________________
ગાથા ૫૦ થી ૫૫
૧૭૧
પૂર્ણાનંદનો નાથ ભર્યો છે ( પરિપૂર્ણ છે. ) અહીં તો એમ કહે છે કે આ ઔદારિક ( શ૨ી૨થી ) ભિન્ન છે પણ એ ભિન્ન છે. એ શું ? કે દ્રવ્ય છે ( આત્મદ્રવ્ય છે) એમાં અનંતગુણા ગુણ છે. આકાશના પ્રદેશથી પણ અનંતગુણા ગુણ છે.
એ અનંતગુણા ગુણ એનો ધરનારો ભગવાન આત્મા, એની જ્યારે દૃષ્ટિ કરે છે, ૫૨થી ( દૃષ્ટિ ) ઉઠાવીને, બધાથી (દૃષ્ટિ ) ઠુઠાવીને, ત્યારે પયાર્યમાં જેટલા ગુણ છે, એટલા ગુણમાંની પર્યાયમાં વ્યક્ત – પ્રગટ અંશ દશા પ્રગટ થાય છે. જેટલા અનંતગુણ છે એટલા અનુભૂતિમાં એ અનંતગુણની વ્યક્ત દશા, એક સમયમાં અનંતગુણની વ્યક્ત દશા અનંતી પ્રગટ થાય છે. સમજાણું કાંઈ... ? અરે આવી વાતું વીતરાગ સિવાય ક્યાં છે બાપા ! વેદાંત ને ( બીજા ) ભલે વાતું ભલે બધી કરે, ( એ ) લોકો આત્મા, આત્મા... ( પણ ) કાંઈ છે નહીં. વીતરાગ સિવાય કોઈ કહી શકે નહીં ! સર્વજ્ઞોએ દેખ્યું છે, એમણે કહ્યું છે તે છે. જેનામાં સર્વજ્ઞ જ નથી, એણે તો વાતો કરી બધી કલ્પનાથી કરી છે બધી. આ તો ત્રણલોકના નાથ ત્રણલોકના જાણનાર સર્વજ્ઞ ! સર્વજ્ઞનો વિરહ જગતમાં ત્રણકાળમાં કદી હોતો નથી. ત્રણકાળમાં ત્રણલોકના જાણનારનો કેવળીનો ત્રણકાળમાં વિરહ હોતો નથી. ભૂતકાળમાં રહ્યા ને અત્યારે છે ને ભવિષ્યમાં રહેશે. સમજાણું કાંઈ... ?
શું કહ્યું ? ત્રણકાળ ને ત્રણલોકમાં, ત્રણકાળને ત્રણલોકના જાણનારનો ક્યારે ય વિરહ હોતો નથી, ભૂતકાળમાં ભગવાન ( અરિહંત ) હતા, અત્યારે પણ છે ને ભવિષ્યમાં પણ રહેશે, સમજાણું કાંઈ ? એ સર્વજ્ઞ ભગવાને સર્વ જોયું – દેખ્યું એ વાણીમાં આવ્યું. એ સંતોએ અહીં વાત કહી, આડતિયા થઈને ( કહ્યું ) માલ સર્વજ્ઞનો છે એ સંતો – અનુભવીઓ, કેવળીના કેડાયતો, આડતિયા થઈને – આડતિયા સમજતે હો ? વેપા૨ી... આડતિયા થઈને ( સંતો, સર્વજ્ઞનો માલ ) આપે છે, જગતને ! કે માર્ગ આ છે આ વસ્તુ છે. આહાહા ! માનવું પ્રભુ તારા અધિકા૨ની વાત છે. વસ્તુ તો આ છે. આહાહા !
ઔદારિક, વૈક્રિયિક ( આદિ ) શરીર છે. નારકી, દેવોને વૈકિયિક શરી૨ હોય છે એ પણ પુદ્ગલની પર્યાય છે. ભગવાન (આત્મા ) એનાથી ભિન્ન છે, અંદર !
એ ક્યારે ભિન્ન છે ? કે અનુભૂતિ હો ત્યારે ભિન્ન છે, એવી ( ખબર ) માલૂમ થાય છે. વિષય, બાપુ! આ તો વીતરાગ ત્રણલોકના નાથ (તીર્થંકર - સર્વજ્ઞ ) આહાહા ! ભાઈ, જેને ઇન્દ્રો સાંભળવા આવે. ઇન્દ્ર – સુધર્મ દેવલોકનો ઇન્દ્ર, એક ભવતારી છે, સુધર્મ દેવલોક છે ને બત્રીસ લાખ વિમાન, એક એક વિમાનમાં અસંખ્ય દેવ ! કોઈ (વિમાનમાં ) થોડા પણ અસંખ્યવાળા છે. થોડા અસંખ્ય વિમાન થોડા, અસંખ્યવાળા ઘણાં છે. એનો સ્વામી, સુધર્મ ઇન્દ્ર અત્યારે છે, એક ભવતારી છે ત્યાંથી મનુષ્ય થઈને મોક્ષમાં જવાવાળા છે એવો સિદ્ધાંતમાં લેખ છે. અને એની પટરાણી ઇન્દ્રાણી છે એ પણ એક ભવ કરીને મોક્ષ જવાવાળી છે, એ જ્યારે સાંભળવા આવે છે – સાંભળવા આવે છે તે વાણી કેવી હશે ! ત્રણ જ્ઞાન, એકાવતારી, બત્રીસલાખ વિમાનનો સાહેબો, (એ બધું ) છોડીને ભગવાનની વાણી સાંભળવા આવે. તે વાણી કેવી હશે ! ભાઈ, લ્યો ! દયા પાળો, વ્રત કરો એવી ( હશે ? ) એવી તો કુંભારેય વાતું કરે છે. આહાહા !
અહીં તો ૫૨માત્મા ! એનું કહેલું સંતો કહે છે જગતને! વૈકિયિક શ૨ી૨થી તું જુદો છો.