________________
ગાથા – ૫૦ થી ૧૫
૧૬૯ પ્રભુ! આહાહા !
એ અનુભૂતિ ( આત્માની) અતીન્દ્રિયઆનંદનો સ્વાદ ઉગ્ર (વર્તે) એને મુનિપણા છે, મુનિપણા કોઈ નગ્નપણાને કે પંચમહાવ્રતની ક્રિયા એ કાંઈ મુનિપણા નહીં. સમજાણું કાંઈ...?
અહીં એ કહે છે, એ રૂપથી હું ભિન્ન છું. એ રૂપ પુદ્ગલદ્રવ્યના પરિણામમય, પરિણામવાળા નહીં. પુદગલદ્રવ્યના પરિણામમય એવા “વર્ણ – ગંધ – રસ – સ્પર્શરૂપ એ બધું રૂપ' – એ પુદ્ગલદ્રવ્યના પરિણામમય – પુદ્ગલદ્રવ્યની પર્યાયોનું (એકપણું ) રૂપ- અભિન્ન, એવું હોવાથી પોતાની અનુભૂતિથી ભિન્ન છે. એકલા આત્માથી ભિન્ન એમ નહીં રૂપ મારાથી ભિન્ન છે રૂપ, હું અરૂપી ભગવાન (આત્મા) પ્રભુથી ભિન્ન એમ નહીં (પરંતુ ) એની (આત્માની) અનુભૂતિ હો, આનંદનો સ્વાદ હો - એવી અનુભૂતિથી એ રૂપ ભિન્ન છે. આવું ભેદજ્ઞાન બતાવ્યું, ભગવાન આમ છે ભાઈ ! લોકો માને ન માને, વસ્તુ તો આ છે. સમજાણું કાંઈ... ? બે બોલ થયા. થઈ ગયાને! (બોલ) પાંચ થયાને !
જે ઔદારિક શરીર છે, આ ઔદારિક શરીર એનાથી ભગવાન આત્મા અંદર ભિન્ન છે. (આ શરીર – દેહ) એ તો માટી છે. પુદ્ગલ અસ્તિકાય, આટલામાં તો અનંતા સ્કંધ છે, રજકણ - પરમાણું અનંતા સ્કંધ તેમાં એક પરમાણું ને એક પરમાણુંમાં અનંતગુણ જેટલી સંખ્યાએ આત્મામાં ગુણ છે – અનંત ગુણ છે ચૈતન્ય, એટલી સંખ્યાએ એક પરમાણુમાં જડ ગુણ છે. બધાં પુદ્ગલનું આ ઔદારિક શરીર છે એનાથી ભગવાન (આત્મા) ભિન્ન છે. ક્યારે? કે ભિન્ન તો છે પણ આત્મદ્રવ્યનો અનુભવ હો – આનંદનો ત્યારે ભિન્ન છે, એવું ભાન થયું. આહાહા!
આ તો શૂરવીરના કામ છે. વીરનો માર્ગ છે શૂરાનો, કાયરનાં કામ નહીં ત્યાં. અહીંયા તો પરમાત્મા (કહે છે) એ સંત કહે છે – એ પરમાત્મા જ છે. પરમેષ્ઠિ છે અમૃતચંદ્રાચાર્ય, કુંદકુંદાચાર્ય (આદિ) દિગમ્બર સંત, કોઈપણ હો ત્યારે પરમેષ્ઠિમાં આવે, એ એમ ફરમાવે છે કે ઔદારિક શરીરથી તમે ભિન્ન છો. એકવાત, (બીજી વાત ) ઔદારિક શરીર જે છે એ પુગલની પર્યાય છે. આ પુદ્ગલની પર્યાય છે. પર્યાય હો, ગુણ નહીં, ગુણ તો ત્રિકાળ રહે છે અંદર, પુદ્ગલ ત્રિકાળ રહે છે એવા ગુણ પણ ત્રિકાળ રહે છે અને આ પર્યાય તો એક સમયની જુદી જુદી છે. તો આ ઔદારિક (શરીર) આ પર્યાય છે, એને હું ચલાવું કે હલાવું એ આત્મામાં છે જ નહીં, આત્મા ઔદારિક શરીરને હુલાવી શકે છે? કે દૂર કરી શકે છે? હાથથી (ચોપડીના) પાનાં ફેરવી શકે છે? એવી (શક્તિ) આત્મામાં છે જ નહીં. પંડિતજી જયપુરનાં પંડિતજી પ્રોફેસર જયપુર પ્રોફેસર છે, મોટા – બડા અહીંયા રહે છે, છોડી દીધું છોડીને (અહીં છે.) આહાહા !
શું કહે છે? આ ઔદારિક શરીર જે પુદ્ગલની પર્યાય છે, આ (દેહ) તો પરમાણુની પર્યાય છે, એનાથી ભગવાન (આત્મા) ભિન્ન છે. ક્યારે? કે આત્મા આનંદસ્વરૂપી છે એવી દૃષ્ટિ કરીને ચૈતન્ય જ્ઞાયક નિત્યાનંદ પ્રભુ એ ઉપરની દૃષ્ટિ કરીને જેને (પોતાની) પર્યાયમાં આનંદનો અનુભવ આવે, જેમાં શાંતિનો સ્વાદ આવે ત્યારે એને એ અનુભૂતિમાં (આવ્યું કે, એ ઔદારિક શરીર ભિન્ન જાણવામાં આવ્યું. સમજાય છે કાંઇ?આહાહા ! આમ કહે કે આ ઔદારિક શરીર મારું નથી (શરીર પર છે) એ તો એક ધારણા કરી લીધી. સમજાણું કાંઈ ? આ શરીર મારામાં નથી – શરીર જડ છે પણ એ તો (મનમાં) ધારણા, એ વસ્તુ ( અનુભૂતિ) - અનુભવ