________________
ગાથા – ૫૦ થી ૧૫
૧૭૫ વાત કોઈ ચોથા આરા માટે, તો આ કોને કહે છે? પંચમઆરાના શ્રોતાને તે કહે છે. આહાહા! સમજાણું કાંઈ...?
(શ્રોતા- એમ અપ્રતિબુદ્ધને સમજાવે !) આ તદ્દન અજ્ઞાની હોય એને સમજાવે છે, (સમયસાર) ૩૮ ગાથામાં એવો પાઠ છે. અને તે પંચમઆરાનો શ્રોતા તદ્ગ અપ્રતિબુદ્ધ (અનાદિ) અજ્ઞાની એને સમજાવ્યો, પાઠ એવો આડત્રીસગાથા, અને એ સમજી ગયો (અને પોતે કહે છે) અરે! હું તો દર્શન– જ્ઞાન - ચારિત્રના પરિણમન કરવાવાળો, આ મારી દશા છે. એવો (પાઠ છે) ૩૮ ગાથામાં, શ્રોતા હોં? એટલે કોઇ એમ કહે કે પંચમઆરામાં અત્યારે શુભઆચાર હોય (શુદ્ધ ન હોય) સે સુખસાગર છે ને કોઈ એણે કહ્યું છે, પંચમઆરામાં શુભજોગ જ હોય છે. એમ કહે છે. અરરર! છાપામાં આવ્યું છે. અરે, ભગવાન ! શુભજોગ જ હોય તો તો ધર્મ થતો નથી, (અહીંયા) આ તો કહે છે – અનુભૂતિ! પંચમઆરાના શ્રોતાને પણ અનુભૂતિ (આત્માની) થાય છે, કરે તો..... કહેનારને તો છે જ (અનુભૂતિ ) સંતો છે. એ સમચતુરસ્ત્ર એ સંસ્થાન આત્મામાં નથી.
વિશેષ કહેશે. (શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ !)
પ્રવચન ન. ૧૨૮ ગાથા – ૫૦ થી પ૫ તા. ૫/૧૧/૭૮ રવિવાર કારતક સુદ ૫
સમયસાર ગાથા ૫૦ થી પ૫. સંસ્થાન સુધી આવ્યું છે.
શું કહે છે જરી ઝીણી વાત છે. આ શરીરનો જે આકાર છે ને સંસ્થાન એ જડની પર્યાય છે. દ્રવ્ય પદાર્થ એનો કોઈ પ્રદેશ– આદિ ગુણ છે એની આ આકૃત્તિ એની એ પર્યાય છે. એ દ્રવ્ય ગુણ ને પર્યાય ત્રણ ભિન્ન છે. આત્મામાંથી એ ત્રણેય ભિન્ન છે. પુગલ છે જડ દ્રવ્ય એનો ગુણ ને એની આ પર્યાય આકાર, સંસ્થાન એ આત્માથી ભિન્ન છે. ક્યારે? અનુભવ થાય ત્યારે. ભગવાન આત્મા દ્રવ્ય છે, એમાં આનંદ જ્ઞાન આદિ ગુણ છે, એની અનુભૂતિ થાય, એના દ્રવ્ય સ્વભાવની સન્મુખ થઈને આનંદનો અનુભવ થાય એ અનુભૂતિ એ પર્યાય છે. આત્મ દ્રવ્ય છે એના જ્ઞાન આનંદ આદિ ગુણ છે, એનો અનુભવ છે એ પર્યાય છે. એ પર્યાય જ્યારે અનુભૂતિ થાય ત્યારે તે જડના આકારની પર્યાય ભિન્ન છે, એમ જાણવામાં આવે છે. આહા ! આવી વાત છે. સમજાય છે કાંઈ ? એ છ સંસ્થાન છે. સમુચ્ચય મુકી દઈએ છીએ. સમચતુરસ્ત્ર, ન્યગ્રોધ, સ્વાતિક, કુન્ધક, વામન તથા હુંડક એ બધુંય જીવને નથી.
ભગવાન! આહાહા! આ શરીરના આકાર નાકના ને ઇન્દ્રિયના ને એ બધા આકારો જડની પર્યાય છે કહે છે. શરીરના દેખાયને આકાર ? પાછળ શરીરના આકાર, આમ મોઢા આગળના આકાર આ બધા જડની પર્યાય છે. એ અજીવની પુદ્ગલદ્રવ્યનાં ગુણની પર્યાય છે ઈ, એનાથી ભગવાન આત્મા ભિન્ન છે, એમ ક્યારે કહેવાય? વસ્તુ છે ભગવાન આત્મા એનાથી તો એ ભિન્ન છે, પણ એ ભિન્ન ક્યારે કહેવાય? ભગવાન આત્મા અંતરસ્વભાવ શુદ્ધ ચૈતન્યઘન એની પર્યાય અનુભૂતિ થાય ત્યારે તે અનુભૂતિથી ભિન્ન છે તેમ ભેદજ્ઞાન સાચું થાય. ઝીણી વાત છે ભાઈ ! આ શરીરના આકાર દેખાય છે ને ભિન્ન ભિન્ન આકાર આ આ આ આમ પાછળ બધું આમ એ બધા જડનાં આકાર છે. એ જડના આકાર એ જડના ગુણની પર્યાય છે.