________________
ગાથા – ૫૦ થી ૧૫
૧૭૩ વાત છે. પોતાની – આપણી પર્યાયમાં નિર્મળતા પ્રગટ થાય તો ક્ષયોપશમ થાય છે, એ પોતાથી થાય છે. એ કહે છે દેખો ! કાશ્મણ શરીર છે તે બધાય – પાંચ (પ્રકારના) શરીર છે, એ કહ્યું ને! બધા ય જીવના નથી. એ બધા ય (શરીર) જીવના નથી. આહાહા ! કેમ? કે એ પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી, એ કાર્પણ (આદિ) શરીર પુદ્ગલદ્રવ્યની પર્યાય છે. સમજાણું કાંઈ?
(કર્મની) ૧૪૮ પ્રકૃતિ છે ને પટાભેદ – કર્મ ૮ નાં ૧૪૮ પેટાભેદ, ઉત્કૃષ્ટ હોય એનાં સમકિતીને, કોઈ મિથ્યાષ્ટિને આહારક શરીરને તીર્થંકર પ્રકૃતિ પણ હોતી નથી, પણ ઉત્કૃષ્ટ કોઈને હોય તો એકસો અડતાલીસ બીજાને એકસોવીસ ને એકસો બાવીસ, એકસો બાવીસ સત્તામાં હો, એકસોવીસ ઉદયમાં હો, એ જરી ઝીણી વાત છે થોડી, અને સમકિતી હોય એને ૧૪૮ પણ પ્રકૃતિ હો. સમજાણું કાંઈ? પણ એ બધી પ્રકૃતિ કાર્મણની પર્યાય છે. જેને ઝેરના ઝાડ કહ્યા છે, સમયસારમાં પાછળ ૧૪૮ પ્રકૃતિ ઝેરના ઝાડ છે. ઝેર છે એ પ્રકૃતિ, ભગવાન અમૃતના કલ્પવૃક્ષ છે. ભગવાન આત્મા તો અમૃતનો કામધેનૂ આત્મા છે જ્યારે જ્યારે ઈચ્છે ત્યારે ત્યારે અમૃત આનંદ આવે છે. પણ એ આત્મા પરથી ભિન્ન એવી પર્યાય દ્રવ્ય તરફ ઝૂકી અને પોતાનામાં અનુભવ થયો આનંદનો અને અનંતગુણની એક સમયમાં અંશરૂપ વ્યક્તદશા અનુભવમાં આવી, એકલા આનંદનો અનુભવ (એમ) નહીં – અનુભૂતિમાં જેટલા ગુણ છે અનંતા અનંત એ બધાની એકસમયમાં વ્યક્ત પર્યાયનો અનુભવ હો, એનું નામ (આત્માની) અનુભૂતિ કહેવામાં આવે છે. એવી અનુભૂતિમાં ભગવાન (આત્મા) પાંચે શરીરથી ભિન્ન છે, અનુભૂતિથી પાંચેય શરીરથી ભિન્ન છે. (અનુભૂતિ વિના) એકલા ભિન્ન ભિન્ન કરે એમ ભિન્ન છે નહીં. આવું છે, ભગવાન ! આહાહાહા !
આ ત્રણલોકના નાથ (તીર્થંકરદેવ) જેને એક સમયમાં ત્રણ કાળ – ત્રણલોક જણાય ગયા છે એની દિવ્યધ્વનિનું શું કહેવું! એ દિવ્યધ્વનિના કહેનારા આ સંતો છે ભગવંત છે. અહી આચાર્ય ભગવાન છે ‘ભગ’ નામ આનંદ આદિ લક્ષ્મી ‘વાન” નામ સ્વરૂપ એ ભગવાન છે. ભગ નામ લક્ષ્મી સત્ હોય છે આનંદ આદિ એનો વાન, એનું સ્વરૂપ છે એ ભગવાન છે આત્મા! આહાહાહા !
શક્તિએ તો (બધા) ભગવાન છે, પણ આચાર્ય આદિ તો વ્યક્તિએ ભગવાન થઈ ગયા છે. આ વ્યક્તિ એટલે પ્રગટતા, પર્યાયમાં ભગવાન થયા છે. પ્રવચનસારમાં આખિરમાં પાંચ ગાથા છે એમાં તો એવું લીધું છે કે સંતો જે મોક્ષમાર્ગમાં આવ્યા, એને તો અમે મોક્ષતત્ત્વ કહીએ છીએ. આવું (લખાણમાં) છે. પાંચ રત્નની ગાથા છે. “પ્રવચનસાર' આખિરમાં છે.
જે મુનિઓને આત્મજ્ઞાનને આનંદનો અનુભવ થયો - ઉગ્ર આનંદનો અનુભવ થયો તો એમને અમે મોક્ષ જ કહીએ છીએ, મોક્ષતત્ત્વ જ કહે છે. મોક્ષમાર્ગના તત્ત્વમાં આવ્યા તો મોક્ષતત્ત્વ જ કહીએ છીએ. (શ્રોતા:- ચાલતા - ફરતા સિદ્ધ) હો, એ સિદ્ધ ચાલે છે ક્યાં, એ તો અંદરમાં (લીન) છે. હાલે એ તો જડ છે. પોતાની પર્યાય અંદર ગતિ કરે છે પણ પોતાની ક્રિયાવતી શક્તિના કારણે હલે છે. આ શરીર હુલ્ય માટે હાલે છે એવું છે નહીં. અહીંયા અંદર પ્રદેશ છે આમ ચાલે છે એ પોતાની ક્રિયાવતી શક્તિને કારણે કંપન છે અને કંપન છે આંહી એ પણ યોગગુણનું કંપન છે. એ શરીરને કારણે એને છે નહીં, અને એના કારણથી શરીરમાં કંપન