________________
૭૨
સમયસાર સિદ્ધિ ભાગ-૩ દ્વેષી, મોહી જીવ કર્મથી બંધાય છે તેને છોડાવવો ”એમ મોક્ષના ઉપાયના ગ્રહણનો અભાવ થશે અને તેથી મોક્ષનો જ અભાવ થશે. (આમ જો વ્યવહારનય ન દર્શાવવામાં આવે તો બંધ-મોક્ષનો અભાવ ઠરે છે.)
ભાવાર્થ -પરમાર્થનય તો જીવને શરીર તથા રાગદ્વેષમોહથી ભિન્ન કહે છે. જો તેનો એકાંત કરવામાં આવે તો શરીર તથા રાગદ્વેષમોહ પુગલમય ઠરે અને તો પછી પુગલને ઘાતવાથી હિંસા થતી નથી અને રાગદ્વેષમોહથી બંધ થતો નથી. આમ, પરમાર્થથી જે સંસાર-મોક્ષ બન્નેનો અભાવ કહ્યો છે તે જ એકાંતે ઠરશે. પરંતુ આવું એકાંતરૂપ વસ્તુનું સ્વરૂપ નથી; અવસ્તુનું શ્રદ્ધાન, જ્ઞાન, આચરણ અવસ્તુરૂપ જ છે. માટે વ્યવહારનયનો ઉપદેશ ન્યાયપ્રાસ છે. આ રીતે સ્યાદ્વાદથી બન્ને નયોનો વિરોધ મટાડી શ્રદ્ધાન કરવું તે સમ્યકત્વ છે.
પ્રવચન . ૧૧૯ ગાથા - ૪૬ તા. ર૭/૧૦/૭૮ શુકવાર આસો વદ-૧૧
હિંમતભાઈ ! પહેલાં જે કહ્યું હતું ને? રાગાદિ અધ્યવસાન જીવના નથી, એ સર્વશે કહ્યું છે, ત્યાં શબ્દ સંસ્કૃતમાં એટલો વાપર્યો છે. “સકલજ્ઞ જ્ઞતિઃ” એટલું બસ અને અહીંયા વ્યવહારમાં એવું વાપર્યું છે કે “સકલશૈ: પ્રજ્ઞસં” કથન કથની સંસ્કૃતમાં બેનાં શબ્દોમાં ફેર પડયો છે. શું કહ્યું સમજાણું? કે જ્ઞાતિ અને પ્રજ્ઞi એ બેમાં ફેર પાડ્યો છે. કે આત્મામાં રાગ નથી એ પુદ્ગલના છે એ સકલગ્ન-જ્ઞતિઃ જણાવ્યું કથન, કથન, શક્તિ વચન છે, અને રાગાદિ જીવના છે એમ આગમમાં કહ્યું છે તે “પ્રજ્ઞસં” કહ્યું છે એમ શબ્દમાં બેમાં ફેર છે. જરી આ અધિકાર છેતાલીસ ગાથા ઝીણી છે બહુ.
ગાથા છેતાલીસ હવે પૂછે છે કે અધ્યવસાનાદિ ભાવ એટલે શું? કે રાગની એકતાબુદ્ધિ એવો અધ્યવસાય જે મિથ્યાત્વ અને દયા, દાનનો ભાવ જે રાગ તે પુગલ સ્વભાવો છે. એમ કહ્યું તમે તો. સર્વજ્ઞનાં આગમમાં તેમને જીવપણે કેમ કહેવામાં આવ્યા–જીવપણે કેમ કહેવામાં આવ્યા? એમ વજન છે. ઓલામાં વચન ફકત સર્વજ્ઞ જ્ઞતિઃ વચન છે એનું અને આ છે તે કથન કર્યું છે, એમ બેમાં ફેર છે એમાં. (શ્રોતા – કહેવા માત્ર આ છે ) કહેવા માત્ર એમ બસ આ છે. જાણવા માત્ર છે, વસ્તુ છે વાસ્તવિક તો ભગવાન આત્મા શુભાશુભરાગ એ ચૈતન્ય સ્વભાવ નથી એ પુદ્ગલ સ્વભાવ છે, એ તો “સર્વશેન્નતિ” એટલું કહ્યું છે, અને અહીંયા હવે કહે છે શિષ્ય કે ત્યારે અધ્યવસાનાદિને આગમમાં જીવપણે કેમ કહેવામાં આવ્યા છે? છે ને? જરી ઝીણી વાત છે થોડી. તેના ઉતરની ગાથા છે.
ववहारस्स दरीसणमुवएसो वण्णिदो जिणवरेहिं। जीवा एदे सव्वे अज्झवसाणादओ भावा।।४६ ।। વ્યવહાર એ દર્શાવિયો જિનવર તણા ઉપદેશમાં,
આ સર્વ અધ્યવસાન આદિ ભાવ જ્યાં જીવ વર્ણવ્યા. ૪૬. એની ટીકા શાંતિથી આ વ્યવહારનો અધિકાર છે એ જાણવા લાયક છે, એ ન હોય તો