________________
૭૫
ગાથા – ૪૬ સમજાણું કાંઈ?
“વ્યવહારનય અભૂતાર્થ છે” એટલે કે પર્યાય અને રાગાદિ જે એના કહ્યાં, એ ખરેખર તો અસત્યાર્થ છે. ત્રિકાળી શાકભાવની અપેક્ષાએ ભગવાન જ્ઞાયકભાવ વસ્તુ છે તે સત્યાર્થી છે, તે ભૂતાર્થ છે. એની અપેક્ષાએ પર્યાયમાત્રને, રાગાદિ તો ઠીક પણ પર્યાયમાત્રને ગૌણ કરીને અભૂતાર્થ કહેવામાં આવ્યું છે, (પર્યાય) નથી કહીને અભૂતાર્થ એમ નહીં. આહાહા ! સમજાણું કાંઈ?
જો કે વ્યવહારનય અભૂતાર્થ છે તોપણ વ્યવહારનયને પણ જોયું? “પણ” કેમ કહ્યું? ઓલું જે નિશ્ચયથી કીધુ'તું કે રાગાદિ જીવના નથી. એની પર્યાયનો પણ આશ્રય લેવા લાયક નથી. એમ જે સમ્યગ્દર્શનના વિષયને બતાવતા ભગવાન પૂર્ણાનંદની શ્રદ્ધા કરી જેણે એને તો પૂર્ણાનંદનો જ આશ્રય અવલંબન છે. પણ હવે આ લીધું, વ્યવહારનય પણ ઓલું કહ્યું ને તેથી આ “પણ” “પણ” તો કહેવાઈ ગયું છે (ને), ત્યાં બીજું આ પણ વ્યવહારનય પણ દર્શાવ્યોદર્શાવ્યો, દેખાડયો એમ કીધું. સમજાણું કાંઈ? ઝીણું છે. હસમુખભાઈ ! આ તમારા લાદીના ધંધામાં ને ક્યાંય મળે એવું નથી ધૂળમાંય ન્યાં. વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર, એનો નિશ્ચય સ્વભાવ શું અને પર્યાય ને રાગનો ભાવ શું, બેનું અહીં જ્ઞાન કરાવ્યું. વિષય તો ત્રિકાળી એક જ છે. પણ જે વિષય કરે છે એવી પર્યાય એનામાં છે, અને રાગ એનામાં છે, છે તો પછી રાગનો નાશ કરવાનો ઉપાય પણ છે, એ બધો વ્યવહાર થયો. વ્યવહારથી રાગ છેડાય એમ પ્રશ્ન નથી. છેદાય છે તો દ્રવ્યના આશ્રયે જે મોક્ષનો માર્ગ પર્યાય થયો એના આશ્રયે, પણ ત્રિકાળી જે છે તેને નિશ્ચય કહીએ અને મોક્ષમાર્ગ પર્યાયને વ્યવહાર કહીએ. અભૂતાર્થ હોવા છતાં તેને વ્યવહાર કહીએ. અટપટી વાત છે. જેમ, કારણ કે કેમ દર્શાવ્યો છે કહે છે, વ્યવહાર પણ નિશ્ચયની સાથે આ પણ દર્શાવ્યો છે કેમ? આહાહાહા !
જેમ પ્લેચ્છ ભાષા મ્લેચ્છોને” પ્લેચ્છ ભાષા મ્લેચ્છોને. એ આઠમી ગાથામાં આવી ગયું છે. અનાર્યને અનાર્ય ભાષામાં એને સમજાવી શકાય એ કુંદકુંદાચાર્ય વખતે અનાર્ય ભાષા હતી અને અમૃતચંદ્રાચાર્ય વખતે એને મ્લેચ્છ થઈ ગઈ ભાષા. સમજાણું કાંઈ? જેમ ભાષા અનાર્ય વિના સમજાવી શકાય નહિ, ત્યારે અહીં તો મ્લેચ્છને સ્વેચ્છાએ એમ ભાષા જરી વાપરી એટલે જરી હલકો કાળ થઈ ગયો. સમજાણું કાંઈ ? મ્લેચ્છ ભાષા મ્લેચ્છોને, ન્યાં અનાર્ય ભાષા અનાર્યોને મૂળ કુંદકુંદાચાર્ય, “પ્લેચ્છ ભાષા મ્લેચ્છોને વસ્તુસ્વરૂપ જણાવે છે” જણાવે છે, આદરણીય છે કોણ એ પ્રશ્ન અહીં નથી.
તેમ વ્યવહારનય, વ્યવહારનય એટલે મ્લેચ્છ ભાષાના સ્થાને મ્લેચ્છોને એટલે વ્યવહારી જીવોને” મ્લેચ્છ ભાષા મ્લેચ્છોને “એમ વ્યવહારનય વ્યવહારી જીવોને” વ્યવહારી જીવોને પરમાર્થનો કહેનાર છે. તેથી, પરમાર્થને પ્રગટ કરાવે છે તેથી એમ નહીં, પરમાર્થનો કહેનાર છે કે જો આ વસ્તુ એમાંય લ્ય છે ને ઘણાં કે જુઓ આ વ્યવહારનય વિના પરમાર્થ જણાય નહીં, માટે વ્યવહારથી પરમાર્થ જણાય, એમ નથી અહીં પહેલાં એ ભાષા કરી હતી. ચીમનલાલ ચકુ છે ને સ્થાનકવાસી, સ્થાનકવાસીમાં ત્યાં એ અહીંયા મહીનો રહ્યા હતા. ૯૭ ની સાલ (માં) કહે આમાં આ કહ્યું છે જુઓ કહે છે વ્યવહાર વિના પરમાર્થ પમાય નહીં, (કહ્યું છે એમ નથી.