________________
૧૭૨
સમયસાર સિદ્ધિ ભાગ-૩ આહારક શરીરથી પણ તું ભિન્ન છે, આહારક શરીર મુનિને હોય છે. એ આહારક શરીરથી તું ભિન્ન છે. ક્યારે? અનુભૂતિ થાય ત્યારે! આત્મા, અનંત અનંત આનંદનો સાગર પ્રભુ! જેમાં અતીન્દ્રિય આનંદ ઠસ્સોઠસ્સ ભર્યો છે. ભગવાન આત્મામાં અતીન્દ્રિય આનંદ, અતીન્દ્રિય શાંતિ અતીન્દ્રિય સ્વચ્છતા - અતીન્દ્રિય ઈશ્વરતા પૂર્ણ ભરી છે એવું દૃષ્ટિમાં અનુભવમાં – અનુભૂતિમાં હોય ત્યારે એ આહારક શરીરથી ભિન્ન (છે) એવું ભાન થયું. તેજસ શરીરથી ભિન્ન છે, તેજસ શરીર છે ને એક અંદર, એનાથી (આત્મા) ભિન્ન છે કાશ્મણ શરીરથી ભિન્ન છે દેખો! કાશ્મણ શરીર છે. વિશેષ કર્મની પ્રકૃતિ ૧૪૮ હોય છે પણ સામાન્ય પ્રાણીને એકસો અડતાલીસ ન હોય. આહારકને એ ન હોય. તીર્થકરપદ તેને થોડી હોય છે. પણ એ બધું કાર્પણ શરીર આખું પિંડ છે એની જે પર્યાય કાર્પણ શરીર છે એ જડની પર્યાય છે. (પુગલ) દ્રવ્ય છે અને દ્રવ્યના ગુણ છે એ તો કાયમી છે. પણ કાર્મણરૂપ પર્યાય થાય છે એ તો અવસ્થા છે.
શું કીધું? કાશ્મણ શરીરની પર્યાય કેમ કીધી કે વસ્તુ જે છે અંદર પરમાણું તો (એ તો) અંદર કાયમી ચીજ છે અને એમાં રંગ - ગંધ - વર્ણ – સ્પર્શ (આદિ) ગુણ એ – પણ કાયમી છે અને આ જે પર્યાય કર્મની એ તો પર્યાય છે, અવસ્થા છે. અવસ્થા બદલી જાય છે સમયે સમયે બદલે છે અને કોઈ તો કાર્મણ શરીરની પર્યાય બદલીને અકર્મરૂપ પર્યાય થઈ જાય છે. તો એ કાર્પણ શરીર પુગલની પર્યાય છે. આહાહાહા ! એનાથી ભગવાન આત્મા ભિન્ન છે. કાર્પણ શરીરથી (આત્મા) ભિન્ન છે. સમજાણું કાંઈ.... ?
આત્મામાં કર્મ છે જ નહીં, કર્મમાં આત્મા છે જ નહીં. કર્મ, કર્મમાં રહ્યા ભગવાન ભગવાનમાં છે. લોકો કહે છે ને અમને કર્મ હેરાન કરે છે, બિલકુલ જૂઠી વાત છે. કર્મ જડ છે, જડ આત્માને અડતુંય નથી, આત્મા જડને સ્પર્શતો ય નથી. તું તારી ઊંધી – ઊલટી દૃષ્ટિથી હેરાન થાય છે. સમજાણું કાંઈ ? તને તારું ભાન નથી કે હું કોણ છું? હું રાગ છું કે હું એક સમયની પર્યાય છું, હું પુણ્ય કરવાવાળો છું – દયા, દાન કરવાવાળો છું ને પાપનો કરવાવાળો હું છું એવી માન્યતા (અભિપ્રાય) છે તો તારી દૃષ્ટિ વિપરીત છે, એ કર્મે કોઈ દૃષ્ટિ વિપરીત કરાવી છે, એવું છે નહીં. સમજાણું કાંઈ? - ભક્તિમાં આવે છે – ભજનમાં આવે છે – ભક્તિ (માં) “કર્મ બિચારે કૌન ભૂલ મેરી અધિકાઈ” – કોણ સમજે ! આ તો કર્મને લઈને વિકાર થાય- કર્મને લઈને (જીવ) રખડે છે આમ માન્યા કરે. અહીંયા તો કહે છે, કર્મ, શરીર જ તારી ચીજમાં (આત્મામાં) નથી. “કર્મ બિચારે કૌન, ભૂલ મેરી અધિકાઈ' – મેં ભૂલ કરી એથી મારામાં દોષ થયો, કર્મથી કોઈ ભૂલ થતી નથી. સમજાણું કાંઈ?
એમાં આવે છે ને ! “કર્મ બિચારે કૌન, ભૂલ મેરી અધિકાઈ, અગ્નિ સહે ઘનઘાત, લોહકી સંગત પાયી” – અગ્નિ એકલી હોય તો (માથે ) ઘણ નથી પડતા, પણ અગ્નિ લોઢાના સંગમાં જાય છે તો (માથે ) ઘણ પડે છે. (એમ આત્મા) કાર્પણ શરીરનું લક્ષ કરે છે તો એ આત્મા દુઃખી થાય છે. અત્યારે તો એવું ચાલ્યું છે કે કર્મને લઈને વિકાર થાય ને કર્મ હટે તો આત્મામાં ગુણ થાય, બિલકુલ જૂઠી વાત, કર્મ તો જડ છે. એ આત્મામાં છે જ નહીં, આત્મામાં છે જ નહીં એ આત્માને નુકસાન કરે? અને કર્મનો કંઈ ક્ષયોપશમ થાય તો આત્મામાં જ્ઞાન થાય, એ જૂઠી