________________
૭૬
સમયસાર સિદ્ધિ ભાગ-૩ વ્યવહાર વિના નિશ્ચય જણાવાય નહીં. આહાહા ! સમજાય છે કાંઈ?
છતાં ત્યાં કહ્યું છે ને આઠમી ગાથામાં વ્યવહારનયથી જણાવ્યું છે, પણ સાંભળનારને અને કહેનારને એ વ્યવહાર અનુસરવા લાયક નથી. જાણવા લાયક છે પણ અનુસરવા લાયક નથી. સમજાણું કાંઈ? ગહન વિષય છે ભાઈ ! આ તો નિશ્ચય અને વ્યવહાર બેય છે, પરમાર્થને પમાડનાર છે એમ નહીં, પણ પરમાર્થનો કહેનાર છે. દર્શન જ્ઞાન ચારિત્રને પ્રાપ્ત થાય તે આત્મા. પણ છતાંય વ્યવહારથી કહ્યું પણ શ્રોતાને અને કહેનારને એ વ્યવહાર અનુસરવા લાયક નથી, જાણવા લાયક છે. આહાહાહા !
(શ્રોતા – ઘણું સ્પષ્ટ) આવું છે. વ્યવહારનય વ્યવહારી જીવને, વ્યવહારી જીવન પર્યાય ઉપર લક્ષ છે જાણવાનું એને જીવોને પરમાર્થનો કહેનાર છે. તત્ત્વની વાસ્તવિક સ્થિતિ બતાવનાર વ્યવહારનય છે. વાસ્તવિક સ્થિતિ વ્યવહારનયથી પ્રાપ્ત થાય છે, એ જુદી વસ્તુ છે એમ નથી. વ્યવહારનય વ્યવહારી જીવોને પરમાર્થનો કહેનાર છે તેથી અપરમાર્થભૂત હોવા છતાં, દેખો કહ્યું છે, એ વ્યવહારનય વ્યવહારી જીવોને પરમાર્થનો કહેનાર હોવાથી, અપરમાર્થભૂત હોવા છતાં પણ પરમાર્થભૂત દ્રવ્ય છે તેને તો કહ્યું, પણ આને પણ, પરમાર્થ ભગવાન ત્રિકાળી જ્ઞાયક આનંદકંદ પ્રભુ, ત્યાં દૃષ્ટિ સ્થાપ તો તને સમ્યગ્દર્શન થાય એ વિના સમ્યગ્દર્શન નથી થતું.
એવું પરમાર્થ જે કહ્યું હતું. પરમાર્થનો સ્વભાવ બતાવ્યો હતો, એમાં આ વ્યવહાર પણ, છે ને? “અપરમાર્થભૂત હોવા છતાં પણ ધર્મતીર્થની પ્રવૃત્તિ માટે” પર્યાયમાં પર્યાયપણું પ્રગટ થાય છે તે બતાવવા માટે ચોથું પાંચમું છઠું સાતમું એ બધો ભેદ છે, પર્યાય છે, એ ધર્મતીર્થ એટલે એનાથી ધર્મતીર્થ થાય છે એમ પ્રશ્ન નથી. પણ અહીંયા ચોથું, પાંચમું, છઠ્ઠ, સાતમું એવો જે પર્યાય ભેદ છે એ પર્યાય ભેદને જણાવવા માટે, ધર્મતીર્થની પ્રવૃત્તિ માટે એટલે ઈ સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર પર્યાય છે ચોથ, પાંચમે, છટ્ટે એવી ભેદવાળી એને એ ધર્મની તીર્થની પ્રવૃત્તિ છે, પરિણતિ છે એ. સમજાણું કાંઈ?
શું કહ્યું પણ અહીંયા? વ્યવહાર પરમાર્થને જણાવે છે. વ્યવહાર પરમાર્થને પમાડે છે એમ નથી, મોટો ફેર છે. વાત જ આ ફેર છે ને આખો. ધર્મતીર્થની પ્રવૃત્તિ માટે એમ કે ધર્મતીર્થ એ વ્યવહારથી થાય છે એમ નથી. પર્યાયનો ભેદ છે તેને ધર્મતીર્થની પ્રવૃત્તિ કીધી છે, એ પર્યાયનો ભેદ છે ને? ચોથું, પાંચમું, છઠું અરે ચૌદગુણસ્થાન વગેરે એ પર્યાયનો ભેદ છે, એ તીર્થની પ્રવૃત્તિ છે. એ તીર્થ મોક્ષમાર્ગ કેમ થાય એ અત્યારે વાત નથી અહીંયા, એ તો દ્રવ્યને આશ્રયે જ થાય. એ પ્રશ્ન જુદી વાત છે. પણ અહીંયા પર્યાયના ભેદો વર્તે છે. એ ધર્મની તીર્થની પ્રવૃત્તિ વર્તે છે. ચોથું, પાંચમું, છઠું.
ધર્મતીર્થની પ્રવૃત્તિ કરવા માટે” એટલે કે પર્યાયનો ભેદ છે આ ચોથે આ પાંચમે, આ છઠે તેવો “દર્શાવવો ન્યાયસંગત છે.” પર્યાયમાં આ ચોથું છે, આ પાંચમું છે. આ છઠું છે, આ સાતમું છે એવું બતાવવું એ ન્યાયસંગત છે. કેમ? સમ્યગ્દર્શન મોક્ષનો માર્ગ કેમ પ્રગટ થાય એ અત્યારે પ્રશ્ન નથી, પણ પ્રગટ થયેલી પર્યાયો જે છે એને બતાવવું છે કે જો આ છે, આ છે, આ છે. કહો, પ્રવીણભાઈ ! આવું છે. અહીં તો કીધું હતું ધર્મતીર્થની પ્રવૃત્તિ કરવા માટે, એટલે મોક્ષના માર્ગની પરિણતિ કરવા માટે. એટલે કે પરિણતિ જે થાય છે એને જણાવવું છે. એ