SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ સમયસાર સિદ્ધિ ભાગ-૩ આવ્યું એવું છે નહીં, આ આમ – આમ આ રીતે થાય છે એ જડની પર્યાય છે, જડમાં થાય છે. ઝીણી વાત છે પ્રભુ! એ કહ્યું નથી આ પહેલું (કે) પગ ચાલે છે તો જમીનને અડે છે ચાલતાં ચાલતાં એવું છે નહીં, ભાઈ ! કોઈ પદાર્થની વિસ્મયતા એવી છે પગ અડે છે જમીનને, બિલકુલ નહીં (એમ નથી.) પોતાના આધારથી પરમાણુંમાં આધાર નામનો ગુણ છે, પરમાણુમાં આધાર, કર્તા (કર્મ – કરણ– સંપ્રદાન – અપાદાન) અધિકરણ – આધાર, છ કારક ગુણ છે. એ (પગ) પોતાના આધારથી ચાલે છે. નીચેના આધારથી નહીં, આ વાત તો બાપુ જૈન વીતરાગનું તત્ત્વ! એ વિસ્મયકારી છે. આહાહાહા ! હવે, આગળ કહે છે કે (જમીનને પગ) અડક્યા વિના હાલે છે (કોઇ કહેશે) ગાંડા છે, પાગલ છે (પણ ભાઈ !) સાંભળને હવે એકવાર, એ તો કહ્યું ને (સમયસાર) ત્રીજી ગાથામાં (આવ્યું કે, દરેક દ્રવ્ય પોતાના ગુણ – પર્યાયને ચૂંબે છે, પરને ચુંબતું નથી. એ આલિંગન કરતું નથી, એમ પગ નીચેની જમીનને અડતો નથી – આલિંગન કરે નહીં સ્પર્શે નહીં – અડતો નથી એમ લખ્યું છે ગુજરાતી ભાષામાં, તમારે છૂતે નહીં. આહાહા ! અહીં કહે છે કે પાંચેય (પ્રકારના) શરીર ભગવાન આત્મામાં નથી, કર્મ કર્મમાં રહ્યા, પોતાનો ભગવાન પૂર્ણાનંદસ્વરૂપ પ્રભુ (આત્માની) અનુભૂતિ થઈ, સમ્યકદર્શન- જ્ઞાન – શાંતિ પ્રગટી ત્યારે તો એ પરથી 'પદ્રવ્યોથી) હું ભિન્ન છું અને મારાથી એ ભિન્ન છે એવો અનુભવ થયો. મારી અનુભૂતિમાં એ (શરીર) આવ્યા નહીં. કાર્પણ શરીર આદિ મારી અનુભૂતિમાં ન આવ્યું. આહાહા ! સમજાણું કાંઈ....? ભાઈ ! આ તો સંતોની – દિગમ્બર સંતોની વાણી! આ કાંઈ કોઈ, અલૌકિક બાપુ! એક એક પદ સમજવું – આ અંતરની ચીજ છે એ પાંચ શરીરથી ભિન્ન છે. સમચતુરસ સંસ્થાન (એટલે) એકદમ સરખું શરીર, સમચતુરસ – ચારે બાજુથી સરખું જે સંસ્થાન, એ પણ આત્મામાં નથી. એ તો જડની પર્યાય છે. જેમ પોતાની અનુભૂતિની પર્યાય છે – અનુભૂતિ પર્યાય છે તેમ એ સમચતુરસ પુગલની પર્યાય છે તો એનાથી હું ભિન્ન છું. ક્યારે? કે મારી અનુભૂતિ પર્યાયથી એ ભિન્ન છે. માટે મારાથી એ ભિન્ન છે. પુગલ પર્યાયથી હું ભિન્ન છું. આહાહાહા! આવી વાતું. કાંઈક અભ્યાસ – થોડો ઘણો જોઈએ. દ્રવ્ય - ગુણ – પર્યાય આ, તો ( કેટલાકે ) દ્રવ્ય - ગુણ – પર્યાયનું નામે ય (ન સાંભળ્યું હોય) નામે ય આવડે નહીં, હવે એને શી રીતે સમજાવવું!! એ સમચતુરસ સંસ્થાન, એ પુદ્ગલ જે દ્રવ્ય છે, એના ગુણ છે અને એની સમચતુરસ એ પર્યાય છે. સમચતુરસ એ ગુણ નહીં એ ત્રણ (દ્રવ્ય – ગુણ – પર્યાય) આવી ગયા, એ પુદ્ગલ દ્રવ્ય છે, એમાં ગુણ કાયમ રહેવાવાળા, સમચતુરસ સંસ્થાન એ જે છે એ એની પર્યાય છે એ પર્યાય, પુદગલ પરિણામમય છે. એ ત્રણે મારામાં નથી, કેમ કે હું ચૈતન્યદ્રવ્ય આનંદ છું ત્રિકાળ આનંદઆદિ ગુણ ત્રિકાળ અને મારી પર્યાય અનુભૂતિમાં આનંદની પર્યાય આવી એ ત્રણેમાં હું છું, એનામાં (પુદ્ગલમાં) હું નથી. એ ત્રણે મારામાં નથી. આવી ઝીણી વાત! સંતોએ – પંચમઆરાના સંતો પંચમઆરાના શ્રોતા માટે તો આ કહે છે. એમ કોઈ કહે કે આ
SR No.008307
Book TitleSamaysara Siddhi 3
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2005
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy