________________
૨૯૪
સમયસાર સિદ્ધિ ભાગ-૩
રાગ અને મિથ્યાત્વ એ પણ પ્રકૃત્તિનું કાર્ય છે, જડનું પ્રભુ તારું નહીં. મિથ્યાત્વ આવ્યું ને ? પહેલેથી છે ને ? મિથ્યાદૃષ્ટિથી માંડીને, એ સંતોના જ્ઞાન અને એમની ગર્જનાઓ ત્રણલોકના નાથની ગર્જના જેમ દિવ્યધ્વનિ ઊઠે છે, વાઘ અને મીંદડી બે સાથે બેઠા હોય, શાંત, શાંત. ઉંદર અને સર્પ કાળા નાગ ઉભા હોય એની જોડે ઉંદર, દિવ્યધ્વનિનો નાદ, પ્રભુનો સાંભળે, વાતાવ૨ણ બહા૨નું શાંત થઈ જાય છે. એ તો સાંભળ્યું કહે છે, સાંભળ્યું જે છે એ જે જ્ઞાન થયું છે એ લક્ષ કરાવ્યું ભગવાને કીધું છે, આ તું નહીં એમ લક્ષ કરાવ્યું, પણ એથી તેને કાંઈ અનુભવ થઈ ગયો એમ નથી. આ તો વ્યવહારે કરીને સમજાવ્યું માટે એને લાભ થઈ ગયો આત્માનો અને આત્માના લાભ માટે એને કહ્યું. ફક્ત એને ખ્યાલમાં આવે વસ્તુ એટલું કરાવ્યું, વ્યવહા૨માં આવીને સંતોએ, કારણકે આ પંચમઆરાની વાત છે ને? એથી સંતોએ એમ લીધું ત્યાં આઠમીમાં આચાર્યે કહ્યું તે આચાર્યને વ્યવહારમાં વિકલ્પમાં આવીને, કેવળીએ કહ્યું એમ ત્યાં નથી આવ્યું.
આ તો પંચમઆરાના સંતોએ પંચમઆરામાં શાસ્ત્રો બનાવ્યા, પંચમઆરાના જીવ માટે, ત્યાં કેવળીએ કહ્યું કે તું આત્મા છો અને પછી કહ્યું કે આત્મા દર્શન જ્ઞાન ચારિત્રને પામે તે આત્મા છે, અને પછી કહે કે ભાઈ આત્મા તો અભેદ છે, એનું જ્ઞાન કરાવ્યું અહીં ભગવાને કીધું એમ નથી કીધું આંહી. શું શૈલી એની પ્રભુની (શ્રોતાઃ– પણ આચાર્યે કીધું એ ભગવાને કહ્યું ) એ નહીં, નહીં. વિકલ્પ છે ને અહીંયા એ બતાવવું છે. વ્યવહારમાં આવ્યો એ વિકલ્પ છે, કેવળીને એ નથી ભાઈ ! અહીં તો નિશ્ચય અને વ્યવહાર બે પૈડામાં ઊભો છે, એ લેવો છે. કેવળીને વ્યવહા૨ છે નહીં, અને અહીં પંચમઆરાના સંતો કહે છે એટલે પોતાની જાતથી કહે છે એ, એને પોતાને વિકલ્પ ઉઠયો છે. એ શૈલીની અહીં વાત છે. કેવળીનું કહેલું છે એ જુદી વાત છે, પણ કહેનારો જે છે અત્યારે એ વિકલ્પના વહેવા૨નાં પૈડે આવ્યો છે, ઊભો છે, એ વાત કરે છે. આહાહાહા !
કેવળીએ કહેલું પણ છતાં પોતે એમ કહ્યુંને, હું મારા નિજ વૈભવથી કહીશ. તે પણ વિકલ્પમાં આવ્યો છે માટે કહીશ. નિર્વિકલ્પમાં પડયો હોય તો એને કહેવું છે, એ વાત આવતી નથી. શું કહ્યું એ ? અહીંયા વર્તમાન સાધુ સંત છે, એ કહે છે, એ અહીંયા લેવું છે. કેવળીએ કહેલું કહ્યું પણ કહેના૨ વર્તમાન કોણ છે ? એ પણ સ્પષ્ટ કરી નાખ્યું પોતે. એ કહેનાર તો હું વર્તમાન વિકલ્પમાં આવ્યો છું, વ્યવહા૨માં. એથી કહું છું પણ એ વ્યવહાર આવ્યો છે માટે મને લાભદાયક છે, અને વ્યવહારથી કહીશ બીજાને માટે એને આત્માના લાભ માટે છે, એમ નથી. એના ખ્યાલમાં આવવા માટે એટલું છે. ( શ્રોતાઃ– એ તો ૫૨લક્ષી જ્ઞાન છે ) ૫૨લક્ષી છે એટલા માટે જ આ વાત છે ને. અહીં તો લક્ષ કરાવીને અળગા રહી જાય છે એ તો. હવે તું અંદ૨માં જા. આવા જે અત્યંતર ભેદો છે એ પણ અચેતન છે પ્રભુ. આહાહાહા !
แ ‘કારણના જેવા જ કાર્યો હોય છે” એટલા ઉપરથી આ બધી વાત ચાલે છે એમ મુનિઓએ કહ્યું, કેવળીએ કહ્યું એ અત્યારે અહીં નથી. અહીંયા એ વિકલ્પમાં આવ્યા છે એમણે કહ્યું છે. માટે તે વિકલ્પ એને લાભદાયક છે, અને એને બીજાને લાભદાયક માટે વ્યવહા૨ કહે છે, એમ નથી. ફકત એને ખ્યાલમાં આવે એ ખાતર આ વાત કહે છે. આહાહાહા !