SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ સમયસાર સિદ્ધિ ભાગ-૩ - (આત્મ) વૈભવ પોતાના અંતરમાં પ્રગટ થયો હતો, તેઓ ત્યાં ગયા હતા. અહોહો! સાક્ષાત્ ભગવાન (સીમંધરપ્રભુ) ના દર્શન કર્યા, કેટલું” ક સમાધાન શ્રુતકેવળી પાસેથી કર્યું (ત્યાં) શ્રુતકેવલી (ઓ) બિરાજે છે ને અત્યારે! આ તો બે હજાર વર્ષ થયાં..! અત્યારે ભગવાન બિરાજે છે – વર્તમાન બિરાજે છે. આયુષ્ય ક્રોડપૂર્વનું છે પાંચસે ધનુષનો દેહ છે – બે હજાર હાથ, ભગવાન મનુષ્યપણે વર્તમાન (હસહિત) બિરાજે છે. (કુંદકુંદાચાર્યે) ત્યાંથી આવીને આ ટીકા (સમયસાર આદિ ગ્રંથ) બનાવ્યા, ટીકા અમૃતચંદ્રાચાર્ય બનાવી, તો (તેઓશ્રી) કહે છે, પ્રભુ ! એક વાર સાંભળતો ખરો ! ભગવાન તરીકે જ બોલાવે છે (સૌ જીવને) ૭૨ ગાથામાં આવ્યું છે... ભગવાન આત્મા! એમ જ કહે છે. ૭૨ ગાથામાં છે કે પુણ્ય ને પાપના ભાવ, દયા–દાન-વ્રત-ભક્તિ આદિના ભાવ એ બધા અશુચિ છે. (સમયસાર) કર્તા – કર્મ અધિકાર અશુચિ કહે છે. અમૃતચંદ્ર આચાર્ય ટીકામાં કહે છે. અને ભગવાન આત્મા શુચિ (પવિત્ર) છે. એ તો અશુચિથી ભિન્ન નિર્મળાનંદ છે. સમજાણું કાંઈ ? આહાહા ! જેમને સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવું હોય તો નિર્મળાનંદ પ્રભુ (આત્માની ) દષ્ટિ કરવી પડશે. એની દૃષ્ટિ નિમિત્ત ઉપરથી હુઠી જશે, રાગ-વિકલ્પ જે છે ભક્તિ આદિનો એનાથી પણ દૃષ્ટિ હુઠી જશે. ભગવાનની ભક્તિ આદિના જે (ભાવ) એ તો રાગ છે. પોતાની સ્વરૂપ ભક્તિ – (નિજમાં) એકાગ્રતા એ નિશ્ચય ભક્તિ છે – એ વીતરાગી ભક્તિ છે. આહાહાહા ! સમજાણું કાંઈ...? એ આત્મામાં જ્યારે સ્પર્શગુણની પર્યાય નથી, ને (પુદ્ગલ) દ્રવ્ય જે છે એમાં સ્પર્શગુણ છે અને ચીકાશ આદિ લૂખાશ ( વગેરે) પર્યાય છે એ પર્યાય પુદ્ગલથી પરિણામમય છે – પુદ્ગલથી તન્મય છે. આપણા જીવથી ભિન્ન છે, પણ ક્યારે ભિન્ન છે? જ્યારે અનુભૂતિ (આત્માની) થાય છે તો ભિન્ન છે. નહિંતર (એમને એમ) માનવું ધારણા કરવી, ધારણામાં (તો) એમ કર્યું કે આ રાગાદિ – સ્પર્શાદિ આત્માથી ભિન્ન છે એ કાંઈ વસ્તુ નહીં, અનુભૂતિ આત્માની જ્યારે થાય છે ત્યારે ભિન્ન – યથાર્થ ભાનમાં આવે છે. આહાહા ! એ અહીં કહે છે દેખો ! એ પરિણામમય હોવાથી, છે? એક-એક શબ્દમાં મહાન શક્તિ (ભાવ) છે. હજી તો ચોથા બોલની સ્પર્શની (વાત) ચાલે છે. ચોથો બોલ ચાલે છે – પરિણામમય હોવાથી, કોણ? ચીકાશ, લૂખાશ આદિ જે ઠંડી – ગરમ એ બધી પુગલની પર્યાય પુદ્ગલમાં છે, પોતાની અનુભૂતિથી ભિન્ન છે, આપણી અનુભૂતિથી ભિન્ન છે, દ્રવ્યથી ભિન્ન છે એ નહીં. (પણ) જીવ દ્રવ્યથી ભિન્ન (નથી કહ્યું, કેમ કે ભિન્ન તો દ્રવ્યથી છે જ પણ એની અનુભૂતિ થયા વિના ભિન્ન છે એવું અનુભવમાં નથી આવતું. આહાહાહા ! આ સ્પર્શ છે ને! ઠંડો – ગરમ, ભારે, હળવો, ચીકણો - લુખ્ખો એ પુદ્ગલમાં પુદ્ગલના પરિણામમય એ પુદ્ગલથી પર્યાય અભેદ છે એની સાથે, પણ (એ પર્યાયો) આત્મામાં નથી. આત્મા ભગવાન આત્મામાં નથી તો ક્યારે નથી ? કે જ્યારે એનો ( આત્માનો ) અનુભવ થાય છે – જ્ઞાયક શુદ્ધ ચૈતન્યધન પ્રભુ, પરમસ્વભાવભાવ, પારિણામિકભાવ, સહજાત્મસ્વરૂપ પ્રભુ (આત્મ) દ્રવ્ય, એની દૃષ્ટિ કરવાથી, (એનું જ્ઞાન કરવાથી) જ્ઞાનનું લક્ષ ત્યાં દોરવાથી, પર્યાયમાં જે અનુભવ આનંદનો હોય – જ્ઞાનની વ્યક્તતા હોય, જ્ઞાનની વ્યક્તતા – સમકિત
SR No.008307
Book TitleSamaysara Siddhi 3
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2005
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy