________________
૨૯૨
સમયસાર સિદ્ધિ ભાગ-૩ ભગવાન પૂર્ણાનંદનો નાથ જીવદ્રવ્ય છે ત્યાં ચાલ્યો જાય છે. આહાહા ! આવી વાતું છે પ્રભુ, માર્ગ તો એવો છે ભાઈ.
અરે સત્યને જગત અત્યારે આળ આપે છે માળા કે આ એકાંત છે, મહાવીરના માર્ગથી વિરુદ્ધ કરી નાખ્યું છે, અરે પ્રભુ સાંભળને ભાઈ. મહાવીર અને સંતો બધા એક જ વાત કરે છે આ. એને દયા, દાન, વ્રત, તપને, ભક્તિથી ધર્મ મનાવવો છે, એટલે એને ખટકે છે. આંહી તો એ તો નહીં, પણ ગુણસ્થાન ને માર્ગણાસ્થાનના ભેદય જીવનાં નહીં તો એનાથી જીવને લાભ નહીં. એ ગુણસ્થાનના ભેદનો આશ્રય, લક્ષ કરે તો આત્માને લાભ થાય એ ત્રણકાળમાં નહીં. ઓલા રાગથી જેમ લાભ ન થાય, તેમ સંહનન સંસ્થાનથી અહીં લાભ ન થાય એમ અહીંયા ભેદ પડવાથી ગુણસ્થાનના ભેદ પડવાથી આત્માને લાભ ન થાય. આહાહા ! આવી વાત છે.
ભગવાન ત્રણલોકનો નાથ, જિનેશ્વરદેવ, ઇંદ્રોને ગણધરોની સમક્ષમાં ચક્રવર્તીઓ, છ ખંડના ધણી બેઠા હોય સાંભળવા, તેને એમ કહે પ્રભુ ! ભગવંત તારું સ્વરૂપ તો અખંડાનંદ પ્રભુ અંદર છે ને. આ ભેદ એ તારું સ્વરૂપ નહીં, એ અચેતન છે. અરેરેરે ! આ રાગ ફાગ ને બાયડી, છોકરા તો ક્યાંય રહી ગયા. હેં! ત્રણલોકનો નાથ સીમંધર ભગવાન સભામાં આમ ફરમાવે છે. એ આ વાત છે. (શ્રોતાઃ- મોક્ષમાર્ગથી મોક્ષની પ્રાપ્તિ છે.) મોક્ષમાર્ગથી મોક્ષની પ્રાપ્તિ એ પણ વ્યવહાર છે, મોક્ષની પ્રાપ્તિ દ્રવ્યને આશ્રયે થાય છે. મોક્ષમાર્ગ છે એનો તો વ્યય થાય છે અને ઉત્પાદુ થાય છે ભાવનો, તે ભાવ ત્રિકાળી કોઈ ભાવ છે, એના આશ્રયે થાય છે કે ગયો એના આશ્રયે થાય છે ? ભાઈ ! આવી વાત છે, આ.
કાલે એક વાત કરી હતી, ચોત્રીસ વરસની ઉંમરનો ચાર દિ'માં કમળી થઈને મરી ગયો, આ સંસાર, વિછીંયા આપણે વિછીંયા હરિભાઈ છે ને એક જાડા, વિછીંયામાં છે. એક ભાઈ એનો જસદણમાં છે, એક ભાઈ મુંબઈમાં છે, આ નાનો હતો તે ચોત્રીસ વરસનો કાંઈ ન મળે રોગ, ચાર દિ' માં કમળો થયો, કમળો આ કમળો એની થઈ ગઈ કમળી, ઉડી ગયો દેહ. એ તો પર વસ્તુ છે એની વાત થઈ, એ તો તારામાં નથી, તું ત્યાં નથી. પણ આહીં તો ભેદ પડ્યો તે તારામાં નથી ને ભેદમાં તું નથી. દેવીલાલજી! પ્રભુ તું ક્યાં છો? એ ગુણસ્થાનમાં ને માર્ગણાસ્થાનના ભેદમાં તું નથી. તારી મોજૂદગી અસ્તિત્વ તો એનાથી ભિન્ન છે.
અરે આ વાત ક્યાં હજી તો અહીં બાયડી, છોકરી ને પૈસાથી ખસવુંય કઠણને માળાને અરરર. એમાં વળી સંહનન અને સંસ્થાનની પર્યાય મારી નહીં, એમાંથી આગળ હાલતા ગુણસ્થાન ને રાગેય મારામાં નહીં એમાં હું નહીં, એ મારામાં નહીં. આવો વીતરાગ જિનેશ્વરના પંથનો આ માર્ગ છે, એવી રીતે બીજે ક્યાંય, વીતરાગ સિવાય ક્યાંય નથી ભાઈ. આહાહા ! એને પૂર્ણ સ્વરૂપ છે, તે એને બતાવે છે, લક્ષ લેવા માટે, કે આમ લક્ષ તો કર, કે આ ભેદ છે એમાં તું નથી અને આ ભેદ છે તે અચેતન છે, ચૈતન્ય સ્વરૂપ દ્રવ્યસ્વભાવ તેમાં આવ્યો નથી અને દ્રવ્યસ્વભાવમાં એ છે નહીં. એમ સંતો ગુરુ ભગવાન લક્ષ કરાવે છે. છતાં તે લક્ષ થયું માટે ત્યાં એને અનુભવ થઈ ગયો ( એમ નથી.) આહાહા ! આવો માર્ગ છે.
જગતની આ બાહ્યની આ પૈસા લક્ષ્મી, શરીર, વાણી, સંહનન, સંસ્થાન, એને તો અહીં