો જ્ઞાનમય છે એટલું. હવે શાસ્ત્ર દિશા દેખાડી અળગા રહે. એમ ગુરુ પણ દિશા દેખાડી અળગા રહે. જ્ઞાનમય છે એમ જ્યારે એ પોતે અંતરમાં જાય. આહાહા ! પર્યાયમાં જ્ઞાનમય છે એમ ખ્યાલ આવ્યો, એ તો વ્યવહાર થયો. ( શ્રોતા:- નિશ્ચય વગર વ્યવહાર) નિશ્ચય નથી એ ઝીણી વાત છે ભાઈ. નિશ્ચય તો શાયક સ્વરૂપ એનો અનુભવ કરે ત્યારે આ જ્ઞાયક સ્વરૂપ છે એવો એને ખ્યાલ આવે, ત્યારે સાચો નિર્ણય (થાય). આહાહા ! આ તો ઓલુ હાલ્યને આ તો ગૌતમ સ્વામીએ વ્યવહારનું કહેલું એ ઉપરથી આ વધારે આવ્યું, ગૌતમ સ્વામીએ વ્યવહારનો આશ્રય લઈને શિષ્યોની પ્રવૃત્તિ વ્યવહાર કરાવે લાભદાયક માટે, એમ છે નહિ. ગૌતમ ગણધરોએ જીવને ચૌદ ભેદસ્થાન દ્વારા એને શિષ્યને સમજાય, એ દ્વારા અનુગ્રહ કરીને કહ્યું, પણ એથી એને ખ્યાલમાં આવ્યું કે આ તો ભેદથી આ કહે છે, પણ Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૮૭ શ્લોક – ૪૦ એ ભેદનું જ્ઞાન એને ક્યારે થાય ? કે એ અભેદ દૃષ્ટિ કરે ત્યારે આ ભેદનું જ્ઞાન અનેકાંતનું થાય. આવી વાત છે, મોટો ફેરફાર બહુ ફેરફાર, માળે આવું કરી નાખ્યું છે. જુઓને વ્યવહા૨ે સમજાવ્યું એટલે વ્યવહારની પ્રવૃત્તિ લાભદાયક છે, એમ ઠરાવ્યું. હૈં ? (શ્રોતાઃ- એનાથી કાંઈ લાભ થતો હશે કે નહીં ) લાભ કાંઈ નહિ એને ફકત ખ્યાલમાં આવે એટલી વાત. અહીં જાવું છે એટલું ખ્યાલમાં આવે છે. હાલવું છે ઈ તો એને પછી પોતાને. ઝીણી વાત છે ભાઈ. આંહી તો લીધું હવે બાહ્ય, હવે અડસઠમાં અત્યંતરની વાત લે છે, શું કીધું ? ૨૯ બોલમાં કેટલાંક બાહ્ય છે ને કેટલાક અત્યંતર છે. જે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, શરીર, સંહનન, સંસ્થાન એ બધા બાહ્ય છે, એ તો આત્માની પર્યાયમાં પણ નથી, એથી એને ભિન્ન કહ્યો, હવે એને જીવદ્રવ્ય વસ્તુ જે અખંડ છે, તે અત્યંતરના રાગ-દ્વેષ, ગુણસ્થાન, માર્ગણાસ્થાનના ભેદ એનાથી રહિત છે, અત્યંત૨ના ભેદથી પણ રહિત છે. આહાહા ! સમજાણું કાંઈ ? તેથી છેલ્લી ગાથા. ‘ચિન્માત્ર હોવાથી સામાન્ય વિશેષ ઉપયોગાત્મકપણાને ઉલ્લંઘતો નથી...’ શું કહે છે ? હું તો એક જાણનાર વિશેષ (ઉપયોગાત્મક ) અને દેખનાર–સામાન્ય (ઉપયોગાત્મક સ્વરૂપ છું ) મારું સ્વરૂપ દર્શન અને જ્ઞાન (સ્વરૂપ છે ). દર્શન કોઈ ચીજને ભેદ પાડીને જોતું નથી, ( માટે સામાન્ય ઉપયોગાત્મક છે ). જ્ઞાન દરેકને ભેદ પાડીને જોવે માટે વિશેષ ( ઉપયોગાત્મક છે ). ( પહેલાં જે ) નવ વિશેષ ( કહ્યાં તે ) જુદાં અને આ જ્ઞાન ( છે ). વિશેષ જુદું. ( અહીંયા ) જ્ઞાન વિશેષ ( કહ્યું તે ) ધ્રુવ ( છે ) અને ( પહેલાં ) નવ તત્ત્વ ( કહ્યાં ) તે પર્યાયના વિશેષ ( છે ) તે અનિત્ય અને અવ ( છે ). એ કહે છે જુઓ ! ‘...ચિન્માત્ર હોવાથી સામાન્ય...' સામાન્ય એટલે દર્શન આ સમકિતની વાત નથી. (દર્શન એટલે ) દર્શનનો વિષય એવો છે કે, કોઈને (પણ ) ભેદ પાડયા વિના દેખે. આખી દુનિયાની સત્તા છે એ સત્તાને ભેદ પાડયા વિના દેખે તેને ‘સામાન્ય' કહીએ. એ સામાન્ય (ની વ્યાખ્યા થઈ ) અને વિશેષ ( એટલે ) જ્ઞાન. ( જ્ઞાન ) દરેક ચીજને ભિન્ન પાડીને (જાણે છે). આ જીવ છે, આ અજીવ છે, આ ગુણ છે, આ પર્યાય છે, આ વિકાર છે આ અવિકાર છે એમ ભેદ પાડીને જે જાણે તેને ‘વિશેષ’ જ્ઞાન કહીએ. ( પહેલાં કહ્યાં એ ) નવ તત્ત્વનું વિશેષ જુદું અને આ વિશેષ જુદું. આહા..હા... ! સમજાય છે કાંઈ ? (સમયસાર દોહન – પૂ. ગુરુદેવશ્રીના નાઈરોબીના પ્રવચન પાના નં. ૨૯૦ ) Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ સમયસાર સિદ્ધિ ભાગ-૩ ॥थ। - ६८ ) एतदपि स्थितमेव यद्रागादयो भावा न जीवा इति मोहणकम्मस्सुदया दु वण्णिया जे इमे गुणट्ठाणा। ते कह हवंति जीवा जे णिच्चमचेदणा उत्ता।।६८।। मोहनकर्मण उदयात्तु वर्णितानि यानीमानि गुणस्थानानि। तानि कथं भवन्ति जीवा यानि नित्यमचेतनान्युक्तानि।।६८।। मिथ्यादृष्ट्यादीनि गुणस्थानानि हि पौद्गलिकमोहकर्मप्रकृतिविपाकपूर्वकत्वे सति, नित्यमचेतनत्वात् , कारणानुविधायीनि कार्याणीति कृत्वा, यवपूर्वका यवा यवा एवेति न्यायेन, पुद्गल एव, न तु जीवः । गुणस्थानानां नित्यमचेतनत्वं चागमाच्चैतन्यस्वभावव्याप्तस्यात्मनोऽतिरिक्तत्वेन विवेचकैः स्वयमुपलभ्यमानत्वाच्च प्रसाध्यम्। एवं रागद्वेषमोहप्रत्ययकर्मनोकर्मवर्गवर्गणास्पर्धकाध्यात्मस्थानानुभागस्थानयोगस्थानबन्धस्थानोदयस्थानमार्गणास्थानस्थितिबन्धस्थानसंक्लेशस्थानविशुद्धिस्थानसंयमलब्धिस्थानान्यपि पुद्गलकर्मपूर्वकत्वे सति, नित्यमचेतनत्वात्, पुद्गल एव, न तु जीव इति स्वयमायातम्। ततो रागादयो भावा न जीव इति सिद्धम्। હવે કહે છે કે (જેમ વર્ણાદિ ભાવો જીવ નથી એ સિદ્ધ થયું તેમ) એ પણ સિદ્ધ થયું કે રાગાદિ ભાવો પણ જીવ નથી મોહનકરમના ઉદયથી ગુણસ્થાન જે આ વર્ણવ્યાં, તે જીવ કેમ બને, નિરંતર જે અચેતન ભાખિયાં? ૬૮. Puथार्थ:- [ यानि इमानि] * ॥ [ गुणस्थानानि] गुस्थानो छ ते [ मोहनकर्मणः उदयात् तु] मोहन यथी थाय छ [ वर्णितानि] म (सर्वशनi माराममा) gfanwi व्यु छ; [ तानि] तमो [जीवा:] ७५ [कथं ] उम [ भवन्ति] होश [ यानि] मो [ नित्यं ] HEL [ सचेतनानि ] भयेतन [ उक्तानि ] डेवामा साव्यां छ? ટીકાઃ-આ મિથ્યાષ્ટિ આદિ ગુણસ્થાનો પૌદ્ગલિક મોહકર્મની પ્રકૃતિના ઉદયપૂર્વક થતાં હોઈને, સદાય અચેતન હોવાથી, કારણના જેવાં જ કાર્યો હોય છે એમ કરીને (સમજીને, નિશ્ચય કરીને), જવપૂર્વક જે જવ થાય છે તે જવ જ હોય છે એ ન્યાયે, પુદ્ગલ જ છે-જીવ નથી. અને ગુણસ્થાનોનું સદાય અચેતનપણું તો આગમથી સિદ્ધ થાય છે તેમ જ ચૈતન્યસ્વભાવથી વ્યાસ જે આત્મા તેનાથી ભિન્નપણે તે ગુણસ્થાનો ભેદજ્ઞાનીઓ વડે સ્વયં ઉપલભ્યમાન હોવાથી પણ તેમનું સદાય અચેતનપણું સિદ્ધ થાય છે. मेवी शते २,द्वेष, भोड, प्रत्यय, धर्म, नोभ, वर्ग,fu, स्पर्ध, अध्यात्मस्थान, Page #302 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૬૮ અનુભાગસ્થાન, યોગસ્થાન, બંધસ્થાન, ઉદયસ્થાન, માર્ગણાસ્થાન, સ્થિતિબંધસ્થાન, સંકલેશસ્થાન,વિશુદ્ધિસ્થાન, સંયમલબ્ધિસ્થાન-તેઓ પણ પુદ્ગલકર્મપૂર્વક થતાં હોઈને, સદાય અચેતન હોવાથી, પુદ્ગલ જ છે-જીવ નથી એમ આપોઆપ આવ્યું (-ફલિત થયું, સિદ્ધ થયું ). માટે રાગાદિ ભાવો જીવ નથી એમ સિદ્ધ થયું. ભાવાર્થ:-શુદ્ધદ્રવ્યાર્થિક નયની દૃષ્ટિમાં ચૈતન્ય અભેદ છે અને એના પરિણામ પણ સ્વાભાવિક શુદ્ધ જ્ઞાન-દર્શન છે. પનિમિત્તથી થતા ચૈતન્યના વિકારો, જોકે ચૈતન્ય જેવા દેખાય છે તોપણ, ચૈતન્યની સર્વ અવસ્થાઓમાં વ્યાપક નહિ હોવાથી ચૈતન્યશૂન્ય છે-જડ છે. વળી આગમમાં પણ તેમને અચેતન કહ્યા છે. ભેદજ્ઞાનીઓ પણ તેમને ચૈતન્યથી ભિન્નપણે અનુભવે છે તેથી પણ તેઓ અચેતન છે, ચેતન નથી. પ્રશ્ન:-જો તેઓ ચેતન નથી તો તેઓ કોણ છે ? પુદ્ગલ છે ? કે અન્ય કાંઈ છે ? ઉત્ત૨:-પુદ્ગલકર્મપૂર્વક થતાં હોવાથી તેઓ નિશ્ચયથી પુદ્ગલ જ છે કેમ કે કા૨ણ જેવું જ કાર્ય થાય છે. આ રીતે એમ સિદ્ધ કર્યું કે પુદ્ગલકર્મના ઉદયના નિમિત્તથી થતા ચૈતન્યના વિકારો પણ જીવ નથી, પુદ્ગલ છે. ૨૮૯ ગાથા - ૬૮ ઉપર પ્રવચન “હવે પૂછે છે કે વર્ણાદિ ભાવો જીવ નથી એ સિદ્ધ થયું, તેમ એ પણ સિદ્ધ થયું કે રાગાદિ ભાવો પણ જીવ નથી. રાગાદિ, ગુણસ્થાન, માર્ગણાસ્થાન વગેરે, એ જીવ નથી, સાંભળ. मोहणकम्मस्सुदया दु वण्णिया जे इमे गुणट्ठाणा। ते कह हवंति जीवा जे णिच्चमचेदणा उत्ता ।।६८ ।। મોહનક૨મના ઉદયથી ગુણસ્થાન જે આ વર્ણવ્યાં, તે જીવ કેમ બને, નિરંતર જે અચેતન ભાખિયાં ? ૬૮. જેમ વર્ણ, ગંધ, ૨સ, સ્પર્શ ને સંહનનને અચેતન કહ્યા, તેવા ગુણસ્થાન, માર્ગણાસ્થાનના ભેદોને પણ અચેતન કહ્યા. જીવની પર્યાયમાં થાય છે આ બધા ભેદો છતાં તેને જીવદ્રવ્ય ત્રિકાળ છે તે રૂપે નથી માટે તેને અચેતન કહ્યા. ( શ્રોતાઃ– ચેતનની પર્યાય અચેતન ? ) પર્યાય, એ આહીં ચૈતન્ય ત્રિકાળી છે તેનું એ સ્વરૂપ એ નથી. દૃષ્ટિનો જે વિષય કહેવો છે દ્રવ્ય સ્વભાવ, એ દ્રવ્ય છે એ તો કોઈ રીતે આ રીતે થયું નથી. ગુણસ્થાન, માર્ગણાસ્થાન ભેદરૂપે જીવદ્રવ્ય થયું નથી, પર્યાય થઈ, એ અહીં વ્યવહા૨માં નાખી દીધી છે, એ પર્યાય એમાં નથી. આહાહા ! સમજાણું કાંઈ ? આ તો અલૌકિક વાતું છે બાપુ. આહાહા ! સમયસાર એટલે. આહાહાહા ! ટીકાઃ- આ મિથ્યાર્દષ્ટિ આદિ ગુણસ્થાનો એ પહેલાં લીધું'તું. વર્ણ ગંધ, રસ, સ્પર્શ, શરીર, સંહનન, સંસ્થાન આદિ એ તો બાહ્ય ચીજ હતી, હવે આ તો અત્યંત૨માં જેના ભેદ છે. સમજાય છે કાંઈ ? મિથ્યાર્દષ્ટિ આદિ ગુણસ્થાનો પૌદ્ગલિક મોહકર્મની પ્રકૃત્તિના. જયસેન આચાર્યની ટીકામાં છે ને ભાઈ “મોહ જોગ ભવાઃ” જયસેન આચાર્યની ટીકામાં છે. ‘‘મોહ જોગ ભવાઃ” Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦. સમયસાર સિદ્ધિ ભાગ-૩ હૈં? ( શ્રોતાઃ- ગોમટસારમાં છે) ગોમટસારમાં છે, પણ અહીં તો અહીં છે. આ ગોમટસારનો શબ્દ છે એ અહીં મૂક્યો છે, જયસેન આચાર્યે ગોમ્મસરનો ““મોહ જોગ ભવાઃ” ગુણસ્થાન છે. મોહ અને જોગથી ભેદ રૂપે થયેલા છે, વસ્તુમાં નથી મિથ્યાત્વપણું. ઓહોહોહો... એ જીવદ્રવ્યમાં નથી, એમ તેરમું ગુણસ્થાન અને ૧૪ મું ગુણસ્થાન એ પૌદ્ગલિક મોહકર્મની પ્રકૃત્તિના ઉદયપૂર્વક થતાં હોઈને સદાય અચેતન હોવાથી, ભગવાન ચૈતન્ય દ્રવ્ય છે જ્ઞાયક ધ્રુવ, દ્રવ્ય છે. એમાં આ વસ્તુ ભેદ નથી, જે બધા ભેદ પડ્યા છે, એ મોહકર્મના ઉદયના નિમિત્તથી ભેદ પડયા છે. સ્વભાવના પ્રગટ થવાથી ભેદ પડયા છે એમ નથી. આહાહાહા ! અહીં એક જ લીધું, જોગ ઓલામાં જોગ લીધો ભેગો, મોહ જોગ, અહીં મોહકર્મની પ્રકૃત્તિના ઉદયપૂર્વક થતાં હોઈને પ્રકૃત્તિના ઉદય એટલે જડ છે, એના નિમિત્તે અહીં ભેદ પડ્યો કહે છે. મિથ્યાત્વ, સાસાદાન, મિશ્ર, અવિરતિ. સમક્તિ, વિરતા વિરતી, શ્રાવક વિરતી, પ્રમત્તપ્રમત્ત વિરતી અને અપ્રમત્ત વિગેરે ભેદ ઠેઠ સજોગી અને અજોગી. એ મોહકર્મની પ્રકૃત્તિ, મોહકર્મની પ્રકૃત્તિ, એનાં ઉદયપૂર્વક થતાં હોઈને સદાય અચેતન હોવાથી, કારણનાં જેવાં જ કાર્ય હોય છે. કારણ પુગલ પ્રકૃત્તિ છે માટે તેના કાર્ય પણ આ બધા તેવા જ છે, એમ કહે છે. ગુણસ્થાન, માર્ગણાસ્થાન, જીવસ્થાન, રાગદ્વેષ, પુણ્ય-પાપ આ લબ્ધિસ્થાન પણ એ કારણનાં જેવા કાર્ય હોય છે, કારણ પ્રકૃત્તિ છે મોહ કર્મની તેના ગુણસ્થાનો તેના ભેદ તે તેના કાર્ય છે કહે છે. આહાહા ભગવાન કારણ સ્વભાવ પ્રભુ, એનું એ કાર્ય નથી. આહાહાહા ! ચૈતન્યઘન, વિજ્ઞાનઘન ધ્રુવ એનું કાર્ય તો નિર્મળ કાર્ય થાય છે, આ બધા ભેદ છે એ તો મલિન અચેતન કાર્ય છે. એ ચૈતન્યની પર્યાય જ અચેતન છે, એમાં જ્ઞાનસ્વભાવ આવ્યો નથી, સજાગપણામાં અજોગપણામાં ક્યાંય જ્ઞાનસ્વભાવ તો આવ્યો નથી. અવિરતી સમ્યગ્દર્શન, અવિરતીભાવ એમાં જ્ઞાન સ્વભાવ આવ્યો નથી, ભગવાન ચૈતન્યજ્યોત છે, શું શ્લોક અને શું ગાથા? કારણના જેવા મોહ, પ્રકૃત્તિ જે પુદ્ગલ કારણ છે એના એ કાર્ય છે માટે, એ પુદગલ છે. આહાહા! આકરી વાત છે ભાઈ. અહીં તો ત્રિકાળી જીવદ્રવ્ય એમાં તો ઉદયભાવ તો નથી પણ ઉપશમ, ક્ષયોપશમેય એમાં નથી, આંહી તો હજી એ ઉદયભાવના પ્રકારના વર્ણન છે ભેદના. સમજાણું કાંઈ? ભગવાન અંદર ચૈતન્ય પિંડ પ્રભુ આમ ભિન્ન અખંડ,ચૈતન્ય જ્યોતિ, ઝળહળ જ્યોતિ, ચંદ્ર, શીતળ, ધ્રુવ એવા ભગવાન દ્રવ્યમાં આ નથી, માટે દ્રવ્ય ચૈતન્ય સ્વરૂપ છે તો આ અચેતન સ્વરૂપ છે. એમ છે. આહાહાહા ! હવે અહીં તો મારે તો વળી ઓલું બીજુ કહેવું છે, કે આવું એને કહ્યું ગુરુએ, એને ખ્યાલમાં આવ્યું, કે આ ગુરુને શાસ્ત્ર આમ કહે છે, કે આ પ્રકૃત્તિના કારણે કાર્ય થાય તે બધા અચેતન છે, એ ચૈતન્ય દ્રવ્યનાં નહીં, એવું એને ખ્યાલમાં આવ્યું બસ એટલું, પણ ખ્યાલમાં આવ્યું વ્યવહારથી આવ્યું છે એ. ગુરુએ કહ્યું અને એને પરલક્ષે થયું એ ખ્યાલમાં વ્યવહારથી આવ્યું છે. ઝીણી વાતો બહુ બાપુ. ઓલા વળી ઝીણી વાત કરીને લ્યો, એમ મશ્કરી કરે છે માળા, ઝીણી ઝીણી કહીને બધું ઉડાવી દેવું છે આ બધું વાસ્તવથી. અરે ભગવાન (ઊડાડે કોણ) પ્રભુ ! તું પ્રભુ છો ભગવાન ! તને આ ન બેસે તો શું કરવાનું. આહાહાહા ! Page #304 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૬૮ ૨૯૧ આંહી તો ભગવાન અંદર છે એ તો ગુણસ્થાનમાંય આવતો નથી એમ કહે છે. ભેદમાં આવતો નથી. તું પોતે પ્રભુ છો ને પ્રભુ, તારું દ્રવ્ય એ ભેદમાં આવતું નથી ને પ્રભુ એમ તને શું આ લાગે છે, આહિં! ઓહો! ગજબ વાત સંતોએ તો કેવળજ્ઞાનને ખડું કરી દીધું છે. જેને દયા, દાન, વ્રત, ભક્તિનાં પરિણામ કહે છે કે પ્રકૃત્તિના કારણે થયેલા માટે એ પ્રકૃત્તિનું કાર્ય છે, જીવનું નહીં. આહાહા ! વ્યવહાર રત્નત્રય દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો ભાવ, શાસ્ત્રના ભણતરનો વિકલ્પ, નવતત્ત્વની શ્રદ્ધાનો વિકલ્પ, એ પ્રકૃત્તિના કારણે ઉત્પન્ન થયેલું કાર્ય પુગલનું છે કહે છે. વ્યવહાર રત્નત્રયની શ્રદ્ધાનો ભાવ, એ પુદ્ગલનો છે કહે છે. અરેરે ! દ્રવ્ય જ્ઞાયકસ્વરૂપ પ્રભુ છે એમાં ક્યાં છે એ? નિમિત્તને આધિન થયેલો ભાવ નિમિત્તનો છે, પ્રકૃત્તિને આધિન થયેલો ભાવ પ્રકૃત્તિનો છે, પુદ્ગલને આધિન થયેલો ભાવ પૂગલનો છે, સ્વાધીન આત્માનો ભાવ નથી. વીતરાગી સંતો સિવાય કોણ કહે ભાઈ? જેને જગતની દરકાર નથી. સમાજ સમતોલ રહેશે કે નહીં. આ દિગંબર સંતો, નાગા બાદશાહથી આઘા, જેને કાંઈ સમાજની પડી નથી, સમાજને આ સમજાશે કે નહીં, સમાજ આમાં સમતોલ રહેશે કે નહીં, મશ્કરી તો નહીં કરે ને આ? અરે સાંભળ પ્રભુ, સાંભળ ભાઈ ! એની પર્યાયમાં થતાં દયા, દાન, વ્રત, ભક્તિના ભાવ અને એની પર્યાયમાં થતાં ગુણસ્થાન, માર્ગણાસ્થાનના ભાવ. પણ આંહી કહે છે કે એ પર્યાયમાં થતાં ભાવ એ દ્રવ્યથી થયેલા ભાવ નથી. ભગવાન જ્ઞાયક ચૈતન્ય મૂર્તિ પ્રભુ, એ વીતરાગ સ્વભાવનું બિંબ છે પ્રભુ તો આત્મા, એ વીતરાગ સ્વભાવના કાર્યો ક્યાં હોય આવા. આ તો અચેતન પ્રકૃત્તિ જે પુદ્ગલ એના કારણે કાર્ય થયેલાં માટે તે પુદ્ગલ છે. આહાહાહા ! આવું સ્વરૂપ છે. હજી તો લક્ષમાં આવું આવવું એ કઠણ, શાસ્ત્ર એમ કહે છે, પ્રભુ એમ કહે છે. એને ખ્યાલમાં આવ્યું છતાં ખ્યાલમાં આવવા છતાં એ વસ્તુનો અનુભવ નથી. એ પરલક્ષી જ્ઞાન થયું. એ ચૈતન્યદ્રવ્ય સ્વભાવ એ ભેદનું પણ લક્ષ છોડી દઈ, જે ખ્યાલમાં આવ્યું, લક્ષમાં આવ્યું, સંતો આચાર્યો મુનિઓ કેવળીઓ આમ કહે છે, છતાં તે લક્ષનું પણ લક્ષ છોડી દઈ, એ આઠ વરસના રાજકુમારો બાળકો, એ હીરા માણેકના મકાનો હોય સ્ફટીકમણિના, એમાં આ ભાન થાય, અરે અમે તો આનંદસ્વરૂપ છીએ, અમે તો જ્ઞાયક સ્વરૂપ પ્રભુ છીએ, જેને અંતરના આનંદના સ્વાદ આવ્યા, એ એનું કાર્ય, આ ભેદ એનું કાર્ય નહીં. એ વનમાં હાલ્યા જાય છે એકલા વાઘ અને સિંહની વચ્ચે કોઈ મને જાણે કે ઓળખે એનું કાંઈ રહ્યું નહી. મારો પ્રભુ પૂર્ણાનંદનો નાથ છે એને હું પર્યાયમાં પૂર્ણાનંદ પ્રગટ કરવા અમે જંગલમાં, બહારમાં નહીં પણ અંદરમાં જઈએ છીએ. ભાઈ એની ચમત્કારિક દશા એ વસ્તુ કેવી હશે એ? આહાહાહા! એ ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ એના ખ્યાલમાં ગુરુએ કહ્યું આવ્યું એટલે એ અટકે નહીં, એ એને સાધવા અંતરમાં જાય છે. આ છે તો અત્યંતર ભાવ આ, પણ એ પર્યાયનાં અભ્યતર ભાવ, સંહનન, સંસ્થાન શરીર તે બાહ્ય તદ્દન બાહ્યના ભાવ, અને આ એના પર્યાયના અત્યંતર ભાવ, એ પણ તું નહીં, એ જીવદ્રવ્ય નહીં, એમ જ્યાં લક્ષમાં એને ખ્યાલમાં આવ્યું, ત્યાં એ અંતરમાં ઊતરી જાય છે. ઓલા અત્યંતરના ભાવના ભેદથી છૂટી, અત્યંતર Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ સમયસાર સિદ્ધિ ભાગ-૩ ભગવાન પૂર્ણાનંદનો નાથ જીવદ્રવ્ય છે ત્યાં ચાલ્યો જાય છે. આહાહા ! આવી વાતું છે પ્રભુ, માર્ગ તો એવો છે ભાઈ. અરે સત્યને જગત અત્યારે આળ આપે છે માળા કે આ એકાંત છે, મહાવીરના માર્ગથી વિરુદ્ધ કરી નાખ્યું છે, અરે પ્રભુ સાંભળને ભાઈ. મહાવીર અને સંતો બધા એક જ વાત કરે છે આ. એને દયા, દાન, વ્રત, તપને, ભક્તિથી ધર્મ મનાવવો છે, એટલે એને ખટકે છે. આંહી તો એ તો નહીં, પણ ગુણસ્થાન ને માર્ગણાસ્થાનના ભેદય જીવનાં નહીં તો એનાથી જીવને લાભ નહીં. એ ગુણસ્થાનના ભેદનો આશ્રય, લક્ષ કરે તો આત્માને લાભ થાય એ ત્રણકાળમાં નહીં. ઓલા રાગથી જેમ લાભ ન થાય, તેમ સંહનન સંસ્થાનથી અહીં લાભ ન થાય એમ અહીંયા ભેદ પડવાથી ગુણસ્થાનના ભેદ પડવાથી આત્માને લાભ ન થાય. આહાહા ! આવી વાત છે. ભગવાન ત્રણલોકનો નાથ, જિનેશ્વરદેવ, ઇંદ્રોને ગણધરોની સમક્ષમાં ચક્રવર્તીઓ, છ ખંડના ધણી બેઠા હોય સાંભળવા, તેને એમ કહે પ્રભુ ! ભગવંત તારું સ્વરૂપ તો અખંડાનંદ પ્રભુ અંદર છે ને. આ ભેદ એ તારું સ્વરૂપ નહીં, એ અચેતન છે. અરેરેરે ! આ રાગ ફાગ ને બાયડી, છોકરા તો ક્યાંય રહી ગયા. હેં! ત્રણલોકનો નાથ સીમંધર ભગવાન સભામાં આમ ફરમાવે છે. એ આ વાત છે. (શ્રોતાઃ- મોક્ષમાર્ગથી મોક્ષની પ્રાપ્તિ છે.) મોક્ષમાર્ગથી મોક્ષની પ્રાપ્તિ એ પણ વ્યવહાર છે, મોક્ષની પ્રાપ્તિ દ્રવ્યને આશ્રયે થાય છે. મોક્ષમાર્ગ છે એનો તો વ્યય થાય છે અને ઉત્પાદુ થાય છે ભાવનો, તે ભાવ ત્રિકાળી કોઈ ભાવ છે, એના આશ્રયે થાય છે કે ગયો એના આશ્રયે થાય છે ? ભાઈ ! આવી વાત છે, આ. કાલે એક વાત કરી હતી, ચોત્રીસ વરસની ઉંમરનો ચાર દિ'માં કમળી થઈને મરી ગયો, આ સંસાર, વિછીંયા આપણે વિછીંયા હરિભાઈ છે ને એક જાડા, વિછીંયામાં છે. એક ભાઈ એનો જસદણમાં છે, એક ભાઈ મુંબઈમાં છે, આ નાનો હતો તે ચોત્રીસ વરસનો કાંઈ ન મળે રોગ, ચાર દિ' માં કમળો થયો, કમળો આ કમળો એની થઈ ગઈ કમળી, ઉડી ગયો દેહ. એ તો પર વસ્તુ છે એની વાત થઈ, એ તો તારામાં નથી, તું ત્યાં નથી. પણ આહીં તો ભેદ પડ્યો તે તારામાં નથી ને ભેદમાં તું નથી. દેવીલાલજી! પ્રભુ તું ક્યાં છો? એ ગુણસ્થાનમાં ને માર્ગણાસ્થાનના ભેદમાં તું નથી. તારી મોજૂદગી અસ્તિત્વ તો એનાથી ભિન્ન છે. અરે આ વાત ક્યાં હજી તો અહીં બાયડી, છોકરી ને પૈસાથી ખસવુંય કઠણને માળાને અરરર. એમાં વળી સંહનન અને સંસ્થાનની પર્યાય મારી નહીં, એમાંથી આગળ હાલતા ગુણસ્થાન ને રાગેય મારામાં નહીં એમાં હું નહીં, એ મારામાં નહીં. આવો વીતરાગ જિનેશ્વરના પંથનો આ માર્ગ છે, એવી રીતે બીજે ક્યાંય, વીતરાગ સિવાય ક્યાંય નથી ભાઈ. આહાહા ! એને પૂર્ણ સ્વરૂપ છે, તે એને બતાવે છે, લક્ષ લેવા માટે, કે આમ લક્ષ તો કર, કે આ ભેદ છે એમાં તું નથી અને આ ભેદ છે તે અચેતન છે, ચૈતન્ય સ્વરૂપ દ્રવ્યસ્વભાવ તેમાં આવ્યો નથી અને દ્રવ્યસ્વભાવમાં એ છે નહીં. એમ સંતો ગુરુ ભગવાન લક્ષ કરાવે છે. છતાં તે લક્ષ થયું માટે ત્યાં એને અનુભવ થઈ ગયો ( એમ નથી.) આહાહા ! આવો માર્ગ છે. જગતની આ બાહ્યની આ પૈસા લક્ષ્મી, શરીર, વાણી, સંહનન, સંસ્થાન, એને તો અહીં Page #306 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૬૮ ૨૯૩ ઉડાડી દીધા, બહારની ચમક દેખાય, તને પ્રભુ એ તો બધા અચેતન માટી છે. આ શરીર ને વાણી ને પૈસા અને મકાન ને સંહનન મજબૂત હાડકાંને સંસ્થાન શરીરના આકાર, મજબૂત સંસ્થાન એ બધી ચમકો પ્રભુ એ તો બધી જડની દશાઓ છે, તેમાં તું નથી, તારામાં એ નથી. એથી અહીં તો આગળ લઈને અડસઠમાં તો, એ તો બાહ્યની ચમકનો નકાર કર્યો, હવે અત્યંતરમાં જે ત્રિકાળી અત્યંતર છે એ સ્વરૂપમાં નહીં પણ પર્યાયમાં અત્યંતર આની અપેક્ષાએ અત્યંતર, બાકી એ પર્યાયની અપેક્ષાએ અત્યંતર તો ત્રિકાળ છે. આહાહાહા! કહે છે કે બહારની આ બધી ચમકો સંહનન ને સંસ્થાન ને વર્ણ, ગંધ, રસ ને સ્પર્શ રૂપાળા ને કાળા ને લીલા ને મીઠા રસને શ્વાસ સુગંધી આવેને, ગંધ મારે કેટલાકનો શ્વાસ ગંધ મારે હોય જુવાન ને ગંધ મારતો હોય શ્વાસ, એ ચીજો તો ક્યાંય રહી ગઈ કહે છે, એ ચીજ તો તારી નહીં ને તારામાં નહીં, અને તું ત્યાં નહિં. પણ તારી પર્યાયમાં જે ગુણસ્થાન ને માર્ગણાસ્થાન ને રાગ, દયા, દાન, વ્રત આદિના વિકલ્પો આવે, એ બાહ્યની અપેક્ષાએ અત્યંતર છે અને એની અપેક્ષાએ તો ત્રિકાળી વસ્તુ તે અત્યંતર છે, રાગ બાહ્ય છે. આહાહા ! સમજાણું કાંઈ? આવો માર્ગ એટલે લોકોને લાગે હોં બિચારાને, સોનગઢવાળાનું એકાંત છે, આમ છે, હવે ચંદ્રશેખર કરે વિરોધ, બાપુ! તેની દૃષ્ટિ મિથ્યાત્વ છે. તેથી તેમાં એ ભાવ સૂઝે છે એને. ચૈતન્ય અભૂતાઅદ્ભુત, ચમત્કારનાં રત્નોથી ભરેલો ભગવાન, એ અભેદમાં પ્રભુમાં આ ભેદ નથી અને આવા ગુણસ્થાનઆદિ ભેદમાં તું આવતોય નથી. આહાહાહા ! કારણના જેવાં જ કાર્યો થાય” આ એની વ્યાખ્યા આટલી ચાલી આ. પુદ્ગલકર્મ કારણ છે, પહેલાં પુદ્ગલથી, કર્મથી આવેલો સંયોગ-સંયોગ, સંહનન, સંસ્થાન, શરીર એ કર્મના નિમિત્તથી આવેલા સંયોગ, એ સંયોગથી ભિન્ન કહ્યો. હવે પ્રકૃત્તિના નિમિત્તે થતો પર્યાયમાં ભેદ ઓલી તો ચીજો મળી'તી પ્રકૃત્તિના નિમિત્તે આ શરીર, વાણી, મન, સંહનન, સંસ્થાન, રૂપ, રસ, ગંધ, સ્પર્શ એને કર્મના નિમિત્તથી મળેલી એ ચીજો, એ ચીજ તો તારી નથી. પણ હવે કર્મના નિમિત્તથી મળતો અંદરનો ભેદ, આ મળ્યો સંયોગ, અને આ મળ્યો ભેદ અંદરનો, આ કારણ ઉપર કાર્યની વ્યાખ્યા હાલે છે. સમજાણું કાંઈ? એમાં ભગવાન નારણપરમાત્મા છે અને એ કાર્ય આવ્યું છે, ભેદનું એમ નથી. હૈં? શું વાણી કુંદકુંદાચાર્ય દિગંબર મુનિ, અમૃતચંદ્રાચાર્ય, અમૃત રેડ્યા છે. પંચમકાળનાં ભાગ્ય જગતના. કહે છે કે કર્મ પ્રકૃત્તિ નિમિત્ત અને બાહ્ય સંયોગો મળે શરીર ને આ ને બધા, એ તો બાહ્ય ચીજ છે, એનાંથી તો તું ભિન્ન છો. પણ હવે પ્રકૃત્તિથી મળતો અંદર ભેદ, આમ ને આમ. હૈ આમ, આમ આવ્યું એનાથી જુદો કર્મને લઈને મળ્યું, આ શરીર સંહનન મળ્યું. સંસ્થાન મળ્યાને આ પર્યાપ્તપણું મળ્યું, પંચેન્દ્રિયપણું મળ્યું, મનુષ્યપણું મળ્યું, દેવપણું મળ્યું ને એટલું તો પહેલું કાઢી નાખ્યું. હવે પ્રકૃત્તિથી અંતરમાં મળ્યું ભેદ ઓલું બાહ્યમાં હતું. મોહકર્મની પ્રકૃત્તિ જે અત્યંતરમાં જે ઓલી ચીજની અપેક્ષાએ અત્યંતર અને એનાથી અત્યંતર આ ભેદ પડે તે, આવી વાતું છે. આમાં હવે પંકજ ને ફલાણો તો ક્યાંય રહી ગયો. પરના ફળ તરીકે તો એ ક્યાંય રહી ગયો પરમાં, સંયોગમાં રહી ગયો. એ આત્મામાં ક્યાં આવ્યો ન્યાં? પણ એ મારો છે એવો જે Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ સમયસાર સિદ્ધિ ભાગ-૩ રાગ અને મિથ્યાત્વ એ પણ પ્રકૃત્તિનું કાર્ય છે, જડનું પ્રભુ તારું નહીં. મિથ્યાત્વ આવ્યું ને ? પહેલેથી છે ને ? મિથ્યાદૃષ્ટિથી માંડીને, એ સંતોના જ્ઞાન અને એમની ગર્જનાઓ ત્રણલોકના નાથની ગર્જના જેમ દિવ્યધ્વનિ ઊઠે છે, વાઘ અને મીંદડી બે સાથે બેઠા હોય, શાંત, શાંત. ઉંદર અને સર્પ કાળા નાગ ઉભા હોય એની જોડે ઉંદર, દિવ્યધ્વનિનો નાદ, પ્રભુનો સાંભળે, વાતાવ૨ણ બહા૨નું શાંત થઈ જાય છે. એ તો સાંભળ્યું કહે છે, સાંભળ્યું જે છે એ જે જ્ઞાન થયું છે એ લક્ષ કરાવ્યું ભગવાને કીધું છે, આ તું નહીં એમ લક્ષ કરાવ્યું, પણ એથી તેને કાંઈ અનુભવ થઈ ગયો એમ નથી. આ તો વ્યવહારે કરીને સમજાવ્યું માટે એને લાભ થઈ ગયો આત્માનો અને આત્માના લાભ માટે એને કહ્યું. ફક્ત એને ખ્યાલમાં આવે વસ્તુ એટલું કરાવ્યું, વ્યવહા૨માં આવીને સંતોએ, કારણકે આ પંચમઆરાની વાત છે ને? એથી સંતોએ એમ લીધું ત્યાં આઠમીમાં આચાર્યે કહ્યું તે આચાર્યને વ્યવહારમાં વિકલ્પમાં આવીને, કેવળીએ કહ્યું એમ ત્યાં નથી આવ્યું. આ તો પંચમઆરાના સંતોએ પંચમઆરામાં શાસ્ત્રો બનાવ્યા, પંચમઆરાના જીવ માટે, ત્યાં કેવળીએ કહ્યું કે તું આત્મા છો અને પછી કહ્યું કે આત્મા દર્શન જ્ઞાન ચારિત્રને પામે તે આત્મા છે, અને પછી કહે કે ભાઈ આત્મા તો અભેદ છે, એનું જ્ઞાન કરાવ્યું અહીં ભગવાને કીધું એમ નથી કીધું આંહી. શું શૈલી એની પ્રભુની (શ્રોતાઃ– પણ આચાર્યે કીધું એ ભગવાને કહ્યું ) એ નહીં, નહીં. વિકલ્પ છે ને અહીંયા એ બતાવવું છે. વ્યવહારમાં આવ્યો એ વિકલ્પ છે, કેવળીને એ નથી ભાઈ ! અહીં તો નિશ્ચય અને વ્યવહાર બે પૈડામાં ઊભો છે, એ લેવો છે. કેવળીને વ્યવહા૨ છે નહીં, અને અહીં પંચમઆરાના સંતો કહે છે એટલે પોતાની જાતથી કહે છે એ, એને પોતાને વિકલ્પ ઉઠયો છે. એ શૈલીની અહીં વાત છે. કેવળીનું કહેલું છે એ જુદી વાત છે, પણ કહેનારો જે છે અત્યારે એ વિકલ્પના વહેવા૨નાં પૈડે આવ્યો છે, ઊભો છે, એ વાત કરે છે. આહાહાહા ! કેવળીએ કહેલું પણ છતાં પોતે એમ કહ્યુંને, હું મારા નિજ વૈભવથી કહીશ. તે પણ વિકલ્પમાં આવ્યો છે માટે કહીશ. નિર્વિકલ્પમાં પડયો હોય તો એને કહેવું છે, એ વાત આવતી નથી. શું કહ્યું એ ? અહીંયા વર્તમાન સાધુ સંત છે, એ કહે છે, એ અહીંયા લેવું છે. કેવળીએ કહેલું કહ્યું પણ કહેના૨ વર્તમાન કોણ છે ? એ પણ સ્પષ્ટ કરી નાખ્યું પોતે. એ કહેનાર તો હું વર્તમાન વિકલ્પમાં આવ્યો છું, વ્યવહા૨માં. એથી કહું છું પણ એ વ્યવહાર આવ્યો છે માટે મને લાભદાયક છે, અને વ્યવહારથી કહીશ બીજાને માટે એને આત્માના લાભ માટે છે, એમ નથી. એના ખ્યાલમાં આવવા માટે એટલું છે. ( શ્રોતાઃ– એ તો ૫૨લક્ષી જ્ઞાન છે ) ૫૨લક્ષી છે એટલા માટે જ આ વાત છે ને. અહીં તો લક્ષ કરાવીને અળગા રહી જાય છે એ તો. હવે તું અંદ૨માં જા. આવા જે અત્યંતર ભેદો છે એ પણ અચેતન છે પ્રભુ. આહાહાહા ! แ ‘કારણના જેવા જ કાર્યો હોય છે” એટલા ઉપરથી આ બધી વાત ચાલે છે એમ મુનિઓએ કહ્યું, કેવળીએ કહ્યું એ અત્યારે અહીં નથી. અહીંયા એ વિકલ્પમાં આવ્યા છે એમણે કહ્યું છે. માટે તે વિકલ્પ એને લાભદાયક છે, અને એને બીજાને લાભદાયક માટે વ્યવહા૨ કહે છે, એમ નથી. ફકત એને ખ્યાલમાં આવે એ ખાતર આ વાત કહે છે. આહાહાહા ! Page #308 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૬૮ ૨૯૫ એ મિથ્યાષ્ટિ આદિ ગુણસ્થાનો એ પૌદ્ગલિક મોહકર્મની પ્રકૃત્તિના ઉદયપૂર્વક થતાં હોય, જોયું? એ પ્રકૃત્તિ સત્તારૂપ છે ત્યાં સુધીમાં અહીં ભેદ ન આવે. કહે છે ઉદયપૂર્વક, સમજાણું આમાં? ઉદય થયો ત્યાં ભેદ પડ્યો, એમાં જોડાણો છે ને? ઉદયપૂર્વક થતાં હોઈને, એ ચૌદ ગુણસ્થાન ઉદયપૂર્વક થતાં હોઈને, સદાય અચેતન હોવાથી કેમકે પ્રકૃત્તિ પોતે ઉદય અચેતન છે. કારણના જેવાં જ કાર્યો થાય છે” શું અમૃતચંદ્રાચાર્યની ટીકા! શું ભગવાન કુંદકુંદાચાર્યના શ્લોકો ! ઓહોહોહોહો ! એની ક્ષયોપશમની દશા. એમ કરીને સમજીને નિશ્ચય કરીને શું કરીને શું કહ્યું કારણનાં જેવા જ કાર્યો છે. પુદ્ગલ કારણ છે એથી ગુણસ્થાન ભેદ તેનાં કાર્ય છે માટે તે અચેતન છે, કોની પેઠે? “જવપૂર્વક જવ થાય છે” જવ વાવે ને જવ થાય, ઘઉં વાવે ને જવ થાય? જવપૂર્વક જ જવ થાય છે. એકાક્ષરી શબ્દ લીધો, ઓલો ઘઉં છે એ એકાક્ષરી નથી ને? બાજરો, ઘઉં, દાળ, ચોખા એકાક્ષરી નથી. જવ એકાક્ષરી છે જવ. જવપૂર્વક, એ તો એનું કારણ બતાવ્યું, પણ વસ્તુ જવપૂર્વક જે જવ થાય છે તે જવ જ હોય છે. જવપૂર્વક થાય તેના ફળ જવ હોય છે. જવપૂર્વક થાય એના ફળ ઘઉને બાજરો હોય છે? જવપૂર્વક જે જવ થાય છે તે જવ જ હોય છે એ ન્યાયે પુદ્ગલ જ છે. પુદ્ગલપૂર્વક થતાં હોવાથી પુગલ છે એમ. ચૌદ ગુણસ્થાન, માર્ગણાસ્થાન, જીવસ્થાન. અરે રાગ, દયા, દાન, વતનો રાગ, પ્રભુ આ તો શું કહે છે ભાઈ, હવે એ રાગથી ધર્મ મનાવવો પ્રભુ, પ્રભુ શું કરે છે ભાઈ? ભગવંત તને આ ન શોભે, જે રાગ પુદ્ગલ પ્રકૃત્તિના કારણે થયેલો, માટે દયા, દાનના રાગને પણ પુદગલ કીધો. આહાહાહા ! કહો, શાંતિભાઈ ! આ તમારા ધૂળના પૈસાને તો પુદ્ગલ કીધા ઝવેરાતને, પણ અહીંયા તો કહે છે કે ગુણસ્થાનનાં ભેદ પર્યાયમાં પડે, પ્રભુ તો અભેદ ચૈતન્ય દ્રવ્ય છે ને? એ દ્રવ્યમાં આ ક્યાં છે? દ્રવ્ય તો ત્રિકાળી, જે ગમે તે ગુણસ્થાને ગમે તે ગતિમાં હો, દ્રવ્ય તો પૂર્ણાનંદનો નાથ ત્યાં બિરાજે છે આખો. એમાં ઘસારો કે, કાંઈ આવ્યું ને ઓલું નહીં, બે બોલ નહોતા આવ્યા? હીણો-હીણો હીણાપણું ને ઘસારો થાતો નથી. ઓલામાં આવ્યું'તું જુઓ “હાનિ ને ઘસારો નહીં પામતો એ ૬૩-૬૪ માં આવ્યું, ૬૩-૬૪. વસ્તુ છે, ગમે તે મિથ્યાત્વ આદિમાં હો, નર્ક નિગોદમાં હો, પણ વસ્તુ તો વસ્તુ છે, એમાં હણી ને ઘસારો કાંઈ નથી, એ તો અખંડાનંદ પ્રભુ છે. આહાહાહા ! પુગલ જ છે, જીવ નથી,” પુગલ જ છે. પ્રકૃત્તિ પુદગલ છે, તો એના કાર્ય તરીકે જે ભેદ છે એ પુદ્ગલ જ છે કહે છે. અરે આ લબ્ધિસ્થાન પણ કહે છે પુલના નિમિત્તથી અહીં ભેદ થઈ ગયોને? અહીં થોડું ઘટતું ગયું ને? એ ભેદ પુગલમાં નાખી દઉં છું. ગુણસ્થાનનો ભેદ એ તો ઠીક, પણ સંયમની પર્યાયમાં ભેદની પ્રાપ્તિ, શરીર જડ, ગુણસ્થાન જડ, રાગ જડ, પણ આ ભેદ પડ્યો છે ને એટલો, એ જડ. આવી વાત બહુ આકરું બાપા. આહાહાહા! અને ગુણસ્થાનોનું તો સદાય અચેતનપણું તો આગમથી સિદ્ધ થાય છે, જોયું. “મોહ જો ભવા” ઠીક, આગમથી સિદ્ધ થાય છે, ભગવાને આગમમાં એમ કહ્યું ગુણસ્થાનોનું સદાય અચેતનપણું તો આગમથી સિદ્ધ થાય છે. “તેમજ ચૈતન્યસ્વભાવથી વ્યાસ જે આત્મા” શું કીધું હવે ? એ ભેદ છે, વ્યાપ્ત છે એ પુદ્ગલનું વ્યાપ્ય છે. પુદ્ગલ વ્યાપક છે અને ભેદ તેનું વ્યાપ્ય છે, Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ સમયસાર સિદ્ધિ ભાગ-૩ એકકોર એમ કહે કે આત્મા વ્યાપક છે ને વિકારી પર્યાય તેનું વ્યાપ્ય છે અજ્ઞાનદશા. બીજી વાર એમ કહે કે કર્મ વ્યાપક છે અને વિકારી પર્યાય એનું વ્યાપ્ય છે, કર્તાકર્મમાં. અહીં પણ એ જ કહે છે કે એ પુદગલ કર્મ જે વ્યાપક છે તેનો એ ભેદ રાગાદિ તે વ્યાપ્ય છે અને ગુણસ્થાનનું સદાય અચેતનપણું આગમથી તે, તેમજ ચૈતન્ય સ્વભાવથી વ્યાપ્ય જે આત્મા ભગવાન તો સદાય ચૈતન્ય સ્વભાવથી વ્યાપ્ત છે, આવા ભેદ સ્વભાવથી વ્યાપ્ત નથી. આહાહાહા! એ ભેદનું વ્યાપ્યપણું આત્મા વ્યાપક અને ભેદ વ્યાપ્ય એમ નથી, કહે છે. એ તો પુદગલનું વ્યાપકપણે છે, પુદ્ગલની પર્યાય આ ભેદ આદિ વ્યાપ્ય અને રાગાદિ એનું વ્યાપ્ય છે, ભાષા તો સાદી છે, પણ ભાવ તો ભાઈ જે છે તે છે, આ તો ત્રણલોકના નાથ તીર્થકર, એક વાર્તા કરનારો બારોટ હોય તો પણ ગંભીર વાર્તા કરે, બારોટ આવેને, પૈસા લેવા, જોયેલો ત્યાં એકવાર રાણપુર અપાસરાની જોડ છે ને, આવે છે ને ખત્રી પોપટભાઈ એના બારોટ હતા. પણ મોટા નાગર જેવા, ધોળાં કપડાં ને ગૃહસ્થ માણસ પણ બારોટ તરીકે ખત્રીના, એના શું કહેવાય છે માણસો સાધારણ બેઠા હોય ને ઓલો મોટો રાજા જેવો દેખાય, અપાસરાની જોડે પોપટભાઈ ખત્રી આવે છે કે, હવે તો અહીં આવી ગયા છે ગામ બહાર, તે વખતે તો વિષ્ણુ, તેના બારોટ પાટલે બેસીને વાંચતા. અહીં ભગવાન કહે છે, મુનિ અત્યારે તો કહે છે ને ચૈતન્યસ્વભાવથી વ્યાસ જે આત્મા, એ ભેદથી વ્યાપ્ત આત્મા, આત્મા વ્યાપક ને ભેદ ગુણસ્થાન વ્યાપ્ય એમ નથી. એ પુદ્ગલ વ્યાપક અને એ એનું વ્યાપ્ય છે. ૧૦૯, ૧૧૦ માં આપણે આ લીધું છે. ૧૦૯, ૧૧૦, ૧૧૧, ૧૧૨ પુદ્ગલ કર્મ વ્યાપક છે અને નવાકર્મ તેનું વ્યાપ્ય છે. આવે છે? ૧૦૯, ૧૦, ૧૧, ૧૨ માં ચાર ગાથામાં. શું એની શૈલી! એમાં ચૈતન્ય ભગવાન અંદર ચિંતામણિ રત્ન પૂર્ણાનંદનો નાથ એને પ્રસિદ્ધ કરવા, આત્મખ્યાતિ છે ને? આહાહાહા ! કહે છે કે કર્મ જે છે એ કર્મ વ્યાપક પૂર્વના થઈને નવા કર્મ રજકણો નવી જાત છે, બીજી જાત છે, છતાંય એની જાતના છે તે એને કહે છે કે વ્યાપક કર્મ અને નવા કર્મ આવે તે તેનું વ્યાપ્ય, ઠીક. જૂના કર્મ છે તે વ્યાપક નવા કર્મ તેનું વ્યાપ્યા. હવે પરની સાથે વ્યાપ્ય (ની તો વાત જ નથી) તો આંહી તો કહે છે કે, કર્મ વ્યાપક અને ભેદ તેનું વ્યાપ્ય, ભગવાન આત્મા વ્યાપક અને ચૈતન્ય તેનું વ્યાપ્ય પણ આ વ્યાપ્ય તેનું નહીં. ચૈતન્ય સ્વભાવથી વ્યાસ જોયું આત્મા, હવે આ ક્રિયાકાંડીઓને રસ પડી જાય. આમ, મુશ્કેલી પડી જાય, બિચારાને દુઃખ થાય. ( શ્રોતા:- હજી સમજવાની લાયકાત ધરાવતા નથી) આકરું પડે બિચારાને એ પછી કરે એમ, એ બિચારા શું કરે? એની દૃષ્ટિમાં વિપરીતતા છે એમાં આવી વાત બેસે નહીં. ચૈતન્યસ્વભાવથી વ્યાસ એ ભેદથી વ્યાસ એ વ્યાપક કર્મનું છે તેનાથી તો ભિન્નપણે તે ગુણસ્થાનો ભેદજ્ઞાનીઓ વડે, કારણકે ભેદનું લક્ષ છોડીને અભેદમાં જાય છે. ભેદ જ્ઞાનીઓ વડે જે સ્વયં ઉપલભ્યમાન હોવાથી પણ તેમનું સદાય અચેતનપણું સિદ્ધ થાય છે. ગુણસ્થાન આદિ ભેદ, જ્ઞાનના અનુભવમાં આવતા નથી, માટે તેનું અચેતનપણું સિદ્ધ થાય છે. વિશેષ કહેશે. (શ્રોતા- પ્રમાણ વચન ગુરુદેવ.) Page #310 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૬૮ ૨૯૭ પ્રવચન નં. ૧૩૯ ગાથા- ૬૮ કારતક વદ-૪ શનિવા૨ તા. ૧૮-૧૧-૭૮ આ પ્રકારે રાગ.... પહેલાં કહ્યું ને ! કે ગુણસ્થાન જે ચૌદ ગુણસ્થાન છે. એ પુદ્ગલપૂર્વક હોવાથી અચેતન-પુદ્ગલ છે, આત્મા નહીં. ‘જવપૂર્વક જવ' નું દૃષ્ટાંત દીધું હતું ને ! જવપૂર્વક જવ થાય છે. જવ થવામાં જવ કા૨ણ છે અને જવ એનું કાર્ય છે. એવી રીતે આત્મામાં જેટલા ભેદ પડે છે, ગુણસ્થાન ( આદિના ) એ પુદ્ગલ કર્મના કા૨ણે ભેદ પડે છે, તો એ ( ભેદ ) પુદ્ગલ જ છે, એ આત્મા નથી. એવી રીતે રાગ, રાગ પણ પુદ્ગલપૂર્વક થતો હોઈને ત્રીજી લીટી લેવી રાગ, પુદ્ગલપૂર્વક થતો હોઈને સદાય અચેતન હોવાથી, શુભ ને અશુભ રાગ–દયા-દાન-વ્રત, ભક્તિ, પૂજા આદિના ભાવ કે હિંસા, જૂઠું, ચોરી, (આદિનો ) રાગ, એ પુદ્ગલપૂર્વક થતા હોઈને, ત્રીજી લીટીમાં છે એમાં સદાય અચેતન હોવાથી –રાગ અચેતન છે. રાગમાં ચૈતન્યજ્ઞાયક સ્વરૂપનો અંશ નથી. ભગવાન ( આત્મા ) ચેતન, અનાદિ-અનંત, નિત્યાનંદપ્રભુ, એનો અંશ રાગમાં નથી. – ચાઢે તો વ્રત, તપ, ભક્તિ આદિનો રાગ હોય, ચાહે તો વિષય આદિનો રાગ હોય, કમાવા આદિનો રાગ હોય, એ રાગ પુદ્ગલપૂર્વક થતો હોવાથી – ( આહા ) પુદ્ગલપૂર્વક થતો હોવાથી રાગ હોં –એ રાગ પુદ્ગલપૂર્વક થતો હોવાથી સદાય અચેતન છે. ( ( કહે છે ) પુદ્ગલપૂર્વક થતો હોવાથી (ને) સદાય અચેતન હોવાથી, એ કા૨ણે સદાય અચેતન છે. રાગ– અહીંયા અત્યારે તો રાગથી –શુભાગ છે એનાથી થાય છે ધર્મ, લ્યો ! અરે રે, જે રાગ પુદ્ગલપૂર્વક થતો હોઈને સદા પુદ્ગલ-અચેતન છે. છે ? પુદ્ગલ જ છે. વિશેષ એટલું કહ્યું ! પુદ્ગલપૂર્વક થતો હોઈને –સદાય અચેતન હોવાથી પુદ્ગલ જ છે, જીવ નથી, એવુ સ્વતઃ સિદ્ધ થઈ ગયું. આહાહા ! આવી વાત છે. એવી રીતે દ્વેષ, દ્વેષ જે થાય છે અણગમો, ૫૨ પ્રતિકુળ હો (ત્યારે ), અનુકૂળમાં રાગ, પ્રતિકુળમાં દ્વેષ, એ દ્વેષ પુદ્ગલકર્મપૂર્વક થવાથી સદા પુદ્ગલ જ છે. એ કા૨ણે અચેતન હોવાથી પુદ્ગલ છે. આવી વાત છે. ( હવે કહે છે) ‘મોહ’ – મિથ્યાત્વ અથવા ૫૨ ત૨ફની સાવધાનીનો ભાવ, એ પણ પુદ્ગલપૂર્વક થતો હોવાથી–સદાય અચેતન હોવાથી પુદ્ગલ જ છે. પુદ્ગલ છે ( એમ નહીં પણ ) પુદ્ગલ જ છે, એમ કહ્યું અહીંયા ( કે ) પુદ્ગલ જ છે. કથંચિત્ આત્મા ને કચિત્ પુદ્ગલ એમ નહીં, કેમ કે ભગવાન આત્મા તો અનાદિ-અનંત ચેતન દ્રવ્ય છે, એ તો અભેદ છે. એમાં જેટલા ભેદ દેખાય છે એ બધા અચેતન છે, જીવ નહીં. એમ પ્રત્યય –આસવ, મિથ્યાત્વ-અવ્રત-કષાય-જોગ, એ ચા૨ ( આસ્રવ ) ભાવ છે એ પુદ્ગલપૂર્વક થતાં હોઈને, પુદ્ગલ છે, એ કા૨ણે સદા પુદ્ગલ છે ( આહા !) અચેતન હોવાથી પુદ્ગલ છે એ પુદ્ગલપૂર્વક થતાં હોઈને–સદા અચેતન હોવાથી પુદ્ગલ જ છે. એમ ત્રણ બોલ સિદ્ધ કર્યા. મિથ્યાત્વ, કષાય, અવ્રત ને જોગ એ આસ્રવ છે. એ આસ્રવ પુદ્ગલકર્મપૂર્વક થતાં હોઈને સદાય અચેતન છે. પુદ્ગલ જ છે જીવ નહીં. આ જીવ–અજીવ અધિકાર છે ને ! જીવ (નું સ્વરૂપ ) તો કહેશે આગળ ( ઓહોહો !) Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ સમયસાર સિદ્ધિ ભાગ-૩ અનાદિ-અનંત, નિત્યાનંદ, પ્રભુ સ્વસંવેદન -પોતાની નિર્મળદશા દ્વારા જાણવામાં આવે છે. વેદનમાં આવે છે. આવી વાત છે. શ્લોક છે પછી (નો તેમાં) કહેશે. કર્મ, કર્મ તો જડ છે, એ તો પુગલકર્મપૂર્વક થતાં હોઈને (પુદ્ગલ જ છે) નોકર્મ- મન, વાણી, દેહ એ પણ કર્મપૂર્વક (થતાં હોઈને) જડ છે, એ-પણ પુગલપૂર્વક થતાં હોઈને જડ છે, વર્ગણા’ એ તો જડ છે, “સ્પર્ધક' – ‘અધ્યાત્મ સ્થાન” –અધ્યવસાયના પ્રકાર રાગાદિમાં એકત્વબુદ્ધિના જે અધ્યવસાય, એનાં જે સ્થાન અસંખ્ય (પ્રકારના છે) એ બધા પુદ્ગલપૂર્વક થતાં હોઈને સદા અચેતન હોવાથી પુદ્ગલ જ છે. જીવ એને કહેવાય નહીં, એમ કહે છે. સાંભળ્યું છે? આંહી તો કહે છે એ જાત્રાના ભાવ, ભગવાનની ભક્તિના ભાવ, આસવ-આસવ, એ અધ્યવસાય-એકત્વબુદ્ધિ એ બધા (ભાવો) પુદ્ગલપૂર્વક થતાં હોઈને સદા અચેતન હોવાથી પુદ્ગલ જ છે. (આહા !) પુદ્ગલ “જ” છે. છે? (શ્રોતા – બધા શુભાશુભ ભાવ પુદ્ગલ છે.) એ પછી આવશે હવે આવશે. આંહી તો હજી અધ્યાત્મસ્થાન, અનુભાગસ્થાન, એ જડમાં, યોગસ્થાન- કંપન, કંપનનાયોગના પ્રકાર, “બંધ સ્થાન' – “ઉદયસ્થાન' લ્યો! ઠીક, જેટલા ઉધ્યસ્થાન છે રાગ આદિના અનેક પ્રકાર, એ બધા પુદ્ગલકર્મપૂર્વક થતાં હોઈને, સદા અચેતન હોવાથી પુગલ જ છે. માર્ગણાસ્થાન', ઠીક! ચૌદ માર્ગણાસ્થાન પુદ્ગલકર્મપૂર્વક થતાં હોઈને પુગલ સદા અચેતન હોવાથી પુગલ જ છે. “સ્થિતિબંધસ્થાન” –કર્મમાં સ્થિતિ પડે ને! એ તો પુલ છે જ, હવે “સંકલેશસ્થાન” -અશુભજોગ, હિંસા, જૂઠું, ચોરી, વિષયભોગ વાસના, કામ, ક્રોધ આદિના ભાવ જે અશુભ છે-એ મુગલપૂર્વક થતાં હોઈને -પુદ્ગલકર્મપૂર્વક થવાથી, સદા અચેતન હોવાથી પુદ્ગલ જ છે. બધું પુદ્ગલ, આવું હોં?! જેટલો વ્યવહાર-પંચમહાવ્રત અને દયા, દાન, વ્રત આદિના ભાવ એ બધા પુદ્ગલપૂર્વક થતાં હોઈને –સદા અચેતન હોવાથી, એટલે પુગલ (કર્મ) પૂર્વક થયા એમ કહ્યું, પછી બધા અચેતન, એટલે એમાં ચેતનનો ભાવ નહીં, એ કારણે પુદ્ગલ જ છે. શાંતિથી! ચીજ છે! એ સમજતા નથી ને ઝઘડા- ઝઘડા- ઝઘડા ! એની બુદ્ધિ પર ઉપરને વ્યવહારનયથી (લાભ માને !) વ્યવહારનયથી (શુભ છે) અસંકલેશ પરિણામ પણ નિશ્ચયથી સ્વભાવની દૃષ્ટિથી જોવાથી એ યુગલ (કર્મ) પૂર્વક થવાથી સદા અચેતનના કારણે થવાથી પુદ્ગલ જ છે જીવ નહીં. એ અશુભભાવ જીવ નહીં. આવી વાત છે. એની ચીજ જ ક્યાં છે? (એની હોય તો ) એ ચીજો (એ ભાવો) વસ્તુ એમાં રહેવી જોઈએ કાયમ! એ તો પહેલાં આવી ગયું છે ને! દરેક અવસ્થામાં હોય ને કોઈ અવસ્થામાં ન હોય એ એની ચીજ (નહીં), આ (ભાવો) તો નિર્મળ અવસ્થા થતાં એ, એ (ભાવો) રહેતાં નથી, એ ચીજ એની નથી. સમજાણું કાંઈ? હવે આંહીં તો આંહી લેવું “વિશુદ્ધિસ્થાન' – એ રાગની મંદતાના, દયાના, દાનના, વ્રતના, ભક્તિના, પૂજાના, નામસ્મરણના, વાંચનનાં એવા જે શુભભાવ, વિશુદ્ધિસ્થાન – શુભના અસંખ્ય પ્રકાર, શુભરાગનાં અસંખ્ય પ્રકાર, એ પુદ્ગલકર્મપૂર્વક થતાં હોવાથી એકલા પુદ્ગલ નહીં, પુગલકર્મ લેવા છે ને અહીં, પુદ્ગલકર્મપૂર્વક એમ- પુદ્ગલકર્મપૂર્વક થતાં હોવાથીસદાય અચેતન હોવાથી કેમ કે પુદ્ગલકર્મપૂર્વક થતાં હોઈને –સદા અચેતન હોવાથી એ કારણે Page #312 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૬૮ ૨૯૯ પુદ્ગલ જ છે. કહો પંડિતજી? આ પંચમહાવ્રતના પરિણામ પુદ્ગલ એમ કહે છે, શાસ્ત્રનું જ્ઞાન એ શબ્દજ્ઞાન એ પુદ્ગલ! નવતત્ત્વની શ્રદ્ધા (એ) રાગ એ પુગલ! છે? છકાયની દયાને પંચમહાવ્રતનો ભાવ, (એ ભાવ ) ચૈતન્યપૂર્વક ચૈતન્યના સ્વભાવપૂર્વક થયા હોય છે? (ના.) ભગવાન ચૈતન્યસ્વભાવ તો નિર્મળ શુદ્ધ આનંદ છે, એ ચૈતન્યપૂર્વક કોઈ વિકાર થાય છે? (કદી નહીં) આહાહાહા ! એ કારણે શુભભાવ એ બધા પુદ્ગલકર્મપૂર્વક થતાં હોઈને થતાં હોવાથી – આમ સદા અચેતન હોવાથી, એ પુદ્ગલ જ છે. હવે આવી વાત લોકોને આકરી પડે! (શ્રોતા- તો કરવું શું હવે ?) આ કરવું -ત્રિકાળીદ્રવ્ય છે એની જ દૃષ્ટિ કરવી, આ કરવાનું છે. એમ કહે છે. ચૈતન્યદ્રવ્ય ભગવાન ઝળહળ જ્યોતિ! હમણાં આવશે, પ્રકાશની મૂર્તિ પ્રભુ અંદર છે ત્રિકાળ આહા ! જેમાં પર્યાયના ભેદ નથી, (એવો અભેદ) ત્યાં દષ્ટિ દેવી છે, તો એણે આત્મા જાણ્યો ને માન્યો છે, એમ કહે છે- કહેવામાં આવે છે. આવી વાતું છે. આહાહાહા ! ‘વિશુદ્ધિસ્થાન” અને “સંયમલબ્ધિસ્થાન” ઠીક ! રંગ, રાગ અને ભેદ, ભાઈએ ત્રણ નામ આપ્યા, ત્રણ જ આમાં છે- રંગ, રાગને ભેદ, ભગવાન આત્મા નિરાળો છે એનાથી પ્રભુ! આત્મા અંદર નિરાળો છે. આહાહાહા ! (રંગ, રાગને ભેદ) વ્યવહારનયે પર્યાયમાં એના છે, પર્યાયન પર્યાયમાં એના છે પણ દ્રવ્યદૃષ્ટિએ સ્વભાવની અપેક્ષાએ, એ સ્વભાવપૂર્વક નથી થયા, (આત્મ) સ્વભાવ કારણ ને શુભ, લબ્ધિસ્થાન આદિ થયા, એમ નથી. એમ (કહયું છે) સમજાણું કાંઈ....? ભગવાન આત્મા પૂર્ણાનંદપ્રભુ! એ આનંદપૂર્વક, એ સંયમલબ્ધિસ્થાન નથી, કારણ આ (આત્મદ્રવ્ય) એમ નથી, એમ કહે છે. એ તો સંયમલબ્ધિસ્થાન કે ઠેઠ (સુધી) લઈ ગયા. (એ બધા ભાવો) પુદ્ગલકર્મપૂર્વક થતાં હોવાથી અભેદમાં ભેદ છે નહીં, એ બતાવવું છે. ભેદ જે કાંઈ પર્યાયમાં દેખાય છે, એ વ્યવહારનયનો વિષય છે, પરમાર્થદૃષ્ટિથી એ (ભેદભાવો) પુગલના છે. એ પુદ્ગલ(કર્મ)પૂર્વક લબ્ધિસ્થાન પણ એમ, એટલે પૂર્વે જે ગુણસ્થાન કહ્યાં એમાં (આવી ગયા), આ બધા–સ્થાન-રાગ-આદિ બધાંય પુદ્ગલકર્મપૂર્વક થતાં હોઈને-સદાય અચેતન હોવાથી, પુગલ જ છે, જીવ નહીં, એમ સ્વતઃ (આપોઆ૫) સિદ્ધ થઈ ગયું. આનાથી આ સિદ્ધ થયું કે રાગ આદિ ભાવ જીવ નથી. રાગ- દયા, દાન, વ્રત, ભક્તિ આદિના ભાવ એ જીવસ્વરૂપ નહીં, પર્યાયમાં છે પણ જીવસ્વરૂપ જે ત્રિકાળી છે તેના એ નથી. કેમ કે ભગવાન ચૈતન્યસ્વભાવ આત્મા! એ ચૈતન્યસ્વભાવપૂર્વક ભેદ પડ્યો છે? (ના) ચૈતન્યસ્વભાવપૂર્વક ભેદ પડે તો ભેદ સદાય (આત્મામાં) રહે! આહાહાહા ! બધે ઠેકાણે લોકોને અત્યારે બસ, શુભભાવ કરતાં કરતાં- સંયમ, વ્રત, તપ, પડિમાં (પ્રતિજ્ઞા) લેતાં લેતાં – કરતાં કરતાં નિશ્ચય (આત્મદ્રવ્ય) શુદ્ધ થઈ જશે! આંહી તો કહે છે (એ ભાવો) કરતાં કરતાં પુદ્ગલ થઈ જશે. - કર્મબંધન થઈ જશે, તો પુદ્ગલ થઈ જશે ! સાદડી-બાદડીમાં નથી, જ્યાં કાંઈ. સાદડીમાં સાદડી છે મુંબઈની ! આ તો બધેય, આ તો વસ્તુ ખરી. ઓહોહો ! અહીંયા તો આ પરમાત્મસ્વરૂપ ચૈતન્ય, અનાદિ-અનંત, નિત્યાનંદ ચૈતન્ય સ્વભાવ Page #313 -------------------------------------------------------------------------- ________________ ૩00 સમયસાર સિદ્ધિ ભાગ-૩ અને તે સ્વસંવેધ-પોતાનાથી જાણવામાં આવે છે, એ રાગ આદિ-પુદ્ગલ (સ્વરૂપ) છે, એનાથી જાણવામાં આવતો નથી. બહુ સ્પષ્ટ,બહુ સ્પષ્ટ! ઓહો ! સૂરજના ચમત્કાર જેવી વાત કરી છે. સ્પષ્ટ !! ભગવાન તું તો ચૈતન્યસ્વભાવી વસ્તુ છે ને પ્રભુ! એ ચૈતન્ય સ્વભાવપૂર્વક શું થાય છે? ચૈતન્ય સ્વભાવપૂર્વક તો નિર્મળદશા થાય છે. ભેદ દશા નહીં. આહાહા ! કહેશે અંદર. ભાવાર્થ:- શુદ્ધ દ્રવ્યાર્થિક નયની દષ્ટિમાં- શું કહે છે? શુદ્ધ દ્રવ્ય એટલે વસ્તુ ત્રિકાળી, એના પ્રયોજનની નયથી, ભગવાન આત્મા શુદ્ધ ત્રિકાળ તેના દ્રવ્ય એટલે વસ્તુ, તેના અર્થ એટલે પ્રયોજનની દૃષ્ટિએ ચૈતન્ય અભેદ છે. વસ્તુ અભેદ છે– રાગેય નહીં ને, દયા, દાનેય આદિ નહીં- લબ્ધિસ્થાન આદિ નહીં,શુદ્ધદ્રવ્ય-આર્થિક (એટલે) શુદ્ધ દ્રવ્યના પ્રયોજનની દૃષ્ટિએ જુઓ તો એ ચૈતન્ય તો અભેદ છે, ચૈતન્ય અભેદ અને આ ભેદને ! આ કઈ જાતનો ઉપદેશ!આ જુઓ તો (ખરા) ઓલું તો આ એકેન્દ્રિયા, બેઈન્દ્રિયા, ત્રિઇન્દ્રિયા આવતું'તું નહીં. પાણી? ઈચ્છામિ પડિક્કમણું તસ્સ ઉતરિ કરણેણં, તાઉ કાઉ ઠાણેણ. આંહી તો પરમાત્મા ત્રિલોકનાથ જિનેન્દ્રદેવ (તીર્થંકર પ્રભુએ) કહ્યું, એ સંતો, જગતને જાહેર કરે છે. “આત્મખ્યાતિ' પ્રસિદ્ધ કરે છે. પ્રભુ! તું તો શું (કોણ) છે? શુદ્ધ દ્રવ્યની દૃષ્ટિએ તો અભેદ છે ને! અને ત્યાં દૃષ્ટિ દેવાલાયક છે ને ! આ કરવું આ ! આહા! શુદ્ધ દ્રવ્યાર્થિક નયની દૃષ્ટિમાં– દષ્ટિમાં! ચૈતન્ય અભેદ છે અને એના પરિણામ પણ સ્વાભાવિક શુદ્ધ જ્ઞાન- દર્શન છે. દેખો! ઓલો ભેદ છે ઈ એના પરિણામ (નહ) એકદમ અભેદથી જ્ઞાન-દર્શન થયા છે. શુદ્ધ સ્વભાવના પરિણામ જ્ઞાતાદ્રષ્ટાના પરિણામ-આનંદના પરિણામ એ એના થાય. આહાહા! સમજાણું કાંઈ..? આહા ! એ એના પરિણામ, કોના ? કે જે ચૈતન્ય અભેદ છેવસ્તુઅભેદ છે એના પરિણામ, જ્ઞાનદર્શન પરિણામ આદિ છે. એ દયાદાન વ્રત-ભક્તિના પરિણામ એ જીવના નહીં-ચૈતન્યસ્વભાવનું પરિણમન એ નહીં. આવી વાતું! હવે નવરાશ ન મળે, એક તો આખો દિ' ધંધા ને પાપમાં પડ્યા! એમાં ધર્મની વાત સાંભળવા જાય ત્યાં મળે પાપનું બધું આ વ્રત કરોને, અપવાસ કરોને, ભક્તિ કરોને, જાત્રા કરોને – એ તો બધો રાગ છે. અને રાગને (તો) પુદ્ગલના પરિણામ અહીં તો કહેવામાં આવ્યા છે. અને એમાં આ ધર્મ માને છે !! પુદ્ગલ જ છે ઈ. આહાહાહા ! ભગવાન આત્મા તો ચૈતન્યસ્વભાવ -જાગ્રતસ્વભાવ-જાગતી જ્યોત સ્વરૂપ પ્રભુ અભેદ! એ શુદ્ધદ્રવ્યની દૃષ્ટિએ તો અભેદ છે. અને એના પરિણામ પણ જાણન-દેખન-આનંદ આદિ પરિણામ છે. ઓલા સંયમલબ્ધિસ્થાન તો ભેદ હતા. આ તો અભેદને અવલંબે જે જ્ઞાન-દર્શન થાય, એ એનાં પરિણામ છે એમ એના પરિણામ પણ સ્વભાવિક શુધ્ધ જ્ઞાન-દર્શન છે. દેખો ! પર નિમિત્તથી થવાવાળા ચૈતન્યનો વિકાર આત્માની પર્યાયમાં રાગ-દ્વેષ, દયા-દાન-કામ-ક્રોધ | વિકલ્પ જે દેખાય છે રાગ, એ ચૈતન્યનો વિકાર છે. ચૈતન્યસ્વભાવનો ભાવ નથી. ચૈતન્યસ્વભાવ એનાં ભાવ (એ વિકાર) નથી. વિકાર છે એમ કહે છે. ભગવાન આત્મા ચૈતન્યસ્વભાવનું પૂર, નૂરનું તેજ, એના પરિણામ એના તો રાગ વિનાના પરિણામ જ્ઞાન-દર્શન પરિણામ હોય છે. સમજાણું કાંઈ? આહા! પર નિમિત્તથી ચૈતન્યનો વિકાર, શું કહે છે? ચૈતન્ય સ્વભાવથી જે પરિણામ થાય છે એ Page #314 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૬૮ ૩૦૧ તો જ્ઞાન-દર્શન ને આનંદ. હવે એની પર્યાયમાં જે પરનિમિત્તથી વિકાર થાય છે. કારણ વિકાર કરવાનો કોઈ ગુણ નથી (આત્મામાં) કોઈ સ્વભાવ નથી. ત્યારે એ વિકૃતપર્યાય આત્મામાં જે થાય છે એ પર નિમિત્તથી થાય છે. નિમિત્તનો અર્થ? થાય છે પોતાની પર્યાયમાં પણ નિમિત્તના લક્ષથી ભેદથી થાય છે. એ કારણે યદ્યપિ ચૈતન્ય જેવા દેખાય છે એ શુભને અશુભભાવ, દયા-દાન-વ્રત-ભક્તિ-પૂજાના ભાવ, હિંસા-જૂઠું-ચોરી, વિષય ભોગવાસના –કામનો ભાવ, એ પર્યાયમાં ચૈતન્યનો વિકાર છે. એ ચૈતન્યના સ્વભાવના પરિણામ નહીં– ચૈતન્યસ્વભાવ નહીં, અને ચૈતન્યસ્વભાવના એ પરિણામ નથી, તો એ વિકૃત જે અવસ્થા થાય છે એ કર્મના નિમિત્તથી વિકૃત અવસ્થા જે છે એ ચૈતન્ય જેવા દેખાય છે- જાણે ચૈતન્ય છે (એવા) ચૈતન્યની પર્યાયમાં (ચૈતન્ય જેવા) એમ દેખાય છે. તો પણ ચૈતન્યની સર્વ અવસ્થામાં વ્યાપક ન હોવાથી ભગવાન ચૈતન્યસ્વરૂપ પ્રભુ એની પ્રત્યેક અનાદિ-અનંત અવસ્થામાં નહીં રહેવાવાળા એ (વિકૃત) વિકાર તો અનાદિ-અનંત જે સ્વભાવ છે એની પર્યાયમાં અનાદિ-અનંત એ રહેવાવાળા નથી. આહાહા ! સમજાણું કાંઈ? આવો ઉપદેશ હવે ! આહા! કહે છે તથા ચૈતન્યની દરેક અવસ્થામાં વ્યાપક એટલે રહેવાવાળા નથી. તેથી ચૈતન્યશૂન્ય છે. એ પુણ્ય ને પાપ-શુભ ને અશુભભાવ, ગુણસ્થાન આદિ બધું ચૈતન્યથી શૂન્ય છે. ચૈતન્યનો એમાં અભાવ, અભાવ છે. એ કારણે કર્મપૂર્વક થતાં હોઈને એને પુલમાં નાખી દીધા છે. આહાહા ! આવો વીતરાગ ધર્મ! પહેલાં સમ્યગ્દર્શન ને એનો વિષય (–ધ્યેય) શું છે, એ સમજવાની જરૂર છે. બાકી તો (બીજી વાત) બધી ઠીક છે! સમ્યગ્દર્શન ! પ્રથમ ધર્મની શરૂઆત.. તો એનો વિષય (ધ્યેય) ચૈતન્યસ્વભાવી અભેદ વસ્તુ (અભેદાત્મા) એનો તે વિષય છે. એને શુદ્ધદ્રવ્યાર્થિક નયનો વિષય કહો કે સમ્યગ્દર્શનનો વિષય કહો કે પૂર્ણ સ્વરુપ ભગવાન (અભેદાત્મા) એનાં જે પરિણામ જે સમ્યગ્દર્શન આદિ છે એ એનાં પરિણામ હોવાથી એ જીવ છે. રાગ આદિને ભેદ આદિ એ સ્વભાવપૂર્વક ન હોવાથી, નિમિત્તપૂર્વક થતાં હોવાથી, પુદ્ગલકર્મના નિમિત્તપૂર્વક થવાથી –સદાય અચેતન હોવાથી પુગલ છે. આહાહા ! આવી વાત છે લ્યો! આંહી તો... દયા–દાન-વ્રત-ભક્તિને પૂજાના ભાવ કર્યા (માન્યું કે) ધર્મ થઈ ગયો! મૂંઢ છે- મિથ્યાષ્ટિ છે એ તો, જૈનધર્મની એને ખબર નથી. છે? ( શ્રોતા:- ખબરેય નહી ને ગંધય નહીં) બંધ છે, પાકું બંધ છે, ખબર નહીં, ખબર નથી. (આહા !) એને ખબર નથી એથી કાંઈ સત્ય થઈ જાય? જુઓ ને ! જયચંદ પંડિતે કેટલો ખુલાસો કર્યો છે, કે પરનિમિત્તથી થવાવાળો ચૈતન્યનો વિકાર, કેમ કે ચૈતન્યસ્વભાવથી થવાવાળો એ વિકાર નહીં- જે કાંઈ ગુણસ્થાન, પુણ્ય-પાપના ભાવ, એ ચૈતન્ય સ્વભાવપૂર્વક થવાવાળા નથી. એથી એ ચૈતન્ય સ્વભાવપૂર્વક (જે ભાવ) હોય એ તો નિર્મળ આનંદ ને જ્ઞાન-દર્શનના પરિણામ થાય છે. આ (વિકાર) ચૈતન્ય સ્વભાવપૂર્વક ન હોવાથી, પુદ્ગલ કર્મપૂર્વક થતાં હોવાથી, એને અચેતન કહેવામાં આવ્યા છે. હવે અચેતન રાગ જે (વિકાર) અને દયા–દાન-પડિમાના વ્રતના પરિણામ એનાથી આત્માનો ધર્મ હોય છે? ત્રણકાળમાં નહીં. આહાહા ! સમજાણું કાંઈ ? પુદ્ગલથી જીવને લાભ થાય છે? એવું થયું, (તો તો) જડથી ચૈતન્યની જાગૃતિમાં લાભ Page #315 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ સમયસાર સિદ્ધિ ભાગ-૩ થયો. એવા ભાવ થયા, એવું છે નહીં, ઘણો ફેર ! જડ છે ( એ ભાવ ) એ તો પુણ્યને પાપના ભાવ, દયા-દાનને–વ્રત ભક્તિના ભાવ ચૈતન્યસ્વભાવથી શૂન્ય હોવાથી અને પુદ્ગલ કર્મપૂર્વક -એ કારણથી વિકૃત અવસ્થા એની છે, પણ એના કા૨ણે થવાથી જ ચૈતન્યસ્વભાવથી રાગ શૂન્ય છે. શૂન્યને કા૨ણે એ જડ છે. ચૈતન્યસ્વભાવથી, દયા-દાન–વ્રત– –ભક્તિના ભાવ, એ રાગ, ચૈતન્યસ્વભાવથી શૂન્ય હોવાથી જડ છે. અરે, અરે, આવી વાત ! શાંતિભાઈ ? આ શ્વાસ નીકળી જાય, એવું છે બધું ! આ ઝવેરાતના ધંધાને, બાયડી- છોકરાને સાચવવાના ભાવ, એકલા પાપ, એ ચૈતન્યસ્વભાવથી ઉત્પન્ન નથી થયા. એ પુદ્ગલ કર્મપૂર્વક થવાથી, અચેતન હોવાથી જડપુદ્ગલ ને જડ છે. આહાહાહા ! અને આગમમાં પણ એને અચેતન કહ્યા છે. જોયું ? શુદ્ઘ દ્રવ્યાર્થિક નયની દૃષ્ટિમાં એને વિકૃત ( કહ્યા છે ), આવે છે. તો ચૈતન્યની પર્યાયમાં વિકાર એમ કહે છે. ( પર્યાયમાં ) હોવા છતાં આગમમાં એ વિકારને અચેતન કહ્યા છે. બે વાત (થઈ ), ભેદજ્ઞાનીઓ પણ એનો ચૈતન્યથી ભિન્ન અનુભવ કરે છે. ત્રીજી વાત. પહેલાં તો ન્યાયથી વાત સિદ્ધ કરી, ( કહ્યું ) કે ભગવાન આત્મા જે છે એ તો ચૈતન્યનિર્મળાનંદ-અભેદ, એમાં જે પર્યાયમાં વિકાર થાય છે, એ ચૈતન્ય સ્વભાવપૂર્વક ( થતા ) નથી. ચૈતન્ય ( આત્મામાં ) શું વિકાર છે કે એનાંપૂર્વક થાય માટે એ પુણ્યને પાપ, દયા-દાન-રાગ- આદિના ભાવ, એ બધા કર્મપૂર્વક થવાથી, ચૈતન્યનો અભાવ (એમાં ) હોવાથી, પુદ્ગલને જડ કહેવામાં આવ્યા છે. આહાહાહા ! અને આગમમાં પણ એમ કહ્યું છે– યુક્તિથી પહેલું સિદ્ધ કર્યું. હવે આગમમાં પણ એમ કહ્યું છે. બે વાત (થઈ ) અને ભેદજ્ઞાનીઓ પણ ભેદનો આશ્રય ન લઈને અભેદનો આશ્રય લઈને અનુભવે છે તેમાં ભેદ અને રાગ આવતા નથી. છે? આગમ, યુક્તિ અને ભેદજ્ઞાન – ત્રણેયથી સિદ્ધ છે ( એમ ) કહે છે. આવી વાતું હવે, લોકોને એકાંત લાગે ! (પરંતુ ) આ કોણ કહે છે, આ તો ભગવાન કહે છે, આગમ કહે છે ભગવાન કહે છે અને ભેદજ્ઞાન કરવાલાયકને પણ એ દેખાય છે. કેમ કે ( ભેદ ) એમાં ( અનુભવમાં ) આવતો નથી. રાગથી ભેદથી ભિન્ન, અભેદનો અનુભવ કરવાથી, એમાં ( અનુભવમાં ) ભેદ ને રાગ આવતા નથી, માટે એ જડને અચેતન છે. અરે ! આહાહા ! અમારે ગુરુ હતા સંપ્રદાયના (સ્થાનકવાસીના) ઈ તો બસ આટલું જ કહે, સભા, હજારો માણસો– અહિંસા-૫૨જીવની દયા પાળવી, ૫૨ને ન મા૨વા, એ જ જિનસિદ્ધાંતનો સા૨ છે, અને જેણે એવું જાણ્યું એણે બધું જાણ્યું ! એમ કહેતા હતા, બહુ પ્રસિદ્ધ હતા ક્રિયાકાંડમાં ને કાઠિયાવાડમાં તો હીરો કહેવાતા, પણ વસ્તુ નહીં. અરેરે ! સાંભળ્યું નહોતું–આ વસ્તુ નહોતી. ભગવાન એકવા૨ સાંભળ તો ખરો પ્રભુ ! તારો સ્વભાવ શું છે પ્રભુ ! એકવાર (સાંભળ પ્રભુ ) ત્રિકાળી–કાયમી સ્વભાવ શું છે? એ તો ચૈતન્યસ્વભાવી કાયમ છે, તો ચૈતન્યસ્વભાવી કાયમ છે એ સ્વભાવપૂર્વક વિકાર થાય છે ? ( ના. ) સ્વભાવપૂર્વક તો સ્વભાવની પર્યાય થાય છે નિર્મળ. ન્યાયથી કાંઈ સમજવું પડશેને ! જિંદગી ચાલી જાય છે. એક પછી એક જુઓને માણસ ચાલ્યા જાય છે. આ મરી ગયા ને આ મરી ગયાને ! અને મર્યા એ કોણ ? આ ભવમાંથી બીજા ભવમાં ગયા. આવો મનુષ્યભવ Page #316 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૬૮ ૩૦૩ એમાં તીર્થંકર-ત્રણલોકના નાથ, જિનેશ્વરદેવ એ આત્માને કેવો કહે છે એ સમજણમાં ન આવે ! આહા! એ જિંદગી નિષ્ફળ, પશુને મનુષ્યપણું મળ્યું નથીને આને મળ્યું પણ કર્યું નહીં, (મનુષ્યપણું ) નિષ્ફળ છે. આહા! ત્રણ વાત લીધી, ચૈતન્યસ્વભાવ અસલી-કાયમી જ્ઞાન-આનંદ-શાંતવિતરાગસ્વભાવ, એ સ્વભાવપૂર્વક વિકાર થતો નથી, કેમ કે સ્વભાવ તો શુધ્ધ નિર્મળ છે. તો એ સ્વભાવપૂર્વક વિકાર થતો નથી, તો વિકાર તો છે ખરો પર્યાયમાં, પર્યાયમાં વિકાર છે તો ખરો, તો એ શું છે? વ્રત-દયા–દાન–કામક્રોધના ભાવ તો છે. (અહીંયા તો કહે છે) એ પુગલ કર્મપૂર્વક (થયેલા છે), પુદ્ગલથી નહીં-પુદગલ કર્મ પૂર્વક થવાથી આ શુભ-અશુભ ભાવ અને ભેદભાવ, એ બધા પુગલ-કર્મપૂર્વક થવાથી, એમાં ચૈતન્યનો તો અભાવ છે, એ કારણે એને પુદ્ગલ કહ્યા, અને ચૈતન્યની પર્યાયમાંથી નીકળી જાય છે- જો એનો (ચૈતન્યનો) ભાવ એ હોય તો કાયમ રહે, ચીજમાં તો એ છે નહીં. એનો (આત્માનો ભાવ) હોય તો, તો સદાય રહે. પર્યાયમાં ત્રિકાળ દ્રવ્યસ્વભાવની દૃષ્ટિથી, પર્યાયમાં જે વિકૃત ( વિકાર) અવસ્થા (છે), એ સ્વભાવપૂર્વક નહી થવાથી-કર્મપૂર્વક થવાથી, સદા અચેતન કહેવામાં આવ્યા, એ કારણે એ જડ છે. – લોજિકથી ન્યાયથી, આગમથી ને અનુભવથીત્રણેયથી વાત કરે છે. આહાહા! ભેદજ્ઞાની જીવ ધર્મી, એ આત્માનો અનુભવ કરે છે તો એમાં રાગ અને ભેદ નથી આવતા, એ કારણે રાગ અને ભેદ, આત્માના નથી. આત્માના હોય તો આત્માના અનુભવમાં એ પણ આવવા જોઈએ. આવી વાત છે. અજાણ્યા માણસને તો એવું લાગે, આ તે શું? આવો ધર્મ? આ બધું વ્રતને તપને-અપવાસ કરવાને ભક્તિ કરવી જાત્રા કરવી- ભગવાનના દર્શન કરવા–ભગવાનની મૂર્તિ સ્થાપવી-રથયાત્રા કાઢવી, (એ ધર્મ નહીં!) અરે, સાંભળીને ભાઈ ? એ ક્રિયા તો પરની છે અને તારો ભાવ જો હોય તો એ રાગ છે, અને એ રાગ, ઈ સ્વભાવપૂર્વકનો, સ્વભાવનું એ કાર્ય નથી. આહાહા! એ તોપુદ્ગલ (કર્મ) પૂર્વકના થતાં હોવાથી પુગલનું કાર્ય છે. ગજબ વાત કરી છે! અરે, આવું નહી મળે સાંભળવા ક્યાં જાવું એને!? અરે, (આ) ભવને બદલીને જાણે ક્યાંક ! આહાહાહા ! જેણે આત્મા-અભેદ, પુદ્ગલ કર્મપૂર્વકના વિકારથી રહિત, (નિર્વિકાર) એવા સ્વભાવની દૃષ્ટિ ને જ્ઞાન કર્યું નથી, એ મરીને રખડી જશે, નિગોદ ને નર્ક આદિમાં જશે. એક એક ગાથા ! કેટલા લોજિક-ન્યાય, આગમ અને અનુભવી (ના અનુભવપૂર્વક!) –અનુભવીને સોપ્યું 'તું. હે? એ આવ્યું છે ને ! ઓલામાં ૪૯ માં નહીં ! ભેદજ્ઞાનીને સર્વ સોપ્યું છે. છે ને ! એટલે શું? કે જે આત્મા અખંડાનંદ સ્વરૂપ પ્રભુ! એનો જે અનુભવ કરે છે ( એવા તે) ભેદજ્ઞાનીઓને એ રાગને ભેદ (અનુભવમાં) આવતા નથી. તો તેને સર્વસ્વ સોપી દીધું કે તારી ચીજમાં (આત્માનુભવમાં) એ નથી. અનુભવમાં આવે છે તો ત્યાં આનંદને જ્ઞાનને શાંતિ આવે છે. ત્યાં રાગને એ (ભેદ) અનુભવમાં નથી આવતા, માટે તે ભેદ છે ( રાગ છે), ભેદજ્ઞાનીઓને બધું સોપી દીધું! આહાહા! આ તો હા-હો, હા-હો આમ થાય ને મોટી જાત્રાયું ને માણસ (ભેગાં થાય) લાખ! Page #317 -------------------------------------------------------------------------- ________________ ૩/૪ સમયસાર સિદ્ધિ ભાગ-૩ લાખ ! આંહી શેત્રુંજયમાં કેટલાય ભેગાં થયા હશે ને! ત્યાં ક્યાં ધર્મ હતો ! એ તો બધો શુભરાગ છે. એ રાગ છે એ આત્માના સ્વભાવનો નથી, એ તો પુદ્ગલના કારણનું કાર્ય છે. આકરું પડે! પ્રભુ! પ્રશ્ન:- જો તેઓ ચેતન નથી- પુણ્ય-પાપ, દયા-દાન-વ્રત-કામ-ક્રોધના ભાવ એ ચૈતન્ય આપ નથી કહેતા હે પ્રભુ! તો તેઓ કોણ છે? તેઓ પુદ્ગલ છે? કે અન્ય કાંઈ છે? ઉત્તર:- પુદ્ગલ કર્મપૂર્વક થતા હોવાથી તેઓ નિશ્ચયથી પુગલ જ છે કેમ કે કારણ જેવું જ કાર્ય થાય છે વ્યવહારથી પર્યાયમાં છે તો તેના) કહેવામાં આવે છે પણ પર્યાયમાં રહે છે એ કાયમ રહેતા નથી. દ્રવ્યમાં, દ્રવ્ય-ગુણમાં તો નથી, પણ પર્યાયમાં પણ કાયમ રહેતા નથી. પુદ્ગલ (કર્મ)પૂર્વક થાય છે એટલા માટે નિશ્ચયથી પુદ્ગલ જ છે. કેમકે કારણ જેવું જ કાર્ય થાય છે. આ પુગલ કારણ છે ને રાગાદિ કાર્ય છે તો એના કારણનું આ કાર્ય પાછા એવું કોઈ લગાવી ચૈ કે જુઓને ! કર્મને લઈને રાગ થાય છે, એમ આંહી (કહેવાનું) નથી. અહીંયા તો જીવદ્રવ્યમાં પર્યાયમાં વિકાર થાય છે તો એના પોતાના કારણે પણ ત્રિકાળી સ્વભાવની દૃષ્ટિમાં એ નથી, એ કારણે પુગલ (કર્મ) પૂર્વક થવાથી વિકાર, પુલમાં નાખી દીધો (છે.) પણ (તેથી કરીને) કોઈ એમ જ માની લ્ય કે કર્મ છે ને એને કારણે રાગ થાય છે કર્મના કારણે રાગ થાય છે, એવું છે નહીં, અમારે તો અંદર પુણ્ય-પાપના ભાવ જે થાય છે એ કર્મના કારણે થાય છે) એમ નહીં. (થાય ) છે તો તારા અપરાધથી થાય છે, પણ અપરાધ કોઈ સ્વભાવનું કાર્ય નથી. સમજાણું કાંઈ.? ભગવાન નિરપરાધી, ભગવાન સ્વરૂપ પ્રભુ અનાકુળ આનંદ ને અનાકુળ જ્ઞાનની મૂર્તિ પ્રભુ, એનો એ અપરાધ એનું કાર્ય નહીં, નિરપરાધી ભગવાન, અપરાધ એનું કાર્ય નથી. એ કારણે, દૃષ્ટિના વિષયમાં અભેદમાં એ છે નહીં. કેમ કે દૃષ્ટિનો વિષય તો અભેદ ચૈતન્યસ્વભાવ છે. સમ્યગ્દર્શનનો વિષય-ધ્યેય તો ત્રિકાળ અભેદ છે. તો અભેદની દૃષ્ટિમાં એ સ્વભાવ છે, એનો ભેદ થાય છે પર્યાયમાં પણ એ અભેદને કારણ–સ્વભાવ અભેદને કારણ, રાગને ભેદ થાય છે એવું નથી. એની પર્યાયમાં થતાં હોવા છતાં પણ... છે? ગજબ છે ને! એ પુદ્ગલ જ છે-નિશ્ચયથી પુદ્ગલ જ છે. જોયું? કેમ કે કારણ જેવું જ કાર્ય છે. જવમાંથી જ થાય છે. જવ કારણ ને બાજરો કાર્ય એમ થાય છે? જવ (વાવ્યા) તે કારણને બાજરો ઉગી ગયો બહાર, બાજરો કહે છે ને? શું કહે છે? (બાજરા.) જવપૂર્વક જવ-જવ કારણ કે એનું કાર્ય પણ જવ, એવી રીતે પુદ્ગલ કર્મપૂર્વક થાય છે વિકાર, તો પુદ્ગલકર્મના કારણપૂર્વક ( વિકાર) થતો હોઈને (એભાવ) પુગલ જ છે. પણ આ કારણે હો? આમ એવું કોઈ માની ત્યે કે વિકાર તો પોતાથી નથી થતો, પરથી થાય છે, એ વાત અહીંયા નથી. વિકારની ઉત્પત્તિ તો પોતાની પર્યાયમાં, એ ક્ષણ જન્મક્ષણ છે વિકારની ઉત્પત્તિનો કાળ છે તો પોતાનામાં અપરાધથી ઉત્પન્ન થાય છે. પણ અહીંયા તો સ્વભાવની દૃષ્ટિથી નહીં અથવા સ્વભાવનું કાર્ય નથી, ( વિકાર કરે) એવો સ્વભાવ નથી સ્વભાવનું કાર્ય (એ) નથી. એ કારણે પુદ્ગલ કારણ છે, અને વિકાર કાર્ય છે એમ કહીને ભેદ (જ્ઞાન) કરાવ્યું (છે). સમજાણું કાંઈ...? અરે. રે, આ ક્યાં (આવી વાત !) લ્યો, શું કહેવાય તમારે મોટું, મોટું પર્વત ! Page #318 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૬૮ ૩૦૫ (શ્રોતાઃ– હિમાલય, ) હિમાલય નહીં, આ જાત્રાનું શિખરજી.. ‘એકવાર વંઠે જો કોઈ'. સમ્મેદશિખર ! પણ એ શું છે ? એને વાંદવાનો ભાવ, એ તો શુભભાવ ( છે ) એ કોઈ ધર્મ નહીં, કેમ કે ૫૨લક્ષી ભાવ છે. આહાહાહા ! એ શુભભાવ, કોઈ ભગવાન આત્મા ત્રિકાળી સ્વભાવ, ચૈતન્યસ્વરૂપ ભગવાન એ ધ્રુવસ્વભાવપૂર્વક, એ વિકાર (શુભાગ ) અત્યારે આવ્યો છે ? ( ના ) બસ, ત્યારે એ રાગ, ધ્રુવસ્વભાવપૂર્વક નથી થયો, તો પર્યાયમાં વિકા૨ કર્મપૂર્વક થયા છે. એ અપેક્ષાએ એનો કહેવાય છે, છે તો એનો અપરાધ, એના સ્વતંત્ર ઉપાદાનથી થાય છે પણ નાખવો (ખતવવો ) ક્યા અર્થમાં એ વાત છે. કર્મ કરાવે છે માટે વિકાર છે–થાય છે એ તો પ્રશ્ન જ છે નહીં, પણ અહીં વિકાર છે એ ત્રિકાળી જ્ઞાનાનંદ-સહજાનંદ પ્રભુ એનું કાર્ય એ નથી, એનું કાર્ય તો આનંદને શાંતિને જ્ઞાન-દર્શનનું કાર્ય આવવું જોઈએ, એ કારણે ત્રિકાળ જ્ઞાનાનંદ સ્વભાવનું એ (વિકાર ) કાર્ય નથી, તો પર્યાયમાં તા૨ા અપરાધથી થાય છે છતાં ઈ ( પુદ્ગલ ) કર્મપૂર્વક થયા તો કર્મમાં નાખી દીધા. સમજાણું કાંઈ ? આહાહાહા ! અરેરે ! ક્યાં માણસને પહોચવું ! અહીં તો હજી જીવ કોને ( કહેવો ને ) કેવો છે, એ વાત છે. અંતઃતત્ત્વ ભગવાન આત્મા, જે ૫૨માત્મસ્વરૂપ છે, એ અંતઃતત્ત્વ જે ૫૨માત્મસ્વરૂપ ભગવાન અત્યારે છે, ( વર્તમાન ) હોં ! ( એવો ) આત્મા ૫૨માત્મસ્વરૂપનું કાર્ય, રાગ છે ? છે તો એની પર્યાયમાં, પોતાના અપરાધથી, પણ એ કાર્ય કાંઈ પરમાત્મ સ્વભાવનું કાર્ય નહીં, એ કા૨ણે ૫ર્યાયમાં અદ્ધરથી ઉત્પન્ન થયો (વિકાર ) અહ્વરથી ગુણદ્રવ્યના આશ્રય વિના અદ્ધરથી ઉત્પન્ન થયો તો પુદ્ગલનું કાર્ય (છે એમ ) ગણવામાં આવ્યું ! ઉ૫૨-ઉપર ( રાગ-પર્યાય ઉપર ઉ૫૨ છે ) જો કે નિર્મળ ભગવાન આત્મા-શુદ્ધચૈતન્યધન, એના પરિણામ નિર્મળ, એ-૫ણ ઉ૫૨ ઉ૫૨ ૨હે છે. કાંઈ અંદ૨ ( અંતઃતત્ત્વમાં ) પ્રવેશ નથી કરતા, સમજાણું કાંઈ ? પણ આ પરિણામ જે છે એ ઉ૫૨ ઉ૫૨ કર્મના કા૨ણે નિમિત્તસંબંધે નિમિત્તનિમિત્ત સંબંધથી ઉત્પન્ન થયેલા છે. સ્વભાવથી ઉત્પન્ન થયેલા નથી. આવી વાત સાંભળવા મળે નહીં, ક્યાં જાય ? દેહ હાલ્યા જાય છે એક પછી એક, આ સંસ્કાર અંદર ન પડયા તો, જાશે ક્યાં ભાઈ ? આહાહાહા ! આહા ! બહુ સ૨સ ! જીવ–અજીવ અધિકાર પૂરો થાય છે ને અહીં, જીવ–અજીવ અધિકા૨ પૂરો થાય છે અહીં. ૬૮ ( ગાથા ) છેલ્લી ગાથા છે ને ! છેલ્લી સમજ્યાને ? આખિર, આ રીતે એમ સિદ્ધ કર્યું કે પુદ્ગલકર્મના ઉદયના નિમિત્તથી થતા –ત્યાં ઓલા આ પ્રશ્ન ઉઠાવે કે જુઓ ! નિમિત્તથી થયું કે નહીં ? કઈ અપેક્ષાએ વાત છે ? એ નિમિત્ત પુદ્ગલ છે, એના આશ્રયથી, એનાથી (વિકા૨ ) ઉત્પન્ન થયો, થયો છે તો પોતાની પર્યાયમાં, પોતાના કારણે પણ નિમિત્તના આશ્રયથી થયો તો સ્વભાવનું કાર્ય નથી, નિમિત્તનું કાર્ય છે ( તેથી ) એમ કહેવામાં આવ્યું. વાંધા આંહી વાંધા આંહી વાંધા ! ઝઘડા, ઝઘડા ઉઠાવે છે. પુદ્ગલકર્મના ઉદયના નિમિત્તથી થવાવાળો ચૈતન્યનો વિકાર, લ્યો ! એ અહીં સ્વભાવનો આશ્રય નથી– છે નહીં, તો આ પુદ્ગલનો આશ્રય કહેવામાં આવ્યો ! આવી વાતું હવે. આ પ્રકારે સિદ્ધ કર્યું છે કે પુદ્ગલ કર્મના ઉદયના નિમિત્તથી, અહીં તો એ વિકાર છે તો ચૈતન્યની પર્યાયમાં Page #319 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ સમયસાર સિદ્ધિ ભાગ-૩ પણ એ કાર્ય સ્વભાવનું નથી. એ અપેક્ષાએ, નિમિતના લક્ષથી-આશ્રયથી (વિકાર) છે તો એ નિમિત્તનો છે, ચૈતન્યનો વિકાર પણ જીવ નથી એમ. જડ તો જડ છે જ, કર્મ જડ છે-શરીર જડ છે, એ તો ઠીક ! પણ આ તો પુદગલકર્મ(ના નિમિત્તે ) વિકાર થયો, એ ( વિકાર) પુદગલ છે, આ કારણે, વિકૃત અવસ્થા નિમિત્તને આધિન થવાથી પર્યાયમાં ત્રિકાળનો –સ્વભાવનો આશ્રય નથી ને એ કારણે પરના આશ્રયથી થયો, તો પરથી થઈ (અવસ્થા વિકારની) તો પરનો કહેવામાં આવ્યો. આહાહા ! ભારે વાંધા ! કહે છે કે પુદ્ગલકર્મ તો જડ છે, પણ એના નિમિત્તથી થવાવાળો ચૈતન્યનો વિકાર પણ જીવ નહીં, એમ. કર્મ જે પુલ છે, તો પુદ્ગલ છે જ, પણ એના નિમિત્તથી અહીં પર્યાયમાં, દ્રવ્યગુણમાં તો છે નહીં, પર્યાયમાં વિકૃત અદ્ધરથી ઉત્પન્ન થયા, તો એ પુદ્ગલ જ છે. આ અપેક્ષાથી સમજવું જોઈએ. એમાં આવી અપેક્ષા લગાવી હૈ કે દેખો! ઉપાદાનથી ઉપાદાન થાય છે, નિમિત્તથી નહીં ને અહીં કહ્યું નિમિત્તથી થાય છે. કઈ અપેક્ષા પ્રભુ! ઉપાદાનથી જ થાય છેજીવમાં વિકાર અવસ્થા ઉપાદાનથી (થાય છે.) પર્યાયના ઉપાદાનથી હો !દ્રવ્ય ગુણનું ઉપાદાન નહીં. પર્યાયના ઉપાદાનમાં પોતાનાથી વિકૃતભાવ થાય છે ), કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, (અપાદાન, અધિકરણ) એ ટકારકથી પર્યાયમાં વિકાર થાય છે. પણ એ વિકાર સ્વભાવનું કાર્ય નથી અને કાયમ રહેવાવાળી ચીજ નહીં માટે પુદ્ગલ કર્મપૂર્વક હોવાથી, એનું કાર્ય માટે પુદ્ગલ કહેવામાં આવ્યો. હવે આટલી બધી વાતું. આહાહાહા ! માણસ મધ્યસ્થથી સાંભળે નહીં, વિચારે નહી, વાંચે નહીં, અને પોતાની દષ્ટિ રાખીને વાંચે છે. શાસ્ત્રને શું કહેવું છે એવી દૃષ્ટિ પોતાનામાં ન કરે, પોતાની દૃષ્ટિએ શાસ્ત્રનો વિચાર કરે-શાસ્ત્રનો ઉકેલ પોતાની દૃષ્ટિથી (પોતાના અભિપ્રાયથી) કરે, પણ શાસ્ત્રની શું દષ્ટિ છે એ દૃષ્ટિથી પોતાની દૃષ્ટિ નથી કરતા, પંડિતજી? આહાહાહા ! એ પ્રશ્ન ઉઠયો'તો ને તે દિ' તેરની સાલ, બાવીસ વર્ષ થયા, વર્ણાજી હારે વિકાર છે એ પોતાની પર્યાયમાં એ પોતાના ષકારકથી ઉત્પન્ન થાય છે. પર કારકથી નિરપેક્ષ છે. જુઓ! બાંસઠ ગાથા (પંચાસ્તિકાયની) બધા બેઠેલાને હિંમતભાઈ અને રામજીભાઈને બધા, ફુલચંદજીકૈલાસચંદજી બધા હતા. તમે હતા? નહીં. આ દેખો આ બાંસઠ ગાથામાં તો એમ કહે છે કે આત્મામાં દ્રવ્ય-ગુણમાં તો વિકાર નથી, પણ પર્યાયમાં જે વિકાર છે, એ વિકારી પર્યાય ષટ્કારકથી, પોતાનાથી ઉત્પન્ન થઈ છે, દ્રવ્ય-ગુણથી નહીં, પરકારક-નિમિત્તકારકથી નહીં. આહાહાહા ! અરે ! વિકૃત પર્યાય, દ્રવ્ય-ગુણના કારણે નહીં, કેમ કે દ્રવ્ય-ગુણમાં ક્યાં વિકાર છે? અને પરથી શું? પરને તો અડતો નથી. પરથી–પરલક્ષ, કર્મ જે નિમિત્ત છે એનો તો અહીં વિકારમાં અભાવ છે અને વિકાર છે એનો કર્મની પર્યાયમાં અભાવ છે. જ્યારે એની પર્યાય શેય, એ શેય અધિકાર છે કે આ તો અહીં, પંચાસ્તિકાય, પંચાસ્તિકાયમાં જીવાસ્તિકાય સિદ્ધ કરવું છે. તો એ જીવાસ્તિકાયમાં જે પુણ્ય-પાપ (આદિ) વિકાર છે, એ જીવાસ્તિકાયનો છે. પર્યાયનો વિકાર પર્યાયમાં પોતાનાથી છે. શું થાય? શુભઆચરણથી જીવને ધર્મ થાય, આ વાત એણે એવી ડખલ કરી નાખી'તી ! મોટા માંધાતાને પણ ત્યાંથી ખસવું કઠણ પડે છે. આહાહા! Page #320 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૬૮ ૩૦૭ (તેઓ બોલે) ત્યારે ત્યાં શુભભાવ ધર્મ તમે ન કહો તો શું ખાવું-પીવું છે તમારે? એમ કહે છે. અરે! ભગવાન ઈ ક્યાં વાત છે, અહીંયા. એમ કે અપવાસ કરવો ને વ્રત કરવા એ તો તમે અહીં કહ્યું કે ધર્મ નથી, ત્યારે તમારે હવે ખાન-પાન એ ધર્મ છે? અરે પ્રભુ શું કરે તું આ? ખાન-પાન ને ધર્મ કોણ કહે છે-કહી શકે છે? એમાં આવે છે રાગ, રાગ એ અશુભ છે (અને ) આ જે વ્રત, તપના ભાવ છે એ શુભરાગ છે. બંન્ને પર્યાયમાં પોતાથી થવા છતાં પણ, ચૈતન્ય વિકાર કર્યો છે? ચૈતન્યની પર્યાયમાં વિકાર છે. એવું હોવા છતાં પણ, પોતાથી થયો ( વિકાર) છતાં પણ સ્વભાવની દૃષ્ટિથી દેખો તો પર્યાયમાં વિકાર છે પોતાથી, પણ સ્વભાવની દૃષ્ટિથી જુઓ તો ત્રિકાળ ભગવાન જ્ઞાયક સ્વરૂપ પ્રભુ (શુદ્ધાત્મા) એ અભેદની દૃષ્ટિથી દેખો, તો વિકાર અવસ્થા પોતાનામાં પોતાની છે નહીં. સ્વભાવ ભગવાન અનંત અનંત અનંત અનંત ગુણનો પિંડપ્રભુ! જે એકલો પવિત્ર ને શુદ્ધ –કોઈ શક્તિ ને કોઈ ગુણ વિકૃત નથી. આહાહા ! એ કારણે અનંતા અનંતા ગુણનો પિંડ પ્રભુ, એ સ્વભાવનું કાર્ય, રાગ નહીં. એ પર્યાયમાં (જે) રાગ થાય છે, એ દ્રવ્ય-ગુણથી નહીં અને એ પર્યાયમાં થાય છે તો પોતાના અપરાધથી થાય છે. એમાં દ્રવ્ય-ગુણ કારણ નહીં. નિમિત્ત કારણ નહીં. પરકારકની અપેક્ષા નહીં, હવે અહીંયા તો સ્વભાવની દૃષ્ટિ સિદ્ધ કરવી છે. ભગવાન તું ત્રિકાળી, તારો સ્વભાવ શું છે? કાયમ રહેવાવાળો –કાયમ રહેવાવાળો-કાયમ રહેનાર, એ તો જ્ઞાન-દર્શનઆનંદ-શાંતિ-સ્વચ્છતા પ્રભુતા એવા કાયમ રહેવાવાળા (ગુણોનો ભંડાર) દ્રવ્યનો સ્વભાવ તો આ છે. તો એ સ્વભાવનું કાર્ય વિકાર છે? વિકાર એ સ્વભાવનું કાર્ય છે? પહેલાં તો કહ્યું હતું કે વિકાર તો વિકારથી છે, ગુણ-દ્રવ્યથી નહીં. સમજાણું કાંઈ. ? લ્યો, દ્રવ્યસ્વભાવથી એ (વિકારનું) કાર્ય નહીં, પર્યાયનું કાર્ય અદ્ધરથી કાર્ય છે. પણ હવે અહીંયા ચૈતન્ય સ્વભાવની અભેદ દૃષ્ટિ કરાવવી છે ને ! તો એની પર્યાયમાં થવા છતાં પણ, પોતાના ત્રિકાળસ્વભાવનું એ કાર્ય નહીં એ કારણે, કાઢી નાખવા માટે પુગલ (કર્મ) પૂર્વક થવાથી ( વિકારને) પુદ્ગલ કહ્યો છે. આવી વાત છે પ્રભુ! આહાહા ! વખત થઈ ગયો. (શ્રોતા- પ્રમાણ વચન ગુરુદેવ) વળી પરમાર્થથી વિચારીએ તો....... જે જ્ઞાન શેયાકાર દ્વારા જાણવામાં આવતું હતું, તે જ જ્ઞાન સામાન્યના આવિર્ભાવથી અનુભવમાં આવે છે. જ્ઞાન તો એનું એ છે શેયાકારમાં જે જ્ઞાન રોકાતું હતું, તે જ્ઞાન આ બાજુ જોતાં, તે જ જ્ઞાન પરથી જુદું પડી જાય છે. જે શેયાકારથી જ્ઞાન જાણવામાં આવતું, તે જ જ્ઞાન જ્ઞાનાકારથી જાણવામાં આવે તો, જ્ઞાન તો તે જ છે. આહાહા..! ઝીણી ભાષા બહુ! એકલો ન્યાયનો વિષય છે ને ! એકલો સિદ્ધાંત ! સંતો ! મુનિઓ અંતરની વાતું કરતાં, એને દષ્ટાંત દઈને પણ સરળ કરી નાખ્યું છે, છતાં સમજવું, અભ્યાસ ન હોય એને સમજવું કઠણ પડી જાય છે. આહા....! (સમયસાર દોહન – પૂ. ગુરુદેવશ્રીના નાઈરોબીના પ્રવચન પાના નં. ૧૮૩) Page #321 -------------------------------------------------------------------------- ________________ ३०८ तर्हि को जीव इति चेत् શ્લોક - ૪૧ સમયસાર સિદ્ધિ ભાગ-૩ (અનુષ્ટુમ્ ) अनाद्यनन्तमचलं स्वसंवेद्यमिदं स्फुटम्। जीवः स्वयं तु चैतन्यमुच्चैश्चकचकायते।।४१।। હવે પૂછે છે કે વર્ણાદિક અને રાગાદિક જીવ નથી તો જીવ કોણ છે ? તેના ઉત્ત૨રૂપ શ્લોક કહે છે: શ્લોકાર્થ:- [ અનાવિ] જે અનાદિ છે અર્થાત્ કોઈ કાળે ઉત્પન્ન થયું નથી, [અનન્તમ્ ] જે અનંત છે અર્થાત્ કોઈ કાળે જેનો વિનાશ નથી, [ અવલં] જે અચળ છે અર્થાત્ જે કદી ચૈતન્યપણાથી અન્યરૂપ-ચળાચળ-થતું નથી, [ સ્વસંવેદ્યમ્] જે સ્વસંવેધ છે અર્થાત્ જે પોતે પોતાથી જ જણાય છે [તુ] અને [ C[ ] જે પ્રગટ છે અર્થાત્ છૂપું નથી-એવું જે [વં ચૈતન્યસ્] આ ચૈતન્ય [ઉર્ધ્વ:] અત્યંતપણે [ચવાયતે] ચકચકાટ પ્રકાશી રહ્યું છે, [ સ્વયં નીવ: ] તે પોતે જ જીવ છે. ભાવાર્થ:-વર્ણાદિ અને રાગાદિ ભાવો જીવ નથી પણ ઉ૫૨ કહ્યો તેવો ચૈતન્યભાવ તે જ જીવ છે. ૪૧. પ્રવચન નં. ૧૪૦ શ્લોક - ૪૧ કારતક વદ-૫ રવિવાર તા. ૧૯/૧૧/૭૮ સમયસાર ! કળશ-૪૧-૪૧મો કળશ છે. હવે પૂછે છે ને ઉ૫૨. આવું જે પૂછે છે એને ઉત્ત૨ છે એમ કહેવું છે એક વાત. શું પૂછે છે ? રંગ, ગંધ, રસ, સ્પર્શ, સંહનન, સંસ્થાન, શ૨ી૨, વર્ગ, વર્ગણા, કર્મ એ બધા રંગમાં જાય છે, અને અધ્યવસાય રાગ, દ્વેષ સંકલેષ ને વિશુદ્ધ પરિણામ એ બધા રાગમાં જાય છે, અને સંયમલબ્ધિસ્થાન, ગુણસ્થાન, માર્ગણાસ્થાન, જીવસ્થાન એ ( બધા ) ભેદમાં જાય છે. એ રંગ, રાગ ને ભેદથી ભિન્ન, ત્રણમાં આવી ગયા ૨૯ બોલ. જીવ પૂછે છે કે વર્ણાદિ એટલે જડ, રાગાદિ એટલે જીવના વિકારી પરિણામ આદિ, આદિ નામ ગુણસ્થાન જીવસ્થાન આદિ ભેદ એ જીવ નથી, તો જીવ કોણ છે ? એમ જેને પ્રશ્ન ઉઠયો અંદરથી, કે આ રંગ, રાગ અને ભેદ જીવ નથી, તો જીવ છે કોણ ? આવું જેને લક્ષમાં આવ્યું છે, એ પ્રશ્ન પૂછે છે, એનો ઉત્તર કહેવામાં આવે છે, આવા પ્રશ્નકારને આ ઉત્ત૨ કહેવામાં આવે છે. આહાહા! આમ, સમજવા માગે છે એને આ કહેવામાં આવે છે એમ કહે છે. अनाद्यनन्तमचलं स्वसंवेद्यमिदं स्फुटम्। जीवः स्वयं तु चैतन्यमुच्चैश्चकचकायते।।४१।। કોણ છે ત્યારે આ ભગવાન આત્મા ? કે ( એ ) ચૈતન્યસ્વભાવ સ્વરૂપ આત્મા છે. ચૈતન્ય ચેતન સ્વભાવ સ્વરૂપ આત્મા છે. એ રંગ, રાગ ને ભેદથી ભિન્ન ચૈતન્યસ્વભાવ સ્વરૂપ Page #322 -------------------------------------------------------------------------- ________________ શ્લોક – ૪૧ ૩૦૯ ભગવાન આત્મા છે. એ ચૈતન્યસ્વભાવ કેવો છે? કે અનાદિ છે. એ ચૈતન્યસ્વભાવ જે આત્મા, જીવઅજીવ અધિકાર છે ને? જીવ એ ચૈતન્યસ્વભાવ તે જીવ અને આ રંગ, રાગ ને ભેદ એ બધાં પુગલ-પુગલ. આહાહા ! ચેતન્યસ્વભાવ જે ભગવાન આત્મા એ અનાદિ છે. કોઈ કાળે ઉત્પન્ન થયું ચૈતન્ય સ્વરૂપ એવું નથી. અનંત છે કોઈ કાળે ચૈતન્યસ્વભાવ ભગવાન આત્મા એ ચૈતન્યસ્વભાવનો નાશ કોઈ કાળે થાય તેવું નથી. અચળ છે. એ વર્તમાનમાં એ અચળ છે, આદિ નથી ને અંત નથી ને વર્તમાનમાં એ કંપન આદિ ચળતું નથી, એ તો ધ્રુવ ધ્રુવ પડ્યું છે. આહાહા ! “અચળ' છે. વર્તમાન એ જ્ઞાયક ચૈતન્યસ્વભાવ ભગવાન આત્મા, એ ચૈતન્યસ્વભાવ જે આદિ અંત વિનાનો વર્તમાન ચળાચળતા વિનાનો છે, એટલે કે પરિણમન વિનાનો, કંપન વિનાનો, એવો એ ચૈતન્યસ્વભાવ ભગવાન આત્મા અનાદિ અનંત વર્તમાન અચળ ચળાચળ રહિત “ચૈતન્યપણાથી અન્યરૂપ ચળાચળ” અન્યરૂપ કોઈ રીતે થાય, પર્યાયરૂપ થાય કે રાગરૂપ થાય એ તો છે નહીં. એ ચૈતન્ય સ્વરૂપ રંગરૂપે થાય નહીં. રાગરૂપે થાય નહિ ને ભેદરૂપે થાય નહીં. વળી, સ્વસંવેધ” એ પોતે પોતાથી જણાય એવો છે. એટલે કે એ રંગ રાગ ને ભેદથી તે જણાય એવો નથી એ તો એનાથી ભિન્ન ચીજ છે. પણ ચૈતન્યસ્વભાવ આત્મા એ ચૈતન્યસ્વભાવની પરિણતિથી જણાય એવો છે. આમ છે. “સ્વસંવેધ” છે. એ ચૈતન્યસ્વભાવ ચૈતન્ય પ્રકાશની મૂર્તિ પ્રભુ એ ચૈતન્યસ્વભાવ આત્મા એ “સ્વસંવેધ” છે, એ ચૈતન્ય સ્વભાવથી જણાય એવો છે પર્યાયમાં. ચૈતન્યસ્વભાવ એ ત્રિકાળ વર્તમાન ચૈતન્ય પરિણતિથી જણાય એવો છે આહાહાહા ! (શ્રોતા:- ભેદથી અભેદ જણાય) એ પર્યાયથી જ અભેદ જણાય, અનિત્યથી જ નિત્ય જણાય, અનિત્ય તે જ નિત્યને જાણે. નિત્ય નિત્યને ક્યાં જાણે? આહાહા ! સમજાણું કાંઈ ? આવી વાતું છે ભાઈ ! “સ્વસંવેધ” છે, એટલે એને અનાદિ, અનંત ને અચલ સિદ્ધ કર્યું, ચૈતન્યસ્વભાવ ભગવાન આત્મા, પણ એ ચૈતન્યસ્વભાવ વર્તમાનમાં જણાય શી રીતે? વર્તમાન ચળાચળ રહિત છે એ ચીજ, ત્યારે હવે વર્તમાન જણાય શી રીતે? કે “સ્વસંવેદ્ય” છે. એ જ્ઞાન ને નિર્મળ આનંદની પર્યાય દ્વારા જાણી શકાય છે. એ ચૈતન્ય સ્વભાવ જે અનાદિ અનંત ને અચળ એવો જે આત્મા, મૂળ તો આત્મા કહેવો છે ને? ચૈતન્યસ્વભાવની વાત કરવી છે ને? આત્મા જ્યારે આવો નથી, રંગ રાગ ને ભેદ નથી, ત્યારે ચૈતન્યસ્વભાવ છે એમ સિદ્ધ કરવું છે. આહાહા! સમજાણું કાંઈ ? એ ચૈતન્યસ્વભાવ “સ્વસંવેધ છે, સ્વયં આત્મા પોતાથી જ તે જણાય એવો છે, એમ કહીને અનાદિ અનંત ને અચળ ચૈતન્ય સ્વભાવ એ આત્મા. ભેદ, રાગથી ભિન્ન એ પોતાની અંતર નિર્મળ ચૈતન્ય પરિણતિ સ્વ પોતાના વેદનથી તે જણાય એવો છે. આહાહા ! આવી વાત છે. એટલે કોઈ એમ કહે કે આ વ્યવહાર રત્નત્રયથી જણાય આ આત્મા એમ નથી. (શ્રોતા:- પુદ્ગલ છે) પુલ છે, પુદગલ જ છે. પર્યાય કહી પરિણામ કહ્યા પણ તે પુગલ, જીવદ્રવ્ય આ છે તો પુદ્ગલદ્રવ્ય એ છે. રંગ, રાગ ને ભેદ એ પુદ્ગલ છે. ૨૯ બોલને ત્રણ બોલમાં સમાડી દીધા, ભાઈમાં આવે છે હુકમીચંદજી, “જ્ઞાનાનંદ સ્વભાવી હું” એમાં આ ત્રણ બોલ Page #323 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ સમયસાર સિદ્ધિ ભાગ-૩ લીધા છે. રાગ રંગથી ભિન્ન, ભેદથી ભિન્ન એમ લીધું છે. એ ત્રણ બોલ આ નાખ્યા છે, હુકમીચંદજી! પછી તો એને પૂર્ણ છું, નિરાલો છું એટલું લીધું, નિરાળો એનાથી ને અહીં પૂર્ણ છું ચૈતન્ય એટલે કે આત્મા ચૈતન્યસ્વભાવથી સંપન્ન છે. એ ચૈતન્યસ્વભાવ અનાદિ અનંત વર્તમાન ચળાચળ રહિત, છતાંય તે બીજી રીતે કહીએ તો તેની પ્રતીતિ જ્ઞાન ને રમણતા જે ચૈતન્યની, એનાથી તે જણાય એવો છે. આહાહાહા! આવી વાતું છે ભાઈ આકરી. એ ક્રિયાકાંડ લાખ કરોડ ક્રિયાકાંડ કરે તો એનાથી એ જણાય એવો નથી એમ કહે છે. વ્યવહાર રત્નત્રયનો રાગ એ તો રાગમાં જાય છે, રંગ, રાગ અને ભેદ, એમાં દેવગુરુશાસ્ત્રની શ્રદ્ધા, પંચમહાવ્રતનાં પરિણામની શ્રદ્ધા પંચ (મહાવ્રત) આદિ એ બધું રાગમાં પુદ્ગલમાં જાય છે, એ પુદ્ગલથી આત્મા જણાય એમ નથી. ક્યાંક એમ કહ્યું છે સાધ્યસાધકમાં ભાઈએ દિપચંદજીએ કે શુભભાવ પરંપરા સાધક છે, સાધ્યસાધક બોલમાં આવે છે, એમાં આવે છે? દિપચંદજીના ચિવિલાસમાં આવે છે. બાકી એનાં “આત્મ અવલોકન”માં આવે છે. “આત્મ અવલોકન” છે ને? દિપચંદજીનું એમાં શુભભાવ સાધક છે પરંપરા, એમ કહ્યું, એનો અર્થ એ, કે સાધક તો શુદ્ધ ચૈતન્ય તે જ એનાથી જણાય, પણ શુભભાવ સાથે છે એને ટળીને પછી જાણશે એટલે પરંપરા એમ આરોપ કર્યો છે. આહાહાહા ! સ્વસંવેધ છે” ઓહોહો! એક શ્લોકમાં તો, એનું વર્તમાન રૂપ અનાદિનું, અનંતકાળનું રહેનારું અને વર્તમાન પણ ચલાચળ વિનાનું, એવું જે ધ્રુવ ભગવાન આ ચૈતન્યસ્વભાવ આત્મા, એ વર્તમાન ચળાચળ રહિત વસ્તુ છે, પણ વર્તમાન જણાય વર્તમાન નિર્મળ પરિણતિથી તે જણાય એવો છે. આહાહાહા ! આવી વાત છે. એટલે કે સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર ત્રણેય એક છે, ત્રણેય હોય છે ભેગાં. કળશટીકામાં પૂછ્યું છે કે, તમે જ્યારે એમ કહો છો કે આત્મા દર્શન જ્ઞાનથી જણાય અને મોક્ષમાર્ગ તો દર્શન જ્ઞાન ને ચારિત્ર છે. મિથ્યાત્વ ગયા પછી, સમકિતને જ્ઞાન થયું પણ ચારિત્ર તો થયું નથી. તો કહે એ ચારિત્ર આવી ગયું સાંભળ. કળશટીકામાં કહ્યું છે, બે ત્રણ વાર કહ્યું છે. એ ચૈતન્ય ભગવાન, આત્મસ્વભાવ ચૈતન્યસ્વભાવ આત્મા એની સન્મુખની પ્રતીતિ, એના સન્મુખનું જ્ઞાન, અને એના સન્મુખની સ્થિરતા એ ત્રણેય ભેગાં છે. ચૈતન્ય પરિણતિથી સ્વસંવેમાં જણાય એમાં ત્રણેય (ભેગા) છે. નિર્વિકલ્પ સમ્યક , રાગ વિનાનું જ્ઞાન અને અસ્થિરતા વિનાની સ્થિરતાનો અંશ એનાથી પ્રભુ ચૈતન્યસ્વભાવ આત્મા, જણાય એવો છે. આહાહાહા! “જે સ્કૂટમ” જેને ૪૯ ગાથામાં અવ્યક્ત કહ્યો'તો, એને અહીંયા સ્કૂટ કહ્યો છે. એ તો પ્રગટ છે. ચૈતન્ય ચમત્કાર, ચૈતન્યની ચમક એ તો પ્રગટ છે વસ્તુ. કોને? કે જાણે છે એને. સમજાણું કાંઈ? ભગવાન ચૈતન્ય જ્યોત ચૈતન્ય લક્ષણ સ્વરૂપ, ચૈતન્યસ્વભાવ સ્વરૂપ. અહીં તો, એવો જે ભગવાન આત્મા પ્રગટ છે, “સ્કુટ' છે, વ્યક્ત છે. પર્યાયની અપેક્ષાએ ગુમ છે, પણ સ્વભાવની અપેક્ષાએ પ્રગટ, વ્યક્તિ છે. પર્યાય છે તેને વ્યક્ત કહીએ ત્યારે વસ્તુને અવ્યક્ત કહીએ, કેમકે પર્યાયમાં આવતું નથી માટે. આહાહા ! આવી વાતું છે. પણ જ્યારે વસ્તુને જ કહેવી હોય, વસ્તુ ચૈતન્ય સ્વભાવ ભગવાન એની સત્તા ચકચકાટમય વર્તમાન મૌજુદ પ્રગટ છે. કોને? જેણે તેને જાણ્યો તેને સમજાણું કાંઈ ? છે ભગવાન આત્મા ચૈતન્યસ્વભાવ સ્વરૂપ Page #324 -------------------------------------------------------------------------- ________________ ૩૧૧ શ્લોક – ૪૧ પ્રભુ પ્રગટ છે, જાજવલ્યમાન જ્યોત પ્રગટ છે, વ્યક્ત છે, પ્રસિદ્ધ છે, એ ચકચકાટ ચૈતન્યનો ચકચકાટમય ભાવ દ્રવ્યપણે પ્રગટ છે. આહાહાહા ! ( શ્રોતાઃ- દ્રવ્યપણે એટલો શબ્દ શા માટે વાપર્યો ) દ્રવ્યપણે એટલે પ્રગટ છે એ કોને ? પ્રગટ છે એ પણ કોને ? જેણે જાણ્યું છે એને એ પ્રગટ છે. ફેર છે શબ્દોમાં જરી. આ તો વીતરાગ ત્રણલોકના નાથની વાણી છે, એ સંતો એ વાણી દ્વા૨ા જગતને જાહેર કરે છે. આહાહાહા ! વસ્તુ તો વસ્તુ તરીકે તો પ્રગટ પ્રસિદ્ધ મૌજુદ છે. આહાહા! એ તો પર્યાયબુદ્ધિમાં અપ્રસિદ્ધ હતો, ઢંકાઈ ગયેલો હતો, પર્યાયબુદ્ધિમાં એ નહોતો જ એને. સમજાણું કાંઈ ? વર્તમાન અંશ અને રાગબુદ્ધિમાં એ મરણતુલ્ય કરી નાખ્યો'તો. આવે છે ને ? એને અહીં જાણવામાં આવ્યો તે જીવતી જ્યોત પ્રગટ છે કહે છે. સમજાણું કાંઈ ? આવી વાતું છે. જૈનદર્શન અલૌકિક છે એમાં આ વાણીયાને હાથ આવ્યું તે વાણીયા વ્યાપારમાં ઘુસી ગયા છે, નવરા નથી આ નિર્ણય કરવામાં, તુલના કરવામાં, આવ્યું છે ને ભાઈ ચંદુભાઈ, જાપાનનું જાપાનનો એક ઐતિહાસિક છે જૂનો ઐતિહાસિક છે. ૬૭ વર્ષની ઉંમર છે. ઈતિહાસ બહુ પુસ્તકો વાંચ્યા અને એનો છોકરો ય પણ એવો છે ઐતિહાસિક બહુ શોધ્યો એમાંથી, જૈનધર્મ એટલે શું ? એમ કહ્યું, કે “જૈન ધર્મ એ અનુભૂતિ સ્વરૂપ છે” એટલે વીતરાગ પર્યાય સ્વરૂપ છે એમ, વીતરાગ પર્યાય સ્વરૂપ જૈન, જૈન ધર્મ, જૈનને ? જેણે રાગને જીત્યો છે ને વીતરાગ પર્યાય પ્રગટ કરી છે તે જૈન ધર્મ, પણ પાછું એણે કહ્યું પણ છે અંદર ( શ્રોતાઃ- અત્યારે તો બધા વાણીયાને હાથ આવ્યો છે. ) આવો માર્ગ આ વાણિયાને હાથ આવી ગયો, વાણીયા વ્યાપારમાં કુશળ ડાહ્યા ન્યાં ગરી ગયા, પ્રાણભાઈ ! એમ કહ્યું છે ઓલા ઈતિહાસવાળાએ હોં! હમણાં લેખ આવ્યો છે જાપાનનો. વાણીયા વ્યાપાર આડે નવ૨ા ન પડે, આ કર્યું ને આ કર્યું ને, આ કર્યું ને હોળી સળગી આખી સળગાવે અજ્ઞાનની એને આ તુલના કરવાનો અવસ૨ ક્યાં છે એમ કહે છે. ઓલાએ મશ્કરી કરી છે માળાએ, ઐતિહાસિક જાપાનવાળાએ. આહાહાહા ! આવો જે ભગવાન આત્મા રંગ, રાગ ને ભેદથી ભિન્ન ચૈતન્યસ્વભાવથી અભિન્ન, ચૈતન્યસ્વભાવ તે આત્મા એમ કહેવો છે ને અહીં તો ? સમજાય છે કાંઈ ? રંગ રાગ ને ભેદથી ભગવાન આત્મા ભિન્ન, એ ત્રણેય તો પુદ્ગલ છે એમ કીધું છે, ત્યારે છે કોણ એ ? એમ શિષ્યનો પ્રશ્ન હતો, એનું અસ્તિત્વ શી રીતે છે ? તો આનાથી તો નકાર કર્યો’ તો, તો એની તૈયાતિ કઈ રીતે છે ? કે એની હૈયાતિ ભગવાન ચૈતન્યસ્વભાવથી ભરેલો આત્મા ચૈતન્યસ્વભાવ સ્વરૂપ આત્મા. આંહી તો ત્યાં સુધી પહેલાં કહ્યું’તું ‘‘ચૈતન્ય સ્વભાવ વ્યાસ આત્મા” આત્મા ચૈતન્ય સ્વભાવને વ્યાસ એમ નહીં. ચૈતન્યસ્વભાવ વ્યાસ આત્મા, કાયમ રહેલો ચૈતન્ય સ્વભાવ એમાં વ્યાપેલો આત્મા છે. સમજાણું ? પહેલાં આવી ગયું'તું ાઓ ૬૮ ગાથામાં ચૈતન્ય સ્વભાવથી વ્યાસ જે આત્મા” ૬૮ ગાથા હેઠલાની ત્રીજી લીટી ૬૮ ગાથા ચૈતન્યસ્વભાવથી વ્યાસ જે આત્મા, છે? આત્મા ચૈતન્ય સ્વભાવને વ્યાસ, એમ નહીં. ચૈતન્ય સ્વભાવથી આત્મા વ્યાસ. ગુંલાટ ખાધી છે. એટલે ? એ અહીં સિદ્ધ કરવું છે અહીં. એ ચૈતન્ય સ્વભાવ એ કાયમ રહેલો છે આત્મા એમાં એ વ્યાસ છે, વ્યાપક ચૈતન્યસ્વભાવ છે આત્મા વ્યાપ્ય છે. ચેતનામાં આવે છે પાછળ, સર્વવિશુદ્ધમાં ચેતના આવે છે ને ? ચેતનાથી વ્યાસ આત્મા છે. આત્મા ચેતનાથી વ્યાસ Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ સમયસાર સિદ્ધિ ભાગ-૩ છે એમ નહીં. આહાહાહા! જ્યારે આત્મા રાગ, રંગ ને ભેદથી ભિન્ન છે વ્યાસ નથી, ત્યારે શું છે એ ? કે એ ચેતનાસ્વભાવથી આત્મા, વ્યાસ છે. એવો જે ચૈતન્યસ્વભાવ એ પ્રગટ છે, છે ? ‘ સ્ફુટમ ’ પ્રત્યક્ષ છે. ભગવાન ચૈતન્ય પરિણતિથી જણાય એવો એ પ્રત્યક્ષ વર્તમાન પ્રત્યક્ષ છે. સમજાણું કાંઈ ? એ ચૈતન્ય મતિશ્રુતની પરિણતિથી જણાય એવો એ વર્તમાન પ્રત્યક્ષ છે, પ્રગટ છે, પ્રસિદ્ધ છે, છે એવો બિરાજમાન, બિરાજમાન છે, એવું અહીંયા ભાન થાય છે કહે છે. સ્ફુટ છે, છૂપું નથી, એ ગુપ્ત નથી. રાગની પર્યાયની અપેક્ષાએ ચૈતન્યસ્વરૂપ આત્મા ગુપ્ત છે ત્યાં, એ આવ્યો નથી એમાં રાગમાં-આહાહાહા પણ નિર્મળ પરિણતિ દ્વારા તે સ્ફુટ, પ્રગટ, છૂપું નથી. એ નિર્મળ પરિણતિ દ્વા૨ા છૂપું રહે એવું નથી તત્ત્વ. રાગ અને દયા, દાનના વિકલ્પના કાળે વસ્તુ ગુસ છે ત્યાં, એ સ્વભાવ રાગરૂપ થયો જ નથી. રાગ ને દયા, દાનના વિકલ્પ ને અશુભના કાળે, એ ચૈતન્ય ગુપ્ત છે, એ એમાં આવ્યો નથી, એથી એની અપેક્ષાએ ત્યાં ગુપ્ત છે. પણ શુદ્ધ પરિણતિની અપેક્ષાએ તે પ્રત્યક્ષ પ્રગટ છે. શૈલી તો જુઓ ! ગજબ વાત છે. કેટલી સ્પષ્ટ ! આહાહાહા ! જુઓ આત્મા આમ જણાય અને એ જણાય એમાં એ પ્રત્યક્ષ અને પ્રગટ છે, એમ જણાય. પરોક્ષ છે ને, અપ્રગટ છે, એ રાગની ૨મતુંમાં બેઠો હોય એને છે. હૈં? જે વ્યવહા૨ રત્નત્રયના રાગમાં રમતુમાં પડયો છે, એને તો ભગવાન અપ્રત્યક્ષ છે, ગુસ છે, પણ છતાં તે વસ્તુ રાગરૂપે થઈ નથી, રાગકાળે ગુપ્ત ચીજ છે એ રાગરૂપ થઈ નથી અને જ્યારે જ્ઞાનની શુદ્ધ પરિણતિ દ્વારા, સ્વસંવેદન દ્વારા જણાય ત્યારે તે ગુપ્ત રહેતો નથી. આહાહા ! આવું સ્વરૂપ છે. જિનદેવનો આત્મા એટલે જિનદેવનો એટલે જિનસ્વરૂપી આત્મા એમ. “ઘટ ઘટ અંત૨ જિન વસે અને ઘટ ઘટ અંતર જૈન, મત મદિરાકે પાનસો મતવાલા સમજે ન” કહો શશીભાઈ ! આવું સ્વરૂપ છે. એ પ્રગટ છે, છૂપું નથી. એ ઢંકાયેલું નથી, એ ગુપ્ત જે હતું તેને અહીંયા પ્રગટ થઈ ગયું છે કહે છે. રાગ અને દયા, દાનના વિકલ્પની પરિણતિમાં એ વસ્તુ ગુપ્ત હતી. પણ જેનો ભગવાન આત્માનો સ્વભાવ ચૈતન્ય છે એવી સ્વપરિણતિના વેદનથી જોયું, જાણ્યું એને પ્રત્યક્ષ અને પ્રગટ છે. આવી ચીજ છે બહુ ટૂંકા શબ્દમાં, ઘણાં જ થોડા શબ્દોમાં, પ્રસિદ્ધ કર્યો છે. ટીકાનું નામ આત્મખ્યાતિ છે ને ? આહાહાહા ! એ ભગવાન આત્મા ચૈતન્યસ્વભાવી વસ્તુ, એ ચૈતન્યસ્વભાવ સ્વરૂપ એ પોતાની પરિણતિથી, રાગ-દ્વેષ એ પોતાની પરિણિત નથી, એ તો પુદ્ગલ છે કહે છે, એમાં એને લઈને તો એ ગુસ છે. કા૨ણકે એમાં નથી, પણ ચૈતન્યસ્વભાવ આત્મા એની પોતાની વેદન સ્વપરિણતિ જ્ઞાન દર્શન ચારિત્રની સ્વપરિણતિથી એ પ્રત્યક્ષ છે, પ્રગટ છે. છે તો એ છે. રાગ વખતે પણ છે એ તો છે. પણ જાણવાને કાળે તે છે તે છે, તે પ્રત્યક્ષ ને પ્રગટ છે, એમ કહે છે. આહાહાહા ! શું શૈલી ? સંતોના થોડા શબ્દોમાં એને જાહેર કર્યો, કોણે ? એની જાતની પરિણતિએ એને જાહેર કર્યો, કજાતથી તે જાહેર થઈ શકે એવો નથી. અત્યારે એ રાડ આખી છે ને ? શુભભાવથી થાય, શુભભાવથી થાય, અરે ભગવાન, એ રાગથી ભિન્ન, રાગને તો પુદ્ગલ કીધાંને પ્રભુ ? એ ચૈતન્યની જાત નથી, અને રાગમાં ચૈતન્યનો કોઈ અંશ નથી, ચાહે તો દેવગુરુશાસ્ત્રની શ્રદ્ધાનો રાગ ભક્તિ આદિ, એમાં ભગવાન ચૈતન્ય જ્યોત પ્રભુ છે, એનો કોઈ અંશ નથી રાગમાં, માટે Page #326 -------------------------------------------------------------------------- ________________ શ્લોક – ૪૧ ૩૧૩ તો એને અચેતન કહીને પુદ્ગલ કહી દીધા. જેમ પુદ્ગલ અચેતન છે એમ રાગ અચેતન છે. આહાહા ! સમજાણું કાંઈ? ગાથા, આ ૨૯ બોલ પછી આ ગાથા આવી છે. સંસાર અવસ્થામાં પણ જો એ રાગથી એક હોય તો રૂપી થઈ જાય એમ કરીને કાઢી નાખ્યું છે, રૂપી થાય તો મોક્ષ થતાં પણ રૂપી હારે રહે, કારણ એનો સ્વભાવ હોય તો? કર્તા, કર્તા કાઢીને હવે આંહી નાખ્યો આ, કળશ ચડાવ્યો કળશ, મંદિર બનાવીને સોનાનો કળશ ચડાવે છે ને? સોનાનો એટલે કાટ વિનાનો એમ આ રાગ વિનાનો ચૈતન્યનો ચમત્કાર નિર્મળ પરિણતિ એ દ્વારા જણાય છે. આહાહા ! સમજાય છે કાંઈ? અરે! આવા ટાણાં ક્યારે આવે બાપા! આ પ્રકાર! એ પુરૂષાર્થ કરે તો મળે એવું છે, સૂક્ષ્મ ઉપયોગ કરે તો તે મળે એવું છે. એનો અર્થ એ થયો, કે સૂક્ષ્મ ઉપયોગ એટલે જ્ઞાનની પરિણતિ સ્થળ ઉપયોગે એ નહીં મળે. સ્થૂળ ઉપયોગ એ પર્યાય પુદ્ગલમાં જાય છે. અતિશ્રુતનો ઉપયોગ સૂક્ષ્મ કરીને જણાય એવો છે, એનો અર્થ એ થયો કે એની પરિણતિ જ મતિશ્રુતજ્ઞાનની જે નિર્મળ છે એનાથી તે પ્રગટ ફુટ પ્રત્યક્ષ, ગુપ્ત ન રહે તેવી પ્રસિદ્ધિ થાય, એવો એ આત્મા છે. આહાહા ! આવી વાતું. હવે માણસને એકાંત લાગે પછી. ભાઈ ! માર્ગ આ છે બાપુ. હેં ? ( શ્રોતાઃએકાંત છે નહીં પણ એકાંત લાગે છે) સમ્યક એકાંત જ છે. સમ્યક, શ્રીમદે કહ્યું “અનેકાંત પણ સમ્યક એકાંત એવા નિજ પદની પ્રાપ્તિ સિવાય અન્ય હેતુએ ઉપકારી નથી” એણે એ કહ્યું છે, ત્યાં સમ્યક એકાંત છે. સમ્યક એકાંતનું ભાન થાય ત્યારે પર્યાય ને રાગ છે એનું જ્ઞાન થાય, એ અનેકાંત, આમ સમ્યક્ એકાંત તરફ ઢળ્યો છે, ત્યારે એને જે જ્ઞાન થાય એ જ્ઞાન સ્વનું પણ થાય અને રાગ બાકી છે એનું એને જ્ઞાન થાય, અનેકાંત ત્યારે થાય. અને અનેકાંતમાં પણ એ સમ્યક એકાંત છે એને રાખીને, રાગનું જ્ઞાન થાય ત્યારે અનેકાંત કહેવાય છે. અને પ્રમાણજ્ઞાનમાં પણ ત્રિકાળી સમ્યજ્ઞાન એકાંત નિશ્ચય થયો, અને પછી પર્યાય અને રાગને જાણવો એ પ્રમાણજ્ઞાન થયું. બેયનો ભેદ, બે-બે થયાને? પણ એ પ્રમાણજ્ઞાન એ પણ ખરેખર તો વ્યવહારનયનો એ વિષય છે. બે થયા ને? તો સદભૂત વ્યવહારનયનો વિષય થયો, તેથી પ્રમાણ તે પૂજ્ય નથી એમ કીધું છે. જેમાં પર્યાયનો નિષેધ આવતો નથી, એ પૂજ્ય નથી, નિશ્ચયમાં પર્યાયનો નિષેધ આવે છે માટે એ પૂજ્ય છે. છતાં પ્રમાણજ્ઞાનમાં પણ નિશ્ચયથી અભેદ છે, એવું જ્ઞાન તો ત્યાં છે જ એને રાખીને, એને રાગ ને પર્યાયનું જ્ઞાન મેળવ્યું છે. એને ઉડાડીને ભેળવ્યું છે એમ નહીં. નહીં તો પ્રમાણજ્ઞાન ન રહે આ છે એમ રાખ્યું છે, એ ઉપરાંત આનું જ્ઞાન કર્યું ત્યારે તો એને પ્રમાણ કહેવાય છે. ઓલું નિશ્ચય એકાંત છે એને ઉડાવીને રાગનું જ્ઞાન થાય એ પ્રમાણજ્ઞાન જ નથી. આહાહા ! સમજાણું કાંઈ? આવો ઝીણો મારગ ને ઝીણી નહીં એ જ વાત છે, ઝીણી કહો, સૂક્ષ્મ કહો વસ્તુ આ જ છે. આહાહાહા! ફુટ' છે “ઈદમ્ ચૈતન્યમ્” હવે આવ્યું, કોણ? કે આ બધું કીધું એ ચેતન અનાદિ અનંત, વર્તમાન ચળાચળતા રહિત, સ્વસંવેધમ, પ્રગટ એ શું? કે “ઈદમ્ ચેતન્યમ્” એ ચૈતન્યસ્વભાવ, ચૈતન્યસ્વભાવ હોં. ચૈતન્યસ્વભાવ તે આત્મા એમ પછી ઓલો જ્યારે આત્મા નથી. રંગ, રાગ Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ સમયસાર સિદ્ધિ ભાગ-૩ ને ભેદ આત્મા નથી ત્યારે ચૈતન્યસ્વભાવ તે આત્મા એમ સિદ્ધ કરવું છે. એક કળશે તો ગજબ કરી છે ને? હેં? સંતોની શૈલી જ એવી છે, દિગંબર સંતો એટલે એ ચૈતન્ય ઈદ ચેતન્યમ્ આ બધું કીધું એ, અનાદિ અનંત, ચળાચળ રહિત, સ્વસંવેદ્યમ, સ્કુટમ, પ્રગટ, શું? કે ઈદં આ ચૈતન્ય સ્વરૂપ, જોયું આ ચૈતન્યસ્વરૂપ પ્રત્યક્ષ કીધું. આ ચૈતન્યસ્વરૂપ ઈદં છે ને શબ્દ? આહાહા ! દિગંબર સંતોની બલિહારી છે, જેણે કેવળજ્ઞાનના વિરહ ભુલાવી દીધા છે. હું કેવળજ્ઞાનીના અભાવમાં પણ કેવળજ્ઞાનીને જે કહેવું છે તે પ્રસિદ્ધ કરી નાખ્યું છે. ઝીણી વાત પડે બાપુ પણ માર્ગ તો આ છે ભાઈ. આમ બધાં જાત્રા કરવી, ને ભક્તિ કરવી ને પૂજા કરવી વ્રત પાળવા અને અપવાસ કરવા એ કોઈ ધર્મ નથી હોં. (શ્રોતા- આપ એને ઝીણી વાત કહો છો ને બીજા ટીકા કરે છે) કરે કરે એને ન બેઠું હોય તો કરે એમાં શું છે? એને જે વાત બેઠી છે એની હારે ન બેસે તો કરે, એમાં કાંઈ વિશેષતા નથી. હોય એમાં કાંઈ, ન બેસે એટલે બોલે, એમ જ બોલે. આહાહાહા ! ભગવાન જિનેશ્વરદેવ ચૈતન્યસ્વભાવ, આત્મા પરમાત્મા ત્રિલોકનાથ કહે છે એ કેમ જણાય? કે ચૈતન્યસ્વભાવ સ્વરૂપ છે એ તેને ચૈતન્યની પરિણતિ દ્વારા જણાય એમ. કેમ કે વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા વીતરાગ છે એ એમ કહે છે કે સર્વજ્ઞ વીતરાગ સ્વરૂપ ચૈતન્ય સ્વરૂપ જે આત્મા, ચૈતન્યસ્વરૂપ એટલે સર્વજ્ઞ ને વીતરાગ સ્વરૂપ આત્મા, ચૈતન્ય સ્વરૂપનો અર્થ “જ્ઞ” સ્વરૂપ અને ચૈતન્ય છે એટલે વીતરાગ સ્વરૂપ છે. ભગવાન ત્રણલોકના નાથ તીર્થંકરો પણ ઈન્દ્રની સમક્ષ આમ કહેતા હતા, એ વાત આ છે. પ્રભુ? અમે વીતરાગ છીએ તો તને કહીએ છીએ કે તારું સ્વરૂપ જે છે એ વીતરાગ સ્વરૂપ છે. કારણકે અમે પણ વીતરાગ થયા એ ક્યાંથી થયા? વીતરાગ સ્વભાવમાંથી થયા છીએ. તો અમે વીતરાગ સ્વભાવ કેમ થાય? તો કહીએ છીએ કે તું વીતરાગ ચૈતન્યસ્વરૂપ આત્મા છો, કેમ બેસે? અને તેની પરિણતિ દ્વારા, તેની દશા દ્વારા તે જણાય, વીતરાગ પરિણતિ દ્વારા વીતરાગ જણાય, આ વીતરાગનું કથન છે. હું? આહાહાહા ! જિનેશ્વરદેવ ત્રણલોકનો નાથ તીર્થંકર પ્રભુ એની વાણીમાં આ આવ્યું કે અમે વીતરાગ સર્વજ્ઞ છીએ. તારું સ્વરૂપ, પણ સર્વજ્ઞ ચૈતન્ય અને વીતરાગસ્વરૂપ છે એટલે સ્વભાવ શક્તિ આ પ્રગટ તો વીતરાગ ચૈતન્ય સ્વરૂપ, જિનસ્વરૂપ તેને જાણવાની પરિણતિ પણ વીતરાગી હોય, વસ્તુ વીતરાગ, પરિણતિ વીતરાગ, વીતરાગે વીતરાગપણું બતાવ્યું છે. આહાહા ! સમજાણું કાંઈ? આકરું પડે લોકોને, શું આમ લોકોને નવરાશ ન મળે અને એકાદ કલાક હોય તો આ જરીક સામાયિક કરો, પોહા કરવા પડિકમણા કર્યા, નવરો થાય તો વળી ભક્તિ-ભક્તિ શેત્રુજ્યની જાત્રા ને ગિરનારની એમાં છે જ્યાં ધર્મ? કારતક સુદ પૂનમ હોય કે, હોળીની પૂનમ હોય, ફાગણ સુદ પૂનમ, એની હારે શું સંબંધ છે? પ્રભુ તું કોણ છો? ક્યાં છો? એમ પરમાત્માએ એમ કહ્યું પ્રભુ તું તો જિનસ્વરૂપ છો, ચૈતન્ય સ્વરૂપ છો, વીતરાગ સ્વરૂપ છો. પ્રભુ તું જિન સ્વરૂપ જો ન હોય, તો જિનપણું પર્યાયમાં ક્યાંથી આવશે? ક્યાંય બહારથી આવે છે? ભાઈ તને ખબર નથી. એ ચૈતન્ય ઈદં આત્મા. એમ કહ્યું ને? ઈદ ચૈતન્યમ, ઈદં ચૈતન્યમ્ આ ચૈતન્ય, એટલે કે સર્વજ્ઞ સ્વભાવી, આ ચૈતન્ય એટલે કે વીતરાગ સ્વભાવી, તે ચૈતન્ય “અનાદિ અનંત” છે, “ચળાચળ રહિત છે” વર્તમાન શુદ્ધ Page #328 -------------------------------------------------------------------------- ________________ શ્લોક - ૪૧ ૩૧૫ પરિણતિ વીતરાગ પરિણતિ દ્વારા વીતરાગ સ્વરૂપ જણાય એવું છે. સમ્યગ્દર્શનજ્ઞાન એ શરૂઆત એ પણ વીતરાગી પર્યાય છે, કોઈ સમયગ્દર્શનને રાગવાળું કહે પણ બાપુ ઈ તો જ્યારે દોષવાળું બતાવવું હોય તો ચારિત્રનો દોષ છે ઈ. સમ્યગ્દર્શન છે એ તો વીતરાગી પરિણતિ છે, પરિણતિ એટલે પર્યાય એ ભગવાન જ્યારે ચૈતન્ય સ્વરૂપ વીતરાગ સ્વરૂપ જિન બિંબ છે, પ્રભુ અત્યારેય એવો છે, અત્યારે એમ હોં. એને વીતરાગી પરિણતિ દ્વારા સ્વસંવેદન થઈ શકે છે. ચૈતન્ય સ્વભાવ, ચૈતન્યની પરિણતિ દ્વારા જણાય એવો છે. ચૈતન્ય સ્વભાવ, વીતરાગ સ્વરૂપ જિનબિંબ, ભગવાન જિનબિંબ આત્મા, એ વીતરાગી પરિણતિના અંશ દ્વારા જણાય એવો છે. આહાહા ! આવો ભગવાનનો પોકાર છે. અનંત તીર્થકરો અનંત કેવળીનો (આ પોકાર છે) અત્યારે તો ગોટા ઉઠયા છે બધા, પ્રાણભાઈ ! આ ધંધા આડે નવરા ન મળે અને આ બધા કાં તો બહારની ક્રિયા કરે કાંઈ થોડી એટલે થઈ ગયો ધર્મ. અરે ભાઈ? ધર્મ કોઈ અપૂર્વ ચીજ છે પ્રભુ. એ વીતરાગ સ્વરૂપ ચૈતન્યસ્વભાવ એ વીતરાગી પરિણતિ દ્વારા જણાય તે વીતરાગી પરિણતિ એ તે ધર્મ છે, સમજાય છે કાંઈ ? આહાહાહા! ચૈતન્ય “ઉચ્ચઃ” અત્યંતપણે વિશેષથી ખાસ ચકચકાયતે, ચકચકાટ પ્રકાશી રહ્યું છે. સૂર્યનો પ્રકાશ આ શું આવે છે તમારે સર્ચ લાઈટ સર્ચ લાઈટ નહી ? ત્યાં? બાહુબલીમાં મુકે છે ને સર્ચ લાઈટ બેય આમ, એમ આ ચકચકાટ ચૈતન્યની ચકચકાટ સર્ચ લાઈટ છે. જેમાંથી ચૈતન્યનો ચકચકાટ પ્રકાશ આવે છે, કહે છે. એમાં પુણ્ય પાપ, દયા, દાનના રાગ એમાંથી આવતા નથી એમાં છે નહીં. “ઉચ્ચઃ” એ ચૈતન્ય ઉચ્ચઃ, એ તો ઊંચો અધિક અત્યંતપણે બિરાજમાન “ચકચકાયતે,” ચકચકાટ પ્રકાશી રહ્યો છે. ભાઈ તને અંધારામાં રાગના અંધારામાં દેખાતો નથી. રાગના અંધારામાં એ તો અચેતન છે એમાં દેખાય ક્યાંથી ચૈતન્ય? ચાહે તો ભગવાનની ભક્તિનો જાત્રાનો રાગ, દયા દાનનો રાગ, દાન કરોડો રૂપીયા આપ્યા હોય તેમાં રાગ મંદ કર્યો હોય કદાચિત્ એ રાગ, એ રાગ બધો અંધારું છે. એય !( શ્રોતા- એ અંધારું અને રાગ પ્રકાશ સ્વરૂપ આત્માને ઢાંકતું હશે) એ અંધારું છે એનું જ્ઞાન ક્યારે થાય? કે ચકચકાટ એવો જ્ઞાન સ્વભાવ તેની પરિણતિ દ્વારા જણાય ત્યારે તેનું વ્યવહારે જ્ઞાન થાય. આહાહાહા ! આવો માર્ગ વીતરાગનો બાપા અને લોકોએ કંઈકનો કંઈક કરી નાખ્યો ને બિચારા જીવનને અફળ કરીને ચાલ્યા જશે. શું શ્લોક? તાકડે આવી ગયો આજ વળી રવિવારે, અને ચકચકાટ પ્રકાશી રહ્યું છે એ સ્વયં જીવ છે. ચૈતન્ય સ્વભાવ ચૈતન્ય સ્વયં પ્રકાશ ફૂટ જે ચકચકાટ રહ્યું છે, એ જીવ છે. ચૈતન્યસ્વભાવ આવો, આવો તે જીવ છે એમ સિદ્ધ કરવું છે ને અહીં તો? ઓલા રંગ, રાગ ને ભેદથી સહિત એ તો પુદ્ગલ છે, જ્યારે ભગવાન આત્મા ચૈતન્યસ્વભાવથી ચકચકાટ પ્રકાશી રહ્યો સ્વયં, તે જીવ છે. સમજાય એવી છે ભાષા બહુ કાંઈ કડક એવી નથી, ભાઈ ! વાત તો એમ ભગવાન ! તારી શું કહેવી મહિમા. ઓહોહો... ભાઈ તું અંદર ચૈતન્યસ્વભાવ એવો જીવ સિદ્ધ કરવો છે ને આંહી? હેં! ચૈતન્યસ્વભાવ એકલો સિદ્ધ નથી કરવો, જેમ રંગ રાગ ને ભેદથી પુદ્ગલ સિદ્ધ કર્યું, એમ આ જીવ સિદ્ધ કરવો છે પ્રભુ, એ ચૈતન્યસ્વભાવી જીવ કે જે ચૈતન્યસ્વભાવ અનાદિ અનંત ચળાચળતા રહિત પોતાથી વેદાય અને પ્રગટ ને ઊંચામાં ઉંચી અધિક ચીજ છે એ, એવો જે ચૈતન્યસ્વભાવ, તે સ્વયં જીવ છે, તે પોતે જીવ છે. આહાહા ! સમજાય છે કાંઈ? આહાહાહા ! Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ સમયસાર સિદ્ધિ ભાગ-૩ આ વાદવિવાદે કાંઈ પાર પડે એવું નથી. વસ્તુસ્થિતિ એવી છે. અત્યારે ઝઘડા ઝઘડા વ્યવહા૨ના. આંહી તો કહે છે, કે તું જે વ્યવહાર કહેવા માગે છે તે બધો પુદ્ગલ છે સાંભળને ? ભલે છે રાગ અંદ૨, પણ રાગ એ નિશ્ચયથી ચૈતન્યનો, ચૈતન્યસ્વભાવ જીવ એનો અંશ એ રાગમાં નથી માટે તે અચેતન છે, અચેતન છે માટે પુદ્ગલ છે, પુદ્ગલ છે માટે જડ છે. આહાહાહા ! સમજાણું કાંઈ ? આહાહા ! સ્વયં જીવ છે, એ પોતે જીવ છે. એ ચૈતન્યસ્વભાવ અનાદિ અનંત ચળાચળ રહિત, વર્તમાન વીતરાગ પરિણતિથી, સ્વવેદનથી જણાય એવો પ્રગટ, ચકચકાટ ઊંચો અતિશય વિશેષ એ પોતે સ્વયં જીવ છે. આને આત્મા કહીએ. આ તો કહે હાલે તે ત્રસ અને સ્થિર રહે તે સ્થાવર એ જીવ. અરે ભગવાન એ વ્યાખ્યા જ ખોટી છે બધી. સમજાણું કાંઈ ? એ તો અગ્નિ અને વાયુને ત્રસમાં નાખ્યા છે પંચાસ્તિકાયમાં. અગ્નિ ને વાયુ ભાઈ જરી આમ ગતિ કરે છે ને ? એકેન્દ્રિય છે છતાં ત્રસ કીધા પંચાસ્તિકાયે યાદ છે. પ્રભુ તું ત્રસેય નહીં, સ્થાવરેય નહીં, રાગીય નહીં, દ્વેષીય નહીં, પુણ્યવાળો નહીં, પાપવાળો નહીં, કર્મવાળો નહીં, શ૨ી૨વાળો નહીં, આબરુવાળો નહીં ત્યારે છો કોણ તું પ્રભુ ? કે હું તો ચૈતન્યસ્વભાવી જીવ છું, મારું જીવન તો ચૈતન્ય સ્વભાવે જીવવું ટકવું છે. એમ જેને અંત૨ પ્રતીતમાં અને જ્ઞાનમાં જણાય, ત્યારે તેને જીવ યથાર્થ જાણ્યો કહેવામાં આવે છે. આ આત્મા ત્યારે નવ તત્ત્વમાં આત્મા જાણ્યો ત્યારે કહેવાય. કેમકે નવ તત્ત્વમાં અજીવ તત્ત્વ તો ભિન્ન તત્ત્વ છે, કહ્યું ? પુણ્ય પાપ એ ભિન્ન તત્ત્વ છે નવમાં, આસ્રવ બંધ એ ભિન્ન તત્ત્વ છે. ત્યારે આત્મા શું છે? આત્મા કહો કે જીવ કહો, કે એ તો ચૈતન્ય સ્વભાવી સ્વયં જીવ પોતે છે.આહાહાહા એ સમ્યગ્દર્શનનો વિષય છે એમ જ્યારે જણાણું, ત્યારે પછી રાગાદિ ભાગને વ્યવહારે જાણેલો પ્રયોજનવાન છે એ બારમી ગાથાનો અર્થ છે. આહાહાહા! ભાવાર્થ:- સ્વયં જીવ, ભાષા તો જુઓ એ ચૈતન્યસ્વભાવ છે... છે... અને છે. અનાદિ અનંત ને વર્તમાન છે, ચળાચળ રહિત એમ એ ચૈતન્યસ્વભાવ છે, છે અને છે, જે છે તે સ્વસંવેદન પોતાથી જણાય એવો છે. ઊંચી ચીજ છે, એ મહાઅતિશય ઊંચી ચીજ છે, અતિશય વિશેષ છે, ખાસ. જગતનો એ સૂર્ય છે, કે જે બીજી ચીજને પણ છે, એમ એ જણાવે છે ધર્માસ્તિ, અધર્માસ્તિ ને રાગાદિ છે એ આ ચકચકાટ ભગવાન જણાણો, એ જાણે, જણાવે છે કે આ છે બીજી ચીજ, ૫૨શેય તરીકે હોં ઈ. રાગાદિ ૫૨શેય તરીકે. આહાહાહા! હમણાં તો એ પણ આવ્યું'તું બેનના બોલમાં કે શાસ્ત્રજ્ઞાન છે, એમાં જે છે એ તો શેય નિમગ્ન છે, ૫૨શેય નિમગ્ન છે. શાસ્ત્રનું જ્ઞાન છે ને ! શાસ્ત્રનું. એમાં એને બંધ અધિકા૨માં શબ્દ જ્ઞાન કહ્યું છે, શબ્દજ્ઞાન કહો કે ૫૨શેય કહો અને જે ૫૨શેયમાં નિમગ્ન છે, એ સ્વજ્ઞેયનો અનાદર કરે છે. ગજબ વાત છે, એમાં ઓલાને તો એમ થઈ જાય કે આટલું મને આવડયું. આ મને જણાણું, આટલા શાસ્ત્ર જાણું. અરે ભાઈ સાંભળ બાપા ! ઈ ૫૨શેયમાં જે નિમગ્ન છે, એ સ્વજ્ઞેયનો અનાદર કરે છે, આવી વાતું છે. રાગ તો ઠીક પણ જ્ઞાનને ૫૨શેય કહી દીધું. એવો જે ભગવાન જે વર્ણાદિ અને રાગાદિભાવો જીવ નથી, પણ ઉ૫૨ કહ્યો એવો ચૈતન્યભાવ આંહી લેવું છે લ્યો, તે જ જીવ છે, એ જીવ છે. એમ અંત૨ દૃષ્ટિમાં લે, એને જ્ઞાનની પર્યાયમાં શેય બનાવ ત્યારે એ જીવ આવો છે, એમ તને જણાશે. વિશેષ કહેશે. ( શ્રોતાઃ– પ્રમાણ વચન ગુરુદેવ.) Page #330 -------------------------------------------------------------------------- ________________ શ્લોક – ૪૨ ( બ્લોક - ૪૨ ) પર હવે, ચેતનપણું જ જીવનું યોગ્ય લક્ષણ છે એમ કાવ્ય દ્વારા સમજાવે છે - (શાર્દૂલવિક્રીડિત) वर्णाद्यैः सहितस्तथा विरहितो द्वेधास्त्यजीवो यतो नामूर्तत्वमुपास्य पश्यति जगज्जीवस्य तत्त्वं ततः। इत्यालोच्य विवेचकैः समुचितं नाव्याप्यतिव्यापि वा व्यक्तं व्यञ्जितजीवतत्त्वमचलं चैतन्यमालम्ब्यताम्।।४२।। શ્લોકાર્થ-[યત: શનીવ: શસ્તિ લેવા] અજીવ બે પ્રકારે છે. [વર્ષા: સહિત ] વર્ણાદિસહિત [તથા વિરહિત ] અને વર્ણાદિરહિત; [તત:] માટે [કમૂર્તમ ઉપચ] અમૂર્તિપણાનો આશ્રય કરીને પણ (અર્થાત્ અમૂર્તિપણાને જીવનું લક્ષણ માનીને પણ ) [ નીવચ તવં] જીવના યથાર્થ સ્વરૂપને [નત ન પુણ્યતિ] જગત દેખી શક્યું નથી;- [રૂતિ મનોવ્ય] આમ પરીક્ષા કરીને [ વિવેચવ:] ભેદજ્ઞાની પુરુષોએ [ ન આવ્યાપિ અતિવ્યાપિ વા] અવ્યાતિ અને અતિવ્યાતિ દૂષણોથી રહિત [ ચૈતન્યમ] ચેતનપણાને જીવનું લક્ષણ કહ્યું છે [ સમુક્તિ ] તે યોગ્ય છે. [ વ્ય$] તે ચૈતન્યલક્ષણ પ્રગટ છે, [વ્યતિ-વ-તત્વમJતેણે જીવના યથાર્થ સ્વરૂપને પ્રગટ કર્યું છે અને [અને] તે અચળ છે-ચળાચળતા રહિત, સદા મોજૂદ છે. [વાનધ્યતામ] જગત તેનું જ અવલંબન કરો!(તેનાથી યથાર્થ જીવનું ગ્રહણ થાય છે.) ભાવાર્થ- નિશ્ચયથી વર્ણાદિભાવો-વર્ણાદિભાવોમાં રાગાદિભાવો આવી ગયાજીવમાં કદી વ્યાપતા નથી તેથી તેઓ નિશ્ચયથી જીવનાં લક્ષણ છે જ નહિ; વ્યવહારથી તેમને જીવનાં લક્ષણ માનતાં પણ અવ્યામિ નામનો દોષ આવે છે કારણ કે સિદ્ધ જીવોમાં તે ભાવો વ્યવહારથી પણ વ્યાપતા નથી. માટે વર્ણાદિભાવોનો આશ્રય કરવાથી જીવનું યથાર્થ સ્વરૂપ ઓળખાતું જ નથી. અમૂર્તિપણે જોકે સર્વ જીવોમાં વ્યાપે છે તો પણ તેને જીવનું લક્ષણ માનતાં અતિવ્યાપ્તિ નામનો દોષ આવે છે, કારણ કે પાંચ અજીવ દ્રવ્યોમાંના એક પુદ્ગલદ્રવ્ય સિવાય ધર્મ, અધર્મ, આકાશ અને કાળ-એ ચાર દ્રવ્યો અમૂર્ત હોવાથી, અમૂર્તિપણું જીવમાં વ્યાપે છે તેમ જ ચાર અજીવ દ્રવ્યોમાં પણ વ્યાપે છે; એ રીતે અતિવ્યામિ દોષ આવે છે. માટે અમૂર્તપણાનો આશ્રય કરવાથી પણ જીવનું યથાર્થ સ્વરૂપ ગ્રહણ થતું નથી. ચૈતન્યલક્ષણ સર્વ જીવોમાં વ્યાપતું હોવાથી અવ્યામિદોષથી રહિત છે, અને જીવ સિવાય કોઈ દ્રવ્યમાં નહિ વ્યાપતું હોવાથી અતિવ્યામિદોષથી રહિત છે; વળી તે પ્રગટ છે; તેથી તેનો જ આશ્રય કરવાથી જીવના યથાર્થ સ્વરૂપનું ગ્રહણ થઈ શકે છે. ૪૨. Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ સમયસાર સિદ્ધિ ભાગ-૩ પ્રવચન નં. ૧૪૧ શ્લોક-૪૨ કારતક વદ-૬ સોમવાર તા. ૨૦/૧૧/૭૮ (શાર્દૂનવિવ્રીડિત) वर्णाद्यैः सहितस्तथा विरहितो द्वेधास्त्यजीवो यतो नामूर्तत्वमुपास्य पश्यति जगज्जीवस्य तत्त्वं ततः। इत्यालोच्य विवेचकैः समुचितं नाव्याप्यतिव्यापि वा व्यक्तं व्यञ्जितजीवतत्त्वमचलं चैतन्यमालम्ब्यताम्।।४२।। શું કહે છે (યતઃ અજીવઃ અસ્તિ ધા) “અજીવ બે પ્રકારે છે” આ ચૈતન્યને અનુભવવામાં આ કામ ન કરે એ વાત કરે છે. રાગ, દ્વેષ, પુણ્ય-પાપ એ ચૈતન્યના અનુભવનું લક્ષણ નથી. એ ચૈતન્યનું લક્ષણ નથી, એમ એને અમૂર્તપણું કહેવું એ પણ જીવનું ખરું લક્ષણ નથી, કારણકે અમૂર્ત તો ધર્માતિ આદિ બીજા પણ અમૂર્ત પદાર્થ છે. એ વાત કરે છે. જરી ઝીણી વાત છે. વર્ણાધાઃ સહિત વર્ણ ગંધ રાગાદિ અને વર્ણાદિ રહિત અમૂર્ત માટે અમૂર્તિપણાનો આશ્રય કરીને પણ અમૂર્તપણાને જીવનું લક્ષણ માનીને પણ જીવના યથાર્થ સ્વરૂપને જગતના પ્રાણી જાણી શકતા નથી. આ જીવ ભગવાન આત્મા એ તો જ્ઞાન લક્ષણે લક્ષિત છે. જ્ઞાનથી જણાય એવી એ ચીજ છે એને રાગથી જણાય એવું નથી અને અમૂર્તથી જણાય (એવું નથી) કારણ અમૂર્ત તો પરદ્રવ્ય પણ છે, રાગથી જણાય નહીં. અને અમૂર્તપણાથી જણાય નહીં. એ તો જ્ઞાનસ્વરૂપ ભગવાન જ્ઞાનના પરિણામથી જણાય એવો છે. આવી વાત છે. ત્યારે તેને ધર્મ થાય, જ્ઞાન દ્વારા આત્માને જાણે રાગથી નહીં, પુણ્ય દયા દાનના વિકલ્પથી નહીં, એ વિકાર છે એનાથી ન જણાય, કેમ કે વિકાર બધી અવસ્થામાં વ્યાપતા નથી. અને અમૂર્તપણું એ તો બીજામાં પણ છે તો એનાથી જીવને ભિન્ન જાણી શકાતો નથી. જીવને ભિન્ન જાણવા માટે જેને જીવ ચૈતન્ય છે, એને જેણે જાણવો છે, એને જ્ઞાન લક્ષણ વડે, ચૈતન્ય લક્ષણ વડે જાણી શકશે. એ ચૈતન્ય વડે તેનો અનુભવ કરી શકશે. સમજાય છે કાંઈ ? એટલે કે ચૈતન્ય જ્ઞાન લક્ષણ ચૈતન્ય એ દ્વારા તે જણાશે, ત્યારે તેને આત્મા જાણવામાં આવશે, ત્યારે તેને આત્માનો અનુભવ ચૈતન્યથી જણાશે, અનુભવ થશે. આવી વાતું છે. આમ પરીક્ષા કરીને હે જગતના જીવો, જગત ન પશ્યતિ એનો અર્થ છે જગતના પ્રાણીઓ, રાગાદિથી પણ આત્માને નહીં જાણી શકે. અમૂર્તપણાથી પણ આત્માને નહીં જાણી શકે. માટે હે જગતના પ્રાણીઓ ન પશ્યતિ એ રીતે આત્મા નહીં જાણી શકાય. આમ પરીક્ષા કરીને જોયું ? વિવેચકે ભેદજ્ઞાની પુરુષોએ એટલે કે જેને રાગથી અને અમૂર્તથી પણ ભિન્ન એવું ચૈતન્ય લક્ષણ છે એમ જે ભેદશાની ધર્મી, ધર્મની શરૂઆતવાળા જીવ, ધર્મની પહેલી સીઢીમાં રહેલા જીવ, એ રાગથી અને અમૂર્તપણાના લક્ષણથી પણ ભિન્ન એમ વિચારીને, ભેદજ્ઞાની પુરુષોએ અવ્યાપ્તિ અને અતિવ્યાપ્તિ દૂષણોથી રહિત, રાગાદિ છે એ સર્વે અવસ્થામાં વ્યાપતા નથી માટે અવ્યાપ્તિ છે અને અમૂર્તપણું છે, એ બીજામાં પણ છે, માટે તે અતિવ્યાપ્તિ છે. એવા અવ્યાપ્તિ હવે આવી Page #332 -------------------------------------------------------------------------- ________________ શ્લોક - ૪૨ ૩૧૯ ભાષા વાણીયાને ક્યાંથી આવડે? પુસ્તકમાં આવે નહીં અને એના ઉપદેશમાં આવું કાંઈ આવે નહીં, દયા પાળો ને વ્રત કરો ને અપવાસ કરો, એ તો બધી રાગની ક્રિયાઓ છે, અને રાગ કરવો અને રાગને અનુભવવો એ તો મિથ્યાત્વભાવ છે. તેમાં ધર્મ નથી, ધર્મ તો રાગથી રહિત ભગવાન અને અમૂર્તપણાથી પણ જાણી શકાય નહીં, કારણ કે અમૂર્તત્ત્વ તો બીજામાં પણ છે. જ્ઞાનમાં જ્ઞાન જાણવું એવો સ્વભાવ લક્ષણ, એનાથી તે અનુભવી શકાય છે. અહીંયા તો વ્યવહાર દયા, દાન, વ્રત ભક્તિ એનાથી પણ આત્મા જાણી શકાય કે અનુભવી શકાય નહીં. તેમ અમૂર્તપણાથી પણ તેનું બીજા દ્રવ્યથી ભિન્નપણે જાણી ન શકાય, અમૂર્ત તો બીજામાં ય છે ધર્માસ્તિ, અધર્માતિ, આકાશ ને કાળ. એથી આમ જાણીને ચૈતન્યપણાને જીવનું લક્ષણ કહ્યું, જોયું ? આ સાર આવ્યો. જાણક સ્વભાવ જે જાણવું જાણવું જાણવું, એ ચૈતન્ય તત્ત્વનું લક્ષણ એ જ્ઞાનના લક્ષણ વડે, આત્માનું લક્ષ કરીને અનુભવ થઈ શકે. એ સમ્યગ્દર્શન પામી શકે છે. ધર્મની પહેલી શ્રેણી જ્ઞાન તે આત્મા એમ લક્ષણથી લક્ષને પકડે, રાગની કોઈ ક્રિયા દયા દાન વ્રત ભક્તિ એ કોઈ આત્માનું લક્ષણ નથી, એ તો રાગ છે અત્યારે તો એજ હાલે અહીંયા તો કહે છે, પ્રભુ રાગ છે તે અવ્યાપ્તિ છે, આત્માની દરેક અવસ્થામાં રહેલ નથી. સંસાર અવસ્થામાં હો, પણ મોક્ષ અવસ્થામાં નથી. માટે તે અવ્યાપ્તિ છે આત્મામાં દરેક અવસ્થામાં વ્યાપ્તિ રહેલી નથી, માટે તે રાગ તે આત્માનું લક્ષણ નથી. તેથી તે રાગથી આત્મા જણાય એવો નથી, કેમ ! અમૂર્ત આત્માને જાણે તો અમૂર્તપણું પણ અતિવ્યાપ્તિમાં જાય છે, પોતામાં પણ છે અને પરમાં પણ છે, આ ધર્માતિ અધર્માસ્તિમાં અતિવ્યાપ્તિ થઈ જાય છે. એનાથી પણ ભગવાન આત્મા જાણી શકાતો નથી, એમ વિચારીને ભેદજ્ઞાની જીવોએ, ચેતનપણાને જીવનું લક્ષણ કહ્યું છે, આવી વાત છે. જાણવાની જે દશા છે, એ લક્ષણ છે, અને એ દ્વારા આત્મા અનુભવી શકાય છે. એ ચૈતન્યના જ્ઞાનના પરિણામથી ચૈતન્ય ત્રિકાળી છે તેમ જાણી શકાય છે. એનું નામ ધાર્મિક ક્રિયા કહેવામાં આવે છે. ચૈતન્ય લક્ષણે લક્ષને પકડવું એવી જે જ્ઞાનની ક્રિયા તે ધર્મ છે. તે યોગ્ય છે. ચેતનપણાને જીવનું લક્ષણ સમુચિત, સમ્ ઉચિત, એમ બરાબર વ્યાજબી છે એમ કહે છે. આત્માને રાગથી જણાવવો એ ન જણાય, અમૂર્તથી જણાવવો ન જણાય. એ ચૈતન્યના જ્ઞાનના લક્ષણે જણાય એ સમુચિત છે, સમ્યક પ્રકારે વ્યાજબી છે. ઓલું ગેરવ્યાજબી હતું. રાગથી જણાય એ ગેરવ્યાજબી હતું, કારણકે રાગ એની દરેક અવસ્થામાં નથી, અમૂર્તથી જણાય એ અતિવ્યાતિ પરમાં પણ હતું માટે એનાથી પણ જણાય નહીં. (શ્રોતાઃ- ન્યાયશાસ્ત્રમાં પણ આમ છે. ) ન્યાયશાસ્ત્રની આ યુક્તિ વાત કરી છે ભાઈ ! પ્રભુ તું કોણ છો? એ જ્ઞાનના જાણપણા દ્વારા જણાય એવો એ તું છો. એ રાગની ક્રિયા દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા એ તો બધો રાગ છે, એ રાગ તારી દરેક દશામાં નથી. માટે તે રાગ તારું લક્ષણ નથી. લક્ષણ એને કહીએ કે દરેક અવસ્થામાં જે હોય. આહાહાહા! સમજાણું કાંઈ ? આવી વાતું હવે. આહાહા! ભગવાન વીતરાગ સર્વજ્ઞદેવ, પરમેશ્વરનો આ હુકમ છે, સંપ્રદાયમાં તો બસ આ દયા પાળો ને વ્રત કરો ને એ. આ શ્વેતાંબરમાં હોય તો ભક્તિ કરો શું કહેવાય? પૂજા ને શેત્રુંજ્યની Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ સમયસાર સિદ્ધિ ભાગ-૩ જાત્રા, સમેતશિખરની ને ગિરનારની લ્યો એ તો બધો રાગ છે. એ તો બધી રાગની ક્રિયા છે. એ રાગની ક્રિયા આત્મામાં દરેક અવસ્થામાં વ્યાપ્તિ નથી માટે તે તેનું લક્ષણ નથી તેથી તે રાગથી જણાય એવો નથી. એનામાં ત્રણેયકાળ જ્ઞાનસ્વરૂપ છે, માટે જ્ઞાન તેનું લક્ષણ છે અને જ્ઞાનથી તે જણાય એવો છે. આવી વાત છે. વીતરાગ સર્વશ પરમેશ્વર જિનેશ્વરનો માર્ગ કોઈ અપૂર્વ છે, એની તો અત્યારે પ્રરૂપણા બધી ફરી ગઈ, હૈ? જે વ્રત ને તપ ને એ રાગ છે એનાથી તમને ધર્મ થશે, આખી પ્રરૂપણા ફરી ગઈ, ઉપદેશ ફરી ગયો. ઓહોહો ! આંહી તો કહે છે કે પ્રભુ અંદર ચૈતન્ય બિંબ પ્રભુ, જ્ઞાનનો ગાંગડો એતો જ્ઞાનનો ગાંઠડો છે. જેમાંથી અનંત અનંત અનંત કેવળજ્ઞાન આદિ પ્રગટે તોપણ તે ખૂટે નહીં એવો એ જ્ઞાનનો કંદ છે. જ્ઞાન જેનું મૂળ છે. એ વર્તમાન જ્ઞાન જાણવું જે છે, રાગથી ભિન્ન અમૂર્તપણાથી ભિન્ન એવું જે જ્ઞાન વર્તમાન જ્ઞાન, સમ્યજ્ઞાન એના દ્વારા આત્મા જાણી શકાય, અનુભવી શકાય. કારણકે એ એનું લક્ષણ સમુચિત છે. સઉચિત બરાબર વ્યાજબી છે. નિર્દોષ આ છે. સમજાય છે કાંઈ? આહાહા ! આવી વાતું હવે. ઓલા તો ઈચ્છામિ પડીકમણુ ઈરીયા વિરાણાએ ગમણાગમણે કરતા લ્યો થઈ ગયો ધર્મ ધૂળમાં ય નથી. તસ્સ ઉત્તરી કરણેણે કાઉ ઠાણેણં મોણેણં, માણેણં અપ્રાણ વોસિરામિ, અર્થેય ખબર ન હોય અને માર્ગ પ્રભુનો કંઈ રહી ગયો. લોકોએ કંઈક કલ્પાવી દીધો, પ્રભુ એટલે તું હોં, પ્રભુએ તો કહ્યું છે પણ તું તેવો છો, જ્ઞાનલક્ષણે જણાય એવો તું પ્રભુ છો, એ રાગની ક્રિયાથી અમૂર્તપણાથી બીજામાં પણ અમૂર્ત છે એમ એનાથી પણ તું જુદો તને પાડી શકતો નથી. આહાહા ! સમજાણું કાંઈ? તે યોગ્ય છે તે ચૈતન્ય લક્ષણ પ્રગટ છે. કારણકે જાણવાની પર્યાય પણ પ્રગટ છે એના દ્વારા એ જ્ઞાનસ્વરૂપ ત્રિકાળ છે તેમ જાણી શકાય છે, ગજબ વાતો છે. કાલે આવ્યું'તું ને? આત્મા અજાયબ ઘર છે એમાં અનંત ગુણો રૂપ અજાયબથી ભરપૂર છે ઈ. વર્તમાન જ્ઞાનથી તેને જાણે પણ જણાય તે જ્ઞાન તો અનંત ને અમાપ છે અંદર. સમજાણું કાંઈ ? આમાં મોં માથે હાથ આવે નહીં એટલે બિચારા શું કરે, અરેરે અનંત કાળથી આમ અંતર ઇન્દ્રિયોને બંધ કરી અને ઇન્દ્રિયોથી વિષય થાય તેનું પણ લક્ષ છોડી દઈ, અને મનના લક્ષે જે રાગાદિ થાય તેનું પણ લક્ષ છોડી દઈ અને અંતરના ચૈતન્ય સ્વભાવી ભગવાન એને ચૈતન્ય લક્ષણે અનુભવવો, એ સમ્યગ્દર્શન પામવાની આ રીત છે. આ વસ્તુ છે. કેમ કે એ ચૈતન્યબિંબ છે પ્રભુ એને ચૈતન્યની પ્રગટ દશા છે તે તેનું જ્ઞાન લક્ષણ છે, એ લક્ષણ દ્વારા અંદર જા. જો તો તને અનુભવ થશે. આહાહા ! અને એ જ્ઞાનની પર્યાય સ્વને જાણશે તો અંદરમાં તો અભૂત અનંતગુણનો પિંડ અનંત ગુણો ભર્યા છે એને પણ એ જ્ઞાન એને દેખશે. અરે આવી વાતું છે. આખો ફેરફાર ફેરફાર, માર્ગ એવો છે બાપુ, વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર એમ કહે છે, તે મુનિ એમ કહે છે, ભાઈ તને તું પકડીને અનુભવી ક્યારે શકીશ? કે જ્ઞાનના પર્યાયને પકડી લક્ષણને ને ત્યાં જઈશ તો અનુભવ કરી શકીશ. કોઈ રાગની ક્રિયાથી દાનની ક્રિયા, કરોડોના દાન આપ્યા હોય એમાં રાગ મંદ થયો કર્યો હોય તો... એનાથી પણ ભગવાન નહીં જણાય. એ શાંતિભાઈ ! શું ત્યારે પછી આ બધું? દાન કરવું કે નહીં ત્યારે? એ ભાવ હોય છે, રાગ(ની) Page #334 -------------------------------------------------------------------------- ________________ શ્લોક – ૪૨ ૩૨૧ મંદતાનો પણ એથી આત્મા જણાય એનાથી અથવા એનાથી આત્મા પ્રાપ્ત થાય, એનાથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય, એ વસ્તુ નથી. આહાહાહા ! માટે ચૈતન્ય લક્ષણ પ્રગટ છે. વ્યક્ત કીધુંને વ્યક્ત “વ્યંજિત જીવ તત્ત્વમ્” તેને જીવન યથાર્થ સ્વરૂપને પ્રગટ કર્યું છે જાણવાની જે દશા છે લક્ષણ, એ પ્રગટ છે એણે આખા તત્ત્વને પ્રગટ કરાવ્યું છે. જીવના યથાર્થ સ્વરૂપને પ્રગટ કર્યું છે એણે, એ જ્ઞાનની પર્યાયને જ્ઞાયકભાવ તરફ વાળતાં, તેણે જ્ઞાયકને પ્રગટ કર્યો છે. પર્યાય જ્ઞાનની જે છે, અરે ! આકરી પકડ, એને અંતરમાં વાળતાં, ચૈતન્યબિંબનો એને અનુભવ થાય. તેથી વ્યંજિત એના જીવના યથાર્થ સ્વરૂપનું જ્ઞાન લક્ષણે પ્રગટ કર્યું છે. આહાહાહા ! સમજાણું કાંઈ? વાસ્તવિક જે ભગવાન આત્મા, જ્ઞાન ને આનંદનો કંદ પ્રભુ, વસ્તુ અનાદિ એવી જ છે ઈ એને વર્તમાન જ્ઞાનલક્ષણે કરીને આ ચીજ આ છે તેમ પ્રગટ કરે છે. દેવ, ગુરુ ને શાસ્ત્રની ભક્તિ એ રાગ છે, એનાથી પણ આત્મા જાણી નહીં શકાય. ગજબ વાતું છે. ભગવાન ત્રણ લોકના નાથ સાક્ષાત્ બિરાજતા હોય સમવસરણમાં એની ભક્તિ, સાક્ષાત્ સર્વજ્ઞ પરમેશ્વર એ પણ રાગ છે. પરદ્રવ્ય તરફનું છે ને વલણ એ રાગ છે, એનાથી આત્મા નહીં જાણી શકાય એમ કહે છે. પણ રાગ રહિત જે અંદર જ્ઞાન છે, એ જ્ઞાનના લક્ષણે કરીને જીવ પ્રગટ દેખાશે તને. આહાહાહા ! ગજબ વાત છે. આહા! દેવ, ગુરુ ને શાસ્ત્ર એની ભક્તિથી પણ જણાય એવો નથી, પ્રભુ તો એવો છે. કારણકે પર તરફની ભક્તિનું વલણ તો રાગનું છે એ, સ્વતરફનું વલણ નથી એ. ચૈતન્યનું વલણ ચુકવવું હોય તો જ્ઞાન લક્ષણે વલણ ચૂકવાશે. આવો માર્ગ અત્યારે તો ફેરફાર બગાડી મૂકયું અરે, (શ્રોતાઃ- બહાર દેખને સે તો હમેં સબકુછ દીખાઈ દેતા હૈ, અંદર દેખને સે કુછ દીખાઈ નહીં દેતા હૈ તો વિશ્વાસ કૈસે આવે?) અંદર દેખવા જાય છે ક્યાં? દેખવા જાય ત્યારે દેખાયને? આંખ્યું ઉઘાડે ત્યારે દેખાયને? એમ જ્ઞાનનેત્ર ઉઘાડે અને અંદર જોવે તો દેખાયને? નથી દેખતો એવો પણ નિર્ણય કોણે કર્યો? હું દેખાતો નથી, એ શેમાં નિર્ણય કર્યો? એ જ્ઞાનની પર્યાયમાં નિર્ણય કર્યો, એ જ જ્ઞાન છે. સમજાણું કાંઈ? આ તો અપૂર્વ વાતું છે બાપા, જન્મમરણના ચકરાવામાં પડ્યો અનાદિથી એના અંત લાવવાની વાતું છે અહીં બાપા. બાકી તો બધું ઘણું કર્યું, ભક્તિ કરી ને વ્રત પાળ્યા ને. આહાહા! આંહી કહે છે ભગવાન આત્મા ત્રિકાળી જ્ઞાનસ્વરૂપ છે, તેની વર્તમાન પર્યાયમાં પણ જ્ઞાન અંશ પ્રગટ છે, એ જ્ઞાનઅંશ જે પ્રગટ છે તે લક્ષણ વડે કરી અને ત્રિકાળ જ્ઞાયક સ્વભાવ છે તેને પકડ એનો અનુભવ કર, એનાથી અનુભવ થઈ શકશે, કારણકે એ એનું વાસ્તવિક લક્ષણ છે. આહાહા ! સમજાણું કાંઈ ? જાણવાની પર્યાય પ્રગટ છે કે નહીં? હેં? આ રાગ છે, આ શરીર છે, એમ જાણે છે કોણ? એ જ્ઞાનની પર્યાય. આ રાગ છે, આ શરીર છે આ ઉનું છે, આ ટાઢું છે, આ સ્ત્રી છે, આ પુરુષ છે, આ મનુષ્ય છે, આ લખ્યું છે, એ જાણે છે કોણ? જ્ઞાનની પર્યાય, પણ એ પર્યાય એને જાણે છે, તો એ પર્યાય (જેને જાણે છે) એનું લક્ષણ નથી, પર્યાય તો આ દ્રવ્યનું લક્ષણ છે, આવી વાતેય સાંભળવા મળે નહીં બિચારાને. કાલે ત્યાં ગયા'તા ને પાલીતાણા. કચ્છમાં એક બાઈ Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ સમયસાર સિદ્ધિ ભાગ-૩ છે આર્જા, એ શું કહેવાય? ગરણીજી મોટું લઠ જેવું શરીર, ધીરજશ્રી જાય છે જ્યાં કોઈ વખતે એમ કહેતા'તા. તેથી એને બિચારાને લાગણી હતી. ઘણાં વખતથી દશ વરસથી એમાં બરાબર બારોટ મળી ગયો. મહારાજ એક ગરણીજી છે દશ વર્ષથી, બાપુ માર્ગ કીધું ભાઈ આ બીજો છે, એ રાગથી ને શરીરથી ભિન્ન પડેલી જ્ઞાનની પર્યાય એ દ્વારા આત્મા જણાય એ સિવાય કોઈ ઉપાય છે નહીં. બે પુસ્તક આપ્યા પછી. શું કરે? નરશી કેશવજીની છે ને ધર્મશાળા બે પુસ્તક આપ્યા. એક બેનનું ને એક કાલનું આપણું? સોગાની? સોગાનીનું આર્જા બિચારી બેઠી'તી બીજી એક બેઠી તી જુવાન હતી. શું કરે બિચારા મળ્યું ન મળે. આહાહા ! અરે અમારા ગુરુ સંપ્રદાયના હીરાજી મહારાજ હતા બિચારા બહુ સજ્જન નરમ પણ આ વાત સાંભળવા મળેલી નહોતી. અરેરે ! શું કરે? એ એમ પ્રરૂપતા હજારો માણસની વચ્ચે રાજકોટમાં મોટા મોટા અને જામનગર ભાઈ અહિંસા પરમો ધરમ, કોઈપણ જીવને ન મારવો એ ધર્મ એ સારા સિદ્ધાંતનો સાર છે, એમ કહેતા. મળ્યું નહોતું શું કરે બિચારા ? અરેરે !અહિંસા સમય ચેવ એતા વિત વિયાણીયા. જેણે પર દ્રવ્યની દયા પાળી એણે બધું જાણું, આંહી કહે છે, પર જીવની દયા, આત્મા પાળી શકતો નથી, અને પરજીવની દયાનો ભાવ છે તે રાગ છે, એ રાગ છે તે બંધનનું કારણ છે, રાગથી આત્મા જણાશે નહીં. અરરર! પરજીવની દયાના ભાવથી આત્મા નહિ જણાય. હવે આ વાતું ક્યાં નાખવી? એય સપાણી ! ક્યાં હતું તમારે વાડામાં ત્યાં (નહીં) નહીં. મોટાભાઈ ના પાડે છે. (શ્રોતાઃ- આત્મા શબ્દ જ નહોતો સાંભળ્યો) ખબર છે અમને તો આંહીં બધી. અરેરે ! આવી વાતું બાપા. પરજીવની દયા પાળવાનો ભાવ છે, એ રાગ છે અને રાગ છે તે દુઃખરૂપ દશા છે, આકુળતા છે, એ આકુળતા જીવનું સ્વરૂપ નહીં. એનાથી નિરાકુળ ભગવાન પ્રાપ્ત થાય નહીં પણ તે રાગના કાળે જે જ્ઞાનની પર્યાય રાગને જે જાણે છે, તો એ રાગનું જ્ઞાન લક્ષણ નથી, જ્ઞાનનું રાગ લક્ષણ નથી અને રાગનું જ્ઞાન લક્ષણ નથી, એ જ્ઞાન લક્ષણ તો ચૈતન્ય દ્રવ્ય ભગવાન. આહાહા! એવી વાત છે. એ તેણે “વ્યંજિત જીવ તત્ત્વમ” એણે પ્રગટ કર્યું છે. જીવ તત્ત્વને એ જ્ઞાનનો જે પર્યાય છે. આ વાત ચોટીલામાં રતનચંદજીના એક ગુરુ હતા લીંબડી સંઘાડાના રતનચંદજી, શતાવધાની એના ગુરુ હતા, તાકડે ભેગા થઈ ગયા અમે. અમે પાછા સાધુ કોઈને માનતા નહીંને એટલે ભેગા ઊતરતા નહિ. એ વખતે અમે સાધુ કોઈને માનતા નહિ. પણ ભેગા ઉતર્યા તો બહુ ખુશી થઈ ગયા. પછી વાત થઈ આ કે “આ જ્ઞાન ક્રિયાભ્યામ્ મોક્ષ” કહ્યું છે ને? કીધું “જ્ઞાનક્રિયાભ્યામ્ મોક્ષ” એટલે શું? આત્મા જે જ્ઞાનસ્વરૂપ છે તેનું જ્ઞાન કરવું અને તે જ્ઞાનમાં ઠરવું એ જ્ઞાનક્રિયાભ્યામ્ મોક્ષ છે. વાત થઈ'તી ચોટીલામાં. અપાસરો છે ને ઉપર મેડી ઉપર વાત થઈ હતી, કબુલ્યું કે વાત તો સાચી લાગે છે. મેં કીધું ભાઈ બાપુ. માર્ગ તો આ છે, વાત તો સાચી લાગે છે. એક વાત અને બીજી વાત આ કરી એણે પોતે હોં. મેં કીધું ભાઈ મૂર્તિ છે સિદ્ધાંતશાસ્ત્રમાં, મૂર્તિપૂજા શાસ્ત્રમાં છે એ વાત છે, અમને ખબર છે પણ હવે શું કરીએ જે શિષ્યો વાંચશે તો એને અમારી શ્રદ્ધા નહીં રહે, શાસ્ત્રમાં છે મૂર્તિપૂજા. બે વાત થઈ'તી ચોટીલાના અપાસરામાં, સંપ્રદાયમાં હોં હુજી. પણ મૂકવું કઠણ પડે. આહાહા ! આંહી તો પરમાત્મા અથવા સંતો અહીંયા એમ જાહેર કરે છે પ્રભુ, તું તને જાણી શકે તેનું Page #336 -------------------------------------------------------------------------- ________________ શ્લોક – ૪૨ ૩૨૩ સ્વરૂપ તો જ્ઞાનની પર્યાય છે, એ જ્ઞાનની પર્યાયથી જણાય તે તારું સ્વરૂપ છે. લાખ વાતની વાત અને કરોડ વાતની વાત, એ જ્ઞાન જે પરને જાણવાની પર્યાય કામ કરે છે, એ જ્ઞાન કાંઈ પરનું લક્ષણ નથી, માટે જે જાણવાનું કામ કરે છે જે પર્યાય, જેનું લક્ષણ છે ત્યાં એને વાળ. તો તેનાથી જીવનું સ્વરૂપ વ્યંજિત પ્રગટ થશે, અને જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મા છે, આનંદ સ્વરૂપ છે એવું જ્ઞાનની વ્યંજિત પર્યાય દ્વારા જાણતા તને આત્મા પ્રગટ દેખાશે. આહાહા! કહો શાંતિભાઈ ! ક્યાં આમાં નવરાશ ક્યાં હતી ત્યાં? છોકરાવને સાચવવા ને બાયડી સાચવવા ને પૈસા ભેગા કરવા. ઓલો ન્યાં સલવાણો, આ આંહીં સલવાણાં, નાનો ન્યાં હોંગકોંગ, લાખો રૂપિયા પેદા કરે, હમણાં એક લાખ રૂપિયા આપ્યા'તા ત્યાં ભાવનગર, એમાં શું થયું પણ રાગનો મંદ ભાવ કર્યો હોય તો એ શુભભાવ છે એ કાંઈ ધર્મ નથી તેમ તેનાથી આત્મા જણાય એવી કોઈ ચીજ નથી. આહાહાહા ! આંહી તો બે વાત લીધી, કે જીવનું તત્ત્વ જે છે તેને ચૈતન્ય લક્ષણે કરીને જાણો, કેમકે ચૈતન્યપણાનું લક્ષણ કહ્યું છે તે યોગ્ય છે, અને તે લક્ષણ પ્રગટ છે એમ બે વાત કરીને? શું કીધું એ ? જાણવાના પરિણામથી આત્મા જણાશે એ જાણવાની પર્યાય પ્રગટ છે, છે ને? અને તેનાથી તે જણાશે અને પ્રગટશે. આહાહા ! બે વાત કરી. ભગવાન આત્મા આનંદ ને જ્ઞાન સ્વરૂપી પ્રભુ એની વર્તમાન પર્યાયમાં જ્ઞાનનો વ્યક્ત પર્યાય પ્રગટ છે, શક્તિરૂપે છે એ એકકોર રાખો, આ તો પ્રગટ છે, એ દ્વારા, એ પ્રગટ છે એ દ્વારા જાણતાં જે શક્તિરૂપે છે. અપ્રગટ છે, એ પ્રગટ તને જણાશે, કેટલું સમાડયું છે. દિગંબર સંતોએ તો ગજબ કામ કર્યા છે, કેવળીના કેડાયતો પરમાત્મા જિનેશ્વરના કેડાયત એ જિનેશ્વરપદ અલ્પભવમાં પામી જવાના છે. આહાહા ! બે વાત કરી. કે ચૈતન્ય લક્ષણ એને અમે કહ્યું એ ચૈતન્ય પર્યાય પ્રગટ છે. સમજાય છે કાંઈ ? અને એ ચૈતન્ય પર્યાયથી તું તારા આત્માને જાણ તો એ તને પ્રગટ જણાશે. પ્રગટ પર્યાયથી પ્રગટ તત્ત્વ જણાશે. હવે આનાથી કેટલું સહેલું કરે?ગજબ કામ કર્યા છે. એટલા થોડા શબ્દોમાં ગાગરમાં સાગર ભરી દીધો છે. પ્રભુ તને રાગથી તું નહીં જણાય, કારણકે રાગ તારું સ્વરૂપ નથી, અમૂર્ત છો પણ અમૂર્ત તો પરમાય છે માટે એ અમૂર્તથી તારું ભિન્નપણું નહીં પડે, કારણકે અમૂર્ત તો બીજા દ્રવ્યો પણ છે તો ત્યાં તો બધું એક થઈ જશે. અમૂર્તપણાથી પણ તું પરથી તને ભિન્ન નહીં પાડી શકે. એક ચૈતન્ય લક્ષણે કરીને ભિન્ન પાડી શકીશ તું. અને તે ચૈતન્ય લક્ષણ પ્રભુ કહીએ છીએ ને તને, પ્રગટ છે ને? નથી કાંઈ પર્યાયમાં જ્ઞાન? એ સમુચિત એ ચૈતન્ય પ્રગટ છે એ પ્રગટ તે “વ્યંજિત જીવ તત્ત્વમ્” તે જીવના સ્વરૂપને પ્રગટ કરે છે, કર્યું છે. એમ કહે છે પ્રભુ, કે જીવનું લક્ષણ જે ચૈતન્ય પર્યાયમાં તને છે અત્યારે, પ્રગટ છે અને તે દ્વારા જો આત્માને જાણ તો તે વ્યંજિત” તે દ્રવ્ય પ્રગટ થશે તને. આહાહા! વાત કરી છે. ભાષા સાદી પણ આખું તત્ત્વ ભરી દીધું છે. ઝઘડા બધા છોડી દે. ઓલામાં આવે છે ને? ભેદજ્ઞાનીને સોંપી દીધું છે. ૪૯ ગાથામાં (શ્રોતા- સર્વસ્વ) સર્વસ્વ, રાગથી નહીં, અમૂર્તપણાથી નહીં, (તેનાથી) ભિન્ન નહીં પડી શકે એમ કહે છે. રાગથી નહીં જણાય કેમ કે એ એનું સ્વરૂપ નથી, અમૂર્તપણાથી નહીં જણાય કેમકે અમૂર્તપણું તો ઘણાંમાં છે માટે જુદું પાડી Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪. સમયસાર સિદ્ધિ ભાગ-૩ નહીં શકે, હવે જ્ઞાનની પર્યાય જે પ્રગટ છે, જે વ્યક્ત છે, તે દ્વારા લક્ષ જે દ્રવ્ય વસ્તુ તેનો અનુભવ કર, તો તે વસ્તુ પ્રગટ તને જણાશે, પ્રગટ પર્યાયથી વસ્તુને જાણીશ તો વસ્તુ પ્રગટ જણાશે. આહાહાહા! જ્ઞાનની વર્તમાન પર્યાય, પર્યાયની ખબર ન હોય હજી કેટલાંકને તો. એ વર્તમાન જે જ્ઞાનની પર્યાય પ્રગટ છે, એનું લક્ષણ પ્રગટ છે કહે છે. એ લક્ષણ દ્વારા, લક્ષ નામ દ્રવ્યને પકડ, તો તે દ્રવ્ય પ્રગટ થશે તને, આવું દ્રવ્ય છે એવું તને જ્ઞાનની પર્યાયમાં ભાસશે. (શ્રોતા- આત્મા ધારણા જ્ઞાનમાં તો પકડાય પણ ઉપયોગ અંદર વળતો નથી, પણ એને પુરૂષાર્થ નથી ને ઉધો છે, એને એની ગરજ ક્યાં છે એની એટલી. જે ઉપયોગથી પકડાય એટલો ઉપયોગ કરે છે ક્યાં? ધૂળ ઉપયોગે પકડાય નહીં, અને સૂક્ષ્મ ઉપયોગે પકડાય, સૂક્ષ્મ ઉપયોગ તો કરતો નથી. વાત લોજીકથી છે. (શ્રોતા:- સૂક્ષ્મ ઉપયોગથી સૂક્ષ્મ વસ્તુ કેમ પકડાય તે સમજાવો) સૂક્ષ્મ ઉપયોગ જે મતિજ્ઞાનનો શ્રુત જ્ઞાનનો જે પર્યાય છે એ સૂક્ષ્મ ઉપયોગથી પકડાય અને એ સૂક્ષ્મ ઉપયોગથી દ્રવ્ય પકડાય. (શ્રોતા:- સૂક્ષ્મ દ્રવ્ય તરફ ઉપયોગ જાય ત્યારે પકડાયને?) પણ એ ત્યારે જાય, સૂક્ષ્મ ઉપયોગ કરે એટલે એ દ્રવ્ય ઉપર જ જાય. એનો અર્થ એ થયો કે દ્રવ્યને આશ્રયે જે પર્યાય પ્રગટી, અનુભવની હોં એ સૂક્ષ્મ છે અને સૂક્ષ્મથી જ તે પકડાયું છે. આહાહા ! આવી વાતું છે. કેટલાક વ્રત અને તપસ્યાઓમાં અટકયા, કેટલાક દેવગુરુ ને શાસ્ત્રની ભક્તિ કરતા કરતા કલ્યાણ થશે એ અટકયા, બધા એક જાતમાં અટકયા છે મિથ્યાત્વમાં. કેમકે જ્ઞાન જે પર્યાય છે તે લક્ષણ તો પ્રગટ છે, જેનું જે લક્ષણ છે એ તો પ્રગટ છે. એ ભગવાન ચૈતન્ય સ્વરૂપનું એ લક્ષણ છે પર્યાય, ચૈતન્ય દ્રવ્યનું એ તો પ્રગટ છે. હવે પ્રગટને આ બાજુ ઢાળી દે– નાખે, જેનું એ લક્ષણ છે એ બાજુ ત્યાં વાળી દે એને પ્રગટ થશે આત્મા. પર્યાય તો પ્રગટ છે, એને આ બાજુ વાળે દ્રવ્ય પ્રગટ થઈ જશે. આવી વાતું છે. અરે આવી વાતું મળવી મુશ્કેલ છે. બાપા જિનેશ્વર ત્રિલોકનાથ પરમેશ્વરનો આ હુકમ છે. સર્વજ્ઞ પરમેશ્વર એની વાણીમાં એમ આવ્યું, પ્રભુ તારું લક્ષણ તો પ્રગટ છે ને? એ લક્ષણ વડે કરીને જે અપ્રગટ છે, વસ્તુ ગુમ છે, જે પર્યાયમાં આવી નથી, પર્યાયની વ્યક્ત અપેક્ષાએ વસ્તુ જે આખી પૂર્ણાનંદનો નાથ જે ગુમ છે, એ લક્ષણ વડે જો પકડીશ તો તે ગુપ્ત પ્રગટ થશે. આથી હવે બીજું શું કહે? પ્રભુ તું આત્મા છો ને નાથ. તું સ્ત્રી નહીં, પુરુષ નહીં, રાગ નહીં, દ્વેષ નહીં, કર્મ નહીં ભાઈ. આહાહાહા ! એમ જ્ઞાનના લક્ષણની પર્યાય જેટલો ય નહીં, કારણ કે જેનું લક્ષણ છે એવું જે લક્ષ્ય વસ્તુ તો પૂર્ણ પડી છે અંદર. આ એને કરવાનું તો આ છે. બાકી બધું તો ઠીક છે. (શ્રોતા – બીજું બધું સરળ લાગે, વાળવું મુશ્કેલ પડે) ઈ જ કહે છે ને એ કર્યું નથી એટલે મુશ્કેલ છે. અનાદિનો અભ્યાસ જ નથી. કોઈદિ ગ્રુત પરિચિત, રાગથી ભિન્ન છે, એ સાંભળ્યું નથી. તે કહ્યું ને ચોથી ગાથામાં, સાંભળ્યું ક્યારે કહેવાય કે તને ખ્યાલમાં આવે કે તે રાગથી ભિન્ન છે, ત્યારે જ્ઞાનની પર્યાયથી અભિન્ન છે. જો કે જ્ઞાનની પર્યાયને લક્ષણ કીધું, એનાથી લક્ષને પ્રગટ કરી શકે છે. છતાં તે પર્યાયમાં લક્ષ વસ્તુ આવતી નથી. પર્યાયમાં તે વસ્તુનું સામર્થ્ય કેટલું તે જ્ઞાનમાં આવે છે. આહાહા ! હવે આવી વાતું. એનું લક્ષ કરે છે એમ કહે છે, જ્ઞાનની પર્યાય લક્ષણ છે જેનું, તેનું લક્ષ Page #338 -------------------------------------------------------------------------- ________________ ૩૨૫ શ્લોક – ૪૨ કરે છે. લક્ષ કર્યું, છતાં તે ચીજ કાંઈ પર્યાયમાં આવી નથી. પર્યાયમાં તે ચીજનું સામર્થ્ય કેટલું છે એ પ્રગટ પર્યાયમાં ભાસ્યું. ( શ્રોતાઃ- આમ તો પર્યાયમાં પ્રાપ્ત કરવાનું છે ને ? ) પર્યાયમાં, એ પર્યાય આ બાજુ વાળવી ત્યારે પ્રગટ થયું, ખ્યાલમાં ન હતું. ગુપ્ત હતું તે પ્રગટ થઈ ગયું, છતાંય એ દ્રવ્ય પર્યાયમાં આવ્યું નહીં, દ્રવ્ય પર્યાયમાં આવી જાય તો તો એ તો ધ્રુવ છે અને પર્યાય એ તો અંશ છે. આહાહાહા ! ધન્યકાળ, ધન્ય અવસ૨ બાપા, આવી વાત. જેનું એ લક્ષણ છે, તે તેને પકડે, અને તે લક્ષણ છે એ તો પ્રગટ તો છે પ્રભુ. બિલકુલ પ્રગટ જ ન હોય તો તેનાથી જણાવવું એને મુશ્કેલ પડે. શું શ્લોક છે. એ શ્વેતાંબરના ૩૨ સૂત્ર વાંચે તો ય એમાંથી આવો શ્લોક નીકળે એવું નથી. ૩૨ સૂત્ર તો કેટલીય વાર વાંચ્યા. આઠ મહિનામાં હંમેશાં ૩૦ સૂત્રો સંપ્રદાયમાં કાયમ, ચંદપન્નતી-સૂર્ય પન્નતિ એકવાર વાંચ્યા'તા છોંતેરમાં, આ વાત ન મળે. આહાહાહા ! અહીંયા કહે છે, એક તો એ વાત કરી કે પ્રભુ તું તો રાગરૂપ નથી. કેમ ૨ાગરૂપ હોય તો, કાયમ રાગ રહેવો જોઈએ, સિદ્ધપણામાં રાગ રહેતો નથી માટે તું રાગરૂપ નહીં, એ તારું સ્વરૂપ જ નહીં. હવે તું અમૂર્ત છો એમ જો કહેવા માગે તો અમૂર્ત તો બીજી ચીજો પણ છે ધર્માસ્તિ, અધર્માસ્તિ, આકાશ ને કાળ, તો એનાથી તું જુદો નહીં પાડી શક તારા આત્માને, અમૂર્તપણામાં તો બધું ભેગું થઈ જશે. આહાહાહા ! હવે તારે જુદું પાડવું હોય તો તો જ્ઞાન પર્યાય જે લક્ષણ છે એ લક્ષ્યનું લક્ષણ છે, એ બીજે ક્યાંય નથી ! સમજાણું કાંઈ ? સમજાય એટલું સમજવું બાપુ, આ તો પરમાત્માના ઘ૨ની વાતું છે. વીતરાગ સીમંધર ભગવાન બિરાજે છે પ્રભુ મહાવિદેહમાં આ એની વાણી છે આ બધી, સંતો દ્વારા આવી છે આ. આમાં વાદ ને વિવાદ ને ઝઘડાં ઉભા કરે, વ્યવહા૨થી થાય ને વ્યવહા૨થી થાય ઓલો ત્યાં સુધી કહે છે. વળી જ્ઞાનસાગર છઠ્ઠાં ગુણસ્થાન સુધી વ્યવહાર જ હોય એમ કહે છે. અ૨૨૨ ! આ જ્ઞાનસાગર છે ને, સમયસાર એમાં વાંચ્યું'તું, છઠ્ઠા ગુણસ્થાન સુધી વ્યવહાર હોય. અરે પ્રભુ ! વ્યવહાર બારમા સુધી હોય પણ નિશ્ચય હોય એને ને ? જેણે જીવનો આશ્રય લીધો છે, જ્ઞાનલક્ષણે જ્ઞાનને પકડયું છે, એને જે કંઈ અધુરી રાગ દશા રહી તેને વ્યવહાર કહેવામાં આવે છે, પણ એને એકલો વ્યવહા૨ જ છે, (તોએ ) મિથ્યાર્દષ્ટિ છે. નિશ્ચય વિનાનો વ્યવહાર કેવો ? ચોથે ગુણસ્થાનથી નિશ્ચય સ્વનો આશ્રય શરૂ થઈ જાય છે. પછી પૂર્ણ આશ્રય નથી એથી રાગનો ભાવ આવ્યા વિના રહેતો નથી, છતાં તે વ્યવહારે જાણેલો પ્રયોજનવાન છે. વ્યવહારે કરેલો પ્રયોજનવાન છે, અને વ્યવહા૨થી આત્માને લાભ થશે માટે પ્રયોજનવાન છે એમ નથી. આહાહા! (શ્રોતાઃ- તીલતુસ માત્ર પરિગ્રહ હોય તો તેને શુધ્ધોપયોગ કેમ કહેવાય ) એ ત્યાં સુધી મુનિપણું માને તો મિથ્યાર્દષ્ટિ છે. એક વસ્ત્રનો ટુકડો રાખીને અમે મુનિ છીએ એમ માને (તોએ ) નિગોદમાં જવાના છે. ભગવાનનું વચન છે, કુંદકુંદાચાર્યનું. નવેય તત્ત્વની ભૂલ, વસ્ત્રનો ટુકડો રાખીને મુનિપણું માને ત્યાં નવેય તત્ત્વની વિપરીત ભૂલ છે. એ કાકડીના ચો૨ને ફાંસીની સજા એમ નથી. એણે નવેય તત્ત્વનો મોટો ગુન્હો કર્યો છે એણે. આવો માર્ગ આકરો બહુ બાપુ ! પણ વસ્તુ તો વસ્તુ ઈ છે. આહાહાહા ! Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ સમયસાર સિદ્ધિ ભાગ-૩ ચૈતન્યપણાને જીવનું લક્ષણ કહ્યું તે યોગ્ય છે એક વાત, તે લક્ષણ પ્રગટ છે એ વાત. ચૈતન્યલક્ષણ કહ્યું તે યોગ્ય છે એક વાત, તે ચૈતન્ય લક્ષણ પ્રગટ છે તે બે વાત. એને ચૈતન્ય ઉપર દૃષ્ટિ કરી તેથી ચૈતન્ય દ્રવ્ય પ્રગટ થાય છે એ ત્રીજી વાત. પ્રગટ થાય છે એનો અર્થ કે છે, એ છે એવું પર્યાયમાં ભાસ્યું. નહીંતર તો છે તો છે. એને પ્રગટ પર્યાયમાં ભાસ્યું. ઓહોહો ! આ વસ્તુ મહાપ્રભુ આનંદનું દળ જ્ઞાયકભાવ આખો પ્રગટ છે. પર્યાય જ્યાં આમ વળી એટલે એને પ્રગટ દેખાય છે. આવી વાત છે. એક મધ્યસ્થથી સાંભળે ને, મારગ તો આ છે. આહાહાહા ! વળી તે અચળ છે. એ પર્યાયે જે દ્રવ્યને પકડયું એ દ્રવ્ય અચળ છે. અને ચળાચળતા રહિત છે. જીવના યથાર્થ સ્વરૂપને પ્રગટ કર્યું છે એમ કીધું ને? અને તે અચળ છે ત્રિકાળી વસ્તુ ધ્રુવ, ચળાચળ રહિત છે, એ સદા મોજૂદ છે. જગત તેનું આલંબન કરો. જગત એટલે જગતના હે ભવ્ય જીવો, એ ભગવાનનું આલંબન કરો. અરેરે ! ક્યાં વખત મળે નહીં, નિવૃત્તિ મળે નહીં ને આવો અપૂર્વ માર્ગ, આંહીં પરમાત્મા, સંતો એ પરમાત્માની જ વાત કરે છે. હે જગતના જીવો! ઓલું આવ્યું'તું ને પહેલું “જગત ન પયંતિ” પહેલાં આવ્યું'તું ને રાગથી જગતના જીવો નહીં જોઈ શકે, પણ જ્ઞાનથી જગતના જીવો જોઈ શકશે. સમજાણું કાંઈ ? માથે આવ્યું'તું ને “જગત ન પશ્યતિ” અમૂર્તપણાનો, રાગનો આશ્રય કરીને જગત જીવને નહીં જોઈ શકે, ત્યારે કે જ્ઞાનપણાના લક્ષણે તે જોઈ શકશે, માટે હે જગતના જીવો તેનું આલંબન કરો. લક્ષણની પર્યાયને આલંબન દ્રવ્યનું આપો. પર્યાય ત્યાં થંભી રહી છે, તેને દ્રવ્યનું આલંબન આપો, જેનું લક્ષણ છે તેનું તેને આલંબન આપો. આવી વાતું છે. અને પ્રભુ! જગતના જીવો તેનું જ આલંબન કરો, તેનાથી યથાર્થ જીવનું ગ્રહણ થાય છે, ચૈતન્ય પર્યાય દ્વારા અંતરમાં યથાર્થ લક્ષ્ય જાણી શકાય છે. યથાર્થ જીવનું ગ્રહણ થાય છે. જોયું? પર્યાય, જ્ઞાનની પર્યાય દ્વારા અંદર જતાં, એ યથાર્થ જીવનું ગ્રહણ થાય છે. આખો જીવ કેવો છે તે લક્ષણ દ્વારા પકડાઈ જાય છે, ગ્રહણ થાય છે. આહાહાહા! લ્યો એક શ્લોક થયો, કલાક થયો, ત્રણ મિનિટ બાકી રહી લ્યો. આહાહા ! (શ્રોતાઘૂંટવા જેવો શ્લોક છે) ભાવાર્થ:- નિશ્ચયથી એટલે ખરેખર રંગ, રાગાદિ, વર્ણાદિ ભાવમાં રાગાદિ ભાવ આવી ગયા, રંગ ને રાગ આવી ગયા, જીવમાં કદી વ્યાપતા નથી, રંગ ને રાગ સંહનન, સંસ્થાન આદિ અને રાગ દ્વેષ પુણ્ય ને પાપના ભાવ એ જીવમાં કદી વ્યાપતા નથી, જીવમાં કદી કાયમ રહેતા નથી. તેથી તેઓ નિશ્ચયથી જીવનાં લક્ષણ છે જ નહીં. જીવમાં કદી વ્યાપતા નથી એટલે જીવમાં સદાય રહેતા નથી. માટે તે ખરેખર જીવનાં લક્ષણ છે જ નહીં. વ્યવહારથી તેમને જીવનાં લક્ષણ માનતા પણ અવ્યાતિ નામનો દોષ આવે છે, કારણકે સિદ્ધ જીવોમાં એ ભાવો વ્યવહારથી પણ વ્યાપતા નથી. સિદ્ધ જીવમાં પર્યાયમાં પણ એ રાગ નથી. વ્યવહારથી ય નથી. માટે વર્ણાદિ ને રાગાદિનો આશ્રય કરવાથી જીવનું યથાર્થ સ્વરૂપ ઓળખાતું નથી. રંગ અને રાગનો આશ્રય કરવાથી, ભગવાન આત્મા ઓળખી શકાતો નથી. હવે અમૂર્તિપણું જો કે સર્વ જીવમાં વ્યાપે છે, ઓલું એકમાં નાખ્યું'તું રંગ ને રાગ, હવે ત્રીજું જુદું લીધું. એક અમૂર્તિપણું જો કે સર્વ જીવોમાં વ્યાપે છે તો પણ તેને જીવનું લક્ષણ માનતા Page #340 -------------------------------------------------------------------------- ________________ ૩૨૭ શ્લોક – ૪૨ અતિવ્યાસિ નામનો દોષ આવે, કારણકે આત્મામાં પણ અમૂર્તપણું છે અને ધર્માસ્તિમાં પણ છે. તો અતિવ્યાસિ થઈ ગયું. એ કાંઈ વ્યાજબી, ઉચિત લક્ષણ ન થયું, ધર્મ અધર્મ આકાશ ને કાળ એ ચા૨ દ્રવ્યોમાં અમૂર્તપણું હોવાથી અમૂર્તપણું જીવમાં વ્યાપે છે, તેમજ ચા૨ અજીવ દ્રવ્યોમાં પણ વ્યાપે છે, એ રીતે અતિવ્યાપ્તિ દોષ આવે છે, અતિવ્યાસિ એટલે પોતા સિવાય પણ બીજામાં પણ હોય છે. પહેલામાં અવ્યાપ્તિ એટલે પોતાની દરેક અવસ્થામાં વ્યાપતું નથી, એ અવ્યાસિ છે. અને પોતા સિવાય ૫૨માં પણ છે એને અતિવ્યાસિ કહે છે, માટે અમૂર્તપણાનો આશ્રય કરવાથી પણ જીવનું યથાર્થ સ્વરૂપ ગ્રહણ થતું નથી... વિશેષ કહેવાશે. (શ્રોતાઃ- પ્રમાણ વચન ગુરુદેવ.) પ્રવચન નં.૧૪૨ શ્લોક-૪૨,૪૩,૪૪ તા.૨૧/૧૧/૭૮ મંગળવાર કારતક વદ-૭ શ્રી સમયસાર, ૬૮ ગાથાના કળશ (૪૨) નું છેલ્લું છે. (છેલ્લો પેરેગ્રાફ છે) ચૈતન્યલક્ષણ સર્વ જીવોમાં વ્યાપતું હોવાથી ( અવ્યાપ્તિદોષથી રહિત છે, ) ત્યાંથી છે. શું કહે છે ? કે આ આત્મા જે છે, એ દયા-દાન-વ્રત-ભક્તિના પરિણામ છે. એ રાગ છે, એનાથી આત્મા જાણવામાં આવતો નથી. આત્મા તો ચૈતન્યલક્ષણ છે. એ જ્ઞાનસ્વભાવે છે, જ્ઞાનસ્વભાવની પરિણતિથી એ આત્મા જાણવામાં આવે છે. સૂક્ષ્મ વાત છે. આ દેહ છે જડ, વાણી છે એ પણ જડ છે પણ અંદ૨માં વ્રત-ભક્તિ-પૂજા આદિના ભાવ, એ પણ રાગ છે–જડ છે–અચેતન છે એ પુદ્ગલ છે, એવું કહ્યું છે અહીંયા તો, આ આત્મા તો જ્ઞાનસ્વરૂપી-ચૈતન્યમૂર્તિ પ્રભુ, એ તો જ્ઞાનના લક્ષણથી –જ્ઞાનની પરિણતિથી, લક્ષ દ્રવ્યનું કરે, ત્યારે અનુભવ થાય છે. આવી વાત સૂક્ષ્મ છે પ્રભુ! આ શ૨ી૨ની ક્રિયાથી તો પ્રભુ ભિન્ન છે આત્મા ! પણ એ શુભ-અશુભ ભાવ, હિંસા-જૂઠું ચોરી-વિષયભોગ વાસના પાપ, દયા-દાન- વ્રત-ભક્તિ-પૂજાના ભાવ પુણ્ય, બેય પુદ્ગલ છે, ( એમ ) અહીંયા તો કહે છે. કેમ કે ચૈતન્યની દરેક અવસ્થામાં એ ૨હેતા નથી. આકરી વાત છે ! એ ચૈતન્ય લક્ષણ આવ્યું ને ! ચૈતન્ય લક્ષણ સર્વ જીવોમાં વ્યાપતું હોવાથી જાણન. જાણન. જાણન. જે જ્ઞાનપર્યાય – જાણન લક્ષણ જે છે, એ લક્ષ દ્રવ્યનું કરે તો ( આત્મા ) અનુભવમાં આવે છે, તો સમ્યગ્દર્શન થાય છે. ધર્મની પહેલી સીડી સમ્યગ્દર્શન, જેને જિનેશ્વ૨દેવ-૫૨મેશ્વ૨ ‘સમકિત’ કહે છે. આ સમ્યગ્દર્શન શી રીતે થાય છે ? કે આ ચૈતન્યલક્ષણથી લક્ષિત આત્માને કરે, અનુભવ કરે તો એને સમકિત થાય છે. વ્રત-તપને ભક્તિ કે પૂજાના ભાવ બધા રાગ છે, એ રાગથી આત્મા પ્રાપ્ત થતો નથી, એનાથી તો બંધ થાય છે. સૂક્ષ્મ વાત છે ભાઈ ! રાગને તો અહીં પુદ્ગલ કહેવામાં આવ્યો છે. ભગવાન કુંદકુંદાચાર્ય, દિગમ્બર સંત તેનો શ્લોક છે તેની ટીકા અમૃતચંદ્રાચાર્યે કરી છે. હજા૨ વર્ષ પહેલાં દિગમ્બર સંત થયા એ એમ જાહે૨ ક૨ે છે કે પ્રભુ ! તું તો આવો છો–જ્ઞાનથી ( જણાય ), જ્ઞાન. જ્ઞાન. જ્ઞાન એ જ્ઞાન, આત્માની પ્રત્યેક અવસ્થામાં ૨હે છે, એ કા૨ણે જ્ઞાનલક્ષણથી આત્મા અંદરમાં અનુભવમાં આવે છે. આહાહાહા ! Page #341 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ ભાગ-૩ જેટલા ભગવાનનું સ્મરણ, વ્રતના, તપના, ભક્તિના, અપવાસના, જાત્રાના ભાવ ( એ ) બધો રાગ છે, બધા પુદ્ગલ છે. આ વાત છે ! એ જીવ નથી. એને ભગવાન આત્મા નથી કહેતા, એને તો પુદ્ગલ કહે છે. શું કરે ? બહુ ફેર ! એ તો ચૈતન્યલક્ષણ દ્વારા–સર્વ જીવોમાં એ લક્ષણ છે, રાગ ને એ કાંઈ એનું લક્ષણ નહીં. એની જાત નહીં, ચૈતન્યની જાત નહીં, રાગ તો કજાત-અજીવ છે. મહાવ્રતના પરિણામ પણ અજીવ-રાગવિકલ્પ અજીવ છે. આ વાત છે! બધો ય વ્યવહાર અજીવ છે !! ભગવાન આત્મા તો રાગથી ભિન્ન, ચૈતન્યજ્ઞાન લક્ષણથી જ્ઞાનની વર્તમાન પરિણતિથી જ્ઞાયક ત્રિકાળી જીવ જાણવામાં આવે છે. આ વાત છે, આકરી જગતને ! અને જીવ સિવાય કોઈ અન્ય દ્રવ્યમાં નહિ વ્યાપતું હોવાથી. આત્મા સિવાય જ્ઞાન બીજા કોઈ દ્રવ્યમાં છે નહીં. આહાહાહા ! ૩૨૮ ( ચૈતન્ય લક્ષણ ) શ૨ી૨માં નથી, વાણીમાં નથી, ધર્માસ્તિ ( કાય ) માં નથી, અધર્માસ્તિ (કાય ) માં નથી, આકાશ ને કાળ અને પુદ્ગલમાં નથી, અને રાગ આદિ ભાવ, એમાં પણ નથી. અહીં આ જીવનો અધિકા૨ પૂર્ણ થાય છે, તો આમાં આ પૂર્ણ શક્તિનું વર્ણન કરે છે. અતિવ્યાપ્તિદોષથી રહિત છે, કેમ કે અન્ય દ્રવ્યોમાં એવું જાનન જાનન જાનન જાનન જે સ્વભાવ એ આત્મા સિવાય બીજા દ્રવ્યોમાં નથી. એ કા૨ણે એ અતિવ્યાપ્તિદોષથી રહિત છે. અને એ (લક્ષણ ) પ્રગટ છે. શું કહે છે ? જ્ઞાન, ત્રિકાળીપ્રભુ ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપી (જ્ઞાનની ) જ્યોત ! એની પર્યાયમાં જ્ઞાન પ્રગટ છે, એ જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્મા છે. ચૈતન્ય બ્રહ્મ ! સર્વજ્ઞસ્વરૂપી ! પ્રભુ આત્મા છે. એ એની પર્યાયમાં જ્ઞાનની અવસ્થા પ્રગટ છે. એનું લક્ષણ જ્ઞાનનું, એ જ્ઞાનલક્ષણ પર્યાયમાં પ્રગટ છે. આવી વાતું હવે, ( શ્રોતાઃ– અત્યારે !! ) અત્યારે ત્રિકાળ જ્ઞાનની પર્યાય પ્રગટ છે, રાગ હો તો રાગ ભિન્ન છે. શ૨ી૨ ભિન્ન છે અને રાગને જાણનારી પર્યાય છે એ જ્ઞાનલક્ષણ પ્રગટ છે. આહાહા ! માર્ગ અલૌકિક છે! ‘મુનિવ્રત ધા૨ અનંત બેર ગ્રેવૈયક ઉપજાયો, પણ આતમજ્ઞાન બિન લેશ સુખ ન પાયો' – મુનિવ્રત પંચમહાવ્રત નગ્નપણું અનંતવાર લીધું, અઠાવીસ મૂળગુણ જે સાધુના કહેવાય છે એ અનંત વાર લીધા, એ તો રાગ છે, એ ( કાંઈ ) જીવ નથી, એ જીવનું સ્વરૂપ નહીં. ‘મુનિવ્રત ધાર’ અનંત બેર ગ્રેવૈયક ઉપજાયો, પણ આતમજ્ઞાન બિન લેશ સુખ ન પાયો’ – એ પંચમહાવ્રત છે, અઠાવીસ મૂળગુણ એ રાગ છે, આકુળતા છે, દુઃખ છે, પુદ્ગલ છે, દુઃખ છે આકુળતા છે, જડ છે, અજીવ છે. ભગવાન આત્મા, ચૈતન્યલક્ષણથી જે લક્ષિત થાય છે, એવું ક્યારેય કર્યું નહીં. આહા ! એવો દિગમ્બર સાધુ પણ અનંત વાર થયો, નગ્નપણું અનંતવા૨, અઠાવીસ મૂળગુણ અનંત વાર પાળ્યા, એ તો રાગ છે, એ તો અજીવ છે, એ તો પુદ્ગલ છે. ભગવાન આત્મા ચૈતન્યલક્ષણથી લક્ષિત છે એવું ( ધ્યાનમાં–સમજણમાં ) લીધું નહિ ક્યારેય ! જાણન-જાણન જે પર્યાય પ્રગટ છે, આનંદની પર્યાય તો પ્રગટ નથી, આનંદ તો અંદર સ્વભાવમાં શક્તિરૂપ આનંદ છે પણ જ્ઞાનની પર્યાય તો પ્રગટ છે, એમ કહે છે. એ જ્ઞાનની પર્યાય દ્વારા દ્રવ્યનું લક્ષ કરવાથી, દ્રવ્ય પ્રગટ થાય છે- એ કાલે આવી ગયું- કાલે આવી ગયું' તું. સમજાણું કાંઈ. ? આહાહાહા ! Page #342 -------------------------------------------------------------------------- ________________ શ્લોક – ૪૨ ૩૨૯ વ્યક્ત-વ્યક્ત છે ને ! આ ચૈતન્યલક્ષણ પ્રગટ છે અને એમાં જીવના યથાર્થસ્વરૂપને પ્રગટ કર્યું છે. કાલ આવ્યું” તું કાલ. ઝીણી વાત છે પ્રભુ! આ ભગવાન આત્મા, સર્વજ્ઞ પરમેશ્વરે જે કહ્યો, એ અન્યમતિઓમાં નહીં એ જે આત્મા, આત્મા કરે છે એવો આત્મા નહીં. અહીં તો પરમેશ્વર ત્રિલોકનાથ સર્વજ્ઞદેવ જેને આત્મા કહે છે એવા આત્માની જ્ઞાનની પર્યાય પ્રગટ છે, એ પર્યાય દ્વારા અંદરમાં લક્ષ કરવાથી, આત્મા છે એવું જ્ઞાનમાં પ્રગટ ભિન્ન દેખવામાં આવે છે. આહાહા ! સમજાણું કાંઈ? પ્રગટ, જે રાગ આદિ પ્રગટ છે પણ એ તો પુદ્ગલ છે જડ છે. અહીંયા તો ચૈતન્ય સ્વરૂપી ભગવાન આત્મા એની પર્યાયમાં અવસ્થામાં, ચૈતન્યનો અંશ વ્યક્ત-પ્રગટ છે. એ ચૈતન્યનો અંશ જે પ્રગટ છે એના દ્વારા અંતરદ્રવ્યમાં લક્ષ કરવાથી, ત્રિકાળીજ્ઞાયક ભાવનું લક્ષ કરવાથી, જે પર્યાય પ્રગટ છે, એના દ્વારા લક્ષ કરવાથી, અંતરમાં વસ્તુ પ્રગટ થાય છે. જ્ઞાનની પર્યાયમાં શક્તિરૂપ ગુપ્ત ભગવાન છે, એ જ્ઞાનમાં પ્રગટ દેખાય છે. આવી વાત છે. આવો વીતરાગનો માર્ગ બહુ સૂક્ષ્મ ! અપૂર્વમાર્ગ છે આવો (માર્ગ) ક્યાંય, કોઈ પંથમાં, કોઈ માર્ગમાં, આ માર્ગ છે નહીં. આહાહાહા ! સર્વજ્ઞ પરમેશ્વર જિનેશ્વર સર્વજ્ઞને વીતરાગ દશા પૂર્ણ થઈ તો એ (દશા) આવી ક્યાંથી ? અંતરમાં સર્વજ્ઞસ્વભાવ ને વિતરાગસ્વભાવ ભર્યો છે એમાંથી એ પર્યાય આવે છે! કોઈ રાગની ક્રિયા મહાવ્રતની, દયા-દાનની–અપવાસ કરવા દેવ ગુરુ, શાસ્ત્રની શ્રદ્ધા કરવી એ બધા (ભાવ) તો રાગ છે, એ રાગમાંથી સર્વજ્ઞપણું ને વીતરાગતા થતા નથી. આહાહાહા ! આવી વાત છે. ઉગમણો આથમણો ફેર છે. એ રાગમાંથી, વીતરાગતા નથી આવતી અને રાગમાંથી, સર્વશપણું નથી આવતું સર્વજ્ઞ, એકસમયની પર્યાયમાંથી સર્વજ્ઞપણું નથી આવતું. એ સર્વજ્ઞપર્યાય જે વર્તમાન અવસ્થા પ્રગટ જે જ્ઞાન લક્ષણ છે, એ ત્રિકાળીજ્ઞાયકને પકડે ધ્રુવને, ત્યારે એમાં સર્વજ્ઞસ્વભાવ છે ને વીતરાગ સ્વભાવથી ભરપૂર ભગવાન છે. ત્યારે એની દૃષ્ટિ જ્યારે થઈ કે હું તો જ્ઞાયક છું-ચિદાનંદ શુદ્ધ પૂર્ણ છું પર્યાય એમ પ્રતીત કરે છે. વર્તમાન જ્ઞાનની પર્યાય, એમ પ્રતીત કરે છે કે હું તો પૂર્ણ-શુદ્ધઅખંડ આનંદકંદ છું. ત્યારે એ પર્યાયમાં શક્તિરૂપ ગુપ્ત ભગવાન હતો, પર્યાયની અપેક્ષાથી ગુપ્ત હતો, એ પર્યાયની દૃષ્ટિ ત્યાં ગઈ તો ગુપ્ત હતો તે પ્રગટ થઈ ગયો. આવી વાતું છે બાપુ ! બહુ આકરી વાત છે. આહાહા ! આ તો ભાષા તો સાદી પણ હવે ભાષા, ભાષાથી નીકળે ! આવું સ્વરૂપ, ભગવાન જિનેશ્વરદેવ એમ ફરમાવે છે એ આ સંતો, દિગમ્બર સંતો- કેવળજ્ઞાનના કેડાયતો, આહાહા ! એ માર્ગને પ્રસિદ્ધ-પ્રગટ કરે છે. આ આંહી સુધી આવ્યું છે કે એટલા માટે એનું જ ગ્રહણને આશ્રય, કરવાથી. કોનું? કે જાણન લક્ષણ જે પ્રગટ છે, એને ગ્રહણ કરવાથી અથવા એને અંતરમાં (સ્વસમ્મુખ) લઈ જવાથી–આંહી તો પ્રગટ છે એને ગ્રહણ કરવાથી, ઓલા રાગને ગ્રહણ ન કરવો, સમજાણું કાંઈ ? રાગને અને નિમિત્તને ગ્રહણ કરવો નહીં, જે જ્ઞાનપર્યાય પ્રગટ લક્ષણ છે, એનાથી ગ્રહણ કરીને, જીવના (યથાર્થ) સ્વરૂપનું ગ્રહણ થઈ શકે છે. કેટલું? એ જયચંદ પંડિત ! શું કહે છે કે રાગને એ નિમિત્તોને ગ્રહણ કરવાથી એ લક્ષણ આત્માના છે નહીં, એનાથી આત્મા પ્રાપ્ત નથી Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ સમયસાર સિદ્ધિ ભાગ-૩ થતો. એ તો જડ છે. આહાહા ! પણ ભગવાન આત્માનું પ્રગટ લક્ષણ જાણન જે પર્યાયમાં પ્રગટ વ્યક્ત છે. એ દ્વા૨ા અંદર વ્યક્તને પકડવાથી, એનો અર્થ આ છે કે એ ત૨ફનો ઝૂકાવ કરવાથી, જ્ઞાનની પર્યાયને પકડવાથી એટલે ? રાગને પકડવાનું છોડીને, જ્ઞાનની પર્યાયને પકડી તો તત્કાલ અંદરમાં ગયો ! આહાહા ! ઝીણી વાતું બહુ બાપુ ! આહાહાહા ! એનું જ ગ્રહણ એટલે શું ? ચૈતન્યલક્ષણ, ચૈતન્યલક્ષણનું ગ્રહણ ક૨વાથી એમ કહ્યું છે. પર્યાય કાયમ છે ને ! કાયમ, ચૈતન્ય ચૈતન્ય.... ચૈતન્ય પર્યાય, જ્ઞાનની પર્યાય તો કાયમ અનાદિ છે ને અનંત છે. પણ એ પર્યાયને ગ્રહણ કરવાથી, રાગને નહીં, અતિવ્યાપ્તિ અમૂર્તને નહીં. આહાહાહા! રાગ અવ્યાપ્તિ છે. અમૂર્તપણું અતિવ્યાપ્તિ છે અને ચૈતન્યલક્ષણ યથાર્થવસ્તુ વ્યાપ્તિ છે. અરે, પ્રભુ માર્ગ બહુ–સમ્યગ્દર્શન કોઈ અલૌકિક ચીજ છે ! અને એ સમ્યગ્દર્શન વિના બધું થોથા છે- એ વ્રતને તપને ભક્તિને સાધુપણા બધી ક્રિયા બધું સંસાર ખાતે છે. આંહી ૫૨માત્મા તીર્થંકરદેવે કહ્યું ( જે ) એ દિગમ્બર સંતો-મુનિઓ જગતને વાસ્તે કહે છે. પ્રભુ ! એકવાર સાંભળ તો સહી–ખરો, તો તું છે, તારામાં દરેક અવસ્થામાં વ્યાપ્ત હોય તો તે જ્ઞાન છે, રાગ દરેક અવસ્થામાં વ્યાપ્ત નથી, માટે એ તારું સ્વરૂપ, લક્ષણ નથી. તારો જ્ઞાન પર્યાય છે એ તો દરેક અવસ્થામાં વ્યાપ્ત છે, તે કારણે જ્ઞાનની પર્યાયને ( આત્માનું ) લક્ષણ કહે છે. અને એને ગ્રહણ કરવાથી/રાગને નહીં, નિમિત્તને નહીં, જ્ઞાનની પર્યાયને ગ્રહણ કરવાથી દૃષ્ટિ ત્યાં જાય છે, આવી વાત છે ભાઈ, સાંભળવી કઠણ પડે, લોકો કંઈકને કંઈક માનીને બેઠા બહારથી. આહાહાહા! એટલા માટે એનો જ આશ્રય ગ્રહણ કરવાથી એટલે કે જ્ઞાનલક્ષણને લક્ષમાં લેવાથી અને એનાથી લક્ષ્ય જે દ્રવ્ય, એનું યથાર્થ સ્વરૂપનું ગ્રહણ થઈ શકે છે. સમજાણું કાંઈ ? કેટલી સરસ ભાષા છે, સાદી ! કહે છે કે શરીરની ક્રિયાનું લક્ષ છોડી દે એ તો જડ છે, આ હલન-ચલન એ તો જડની ક્રિયા છે, અંદરમાં દયા-દાન-વ્રત-ભક્તિ-કામ-ક્રોધના ભાવ થાય છે એ પણ પુદ્ગલ છે જડ છે, તારામાં જે જ્ઞાનની પર્યાય જે લક્ષણ પ્રગટ છે એ ચૈતન્યસ્વભાવનું લક્ષણ છે, તો એ લક્ષણને તું ગહણ કરીને અંદરમાં જા. તો તારો સર્વજ્ઞસ્વભાવી ભગવાન આત્મા ચૈતન્યના લક્ષણથી ઈ વસ્તુ વ્યાપ્ત થઈ જાય છે, એટલે પ્રગટ થાય છે. આવી વાત ક્યાં ? વીતરાગ.... વીતરાગ વીતરાગ... આહાહાહા ! બીજી ભાષાથી કહીએ તો એ ચૈતન્ય લક્ષણ જે પર્યાય છે, એ રાગવાળી નહીં એ વિકા૨વાળી નહીં, છે તો પર્યાય ભલે, પણ વિકાર નહીં, એવી નિર્વિકારી ચૈતન્ય પર્યાયથી, પર્યાય આત્માનું કાયમી લક્ષણ હોવાથી, એને ગ્રહણ કરવાથી, જીવની પ્રાપ્તિ થાય છે. કહો દેવીલાલજી ? આવી વાતું છે બાપુ. આ વસ્તુ સાંભળવા મળે તેમ નથી બીજે કયાંય. જુઓ જયચંદપંડિતે.... ( શ્રોતાઃ- અત્યારે તો માનસિક જ્ઞાન છે) માનસિક જ્ઞાન પર્યાય/જ્ઞાનની પર્યાય છે એ તો જ્ઞાનના ગુણની પર્યાય છે, ચિંતા-વિકલ્પ એ તો આત્મામાં નહીં, એ તો આત્માથી દૂર કરી દીધા. અહીં તો જ્ઞાનની જે પર્યાય છે એ, એ ચૈતન્યદ્રવ્યનું લક્ષણ છે. કેમ કે ત્રિકાળ–કાયમ જ્ઞાનની પર્યાય –પર્યાયજ્ઞાન રહે છે રાગ એનું લક્ષણ નથી. દયા-દાન-વ્રત Page #344 -------------------------------------------------------------------------- ________________ શ્લોક – ૪૨ ૩૩૧ ભક્તિ- રાગ, એ તો બંધના કારણ છે. રાગ પુદ્ગલ છે, અરરરરર! એને છોડીને, જ્ઞાન જે પ્રગટ છે, ભલે પર્યાય છે પણ છે તો જ્ઞાન, આ જ્ઞાન-જ્ઞાનની પ્રગટ પર્યાયને અરે, એને ગ્રહણ કરવાથી એ કે દિ' ગ્રહણ (કરી છે) એણે ક્યારેય ( આ કર્યું નથી), અનાદિથી રાગની ક્રિયા -દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા રાગ છે. – આ કરો, મંદિર બનાવો, આ બનાવો તે બનાવો, એ તો ધૂળ છે પર છે. આહાહા ! સમજાણું કાંઈ? જયચંદ પંડિતે પણ અંદર આચાર્યે જે ગાથામાં કહ્યું'તું વ્યાપ્ત છે ને ! “વ્યક્ત' (લક્ષણ) એને જીવનું કહેવું (કહીને) યથાર્થ સ્વરૂપને પ્રગટ કર્યું છે. છે ને અંદર? કળશમાં, કાલ આવ્યું હતું, આ યોગ્ય, એ ( લક્ષણ) પ્રગટ છે. ચૈતન્ય, તત્ત્વનું જીવનું લક્ષણ કહ્યું એ યોગ્ય છે. યોગ્ય છે એટલે પ્રગટ છે. બે આવ્યા શ્લોક, છે? ૪૨ શ્લોક. ચૈતન્યતત્ત્વને જીવનું લક્ષણ કહ્યું છે. એ યોગ્ય છે. સમુચિત-સમ્યક્ બરાબર છે અને એ ચૈતન્યલક્ષણ પ્રગટ છે. આ ૪૨, ૪૨ કળશ નીચે છે, નીચેની ત્રણ લીટી એ કળશમાં છે, એને અહીંયા પ્રગટ કરે છે. છે? અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિ દુષણથી રહિત, ચૈતન્યતત્ત્વને જીવનું લક્ષણ કહ્યું, એ યોગ્ય છે. -વ્યાજબી છે, કેમ કે એ ચૈતન્યલક્ષણ પ્રગટ છે પર્યાયમાં એક વાત, અને “યુનિતનીવતન્મય” અને એ લક્ષણથી જીવતત્ત્વ જે છે એ પ્રગટ થાય છે ખ્યાલમાં પ્રગટ વસ્તુ છે (એમ) ખ્યાલમાં આવે છે. છે કે નહીં? બેતાલીસ કળશની છેલ્લી ત્રણ લીટી–આખિરની ત્રણ લીટી (છે) કાલે (સ્પષ્ટીકરણ) આવી ગયું'તું. બહુ વિસ્તારથી આજે (પાછો ) એનો આ વિસ્તાર છે, કાલ આવ્યું હતું એનો જ આ વિસ્તાર છે. (શ્રોતા - લક્ષ્યને પકડે તો લક્ષણ કહેવાયને) પણ ત્યારે પકડે, લક્ષણને પકડે, તો લક્ષ્યમાં જાય જેનું લક્ષણ છે એને પકડે તો લક્ષ્યમાં જાય ! આ રાગને તો પકડ્યો છે અનાદિથી, કહે છે. એવા રાગ-પંચમહાવ્રતના પણ અનંતવાર લીધા છે. અનંત વાર મુનિ નગ્ન (થયો) અનંત વાર થયો છે અને પંચમહાવ્રતની ક્રિયા, પ્રાણ જાય તો પણ એના માટે કરેલો આહાર ન લ્ય! ચોકો કરીને (બનાવે ) એ તો ન લ્ય!! એવી ક્રિયા રાગની તો એણે અનંતવાર કરી (છે.) સમજાણું કાંઈ? આહાહાહા! આ તો ચોકા કરે છે ને (આહાર) લે છે, એ તો વ્યવહારેય નથી સાચો, તો એવી રાગની ક્રિયા, એના માટે પાણીનું બિંદુ બનાવ્યું હોય તો ત્યે નહીં, એવી એવી રાગની ક્રિયા એણે અનંત વાર કરી, પણ અંદર ચૈતન્યલક્ષણથી લક્ષિત, ચૈતન્ય એ લક્ષણ ચેતનનું છે. એ રાગ, એનું લક્ષણ નથી. આવું ચૈતન્ય લક્ષણ (જે) છે એને ગ્રહણ કરીને, ચૈતન્યનું ગ્રહણ કરવું તે વસ્તુનું સ્વરૂપ છે. (શ્રોતા:- પહેલા લક્ષણ ગ્રહણ કરવું?) હા, રાગથી ભિન્ન ચૈતન્ય લક્ષણ પકડે તો એ લક્ષણ દ્રવ્યનું છે. તો ત્યાં દૃષ્ટિ જાય. અરે વાતું આવી વીતરાગ માર્ગમાં બાપા! આહાહાહા! જિનેશ્વર ત્રિલોકનાથ (તીર્થંકરદેવ) એમ ફરમાવે છે, એ સંતો ફરમાવે છે-દિગમ્બર સંતો! (શ્રોતા:- સાચું લક્ષણ તો અનુભવ થાય ત્યારે કહેવાયને) ઈ લક્ષણ પ્રગટયું ત્યારે અંદરમાં ગયો, ત્યારે અનુભવ થયો એને ! તેથી કહ્યું ને, એનો ખુલાસો કર્યો છે. જે ચૈતન્યલક્ષણ છે તે વ્યાજબી છે પર્યાયમાં લક્ષણ છે, એ વ્યાજબી છે, એમ કહેવું છે ને અહીં ! અને તે Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ સમયસાર સિદ્ધિ ભાગ-૩ ચૈતન્યલક્ષણ પ્રગટ છે. ચૈતન્યલક્ષણ જે જાણન પર્યાય છે તે પ્રગટ છે. અને તેણે જીવના યથાર્થ સ્વરૂપને પ્રગટ કર્યું છે. - કાલ તો વાત ઘણી આવી ગઈ હતી. આહાહા! ભગવાન આત્મા, એની ચૈતન્ય પર્યાય જે જાણન. જાણન. જાણન, એ તો ત્રણેય કાળમાં જાણન પર્યાય રહે છે, માટે એનું લક્ષણ આ છે. રાગ એનું લક્ષણ નથી, શરીરની ક્રિયા એનું લક્ષણ નહીં, એ તો પુગલના લક્ષણ છે. અને આ ચૈતન્યલક્ષણ, રાગથી ભિન્ન, સૂક્ષ્મપર્યાય પકડવી ઈ કાંઈ સાધારણ વાત છે!? આહાહાહા ! ઇન્દ્રિયોના વિષય બંધ થઈ જાય અને રાગ તરફનું લક્ષ છૂટી જાય ! એ શું, શું છે? એ ચૈતન્યલક્ષણ જે પર્યાયમાં છે ત્યાં લક્ષ થઈ જાય, દૃષ્ટિ ત્યાં ગ્રહણ કરી લ્ય, તો એનાથી ચૈતન્ય પ્રગટ થાય છે. જેનું લક્ષણ છે, એ લક્ષણને પ્રગટ કરવાથી– લક્ષણ જેનું છે એવું લક્ષ્ય પ્રગટ થઈ જાય છે. વાત તો એવી છે. પ્રભુ! આ વાત દિગમ્બર સંતો સિવાય ક્યાંય છે નહીં, ક્યાંય વાત આ છે નહીં. આહાહાહા ! લક્ષણ પ્રગટયું ત્યારે એ લક્ષ્યમાં ગયું અંદરમાં, (કેમ કે ) જેનું લક્ષણ છે એનું લક્ષણ પ્રગટયું ત્યારે એનામાં ગયું. (શ્રોતાઃ- બેયનો કાળ એકજ છે?) અંદરમાં સમય એક જ છે પણ ભાષામાં તો કેમ કહેવું? (ભાષામાં તો ભેદ પડે !) આ..આ... આ...ચેતન્ય છે રાગ નહીં નિર્મળપર્યાય હો. એમ લક્ષ ગયું તો ત્યાં એ લક્ષમાં દ્રવ્ય આવી ગયું, લક્ષમાં આવી વાતું છે. આહાહા! શું શ્લોક ! શું શ્લોક !(અલોકિક!) એ શ્વેતાંબરના ૪૫ સૂત્ર વાંચે-કરોડો શ્લોકો વાંચે પણ આ વાત એમાં નહિ નીકળે. અમે તો બધા જોયા છે ને ! કરોડો શ્લોકો જોયા છે શ્વેતાંબરના, આ ચીજ ! આ ચીજ !(એમાં નથી) (શ્રોતા – શ્વેતાંબરના કરોડો શ્લોકોમાં રાગ પુદ્ગલ એમ ન આવ્યું) શું? એ અહીં આવ્યું ને પુદ્ગલ એમાં ક્યાંય કાંઈ આવ્યું નથી, એ તો શુભયોગથી કલ્યાણે ય થાય અને બંધ થાયબેય (વાત) આવે છે. એ પછી આનંદઘનજીએ થોડુ પકડયું છે પણ એ બધું પછી, મૂળ ચીજને. ઝીણી વાત છે બાપુ! આનંદઘનજીએ સૂત્રને ટીકાને માન્ય રાખી છે, એવી વાત છે. (શ્રોતા:શ્વેતાંબરપણું કાયમ રાખ્યું છે?) કાયમ રાખ્યું છે! ઝીણી વાત છે પ્રભુ! એ શ્વેતાંબર મત છે તે ગ્રહિત મિથ્યાત્વથી ઉત્પન્ન થયેલો છે. દિગમ્બરમાંથી બે હજાર વરસ પહેલાં નીકળ્યો, દુકાળ-બારવરસનો દુકાળ પડ્યો. તો એ સ્વભાવથી ભ્રષ્ટ બનીને, નવાં શાસ્ત્રો બનાવ્યાં. એમાંથી આ બધું લઈ લીધું આ વાત એમાં નહીં. હવે કોઈ (કોઈ) અત્યારે કહે છે જરી, બીજાનું સાંભળીને, અહીંયાનું દિગમ્બરનું સાંભળીને, પણ આ ચીજ ન્યાં છે નહીં, ત્યાં તો વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થશે, વ્યવહાર પણ સાધનને મોક્ષનો માર્ગ છે, એમ કહે છે. આંહી સંપ્રદાયમાં એમ કહે છે અત્યારે, દિગમ્બર સંપ્રદાય પણ એ શ્વેતાંબરની જાત થઈ ગયો છે. વ્રત-તપ-ભક્તિ-પૂજા ખૂબ કરો, (એ) સાધન, એનાથી ધર્મ થશે. સાધ્ય-નિશ્ચય (એનાથી) થશે. બિલકુલ જૂઠ છે. કેમ કે એ તો બધા (ભાવોને) પુગલ કહ્યાને! અહીં તો (કહ્યું કે) પુદગલના (ભાવો) છે, ભગવાન કુંદકુંદાચાર્યે (કહ્યું છે.) આહાહાહા! એ ( દિગમ્બર સંત!) કુંદકુંદાચાર્ય, બે હજાર વરસ પહેલાં થયા (સંવત-૪૯માં) એ ભગવાન (સીમંધરસ્વામી) પાસે ગયા હતા, સીમંધર પ્રભુ ( બિરાજે છે) ત્યાં, આઠ દિવસ Page #346 -------------------------------------------------------------------------- ________________ શ્લોક – ૪૩ ૩૩૩ (ત્યાં) રહ્યાં અને (ત્યાંથી આવીને) આ બનાવ્યા શાસ્ત્ર! ઓહોહો ! રાગ એનું લક્ષણ નથી, કેમ કે દરેક અવસ્થામાં રાગભાવ રહેતો નથી. (અને ) શરીર આદિ જડ એનું લક્ષણ નથી, કેમ કે ( જીવની) દરેક અવસ્થામાં શરીર રહેતું નથી. એ કહ્યુંને ૫૦ થી ૫૫ ગાથામાં કે રંગ, રાગથી ભિન્ન ભેદથી ભિન્ન રંગ નામ ગંધ રસ સ્પર્શ, સંહનન, સંસ્થાન એનાથી ભિન્ન, પણ રાગથી ભિન્ન અને રંગ રાગથી ભિન્નને ભેદથી અને રંગ, રાગથી ભિન્નને ભેદથી ભિન્ન! ભગવાને ૫૦ થી ૫૫ ગાથામાં એમ કહ્યું, કુંદકુંદાચાર્ય દિગમ્બર સંત, જગતને જાહેર કરે છે, પરમાત્માનું આ ફરમાન છે, ભાઈ ! તારું લક્ષ જે રાગને નિમિત્ત ઉપર છે એ કાંઈ ચૈતન્યનું લક્ષણ નથી, ત્યાંથી એ લક્ષ છોડી દે! જાણક. જાણક. જાણક. જાણક. જાણક જે દશા એ ચૈતન્ય વસ્તુનું લક્ષણ છે. તો એને પકડ ગ્રહણ કર, અને એનાથી ચૈતન્ય (તત્ત્વ) પ્રગટ થઈ જાય છે. જેનું લક્ષણ છે, લક્ષણને પકડયું તો ચૈતન્ય પ્રગટ થઈ જાય છે. ત્યાં (લક્ષણમાં) લક્ષ કરીને એમ કહે છે. આવી વાત છે બાપુ શું થાય ઝઘડા અત્યારે તો ઉભા એટલા થયા છે- કોઈ કહે આ એકાંત છે- ફલાણું છે. વ્યવહારથી પણ થાય છે એમ માનતા નથી!! પણ વ્યવહાર પુદ્ગલ છે ક્યાંથી માનીએ ! સાંભળ તો ખરો ! આંહી તો ભગવાન કુંદકુંદાચાર્ય, વ્યવહાર-ક્રિયાકાંડને પુદ્ગલ કહ્યા !તારા છ છ મહિનાના અપવાસ કર્યા હોય, તે તો રાગની ક્રિયા છે એ ક્યાં આત્મા છે. લાખ-કરોડ સખેદશિખરની યાત્રા કરે ને ગિરનારની અને એ તો શુભરાગ છે. પરલક્ષી (ભાવ) એ તો રાગ છે. એ કોઈ ચૈતન્ય વસ્તુ નહીં. હવે, “જો આવા લક્ષણ વડે જીવ પ્રગટ છે તો પણ અજ્ઞાની લોકોને તેનું અજ્ઞાન કેમ રહે છે?' –એમ આચાર્ય આશ્ચર્ય તથા ખેદ બતાવે છે - શ્લોક - ૪૩ ) [વસન્તતિનવI] जीवादजीवमिति लक्षणतो विभिन्नं ज्ञानी जनोऽनुभवति स्वयमुल्लसन्तम्। अज्ञानिनो निरवधिप्रविजृम्मितोऽयं मोहस्तु तत्कथमहो बत नानटीति।।४३।। શ્લોકાર્થ:-[ રૂતિ નક્ષણતઃ] આમ પૂર્વોક્ત જુદાં લક્ષણને લીધે [ નીવાત ગળીવન વિમિન] જીવથી અજીવ ભિન્ન છે [સ્વયમ ઉન્નત્તમ]તેને (અજીવને) તેની મેળે જ (-સ્વતંત્રપણે, જીવથી ભિન્નપણે) વિલસતું-પરિણમતું [ જ્ઞાની નન:] જ્ઞાની પુરુષ [અનુમતિ] અનુભવે છે, [તત્] તો પણ [જ્ઞાનિનઃ] અજ્ઞાનીને [ નિરવધિવિનમિત: મયં મોદ: તુ] અમર્યાદપણે ફેલાયેલો આ મોહ (અર્થાત્ સ્વપરના એકપણાની ભ્રાન્તિ) [ 5થમ નાનીતિ] કેમ નાચે છે -[ષદો વત] એ અમને મહા આશ્ચર્ય અને ખેદ છે!૪૩. Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ સમયસાર સિદ્ધિ ભાગ-૩ શ્લોક - ૪૩ ઉપર પ્રવચન હવે જો આવા લક્ષણ વડે જીવ પ્રગટ છે તો પણ અજ્ઞાની લોકોને તેનું અજ્ઞાન કેમ રહે છે? શું કહે છે હવે? કે આ ભગવાન આત્મા ચૈતન્યમૂર્તિ જ્ઞાનાનંદસ્વરૂપ, એની પર્યાયમાં ચૈતન્યલક્ષણ તો પ્રગટ છે, છતાં અજ્ઞાની કેમ એને નથી જાણતો? અને રાગને પુણ્યની ક્રિયાને –દયા, દાન, વ્રતાદિને ધર્મ માને છે, શું થયું તારું અજ્ઞાન? આવી વાતું પ્રભુ! આ પ્રકારે આચાર્યદેવ આશ્ચર્ય અને ખેદ પ્રગટ કરે છે– ૪૩ છે ને! શ્લોક ૪૩ છે. जीवादजीवमिति लक्षणतो विभिन्नं ज्ञानी जनोऽनुभवति स्वयमुल्लसन्तम्। अज्ञानिनो निरवधिप्रविजृम्मितोऽयं मोहस्तु तत्कथमहो बत नानटीति।।४३।। શ્લોકાર્થ:- (તિ નWત:) એ પૂર્વોક્ત, જીવ ભિન્ન લક્ષણના કારણે શું કીધું? રાગ નહીં, પુણ્ય પાપના ભાવ નહીં, શરીર, વાણી, રંગ નહીં–રંગને રાગથી ભિન્ન ભગવાન એવા ભિન્ન લક્ષણથી, કારણ કે ભગવાનનું ચૈતન્યપ્રભુ તો જાનન ચૈતન્ય લક્ષણ છે. એ લક્ષણને કારણે નીવાત શનીવમ્ વિભિન્ન' – જીવથી અજીવ ભિન્ન છે. ચૈતન્યલક્ષણથી લક્ષિત પ્રભુ, એ કારણે જીવને અજીવ ભિન્ન છે. આહાહા તેથી અજીવને તેની મેળે જ –સ્વતંત્રપણે, જીવથી ભિન્નપણે વિલસિત થતું –શું કહે છે? પોતાની મેળે જ (સ્વતંત્રપણે ) જીવથી ભિન્નપણે ( વિલસતું-પરિણમતું) ધર્મી જીવને પોતાના જ્ઞાનલક્ષણથી લક્ષિત અનુભવ કરવાથી અજીવ -રાગાદિ તો ભિન્ન થઈ જાય છે, ભિન્ન જ (એ) રહે છે. સમજાણું કાંઈ? ઝીણી વાત ભાઈ ! અનંત કાળથી કોઈ એક સેકન્ડ ધર્મ કર્યો નથી ક્યારેય ! એ ચીજ કોઈ અલૌકિક હશે ને! અને એનું ફળ પણ અલૌકિક છે ને! એ પૂર્વોક્ત જુદાં લક્ષણથી “તિ નક્ષતિ:' કહ્યું ને ! રાગને પરના લક્ષણથી ભિન્ન લક્ષણને કારણે (લક્ષણને લીધેજીવથી અજીવ ભિન્ન છે. - ભગવાન જ્ઞાન લક્ષણથી લક્ષિત છે, તો અજીવ, અજીવ રાગાદિ એ ભિન્ન છે. “સ્વયં સર્જાસત્તન' તેને-અજીવને તેની મેળેજ -અપને આપ જ રાગાદિ –અપને આપ (પોતાની મેળે જ સ્વતંત્ર) જીવથી ભિન્ન-આહા ! રાગ, દયા, દાન, વ્રતના વિકલ્પ છે એ જ્ઞાનીને સ્વયં ભિન્ન ભાસે છે. પોતાના જ્ઞાનલક્ષણથી અનુભવ કરવાથી એ રાગાદિ લક્ષણ ભિન્ન રહે છે, આત્મામાં આવતા નથી. સ્વતંત્રપણે જીવથી ભિન્ન વિલસિત-( પરિણમતા) થકા ભિન્ન પરિમિત થાય છે, જ્ઞાનીજન ( ભિન્નપણે) અનુભવ કરે છે. સમજાણું કાંઈ ? જીવથી અજીવનો ભિન્ન (પણે) અનુભવ કરે છે. ચૈતન્ય લક્ષણથી લક્ષિત ભગવાનનો અનુભવ કરવાથી, રાગાદિ ક્રિયાઓને ભિન્ન જાણે છે. “જાણેલો પ્રયોજનવાન” – એ આવ્યું, એ શૈલી લીધી છે. ભિન્ન જાણે છે, એ શૈલી લીધી છે. ચૈતન્ય લક્ષણ, એ બીજાં (જે લક્ષણો) અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ લક્ષણોથી ભિન્ન, એ ચૈતન્ય લક્ષણથી ભગવાન જાણવામાં આવ્યો, તો ધર્મીજીવને ચૈતન્યલક્ષણથી આત્માનો અનુભવ Page #348 -------------------------------------------------------------------------- ________________ શ્લોક – ૪૩ ૩૩૫ થવાથી, અજીવના ભાવને ભિન્ન અનુભવે છે. એ પોતાના અનુભવમાં આવતા નથી. બીજી રીતે કહીએ તો.. ચૈતન્ય લક્ષણે લક્ષિત ભગવાનનો અનુભવ કરવાથી, જે રાગ બાકી છે, એ ભિન્ન અનુભવમાં નામ જુદાપણે-ભિન્ન જાણવામાં આવે છે. “જાણેલો પ્રયોજનવાન” જે બારમી ગાથામાં કહ્યું (છે.) સમજાણું કાંઈ ? ભિન્ન જ્ઞાન-એનું ભિન્ન જ્ઞાન થાય છે. આવી વાતું આકરી ભારે, પરમ સત્ય તો આ છે ભાઈ ! આહાહાહા ! હવે, જ્ઞાનીજન અનુભવ કરે છે તો પણ અરેરે ! એવું હોવા છતાં પણ-જ્ઞાનના લક્ષણથી અંતર અનુભવ આત્માનો હોવા છતાં પણ, જ્ઞાનીને રાગ સ્વતંત્રપણે એનાં કારણે ત્યાં ઉત્પન્ન થાય છે, એ (રાગ) પોતાના અનુભવમાં આવતો નથી. એવું વસ્તુનું સ્વરૂપ છે. છતાં અજ્ઞાનીને “નિરવધિપ્રવિકૃમિત: મોદ: તુ” અમર્યાદપણે ફેલાયેલો મોહ અરે, રાગમાં મારી ચીજ છે ને રાગથી લાભ થયો, એવી એકત્વબુદ્ધિ મિથ્યાત્વની કેમ નાચે છે એમાં? એમ કહ્યું ને નિરવધિ' – અરરે ! મોહ મારો છે ને રાગથી લાભ (થાય છે) નિરવધિ-મર્યાદારહિત મોહ છે મહામિથ્યાત્વ મોહ છે, એમ કહે છે. આહાહાહા ! એ અમર્યાદરૂપથી ફેલાયેલો મોહ, સ્વ-પરની એકત્વબુદ્ધિ ભ્રાંતિ, (કેમ નાચે છે) ચૈતન્યલક્ષણથી લક્ષિત અનુભવમાં આવવાવાળો, અજ્ઞાનીને અજીવ ભિન્ન રહે છે તો પણ અજ્ઞાનીને અજીવ અને આત્માના છે રાગ, આત્માનો છે રાગ, એવી ભ્રાંતિ મર્યાદારહિત મિથ્યાત્વ કેમ ઉત્પન્ન થાય છે? કથનમાત્રથી –કેમ નાચે છે કેમ મોહ થાય છે. પણ અહીં તો કહે ઈ નાચે છે કેમ કે અજ્ઞાની નાચી કેમ રહ્યાં છે મિથ્યાત્વમાં એકત્વબુદ્ધિ છે ને ! ભગવાને કહ્યું મહાઆશ્ચર્ય ને ખેદ (અમને છે.) પછી કહે છે કે એ તો નાચે છે તો નાચો પુદ્ગલ, જીવને (એમાં) શું છે? પણ અહીં તો પહેલાં અજ્ઞાની રાગથી એકત્વ માને છે તો મિથ્યાત્વથી નાચે છે! આહાહાહા ! રાગ તો જ્ઞાનીઓને પણ આવે છે, પણ એ રાગ પર તરીકે જાણવામાં આવે છે પોતાનો છે એમ નહીં. સ્વપરની ભ્રાંતિ એકત્વ (બુદ્ધિની) કેમ નાચે છે? એ અમને મહા આશ્ચર્ય છે, કેમ કે ચૈતન્યલક્ષણથી લક્ષ્ય પ્રત્યક્ષ પ્રગટ , એને છોડીને રાગની એકતા બુદ્ધિમાં મોહ કેમ નાચે છે? કેમ પરિણમે છે? આહાહાહા ! ઓહો! આશ્ચર્ય છે અને ખેદ છે. મુનિ છે ને જરી રાગ છે. તો ખેદ છે. હવે આ (અજ્ઞાની) શું કરે છે? ભગવાન અંદર ચૈતન્યલક્ષણે લક્ષિત બિરાજમાન, અને એને છોડીને આ રાગ-દયા, દાન, વ્રત, ભક્તિનો રાગ એ મારો છે, એનાથી મને લાભ થશે, એમ માનીને) નાચે છે (પરિણમે છે) આ મિથ્યાત્વ કેમ નાચે છે? આશ્ચર્ય! આવી વાત છે. જ્યારે જ્ઞાની ચૈતન્યલક્ષણનું (લક્ષ કરીને) ચૈતન્યલક્ષણે (આત્માને) અનુભવે છે, તો અજીવ ભિન્ન રહી જાય છે. તો આ અજ્ઞાની અજીવને એક માનીને મોહમાં કેમ નાચે છે? પોતાના ચૈતન્યલક્ષણથી લક્ષિત આત્માને કેમ ભૂલી જાય છે? આ તો મોટો સિદ્ધાંત છે- સિદ્ધ થયેલો સિદ્ધાંત-સિદ્ધાંત છે. જેમાં સિદ્ધપદની પ્રાપ્તિ હો એ સિદ્ધાંત છે સમજાણું કાંઈ? આનાથી સિદ્ધાંત એવો સિદ્ધ થાય છે કે, સિદ્ધપદની પ્રાપ્તિ હો, સંસારની પ્રાપ્તિ હો ( થાય) એ સિદ્ધાંત જ નહીં. આચાર્ય છે, સંત છે દિગમ્બર (સંત !) આનંદના અનુભવની (જેમની) Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ સમયસાર સિદ્ધિ ભાગ-૩ મહોર છાપ પડી છે- અતીન્દ્રિય આનંદ નામ મુનિને સાચા સંત હોય એને તો અતીન્દ્રિય પ્રચુર આનંદ (હોય છે) આનંદની મહોરછાપ (જેમની છે) અતીન્દ્રિય આનંદનું પ્રચુર વેદન (વર્તે) છે. આ મુનિને રાગ છે થોડો તો (કહે છે મુનિરાજ કે) અરે, અજ્ઞાનીને કેમ (રાગ નાચે છે) અરે, આવી ચીજ પડી છે, ચૈતન્યલક્ષણથી લક્ષિત ! પ્રગટ ચૈતન્ય થવાવાળી ચીજ છે, એને છોડીને, આ રાગ મારો છે, રામ લક્ષણ જીવનું છે (એમ) માનીને આ કેમ મોહમાં નાચે છે? કહો, અમને આશ્ચર્ય થાય છે! ચૈતન્ય-જ્ઞાન લક્ષણથી લક્ષિત, અનુભવમાં આવવાવાળો આત્મા, ધર્મીને તો એનો અનુભવ હોય છે, સમ્યગ્દષ્ટિને ચોથે ગુણસ્થાને, જ્ઞાનથી આત્મા જાણવામાં આવ્યો ત્યારે અનુભવ આત્માનો થાય છે. રાગનો નહીં, રાગ ભિન્ન છે. આહાહાહા! ચોથા ગુણસ્થાનથી આંહી વાત છે. અહીં તો મુનિ કહે છે, છક્કે ગુણસ્થાને મુનિ બિરાજે છે, આનંદમાં ઝૂલે છે, તો એમને વિકલ્પ આવ્યો, આ (કળશો) બનાવ્યા, એમાં કહે છે કે અરેરે પ્રભુ! આ તારો (આત્મા) ચૈતન્યલક્ષણથી લક્ષિત પ્રભુ અંદર બિરાજે છે ત્યાં કેમ જતો નથી અને આ રાગ જે તારી કોઈ અવસ્થામાં, એ સકળ અવસ્થામાં વ્યાપ્ત નથી રહેતો, કોઈમાં છે, એવા રાગને પકડીને અજીવનો અનુભવ કેમ કરે છે? આવી વાત છે. આવો ઉપદેશ જ સાંભળવો કઠણ પડે! છે? ઓલું તો એમ સહેલું! અપવાસ કરો, વ્રત કરો, બાર વ્રત લ્યો ! પંચમહાવ્રત લ્યો ! એય સહેલું સટ, છે અજ્ઞાન! આહાહાહા ! આંહી તો પરમાત્માએ કહેલી વાત, સંતો-દિગમ્બર સંતો, આડતિયા થઈને માલ દુનિયાને આપે છે. માલ લેવો હોય તો લ્યો પણ માલ તો આ જ છે. આહાહાહા ! ખેદ છે ને! આંહી બીજે ક્યાંક ખુલાસો કર્યો છે ખેદનો. એમ કે જરી રાગ છે ત્યાં એમ કહ્યું છે. આમાં ખુલાસો નથી. એમ કે મુનિને પણ આમ થાય છે કેમ? બીજે ક્યાંક આવ્યું છે, આવ્યું હતું ખેદ થાય છે કેમ? એ તો છે મુનિ ! આત્મા (ના) આનંદનો અનુભવ (પ્રચુર વર્તે છે) પણ જરી વિકલ્પ છે. તો. આ શું કરે છે? આહા! પ્રભુ આ રાગનો અનુભવ કરીને, રાગનું વેદન કરીને, (રાગથી) આત્માને લાભ થાય છે એવું કેમ માનો છો? આવા મોહમાં કેમ તમે નાચો છો? દેવીલાલજી? છે? કરૂણા રાગ છે, પણ ત્યાં વિકલ્પ આવ્યો છે ને છદ્મસ્થ છે ને, વીતરાગ સર્વજ્ઞ હોય તો કાંઈ આવે નહીં! આને (સાધક) એવું જાણે છે કે (રાગ) ભિન્ન છે, મારી ચીજ નહીં (છતા) પણ અજ્ઞાની એવું માને? આવો આત્મા ભગવાન અંદર ચિદાનંદ પ્રત્યક્ષ બિરાજે છે અને જેની જ્ઞાનની પર્યાય, પ્રગટ લક્ષણ છે તો એ પ્રગટ લક્ષણના નમૂનાથી અંદર જવાય છે, એવો અનુભવ આ કરતા નથી ને આ એકલા રાગનો અનુભવ કરે છે, આશ્ચર્ય છે! આહા! ભગવાન ત્રિલોકનાથ ચૈતન્ય પ્રભુ બિરાજે છે અંદર, સચ્ચિદાનંદ પ્રભુ જ્ઞાનગંજ! આનંદનો ગંજ ! પ્રભુ પ્રજ્ઞાબ્રહ્મ ! – જ્ઞાન અને આનંદનો પુંજ પ્રભુ આત્મા તો છે. આહા! એમાં (આત્મામાં) રાગ કેવો? નવતત્ત્વ છે ને ! તેમાં રાગ તો પુણ્ય તત્ત્વ છે. તથા (અશુભરાગ) પાપ તત્ત્વ છે, ભગવાન જ્ઞાયક તત્ત્વ (આત્મા) છે. બીજા તત્ત્વથી, બીજા તત્વમાં મેળવી દે છે તો તત્ત્વ ભિન્ન રહેતા નથી, વ્રત-તપ-ભક્તિ પૂજા આદિ ભાવ એ કોઈ જૈન Page #350 -------------------------------------------------------------------------- ________________ શ્લોક – ૪૪ ૩૩૭ ધર્મ છે નહીં, એ તો રાગ છે. આહાહાહા ! એ રાગને પોતાનો માનીને, ચૈતન્યના લક્ષણનો અનુભવ કેમ ભૂલી જાય છે તું? સાક્ષાત (પ્રગટ) બિરાજે છે એને ભૂલી જાય છે ને ! આ શું? તારી ચીજમાં નથી, એને પોતાના માનીને તું અનુભવ કરે છે મિથ્યાત્વભાવ છે, આશ્ચર્ય છે! પ્રભુ તારી ચીજ પડી છે ને એને ભૂલીને (રાગને અનુભવે છે) આશ્ચર્ય થાય છે. અહીંયા તો એમ કહે છે. (આહા!) ક્ષણિક વિકૃત અવસ્થાને પોતાની માનીને, ત્રિકાળીને (નિર્મળાનંદને ) ભૂલી જાય છે, આશ્ચર્ય છે! આવી વાતું છે. આ સંતો કહે છે, દિગમ્બર મુનિઓ ભગવાન ત્રણ લોકનો નાથ કહે છે તે સંતો કહે છે. અહો બત અહો નામ આશ્ચર્ય અને બત નામ ખેદ! “અહો બત” – અહોઆશ્ચર્ય (ને) બત-ખેદ, આ બે શબ્દો! (કળશ-૨૨૨ માં ખેદનું આવ્યું છે) બસો બાવીસમાં છે ઠીક! ખ્યાલમાં છે ને! આંહી એ (ખેદ શબ્દનો) ખુલાસો નથી કર્યો, ત્યાં એ ખુલાસો કર્યો છે. વળી ફરી મોહનો પ્રતિષેધ કરે છે ને કહે છે “જો મોહ નાચે છે તો નાચો'! અમે તો આત્મા આનંદસ્વરૂપ-જ્ઞાનસ્વરૂપ છે. કેટલામું આવ્યું? ૪૪ વળી ફરી મોહનો પ્રતિષેધ કરે છે અને કહે છે કે “જો મોહ નાચે છે તો નાચો ! તોપણ આમ જ છે’ : ( શ્લોક - ૪૪ ) (વસત્ત-તિના) अस्मिन्ननादिनि महत्यविवेकनाट्ये वर्णादिमान्नटति पुगल एव नान्यः। रागादिपुद्गलविकारविरुद्धशुद्ध चैतन्यधातुमयमूर्तिरयं च जीवः।।४४।। શ્લોકાર્થ-[સ્મિન બનાિિન મદતિ વિવે-નાટયે] આ અનાદિ કાળના મોટા અવિવેકના નાટકમાં અથવા નાચમાં [ વMવિમાન પુન: gવ નરતિ] વર્ણાદિમાન પુદ્ગલ જ નાચે છે, [ ન બન્ય:] અન્ય કોઈ નહિ; (અભેદ જ્ઞાનમાં પુગલ જ અનેક પ્રકારનું દેખાય છે, જીવ તો અનેક પ્રકારનો છે નહિ; [૨] અને [મયં નીવ:] આ જીવ તો [RI[તિ-પુત્રીન-વિવાર-વિરુદ્ધ-શુદ્ધ-ચૈતન્યધાતુમય-મૂર્તિ ] રાગાદિક પુદ્ગલ વિકારોથી વિલક્ષણ, શુદ્ધ ચૈતન્યધાતુમય મૂર્તિ છે. ભાવાર્થ- રાગાદિ ચિવિકારને (-ચૈતન્યવિકારોને) દેખી એવો ભ્રમ ન કરવો કે એ પણ ચૈતન્ય જ છે, કારણ કે ચૈતન્યની સર્વ અવસ્થાઓમાં વ્યાપે તો ચૈતન્યના કહેવાય. રાગાદિ વિકારો તો સર્વ અવસ્થાઓમાં વ્યાપતા નથી–મોક્ષ અવસ્થામાં તેમનો અભાવ છે. વળી તેમનો અનુભવ પણ આકુળતામય દુઃખરૂપ છે. માટે તેઓ ચેતન નથી, જડ છે. ચૈતન્યનો અનુભવ નિરાકુળ છે, તે જ જીવનો સ્વભાવ છે એમ જાણવું. ૪૪. Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ સમયસાર સિદ્ધિ ભાગ-૩ શ્લોક - ૪૪ ઉ૫૨ પ્રવચન अस्मिन्ननादिनि महत्यविवेकनाट्ये वर्णादिमान्नटति पुद्गल एव नान्यः । रागादिपुद्गलविकारविरुद्धशुद्धचैतन्यधातुमयमूर्तिरयं च નીવ:।।૪૪।। આહાહા ! અસ્મિન અનાવિત્તિ મહતિ વિવે—નાયે - અરેરે અનાદિ કાળના મહા અવિવેકના નાટકમાં અથવા નાચમાં વર્ણાદિયાન પુદ્ગલ જ નાચે છે ન અન્ય: અન્ય કોઈ નહિ; વર્ણને રાગ બધા વર્ણાદિ (માન ) પુદ્ગલ (છે) એ નાચે છે, ચાર ગતિમાં પરિણમન કરે છે (એમાં ) રાગ અને પુદ્ગલ નાચે છે, ભગવાન તો એ રાગમાં ને પુદ્ગલમાં છે નહીં આત્મા ! છે? આત્મા જે આનંદસ્વરૂપ, ભગવાન આત્મા એ તો જ્ઞાનસ્વરૂપ છે, એ તો રાગ અને પુદ્ગલમાં આવતો નથી, તો કહે છે કે અનાદિ કાળથી, એ શ૨ી૨–વાણી-મન-પુદ્ગલ જડ છે એમ જ પુણ્ય-પાપના ભાવ, દયા-દાન-વ્રતાદિના ભાવ પણ પુદ્ગલ છે, તો એ પુદ્ગલ નાચે છે તો નાચો ! આત્મા એમાં તો આવતો નથી. આહાહાહા ! આવી વાતું છે. અનાદિ કાળથી મોટા અવિવેકનું નાટક, અવિવેકનું નાટક ! ભગવાન આનંદસ્વરૂપજ્ઞાનસ્વરૂપ પ્રભુ ! એને છોડીને શુભ-અશુભ ભાવ રાગ-જે દયા-દાન-વ્રત-ભક્તિ-તપાદિના ભાવ થાય છે, એ પુદ્ગલ છે. એ જીવદ્રવ્ય નહીં. તો એ પુદ્ગલ નાચે તો નાચો, એમાં આત્મામાં શું આવ્યું ? આ વાણી તો જુઓ સંતોની. આહાહાહા ! વર્ણાદિમાન પુદ્ગલ વર્ણાદિમાં રંગ, રાગ ને ભેદ બધું લઈ લેવું. વર્ણાદિમાન પુદ્ગલ જ નાચે છે, અન્ય કોઈ નહિ એમાં આત્મા આવ્યો નથી. અભેદ જ્ઞાનમાં પુદ્ગલ જ અનેક પ્રકા૨નું દેખાય છે. શું કહે છે? ભગવાન આત્માનો જ્ઞાનસ્વભાવનો અનુભવ થયો– અભેદજ્ઞાનનો અનુભવ થયો, તો રાગ આદિ પુદ્ગલપણે દેખાય છે–અનેક પ્રકા૨ના દેખાય છે એ પુદ્ગલ દેખાય છે. ભગવાન છે એક, ( એ ) અનેક પ્રકારે નથી થતો. ભગવાન એટલે આત્મા હોં આ ! એ એકરૂપ જ્ઞાનાનંદ સ્વભાવથી બિરાજમાન છે. એનાથી વિરુદ્ધ રાગાદિભાવ-દયા-દાન-વ્રતભક્તિ, કામ-ક્રોધાદિ ભાવ એ પુદ્ગલ છે. અભેદજ્ઞાનમાં એ પુદ્ગલ જ અનેક પ્રકા૨ના દેખાય છે એમ કહ્યું ને ! જીવ, અનેક પ્રકા૨નો નથી. આહાહા ! ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ એકરૂપે-અભેદ, એમાં રાગાદિ ભેદ, એમાં દેખાતા નથી. આહા ! આવી વાતું થાય, પકડવી કઠણ પડે! હજી આ ઉપદેશ જ વિ૨લ થઈ ગયો છે. ‘વિરલા જાણે તત્ત્વને, વિલા સાંભળે કોઈ' – વિરલા જાણે કોઈ, વિરલા શ્રદ્ધે કોઈ, વિલા સમજે કોઈ ’ જીવ અનેક પ્રકા૨નો નથી, આ જીવ તો રાગઆદિથી –પુદ્ગલ વિકા૨થી વિલક્ષણ (છે.) ચૈતન્ય તત્ત્વ ભગવાન આત્મા-જ્ઞાયક-સ્વભાવભાવ આ પ્રભુ રાગઆદિ વિકારરૂપ ક્યારેય થતો નથી. પુદ્ગલ વિકા૨થી વિલક્ષણ છે, શુદ્ધ ચૈતન્યની મૂર્તિ – ચૈતન્યધાતુમય છે પ્રભુ ! શુદ્ધચૈતન્યધાતુમય- સહજાનંદપ્રભુ એ આત્મા છે, આ તો પુદ્ગલ-રાગાદિ નાચો તો નાચો, એમાં આત્માને શું છે? વિશેષ આવશે. ( શ્રોતા- પ્રમાણ વચન ગુરુદેવ ) Page #352 -------------------------------------------------------------------------- ________________ શ્લોક - ૪૪ ૩૩૯ પ્રવચન ન. ૧૪૩ શ્લોક-૪૪ તથા ૪૫ કારતક વદ-૮ બુધવાર તા. ૨૨/૧૧/૭૮ ૪૪ કળશનો ભાવાર્થ – “રાગાદિ ચિવિકારને દેખી એવો ભ્રમ ન કરવો કે એ પણ ચૈતન્ય જ છે” શું કહે છે? કે એની પર્યાયમાં રાગ અને દ્વેષ અને વિકારની દશા દેખી એના ઉપર લક્ષ ન કરવું, એ ભ્રમ ન કરવો કે એ ચૈતન્યનું સ્વરૂપ છે એમ. એના ઉપરથી લક્ષ છોડી ને જ્ઞાનની પરિણતિ દ્વારા દ્રવ્યનું લક્ષ કરવું અને એનો અનુભવ કરવો એ ચૈતન્ય છે. પર્યાયમાં રાગ અને દ્વેષ, પુણ્ય અને પાપ એ ચિવિકાર છે, પણ એ દેખીને એમ ભ્રમ ન કરવો કે આ મારી ચીજ છે. કારણકે એ રાગ અને દ્વેષ, દયાદાન આદિના પરિણામ આત્માની પ્રત્યેક અવસ્થામાં વ્યાપતા રહેતા નથી માટે તે રાગાદિ ચિવિકાર દેખીને ત્યાં લક્ષ ન બાંધવું, જ્ઞાનની પર્યાય દ્વારા ત્રિકાળી દ્રવ્યનું લક્ષ કરવું એનો અનુભવ કરવો એ ચૈતન્ય છે. આહાહા! કારણકે ચૈતન્યની સર્વ અવસ્થાઓમાં વ્યાપે” ભગવાન જ્ઞાન સ્વરૂપી પ્રભુ એની દરેક અવસ્થામાં રહે તો એની ચીજ કહેવાય. “રાગાદિ વિકારો તો સર્વ અવસ્થાઓમાં વ્યાપતા નથી” એ વિકલ્પ જે છે રાગાદિ એ કાંઈ આત્માની દરેક અવસ્થામાં રહેતા નથી. છે ને? મોક્ષ અવસ્થામાં તેમનો અભાવ છે, સિદ્ધ શું કરવું છે કે વિકારની દશા હો પણ એ ચૈતન્ય સ્વરૂપની નથી એટલે કે વિકાર દશા હો, પણ ત્યાં લક્ષ કરવા જેવું નથી એમ કહે છે. આહાહા ! લક્ષ તો ચૈતન્ય પરિણતિ દ્વારા ચૈતન્ય સ્વરૂપનું દૃષ્ટિ કરીને અનુભવવા જેવું છે. આહાહા ! આવી વાત છે. એક વાત, તેની દરેક અવસ્થામાં વ્યાપતા નથી, માટે તે ચૈતન્યનું સ્વરૂપ નથી માટે તેને લક્ષમાં લેવા જેવું નથી. પ્રથમ એને લક્ષમાં જ્ઞાયક સ્વરૂપ છે તેને લક્ષમાં લઈ, અને જે જ્ઞાન અનુભવ થાય પછી રાગ છે તેને જાણે, કે મારામાં નહીં. આહાહા ! આવી વાત છે. એક વાત. વળી તેમનો અનુભવ પણ આકુળતામય દુઃખરૂપ છે. ચાહે તો એ વિકલ્પ દયા, દાન, વ્રત, ભક્તિનો હો પણ એ આકુળતામય દુઃખરૂપ છે, પહેલું એમ કહ્યું કે એ પુણ્ય ને પાપ, દયા, દાન, રાગ વિકાર એ ચૈતન્યના વિકાર ભાસે છે પણ એ ચૈતન્યના નથી, કેમકે એની દરેક અવસ્થામાં રહેતા નથી માટે તેના નથી, માટે તેનું લક્ષ છોડી શાયક તરફનો અનુભવ કરવો. આહાહા ! હવે બીજી વાત કરે છે. એમનો ચિવિકાર દરેક અવસ્થામાં નથી પણ જે અવસ્થામાં છે તેનો અનુભવ પણ આકુળતામય છે. એ દરેક અવસ્થામાં નથી માટે તેના નથી, પણ એની જ્યારે અવસ્થામાં છે ત્યારે તે આકુળતામય દુઃખરૂપ છે. ચાહે તો એ વિકલ્પ શુભરાગ હો કે અશુભ હો ઈ તો આકુળતામય છે. ભગવાન આત્મા આકુળતાસ્વરૂપ નથી એ તો અનાકુળ આનંદ સ્વરૂપ છે. જુઓ આને જુદાને સિદ્ધ કર્યા. એ રાગનો વિકલ્પ ચાહે તો ભક્તિનો હોય કે પૂજાનો હોય કે દયાનો હોય કે દાનનો હોય, પણ એ રાગ આત્માની દરેક અવસ્થામાં નથી માટે તે આત્માના નથી, કેમકે મોક્ષ અવસ્થામાં તેનો અભાવ થઈ જાય છે માટે અભાવ થઈ જાય એ ચીજ એની નથી. એક વાત. હવે અવસ્થામાં જ્યાં છે, અવસ્થામાં જ્યાં રાગાદિ વિકલ્પ છે એનો અનુભવ પણ Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ સમયસાર સિદ્ધિ ભાગ-૩ આકુળતામય છે. દરેક અવસ્થામાં નથી માટે તે એના નથી પણ જે અવસ્થામાં છે ત્યાં પણ તે આકુળતામય છે. આવી વાત છે. તેમનો અનુભવ પણ એમ, એની અવસ્થામાં છે ત્યાં, નથી ત્યાં નથી માટે એ તો એનો સવાલ નથી, પણ હવે એની અવસ્થામાં જ્યાં છે ત્યાં પણ એમ, આકુળતામય દુઃખરૂપ છે. આહાહાહા ! સમજાય છે કાંઈ ? દરેક અવસ્થામાં નથી માટે તેના નથી એક વાત, અને તેની અવસ્થામાં જ્યારે એ જે જે અવસ્થામાં છે, ત્યાં પણ તે આકુળતામય દુઃખરૂપ છે. જુઓને ભિન્ન ભિન્ન. આહાહાહા ! ચૈતન્ય ભગવાન આત્મા એની દરેક અવસ્થામાં તો જ્ઞાન ને દર્શન આદિ હોય છે પણ રાગાદિ દરેક અવસ્થાઓમાં હોતા નથી. એક વાત. પણ બીજી વાત જ્યારે અવસ્થામાં ( રાગાદિ ) છે ત્યારે એમનો અનુભવ પણ, એ રાગનું વેદન આકુળતામય, આકુળતામય દુઃખરૂપ. ગજબ વાત છે. કઈ રીતે સિદ્ધ કરે છે? કે ભગવાન તો અણાકુળ આનંદ સ્વરૂપ છે ને? એની અવસ્થામાં થાય છે, છતાં તે તો દુઃખરૂપ છે ને ? એ શુભરાગ પણ દુઃખરૂપ છે. તેથી તેના આનંદ સ્વરૂપથી જુદી જાત છે, માટે તેનાથી ભિન્ન છે ભગવાન. સમજાય છે કાંઈ ? જુઓ જયચંદ પંડિત ! એ પણ આટલું સ્પષ્ટ, તદ્ન સાદી ભાષામાં એની ભિન્નતાનું ભાન કેમ થાય. એની અવસ્થામાં જ્યાં છે, દરેકમાં તો નથી, પણ જ્યાં છે, ત્યાં પણ એ રાગ છે, એ આકુળતામય દુઃખરૂપ છે. એ આકુળતામય દુઃખરૂપ( છે) માટે તેઓ ચૈતન્ય નથી. આકુળતા અને દુઃખરૂપ રાગ છે, માટે તેઓ ચેતન નથી. કેમ ? કે જડ છે એ. કેમ ? કે “ચૈતન્યનો અનુભવ તો નિરાકુળ છે”. ભગવાન આત્મ સ્વરૂપ જે છે, એ આનંદ સ્વરૂપ છે અને એનો અનુભવ પણ આનંદસ્વરૂપ છે. સમજાય છે કાંઈ ? એ આકુળતામય છે માટે તે જીવસ્વરૂપ નહીં, દરેક અવસ્થામાં વ્યાપતો નથી માટે તે જીવસ્વરૂપ નહીં, આવી સાદી ભાષામાં, ભગવાન અંદર ભિન્ન છે. વર્તમાન હોય ત્યારે પણ તે દુઃખનો અનુભવ છે. અને આત્મા ચૈતન્યનો અનુભવ, રાગનો અનુભવ હોય ત્યારે પણ દુઃખરૂપ છે અને ત્યારે ભગવાન ચૈતન્યનો અનુભવ તે નિરાકુળ છે. આહા ! આમ છે. ચૈતન્ય ભગવાન આનંદ સ્વરૂપ એની વર્તમાન દશામાં પણ આનંદનો અનુભવ છે એ એની દશા છે. સમજાય છે કાંઈ ? એની દશામાં રાગાદિ છે, એ તો દુઃખરૂપ છે, તેથી તે આકુળતા છે અને ભગવાન તે સમયે પણ ચૈતન્યનો અનુભવ તો અનાકુળ ને આનંદ છે. આહાહા ! ચૈતન્યસ્વરૂપ જે ભગવાન આત્મા એ આનંદસ્વરૂપ એનો અનુભવ તો અનાકુળ આનંદરૂપ અનુભવ છે, એની અવસ્થામાં હોવા છતાં એ દુઃખરૂપ છે અને આની અવસ્થા ભગવાનની અવસ્થા એ અનુભવ આનંદરૂપ છે. આહાહાહા ! સમજાણું કાંઈ ? આવી વાતું, ધર્મને નામે લોકોએ કાંઈક કાંઈક કરાવી નાખ્યું છે. ચૈતન્ય આનંદ સ્વરૂપ પ્રભુ તો તેની અવસ્થામાં થતો રાગ દુઃખરૂપ અને ચૈતન્યનો અનુભવ સુખરૂપ, માટે તે જીવનો નથી. આહાહા ! તે જીવનો સ્વભાવ છે જોયું, ચૈતન્યનો અનુભવ નિરાકુળ છે, અનુભવ નિરાકુળ છે જ્ઞાનની પરિણતિની પ્રગટ દશા છે તેને અંત૨માં વાળતાં પર્યાયમાં અનાકુળતાનો અનુભવ થાય, આનંદનો અનુભવ થાય, એમ કહે છે. અને તેથી ચૈતન્યનો અનુભવ આનંદ છે. અને રાગનો અનુભવ દુઃખ છે, તેથી તે જીવનો નથી. આવી વાતને અંત૨માં પહોંચે એ અંત૨માં ગતિ Page #354 -------------------------------------------------------------------------- ________________ શ્લોક – ૪૪ ૩૪૧ કર્યા વિના એ મળે એવું નથી. આહાહાહા ! જ્યાં જ્ઞાનની પર્યાય, વર્તમાન પ્રગટ છે એનું લક્ષ કરીને અંતર વળે, રાગ ત્યાં છે તેનું લક્ષ છોડી દે એમ કહે છે. સમજાણું કાંઈ? જ્ઞાનની વર્તમાન દશા જે પ્રગટ છે તેનું લક્ષ લઈને અંદરમાં જા, તેના લક્ષણથી અંદરમાં જા, તેથી તને આનંદનો અનુભવ થશે, અને આ રાગ એ તો દુઃખરૂપ છે, આકુળતા છે માટે તે ચૈતન્યના સ્વભાવથી રાગ આકુળતામય માટે ભિન્ન છે, અજીવ સ્વભાવ છે. આહાહા! આવું સ્વરૂપ માણસને આકરું પડે, અભ્યાસ ન કરે અને આ સમ્યગ્દર્શન વિના પાધરા વ્રત લઈ લેવું પાંચમું ગુણસ્થાન થઈ ગયું. શું પ્રભુ થાય? ભાઈ એ વ્રતનો વિકલ્પ છે એ પણ દુઃખરૂપ છે. એ વિકલ્પ દરેક અવસ્થામાં તો નથી, પણ જ્યારે છે ત્યારે પણ તેના ઉપર લક્ષ કરવા જેવું નથી કેમ કે એ દુઃખરૂપ છે. સમજાણું કાંઈ? છે ત્યારે પણ તે દુઃખરૂપ છે માટે તેનું લક્ષ કરવા જેવું નથી. આનંદરૂપ ભગવાન છે આત્મા ત્યાં લક્ષ કરીને અનુભવ કરવા જેવું છે. આવો માર્ગ છે. વીતરાગ સર્વજ્ઞના સંતો આમ જાહેર કરે છે, છબસ્થ પ્રાણી, પંચમકાળમાં આમ જાહેર કરે છે. ભાઈ તું પ્રભુ આત્મા છો, કેમકે આત્મા છે એની પર્યાય તો કાયમ નિર્મળાદિ કાયમ રહે છે. એ રાગરૂપ નથી ભાઈ ! અને એ રાગ છે જ્યારે, ત્યારે પણ એ દુઃખરૂપ છે માટે તું આનંદરૂપ છો એ આનંદના અનુભવની પાસે એ તો દુઃખરૂપ છે. આહાહા ! તે જ જીવનો સ્વભાવ છે એમ જાણવું. જે આનંદ સ્વભાવ છે ત્રિકાળી એ જીવ, પણ એનો અનુભવ થાય ત્યારે એને જણાય કે આ જીવ છે. સમજાણું કાંઈ ? એને રાગ ઉપરનું લક્ષ છોડીને એનો અનુભવ થતાં જે પર્યાયમાં સ્વાદ આવે ત્યારે તે જાણે કે ઓહોહો ! આ તો આનંદ સ્વરૂપ જ ભગવાન છે. આવી વાત છે. શું થાય? આ કોઈ પંડિતાઈની ચીજ નથી. આહાહા ! (શ્રોતા:- નમુના પરથી માલનો ખ્યાલ આવે ) હું ! નમુનો કે રાગ એની દરેક અવસ્થામાં નથી માટે એનો નથી એક વાત, પણ જ્યારે છે ત્યારે દુઃખરૂપ છે અને ભગવાન જે આત્મા છે એ આનંદસ્વરૂપ છે અને એનો અનુભવ થાય એ આનંદરૂપ છે. આહાહા ! સમજાય છે કાંઈ ? આ તો ઉતાવળાના કામ નથી બાપા, આ તો ધીરાના કામ છે. ધીર બુદ્ધિ, ધીર પ્રેરતિ જે જ્ઞાનને બુદ્ધિ અંદરમાં પ્રેરે જાય એને ધીર કહે છે. ધી બુધ્ધિ ૨ પ્રેરે જે જ્ઞાન પર્યાય અંતરમાં જાય તેને ધીર કહે છે. કેવળજ્ઞાનનેય બુદ્ધિ કીધી છે. કેવળજ્ઞાનને બુદ્ધિ કીધી છે. જ્ઞાન, જ્ઞાન, જ્ઞાન છે ને? એને અહીં બુદ્ધિ શબ્દ વાપર્યો છે. શાસ્ત્રમાં આવે છે ઘણે ઠેકાણે ૧૦૦૮ માં તો બહુ આવે છે. જ્ઞાન ધીર આનંદ ધીર. આહાહા ! જ્યારે રાગ છે ત્યારે પણ તેનામાંથી લક્ષ છોડી, કેમકે એ તો દુઃખરૂપ છે અને ભગવાન આત્મામાં દષ્ટિ કર કે જેથી તને તે જ પર્યાયમાં આનંદનો અનુભવ થાય, એ જ જીવ છે. આહાહા!સમજાણું કાંઈ? આટલો ભાવાર્થ આવ્યો ૪૪નો, સિદ્ધાંત તો આને કહીએ કે થોડામાં ઘણું ગાગરમાં સાગર ભર્યો હોય. આહાહા ! Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૪ર સમયસાર સિદ્ધિ ભાગ-૩ હવે, ભેદજ્ઞાનની પ્રવૃત્તિ દ્વારા આ જ્ઞાતાદ્રવ્ય પોતે પ્રગટ થાય છે એમ કળશમાં મહિમા કરી અધિકાર પૂર્ણ કરે છે ( શ્લોક - ૪૫ ) (મક્વાન્તા) इत्थं ज्ञानक्रकचकलनापाटनं नाटयित्वा जीवाजीवौ स्फुटविघटनं नैव यावत्प्रयातः। विश्वं व्याप्य प्रसभविकसव्यक्तचिन्मात्रशक्त्या ज्ञातृद्रव्यं स्वयमतिरसात्तावदुच्चैश्चकाशे।।४५।। શ્લોકાર્થઃ- [ રૂ€] આ પ્રમાણે [જ્ઞાન- વ-જૂનના-પાટન] જ્ઞાનરૂપી કરવતનો જે વારંવાર અભ્યાસ તેને [નાયિત્વા] નચાવીને [વાવેત] જ્યાં [નીવાનીવૌ] જીવ અને અજીવ બને [ bદવિવદનં ત વ યાત:] પ્રગટપણે જુદા ન થયા, [તાવત્] ત્યાં તો [જ્ઞાતૃદ્રવ્ય] જ્ઞાતાદ્રવ્ય, [Uસમ-વિવેસ-વ્યવિત્રિીજીયા] અત્યંત વિકાસરૂપ થતી પોતાની પ્રગટ ચિન્માત્રશક્તિ વડે [વિશ્વ વ્યાણ] વિશ્વને વ્યાપીને, [સ્વયમ] પોતાની મેળે જ [તિરસાત] અતિ વેગથી | સર્વે:]ઉગ્રપણે અર્થાત્ અત્યંતપણે [ વાશે ] પ્રકાશી નીકળ્યું. ભાવાર્થ-આ કળશનો આશય બે રીતે છે ઉપર કહેલા જ્ઞાનનો અભ્યાસ કરતાં કરતાં જ્યાં જીવ અને અજીવ બને સ્પષ્ટ ભિન્ન સમજાયા કે તુરત જ આત્માનો નિર્વિકલ્પ અનુભવ થયો-સમ્યગ્દર્શન થયું. (સમ્યગ્દષ્ટિ આત્મા શ્રુતજ્ઞાન વડે વિશ્વના સમસ્ત ભાવોને સંક્ષેપથી અથવા વિસ્તારથી જાણે છે અને નિશ્ચયથી વિશ્વને પ્રત્યક્ષ જાણવાનો તેનો સ્વભાવ છે; માટે તે વિશ્વને જાણે છે એમ કહ્યું.) એક આશય તો એ પ્રમાણે છે. બીજો આશય આ પ્રમાણે છે: જીવ-અજીવનો અનાદિ જે સંયોગ તે કેવળ જુદો પડયા પહેલાં અર્થાત્ જીવનો મોક્ષ થયા પહેલાં, ભેદજ્ઞાન ભાવતાં ભાવતાં અમુક દશા થતાં નિર્વિકલ્પ દ્વારા જામી-જેમાં કેવળ આત્માનો અનુભવ રહ્યો; અને તે શ્રેણિ અત્યંત વેગથી આગળ વધતાં વધતાં કેવળજ્ઞાન પ્રગટ થયું. પછી અઘાતીકર્મનો નાશ થતાં જીવદ્રવ્ય અજીવથી કેવળ ભિન્ન થયું. જીવ-અજીવના ભિન્ન થવાની આ રીત છે. ૪પ. इति जीवाजीवौ पृथग्भूत्वा निष्क्रान्तौ। इति श्रीमदमृतचन्द्रसूरिविरचितायां समयसारव्याख्यायामात्मख्यातौ जीवाजीवप्ररूपक:प्रथमोऽङ्क।। ટીકાઃ-આ પ્રમાણે જીવ અને અજીવ જુદા જુદા થઈને (રંગભૂમિમાંથી) બહાર નીકળી ગયા. Page #356 -------------------------------------------------------------------------- ________________ શ્લોક - ૪૫ ૩૪૩ ભાવાર્થ-જીવ-અજીવ અધિકારમાં પહેલાં રંગભૂમિસ્થળ કહીને ત્યાર પછી ટીકાકાર આચાર્યે એમ કહ્યું હતું કે નૃત્યના અખાડામાં જીવ-અજીવ બને એક થઈને પ્રવેશ કરે છે અને બન્નેએ એકપણાનો સ્વાંગ રચ્યો છે. ત્યાં, ભેદજ્ઞાની સમ્યગ્દષ્ટિ પુરુષે સમ્યજ્ઞાન વડે તે જીવ-અજીવ બનેની તેમના લક્ષણભેદથી પરીક્ષા કરીને બન્નેને જુદા જાણ્યા તેથી સ્વાંગ પૂરો થયો અને બન્ને જુદા જુદા થઈને અખાડાની બહાર નીકળી ગયા. આમ અલંકાર કરીને વર્ણન કર્યું. જીવ-અજીવ અનાદિ સંયોગ મિલૈ લખિ મૂઢ ન આતમ પાવૈ, સમ્યક ભેદવિજ્ઞાન ભયે બુધ ભિન્ન ગહે નિજભાવ સુદાવેં; શ્રી ગુરુકે ઉપદેશ સુનૈ રુ ભલે દિન પાય અજ્ઞાન ગુમાવૈ. તે જગમાંહિ મહંત કહાય વર્સે શિવ જાય સુખી નિત થાવૈ. આમ શ્રી સમયસારની (શ્રીમભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી સમયસાર પરમાગમની) શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદેવવિરચિત આત્મખ્યાતિ નામની ટીકામાં જીવઅજીવનો પ્રરૂપક પહેલો અંક સમાપ્ત થયો. શ્લોક - ૪૫ ઉપર પ્રવચન હવે ભેદજ્ઞાનની પ્રવૃત્તિ દ્વારા આ જ્ઞાતા દ્રવ્ય, શું કીધું છે? ભેદજ્ઞાનની પ્રવૃત્તિ દ્વારા એટલે રાગનું લક્ષ છોડીને અંતરમાં લક્ષ જવાનો અભ્યાસ કરતા ભેદજ્ઞાનની પ્રવૃત્તિ દ્વારા એ રાગ આકુળતા છે, એ રાગ દરેક અવસ્થામાં નથી માટે તેનાથી ભિન્ન પડતા એના ભિન્નનો અભ્યાસ કરતાં, ભેદ જ્ઞાનની પ્રવૃત્તિ દ્વારા આ આત્મદ્રવ્ય પોતે પ્રગટ થાય છે. ભગવાન આત્મા પર્યાયમાં પ્રગટ થાય છે. શક્તિરૂપે અનંત ગુણનો ધામ ભગવાન, પણ એને વિકલ્પ જે રાગાદિ એનાથી ભિન્ન અભ્યાસ કરતા, કેમ કે ચૈતન્યદ્રવ્ય રાગથી ભિન્ન છે તેથી રાગથી ભિન્ન અભ્યાસ કરતા, ભેદજ્ઞાનનો અભ્યાસ કરતા, છે? ત્યારે પ્રભુ પ્રગટ થાય છે. શક્તિમાં જે છે, એ ભેદજ્ઞાન દ્વારા પર્યાયમાં પ્રગટ થાય છે. આહાહાહા ! સમજાણું કાંઈ? એ શ્લોક કહે છે, એમ કળશમાં મહિમા કરી, એમ કળશમાં મહિમા કરી આ અધિકાર પૂરો કરે છે. इत्थं ज्ञानक्रकचकलनापाटनं नाटयित्वा जीवाजीवौ स्फुटविघटनं नैव यावत्प्रयातः। विश्वं व्याप्य प्रसभविकसद्व्यक्तचिन्मात्रशक्त्या ज्ञातृद्रव्यं स्वयमतिरसात्तावदुच्चैश्चकाशे।। ४५ ।। આહા ! આ પ્રમાણે “જ્ઞાન-ક્રકચ કલના પાટન” જ્ઞાનરૂપી કરવતનો જે વારંવાર અભ્યાસ, જ્ઞાનની પર્યાયને અંતરમાં રાગથી ભિન્ન કરવાનો અભ્યાસ. આ પ્રમાણે જ્ઞાન ક્રકચ જ્ઞાનરૂપી કરવતનો કલના, કલના પાટન, કલના એટલે વારંવાર અભ્યાસ, કલના એટલે અભ્યાસ પાટન એટલે વારંવાર જ્ઞાનરૂપી કરવતનો, જ્ઞાન છે ને, પછી ક્રકચ એટલે કરવત. રાગ અને જ્ઞાન સ્વભાવ વચ્ચે ભેદ પાડવાની કરવત જ્ઞાન છે. પ્રજ્ઞાછીણી કીધી'તીને, કહેશેને આગળ. જેમ કરવતથી બે લાકડાના ટુકડા થઈ જાય છે, એમ રાગથી જ્ઞાન સ્વભાવને ભિન્ન કરતાં, બેય ભિન્ન Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ સમયસાર સિદ્ધિ ભાગ-૩ પડી જાય છે. આવી વાત જ્ઞાનરૂપી કરવતનો કલના નામ અનુભવ કરતાં, અભ્યાસ કરતાં, અનુભવ કરતાં ‘પાટનં’ એટલે વારંવાર, જ્ઞાનની પર્યાયને અંતરમાં રાગથી ભિન્ન કરતાં કરતાં, નચાવીને એટલે કે પરિણમાવી ને ભગવાન આત્માની રાગથી ભિન્ન દશાને પરિણમાવીને જ્યાં જીવ અને અજીવ બન્ને, જ્યાં જીવ અને અજીવ બન્ને પ્રગટપણે જુદાં ન થયા, એટલે પૂર્ણ ન થયા, એમ જુદા પ્રગટ ન થયા એમ છે. પ્રગટપણે જુદા એટલે કેવળ જ્ઞાનપણે જુદા ન થયા એ કહેશે. અર્થમાં ત્યાં તો “જ્ઞાતૃદ્રવ્ય પ્રસભ વિકસત વ્યક્ત ચિત્માત્રશકત્યા” બે અર્થ ક૨શે. અત્યંત વિકાસ થતી પોતાની પ્રગટ ચિન્માત્ર શકિત વડે વિશ્વને વ્યાપી એટલે જ્ઞાનની પર્યાય લોકાલોકને જાણતી પર્યાય પ્રગટ થાય છે. આહાહાહાહા ! સમ્યગ્દર્શનમાં પણ જે જ્ઞાન થયું એ વિશ્વને પ્રકાશતું જ્ઞાન પ્રગટ થાય છે, પોતાનું તો પ્રકાશ્યું પણ શ્રુતજ્ઞાનની પર્યાયમાં પણ એ વિશ્વ આખું છે લોકાલોક તે પ્રકાશ નામ જણાય છે. ભલે ઉપયોગપણે એને ખ્યાલમાં ન આવે પણ એના જ્ઞાનની પર્યાયનું વિશ્વને સમસ્તને જાણવું એવું પ્રગટ થઈ જાય છે. અત્યંત વિકાસરૂપ થતી પોતાની પ્રગટ ચિન્માત્રશક્તિ વડે, વિશ્વને પ્રગટ થતી ચિન્માત્રશક્તિ હોં, ચિન્માત્રશક્તિ તો ત્રિકાળ છે પણ એમાંથી પ્રગટ થતી, અત્યંત ચિન્માત્રશક્તિ વડે વિશ્વને વ્યાપીને પોતાની મેળે એટલે સ્વયમ્ જ તે ‘અતિસામ્’ અતિ વેગથી જ્ઞાન સ્વભાવને રાગથી ભિન્ન પાડતા, જે જ્ઞાન સ્વભાવ પર્યાયમાં પ્રગટ થયો, એ અતિ વેગથી વિશ્વને જાણે એવો એનો સ્વભાવ છે, એટલે કે એક સમયમાં જાણે એવો એનો સ્વભાવ છે. એક તો રાગથી ભિન્ન પડીને જ્ઞાનસ્વરૂપ પ્રકાશી નિકળ્યું અને બીજું રાગથી ભિન્ન કરીને પૂર્ણ પ્રકાશી નીકળ્યું. એકએક ગાથા એકએક કળશ અલૌકિક છે. અમૃતચંદ્રાચાર્યે અમૃત, અમૃત વર્ષાવ્યા છે. આ કળશનો આશય બે રીતે છે. જોયું ? ઉ૫૨ કઠેલા જ્ઞાનનો અભ્યાસ કરતાં કરતાં એટલે ? રાગ જે પર્યાયમાં છે તેનું લક્ષ છોડીને, જે તે ટાણે જ્ઞાનની પર્યાય છે તેને જ્ઞાયક તરફ વાળતાં અભ્યાસ કરતાં આમ રાગથી ભિન્ન પડયો ને પર્યાય દ્રવ્યમાં ઢળે છે. એ જીવ અને અજીવ બંને સ્પષ્ટ ભિન્ન સમજાયા, કે તુરત જ આત્માનો નિર્વિકલ્પ અનુભવ થયો, એમ કહે છે પહેલું તો. રાગથી ભેદજ્ઞાન સ્વભાવને ભિન્ન પાડતા પાડતા જ્યાં આત્મા સમજાયો, આત્માનું ભાન થયું કે તુરત જ નિર્વિકલ્પ અનુભવ થયો. તે ક્ષણે જ નિર્વિકલ્પ અનુભવ થાય છે. આહાહા! ( શ્રોતાઃ – ભિન્ન પાડતા પાડતા એ તો સવિકલ્પ ભેદજ્ઞાન છે ને પાડતા પાડતા !) નહીં ભેદ પાડતા પાડતા સવિકલ્પ નહીં રાગથી ભિન્ન પાડતા. વિકલ્પ નહીં એ તો પણ ભેદનો વિકલ્પ પણ આ પાડું છે એ વિકલ્પ એમ અત્યારે અહીં ન લેવો, અહીંયા તો રાગથી જ્ઞાન તરફને ભેદ પાડતા બસ. આમેય એ ભેદજ્ઞાન વિકલ્પ છે એ આવે છે એ અપેક્ષા બીજે આમ બે પાડતા રાગ અને આમ ભેદ પડે એટલું પણ, અહીં તો આ બાજુમાં ઢળતાં. સમજાણું કાંઈ ? આવો માર્ગ જેના ફળ વર્તમાનમાં શાંતિ અને આનંદ અને જેના પૂર્ણ ફળમાં ૫૨મ આનંદ ને પૂર્ણ શાંતિ એવા ભેદજ્ઞાનની વાતું શું કરવી ? અરે આ ચીજ ન મળે અને એ વિના આ વ્રત ને તપ ને અપવાસ કર્યાં ને થઈ ગયા પાંચમાં ગુણસ્થાને, ભાઈ એ ચીજ જે છે, રાગથી ભિન્ન છે ને ? ઉ૫૨ Page #358 -------------------------------------------------------------------------- ________________ શ્લોક – ૪૫ ૩૪૫ કઠેલા જ્ઞાનનો અભ્યાસ કરતા, જ્ઞાનનો એટલે રાગથી ભિન્ન પાડવાનો અભ્યાસ કરતા, અહીં તો ભિન્ન એમેય નથી કહ્યું. જ્ઞાનનો અભ્યાસ કરતા, જ્યાં જીવ અને અજીવ બંને સ્પષ્ટ ભિન્ન સમજાયા કે તુરતજ આત્માનો નિર્વિકલ્પ અનુભવ થયો. સમ્યગ્દર્શન થયું. આહાહાહા ! રાગ તે અજીવ છે, ભગવાન ચૈતન્યમૂર્તિ તે જીવ છે. એમ અજીવથી ભિન્ન જ્ઞાનનો અભ્યાસ કરતાં કરતાં જ્યાં આત્મા શાયકસ્વરૂપ છે એમ સમજાયું તે જ ક્ષણે નિર્વિકલ્પ અનુભવ થાય છે. આમ છે ભાઈ ! હૈં ? ( શ્રોતાઃ- સમજાયોનો મતલબ સ્પષ્ટ પ્રતિભાસમાં આવ્યો ) સમજાયું ને તુરત અનુભવ થયો એમ. આ જ્ઞાયક એમ જાણ્યું તે ક્ષણે જ અનુભવ થયો. શબ્દમાં એમ છે ખરું ને ? પ્રગટપણે જુદા ન થયા એમ કીધું ને ? એટલે, આમ તદ્ન પૂર્ણ જુદા થયા નથી. પણ આહીંયા રાગથી ભિન્ન પડીને જ્ઞાનાનંદમાં અનુભવ થયો, તદ્ન પૂર્ણ પ્રગટ જુદા થયા નથી એક વાત, અને અત્યારે પણ રાગથી ભિન્ન પાડીને જ્યાં જણાણું ત્યાં અનુભવ થયો. સમ્યગ્દર્શન. આહાહા !! આનું નામ સમ્યગ્દર્શન. લ્યો. જ્ઞાનનો અભ્યાસ કરતાં એમ કીધું ને ? એટલે જ્ઞાન જે દશા છે ને ? એને અંત૨માં વાળતાં એમ,વિકલ્પ તો રહી ગયો બહાર. આવું છે. રસિકભાઈ ! કલકત્તા, ફલકત્તામાં ક્યાંય મળે એવું નથી કયાંય. કઠો અજીતભાઈ ! ( શ્રોતાઃ- વિકલ્પ હોવા છતાં વિકલ્પથી જ જુદું પાડવાનું છે) જુદો જ પડયો છે અહીં તો, જ્ઞાનનો અભ્યાસ જ્ઞાનનો અભ્યાસ કરતાં એમ કીધું છે ને ? જ્યાં જીવ ને અજીવ બંન્ને સ્પષ્ટ ભિન્ન સમજાયા કે તુરત જ આત્માનો નિર્વિકલ્પ અનુભવ થયો. સમ્યગ્દર્શન થયું. આહાહા ! હવે સમ્યગ્દષ્ટિ આત્મા શ્રુતજ્ઞાન વડે વિશ્વને પ્રકાશે એમ આવ્યું છે ને ? “વિશ્વના સમસ્તભાવોને સંક્ષેપથી અથવા વિસ્તા૨થી જાણે છે એને પૂર્ણ છે એમેય જાણે છે અને ટુંકામાંય જાણે છે. એને ઉપયોગ ભલે આમ કામ ન કરે આમ પણ ઉપયોગનું સ્વરૂપ એવું છે, કે એને આખું વિશ્વ જણાઈ જાય છે. જ્યાં સ્વ જણાણું તેથી તેની પર્યાયમાં ૫૨ જણાઈ જાય એવું એનું સ્વરૂપ છે, એમ કહે છે. ભગવાન આત્મા એની જ્ઞાનની પર્યાયમાં પૂર્ણ પૂર્ણ પૂર્ણ પૂર્ણ ભગવાન છે, એમ જ્યાં જણાણું ત્યારે તે જ પર્યાયમાં આ બાજુ પૂર્ણ છે એ પણ જણાઈ જાય છે. પૂર્ણ એટલે આખું વિશ્વ. સમજાણું કાંઈ ? આહાહા ! જ જ્ઞાનનો અભ્યાસ કરતાં જ્યાં જીવ અને અજીવ બેય ભિન્ન પડી ગયા એકલો જીવ જ્ઞાયકભાવ ખ્યાલમાં આવ્યો, તે ક્ષણે જ તે નિર્વિકલ્પ અનુભવ થાય છે. અને તેથી જ્ઞાનની પર્યાયમાં પૂર્ણ પૂર્ણ પૂર્ણ ૫૨માત્મા પૂર્ણ સ્વરૂપ ભગવાન એવું જ્ઞાન થયું, તેથી તેની પર્યાયમાં આ બાજુનું પૂર્ણ વિશ્વ છે તેનું પણ જ્ઞાન થાય છે, ભલે પરોક્ષ છે. મૂળ કહેવાનો આશય આ છે, કે ભગવાન જ્યાં પૂર્ણ દ્રવ્ય સ્વભાવ, જ્ઞાનનો અભ્યાસ કરતાં જ્યાં જણાય ગયો, જણાણો, તે જ ક્ષણે તેને અનુભવ થાય છે, અને તે જ ક્ષણે તે જ્ઞાનની પર્યાય છે, એ આંહી ‘પૂરા’ને જાણી ત્યાં આમ ‘પૂરા’ને જાણવાનો પર્યાય ત્યાં પ્રગટ થયો છે. (શ્રોતાઃ- અલૌકિક વાતું છે ) હૈં ? આવી વાતું છે. આ મૂળ ચીજ આ છે. હવે તેને પ્રગટયા વિના, જાણ્યા વિના બાકી બધું વ્રત ને તપ ને કરે ને પંચમગુણસ્થાન થઈ જાય, અરે ભગવાન બાપુ ભાઈ તને લાભ નહીં થાય. આહાહા ! ખોટને રસ્તે જતાં લાભ થાય માને પ્રભુ. હૈં ? એમ કે વ્રત ને તપ ને લીધા એટલે પંચમ ગુણસ્થાન થઈ ગયું. હજી સમ્યગ્દર્શન શું ચીજ છે એની તો ખબર ન મળે. આહાહા ! Page #359 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ ભાગ-૩ જુઓ આ છેલ્લી ગાથા છે ને આ ? જીવ–અજીવની. એટલે બહુ સરસ વાત ટુંકામાં (ગાથામાં ) કળશમાં ભર્યું છે બધું એનું સ્પષ્ટ કર્યું છે. આહા ! એમ કીધું ને જુઓને જ્ઞાનરૂપી ક૨વતનો અભ્યાસ ક૨તાં એમ કીધું' ને ભાઈ ! જ્ઞાનની જે પરિણતિ પહેલાં આવી ગયું છે કે જ્ઞાનની પરિણતિ છે એ પ્રગટ છે, રાગ ભલે હોય એનું લક્ષ છોડી દે, કા૨ણકે એ એનામાં નહીં, એનો નથી, હોય છે છતાંય દુઃખરૂપ છે એ માટે એ જીવ નહીં, એ જ્ઞાનની પરિણતિને આમ અંતરમાં વાળતાં, જાણનારની દશાને જાણના૨ ત૨ફ વાળતાં, એને જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા જાણવામાં આવી ગયો, આવી ગયો એટલે તરત જ, તે જ ક્ષણે નિર્વિકલ્પ અનુભવ થાય, અને તે જ ક્ષણે તે જ્ઞાનની પર્યાય સ્વને પૂર્ણને જ્યાં જાણી, આ આત્મા સમજાયો જણાણો આ આત્મા સમજાયો જણાયો, તે જ સમયની પર્યાયમાં વિશ્વને જાણવાનો પણ સ્વભાવ પર્યાયમાં પ્રગટ થયો. આહાહાહા ! જ ૩૪૬ ( શ્રોતા:- અનુભવ પહેલાં ખ્યાલ આવી જાય છે. ) એની પર્યાયમાં એટલી તાકાત આવી એ જણાણું, ભલે એ ૫૨ ત૨ફ એનું લક્ષ ન જાય પણ એની પર્યાયમાં તાકાત આખા વિશ્વને જાણવાની ખીલી નીકળી. આહાહા ! આવી વાતું છે. કેમ ? કે જ્ઞાનનો અભ્યાસ કરતાં જ્યાં જ્ઞાયક જણાણો, તો જ્ઞાનની પર્યાયનો સ્વભાવ સ્વપર પ્રકાશક છે, એટલે કે જ્યારે જ્ઞાતા શાયક જણાણો એ સ્વપ્રકાશક થયો, તેજ ટાણે ૫૨ પ્રકાશક વિશ્વનું પણ જ્ઞાન આવ્યું ભેગું. પછી ભલે વિશ્વના ભાવોને સંક્ષેપથી કે વિસ્તારથી, “નિશ્ચયથી વિશ્વને પ્રત્યક્ષ જાણવાનો તેનો સ્વભાવ છે.”વિશ્વને પ્રત્યક્ષ જાણવાનો તેનો સ્વભાવ છે. કેમકે પોતાને જ્યાં પ્રત્યક્ષ જાણે છે, ત્યારે તે પર્યાયનો સ્વ૫૨પ્રકાશકનો પ્રત્યક્ષ જાણવાનો સ્વભાવ છે, માટે તે વિશ્વને જાણે છે એમ કહ્યું, એક આશય તો એ પ્રમાણે છે. બે આશય છે ને ? આહાહાહા ! * આ ધર્મકથા છે. બીજો આશય ! જીવ અજીવનો અનાદિ જે સંયોગ તે કેવળ જુદા પડયા પહેલાં, તે કેવળ જુદા એટલે મોક્ષ, એમ, એક ભાવ આ લીધો. જીવ અને અજીવ એટલે રાગાદિ અને ભગવાન આત્મા, અજીવ શબ્દે રાગ, જીવ અને રાગાદિનો અનાદિ જે સંયોગ તે કેવળ જુદા પડયા પહેલાં, જુદો તો છે, પણ પૂર્ણ પર્યાયમાં જુદા પડયા વિના પહેલાં, જીવનો મોક્ષ થયા પહેલાં, એટલે કે જીવનો મોક્ષ થયા પહેલાં, ત્યાં આવ્યું’તું ને અંદર, પ્રગટપણે જુદાં ન થયા એમ આવ્યું'તું ને અંદર આવ્યું’તું “સ્ફુટમ્ વિઘટન ન એવ પ્રયાતઃ” પ્રત્યક્ષ પ્રગટપણે જુદા ન થયા. એટલે કે કેવળજ્ઞાન ન થયું એમ કહે છે. માળા સંતોની વાણી તો જુઓ એના એકએક શબ્દમાં એક એક પદમાં. આહોહોહો ! શું ગંભીરતા ! શું ભરપૂર ભાવથી ભરેલું, વાચ્ય ને વાચક શબ્દમાં, કહ્યું તું ને ઈ ? પ્રગટપણે જુદા ન પડયા ત્યાં, અત્યંત વિકાસ થતી પ્રગટ ચિન્માત્રશક્તિ વડે વિશ્વને વ્યાપતી પ્રગટ થઈ છે, એટલે કે પૂર્ણ પ્રગટ થયું નથી, કેવળજ્ઞાન એ પહેલાં સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાન પ્રગટ થઈ ગયું. આહાહાહા ! ન ભાઈ આ કાંઈ વાર્તા નથી, ( શ્રોતાઃ– પ્રયોગ કરવા જેવો છે ) જીવનો મોક્ષ થયા પહેલાં, ભેદજ્ઞાન ભાવતાં, જ્ઞાનની પરિણતિને શાયક તરફ ઢાળતાં અમુક દશા થતાં, એટલે નિર્વિકલ્પ ધા૨ા જામી અનુભવ થયો જેમાં કેવળ આત્માનો અનુભવ રહ્યો, જેમાં કેવળ આત્માનો અનુભવ રહ્યો, અને તે શ્રેણી અત્યંત વેગથી આગળ વધતાં, વધતાં, વધતાં કેવળજ્ઞાન પ્રગટ Page #360 -------------------------------------------------------------------------- ________________ શ્લોક – ૪૫ ૩૪૭ થઈ ગયું. આહાહા! પછી પણ કહ્યું છે ને? કે જ્ઞાનનું ભાન થયું, ભેદથી, પછી પણ ભેદ-અભ્યાસ કરતાં કરતાં ચારિત્ર થાય છે, આવે છે ને ? આહાહાહા! એ રાગથી ભિન્ન જ્ઞાયક સ્વભાવનો અનુભવ ચૈતન્યનો થયો, હવે ત્યાં તો દર્શન ને જ્ઞાન ને સ્વરૂપ આચરણ સ્થિરતા થઈ, હવે જ્યારે ચારિત્ર પ્રગટ કરવું છે, તો એને વર્તમાનની પર્યાયથી પણ આખી વસ્તુ જુદી છે એમ અંદરમાં અભ્યાસ કરતાં કરતાં એને ચારિત્ર થાય છે. અને ઉચ્ચ અભ્યાસ કરતાં કરતાં કેવળજ્ઞાન થયું, ભેદ અભ્યાસ, ગાથામાં આવે છે સમયસારમાં ચારિત્ર માટે, પાછળ અધિકાર આલોચના ને છે ને ત્રણ બોલ એમાં આવે છે. આહાહા ! આટલેથી તો થયું જ્ઞાન, પણ હવે હજી ચારિત્ર પ્રગટ કરવું છે, તો એને પણ અંદરમાં આશ્રય આમ અંદર ભેદ પાડતા પાડતા દ્રવ્યનો આશ્રય ઉગ્ર લેતા, એટલે? કે આટલી આ પર્યાય ખીલી એટલો હું નથી, એને પૂર્ણ જ્ઞાયક તરફમાં અભ્યાસ કરતાં, ચારિત્ર થાય છે, અને તેના અભ્યાસમાં ઉગ્રપણે કરતાં કેવળજ્ઞાન થાય છે. શુ શૈલી ! ચારેકોરથી જુઓ તો સિદ્ધાંત જ અવિરોધ ઉત્પન્ન થાય છે. આનું નામ સિદ્ધાંત હોય જેમાં સિદ્ધપણું પ્રાપ્ત થાય, એવા સિદ્ધાંતને સિદ્ધાંત કહેવામાં આવે છે. જેનો સરવાળો અંતે સિદ્ધ થાય તેવા શબ્દોને સિદ્ધાંત કહેવાય છે. આહાહાહા ! વાણી દ્વારા, વાચ્ય તો એ સિદ્ધાંત અંદર છે. રાગથી ભિન્ન પડીને અનુભવ થયો, પણ જ્યાં સુધી પૂર્ણ જુદો થયો નથી, તો પણ અનુભવ તો થઈ ગયો એમ કહે છે. એટલે? કે ભગવાન જ્ઞાનાનંદ સ્વભાવ છે એ જ્ઞાન પરિણતિ દ્વારા રાગથી ભિન્ન પડીને આ બાજુમાં અનુભવ થયો તો એ તો પૂર્ણનો અનુભવ થયો અને તેથી પર્યાયમાં વિશ્વનું પ્રકાશકપણું એવું જણાયું, પણ હજી પૂર્ણ ભેદ પ્રગટ થયો નથી ભેદ પડ્યો નથી. આહાહા ! આ તો પરોક્ષપણે પરને અને સ્વને વેદનથી ને પરને જાણવાથી એટલું પ્રગટયું, પણ એને પૂર્ણ કેવળજ્ઞાન જે છે, એ જ્ઞાનનો અંતરમાં એકાગ્ર અભ્યાસ કરતા કરતા કેવળજ્ઞાન થાય છે, એ પહેલાં અનુભવ થઈ ગયો એમ કહ્યું છે. જુદા ન પડ્યા પહેલાં અનુભવ થયો ઈ કહે છે. સમજાણું કાંઈ ? આમાં તો એવું છે એક શબ્દ પણ ફેરફાર થાય, તો બધું ફરી જાય. ત્રણ લોકના નાથ એની વાણી અને સંતોની વાણી, ગર્વ ઊતરી જાય એવું છે, બીજા સાધારણ માણસને તો. આહાહા! ભેદજ્ઞાન ભાવતાં ભાવતાં પહેલાં જ્ઞાનનો અભ્યાસ કરતાં કરતાં એમ શબ્દ હતો, સમજાણું? હવે કહે છે કે એ જ્ઞાનનું ભાન થયું, એને ભાવતા ભાવતા ધારા જામી નિર્વિકલ્પ ધારા જામી, અંતરસ્થિરતા જામી, જેમાં કેવળ આત્માનો અનુભવ રહ્યો, અને તે શ્રેણી દશા અત્યંત વેગથી. આહાહા ! ધારાવાહિક શ્રેણી એટલે ધર્મધારા, વીતરાગ ધારા. વીતરાગ સ્વભાવને આશ્રયે જે વીતરાગ ધારા ચાલી, વધતાં વધતાં કેવળજ્ઞાન પ્રગટ થયું. પાછું એમ પણ સિદ્ધ કર્યું કે ઈ ભેદજ્ઞાન થતાં થતાં એનો અભ્યાસ કરતાં જ કેવળ થયું, કોઈ રાગની ક્રિયા હતી અને વ્યવહાર હતો માટે કેવળજ્ઞાન થયું, (એમ નથી) એ વખતે પણ જે રાગ હતો એનાથી ભિન્ન પડયું, પણ હજી રાગ રહ્યો છે, એનાથી પણ ભેદ પાડતાં પાડતાં પાડતાં અંદરમાં જામી દશા, આ નિર્વિકલ્પ દશા જ્યાં જામી, અભેદ દશા, ત્યાં કેવળ આત્માનો અનુભવ રહ્યો. આહાહા ! આ વાત છે (શ્રોતાઃ- નિર્વિકલ્પ દ્વારા જામી એટલે શ્રેણી શરૂ થઈ ગઈ ) હેં ? નિર્વિકલ્પ Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ સમયસાર સિદ્ધિ ભાગ-૩ ધા૨ા થઈ તેનો જ અર્થ સ્થિરતા જામી ત્યાં. આનંદના નાથમાં પર્યાયમાં સ્થિરતા જામી, આ વીતરાગતા વીતરાગતા વીતરાગતા જામી. આહાહાહા ! વીતરાગ સ્વભાવના ઉગ્ર આશ્રયથી વીતરાગતા જામી, એ વીતરાગતા જામતા કેવળજ્ઞાન થયું, બારમે વીતરાગ થાય છે ને ? શું શૈલી મીઠી, શું ટૂંકી ગાગરમાં સાગર ભરી દીધું છે. પછી અઘાતીકર્મનો નાશ થતાં, બે જુદા તન પડયા નથી પહેલાં એમ કહ્યું'તું ને, એટલે અહીં પછી જુદા પડે છે તેમ તદ્ન પહેલા જુદા અનુભવથી પડે છે ત્યાં હજી સર્વથા ૫૨થી જુદો પડયો નથી. તેથી અનુભવ થયો જુદા પડયા પહેલાં એમ હતું ને? ઈ પૂર્ણ જુદા થવા પહેલાં, પછી અઘાતી કર્મનો નાશ થતાં જીવદ્રવ્ય અજીવદ્રવ્યથી કેવળ ભિન્ન થયું. ભગવાન આત્મા, પ્રતિજીવી ગુણની પણ જે વિપરીતતા હતી, એ પણ અજીવ હતું. કહે છે. આહાહા ! સમજાણું કાંઈ ? પ્રતિજીવી ગુણની જે વિપરીતતા હતી, તે પણ અજીવ છે. અહીંયા જ્યાં અંદ૨માં જામી અંદ૨માં સ્થિ૨તા આમ નિર્મળધારા ત્યાં ઓલાની પૂર્ણ થઈ ગઈ. પછી અઘાતીનો નાશ થઈને કેવળ ભિન્ન થયું, જીવદ્રવ્ય અજીવથી તદ્ન જુદું થયું. જીવ–અજીવના ભિન્ન થવાની આ રીત છે. કેવી શૈલી ! પહેલેથી ઠેઠ સુધીનું પણ ધારા એક ધારી છે. ( શ્રોતાઃ–પહેલી ભાવ ભિન્નતા થઈ પછી ક્ષેત્ર ભિન્નતા થઈ ) અરેરે આવી વાતું પણ સાંભળવા ન મળે એને બિચારાને જાવું ક્યાં ? માની બેસે કે અમેં ધર્મ કર્યો છે ને. આહાહાહા ! ટીકાઃ- આ પ્રમાણે જીવ અને અજીવ જુદા જુદા થઈને રંગભૂમિમાંથી બહાર નીકળી ગયા, અજીવ જુદો પડી ગયો ને જીવ એકલો પૂર્ણ થઈ ગયો. જોયું એ વિપરીત પર્યાય છે, એ બધી અજીવ છે. એકલું જ્યાં પૂર્ણ સ્વરૂપ પ્રગટ થયું, ત્યાં અજીવ જુદો પડી ગયો. આહાહાહા ! ભાવાર્થ:- જીવ અજીવ અધિકા૨માં પહેલાં રંગભૂમિસ્થળ કહીને ત્યાર પછી ટીકાકાર આચાર્યે એમ કહ્યું. ઓલો જીવ નાખ્યો' તો ને પહેલો, જીવ અધિકાર આડત્રીસ એ રંગભૂમિ એ નૃત્યના અખાડામાં જીવ–અજીવ બંન્ને એક થઈ પ્રવેશ કરે છે અને બન્નેએ એકપણાનો સ્વાંગ રચ્યો છે, ત્યાં ભેદશાની સમ્યગ્દષ્ટિજીવ પુરુષ સમ્યગ્નાન વડે – સમ્યજ્ઞાન વડે તે જીવ અજીવ બન્નેની તેમના લક્ષણભેદથી પરીક્ષા કરી, રાગનું લક્ષણ આકુળતા છે. ભગવાનનું લક્ષણ અનાકુળતા, આહાહા પરીક્ષા કરીને બન્નેને જુદાં જાણ્યાં, તેથી સ્વાંગ પૂરો થઈ ગયો, થઈ રહ્યું અને બન્ને જુદાં જુદાં થઈને અખાડાની બહાર નીકળી ગયા, આમ અલંકાર કરીને વર્ણન કર્યું છે. વિશેષ આવશે. ( શ્રોતાઃ– પ્રમાણ વચન ગુરુદેવ ) પ્રવચન નં. ૧૪૪ કારતક વદ-૯ શુક્રવાર તા. ૨૪/૧૧/૭૮ શ્રી સમયસાર :- છેલ્લા બોલ છે. હિન્દી થોડુંક ચાલશે. જીવ–અજીવ અનાદિ સંયોગ મિલૈ લખિ સૂંઢ ના આતમ પાવૈ, સમ્યક ભેદ-વિજ્ઞાન ભયે બુધ ભિન્ન ગહે નિજભાવ સુહાવૈ, શ્રી ગુરુકે ઉપદેશ સુનૈ ભલે દિન પાય અજ્ઞાન ગમાવૈ, તે જગમાહિં મહંત કહાય વસે શિવ જાય સુખી નિત થાયૈ, Page #362 -------------------------------------------------------------------------- ________________ ૩૪૯ શ્લોક – ૪૫ જીવ-અજીવ અધિકાર પૂરો કર્યો છે ને. જીવ–અજીવ અનાદિ સંયોગ. ભગવાન ૫૨મ જ્ઞાયકભાવ એવો જે પારિણામિક સ્વભાવ ભાવ એની સાથે અજીવનો નિમિતનો સંયોગ છે. અનાદિ સંયોગ મિલે, એને લખિ જાણીને રાગ-દ્વેષ ભેદ આદિનો સંયોગ લખીને મૂંઢ ન આતમ પાવૈ. બે સંયોગને દેખે પણ જુદું દેખતો નથી, સૂંઢ ન આતમ, આતમ ૫૨મ-સ્વભાવભાવ પારિણામિકભાવ, દ્રવ્યભાવ, સ્વભાવભાવ એને એ ન જાણી શકે. કર્મને રાગને ને ભેદને એ સંયોગી ચીજ છે. આહાહા ! એ અજીવનો સંયોગ છે. એને જોતા ભિન્ન આત્મા ભગવાન શુદ્ધ ચૈતન્ય એને એ જોતો નથી. સમ્યક્ ભેદ વિજ્ઞાન ભયે પણ સમ્યક્ ભેદવિજ્ઞાન રાગ, દયા, દાનના રાગ, કર્મ, અને ભેદ એનાથી સમ્યક્ ભેદવિજ્ઞાન ભયે, સમ્યક્ એટલે સત્ય ભેદવિજ્ઞાન, ખ્યાલમાં આવે કે આ રાગ છે એમ નહીં. આહાહા ! અંતરના શાયકભાવને પકડી અને ૫૨થી ભેદજ્ઞાન કરે તો બુધ ભિન્ન ગઢે, તો જ્ઞાની આત્માને જુદો ગઢે. આહાહા ! સમ્યક્ ભેદ વિજ્ઞાન ભયે બુધ, ધર્મ, જ્ઞાની. ભિન્ન ગàનિજ ભાવનિજ ભાવ, ૫૨મ સ્વભાવભાવ તેને પોતાના સુહાવૈ, દાવ પેચથી નિજને પકડે. શ્રી ગુરુ કે ઉપદેશ સુનૈ શ્રી ગુરુનો આ ઉપદેશ છે એમ કહેવું છે. એને ભેદ પાડીને સ્વભાવને પકડવો એ ઉપદેશ છે. સૌ ભલે દિનપાય. આહાહા ! એવા સ્વકાળને પ્રાપ્ત કરતાં ભલે દિન પાય અજ્ઞાન ગમાવૈ, તે જગમાહિં મહંત કહાય, તે જગમાં મહાત્મા અથવા મહંત કહેનેમેં આતા હૈ, તે વસે શિવ જાય શિવમાં જાયને મોક્ષ માર્ગમાં ‘સુખી નિત થાયૈ’ મોક્ષ થઈને સુખી નિત થાય. આ જીવ અધિકાર પૂરો થયો. આ સમયસારની શ્રીમદ્ ભગવકુંદકુંદાચાર્યદેવ પ્રણીત શ્રી સમયસાર ૫૨માગમની શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદેવ વિરચિત આત્મખ્યાતિ નામની ટીકા જીવ–અજીવનો પ્રરૂપક પહેલો અંક સમાપ્ત થયો. જુઓ ! એક વાત એવી છે કે, આ ત્રિકાળ જ્ઞાન છે ને, તેની વર્તમાન પર્યાય છે ને– અવસ્થા! એમાં આ જે (૫૨) જણાય છે, એ જણાતું નથી, જ્ઞાનની પર્યાય જણાય છે. I કારણ કે જ્ઞાનની પર્યાય અહીં જ્ઞાનમાં છે અને જે શેયો જણાય છે તે જુદાં છે. તેથી તે શેયોનું જે જ્ઞાન થાય છે એ ( ખરેખર તો ) જ્ઞાનનું જ્ઞાન થાય છે. શું કીધું ઇ? જે આ કપડાં ને લૂગડાં ને દાગીના ને ઢીકણાં ને ફીકણાં ને બાયડી ને છોકરાં ને... એનું જે આમ જ્ઞાન થાય છે, તે જ્ઞાન જ્ઞાનની પર્યાયમાં પોતાથી પોતાનું થાય છે, એનું નહિ. એના સંબંધીનું જ્ઞાન પોતાને, પોતાથી, પોતા વડે, પોતામાં થાય છે, પણ અજ્ઞાનીને એમ લાગે છે કે, એ વસ્તુ છે તેથી મને જ્ઞાન થાય છે. પણ એ વસ્તુમાં આ જ્ઞાન કયાં છે? આહા...! ૫૨ વસ્તુમાં આ જ્ઞાન નથી, છતાં એને એમ લાગે છે કે, ‘આ ૫૨ વસ્તુ દેખું છું ને તેથી જ જણાય છે. તેથી મને જ્ઞાન થાય છે. ગોળ છે (તેને ) જાણું છું માટે ગોળને લઈને ગળપણનું જ્ઞાન થાય છે.’ પણ અહીં પર્યાયમાં ગળપણનું (જે) જ્ઞાન (થયું, તે) ગોળની અપેક્ષા વિના (થયું છે). પોતાને કા૨ણે થવાનો (જ્ઞાનનો ) સ્વભાવ છે તેને અજ્ઞાની ભૂલી જાય છે. આ..હા..હા... ! આજે આખો કલાક ઝીણો આવ્યો ! (સમયસાર દોહન – પૂ. ગુરુદેવશ્રીના નાઈરોબીના પ્રવચન પાના નં. ૧૮૫) Page #363 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ ભાગ-૩ વાંચકોની નોંધ માટે)