________________
ગાથા – ૫૦ થી ૧૫
૧૭૭ અનંત પ્રકારના ગુણો એવો ભેદનો વિકલ્પ ઊઠે એ પણ રાગ છે, એ રાગ જીવમાં નથી. છે? “કારણકે તે પુગલ દ્રવ્યના પરિણામમય હોવાથી” એ રાગ છે એ પુદ્ગલદ્રવ્યની પર્યાયમય હોવાથી, પુદ્ગલદ્રવ્યની સાથે અભેદ છે. આહાહાહા ! આવી વાત આકરી પડે જગતને.
ભગવાન આત્મા, એ રાગની પુદ્ગલમય પર્યાય છે, પરની દયાનો ભાવ એ પણ રાગ છે, એ રાગ તો પુદ્ગલ પરિણામમય છે એમ કહે છે. છે તો એની પર્યાયમાં, પણ કોઈ એવો એનો સ્વભાવ નથી. જીવના અનંત ગુણો છે, ભગવાન આત્મામાં અનંતા અનંતા અનંતા અનંતગુણા ગુણો છે પણ કોઈ ગુણ વિકાર કરે એવો કોઈ ગુણ નથી. એથી ભગવાન આત્મા અનંત ગુણનો સાગર પ્રભુ, એની પરિણતિ જે અનુભૂતિ એ દ્રવ્ય વસ્તુ અને એના અનંતા ગુણો અને એને અનુસરીને અનુભવ થવો. સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાનરૂપી અનુભૂતિ થવી, એ અનુભૂતિથી રાગનો પુદ્ગલમય પરિણામ ભાવ ભિન્ન છે. આહાહાહા!
હવે આ ક્યાં લોકોને જાવું. હેં? પ્રભુ મારગ જુદો છે. એ ભવના અંતના ભવના ભવ, રાગ તો ભવ સ્વરૂપ છે-રાગ તો ભવ સ્વરૂપ છે. ચાહે તો શુભરાગ હો, સમજાય છે કાંઈ ? ચાહે તો દયા, દાન, વ્રત, ભક્તિ પૂજાનો ભાવ હો, ચાહે તો દેવગુરુશાસ્ત્રની ભક્તિનો ભાવ હો પણ એ રાગ છે તે સંસાર છે એ ભગવાન આત્માની ચીજ નહિ. કેમકે ભગવાન આત્મા તો મુક્તસ્વરૂપ છે, મુક્તસ્વરૂપનો રાગ ન હોય. આહાહાહા! ઝીણી વાતું ઘણી ભાઈ.
એ રાગ પુગલ પરિણામમય હોવાથી ભાષા દેખો. એકકોર રાગ આત્માની પર્યાય છે એમ કહે, એ એનામાં પરિણમન થાય છે તેવું જ્ઞાન કરાવવા, પણ જ્યારે દ્રવ્ય સ્વભાવનું વર્ણન અહીં હોય, ત્યારે તે પુગલ પરિણામમય રાગ ભગવાન અરિહંતદેવ પંચપરમેષ્ઠિ કે ગુરુ એના પ્રત્યેની ભક્તિનો ભાવ રાગ છે. એ રાગ પુગલ પરિણામમય હોવાથી જડની સાથે તેનું અભેદપણું છે એમ કહે છે. સમજાણું કાંઈ? પુદ્ગલ પરિણામમય કીધાં ને? પુદ્ગલવાળોય નહિ, પુદ્ગલ પરિણામમય. અરે એને વાત એના તત્ત્વની સાંભળી નથી. અંદર કોણ છે પ્રભુ અંદર. સચ્ચિદાનંદ સ્વરૂપ સત્ શાશ્વત જ્ઞાનાનંદ આદિ અનંત ગુણનો પિંડ પ્રભુ, એનો જે અનુભવ થવો, એની સન્મુખ થઈને, નિમિત્ત અને રાગ ને પર્યાયથી વિમુખ થઈને, વસ્તુ આવી છે પ્રભુ, ઝીણી પડે પણ માર્ગ તો આ છે. આહાહા !
નિમિત્ત સંયોગી ચીજ દેવ-ગુરુ-શાસ્ત્ર એના પ્રત્યેનો રાગ એ નિમિત્ત ઉપરથી લક્ષ ઉઠાવી, રાગ ઉપરથી (લક્ષ) ઉઠાવી અને રાગને જાણનારી જ્ઞાનની પર્યાય વર્તમાન છે તેનાથી દષ્ટિ ઉઠાવી અને ચૈતન્યસ્વભાવ ચૈતન્ય ચિંતામણિ પ્રભુ એના તરફની દૃષ્ટિ કરવી, જે પર્યાયની દૃષ્ટિ રાગ ઉપર ને પર ઉપર છે, તે પર્યાયને અંતરમાં ભગવાનના દર્શનમાં લઈ જવી. દર્શનીય જે અવલોકનીય છે તેમાં લઈ જવી, બહારની ચીજ દર્શનીય ને અવલોકનીય નથી. ખરેખર ભગવાન આત્મા એક સમયમાં અનંત અનંત ગુણો ભિન્ન ભિન્ન જાતના, એ બધાને દેખવાલાયક તો એ ચીજ છે, અવલોકન કરવા લાયક એ ચીજ છે, એ ચીજને દર્શનીય કરીને અવલોકન કર્યું, ત્યારે પર્યાયમાં અનુભૂતિ થઈ, ત્યારે પર્યાયમાં આનંદની દશા થઈ. પર્યાયમાં, પર્યાય એટલે અવસ્થા એમાં અનંતા ગુણની જેટલી સંખ્યા છે. તેટલી પર્યાયની વ્યક્તતા અંશની વ્યક્તતા પ્રગટ થઈ, તેને અહીંયા અનુભૂતિ કહે છે. આવી અનુભૂતિથી એ રાગના પરિણામ પુદ્ગલ