________________
ગાથા ૪૬
૭૩
તો બધો ફે૨ફા૨ થઈ જાય એટલી વાત કહી. બંધ પણ વ્યવહારે છે, નિશ્ચયમાં તો બંધેય નથી અને મોક્ષેય નથી ૫૨મશુદ્ધમાં, પણ વર્તમાન બંધ રાગાદિનો સંબંધ છે એ વ્યવહારનયનો વિષય છે. એ જાણવા લાયક છે, નથી જ કાંઈ એ એમ નહીં આશ્રય કરવા લાયક કોણ છે એ પ્રશ્ન બીજો. સમજાય છે કાંઈ ? આહાહા !
(શ્રોતાઃ- આશ્રય કરવાનો પ્રશ્ન બીજો એટલે શું ? ) એ પહેલાં કહેવાય ગયું ઈ આત્મા જ્ઞાયક સ્વરૂપ, ધ્રુવ, અખંડ, અભેદ ભૂતાર્થ તે આશ્રય કરવા લાયક છે. એનો આશ્રય કરવા લાયક છે. અથવા એ જે ત્રિકાળી જ્ઞાયકભાવ છે. એમાં અહંપણું માનવાલાયક છે. સમજાણું કાંઈ ? ( શ્રોતાઃ- શાસ્ત્રમાં તો એમ છે ભૂતાર્થનયને આશ્રયે થાય ) એ કીધુંને ભૂતાર્થ કહો કે અખંડ જ્ઞાયક કહો બધી અપેક્ષા એક જ છે. એ તો એની એ વાત આવે કહ્યું હતું શબ્દ આવ્યો'તો વચમાં બેય કહ્યું હતું હમણાં જ કહ્યું હતું. અખંડ કહો, ભૂતાર્થ કહો, જ્ઞાયક કહો બધા શબ્દો હમણાં જ લીધા હતા, ખ્યાલ ન રહ્યો. એક ત્રિકાળી જ્ઞાયક છે પ્રમત્તઅપ્રમત્ત પર્યાય વિનાની ચીજ છે. જેમાં પ્રમત્તઅપ્રમત્ત પર્યાય પણ જેમાં નથી, એવો જ્ઞાયક, એ છઠ્ઠી ગાથાની વાત છે. અગિયારમી ગાથામાં ભૂતાર્થ કહ્યો એ બધા શબ્દો હમણાં જ કહ્યા હતા, પહેલાં કહ્યા'તા.
સત્યાર્થ ત્રિકાળ જે શાયકભાવ, ધ્રુવભાવ, એકલો જ્ઞાયક સ્વભાવભાવ અનંત ગુણનું એકરૂપ તે જ આશ્રય કરવા લાયક છે. આશ્રયનો અર્થ ? વર્તમાન પર્યાયને ત્યાં વાળવા લાયક છે. એ પણ એક અપેક્ષિત શબ્દ છે, પર્યાય ઉપર લક્ષ રાખીને પર્યાયને વાળવા જેવી છે એમ નહિ, ઝીણી વાત છે ભાઈ ! એ વસ્તુ છે તેમાં અહંપણું આ હું છું એમ એને માનવા જેવું છે. માને છે પર્યાય–માને છે પર્યાય, કાર્ય છે પર્યાયમાં પણ એ પર્યાય એમ માને છે કે હું ત્રિકાળી જ્ઞાયક ધ્રુવ છું, તે હું છું.
(શ્રોતા:- પર્યાય પોતાને દ્રવ્ય માને ?) હા, પર્યાય પોતે પોતાને ધ્રુવ માને, એ જ આ છે. ભૂયથં અસ્સિદો ખલુ અને ન્યાં ૩૦ ગાથામાં પણ એમ આવ્યું છે ૩૨૦ ( ગાથા ). જયસેન આચાર્યની ટીકા. ધ્યાતા પુરુષ એમ ધ્યાવતો નથી કે હું ખંડ ખંડ જ્ઞાન પ્રગટ છે, તે હું છું. ધ્યાતા પુરુષ કોને ધ્યાવે છે અને માને છે ? ધ્યાવે છે એટલે ધ્યાનમાં તેનો વિષય શું છે ? જે સકળ નિ૨ાવ૨ણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય અવિનશ્વર શુદ્ધ પારિણામિક ૫૨મભાવ લક્ષણ નિજ પરમાત્મ તત્ત્વ દ્રવ્ય તે હું છું. આશ્રય અને અવલંબન એનું છે, પણ હવે અહીં પર્યાયની વાત છે, એકાંત એમ કહે છે કે બંધ અને મોક્ષ છે જ નહીં, રાગાદિ જીવમાં છે જ નહીં, એ કીધુંને ? એ તો નિશ્ચયના સ્વભાવની સૃષ્ટિની અપેક્ષાએ વ્યવહાર જે રાગાદિ એનામાં છે પર્યાયમાં એ દ્રવ્યમાં નથી. ચૈતન્ય સ્વભાવમાં નથી એમ કહ્યું હતું, હવે અહીં કહે છે કે એની પર્યાયમાં છે. વ્યવહારેય જાણેલો પ્રયોજનવાન છે ૧૨મી ગાથા, એ વાત અહીં સિદ્ધ કરે છે હવે. અટપટી વાત છે. આહાહાહા !
ટીકાઃ- આ બધાય અધ્યવસાનાદિ બધાય એટલે આઠ બોલ લીધા હતા. આઠ બોલ છે ને ? રાગની એકતાબુદ્ધિ તે અધ્યવસાય, કર્મ જે ૫૨ છે તે મા૨ા છે એવો ભાવ, એ બધાને ભિન્ન કહ્યાં હતા, એ જીવ છે એવો અહીંયા હવે અધ્યવસાનાદિ ભાવો એ શુભ જે ભાવ છે, કે અશુભ જે ભાવ છે, એ જીવ છે પર્યાયમાં, પર્યાય એ જીવ છે. દ્રવ્યે જીવ એ ત્રિકાળ છે એમાં એ નથી.