________________
૧૬૮
સમયસાર સિદ્ધિ ભાગ-૩ છૂટી જાય છે ત્યારે ( આત્માનો ) અનુભવ થાય છે, એ અનુભૂતિથી સ્પર્શગુણની પર્યાય ભિન્ન છે, ત્યારે જાણવામાં આવ્યું. સમજાણું કાંઈ... ? એક બોલ, આ ચોથો બોલ થયો.
( હવે ) પાંચમો ( બોલ ) સ્પર્ધાદિ સામાન્ય પરિણામમાત્ર રૂપ છે. હવે શું કહે છે ? દેખો, સ્પર્શ, રસ, ગંધ વર્ણ, રંગ એ ચાર સામાન્ય છે, સ્પર્શ આદિ સામાન્ય પરિણામ માત્ર રૂપ એને રૂપ કહે છે. કેમ (રૂપ ) કહે છે ? કે રંગ – ગંધ, રસને સ્પર્શ એ ચાર સામાન્ય રૂપ જે છે એને રૂપ કહે છે. આ તો ઝીણી વાત છે, ભાઈ આ તો ભગવાનની વાણી સૂક્ષ્મ છે. કહે છે કે જે સ્પર્ધાદિ, આદિ શબ્દ કહ્યો છે ને ! સ્પર્શ, ગંધ, રસને રંગ એ ચાર લેવા સ્પર્શાદિ સામાન્ય માત્ર એકરૂપ પરિણામમાત્ર એકરૂપ એને ‘રૂપ’ કહે છે ( આહા ! ) ૫૨માણું – પુદ્ગલમાં સ્પર્શ, ગંધ, ૨સ, વર્ણ – રંગ એ સામાન્યને અહીંયા ‘રૂપ’ કહે છે. એ રૂપ છે.
એ વર્ણ જીવનો નથી. એ રૂપ ( માં ) ચાર જે પર્યાય એકસાથે કહી, દ્રવ્યના ગુણની પર્યાય સામાન્ય, ઓલામાં એક એક ( પર્યાય ) લીધી હતી. રંગ, ગંધ, રસ, સ્પર્શ એક – એક ( પર્યાય ), હવે એ ચા૨નું એકરૂપ સામાન્ય તેને ‘રૂપ’ કહે છે. એ રૂપથી ભગવાન આત્મા ભિન્ન છે. હવે આ શ૨ી૨ને હાડકાં ને માંસ એ તો હવે જડ છે – માટી છે, એ આત્મામાં નથી. આત્મામાં એ નથી એનામાં આત્મા નથી. શું કીધું ? આ તો હાડકાં – માંસ (ચામડી ) છે જડ-પુદ્ગલની પર્યાય છે આ ઉ૫૨ દેખાય તો એમાં આત્મા નહીં અને આ આત્મામાં નહીં. આહાહા...
વીતરાગી જૈનદર્શનનું તત્ત્વજ્ઞાન બહુ સૂક્ષ્મ છે ભાઈ ? એ બીજે ક્યાંય વીતરાગ સિવાય બીજે ક્યાંય છે નહીં. કોઇ પંથમાં એ માર્ગ છે નહીં. આહાહા !
એવો પંથ આ સૂક્ષ્મ ગજબ વાત છે, ભાઈ ! આવી સૂક્ષ્મ વાત શ્વેતાંબરમાંય નથી, કા૨ણકે એ તો શ્વેતાંબર તો બે હજાર વર્ષ પહેલાં દિગમ્બરમાંથી જુદા પડી ગયા, દૃષ્ટિ વિપરીત થઈને પછી શાસ્ત્ર બનાવ્યા, ભગવાન એમાં આ વાત છે નહીં. આ તો સંતો! દિગમ્બર ( ભાવલિંગી ) મુનિઓ ! કેવળીના કેડાયતો ! એમની ( સાક્ષાત્ તીર્થંકરની ) દિવ્ય ધ્વનિમાંથી જે ગ્રહણ કર્યું ને એમણે પોતાની વાણીમાં આવ્યું . ત્યાં તો આવું કહે છે કુંદકુંદાચાર્ય એમ કહે છે ( સમયસારમાં કહે છે કે ) હું મારો પોતાનો વૈભવ કહીશ, ભગવાન કહે છે માટે કહીશ એવું નથી – હું મારા અનુભવથી કહીશ, એમ કહ્યું છે. સમજાણું કાંઈ... ?
અને શ્વેતાંબરમાં તો એવું આવે છે, મેં તો સાંભળ્યું છે (એમના શાસ્ત્રમાં ) સુધર્મ સ્વામી કહે છે, ભગવાન એમ કહેતા હતા, એમ કહે છે (તેઓ ), આ કહે છે કુંદકુંદાચાર્ય હું તો મારા નિજવૈભવથી કહીશ, ભગવાન કહે છે માટે કહીશ એમ નહીં. મારી અનુભૂતિ આત્માની આનંદની, સ્વાદ મને પ્રચૂર આવ્યો છે. ચોથા ગુણસ્થાનમાં સમકિતીને આનંદ આવે છે પણ થોડો છે. પંચમ ગુણસ્થાનમાં સાચા શ્રાવક આ શ્રાવક છે તે તો શ્રાવક જ નથી, જેમને પંચમ ગુણસ્થાન દશા સમકિતસહિત અંદરની શાંતિની વૃદ્ધિ થઈ છે એવા પંચમગુણસ્થાનમાં જે અનુભૂતિ છે એ આનંદનો સ્વાદ ચોથા ( ગુણસ્થાન ) કરતાં વિશેષ છે. એનાથી પણ વિશેષ (આનંદ) મુનિરાજને છે અતીન્દ્રિય ! એટલે તો (મુનિરાજ) કુંદકુંદાચાર્યે પાંચમી ગાથા ( શ્રીસમયસાર ) માં કહ્યું અમને પ્રચૂર સ્વસંવેદન ( વર્તે ) છે. પ્રચૂર શબ્દ કહ્યો છે. પાંચમી ગાથા (ની ) ટીકામાં છે. સમજાણું કાંઈ... ? આહા ! ઝીણી વાત પ્રભુ ! વીતરાગ માર્ગ બહુ સૂક્ષ્મ