________________
૭૪
સમયસાર સિદ્ધિ ભાગ-૩ આરે ! આવી વાતું છે. ભગવાન સર્વશદેવે કહ્યું છે એમ કહ્યું. જોયું ભાષા “પ્રજ્ઞસં” બસ. વ્યવહારનય કથનમાત્ર એમ આવે છે ને ઘણે ઠેકાણે, કથનમાત્ર એટલે જાણવા લાયક છે. એમાં પહેલાંમાં કહ્યું'તું એ તો ભગવાને સર્વજ્ઞદેવે શુભ રાગાદિને પુગલનો સ્વભાવ છે એમ કહ્યું'તું
એ ચૈતન્યનો સ્વભાવ જે છે, એ સ્વભાવમાં (રાગાદિ) નથી, પર્યાયમાં છે એ પ્રશ્ન અત્યારે એ સિદ્ધ કરે છે. આહાહાહા !
ભગવાન આત્મા ચૈતન્ય સ્વભાવી જે વસ્તુ, એમાં પર્યાયમાં રાગાદિ જે છે, એ ચૈતન્ય સ્વભાવી નથી, એમ કહીને ત્યાં પુગલ સ્વભાવી કહ્યાં હતા, એ પરમાર્થે સ્વનો આશ્રય લેનારને એનો આશ્રય લેવા લાયક નથી. ભેદનો આશ્રય લેવા લાયક નથી તો રાગનો પણ આશ્રય લેવા લાયક નથી, એ અપેક્ષાએ તેને જીવનો ચૈતન્ય સ્વભાવ તે એમાં આ નથી. એ પુદગલ સ્વભાવી છે એમ ઓલા સ્વભાવની, ત્રિકાળી સ્વભાવની શક્તિની અપેક્ષાએ એને ચૈતન્ય સ્વભાવ નથી તો દયા, દાનના વિકલ્પો પુગલ સ્વભાવી છે, એમ કહ્યું હતું. પણ કોઈ એમ જ માની લે કે એની પર્યાયમાં રાગાદિ નથી જ. વસ્તુના ચૈતન્ય સ્વભાવમાં નથી. સમજાણું કાંઈ? આહાહા ! આવી વાતું હવે. આમાં ક્યાં નવરાશ.. ગોદીકાજી આવો છે બાપા માર્ગ ભાઈ ! આહાહાહા !
ભાષા કેટલી સંસ્કૃત ટીકાકારે. રાગાદિ પુણ્ય આદિ ભાવ જીવમાં નથી. પુદ્ગલ સ્વભાવી છે ત્યાં “જ્ઞયિ” બસ, સર્વશે “જ્ઞયિ” કહ્યું છે બસ એટલું. અને અહીંયા રાગાદિ છે એનાં એમ જે આગમમાં કહ્યું છે એ સર્વશે કહ્યું છે, “પ્રજ્ઞસ” ઓલામાં “જ્ઞયિ” એટલું કહ્યું બસ, આ પ્રજ્ઞસં કહ્યું છે, કહ્યું છે એમ. બાબુભાઈ ! આવો મારગ છે. ઝીણો બહુ બાપા ! કહો, નવરંગભાઈ ! ભગવાન સર્વજ્ઞ ન્યાંય પણ એ કહ્યું હતું ભગવાને ત્યાં કહ્યું. જ્ઞતિ બસ એ વચન છે. આ રાગ પુણ્ય-પાપ દયા, દાન, વ્રત, ભક્તિ. કામ, ક્રોધ, ભાવ કે મિથ્યાત્વભાવ એ ભગવાને સર્વશે કહ્યું છે કે એ “જીવમાં છે” એ કહ્યું છે એ વ્યવહારનયનું કથન છે. વ્યવહારનયનો એ વિષય છે. કથન છે પણ એનું વાચ્ય એનામાં છે. એની પર્યાયમાં રાગાદિ છે, એમ ભગવાને કહ્યું છે વ્યવહારનયથી. બહુ આકરી વાત છે. આહાહાહા!
જો કે વ્યવહારનય અભૂતાર્થ છે. જોયું? એ શુભ અશુભભાવ આખી પર્યાય માત્રને અભૂતાર્થ કહ્યો છે. ત્રિકાળી વસ્તુની દૃષ્ટિ કરાવવા, જ્ઞાયકની દૃષ્ટિ ને ધ્યેય એ છે. દૃષ્ટિનો વિષય ગુણભેદ કે પર્યાય કે રાગ કે નિમિત્ત નથી. સમ્યગ્દર્શનનો વિષય એ જ્ઞાયકભાવ એકલો પૂરણ સ્વરૂપ જેમાં ગુણ ભેદય વિષય નથી, પર્યાય વિષય નથી. રાગ તો નથી અને નિમિત્ત તો નથી. એટલું કહીને તેને ત્રિકાળી જ્ઞાયકભાવ (છે) ત્યાં દૃષ્ટિને સ્થાપ. એ ધ્યાનમાં સ્થપાય છે. આમાં સ્થાપ એવો જ્યાં વિકલ્પ નથી. એવું જ કહ્યું હતું એ તો સ્વનો ત્રિકાળીનો આશ્રય લેતાં તેને સમ્યગ્દર્શન થાય છે. પણ એ સમ્યગ્દર્શન એ પર્યાય છે, મોક્ષનો માર્ગ પણ પર્યાય છે, એ પર્યાય છે એ વ્યવહાર છે. બંધ છે એ પણ વ્યવહાર છે અને બંધનો છેદ કરવો એ પણ વ્યવહાર છે. વ્યવહારથી બંધ છેદ થાય એ અહીંયા પ્રશ્ન નથી. છેદ તો ત્રિકાળી આ જ્ઞાનના આશ્રયે જ થાય. પણ બંધ છે, અને એને છેદવાનો પર્યાયમાં ઉપાય છે, એ ઉપાય જો ન માનો તો મોક્ષ જ ન થાય અને બંધ નથી એમ માનો તો બંધને છેદવો એવો મોક્ષનો ઉપાય પણ રહેતો નથી. આહાહાહા !