________________
૧૭૬
સમયસાર સિદ્ધિ ભાગ-૩ એ ભગવાન આત્માનો ગુણેય નહિ, એની પર્યાયેય નહિ. આવો ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ એના દ્રવ્ય અને ગુણને અનુસરીને જે નિર્મળ વીતરાગી અનુભૂતિ પર્યાય થાય ત્યારે તેને એનાથી આ ભિન્ન છે એમ જણાય.
એક બોલ છે સમુચ્ચય કરી નાખ્યો.
બીજો, સંહનન, (આઠમાં) છે? સંહનન એટલે હાડકાની મજબુતાઈ એ પણ જડ ગુણની એક પર્યાય છે. આ મજબુતાઈ હાડકાની, એ છ પ્રકારની છે. આહાહાહા ! એ પણ એક જડ ગુણની આકૃત્તિની એ જાતની પર્યાય છે. તો એ જડ દ્રવ્ય, જડ ગુણ ને જડની પર્યાય, એનાથી ભગવાનના દ્રવ્ય ગુણ પર્યાય ભિન્ન છે. આવી વાત છે. એ દ્રવ્ય ચૈતન્ય ભગવાન અંતરમાં અનંત જ્ઞાન આનંદ આદિ ગુણો, કાલ આવ્યું'તું ને બપોરે નહિ? ચૈતન્ય લોક, તેમાં અનંત પ્રકારના ગુણો તે દર્શનીય છે, તે દેખવા લાયક છે, તેને દેખે. ભગવાન આત્મામાં અનંત અનંત પ્રકારના ગુણો છે, એ ગુણની પર્યાય અનુભૂતિ એ એની પર્યાય કહેવાય છે. જેની ત્રિકાળી જ્ઞાયક સ્વરૂપ ભગવાન એ આનંદનો સાગર આત્મા એની સન્મુખ થઈને જે અનુભૂતિ સમ્યગ્દર્શન અને અનુભવ થાય તેને અહીંયા ધર્મ કહે છે, તે ધર્મની પર્યાયથી જડની પર્યાય ભિન્ન છે. આટલી શરતું આટલી.
- ભગવાન મારગ એવો છે અનંતકાળથી આ રખડે છે દુઃખી છે દુઃખી. આહાહા ! બહારના પદાર્થની હોંશુ હરખ એ મિથ્યાભ્રમ છે. અંતર પદાર્થને અંતર આનંદની વિસ્મયતા એવો જે આશ્ચર્યકારી ચૈતન્ય ચમત્કાર એને અવલંબીને જે અનુભૂતિ થાય તેને અહીંયા ધર્મ કહે છે, તેને અહીંયા જીવદ્રવ્યની પર્યાય કહે છે, તેને એ અનુભૂતિથી જડની પર્યાય સહનન આદિ ભિન્ન છે. કોઈ કહે કે વજનારાચ સહન ન હોય તો કેવળજ્ઞાન થાય (શ્રોતાઃ- ના પાડે છે) હૈં? એમ નથી ભાઈ. એ હો, પણ એને લઈને કેવળજ્ઞાન થાય એમ નથી. કેમકે જ્ઞાનની પર્યાયથી સંવનનની મજબુતાઈની પર્યાય તન્ન ભિન્ન છે. એ ભિન્નને કારણે અહીંયા કેવળજ્ઞાન થાય એવું સ્વરૂપ નથી. કેવળજ્ઞાન તો ભગવાન આત્મા, ચૈતન્યના ચમત્કારના સ્વભાવથી અભૂતા અભૂત સ્વભાવથી ભરેલ, તેને અવલંબે કેવળજ્ઞાન થાય એ આત્માની પર્યાય છે. આત્મા દ્રવ્ય છે, જ્ઞાન ગુણ છે, કેવળજ્ઞાન એની પર્યાય છે. એ પર્યાયથી આ જડની પર્યાય ભિન્ન છે. આહાહા ! આવી વાત છે એ સમુચ્ચય લીધો છે.
હવે આંહી નવમો બોલ લેવો છે. “જે પ્રીતિરૂપ રાગ છે”. જે અંદરમાં દેવગુરુશાસ્ત્રની ભક્તિનો ભાવ, પંચપરમેષ્ઠિના સ્મરણનો ભાવ એ બધો શુભરાગ છે. કેમકે એ રાગ પરદ્રવ્યના લક્ષે થાય છે, એ આત્માની ચીજ નથી. ચાહે તો પંચમહાવ્રતનો રાગ, ચાહે તો પરની દયા પાળવાનો રાગ, પણ એ રાગ છે, એ આત્માના સ્વરૂપની હિંસા છે. એ પ્રીતિરૂપ રાગ, શરીરનો પ્રેમ હો કે સ્ત્રીનો પ્રેમ હો, આબરુનો પ્રેમ હો કે દેવગુરુ ને શાસ્ત્રનો પ્રેમ હો, એ બધો રાગ છે. ભગવાન આત્માના આનંદનો પ્રેમ છોડી અને જે આ પરના પ્રેમમાં દોરાઈ જાય છે. આહાહાહા! સમજાય છે કાંઈ? વાત તો જુદી જાત છે પ્રભુ!
આત્મા અતીન્દ્રિય આનંદ સ્વરૂપ પ્રભુ, એમાં જેટલો પરના સંગે રાગ થાય, ચાહે તો દેવગુરુ ને શાસ્ત્ર પ્રત્યેનો પ્રેમ પણ એ રાગ છે. આહાહા ! એ રાગ તે બધોય જીવને નથી, ભગવાન આત્મામાં એ રાગ નથી. રાગનો વિકલ્પ જે છે, ચાહે તો ગુણી ભગવાન આત્મા અને