________________
ગાથા – ૬૮
૨૯૩ ઉડાડી દીધા, બહારની ચમક દેખાય, તને પ્રભુ એ તો બધા અચેતન માટી છે. આ શરીર ને વાણી ને પૈસા અને મકાન ને સંહનન મજબૂત હાડકાંને સંસ્થાન શરીરના આકાર, મજબૂત સંસ્થાન એ બધી ચમકો પ્રભુ એ તો બધી જડની દશાઓ છે, તેમાં તું નથી, તારામાં એ નથી. એથી અહીં તો આગળ લઈને અડસઠમાં તો, એ તો બાહ્યની ચમકનો નકાર કર્યો, હવે અત્યંતરમાં જે ત્રિકાળી અત્યંતર છે એ સ્વરૂપમાં નહીં પણ પર્યાયમાં અત્યંતર આની અપેક્ષાએ અત્યંતર, બાકી એ પર્યાયની અપેક્ષાએ અત્યંતર તો ત્રિકાળ છે. આહાહાહા!
કહે છે કે બહારની આ બધી ચમકો સંહનન ને સંસ્થાન ને વર્ણ, ગંધ, રસ ને સ્પર્શ રૂપાળા ને કાળા ને લીલા ને મીઠા રસને શ્વાસ સુગંધી આવેને, ગંધ મારે કેટલાકનો શ્વાસ ગંધ મારે હોય જુવાન ને ગંધ મારતો હોય શ્વાસ, એ ચીજો તો ક્યાંય રહી ગઈ કહે છે, એ ચીજ તો તારી નહીં ને તારામાં નહીં, અને તું ત્યાં નહિં. પણ તારી પર્યાયમાં જે ગુણસ્થાન ને માર્ગણાસ્થાન ને રાગ, દયા, દાન, વ્રત આદિના વિકલ્પો આવે, એ બાહ્યની અપેક્ષાએ અત્યંતર છે અને એની અપેક્ષાએ તો ત્રિકાળી વસ્તુ તે અત્યંતર છે, રાગ બાહ્ય છે. આહાહા ! સમજાણું કાંઈ? આવો માર્ગ એટલે લોકોને લાગે હોં બિચારાને, સોનગઢવાળાનું એકાંત છે, આમ છે, હવે ચંદ્રશેખર કરે વિરોધ, બાપુ! તેની દૃષ્ટિ મિથ્યાત્વ છે. તેથી તેમાં એ ભાવ સૂઝે છે એને. ચૈતન્ય અભૂતાઅદ્ભુત, ચમત્કારનાં રત્નોથી ભરેલો ભગવાન, એ અભેદમાં પ્રભુમાં આ ભેદ નથી અને આવા ગુણસ્થાનઆદિ ભેદમાં તું આવતોય નથી. આહાહાહા !
કારણના જેવાં જ કાર્યો થાય” આ એની વ્યાખ્યા આટલી ચાલી આ. પુદ્ગલકર્મ કારણ છે, પહેલાં પુદ્ગલથી, કર્મથી આવેલો સંયોગ-સંયોગ, સંહનન, સંસ્થાન, શરીર એ કર્મના નિમિત્તથી આવેલા સંયોગ, એ સંયોગથી ભિન્ન કહ્યો. હવે પ્રકૃત્તિના નિમિત્તે થતો પર્યાયમાં ભેદ ઓલી તો ચીજો મળી'તી પ્રકૃત્તિના નિમિત્તે આ શરીર, વાણી, મન, સંહનન, સંસ્થાન, રૂપ, રસ, ગંધ, સ્પર્શ એને કર્મના નિમિત્તથી મળેલી એ ચીજો, એ ચીજ તો તારી નથી. પણ હવે કર્મના નિમિત્તથી મળતો અંદરનો ભેદ, આ મળ્યો સંયોગ, અને આ મળ્યો ભેદ અંદરનો, આ કારણ ઉપર કાર્યની વ્યાખ્યા હાલે છે. સમજાણું કાંઈ? એમાં ભગવાન નારણપરમાત્મા છે અને એ કાર્ય આવ્યું છે, ભેદનું એમ નથી. હૈં? શું વાણી કુંદકુંદાચાર્ય દિગંબર મુનિ, અમૃતચંદ્રાચાર્ય, અમૃત રેડ્યા છે. પંચમકાળનાં ભાગ્ય જગતના.
કહે છે કે કર્મ પ્રકૃત્તિ નિમિત્ત અને બાહ્ય સંયોગો મળે શરીર ને આ ને બધા, એ તો બાહ્ય ચીજ છે, એનાંથી તો તું ભિન્ન છો. પણ હવે પ્રકૃત્તિથી મળતો અંદર ભેદ, આમ ને આમ. હૈ આમ, આમ આવ્યું એનાથી જુદો કર્મને લઈને મળ્યું, આ શરીર સંહનન મળ્યું. સંસ્થાન મળ્યાને આ પર્યાપ્તપણું મળ્યું, પંચેન્દ્રિયપણું મળ્યું, મનુષ્યપણું મળ્યું, દેવપણું મળ્યું ને એટલું તો પહેલું કાઢી નાખ્યું. હવે પ્રકૃત્તિથી અંતરમાં મળ્યું ભેદ ઓલું બાહ્યમાં હતું. મોહકર્મની પ્રકૃત્તિ જે અત્યંતરમાં જે ઓલી ચીજની અપેક્ષાએ અત્યંતર અને એનાથી અત્યંતર આ ભેદ પડે તે, આવી વાતું છે.
આમાં હવે પંકજ ને ફલાણો તો ક્યાંય રહી ગયો. પરના ફળ તરીકે તો એ ક્યાંય રહી ગયો પરમાં, સંયોગમાં રહી ગયો. એ આત્મામાં ક્યાં આવ્યો ન્યાં? પણ એ મારો છે એવો જે