________________
ગાથા – ૫૦ થી ૧૫
૧૬૭ હોય - વીર્યની વ્યક્તતા હોય, સ્વરૂપ નિર્મળ એની રચના કરે એવી વ્યક્તતા હોય એને અહીંયા અનુભૂતિ કહે છે. અરે ! ભગવાન! સમજાણું કાંઈ....?
આ તો હિન્દી કહે છે ને ! આ તો હિન્દીમાં આવ્યું ને! અમારે પંડિતજી આવ્યા છે ને! મારગ આવો છે ભગવાન. આહાહાહા !
આહાહા !અનુભૂતિથી ભિન્ન છે, પુદ્ગલમય જે ચીકાશ – લૂખાશ (આદિ) એ જીવદ્રવ્યથી ભિન્ન છે એમ ન કહ્યું કેમ કે જીવદ્રવ્યથી તો ભિન્ન જ છે પણ ભિન્ન ક્યારે અનુભવમાં આવે? પોતાના આત્માનું અનુસરણ કરીને અનુભૂતિ... ચૈતન્યમૂર્તિ ભગવાન પૂર્ણાનંદ જિનબિમ્બસ્વરૂપ, જિનસ્વરૂપ “ઘટ ઘટ અંતર જિન વસે ને ઘટ ઘટ અંતર જૈન” – ઘટ ઘટ અંતર જિન વસે (એટલે કે) ભગવાન જિનસ્વરૂપી જ અંદર બિરાજમાન છે. અત્યારે હોં? ઘટ ઘટ અંતર જિન વસે ને ઘટ ઘટ અંતર જૈન – એ ઘટમાં અંદર જિનસ્વરૂપ (વીતરાગસ્વરૂપ) છે, એની એકાગ્રતાથી અનુભૂતિ થાય છે, ત્યારે એને જૈન કહેવામાં આવે છે. આહાહા!
બાકી તો વાડામાં (સંપ્રદાયમાં) જૈન નામ ધરાવે એ કોઈ ચીજ નહીં, “ઘટ ઘટ અંતર જિન વસે” (આ પદ) બનારસીદાસ (નું) સમયસાર નાટકકાર (નું છે) સમયસાર કળશ ટીકા (માંથી બનાવેલ છે.) ઓહોહો ! ઘટ ઘટ અંતર જિન વસે આ દેહ (દેવળમાં) મંદિરમાં ભગવાન (આત્મા બિરાજે છે) આ (દેહ) તો મસાણની ધૂળ છે – કર્મ અંદર (સૂક્ષ્મ) ધૂળ - માટી છે. આહાહાહા !
પુણ્ય ને પાપના શુભ અશુભ ભાવ એ તો પુણ્ય પાપતત્ત્વ ભિન્ન છે, આ નવ તત્ત્વ છે ને - તો શરીર – કમે અજીવ તત્ત્વ છે, દયા - દાન - વ્રત - ભક્તિ પુણ્ય તત્ત્વ, હિંસા – જૂઠ – ચોરી એ પાપ તત્ત્વ છે. ભગવાન આત્મા એ અજીવ ને પુણ્ય – પાપ તત્ત્વથી ભિન્ન જ્ઞાયક તત્વ છે. એ જ્ઞાયક તત્ત્વનો જ્યારે અનુભવ થાય છે – એ ચિદાનંદ પ્રભુ સહજાત્મસ્વરૂપ – સહજાનંદ એ સહુજ આનંદનો કંદ પ્રભુ, એનો આશ્રય કરીને – એનું અવલંબન લઈને જે પર્યાયમાં – દશામાં (અવસ્થામાં) આનંદનો અનુભવ થવો એનું નામ (સ્વાનુભૂતિ – સમ્યગ્દર્શન છે.)
કોણ છે? છોકરાંવને બહાર લઈ જાવ, છોકરાંવને બહાર લઈ જાવ છોકરાંવને... ભાઈ ! આ તો સમયસાર છે અને એનો એક એક શ્લોક (ગાથા) અલૌકિક છે! ભગવાન ! સમય નામ (શુદ્ધ) આત્મા એનો સાર ! એ દયા – દાન – વ્રત ના રાગથી પણ ભિન્ન ભગવાન છે. એ આત્મા આનંદ પ્રભુ સચ્ચિદાનંદ આત્મા, સત્ નામ કાયમ રહેવાવાળો, ચિ નામ જ્ઞાન ને આનંદ નામ સુખ-શાંતિ, એ સચ્ચિદાનંદ પ્રભુ આત્મા અંદર, એના તરફનો ઝૂકાવ કરવાથી, અનાદિનો ઝૂકાવ તો રાગ અને પર્યાય ઉપર છે –અંશ ઉપરને રાગ ઉપર, પર્યાય એક અંશ છે, તે આખી ચીજ નહીં, તે અનાદિથી એક સમયની પર્યાય ને રાગ, દયા - દાનના વિકલ્પશુભ તે ઉપર દૃષ્ટિ અનાદિની છે, એ તો મિથ્યાષ્ટિ છે. “પર્યાય મૂંઢા પર સમયા” એક સમયની પર્યાય મારી છે એ પણ પર્યાયમૂંઢ જીવ છે. અને રાગ-દયા - દાન તે મારા છે (એવા અભિપ્રાયવાળો) મહામૂઢ છે. આહાહા !
પણ એક સમયની પર્યાય જે છે એ તો નાશવંત છે (ક્ષણભંગુર) ભગવાન (આત્મા) અંદર ધ્રુવ – અવિનાશી - ત્રિકાળી ચૈતન્યધન છે. એ ચૈતન્ય ધનની દષ્ટિ કરવાથી, પર્યાયની દૃષ્ટિ