________________
૧૭૦
સમયસાર સિદ્ધિ ભાગ-૩ ન થયો. એવું તો અનંત વાર કર્યું છે. અગિયાર અંગ ભણ્યો અનંત વાર ભણ્યો એ કોઈ ચીજ (સ્વાનુભવો નહીં. (મુદ્દો વિચારવાનો છે!) મુદ્દા - માલની વાત છે. અહીં એકે એક (વાત) કઠિન! એકે એક શબ્દ ગજબ છે! સમયસાર ભગવાન તીર્થકરની સાક્ષાત્ વાણી ! અજોડ – અજોડ છે! દિવ્યચક્ષુ કહેવાય છે. આહાહાહા !
કહે છે કે ઔદારિક શરીર એ જીવમાં નથી ક્યારે? કે જ્યારે જીવનો અનુભવ થાય છે કે આ જીવ (આત્મા) છે? જીવ તો ત્રિકાળી (છે, ને છે) પણ એની પર્યાયમાં એનો અનુભવ હો, ત્યારે એવું માલૂમ થાય છે ને ! છે તો ત્રિકાળી ! નિગોદના જીવમાં પણ પર્યાયમાં અક્ષરના અનંતમા ભાગે ( જ્ઞાન છે) આવું હોવા છતાં દ્રવ્ય તો ત્યાં પરિપૂર્ણ છે. ભગવાન તો પરિપૂર્ણ દ્રવ્ય છે અને કેવળજ્ઞાન થયું પર્યાયમાં ત્યારે દ્રવ્ય તો પરિપૂર્ણ જ છે. એ દ્રવ્ય (આત્મદ્રવ્ય) પરિપૂર્ણ છે એમાં ક્યારેય ઓછા – વત્તા પણું કે વધઘટ થતી નથી. ત્રિકાળી શાયકમૂર્તી ધ્રુવ પ્રભુ નિત્યાનંદ જ્ઞાયક, એમાં ઔદારિક શરીર નથી. એ ઔદારિકમાં (જે જે) ક્રિયા થાય છે એ મારામાં નહીં, એ ક્રિયા થાય છે એ મારાથી નહીં.
તો હું કોણ છું? કે હું તો અનુભૂતિ, ચૈતન્યસ્વરૂપ પ્રભુ ત્રિકાળ એનું અનુસરણ કરીને એને અનુસરીને થવાવાળો અનુભવ થયો, એ જ્ઞાન- આનંદ – શાંતિ આદિ જે અનંતગુણ છે જેટલા આત્મામાં અનંતગુણ કેટલા છે? કે લોક (અલોક) ના આકાશનો અંત નથી, આ ચૌદ બ્રહ્માંડ છે એ તો અસંખ્ય જોજનમાં છે, અને પછી આકાશ - આકાશ – આકાશ, આહાહા! અંત નહીં, અંત છે તો પછી શું પછી શું? તો એવો અલોક – અંત વિનાનો, દશેય દિશામાં અનંત - અનંત આકાશ છે તો એનાં જેટલા પ્રદેશ છે એક પરમાણું જેટલી જગ્યામાં રોકાય તેનું નામ પ્રદેશ તો આવું જે અંતવિનાનું આકાશ એનો જે પ્રદેશ છે અનંત, તેનાથી અનંતગુણા એક આત્મામાં ગુણ છે, અરેરે ! સમજાણું કાંઈ ? એટલા અનંતગુણા એક પરમાણુમાં ગુણ છે.
એક આકાશ નામનો પદાર્થ છે જેનો ક્યાંય અંત નથી, દશેય દિશામાં ઉપર - (નીચે ) ક્યાંય અંત નથી, ઉપર અંત છે ક્યાંય? અંત વિનાના (આકાશમાં) એટલા પ્રદેશ અનંત – અનંત છે, એનાં અનંત ગુણ તો આકાશ પ્રદેશમાં છે, પ્રદેશ અનંત છે પણ એમાં અનંત ગુણા તો ગુણ છે. અને આ ભગવાન આત્મામાં જેટલા અનંતગુણા પ્રદેશથી ગુણ (કહ્યા) એ (આકાશના) અનંતગુણા ગુણથી અનંતગુણા ગુણ આત્મામાં છે. અનંત પ્રદેશ એ અનંતગુણ એનાથી પણ અનંત ગુણ છે. અનંત પ્રદેશ છે એક એક પ્રદેશમાં અનંરગુણ એમ આત્મામાં અહીંયા અનંત ગુણ છે. આવું ક્યાં! (આવું ઝીણું જાણવું જોઇએ) હેં! જાણવું બધું જોઇએ, જાણશે તો... નહિતર તો એને નિવેડા નહીં આવે બાપા!
આહાભવના અંત (લાવવા), ભવ કરી-કરીને, એક નિગોદમાં એક શ્વાસમાં અઢાર ભવ! બાપુ એ શું છે ભાઈ ! પ્રભુ તો એમ કહે છે, “રત્નકરંડ – શ્રાવકાચાર” માં લખ્યું છે. નરકમાં પ્રભુ! તેં એટલું દુઃખ સહન કર્યું કે તારી એક ક્ષણનું દુઃખ કરોડ જીભે ને કરોડ ભવે ન કહી શકાય, પ્રભુ! તેં એટલું દુઃખ સહન કર્યું છે. એવું તો એક ક્ષણનું હોં? એવું એવું તો તેંત્રીસ - તેંત્રીસ સાગર! પ્રભુ ત્યાં તું રહ્યો !
એટલું દુઃખ સહન કર્યું તો પણ અંદર (આત્મ) દ્રવ્યમાં કોઈ કમી નથી થઈ. દ્રવ્ય તો